________________
તામલીની સાધના
અસત્ ઇચ્છાઓને કચરી નાંખવા માટે છે.
જ્ઞાન ભણ્યા પછી તત્ત્વની રૂચિ ન જાગે, અને અસદ્ ઇચ્છાનો ત્યાગ ન થાય, તો તેનું જ્ઞાન નકામું છે. સંસારમાં જીવ ઇચ્છાની તીવ્રતાના બળે, રુચિ અને પક્ષપાતના બળે, સંસારની પ્રવૃત્તિ રસપૂર્વક કરે છે. પદાર્થો મેળવે છે, ભોગવે છે અને પરલોકમાં સીધાવે છે. સંસારની ઇચ્છા-રુચિ આવ્યા પછી મોક્ષની ઈચ્છા ટકી શકે ખરી ? મોક્ષની ઇચ્છા – રુચિ આવ્યા પછી સંસાર ટકી શકે ખરો ?
જેની ઇચ્છા જન્મી તેને મેળવવા માટે જીવ કટીબદ્ધ બને, તો તે ઇચ્છા સાચી. સાચું જ્ઞાન, સાચી ઇચ્છા, એ સાચો પુરુષાર્થ જન્માવે. ઇચ્છા=રુચિ=દર્શનનો અંશ, વસ્તુનો બોધ = જ્ઞાન. જેની રુચિ તેને અનુરૂપ આત્મા પુરુષાર્થ કરે છે. પુણ્ય વધારવા માટે પાપ છોડવું પડે. ‘‘સંસારની બધી પ્રવૃત્તિ પાપ છે.” એ બરાબર સમજાઈ જાય, પછી એને કયું તત્ત્વ સમજવાનું બાકી રહે છે ? સંસારની ઇચ્છા, સંસારના વિચારો, સંસારના વિકલ્પો, સંસારનો પુરુષાર્થ એ પાપ છે. આવું સમજેલો તામલી મન-વચન-કાયાથી સત્ તત્ત્વની રૂચિથી, સત્ તત્ત્વના પક્ષપાતથી ઘોર સાધના કરે છે. આવી ઘોર સાધના કર્યા વિના આત્માના ઘોરાતિઘોર કર્મો નાશ પામતા નથી. અને આત્માની શુદ્ધિ થતી નથી. જીવે પાપ કૃત્યો કરતી વખતે ધગશ, ચડશ, ઇચ્છા, રુચિ પૂર્વક પાપો કરી ખુશાલી કરી છે. આ ચંડાળ ચોકડી તીવ્ર પાપો બંધાવે છે. તન્મયતા, ખુશાલી-એ, નિકાચિત રસ કરાવે છે, ઉપાદેય બુદ્ધિ કરાવે છે. એને તોડવા માટે પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. સાવ મુડદાલ, રસહીન, માયકાંગલી અને સત્ત્વહીન ક્રિયાઓ જીવની અંદર પડેલા વિશિષ્ટ રસવાળા નિધત્ત, નિકાચિત કર્મોને તોડવા સમર્થ નથી.
૧૭
ચડશ
ધગશ એટલે, એમાં જ વીર્ય ફોરવે. બીજું કાંઈ ન દેખાય, તે ધગશ છે. એટલે, બીજો શું ખાટી જાય ? હું વધારે મેળવું. જીવનમાં પાપો માટે ચડશાચડશી કરી છે. અને જીવે પોતાની અનંત આત્મશક્તિઓને અનંત રસ સાથે પાપોમાં તન્મયપણે પ્રવર્તાવી છે. આનાથી બધા જ ઘાતી કર્મો તીવ્રરસવાળા બાંધ્યા છે. અનંતાનુબંધીનો અર્થ આ જ છે કે “અનંતશક્તિથી અનંતરસપૂર્વક પાપો કરીને તેના ઉપર ખુશાલી કરી છે.” આમાંથી હવે છુટવું છે, તો શી રીતે છૂટી શકાય? હવે તો સંસારની ઇચ્છાઓને તોડો, કચરી નાંખો, અને મોક્ષની ઇચ્છા કરો. અંદરમાં રહેલી પાપવૃત્તિ અને પ્રવૃત્તિને લેશમાત્ર આંચ ન આવે, તેવો આજનો આપણો ધર્મ છે. તે મામુલી પુણ્ય બંધાવે, અને મામુલી સદ્ગતિ અપાવે છે. કર્મનિર્જરા કરી મોક્ષ ન અપાવી શકે. તામલીએ ઘર છોડી, ગામ છોડીને જંગલ પસંદ કર્યું, આપણને કલાક-બે કલાક ધર્મ કર્યા પછી વાતચીત, વિરામ, અલ્પવિરામ, Change જોઈએ છે. આજ ધર્મના આનંદની ગેરહાજરી જણાવે છે. આ તામલીનો આત્મા તો ક્ષણ પણ ધર્મ સિવાય રહેતો નથી. સાધનાના જે જે બાધક તત્ત્વો છે. જે પાપો છે, તે આશ્રવના દ્વારો બંધ કર્યા છે. અંદર શુદ્ધિ વધતાં ૬૦,૦૦૦ વર્ષ સુધી ઘોર તપ, પ્રચંડ સાધના કરે છે.
Jain Education International_2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org