SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૧ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ પાપકર્મના અનુબંધ ન થાય, કોઈ દોષ આવે નહીં, કોઈ દોષ પુષ્ટ થાય નહીં, અંદરના જૂના કાષાયિક સંસ્કારો નીકળતા જાય અને સમાધિ મૃત્યુ તેને સહજતાથી મળે. જીવનમાં પ્રત્યેક પળે શાંત, પ્રશાંત, ઉપશાંત બન્યા હશો તો મૃત્યુ પળે તેના ગુણાકાર થઇને ઉભા રહેશે. બધી ક્રિયાઓ શાંત, સ્વચ્છ ચિત્ત કરવી. આ ત્રીજી દૃષ્ટિનું વરદાન છે. ત્વરાનો અભાવ એ જરૂરી છે. બધી દૃષ્ટિમાં આ જ માપદંડ રહેશે. કષાયોની પરિણતિ તૂટતાં તૂટતાં આત્મા જેટલો જેટલો આગળ વધશે. તેટલો સ્વરૂપમાં ઠરતો જશે અને આગળ વધશે. જયાં પ્રણિધાનથી યુકત ચિત્ત હોય છે, ત્યાં દૃષ્ટિના અપાય, વિદનો અને અંતરાયનો ત્યાગ કરવા વડે મનનું અર્પણ થાય છે. ડાફોળીયા, ચળ વિચળતા, ચક્ષુરાદિ ઇન્દ્રિયોને સ્થિર ન કરવી તે આ દૃષ્ટિનો અપાય છે. મનમાં અન્ય વિચારો તે મનનો અપાય છે. વિકથા, નીંદા અને કુથલી વિ. વાણીનો અપાય છે. બધા અપાયનો પરિહાર થવાથી મન તેમાં અર્પિત થાય છે. અને તેનાથી ઉપર ઉપરના અધ્યવસાયો પામી શકાય છે. આ સ્થિરતાનો અંશ છે. તે તે ક્રિયા કરતાં આત્મા ઉપયોગયુકત બને, આદર બહુમાનવાળો બને તે જ સ્થિરતા છે. ચારિત્ર છે. મોક્ષમાં ચારિત્ર શું છે? તેના જવાબમાં જ્ઞાનસારમાં પૂ. ઉપાધ્યાયજી મ. કહ્યું છે કે અસંખ્ય પ્રદેશોનું પરમ સ્થિરત્વ એ જ ચારિત્ર છે. પ્રવૃત્તિ ને નિવૃત્તિ રૂપ ચારિત્ર મોક્ષમાં ઘટી શકતું નથી. આપણે પણ કષાયને ઘટાડવાથી સ્થિરતા રૂપ ચારિત્ર પામી શકીએ છીએ. કષાયના હાસથી જ સ્થિરતા રૂપ ચારિત્રનો અંશ આવી શકે છે. ત્રીજી દ્રષ્ટિમાં શુશ્રુષા કેવી હોય છે? कान्तकान्तासमेतस्य, दिव्यगेयश्रुतौ यथा यूनो भवति शुश्रूषा तथाऽस्या तत्त्वगोचरा ॥ ५२ ॥ મનોહર પ્રિયતમાથી યુકત, નિરોગી, સશકત, રમણીય, પુરુષ હોય, યૌવનવયને પામેલો હોય, વળી જે ભોગ માટે સમર્થ છે, બાજુમાં પત્ની બેઠેલી છે. દિવ્ય સંગીત સાંભળવાની ઇચ્છા થાય તેવી તત્ત્વ શ્રવણની ઈચ્છા અહીં હોય છે. શુશ્રુષા વિનાનું શ્રવણ ઉપયોગી નથી. પાંચમી દ્રષ્ટિમાં પણ શુશ્રુષા મુકેલી છે. સમકિતના ૬૭ બોલની સજજાયમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે, “તરુણ સુખી સ્ત્રી પરિવર્યા રે, ચતુર સુણે સુરગીત, તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત, ચતુરનર ! ધરીએ સમકિત રંગ,” તત્ત્વબોધના શ્રવણ પહેલાં શુશ્રુષા હોય છે. પહેલીમાં અદ્વેષ, બીજીમાં જીજ્ઞાસા, ત્રીજીમાં શુક્રૂષા, ચોથીમાં શ્રવણ અને પાંચમીમાં બોધ મુકવાના છે. આ રીતે એક એક ગુણ મુકેલા છે, આ શુશ્રુષા જેટલી તીવ્ર હશે તેટલો જલદી ઊંચો ધર્મ પમાશે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy