SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ યોગદષ્ટિનાં અજવાળાં-ભાગ-૨ ગ્રહણ ન થાય ત્યાં સુધી છાપસ્થિક જ્ઞાનથી જે જણાય છે તે અંશરૂપ છે, તેથી બીજા અંશનો વ્યવચ્છેદ કરી શકાતો નથી. અપૂર્ણજ્ઞાન એક અંશના વિધાન દ્વારા બીજા અંશનો વ્યવચ્છેદક ત્યારે જ ન બને કે તે ધર્મનું વિધાન સ્યાદ્ પદથી યુક્ત હોય. સ્યાદ્વાદની વિશેષતા સ્યાદ્વાદ અને અનિશ્ચિતવાદ આ બે વસ્તુ જૂદી છે. સ્યાદ્વાદ એ અનિશ્ચિતવાદ નથી જ. જે અપેક્ષાએ જે વસ્તુ તું છે તે અપેક્ષાએ તે વસ્તુ અસતું નથી જપરંતુ તેનાથી વિરોધી અપેક્ષાએ અસત્ છે. તે જ રીતે, જે પદાર્થ જે અપેક્ષાએ નિત્ય છે, તે જ પદાર્થ તે જ અપેક્ષાએ અનિત્ય નથી જ, પણ તેનાથી બીજી અપેક્ષાએ અનિત્ય છે. એમ જે વસ્તુ જે અપેક્ષાએ પ્રકાશ રૂપ છે તે જ અપેક્ષાએ અંધકાર રૂપ નથી, એમ જે અપેક્ષાએ જે વસ્તુ જ્ઞાન સ્વરૂપ છે તે જ અપેક્ષાએ અજ્ઞાન સ્વરૂપ નથી જ. આમ પરસ્પર વિરોધી અનન્તધર્માત્મક પદાર્થમાં, તે તે અપેક્ષાએ તે તે ધર્મોનો સ્વીકાર તે સમ્યગુજ્ઞાન છે, અને તે સ્યાદવાદ સ્વરૂપ છે. જ્યારે પરસ્પર વિરુદ્ધ ધર્મોનો એક જ અપેક્ષાએ સ્વીકાર તે મિથ્યાજ્ઞાન છે, અને તે અનિશ્ચિતવાદ છે. નિશ્ચિત અપેક્ષાએ પણ કોઈ વસ્તુનું નિશ્ચયાત્મક કથન ન કરીએ તો પછી તે સ્યાદ્વાદ અને અનેકાન્તવાદ ન રહે, પરંતુ તે સંશયવાદ અને અનિશ્ચિતવાદ બની જાય. જેમકે દશરથની અપેક્ષાએ તે ભવમાં રામ એ તેમનો એકાન્ત પુત્ર છે. આ સમ્યગુ એકાન્ત એ અનેકાન્તવાદનો જ અંશ છે. જ્યારે રામ પુત્ર પણ છે, અને પિતા પણ છે, એવું જે અનેકાન્ત વચન છે તે અનુક્રમે દશરથ પિતા અને લવ, કુશા પુત્રની અપેક્ષાથી ગર્ભિત છે. સર્વપલ્લી ડો. રાધાકૃષ્ણને પોતે લખેલ ઇન્ડિયન ફિલોસોફીમાં અનેકાન્તવાદને કુંદડીવાદ કહી, અયોગ્ય રીતે ખંડન કરીને અવમૂલ્યન કર્યું છે. અને અનેકાન્તવાદની જે ઠેકડી ઉડાડી છે તે તેમની જૈનશાસનના હાર્દ અને રહસ્યો પ્રત્યે નરી અજ્ઞાનતાનું સૂચક છે. અને મહામોહનો વિલાસ છે. પરમાત્માએ બતાવેલ સ્યાદ્વાદ એ અસ્યા એવા આત્માની પ્રાપ્તિ માટે છે. સ્યા એટલે કિંચિત, અપૂર્ણ, કંઈક. જગતમાં જે છે તે કંઈક જ છે. આપણી પાસે પણ જે છે તે કંઈક છે. હવે આગળ વધીને અસ્યાદ્ એટલે પૂર્ણતા, પૂર્ણ એવા પરમાત્માને પામવાની સાધના કરવાની છે. અનેકાન્ત દ્વારા સમમાં આવવાનું છે. એકાત્ત એટલે આગ્રહ-કદાગ્રહ. એમાં ઘણા ડખા છે. અનેકાન્ત આવે એટલે આગ્રહ નહીં, કદાગ્રહ નહીં. અનેકાન્ત દ્વારા આગ્રહ - કદાગ્રહનો ત્યાગ કરીને સમ-સ્વરૂપને (સમભાવને) પ્રાપ્ત કરવાનું છે. નિશ્ચયની અપેક્ષા વિનાનો વ્યવહાર ખોટો છે. દિગંબરો નિશ્ચયને માને છે. પણ વ્યવહારને ગૌણ ગણે છે. જૈનદર્શન કહે છે કે નિશ્વયને પણ વ્યવહારની અપેક્ષા હોય તો તે નિશ્ચય સાચો. અને વ્યવહારને પણ નિશ્ચયની અપેક્ષા હોય તો તે વ્યવહાર સાચો. એકબીજાની અપેક્ષા વિનાના બંને નકામા છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy