SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ વોગ અને ઉપયોગની ભિન્નતા ૨૩૬ વિભાગમાં થઈ ગઈ, વચમાં રસ્તો કરી આપ્યો. રાણીને સમાધાન મળતું નથી. આ શું ? મારી સાથે રોજ ભોગ ભોગવે છે, છતાં બ્રહ્મચારી ? આ કેવી રીતે બને? આશ્ચર્યમાં ને આશ્ચર્યમાં તે સામે કાંઠે પહોંચી ગઈ. મહારાજને વંદન કર્યું, સુખશાતા પૂછી, ઉપદેશ સાંભળ્યો, વહોરાવ્યું, ભક્તિ કરી. ત્યાંથી પાછી વળે છે. નદીમાં પાછું પૂર આવી ગયું હતું. પાછી ગઈ. - સાધુ મહારાજને વાત કરી. તેમણે કહ્યું કે – નદીને કહો -- કે મહાત્મા સદા ઉપવાસી હોય તો મને માર્ગ આપ, તેણે તેમ કહ્યું કે આ મહાત્મા સદા ઉપવાસી હોય તો તે નદિ! મને રસ્તો આપ. રસ્તો મળી ગયો. રાણી વિચારે છે કે આ શું? શું આ સ્વપ્ન તો નથી ને ? મારી પાસે વહોર્યું છે મારા દેખતાં વાપરવા બેઠા છે છતાં ઉપવાસી ! હા, મહાત્મા ખાય છે પણ ખાવામાં ઉપયોગ નથી. ખાવાની લેગ્યા નથી. ખાવામાં મન નથી. દષ્ટા બનીને રહે છે. ખાવાની ક્રિયા કાયા કરે છે. પોતે (આત્મા) સ્વરૂપના ઉપયોગમાં છે. ઉપવાસ એટલે આત્માના સ્વરૂપમાં રહેવું તે ઉપવાસ છે. આપણે ઉપવાસ કરીએ તો ય ઉપવાસી ખરા ? ઉપવાસ કરીએ તો પણ ખાવાના વિચાર આવે છે. તો મારા સ્વામી બ્રહ્મચારી કેવી રીતે ? મારી સાથે સંભોગ કરે છે છતાં બ્રહ્મચારી છે. કારણ કે તારી ઇચ્છાથી માત્ર તારી સાથે કાયાથી જોડાય છે. ભોગ ક્રિયા કાળે તે સ્તંભની જેમ રહે છે. મનથી નિર્લેપ હોય છે. મન સ્વરૂપચિંતનમાં હોય છે. આખરે મનની સાધના કરવાની છે. મનમાં વિકારો પડેલા છે. વિકારોથી સંસાર ચાલે છે. અને મોક્ષ અટકયો છે. એને નહીં સુધારીએ તો આગળ નહીં વધાય. આ દૃષ્ટિમાં આત્મા આગળ વધે છે. શક્તિને અનુસાર મહાત્માની ભક્તિ કરનારો હોય છે. નિત્ય ભક્તિ ગમે છે. એને રોજ ભક્તિ જોઈએ છે. અને જો લાભ જે દિવસે ન મળે તો તે દિવસ તેને નકામો લાગે છે. જિનભક્તિ, ગુરુભક્તિ, સાધર્મિક ભક્તિ, અને જિનવાણી આ બે દ્વારા શ્રાવક આગળ વધે છે. આ બેમાંથી એકે વિના શ્રાવકને ન ચાલે, બેમાંથી એકેને ગૌણ ન કરી શકાય. “દેહે ધને કુટુંબે ચ, સર્વસંસારિણાં રતિ, જિને જિનમત સંઘે પુનર્મોક્ષાભિલાષિણામું.” દેહમાં, ધનમાં, કુટુંબમાં, સંસારમાં જેને રતિ થાય છે. તે સંસારી છે, તમે સંસારી કે મોક્ષાર્થી? દેહ ધન-કુટુંબમાં રતિ હોવાથી સંસારી છો. જિન જિનમત અને પરમાત્માનો સંઘ એમાં જેની રતિ હોય તે મોક્ષના અભિલાષી છે. અશુભ અનુબંધથી જીવ સંસારમાં રખડે છે. અશુભ અનુબંધથી સંસાર ચાલ્યા કરે છે. અનંત પુદ્ગલપરાવર્ત જીવ સંસારમાં રખડ્યો છે તે શેનાથી? દેહ-ધન કુટુંબ વિગેરેની મમતા-રતિ હોવાના કારણે, એમાં સુખબુદ્ધિ હોવાના કારણે અશુભ અનુબંધ ચાલ્યા કરે છે. ને તેનાથી સંસાર પરિભ્રમણ ચાલુ છે. અચરમાવર્તમાં આ સુખનું પ્રણિધાન ખસતું જ નથી. અચરમાવર્તમાં અને ચરમાવર્તમાં પણ ભાવમલનો હ્રાસ ન થાય ત્યાં સુધી આ સંસારના સુખની તીવ્રતાનું પ્રણિધાન હોય છે. તે નીકળી શકતું નથી. પર પદાર્થોમાં સુખની બુદ્ધિ જાણે નિકાચિત જેવી બેઠી છે. તે ઘટતી નથી. અને શરમાવર્તિમાં પણ તરવું હશે તો શુભાનુબંધથી જ તરાશે. શુભાનુબંધના પ્રતાપે જ ચરમાવર્તિમાં તરવાનું છે. તથા તારક તત્ત્વો પ્રત્યે રૂચિ, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy