SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ દાન કરતા કરતા જીવો પ્રત્યે અભેદ દષ્ટિ કેળવવાની છે. ૨૪૮ આપનારો સારો છે. કેમકે મળેલી ચીજોનો સદુપયોગ કરે છે. નરસી નાથા મુંબઈ ગયા, ત્યાં ભાગ્ય ફળ્યું, ઘણું કમાયા. દેશમાંથી પોતાના જાતભાઈઓને, જ્ઞાતિ બંધુઓને બધાને મારા જેવા સુખી બનાવું એ ભાવનાથી બોલાવ્યા. મુંબઈમાં જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે ઔષધાલયો ખોલ્યા, દાનશાળા, ભોજનાલયો ખોલ્યા અને જે ખાનદાન લોકો મફત લેતા સંકોચ પામતા હતા તેમના ઘરે ઘરે જઈને આપતા હતા અને કહેતા આ મારૂં નથી આપતો, આ આપનું જ છે. મારા બાપદાદાના ચોપડામાં આપની મિલકત માં હતી તે જ તમને આપું છું. આપવા દ્વારા હું કાંઈ તમારી ઉપર ઉપકાર કરતો નથી. આ રીતે તેઓના દુઃખો દૂર કર્યા. દાન કરતા કરતા જીવો પ્રત્યે અભેદ દષ્ટિ કેળવવાની છે. લેનારો તમારા ઉપર ઉપકાર કરે છે એવું આજ સુધી તમે માન્યું છે ? તમે તો જેને આપો છો તેના ઉપર તમે ઉપકાર કર્યો છે તેમ માનો છો. જેમ તમે કોઈની કન્યા પરણીને-પરણાવીને તમારા ઘરે લાવો છો પછી બધું જ આપો છો ? ઘરમાં રૂમ આપો છો, ચાવીનો ઝૂડો આપો છો. બેંકમાં ખાતુ ખોલાવો છો. સંપત્તિમાંથી ભાગ આપો છો. તેવી રીતે કોઈનો દીકરો દત્તક લીધો. બાપ તરીકે તમારું નામ લખાવ છો. ધંધામાં સાથે જોડો છો. આટલું બધું કરો છો છતાં તેના ઉપર ઉપકાર કરો છો એમ માનો છો ? ના, ત્યાં એવું નથી માનતા, ત્યાં તો વ્યવહાર છે. ફરજ છે એમ માનો છો. જ્યારે પેલા ભિખારીને, ગરીબને, સાધર્મિકને, પાંચ-પચ્ચીશ કે પાંચસો રૂપિયા આપો છો ત્યાં તમે અહંકાર કરો છો, કારણકે તમે ઉપકાર કરો છો એવું માનો છો. જેને પોતાના માન્યા છે ત્યાં ઉપકાર કરું છું એમ નથી માનતાં. તો જગત માત્રને, વિશ્વ માત્રને પોતાનું માનો, દરેકને પોતાના માનો અને દાન આપો. ભેદભાવ તોડી નાંખો, ભેદદષ્ટિ દૂર કરવાની છે. દાન કરતી વખતે પોતાના માનો તો અહંકાર નહીં આવે. અંદરથી દષ્ટિને સુધારો. સંસાર ભેદથી જ ચાલે છે. વ્યવહાર ભેદનો જ સૂચક છે. દીકરાની પત્ની સાથેના વ્યવહારમાં, ઘરમાં કેવું ડહાપણ છે. અભેદભાવ છે. સંસારમાં યત્કિંચિત્ જે સુખ ભોગવો છો તે પણ કંઈક અભેદ કરશો ત્યારે જ મળે છે. રોટલી ભાણામાં છે જોયા કરો, મોઢામાં ન મૂકો તો સુખ મળે? પણ ગમે તેવો પણ અભેદ કરો છો ત્યારે જ કંઈક સુખ અનુભવો છો. ભલે તે વિજાતીય છે. વિજાતીયના અભેદમાં સુખનો કાળ ક્ષણિક છે, ઓછો છે. દુઃખનો કાળ વધારે છે – અનંત છે. આજ સુધી જીવ સંસારમાં દુ:ખ પામ્યો છે, પામે છે અને પામશે. કારણ કે વિજાતીય તત્ત્વનો સંગ છોડ્યો નથી. વિજાતીય સુખ એને ઇષ્ટ લાગે છે. એમાં સુખ છે તે કૃત્રિમ છે, તે બનાવટી છે, તે વિકારી છે, દૂધપાક ખાધા પછી ઉલ્ટી થાય ત્યારે જે સ્વાદ આવે તેવું એ સુખ છે. એનો સ્વાદ કેવો? ભોજનનો સ્વાદ કેવો? અને ભોજનનો કાળ કેટલો? ઉલ્ટી થયા પછી સ્વાદ કેવો? અને ઉલ્ટી થયા પછીના સ્વાદનો કાળ કેટલો? ક્ષણિક છે. સંસારનું સુખ ઉલ્ટી પછીના સુખ જેવું છે. તેના કરતા મોક્ષનું સુખ અનંતગુણ ચઢીયાતું છે. ક્ષણિક સુખ એ વિકારી સુખ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy