________________
સંજ્ઞા અને કષાય
૯૩
આવે તો મૈથુન સંજ્ઞા... અનુષ્ઠાન કરવા બેસીએ ત્યારે વેપારનો વિચાર આવે તો પરિગ્રહ સંજ્ઞા.. આવી રીતે ચારે કષાયો પણ અનુષ્ઠાન કરતી વખતે આવે ત્યારે, ચિત્તને ડહોળી નાંખે છે. ચારે ગતિમાં જીવોને એકેક સંજ્ઞા અને એકેક કષાય મુખ્યત્વે હોય છે.
સંજ્ઞા અને કષાયા દેવામાં પરિગ્રહ સંશા અને લો ભકષાય. મનુષ્યમાં મૈથુન સંજ્ઞા અને માન (અહંકાર) કષાય,
નરકમાં ભય સંજ્ઞા અને ક્રોધ કષાય, તિર્યંચમાં આહાર સંજ્ઞા અને માયા કષાય પ્રધાનપણે હોય છે.
બીજા કષાયો અને સંજ્ઞા હોય છે, પણ મુખ્યતયા - બહુલતાએ આ હોય છે.
નરકમાં સતત ભય હોય છે. પરમાધામી પાસે માન મૂકીને ત્યાં સહન કરવું પડે છે. મનુષ્યભવમાં અહંકાર કરીને બધાને પડ્યા છે.
રાવણ અહંકાર અને મૈથુન સંજ્ઞામાં (કામમાં) ફસાયો છે. સીતાને ઉપાડી લાવ્યો પણ સફળ ન થયો... છેલ્લે કામ સંજ્ઞામાંથી બહાર નીકળ્યો તે દર્પમાં ફસાયો - ઘવાયો, માણસ મરવા ઇચ્છે છે, પણ માન મૂકવા તૈયાર નથી.
ઓઘ સંજ્ઞા એટલે ગતાનગતિક સંજ્ઞા, ધર્મ શા માટે કરો છો? તો કહે, બધા કરે છે માટે.... ચીલાચાલુ ધર્મ કરે જાય.... આત્મહિતની દૃષ્ટિ નહીં. ગાડરીયા પ્રવાહની જેમ આરાધના કર્યે જાય છે... લોક સંજ્ઞા એટલે લોકમાં સારા દેખાવાની બુદ્ધિથી કરાતો ધર્મ. લોકોમાં વાહવાહ કેમ થાય તે લક્ષ્યથી કરે....
આ દશે સંજ્ઞાઓ પાપ સંજ્ઞા છે. આવી સંજ્ઞાઓ સહિત કરાતો ધર્મ આંતરિક પરિણતિને બગાડે છે.
પરિગ્રહ વધુ મળે, પૈસા કેમ મળે? ધન ધાન્યાદિની સમૃદ્ધિની બુદ્ધિથી કરે, તે પરિગ્રહ સંજ્ઞા યુક્ત ધર્મ છે. આવી બધી સંજ્ઞાઓ ધર્મ ક્રિયા કાળે અંદરમાં પડેલી હોય... પછી ક્રિયા ખૂબ આદર-બહુમાનથી કરો, ઊંચા દ્રવ્યોથી કરો, દેશ-કાલ, વિધિ-વિધાન સાચવીને કરો તો પણ અંદરમાં સંજ્ઞા પડેલી હોવાથી પુણ્યબંધ કરાવે છે. ઊંચી કોટિનો ધર્મ બનતો નથી. એ સંશુદ્ધ ધર્મ નથી.
- સ્વચ્છ-નિર્મળ પાણી જેવા ચિત્તમાં સંજ્ઞાનો મેલ ભળે છે તેથી ચિત્ત મલિન બને છે. શુદ્ધ કંચન જેવું ચિત્ત હોવું જોઈએ. કોઈપણ સંયોગોમાં ચિત્તને બગાડવાનું નથી. ચિત્તની મલિનતા એ જ સંસાર છે. “ક્લેશે વાસિત ચિત્ત (મન) તે સંસાર” ક્લેશ નીકળી ગયા પછી ચિત્ત રહી શકતું નથી. ક્લેશ જેમ જેમ નીકળતો જાય તેમ તેમ ચિત્ત, ચિત્ત ન રહેતાં ચિત્ત, ચિત્ બને છે. ફક્ત ચિત્ રહે છે. ચિત્ એટલે જ્ઞાન રહે છે. ચિત્ત
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org