SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૫ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ જેમ હીરામાં એસોટીંગ કરો છો તેમ ઉપયોગમાં એસોટીંગ કરી સાધક અને બાધક ભાવો ટ્ટા પાડો. આ રીતે સંસારમાંથી છૂટવાનું છે. અત્યંતર સંસાર વળગેલો છે તેનું ચેકીંગ કરો. દૃષ્ટિના વિકાસ માટે બાહ્ય અને અત્યંતર પુરૂષાર્થ કરવાનો છે. દૃષ્ટિનું મૂલ્ય ઘણું છે. તેને પામવા માટે ઘણો પુરૂષાર્થ કરવો પડશે. તે માટે અશુભ પ્રવૃત્તિ તોડવાની છે. શુભ પ્રવૃત્તિઓ કરવાની છે અને તેમાં ભાવનાયોગ મેળવવાનો છે. અંદરની તૃષ્ણા, અસૂયાની આગોને દબાવવી પડે છે. અચરમાવર્તિમાં આત્મા કર્મોથી દબાયો છે, પીસાયો છે. અચરમાવર્તિકાળ એટલે જીવનો કર્મથી દબાવાનો કાળ. ચરમાવર્તમાં ઓઘદૃષ્ટિના અંધારા ઉલેચાયા છે. હવે તો જીવ યોગદષ્ટિમાં આવ્યો છે. કર્મો હવે મને શું દબાવે? હવે તો હું બળીયો બન્યો છું. આત્મા બળીયો, મહાબળીયો, અત્યંત પરાક્રમી ન બને તો એકલી ક્રિયાથી મોહ ભાગતો નથી. સામાન્ય સંસારનું સ્વરૂપ વિચારો તોય મોહ ખસતો નથી. મોહ ખસે નહીં તો વાસ્તવિક ધર્મ નહીં. કાયરનું ધર્મક્ષેત્રે કામ જ નથી. પ્રશ્નઃ ક્ષમાદિ ગુણો, સંતોષ, નમ્રતા વિગેરે ગુણોની પરિણતિથી સંસારનો ઉચ્છેદ થાય છે. એ કેવી રીતે જાણી શકાય? મહાત્માની પ્રવૃત્તિ જુદી જુદી દેખાય છે. મહાત્માના ક્ષયોપશમો ભિન્ન ભિન્ન હોય છે. હું ગ્રાહ્ય સ્વરૂપ, ત્યાજ્ય સ્વરૂપ જાણી શકતો નથી. હું જે વિચારું છું. તે શાસ્ત્ર સાપેક્ષ છે કે શાસ્ત્ર નિરપેક્ષ છે એ કઈ રીતે જાણું? શાસ્ત્રનો પાર પામવા મારો આત્મા સમર્થ નથી. શાસ્ત્રો વિશાળ છે. ઘણા છે તો શું કરવું ? ઉત્તર : આગળ વધવા માટે “શિST: HTv” સાધુજન શિષ્ય તરીકે છે. સજજનો જેને શિષ્ય તરીકે માને તેને તમારે અનુસરવું એ જ આગળ વધવા માટેનો ઉપાય છે. જ્યાં સુધી સાધનાના માર્ગે આત્માનો બોધ વિકસિત નથી થયો ત્યાં સુધી શિષ્ટ પુરૂષોની પ્રવૃત્તિ, કથન, માન્યતા, ઉપદેશ- એ જ આધારભૂત બને છે. શિષ્ટ પુરૂષોને માન્યા વિના જે પોતાની જાતે આગળ વધવા માંગે છે તે ગમે તેટલું કરે તોય નીચે પડે છે. જેની બુદ્ધિ, વિચારણા શાસ્ત્ર સાથે સંવાદી હોય. સંમત હોય, પણ ઉત્સર્ગ અપવાદ માર્ગ જાણે નહીં. નયવચન કઈ રીતે સંવાદી બને છે. તેની ખબર ન હોય તે શિષ્ટ બની શકતા નથી. એક શાસ્ત્રનો અર્થ બીજા શાસ્ત્ર સાથે સંમત કરી આપે, વળી પૂર્વના શિષ્ટને પ્રમાણ માનીને ચાલે તે શિષ્ટ કહેવાય છે. માર્ગનો સૂક્ષ્મ જ્ઞાતા હોય, મતિ નિશ્ચય-વ્યવહાર ગર્ભિત હોય, દેશકાળ નજરમાં હોય, કોને કેવી ભાષામાં ઉપદેશ આપવામાં આવે તો જીવો ધર્મ પામે એવો જેનો અંદરમાં ઉઘાડ હોય, જે અહંકારને આગળ ન કરે. શાસ્ત્રપરિકર્મિત પરિણતિ એ ગીતાર્થતા છે. એકલી ગીતાર્થતા ન ચાલે, પણ મોક્ષના અભિલાષ રૂપ સંવિગ્નતા હોવી અતિ જરૂરી છે. સાવધાચાર્ય ગીતાર્થ હતા પણ સંવિગ્નતા ચાલી ગઈ મોક્ષનો અભિલાષા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy