Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ યોગદષ્ટિસમુચ્ચય ગ” શબ્બી સૂચવ્યું છે. પ્રભુ પ્રત્યેની નમનક્રિયામાં પ્રધાનપણે જે અંતરંગ ઈચ્છા, સાચે નિષ્કપટ ભક્તિભાવ, પરમ પ્રેમ જોઈએ, તે તે અમને અવશ્ય છે, એમ એમને અંતરાત્મા સાક્ષી પૂરે છે, તેથી “ઈચ્છાયેગથી” એ શબ્દ બેધડકપણે કહ્યો છે. કારણ કે પ્રભુના પરમ અદ્ભુત ગુણથી રીઝી તેના પ્રત્યે પરમ પ્રેમ કુરતાં, પ્રિયતમ એવા તે પ્રભુ પ્રત્યે સહજ આત્મભાવે નમસ્કાર કરવાની તેમને સહજ ઈચ્છા થઈ આવી છે. “હષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, એર ન ચાહું રે કંત; રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત.” શ્રી આનંદઘનજી આ ઇચ્છાગ’ શબ્દ અત્રે હેતુપૂર્વક છે. એથી કરીને શાસ્ત્રોગ ને સામર્થ્યચગ-એ બે વેગને અપવાદ કર્યો છે. આ ગ્રંથકાર જેવા મહાત્મા, મહાશાસ્ત્રજ્ઞ, મહાસમર્થ ઇચ્છાગ 5. વેગી પુરુષ પિતાના માટે માત્ર ઈરછાયેગ’ એ શબ્દ જે છે, તે તેમની પરમ લઘુતા " સાથે પરમ ગંભીર ઉદાર આશયવાળી મહાનુભાવતા પ્રગટ કરે છે. કારણ કે, તેઓશ્રી કહે છે કે-તેવા શાસ્ત્રગ-સામર્થયેગનું તે મહારું અનધિકારીપણું છે, એટલે ખાસ ‘ઈરછાયેગ વચ્ચે સમાન ચો તમેિવત:ોગ તેના દષ્ટિભેદે કરીને સંક્ષેપથી કહીશ –એ ઉપરથી પ્રયોજન વગેરે ત્રણ કહ્યા. આમ ગ્લૅક સૂત્રને સમુદાય અર્થ છે, અને અવયવ અર્થ (પદેપદને છૂટો અર્થ) તો આ પ્રમાણે :નત્ય-નમીને, પ્રણમીને, વી-વીરને, પ્રણમીને એમ સંબંધ છે. કેવા પ્રકારે પ્રણમીને ? તે કેછાયોનર:-ઈચછાયોગથી, એવું ક્રિયાવિશેષણ કહ્યું,-એટલે કે જેમ ઈરછાયોગ હોય તેમ. આ વિશેષણ શાસૂગ અને સામર્થ્ય ગન વ્યવહેદ અથે (અપવાદ કરવા માટે) છે, અને તે યુગને અનધિકારીપણુએ કરીને આ વ્યવસછેદ-અપવાદ ઈષ્ટ છે. પ્રકરણ પ્રારંભે મૃષાવાદના ત્યાગ વડે કરીને, સર્વત્ર ઔચિત્ય આરંભવાળી (ઉચિત-યથાયોગ્ય) પ્રવૃત્તિના પ્રદર્શનાથે આ વ્યવહેંદ–અપવાદ કહ્યો છે. અને આ ત્રણેય ગોનું (ઈચ્છાયેગ, શાસૂગ અને સામર્થ્યયોગ) સ્વરૂપ હવે પછી તરત જ કહેશે. કેવા વિશિષ્ટ વીરને પ્રણમીને? તે માટે કહ્યું-વિનોત્તમ જિનોત્તમને, એવું વસ્તુવિશેષણ છે. અહીં રાગાદિના જેતાપણાથી (જીતનારપણાથી) સર્વેય વિશિષ્ટ કૃતધર આદિ જિન કહેવાય છે. જેમ કે-ઋતજિને, અવધિજિને, મન:પર્યાયજ્ઞાન જિનો, અને કેવલિ જિને. તેમાં તે વીર કેવલિપણાને લીધે અને તીર્થંકરપણાને લીધે ઉત્તમ છે. આ “જિનેત્તમ” વિશેષણ ઉપરથી ભગવંતની તીર્થંકર નામકર્મના વિપાક ફલરૂપ એવી પરમ પરાર્થે સંપાદન કરનારી કર્મકાય અવસ્થા કહી. તથાભવ્યતવથી આક્ષિપ્ત (આકર્ષાયેલ) વર બધિલાભ જેની અંદર હોય છે, એવા અહંદવાસથથી ઉપાર્જન કરેલ અનુત્તર પુયસ્વરૂપ તે તીર્થંકરનામકમને વિપાક હોય છે. આને જ વિશેષણ આપે છે– અયોગ એવા વીરને. શાવવામન જર્મ ચો: મન-વચન-કાયાનું કમ તે યોગ છે. જેને યોગ વિદ્યમાન નથી, તે અગ,-એવા તે વીરને. અને આ ઉપરથી ભગવંતની-શૈલેશી અવસ્થાના ઉત્તરકાળે હોનારી, સમસ્ત કર્મના દૂર થવારૂપ, તથાભવ્યત્વના પરિક્ષયથી ઉદ્દભવેલ પરમ જ્ઞાનસુખરૂપ લક્ષણવાળી, અને કૃતકૃત્યતાથી નિષ્કિતાર્થ સ્વરૂપ એવી પરમ ફલરૂપ તવકાય અવસ્થા કહી. એટલા માટે જ કહ્યું -