________________
આત્મ-ઉત્થાનને પાયે દેહરહિત થવાની ભાવનામાંથી જ તપ, સંયમ આદિ શુભક્રિયાઓને અનુરાગ જાગે છે અને હિંસાદિ પાપસ્થાનેથી વિરામ પામવાની પ્રતિજ્ઞા અંગીકાર કરવાનું મન થાય છે.
સકળ ધર્મસ્થાનોની ઉત્પત્તિ વિદેહ-દેહરહિત થવાની ભાવનામાં રહેલી છે. તેથી તે ધર્મનું બીજ છે. વિદેહ-મુક્તિને વરેલા છની પૂજનું પ્રણિધાન પણ તેમાંથી જ પ્રગટે છે. એને અંતે એ પ્રણિધાન વિદેહ અવસ્થાને અર્થાત્ મેક્ષને મેળવી આપે છે.
આયુષ્ય પૂરું થતાં દેહ છૂટી જાય છે, ત્યારે પણ દેહભાવ છૂટતો નથી. આવી દહાસક્તિમાંથી પુનઃ પુનઃ જન્મ મરણ થયા કરે છે.
આ દહાસક્તિને પાતળી પાડીને સર્વથા નાબૂદ કરવા માટે, જેઓ દેહમુક્ત થયા છે, તે ભગવંતેની ભક્તિ અનિવાર્ય છે. કદી નહિં મરનારા આત્માની શરણાગતિ અનિવાર્ય છે.
દેહમાં આત્મબુદ્ધિનું પ્રાબલ્ય ખતમ કરવા માટે સમ્યગ્દષ્ટિ કેળવવી જોઈએ. આત્મદષ્ટિવંત બનવું જોઈએ અને દેહના ધર્મોને સાક્ષીભાવે નિહાળવા જોઈએ.
આત્મબુદ્ધિ સંસારી જીવ કમરૂપી બંધનથી સદા બળતું હોય છે. તે આગને ઠારવા માટે તે ચારેબાજુ ભટકે છે, તેમ છતાં તેની આગ ઠરતી નથી, પણ વધે છે.
જ્યારે તે દેહરૂપી ભાજનમાં આત્મારૂપી જે જળ બળી રહ્યું છે, તેને ઠારવા માટે અન્ય પ્રયત્નને છોડી, વચ્ચે રહેલા ભાજનને છેડી દે છે, ત્યારે તેમાં ભરેલું જળ સીધુ ઇધન ઉપર પડે છે આગને ઓલવી નાંખે છે અને તેને શાતિને અનુભવ થાય છે.
અર્થાત્ દેહાત્મ-બુદ્ધિને ત્યાગ કરીને આત્મામાં આત્મબુદ્ધિ કેળવવામાં આવે, ત્યારે જ તે આગ શમે છે.
આત્મારૂપી જળ, કર્મરૂપી ઇંધનને શમાવવાની તાકાત ધરાવે છે. તે સિવાયનાં સાધને તે કર્મરૂપ અગ્નિને વધુ પ્રદીપ્ત કરે છે, એ સમજ જ્યારે જીવને આવે છે, ત્યારે તે તપ-જપ, જ્ઞાન–દયાન આદિ સઘળા ઉપાયો વડે જેમ-જેમ દેહાત્મ બુદ્ધિથી મુક્ત થતું જાય છે, તેમ-તેમ કર્મની આગ શમતી જાય છે. અને જ્યારે દેહબુદ્ધિ સર્વથા નાશ પામે છે, ત્યારે આત્મરૂપી જળ સીધું જ કર્મ-ઇધનની આગને સમૂળ ઠારી દે છે.
દેહબુદ્ધિ કર્મ-અગ્નિને પ્રદીપ્ત કરે છે. આત્મબુદ્ધિ તે અગ્નિને શાન કરે છે.