SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પ્રવાહ વ્યવહારધર્મથી ચાલે છે. બહારનો અપલાપ કરીને, ક્રિયાને નિરર્થક ગણી, અવગણીને એકાન્ત નિશ્ચયવાદનો ‘ફિનિષ્ઠ પ્રોડક્ટ' જુદી જુદી ડાયમાંથી ઘણી જગ્યાએ બહાર પડે છે અને આ પ્રોડક્ટને માર્કેટ પણ બહુ મોટી મળી રહે તે સહજ છે. કારણ કે છોડવાનું ખાસ કાંઈ નહીં, કરવાનું ખાસ કાંઈ નહીં અને કહેવાઈએ ઊંચા ગજાના ધર્મી ! આવા બનવાનું કોણ ન ઇચ્છે ? પણ, વ્યવહાર ધર્મના કટ્ટર આચરણ વિના નિશ્ચય પાંગરી શકતો નથી. પ્રારંભિક તબક્કે નિશ્ચયને પેદા કરવા અને પછીના તબક્કે સંજાત નિશ્ચયનું રક્ષણ કરવા વ્યવહાર પાલન જરૂરી છે. આ અપેક્ષાએ જોતા લાગે કે નિશ્ચય નામના રાજકુમારનું યોગક્ષેમ કરતી હેતાળ-પ્રેમાળ વાત્સલ્યમયી રાજમાતાનું નામ જ “વ્યવહાર” છે. નિશ્ચય નામના કુંવર વિના વ્યવહારમાં માતૃત્વનો પ્રાદુર્ભાવ શક્ય નથી તેમ સાથે જ કુંવરના જન્મ બાદ વ્યવહાર માતાનું કરૂણ મોત થઈ જાય તો કુંવરના કપાળે અનાથતાનો અભિશાપ આલેખાય છે. તેનું રક્ષણ કરશે કોણ ? (જો કે ઘણા ખરાં એકાન્તનિશ્ચયવાદીઓ તો “વિણ માતાએ બેટો જાયો”ની જ ડંફાસ મારતા હોય છે.) આચારધર્મનું પાલન, અનાદિના કુસંસ્કારોનું ધોવાણ કરીને નિશ્ચયની રંગોળી પૂરવા માટેનું એક શુભ્ર અને સ્વચ્છ ભૂતલ રચી દે છે. વ્યવહાર પાલન વગરનો નિશ્ચય એ મેલાઘેલા મોઢા પરનો મેકઅપ છે. પ્રવૃત્તિધર્મ દ્વારા પરિણતિધર્મ સુધી પહોંચવાની પ્રભુશાસનની વાતમાં ગજબના સત્ય, તવ્ય અને આત્મિક સલામતીના રહસ્યો છુપાયેલા છે. બોલ ફેંકતા પૂર્વે બોલરને જો રન-અપ લેવો પડતો હોય, ઉડ્ડયન કરતા પૂર્વે જો વિમાનને પણ રન-વે પર દોડવું પડતું હોય, તો વ્યવહારધર્મના પાલન વગર નિશ્ચયના પ્રાદુર્ભાવનો પ્રવાહ કઈ રીતે શ્રદ્ધેય બની શકે ? કોરો વ્યવહાર આપણને ઊંચકાવા ન દે અને એકલો નિશ્ચય આપણી નીચેની ધરતી જ સરકાવી લે છે માટે બન્નેનું સુયોગ્ય સંયોજન જ આવકાર્ય છે. આ લખાણ જે કલમ દ્વારા લખાય છે તે કલમમાં સાહી છે માટે જ લખાય છે. એકલી કલમથી અક્ષરો ન પડે તેમ સાથે એ ય ધ્યાનમાં રહે કે એકલી સાહીથી તો ધાબા જ પડે, અક્ષર નહીં જ... કલમના માધ્યમ થકી મસિપ્રવાહ ચાલે એ જ અક્ષરાંકન માટેનો શ્રેષ્ઠ અને સલામત વિકલ્પ છે. વ્યવહારશૂન્ય નિશ્ચય ટકાઉ નથી અને નિશ્ચયહીન વ્યવહાર ખાસ ફલપ્રદ બનતો નથી માટે બન્નેની સપ્રમાણ ભેળવણી જરૂરી છે. ભેળમાં જેમ થોડીક તીખી ચટણી તો થોડીક મીઠી ચટણી ભેળવાય છે તેમ આવી ચટાકેદાર ભેળનો એક નમુનો રજુ કરું છું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy