________________
૨૨૯
યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨
- મારીને ઊભો કરો છો. વર્તમાનકાળમાં બધાનું પુણ્ય ઠીકરા જેવું છે. છતાં જીવને વળગેલો પ્રમાદ અને રાગ ભયંકર છે. આ બીજો વિદ્યાધર કુમાર છે, પોતે અતિશય રૂપવાન છે. પેલી કાળી મેશ જેવી છે. જરાય ગમે નહીં તેવી છે છતાં તેમાં ફસાયો
જ્યારે પહેલા વિદ્યાધરને આશય શુદ્ધિ છે. એને લક્ષ્યનો ખ્યાલ છે. પોતાના ઉદ્દેશને ભૂલ્યો નથી. એ તો ત્યાંથી પર્વતની ગુફામાં ભાગ્યો. વિદ્યા સાધવા લાગી ગયો. બાર મહિનામાં ચાંડાલી વિદ્યા સાધી લીધી.
હજી બીજો તો ભંગીવાસમાં જ બેઠો છે. પેલો કહે અલા, ઊભો થા. ઉઠ, છોડ હવે આ જો મેં તો વિદ્યા સાધી લીધી. તું વિદ્યા સાધી આવ. આ કહે આ બિચારી ગર્ભવતી થઈ છે. એને એમને એમ મૂકીને કઈ રીતે જવાય? સારું, તું તારું જાણે, હું તો આ ચાલ્યો. વૈતાદ્ય પર્વત પર જઈ એક પછી એક રાજાઓને જીતતો ગયો. બાર મહિનામાં તો ઘણા બધા રાજાઓને જીતી લીધાં. વિદ્યાધરોનો સમ્રાટ બન્યો. મિત્રની લાગણીથી ફરી ત્રીજીવાર તેની પાસે ભંગીવાસમાં પહોંચ્યો. કેમ ભાઈ ! હજી વિદ્યા નથી સાધવી? જો હું વિદ્યાધરોને જીતીને આવ્યો છું, હું તો વિદ્યાધરોનો સમ્રાટ બની ગયો છું, જા, ઉઠ, ઉભો થા. વિદ્યાની સાધના કરી લે. તે વખતે તેની પત્ની પેલા વિદ્યાધરને ઠપકો આપી રહી છે કે લોકો મને કહે છે કે બહુ સારો પતિ તમને મળ્યો છે, પણ શું કરવાનો ? જેને આ છોકરા સાચવતાં પણ આવડતું નથી? તો શા માટે પરણ્યા?
આ વાત જંબૂકુમાર પરણ્યાની પહેલી રાતે પોતાની પત્નીઓને કહી રહ્યા છે. તે પત્નીઓને પૂછે છે કે આ બે વિદ્યાધરમાં સારો કોણ એટલે ડાહ્યો કોણ? ને મૂરખ કોણ? સ્ત્રીઓ કહે છે વિદ્યા સાધીને જે વિદ્યાધર સમ્રાટ બન્યો, તે ડાહ્યો – હોંશિયાર છે. અને ભંગણીને પકડીને બેઠો છે, ભંગણીના મોહમાં ફસાયો છે, તે મૂરખ છે. તો હું પણ આ મનુષ્યભવમાં સંયમ વિદ્યા સાધવા આવ્યો છું. મારે પરણીને સંયમવિદ્યા સાધવાની છે. અને અનંત સુખનું ધામ, શાશ્વત મોક્ષનું સામ્રાજ્ય મેળવવાનો મારો ઉદ્દેશ છે. પેલો ચૂક્યો, તો સંસારમાં ફસાયો. તેમ લગ્ન કરીએ અને સંયમ વિદ્યા ન સાધીએ, તો મોક્ષ ચૂકાય છે. મોક્ષ દૂર થાય છે.
એક વાત સમજો. ભગવાન ઋષભદેવના વંશમાં, પાટ-પરપરામાં અસંખ્ય રાજાઓએ દીક્ષા લીધી છે. અસંખ્ય પાટ સુધી રાજાઓએ રાજ-પાટ છોડી દીક્ષા લીધી છે. તે બધાએ
ક્યારે દીક્ષા લીધી છે? તે ખબર છે ? દીક્ષા અમારે ત્યાં પરણેલા પણ લે છે. અને કુંવારા પણ લે છે. ઋષભદેવ ભગવાન પછી અસંખ્ય રાજાઓએ રાજ્યનો વારસદાર પાક્યા પછી દીક્ષા લીધી છે. જીવ જાગે અને લાગે કે હું ભૂલ્યો છું, ત્યારે વય થોડી જોવાય છે? માણસે વેપાર શરૂ કર્યો, સારો સમજીને શરૂ કર્યો, પણ ખોટનો દેખાય તો પાછો ફરી જાય છે. તેમ અહીં જ્યારે ખબર પડે, ત્યારે પાછા વળવાનું છે. મોડું થયું છે' એમ કોણ બોલાવે છે ? અને જો સાચે જ મોડું થયું છે. એમ લાગે તો આજથી ઘરમાં સંપૂર્ણ મૌન લઈને જીવો, તો ભવાંતરમાં ચારિત્ર મળી જશે. એ રીતે ઘરમાં રહો, ને કદાચ બોલવું પડે, તો પૂછે તેટલો જ જવાબ બાકી ધર્મની આરાધના.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org