________________
૧૯
આત્મસ્વરૂપમાં સ્થિરતા
દેહબુદ્ધિ વધારનારાં સઘળાં કાર્યો છૂટી જાય અને આત્મબુદ્ધિ પ્રગટાવનારા સઘળાં કાર્યો સાથે જોડાણ થાય, ત્યારે જીવને વિવિધ તાપમાંથી મુક્તિ મળે છે.
અર્થ અને કામની વાસના કર્મરુપી આગને વધારે છે, ધર્મ અને મોક્ષની ભાવના તે આગને શમાવે છે. માટે જ મન-વચન-કાયાના વ્યાપારને ધર્મ તેમજ મોક્ષ પુરૂષાર્થ મય બનાવવા પર સઘળે ભાર મહાસતએ મૂકે છે. આ ભાર વહન કરવાથી કર્મોનું દહન થાય છે અને જીવ સંસારના સઘળા ભારથી મુક્ત બની અશરીરી બને છે.
કાયા
આત્મસ્વરૂપમાં સ્થિરતા ક્રોધાદિ કષાયથી દૂષિત જ્ઞાન હોય, ત્યાં સુધી અહિંસાદિના પાલનરૂપ વ્યવહાર ચારિત્ર પણ ટકતું નથી. જ્યારે જ્ઞાન આત્માના સ્વરુપમાં જ સમાઈ રહે આત્માકારે પરિણમી રહે, ત્યારે હિંસાદિ પાસ્થાને પલાયન થઈ જાય છે.
જ્ઞાન જ્યારે વિષયાકારે પરિણમે છે, ત્યારે હિંસાદિ અવ્રતે, ક્રેધાદિ કાર આવીને ઊભા રહે છે. આથી એ નિશ્ચય થાય છે, કે વિષયાકાર વૃત્તિ-જ્ઞાનનું, વિષયાકાર પરિણમન એ અધર્મનું મૂળ અને આત્માકાર પરિણમન એ ધર્મનું મૂળ છે.
રત્નત્રય સ્વરુપ આત્માનું ધ્યાન જ્યારે યેગી પુરુ કરે છે, ત્યારે સકલ કર્મો નાશ પામે છે અને આત્મા મુક્ત સ્વરુપે પ્રકાશે છે. જીવ જયારે આત્માથી વિમુખ થઈ પર દ્રવ્યમાં રાગ કરે છે, ત્યારે જ્ઞાનાદિ રત્નત્રય ટકી શકતાં નથી.
આત્માથી અભિન્ન જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ કરવા માટે યેગી પુરુષે નિરંતર પ્રયત્નશીલ રહે છે. આત્મા આત્માવડે આત્મામાં પ્રવૃત્તિ કરે તે ચારિત્ર, આત્મા આત્માવડે આત્માને જાણે તે જ્ઞાન અને આત્મા આત્માવડે આત્માને જુએ તે દર્શન છે.
મેક્ષાર્થી છાએ આત્માનું જ્ઞાન પૂરી શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરી તેને આચરણમાં મૂકવું, તે મોક્ષને સરળ અને અનન્ય માર્ગ છે. ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોથી રોકીને, ચિત્તને વિકલ્પો વિનાનું બનાવીને સ્વરુપ સ્થિરતાને અભ્યાસ કરનારને આત્માનું તાત્વિક સ્વરુપ પ્રત્યક્ષ થાય છે. જે આત્મા પર દ્રવ્યનું ચિંતન કરે છે, તે પર દ્રવ્યમાં તદાકાર થાય છે, જે શુદ્ધ આત્મામાં તદાકાર થાય છે તે તેને પામે છે.
આત્મદ્રવ્યના અચિત્ય સામર્થ્ય, પરમ ઐશ્વર્ય તેમજ અનંતજ્ઞાનાદિ ગુણેનું ચિંતન નથી થતું, ત્યાં સુધી જ ક્ષણભંગુર અને લાગણું વિનાના પર દ્રવ્યનું ચિંતન મીઠું લાગે છે, માટે સર્વકાર્યમાં આત્મદષ્ટિપૂર્વક રસ લે, તે જ આત્માને સરસ રીતે માણવાને સરળ ઉપાય છે.