SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ દેજે. બિચારા એ લોકોને એ પણ ખબર નથી કે અમે શું કરી રહ્યા છીએ! બિચારા અજ્ઞાન છે. માર્ગ ભૂલેલા છે. આ જીવો યોગની દૃષ્ટિ પામેલા છે. યોગના પગથીએ ચઢેલા છે. યોગદષ્ટિ પામેલા જીવોનું આવું વલણ હોય છે. બીજાને અન્યાય કરનાર અધ્યાત્મ ન પામી શકે અધ્યાત્મ પામવું હોય તો બીજાને ન્યાય આપજો. positive approach કરજો. નહીં કે Negative. કોઈને કદી અન્યાય કરશો નહીં... બીજાના લાખો અન્યાયો ને જે સહન કરે છે. અને કદી કોઈને અન્યાય કરતો નથી. તે ધર્મી છે. તે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. બીજાને અન્યાય કરનાર, બીજાને માટે જેમ તેમ બોલનાર, બીજાને માટે જેમ તેમ અભિપ્રાય આપનાર, ક્યારે પણ મોક્ષ પામી શકતો નથી, માટે જ ભગવાનને તિનાણે તારયાણ કહીએ છીએ. આપણી બુદ્ધિમાં જે સારું લાગે તે બધું જ બોલવાનું નથી પણ આપણી વાતને ગીતાર્થ મહાપુરુષનું સમર્થન મળે, તે પછી વિવેકદૃષ્ટિથી બોલવામાં લાભ દેખાય તો તોલી તોલીને બોલવાનું છે અન્યથા મૌન રહેવાનું છે. જેને સંસાર સુખની આસક્તિ નીકળી ગઈ છે અને અદંભપણે ગુણ રુચિ થઈ છે તે વહેલો કે મોડો, તે આજે કે કાલે મોક્ષે જવાનો જ, એક પણ ચીજ હૃદયથી ગમવી જોઈએ. તમને કોઈ એક ગુણ હૃદયથી ગમે છે ? સાધુને જોયા પછીથી સાધુતા ગમે છે ? કે આ સાધુ થવામાં કેવી શાંતિ !! કેવી સમાધિ !! કેવું સુંદર જીવન !! કોઈ પાપ નથી. ન ચોરી, ન જૂઠ, ન હિંસા આવી સાધુતા ગમે છે ? હા, ગમે ખરી. પણ હિં ત નથી. તો જાવ, સમજી લેજો કે જીવ પહેલી દૃષ્ટિમાં આવી ગયો છે.. ગુણો ગમ્યા એટલે દૃષ્ટિ આવવા માંડે છે. ઇચ્છારૂપ અહિંસાયમ એટલે તેને ક્યારે અહિંસા પાળું? અહિંસા કેવી સરસ છે ? આવા વિચાર પહેલી દષ્ટિના છે. આ દષ્ટિના અસંખ્ય ભેદો છે. પ્રત્યેક દૃષ્ટિનાં તરતમતાએ અનેક ભેદો હોય છે, ભલે આ નીચેની કક્ષા છે. પણ ધર્મની શરૂઆત આ રીતે થાય છે, અહિંસાદિની હૃદયથી ઇચ્છા કરવા માત્રથી જીવ ઇચ્છા યમમાં આવી જાય છે. આ ઇચ્છા હૃદયસ્પર્શી છે. કોઈને ત્રાસ, પીડા, દુ:ખ આપવું એ મારું સ્વરૂપ જ નથી. જીવોની અહિંસા હૃદયથી ગમી છે. અહિંસા તારક છે. હિંસા મારક છે. આ અહિંસા જ મને તારનારી છે.. આવી અહિંસા હું ક્યારે પાળું? આવી ઇચ્છા જ જીવને આ દષ્ટિમાં મૂકે છે. પ્રશ્ન - આ ઇચ્છા માત્રથી શું ફાયદો ? આ ઇચ્છાથી શું કલ્યાણ થશે ? ઉત્તર – આ ઇચ્છા જ મહત્વની છે. અત્યાર સુધી આવી ઇચ્છા થઈ નથી. અહિંસાદિ ગમ્યા જ નથી. જ્યારે હવે આત્માને કેન્દ્રસ્થાને રાખીને ગુણદષ્ટિ આવી છે એટલે એના દિલમાં દયાના અંકુરા ફુટ્યા છે. જેથી હિંસા, જૂઠ વિગેરે ખોટા લાગે છે, ભયંકર લાગે છે, અકર્તવ્ય લાગે છે. એટલે આ અહિંસાદિની ઇચ્છા એ કાંઈ નાની Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy