SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વસેવા-યોગની ભૂમિકા ૨૨૮ છે ત્યારે યોગ પ્રાપ્તિ થાય છે. મનુષ્યભવમાં અપ્રમત્ત બનીને ધર્મસાધના કરી આગળ વધવાનું છે. વિદ્યાસાધકની જેમ આ જીવનમાં ધર્મ સાધી લેવાનો છે. બે વિદ્યાધર રાજકુમાર છે. તેઓને વિદ્યાધરોના ચક્રવર્તી બનવાની તીવ્ર જિજ્ઞાસા થઈ. પણ વિદ્યાધર ચક્રી બનવા માટે “ચાંડાલી” નામની વિદ્યાને સાધવી પડે છે. એમાં પણ પૂર્વસેવા હોય છે. ભિન્ન ભિન્ન કાર્યોની સિદ્ધિ માટે ભિન્ન ભિન્ન પ્રકારની પૂર્વસેવા હોય છે. પૂર્વસેવા દ્વારા શરીર અને મન કસાય છે. જેથી સાધના સ્થિરતાથી કરી શકાય છે તથા તેમાં આવતા વિદનોનો જય કરી શકાય છે. - આ ચાંડાલી વિદ્યાની સાધના દ્વારા ચાંડાલી – દેવીને સિદ્ધ કરવાની છે, વશ કરવાની છે. પછી તે ચક્રવર્તી બની શકે. તેની પૂર્વસેવા રૂપે ઘર છોડીને ચાંડાલ વાસમાં રહેવું પડે. ચાંડાલોને ખુશ કરવા પડે, ચાંડાલ કન્યાને પરણવી પડે, પરણ્યા પછી તેને છોડવી પડે. તેને છોડીને, તેના રાગમાં ફસાયા વિના પર્વતની ગુફામાં જઈને સાધના કરવી પડે. આ બે વિદ્યાધર કુમારો, રૂપ પરાવર્તન કરી, વૈતાઢ્ય પર્વત પરથી નીચે પૃથ્વી ઉપર આવ્યા. ચંડાલ વાસમાં, ભંગીના વાસમાં આવ્યા. બન્ને એ હાથમાં વીણા લીધી. શેરીએ શેરીએ ફરતાં જાય. વીણા વગાડતાં જાય. મનમોહક વિણા વગાડે છે. બધા લોકો તો તેની પાછળ ગાંડા થઈ ને ફરે છે. નાના-મોટા, વૃદ્ધ- યુવાન બધા ખુશ ખુશ થઈ ગયા. રૂપ બન્નેનું સુંદર છે. અને સુંદર વીણાવાદને લોકો પાગલ થઈ ગયા. તેઓ પૂછે છે. તમે કોણ છો ? તેઓ કહે – અમે પરદેશી છીએ. ભંગીઓ પૂછે છે - તમે ક્યાં જશો ? તેઓ કહે – ભાગ્ય લઈ જશે ત્યાં જઈશું. તો તમે અહીં જ રહી જાવને! અમને વીણા સાંભળવામાં બહુ આનંદ આવે છે. આ ચંડાલો બધા ભેગા થઈને વિચારે છે કે આ તો પરદેશી છે, ક્યારે જતાં રહેશે તે કહેવાય નહીં. તો એમ કરીએ. આપણે આ બન્નેને એકેક આપણી કન્યા પરણાવી દઈએ. જેથી અહીં જ રહે. સ્ત્રી એક એવું બંધન છે કે પ્રાયઃ માણસ એના પાશમાંથી છૂટી શકતો નથી. ચંડાલોએ કન્યા પરણાવી. કન્યા તો કેવી કદરૂપી છે કે દીઠી ય ન ગમે. મોટીમોટી આંખો, મોટું માથું, નાક ચીબુ, હોઠ લાંબા, દાંત તો પહોળા અને બહાર નીકળેલા, શરીરનો વાન તો ડામરના પીપડા કરતાં ય કાળો કાળો, જેને જોઈને વૈરાગ્ય પેદા થયા વિના ન રહે, એવી એ કન્યા છે. ક્યાંય પણ રાગ ન થાય તેવા તેના પ્રત્યેક અંગો છે. બે વિદ્યાધરમાંથી એક વિદ્યાધર બીજાને કહે છે હવે આપણું કામ પતી ગયું છે. ચાલ, હવે આપણે વિદ્યા સાધવા જઈએ. એટલે બીજો કહે છે, તારામાં કંઈ માણસાઈ છે કે નહીં? હજી હાલ તો પરણ્યા છીએ. પારકી છોકરીને આમ પરણીને - ફસાવીને છોડી દેવાની? એમ મૂકીને ચાલ્યા જવાતું હશે? અનાદિકાળથી ભવોભવ જીવો રાગની ચીકાશ લઈને ભટકી રહ્યા છે, રાગ કેવી ચીજ છે, તે સમજી લ્યો, - રાગ કરીએ તો થાય છે, રાગ કરવો હોય તો કરી શકાય છે. ને રાગ તોડવો હોય તો તોડી શકાય છે. આજે તમને મળેલાં રાગના પાત્રો એવા ઉચ્ચકોટિના નથી મળ્યા કે તમને રાગ થઈ જાય. છતાં તમે રાગને ઊભો કરો છો ? કે ન કરવો હોય તો પણ રાગ થઈ જાય એવું છે ? તમે તો રાગને ગોદા મારી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy