________________
અપેક્ષાએ રાગ કરતા ષ વધારે ખરાબ છે
પપ
જશો. પાછા ઓઘ દૃષ્ટિમાં જ પહોંચી જશો. આપણે તો દયા-કરૂણા જ કરવાની છે. અને તો જ આપણને પ્રાપ્ત ગુણો ટકી શકશે - સ્થિર બનશે.
અહીં જીવો પ્રત્યે અપ પેદા થાય છે એટલે તત્ત્વ પ્રત્યે પણ અદ્વેષ હોય છે. કારણ કે આગળની દ્રષ્ટિમાં જિજ્ઞાસા કહેવાના છે. શ્રવણ કહેવાના છે. જેની જિજ્ઞાસા હોય તેનો દ્વેષ તે પહેલાં નીકળી જવો જોઈએ. તત્ત્વની જિજ્ઞાસા પેદા થાય તે પહેલા તત્ત્વનો દ્વેષ નીકળી ગયો હોય. તત્વનો ષ હોય તો તત્ત્વની જિજ્ઞાસા થાય? ના, જિજ્ઞાસા થતાં પહેલાં દ્વેષને નીકળી જવું પડે છે. જીવોની વિપરીત પ્રવૃત્તિ જોવા છતાં કરૂણા ને કરૂણા જ હોય છે. જીવો પ્રત્યે અદ્દેષ જ હોય છે. ષ થવો ન જોઈએ.
અપેક્ષાએ રાગ કરતા ઢેષ વધારે ખરાબ છે - રાગ કરતાં દ્વેષ અપેક્ષાએ વધારે ખરાબ છે, જીવો પ્રત્યે દ્વેષ હોય તો પહેલી દષ્ટિ પણ નથી આવતી. વેષ ન આવે એનો અર્થ એ છે કે, એમાં કર્તવ્યબુદ્ધિ, ઉપાદેય બુદ્ધિ કરાવે એવો વેષ ન હોય. નિમિત્ત પામીને કદાચ એ ક્ષણ પુરતો આવી જાય, પણ લાંબો કાળ ટકવો ન જોઈએ. પહેલા તો ષ ઊભો જ થવો ન જોઈએ, પ્રસંગોપાત, કાર્ય પૂરતો દ્વેષ થઈ જાય તો તે આપણો દ્વષ નીકળી જાય છે કે ટકે છે ? તે તપાસો. કોઈ નિમિત્તને પામીને, કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ આવી જાય, પણ પછી કલાકે બે કલાકે એ શ્વેષને કાઢી ન શકતા હો – તો દૃષ્ટિને પામ્યા નથી. અહીં આ દૃષ્ટિમાં દ્વેષ પેદા થઈ જાય, પરંતુ જીવ પાસે દષ્ટિનો બોધ છે, આત્માની રૂચિ છે, વૈષયિક સુખોની ધૃણા છે, એટલે કેષ મર્યાદામાં જ હોય.... મર્યાદાથી બહાર ન જાય... જીવો ઉપરનો દ્વેષ, જીવને દૃષ્ટિની બહાર ફેંકી દે છે.
આપણા હૃદયને ખીલવવાનું છે, કેળવવાનું છે, જીવો પ્રત્યે પ્રેમ ખીલવવાનો છે. પ્રેમ વધતાં વધતાં આગળ જતાં સમ્યક્ત આવે છે. આત્મામાં પ્રેમ તત્ત્વ ખીલ્યું નથી માટે સામેનાની ભૂલ જોઈ તેના સ્પોટ ઉપર ઘા કરીએ છીએ. રાગ-દ્વેષમાં અપેક્ષાએ દ્રષ બહુ ખરાબ છે. કારણ કે દ્વેષ દૂર્જનતાનો સૂચક છે, ષ દુર્ગતિકારક છે, દ્વેષ તત્ત્વપ્રાપ્તિમાં બાધક છે, સમ્યકત્વ આવે એટલે જીવમૈત્રી આવે તેથી દ્વેષ ન રહે પણ વિષયરાગ ઊભો રહે છે. પ્રમત્ત ગુણસ્થાનક સુધી વિષયરાગ ઊભો રહે છે. માટે દ્વેષ ખરાબ છે. રાગથી કરાયેલ નિયાણા અનંતકાળ સંસારમાં ભટકાવતા નથી. દ્વેષથી કરાયેલ નિયાણા અનંતકાળ સંસારમાં ભટકાવે છે, માટે પણ વેષ ખરાબ છે.
અચરમાવર્તિમાં તત્ત્વનો વેષ હોય છે. આત્મસ્વરૂપની અરુચિ હોય છે. અહીં પહેલી દષ્ટિ છે. જીવ ચરમાવર્તિમાં આવેલો છે. આ પહેલી દષ્ટિનો બોધ જ આગળ વધતાં સમ્યકત્વ પમાડશે. તત્ત્વનો અદ્વેષ એટલે ધર્મ નહીં કરનારા, અધર્મી જીવો પ્રત્યે પણ દ્વેષ, અરુચિ, તિરસ્કાર ન હોવા જોઈએ. આપણું નુકશાન કરનારા પ્રત્યે પણ દ્વેષ ન આવવો જોઈએ. અને બીજાની વિપરીત ક્રિયા જોઈને તેના ઉપર પણ દ્વેષ ન આવવો જોઈએ. આપણે સારી ક્રિયા કરીએ એટલે બીજાને ગમે તેમ કહી શકીએ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org