________________
આત્મ-ઉત્થાનને પાયે
૨૦
સ્વાધ્યાય–સ્વનું ચિંતન વનું અધ્યયન કર્યા બાદ શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. સ્વને જાણ્યા વિના શાઅને જાણવાથી અહંકાર પુષ્ટ થાય છે અને માનની તૃષ્ણ વધે છે.
સ્વમાં સત્ય વિદ્યમાન છે. સ્વમાં સ્થિર થનારને નિત્ય યુગ છે. જ્યારે સ્વમાં નામરૂપ નથી રહેતાં ત્યારે શુદ્ધ ચૈતન્ય માત્ર શેષ રહે છે. અહંકાર યુક્ત હું નું જ્ઞાન જીવ છે, અહંકાર રહિત આત્મા જ પરમાત્મા છે.
શિવ શક્તિના રોગ માટે જે સ્વ નથી, તેનાથી તાદાભ્ય તેડવું પડે છે. સ્વની મૃતિમાં સત્ય પરમાત્માને યોગ છે. ચિંતન દ્વારા તેને અનુભવ થાય છે,
જે નિત્ય નિરંતર પ્રાપ્ત છે, જે પિતાનાથી ભિન્ન છે, જે નિત્ય પ્રાપ્ત નથી જે ચિંતન માત્રથી મળતું નથી, તેને સંગ માટે કર્મ કરવું પડે છે.
સ્વની અનુભૂતિ માટે કર્મ નહિ, પણ ચિંતન આવશ્યક છે. સ્વનું સ્કરણ નિરંતર એક જાતિની જેમ થઈ રહ્યું છે.
સ્વના સાક્ષાત્કારના ઉપક્રમને જ સ્વાધ્યાય કહેવાય છે. સ્વાધ્યાય સ્વભાવ-પરિણતિ માટે છે. વિભાવને દૂર કરવા માટે છે.
શરીરનું અધ્યયન તે સ્વાધ્યાય નથી. આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા તે સ્વાધ્યાય છે, એ આત્માને અધ્યાય એ જ સાચુ ચિંતન છે.
આત્માનું અમરગાન બીજાને અભય આપવાથી પિતાને અભય મળે છે. અભયદાન પરને આપીએ અને નિર્ભયતા પિતાને મળે છે. આ કારણે અભયદાનનું અસાધારણ મહત્તવ છે.
આત્મસત્તાના જ્ઞાનનું આ પ્રથમ ફળ છે.
બીજું ફળ જીવવું અને જીવાડવું તે છે. તે માટે અન્ન, જળ, વા, આવાસ, ઔષધાદિનું દાન અને ગ્રહણ છે.
આત્મા સત્ સ્વરૂપ છે. તેમ જ્ઞાન સ્વરૂપ પણ છે અને તે સુષુપ્તિ, મૂર્છા કે સમાધિને પણ પ્રકાશિત કરે છે, કે જે વખતે બધી વૃત્તિઓ અને ઈન્દ્રિયોને ઉપસંહાર થાય છે.
વિવિધ વિજ્ઞાન અને નિર્વિશેષ, નિરાકાર, શુદ્ધ મહવનું પણ જ્ઞાન કરવું, કરાવવું આવશ્યક છે. સામાન્ય, વિશેષ અને સમન્વય એ ત્રણે પ્રકારના જ્ઞાનની વૃદ્ધિ થવી જોઈએ.