Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir
Catalog link: https://jainqq.org/explore/005785/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પીડિતા શ્રી વીરવિજયજી પણિવી વિચિત ધર્મિલકુમાર રા સા. શ્રી જિતકલ્પાશ્રીજી મ.સા. KA Page #2 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદિનાથાય નમઃ શ્રી વિમલનાથાય નમઃ નમોનમઃ શ્રી ગુરુનેમિસૂરયે પંડિત શ્રી વીરવિજયજી ગણિવર્ય વિરચિત ધર્મિલકુમાર રાસ ગધાનુવાદ સહિત : દિવ્યાશિષ : શાસનસમ્રાટ્ પ.પૂ.આ.ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. : દિવ્ય સંકેત ઃ પ્રતિભાસંપન્ન ૫.પૂ. (દાદી) કમળપ્રભાશ્રીજી મ.સા. પરમ વિદુષી પ.પૂ. ગુરુદેવ સૂર્યપ્રભાશ્રીજી મ.સા. તેજસ્વીરત્ના પ.પૂ. તિલકપ્રભાશ્રીજી મ.સા. : આશીર્વચન : ગચ્છાધિપતિ ૫.પૂ.આ.ભ. શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.સા. વ્યાકરણાચાર્ય ૫.પૂ.આ.ભ. શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયસોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. : સંપાદક : પ.પૂ.સા. શ્રી જિતકલ્પાશ્રીજી મ.સા. : સહસંપાદક : પ.પૂ.સા. શ્રી વિરાગરસાશ્રીજી તથા પ.પૂ.સા. શ્રી ધૈર્યરસાશ્રીજી : પ્રકાશક : શ્રી દેવી-કમલ સ્વાધ્યાય મંદિર ઓપેરા સોસાયટી સામે, નવા વિકાસગૃહ રોડ, પાલડી, અમદાવાદ-૭. ... 0. Page #3 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલકુમાર રાસ નિમિત્ત : પ.પૂ.સા. શ્રી તિલકપ્રભાશ્રીજી મ.સા.ની પુણ્યસ્મૃતિ અર્થે વિ.સં. ૨૦૬૫ વીર સં. ૨૫૩૫ ઈ.સ. ૨૦૦૯ • પ્રાપ્તિસ્થાન : શ્રી દેવી-કમલ સ્વાધ્યાય મંદિર ઓપેરા સોસાયટી સામે, નવા વિકાસગૃહ રોડ, પાલડી, અમદાવાદ-૭. ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૦૭૯-૨૨૧૩૪૧૭૬, મો : ૯૯૨૫૦૨૦૧૦૬ મૂલ્ય : રૂ।. ૨૦૫-૦૦ પવન ઓલિય Uj મુદ્રક : ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૦૭૯-૨૨૧૩૪૧૭૬, મો : ૯૯૨૫૦૨૦૧૦૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ કે . આ દિશા ભાવનગર વડવા મધ્યે બિરાજમાનચન્દ્રપ્રભસ્વામી ભગવાના વડવા જૈન દેરાસર મધ્યે બિરાજમાન જ્વાલામાલીની દેવી Page #5 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલકુમાર રાસના રચયિતા પંડિત શ્રી વીરવિજયજી ગણિવર મ.સા. કલિકુંડ તીર્થોદ્ધારક પૂ.આ.ભ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. શાસનસમ્રાટ્ પ.પૂ.આ.ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. ૫.પૂ. બાલમુનિ શ્રી આગમશેખરવિજયજી મ.સા. Page #6 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ COPDECCO P069 તેજસ્વીરત્ના પૂ.સા. શ્રી તિલકપ્રભાશ્રીજી મ.સા. હે ઉપકારી ! હે સંયમજનની ! હે વાત્સલ્યનિધિ ! હે કરૂણાનિધિ ગુરુદેવ આપશ્રીનો પરોક્ષ આશીર્વાદ મારા જીવનમાં જરૂર ચમત્કાર કરશે ! આપશ્રીની દિવ્યકૃપા મારા જેવાના સંયમજીવનને ઉન્નત બનાવશે ! આપશ્રીનો અઢળક ગુણસમૃદ્ધિનો અખંડ વારસો મારો માર્ગદર્શક બનશે ! આપશ્રીનો ગંગાપ્રવાહ જેવો નિર્મળ સંયમપ્રવાહ મારા જેવા આત્મા માટે તારક બનશે ! આપની ગજબ કૃપાએ જ મારા હાથને સાથ આપ્યો છે. આપની અજબ આશીષે જ મારી કલમને નરમ બનાવી આજે આ રાસ આલેખવા હું સક્ષમ બની છું. અંતમાં, આપને પ્રિય એવું આપને સમર્પણ કરતા અતિ આનંદ અનુભવું છું. લિ. જિતકલ્પાશ્રીજી Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાસંપન્ન પૂ.સા. શ્રી કમલપ્રભાશ્રીજી મ.સા. KPORea : /૧ હર perene , UPS US, pennend opere pennend વO / ' / / S ' / . દ પરમ વિદુષી પૂ.સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા. તેજસ્વીરના પૂ.સા. શ્રી તિલકપ્રભાશ્રીજી મ.સા. Cepene ONCACAO sepenen 251 કચ્છદેશ દિપિકા પૂ.સા. શ્રી વિધુત્રભાશ્રીજી મ.સા. (કચ્છવાળા) સમયજ્ઞ પૂ.સા. શ્રી પ્રજ્ઞશીલાશ્રીજી મ.સા. Page #8 -------------------------------------------------------------------------- ________________ 7-12ศ! เด4t exy หนา 24 urullisra cursa en aliramos haczin soal 2464 414 41424 992 441 ( 14ๆ ฯบนฯ +ใน 42 44 en + & 2 (หน แ ต &า - - - - - - + 9 ตุฯ เl 4เ$ ใน 14:/21 +2414 240 22 ฯw ฯใหงน 6 A 14 216 ในย 4 - Man fani za zian null nonni เisit g - # แนวน 2กเรุ๒ - J-4143ๆ ยม 31 1 4e43 344 34141 คน 43!? ?? 2 14 14 4 342, 4cd(i 340, 409 41, เซไนเวเน) ไตร gta v z๒ ใน 3-4 หit 21 - อินโดน A 04LA ฯเk +27 +1กตเd 6ะโกเ ห 2 (ht fireasi architul ara horn- ww - 25, 296 - * onnina J nillan Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પ્રકાશકીય જિનશાસનમાં સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર આ તત્ત્વત્રયીની આરાધનાના ફળસ્વરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ અંતે તો સમ્યગુચારિત્રની આવશ્યકતા પ્રબળ બને છે. કેમ? ચારિત્ર થકી વિશેષ આરાધના થઈ શકે છે. ચારિત્રની પુષ્ટિ માટે પૂર્વના મહાપુરુષોએ સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી આદિ અનેક ભાષામાં સાહિત્યનું સર્જન કર્યું છે. જે જ્ઞાનની આરાધનામાં અવલંબે વર્તમાનકાળે ભૌતિકવાદયુગમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાથી મોટે ભાગે લોકો અનભિજ્ઞ હોય છે. ગુજરાતી સાહિત્ય વાંચવામાં વિશેષ રસ ધરાવે છે. તે કારણે જિનશાસનમાં પણ સાંપ્રતકાલીન ગુજરાતી ભાષાના માધ્યમે સાધુગણ ધર્મની સમજ આપે છે. છેલ્લાં ૧૫૦ વર્ષ પહેલાં પંડિતવર્ય શ્રી વીરવિજયજી ગણિવર્યે વિપુલ સાહિત્યસર્જન ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે કર્યું છે. આ સાહિત્યમાં પૂજાઓ-સ્તવનો-સઝાયો-ચૈત્યવંદનોવિવાહલો-વેલિ-રાસાઓ વગેરે વિવિધ સ્વરૂપોવાળી પદ્યરચનાઓનો સમાવેશ થાય છે. પંડિતવર્ષે ત્રણ રાસા રચ્યા છે. જેમાં બે રાસાઓ “સુરસુંદરી રાસ” અને “ચંદ્રશેખર રાસ”નો અનુવાદ પૂ. જિતકલ્પાશ્રીજી મ.સા.એ પૂજય ગુરુવર્યોની સ્મૃતિમાં કરેલો. તે બંને ગ્રંથો સુરત-વડાચૌટાસંવેગી જૈન ઉપાશ્રય થકી પ્રકાશિત થઈ ચૂક્યા છે. પં. વીરવિજયજી મ.ના આ ત્રીજા અને છેલ્લા “ધમ્પિલકુમાર રાસ”નો અનુવાદ પણ તે પૂ. સાધ્વી મ. સાહેબે પૂ. તિલકપ્રભાશ્રી મ.સા.ની સ્મૃતિમાં તૈયાર કર્યો અને અમારું સૌભાગ્ય કે તે ગ્રંથનું પ્રકાશન કરવાનો મોકો અમને મળ્યો. તેથી અમે તે પૂજ્યશ્રીનો ઉપકાર માનીએ છીએ અને આ ગ્રંથને અત્યંત હર્ષોલ્લાસપૂર્વક સંઘ-સમાજ વચ્ચે મૂકી રહ્યા છીએ. વિશેષ તો શું લખીએ ?. આ ગ્રંથમાં તે પૂજ્યશ્રીએ ઘણું ઘણું પીરસી દીધું છે. છતાં પણ સ્વાધ્યાયપ્રેમી તે પૂજયશ્રીને અમારી વિનંતી છે કે આ રીતે સાહિત્યસર્જન કરતાં રહે અને અમને પ્રકાશન કરાવવાનો લાભ આપતાં રહે. વળી... ત્રણ સ્વીકાર : શ્રી જિનશાસન જયવંતુ વર્તે છે. આ શાસન મળ્યાની બલિહારી છે. આ ગ્રંથના પ્રકાશનમાં અથથી ઇતિ સુધીમાં જેમણે જેમણે સાથ-સહકાર આપ્યા છે તેને શું ભુલાય ? પ્રથમ તો... અરિહંત પરમાત્માનું શાસન મળ્યું તેમનો પ્રથમ ઉપકાર. પોતાના ગુરુવર્યોની સ્મૃતિમાં ઋણ અદા કરવા પૂ. જિતકલ્પાશ્રીજી મ.સાહેબે અલભ્ય ગ્રંથનો અનુવાદ તૈયાર કરીને, સુલભ બનાવ્યો. Page #10 -------------------------------------------------------------------------- ________________ (૫) પૂ.આ.ભ. શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે આ ગ્રંથપ્રકાશનમાં પોતાના સ્વહસ્તે સુંદર આશીર્વચન લખી આપી અમારા પર અનરાધાર કૃપાવર્ષા વરસાવી છે. આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજે ઉમળકાભેર આ ગ્રંથનું પ્રાસ્તાવિક લખી આપેલ છે જે બદલ અમો કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ. પૂર્વે આ ગ્રંથના અનુવાદનું સૂચન કરનાર ડૉ. કાન્તિભાઈ બી. શાહે ભાષા-લેખન-શુદ્ધિ કરી આપવા સહ અવારનવાર ગ્રંથની સુંદરતા માટે અનેક સૂચનો કરેલ. તે માટે તેઓશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. બે વર્ષ પૂર્વે આ રાસ-પુસ્તકની શોધખોળ ચાલતી હતી અને પૂ. જિતકલ્પાશ્રીજીને ભાવનગર પૂ. સૌમ્યપ્રભાશ્રીજી મ.સા.ની વર્ષ.તપની ૧૦૦ ઓળીના પારણામાં જવાનું થયું. ત્યાં પણ આ પુસ્તકની તપાસ ચાલુ હતી. એ દરમિયાન “આત્માનંદ સભા” સંસ્થાની દેખભાળ કરતા મનહરભાઈ મહેતાએ સંસ્થામાંથી આ પુસ્તક મેળવી આપ્યું. આ સમયે તેમનો પણ આભાર માનીએ છીએ. પૂ.આ.ભ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (કલિકુંડવાળા)નાં આજ્ઞાવર્તી સાધ્વી શ્રી વિરાગરસાશ્રીજી તથા ધૈર્યરસાશ્રીજીએ રાસ-અનુવાદ કરવામાં પ્રારંભથી પૂર્ણતા સુધી સુંદર સહકાર આપવા સહ ભૂલસંશોધન આદિ કાર્યમાં તેમજ પૂ. નેમિસૂરિ મ.ના સમુદાયના પણ ઘણા ઘણાં સાધ્વી ભ.નો સહયોગ મળ્યો છે. તેઓના અમે ઘણા ઋણી છીએ. આ ગ્રંથને ટૂંક સમયમાં, સર્વાંગ સુંદરતા અર્પવા સાથે કથાનુસારે સુંદર ભાવવાહી ચિત્રો આદિ બનાવી મુદ્રિત કરવા બદલ “ભરત ગ્રાફિક્સ”ના ભરતભાઈ તથા મહેન્દ્રભાઈના સૌજન્યને કેમ ભૂલી શકાય ? આ ગ્રંથપ્રકાશનમાં જે જે સંઘ, સંસ્થા કે અન્ય દાતાઓએ લક્ષ્મીનો સર્વ્યય કરી અમારા આ પ્રકાશન કાર્યને સુલભ, સફળ અને સરળ બનાવી આપ્યું છે તે માટે તેઓના ઉપકારને આ અવસરે યાદ કરીએ છીએ. પ્રકાશક દેવી-કમલ-સ્વાધ્યાય મંદિરના ટ્રસ્ટીગણ Page #11 -------------------------------------------------------------------------- ________________ છે પ્રસ્તાવના છે વિ.સં. ૧૮૯૬ના શ્રા.સુ. ૩ ના રાજનગર અમદાવાદમાં રચાયેલા, પં. કવિ વીરવિજયજી કૃત “ધમ્પિલકુમાર રાસ”નું અનેક હસ્તપ્રતોના ઉપયોગપૂર્વક સંશોધન થઈ ભાવાનુવાદ સાથે પ્રકાશન થાય છે તે ઘણા આનંદની વાત છે. સાધ્વી શ્રી જિતકલ્પાશ્રીજી, સાધ્વી શ્રી વિરાગરસાશ્રીજી તથા સાધ્વી શ્રી વૈર્યરસાશ્રીજી આદિના અથાગ અને દીર્ઘ પરિશ્રમના પરિપાક રૂપે ઘણાં વર્ષોથી દુર્લભ બનેલો આ રાસ આપણને પુનઃ સુલભ બન્યો છે. ગ્રંથકાર પં. વીરવિજયજીના જીવન-કવન વિષે જુદા જુદા વિદ્વાનો દ્વારા લખાયેલા લેખો જેમાં ગ્રંથસ્થ થયા છે તે “પંડિત વીરવિજયજી સ્વાધ્યાય ગ્રંથ” (સંપાદક – કાંતિલાલ બી. શાહ) અને “વીરવિજયજી - એક અધ્યયન' (લેખક - ડૉ. કવિન શાહ), કર્તાના જીવન-પરિચય અને સાહિત્યસર્જન વિષે વિપુલ માહિતી આપતા ગ્રંથો છે. પંડિત વીરવિજયજી વિષેની સામગ્રી તેમનાં જ શિષ્ય રંગવિજયજીએ વિ.સં. ૧૯૧૧, ચૈત્રી પૂનમે રચેલા “વીર નિર્વાણ રાસ”માં પ્રાપ્ત થાય છે. ગ્રંથકારના સ્વર્ગવાસ પછી ત્રણચાર વર્ષમાં જ રચાયેલી અને એમના જ શિષ્ય રચેલી હોવાથી આ કૃતિમાં પ્રમાણભૂત અને વિગતે વૃત્તાંત મળે છે. પ્રસિદ્ધ ઈતિહાસવિદ્દ શ્રી જિનવિજયજીએ આ રાસનો સાર લખ્યો છે. ગિરધરલાલ હીરાલાલ શાહે “પંડિત વીરવિજયજીનો ટુંકો પ્રબંધ” નામની પુસ્તિકા વિ.સં. ૧૯૭૬માં પ્રગટ કરી છે. આમાં લેખકે કેટલીક માહિતી પં. વીરવિજયજીને પ્રત્યક્ષ જોનારા પરિચિતો પાસેથી મેળવીને લખી છે. પૂ.આ.ભ. શ્રી શીલચંદ્રસૂરિ મ. કવિનો પરિચય આપતાં જણાવે છે કે - “તેમની કવિતાનું આંતરિક પોત અને તેનું વૈવિધ્ય સમગ્રપણે તપાસતાં એમ કહી શકાય કે શુભવીર - તે ઉલ્લાસ અને ઉમંગના કવિ છે અને તેમના ઉલ્લાસની આધારભૂમિ માત્ર ભક્તિરસ છે.” - પૂ.આ.ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ. કવિ વિષે લખે છે કે - “વિક્રમના ઓગણીસમા સૈકામાં થઈ ગયેલા અને તેઓના કાળમાં તેઓની રસઝરતી, બુલંદ કંઠે ગવાતી અનેક પૂજા-રાસ-સ્તવન વગેરે ગેય રચનાઓના કારણે જૈનસંઘમાં છવાઈ ગયેલા પંડિત શ્રી વીરવિજયજી મહારાજ રસકવિ તરીકે પ્રતિષ્ઠિત થયેલા છે.” “ધમ્મિલરાસ”નું પ્રથમ પ્રકાશન વિ.સં. ૧૯૪૨માં ભીમશી માણેક દ્વારા મુંબઈથી થયું છે. ત્યાર પછી મોહનલાલ દલસુખરામ તથા લલ્લુ સુરચંદે પ્રકાશન Page #12 -------------------------------------------------------------------------- ________________ કર્યું છે. આ ઉપરાંત અંશતઃ પ્રકાશન રાયચંદ્ર જૈન કાવ્યમાળામાં અને જૈન કાવ્ય દોહનમાં થિયું છે. કવિરાજ નિસ્પૃહ હતા. આ. દેવેન્દ્રસૂરિ મ.એ એમને ઉપાધ્યાયપદ આપવા ઈચ્છા દર્શાવેલી પણ એમણે વિનયપૂર્વક ઈન્કાર કરેલો હતો. પં. વીરવિજયજીની ગુરુપરંપરા :પં. સત્યવિજયજી – કપૂરવિજય ક્ષમાવિજય ક્ષમાવિજયજી જિનવિજય જસવિજય ઉત્તમવિજય શુભવિજય - પં. પદ્મવિજય વિરવિજય - (સં. ૧૭૯૨-૧૮૬૨) (સં. ૧૮૩૦-૧૯૦૮) પદ્મવિજય અને પં. રૂપવિજય ઉપરાંત નર્મદ દલપતરામ જેવા પ્રસિદ્ધ કવિઓ પં. વીરવિજયજીના સમકાલીન હતા. પં. વીરવિજયજી કૃત “સ્થૂલભદ્રની શિયલવેલી” વાંચીને દલપતરામ કવિ આફ્રીન પોકારી ઉઠેલ. ગ્રંથકારશ્રી વ્યાખ્યાનમાં વિશેષાવશ્યક ભાષ્યની મોટી ટીકા જેવા ગંભીર અને તત્ત્વજ્ઞાનથી ભરેલા ગ્રંથોનું વાંચન કરતાં એવી સરળતાથી સમજાવતા કે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જતા. પં. . રૂપવિજય સાથે એમની સાહિત્યરચના બાબતે મૈત્રીપૂર્ણ સ્પર્ધા થાય, પણ કડવાશ નહોતી. બંને પંડિતમુનિ પ્રતિષ્ઠામહોત્સવમાં સાથે રહીને વિધિઓ પણ કરાવતા. કવિરાજ સમદષ્ટિવાળા અને દીર્ઘદૃષ્ટિવાળા હતા. એ કાળે કેટલાક મુનિરાજો વિચિત્ર પ્રરૂપણા કરી સંઘોમાં તિરાડ ઊભી કરતા. કવિએ એમનો પ્રતિકાર કરવાના બદલે એટલું જ કહ્યું કે – આવી વાતો ચાલવાની નથી. એમની વિચિત્ર વાતો જ એમનો ઉચ્છેદ કરશે અને એવું જ થયું. કવિએ ૯૦ જેટલી લઘુકૃતિઓ અને ૪ મોટી કૃતિઓ વગેરે મળી એમાં ૨૧૦ જેટલી દેશીઓનો ઉપયોગ કર્યો છે. આ દેશીઓની સૂચિ “પંડિત વીરવિજય સ્વાધ્યાય ગ્રંથ” પૃષ્ઠ ૨૦૮-૨૧૭માં અપાઈ છે. મોટી કૃતિઓમાં સુરસુંદરી રાસ (સં. ૧૮૫૭), ધમ્મિલકુમાર રાસ (સં. ૧૮૯૬), ચંદ્રશેખરનો રાસ (સં. ૧૯૦૨), શ્રી પ્રશ્નચિંતામણીનો સમાવેશ થાય છે. પ્રથમ ત્રણ કૃતિ Page #13 -------------------------------------------------------------------------- ________________ (c) ગુજરાતીમાં છે અને ચોથી કૃતિ સંસ્કૃતમાં છે. આમાં પણ સુરસુંદરીરાસની રચના કવિએ ૨૯ વર્ષની વયે કરેલી. કવિએ તેર જેટલા કાવ્યપ્રકારો ખેડ્યા છે. રાસ, વિવાહલો, વેલિ, દુહા, ચૈત્યવંદન, સ્તુતિ, સ્તવન, પૂજા, સજ્ઝાય, હરિયાળી, લાવણી, ઢાળિયાં અને ગહુલી વગેરે જોવા મળે છે. ગ્રંથનો ભાવાનુવાદ તૈયાર કરનાર અને શ્રીસંઘ સમક્ષ મૂકનાર સાધ્વીશ્રીજીઓ સતત સ્વાધ્યાયમાં રક્ત રહેવાના સ્વભાવવાળાં છે. આવા અભ્યાસી સાધ્વીજીએ હસ્તલિખિત પ્રતોનો જરૂર પ્રમાણે ઉપયોગ કરી આ ગ્રંથનું સંપાદન કાર્ય કર્યું છે. દુર્લભ રાસને સુલભ કર્યો છે. ભાવાનુવાદ સરળ રસાળ પ્રવાહી છે. વાંચતાં જ ગ્રંથકારનું કથયિતવ્ય સહજ સમજાઈ જાય છે. કથાનો પ્રવાહ પણ અસ્ખલિત વહે છે. ભાવાનુવાદ કરવાનું કઠિનતમ કામ સાધ્વીજીઓએ સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આવાં બીજાં પણ ગ્રંથરત્નો તૈયાર કરી સંઘને અર્પણ કરે એવી અપેક્ષા છે. વાંચકો ! આ ગ્રંથનું વાંચન-મનન કરી કથા સાથે જ્ઞાન અને વૈરાગ્યરસનું પાન કરી જીવન ધન્ય બનાવે. આ. ૐૐકારસૂરિ આરાધના ભવન મુ. ભાભર, જિલ્લો બનાસકાંઠા. આ.વિ. મુનિચંદ્રસૂરિ અનરાધાર વરસી કૃપા પ.પૂ. શાસનસમ્રાટ્ શ્રી નેમિસૂરીશ્વરજી મ.ના સમુદાયના • વ્યાકરણાચાર્ય પ.પૂ.આ.ભ. શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા • પ.પૂ.આ.ભ. શ્રી વિજયસોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. • ૫.પૂ. ગણિવર્ય શ્રી પ્રશમચંદ્રવિજયજી મ.સા. પ.પૂ.આ.ભ.વિ. અભયશેખરસૂરીશ્વરજી મ.સા. ૦ પ.પૂ.આ.ભ.વિ. વરબોધિસૂરીશ્વરજી મ.સા. • પ.પૂ. મુનિરાજ શ્રી હર્ષબોધિવિજયજી મ.સા. Page #14 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય કથન (દીવે દીવે ઉજાસ) નદીના પ્રવાહની જેમ આ જિંદગી સરરર... સરરર... વહી જતી અને જોતજોતામાં મૃત્યુના મહાસાગરમાં ભળી જતી જોઈને મનમાં એક જ પ્રશ્ન ઉઠાવવો પડે - તે જિંદગી આપણે કેવી રીતે જીવીએ છીએ ? સંત-મુનિસમાગમ માનવીને મોટાઈના માર્ગે દોરી જાય છે અને સારું વાંચન કે શ્રવણ એ એક સાચા અને કલ્યાણ-મિત્રની ગરજ સારે છે. તેથી સુજ્ઞજન બંનેનો લાભ મેળવવા ઝંખતા હોય છે. પણ.... પણ... તેમાં સંત-મુનિસમાગમનો અવસર તો ક્યારેક મળે છે, પણ સદ્વાંચનનો લાભ પોતાની કાયાની છાયાની જેમ અહર્નિશ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે. સારા વિચારો અને સારા વર્તનની એક નાની સરખી પુસ્તિકા પાસે રાખીએ તો સાચો સાથીદાર આપણને મળ્યો જ સમજવો. જીવનને ઉન્નત બનાવવા માટે સતત સદ્વાંચન જેવું સુંદર અને સુલભ બીજું કોઈ સાધન નથી. લોકોત્તર શાસનમાં પ્રભુના ચીંધેલા રાહે ચાલતા મહાપુરુષો વજથી પણ કઠોર છે અને કુસુમ કરતાં પણ વધુ કોમળ હોય છે. તેમને ઓળખવા જાણવા પણ એક સમ્યકજ્ઞાન છે, બીજું કોઈ સમર્થ નથી. - જેમની કૃપાદૃષ્ટિની અનરાધાર વૃષ્ટિ છે, વળી જેમની સમતારૂપી વાણી અમી વર્ષાવનારી છે તે મારા પૂર્વપૂજયોને મારા કોટી કોટી નમસ્કાર છે. ધમ્પિલકુમાર રાસના કર્તા પંડિતવર્ય વીરવિજયજી મ. શ્રી વિજયસિંહસૂરિજીના શિષ્ય પ્રસિદ્ધ ક્રિયોદ્ધારક સત્યવિજયજી પંન્યાસજીની પરંપરામાં થયેલા પં. શ્રી શુભવિજયજીના શિષ્ય હતા. એ વીરવિજયજી મધ્યકાલીન જૈનસાહિત્યમાં પ્રખર કવિરત્ન થયા. તેઓ પૂજાઓના પ્રણેતા સમાં હતા. સઘળી પૂજાઓનો ઈજારો તો પ્રથમ તેમનો જ હતો. કેમકે સાદી-સરળ ભાષા અને આકર્ષક રાગ-રાગિણી એ પૂજાઓમાં પ્રત્યક્ષ નજરે પડે છે. તેમણે પૂજાઓમાં એવા તો પ્રાણ પૂર્યા છે કે ગાતાં ગાતાં જ પૂજાઓ કંઠસ્થ થઈ જાય. “રંગરસિયા” રસીલાં “વચનરસ” જેવા રઢિયાળા શબ્દોથી તેમની પ્રત્યેક કૃતિઓ મઢાયેલી છે. તેમની કૃતિઓમાં શૃંગારરસ-વૈરાગ્યરસવીરરસ-શાંતરસ આદિ અનેક રસોનો પ્રવાહ ઝરી રહ્યો છે. જેવું જેનું મન હોય, તેવું તેવું સ્નાન Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૦) કરે. વાંચક ! વાંચીને આમાંથી કોઈપણ લાભ પ્રાપ્ત કરે તો જ લેખક અને પ્રકાશકનો પરિશ્રમ સફળ થાય. મ્મિલકુમારનું કથાનક ઘણું રસવાળું છે અને ભાવભરેલું હોવાથી સુજ્ઞ વાંચકો જરૂર તેનો લાભ મેળવશે. કેમકે, काव्यशास्त्र विनोदेन, कालो गच्छति धीमताम् । व्यसनमेव च मूर्खाणां, निद्रया कलहेन वा ॥ બુદ્ધિમાન પુરુષોનો કાળ (સમય) તો કાવ્યશાસ્ત્રના વિનોદમાં (આનંદમાં) જાય છે. જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, કલહ કરવામાં અને પ્રમાદમાં જાય છે. આ રાસની કૃતિ સિવાય ધમ્મિલકુમાર ચરિત્રની પૂ. જયશેખરસૂરિની કૃતિ, જામનગરવાળા પં. હીરાલાલ હંસરાજ તરફથી સંસ્કૃતમાં છપાઈને બહાર પડેલ. “ધમ્પિલકથા” નામે બીજું નાનું પુસ્તક સંસ્કૃતમાં આત્માનંદ સભા ભાવનગર તરફથી બહાર પડેલ છે. કવિરાજ પંડિતવર્ય વીરવિજયજીને “પ” કાર સાથે અવિહડ રાગ હોવાથી જ તેમણે પૂજા અને પચ્ચક્ખાણ ઉપર અધિક રચના કરી લાગે છે. “ધમ્મિલકુમાર રાસ” એ પચ્ચક્ખાણનાં ફળને બતાવનાર ઉત્તમ કૃતિ છે. ધમ્મિલકુમારનો ઉલ્લેખ “પચ્ચક્ખાણ ભાષ્ય'માં ભાષ્યકર્તા દ્વારા “ઈહલોએ ધમ્મિલાઈ” ગાથામાં કરવામાં આવ્યો છે. પંડિત વીરવિજયજીની આ કૃતિમાં ઘણા ઊંડા અને ઊંચા ભાવો ભર્યા છે. ઠેર ઠેર આગમનાં નામ દર્શાવી તેમની આગમભક્તિના ભાવો પણ રજૂ કર્યા છે. છતાં અમારી અલ્પમતિએ જે ભાવો ઉપસ્યા છે તે રજૂ કર્યા છે. ધમ્મિલકુમારનો રાસ પં. વીરવિજયજીએ વિ.સં. ૧૮૯૬ રચેલો છે. જે મુદ્રિત છે. આ રાસની પૂર્વ આ જ રાસકર્તાના રાસ “મહાસતી સુરસુંદરી રાસ” તથા “શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ” ના બે બે વર્ષના આંતરે... પૂ. ગુરુવર્યોની સ્મૃતિમાં અનુવાદ કરી શ્રીં સંઘ સમક્ષ મૂક્યા. એ જ પંડિતકર્તાનો આ ત્રીજો રાસ છે અને તે અમારે માટે છેલ્લો અનુવાદ છે. રાસકર્તાએ પૂજા-સ્તવન-સજઝાય-વેલિ-વિવાહલો-ઢાળિયાં-હરિયાળી-ગફૂલી આદિ દીર્ઘ-લઘુ અનેક કાવ્યરચનાઓ કરી છે. પણ રાસાકૃતિ માત્ર ત્રણ છે. જ્યારે બે રાસનાં સાનુવાદ સંપાદનો થયાં, ત્યારે ડૉ. કાન્તિભાઈ બી. શાહે “ચંદ્રશેખર રાસ”ના વિમોચન પ્રસંગે સૂચન કરેલું કે આ બાકી રહેલો ત્રીજો રાસ પણ તમે જ પૂર્ણ કરો. સૂચન પ્રેરણારૂપે ઝીલી શરૂઆત કરી અને આ ત્રીજી રાસકૃતિના પ્રકાશનમાં તેમનો છેવટ સુધી મને સાથ-સહકાર મળતો રહ્યો અને શ્રી સંઘસમાજ વચ્ચે અમે મૂકી શક્યા છીએ. “કથાના સાત કોઠા ભેદવા પડે” તેવી રચનાનો અનુવાદ કરવાનું કાર્ય એ ખરેખર Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૧) શ્રમભર્યું કાર્ય હતું. આ રાસના અનુવાદમાં સતત રસ ધરાવતાં વિ.સા. વિરાગરસાશ્રી - વૈર્યરસાશ્રીએ મહત્વનો ફાળો આપ્યો છે. જ્યાં અમે અટક્યાં ત્યાં તેમના સહકારથી આગળ વધ્યાં અને ઉભયચક્રી અનુવાદ થયો છે. ક્યાંક અશુદ્ધિ રહી હોય, વા ઊણપ લાગે તો વાંચકવર્ગ તે પૂર્તિ કરે અને ક્ષતિ ટાળે એ જ. અંતે પંડિત પૂ. વીરવિજયજી મ.સા.ના આશય વિરુદ્ધ લખાયું હોય તો વિદ્રવર્ષે સુધારી લેવા વિનંતી. એ જ... ઉપકારસ્મૃતિ પૂ.આ. મુનિચંદ્રસૂરિ મ.સા. દ્વારા “ધર્મિલરાસ”ની હસ્તલિખિત પ્રત લા.દની તથા ડહેલાના ઉપાશ્રય, હાજાપટેલની પોળ, અમદાવાદથી પ્રાપ્ત થઈ. વળી પૂ. પ્રદ્યુમ્નવિમળસૂરિ મ.સા.એ દેવશાનો પાડો, અમદાવાદથી પ્રત પ્રાપ્ત કરી આપી. પૂ.આ. અરુણોદયસાગરસૂરિ મ.ના પ્રયત્નથી પણ હસ્તલિખિત પ્રત મળી. જે થકી રાસની કડીઓની અશુદ્ધિ ઘણી હતી, તે અમે શુદ્ધ કરી શક્યાં છીએ. જેમાં એક પ્રત પૂ. સાધ્વી શ્રી ગુરુણીજી જોગશ્રીજી મ.ની પણ પ્રતિલિપિ હતી. જૈન શાસનમાં સાધ્વીજી ભગવંતો પણ આવું કાર્ય કરતાં આવ્યાં છે જે આનંદની વાત છે. . આ ગ્રંથના સંપાદન દરમ્યાન મને અનેક રીતે સહાયક થનાર અમારા સમુદાયના પૂ.સા. શ્રી સૌમ્યપ્રભાશ્રીજી મ.સા., પ.પૂ.સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ.સા., પ.પૂ.સા. શ્રી કલ્પરત્નાશ્રીજી મ.સા., પૂ.સા. શ્રી ઉર્વીલશીલાશ્રીજી મ.સા., પૂ.સા. શ્રી મોક્ષરત્નાશ્રીજી મ.સા. આદિ તેમજ પૂ.આ. શ્રી લબ્ધિસૂરિજી મ.સા.ના સમુદાયનાં પૂ.સા. શ્રી પદ્મલતાશ્રીજી મ.સા., પૂ.સા. શ્રી હર્ષપદ્માશ્રીજી મ.સા., પૂ.આ. શ્રી ભક્તિસૂરિજી મ.સા.ના સમુદાયનાં પૂ.સા. શ્રી હિતશાશ્રીજી મ.સા., અચલગચ્છીય પૂ.સા. શ્રી મહોદયાશ્રીજી મ.સા., પૂ.સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા. (કચ્છવાળાં), પૂ.આ. શ્રી ધર્મસૂરિજી સમુદાયનાં પૂ.આ. શ્રી કલ્પલતાશ્રીજી મ.સા., પૂ.સા. શ્રી ભવ્યયશાશ્રીજી મ.સા., પૂ.આ. શ્રી નીતિસૂરિજી મ.સા.ના સમુદાયના પૂ.સા. શ્રી જયશીલાશ્રીજી મ.સા., પૂ.સા. શ્રી ઉજ્જવલયશાશ્રીજી મ.સા. આદિએ અનેક સંઘોને-શ્રાવકોને પ્રેરણા કરી દ્રવ્યસહાય કરવામાં સહાયક બનેલ છે. જેઓશ્રીને પણ આ પ્રસંગે સ્મૃતિ પર લાવી કૃતાર્થતા અનુભવીએ છીએ. - સંપાદક - સહસંપાદક Page #17 -------------------------------------------------------------------------- ________________ પરિચયના પગથારે, અંતરના ઓવારે લીધા સંયમ અણમોલ, ઝીલ્યા વરના બોલ | કીધાં કર્મ અડોલ, દીધાં દેશદેશે કોલ !” આકાશના થાળમાં વેરાયેલા તારલાઓની વિરાટ રાશિને કોઈ માપી શકવા સમર્થ નથી. છતાં કદાચ પ્રયત્ન દ્વારા માપી શકે, કદાચ તે ટમટમતા તારલાઓ તોડીને છાબડી ભરી દે, સાગરનું પાણી માપીને ગાગરો ભરી દે, આકાશને આંબવા આમતેમ દોડતાં વાદળોને ય કોઈ પકડી રાખે, પણ... પણ જગતની મહાવિભૂતિઓની મહાનતા કદી માપી શકાતી નથી. અમ પૂજ્યશ્રીના ગુણોની મહાનતા કહેવા કોઈ સમર્થ નથી. વાણી-વચનો વામણાં બની રહે. પૂજયશ્રીનું જીવન તો સાક્ષાત્કાર પામવા જેવી ચીજ છે. ભાગ્યવંત ભારતની ભવ્ય ભૂમિ ઉપર, ગરવી ગુજરાતની ગરિમા સરખા, સોહામણા સોરઠ દેશે, શત્રુંજય નદીના કિનારે, ગિરિરાજની ગોદમાં વસેલું રોહિશાળા ગામ હતું. આ વાત ૬૩ વર્ષ પહેલાંની છે. લીલીછમ તે ધરતી ઉપર પૂ. દેવીશ્રીજી મ.સા. પરિવાર સાથે વિહાર કરતાં આવ્યાં. યોગાનુયોગ કમળાબેન (અમદાવાદવાળાં) પોતાની બંને લાડકી દીકરીઓને લઈને પાલીતાણા આવ્યાં. દાદાની યાત્રા કરીને, રોહિશાળાએ બિરાજતાં પોતાના ગુરુ પાસે પહોંચી ગયાં. તે દિન તે ઘડી તે પળ કંઈક જુદી જ હશે. વૈશાખ સુદ દશમી, પ્રભુ વીરનો કેવલજ્ઞાનનો ઝળહળતો દિન હતો. કમળાબેન અને બંને સુપુત્રીઓએ સંસારને અલવિદા આપી. સંયમની વાટડી પકડી. પ્રભુવીરના પંથે જવા સંયમના સ્વાંગ સજી લીધા. આગાર છોડી, અણગાર બન્યાં. પૂ. ગુરુદેવ દેવીશ્રીજી મ.સા.ના ચરણે પુનિત આત્માઓએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ગુરુજીએ તરણતારણ રજોહરણની અમૂલ્ય ભેટ દીધી. ત્રિપુટીએ ગુરુની શરણાગતિ સ્વીકારી. સંસારનાં નામ સંસારમાં મૂક્યાં. માર્ગ નવો, વેષ નવો, નામ પણ નવાં. કમળાબેન (ઉંમર વર્ષ ૩૦) પૂ. કમળપ્રભાશ્રીજી મ.સા., સુશીલાને (ઉંમર વર્ષ ૧૯) બદલે પૂ. સૂર્યપ્રભાશ્રી મ.સા., તારાને (ઉંમર વર્ષ ૯) બદલે પૂ. તિલકપ્રભાશ્રી મ.સા. બીજના ચંદ્રમાની કળા જેમ દિન-પ્રતિદિન વધતી જાય તેમ ગુરુકુળવાસમાં વસતાં નવદીક્ષિતોએ આસેવન શિક્ષાથી યુક્ત સાધના-આરાધના-જ્ઞાન-ધ્યાન-તપ આદર્યો. પ્રગતિના પંથે પ્રયાણ આરંભાયું. રત્નત્રયીની ધૂણી ધખાવી, ગુરુની અપરંપાર કૃપાએ તેઓ ઘણા આગળ વધવા લાગ્યાં. પૃથ્વીતળને વિષે ગુરુ સાથે ગામ-નગર શહેરમાં વિચરવા લાગ્યાં. . Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૩) “ગુરુમાતા-માતાગુરુ સાથે આરાધનમાં બંને બેનોના દિવસો આનંદ, ઉત્સાહ અને ઉમંગથી વીતવા લાગ્યા. કાળની રેતી સતત સરકતી રહે છે. કાળ કોઈની રાહ જોતો નથી. વર્ષ ઉપર વર્ષ વિતવા લાગ્યાં. તે દરમ્યાન કંઈક જીવોને ભણાવ્યા, કંઈક જીવોને ધર્મ પમાડ્યો. વળી કંઈક જીવોને પરમાત્માના માર્ગે ચડાવ્યા. પ્રભુનો વેષ આપીને કંઈક જીવોને તારી લીધા. પરિવાર વધતાં સંસારી સ્વજનોને પણ આનંદનો પાર નથી. જોતજોતામાં ૪૦ વર્ષ થવા આવ્યાં. સમેતશિખરજીની યાત્રા કરી નહોતી. માતાગુરુએ બંને બેનોને શિખરજી જવાની પ્રેરણા કરી. બેન ! હું તો આવવાની નથી. પણ તમે જઈ આવો. મને આનંદ થશે. સાનુકૂળતાએ નીકળ્યાં. અને આ બાજુ માતાગુરુની તબિયત બગડી. આ સમાચાર સાંભળતાં જ અડધે ગયેલાં બંને બેનો ઉગ્રવિહાર કરી પરત આવી ગયાં. માતાગુરુને સુંદર આરાધના કરાવી. અંતે નિઝામણા પણ સારી કરાવી. છેવટે માતાગુરુ સમાધિ-સોપાને ચડી, પંડિતમૃત્યુને વર્યા. ગુરુ ગયા. છત્ર વિનાનાં બંને બેનો સૂનાં થઈ ગયાં. સમય જવા લાગ્યો. સૌ સ્વસ્થ થતાં આરાધનામાં આગળ વધ્યાં. વળી ૧૦ વર્ષ વિત્યાં ને કાળરાજા આ સમુદાય ઉપર ત્રાટક્યો. મોટી બેન કાળનો કોળિયો બની ગયાં. નાની બેનનો સાથ છોડી ચાલ્યા ગયાં. નાની બેન હવે એકલી-અટૂલાં થઈ ગયાં. પરિવાર બહોળો હતો. પણ મા-બેન વિનાની નાની બેન તો સૂનમૂન થઈ ગયાં. એકબીજાના સહારે બંને બેનો સંયમજીવનને દીપાવતાં હતાં. પરિવારનું રખોપું કરતાં હતાં. પણ હવે બધી જવાબદારી નાની બેન ઉપર આવી પડતાં હામ-હિંમત હારી ગયાં. પૂજય આચાર્યાદિ ભગવંતો તરફથી આશ્વાસન ઘણું મળ્યું. અમારા સૌનાં તે શિરછત્ર હતાં. પરિવારની સંભાળ કરતાં. વળી દશકો વિતવા આવ્યો ને કાળરાજાએ કાળી નજર નાંખી. સાત માસ સુધી કર્મરાજાએ અપાર વેદનામાં પૂજ્યશ્રીને ગ્રહી લીધાં. છતાં સમતાને વરેલાં પૂજયશ્રી જટિલ કર્મને વિદારવા લાગ્યાં. અપાર વેદના વચ્ચે પણ પૂજયશ્રીની સમતાસમાધિ અપૂર્વ હતી. અમારા વડીલ ગુરુબેન પૂ. સૌમ્યપ્રભાશ્રીજી મ.સા.એ, તે અંતિમ રાત્રે સુંદર નિઝામણા કરાવી, જે નોંધપાત્ર છે. જેમ જેમ પૂજ્યશ્રી સાંભળતાં ગયાં, સમતારસનું પાન કરતાં ગયાં તેમ તેમ સમાધિભાવ વધુ ને વધુ વધવા લાગ્યો. .: નિઝામણાની વાતો ઃ - પૂજ્યશ્રી ! આટલાં વરસોના સહવાસમાં આપનો અમારી ઉપર અનંતગુણો ઉપકાર છે. પૂજ્યશ્રી ! આપ કેવાં મહાન પુણ્યવંત છો, કે જે રમવાની વય કહેવાય તે નવ વર્ષની ઉંમરે માતાગુરુએ સંયમથી શણગાર્યા, સમજાવ્યાં. સેંકડો માતાએ સેંકડો સંતાનને જન્મ Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૪) આપ્યા છે. પણ... નવાઈ તો એ જ કે જન્મ આપી લાલન-પાલન કરી, સંયમ તો કોઈક વિરલ માતા જ અપાવે. આપ તો રત્નકુક્ષી માતાના સંતાન થયાં, ને તે જ ઉપકારી માતાનાં શિષ્યા થયાં. જે જીવનને ૬૩-૬૩ વર્ષ સુધી સંયમજીવનથી મહેંકતું કર્યું. પૂજ્યશ્રી ! આ નાશવંત દેહ કર્મના ઉદયે મળ્યો છે. સંયમના સંબંધ બંધાયેલા આપ અને અમે અહીં ગુરુકુળવાસમાં મળ્યાં. હવે પછીના ભવમાં આ દેહે આ જ સ્વરૂપે મળવાનાં નથી. કદાચ મળશું તો એકબીજાને ઓળખશું પણ નહીં. પૂજ્યશ્રી ! આત્મા અજર, અમર અને શાશ્વત છે. દેહ છૂટી જશે. આત્મા કાયમ સાથે જ રહેવાનો છે. નવા દેહને ધારણ કરવાનો છે. પણ જયારે સકલકર્મ છૂટી જશે ત્યારે માત્ર આત્મા મોક્ષમાં જશે. અસંખ્યાતપ્રદેશોમાંથી એક પણ પ્રદેશ ઓછો થવાનો નથી. આ મારા આત્માને શાશ્વત અને સાચું સ્વરૂપ છે. તે તો આપ જાણો છો. માત્ર આત્માનો વિચાર કરો. હું એકલો આવ્યો છું, એકલો જવાનો છું. કર્મબંધ એકલો જ કરું છું. ભોગવવાનો પણ એકલો જ છું. પૂજ્યશ્રી ! આપણા નમિરાજર્ષિ એકત્વભાવનાથી વૈરાગ્ય પામ્યા. મરુદેવીમાતા પણ એકત્વભાવમાં કેવલજ્ઞાન પામી ગયાં અને આત્મકલ્યાણ સાધી ગયાં. - પૂજ્યશ્રી ! આપણે પણ એ જ ભાવના ભાવતાં, આત્મસ્વરૂપમાં સ્થિર બનવાનું છે. આત્માનું સ્વરૂપ વિચારીને, તેને પ્રગટ કરવાની વિચારધારામાં આત્મામાં ઊંડા ઊતરી જવાનું છે. આત્મા એ જ હું છું, હું એ જ આત્મા છે.” તે જ મારું સ્વરૂપ છે. આમ આત્મસ્વરૂપની રમણતામાં પૂજયશ્રીના આત્મપ્રદેશો ખેંચાવા લાગ્યા. અણસાર આવી ગયો. છેલ્લી ઘડીઓ આવી ગઈ. સૌએ એકીસાથે “મહામંત્ર નવકાર”ની ધૂન લગાવી. સારી રાત ધૂન સાથે આરાધનામાં એકાગ્ર થયાં. તે રાત માગસર વદી ૧૨ની હતી. વહેલી પરોઢે માગસર વદી-૧૩ની સવારે ૫ વાગે અમારા શિરછત્ર મહામંત્રના ગુંજન-ટણ-મનનમાં છેલ્લો શ્વાસ લીધો. નશ્વરદેહને છોડી પૂજયશ્રીનો આત્મા અનંતની વાટે ચાલી ગયો. ચિરવિદાય લીધી. પરિવાર જોતો રહી ગયો. હંસલો ઊડી ગયો. પિંજર પડી રહ્યું. પરિવાર એકલો અટૂલો મૂકી દીધો. અનંત ઉપકારીની વિદાય કોઈ કાળે સહન ન થઈ શકે. “હવે અમારો આધાર કોનો?” પરિવાર પોશ પોશ આંસુએ રડવા લાગ્યો. હવે કોની પાસે જઈશું? હૈયાનો ભાર કોની પાસે હલકો કરશું ? વ્હાલપનો વરસાદ વરસાવનાર વસવસો મૂકીને વેગળા જઈ વસ્યા. શું બની ગયું? કાળનો કાળોતરો ડંખે છે. કાળની આળપંપાળ પાળ બાંધીને બેઠી હોય તો પણ તે ટકી Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૫) શકતી નથી. જીવનની અસ્મિતા કાળની કોટડીમાં પુરાઈ જાય છે. ત્યારે સ્મિત કરતો કાળ માનવને કહે છે, “તારું અસ્તિત્વ ક્ષણવારમાં મારી સાથે મિલાવી દેવાની તાકાત હું ધરાવું છું. તું ગમે ત્યાં હોઈશ, ચાહે સમુદ્રના તળિયે, ચાહે આકાશમાં, ચાહે અંધારી ગુફામાં, કે પર્વતની ભીતરમાં... તો પણ તને ઉપાડી જતાં મને વાર લાગવાની નથી.” આ જગતમાં જીવોની જીવનલીલાને સંકેલવામાં કાળરાજાએ મહાન કામ કર્યું છે. પૂજ્યશ્રી - જે વાટે ગુરુ ગયા તે ગયા જ. તે વાટેથી કદીયે પાછા ફરનાર નથી. મળવાના પણ નથી. ગુણિયલ ગુરુ કેવાં હતાં ? પ્રભુના પંથે આવવા માટે ન તો કોઈની પ્રેરણા હતી. ન તો કોઈનું પ્રોત્સાહન હતું. ન તો કોઈ પ્રલોભન હતાં. પૂર્વની પુજાઈ અને માતાની મીઠી ટકોર. માત્ર માતાનું અનુકરણ અને અનુશરણ હતું. રજોહરણ-પ્રહણમાં ન તો કોઈ આચાર્યભગવંત હતા. ન તો કોઈ મુનિમહાત્મા હતા. આદીશ્વરદાદાની છત્રછાયા અને પૂ. દેવીશ્રીજી મ.સા.ની અનરાધાર કૃપા. સંસાર ફગાવી દીધો. ત્રિપુટીએ ગુરુજીના ચરણે જીવન-સમર્પણ કરી દીધું. “ડગલું ભર્યું કે ના હટવું ના હટવું.” કવિની કવિતાની કડીને સાર્થક કરતાં સંયમજીવનમાં ઓતપ્રોત થઈને એક એક યોગને સાધતાં ગયાં. પૂ. ગુરુદેવના પડછાયા બનીને રહ્યાં. ગુરુજીના જમણે-ડાબે પડખે સૂર્ય-ચંદ્રની જેમ શોભતાં હતાં. કોઈ વાતે કે કોઈ કામે કમીના ન હતાં. બંને બેનો કલાકાર હતાં. ગુરુકૃપૈવ કેવલં પરમ મંગલરૂપ છે.” ગુરુની કૃપા જ શિષ્યને પરમમંગલરૂપ છે. તો બીજા મંગલની શી જરૂર ? રત્નત્રયીની ઉત્કૃષ્ટ આરાધનાએ આત્માને કંચન જેવો શુદ્ધ અને પવિત્ર કરી લીધો હતો. “ગુરુને હૈયે” વસાવે શિષ્ય, તે નવાઈ નથી. પણ ગુરુના હૈયામાં શિષ્યનો વાસ હોય તે આશ્ચર્યની વાત હતી. જે વાત આ ત્રિપુટીમાં સાક્ષાત્ જોવામાં આવી હતી. - પૂજ્યશ્રીનું વદન ખીલતા કમળ જેવું હતું. ઉત્તમકોટિના ચારિત્રના બળે લલાટ સૂર્ય સમ દેદીપ્યમાન હતું. પ્રમાણોપેત દેહ, પ્રસન્નતામઢ્યો ગોળ ચહેરો, ચાલ ધીમી હતી. સાથે ચાલનારને અનાયાસે જ પૂજ્યશ્રીની અદબ જાળવવા પ્રેરે એવી તો પ્રબલ ચાલ હતી. તેજસ્વી તારલા સમાન જયારે પણ જુઓ, ત્યારે મુખ ઉપર મરક મરક હાસ્ય વેરાતું જ હોય. જ્યારે જુઓ ત્યારે પ્રવૃત્તિમાં પરોવાયેલાં જ જુઓ. “ગુરુ વીસર્યા નવિ વીસરાય !” પાપ દૂર કરવા ગંગા પાસે જવું પડે. ગંગામાં સ્નાન કરવું પડે.” “તાપ દૂર કરવા ચંદ્રમા પાસે જવું પડે. ચાંદનીમાં બેસવું પડે.” “સંતાપ દૂર કરવા કલ્પવૃક્ષ પાસે હાથ લંબાવવો પડે.” Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૬) પણ... પણ... પાપ-તાપ-સંતાપ.... આ ત્રણેયને એકીસાથે દૂર કરવા હોય તો પૂજ્યશ્રીના શરણે ચાલ્યા જતાં... સઘળુંયે દૂર ચાલ્યું જાય. કર્મના વિપાકે શારીરિક દર્દો વચ્ચે પણ અપૂર્વ સમતા નજરે જોઈ છે. દર્દમાં ભરતી-ઓટ આવ્યા જ કરે... પણ દર્દમાં મર્દ બન્યાં છે. અસહ્ય વેદનામાં અજબ-ગજબની ખુમારી અમે જોઈ છે. દર્દીની કારમી પીડાએ પણ સમાધિયુક્ત પંડિતમૃત્યુને વર્યા છે. પૂજયશ્રીના જતાં અમે ઘણું ગુમાવ્યું છે. જેના સરવાળા કરવા મુશ્કેલ છે. એક વિરાટ વડલાના અભાવમાં કલરવ કરતાં પંખીડાંની જે અસહાય દશા અનુભવાય તે દશા અમારા સૌની થઈ છે. અમારી પાસે તો આ વડલાના ગુણો ગાવા સિવાય બીજું હોઈ પણ શું શકે ? પૂજ્યશ્રી અમારી વચ્ચે સ્વદેહે નથી. પણ સ્મૃતિ રૂપે જરૂર અમારી સૌની વચ્ચે છે. “અમારે તો આપ એક, આપને તો અનેક, થયા છો દૂધસાકર જિમ એકમેક, વિસારશો ના ! ગુરુદેવ અમોને છેક.” હે ગુરુદેવ ! આપના ગુણસાગરને તરવા માટે બે હાથ લંબાવ્યા છે. ચેં તરાય? ગુંજાયશ નથી છતાં આ અવસરે સ્મૃતિઓને તાજી કરવા અને લાંબા કાળ સુધી ટકવા જ આપશ્રીનું જીવનગાન ગાયું છે. જેમાં અતિશયોક્તિનો સંચાર નથી. છતાં છદ્મસ્થભાવે થઈ હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડમ્. પ્રાંતે... આપશ્રી જ્યાં હો ત્યાં પ્રભુશાસન પામી આરાધનાથી ઓતપ્રોત બની, નજીકના જ ભવમાં સકલ કર્મને અળગાં કરી શીધ્રાતિશીધ્ર ભવ-નિસ્તાર પામો. એ જ અમ અંતરેથી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના... - ગુરુકૃપાકાંક્ષી સુજિત * સા. જિતકલ્પાશ્રીજી Page #22 -------------------------------------------------------------------------- ________________ ગુરુગુણ સ્તવના (રાગ : યે મેરે પ્યારે વતન....) ઓ મારા પ્યારા ગુરુ, સંઘની છો આબરૂ, અમને છોડીને ક્યાં ગયા ? સમુદાયના કોહીનુર ગુરુ, ક્ષણવિરહો દુઃખ આકરું, અમને છોડીને ક્યાં ગયાં ? ના. (ગઈ) કાલ સુધી તો સહુની સંગે, ધર્મની વાતો કરતા'તા. દેહથી ભિન્ન આત્મદશામાં, સમતારંગે રમતા'તા આજ ઓચિંતા કાળ ઝપાટે, માગસર વદ તેરસ સવારે, ચિરવિદાય લીધી તમે, અમને છોડીને ક્યાં ગયાં ? /રા. નવવર્ષની વયે માતા-ગુરુની, આંગળીએ સંયમી થયા, સૂર્યપ્રભાશ્રી-તિલકપ્રભાશ્રીની જોડી, સૌના હિતકર બની રહ્યા, જ્ઞાન-વૈયાવચ્ચમાં પૂરા, હસતા-રમતા લાગે પ્યારા, - આજ વિરહો કેમ સહેવાય?... અમને છોડીને ક્યાં ગયાં? ૩ બુદ્ધિબળે સમુદાયનાં કાર્યો, આપ નિશ્રાએ થતાં હતાં, દેવીકમલ-આંબેલભુવન, વિહાર-ધામ કરાવતાં, નાજુક દેહે પ્રેરણા મોટી, ઉત્સાહ અનન્ય ધરાવતાં, સ્મૃતિ કાયમ રહી જાય રે, અમને છોડીને ક્યાં ગયાં ? //૪ll ત્રેસઠ વર્ષે સંયમજીવનમાં, વ્યાધિ સામે ઝઝૂમતા, જન્મભૂમિ સ્વર્ગભૂમિ બનાવી, પામ્યા અમર નામના, દર્શન દેજો સૌમ્યને, દર્શન દેજો કમલ પરિવારને અમને છોડીને ક્યાં ગયાં ? //પા - રચયિતા પૂ.સા. શ્રી સૌમ્યપ્રભાશ્રીજી મ.સા. (સૂર્યરેણુ) Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૮) } શ્રી ચતુર્વિધ જૈન સંઘમાં શ્રી “શુભવીર”ને નામે I આવકાર-વચન 7 સુપ્રસિદ્ધ એવા જૈન સાધુ-કવિ પંડિતવર્ય વીરવિજયજીએ - આ એમના જીવનકાળ (સંવત ૧૮૨૯ થી સંવત ૧૯૦૮) દરમિયાન વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. એમણે રાસાઓ, પૂજાઓ, વિવાહલો, વેલી, બારમાસ, ઢાળિયાં, ચૈત્યવંદનો, સ્તુતિઓ, સ્તવનો, સક્ઝાયો, ગહૂલી, હરિયાળી જેવી વિવિધ પદ્યસ્વરૂપોવાળી રચનાઓ કરી છે. જો કે આજ દિન સુધી તેઓ સૌથી વધુ ગવાતા રહ્યા છે, જિનાલયોમાં અવારનવાર ભણાવાતી પૂજાઓ દ્વારા. તેથી જૈન પૂજાઓના તેઓ એક પર્યાયરૂપ બની ગયા છે. પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ જ કવિએ કથારસથી સભર, સત્ત્વશીલ પ્રયોજનવાળી અને ઉમદા જીવનબોધ અર્પતી ત્રણ દીર્ઘ રાસકૃતિઓનું સર્જન કર્યું છે. ૧. સુરસુંદરી રાસ, ૨. ચંદ્રશેખર રાસ અને ૩. ધર્મિલકુમાર રાસ. પ્રસ્તુત ગ્રંથનાં સંપાદિકા પૂજ્ય સાધ્વીજી શ્રી જિતકલ્પાશ્રીજી મહારાજ અગાઉના વર્ષોમાં કવિની બે રાસકૃતિઓ - સુરસુંદરી રાસ અને ચંદ્રશેખરરાજા રાસના ભાવાનુવાદ સહિતનાં સંપાદનો આપી ચૂક્યાં છે અને હવે આ ત્રીજી રાસાકૃતિ ધમિલકુમાર રાસનું સંપાદન પણ એમના દ્વારા ઉપલબ્ધ થયું છે. ધમ્પિલકુમાર રાસ” એ ૬ ખંડ અને ૭૨ ઢાળમાં, વિભક્ત ૨૪૮૮ કડીની રચના છે. કવિની આ રચના સંવત ૧૮૯૬માં એમની પાકટ વયે થયેલી છે. આ રસનો ચરિત્રનાયક ધમ્મિલકુમાર લગ્ન થયા છતાં સાંસારિક સુખભોગમાં આસક્ત થવાને બદલે વિરક્તિભાવ અનુભવે છે. એથી ચિંતિત માતપિતા સામે ચાલીને પુત્રને સંસારાભિમુખ કરવા પ્રયાસ કરે છે. પરિણામે ધમિલ ઘૂત, મદ્યપાન અને વેશ્યાગમનનો વ્યસની બની જાય છે. પોતાની ગણિકાપુત્રી વસંતતિલકાની ધમ્મિલ પ્રત્યેની તીવ્ર આસક્તિથી નારાજ બનેલી માતા વસંતસેના ધમિલને અરણ્યમાં ફેંકાવી દે છે. પણ છેવટે એક મુનિ દ્વારા કહેવાયેલા વિવિધ કથાનકો દ્વારા ધમ્મિલ ધર્માભિમુખ બને છે. મુખ્ય કથાની સાથે અહીં ગૂંથી લેવાયેલી દષ્ટાંતકથાઓ – અવાંતર કથાઓમાં ભરપૂર રસવૈવિધ્ય મળે છે. આમ આખુંયે કથાનક રસપ્રદ બન્યું છે. પણ એમાંથી પ્રાપ્ત થતો બોધ વિરાગતાનો છે. પૂજયશ્રી જિતકલ્પાશ્રીજીએ પાંચેક વર્ષ અગાઉ “ચંદ્રશેખર રાસ'નું સંપાદન-અનુવાદનું કામ હાથ ધર્યું હતું, ત્યારે મારે એમના સંપર્કમાં આવવાનું બનેલું. “પં. વીરવિજય સ્વાધ્યાય ગ્રંથનું મેં કરેલું સંપાદન કદાચ એમાં નિમિત્ત બન્યું હશે. રાસના ભાવાનુવાદ અને ભાષાલેખન ઉપર નજર નાંખી જવા પૂરતો હું એમને સહાયક બન્યો હતો. વાસણા નવકાર સોસાયટીના Page #24 -------------------------------------------------------------------------- ________________ (૧૯) સંઘમાં પૂજય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી અને પૂજય આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજીની ચાતુર્માસ સ્થિરતા દરમ્યાન આ બન્ને આચાર્યવરોની પાવનનિશ્રામાં “ચંદ્રશેખર રાસ”નો વિમોચનવિધિ થયેલો. તે પ્રસંગે મેં મારા ટૂંકા વક્તવ્યમાં મારી શુભકામના સહિત એવું સૂચન કરેલું કે પૂજય સાધ્વીજી શ્રી જિતકલ્પાશ્રીજીએ કર્તાના ત્રણ પૈકીના બે રાસ જો લોકાર્પિત કર્યા જ છે, તો ત્રીજો “ધમ્પિલકુમાર રાસ” પણ શા માટે બાકી રાખે ? પછી તો કેટલોક સમય વહી ગયો. વચગાળે ક્યારેક મળવાનું પણ બન્યું નહોતું.. અને એક દિવસ એમનો પત્ર આવી પડ્યો. જેમાં જણાવેલ કે “ધમ્મિલકુમાર રાસ” પુસ્તક તપાસ કરતાં મળી ગયું છે અને તેના અનુવાદનું કામ હાથ ઉપર લીધું છે. પૂર્વે સહજ ભાવે કરેલું સૂચન લાંબા સમયે આકારિત થતું જોઈ આનંદ થયો. પં. કવિશ્રીની આ ત્રણેય રાસકૃતિઓને પ્રગટ કરવાનું લક્ષ્ય સિદ્ધ કરી શક્યાં છે, એની પાછળ પૂજ્યશ્રી જિતકલ્પાશ્રીજીનો તીવ્ર સાહિત્યરસ પણ એક મહત્ત્વનું બળ રહ્યું છે. - તેઓશ્રીએ તેમનાં પરમ ઉપકારી ગુરુવર્યોની સ્મૃતિમાં, અંશતઃ ઋણ અદા કરવાની ભાવનાએ આ ભગીરથ પ્રયત્ન કર્યો છે. તેઓશ્રીએ આ કામમાં અન્ય સાધ્વીજી મહારાજોનો સહયોગ લીધો છે અને સૌના સહકારથી, સહિયારા શ્રમથી આ પ્રકાશનકાર્ય થઈ શક્યું છે. આમાં એમના પૂજ્ય ગુરુણીજીના આશીર્વાદ, પૂજય આચાર્યવરોની અસીમ કૃપા તથા ઘણાનું માર્ગદર્શન પણ પ્રેરક નીવડ્યાં છે. આપ સૌ ગુરુભગવંતો-સાધ્વીજી ભગવંતોને શત શત વંદના. . ૭, કૃષ્ણ પાર્ક, ખાનપુર, - અમદાવાદ-૧ ડૉ. કાન્તિભાઈ બી. શાહ Page #25 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રન્થના મુખ્ય સૌજન્યદાતા પ.પૂ. શાસનસમ્રા આ.ભ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પ.પૂ.આ.ભ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના પરમ વિનેયી પૂ. ગણિવર્ય શ્રી પ્રશમચંદ્રવિજય મ.સા.ના ઉપદેશથી પ્રેરણાથી) શ્રી શ્વે. મૂ.પૂ. જૈન સંઘ શેઠ શ્રી ડોસાભાઈ અભેચંદ જૈન પેઢી ભાવનગર (સૌરાષ્ટ્ર) શ્રી મહાવીર સ્પે.મૂ.પૂ. જૈન સંઘ) | શ્રી જે.મૂ. જૈન સંઘ કેશવલાલ મૂલચંદ જૈન ઉપાશ્રય શ્રી લુહારની પોળ - જ્ઞાન ટ્રસ્ટ ઓપેરા સોસાયટી, પાલડી, | |મદનગોપાળની હવેલી, માણેકચોક, અમદાવાદ-૩૮૦૦૦૦. અમદાવાદ-૩૮૦૦૦૧. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જેન પેઢી રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જેન પેઢી દોલતનગર, બોરીવલી, મુંબઈ-૬૬ શ્રી અઠવાલાઈન્સ લાલ બંગલા જેન જે.મૂ. સંઘ - સુરત Page #26 -------------------------------------------------------------------------- ________________ ફોટાના સૌજન્ય દાતા, (૧) શ્રી ચંદ્રપ્રભસ્વામી પરમાત્મા તથા શ્રી જ્વાલામાલિની દેવી સૌજન્ય: શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન પેઢી, ઈસનપુર, અમદાવાદ. (૨) શ્રી પંડિતવર્ય શ્રી વીરવિજયજી ગણિવર્ય મ.સા. સૌજન્ય: શ્રી .મૂ. જૈન સંઘ, લાલાભાઈની પોળ, માંડવીની પોળમાં, અમદાવાદ-૧. (૩) શાસનસમ્રા પૂ.આ.ભ. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ સૌજન્યઃ ચેતન શાન્તિભાઈ શાહ, જેસરવાળા (હાલ રાંદેર રોડ, સુરત-૯) (૪) કલિકુંડ તીર્થોદ્ધારક પૂ.આ.ભ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. સૌજન્ય: પાટડી શ્રાવક મહાજન પૂ. વિરાગરસાશ્રીજી, વૈર્યરસાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી (૫) પૂ. બાલમુનિ શ્રી આગમશેખરવિજયજી મ.સા. - સૌજન્યઃ શારદાબેન મોતીલાલ શાહ પરિવાર નડિયાદવાળા () પ્રતિભાસંપન્ન પ.પૂ. શ્રી કમળપ્રભાશ્રીજી મ.સા. સૌજન્યઃ શાહ ચંચળબેન મુળચંદભાઈ પરિવાર, નડિયાદવાળા હસ્તે શાહ ચંદ્રાબેન રસિકભાઈ મુળચંદભાઈ પરમવિદુષી પ.પૂ. શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા. સૌજન્ય : પૂ. મહોદયશ્રીજી મ.સા. તથા પૂ. વિનયપ્રભાશ્રીજી મ.સા. કચ્છવાળા - તેઓશ્રીના ભક્તવર્ગ તરફથી તેજવીરના પૂ. શ્રી તિલકપ્રભાશ્રીજી મ.સા. સૌજન્યઃ શ્રી પરમાનંદ જે.મૂ. જૈન સંઘ, વીતરાગ સોસાયટી, પાલડી, અમદાવાદ, (૯) નીડરવક્તા પરમ પૂજ્ય શ્રી વિઘુપ્રભાશ્રીજી મ.સા. (કચ્છવાળા) સૌજન્યઃ તેજબાઈ તેજપાળ મોતા, તેરાતીર્થ, કચ્છ. (૧૦) સમયજ્ઞ પ.પૂ. શ્રી પ્રજ્ઞશીલાશ્રીજી મ.સા. સૌજન્ય: શ્રી જે. મૂ.પૂ. જૈન સંઘ, નવરંગપુરા, અમદાવાદ. Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨૨) આ ગ્રન્થના આધારસ્તંભો ૧. શ્રી દેવીકમલ સ્વાધ્યાય મંદિર, ઓપેરા સો. સામે, પાલડી, અમદાવાદ-૭, ૨. શ્રી અજિતનાથ અને આદિનાથ જૈન દેરાસર પેઢી, દેવચકલા, નડિયાદ-૧. ૩. શ્રી સુમતિનગર જે.મૂ.પૂ. જૈન સંઘ, મૃદંગ એપાર્ટ, વાસણા, અમદાવાદ-૭. ૪. શ્રી જે.મૂ.પૂ. જૈન સંઘ, અભિનંદનસ્વામિ જૈન દેરાસર, સાયન, મુંબઈ. ૫. શ્રી ધર્મવિહાર, શ્રી શંખેશ્વર પાર્શ્વ. જૈન મું.પૂ. સંઘ, પાલડી, અમદાવાદ-૭. ૬. શ્રી ધર્મભક્તિ જૈન સંઘ, પાલડી, અમદાવાદ-૭. ૭. શ્રી નવરંગપુરા જે.મુ.પૂ. જૈન સંઘ, નવરંગપુરા, અમદાવાદ. ૮. શ્રી શેઠ રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, નાગજી ભુધરની પોળ, અમદાવાદ. ૯. શ્રી જીરાવલા પાર્શ્વનાથજી જૈન દેરાસર ટ્રસ્ટ, ૧૦. શ્રી દરિયામહલ - ચોપાટી કાંઠાની આરાધક બેનો, ચોપાટીકાંઠા, વડાચૌટા, સુરત. ૧૧. શ્રી ઓપેરા સોસાયટી-આંબેલશાળામાં આરાધના કરતી આરાધક બેનો, પાલડી, અમદાવાદ, ૧૨. શ્રી વર્ધમાન જૈન શ્વે.મૂ. સંઘ - ઉસ્માનપુરા, અમદાવાદ. ૧૩. શ્રી ભદ્રાવન પ્રતિક્રમણ કરનાર બેનો, ભદ્રાવન એપાર્ટ., પાલડી, અમદાવાદ. ૧૪. હીરાલાલ જગજીવનદાસ લાખાણી, મુંબઈ. , પૂ. મોક્ષરત્નાશ્રીજી મ.સા.ની ૯૭મી (વર્ધતપ) ઓળીની આરાધનાર્થે. ૧૫. પૂ. ભવ્યપદ્માશ્રીજી મ.સા.ના ૨૫ વર્ષ દયાપર્યાય નિમિત્તે – સહસ્થ તરફથી પૂ. હર્ષપદ્માશ્રીજી મ.સા.ની પ્રેરણાથી ૧૬. પૂ. પદ્મલત્તાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી દરવાજાનો ખાંચો, શાહપુર - બેનોના ઉપાશ્રય તરફથી ૧૭. ભરૂડીયા વીસા ઓસવાળ જૈન શ્વે. મૂર્તિ. સંઘ - મુ. ભરૂડીયા (કચ્છ) પૂ.સા. શ્રી જયશીલાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી ૧૮. શાહ અલકાબેન, સ્પ્રીંગવેલી, પરિમલ ગાર્ડન પાસે, અમદાવાદ. ૧૯. શાહ જ્યોત્નાબેન હસમુખભાઈ, ચૈતન્ય સોસા., નવરંગપુરા, અમદાવાદ. ૨૦. સરકારી ઉપાશ્રય - બેનો તરફથી. પૂ. જયયશાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી. ૨૧. પદ્માબેન ચમનભાઈ વોરા, સોના-કાશી એપાર્ટમેન્ટ, પાલડી, અમદાવાદ. ૨૨. વિમળાબેન રતીભાઈ તનમન, હસ્તે વર્ષાબેન રમેશભાઈ તનમન, પાલડી, અમદાવાદ.. ૨૩. કુસુમબેન હસ્વીનભાઈ શાહ, હસ્તે કુ. અમી, ફલોરા રેસીડન્સી, પાલડી, અમદાવાદ. Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૩) ૨૪. અ.સૌ. પલ્લવી નીરજ શાહ, ઈ-૪, કેશવબાગ એપાર્ટ., શ્રેયસ ટેકરા, આંબાવાડી, અમદાવાદ. ૨૫. વિદ્યાબેન રતીલાલ શાહ, હસ્તે ઈલાબેન જશવંતભાઈ શાહ, લાવણ્ય સોસા., અમદાવાદ. ૨૬. કાન્તાબેન પ્રેમચંદભાઈ, હસ્તે ઈલાબેન જશવંતભાઈ શાહ, લાવણ્ય સોસા., અમદાવાદ. ૨૭. ખુશ નીરવ શાહ, હસ્તે ઈલાબેન જશવંતભાઈ શાહ, લાવણ્ય સોસા., અમદાવાદ. ૨૮. અ.સૌ. સુનીતાબેન અરૂણભાઈ શાહ, આરોહી એપાર્ટ., પાલડી, અમદાવાદ. ર૯. કેસરબેનના સ્મરણાર્થે, હસ્તે વિમળાબેન જયંતિભાઈ શાહ, લાલાભાઈની પોળ, અમદાવાદ. ૩૦. અ.સૌ. મીનાક્ષીબેન રાજેશભાઈ શાહ, નાગજી ભુધરની પોળ, અમદાવાદ. ૩૧. અંજનાબેન મુકેશભાઈ શાહ, પાલડી, અમદાવાદ. ૩૨. શારદાબેન મોતીલાલ મુળચંદભાઈ શાહ પરિવાર, નડિયાદ. ૩૩. ચંદ્રાબેન રસિકભાઈ મુળચંદભાઈ શાહ, નડિયાદ. ૩૪. ચેતન શાન્તીલાલ શાહ, રાંદેર રોડ, સુરત. ૩૫. શાહ બળવંતરાય જેઠાભાઈ, ભાવનગર. ૩૬. અ.સૌ. કાન્તબેન બળવંતરાય શાહ, ભાવનગર. ૩૭. અ.સૌ. કુસુમબેન હસમુખભાઈ શાહ, અમદાવાદ. ૩૮. અ.સૌ. વર્ષાબેન હેમંતકુમાર શાહ, બોરસદવાળા, અમદાવાદ. ૪ છાપરીયા શેરી જૈન સંઘ - મોટા ઉપાશ્રય, સુરત. ૧ ઉપરોક્ત સંઘ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે. આભાર Page #29 -------------------------------------------------------------------------- ________________ नागारमा बजमुत्तमुधिदितनयोजोम तवनमसफलाथाया थंगशालमुशनमतिबा ।। PARNकलतप्रध्यार HATHIमकायनासकारात प्रगतसातमाया पणनरदपिकालसा सितार्तनविजायारे'म तिवस्वनाबाजिमानार्वतरायो कंकिकारने नदेवांगी। जाणेनगर्तधरायोर मयमितधाममा संगायोशालसतायो विस्तारस्पैक्टशारदापुरापनी पंथा शितललायोरेमा शान्तिातपंगवकाननकल्पतरुयम विजयदेवसरिरायाजी नामदशो!! दिशजेहनुदाई ऐनिमावेशदायाती जयसिंहपुरीतसपटवर जागतिगरोगजासिलोजी ताससिसी रिपदवीलायक जसतिदेहाती र संघवनाविधदेशविदेशी मलियांतिहासकैतनी विविधमा होलवकरतादेवी निजरियदनेहतजी प्राइसिथिलयबअदेयी वितरागवासीनी मृरिवरजागे विनादिरा मननीवातप्रकासनी २.सरिपदवीनविलेतीस्वामी करस्तुकिरियानधारजी कदेव परिश्राादिमशिर जुमवासणगारमा मदिसर्गसधायासरिवर सघनदातगादीजी]] सत्यविजययस्यसनिन्द्रोणा निगमावरतावीजी संपनीसात्तिणनिजहाथै विजयश्तवरिया यापीजी गनिष्ठावगविहारी शगतागायागाजी शीतपेशलहिजगवंद चैत्यजालिहाजी ll सिरियावकरदेसनमुघनता वाधवाजसत्तसपहीजी मुनिसंगीदिनिश्वेदी बीजोसंवेगपाधी। मिदलमे हलकरेस्पसजानतटपरिवरस्पी जितगुरुगीतगानभुत्पशाला मंगलिकमालावरपैनी । सनतरस्पेहरस्पेसविपातकुलातकण्वश्रनुसरस्सेजी मुखतरशिवसंदीवरमानाविमलाकवेयरस्प! जी एइतिश्रीमतपागछियसंविनमज्ञपतिश्रीशनिसनीयतविनायगणिशियनुनिणयमि|| तीवीरविजयामिलिविरचितमामिानुपरिवेशाशश्वयष्टारकास्मात्तत्समाप्तीवधाला मिनरामायमपियरिशर्स। सूर्वरात५२ कलश सर्शयश्लोकसंख्याक्ष्यप संवतरणनाफागुनमा सितमपतिथिदशिदिनेमसोमदनगमतविजयेनलिपिस्तस्पातसवपरोयगारायnjl - - શ્રી જૈન જ્ઞાન ભંડાર - સંવેગીનો ઉપાશ્રય, હાજા પટેલની પોળ, અમદાવાદ. Page #30 -------------------------------------------------------------------------- ________________ -: પંડિત શ્રી વીરવિજયજી વિરચિત : : ધમ્મિલકુમાર રાસ : II દ્વૈતવિલંબિત વૃત્તમ્ | સકલશાસ્રમહોદધિપારગં, સમરસૈક્સધારસસાગર સુખકરું શુભવૈજયનામક, મનસિ મંત્રમિમં પ્રજપામ્યહમ્ । કમલભૂતનયામભિનમ્યતાં, કવિજનેષ્ટમનોરથદાયિની રસિક પ્રાકૃતબંધ કથામિમાં, વિરચયામિ વ્રતોદયહેતવે II -: દોહા : શ્રી શંખેશ્વર પાસજી, જે જગમાં વિખ્યાત, સમરી અમરી પરવરી, સુરી પદ્માવતી માત. ॥૧॥ વિજયવતી વિજયાભિધા, માતથી અધિક સનેહ, નિત્ય રહે હૃદયાંતરે, વીર્યભૂત મુજ દેહ. ॥૨॥ નામ પકારાદિક સુણી, પૂરણ પ્રગટે પ્રીત, મુજ પદ્માવતી નામની, શંકાશંકિત ચિત્ત. ॥૩॥ તેહ તણા સુપસાયથી, રચના રચશું સાર, વસુદેવ હિંડે કહ્યો, સુંદર જે અધિકાર. ॥૪॥ વીરજિણંદ સમોસરણ્યા, ગુણશીલચૈત્ય મઝાર, બારે પરખદા આગલે, ભાખે વ્રત આચાર. ॥૫॥ સમકિતવંતને મુક્તિનો, મારગ દોય પ્રકાર, દેશવિરતિ શ્રાવક તણો, સર્વવિરતિ અણગાર. ॥૬॥ ચરણ૨થે ધોરી બેહુ, દોરી બહુશ્રુત હાથ, જ્ઞાની નર જો આણુઓ, તો સવિ સુખિયો સાથે. ા મારગ ગમન સાધન વિધિ, સદ્ગુરુ વચન પ્રમાણ, ઉત્સર્ગ ને અપવાદથી, બિહું ભેદે પચ્ચક્ખાણ. ॥૮॥ આનિરાશી ભાવથી, તપ કીધું ફલવંત, સ્યાદ્ાદ સિદ્ધાન્તમાં, સાચે નહિ એકાંત. ॥લા આશોભાવે તપ કર્યું, આંબેલનું ખટ્યાસ, આ ભવમાં ધમ્મિલકુંવર, પામ્યો ઋદ્ધિ વિલાસ. ૧૦ના પ્રેમે પૂછે પરખદા, કુણ ધમ્મિલકુમાર, જગતગુરુ કરુણાનિધિ, ઉપદેશે અધિકાર. ॥૧૧॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ II શ્રી શત્રુંજય તીર્થાય નમઃ II ॥ નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે ॥ ॥ નમો નમઃ શ્રી શાન્તિચંદ્રસૂરયે ॥ -: પંડિત શ્રી વીરવિજયજી વિરચિત : : ધમ્મિલકુમાર રાસ : (અનુવાદ) અથ પ્રથમ ખંડ પ્રારંભ મંગલાચરણ : ભાવાર્થ :- સમસ્ત શાસ્રરૂપી, સમુદ્રના પાર પામેલ, સમતારસના એક અમૃતસાગર જેવા, સુખને કરનારા એવા “શ્રી શુભવિજય” નામના (ગુરુ) મંત્રનો હું મનમાં જાપ કરું છું. ॥૧॥ કવિજનના ઇષ્ટ મનો૨થને પૂર્ણ ક૨ના૨ી એવી સરસ્વતી (કમલભૂ બ્રહ્મા તનયા પુત્રી, બ્રહ્માની પુત્રી સરસ્વતી) માતાને વિશેષ નમન કરીને સુંદર પ્રાકૃત ભાષામાં રચાયેલ આ કથાની રચના વ્રત (પચ્ચકખાણ)નો ઉત્સાહ વધે તે હેતુથી હું કરું છું. ॥૨॥ દેવ-ગુરુની સ્તવના : જગતમાં જે પ્રસિદ્ધ છે એવા શ્રી શંખેશ્વર પાસજીનું અને દેવીઓથી પરિવરેલ માતા પદ્માવતી દેવીનું હું સ્મરણ કરું છું. ॥૩॥ વિજય પામેલી વિજયા નામની દેવી કે જૈની ઉપર મને માતાથી પણ અધિક સ્નેહ છે. હંમેશાં તે મારા હૃદયાંતરમાં રહેલી છે અને તેના પ્રભાવથી મારું શરીર આવા કાર્યમાં શક્તિમાન થયેલ છે. II૪॥ ‘પ’ કારથી (એટલે પ્ થી શરૂ થતા નામના અક્ષરથી) શરૂ થતા નામને સાંભળતાં જ પૂર્ણ પ્રીત પ્રગટે છે. તેથી પદ્માવતી એવા નામમાં મારું ચિત્ત શંકા રહિત છે (કેમ કે પદ્માવતી એ નામ ‘પ્’ અક્ષરથી શરૂ થાય છે તેથી આ ગ્રંથ પૂર્ણ થશે તેવી શ્રદ્ધા છે.) અને તેની કૃપાદૃષ્ટિથી વસુદેવહિંડી ગ્રંથમાં જે સુંદર અધિકાર કહ્યો છે તેના આધારે સુંદર રચના રચીશ. IIII એકવાર શ્રી વીર પરમાત્મા ‘ગુણશીલ’ નામના ચૈત્યમાં સમોસર્યા છે, અને બારે પર્ષદા આગળ વ્રત – આચારનો ઉપદેશ આપતાં કહે છે. IIIા સમ્યક્ત્વવાળા જીવને મોક્ષના બે માર્ગ છે. શ્રાવકનો માર્ગ તે દેશવિરતિ કહેવાય અને સાધુનો માર્ગ તે સર્વવિરતિ કહેવાય. ॥૮॥ ચારિત્રરૂપી રથને ખેંચવામાં બંને માર્ગ વૃષભ સમાન (મુખ્ય) છે અને તેની દોરી (સંચાલન) બહુશ્રુતના હાથમાં છે. જો જ્ઞાની પુરુષ આગળ હોય તો સાથે રહેલો સર્વ સાર્થ સુખ પામે છે જ. IIલો મોક્ષમાર્ગમાં ગમન કરવા માટેની સાધનાની વિધિમાં સદ્ગુરુનું વચન પ્રમાણ છે. (એટલે સદ્ગુરુ બતાવે તે સાધના ફલવાન બને છે) અને તે પચ્ચકખાણ ઉત્સર્ગ અને અપવાદ બંને રૂપે હોય છે. ।।૧૦।। આશંસા રહિત તપ કર્યું હોય, તે ફળ આપનારું થાય છે. પણ સ્યાદ્વાદ સિદ્ધાન્તમાં આ વાત એકાંતે સત્ય નથી. કારણ કે ||૧૧|| Page #32 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧: ઢાળ - ૧ આશંસા સહિત આંબેલનો છ મહિના સુધી તપ કરનાર ધમ્પિલકુમાર આ ભવમાં ઋદ્ધિનો વિલાસ • પામ્યો અર્થાત્ અપાર ઋદ્ધિ મેળવી. /૧૨ા ત્યારે પર્ષદામાં બેઠેલ જિજ્ઞાસુઓ પ્રેમથી પૂછે છે. તે પરમાત્મા ! એ ધમિલકુમાર કોણ હતો ? ત્યારે જગતગુર કરુણાનિધિ વીરપ્રભુ એ અધિકાર જણાવે છે. ૧all. -: ઢાળ પહેલી : (રાગ :- દેશી-રસિયાની) સયલ દ્વીપસાગર સેવિત સદા, સમવૃત સોવન થાલ સલૂણા જંબુદ્વીપ મનોહર દ્વીપમાં, મોહોટો મેરૂ વિચાલ //સલૂણાll જિનવચનામૃત પ્રેમે પીજીએ એ આંકણી/૧ ચાલીશ જોજન ઉપર ચૂલિકા, મહિપતિ મુકુટ વિધ્યાજ સ. ધરી પૈર્ય ઉભો રહી જોવતો, ચારે બાંધવનું રાજય સ.ll નૈષધ રોષ વશે રાતો રહે, મદભર છાક્યો નીલવંત સ. મેરૂ મહિધરની મરજાદથી, પિતરી પણ ના જાઝત //સ૩ ચાર દિશિ વિદિશિ મેરૂ થકી, સુરનરવસતિ વિખ્યાત સ. સાતે ક્ષેત્ર યથા સાધન તણા, તેમ વસતીનાં રે સાત સ.૪ દક્ષણ દિશિ જલધિ તટ લવણને, ધનુષ ચઢિત આકાર સ. પેટભરતમાં તીરથ ધરમનાં, વિચરતા અણગાર સ.//૫ પૂરવદેશ મનોહર તેહમાં, નામે નયર કુશાતે સ. હરી નગરી હલકી ઉંચી રહી, વલિય વિશેષે રે વાત llસ./૬ વાપી વપ્ર વિહાર વર્ણ ઘણા, વાઘેશ્વરીના પ્રાસાદ સ વાચંયમ વનિતા વનવાટિકા, વિદ્યા વિબુધના વાદ સિટll૭ વાદી વિપ્ર વણિક વેશ્યા વસે, વારણ વાજી ને વીર સ. વારી વૈદ્ય વિવેકી વિનયી છે, વાહિની વહેતાં રે નીર //સ./૮ વેસર વસ વિત્ત ને વલ્લિકા, સજજન સુખિયા રે ખાસ સ. રાજા જિતશત્રુ તે નયરનો, ધારિણી રાણી રે તાસ /સ.ll૯ નામે સુરેન્દ્રદત્ત શ્રેષ્ઠી વસે, તે નગરે ધનવંત સ. નારી સુભદ્રા સતી ય શિરોમણિ, પ્રીતમ પ્રીતિ અત્યંત સ./૧૦ સુખીયા દેવદુગંતુકની પેરે, પાલતા ઘરવાસ સ. પણ એક સુત વિણ ઘર શોભે નહિ, જો બહુ સજજનવાસ સ./૧૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ રડતાં વઢતાં પડતાં રજભર્યાં, માયને ખોલે રે બાલ સ. હૃદય મુખે કંઠે વળગ્યાં રહે, જનક જુએ ઉજમાલ //સ./૧૨ ભોજનવેલા ભેળા રસવતી, જમતાં રમતાં તે જાય સે. ઓચ્છવ નાતિજમણ જન શિંસતાં, પુણ્ય પનોતી રે માય /સ./૧૩ એમ ચિંતવતાં દોય દંપતી, કુલદેવીને પુછાય સ. દેવી કહે જિનધર્મ પસાયથી, પુત્રાદિક સુખ થાય //સ.૧૪ સદ્ગુરુ સંગે ધર્મને સેવતાં, જનમ્યો નંદન એક સ. વિદ્યાવંત પુરુષને હૃદયમાં, જિમ વર પ્રગટે રે વિવેક સ./૧૫ ધમિલ નામ ઠવ્યું ઓચ્છવ કરી, ભોજન સાજન સાર સ. જેમ ગિરિકંદરમાં સુખભર વધે, નિર્ભય કેશરી બાલ સ./૧૬ પંચ ધાવશું ધમિલકુમાર તે, તેમ વૃદ્ધિવંતો રે નિત્ય સ. માતા મુખ જોતી હુલરાવતી, ગાવતી મંગલ ગીત llસ.ll૧૭ આઠ વરસનો કુંવર હુઓ યદા, જનકે મુક્યો નિશાલ સ. પુરુષકળા બહોંતેર નિપુણ ભણ્યો, સુંદર રૂપ રસાલ સ./૧૮ વિદ્યામંત્ર વિજ્ઞાન કુશલ હુઓ, સદ્ગુરુ વિનયે ઉપદેશ સ. માતપિતા ભૂપતિ મન રંજતો, પામ્યો યૌવન વેષ સ.ll૧૯ નવતત્ત્વાદિક ભાવ સકલ ભયો, જૈન મુનિની રે પાસ સ. ભાવવિશુદ્ધ જિનપૂજા કરે, શ્રદ્ધા સંયુત વાસ. સ.૨૦ રાસ ભલો શ્રી ધમ્પિલકુમરનો, તેની પહેલી રે ઢાલ સ. શ્રી શુભવીર રસિક શ્રોતાજનો, સુણજો થઈ ઉજમાલ સારવ જંબુદ્વીપની શોભા : ભાવાર્થઃ હે સલૂણા ! તમે પ્રેમથી જિનવચનામૃતનું પાન કરો. રાજાના મસ્તકે મુગટ શોભે તેમ મેરૂ ઉપર ચાલીશ યોજનની ચૂલિકા શોભે છે. તે મેરૂ પૈર્ય ધરીને ઊભો છે. તે જાણે ચારે ભાઈઓના (હિમવંત, મહા હિમવંત, રૂકખી, શિખરી... પર્વતરૂપી ચાર ભાઈનાં) રાજયને જોતો ન હોય તેવો મેરૂપર્વત શોભે છે. સર્વદ્વીપ સાગરથી હંમેશાં સેવાયેલ, સુવર્ણના થાલ જેવો ગોળાકાર જંબુદ્વીપ નામના મનોહર દ્વિીપમાં વચમાં મોટો મેરૂપર્વત આવેલો છે. જેના કારણે બેની આગળ નિષધ પર્વત લાલ રંગનો છે. તે જાણે ક્રોધથી ધમધમતો ન હોય. અને બીજા બેની આગળ નીલવંત પર્વત લીલા રંગનો, જાણે મદિરા પીવાથી છકી જઈને નીલ વર્ણ ધારણ કર્યો હોય તેમ ઊભા છે. પરંતુ મેરૂપર્વતની મર્યાદા વચ્ચે આવવાથી તે પિતરાઈ ભાઈઓ હોવા છતાં યુદ્ધ કરતા નથી. (અર્થાત્ મેરૂની એક બાજુ હિમવંત મહાહિમવંત Page #34 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૧ પર્વત છે અને બીજી બાજુ રૂકખી શિખરી પર્વત છે. સાથે નિષધ અને નીલવંત પર્વત = કુલ ૬ વર્ષધર પર્વતો છે.) IIII મેરૂની ચારે દિશા તથા વિદિશામાં દેવ અને મનુષ્યની વસતી પ્રખ્યાત છે. જેમ ધનનો વ્યય કરવા સાતક્ષેત્ર છે. (જિનમંદિર, જિનમૂર્તિ, જિનઆગમ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) તેમ રહેઠાણ માટે સાતક્ષેત્ર છે. (ભરત ક્ષેત્ર, હિમવંત ક્ષેત્ર, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક્, હિરણ્યવંત, ઐરાવત = સાતક્ષેત્ર) ॥૪॥ ૫ દક્ષિણ દિશાના લવણ સમુદ્રના કિનારા ઉપર જાણે ધનુષ્ય ચઢાવ્યું ન હોય ! તેવા આકારવાળું ભરતક્ષેત્ર છે. તેની અંદર ધર્મતીર્થ (જંગમ તીર્થ) સરખા (અણગાર) સાધુઓ વિચરી રહ્યા છે. તે મનોહર ભરતક્ષેત્રના પૂર્વ દેશમાં કુશાર્ત નામનું નગર છે. પણ (તેને જોઈને) ઇન્દ્રની નગરી પોતાની જાતને હલકી માનીને ઊંચી રહી. વળી તે નગરમાં વિશેષ જે વાત છે તે કહીએ છીએ. વાવડી (કિલ્લા), વપ્રવિહાર (આશ્રયસ્થાનો), ઘણા વર્ણ (જાતિ)ના લોકો, વાઘેશ્વરીના (સરસ્વતી) પ્રાસાદો, વાચેંયમ (પંડિત), વનિતા (સ્ત્રીઓ), વનવાટિકા (બગીચા), વિદ્યા વિબુધ નાં વાદ કરનારાં ના વાદી, વિપ્ર (બ્રાહ્મણ) વણિક, વેશ્યા, વારણ (હાથી) વાજી (ઘોડા) અને વીરપુરુષો, વારિ (પાણી), વૈદ્ય, વિવેકી જનો, વિનયવાળાં લોકો ત્યાં વસે છે. વળી વાહિની(નદીઓ)ઓમાં ખળખળ નીર વહી રહ્યાં છે. વેસર (ઊંટ), વજ્ર, વિત્ત (પૈસો) અને વલ્લિકા (વેલડી) ‘વ’ થી શરૂ થતી આવી ઘણી વસ્તુઓ તે નગરમાં ઘણી શોભારૂપ હતી. અને ત્યાં ઘણા સુખી સજ્જન લોકો હતા. તે નગરમાં (કુશાર્ત નગરી) જિતશત્રુ નામનો રાજા હતો. તે રાજાને ધારણી નામે રાણી હતી. તે નગરમાં ધનિક એવો સુરેન્દ્રદત્ત શ્રેષ્ઠી રહેતો હતો. સતીઓમાં શિરોમણિ અને પ્રિયતમ ઉ૫૨ અત્યંત પ્રીતિ રાખનારી એવી આ શ્રેષ્ઠીને સુભદ્રા નામે સ્ત્રી હતી. ।।૧૦। દોગુંદક દેવની જેમ તેઓ સુખપૂર્વક ગૃહવાસ પાળતાં હતાં. તેના ઘ૨માં ઘણા સજ્જન (સારા) નોકરો વગેરે હોવા છતાં પણ એક પુત્ર વિના ઘ૨ શોભા વિઠૂર્ણ હતું. ॥૧૧॥ રડતાં, ઝઘડતાં, પડતાં આખડતાં, ધૂળથી મેલાં થયેલા બાળકો આવીને, માના ખોળામાં પડતાં હોય તેવાં મેલાં બાળકને પણ મા હૈડે, મોઢે, કંઠે પ્રેમથી વળગાડતી હોય અને પિતા આ દશ્ય આનંદથી જોતા હોય. તેવી સ્ત્રીઓ આ જગતમાં ધન્યવાદને પાત્ર છે. ।।૧૨।। વળી ભોજન વખતે ભેળાં થઈને, રસોઈ જમતાં જમતાં, પાછા રમવા જતાં રહેતાં હોય છે. ઓચ્છવ - ન્યાતિજમણ વગેરે સમયે લોકો પ્રશંસા કરતાં હોય કે આનું બાળક કેવું છે ? વગેરે વગેરે બોલીને, લોકો પ્રશંસા કરતાં હોય. ખરેખર ! આવી પુણ્યશાળી માતાને ધન્ય છે. (હું અધન્ય છું કે મને હજુ પુત્રરત્નની પ્રાપ્તિ નથી થઈ.) ।૧૩।। આવો વિચાર કરતાં દુ:ખી થયેલા એવા દંપતીએ પોતાની કુળદેવીને પૂછ્યું કે “અમને પુત્રની પ્રાપ્તિ કઈ રીતે થશે ? ત્યારે દેવીએ કહ્યું કે જૈનધર્મની આરાધનાથી અને તેના પસાયે પુત્રાદિક સુખ થાય છે. ધર્મિલકુમારનો જન્મ ઃ કુળદેવતાનાં વચનાનુસાર સદ્ગુરુની સંગે, ધર્મનું સેવન કરતાં, તેણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. જેમ વિદ્યાવંત પુરુષ હૃદયમાં સુંદર વિવેકને જન્મ આપે તેમ. II૧૫|| તે પુત્રજન્મ નિમિત્તે ઓચ્છવ કરી, સાજનને સુંદર ભોજન જમાડી પુત્રનું “મ્મિલ” એ પ્રમાણે Page #35 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ નામ સ્થાપન કર્યું. પર્વતની ગુફામાં જેમ સિંહબાળ નિર્ભય રીતે સુખભર મોટું થાય, તેમ તે બાળ મોટો થવા લાગ્યો. ૧૬lી માતા મંગળગીત ગાતી, હાલરીયાં ગાતી, તેનું મુખ જોતી-જોતી હરખાતી ને હુલરાવતી હતી. આ રીતે તે ધમિલકુમાર પાંચ ધાવમાતાથી હંમેશાં વૃદ્ધિ પામતો હતો. ૧ણી. હવે તે કુંવર જ્યારે આઠ વર્ષનો થયો ત્યારે પિતાએ તેને નિશાળે ભણવા મૂક્યો. સુંદર રૂપથી શોભતો તે કુંવર, પુરુષની ૭૨ (બોતેર) કળામાં નિપુણ થયો. ૧૮ સદ્દગુરુના વિનય અને ઉપદેશથી વિદ્યામંત્રના વિધાનમાં કુશળ થયો. માતાપિતા અને રાજાના મનને આનંદિત કરતો તે બાળક યૌવનવયને પામ્યો. ૧૯ી જૈન મુનિની પાસે નવતત્ત્વ વગેરેના સકલ ભાવાર્થને ભણ્યો.અને શ્રદ્ધાથી યુક્ત મનવાળો તે ભાવવિશુદ્ધિથી જિનપૂજા કરવા લાગ્યો. રવા સુંદર એવા ધમ્પિલકુમારના રાસની પહેલી ઢાળ પૂર્ણ થઈ. શ્રી શુભવીરવિજય કહે છે કે – “હે શ્રોતાજનો ! હવે આગળની વાત શુદ્ધ ચિત્તે સાંભળજો....ll ૨૧ી. પ્રથમ ખંડની પહેલી ઢાળ સમાપ્ત -: દોહા :લક્ષ્મી ગજાંત ઘરે વસે, ધનવસુ નામે એક, તેણે નગરે વ્યવહારીયો, ધર્મ ટેક અતિરેક વા. ધનદત્તા તસ,વલ્લભા, પુત્રી પાવન અંગ, નામે યશોમતી ગુણવતી, સુમતી સહેલી પ્રસંગ મેરી લાવણીમ રૂપ અલંકરી, ચોસઠકલા નિધાન, તેહિ જ ગુરુ પાસે ભણે, તત્ત્વજ્ઞાન વિજ્ઞાન 3 - ' ધમ્મિલકુમરને દેખીને, સા પામી વ્યામોહ, ભણવું ગણવું નવિ રૂચે, વેધકને વિચ્છોહ જા એક દીપકથી ગેહજો, સર્વ પ્રગટ નિધિ હોય, , નેહ છુપાયો નહિ પે, જિહાં દગદીપક હોય .પા. વાત લહી સખીયો કહે, શેઠની આગળ એમ, ધમિલરંગી તુમ સુતા, બીજો વરવા નેમ llll. શ્રેષ્ઠી કન્યા ચશોમતીનો જન્મ : ભાવાર્થ - અઢળક લક્ષ્મી જેના ઘરે વસે છે, તેવો તથા ધર્મની અંદર દઢ શ્રદ્ધાવાળો, તે નગરમાં ધનવસુ નામે મોટો વેપારી વસે છે. છેલા તે વેપારીશેઠને ધનદત્તા નામે પત્ની છે અને તેને પવિત્ર અંગવાળી, સારા ગુણવાળી, સુંદર બુદ્ધિરૂપી સખી જેની સાથે રહે છે એવી યશોમતી નામે પુત્રી છે. //રા રૂપ લાવણ્યથી શોભતી ચોસઠકળાના ભંડાર જેવી તે કુંવરી, જ્યાં ધમ્મિલકુમાર ભણે છે. તે જ પંડિત પાસે અભ્યાસ કરતી તત્ત્વજ્ઞાનને ભણે છે. all બંને સાથે ભણતાં વય પામેલી તે યશોમતી, ધમ્મિલકુમારના સંપર્કમાં આવતાં વ્યાકુળ થવા Page #36 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૨ લાગી. કામદેવના વિક્ષેપથી તેણીને હવે ભણવું-ગણવું રચતું નથી. જો એક દીવાથી ઘરમાં રહેલ સર્વ નિધિ પ્રગટરૂપે દેખાઈ આવે છે, તો જ્યાં બે દૃષ્ટિ (નયન) રૂપી દીપક હોય ત્યાં સ્નેહ છુપાવવાથી કંઈ છૂપો રહે? અર્થાત્ છૂપો રહી શકતો નથી. પણ આની પ્રેમપ્રતિજ્ઞાની વાત જ્યારે સખીઓએ જાણી, ત્યારે સખીઓ તેના પિતાની આગળ જઈને કહે છે કે ધમ્મિલકુમાર ઉપર રાગવાળી થયેલી તમારી પુત્રીએ હવે બીજો વર નહીં કરવાની પ્રતિજ્ઞા કરી છે. lll -: ઢાળ બીજી :| (દશી :- પાપ સ્થાનક અગિયારમું રાગ રે). ધનવસ વાત એ દિલમાં લાવે રે, સુરેન્દ્રદત્ત તણે ઘર જાવે રે, વાત સુણાવી વચન તે લીધું રે, ધમ્મિલકુમાર તિલક શિર કીધું રે. ||૧|| બેહું ઘર વિવાહ ઓચ્છવ થાય રે, એક એકને ઘેર જમવા જાય રે, ઓચ્છવું મહોચ્છવ સાજન મેલા રે, જોષી સાથે લગનની વેલા રે. ટેરો) ચોરી બાંધી સુંદર ઠામે રે, વરકન્યા પરણાવ્યાં બહુ પ્રેમે રે, બહુ ઋદ્ધિ વિસર્જન કીધા રે, નિજ ઘર માંહે પોંખી લીધા રે. Hall વર આવાસે વસયાં પ્રીતે રે, સુખ ભોગવતાં સ્વર્ગની રીતે રે, કેતા દિન રસ સુખભર જતાં રે, પુણ્યાર્થી ધમ્મિલ ધર્મે રાતા રે.. I૪ll, અધ્યાતમરસ ભણવા માંડે રે, પુસ્તક હાથથકી નવિ છાંડે રે, સાધર્મિકશું બેઠક ભેલી રે, પોષહ પડિક્કમણા ટોલી રે. સંપા વણિજ ક્રિયા જુઠે વ્યવહાર રે, મોહની જાલ યશોમતી નાર રે, તે કીધો સઘળો પરિહાર રે, આત્મધ્યાની હુઆ વ્રતધાર ૨. Ill નારી છે વનજલ ક્રીડા રે, કુંઅર કહે એકેન્દ્રી પીડા રે, સા કહે ચાલો આજ ઉજાણી રે, કુંઅર કહે નહીં એ જિનવાણી રે. || છે બેલા ખસ પાક રે, આજ નવિ ધાર્યાં વૃત શાક રે, વાંછે સા કનકાવલી હાર રે, લ્યો માળા ને ગણો નવકાર રે. ll૮. વહેપારી આવે ઘરબાર રે, બોલાવે ભોલા અણગાર રે, પૂછે સખીયો યશોમતી કેમ રે, પ્રીતમ તુજ પાલે છે પ્રેમ રે. લા. બોલે સા મુજ પીયુ સંયોગ રે, પારવતી ને શંકર યોગ રે, જબ ચાહે સા ભોજન ભાવે રે, આક તણાં ફલ શિવ મંગાવે રે. (૧૦ગા. સામગ્રી સંભોગની ધ્યાવે રે, તવ એક પાદે જોગ ધરાવે રે, અંગે ચાહે જબ શણગાર રે, તવ આપે પન્નગ બે ચાર રે. ll૧૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ . ધર્મિલકુમાર 'રાસ ચાહે વિલેપન ભસ્મ ચઢાવે રે, ગીતગાન સરગાલ બજાવે રે, વાહનવેલા સાંઢ પ્રયાણ રે, મંદિર માગે વસે સમશાન રે. ।।૧૨। પરનારી દેખીને રાચે રે, ભીલડી પૂંઠે નાગો નાચે રે, ધરી અર્ધાંગ હૃદયથી ઉવેખી રે, એ વર ગૌરી અમર તે દેખી હૈ, ॥૧૩॥ યાગ ઘણા જનઘર ઘૂમાવે રે, રહો રહો ગૌરીમા કહી ગાવે રે, પણપતિ દેખી મન લજાવે રે, કૂપે પડતી દુઃખ સમાવે રે. ॥૧૪॥ એમ સુણી સખીયો કરતી વાત રે, વાત લહે ધમ્મિલની માત રે, શેઠની આર્ગે વાત પ્રકાશી રે, પુત્ર ભલો પણ લોકમેં હાંસી રે. ॥૧૫॥ આ સંસાર તણો આચાર રે, જાણે નહિ નીતિ વ્યવહાર રે, પઠિત મુરખ કહી લોક તે ગાવે રે, ઘરનો ભાર તે કોણ ઉઠાવે રે. ॥૧૬॥ પુત્ર વિના અહોનિશ દુઃખ ધરતા રે, પુત્ર થયે પણ નહિ શીતલતા રે, તે માટે જુગટીયા ટોલે રે, રહેતાં તે સંસારે ભેલે રે ।।૧૭ના મ્મિલકુમરનો રાસ રસાલ રે, ત્યાં એ બોલી બીજી ઢાલ રે, એક વરગી સંસારે દુઃખિયા રે, શ્રી શુભવીર ત્રિવર્ગે સુખીયા હૈ ॥૧૮॥ ધર્મિલકુમારનો વિવાહ અને લગ્ન : ભાવાર્થ :- ધનવસુ શ્રેષ્ઠીએ પણ આ વાત ધ્યાનમાં રાખી. અને એક દિવસ હવે તે સુરેન્દ્રદત્ત શ્રેષ્ઠીને ઘેર ધનવસુ જાય છે. ત્યાં જઈને શ્રેષ્ઠીને બધી વાત કરે છે અને પોતાની પણ ભાવના દર્શાવી. સુરેન્દ્રદત્તે વાત વધાવી લીધી. “સગાઈ કરવાનું વચન લીધું' પછી ધમ્મિલકુમારના મસ્તકે તિલક કર્યું. ॥૧॥ બંને ઘેર વિવાહની તૈયા૨ થઈ. લગ્નમહોત્સવના દિવસો ચાલુ થયા. બંને એકબીજાના ઘરે જમવા જાય છે. ઓચ્છવ - મહોત્સવમાં સ્વજનોનો મેળાપ ચાલી રહ્યો છે. અને જોષી મહારાજ એ,વખતે લગ્નનો સમય નક્કી કરે છે. II૨ા સુંદર સ્થાને ચોરી બાંધવામાં આવી છે. રૂડા માંડવા પણ બંધાયા છે અને પ્રેમથી વર-કન્યાને પરણાવ્યાં. ઘણી ઋદ્ધિ સહિત વરકન્યાને માંડવેથી વરાવ્યા. ધમ્મિલની માતાએ વરવધૂને પોંખીને, પોતાના ઘરમાં શુભચોઘડીયે પ્રવેશ કરાવ્યો. III યશોમતી પિયેરથી સાસરે આવી. એવા હેતપ્રીતથી બધાની સાથે રહે છે કે જેથી સાસરીનાં સ્વજનો પોતાનાં ન હોય. પતિ-પત્ની સ્વર્ગનાં સુખો ભોગવે છે. ભોગવતાં કેટલાક દિવસો સુખપૂર્વક પસાર થાય છે. પુણ્યનો અર્થી એવો ધમ્મિલ તો ધર્મનો પણ અર્થી છે. ધર્મના રંગે રાતો (રક્ત) છે. અર્થાત્ ધર્મના રંગે રંગાયેલો છે. II૪l ધર્મરક્ત ધમ્મિલકુમાર : તે હવે ધાર્મિક પુસ્તકો તેમાં વળી અધ્યાત્મરસવાળાં પુસ્તકો વાંચે છે, ભણે છે. એવો રંગ લાગ્યો છે કે પુસ્તક હાથથી છૂટું મૂકતો નથી. વળી સત્સંગ પણ સાધર્મિક જનની સાથે કરે છે. પૌષધ – પ્રતિક્રમણ Page #38 -------------------------------------------------------------------------- ________________ OOOOO B.G. - M: 9925020106 WPSS Page #39 --------------------------------------------------------------------------  Page #40 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧: ઢાળ - ૨ G પણ સામૂહિક કરે છે. પાં ધર્મનો રંગ એવો લાગ્યો છે કે તે સમજે છે હવે કે વ્યાપારાદિ પ્રવૃત્તિઓ એ વ્યવહાર જૂઠો છે. પોતાની પ્યારી પત્ની યશોમતી પણ હવે મોહની જાળ સમી લાગી રહી છે તેથી એ બધાથી અલગો (ત્યાગ – દૂર) રહી વ્રત-ધારણ કરી તે આત્મધ્યાની થયો. દા. જ્યારે પત્ની વનમાં જલક્રીડા કરવાને ઇચ્છે છે, ત્યારે કુંવર કહે છે કે “તેમાં એકેન્દ્રિય જીવોને પીડા થાય” તેથી ન કરાય. સ્ત્રી કહે, “આજે ચાલો ઉજાણી કરવા જઈએ.” ત્યારે કુંવર કહે “જિનેશ્વર ભગવાનની આ વાણી નથી. અર્થાત્ ભગવાને ઉજાણી કરવાની ના પાડી છે. શા છ જાતનાં = પરસ ભોજન આજે કર્યા છે. સ્વામી! ચલો આજે જમવાનું સરસ બનાવ્યું છે ત્યારે કુંવર કહે છે કે “આજે મેં ઘી અને શાક ધાર્યા નથી. નિયમમાં તે વસ્તુનો ત્યાગ છે. સ્ત્રી કનકાવલી હારની ઈચ્છા કરે છે. ત્યારે પતિ કહે છે “લ્યો આ માળા, ને ગણો “નવકાર” Iટ જ્યારે વેપારી લોકો ઘરઆંગણે આવે, પિતાની પેઢી ઉપર આવે છે ત્યારે આ ભોળા (શંકર), (અણગાર) સાધુ મહાત્માને બોલાવે છે. વળી ક્યારેક સખીઓ પણ યશોમતીને પૂછે છે કે અલી? કેમ છે? બરાબર છે ને? તારો પ્રીતમ તને પ્રેમથી પાળે છે કે કેમ? વગેરે વગેરે પૂછે છે .....Iો ત્યારે યશોમતી સખીઓને કહે છે (શું કહે બિચારી ?) કે “મારો અને મારા પતિનો સંયોગ તો પાર્વતી અને શંકરના યોગ જેવો છે. સખીઓ કહે – એટલે? એટલે એ જ કે જ્યારે તેણી (પાર્વતી) ભાવતું ભોજન ઇચ્છે છે ત્યારે શિવ (શંકર) આકડાનાં ફૂલ મંગાવે છે. /૧ના. વળી જ્યારે સંભોગની સામગ્રીનો વિચાર કરે છે, ત્યારે તેનો પતિ એકપગે યોગમુદ્રાને ધારણ કરે છે. વળી જયારે અંગ ઉપરશણગાર ધરવાની ઇચ્છા કરે છે. ત્યારે બે-ચાર સર્પ લઈ આવીને આપે છે. /૧૧ શરીરે સુગંધિત દ્રવ્યનું વિલેપન કરવા ઇચ્છે છે ત્યારે અંગ ઉપર ભસ્મ લગાવે છે. ગીતગાન કરવા ઇચ્છે છે ત્યારે ડમરૂ (સરગાલ) વગાડે છે. વાહન ઉપર સવારી કરવાની વેળાએ સાંઢ ઉપર પ્રયાણ કરે છે અને વસવાટ માટે મંદિરને બદલે સ્મશાનમાં વાસ કરે છે. ૧ર. પરનારી દેખીને તેમાં લંપટ થાય છે. વળી ભીલડીની પાછળ નગ્ન થઈને નાચે (નૃત્યકાર) છે. પાર્વતીની સાથે લગ્ન કર્યા અને કૈલાસ પર્વત ઉપર જઈને ધ્યાન ધરે છે. આવા સ્વરૂપે દેવો તેમને (શંકરને) જુએ છે. 13 - ઘરે ઘરે યજ્ઞ કરાવે છે. “ગૌરીમાં રહો રહો”, એવાં ગીતો ગાય છે. પણ જયારે શંકરને જુએ છે ત્યારે કૂવે પડવા જાય છે. (શંકર જયારે ધ્યાન ધરે છે, ત્યારે નારદજી કહે છે કે “પુત્ર-પ્રાપ્તિ વિના સ્વર્ગ ન મળે.” ત્યારે શંકરે કહ્યું કે તમે કોઈ કન્યા શોધી લાવો, હું તો ધ્યાન કરવા રહ્યો છું.” ત્યારે નારદજી પર્વતરાજાની પુત્રી પાર્વતી સાથે નક્કી કરીને આવ્યા. જ્યારે શંકર પરણવા ગયા, ત્યારે તેમની સાસુ મેનકાએ શંકરનું રૂપ જોયું અને સ્ત્રીઓ પણ એ પ્રમાણે ગીતો ગાવા લાગી અને સાંભળીને દુઃખી થઈ કે અરે ! આવા ઘરડા વરને મારી પુત્રી આપી ? રે ! આવા ઘરડા વરને પુત્રી આપવી તે કરતાં કૂવે પડવું સારું. ૧૪ll , આ પ્રમાણે યશોમતી પોતાની સખીઓની સાથે પરસ્પર વાત કરવા લાગી. ને આ વાત ધમિલની માતાએ સાંભળી. પછી એ વાત સુભદ્રાએ પોતાના સ્વામી સુરેન્દ્રદત્તને કહી કે “સ્વામી ! આપણો પુત્ર ભલી-ભોળો છે, પણ લોકમાં તેની મશ્કરીઓ ઘણી થાય છે. ૧પો આ સંસારનો આચારવિચાર, Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધમિલકુમાર રાસ રૂઢિરિવાજો, નીતિ, વ્યવહાર વગેરે કંઈ જાણતો નથી. તેથી પંડિત હોવા છતાં શું કામનો ? “ભણ્યો પણ ગણ્યો નથી.” એમ મૂર્ખ તરીકે લોકમાં ગવાય છે. દીકરાની આવી વર્તણૂકે હવે આપણા ઘરનો ભાર કોણ ઉઠાવશે? I/૧૬ll પુત્ર નહોતો ત્યારે હંમેશાં આપણે પુત્રવિરહમાં દુઃખને ધારણ કરતાં હતાં. હવે પુત્ર થયો તો પણ શાંતિ નથી. કેવી સંસારની વિટંબણાઓ છે તે માટે હવે તેને (પુત્રને) જુગારિયાની જમાતમાં રાખીએ જેથી સંસારના સર્વ વ્યવહાર વગેરે જાણે - જુવે અનુભવે. વળી ધમ્મિલકુમારના રસાલ એવા રાસની આ બીજી ઢાળ કર્તાપુરુષે કહી. (સંસારમાં હોય, ન હોય કે નાશ પામે, ત્રણેયમાંથી એકેય પ્રકારે સુખ નથી. જયારે શ્રી શુભવીર પ્રભુ ત્રણેય પ્રકારે સુખી છે.) પ્રથમ ખંડની બીજી ઢાળ સમાપ્ત. " -- દોહા :શેઠ કહે સુણ સુંદરી, તેં સાચી કહી વાત; પણ સંગતિ વ્યસની તણી, ગુણીજનને ગુણઘાત. Hill મસ પ્રસંગે દયા નહિ, મદિરાએ યશનાશ; કુલક્ષય વેશ્યા સંગતે, હિંસા ધર્મવિનાશ. રા. મરણ લહે ચોરી થકી, સર્વનાશ પરદાર; જુગટીયાની સોબત, ઘરધનનો અપહાર. Hall નલ દમયંતી હારીયાં, રાજ્યકાજ સુખવાસ; પાંડવ હાર્યા દ્રૌપદી, વલી વસિયા વનવાસ. નીચ જુગટીયા જાતની, સંગતી ન ઘટે નાર; ઉંચ પ્રસંગે પામીયે, સુખસંપદ સંસાર. પા. ભાવાર્થ - શેઠ કહે છે “હે સુંદરી? તેં વાત તો સાચી કહી પણ એવું કહેવાય છે કે વ્યસનીનો સંગ તો ગુણીજનના ગુણનો ઘાત કરનાર છે. (વિચારીને કામ લેવું પડે.) I/૧l સાત વ્યસનથી કેવાં નુકસાન થાય છે? માંસ પ્રસંગે હૈયામાં દયાભાવ પ્રગટ થતો નથી. મદિરાથી યશનો નાશ થાય છે. વેશ્યાની સંગતથી કુળનો નાશ થાય છે. શિકાર કરવાથી ધર્મ નાશ પામે છે. રા. ચોરી કરવાથી ક્યારેક મૃત્યુદંડ થાય છે. વળી પરસ્ત્રીના સંગથી તો સર્વ નાશ થાય છે. જુગટીયાની સોબતે તો બધાં વ્યસનો આવી જાય છે અને ઘરમાં રહેલા સઘળાયે ધનનો નાશ થાય છે. ll૩. - નળ-દમયંતી જુગારની લતે સઘળા સુખની સાથે રાજય પણ હારી ગયાં. તો વળી પાંડવો દ્રૌપદીને હોડમાં મૂકીને તેને પણ હારી ગયા. અને વનમાં વસવાટ કરવો પડ્યો. //૪ો. હે પ્રિયે ! સાત વ્યસનમાં મુખ્ય જુગારિયાની સંગતિ કરવી જરાયે સારી નથી. સજ્જન (ઊંચા લોકોની સોબત કરવાથી જ સંસારમાં સુખસંપદા પ્રાપ્ત થાય છે અને સમાજમાં આબરૂ-કીર્તિનો પણ વધારો થાય છે. આપણે Page #42 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧: ઢાળ - ૩ -: ઢાળ ત્રીજી : | (ચોરી વ્યસન નિવારીએ....એ દેશી) મૃગનયની મન સહચરી, સંસારે રે નીચ સંગતિ ટાલ કે; ઊંચનીચ સંગતિ તણાં, ફલ ઉપર રે, દષ્ટાંત નિહાલ કે. ઊંચ પ્રસંગી સુખ લહે...એ આંકણી ૧૫ વાયસ સંગી હંસને, નૃપ મારી રે, કહે ઉજલ કાક કે; હંસ કહે હું હંસલો, મુજ પ્રગટ્યા રે, નીચ સંગ વિપાક કે. ઉંચ. /રા વલીય વિશેષે સાંભલો, સૂડાનો રે, સુંદર અધિકાર છે; એક નગરે એક રાજીયો વક્રાચે રે, ગત અટવી મઝાર કે. ઉંચ.૩ ભીલની પાલીને પરિસરે, નૃપ ઉભો રે, શીતલ તરૂ છાંડી કે, ઉંચતરૂ એક પાંજરૂ, શુક ભણીયો રે, રહેતો તે માંહી કે. ઉચ. //૪ ઊભો રણમાં એકલો, ભૂષણયુત ગૃપ પકડ્યો એણી વેલા કે; ધાઈ આવો સબરા મલી, શુક બોલે રે થાઓ લક્ષ્મી ભેલા કે. ઉંચ. //પા. સાંભલી નાઠો નરપતિ ભયચિત્તે રે, રણમાંહે તેહ કે, આશ્રમ તાપસનાં લહી, જઈ પેઠો રે, કુલપતિને ગેહ કે. ઉંચ. III તિહાં પણ પોપટ પાંજરે, કહે ઊઠો રે તાપસ શિરદાર કે, આપણે પુયે આવીયો, નૃપ એકલો રે, કુલપતિને તાર કે. ઉંચ. IIણા આ અવસર ભક્તિ કરો, દીયો આસન રે પંખા જલપાન કે; મરણ કરી ફરી અવતરે, ગયો અવસર રે નાવે નિદાન કે. ઉંચ.ટા. સાંભળી સન્મુખ મુનિવર, આવી તેડી રે, લાવ્યા બહુમાન કે; ભરી કરે જલ ફલ તણી, તાપસિણી રે, ગાવે ગીત ગાન કે. ઉંચ. લા. સૈન્ય પૂંઠે આવી મલ્યું, નૃપ પૂછે રે, કુલપતિને એમ કે; સબરકુલે શુક પેખીયો, આ શુકમાં રે, વચનાંતર કેમ કે. ઉંચ. ll૧ના તવ પંજર શુક બોલીયો, રાય સુણીયે રે, એક વનતરૂ જોય કે; કિરયુગલ માલે વસે, તસ અંગજ રે, અમે બાંધવ દોય છે. ઉંચ. ૧૧ માતપિતાશું બેહુ જણા, અમે રમતા રે, તરૂ સરોવરપાલ કે; પારધી પાપીએ ઝાલીયા, એક વેચ્યો રે, જઈ ભીલની પાલિ કે. ઉંચ. /૧૨ શબરથી ચોરી શીખીઓ, મુજ લીધો રે, કુલપતિએ આંહી કે; સાધુની સંગતે શીખીઓ, વિનયાદિકરે, નીતિશાસ્ત્ર ઉચ્છાહી કે. ઉંચ. /૧all Page #43 -------------------------------------------------------------------------- ________________ ધમિલકુમાર રાસ -: ચોક્ત :માતાÀકા પિતાપેકો, મમ તસ્ય ચ પક્ષિણઃ | અહં મુનિભિરાનીતઃ, સ ચ નીતો ગવાશનૈઃ III ગવાશિનાનાં સ ગિરઃ શુણોતિ, અહં ચ રાજનું મુનિપુંગવાનાં / પ્રત્યક્ષમતભવતાપિ દષ્ટાં, સંસર્ગજા દોષગુણાઃ ભવંતિ ll રા. -: પૂર્વઢાલ - દુર્જન પણ સજ્જન હોવે, નિત્ય રહેતાં રે, સાધુની પાસ કે; / લિંબાદિક ચંદન હોવે, મલયાગિર રે, સુગંધિત વાસ કે. ૧૪ો. શેઠનાં વચન સુણી ઈસ્યાં, સુભદ્રા રે, દિલમાંહિ ધ્યાય કે; / પુત્ર પિતાએ બગાડીયો, પણ દુનિયા રે, જીતી નવિ જાય છે. ૧પો . માએ પુત્ર ભલાવીયો, જુગટીઆને રે, ટોળે ધરી પ્રીત કે; .. ખાય પીએ ખેલે તિહાં, વીસરી રે, ભણવાની રીત કે. I૧૬l. હસન રૂદન ને ખેલવું, કામક્રીડા રે, ગતિ લક્ષણ સિદ્ધ કે; / ઈક્ષણ શયન નિદ્રાશને, અણશીખી રે, આવે પર સિદ્ધ કે; I/૧ણી , કોઈ દિન વનક્રીડા કરે, તરૂ ઉપર રે, હિંચોલા ખાટ કે, . જલક્રીડા જુવટે રમે, વેશ્યાઘર રે, વલી ગીત ને નાટ કે. JI૧૮ રાસ રસિક ધમ્મિલ તણો, તિહાં ત્રીજી રે, એ સુંદર ઢાલ કે; I. શ્રી શુભવીર કહે સદા, શ્રોતા ઘર રે, હોજો મંગલમાલ કે. ૧૯લા ભાવાર્થ-મારા મનને અનુસરનારી હે મનોહારિણી ! હે મૃગનયની ! સંસારમાં નીચની સંગતથી દૂર રહેવું જોઈએ. દુર્જનને દૂરથી નમસ્કાર. ઊંચનીચના સંગથી જે ફળ પ્રાપ્ત થાય છે તે દષ્ટાંત તું જો. ઊંચની સોબત કરનારો હંમેશાં સુખી થાય છે. જયારે નીચનો સંગ દુઃખદાયી છે. (નીચા-ઊંચાની સોબત ઉપર બે દાંત કહે છે.) III નીચના સંગે..માઠાં પરિણામ - જેમ કે જંગલમાં એક વૃક્ષ ઉપર હંસ અને કાગડો બેઠા છે. તે વૃક્ષ નીચે ક્યાંકથી ફરતા ફરતા રાજા આરામ કરવાની અપેક્ષાએ આવીને બેઠા. હજુ ઘડી બે ઘડી થઈ ન થઈ ત્યાં તો ઉપરથી કાગડાએ વિષ્ટા કરી. તે વિષ્ટા રાજાની ઉપર પડી. વિષ્ટા કરી કાગડો તો ઊડી ગયો. હવે તે વખતે રાજાએ ઉંચે જોયું અને તીર ચઢાવ્યું. મારી ઉપર વિષ્ટા કરનારને સજા થવી જોઈએ. કાગડાનું ઊડી જવું ને રાજાને બાણ છોડવું. “રે ઉજવલ કાગડા ! તું આવું કાળું કામ કરે છે?” બાણ છૂટ્યું. લુચ્ચા કાગડાભાઈ બચી ગયા. હંસને તીર વાગ્યું. હંસ ડાળી ઉપરથી નીચે રાજાની નજીક પડ્યો. રાજાની સામે જોઈ રહ્યો. ને કહેવા લાગ્યો “હે રાજન્ ! તો હંસ છું પણ લુચ્ચા એવા નીચ કાગડાની સોબતથી મારે આ પાપફળ ભોગવવું પડ્યું. //રા. Page #44 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧: ઢાળ - ૩ ૧૩ દુર્જનની સોબતે -સુરેન્દ્રદત્ત આ દષ્ટાંત કહીને કહેવા લાગ્યા કે વળી એક પોપટનો અધિકાર કહું છું તે સાંભળ! કોઈ એક નગરીનો રાજા, વિપરીત વિદ્યા પામેલા વક્ર ઘોડા ઉપર બેસીને જંગલમાં ફરવા નીકળ્યો. રાજાને ખબર ન હતી કે વિપરીત ગતિનો છે. લગામ ખેંચે રાખે, તો ઘોડો વધુ ને વધુ ગતિએ દોડવા લાગ્યો. ઘોર વનમાં પહોંચ્યો. થાકેલો રાજા હવે લગામ પણ ખેંચવા અસમર્થ નીવડ્યો. લગામ ઢીલી પડતાં જ ઘોડો ત્યાં જ ઊભો રહી ગયો. ઘોડા ઉપરથી ઊતરીને એક વૃક્ષ નીચે શીતલ છાયામાં રાજા ઊભો છે. નજીકમાં ભીલની પલ્લી હતી. નજીકના વૃક્ષ ઉપર પાંજરામાં પોપટ રહેલો હતો. રાજાને જોતાં જ પોપટ મોટેથી બોલવા લાગ્યો ત્યારે રાજાનું ધ્યાન ગયું. પોપટ બોલ્યો કે “હે ભીલો ! જલ્દી દોડો, જલ્દી દોડીને આવો. આપણા આ રણની (વનમાં) અંદર આભુષણ અલંકાર સહિત રાજા એકલો ઊભો છે. તેને અત્યારે પકડી લ્યો. જેથી તમે લક્ષ્મીવાળા થશો, સુખી થશો..૩+૪+પા પોપટનું બોલેલું સાંભળીને ભયભીત થયેલો રાજા ત્યાંથી નાઠો. જાય ભાગ્યો. ઘોડો લેવા પણ ન રહ્યો. આગળ જતાં તાપસીનો આશ્રમ આવ્યો. આશ્રમ જોતાં હાશ અનુભવતો રાજા તાપસના કુલપતિની કુટિર પાસે આવીને ઊભો. ૬lી કુટિર પાસે વૃક્ષ ઉપર પાંજરામાં પોપટ હતો. રાજાને જોતાં જ પોપટ બોલવા લાગ્યો. તે તાપસો ! ઊઠો ! જલ્દી આવો ! આપણા પુણે રાજા એકલો કુલપતિનાં દ્વારે આવીને ઊભા છે. Iળા ભક્તિનો અવસર છે. બહુમાન સહિત આદરથી બોલાવો. બેસવા માટે આસન આપો. થાકેલા છે. વીંઝણો આપો. જલપાન કરાવો. કદાચ મૃત્યુ થઈ જાય તો પણ ભવાંતરમાં આવો (સાધર્મિક). ભક્તિનો અવસર ફરી મળતો નથી IIટા આ પ્રમાણે પોપટનું બોલેલું સાંભળી તાપસો દોડી આવ્યા. બહુમાનપૂર્વક રાજાને તેડી આવીને આસન ઉપર બેસવા કહ્યું. રાજા બેઠો. થોડીવારમાં જળપાત્ર આવ્યું. સાથે સાથે વનફળ આરોગવા માટે આપ્યાં. આ પ્રમાણે ભક્તિ કરવા લાગ્યાં. સર્વ તાપસ સ્ત્રીઓ ગીતો ગાવા લાગી. તેથી જયારે બીજી બાજુ રાજાને શોધવા સૈન્ય આશ્રમમાં આવી ગયું. હવે રાજા કુલપતિને પૂછે છે કે ભીલની પલ્લી પાસે મેં પોપટ જોયો અને અહીં પણ જોયો. બંનેના વચનમાં આટલો બધો અંતર કેમ? I૧૦ના ત્યારે પાંજરામાં રહેલ પોપટ બોલ્યો. હે રાજા સાંભળો ! એક વનમાં વૃક્ષ ઉપર પોપટ અને મેના રહેતાં હતાં. માળો સુંદર બાંધ્યો હતો. સુખપૂર્વક દંપતી રહેતાં તેનાં જ સંતાન અમે બંને બાંધવ (સગાભાઈ) છીએ. ||૧૧|| હવે આ રીતે અમે બંને, માતપિતાની સાથે વૃક્ષ ઉપર અને સરોવરની પાળે રમતા હતા. તેમાં એકવાર પાપી એવા પારધિએ અમને પકડ્યા અને એક ભીલની પલ્લીમાં જઈ વેચ્યો. ૧રો. (મને અહીં તાપસના આશ્રમમાં વેચ્યો.) ભીલની સોબતથી તે પોપટ ચોરી કરતાં શીખ્યો અને અહીં કુલપતિએ મને ખરીદ્યો. અને સાધુઓના સંગથી વિનયાદિ, નીતિશાસ્ત્રના પાઠ વગેરે ઉત્સાહપૂર્વક હું અહીં શીખ્યો. ||૧૩. ચોક્ત - રાજન્ ! મારાં અને તે પોપટનાં માતા એક છે અને પિતા પણ એક છે. મને તાપસો અહીં લાવ્યા. અને તેને ભીલો લઈ ગયા. હે રાજ! તેણે ભીલોની વાણી સાંભળી અને મેં તો આ મુનિઓની વાણી સાંભળી. જેવો સંસર્ગ હોય તેવો દોષ કે ગુણ થાય છે તે તમારા વડે નજરે જોવાયું. //રા Page #45 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ પૂર્વઢાળ ઃ- મલયાચલ પર્વતની ઉપર થતાં ચંદનવૃક્ષની પાસે રહેલ લીંબડામાં પણ ચંદનની સુગંધ આવે છે તેમ હંમેશાં સાધુની પાસે રહેતાં દુર્જન પણ સજ્જન થાય છે. ૧૪॥ શેઠનાં આ પ્રમાણેનાં વચન સાંભળીને સુભદ્રા મનમાં વિચાર કરવા લાગી કે આ દુનિયાને ક્યારેય જીતી શકાતી નથી ‘પિતાએ પુત્રને બગાડ્યો' એમ કહેતાં પણ વાર લાગતી નથી. ।।૧૫।। ૧૪ ધર્મિલ વ્યસનીના ટોળામાં છતાં પણ પુત્રના મોહે માતા સુભદ્રાએ પુત્રને જુગારિયાની ટોળીમાં પ્રેમથી મોકલ્યો. ધમ્મિલ પણ હવે ત્યાં ખાય છે, પીવે છે, રમે છે અને જે ભણવાની (અધ્યાત્મનો રંગ) લત હતી, તે ધીરે ધીરે ભૂલતો જાય છે. ૧૬॥ કહેવાય છે કે જીવનમાં હસવું, રમવું, કામક્રીડા, ચેનચાળા, કૌતુક જોવું, પથારીમાં નિદ્રા લેવી, ખાવું વગેરે ક્રિયાઓ અણશીખ્યું સ્વાભાવિક જ આવડતું હોય છે. ।।૧૭। ધમ્મિલ પણ કોઈ દિવસ વનક્રીડા કરે છે, વૃક્ષ ઉપર હીંચકા ખાય છે, કોઈવાર જલક્રીડા કરે છે, જુગા૨ ૨મે છે, વેશ્યાના ઘરે જાય છે,ગીતનાટક જુએ છે. ।૧૮। જેને સાંભળવાથી વિશેષ રસ ઉત્પન્ન થાય તેવી ધમ્મિલકુમારનાં રાસની સુંદર ત્રીજી ઢાળ શ્રી શુભવીરવિજયે કહી. આ રાસ સાંભળનારનાં ઘરે હંમેશાં માંગલિકની માળા હોજો. ૧૯૫ પ્રથમ ખંડની ઢાળ – ૩ પૂર્ણ. -: Elel : વસંતસેના વેશ્યા વસે, તેણે નગરે ધનવંત । પુત્રી વસંતતિલકાભિષા, છે તસ બાહુ ગુણવંત ॥૧॥ રૂપકલા રિત આગલી, લવણિમ બહુ વિજ્ઞાન । નાટક ગીતસ્વરે કરી, મેનારંભ સમાન ॥૨॥ મુખ સોહે પૂરણ શશી, અધર પરવાલા રંગ । મૃગનયની કુંભસ્તની, ભૂષણ ભુષિત અંગ મા એક દિન તસ મંદિર ગયો, ધમ્મિલ મિત્રની સાથ । વસંતતિલકા લઈ ગઈ, ચિત્રશાલિ ગ્રહિ હાથ ॥૪॥ જુગટીયા ધન હારતા, રમતાં દ્યૂતે જેહ | ધનપતિની શી વારતા, ખાલી ગયા નિજ ગેહ ||૫|| ધર્મિલ વેશ્યાને ઘેર : નામે વેશ્યા રહે છે. તે વસંતસેનાને ગુણોનો ભંડાર સુંદરતા અને વિવિધ જ્ઞાન તથા રૂપકળામાં (રિત) નાટક અને ગીત ગાવામાં તો તે વેશ્યાપુત્રી મેના અને હવે તે નગરમાં ધનિક એવી વસંતસેના ભરેલી વસંતતિલકા નામે સુપુત્રી છે. ।।૧।। કામદેવની સ્ત્રી કરતાં પણ તે ચઢિયાતી છે. રંભા સમાન છે. ॥૨॥ Page #46 -------------------------------------------------------------------------- ________________ ખs - ૧: ઢાળ - ૪ જેનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું છે. હોઠ તો પરવાળાના રંગ જેવા લાલ છે; મૃગ સરખાં નયનોવાળી, કુંભ સરખા સ્તનવાળી અને જેનું અંગ આભૂષણથી વધારે શોભી રહ્યું છે. Iી એવી ગુણવાન અને રૂપવાન વસંતતિલકાને ઘેર એક દિવસ ધમિલ તેના મિત્રની સાથે ગયો, ત્યારે વેશ્યા પણ તેનો હાથ પકડીને તેને ચિત્રશાળામાં લઈ ગઈ. જી. કહ્યું છે કે જયાં જુગારીયા જુગાર રમતા હોય ત્યાં જુગારીયાઓ હંમેશાં ધન હારતા હોય છે, ગમે તેવા ધનવાન પણ ખાલી હાથે જ ઘેર જાય છે. /પી. -: ઢાળ ચોથી :(થાપરવાર માકા સાહિબા, કંબલ મત જાજો...એ દેશી) ચતુર ચિત્રામણ ચાતુરે, ચિતરી ચિત્રશાલી; ચમકે નરચિત ચિંતવી, ચતુરાં ચરચાલી. વિ./૧ ‘વિનયવતી વારાંગના, વચને વિંધાણો, વિકસિત વનજ વનાશ્રયે, અલી જ્યુ લપટાણો. વિ. રા. વિકીયો કુંઅર વિહાઅસે, વચે વિજલી ભાળી; લલિત લીલાવતી લીલમાં, લાધી લટકાળી. વિ.//all લંબી વેણ વિલોકીને, ભૂમિ ભોરિંગ પેઠો; લંક કટિતટ કેસરી, વનમાં જઈ બેઠો. વિ. જા પાણિ ચરણ સુકુમાલતા, જલ કમલ તે દેખી; રંભા લઘુ ઉંચી ગઈ, જુએ સુર અનિમેખી. વિ.//પા દલમંડણ ગજરાજ છે, સોહે રાજદુવાર; પણિ નબલો એક લક્ષણે; નાખે શિર છાર. વિ. IIો. દત તણો ચૂડો કીઓ, હૈયે મોતીનો હાર; હસ્તીગતિ હરિ નારીએ; દુઃખભર ધરે છાર. વિ./lણા. ધરી શણગાર વિનોદની, કરે વાત વિલાસી; મોહની મંત્ર મિશે ઘડી, ધાતે ઈહાં વાસી. વિ.//૮ કુંઅર તે દેખી મોહીયો, નવે નિત્ય શણગાર; પંચવિષય સુખ ભોગમાં, ભૂલ્યો ઘરબાર. વિ.liા. વાત સુણી માતા ઘણું, મનમાં હરખાણી; આઠ હજાર દીનાર સા, મોકલે નિત જાણી. વિ./૧૦ના વસંતતિલકા કુંવરશું, લાગી અતિ પ્રીત; માંસ નખે જલમાછલી, તસ સરસી પ્રીત. વિ./૧૧ાા Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧ ધમિલકુમાર રાસા ખાનપાન ક્રિીડારમેં, જુએ નાટકશાલ; ગીત વિનોદ વિલાસમાં, વીત્યો બહુકાળ. વિ. ૧૨ા જનની ઘર તેડુ કરે, પણ કુંવર ન આવે; દ્રવ્ય ન મોકલે ઘરથકી, પણ તે મંગાવે. વિ. I/૧૩ નારી કહે નિજ મંતને, ઘર ખાલી કીધુ; પુત્રે માયને બાપને, સુખ ઘડીય ન દીધું. વિ./૧૪ો. શેઠ કહે સુણ સુંદરી, હવે કાંહિ વિમાસો; ઝાઝી ચિંતા શી કરો, નાખી અવળો પાસો. વિ. //પા. ઉંચનીચ દષ્ટાંતથી મેં તુજ સમજાવી; પણ સમજે નહિ નારીની, જાતિ હઠમેં આવી. વિ./૧૬ll બાળક નારી મૂરખા, યોગી હઠવાળા, પંડિત સૌ સાથે મલે, નહીં પણ દયાલા. વિ./૧૭ પુત્રથી સદ્ગતિ નહિ, મૃગતૃષ્ણા છંડો; સાસુ વહૂ અમ સાથસું, કરો ધર્મ અખંડો. વિ./૧૮. એમ ચિંતી જિનમંદિરે, કરે પૂજા ત્રિકાળ; સામાયિક સમતા ધરી, ગણતા નવકાર. વિ. Inલા શેઠ શેઠાણી બહુ ધન, સાત ખેતરે વાવે, વિનએ વહૂ નીજામતે, પરલોક સિધાવે. વિ./૨વા મૃત કારજ તેહનાં કરી, સમતામાં રહેતી; , નારી યશોમતી મહાસતી, પતિવાતો સહેતી. વિ./૨૧. ધમિલ જે જે મંગાવતો, તે તે સા આપે; ધનધરવા ખરી સહુ ગઈ, વ્યસનીને પાપે. વિ. ૨૨ સર્વ આભૂષણ અંગના, વેશ્યા ઘર દેતી; અક્કા પાછા મોકલે, તે પાછાં લેતી. વિ./૨all ઘરહાટ અહીં વેચીને, ધન પોતે લેતી; નારી યશોમતી સોચતી, પિયર જઈ રહેતી. વિ./૨૪ો. માએ દુઃખભર આંસુએ બેટી નવરાવી; પૂરણ પ્રેમહદય ધરી, બાપે બોલાવી. વિ./૨પ Page #48 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧: ઢાળ - ૪ ધર્મરૂચિ મુની પાસથી, લહે જ્ઞાન વિચાર; સરખી સહેલી સાથશું, ધરે શીલ આચાર. વિ./૨l. પતિનજરે સતીયો કરે, સોળે શણગાર; પિતૃ ઘરે મોટો ભલો, શીલાલંકાર. વિ.//રી દૈવતમંત્ર એ નારીને, દેવવંછિત સાધે; કષ્ટ વિનાશે આ ભવે, જગ શોભા વાધે. વિ./૨૮ અરિ કેશરી નૃ૫ ગહિની, રાણી ચંપકમાળા, શીયલ સુધારસ સિંચત, શમી પાવકજ્વાળા. વિ./૨લા ધમિલરાસે ઢાળ એ, ચોથી ઉપદેશી, વીર કહે વેશ્યાવરે, હવે વાત બની શી. વિ. ૩૦ ભાવાર્થ : આ બાજુ વેશ્યાના ભવનમાં ચતુર એવા ચિત્રકારે ચાતુરીપર્વક ચિત્રશાળાનું ચિત્રામણ કરેલું છે કે જેને જોતાં જ પુરુષનું ચિત્ત ચકિત થાય છે અને વિચારે છે કે શું સ્ત્રીઓની કળા છે? લો અને વેશ્યાના મીઠા આવકારથી તો વનમાં રહેલ વિકસિત સુગંધિત એવાં ફૂલોમાં જેમ ભમરો લપટાય છે, તેમ વિનયવાળાં એવાં સ્ત્રીનાં વચનોની અંદર તે કુંવર વીંધાણો. રા. સુંદર લીલાવાળીની લીલાના લટકામાં, વચ્ચે વચ્ચે આકાશમાં ચમકતી વીજળી જેવી દંતપંક્તિ (સુંદર દાંતની શ્રેણી) જોઈને કુંવર આનંદિત થયો. અને વિચારે છે. તેવા તેણીની લાંબી વેણી જોઈને જ સર્પ જાણે ભૂમિમાં પેસી ન ગયો હોય ! અને કેડનો લહેકો જોઈને કેસરી સિંહ તો જાણે વનમાં જઈને બેસી ગયો ન હોય ! I/૪ વળી તેણીના હાથ-પગની કોમળતા જોઈને, કમળ તો જાણે જળમાં જ પેસી ગયું? રંભા તો લઘુતા પામીને ઊંચે ચાલી ગઈ અને દેવતાઓ જાણે અનિમેષ નયનવાળાં થયા છે. /પા સૈન્યમાં મુખ્ય ગજરાજ, તે રાજદરબારની શોભારૂપ છે, તેની અંદર પણ એક નબળું લક્ષણ છે કે પોતાનાં માથા ઉપર છાર-રાખ નાંખે છે. (હાથીના મસ્તકે રખ્યા (રાખ) લગાવવામાં આવે છે. તેથી આવી ઉપમા આપી છે.) આમ શા માટે હશે? IIી કુંવર કલ્પના કરે છે કે હા સમજાયું આણે તેના દાંતનો (હાથીદાંતનો) ચૂડો કર્યો. મસ્તકમાંથી નીકળતાં મોતીઓ, જેનો હાર બનાવ્યો. અને તેની ચાલ હતી તે પણ આ નારીએ હરી લીધી. તે દુઃખ મનમાં લાવીને જ જાણે હાથી મસ્તકે કારને ધારણ ન કરતો હોય. Iણી આ પ્રમાણે જ્યારે શણગાર સજી વિનોદપૂર્વક વાતને કરે છે. ત્યારે સર્વ ધાતુઓમાં = (સાતે સાત ધાતુમાં) શરીરમાં જાણે વશીકરણ મંત્ર, પ્રવેશતી ન હોય તેવું લાગતું હતું. (અર્થાત્ કુંવર તેને વશ થઈ ગયો.) IIટા આ રીતે તેણીના હાવભાવ દેખીને કુંવર મોહિત થયો. પોતાના ઘરબાર વગેરે ભૂલી . જઈને હંમેશાં નવાનવા શણગાર સજીને પાંચ ઇન્દ્રિયનાં સુખ ભોગવવા લાગ્યો. II Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધમિલકુમાર રાસ આ વાત જ્યારે ધમ્મિલની માતાએ જાણી, ત્યારે તે મનમાં ખૂબ હરખાણી અને દીકરાને હંમેશાં આઠ હજાર દિનાર મોકલવા લાગી. // ૧૦ના ધમિલ વેશ્યામાં રક્ત : હવે આ બાજુ જેમ નખ અને માંસ, તથા જળ અને માછળી, એકબીજા વિના ન રહી શકે, તેવી રીતે વેશ્યાપુત્રી વસંતતિલકાને પણ કુંવર ઉપર અતિશય પ્રીતિ જાગી છે (પ્રીતિ થઈ છે.) I/૧૧I કુમારનો વેશ્યાની સાથે ખાવાપીવામાં, વિવિધ ક્રીડા કરવામાં, નાટક જોવામાં, ગીતગાનની અંદર આનંદ લૂંટતાં અને વિલાસ કરતાં ઘણો કાળ ચાલ્યો ગયો. ./૧રા આ બાજુ હવે ધમિલની માતા, ધમિલને બોલાવવા માટે મોકલે છે. વેશ્યામાં લુબ્ધ બનેલો કુમાર, માતા બોલાવવા છતાં ઘેર જતો નથી. ત્યારે માતપિતાએ દ્રવ્ય (આઠ હજાર દિનાર) મોકલવાનું બંધ કર્યું. તે છતાં ધમિલ તો દ્રવ્ય મંગાવે રાખે છે. ૧૩ માતા સુભદ્રા પોતાના પતિ સુરેન્દ્રદત્તને કહેવા લાગી. “હે સ્વામી ! દીકરા પાછળ આપણું ઘર (દ્રવ્યથી) તો ખાલી થયું. તોયે દીકરો મળવા ન આવ્યો. દીકરાથી આપણને જરાયે સુખ કે શાંતિ પ્રાપ્ત ન થઈ. રે ! કેવા કર્મરાજાનો ખેલ! I૧૪ll, સુભદ્રાનો પશ્ચાત્તાપ - શેઠ કહે છે કે હે સુંદરી ! હવે ક્યાં વિમાસો ! હવે ઝાઝી ચિંતા શા માટે કરે છે? આપણે જ પાસા અવળા નાંખ્યા છે, તો હવે ચિંતા કરવાથી સર્યું. અર્થાત્ ચિંતા ન કરવી. જેવું નસીબ ! /૧૫ હે દેવી ! ઊંચનીચના દષ્ટાંતે મેં તમને પહેલાં જ ચેતવ્યાં હતાં. પણ “નારીજાત” હઠ લીધી.. મૂકે નહિ. I૧૬માં કહ્યું છે કે બાળક, નારી, મૂર્ખ, હઠીલો યોગી અને પંડિત આદિ સાથે દયા દાખવવા જેવી નથી. ll૧થી વળી મૃગલો રણમાં પાણીની ઇચ્છા કરે છે તેમ મૃગતૃષ્ણા સરખી પુત્રની ઇચ્છા (આશા) છોડી દો. દીકરો સ્વર્ગે લઈ જશે નહિ, માટે પુત્રની વાત જવા દો. અમારી સાથે તમે સુભદ્રા અને યશોમતી). સાસુ વહુ બંને જૈનધર્મની આરાધના કરી, પરમાત્માની અખંડ આજ્ઞાને પાળો. જેથી હવે પછીના ભાવો સુધરી જાય. /૧૮ના શેઠ (સ્વામીનું)નું વચન સાંભળી, સુભદ્રા તથા યશોમતી ત્રણેય જૈનધર્મની આરાધનામાં રક્ત (રંજિત) થયા. ત્રિકાળ પ્રભુપૂજા, સમતાથી યુક્ત સામાયિક અને શ્રી નવકાર મહામંત્રનો એકાગ્ર ચિત્તે જાપ કરે છે. ૧૯ી. શેઠ-શેઠાણી ઘરમાં રહેલ શેષ (બાકી રહેલું દ્રવ્ય) ધન સાતક્ષેત્રમાં વાવરે છે. યશોમતીની ભાવિ જિંદગીની ચિંતા કરતાં શેઠશેઠાણીએ ઘણું દ્રવ્ય તેને પણ સોંપી દીધું. દીકરો મંગાવે તો પણ હવે ધન મોકલતા નથી. વયોવૃદ્ધ સાસુસસરાની સેવા કરતી યશોમતીએ છેલ્લે સુંદર નિર્ધામણા કરાવી. આયુષ પૂર્ણ થયે બંને દેવલોકવાસી થયાં. જીવતાં માતાપિતાને મળવા ન આવનારો દીકરો, મૃતકાર્ય વખતે પણ ન આવ્યો. l/૨વા મહાસતી યશોમતી મૃતકાર્ય પતાવીને ધર્મમાં સ્થિર થઈ. સમતાથી પતિના વિયોગને સહન કરતી રહેલ છે. //ર૧|| વેશ્યાઘર વસતો ધમિલ, દ્રવ્ય લેવાને માટે માણસોને પોતાને ઘેર મોકલે. જયારે જયારે માણસો આવે ત્યારે યશોમતી દ્રવ્ય આપીને મોકલે. વ્યસનીનાં પાપે કરીને ધન અને ઘરસજાવટ સઘળી વસ્તુથી ઘર ખાલી થઈ ગયું. રર જ્યારે કંઈ જ આપવાનું ન રહ્યું ત્યારે યશોમતી પોતાના અંગે(સૌભાગ્યવંતીના). Page #50 --------------------------------------------------------------------------  Page #51 -------------------------------------------------------------------------- ________________ BD Br EB 3 ४ ૫ 2 M.99250201 Page #52 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૫ આભૂષણો પહેરતી હતી. તે મોકલી આપ્યાં. ત્યારે વસંતસેના અક્કાયે તે આભૂષણો પાછાં મોકલ્યાં. કેમ ? તે અલંકારો ઉપર નામ અંકિત હતાં. તેથી પાછાં મોકલ્યાં. સાથે કહેવરાવે છે કે અમને તો દ્રવ્ય (ધન) જોઈએ, દાગીનાની જરૂર નથી. યશોમતીએ દાગીના પાછા લીધા, II૨૩।। ૧૯ ઘર-હાટ (દુકાન) જે કંઈ બાકી હતાં તે સઘળુંયે વેચીને અક્કાને મોકલી આપ્યું. અને તેણે તે દ્રવ્ય બધું જ રાખી લીધું. આ રીતે ઘરબાર વિનાની (એકલી) યશોમતીએ પિયર જવા માટે વિચાર્યું. ॥૨૪॥ યશોમતી પિયેરની વાટે : આ રીતે દુ:ખી થયેલી યશોમતી પિયર પહોંચી. માતાને મળી. જ્યારે માતાએ આ વાત જાણી ત્યારે દીકરીને ભેટીને આંસુથી નવડાવી. (ઘણું રોઈ). પિતાએ પણ હૈયાની અંદર ઘણું વ્હાલ લાવીને પોતાના ઘેર બોલાવી લીધી. ॥૨૫॥ હવે એકવાર મુનિશ્રી ધર્મરૂચિ મ. વિહાર કરતાં તેના ગામમાં પધાર્યા. તે જ્ઞાની ભગવંત પાસેથી પોતાનાં સર્વ દુઃખોને ભૂલી સખીઓ સહિત યશોમતી જ્ઞાનને મેળવવા લાગી. અને સુંદર એવા સદાચારને ધારણ કરે છે. ૨૬॥ કહેવાય છે કે પતિની નજરે સતી સ્ત્રીઓ સોળ શણગાર સજે પણ પિતાના ઘરે તો શીલરૂપી અલંકારથી જ શોભે છે. ।૨૭।। સ્ત્રી માટે શિયળ એ દેવતાઈ મંત્ર કહેલો છે જે કારણે દેવો પણ તેના ઇચ્છિતને પૂર્ણ કરે છે. આ ભવમાં કષ્ટનો નાશ કરે છે અને જગમાં શોભા વધે છે. II૨૮૫ જેમ અરિકેસરી રાજાની રાણી ચંપકમાલાએ શિયળરૂપી અમૃતનું સિંચન કરતાં પાપરૂપી અગ્નિજવાળા શમી ગયેલી. ।।૨૯।। (શીલોપદેશમાળા ગ્રંથમાં આનું કથાનક મળે છે.) ધમ્મિલકુમાર...રાસની ચોથી ઢાળ અહીંયાં કહી. શ્રી વીરવિજય મહારાજ કહે છે હવે વેશ્યાનાં ઘરે શું બને છે તે જુઓ. પ્રથમ ખંડની ઢાળ – ૪ પૂર્ણ. - દોહા ઃ અક્કા ભૂષણ દેખીને, ચિત્ત ચિંતે તેશિવાર; । મ્મિલ ઘર નિર્ધન થયું, હવે કાઢું ઘરબાર. ॥૧॥ વસંતતિલકા તેડીને, સમજાવે સા એમ; I તુજ સ્વામી નિર્ધન થયો, તેણે હવે ઠંડો પ્રેમ. ॥૨॥ ઈક્ષુખંડ જે રસ ભર્યા, તે ચૂસે નરનાર; I રસ રહિત અંતે જીકે, તસ પશુ કૃત આહાર. III ધનપતિ સાથે પ્રીતડી, કરવી કુલવટ રીત; I નિર્ધન નરને પરિહરી, અવશું કીજે પ્રીત. ॥૪॥ વલતું પુત્રી એમ કહે, માત સુણો એક વાત, 1 પ્રીત કરી નવિ પરિહરે, નારી ઉત્તમ જાત. પી Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ખીર નીર જ્યં પ્રીતડી, બંધાણી છે માય, । ત્રિકરણ યોગે તે હવે, કેમ કરી છોડી જાય. ॥॥ અવર પુરુષ શું આ ભવે, માત મેં કીધો નીમ; I સુખ દુઃખ સંપદ આપદા, એ નર સાથે સીમ. IIII વસંતસેના સાંભળી, કપટે મૌન કરાય, I પુત્રી વિલુદ્ધી એહને, કરવો કોય ઉપાય. ॥૮॥ ધર્મિલકુમાર રાસ મ્મિલના ઘરેથી આવેલાં આભૂષણો (નામવાળાં) દેખીને, અક્કા વિચારવા લાગી. નક્કી ધમ્મિલનું ઘર હવે નિર્ધન થયું છે. કારણ દ્રવ્ય ખલાસ થયું હશે માટે અલંકાર મોકલ્યાં છે તો કોઈપણ ઉપાયે હવે આને મારા ઘરેથી રવાના કરી દેવો. આમ વિચારીને ॥૧॥ વસંતતિલકાને બોલાવીને કહ્યું કે, હે પુત્રી ! આ તારો સ્વામી નિર્ધન થયો છે. તેની પાસેથી હવે કંઈ મળે તેમ નથી. હવે તેને પ્રેમથી તું છોડી દે..૨/ જે ઈશ્યુ (શેરડી)નો ટુકડો રસથી ભરેલો હોય, તેને જ માણસો ચૂસે છે. અંતે ૨સ વિનાના તે કૂચડા તો પશુને આરોગવા યોગ્ય થાય છે. III આપણા કુળની રીત તો ધનવાન સાથે પ્રીત ક૨વી તે છે. માટે બેટી ! નિર્ધન એવા આ (મ્મિલ) નરને છોડીને, બીજા સાથે પ્રીત ક૨ II૪II અક્કા (મા)નું વચન સાંભળી પુત્રી કહેવા લાગી કે હે માતા ! સાંભળો ! જે ઉત્તમ નારી હોય તે, જેની સાથે પ્રીત કરે તેને ક્યારેય પરિહરતી નથી. ।।૫।। વળી હે માતા ! મન વચન અને કાયા ત્રણે યોગે, ખીરનીરની જેમ આની સાથેની મારી પ્રીત બંધાણી છે તે છૂટે તેમ નથી. IIII વળી હે માતા ! આ ભવમાં બીજા પુરુષની સાથેની પ્રીત ન કરવી. એવો મેં નિયમ લીધો છે તેથી મને સુખ હો કે દુઃખ હો, સંપદા હો કે આપદા હો, સર્વ આ નરની (મ્મિલની) સાથે જ ભોગવીશ પણ તેને હું છોડીશ નહિ. IIII અક્કાની માયા ઃ આવી દીકરીની નિશ્ચયપૂર્વકની વાત સાંભળી, વસંતસેનાએ પણ કપટ કરીને મૌન ધારણ કર્યું. એટલે દીકરીની વાતનો જવાબ ન આપ્યો. મનમાં વિચારવા લાગી કે આ પુત્રીને, ધમ્મિલ સાથે પૂરણપ્રીત લાગી છે તેથી સમજાવ્યે છોડશે નહિ. માટે હવે ગમે તે બીજો ઉપાય અજમાવીને ધમ્મિલને છોડાવી દેવો જોઈશે. હવે તે બીજો ઉપાય વિચારવા લાગી. ॥૮॥ -: ઢાળ પાંચમી : (વાલ્હોજી વાયે છે વાંસળી રે...એ દેશી) અક્કાએ ઓચ્છવ માંડીયો રે, દેવમાનતિને ઉદ્દેશ; જમવા તેડે કુમારિકા રે, એકશો આઠ બાલે વેશ. નાટક દેખો દુનિયા તણું રે, મધુબિન્દુ સમો સુખલેશ. ના. ॥૧॥ વેશ્યાજાતિને નોહોતરી રે, પીરસે ભોજન પકવાન્ન, તંબોલ દેઈ વિસર્જતી રે, બાલિકાને શ્રીફળ પાન. ના.॥૨॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૫ તવ પુત્રી સાથે કુમારને રે, પાય કેફી મદિરાજાત; સૂતાં થઈ અચેતન બેઠું જણા રે, જ્યારે રહી પાછલી રાત. ના. IIII કુંઅર ઉપાડી ગાડી ઠવ્યા રે, વિશ્વાસી દાસી સાથ; પુર બાહિર દૂર વનાંતરે , ભોંયે નાખ્યો ઝાલી હાથ. ના. II૪l દાસી પાછી ગઈ મંદિરે રે, અક્કા આગલ કહી વાત, રાત ગઈ સહુ નિંદ્રા ભરેં રે, રવિ ઉદય થયો પ્રભાત. ના. પા જાગી વસંતતિલકા કહે રે, માતા મુજ સ્વામી ક્યાંહી, સા કહે નિર્ધન નાશી ગયો રે, શી સૂકી તરૂવર છાંહિ. ના. ॥૬॥ સાંભળી સા ધરણી ઢળી રે, લહી મૂર્છા થઈ નિરાશ; “અક્કા દાસી ટોળે મળી રે, જોઈ નાકેં શ્વાસોશ્વાસ. ના. IIII શીતલ વાયુ ચંદન જલે હૈં, વલી ચેતના રોતી તેહ; બોલે પતિ પરદેશી થયો રે, હવે રણવન સરખું ગેહ. ના.॥૮॥ ઓચ્છવ કીધો કપટે કરી રે, મુજ કંતને કાઢણહેત; તો મેં નિયમ લીયો હવે આજથી રે, મલવા મોહન સંકેત ના. IIII મેલે ખેલે હીંચોલે ન હીંચીએ રે, નવિ કરશું સરસ આહાર; જીરણ વસ્ત્ર તનુ ઢાંકશું રે, તજીયાં સ્નાન અને શણગાર. ના. ।।૧૦। ઘેર વસંતતિલકા રહે રે, હવે ધમ્મિલનો અધિકાર; કર્મે નડ્યો ને ભંયે પડ્યો રે, વનખંડે પશુ અવતાર. ના.॥૧૧॥ ઉતરી કેફ તવ ઉઠીયો રે, ચિત્રભાનુ ચઢ્યો ઘડી ચાર; કાયા દીઠી કચરે ભરી રે, ઉતારી લીયો અલંકાર. ના.૧૨/ અક્કાએ મુજ કાઢિયો રે, ચિંતે ધિક્ વેશ્યાવિલાસ; પૂરણ દ્રવ્યે પાએ પડે રે, નવી બેસે નિર્ધન પાસ. ના.॥૧૩॥ વેશ્યા વાઘ અગ્નિ રૃપ ને અહિ રે, એ ન ધરે કિણથ્થું પ્રેમ; તાતે દ્રવ્ય ન તોલીયું રે, તેણે કીધું કારજ એમ. ના.॥૧૪॥ ચિંતવતો નિજ ગેહે ગયો રે, નવ દીઠાં માત ને તાત; પૂછતાં એક વિપ્ર તે બોલીયો રે, સુણ સુંદર શેઠની વાત. ના, ॥૧૫॥ શેઠનો પુત્ર વેશ્યાઘરે રે, ખાતાં ધન નીઠુ જામ; માતપિતા સુત દાહથી રે,પોહોતાં પરલોકે, તામ. ના. I॥૧૬॥ ૨૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ધમિલકુમાર રાસ ધમિલ નારી જશોમતી રે, ઘરભૂષણ ભરીયાં તાસ; સ્નાન કરી સાસરીયાં તણાં રે, ગઈ પિયર માયની પાસ. ના./૧ણી એમ નિસણી ક્ષીણ વજાહિત રે, લહી મૂચ્છ અંતરઝાલ; ચેતના વલે નયરથી નીકળ્યો રે, જઈ બેઠો સરોવર પાળ. ના.૧૮ સ્નાન કરી માતપિતા તણું રે, નિર્મલ શીતલ જલ પીધ; કાલ સમા વડપાદપ તલે રે, સૂતો ક્ષણ નિદ્રા લીધ. ના./૧લી ધમ્મિલ રાસે એ પાંચમી રે, નીચ સંગતિ ફલની ઢાળ, વીર કહે ઉંચ સંગતિ રે, પામે સુખ ઋદ્ધિ રસાલ. ના..૨વા. હે ભવ્યો ! જેની અંદર મધુબિંદુ સરખું જ અંશમાત્ર સુખ છે એવી આ દુનિયાનાં નાટકો હવે જુઓ. અક્કા (વેશ્યાની માતા)એ હવે દેવતાની માનતા (બાધા)ના ઉદેશથી ઓચ્છવ માંડ્યો. અને એમાં બાલકુંવારી એકસો આઠ કન્યાને જમવા માટે બોલાવી છે. [૧] આ મહોત્સવમાં પોતાની જાતનાં માણસોને પણ નોતર્યા છે. સહુને પ્રીતિ વધે તે માટે મિષ્ટ ભોજન પીરસ્યાં. ઉપર સહુને તંબોલ આપ્યાં. એકસો આઠ કુમારિકાને પણ મીઠાઈનું ભોજન કરાવ્યું. અને તે બાલિકાઓને શ્રીફળ-તંબોલ આપીને સહુને વિદાય કર્યો. જરા હવે તે સાંજે પોતાની પુત્રી અને કુમારને કેફી મદિરાપાન (ચંદ્રહાસ મદિરા)નું પાન કરાવ્યું. કેફી મદિરાના કારણે બંને જણાં અચેતન અવસ્થામાં પડ્યાં એવાં ઉંઘી ગયાં છે. all આવા અવસરે પાછલી રાત્રીએ વિશ્વાસુ દાસીને સાથે લઈ અક્કાએ કુમારને ઉપાડ્યો અને રથમાં નાંખ્યો. દાસીને નગરની બહાર મોકલીને વનાંતરે મુકાવી દીધો. ૪ વનમાં મૂકી આવ્યા બાદ દાસીએ, સઘળી વાત અક્કાને આવીને કહી. રાત તો બધાની સુખભર વીતી. પ્રભાત પ્રગટ્ય. //પા વસંતતિલકા જાગી અને જોયું તો ધમ્મિલકુમારને જોયો નહીં. તેથી માતાને કહેવા લાગી. “મા ! મારો સ્વામી ક્યાં?” અક્કા કહે - નિર્ધન નાશી ગયો લાગે છે. બેટી ! સૂકા વૃક્ષની છાયા કેવી હોય ! અર્થાતુ સૂકાયેલા વૃક્ષની છાયાની જેમ તે ભલે ચાલ્યો ગયો. //દી આ સાંભળતાં જ તેણી નિરાશ થઈને મૂચ્છ આવતાં ધરણી ઉપર ઢળી પડી. અક્કા અને દાસીઓ ભેગી થઈ ગઈ અને નાક જોવા લાગી કે શ્વાસોશ્વાસ ચાલે છે કેમ? IIણી શીતલ પવન નાખતાં ચંદનજળ છાંટતાં જ્યારે ચેતના આવી, ત્યારે વસંતતિલકા રડતી રડતી બોલવા લાગી કે આ મહેલના સુખથી સર્યું. જો પતિ પરદેશ ચાલ્યો ગયો તો આ ઘર હવે રણમાં રહેલા વન જેવું લાગે છે. આંટા મારી માતાએ મારા કંતને કાઢવા માટે જ આ ઓચ્છવનું કપટ (કાવતરું) કર્યું. ને મારા સ્વામીને કાઢી મૂક્યો. તો હું પણ આજથી મારા તે મોહનને મળવા માટે નિયમ કરું છું કે. llો જ્યાં સુધી તે નરપુરુષ ન મળે ત્યાં સુધી, મેળામાં કે રમતગમતમાં જઈશ નહિ. હીંચકે હીંચીશ નહીં, રસવાળાં ભોજન કરીશ નહીં. સ્નાન અને શણગારનો ત્યાગ કરીશ. આ શરીરને ઢાંકવા જીર્ણ વસ્ત્ર જ પહેરીશ. (નવાં વસ્ત્રો પહેરીશ નહીં) આ રીતે વસંતતિલકા પોતાના ઘરે સાદાઈથી રહેવા લાગી. તો હવે આ બાજુ ધર્મિલકુમારનું શું થયું? તે જુઓ. જેમ વનમાં જન્મેલું પશુબાળ ભૂમિ ઉપર પડ્યું હોય તેમ ધમિલકુમાર વનની ભૂમિ ઉપર પડેલો છે. ૧૧૫ Page #56 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : યળ - ૬ ધિમિલ વગડાની વાટે : મદિરાનો નશો ઊતર્યો ત્યારે ધમ્મિલ ઊઠીને જોવા લાગ્યો. હું ક્યાં છું ! સૂર્યોદય થયાને ચાર ઘડી થઈ હતી. જયારે શરીર સામે જુએ છે તો એકપણ અલંકાર નથી દેખાતો. શરીરે એકલી ધૂળને કચરો લાગ્યો હતો. જોતાં જ મન ચગડોળે ચડ્યું.. આ શું ? ૧રો તે ચિંતવવા લાગ્યો કે ધિક્કાર છે આ વેશ્યાનાં સુખોને ! કે દ્રવ્ય હોય ત્યાં સુધી સગી. નિર્ધનની સામે જોતી નથી. આજે હું નિધન થયો તો અક્કાએ કપટ કરીને મને કાઢી મૂક્યો. ./૧૩ " કહેવાય છે કે વેશ્યા, વાઘ, અગ્નિ, રાજા અને સર્પ એ કોઈની ઉપર પ્રેમ કરતાં નથી. મારા પિતાએ દ્રવ્ય આપવામાં કોઈ મણા રાખી નથી. જયાં દ્રવ્ય બંધ કર્યું ત્યાં તો વેશ્યાએ મને છોડી દીધો. ૧૪ ઠીક ! આમ વિચારીને ત્યાંથી ઊઠ્યો ને પોતાના ઘરે ગયો. ત્યાં પણ પોતાનાં માતપિતાને ન જોયાં. પાડોશીને જ્યારે પૂછ્યું ત્યારે એક બ્રાહ્મણ પાડોશી બોલ્યો કે ભાઈ ! સુંદર (સરલ) શેઠની વાત સાંભળ. ૧૫ સુંદર સજ્જન એવા સુરેન્દ્રદત્ત શેઠનો પુત્ર વેશ્યાના ઘરે છે. આખી જિંદગી ખાતાં ન ખૂટે તેટલું દ્રવ્ય હતું. પણ તે પુત્રની પાછળ મોકલીને ઘર ખાલી થયું. પુત્રની ચિંતામાં માતપિતા પરલોક પહોંચ્યાં. ૧૬ll વળી શેઠની પુત્રવધૂ (ધમિલ)ની પત્ની યશોમતીએ સાસુ સસરાની સેવા સારી કરી. પછી એકલી પડી. ઘરવખરી વેચી વેશ્યાને ત્યાં દ્રવ્ય મોકલ્યા જ કર્યું. આભૂષણો પણ વેચી દીધાં. છેવટે છેલ્લું સ્નાન કરીને તે પણ પછી પિયેર ચાલી ગઈ. માતાની પાસે રહેવા ગઈ. તેની (મિલને કોઈએ ઓળખ્યો નથી.) માતપિતા અને પત્નીની વાત સાંભળતાં વજથી હણાયો હોય તેમ આઘાત લાગ્યો. હૃદયથી ખિન્ન થયેલો ધમિલ મૂછિત થયો. ચેતના આવી ત્યારે નગરની બહાર સરોવરની પાળે જઈને વિચારતો બેઠો. ll૧૮ સરોવરમાં માતપિતાનું સ્નાન કર્યું. નિર્મળ જળ પીધું. મૃત્યુના વિચારે યમરાજા સરખા વટવૃક્ષ નીચે સૂતો. ક્ષણમાત્ર નિંદ્રા આવી ગઈ. ll૧૯લા નીચની સંગતનાં ફળ કેવાં હોય છે ! તે આ ધમિલના રાસની પાંચમી ઢાળમાં બતાવ્યું. શુભવીરવિજય કહે છે સજ્જનની સંગતિથી સુખસમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મરવા -: પ્રથમ ખંડની ઢાળ: ૫ પૂર્ણ - -: દોહા :ક્ષણ નિદ્રા લહી જાગીયો, પડીયો ચિંતાઝાલ; ક્ષણ રોતો ક્ષણ શોચતો, ઝાલી તરૂવરડાલ. //પા. નિર્ધનને જીવિત કશું, નિર્ધન મૃતક સમાન; ધમ્મિલ ચિંતવતો ગયો, જિહાં છે જીરણ ઉદ્યાન. આરા વનપાલક સૂતો તિહાં, લેઈ તસ તરવાર; વનદેવે તે અપહરી; કરતાં શિર સંહાર. Hall ચય ખડકી અગ્નિ કરી, પેઠો જઈ એકાંત; વનદેવે શીતલ કરી, પામ્યો ખેદ અત્યંત. જો Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધમિલકુમાર રાસ કાલકૂટ સુર સંહરો, તરૂશિર નિતિન જાત; ધૂલ તલાઈ સુર કરે, કરતાં ઝપાપાત. //પા. એમ ઘણા મરવા તણા, ચિંતા અવર ઉપાય; તવ તે કોપી સુર કહે, મા મા સાહસ કરાય. ૬l ચિંતે હજી આગલ કિશ્યા, દેશે દૈવ કલેશ; વારે છે મુજ દેવતા, કરતાં મરણ ઉદેશ. તેથી એમ ચિંતવતો તે ગયો, સ્નિગ્ધ વને સુખકાજ; તિહાં તરૂતલ દીયે દેશના, દીઠા એક મુનિરાજ. Al૮. જંગમ તીરથ ભૂતલે, કરતાં ભવિ ઉપગાર; જ્ઞાન દિશાએ જાગતા, કર્મવૈદ્ય અણગાર. લી ક્ષણમાત્ર નિદ્રા લઈને ધમ્મિલ જાગ્યો અને ચિંતાની ચિંતામાં પડ્યો. ઘડીક રડે છે. વળી ઘડીક વડલાની ડાળ પકડી વિચારે ચડી જાય છે. નસીબને રડે છે. વળી વિચારે છે. ૧ રે! નિર્ધનને જીવવાનો અર્થ શો ? નિર્ધન મનુષ્ય જીવતાં છતાં મરેલા જેવા છે. હું પણ જીવતાં છતાં હવે તો મરેલા બરાબર છું. આ પ્રમાણે વિચારતો નિર્જન વનમાં ગયો. //રા ત્યાં વનરક્ષક સૂતેલો છે. બાજુમાં જ તેની તલવાર પડી હતી. જે તલવારને ધમિલે છાની રીતે ઉપાડી. હવે જીવવું જ નથી એટલે તલવારથી શિરચ્છેદ કરવા જાય છે. ત્યાં વનદેવતાએ તલવાર અપહરી લીધી. II તો વળી ત્યાં એકાંતમાં જઈ લાકડાં ભેગા કરી ચિતા તૈયાર કરી. અગ્નિ પેટાવીને જ્યાં પગ મૂકવા જાય છે ત્યાં દેવે અગ્નિ ઠારી દીધો. તે જોઈને ધમિલ વધારે ખિન્ન થયો. All વળી કાલકૂટ ઝેર ચૂસે છે તો દેવે તે પણ સંહરી લીધું. વૃક્ષ ઉપર ચઢીને ઝપાપાત કર્યો તો દેવે નીચે ધૂળની શય્યા કરી દીધી. પી. આમ ધમિલ મરવા માટે જુદા જુદા ઉપાયો વિચારે છે ત્યારે, હવે દેવ કોપાયમાન થયો. ને કહેવા લાગ્યો, રે ! આવુ સાહસ ન કરીશ. ન કરીશ.//૬ll ત્યારે ધમ્મિલ વિચારવા લાગ્યો કે ભાગ્યદેવતાને હજુ કેટલાં કષ્ટ આપવાં છે જેથી દેવ મારા મૃત્યુને રોકે છે? IIણી આમ વિચારતો તે સુખશાંતિ માટે વનરાજી ખીલી છે તેવા વનમાં ગયો. તો ત્યાં એક વૃક્ષની નીચે દેશના દેતા મુનિરાજ તેના જોવામાં આવ્યા. ll૮. અહો ! આ પૃથ્વીતળને વિશે જંગમ તીરથ સમાન મુનિભગવંતો ભવ્ય જીવોના ઉપકાર માટે વિચરી રહ્યા છે. જ્ઞાનદશા જેમની ઊઘડી ગઈ છે, એવા મુનિ અણગાર, કર્મરોગને દૂર કરવામાં વૈદ્ય સરખા વિહરે છે. II -: ઢાળ છઠ્ઠી :| (દશીઃ મન મલવા મુજ અલયો). મુનિવાણી રસ માલતી, ચૂસતા અલિ લોક રે; વૃક્ષ અશોક તરૂતલે, સુર-નર-નારીના થોક રે. મુ..In : Page #58 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૬ ૨૫ બેઠા હેમ સિંહાસને, અગડદત્ત મુનિરાય રે; ધમિલ દેખી વિનયથી, વંદે ગુરૂના પાય રે. મુ..રા બેઠો યથોચિત થાનકે, કહે મુનિ ધર્મ રસાલ રે; ધર્મ કરી નરભવ લહી, ઠંડી મોહ જંજાલ રે. મુ...૩ મોહેં મૂંજ્યા મત ફિરો, છોડી પંથ ગમાર રે; મોહની મદિરા છાકશી, રાગદશા સંસાર રે. મુ...૪ રાગે વાહ્યા નર ચલે, ઠંડી ઘર પરદેશ રે; નંદી સોવનકાર ક્યું, જલંતા જ્વલન પ્રવેશ રે. મુ.પા. વિષભક્ષણ કૂપે પડે, ગિરિ શિરે ઝપાપાત રે; એકાદશ ગુણઠાણાથી, પડીયા હેઠળ જાત રે. મુ... ll દષ્ટિ રાગે આંધળા, નહીં નિજપરનો વિચાર રે; અતિરાગે ઘેલો થયો. વિજયપાલ ભૂપાલ રે. મુ...Iણા પ્રેમે પૂછે પરષદા, સ્વામી તેહ કહો વાત રે; પુરિમતાલ પુર ભુપતિ, રંભા રાણીશું જાત રે. મુ.ટા શેઠસુતા પદમાવતી, દીઠી રૂપ નિધાન રે; રયવાડી જાતાં થકાં, લાગ્યું તેહશું ધ્યાન રે. મુ...ll શેઠઘરે માગું કરી, રાજા પરણ્યો તેહ રે; નાવે રાજકચેરીયે, લાગો તાસ સનેહ રે. મુ..૧ના દિન તે પદમાવતી, મરણ લહે ફૂલ રોગે રે; વિજયપાલ ઘેહલો થયો, અંતરદાહ વિયોગે રે. મુ.../૧૧થા દહન કરવા નવિ દીએ, બેઠો મૃતકની પાસ રે, કહે મંત્રી એ મરણ ગઈ, મૂકો રાણીની આશ રે. મુ...૧ર. નૃપ કહે તુજ માતાપિતા, મરશે સુત પ્રિયા જાત રે; જીવે રાણી અમ તણી, કોડી વરસ કરો વાત રે. મુ../૧all મંત્રી કહે મેં રીશવી, દૂર રહો નરનાહ રે; મંત્રી રાયને છેતરી, દીધો અગ્નિદાહ રે. મુ.../૧૪ રૂઠી સ્વર્ગે સા ગઈ, નિયમ લીએ નૃપ તામ રે; વિણ દીઠે પદમાવતી, ન લીએ ભોજન નામ રે. મુ.../૧પા Page #59 -------------------------------------------------------------------------- ________________ ધમિલકુમાર રાસ દિન દશ વર્તે મંત્રિએ, તવ એક બુદ્ધિ ઉઠાય રે; વિપ્ર વધામણી મોકલ્યો, સુણી નૃપ હર્ષિત થાય રે. મુ../૧દી પૂક્યો દ્વિજ કહે સ્વર્ગમાં, વિલસે સુખ વિશેષ રે; થોડા દિનમાં આવશે, પણ વિંછે તુમ લેખ રે. મુ.../૧ણા મુદિત અને મહિપતિ સુણી, ભોજન કીધ સનેહ રે; લેખ લખી દઈ પાઠવ્યો, વલી કેતે દિન તેહ રે. મુ./૧૮ આવી રાયને કર દીયે, ફળ નારિંગ રસાલ રે, ખાવા રાણીયે મોકલ્યાં, તુમ પર ભક્તિ વિશાલ રે. મુ.../૧લા રીયો ભૂષણ તસ દીયે, પસરી ઘર ઘર વાત રે; રાજા પાસે આવીયો, દ્વિજ એક પૂરત જાત રે. મુ.../૨વા લેખ દીયો નૃપ વાંચીયો, હું તમ દાસી રાય રે; આવણ નદીએ સાહેલીઓ, વરસ સમા દિન જાય રે. મુ...રવા કોટી ધન પહેરામણી, મેં કીધી સુરલોક રે; દેવું આપી આવશું, મોકલજો ધન રોક રે; મુ...રરા મંત્રીને કહે ધન દીયો, ભૂષણ કંચુઓ ચીર રે; મંત્રી કહે નૃપ વિપ્ર એ, કીએ પંથે જશે ધીર રે. મુ... lal નૃપ કહે પૂરવે દ્વિજ ગયો, તે મારગે કરી એહ રે, મંત્રી કહે અગ્નિ વિચે, તેણિ વિધિ જાશે સંદેહ રે.. મુ.ર૪ો. મંત્રી પૂર્તિને લેઈ ચલ્યો, બાહિર બાંધી નિઘટ્ટ રે; , અગનિમાંહે પ્રજાલીયો, વહેલા આવજો ભટ્ટ રે. મુ.રપા કેતા વાસર અંતરે, નૃપ આગ્રહથી તામ રે; ઉંચ વરણ રૂપ વય સમી, વેશ્યા પદમાં નામ રે. મુ.../૨૬ો. શીખાવી વનમાં ધરી, મંત્રી દત વધાઈ રે; રાજા સન્મુખ આવતો, લેઈ સકલ સર્જાઈ રે. મુ...//રી હશે હસ્તશિરે ચઢી, ઉતરીયા દરબાર રે; પુષ્ટિ અમૃત આહારથી, ચિંતે ચિત્ત મોઝાર રે. મુ...ll૨૮ી . સ્વર્ગની વાતો પૂછતાં, સા કહે ભૂપને તેમ રે, મંત્રીએ જેમ શીખવી, ચતર તે ભૂલે કેમ રે. મુ...રલ Page #60 -------------------------------------------------------------------------- ________________ T B.G. M:9925020106 Page #61 --------------------------------------------------------------------------  Page #62 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૬ સુખ વિલસતાં રસ ભરે, ભમશે બહુ સંસાર રે, રાગે વિરાગે કેવલી, સિદ્ધિવધૂ ભરતાર રે. મુ...૩ના ધમિલ કુંવરના રાસની, છઠ્ઠી ઢાલ રસાલ રે; શ્રી શુભવીર રસિકજના, સુણજો થઈ ઉજમાલ રે. મુ...li૩૧al અગડદત્ત મુનિરાજનો મેળાપ : જેમ ભમરો માલતીનાં રસને ચૂસે, તેમ અશોકવૃક્ષની નીચે રહેલા દેવ-નર-નારીઓનો સમૂહ છે. તે મુનિવરની વાણીને ઉત્કંઠાથી પી રહ્યાં છે. ૧. તેમ વળી સોનાના સિંહાસન ઉપર બેઠેલ અગડદત્ત મુનિને ધમિલે જોયા અને વિનયપૂર્વક ગુરુનાં ચરણકમલમાં નમસ્કાર કરી યોગ્ય સ્થાનકે બેઠો. રા સુંદર એવા ધર્મને, મુનિ ભગવંત સમજાવી રહ્યા છે. અને કહે છે કે હે ભવ્યો ! દુર્લભ એવા મનુષ્યભવને પામી, મોહજંજાળને છોડી, ધર્મનું આરાધન કરો. ૩l વળી હે ભવ્યો ! જેમ કોઈ ગમાર (મૂર્ખ) માર્ગ છોડીને જયાં ત્યાં ફરે છે, તેમ મોહથી મૂંઝાઈને તમે ફરશો નહીં. મોહની મદિરાનો કેફ રાગદશાને ઉત્પન્ન કરનારો, અને સંસાર વધારનારો છે. ||૪|| - રાગથી રંગાએલ મનુષ્ય કુમારનંદી સોનીની જેમ ઘર છોડીને પરદેશ ભમે છે. અને બળતી એવી જવાલામાં પણ પ્રવેશ કરે છે. //પી (કુમારનંદી સોની છે તે હાસા-મહાસા દેવીમાં લુબ્ધ થયેલો, તેને મેળવવા માટે ચામડાંની મશક બનાવીને અંદર પેઠો. ભારંડપક્ષી તેને (મશકને) રત્નદ્વીપમાં લઈ ગયું. ત્યાં દેવીએ કહ્યું કે “નિયાણું કરીને અગ્નિમાં પ્રવેશ કરો ?” અને તે સોનીએ દેવીઓને મેળળવા માટે, તે પ્રમાણે (અગ્નિમાં પ્રવેશ) કર્યો.) રાગરંજિત કોઈ વિષભક્ષણ કરે છે, તો કોઈ કૂવે પડે છે. કોઈ વળી પર્વતના શિખર ઉપરથી નૃપાપાત કરે છે, અરે ! આ રાગદશા તો જીવને અગિયારમા ગુણઠાણાથી પછાડીને છેક પહેલે ગુણઠાણે પણ લાવે છે. આદી દૃષ્ટિરાગથી અંધ થયેલા સ્વપરનો વિચાર કરી શકતા નથી. જેમ વિજયપાલરાજા અતિરાગે પાગલ થયો તેમ. //. * અતિરાગ, ઉપર વિજયપાલની કથા : ત્યારે પ્રેમપૂર્વક સભાજનોએ પૂછ્યું. તે સ્વામી! તે વિજયપાલ રાજા કોણ? તે વાત કહો. ત્યારે અગડદત્તમુનિ બોલ્યા કે પુરિમતાલ નગરનો વિજયપાલ નામે રાજા હતો. તેને રંભા સરખી રૂપવાન રાણી હતી. [૮] તે નગરમાં એક શેઠને રૂપના નિધાન સરખી પદ્માવતી નામની પુત્રી હતી. એકવાર રયવાડી જતાં એવા રાજાએ, ગોખમાં બેઠેલી પદ્માવતીને જોઈ અને તેના ઉપર મોહિત થયો. શેઠના ઘરે કન્યાની માંગણી કરી. અને રાજા પદ્માવતીને પરણ્યો. પદ્માવતીના પ્રેમમાં પાગલ બનેલો તે રાજા, રાજસભામાં પણ જતો નથી. પદ્માવતીના પ્રેમમાં જ સમય ગાળવા લાગ્યો. ૧૦ના કેટલાક દિવસો સુખપૂર્વક પસાર થયા. પછી બન્યું એવું કે રાણી પદ્માવતીને શૂળરોગ ઉત્પન્ન થયો. ઘણા ઉપાયો કરવા છતાં રાણી મૃત્યુ પામી. તેના વિયોગથી હૃદયમાં ખિન્ન થયેલો વિજયપાલ તો પાગલ થયો. ll૧૧મા અને પાગલરાજા, પદ્માવતીના મૃતદેહની પાસે બેસી રહ્યો. તેણીનો અગ્નિદાહ પણ કરવા દેતો નથી. જ્યારે મંત્રી કહે છે કે હે મહારાજ ! રાણી તો મરણ પામી છે. હવે તેની આશા છોડી દો. /૧ર. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધમિલકુમાર રાસ મંત્રીની વાત સાંભળીને રાજા કહેવા લાગ્યો કે શું વાત કરો છો ? તારા માતા-પિતા-પુત્ર અને પ્રિયા ભલે મરે. પણ (અ)મારી પ્રિય રાણી તો ક્રોડ વરસ જીવે એવી છે માટે તમે આવું ન બોલશો. /૧all આ સાંભળી મંત્રી વિચારવા લાગ્યો કે રાજા ગાંડો પાગલ થયો છે. યુક્તિથી સમજાવવા પડશે. તે પછી મંત્રી રાજાને કહે છે કે “તમે એને રીસવી લાગે છે?” તેથી તે બોલતી નથી. માટે હે રાજા ! આપ થોડીવાર દૂર રહો. એમ કહી રાજાને છેતરીને મૃતક રાણીને અગ્નિદાહ આપ્યો. ૧૪ll પછી મંત્રી રાજા પાસે આવીને કહેવા લાગ્યો કે એ તો રિસાઈને સ્વર્ગમાં ચાલી ગઈ. રાણીમાં આસક્ત રાજાએ નિયમ લીધો કે “પદ્માવતીને જોઈશ નહિ, ત્યાં સુધી ભોજન કરીશ નહિ.” I/૧પી હઠીલા રાજાને આ રીતે દશ દિવસ પસાર થઈ ગયા. રાજા ભોજન લેતા નથી. મંત્રીએ વળી બુદ્ધિ દોડાવી. એક બ્રાહ્મણને તૈયાર કરીને રાજા પાસે મોકલ્યો. બ્રાહ્મણે આવીને કહ્યું કે હું રાણીની વધામણી લઈને આવ્યો છું. આ સાંભળતાં રાજા હર્ષિત થયો. /૧૬ જયારે રાજાએ બ્રાહ્મણને પૂછ્યું કે “સ્વર્ગમાં કેવું છે?” ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે “ત્યાં તો ઘણી સુખસાહ્યબી છે. ત્યાં ગયેલાં રાણીસાહેબ થોડાં દિવસમાં આવશે. પણ રાજનું ! રાણી તમારો લેખપત્ર ઇચ્છે છે. [૧ણા બ્રાહ્મણની સઘળી વાત સાંભળીને મનમાં હર્ષ પામેલાં રાજાએ પ્રેમપૂર્વક ભોજન કરીને, બ્રાહ્મણને ભોજન કરાવીને, લખપત્ર લખીને આપ્યો. ./૧૮ , રાણીની યાદમાં રાજાના કેટલાક દિવસો પસાર થઈ ગયા. વળી એક બ્રાહ્મણે આવી, સરસ એવાં નારંગીનાં ફળો રાજાના હાથમાં આપ્યાં અને કહેવા લાગ્યો કે રાજન્ ! આ ફળ સ્વર્ગમાંથી રાણીએ મોકલ્યાં છે. જેની તમારી ઉપર અપરંપાર ભક્તિ છે. તેણીએ તમારા માટે જ મોકલ્યાં છે. I/૧૯તા - હર્ષ પામેલા રાજાએ બ્રાહ્મણને ઘણાં બધાં આભૂષણ આપ્યાં, આ વાત નગરમાં ઘેર ઘેર પ્રચલિત થઈ. આ વાતની જાણ એક ધૂતારાને થઈ તો તે પણ બ્રાહ્મણના રૂપમાં રાજા પાસે આવ્યો. ll૨વા તે ધૂતારા બ્રાહ્મણે રાજાને એક પત્ર આપ્યો. રાજાએ પત્ર વાંચ્યો. તેમાં લખ્યું હતું કે હું તમારી દાસી છું. પણ અહીંથી મારી સાહેલીઓ મને ત્યાં આવવા દેતી નથી. જયારે આપ વિના મારો તો એક દિન, વરસ સમાન જાય છે. ૨૧. વળી આ દેવલોકની અંદર મેં એક કરોડની પહેરામણી કરી છે. તો મને રોકડ ધન મોકલશો. જેથી દેવું ભરીને હું ત્યાં આવીશ. ૨રા આ વાંચીને રાજા મંત્રીને કહેવા લાગ્યો કે મંત્રીશ્વર ! આ બ્રાહ્મણને ધન, આભૂષણ, કંચૂવો. બીજાં પણ ઘણાં વસ્ત્રો વગેરે ઘણી વસ્તુ આપો. ત્યારે મંત્રીએ વિચાર્યું કે આ ધૂતારો છે. જયારે રાજા ગાંડો છે. તેથી બુદ્ધિશાળી મંત્રીએ રાજાને પૂછ્યું “રાજન ! બ્રાહ્મણ આ બધી વસ્તુ લઈને સ્વર્ગમાં કયા માર્ગે જશે ?” [૨૩ ત્યારે રાજા કહેવા લાગ્યો કે “આની પહેલાં બ્રાહ્મણ ગયો છે, તે માર્ગે આને મોકલો”. મંત્રી કહે - તે અગ્નિ વચ્ચેથી ગયો છે. તો આજે પણ તે પ્રમાણે જવું પડશે. ૨૪ો આમ મંત્રી, સર્વ સામગ્રી સાથે ધૂતારાને લઈને ચાલ્યો. ગામ બહાર જઈને બરાબર તેને બાંધી, અને જે અગ્નિ સળગાવ્યો હતો તેની અંદર પ્રવેશ કરાવ્યો અને કહ્યું કે “ભટ્ટજી!” વહેલા આવજો !” (ધૂતારાની જેમ કોઈકને છેતરવા જતાં મૃત્યુ પણ આવે છે.) ૨૫l એમ કરતાં કેટલાંક વર્ષ ચાલ્યાં ગયાં. વળી એકદા રાજાએ હઠ પકડી કે “જાવ જલ્દી પદ્માવતીને Page #64 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧: ઢાળ - ૦ ૨૯ લઈ આવો.” મંત્રીશ્વર વળી વિચારમાં પડી ગયો. ઉપાય તો શોધવો રહ્યો. પદ્માવતી જેટલી ઊંચાઈ વાળી, રૂપાળી અને એટલી જ વયવાળી એવી પદ્મા નામની વેશ્યાને તૈયાર કરી. ૨૬ll સઘળી વાતથી વાકેફ કરીને આગળની વાત શિખવાડીને તે વેશ્યાને વનમાં રાખી. મંત્રીએ આવીને રાજાને વધામણી આપી કે “રાણીબા આવી ગયાં છે.” વધામણી સાંભળીને સકલ સાજન માજન પ્રજાજનને સજજ કરી રાજા રાણીને લેવા જંગલમાં ગયો. ૨૭ - રાજા, રાણીની સાથે હાથીની અંબાડીએ ચઢીને દરબારે આવ્યા. રાણીની સાથે અમૃત સરખો આહાર લઈને પુષ્ટ થયો. વળી ચિત્તની અંદર રાજા વિચારવા લાગ્યો. રે ! સ્વર્ગ કેવું હશે ? I ૨૮ ધીમે ધીમે રાણીને સ્વર્ગ વગેરેની વાતો પૂછે છે. ત્યારે પદ્મા પણ જેમ મંત્રીએ શીખવી રાખેલ છે તે રીતે સ્વર્ગની સુંદર વાતો ચતુરાઈપૂર્વક રાજાને કહે છે. રામ રાગથી રંગાયેલો રાજા રસપૂર્વક સુખ ભોગવતાં રહ્યો છે. આવા જીવો સંસારમાં પરિભ્રમણ ઘણો કરે છે. રાગ પ્રત્યે જેને વૈરાગ્ય જાગ્યો છે. તે કેવળી ભગવંતો જ સિદ્ધિવધૂના સાચા સ્વામી છે. ll૩૦મી - આ રીતે ધમ્પિલકુમારના રાસની રસાલ એવી છઠ્ઠી ઢાળ કહી. શ્રી શુભવીરવિ. મ. કહે છે કે હે રસિકજનો ! ઉજમાળ થઈને આગળ સાંભળો. //૩૧ પ્રથમ ખંડની ઢાળ : ૬ પૂર્ણ. - દોહા :પૂછે સાધુ કુમારને, કેમ સાહસિક કરાય, પ્રાણી કુમરણ કરી, નડિયા દુર્ગતિ જાય. ITI કુંવર કહે સ્વામી સુણો, હું દુ:ખનો ભંડાર, કૂપની છાયા કૂપમે, નવિ પામે વિસ્તાર. રા. સાધુ કહે શું દુઃખ અછે, કહો વિવરીને કુમાર, બોર વેચાયે બોલતાં, શિર હોયે હલકો ભાર. Hall કુંવર કહે મુજ દુઃખને, કુણ ઉદ્ધરણ સમથ્ય, જલધિ જલમાં ડુબતાં, કહો કોણ ઝાલે હાથ. I૪ો વિરલા પરકારજકરા, વિરલા પાલે નેહ, વિરલા ગુણ કીધો ગ્રહે, પર દુઃખે દુખિયા જેહ. Ifપા આ ભવ દુઃખ ન પામીયો, પરદુઃખ હરણ ન ઘાત, દુઃખ દેખી દુઃખ નવિ ધરે, તે આગળ શી વાત. દા. કહે મુનિ મેં દુઃખ દેખીયું, હું દુઃખહરણ સમથ્ય, દુઃખ દેખી દુઃખીયા અમે, ભાંખો નિજ પરમથ્થ. Iણા Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ધમિલકુમાર રાસ | મુનિભગવંતનો ઉપદેશ પૂરો થતાં કુમારને ઉદેશીને કહે છે કે “આપઘાત કરનાર પ્રાણીની દુર્ગતિ થાય છે. તો તું શા માટે આવું સાહસ કરે છે?” પેલા ત્યારે કુંવરે કહ્યું કે હે સ્વામી ! હું દુઃખનો ભંડાર છું. જેમ કે કૂવાની છાયા કૂવામાં સમાય. તેમ મારા દુઃખને હું જ જાણું છું. /રા | મુનિ ભગવંતે કુંવરને કહ્યું કે, તારું દુઃખ વિસ્તારથી અમને કહે. જેમ માથે ઉપાડેલ બોરનો ટોપલો, તે બોર બોલવાથી વેચાય છે અને માથાનો ભાર હળવો થાય છે, તેમ તારું હૃદય હળવું થશે. Imall હે ભગવન્! મારાં દુઃખ દૂર કરીને મારો ઉદ્ધાર કરવા કોણ સાહસ કરશે ? દરિયામાં ડૂબતા પ્રાણીનો હાથ કોણ પકડે ? ll૪ો. હે નાથ ! આ જગમાં પરમાર્થ કરનારા, સ્નેહને પાળનારા, કરેલા ઉપકારને જાણનારા, (કૃતજ્ઞ), કોઈક જ એવા વિરલા હોય છે અને તે જ પારકાના દુઃખે દુઃખી થનારા હોય છે. //પા. આ ભવની અંદર જે દુ:ખ પામ્યો નથી. વળી કોઈના દુઃખને દૂર કર્યા નથી. બીજાના દુઃખ જોઈને. જેને હૈયામાં દુઃખ થયું નથી. તેની આગળ શું વાત કરવી ? Ill ત્યારે મુનિ ભગવંત બોલ્યા, હે વત્સ ! મેં દુઃખ જોયું છે. તારું દુઃખ દૂર કરવા સમર્થ પણ છું. કોઈનાં દુઃખને જોઈને અમે દુઃખી પણ થઈએ છીએ. માટે તારી વીતક તું કહે. IIછા -: ઢાળ સાતમી :(રામચંદ્રકે બાગ, આંબો મોહોરી રહ્યોરી...એ દેશી) કુંવર કહે મુજ આજ, સુરતરૂ તુંહી ફેલ્યોરી, દુઃખદાયક મહારાજ, નાડીવૈદ્ય મલ્યોરી. ૧. નયર કુસારત, નિવાસ, હું સુત શેઠ તણોરી. જ્ઞાનકલા વિજ્ઞાન, પાઠક પાસ ભણ્યોરી. //રા. વસીયો વેશ્યાગેહ, તેહશું નેહ કયોરી, ખાઈ ઘર ઘર વાત મુજ વનમાંથી ધરૂયોરી. Hall જાગ્યો જીસે પ્રભાત, નિજ મંદિરીએ ગયોરી, મરણ લહ્યાં માબાપ, સાંભળી દાહ થયોરી. II૪l. મરણ ઉપાય મેં કીધ, દુઃખભર વન જીરણેરી, વાયો દેવે તામ, આવ્યો તમ ચરણેરી. //પા. લોહ ચમક દષ્ટાંત તે મુજ ખેંચી લીયોરી, નયન સુધાંજનરૂપ, દર્શન દેવે દીયોરી. દll. હજીય લગે મહારાજ, વેશ્યા ચિત્ત વસીરી, નવિ પલટાએ રંગ, સોવણરેખ રસીરી. IIણા : Page #66 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૦ ૩૧ કરી એણે દુર્જન રીત, પણ મેં ભાવે ભજીરી, સાચો કીધ સનેહ, પરણી દૂર તજીરી. IIટા મુજથી અધિકું દુઃખ, કહો કેમ નાર્થે લહરી, મુજ દુઃખ ખમીયું ન જાય, તો તમે કેમ સહુરી. !ા. તવ બોલે મુનિરાજ, વીતી વાત જિસી, સાંભળ ! શેઠ કુમાર કહીએ તેહ તાસીરી. II૧ના સયલનગર શણગાર, શોભા તાસ હરીરી, વસુમતી તિલક સમાન, નયરી શંખપુરીરી. ||૧૧|| તીન જગત વિખ્યાત, શક્તિ ત્રણ ભણીરી, સાધન તો ત્રણ વર્ગ, સુંદર નામ ઘણીરી. f/૧રા. દક્ષા રૂપનિધાન, સુભગા શીયલ સતીરી, રાણી સુલસા નામ, લાવણિમ શિયલવતીરી. ૧all તાસ ઉરસરહંસ, કુલ અવતંસ શિરેરી; નામ અગડદત્ત તાસ, ઓચ્છવ સાથ ઘરેરી. ૧૪ll બુદ્ધિ ઉદ્યમ ગુરુજોગ, વિદ્યા સર્વ ભયોરી, કલા બહોંતર સીધ, પણ એક દોષ હણ્યોરી. ll૧પા ચોરી કરે પુરમાંહી, વ્યસની સર્વ થયોરી; ન્યાય ધર્મ શુચિ માર્ગ, દુષ્ટથી દૂર ગયોરી. ૧૯ll રત્ન કલંકિત કીધ, જબવિધિ સૃષ્ટિ કિયોરી, કમલે કંટક કીધ, ચંદ્ર કલંક દીયોરી. ૧ણા સમસંજોગે વિજોગ, દુર્ભગ રૂપે ધરુયોરી; નિધન પંડિત વિપ્ર, જલનિધિ ખાર કયોરી. ૧૮ના ધનવતી કુપણ સ્વભાવ, લક્ષ્મી પ્લેચ્છ ધરેરી ધર્મી સુત ધન હીન, નારી નીચ વરે રી II૧લા રાજ કચેરી મધ્ય, પુર વ્યવહારી ઘણારી; બોલે ભૂપ સમક્ષ અવગુણ કુંઅર તણારી. ૨વા સાંભલી ચિતે રાય, પુત્ર કુપુત્ર હુઓ રી; દીઠે દાઝે દેહ, સુંદર તેથી મુરી. રા. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ધમ્પિલકુમાર રાસ માતાપિતા કુલલાજ, નહીં મરજાદ કશીરી; વ્યસને વક્યો જેહ, તે કુલ કુચ મશી રી. ૨૨ ધનપતિ સુતને કાજ, દેવને માની લીએરી; અવિનીત પ્રગટે પુત્ર, સુખવન દાહ દીએરી ૨૩. સુત જનની હુલરાય, મોહોટા જામ હુવે રી; શત્રુથી અધિકા થાય, તાતનું નામ ખુવેરી. // ૨૪ો. મધુર અશન તજે માય, સુતના રોગભયેરી; કુવચન જીવિતશૂલ, થાયે મોટા થયે રી. //પા. મૂઢ પ્રાણી ગમાર, કુડા કપટ કરીરી; વંચી લોક અનેક, તસ ધન લેત હરી રીII ૨૬ll ખાય પીએ નહીં પેટ, દેશ વિદેશ ફરેરી; દાનધરમ કરી દૂર, મંદિર માલ કરે રી. ૨૭ ભોગવે ધન ઘરપુત્ર, મા મલ-મૂત્ર ધુરી; વહૂ પરણી મુખ જોઈ, છેડો વાળી રૂવે રી. ૨૮. પરિજન સેવે પાય, જબ લગે સુત ન ધરેરી; જનમે નંદન જામ, સજજન જાય ઘરેરી. એરલા નરથી સુખી પશુ જાત, સુખભર વનમાં રમે રી; નહીં સુત ચિંતા કાંઈ, બાલકવય નિગમે રી. ૩ll ચાકરી દાસ કરંત, વાહને સુત વિચરે રી; વૃદ્ધ હોવે માબાપ, ચિંતે કિમ ન મરે રી. ૩૧. અશનમાત્ર ગુણ જાણ, ચાંપો પણ ન ચરેરી ગંડલ મંડલ જાત, રયણી ચોકી ભરે રી. ll૩રા બાલક બાલક તુલ્ય, પ્રગટે પુત્ર તિસ્યો રી; માતપિતા દુઃખદાય, કોણિક રાજ કિસ્યો રી ૩૩ll. રાજ્ય વિઘન પૂરઘાત. એક દિન જીવ હરે રી; મણિએ વિભૂષિત નાગ, કુણ જન રાખે ધરે રી. ૩૪ો એમ ચિતી નરરાય, કહે પ્રજાને તદારી; કરશું અમે જાઉં ગેહ, જેમ સુખ વરતે સદારી. ll૩પી. ધમિલ રાસે રસાલ, સાતમી ઢાળ કહી રી; વિશ્વમાં શુભવીર, ગુણથી ખ્યાતિ લહી રી. //૩૬ll Page #68 -------------------------------------------------------------------------- ________________ ખંડ 33 કુંવરે કહ્યું – હે મહારાજ ! આજે કલ્પવૃક્ષની જેમ, તમે મને ફળીભૂત થયા છો. રોગીને જેમ નાડીવૈદ્ય મળે તેમ દુ:ખી એવા મને આજે તમે મને મળ્યા છો. IIII હે પ્રભુ ! કુશારત (કુશાગ્ર) નગરનો નિવાસી હું શ્રેષ્ઠીપુત્ર છું. જ્ઞાન-વિજ્ઞાન-કળા વગેરેનો અભ્યાસ અધ્યાપક પાસેથી મેં સારી રીતે મેળવ્યો છે. આમ હું યૌવનવયને પામ્યો. ॥૨॥ અનુક્રમે વેશ્યાના ઘેર વસતાં તેની સાથે સ્નેહ થયો અને આ વાત સમય જતાં ઘરે ઘરે પ્રસરી. છેવટે વેશ્યાએ સૂતેલો એવો મને ઉપાડી લઈને જંગલમાં મૂકી દીધો. ॥૩॥ પ્રભાત થતાં જ્યારે હું જાગ્યો, અને મેં જોયું. રે ! શી દશા ! ખિન્ન થયેલો છું, ત્યાંથી ઊઠીને મારે ઘેર ગયો. ત્યાં પણ જાણ્યું કે મારાં માતા-પિતા મૃત્યુ પામ્યાં છે. સાંભળીને હૃદયમાં એકદમ ધ્રાસકો પડ્યો. ।।૪। - ૧ : ઢાળ - દુઃખી એવા મેં દુઃખને સહન ન કરી શકતાં નિર્જન વનમાં જઈને આપઘાતનો વિચાર કર્યો. હે ગુરુદેવ ! મૃત્યુ માટેના અનેક ઉપાયો કરવા છતાં (હું) નિષ્ફળ ગયો અને જ્યારે કોપ કરીને વનદેવતાએ મને વાર્યો, ત્યારે થાકીને હારીને ફરતો એવો હું અહીં આપના ચરણે આવ્યો છું. IIII જેમ લોહચુંબક ચમક પાષાણને ખેંચે, તેમ તમારાથી હું ખેંચાયેલો છું. આંખમાં અમૃત અંજનની જેમ હે દેવ ! આજે આપનાં દર્શનથી મને ઠંડક મળી છે. દા છતાં પણ હે મહારાજ ! હજુ પણ આ વેશ્યા મારા ચિત્તમાં વસેલી છે. વળી દાંતમાં જડેલ સુવર્ણરેખા જેવો જેનો રંગ લાગ્યો છે. તે રંગ મૃત્યુપર્યંત પલટાય તેમ નથી. (એની યાદમાં હું હૈયામાં બળી રહ્યો છું.) IIII એ ભલે દુર્જનની જેમ વર્તી, પણ મેં તો તેને હૃદયથી, મારી પરણેતરને દૂર કરીને પણ સાચો સ્નેહ કર્યો છે. ૮॥ હે નાથ ! મારાથી વધારે દુઃખ તો તમારે ક્યાંથી જોવામાં આવ્યું હોય ! અને જો હોય તો, મારાથી સહન નથી થતું. તો તે આપે કેવી રીતે સહન કર્યું હશે ? ।। તે સાંભળી મુનિરાજ બોલ્યા - હે શ્રેષ્ઠીપુત્ર ! જે વીતક વીતી છે મને, તે કથા તને કહું છું તે તું સાંભળ ! ||૧૦|| અગડદત્ત મુનિનું ચરિત્ર : આ પૃથ્વીનાં સઘળાંએ નગરની શોભાને હરણ કરીને જાણે પૃથ્વીનું તિલક ન બનાવ્યું હોય ! તેવી શંખપુરી નામે નગરી છે. ||૧૧|| ત્રણ જગતમાં (સ્વર્ગ-મૃત્યુ-પાતાળ) વિખ્યાત જે ત્રણ શક્તિ (ઉત્સાહશક્તિ, મંત્રશક્તિ, પ્રભુત્વશક્તિ) છે, તેને પ્રાપ્ત કરવાના સાધનરૂપ ધર્મ-અર્થ અને કામ એવા ત્રણ વર્ગ જેની પાસે છે તેવા તે નગરીના સુંદર નામે રાજા છે. ।૧૨। તે રાજાને સમજુ, ડાહી, પંડિતા અને રૂપવાન શીયલવતી સૌભાગ્યશાળી, સુંદર સ્વભાવવાળી સુલસા નામની રાણી છે. I॥૧૩॥ તેણીને ઉદરરૂપી સરોવરમાં હંસ સમાન, કુળમાં મુગટ સરખો એક પુત્ર થયો અને તે રાજકુમારનું નામ અગડદત્ત પાડ્યું. ॥૧૪॥ રાજકુમાર ઘણો બુદ્ધિશાળી હતો. ખંતપૂર્વક ગુરુ પાસે વિદ્યા ભણ્યો. પુરુષની જે કળા ૭૨ કહી છે, તે સઘળી કળામાં પ્રવીણ થયો. પણ તે એક ચોરી કરવાના દોષથી હણાએલો હતો. અર્થાત્ સારાયે ગુણો હોવા છતાં તેનામાં ચો૨ી ક૨વાનો મોટો દોષ હતો. II૧૫।। નગરમાં તે હંમેશાં ચોરી કરતો હતો. ચોરીના કારણે બીજા પણ દોષો (અવગુણો-વ્યસનો)તેનામાં પ્રવેશ્યા. આવા વ્યસનીને ન્યાય, નીતિના ધોરણે, ધર્મનો પવિત્રમાર્ગ તો તેનાથી ઘણો દૂર થઈ ગયો. ।।૧૬।। Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધમિલકુમાર રાસ કહેવાય છે કે, આમેય જ્યારે વિધાતાએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે રત્નમાં કલંક મૂક્યું. (કોહીનૂર હીરામાં ઝેર હોય છે જે ચૂસવાથી મૃત્યુ થાય.) કમલમાં કાંટા, ચંદ્રમાને કલંકિત કર્યો. ૧છી વળી સરખા સંયોગ (હોય) ની અંદર વિયોગ, રૂપમાં દુર્ભાગ્ય, બ્રાહ્મણ પંડિતમાં નિર્ધનતા, અને સમુદ્રમાં ખારાશ મૂકી. /૧૮ ધનવાનમાં કૃપણતા, નીચના ઘરે લક્ષ્મી, ધર્મીના ત્યાં પુત્રધનની ખામી, ઉત્તમ કુળની સ્ત્રી હલકાં પુરુષને પરણે, હે વત્સ ! આવાં આવાં કંઈક દૂષણો વિધાતાએ દરેક ઠેકાણે મૂક્યાં છે. ૧૯ો તેથી વિધાતાએ કુંવરમાં પણ ચોરી કરવાનું દૂષણ મૂક્યું. ચોરીને કારણે ત્રાસી ગયેલા નગરના વેપારીઓ ભેગા થયા અને રાજસભામાં સૌ ગયા. કુંવરની વાત રાજાને કરી. //રા નગરજનોની વાત સાંભળી રાજા વિચારે છે કે આ પુત્ર તે કુપુત્ર થયો છે. આવા પુત્રને જોઈ જોઈને બળવું. તે કરતાં ન હોય તે વધુ સારું. ર૧ વળી વિચારમાં આગળ વધતો રાજા વધુ વિચારી રહ્યો છે આ પુગે તો માતા-પિતાની મારી) લાજ પણ ન રાખી. ન કુળમર્યાદા સાચવી. વ્યસનથી વંઠેલ મારા કુળ ઉપર મશીનો (મેશનો) કૂચડો ફેરવ્યો. //રરા આ સંસારની નીતિ જ એવી છે. ધનવાનો દેવતાની માનતાઓ કરી પુત્ર મેળવે, અને જ્યારે તે અવિનીત થાય ત્યારે સુખરૂપી વનમાં દાવાનળ લગાડે છે. //ર૩ી માતા પુત્રને ઘણા લાડ લડાવે. સારા સંસ્કારો લાડમાં વિલીન થાય. મોટો થતાં બાપની આબરૂના ધજાગરા કરે. ત્યારે તે લાડકો દીકરો દુશ્મનથી પણ વધારે દુઃખદાયી થાય છે. ૨૪ (બચપણમાં) મારા પુત્રને કોઈ રોગ થશે તો...! એવા ભયથી માતા મિષ્ટાન્નાદિ ભોજનનો ત્યાગ કરે અને એ જ પુત્ર જયારે મોટો થાય ત્યારે કુવચનો દ્વારા જીવતાં માતાપિતાને શૂળો ભોકે છે. //રપા એવા મૂઢ પ્રાણી ગાંડા થાય છે. અનેક પ્રકારનાં કૂડકપટ કરી લોકોને છેતરીને ધન ભેગું કરે છે. / ર૬ll. તે માતાપિતા પોતે ખાતાં-પીતાં નથી. દેશપરદેશ કરે છે. દાનધર્મ આદિને દૂર કરે ને જેને માટે ધન ભેગું કરે છે વળી સુંદર મંદિર – માળ, બેટા માટે બંધાવે છે. પુત્ર માટે ઘણું ઘણું કરે છે. //ર૭ી. વળી મા સંતાનનાં મળમૂત્ર ધોવે છે અને સ્વપ્નાં સેવે છે કે મારો પુત્ર મોટો થશે. પરણશે, આ ધન ઘર વગેરે ભોગવશે. વહુનું મુખ જોઈશ. ને રાજી રાજી થઈશ અને જ્યારે વાસ્તવિક સાસુ બને. વર્ષો વીતે જાય ત્યારે છેડો વાળીને આંસુ ચાલુ થઈ જાય. (“છેડો વાળીને રડે”) ૨૮. જયાં સુધી સંતાન હોતું નથી, ત્યાં સુધી સ્વજનો ધનની આશાએ ખબર લે છે. જયારે પુત્ર જન્મે છે પછી સ્વજનો પણ દૂર થઈ જાય છે. /૨૯ી આવી વિચિત્રતાની વાતો વિચારું છું ત્યારે, ખરેખર માણસો કરતાં પશુની જાત વધારે સુખી છે કે જેઓ વનની અંદર સુખેથી રમે છે. બચ્ચાંની બાલ્યવય પૂરી થઈ જાય પછી તેની ચિંતા તેનાં મા-બાપને હોતી નથી. ૩૦ જયારે મા-બાપ વૃદ્ધ થાય છે ત્યારે સેવા કરવા ઘરમાં નોકરો રાખે છે અને પુત્ર-પરિવાર સાથે વાહનોમાં બહાર ફરે છે અને વિચારે છે કે “આ ડોશી-ડોશા ક્યારે મરશે?” ||૩૧ી થોડું પણ જેનું અન્ન ખાધું હોય તેનાં ગુણને નહીં ભૂલનાર એવી સડેલા કૂતરાની જાત સારી કે જે રાત્રે ચોકી કરે છે. ૩રા. પણ જ્યારે શિકારીના પુત્ર જેવો પુત્ર જન્મે છે ત્યારે તો કોણિકરાજાની જેમ માતાપિતાને દુઃખદાયી થાય છે. (કોણિકે રાજ્ય માટે પિતા શ્રેણિકને જેલમાં પૂર્યા હતા) ૩૩ આવો પુત્ર તો રાજ્યમાં વિઘ્ન Page #70 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૧: ઢાળ - ૮ ૩૫ કરનાર, અને નગરનો નાશ કરનાર છે. એક દિવસ જીવલેણ પણ નીવડે. મણિથી વિભૂષિત નાગને ઘરમાં કોણ રાખે ? Il૩૪ll આવું વિચારી રાજાએ પ્રજાજનોને કહ્યું કે “તમને બધાને સુખ ઊપજે એવો ઉપાય નક્કી કરશું. તમે સૌ સુખેથી ઘરે જાવ.” I૩પ ધમ્મિલકુમારના રાસની રસાલ એવી સાતમી ઢાળ શ્રી શુભવીરવિજયે કહી. વિશ્વમાં ગુણીજનો હંમેશાં ગુણથી જ ખ્યાતિ મેળવે છે. [૩૬] પ્રથમખંડની ઢાળઃ ૭ પૂર્ણ -- દોહા :કોપ કઠિન રાજા હવે, તેડી કુમરને ત્યાંહી, કહે સુત ચાહું સુખ ભણી, નહીં તુજ શીતલ છાંહી. //l. , તું શિક્ષાને અયોગ્ય છે. મુજ કુલ કીધ કલંક; કેમહી ન હોવે પાંસરો, વૃશ્ચિક કંટક વંક. //રા મેં જાણ્યું આ રાજ્યમાં, પુત્રપ્રદીપ અનુહાર; સો મણ તેલે અગ્નિ વિણું, તું હી છતે અંધકાર. Hall ચોસઠ દીવા જો બલે, બારે રવિ ઊગંત; અંધારું છે તસ ઘરે, જસ ઘર પુત્ર ન હુંત. ૪ો. પણ એ જુઠી વારતા, જસ ઘર વંઠિલ પુત્ર; માતપિતા ઘરમાં રૂએ, વંક્યું તસ ઘર સૂર. પી. અન્યાયી વ્યસને ભર્યો, જા રે નજરથી દૂર, જબ અમે આણુ મોકલું, આવજો કામ હજુર. all હુકમ લહી વિલખો થયો, આવ્યો સહચર પાસ; ભાઈ સખાએ હવે તુમો, તાતે કીધ નિરાશ. liી. વાત સુણી તે ચિતવે, થાનક ભ્રષ્ટ કુમાર; શંકર કંઠથી ઉતર્યો, પામે અહિ અપકાર ll૮ પ્રાણી પાણી અપ્પણું, રાખી શકે તો રાખ; રતભર પાણી ઉતર્યું, ન ચઢે ખરચે લાખ. / નૃપ અપમાને લોકમાં, ન કરે કોઈ સલામ; રાંકને રહેવા ઝુંપડાં, પણ નહીં એહને ઠામ. ll૧૦ની સમ સંપી સહુ ઘર ગયા, નૃપ સુત જનની પાસ; માએ પણ ન બોલાવીઓ, ગયો પ્રણમી આવાસ. ૧૧TI Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ધમ્મિલકુમાર રાસા હવે રાજા ક્રોધાયમાન થયો. કુમારને બોલાવીને કહેવા લાગ્યો. તે કુમાર ! હું પુત્રના સુખને જરૂર ઇચ્છું છું. પણ તારો આ પડછાયો પણ લેવા જેવો નથી. તારાં પરાક્રમો તો જો. ૧. તે મારા કુળને કલંકિત કર્યું છે. તું શીખામણને યોગ્ય પણ રહ્યો નથી. વીંછીના કાંટાની જેમ તું કોઈ રીતે સીધો થાય તેમ નથી. ||રા. મને હતું કે મારો દીકરો દીવાના જયોતની જેમ રાજયમાં અજવાળું કરશે. પણ સો મણ તેલ હોય છતાં જેમ અગ્નિ વિના અંધારું જ હોય છે. તેમ તું હોવા છતાં (કુલદીપક ન બન્યો) અહીં અંધારું જ છે. ૩કહેવાય છે કે ચોસઠ દીવા બળતા હોય, બહાર સૂર્ય ઊગ્યો હોય, પણ જેના ઘેર પુત્ર ન હોય, તેનાં ઘરે અંધારું જ હોય. ૪ પણ હું તો કહું છું કે આ કહેવત જુકી છે. જેના ઘરે વંઠેલો પુત્ર હોય, માતા-પિતા ઘરમાં રહેતાં હોય, આખા ઘરનું સંચાલન વંઠી ગયું હોય તો તે પુત્ર જ શું કામનો ? અર્થાત્ તે પુત્ર નકામો છે. પણ અન્યાયી ! તું તો બધાં વ્યસનોથી પૂરો છે. તું હવે મારા નજરથી દૂર જા. જ્યારે અમે આણું મોકલીએ, (તેડાવીએ) ત્યારે મારી સામે આવજે. ૬ll આ રીતની પિતાની (રાજાની) આજ્ઞા થતાં, વિલખો થયેલો કુમાર હવે ત્યાંથી નીકળી ગયો. મિત્રને ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે “ભાઈ ગણો કે મિત્ર ગણો. હવે તમે જ મારા છો, પિતાએ તો દૂર કાઢ્યો. નિરાશ થઈ ગયો છું.” ||શા કુમારની વાત સાંભળીને મિત્ર વિચારે છે કે જેમ શંકરના કંઠેથી ઊતરેલો સર્પ અપમાન પામે છે તેમ આ કુમાર પણ સ્થાનભ્રષ્ટ થયો છે. ૮| કહેવત છે કે હે પ્રાણી ! આપણું પાણી (પરાક્રમ) જાળવી રાખવું જોઈએ. રેતિભાર (સત્ત્વ) પાણી : ઊતરી જાય છે તો લાખો દામ ખરચવા છતાં પણ તે પાણી (સત્ત્વ) પાછું આવતું નથી. II રાજાથી અપમાનિત થયેલાનું લોકો પણ અપમાન જ કરે છે. કોઈ તેને સલામ કરતું નથી. ગરીબને રહેવા માટે ઝૂંપડું મળે છે પણ આવા અપમાન પામેલાને કોઈ (ઘડીક બેસવા માટે) સ્થાન પણ આપતું નથી. ll૧૦ની આપણે પણ રાજદ્રોહી શા માટે થવું? આ રીતે સંપીને સર્વ (પ્રજાજનો) લોકો પોતપોતાના ઘેર ગયા. ત્યારે અગડદત્ત પોતાની માતાની પાસે ગયો. માતાએ પણ બોલાવ્યો નહિ. ત્યારે ખેદ પામેલો કુમાર (દૂરથી) માતાને પ્રણામ કરીને પોતાના આવાસે આવ્યો. ૧૧૫ ઢાળ આઠમી | (સીહોરીનો સાલુ હો કે ઉપર યોધપુરી.એ દેશી). મન સંકલ્પી હો કે નયરથી નીકલ્યો, રાતની વેલા હો કે કોઈ ન અટકલ્યો, રતિપતિ મંદિર હો કે જઈને ઊતર્યો; નિમિત્તિએ હો કે ભોજન નોતર્યો. અશન કરીને હો કે પછે વાત મિશે; ઉદય અમારો હો કે કહીએ કઈ દિશે; કહે નૈમિત્તિક હો કે જાવું પૂરવ દિશિ; કાશી દેશે હો કે નયરી વાણારસી. રા. લાખનું ભુષણ હો કે સાંભળી તાસ દીએ; ચાલ્યા અગડદત્ત હો કે રમણી પાછલીએ; ખેડા પાટણ હો કે નયર ને ગામ ઘણાં; વન સર જોતાં હો કે કૌતુક તેહ તણાં; all Page #72 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧: ઢાળ - ૮ એક ગિરિશિખરે હો કે ચઢિયો કૌતુકસે; દેખે દેવલ હો કે વજામાત વસે; દીઠા દો નર હો કે જાપ ધ્યાન ધરતા; અગ્નિકુંડે હો કે હોમ હવન કરતા. I૪ો કુંવરને ઉઠી હો કે દોય ઝુહાર કરે; બોલે તુમચે હો કે આવે કાજ સરે; ઢાલ ખગકર હો કે આકૃતિ ક્ષત્રિ ખરો, કુંઅર કહે મુજ હો કે સરિખુ કામ ધરો. નેપા તે કહે ગુરુદત્ત હો કે વિદ્યા સાધ્ય કરું; ઉત્તર નર વિણ હો કે ન રહે ધ્યાન ખરું; કુંઅર કહે મુજ હો કે ઉભે ખડ્રગ ધરે નહીં તુમ પીડા હો કે સાધો ચિત્ત ખરે. દો. સાધનપુરે હો કે વજા મા અતિસે; પ્રગટ થઈને હો કે બોલે વચન ઇસે; સુણજો સાધક હો કે ખેડા ગામ ધણી શત્રુ લોકે હો કે તુમચી લાજ હણી. શા દોય સહોદર હો કે જનની એક જણ્યા; બદરી કંટક હો કે સરિખા નીતિ ભયા; સુમતિ દુર્મતિ હો કે લોક વિખ્યાત થયા; શત્રુ પરાભવે હો કે જમુના પાર ગયા. મથુરા વનમાં હો કે જોગી સિદ્ધ મલે; બહુ ગુણ દરીયો હો કે ભરીયો મંત્ર બલે; ચોસઠ જોગણી હો કે જેહને પાય પરી; તસ એક ચેલો હો કે નામે નખોધપુરી. છેલ્લા વ્યસની જુકો હો કે અવિનય દોષ ભર્યો; ગુરુનો વેષી હો કે લોકે દૂર કર્યો; તેની પાસે હો કે દુર્મતિ નિત્ય સુએ; ભંગી ભેલા હો કે ગુરુનાં છિદ્ર જુએ. /૧ના સરિખું સરિખી હો કે જગમાં જોડી ભલે; મૂરખે મૂરખ હો કે ચતુરે ચતુર મલે; ગર્દભ ભૂંકે હો કે મંડલ તામ રૂએ; ખર મુખ ચાટે હો કે વટલ્યો કુણ જુએ; ||૧૧|| ચેલો ગુરુથી હો કે નિત્ય છલ ભેદ રમે; ગુરુ સેવાએ હો કે આવે તે ન ગમે, વચન વિઘાતી હો કે ગુરુને નિત્ય દમે, રાહુ નડતો હો કે જગત દ્વિજરાજ ખમે. ૧૨ા અમીય શીતલતા હો કે ન લહે રાહુ કિમે, ગુરુ તસ દૂરે હો કે રાખે ધ્યાન સમે, સુણ તું સુમતિ હો કે તેં ગુરુ સેવ લહી; સાચી ભક્તિ હો કે સેવ્યા પાસ રહી, ૧all તેણે તુજ દીધી હો કે વિદ્યા દોય ખરી; તે પણ લીધી હો કે ગુરુને પાય પડી; મોહની સિદ્ધિ હો કે ગુરને વચન બની, વિદ્યા બીજી હો કે શત્રુ પરાજયની. (૧૪ો. સિદ્ધ કરવા હો કે ગુરુયે મોકલીયો; વિનયે સાધી હો કે વચને સાંકલિયો; મેં તુજ સિદ્ધિ હો કે આપી તેહ તણી; ચિત્ત પ્રસન્ન હો કે જા તું ગેહ ભણી. //પા. પણ દુર્મતિને હો કે સિદ્ધિ ન હોય ખરી; ગુરુયે ન દીધી હો કે લીધી ચોરી કરી; એમ કહી દેવી હો કે જાય અદશ્ય થઈ; ભોજન કરતાં હો કે ત્રયે એકાંત જઈ. ૧ell. -: યદુક્તલોભી મચ્છરણોંગભૂષણપરી, નીચ પ્રસંગી સદા, છિન્દ્રાન્વેષકશ્રીરવિનયી દ્વેષી ગુરુગ્રામપિ, Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩. ધર્મિલકુમાર રાસ ધૂર્તોઽસત્યપ્રજ૫લંપટ ખલઃ દુષ્ટઃ કુમાર્ગાનુગ સ્વેષાં યંત્રકમંત્ર સાધનવિધિ સિદ્ધયંતિ નો કર્દિચિત્ ॥ ૧ ॥ -: પૂર્વઢાલ ઃ સુમતિ સાધકે હો કે બહુ ઉપકાર લીયો; અગડદત્તને હો કે મોહની મંત્ર દિયો; લેઈ ચલીયો હો કે કરી તસ પાય નતિ; અનુક્રમે આવ્યો હો કે પુરી અમરાવતી. ।।૧૭।। તે પુ૨ પરિસર હો કે મુનિ ઉપદેશ દીએ, તિહાં જઇ પ્રણમી હો તે ધર્મપીયૂષ પીએ, શીતલતાએ હો કે, આતમ ઉપશમિયો; ખેટક ચોરી હો કે હિંસા નિયમ લીયો. ૧૮ નૃપસુત ગુરુને હો કે કહે મુજ ઉદ્ધર્યો, નિયમ દીયંતા હો કે પંથ સખાએ કર્યો; મુનિ નમી ચાલ્યા હો કે પામ્યા પ્રેમ વશી; કાશી દેશે હો કે નય૨ી વાણારસી. ।।૧૯।। મ્મિલ રાસે હો કે આઠમી ઢાલ કહી; મૂરખ પ્રેમે હો કે વિખ ભખે નહિ; શ્રી શુભવીરની હો કે વાણી અમૃતસી; સજ્જન વિનયી હો કે કંચન લેત કશી. II૨૦ના રાજકુમારે મનમાં સંકલ્પ કર્યો કે નગરમાંથી નીકળી જવું. રાતનો સમય છે. અંધારું હોવાથી કોઈ જોનાર નથી. કોઈ અટકાવનારું નથી. નગરની બહાર મહાદેવનું મોટું મંદિર છે. ત્યાં જઈને ઓટલે રહ્યો છે. ત્યાં કોઈ નિમિત્તક (મુસાફિર) આવેલ તે ભોજન કરવા બેસે છે. તેટલામાં તેણે અગડદત્તને જોયો. નિમિત્તક તેને ભોજન કરવા બોલાવે છે. ॥૧॥ ભોજન કરીને બંને વાતો કરી રહ્યા છે. રાત આગળ વધવા લાગી. કુમારે વાત કરતાં વાતમાં જાણી લીધું કે આગંતુક નિમિત્તને જાણનારો છે. તેથી કુમારે પૂછ્યું કે “મારો ઉદય-પ્રગતિ કઈ દિશામાં છે ?” ત્યારે નિમિત્તકે કહ્યું કે “પૂર્વદિશામાં જવું. ત્યાં કાશીદેશમાં વારાણસી નગરી છે. ત્યાં તમારી પ્રગતિ અભ્યુદય થશે.” ॥૨॥ . કુમારે તે જ વખતે નિમિત્તકને લાખનું આભૂષણ ભેટ આપ્યું. પાછલી રાત્રિએ અગડદત્ત (વહેલી સવારે) ચાલી નીકળ્યો. ખેડા પાટણ વગેરે અનેક નગર, ગામ, વન, સરોવરને જોતાં, વળી અનેક પ્રકારનાં કૌતુકને જોતો જોતો પૂર્વદિશા તરફ જઈ રહ્યો છે. IIII વળી જતાં મારગમાં વચ્ચે પર્વત આવ્યો. કૌતુક જોવાને કુંવર પર્વતના શિખર ઉપર ચડ્યો. ત્યાં એક મંદિર જોયું. વજામાતાનું મંદિર હતું. મંદિરે પહોંચ્યો. કુંવરે ત્યાં બે પુરુષને અગ્નિકુંડમાં હોમ હવન કરતા; ધ્યાન ધરતાં જોયા. ॥૪॥ સુમતિ-દુમતિની કથા ઃ તે બંને પુરુષો પણ નવા આગંતુકને આવેલા જોઈ ઊભા થયા. બંનેએ કુમારને નમસ્કાર કર્યા. વળી કહેવા લાગ્યા કે, “ઢાલ અને ખડ્ગ તમારા હાથમાં છે.” તેથી તમારી આકૃતિ જ જણાવે છે કે તમે ક્ષત્રિય છો. તેથી આજે અમારું કારજ સરશે. તે સાંભળી કુંવર કહેવા લાગ્યો કે મારા યોગ્ય કામ હોય તો બતાવો. હું મદદ કરીશ. IIII ત્યારે તેમાંથી એક પુરુષ કહેવા લાગ્યો કે, ગુરુજીએ આપેલી વિદ્યાને સાદું છું. પણ ઉત્ત૨સાધક વિના ધ્યાન લાગતું નથી. ત્યારે કુમારે કહ્યું. “હું ખડ્ગ લઈને ઊભો છું, હવે તમારે કોઈ ચિંતા નથી. ચિત્તને સ્થિર કરીને વિદ્યાને સાધો.” ।।૬।। '', અગડદત્તના કહેવાથી સાધક (તે પુરુષ) એક ચિત્તે સાધના કરવા લાગ્યો. વિદ્યા (સાધના) ફળતાં Page #74 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૮ ૩૯ જ વજામાતા પ્રગટ થયાં. કહેવા લાગ્યાં કે હે ખેડાનગરના સ્વામી ! હે સાધક ! તું સાંભળ ! શત્રુ લોકથી તમે પરાભવ પામેલા છો ને ? IIII તમે બંને એક જ માતાની કૂખે જન્મેલાં બોરડીનાં કાંટા સરખી નીતિ ભણ્યાં છો. (બોરડીના બે કાંટા એક જ સ્થાને હોવા છતાં એક કાંટો સીધો હોય છે અને બીજો વાંકો હોય છે.) અને તેથી કરીને સુમતિ અને દુર્મતિ તરીકે લોકમાં વિખ્યાત થયેલાં છો. શત્રુના પરાભવથી તમે બંને યમુના પાર ગયાં ॥૮॥ તમે બંને મથુરાના વનમાં પહોંચ્યા ત્યાં તમને ઘણા મંત્રોનો જાણકા૨ ગુણોનો સમુદ્ર અને ચોસઠ જોગણીઓ જેની સેવા કરે છે એવો એક અવધૂ સિદ્ધયોગી પુરુષ મળ્યો અને તેને નખોધપુરી નામે ચેલો હતો. IIII તે ચેલો ઘણો વ્યસની, જુઠ્ઠો, અવિનયી વગેરે અનેક દોષોથી ભરેલો છે. ગુરુનો (પોતાના જ ગુરુનો) દ્વેષી હોવાથી લોકોએ તેને દૂર કર્યો છે. તેની પાસે હંમેશાં દુર્મતિ સૂએ છે. ચંડાળ સરખાં તે બંને હંમેશાં ગુરુનાં છિદ્રો જોયા કરે છે. ૧૦ના કહ્યું છે કે “સરખે સરખાની જોડી જગમાં હોય છે.” મૂરખને મૂરખ અને ચતુરને ચતુરની જોડી મળી રહે છે. ગધેડો ભૂંકે ત્યારે કૂતરો રૂવે અને ગધેડો મોઢું ચાટે, ત્યારે વટલ્યો કોણ જુએ ? (નીચ જનો છૂપાં કૃત્યો ગમે તેટલાં કરે, તેને કોણ જુએ ?) |૧૧|| નખોદપુરી ચેલો હંમેશાં ગુરુથી (ગુરુની સાથે) માયા-કપટ કરે. ગુરુની સેવા ક૨વા આવે ખરો. પણ સેવા કરવી ન ગમે, તેથી ગુરુને જેમ તેમ બોલીને સદા દાબમાં (દબાવે, દબડાવે) રાખે. જગતમાં નડતા રાહુને ચંદ્ર ખમે જ છે ને ! (રાહુ જયારે ચંદ્રની પાસે આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.) ૧૨॥ છતાં પણ ચંદ્રની અમૃત જેવી શીતલતાને રાહુ પામી શકતો નથી. તેવી રીતે ગુરુ પણ હંમેશાં ધ્યાનના અવસરે નખોદપુરીને દૂર રાખે છે. પણ હે સુમતિ ! તું સાંભળ ! તેં ગુરુની સારી અને સાચી ભક્તિ પાસે રહીને કરી છે. સેવા પણ સારી કરી છે. ।૧૩।। તે કારણે ગુરુએ કૃપાદિષ્ટ તારી ઉપર કરીને બે વિદ્યા આપી છે. એક છે વશીકરણ. જ્યારે બીજી છે શત્રુપરાજયની. ગુરુના વચનો માન્યકરીને તે વિદ્યાને નમસ્કારપૂર્વક તેં પણ ગ્રહણ કરી છે. ।।૧૪। તે બંને વિદ્યાને સિદ્ધ કરવા ગુરુએ તને અહીં મોકલ્યો છે. તે પણ વિનયપૂર્વક જે પ્રકારે ગ્રહણ કરી હતી, તેવી રીતે વિદ્યાને સાધી છે. તેથી તારી ઉપર પ્રસન્ન થઈને તે વિદ્યાની સિદ્ધિ મેં તને આપી છે. માટે હવે પ્રસન્ન ચિત્તે તું ઘરે જા. ૧૫/॥ પણ જે દુર્મતિ છે તેને આ વિદ્યા સિદ્ધ થઈ નથી. કેમ કે તે વિદ્યા તેણે ચોરી કરીને લીધેલ છે. ગુરુએ આપી નથી. એમ કહી વજ્ર માતા અંતર્ધાન થયાં. સુમતિ-દુર્મતિ અને અગડદત્ત ત્રણેયે, પોતાનું કાર્ય આટોપી, એકાંત સ્થળે જઈને ભોજન કર્યું. ।।૧૬।। કહ્યું છે કે : લોભી હોય, ઇર્ષ્યાળુ હોય, આભૂષણ ચોરવામાં તત્પર હંમેશાં હલકાની સોબત કરનાર, સદ્ગુરુનાં છિદ્ર શોધનાર, અવિનયી ગુરુનો પણ દ્વેષી, માયાવી, અસત્ય બોલનાર, પરસ્ત્રીલંપટ, દુર્જન, કુમાર્ગે જનારો, દુષ્ટ ચેષ્ટા કરનાર હોય, તેઓને યંત્ર કે મંત્ર સંબંધી વિધિ ક્યારેય પણ સિદ્ધ થતી નથી ।।૧।। પૂર્વ ઢાળ ઃ સુમતિએ અગડદત્તનો ઘણો ઉપકાર માની, તેને વશીકરણ મંત્ર આપ્યો. તે મંત્ર લઈને નમસ્કાર કરીને અનુક્રમે અગડદત્ત અમરાવતી નગરી આવ્યો. ।।૧૭।। તે નગરીની બહાર ઉદ્યાનના પરિસરમાં Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ધમિલકુમાર રાસ મુનિ ભગવંત દેશના આપી રહ્યા છે. ત્યાં જઈ પ્રણામ કરીને ધર્મરૂપી અમૃતને પીવા લાગ્યો. હૈયામાં એકદમ શીતળતા ઉત્પન્ન થતાં તેનો આત્મા ઉપશમભાવમાં રમવા લાગ્યો. નગરમાં ચોરી તથા હિંસા ન કરવી.” તે પ્રમાણે તેણે નિયમ લીધો. I/૧૮ મુનિ ભગવંતને નમસ્કાર કરીને, કુંવર કહેવા લાગ્યો કે “હે ગુરુદેવ ! કલ્યાણમિત્ર જેમ માર્ગ બતાવે તેમ નિયમ આપીને આજે આપે મારો ઉદ્ધાર કર્યો છે. એમ હરખાતો તે હવે કાશીદેશની વારાણસી નગરીમાં પહોંચ્યો. ૧૯લા ધમિલકુમારના રાસની આઠમી ઢાળ કહી. મૂર્ખ પણ પ્રેમથી કંઈ વિષ ભક્ષણ, કરતો નથી. પણ શ્રી શુભવીરવાણી જ અમૃત જેવી છે માટે જ સુવર્ણય કસીને લેનારા (કસોટી કરીને) હે સજ્જન વિનયી ! ભવ્યો ! તમે રસથી સાંભળો છો. (મન દઈને સાંભળો છો.) ૨૦ગા. પ્રથમખંડની ઢાળઃ ૮ પૂર્ણ -- દોહા :અગડદત્ત થાકો ગયો, સુરસરિતાને તીર; પંથ પિપાસાશ્રમ ટલ્યો, પીતાં નિર્મલ નીર. |૧| પટુ દરશન ફરસન જલે, ગંગા તીરથ રૂપ; મુનિવર કઈ મુગતિ ગયા, માને સુર નર ભૂપ. ||રા એક વારણ બીજી અસી, નામે નદીયો દોય; મધ્ય વસીય વારાણસી, નગરી ગુણથી જય. lal ભાગ્ય ઉદય જોવા ભણી, કુંવરે કીધ પ્રવેશ: નાનાવિધ કૌતુક જુવે, ફરતો સુંદર વેશ. જો મઠ એક મોહોટો દેખીયો, જિંહા ભણે છાત્ર અનેક; જ્ઞાનકલા રસ વસે ગયો, તિહાં ધરી વિનયવિવેક. પા. ઉપાધ્યાય કલાનિધિ, પવનચંડ છે નામ, ” કરજોડી બેઠો તિહા, બુર કરી તાસ પ્રણામ. /દી અગડદત્તકુમારનો વારાણસી નગરીમાં પ્રવેશ - - વારાણસી નગરીએ પહોંચેલ અગડદત્ત ઘણો થાકી ગયો. થાક ઉતારવા, વિશ્રામ લેવા તે ગંગાનદીના તીરે ગયો. ગંગાનું નિર્મળ પવિત્ર પાણી પીધું. તરસને દૂર કરીને તૃપ્ત થયો. વળી માર્ગનો થાક પણ દૂર થયો. વા (નૈયાયિક વગેરે) છ એ દર્શનવાળાના સ્પર્શથી જેનું પાણી પવિત્ર થયું છે તે ગંગાનદી તીર્થ સ્વરૂપ છે. તેનાં તટે (કિનારે) અનશન કરીને કેટલાયે મુનિવરો મોક્ષે ગયા છે. દેવમનુષ્ય અને રાજાઓ સૌ તેને પવિત્ર માને છે. રો એક બાજુ વારણનદી બીજી બાજુ અસી નદી. આ બે નામની નદી વહી રહી છે અને તે બંનેની મધ્યમાં વસેલું હોવાથી નગરીનું નામ વારાણસીથી પ્રખ્યાત છે. //all હવે તે નગરીમાં કુમારે પોતાના ભાગ્યનો ઉદય જોવા માટે સુખરૂપ પ્રવેશ કર્યો. સુંદર એવા વેષને (વેશને) ધારણ કરીને બજાર, હાટ, Page #76 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧: ઢાળ - ૯ ૪૧ નગરના ચાર રસ્તા ચૌટામાં કૌતુક જોવા જુદાજુદા રસ્તામાં ફરી રહ્યો છે. I૪l. | ફરતા એવા અગડદતે ચૌટામાં મોટો મઠ જોયો. જેમાં અનેક છાત્રો ભણે છે. અગડદત્ત કુમાર જ્ઞાન અને કળાઓનો રસિયો છે. તેથી વિનયવિવેકપૂર્વક તે પણ તે મઠમાં ગયો. પણ કળાના ભંડાર એવા ઉપાધ્યાય જે ભણાવે છે તેમનું નામ પવનચંડ છે. પ્રથમ તેમને બે હાથ જોડી પ્રણામ કરી સન્મુખ બેઠો. દી ઢાળ નવમી (ક્રીડા કરી ઘર આવીયો..એ દેશી) પાઠક પ્રેમરસે કહે, છાત્રને કરી વિદાય રે; કહો કોણ દેશથી આવીયા; નામ કિશું તુજ ભાય રે...પા./. શું કારણ ઈહાં આવીયા; કોણ તુજ ઉત્તમવંશ રે; પ્રેમે તે પ્રકાશીયે; જેમ હસે અમ હંસ રે...પા./રા મૂલ થકી વિવરી કહ્યો, કુંવરે નિજ અવદાત રે; સુણી પાઠક વલતુ કહે, વત્સ સુણો એક વાત રે...પા.lal માતપિતા તજવે. કરી, રૂડું ન કીધું કાજ રે; નાત સજ્જન પુર લોકમાં, નાવી કશી તુજ લાજ રે...પા.//૪ ક્રમ નખ કાંતિ પીતર તણી, જાણી તીર્થ સમાણી રે; ઉત્તમ નર પૂજન કરે, પંડિત શાસ્ત્ર વાણી રે...પા./પા. કટુક ગિરા ગુરુ માતની, આગલ હિતકર જાણે રે; કફહેતા ભેષજ પરે, નીરૂજા વૈદ્ય વખાણે રે...પા. ગુરુ તાડતાં હિત કરે, ઉન્મારગથી વારે રે; મણિકારક ઘસતા મણિ રત્નનું તેજ વધારે રે...પા./iણી પીતરુ નિભંછે દોષને, પણ નવિ પુત્રને તાડે રે; જેમ ન વિતાડે પાત્રને, મંત્રિક ભૂત પછાડે રે...પા./l૮. જગત ગુણે ગૌરવ લહે, શું કરે પરપોતાને રે; નિજ અંગજ મલ પરિહરે, વનજ કુસુમ શિર માને રે...પા./lલા માતપિતા ગુરુ કુલવશું, હોય જગત બહુ માને રે; કંચનગિરિ વલમાં રહ્યાં, તૃણતરૂ કનક સમાનો રે...પા../૧૦ના ઠાણાપુરે વ્યવહારિયો, સુંદર નામે સાર રે; માતપિતા વૃદ્ધાય નમી, પૂજી કરત આહાર રે...પા૧૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ધમ્પિલકુમાર રાસા સુત વિનયી તસ દોય છે. બહુલ કરે વ્યાપાર રે; દાનદયા તસ ચિત્ત વસી; દ્રવ્યતણો નહીં પાર રે...પા./૧૨ લાભે લોભ વધે ઘણો, ઇંધણથી જેમ આગ્ય રે; તૃષ્ણાદાહ સમાવવા, જલસમ જ્ઞાન વૈરાગ્ય રે...પા../૧૩ ગુરૂ વિણ જ્ઞાન ન સંપજે. તેણે અતિલોભ જમાવે રે માલ બહુલ વોરી કરી. સુંદર જાઝ ચઢાવે રે...પા./૧૪ માતપિતા સુત દોયણું, વાત એકાંત બનાવી રે, સહુ સાથે વહાણે ચઢ્યા, ઘર પરિકરને ભળાવી રે...પા./૧૫l. જલધિવર્ચે જાતાં થકાં, લાગ્યો પવન પ્રચંડ રે; પ્રભુ પ્રભુ કરતાં પ્રલય થયો; વહાણ થયું શતખંડ રે...પા./૧૬ll માતપિતા વધૂ સુત જલે, ડૂળ્યાં દૈવ ઉપરાંઠે રે; સુંદરશેઠ ફલક ગ્રહી, આવ્યો જલનિધિ કાંઠે રે...પા./૧૭ ભમતો અનુક્રમે આવીયો, ઠાણાપુર નિજ ગેહે રે; મૃતકારજ સહુના કરી, પરણ્યો નવી સ્ત્રી નેહે રે...પા./૧૮ાા. પુત્રવધૂ સુત સંતતી, પૂર્વ તણી પરે થાતી રે; પણ એક માત પિતા ગયાં, ભવ લગે બલતી છાતી રે...પા./૧લા એમ સુણી પાઠક પાય નમી, કુંવર કહે ગુરૂરાજ રે; આજ તુમે પ્રતિબોધિયો, સિધ્ધાં વાંછિત કાજ રે...પા. તાત મેં શિક્ષા શિર ધરી, મુજ મન શાસ્ત્ર કલાશું રે; , ભણી ગણી પિતૃપદાર્ચને, તુમ આણા લેઈ જાશું રે...પા..ર૧/ ધમ્પિલકુંવરના રાસની, એ કહી નવમી ઢાલ રે, શિક્ષા શ્રી શુભવીરની, વિનયી સુણો ઉજમાલ રે...પા.//રરા સમય થતાં છાત્રો(વિદ્યાર્થીઓ)ને વિદાય આપીને પંડિતે અગડદત્તને પ્રેમપૂર્વક પૂછયું કે હે પરદેશી ! ક્યાંથી આવ્યા ? ક્યાં જવાના ભાવ ? કયા દેશના વાસી? આપનું શુભ નામ? ITI વળી અહીં આવવાનું આપનું પ્રયોજન શું ? આપનો વંશ કયો ? તે પ્રેમથી પ્રકાશો. (કહો) જે સાંભળતાં અમારો આતમહંસ આનંદિત થાય. //રા. અગડદત્તકુમાર પંડિતજીને ત્યાં - કુમારે પોતાનો સંપૂર્ણ પરિચય આપ્યો. છેલ્લે રાજસભામાં જે બન્યું હતું. તે પણ સઘળી વાત પંડિતની આગળ કહી. તે સાંભળી પંડિતજી બોલ્યા કે “હે વત્સ !” એક વાત સાંભળ. | જો તું માત-પિતાને છોડીને આવ્યો છે. તે સારું કર્યું નથી. Page #78 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧: ઢાળ - ૯ ૪૩ વત્સ ! નાત-સજ્જન એટલે સગાવહાલાં નગરજનોને છોડીને આ રીતે ચાલી નીકળ્યો. તો તેમાં તને શરમ ન આવી. //૪ll જો ભાઈ ! મહાપુરુષોએ શાસ્ત્રમાં એવાં વચનો કહ્યાં છે કે “માતપિતાનાં ચરણનખની કાંતિની અંદર તો તીર્થ સમાયેલું છે.” અને ઉત્તમ પુરુષો તો હંમેશાં તેની પૂજા કરે છે. //પી ઉપકારી વડીલ અથવા માતાની વાણી કડવી હોય તેથી જીવને ન રૂચે. પણ કફને દૂર કરનાર કડવા ઔષધ (ભૈષજ)ની જેમ આગળ જતાં તે વાણી હિત કરનારી બને. કડવા ઔષધને વૈદ્યો વખાણે છે ને ? દી હે ભદ્ર ! તેમ જાણ...વળી ઝવેરી મણિને ઘસે તો તેનું તેજ વધે છે તેમ ગુરુમહારાજ તાડન કરે તો પણ હિતને માટે છે. કેમ કે ખોટા માર્ગેથી પાછા વાળે છે. હે વત્સ ! માતાપિતાએ તને નહિ પણ તારામાં રહેલા દોષનો તિરસ્કાર કર્યો છે એમ જાણજે. જેમ માંત્રિક (શરીરમાં રહેલા) ભૂત-પ્રેતને પછાડે છે, નહિ કે વ્યક્તિને ! આ જગત હંમેશાં ગુણોને આવકારે છે. ત્યાં પારકો કે પોતાનો એવું કંઈ જોવાતું નથી. કોઈપણ પ્રાણી પોતાના શરીરમાં ઉત્પન્ન થયેલા મલને છોડી દે છે અને વનમાં ઊગેલાં ફૂલને આદરપૂર્વક મસ્તકે ચડાવે છે. કેમ? કારણ (ફૂલનો ગુણ સુગંધ છે. તેથી સૌ તેને આવકારે છે.) IIકા સુવર્ણગિરિને વળગીને રહેલાં ઘાસ અને વૃક્ષો સોના જેવાં લાગે છે તેમ માતાપિતાની છાયામાં રહેતો ગુરુકુલવાસમાં રહેનારો, જગતમાં તે હંમેશાં પૂજાય છે, બહુમાન મેળવે છે. /૧૦ - સુંદરશેઠની કથા - હે વત્સ! તે માટે એક દષ્ટાંત કહું છું તે સાંભળ ! ઠાણાપુર નગરમાં સુંદર નામનો વેપારી રહેતો હતો. તે તેનાં વૃદ્ધ માતાપિતાનાં ચરણે નમી, તેમની સેવા કરીને પછી ભોજન કરતો. આ નિત્યક્રમ તેનો હતો. ૧૧ વિનયી એવા વેપારીને બે પુત્રો હતા. તે પણ વિનયી જ હતા. શેઠને વેપાર ઘણો મોટો ચાલતો હતો. તેના હૈયે દાન-દયા આદિ વસેલાં હતાં. દ્રવ્યનો કોઈ પાર નહોતો. ૧ર. જેમ ઇંધણ અગ્નિમાં નાંખવાથી આગ વધે છે. તેમ “લાભથી લોભ વધતો જાય છે.” તૃષ્ણા દાવાનલને શમાવવા જ્ઞાન અને વૈરાગ્ય જલ સમાન છે. /૧૩ ગુરુ વિના જ્ઞાન મળતું નથી. આ શેઠને કોઈપણ ગુરુનો યોગ થયો નથી. (તેથી) આ સુંદર વેપારી ઉપર લોભે જમાવટ કરી. શેઠે ઘણા માલની ખરીદી કરીને, પરદેશ જવા વહાણ તૈયાર કર્યા. ૧૪ એકાંતમાં જઈ માત-પિતા અને પોતાના બે પુત્રો સાથે વાટાઘાટો કરી લીધી. ઘરની સંભાળ – નોકરને ભળાવી દઈને, કુટુંબ સાથે શેઠ પરદેશ જવા નીકળ્યા. (વહાણ લઈને પરદેશ ચાલ્યો) II૧૫ા. શુભ દિવસે નીકળેલ શેઠનાં વહાણ સમુદ્રમાં ગતિ કરી રહ્યાં છે પણ હવે બન્યું એવું કે મધદરિયે વહાણ પહોંચ્યું. પ્રચંડ એવો પવન ફૂંકાવા લાગ્યો. આવેલ વંટોળથી સહુ ગભરાયા. પ્રભુ! બચાવો! પ્રભુ બચાવો ! બૂમો પાડવા લાગ્યા. ભગવાનને યાદ કરવા લાગ્યા જોતજોતામાં તો વાવાઝોડાના કારણે મોજાં ઊછળવા લાગ્યાં. મોટું મોજું વહાણને અથડાયું. વહાણ ફંગોળાયું. વહાણના સો ટુકડા થઈ ગયા. ૧દી માતા-પિતા-પત્ની અને પુત્ર સહિત, દેવી પ્રકોપથી બધા દરિયામાં ડૂબવા લાગ્યાં. સાગરના પેટાળમાં સૌ સમાઈ ગયાં. સુંદર શેઠને વળી એક પાટિયું હાથમાં દૈવયોગે આવી ગયું. તેના આધારે તે ઘણા દહાડે કોઈ એક કિનારે બહાર આવ્યો. અજાણ્યા કાંઠે ઊતર્યો. ૧થી વળી ત્યાંથી ભમતો ભમતો પોતાની થાણા નગરીએ પોતાના ઘેર પહોંચ્યો. માત-પિતા પત્ની-પુત્રનું મૃતકાર્ય કરીને વળી ઘર-વેપારને સંભાળી લીધો. સમય જતાં વળી કોઈ નવી કન્યાને સ્નેહથી પરણ્યો. ૧૮l. Page #79 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ (નવી પરણેલીને) પુત્ર થયો. મોટો થયો – પરણાવ્યો. પુત્રવધૂ આવી. તેને પણ સંતાનપ્રાપ્તિ થઈ. આ રીતે પૂર્વવત્ પોતાનું હર્યુંભર્યું ઘર વળી પરિવારથી ધમધમી ઊઠ્યું પણ ઉપકારી માતા-પિતા જે ચાલ્યાં ગયાં, તે ફરીવાર મળી શકે તેમ નથી. તેથી શેઠને આખી જિંદગી હૈયામાં માત-પિતાનો વિયોગ સાલ્યા કરે છે. એ જ રીતે હે ભદ્રે ! બધું જ ફરીવાર મળી શકે છે પણ મા-બાપ મળી શકતાં નથી. ।।૧૯।। પાઠક (પંડિતજી)ની વાત સાંભળીને કુમા૨ પ્રણામ કરી કહે છે..ગુરુરાજ ! આજ તમે મને સાચી હિતશિક્ષારૂપ પ્રતિબોધ પમાડ્યો. મારાં ઇચ્છિત કાર્ય સફળ થયાં છે તેમ માનું છું. ૨૦ તાત ! હું તમારી આપેલી શિખામણ માથે ચડાવું છું. પણ મને શાસ્ત્રકળા મેળવવાની ભાવના છે, ભણી ગણીને પછી તાતની સેવા કરવા, તમારી આજ્ઞા લઈને જઈશ. I॥૨૧॥ ધમ્મિલકુમારનાં રાસની આ નવમી ઢાળ કહી. કર્તાકાર શ્રી શુભવીરવિજયે આપેલી શિખામણને હે વિનયી લોકો ! તમે પણ ગ્રહણ કરવા વધુ ઉજમાળ બનો. ।।૨૨।। ૪૪ પ્રથમ ખંડની ઢાળ : ૯ પૂર્ણ -: Elel : કુંવર વચન સુણી, રીજીયો, પવનચંડ ઉવજ્ઝાય, દૃષ્ટિવદન સદને ગયો, તેડી કરી સુપસાય. ॥૧॥ સ્નાન અશન વસનાદિકે, કરતો તસ મનોહાર; કહે પિતુ ઘર સમ મુઝ ઘરે, વિલસો શ્રિય દિલધાર,. ॥૨॥ કુંવર તિહાં રહેતો થકો, કરી ગુરૂવચન પ્રમાણ; આરાધે નિત્ય વિનયથી, માતપિતા સમ જાણ. ॥૩॥ શાસ્ત્ર ને શસ્રકલા તણો, પામી સુગુરૂ પસાય; પાર લહી ગૃહ ઉપવને, એક દિન રમવા જાય. ॥૪॥ કુસુમ સુગંધ પવન લહી, રહી સ્થિર દૃષ્ટિનિશાન; બાણાવલી બાણે કરી, વેધે તાણી કબાન. ॥૫॥ એણે સમે કુસુમ દડો પડ્યો, પૂંઠે લાગ્યો ઘાત; ચક્ષુ લક્ષથી ઓસરી, ચિંતે શ્યો ઉતપાત. ॥૬॥ પૂંઠે દીઠી અછરા, સમ નવદૈવન નાર; શક્તિ વસંતઋતુ વન સુરી, આવી ચિંતે કુમાર. III તવ સા નિર્દય હૃદય તસ, વેધનકૃતચિત્ત લક્ષ; ભ્રધનુમુક્ત શરે કરી, ભેદત નયન કટાક્ષ ॥૮॥ સા કહે સંવૃત્તુ લોચને, તૃણ લવે ન ધર કુઠાર; હું સ્મર માર્ગણે પીડીયો, ઉચિત ન મૃતકને માર. ॥લા Page #80 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૧૦ ૪૫ * તું કોણ? કસ્ય સુતાભિધા,? પૂછે કુમાર સવિકાર; ચંદ્રવદની મદનારા, બોલે વચન રસાલ../૧લી. કુંવરનાં વચનો સાંભળી પવનચંડ પંડિતજી ઘણા જ ખુશી થયા. હર્ષિતવદન (હસતે મુખે) પંડિતજી કુમારને પોતાના ઘરે બહુમાનપૂર્વક લઈ ગયા. (તેડી ગયા) I/II કુમારને સ્નાન-પાન-ભોજન વગેરે કરાવી, સ્વચ્છ વસ્ત્રો પહેરવા આપ્યાં. આ રીતે આદર સત્કાર કર્યો. પછી કહે છે કે “હે વત્સ ! પિતાના ઘરે રહીને જેવો વિલાસ કરતો હતો તેમ અહીં રહીને તારા પિતાનું ઘર છે એમ માનીને આનંદથી રહેવું.” તે રીતે કુમાર પંડિતજીના ઘરે રહેવા લાગ્યો. રા/ પંડિતજીની કૃપા પોતાના ઉપર ઘણી છે તે આભાર માનતો કુમાર, ગુરુના વચનને પ્રમાણ કરતો ત્યાં રહ્યો અને માતપિતાની માફક ગુરુદેવની સેવા કરવા લાગ્યો. ૩વિનયી કુમાર ગુરુ પાસે શસ્ત્રકળા શાસ્ત્રકળાનો અભ્યાસ કરવા લાગ્યો. પરમકૃપાથી તે કળાનો પારગામી થયો. એક દિવસ તે ગુરુના ગૃહઉદ્યાનમાં રમવા (ફરવા) માટે ગયો છે. ||૪|| મંદ મંદ પવનની લહેરો, ફૂલોની સુગંધ લઈને વહી રહી છે. મનને આનંદ પમાડનાર ફૂલોની સુગંધ ક્યાંથી આવે છે ? તે જોવા માટે દૃષ્ટિ સ્થિર કરી ચારે કોર જોઈ રહ્યો છે. જે દિશાથી લહેરો આવતી હતી તે દિશામાં તે તરફ લક્ષ રાખીને રમતા કુમારે હવામાં બાણ છોડ્યું. અમોઘ બાણ છોડતાં તરત જ કુસુમનો દડો (નાજુક નમણો) છિન્ન ભિન્ન થઈ જમીન ઉપર પડ્યો. કુંવરની નજર તેના ઉપર પડતાં ચમક્યો. અહો ! આ શું ઉત્પાત ! સ્ત્રીના કેશકલાપને શોભે એવો આ તો પુષ્પગુચ્છ છે. III કુમાર અગડદત્ત અને મદનમંજરીનો મિલાપ અને વાર્તાલાપ :- નક્કી કોઈ સુંદરી નજીકમાં હોવી જોઈએ. પાછળ જુવે છે તેટલામાં તો જાણે અપ્સરાનો તિરસ્કાર કરતી, પોતાના મૃદુ અધરને મંદમંદ સ્કૂરાવતી, વસંતઋતુમાં વનવિહાર કરવાને વનદેવી ન આવી હોય! તેવી નવયૌવના બાળાને જોઈ. શા સાક્ષાત્ શક્તિ જ જાણે સ્ત્રીનું રૂપ કરીને આવી હોય, તેવી તે બાળાને જોઈ કુમાર સ્તબ્ધ થયો અને મોહ પામ્યો. બાળા પણ કામદેવ સરખા કુમારને જોઈ મોહિત થઈ. તેણીએ પોતાના ભૃકુટીરૂપી ધનુષમાંથી શરસંધાન કરીને નેત્રકટાક્ષરૂપી બાણો મૂકવા શરૂ કર્યા. Iટી અને આંખને નચાવતી કહેવા લાગી કે “હે કુમાર ! તૃણને કાપવા માટે કુહાડાના ઘા ન જોઈએ. જુઓ ! મારો કિંમતી ફૂલનો દડો તમે છિન્ન ભિન્ન કરી નાખ્યો.” તે સાંભળી કુમાર બોલ્યો - “તમારા નયનમાંથી છૂટેલાં કામદેવનાં બાણથી હું વિંધાયેલો જ છું. તેથી મરેલાને હવે વિશેષ ન મારો. લી. હે ચંદ્રમુખી ! તું કોણ છે? કોની પુત્રી છે? તારું નામ શું?” આ પ્રમાણે કુંવર સવિકાર દષ્ટિથી તે રમણીને પૂછતો હતો. તે સાંભળી કામાતુર થયેલી તેણી પણ મીઠાં વચનોથી કહેવા લાગી. /૧૦ગા. ઢાળ દશમી (ફતમલની..એ દેશી) ચિત્તહર ! તું મુજ મુકુટ સમાન, મનસાખે હું તુજ વરી; ચિત્તહર ! મહેલથી દર્શન દીઠ, નેહદોરે રે ખેંચી ઉતરી. /૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ ४७ ધર્મિલકુમાર રાસ ચિત્તહર ! આવી હું કંત હજુર, પિઉડે પ્રેમ ધરી પૂછીયું; ચિત્તહર ! વ્હાલાની આગલ વાત; કહેતાં સવિ દુઃખ ઉલસિયું. ॥૨॥ ચિત્તહર ! પ્રીત પટંતર દોય, ન ૨હે ઇક્ષુતણી પરે; ચિત્તહર ! મૂલ થકી અધિકાર, વિવરી કહું પિયુ આગલે Ill ચિત્તહર ! બંધુદત્ત મુજ તાત, શેઠ ધુરંધર ઇહાં વસે; ચિત્તહર ! સન્મુખ એ પ્રાસાદ, દેવવિમાનને પણ હસે. II૪ ચિત્તહર ! લક્ષ્મીવતી મુજ માત, લક્ષ્મી ઘરે પાએ પડી; ચિત્તહર ! મદનમંજરી મુજ નામ, ધાતે રૂપવતી ઘડી. IIપ ચિત્તહર ! પિતૃવચ્છલ ગુરુ જોગ, ચતુરકલા ચોસઠ ભણી; ચિત્તહર ! ઇહાં એક શેઠનો બાલ, કાલવ્યાલસમદંગ ફણી. ॥૬॥ ચિત્તહર ! વિવાહ સાજન સાથ, કાથ કુવૈદ્યે મેલીયો; ચિત્તહર ! કરમેં વિડંબી મુજ, કુષ્ઠરોગ પશુ હેલિઓ. III ચિત્તહર ! નારક સૂકરરૂપ વહેલ વલે લહી નાલીયું; ચિત્તહર ! ચોરીએ વિણ ચિત્ત સાખ, હાથ બાલ્યા ને હૈયું બાલિયું. ॥૮॥ ચિત્તહર ! વાસ ભુવન કરોડ, ઊભો મૂર્ખ ઓલગ કરે; ચિત્તહર ! બીહિનો ગયો પિતૃગૃહ, હું રે ગઈ માતા ઘરે. ॥ા ચિત્તહર ! લક્ષ્મી કૃપણને હાથ, મંદમતિ પુરભારતી, ચિત્તહર ! ચતુર નારી પતિ મૂર્ખ, એથી મરણગતિ સુખવતી ।।૧૦। ચિત્તહર ! તેણે વસતાં પિતૃગૃહ, વીત્યા દિન કેતા સમા; ચિત્તહર ! તુમ દરશને હું આજ, ચમકી ચકોરી ચંદ્રમા. ॥૧૧॥ ચિત્તહર ! આ ભવ તું ભરતાર, ચતુર ચરણ ચિત્ત ઉલસ્યો; ચિત્તહર ! તું મારા હઇડાનો હાર, દીઠો તિહાંથી દિલ વસ્યો. ।।૧૨। ચિત્તહર ! તુજ ગુણવંત સસસ્નેહ, કાંટો ભાંગો રે કાચા કેરનો; ચિત્તહર ! કામભુજંગ ડશેલ, નહીં કો ઉતારણ ઝેરનો. I॥૧૩॥ ચિત્તહર ! આવી હું શરણે આજ, વાલ્વિમવિણ નહિ જાંગુલી; ચિત્તહર ! રોગ ભરી દુર્ગંધ, અલગી ન થાએ આંગુલી. ।।૧૪। ચિત્તહર ! કપટી કલંકી મિત્ર, અવસાને વિહિતોદયો; ચિત્તહર ! દોષાકર પણ ચંદ્ર, શિવશિર વલ્લભતા થયો. ।।૧૫।। Page #82 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧: ઢાળ - ૧૦ ૪૭ - ચિત્તહર! મહાદેવ ના જુએ દોષ, આશ્રિતને નવિ પરિહર્યો; ચિત્તહર ! આકૃતિ રાજકુમાર, ઓલખીને મેં આદર્યો. ૧૯ll ચિત્તહર ! શરણાગત કરે દૂર, નહીં કોઈ ક્ષત્રી જાતમાં; ચિત્તહર ! પ્રાર્થના કરશો ભંગ, તો મરશું આજ રાતમાં. ./૧૭ી. ચિત્તહર ! કામણગારે નેહ, નયણે મુજ કામણ કર્યો; ચિત્તહર ! પલક ન છોડ્યો જાય, ચિત્ત સાંકલીએ સાંકલ્યો.૧૮ - ચિત્તહર ! મરણ જીવન નાથ હાથ, સાથ ન છોડું તુમ તણો, ચિત્તહર! મોહ્યો કુમર સુણી વાત, દેખી રૂપ અતિ ઘણો. ૧૯તા ચિત્તહર ! મોહનાં લાગ્યાં બાણ, પ્રાણ સમાણીને એમ કહે; ચિત્તહર ! હું રે વસે પરદેશ, ક્લેશ કરણ તું કિંતા રહે. ll૨૦ના ચિત્તહર ! જઈશું અમે નિજ દેશ, તે દિન તુજ તેડું કરું; ચિત્તહર ! પટ્ટરાણી પદ તુજ, સાચું વચન એ મારું. ૨૧ ચિત્તહર ! વાલ્વમ સુણી રે વચન, માલતી કુસુમેં વધાવતી; ચિત્તહર ! વિકસિત નયનવદન કંચૂક છાતી ન માવતી. ૨૨ા. ચિત્તહર ! હાથમાં લઈ કરકોલ, મુદિત થઈ ગઈ નિજ ઘરે; ચિત્તહર ! કુંઅર ગયો ગુરુગેહ, નજર મેલાવા નિત્ય કરે. ૨all ચિત્તહર ! ધમ્મિલ રાસે ઢાલ એહ, દશમી અમીરસ વેલડી; ચિત્તહર ! અહીં છીપ સ્વાતિનીર વીર વચન રસ શેલડી. ર૪ો હે મારા ચિત્તડાના ચોર ! તું તો મારા માથાનો મુગટ છે. મનની સાક્ષીએ હું તને વરી ચૂકી છું. મહેલના ઝરૂખા (ઉપરથી) તમારું દર્શન થયું અને સ્નેહદોરીથી ખેંચાઇને મારા કંતની સમીપ હું ઊતરી આવી છું. //લા મારું મન મુંઝાઈ ગયું છે. પણ મારાં પિયુડે પ્રેમ ધરીને પૂછ્યું છે, તો મારા વ્હાલાની આગળ સઘળી વાત જરૂર કહીશ. મારા હૈયાના હાર ! તમને વાત કરતાં મારાં હૈયામાં મારાં સઘળાં દુઃખ ઉલ્લસી આવ્યાં છે. //રા - શેરડીના રસની સુગંધ જેમ છાની ન રહે તેમ બે હૈયાની વચ્ચેની પ્રીતનો પડદો ક્યાંથી રહે ! ઓ મારા વ્હાલા ! સઘળી વાત કહું છું તે સાંભળો. /all આજ નગરીમાં (કાશી-વારાણસીમાં) બંધુદત્ત નામે ધુરંધર શેઠ વસે છે અને સામે જો દેવવિમાનને પણ હસવું આવે તેવો તેનો મહેલ છે. જો હંમેશાં જેને લક્ષ્મી પગમાં પડેલી છે. તેવી લક્ષ્મીવતી તેની પ્રિયા અને મારી માતા છે. તેમની હું મદનમંજરી નામે દીકરી છું. વિધાતાએ મને સૌંદર્યવાન ઘડી છે. આપણી પિતાનું વાત્સલ્ય અને ગુરુના યોગને પામીને, સ્ત્રીઓની જે ચૌસઠ કળા છે તેમાં પ્રવીણ થઈ છું. હે પ્રાણેશ્વર ! આ એકાંત યૌવન Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ધર્મિલકુમાર રાસ હૃદયમાં કંઈક ઊર્મિઓ ઉછાળી રહ્યું છે. કુંવર બોલ્યો - હે સુંદરી ! મારું આ હૃદય તડપી રહ્યું છે. પણ (આ બાળા કુંવારી છે કે પરણેલી? કુંવર વેધક દૃષ્ટિએ જોઈ રહ્યો છે) અધૂર વાક્ય સાંભળી કન્યા બોલી. હે વાલેશ્વર ! હવે જ મારું દુઃખ કહું છું. અહીં એક શેઠ રહે છે તેમને યમરાજા સરખી દષ્ટિવાળો એક પુત્ર છે. Iી. તેની સાથે થોડા દિવસ પહેલાં માતાપિતા અને સગાસંબંધીઓએ મળીને મારો વિવાહ કર્યો. કુવૈદ્ય કડવો ક્વાથ મોકલે પણ રૂચે નહી, તેવી રીતે મારો અને તેનો મેળ મળ્યો નહિ. કર્મરાજાએ ખરેખરી મને દુઃખી કરી નાંખી. IIણા કુષ્ઠરોગી, મૂર્ખ, પરમાધામી જેવા સ્વભાવવાળો, ભૂંડ જેવું રૂપ અને બુદ્ધિનો (જાણે)બળદિયો! ગાડે જોડાયેલ બળદ પણ સારો. કે જે નેળિયું (ટૂંકો રસ્તો, નેરીયું) જે પ્રમાણે જતું હોય તે પ્રમાણે ચાલે, જ્યારે આ મૂર્ખને તો કંઈ ગતાગમ જ નહિ. આવાની સાથે ચોરીની અંદર, ચિત્તની સાક્ષી વિના (મન વિના) પરણી. પરણી તો ખરી. પણ હાથેય બાળ્યા ને હૈયું પણ બાળ્યું. Iટા હૃદયથી હું ઘણી ખિન્ન થઈ. જ્યારે અમે અમારા (રાત) મહેલમાં (વાસ-ભુવનમાં) મળ્યાં, તો તે બે હાથ જોડીને મારી સામે ઊભો રહ્યો. એના મૂરખપણાની ઓળખાણ આપી. જાણે મારાથી બીતો ન હોય તેમ પોતાના પિતાના આવાસમાં જતો રહ્યો. હું પણ મારા માતાને ઘેર ગઈ. લો કૃપણનાં હાથમાં આવેલી લક્ષ્મી શું કામની ? મંદ બુદ્ધિવાળાં ઉપર પ્રસન્ન થઈને સરસ્વતી શું કરે ? એવી રીતે ચતુર નારીને મૂર્ખ પતિ કરતાં મરણગતિ સુખ આપનારી છે. એમ હું વિચારતી. ./૧૦ના આમ પિતાના ઘરે વસતાં ઘણા દિવસો વહી ગયા. ઓ પ્યારા ! મહેલમાં ઊભા ઊભા અચાનક આજે તમારાં દર્શન થયાં. જેમ ચંદ્રમાના દર્શને ચકોરીનું હૈયું હરખાય તેમ તમારાં દર્શને હું બહાવરી બની છું. /૧૧il હવે આ ભવમાં તમે જ મારા ભરથાર છો. આપ ચતુરનાં ચરણે તો મારું ચિત્ત ચોંટી ગયું છે. તું તો મારા હૈડાનો હાર ! જ્યારથી જોયો ત્યારથી જ દિલમાં વસી ગયો છે. ||૧૨ા. હે ગુણિયલ ! તારો સ્નેહ કાચા કેરના કાંટાની જેમ હૈયામાં ભોંકાયો છે. તેને દૂર કરી મને શાંતિ આપો. હે ધવંતરી ! કામરૂપી સર્પના ડંશથી હું ડંશાઈ છું. આજ સુધી તે ઝેર ઉતારનાર કોઈ મળ્યો નથી. /૧૩l હે શરણાગત ! પ્રતિપાલ ! હું તારે શરણે આવી છું. તમારા જેવા જાંગુલી (ગારૂડી) મંત્રના જાણકાર વગર એ ઝેર, એ કાંટો, એ તાપ કોણ દૂર કરે ? હે ગુણવંત ! મારો એ અલ્પદોષ (લગ્ન કર્યાનો) ન જોશો. રોગથી ભરેલી દુર્ગધ મારતી આંગળી કંઈ અળગી કરાતી નથી. ૧૪ો. કપટી-કલંકી, મિત્ર અવસાને (સૂર્ય અસ્ત થતાં) હાજર થાય છે. (ઉદય પામે છે) એવો દોષની ખાણ સરખો (દોષાકાર) ચંદ્ર પણ શિવજીના મસ્તક ઉપર રહીને તેમને વલ્લભ ન થયો ? (અર્થાત્ થયો) I૧પા મહાદેવે તેનો દોષ ન જોયો. શરણે આવેલાંનો તિરસ્કાર ન કર્યો. ઉત્તમ પુરુષો દોષ જોતા નથી. તે તો ગુણને જ ગ્રહણ કરે છે. તમારે પણ તેમ કરવું. આકૃતિએ રાજકુમાર સમાન જાણીને, મેં તમને મારા નાથ બનાવ્યા છે. ૧૬ ક્ષત્રિયો શરણે આવેલાંનો પ્રાણાન્ત પણ ત્યાગ કરતા નથી. તેમ છતાં જો મારી પ્રાર્થનાનો ભંગ કરશો તો આપઘાત કરીને હું આજ રાતમાં જ મરી જઈશ અને આ અસહ્ય દુઃખથી મુક્ત થઈશ. /૧૭ના હે કામણગારા ! તારા નેહભર્યા નયણે મારી ઉપર કામણ કર્યું છે તેને એક પળ પણ હવે હું છોડી શકું તેમ નથી. મારા ચિત્તની સાંકળે તું બંધાઈ ગયો છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૧૧ ૪૯ હે નાથ ! મારું મરણ અને જીવન તારા હાથમાં છે. તારો સાથ છોડી શકું તેમ નથી. કુંવર પણ તેણીની સ્નેહભરી વાણી અને સૌંદર્ય જોઈને મોહિત થયો. ૧૯લા તેણીની વાત સાંભળી કુંવર કહેવા લાગ્યો. હે સુવદને ! જેવી તું મને ચાહે છે તેવો હું તને પણ ચાહું છું. હૈયું જ હૈયાની સાક્ષી પૂરે છે. પ્રિયમંજરી ! આજથી તું મારી પ્રાણપ્રિયા છે. પણ હમણાં હું પરદેશમાં છું. તને ક્યાં રાખું ? માટે તારે તારા પિતાના ઘેર રહેવું ને સ્નેહ સાચવવો. /૨૦માં જયારે અમે અમારા દેશ જઇશું, ત્યારે તને તેડી જઇશું. અને તને પટ્ટરાણીપદ આપીશ. આ મારું વચન તું સત્ય માન. //રા કુમારે આપેલું વચન :- વ્હાલાનું વચન સાંભળીને મંજરીએ તે બગીચાનાં ફૂલ લઈને માળા ગૂંથી. “હે પ્રાણેશ! આપણા પ્રેમની નિશાની રૂપ આ પુષ્પની માળા (વરમાળ) આપને પહેરાવું છું.” એમ કહીને માળા પહેરાવી. અને પુષ્પોથી (છૂટાં ફૂલો) વધાવ્યા. આંખો નૃત્ય કરવા લાગી. મુખ હર્ષિત થયું. હૈયું હર્ષથી ઉભરાયું. કંચૂક ફાટફાટ થવા લાગ્યો. સ્નેહભીનાં હૃદય એકબીજા તરફ આકર્ષાયાં. અથડાયાં મળ્યાં. મિલન પછી આનંદ અવર્ણનીય હતો. ૨રા હાથમાં હાથ લઈ વચન આપી સુંદરી પોતાના ઘેર ગઈ. કુંવર ગુરુઘરે ગયો. ત્યાર પછી હંમેશાં બંનેની નજરોનો મેળો થાય છે એટલે બંને જણાં લગભગ મળે છે. ૨૩ અમૃતવેલડી સરખી, ધમ્મિલકુમારના રાસની આ દશમી ઢાળ કહી. સ્વાતિ નક્ષત્રનું નીર (પાણી) સાપના મુખમાં અને છીપમાં બંનેમાં પડે છે. એવી રીતે શેરડીરસ સરખાં વીરવચનો જાણવાં. અર્થાત્ મિથ્યાત્વી અને સમ્યકત્વી બંને આ વચનોને ગ્રહણ કરે છે. મિથ્યાત્વી શૃંગારરસ અને સમ્યકત્વી વૈરાગ્યને ગ્રહણ કરે છે. (સાપના મુખમાં પડેલા પાણીથી ઝેર નીપજે. છીપમાં પડેલા પાણીનું બિંદુ મોતી રૂપે પ્રગટ થાય છે. ૨૪ પ્રથમ ખંડની ઢાળ : ૧૦ પૂર્ણ -- દોહા :એક દિન વનક્રીડા કરી, અશ્વારૂઢ કુમાર; નયરીમાં જબ આવીયો, તવ દેવાણા દ્વાર. ૧. કોલાહલ દીઠો બહુ, પુરજન ભરીયા શોક; મેડીમાલ તરૂવર ચઢે; નરનારીના થોક મેરા જનસંમર્દનથી પડે, કેઈ પંથે ભયભ્રાંત; પિહિરદ્વાર ઘર હાટમાં, પેઠ વણિક મહંત. Hall સુભટ ઘણાં ભાલા ધયાં, ખગ મુશલ કરજોડ; પગભાંગે મુખ ઘેરજે, કરતા દોડાદોડ. Iકા ચહુટે જોતો તે ગયો, વિસ્મય ચિત્તકુમાર; ઉંચે ઘરનર ગોખડે, પૂછે તાસ વિચાર. /પા Page #85 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલકુમાર રાસ હવે એક દિવસ વનક્રીડા કરીને અશ્વારૂઢ થયેલ કુમાર પાછો જ્યાં નગરીમાં આવ્યો. ત્યાં જ નગરના દરવાજાનાં દ્વાર સડોસડ (ફટાફટ) દેવાયાં. (બંધ કર્યા) ॥૧॥ ચારે બાજુ કોલાહલ થવા લાગ્યો. આખું નગર ભયથી આક્રાંત હતું. આખાયે નગરમાં નાસભાગ મચી હતી. કોઈ મેડી ઉપર તો, કોઈ મહેલ ઉપર તો કોઈ વૃક્ષ ઉપર ચઢીને પોતાનો જાન બચાવવા પ્રયત્ન કરતું હતું. ॥૨॥ કોઈક ક્યાંક સંતાતું હતું. તો કોઈ દોડધામ મચાવતું હતું. ભાગંભાગ કરતો જનસમૂહ એકબીજા સાથે અથડાતો અને પડતો, (લોકોનું ટોળું) માર્ગની અંદર એકદમ ભયભ્રાંત હતું. લોકો ઘર બંધ કરવા લાગ્યા હતા. બજારમાં વેપારીઓ દુકાન ચપોચપ બંધ કરીને અંદર ભરાતા હતા. કુંવર પણ એક તરફના ખૂણામાં ભરાઇ ઉભો હતો. IIII કોઈ વીર સુભટો ભાલા લઈને ધસતા હતા. તો કોઈ ખડ્ગ લઈને દોડતા હતા. તો કોઈ બે હાથમાં મૂશલ (સાંબેલું) લઈને દોડતા હતા. દરેકના પગ ભાંગી પડ્યા હતા. છતાં પણ ધૈર્ય ધારણ કરીને દોડાદોડ કરતા હતા. III ૫૦ પરિસ્થિતિને જોતાં તેનો તાગ મેળવવા કુંવર ચૌટામાં આવ્યો. અને ચિત્તમાં આશ્ચર્ય પામ્યો. નજીકમાં ઘરના ગોખમાં ઊંચે ઊભેલા લોકને પૂછે છે. ભાઈ ! આ શું થયું ? શા માટે સૌ દોડધામ કરી રહ્યા છે ? પા ઢાલ અગિયારમી (તેહ પ્રતિજ્ઞા વાત, નયરમાં ઘર ઘરે હો લાલ – એ દેશી) તેહ કહે નર સુંદર, સાંભલો વાતને હો લાલ કે..સાંભલો. જો રે વસો પુરમાં ન, લહો ઉતપાતને હો લાલ કે...લહો. ભુવનપાલ ભૂપાલ, ઇહાં છે રાજીયો હો લાલ કે...ઇહાં. જશ મહિમા મહી માંહી, અતુલબલ ગાજીયો હો લાલ કે...અ. ॥૧॥ દલમંડલ રિપુ ખંડણ, ગજ ગુણ ધામ છે હો લાલ કે...ગજ. હસ્તીઘટામેં પટાવત, ચંપક નામ છે હો લાલ કે...ચંપક. . તે મદ ભરીઓ ધ૨ીઓ, ન જાય મહાવતે હો લાલ કે...ન. આલાન થંભ ઉમેલી, કર લી ભટ ધાવતે હો લાલ કે...કર. ॥૨॥ પાડંતો ઘર હાટ, ઇહાં હલકારશે હો લાલ કે...ઇહાં. નાસો લેઇ જીવ, તુરંગને મારશે હો લાલ કે...તુ. એમ કહેતાં તેણીવાર, સુભટ ભાલાં ધર્યાં હો લાલ કે..સુ. પાસત નાસત ત્રાસત, ચાકર ઠાકરા હો લાલ કે...ચા. ઘણા ગર્જિત ઉર્જિત શુંઢ, પ્રચંડ ઉલાલતો હો લાલ કે.... ગતિ વિટોલ પ્રાભંજન, ધૂલ ઉચ્છાલતો હો લાલ કે...ઉ. પ્રાતૃટ અંભોદ સોદર, કાલો વારણો..હો લાલ કે...કા. અગ્નિ ધમ્યું જેમ તામ્ર, રતાશે ભીષણો હો લાલ કે...રતા. II૪॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૧૧ ૫૧ - સાતે સ્રોત ગ્નવંત, જલાશ્રય દારૂણે હો લાલ કે...જલા. જંગમગિરિ નિઝરણ, ઝરંતાં બારણે હો લાલ કે...ઝરંતાં. પાછળ પગ વિલગતી. ખલતી શૃંખલા હો લાલ કે...ખલંતી. બુબારવ કરે લોક, ફિરંતા વેગલા હો લાલ કે...ફિરંતા. પા એકલો દેખી કુમાર, કરી ક્રોધે ભરે હો લાલ કે...કરી. આવ્યો હસ્તી કુમાર, તુરંગથી ઊતરે. હો લાલ કે...તુરંગ. વૈર્ય જ ધરી કર વસ્ત્ર, કરી સાતમો ચલે. હો લાલ કે...કરી. પાથરી પંથે વસ્ત્ર કુમાર, વેગો વલે હો લાલ કે...વેગો. ll નર જાણી ગજ ક્રોધે, હણે દત્સલે હો લાલ કે...હણે. તવ લઘુ વેગે કુમાર, તે વળગ્યો પાછલે હો લાલ કે...તે. પૂંછડે વળગ્યો લેવા, કરી ભમરી ફરે. હો લાલ કે...કરી. છાત્ર હણ્યો પરદેશી, જન હા હા કરે તો લાલ કે...જન. llણા મર્દનમંજરી સુણી વાત, તે ચિત્ત શોકાકુલે હો લાલ કે...તે. થાક્યો હસ્તી કુમાર. ચઢ્યો તવ ઉપરે હો લાલ કે...ચઢ્યો. મુષ્ટિપ્રહારે હણ્યો કરી, તવ નિર્મદ થયો.હો લાલ કે...તવ. ઉતરી મોહની સમરી, કુંવર આગળ ગયો..હો લાલકે કુંવર. Iટા તવ મોહ્યો કરિરાજ, કુમર પાયે પડ્યો હો લાલ કે. કુમર. લોક કહે નરરત્ન, ભલે આવી ચઢ્યો હો લાલ કે...ભલે. નરનારી થઈ નિર્ભય, ફૂલે વધાવતાં હો લાલ કે...ફૂલે. પવનચંડ ઉવજાય, વિલોકન આવતા હો લાલ કે...વિ. ટેલી શેઠ સુતા સુણી વાત, હૈયે રીજી ઘણું, હો લાલ કે...હૈ. પુરજન હરખ મિશે, દે સખીને વધામણું, હો લાલ કે...દે. શણગારી ગજ આલાન, થંભે સાંકલ્યો, હો લાલ કે...થ. દેખી અચંભો લોક, ખલક જોવા મલ્યો, હો લાલ કે...ખ. /૧ના પુણ્ય પદૂર હજૂર, નૃપે તેડાવિયો, હો લાલ કે.. નૃપે. પાઠક સાથ કુમાર, તિહાં કને આવીયો, હો લાલ કે...તિહાં. કરત પ્રણામ નરેશ રે, માને બોલાવીયો; હો લાલ કે...પાસે. રાય કહે વત્સ જાણ્ય, ગુણે કરી તાહરું હો લાલ કે; ગુણે. ૧૧૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ધમ્મિલકુમાર રાસ ઉજ્વલ કુલ નવી હીરો, વિણ વયરાગરૂ હો લાલ કે.વિણ. પણ સુણવા તુમ વંશ કે, અમ ઇચ્છા ઘણી હો લાલ કે...,અમ. પ્રેમે તેહ પ્રકાશો, ઉતપત્તિ આપણી હો લાલ કે...ઉ. કુમાર સુણી લજવાણો, મૌનપણે રહ્યો, હો લાલ કે...મૌન. ।।૧૨। પાઠકે તામ વૃત્તાંત, સકલ માંડી કહ્યો, હો લાલ કે...કહ્યો. રાય સુણો કહે વત્સ, કિશું આ તેં કર્યું હો લાલ કે..કિશું. તેં સુંદર રાય અમો વચ્ચે; ગણીયું આંતરૂ હો લાલ કે...ગ. નવિ જણાવ્યું તેં કાંઈ, એણે નગરે રહી, હો લાલ કે...એણે. ।।૧૩।। આ નગરીનું રાજ્ય, સકલ તાહરૂં સહી, હો લાલ કે...સ. રાય કિયો શિરપાવ, કુંવર પાઠક ભણે, હો લાલ કે...કું. અશ્વાદિક વર વાહન, અંબર ભૂષણે હો લાલ કે...અં. I॥૧૪॥ મોકલીયો બહુ માનશું. પાઠકને ઘરે હો લાલ કે...પા. કુંવર ભૂજાલ વિશાલ, તિહાં લીલા કરે હો લાલ કે...તિહાં. ધમ્મિલરામેં ઢાલ, અગીયારમી મન રલી હો લાલ કે.અગિ શ્રી શુભવીરની ચાકરી, પાઠકને ફળી હો લાલ કે.પા. I॥૧૫॥ કુમારે હાથીનો હરાવ્યો :- કુમારની વાત સાંભળી મેડીવાળા કહેવા લાગ્યા. રે ભાઇ ! નગરમાં રહો છો અને જાણતા નથી ? ઉત્પાત્ત શેનો મચી રહ્યો છે ? તો જગ જાહેર વાત છે તે સાંભળો ભાઈ ! અહીંના રાજા ભુવનપાલ, જેનો મહિમા પૃથ્વીમાં સઘળે ઠેકાણે ગવાયો છે ને બળમાં પણ કોઈ જેની સ્પર્ધા કરી શકે તેમ નથી. ।।૧।। તે રાજાનો, સૈન્યની શોભારૂપ, શત્રુઓનો ચૂરો કરનાર, ગુણોનું ધામ, હાથીઓના યૂથમાં અગ્રેસર એવો ચંપક નામનો પટ્ટહસ્તી છે. તે હમણાં મદમાં આવેલો છે. તે તેના મહાવતને પણ નહિ ગણકારતાં, આલાન-સ્થંભ ઉખેડીને નગ૨માં નીકળી ગયો છે. વચમાં આવતાં માણસોને સૂંઢે ભરાવીને ઉછાળે છે. ભયંકર ત્રાસ વર્તાવે છે. ।।૨।। કોઇનું ઘર પાડે છે, તો વળી કોઈની હાટ તોડી નાંખી છે. અહીંયાં હમણાં હલકારા કરતો આવશે. તમને ને તમારા ઘોડાને મારી નાંખશે. માટે જીવ લઈને ભાગી જાવ. જુઓ ! જુઓ ! રાજ્યના સુભટો કોઈ ભાલા લઈને, કોઈ ખડ્ગ ખેંચીને તેને વશ કરવાને ધસ્યા જાય છે. શેઠ-નોકરો વગેરે ભયના માર્યા નાસી જવા લાગ્યા છે. IIII ભયંકર ગર્જના કરતો વંટોળિયાની જેમ પોતાની સૂંઢથી ધૂળને ઉછાળતો, વર્ષાઋતુમાં આકાશમાં છવાતા અષાઢી મેઘના શ્યામ વાદળ સરખો હાથી, જુઓ તો ખરા ! જેની આંખો ક્રોધથી અગ્નિમાં ધખાવેલ તામ્ર સમી લાલઘુમ છે. II૪II હાથીનાં સાતે છિદ્રોમાંથી જે મદ ઝરી રહ્યો છે તે જાણે હાલતા-ચાલતા પર્વતમાંથી વહેતા ઝરણા થકી, બહાર જાણે સરોવર ન બન્યું હોય તેવું લાગે છે અને તેની પાછળ પગમાં વળગેલી સાંકળ ઘસડાતી આવે છે. “ભાગો, ભાગો” બૂમો પાડતાં લોકો દૂર ભાગ્યા. તેને પકડવાની હિંમત કોઈની ચાલતી Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ખંડ - ૧ : ઢાળ - ૧૧ નથી. III કુમાર એકલો દૂર ઊભો છે. જોયા કરે છે. કુમારને જોઈ હાથી વધારે ક્રોધે ભરાયો અને તેની સન્મુખ દોડ્યો. કુંવરે પણ ઘોડા ઉપરથી ઊતરી, ધૈર્યને ધારણ કરીને પોતાનું ઉત્તરીય વસ્ત્ર, આવતા હાથીના માર્ગમાં પાથરી દીધું. પોતે ધીમે રહીને દૂર સરકી ગયો. દા ક્રોધી ગજરાજે પણ તે વસ્રને મનુષ્ય જાણી પોતાના દંતશૂલથી પ્રહાર કરવા માંડ્યા. ત્યારે લઘુલાઘવી કળાથી, કુમાર વેગપૂર્વક, હાથીની દૃષ્ટિ ચૂકવીને તેના પૂંછડે વળગ્યો. પૂંછડે વળગેલા કુમારને પકડવા માટે હાથી ગોળગોળ ફરવા લાગ્યો. કુમારે પણ હાથીને ખૂબ ઘુમાવ્યો. લોકો તો હાહાકાર કરવા લાગ્યા. બોલવા લાગ્યા...રે ! આ પરદેશી છાત્રને હાથી હમણાં હણી નાંખશે. બચાવો. બચાવો. III આ બાજુ મદનમંજરીએ સખી મારફત આ વાત સાંભળી, તેનું ચિત્ત શોકાતુર થયું અને તે મૂર્છા પામી. હાથી જ્યારે બરાબર થાક્યો અને ધીમો પડ્યો ત્યારે કુમાર તેની ઉપર ચડી બેઠો. અને મુષ્ટિથી પ્રહાર કરીને હાથીને તાડન કર્યો. ત્યારે તે મદરહિત થયો. જ્યારે તેનો મદ ગળી ગયો ત્યારે તે શાંત થઈ ગયો. કુમાર પણ હાથી ઉપરથી નીચે ઊતરીને તેની સામે આવીને ઊભો રહ્યો. In ગજરાજ પણ કુમારને જોતાં મોહિત થયો અને તરત જ કુમારના ચરણે પડ્યો. લોકો જોઈને આશ્ચર્ય પામ્યા. કહેવા લાગ્યા કે આ નરોત્તમ અહીં આવ્યો તે સારું થયું. ભાઈ ! તું તો ચિંતામણિ રત્ન સમાન છે. તેં તો બધાને બચાવ્યા. બધાં હવે નિર્ભય થયા. પછી લોકોએ કુમારને ફૂલથી વધાવ્યો. કુંવરની પ્રશંસા ધવનચંડ પંડિતના સાંભળવામાં આવી. પંડિતજી પણ ઉતાવળા તેને જોવા અને મળવા આવ્યા. પુત્રવત્ કુંવરને હર્ષથી વધાવ્યો. III શેઠપુત્રી મદનમંજરીએ પણ આ વાત જાણી. ત્યારે ઘણી હર્ષ પામી. “કુંવરે હાથીને વશ કર્યો. લોકો કેટલા રાજી થયા.” આવું કહેતી. કુંવરનું વધામણું સખીઓને આપવા લાગી. જ્યારે આ બાજુ સુભટો ને મહાવત બધાએ ગજરાજને શણગારીને આલાનસ્થંભે બાંધ્યો. કૌતુક જોવા જાણે લોકોનો મેળો ભરાયો છે. II૧૦ કુમારને તો જાણે પ્રચંડ પુણ્ય પ્રગટ્યું છે. ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. જ્યારે રાજાએ વાત જાણી તરત કુમારને તેડું મોકલ્યું. કુમાર પણ પિતાસમ પવનચંડ પાઠકની સાથે રાજદરબારે આવ્યો. રાજાના ચરણે નમસ્કાર કર્યા. રાજનરેશે પણ (ઊભા થઈને) માનથી બોલાવી ગાઢ આલિંગન (ભેટ્યો) આપ્યું અને પોતાની પાસે બેસાડ્યો. ।।૧૧।। વળી રાજા કહેવા લાગ્યો કે હે વત્સ ! તમે ઘણા ઉપકાર કર્યા. તારા ગુણથકી તારું ઉજ્જવળકુળ જણાવી આવે છે. વજ્રની ખાણ વિના હીરો બીજે સંભવે નહિ. એવું અમે જાણીએ છીએ. છતાં પણ તારાં કુળ-વંશ જાણવાની (સાંભળવાની) અમારી ઇચ્છા છે તો પ્રેમપૂર્વક પૂછું છું કે તારો જન્મ ક્યાં, ક્યારે થયો તે જણાવો. ૧૨ રાજાની વાત સાંભળીને શરમથી કુંવર મૌન રહ્યો. પણ પંડિતજી પવનચંડે (તેની બધી વાત જાણતા હતા) સકળ વૃત્તાંત, રાજાની આજ્ઞા લઈ કહી સંભળાવ્યો. (ઉત્તમ પુરુષ આપબડાઇ સ્વમુખે ક્યારેય કરતા નથી.) રાજા તે સાંભળી અધિક પ્રસન્ન થયો. કહેવા લાગ્યો કે હે વત્સ ! આવું તો તે શું કર્યું ? સુંદરરાજા તો અમારા મિત્ર છે અને તેં ! અરે ! તેં અમારી વચ્ચે આવું મોટું આંતરું ગણ્યું ? ।।૧૩।। તું આ નગરીમાં ક્યારે આવ્યો ? અને અહીંયાં હોવા છતાં અમને પણ જાણ ન કરી. હે વત્સ ! આ રાય, આ રાજમંદિર સર્વે તારું જ માનજે. રાજાએ તેને ઉત્તમ ભેટો આપી. કુમાર પણ બોલ્યો કે “મહારાજ ! આપની કૃપા એ મારાં અહોભાગ્ય છે. પણ હમણાં આ પાઠક એવા મારા Page #89 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ ધર્મપિતાને ત્યાં શાસ્ત્ર અને શસ્ત્રનો મારે અભ્યાસ ચાલે છે. અને તેમનું નિવાસસ્થાન તે આપનું જ છે ને ! રાજાએ જાણ્યું કે કુમારને પંડિતજીને ત્યાં રહેવાની ભાવના છે. તેથી હા-ના કહેતાં કહ્યું વત્સ ! ભલે તારી જેવી ઇચ્છા. અવારનવાર આવીને રાજસભાને અલંકૃત કરજે. સુંદર રાજા તારા પિતા છે. તેવો જ મને ગણજે. એમ કહીને રાજાએ કુમારને ઘણાં સુંદર વસ્ત્રો, આભૂષણો આપીને બહુમાન કર્યું. શુભ લક્ષણોથી યુક્ત ઉત્તમ એવો ઘોડો ભેટ આપ્યો. ।।૧૪।। ૫૪ આ રીતે રાજાનું માન પામીને કુંવર પાઠક સાથે પાઠકના ધરે આવ્યો. હવે અહીં રહ્યો કુમાર પોતાની ભુજાને વિસ્તા૨તો આનંદ કરે છે. મનને રૂચતી, મનને આનંદ પમાડતી એવી આ ધમ્મિલકુમાર રાસની અગ્યારમી ઢાળ કહી. શ્રી શુભવીરવિજય કહે છે કે વીરની (પરાક્રમી કુમારની) ચાકરી જેમ પાઠકને ફળી, લાભદાયી નિવડી એમ તમને ફળજો. ।૧૫।। પ્રથમ ખંડની ઢાળ : ૧૧ પૂર્ણ -: દોહા : એક દિન રાજસભા વચ્ચે, પ્રાકૃત સંભૃત હાથ, આવી નમી કહે રાયને, મહાજન પુરજન સાથ. ॥૧॥ દેવપુરી સમી આ પુરી, પૂર્વે હતી મહારાજ, તુચ્છ ગામ સમ સંપ્રતિ, થઈ ન રહી કાંઈ લાજ. ॥૨॥ કોઈક ચોર અદૃષ્ટચર, લૂંટે નગરી સર્વ, ધન ધાન્યે નિર્ધન થયા, ન રહ્યો કોઈનો ગર્વ. Iા તુમ સખા સ્વામી છતે, પુરજનને શી ભીત, તિમિરોદય તરણી છતે, વાત વડી વિપરીત. ॥૪॥ . રાય સુણી કોપ્યો તિશેં, બોલાવે કોટવાલ, તસ્કર લૂંટે લોકને, તું ન કરે રખવાલ. ॥૫॥ તે કહે સ્વામી સાંભળો, વિદ્યામંત્ર ભરેલ અદૃષ્ટ ચોર ચોરી કરે, કરતો નવનવા ખેલ III રાત દિવસ જોતો ફરૂં, પણ નવિ ઝાલ્યો જાય. ભૂપ કહે સુણ ! સચિવનેં કરવો કોઈ ઉપાય. ાણા ઉલંઠ ચોરનો ઉત્પાત ઃ- રાજસભા ભરાણી છે. ત્યાં મહાજનના ડાહ્યા પુરુષો પ્રજાજનોની સાથે આવ્યા. બે હાથમાં ભેટલું છે તે રાજા સમક્ષ મૂક્યું. નમસ્કાર કરીને કહેવા લાગ્યા. ૧|| હે મહારાજા ! આ વારાણસી નગરી પહેલાં દેવનગરી જેવી હતી. અને હમણાં તો જાણે ઉજ્જડ ગામ જેવી થતી જાય છે. આપ જેવા શિરછત્ર છતાં જ્યારે આવું બને, ત્યારે આ વાત શરમજનક છે. II૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૧૨ પપ તે સાંભળી રાજા બોલ્યા - મહાજન ! શું થયું છે એવું કે આ નગરી ઉજ્જડ થતી જાય છે? મહાજન કહે છે કે રાજન ! કોઈ ચોર અદશ્ય રહીને આખી નગરી લૂંટી રહ્યો છે. કોઈની લાજ રહી નથી. અમીર કે ઉમરાવ ! શેઠ કે સેવક ! બધી પ્રજા ધનધાન્યથી નિર્ધન થઈ રહી છે. કોઈનો ગર્વ રહ્યો નથી. ૩] આપ સરખા સ્વામી અમારે હોતે છતે નગરજનોને ભય શેનો હોય ? પણ અહીં તો જાણે સૂર્ય છતાં અંધકાર વ્યાપ્યો છે. આ તે કેવી વિપરીત વાત ? Ill વાત સાંભળી રાજા ક્રોધાયમાન થયો. તરત જ કોટવાલને બોલાવીને કહેવા લાગ્યો. અરે ! ચોર જો નગરજનોને લૂંટી રહ્યો છે તો તમે શું રખેવાળી કરી રહ્યા છો ? /પા કોટવાળ કહેવા લાગ્યો. રાજન્ ! આપ શાંત થાઓ. અમારી વાત સાંભળો. હું શું કરું? રાતદિવસ સુભટોને સાથે રાખીને તેને પકડવાનો પ્રયત્ન કરું છું. પરંતુ તે માંત્રિક ચોર અદૃશ્ય રીતે ચોરી કરીને જ્યારે ભાગી જાય છે તે ખબર પડતી નથી. અને રોજ નવા નવા ખેલ કરતો જાય છે. દી રાતદિવસ તેને પકડવા માટે હે સ્વામી ! મારા પ્રયત્નો ચાલુ છે છતાં તે પકડાતો નથી. ત્યારે રાજાએ મંત્રી સન્મુખ જોઈને કહ્યું. હવે આ ચોરને પકડવાનો કંઈ ઉપાય કરવો જોઈએ. શા ઢાળ બારમી (જુઓ અગમગતિ પુણ્યની રે...એ દેશી) મંત્રી સેનાપતિ ભૂપતિ રે, પુરોહિતને કોટવાલ રે; પાંચે પાટી તિહાં મળી રે, ચિતે થઈ ઉજમાલ રે... જુઓ ! અકળ ગતિ ચોરની રે....એ આંકણી..વા. પંચતિહાં પરમેસરૂ રે, લૌકિક વાત વિચાર રે; ભૂપ પૂરવારે રહે રે, મંત્રી ઉત્તર દ્વાર રે..જુ..રા પુરોહિત દાહિર દિશે રે, પચ્છિમેં સેના ભૂપાલ રે; સુભટ સહિત અહોનિશિ રહે રે, ફરતો રહે કોટવાલા રે...જુ.lal ઇચ્છિત થાનકે સહુ રડ્યા રે, તસ્કર કરીએ વિચાર રે; ધોબી ઘરવાસો વસી રે, અંગ ધરી શણગાર રે... જુ..૪ નયરીમાંહે નીકળ્યો રે, જનમુખ સુણીય વિચાર રે; રમતાં દીઠો જૂવટે રે, જાલય કોટવાલ રે... જુ.સાપા રમવા બેઠો તે વચે રે, આભૂષણ પણ કીધ રે; આરક્ષક કર મુદ્રિકા રે, નામાંકિત જીતી લીધ રે... જુ. IIll ઊઠી તલાર પુરે ભમે રે, વેશ્યા રજક કલાર રે; કઈતવ માલિ પ્રજાપતિ રે, મઠ સોની ઘરભાલ રે... જુ.llણી. Page #91 -------------------------------------------------------------------------- ________________ પક ધમિલકુમાર રાસ તુમ પતિ ચોર સખાઈઆ રે, જાણી બાંધ્યા નિઘટ્ટ રે, રાય સુભટ ઘર લૂંટશે રે, કાઢી માલ ઝટપટ રે... જુ.liટા દેખી કતની મુદ્રિકા રે, દીધો સકલ ઘરમાલ રે, વિદ્યાબલે ચોર લેઈ ગયો રે, ખાવા ન મૂક્યો થાલ રે... જુ. lલા લેહેણું એક પતાવીને રે, ગયો સેનાપતિ પાસ રે, એકાંતે કહે સાહિબા રે, સુણજો એક અરજ દાસ રે... જુ.I/૧ના વારણનય વનમાં વસે રે; જોગી એક અવધૂત રે, બાર વરસે સેવા ફળી રે, મંત્ર લીયો અદ્ભુત રે... જુ../૧૧માં પણ સાધન વિધિ દોહલી રે, અમો વણિકથી ન થાય રે; એક રાત નિર્ભય જપે રે, દેવ દેઈ વર જાય રે... જુ..૧૨ા. વિશ્વ સકલ નજરે હુવે રે, ચોર તણી શી વાત રે; હસ્તિ શત ભુજબલ હુવે રે, થાશો જગત વિખ્યાત રે... જુ./૧૩ી. જોગી અદશ્ય પણે રહે રે, જઈએ તાસ સમીપ રે; પંચ રતન પદ પૂજીને રે, ધૂપઘટા વૃતદીપ રે... જુ..૧૪ શીખવી મંત્ર સધાવશું રે, દેજો મુજ એક ગામ રે; સેનાપતિ સુણી ચિંતવે રે, રાખુ જગત એક નામ રે... જુ..૧પ અશ્વારૂઢ સેનાપતિ રે, પોહોતા તે વનમાંહી રે; પંચ રતન ઠવી ભૂતલે રે, સાચવવા વિધિ ત્યાંહી રે... જુ. //૧ell. ભૂષણ વસ તુરંગ તજી રે, પડદે કરતા જાપ રે; ' રત્નાદિક ચોર લેઈ ગયો રે, આથમતે રવિતાપ રે... જુ./૧લી વેશ આહેરણનો કરી રે, શિર ધરી સુરા ચંદ્રહાસ્ય રે; રમઝમ કરતી નિસરી રે, મંત્રીશ્વરની પાસ રે... જુ. ll૧૮. મહી લ્યો ગોરસ રાજવી રે, કોકિલ સ્વર સુણી બોલ રે; તંબૂમાં તેડી કરી રે, વાત કરે રંગરોલ રે... જુ./૧લી નયન-કટાક્ષે વધતી રે, દેતી ગોરસ તાસ રે; સાહેબ પ્રેમેં આરોગીએ રે, બેઠી છું તુમ પાસ રે... જુ.l/૨વા . વિશ્વાસી વિષયી નરા રે, મંત્રી પીએ ચંદ્રહાસ્ય રે; મદિરા મૂછિત ભૂતલે રે, પડીયા થઈય નિરાશ રે.... જુ. ૨૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૧૨ દાઢી મૂચ્છ અડધા કરી રે, હેડે જડ્યા પગ દોય રે; મુખ ઉપર ઠવી ખાસડુ રે, મિલકત સઘલી જોય રે... જુ. ॥૨॥ ધન ભૂષણ ભરણો ભરી રે, નિકલી કરતી સોર રે; ધોબી ઘર ઘડી દોય વસી રે, રજક વેશ લીયે ચોર રે... જુ. I॥૨૩॥ ખર ઉપર લાદી ધરી રે, ચાલ્યો તે મધ્ય રાત રે, પૂરવ દ્વારે ભૂપતિ રે, પૂછે કોણ ! કિહાં જાત રે... જુ.॥૨૪॥ તુમ પટ્ટરાણી પિદ્મણી રે, ચોર કહે તસ ચીર રે; ધોવા કારણ નીસરૂ હૈ, નીતર્યો નિર્મલ નીર રે... જુ. I॥૨૫॥ ભાનુ ઉદય ભમરા ભયે રે, રાણી હુકમ અધરાત રે; સેવા કઠણ સરકારની રે, હું છું રજકની જાત રે... જુ. II૨૬॥ ભૂપ કહે તસ્કર ભએ રે, કેમ જાઇશ પુર બાહાર રે; તે કહે હું નવિ ભય ક્રૂરું રે, તીખી તુજ તરવાર રે... જુ. II૨ણા નૃપ કહે ચોર નજર પડે રે, તો કરજે ડિંડીર રે; તત્તિ કહીને તે ગયો રે, પોહોતો સરોવરતીર રે... જુ. I॥૨૮॥ ઘટ એક ચૂને લેપીયો રે, મૂક્યો તરતો નીર રે, તુરંગ ચઢી નૃપ આવીયો રે, વજાડતાં ડિંડીર રે... જુ.॥૨હ્યા પૂછત કહે તુમ ભય થકી રે, નીરમાં નાઠો જાય રે, વસ તુરંગ દેઈ તસ્કરે રે, લોહ ડંડ લેઇ ધાય રે... નૃપ રૂપ ચોર તુરગ ચડી રે, આવ્યો નયર મોઝાર રે; દ્વાર દેઇ ભટને કહે. રે, ચોરને કાઢ્યો બાર રે... જુ. II૩૧॥ ફંદી ફંદ સુણશો નહીં રે, કહીને ગયો વિશરામ રે; .113011 જલઘટ હલકે નૃપ ગયો રે, સન્મુખ કાંઠે જામ રે... જુ. ॥૩૨॥ ઠંડે હણ્યો ઘટ ભાંગીયો રે, જાણી ચોર ચરિત્ર રે; દરવાજે નૃપ એકલો રે, આવ્યો રાંકની રીત રે... જુ. II3II 'જક્ષ સૂતો દેવાલયે રે; દરવાજા લહી બંધ રે; ચોર અદૃશ્ય રૂપ દેવને રે, કુસુમાભરણ સુગંધ રે... જુ. II૩૪॥ ગણપતિ મંદિર જપ કરે રે, પુરોહિત ચોરને હેત રે; ચોર પ્રસન્ન થઈ કહે રે, તૂઠો ધ્યાન સંકેત હૈ... જુ. ॥૩૫॥ ૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ધમિલકુમાર રાસ તસ્કર ગ્રહી તુજને દીયું રે, ચાલ અમારી સાથ રે, તામ પુરોહિત ધસમશ્યો રે, વલગ્યો ગણપતિ હાથ રે... જુ. ૩૬ll મંત્રબલે કરી વાંદરો રે, પીંપળ વૃક્ષની ડાળ રે; બાંધ્યું કાખમેં ટીપણું રે, એક હાથે જપ માળ રે... જુ. ૩ી. યજ્ઞોપવિત અર્ચા શિરે રે, શાંતિ કરે જો ભૂપ રે; બે દિન ઠકુરાઈ ભોગવો રે, પછે પુરોહિત રૂપ રે... જુ. ૩૮ પત્ર લખી તરૂ ચોઢીયો રે, નિજ ઠામે ગયો તેહ રે; રાય પ્રભાતે ઓળખ્યા રે, લજવાણા ગયા ગેહ રે... જુ.l૩ી . ઠામ ઠામ કૌતુક જુએ રે, લોક સંત હજાર રે, રાજસભાએ નૃપ જુએ રે, ફરિયાદ આવી ચાર રે... જુ. ll૪ના વાંચી પત્ર તરુ તલે રે, ખેદ મહોત્સવ રૂપ રે, પ્રગટ્યા પુરોહિત દો દિને રે, નિજ ઘર ગત સહ ભૂપ રે... જુ.ll૪૧il. ધમ્મિલ કુમારના રાસની રે, એ કહી બારમી ઢાળ રે; શ્રી શુભવીર કુંવર તણો રે, હવે રતિ ઉદય નિહાળ રે... જુ. ૪રા રાજાએ સભા બરખાસ્ત કરી. મંત્રણાગૃહમાં મંત્રી, સેનાપતિ રાજા-પુરોહિત અને કોટવાલ, તે પાંચેની પંચપુટી મળી અને હવે ચોરને પકડવાના વિચારો કરવા લાગ્યા. I/૧ી કેમ કે “પંચ (બોલે) ત્યાં પરમેશ્વર” એવી લોકોક્તિ કહેવાય છે. ત્યાં કાર્ય પણ ત્વરાથી સિદ્ધ થાય છે. મંત્રી બોલ્યો. “મહારાજ ! આ ચોર કંઈક વિચિત્ર લાગે છે. કોટવાલજીને આજ્ઞા કરો. બંદોબસ્ત સખત કરે.” અરે મંત્રીજી ! રાત દિવસ હું સુભટો સાથે જુદી જુદી રીતે પકડવાનો પ્રયત્ન કરું છું. પણ તે રોજ નવા નવા વેષ કરીને, કયા સમયે અદશ્યપણે નગરમાં ઘૂસે છે તે જ ખબર પડતી નથી. મારી વહાલી પ્રજાને લૂટે છે. હેરાન કરે છે. કોટવાળે નમ્રતાપૂર્વક કહ્યું. વળી સેનાપતિ બોલ્યા કે “અનેક સુભટોનો સહકાર છે છતાં આવું કેમ બને તે સમજાતું નથી. પ્રધાનજી ! નક્કી કોઈ અદશ્ય વિદ્યા તેની પાસે હોવી જોઈએ. કારણ કે જે એને પકડવાનો સહેજ પણ પ્રયત્ન કરે છે તેને જ તે લૂંટે છે. તેથી નક્કી આપણી વચ્ચે રહીને આપણને લૂંટે છે. “તો તો હવે પ્રભુનો ઉપકાર માનો કે હજુ સુધી તેણે રાજમંદિરમાં પ્રવેશ કર્યો નથી અને તે પહેલાં જ આપણે સાવધ થઈ ગયા છીએ.” પુરોહિતે વચમાં કહ્યું. ચોરને પકડવાની તરકીબ? - “મંત્રીશ્વર ! હવે તે માટે તમારી સલાહ શું છે?” રાજાએ પૂછ્યું. “જુઓ મહારાજ ! આપણે બધા સાથે રહીને સખત ચોકી કરીએ.” “વળી રાજનું ! તમારે પૂર્વદિશાના દરવાજે રહેવું. હું ઉત્તર દ્વારે રહું રાઈ પુરોહિત દક્ષિણ દિશાનો દરવાજો સંભાળે, સેનાપતિએ પશ્ચિમ દિશાએ રહેવું. જયારે કોટવાળ સુભટો સાથે લઈને ખુલ્લાં શસ્ત્રો રાખી નગરમાં અને દરવાજાને ફરતાં રહેવું. કારણ આ ચોરની ગતિ જ કંઈ કળી શકાય તેમ નથી. /all Page #94 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧: ઢાળ - ૧૨ રાજાનો આદેશ ઃ- એ ઠીક સલાહ છે.“મંત્રીજી !” આજ રાતનાં જ સર્વ જણાએ પોતપોતાની જગ્યા સંભાળી લેવી. કોટવાળે સુભટો સહિત નગરમાં ફરતાં રહીને તપાસ રાખવી. રાજાએ કહ્યું. “આપનો હુકમ અંગીકાર કરીએ છીએ.” સૌ બોલ્યાં. IIII ઠીક ત્યારે, “સૌ પોતપોતાનાં દ્વાર સાચવીને રહેજો. હું પણ પૂર્વદિશાનાં દ્વારે સમય થતાં હાજર થઈ જઈશ.” રાજાનો હુકમ સાંભળી સૌ વિખરાયા. રાત્રિ થતાં સૌ પોતપોતાનાં સ્થાને ગોઠવાયાં. ચોર વિચારવા લાગ્યો કે નગરમાં થતી વાતો ઉપરથી લાગે છે મને પકડવાનો આજે પાકો બંદોબસ્ત છે. હવે જોઈએ. અંગ ઉપર શણગાર સજીને, સાર્થવાહનુંરૂપ કરીને ધોબીને ત્યાં રહ્યો ને રાતે તે બહાર નીકળ્યો. ।।૪।। ૫૯ જ્યારે બજારમાં લોકોનાં મુખે એક જ વાતની ચર્ચા ચાલતી હતી. ચોર આ વાત ઠેર ઠેરથી સાંભળતો નિર્ભયપણે ચૌટામાં ફરતો ફરતો એક દેવાલયની નજીક પહોંચ્યો. ત્યાં તે યક્ષના મંદિરમાં કોટવાળને જુગાર રમતો જોયો. વિચારે છે કે પા કોટવાળ કબજામાં ઃ- “આ કોટવાળ મૂર્ખ ગધેડો છે.” નીકળ્યો છે મને પકડવા ને તે તો જુગાર ખેલે છે.” ચોર મનમાં બબડતો પણ તેમની વચ્ચે જઈને ૨મવા બેઠો. રમત મઝાની જામી. એક બીજા ચડસાચડસી કરવા લાગ્યા. ચોર બોલ્યો. “આભૂષણો ૨મવામાં મૂકીએ વધારે મઝા આવે.' રમત વધારે જામે.” પોતપોતાની રીતે આભૂષણો મૂકીને રમવા લાગ્યા. રમતનો રંગ બરાબર જામ્યો. ચડસમાં આવીને તલા૨ક્ષકે (કોટવાળે) પોતાની નામાંકીત મુદ્રિકા ૨મતમાં મૂકી દીધી. સર્વકળામાં કુશળ એવા ચોરે એ જ વખતે ૨મતમાં મુદ્રિકા જીતી લીધી. ।।ા રમત પૂરી થઈ. વળી કોટવાળજી નગરમાં ચોરને પકડવા ફરવા લાગ્યાં. વેશ્યા-ધોબી-કલાર-હજામ– માળી-કુંભાર-બ્રાહ્મણ-સોની વગેરેની (ચારેકોર) શેરીઓમાં ફરે છે. ઘેર ઘેર તપાસ કરી રહ્યો છે. IIII આ બાજુ ચતુર ચોરભાઈ તો પહોંચ્યા કોટવાળને ત્યાં અને તેની સ્ત્રીને કહેવા લાગ્યો. અરે ! બેન ! સાંભળો. તમારા પતિ, ચોરની સાથે જુગાર રમતા હતા. તે રાજાના સુભટોએ જોયા. અરે ! “આ તો ચોરનાં મિત્ર છે” તેવું સમજીને તેમને ગાઢ બંધને બાંધી દીધા છે. હવે રાજાને ખબર પડશે એટલે તમારાં ઘરને શીલ લગાવી દેશે. માટે તમારા જે કંઈ માલ-સામાન હોય તે ઝટપટ પોટકાં બાંધી મને આપી દ્યો. ॥૮॥ ભાઇ ! તમે વાત કરો છો, તે ઠીક છે, તેની ખાત્રી શું ? બેન ! જુઓ આ તમારા સ્વામીની મુદ્રિકા ! ઉતાવળમાં હું બતાવવાની ભૂલી ગયો. પતિના નામાંકિત મુદ્રિકા જોઈને તેથી વિશ્વાસ થતાં ઘરમાં જે જે મૂલ્યવાન વસ્તુ હતી તે કાઢી કાઢીને આપવા લાગી. સઘળો યે માલ ચોરને આપી દીધો. ખાવા માટે થાળી-પ્યાલો-ઘરમાં કંઈ જ ન રાખ્યું. આ રીતે વિદ્યાબળે ચોર સર્વ વસ્તુ લઈને રવાના થયો. IIII સેનાપતિ સકંજામાં :- એકનું લેણું પત્યું. હવે બીજા ઘરે આવ્યો. કોટવાળનો માલ સામાન બધું જ પોતાના ધરે વ્યવસ્થિત મૂકી દીધું. ચોરભાઈ પહોંચ્યા સેનાપતિને ત્યાં......સેનાપતિને મળ્યા. કહે સેનાપતિજી ! એક દાસની અરજ જો સાંભળો તો એકાંતમાં કહું. વાત તો તમારા લાભની છે. સેનાપતિ કહે..બોલ ! ભાઇ શું વાત છે. II૧૦ના વાત એમ છે કે આ વારાણસીનાં વનની અંદર એક અવધૂત યોગી વસે છે. એ યોગીની મેં બાર વરસ સેવા કરી. તેના ફળ સ્વરૂપે મને એક અદ્ભુત એવો મંત્ર તેમણે આપ્યો. તે મેં લીધો. ।।૧૧।! Page #95 -------------------------------------------------------------------------- ________________ so ધમિલકુમાર રાસ એ મંત્રની સાધનાવિધિ ઘણી જ આકરી છે. અમે રહ્યા વણિક લોકો. તેથી તે અમારાથી થઈ શકે તેમ નથી. નિર્ભય થઈને એક રાત્રિ જાપ જપવામાં આવે તો અવશ્ય દેવ વરદાન આપે છે. ૧૨ા. તે વરદાન થકી એવી દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થાય છે કે સકલ વિશ્વ પ્રત્યક્ષ દેખાય. પછી ચોર તો શું વિસાતમાં છે? વળી બીજું ફળ એ કે, સો (૧૦૦) હાથી જેટલું ભુજાબળ પ્રાપ્ત થાય છે અને જો આવું તમને મળી જાય તો જગતની અંદર તમે તો પ્રસિદ્ધ થઈ જાવ. I૧all જોગી તો જંગલમાં અદેશ્યપણે રહે છે. ત્યાં તેમની નજીક જઈને પાંચરત્ન મૂકી એની પૂજા કરી, ધૂપ અને ઘીનો દીવો કરીશું. ૧૪ો પછી તમને એ મંત્ર શીખવીશ. તમે તેને સાધજો. મંત્ર ફળે પછી ખુશ થઈને મને એક ગામ ભેટ આપજો . સેનાપતિ તે વાત સાંભળીને વિચારવા લાગ્યો કે વાત મજાની છે. જો સાધના ફળી જાય, તો જગતમાં નામ રહી જાય. //ઉપા સમય નક્કી કરી, ઘોડા ઉપર બેસીને સેનાપતિ અને ચોર બંને વનમાં પહોંચ્યા. એક મોટા વડવૃક્ષ નીચે આવીને ચોરે જે સ્થાન બતાવ્યું ત્યાં વિધિ પ્રમાણે પાંચ રત્નો મૂક્યાં. મઘમઘાયમાન ધૂપ કરી ઘીનો દીવો કર્યો I/૧૬ો બરાબર વિધિ સાચવીને હવે વસ્ત્ર-ભૂષણ-ઘોડો વગેરે એકબાજુ મૂકી, પડદો આડો કરીને સેનાપતિજી આંખો મીંચીને જાપ કરવા બેઠો. આ બાજુ ચોર ત્યાં મૂકેલાં પાંચરત્નો, સેનાપતિનાં વસ્ત્રો-આભૂષણો ઘોડો વગેરે લઈને જેમ સૂર્યાસ્ત સમયે તાપ દૂર થાય તેમ ચોર ત્યાંથી દૂર (પલાયન) થઈ ગયો. f/૧૭થી. મંત્રીશ્વર મૂંડાયા - હવે ચોરે ભરવાડીનો વેષ કર્યો. ચંદ્રહાસ નામની મદિરાનું માટલું માથે મૂક્યું. રૂમઝુમ રુમઝુમ કરતી, ચૌટામાંથી નીકળીને મંત્રીશ્વર જ્યાં હતા ત્યાં તેના પાલની નજીક પહોંચી ટહૂકો કર્યો. ૧૮ “મહી લ્યો, મહી ! મીઠાં ગોરસ લ્યો ગોરસ.”નો સાદ પાડે છે. આ ગોરસ લેશો રાજવી? – કોકિલ જેવો મીઠો સ્વર સાંભળીને મંત્રીજી તો તેને પોતાના તંબૂમાં તેડી ગયો અને રંગરેલિયા (ભોગસુખની માંગણી) મનાવવા, માંગણી કરવા લાગ્યો. ૧૯ો. ફૂટડી ભરવાડણ (રૂપી ચોર) નયન નચાવતી, કટાક્ષબાણ ફેંકતી મંત્રીના હૃદયને વેધતી કહેવા લાગી. અરે ! પહેલાં ગોરસ તો લ્યો. અરે ! મારો મીઠો મીઠો પ્રેમ તો પીવો ખરા ? લ્યો ! આ તમારી પાસે જ બેઠી છું. મહિયારણના હાવભાવ ને મોહના બાણથી પ્રધાન તો ફિદા ફિદા થઈ ગયો. ll૨૦ના વિષયી નર હંમેશાં વિશ્વાસ હોય છે.” વિશ્વાસમાં આવીને ઘણા અનર્થોનો ભોગ બને છે. મંત્રીશ્વર પણ આહીરણે આપેલી ચંદ્રહાસ મદિરા ગટગટાવવા લાગ્યો. મહીયારણરૂપી ચોર મનમાં ઘણો હસવા લાગ્યો. જેવી મદિરા પેટમાં ગઈ કે તરત જ મંત્રીનું ચૈતન્ય નષ્ટ થયું. તે મૂછિત થઈ જમીન ઉપર ઢળી પડ્યો. ૨૧૫ પછી તેમનાં દાઢી-મૂછને (ચોરે) ભરવાડણે અડધા અડધા કાપી નાખ્યાં. બંને પગમાં બેડી નાંખી, મુખ ઉપર ખાસડું (જુતિયું) મૂકી દીધું. તંબૂમાં જે કંઈ વસ્તુ સારભૂત હતી તે સઘળી તપાસી લીધી. //રરા સઘળું ધન-વસ્ત્ર-આભરણ કબજે કરીને શોર મચાવતી નીકળી. ઘણાનાં હૃદય ધડકાવતી નિર્ભયપણે મંત્રીને લૂંટીને, બેહાલ કરીને, ધોબીને ઘેર ચાલી ગઈ. બે ઘડી વિશ્રામ લઈને ધોબીનો વેષ લીધો. ૨૩ રાજા રંડાયા - ધોબીનો વેષ કરી, ગધેડા ઉપર વસ્ત્રનું પોટલું લાદીને મધ્યરાત્રે ચાલ્યો. પૂર્વદ્યારે જ્યાં રાજા ચોકી કરતો હતો. તે દરવાજા ઉપર નિર્ભયપણે તે આવ્યો. રાજા પૂછે છે.. રે ! કોણ Page #96 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૧૨ છે ? ક્યાં જાય છે ? કઈ નાતનો છે ? ।।૨૪। તે બોલ્યો. “હું ધોબી છું.’ તમારી પટ્ટરાણી જે પદમણી છે. તેનાં વસ્ત્રો ધોવા જઈ રહ્યો છું. કેમ કે અત્યારે એકદમ નિર્મળ પાણી હોય. ॥૨૫॥ રાજન્ ! આ તો પિદ્મનીના કપડાં, તેમાં સુગંધ હોય તેથી સૂર્યોદય થતાં તો ભમરા વળગી પડે. તેથી રાણીસાહેબનો હુકમ છે કે મારાં વસ્ત્રો હંમેશાં મધ્યરાત્રે ધોવા જવું. શું કરીએ ? આ સરકારની સેવા કઠિન છે. પણ અમારી જાત ધોબીની તેથી સ૨કા૨નો હુકમ માનવો પડે. બોલો રાજન્ ! આવી વાત છે. ।।૨૬। રાજા બોલ્યા - “હમણાં ચોરનો ભય ઘણો રહે છે. તો આ નગરની બહાર કેવી રીતે જઈશ ?” ધોબીએ કહ્યું - “મહારાજ ! આપની તીખી તરવાર જ્યાં ફરતી હોય ત્યાં મને વળી ભય શાનો હોય ?' ।।૨ના ૬૧ સાંભળીને રાજાજી ફૂલાઇ ગયા. કહે છે “ઠીક ! જા ! કદાચ ચોર નજરે પડે તો ત્યાંથી ડિંડી૨ બજાવજે. હું આવી પહોંચીશ. રાજાએ ધોબીને રજા આપી. “જેવો રાજાનો હુકમ.” કહી ધોબી નગરની બહા૨ સરોવ૨તીરે પહોંચી ગયો. ।૨૮।। ગધેડાની ઉપર વસ્ત્રોની પોટકીમાં ઘડો લઈને આવેલ ધોબીએ ઘડો કાઢ્યો. ઘડા ઉપર ચૂનો ચોપડ્યો. એ ઘડો સરોવરના પાણીમાં દૂર જઈને તેને તરતો(ઉંધો) મૂકી દીધો. અને તરત જ ડિંડીર વગાડ્યું. તે સાંભળી રાજા ઘોડા ઉપર ચઢીને ત્યાં પહોંચ્યો. ।।૨૯। કેમ શું થયું ? ચોર મળ્યો ? રાજા પૂછવા લાગ્યો. ધોબી (ચો૨) કહે છે “મહારાજ ! જુઓ. પેલો જાય...જુઓ ! જુઓ ! પાણીમાં જાય છે. આપણા ભયથી તે નાઠો. અજવાળી રાતમાં તરતો ઘડો આંગળીથી રાજાને બતાવ્યો. એટલે તરત જ રાજાએ પોતાનાં વસ્ત્ર-ભૂષણ વગે૨ે કિનારે મૂક્યાં. ઘોડાની લગામ ધોબીને પકડવા આપી. પોતે કછોટો વાળીને સરોવરમાં, ચોરને પકડવા લોખંડનો દાંડો લઈને તેની પાછળ પાણીમાં પડ્યો. ।।૩૦। રાજા સરોવ૨માં, તો ધોબી (ચો૨) રાજાનાં કપડાં પહેરી ઘોડા ઉપર બેસીને નગરના દરવાજા પાસે આવ્યો. સુભટોને કહ્યું “દરવાજા બંધ રાખો. દરવાજા બંધ કરી દ્યો. હું ચોરને બહાર કાઢીને આવ્યો છું.” સુભટો તથા કોટવાળે રાજાને ઓળખ્યો નહિ. રાજાના વેશમાં ચોરનો હુકમ માનીને દરવાજા બંધ કરી દીધા. ।।૩૧।। વળી રાજા (ઘોડા ઉપર બેઠેલો) બોલ્યો. જો જો બહારથી કોઈ આવીને દંભ - પાખંડ કરે, અને કહે કે “હું રાજા છું.”તો પણ પ્રભાત સુધી ખોલતા નહીં. આ ચોરને નવનવાં નાટક બહુ કરતાં આવડે છે. એમ કહીને ઘોડો રાજમાર્ગે દોડાવી પોતાના સ્થાનકે (વિશ્રામે) ચાલ્યો ગયો. હવે આ તરફ રાજા સરોવરમાં તરતો તરતો સામે કાંઠે ગયો. ॥૩૨॥ તરતા ઘડા પાસે પહોંચીને રાજાએ, ચોર માનીને જોરથી લોખંડનો દાંડો માર્યો અને ઘડો તો ભાંગી ગયો. રાજા તરત જ પામી (સમજી ગયો) ગયો કે આ ચોરનું જ ચરિત્ર લાગે છે. તે ધોબી નહી પણ ચોર જ હોવો જોઈએ. પાછો કિનારે તરત જ આવી ગયો. ત્યાં તો ન ધોબી જોયો, ન પોતાનાં વસ્ત્રો, ન પોતાનો ઘોડો. રાજાની શંકા પાકી થઈ. ભીનાં કપડે જ રાંકની (ગરીબની) માફક રાજા એકલો દરવાજે આવ્યો, તો દરવાજા બંધ. બહારથી દ૨વાજો ઘણો ખખડાવ્યો. છતાં કોઈ ઉઘાડતું નથી. રાજા કરગરે છે. “હું રાજા છું. મારાં વસ્ત્રો-ઘોડો વગેરે લઈને ચોર ભાગી ગયો છે. દરવાજો ખોલો. ખોલો. ત્યારે દરવાને અંદરથી કહ્યું કે “અમારા રાજાજી તો ક્યારનાં ચોરને બહાર કાઢીને નગરમાં આવી ગયા છે. માટે નક્કી તું જ ચોર છે. ચાલ્યો જા. અત્યારે દરવાજો નહિ ખૂલે. II૩૩ા 23 Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨ ધમિલકુમાર રાસ દરવાજા બંધ હોતે છતે રાજા યક્ષના મંદિરે સૂઈ રહ્યો. જ્યારે આ બાજુ ચોર અદશ્ય રૂપ કરી જ્યાં પુરોહિત ગણપતિના મંદિરે જાપ કરી રહ્યા છે ત્યાં પહોંચ્યો. ત્યાં અદશ્યપણે સુગંધી એવાં પુષ્પો અને આભરણોથી (પુષ્પોનાં વસ્ત્રો પહેરીને) શરીર ઢાંકીને મૂર્તિની પાછળ રહ્યો. ૩૪ પુરોહિત પંજામાં - ચોરને પકડવા માટે એકાગ્ર ચિત્તે પુરોહિત ધ્યાન ધરી રહ્યા છે. ગણપતિની મૂર્તિની પાછળ સંતાયેલો ચોર પ્રત્યક્ષ થઈને કહેવા લાગ્યો. હે વત્સ ! માંગ, માંગ, તારે શું જોઈએ? તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. ૩પ તારે ચોરને પકડવો છે? મારી સાથે ચાલ ! તને (સોં!) તેનું રહેઠાણ બતાવું. સાક્ષાત્ ગણપતિ પ્રગટ થયા હોય તેમ, પ્રગટ થઈને તેનો હાથ પકડી લીધો. પુરોહિત પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. If૩૬ll. જંગલમાં લઈ જઈને, ચોરે તે પુરોહિતને મંત્રબળથી વાંદરો બનાવી દીધો. એક હાથમાં ટીપણું બાંધ્યું અને બીજા હાથમાં જપમાળા આપી. પીપળાના ઝાડની ડાળીએ બાંધી દીધો. ૩છા પુરોહિતની પહેરેલી જનોઈ મસ્તક ઉપર નાંખી પછી તેની પૂજા કરી. પછી કહેવા લાગ્યો કે રાજા તમારા માટે શાંતિકર્મ કરશે તો તમે વળી પાછા મનુષ્ય (પુરોહિત) થશો. આ વાંદરાની બે દિવસની (વાંદરાપણામાં બે દિન) ઠકુરાઈ શાંતિથી ભોગવો. ૩૮ ઉપર જે કહ્યું તે પ્રમાણે કહીને, વળી લેખિત કરીને તે જ વૃક્ષના થડ ઉપર ચોંટાડીને, ચોર પોતાનાં સ્થાનકે ચાલ્યો ગયો. સવાર પડતાં નગરના દરવાજા ખોલ્યા. રાજા દરવાજે આવ્યો. દરવાને રાજાને જોયા. એકબીજાને જોઈને બંને શરમિંદા થયા. પછી પોતાને ઘેર ગયા. //૩૯ નગરના ચારેય દરવાજે (સ્થાને સ્થાને) કંઈક આવા કૌતુકોને હજારો લોકો જુએ છે. હજારો લોકો હસે પણ છે. જ્યારે સમય થયો અને રાજા રાજસભામાં આવ્યા ત્યારે ચાર ફરિયાદીઓ તૈયાર હતા. પોતાની ફરિયાદ નોંધાવી. અમને ચોરે ઠગ્યા છે. II૪ની જંગલની વાટેથી સમાચાર આવ્યા. વૃક્ષ ઉપર ચોંટેલા પત્રની વિગત વાંચી સૌ ખેદ પામ્યા. પત્રને અનુસારે બીજે દિવસે શાંતિકર્મ રૂપ મહોત્સવ ખેદપૂર્વક નગરજનોની સાથે રાજાએ કર્યો. એટલે પુરોહિત મૂળ સ્વરૂપે પ્રગટ થયા અને રાજાની સાથે પોતાને ઘેર ગયા. ll૪ના ધમિલકુમારના રાસની આ બારમી ઢાળ કહી. શ્રી શુભવીરવિજય મહારાજા કહે છે કે હવે આગળ આગળ અગડદત્તકુમારનો પુણ્યનો પ્રકાશ તમે જુઓ. ૪રા. પ્રથમ ખંડની ઢાળઃ ૧૨ પૂર્ણ -- દોહા :પંચમ દિન નૂપ સંસદિ, મંત્રી પ્રમુખ જન સર્વ બેઠા તસ્કર વ્યતિકરે, ચિંતાતુર ગત ગર્વ. ૧૫ રાય કહે મંત્રી સુણો, કરવો કોણ ઉપાય, અગડદા તવ બોલીયા, પ્રણમી ભૂપતિ પાય. રા. ચોર ગ્રહણ હેતે તુમે, ઉચિત નહિ નિરધાર; કમલ ઉખેડણ ઇંદ્રગજ, નખછેદનને કુઠાર. Hall Page #98 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૧૩ 93 તેણે તસ્કરને ઝાલવા, આપો મુજ આદેશ; સાત દિને નિગ્રહ કરું, નહિ તો અગ્નિપ્રવેશ. ॥૪॥ અવનીપતિ વલતું કહે, તેં વારણ વશ કીધ; તેણે તસ્કર નિગ્રહ ભણી, મેં તુજ આણા દીધ. ॥૫॥ પવનચંડશું કુમર તેહ, મુદિત ગયો ગુરુગેહ; ગુરુઆણા લહી નીકળ્યો, ખડ્ગ સખાઇ તેહ. ॥૬॥ વારાણસી નગરીની રાજસભા પાંચમે દિવસે ભરાઈ. સર્વનું અભિમાન ઓગળી ગયું છે. સભામાં મંત્રી પુરોહિત નગરશેઠ આદિ સભાસદો ચિંતિત છે. ચિંતામગ્ન થયેલ સૌ ચોરની વાતો કરતા બેઠા છે. ૧ કોઈ કોઈ અંદરોઅંદર વાત કરે છે. બાકી મૌન છવાયું છે. નગરજનો પણ સભામાં હાજર છે. મૌનને તોડતાં રાજા પોતે બોલે છે...હે મંત્રીશ્વર ! ચોરની શી વાત કરવી ? મહા ભયંકર છે. આપણને સૌને છેતર્યા. હવે તો હદ થઈ ગઈ. હવે શો ઉપાય કરવો ? જેથી તેનો ઉપદ્રવ શાંત થાય ? તમે સૌ કોઈ પણ ઉપાય બતાવો ? રાજાનું સાંભળી સૌએ નીચે જોયું. કોઈની હિંમત ઊંચે જોવાની હતી જ નહિ. જે બોલે તેને ઘેર જ તે જ રાતે ચોરી થાય. ડરના માર્યા કોઈ બોલતું નથી. સભામાં બેઠેલો પરદેશી છાત્ર અગડદત્ત રાજાના પગમાં પડી કહે છે. I॥૨॥ “હે મહારાજ ! ચોરને પકડવા આપને જવું ઉચિત નથી. કમળને ઉખેડવા માટે ઐરાવત હાથીની જરૂર નથી. નખનાં છેદન માટે કંઈ કુહાડાની જરૂર હોય ? III માટે હે રાજન્ ! હવે આ ચોરને પકડવાનો આદેશ મને આપો. જો સાત દિવસમાં તેનો નિગ્રહ ન કરું તો અગ્નિપ્રવેશ કરવો. ॥૪॥ તે સાંભળી રાજાએ કુમારને કહ્યું - હે વત્સ ! તું આ કામ ચોક્કસ કરી શકીશ. અમને વિશ્વાસ છે કે આની પહેલાં હાથીને વશ કર્યો હતો. તેથી તારી શક્તિને બુદ્ધિને જાણીએ છીએ. ચોરને પકડવાની આજ્ઞા આપું છું. તને જે સહાય જોઈએ તે રાજ તરફથી મળશે. ।। રાજાની આજ્ઞા મળતાં, પવનચંડ પાલકપુત્ર અગડદત્ત ઘણો હર્ષ પામ્યો. રાજાની આજ્ઞા લઈ પંડિત પિતાના ઘેર પહોંચ્યો. ત્યાર પછી ગુરુની આજ્ઞાઆશીર્વાદ લઈ ખડ્ગ સાથે રાત પડતાં પહેલાં પિતાગૃહેથી ચોરનો નિગ્રહ કરવા નીકળ્યો. IIII ઢાળ તેરમી (એણે અવસર તિહાં ટુંબનું રે, આવ્યું ટોલું એ દેશી) રાજકુંવર જોતો ફરે રે, કંદોઇ વેશ્યા ગેહ રે, ચતુરનર. કામદેવ દેહરે ગયો હો લાલ, પુજી નમી ધૂપ-દીપશું રે; ધ્યાનદિશા નિશિ તેહ રે, ચતુરનર. પ્રગટ થઈ તે બોલિયો હો લાલ....।।૧। ચોરની વાત કિશી કહું રે; રતિ પ્રીતિ શણગાર રે, ચતુર. ચો૨વશી નિશિ લેઈ ગયો, હો લાલ.... Page #99 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ હું વચમાં આડો પડ્યો રે, નાગી કરી દોય નાર રે.. ચતુર. માર ખાધો મેં બોલતાં, હો લાલ....૨ કુંવર સુણી એમ ઉઠીયો રે, ચિંતે લૂંટ્યા દેવ રે, ચતુરનર. બીજે દિન મહાકાલીને, હો લાલ.... મંદિર જઈ જપતો નિશિ રે, પ્રગટ થઈ તતખેવ રે, ચતુરનર. કહે સુણ તું ચોરની કથા હો લાલ....ગા એક દિન મુજ ઘર ક્ષણ વસી રે, શ્યુન કરેવા કાજ રે, ચતુરનર. પગ દોય ઝાંઝર લેઈ ગયો હો લાલ.... કુંવર કહે તુમ દેવની રે, ચોરે લીધી લાજ રે. ચતુરનર. આશ કિશી ઓર દેવની હો લાલ....IIII એમ ષટ્ દિન પુરમાં ગયા રે, લોક બનાવે વાત રે, ચતુરનર. ચિંતે ચોર ન કર ચઢયો હો લાલ.... શું મુખ નૃપને દેખાડીયે રે, સાતમે દિન પરભાત રે, ચતુરનર. નગરી બાહિર નીકલ્યો હો લાલ....પા ...ll ચિત્ત વિખીને તે ગયો રે, એક સમશાન મઝાર રે. ચતુરનર. જઈ બેઠો વડત તલે હો લાલ.... ચાર દિશાયે વિલોક્તો રે, ગુપ્ત ગ્રહી તરવાર રે. ચતુરનર. પાછલે પહોરે દેખતો હો લાલ.... દૂર થકી તિહાં આવતો રે, કંઠે રૂદ્રાક્ષની માળ રે, ચતુરનર., રક્તાંબર દેહે ધાં રે હો લાલ... ત્રિદંડ કુંડી હાથમાં રે, શોભિત ભાલ વિશાલ રે ચતુરનર. છત્રિકા ધરી મસ્તકે હો લાલ....IIII ફૂલ જ્યું વિકસિત નાસિકા રે, રક્ત નયન પિત્ત વાલ રે ચતુરનર. જંઘા ભજ ગ્રીવ મોટકાં હો વેષાંતર દેશાંતરી રે, આકૃતિ અતિ વિકરાલ રે. ચતુરનર. પરિવ્રાજક નજરે લહ્યો હો લાલ....૮ ચેષ્ટા દુષ્ટ વિકાર રે. ચતુરનર. પડયો હો લાલ.... લાલ.... ચિંતે કુંવર એ ચોરની રે, ઉઠી કુંવર પાયે Page #100 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૧૩ ૫ • પરિવ્રાજક નૃપપુત્રને રે, આશિષ દેઈ સાર ૨. ચતુરનર. પૂછે મિત્રતણી પરે હો લાલ....લા. બેઠો કેમ ચિંતા ભરે રે, રાજકુંવર કહે તામ રે. ચતુરનર. મુનિવર હું પરદેસીયો હો લાલ.... દાલિદ્રગર્તામાં પડ્યો રે, જુવટે હાર્યો દામ ૨. ચતુરનર. દુઃખના દહાડા દોહિલા હો લાલ..../૧લી. વ્યાધિ વ્યસન વિવાદ ને રે, વૈશ્વાનર ને વેર રે. ચતુરનર. પાંચ વલ્વા વધ્યા દુઃખ દીયે હો લાલ.... દાલિદ્ર નામ મનુષ્યને રે, આયુ વિના મૃતી ઝેર રે. ચતુરનર. રોગ વિના રોગીપણું હો લાલ..../૧૧/l સિદ્ધપુત્ર કહે એ સાવ રે, તેં ભાડું મિથ્યાત રે. ચતુરનર. રવિ ઉદયે હિમ કેમ પડે હો લાલ.... દલિંદ્ર કંદ કુદ્રાલ હું રે, નામ છતે શી વાત રે. ચતુરનર. મહા પ્રસાદ કુંવર કહે હો લાલ..../૧૨ા કુંવરને તિહાં બેસાડીને રે, સિદ્ધ ગયો સમશાન રે. ચતુરનર. એણે અવસર રવિ આથમ્યો રે, હો લાલ.... કૌશિક ચોરને ભૂતડાં રે, નર પરદારા ધ્યાન રે. ચતુરનર. રાત્રિ વલ્લભ ચારને હો લાલ....// ૧all ખાતરીયાં દોય લોહનાં રે, હાથ ધરી તરવાર ૨. ચતુરનર. પરિવ્રાજક તિહાં આવીયાં હો લાલ.... કુંવર ઉઠાડી લેઈ ચલ્યો રે, પેઠો નયરી મઝાર રે ચતુરનર. બાંધે નજર પુરલોકની હો લાલ..../૧૪ની અદશ્ય વિદ્યાને બલે રે, કોટી ધ્વજ ઘર છેલ રે. ચતુરનર. ખાટા દેઈ ઘર પેશીયો હો લાલ.... દો જણે બહુ ગ્રહી પેટીયો રે, વસ્ત્રાભરણ ભરેલરે. ચતુરનર. જઈ યક્ષાલય ધરી હો લાલ.....૧પ પરદેશી સૂતા તિહાં રે, ઉઠાડી દીએ દામ ૨. ચતુરનર. પેઠા ધરી તસ મસ્તકે હો લાલ.... Page #101 -------------------------------------------------------------------------- ________________ ધમિલકુમાર રાસ અગ્રેસરી થઈ નીકલ્યો રે, પુર બાહિર વિશ્રામ રે. ચતુરનર. પિતૃવનાસન ચૂતવને હો લાલ.../૧૬ વડતરૂ હેઠે વિશ્રામતાં રે, સૂતા ભારક ધાર ૨. ચતુરનર. ચોર કપટ નિદ્રા કરે હો લાલ.... સૂતો કુંવર તવ ચિંતવે રે, ચોરનું વૈર્ય અપાર રે. ચતુરનર. શક્તિ પ્રપંચ મતિ ઘણી હો લાલ..../૧૭ એહને વિશ્વાસી હણું રે, વસ્ત્ર પથારી બિછાય રે.ચતુરનર. ગુપ્ત ખડ્રગ રહી ઉઠીયો હો લાલ.... જઈ પેઠો વડ કોટરે રે, ચોર ખડ્રગ લઈ ધાય રે. ચતુરનર. પરદેશી સૂતા હણ્યા હો લાલ.../૧૮ કુંવર પથારી દ્વિધા કરી રે, દીઠી સૂની જામ રે. ચતુરનર. આગળ પાછળ જોવતાં હો લાલ.... કહે કુંવર રે ચોરટા રે, ખેંચી ખડ્રગને તામ રે. ચતુરનર. વિશ્વાસઘાતી પાતકી હો લાલ.../૧લા મૃગપતિ આગે મૃગયથારે, મુજ આગે કિંઠા જાય રે.ચતુરનર. જિવિત નહી નાઠા વિના હો લાલ.... કુંવર ખડ્રગ ઝલકી દીયે રે, ઝંપા સંપા ધાય રે. ચતુરનર. તસ ઉરૂ જુગલને છેદતો હો લાલ....૨વા સાહસિક વૈર્યમતિ ગુણે રે, હું રાજ્યો સુણ દક્ષ રે. ચતુરનર. ચોર કહે ગુણી ગુણ ગ્રહ હો લાલ.... શૂન્ય દેવાલય પાછલે રે, સન્મુખ છે વટવૃક્ષ રે. ચતુરનર. વિસ્તારે એક કોશનો હો લાલ...૨૧ તસ કોટરમાં મોટકી રે, શિલાયે ઢાંક્યું દ્વાર રે. ચતુરનર. રત્ન ભવન મુજ તે તલે હો લાલ.... વિરમતી ભગિની કરી રે, લઘુ યૌવન રૂપ સાર રે. ચતુરનર. મેં તુજ દીધી ધન માલશું હો લાલ....l૨૨ા . સંકેતે તે પરણશે રે, દ્રવ્ય સહિત હિતકાર રે. ચતુરનર. આ મુજ પગ દેખાવજે હો લાલ... Page #102 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૧૩ વીરમતી નામે કહી રે, જઈ ઉઘડાવજે દ્વાર રે. ચતુરનર. એમ સુણી તે મૃત જ્વલીયો હો લાલ....II૨ા કુંવર યથોદિત જઈ કરી રે, પાતાલ કીધ પ્રવેશ રે. ચતુરનર. દેખી ઘર ચિત્ત ચમકીયો હો લાલ.... નયનાનંદન કૌમુદી રે વીરમતી રૂપવેશ રે...ચતુરનર. દેખી વિતક કહે ભાઈનું હો લાલ....।।૨૪। આપી નિશાની ખગની રે તવ સા હર્ષિત થાય રે. ચતુરનર. વાસ ભુવન પીયુ વીસસો હો લાલ.... વિવાહ સામગ્રી કરું રે, તવલગે પથંક ઠાર રે. ચતુરનર. એમ કહી મેડી ઉપર ચઢી હો લાલ....l॥૨૫॥ ચિંતે કુંવર નવિ વિસસો રે, ઠગ ઠક્કર સોનાર રે. ચતુરનર. સર્પ રિપુ ને વાણીયા હો લાલ.... હથિયારબંધ ને વાંદરા રે, પરદારા મંજાર રે. ચતુરનર. તેણે પથંક ખૂણે છપ્યો હો લાલ....॥૨૬॥ ચૂરણકૃત પથંક રે. ચતુરનર. ઉતરી હો લાલ.... જીવતો જાઇશ રંક રે. ચતુરનર. કેશે ગ્રહી કુંવરે તદા હો લાલ....।।૨ણી મંદિર બાહિર નીકલ્યો રે, વિકશ્યાં કમલની જાત રે. ચતુરનર. નૃપસુત મુખકજ દેખવા હો લાલ.... ચિંતા તિમિર દૂરે ગયું રે, રવિ પ્રગટ્યો પ્રભાત રે. ચતુરનર. ઉદયાચલ ઉપર ચઢ્યો હો લાલ....I॥૨૮॥ વીરમતી આગલ કરી રે, તસ્કર ઘર પિધાય રે. ચતુરનર. કુંવર પુરીમાં આવીયો હો લોક હસે કોઈ નારીને રે, ચોર મિશે લેઇ જાય રે. ચતુરનર. સુણતો જઈ નૃપને નમે હો લાલ....।।૨૯। સોંપી ચોર સહોદરી રે, ભૂપ દીયે બહુમાન રે. ચતુરનર. રંજયો રાય કહે હો લાલ.... લાલ.... ઇશ્યુ કલસંચે મૂકી શિલા રે, સા કહે હેઠી મુજ બાંધવ હણીને કિહાં રે, sto Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬. ધમ્મિલકુમાર રાસ શક્તિ ભક્તિ મતિ ધીરતા રે, વિનય અહો ગુણવાન રે. ચતુરનર. મુજ પુરીજન સુખિયાં કિયાં હો લાલ....૩ના જે જેહનું ચોર્યું હતું રે, તે તે આપ્યું તાસ રે. ચતુરનર. વીરમતી ગઈ પાલ્યમાં હો લાલ.... કુંવરને તિલક વધાવીને રે તેડી જોશી ખાસ રે. ચતુરનર. લાલ.... લગન દિવસ નિરધારીયો હો લાલ....૩૧|| વરઘોડા બહુ ઓચ્છવે રે, દીધુ કન્યાદાન રે. ચતુરનર. ચોરી ચતુર રચી ચોકમાં હો. લાલ.... કમલસેના નિજ અંગજા રે, રંભારૂપ નિધાન રે. ચતુરનર. કુંવરને પરણાવી નૃપે હો લાલ....II૩૨ હસ્તી હજાર અલંકર્યાં રે, ઘોડા દશ હજાર રે. ચતુરનર. કોડી સોનઇયા દાયજે હો લાલ... દેશ દીયો લખ ગામશું રે, ચૈલ રતન અલંકાર રે. ચતુરનર. રથવાહન દાસી ઘણી હો લાલ....૩૩ પ્રાસાદ સુંદર એક દીયો રે, રહે સુખભર નૃપમાન રે: ચતુરનર. દીન દુઃખીને ઉદ્ધર હો ઉપાધ્યાયને તાત જ્યું રે દાન અને બહુમાન રે. ચતુરનર. શેઠ સુતાને સંભારતો હો લાલ....I।૩૪। નિશ્ચય પદમુનિ અનુસરે રે, પણ પાલે વ્યવહાર રે. ચતુરનર. કમલસેનાશું સુખ વ હો લાલ.... ધમ્મિલ રાસે તેરમી રે ઢાળ પ્રથમ ખંડ સાર રે. ચતુરનર. શ્રી શુભવીર કુંવર સુખી હો લાલ...।।૩૫।। રાજકુંવર અગડદત્ત ખડ્ગ સાથે નગ૨માં ચારે દિશામાં ફરી રહ્યો છે. કંદોઇને ત્યાં, વેશ્યાને ત્યાં, વગેરે વગેરેને ત્યાં કોની કોની અવરજવર છે તેનું અવલોકન કરી રહ્યો છે. રાત પડતાં કંઇક વિચાર ઝબૂક્યો. કામદેવના મંદિરે ગયો. મહાદેવને નમસ્કાર કર્યા. પૂજન કર્યું. ધૂપ-દીપ પ્રગટાવીને રાત્રે તે મંદિરમાં ધ્યાનમાં બેઠો. એકાગ્ર ચિત્તે ધ્યાન કરતાં કામદેવ પ્રગટ થઈ બોલ્યા. IIII હે સત્ત્વશાળી ! તને ચોરની શી વાત કરું ? અહીં તે ચોર રાતવાસો રહેવા આવેલો. મારી સ્ત્રી રતિ અને પ્રીતિ બંનેં સ્ત્રીઓનો જે શણગાર ચઢાવેલો તે તેણે ઉતારવા માંડ્યો. હું વચમાં આડો પડ્યો, તો મારી બંને સ્ત્રીનાં Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯ ખંડ - ૧: ઢાળ - ૧૩ વસ્ત્રો પણ ઉતારીને ચાલ્યો ગયો. તેથી તેનું નામ લેવામાં ય મજા નથી. હે કુમાર ! મેં તો તેનો માર પણ ખાધો //રા કુંવર, કામદેવની વાત સાંભળીને નિરાશ પણ થઈ ગયો. પોતાનું કાર્ય આટોપી ત્યાંથી ઊઠી રવાના થઈ ગયો. જતાં રસ્તામાં વિચારવા લાગ્યો કે “આણે તો દેવને પણ છોડ્યા નથી. તો માણસ શા હિસાબના ! માણસ શું કરી શકે ? આ ચોર તે અસાધારણ વ્યક્તિ જણાય છે. આમ તેમ ફરતાં સારો દિવસ પૂરો થઈ ગયો. રાત પડી. પણ ચોરના કોઈ સમાચાર ન મળે ! ઠીક ! વળી વિચાર આવતાં કુમાર મહાકાળી માતાના મંદિરે આવ્યો. ત્યાં શુદ્ધ થઈને માતાનો એકાગ્રચિત્તે જાપ ચાલુ કર્યો. ધ્યાન થકી મહાકાલીમાતા કુમારની સામે પ્રગટ થયાં. બોલ્યાં – વત્સ ! શા માટે મને યાદ કરી તે મને ખબર છે. આ ચોરની કથા સાંભળવા જેવી છે. જે સાંભળ! I[૩. એક દિવસ તે ચોર મારે ત્યાં ક્ષણવાર જ રોકાયો હતો. એને સારાં શુકન જોઈને નીકળવું હતું. તેથી મારા મંદિરે ઊભો હતો. તેમાં મારા પગમાં રહેલા બે ઝાંઝર જોયાં. આમ તેમ જોયું. કોઈ જોતું નથી ને ! ઝાંઝર બંને લઈને રવાના થઈ ગયો. કુંવર કહેવા લાગ્યો. હે માડી ! તમારા જેવાને આ રીતે લૂંટી લાજ લે ! તમે કંઈ શિક્ષા ન કરી? જો આમ જ થતું હોય તો હવે કયા દેવની આશા રાખવી? હવે તો આત્મવિશ્વાસ કેળવીને શક્તિ અજમાવવાની છે તેમાં જ સફળતા મળશે. જો નગરમાં તરેહ તરેહની વાતો :- નગરમાં, નગર બહાર બધે જ તપાસ કરતાં કરતાં કુમારના છ દિન તો પૂરા થઈ ગયા. ફક્ત ૧ દિન રહ્યો. લોકો પણ જાતજાતની વાતો કરવા લાગ્યા. રે ! પેલા પરદેશી છાત્રે બીડું ઝડપ્યું છે. (હોડ બકી છે) આજ તક હજી ચોર પકડાયો નથી. કાલે છેલ્લો દિવસ. બિચારો વગરવાંકે મરી જશે. વળી કોઈ કહે છે અરે ! એ તો મહાપરાક્રમી છે. હાથીને કેવો વશ કર્યો હતો ? હજુ તો એક દિવસ બાકી છે ને ! નક્કી ચોરને પકડી લાવશે. વળી બીજો બોલ્યો. રે ! અલા ! છ દિન તો ચાલ્યા ગયા. તો કંઈ પકડાયો નથી. તો એક દિનમાં શું કરશે? પકડવાની વાત ક્યાં? ભાળ પણ મળી નથી. કોઈ કહે છે – “ભાગ્યમાં જે લખ્યું હશે તેમ થશે.” આમ અનેક પ્રકારની વાતો ચાલે છે. કુમારને પણ આવી ઘણી વાતો સાંભળવા મળી. વિચારમાં પડ્યો. જો હાથ ન આવે તો રાજાને માં શું બતાવવું? વળી સાતમા દિનનું પ્રભાત થયું. ને નગરની બહાર નીકળી ગયો. //પી. 1 ખિન્નમનવાળો, ઉદાસીન થયેલ કુમાર નગરની બહાર શૂન્ય એવા સ્મશાનમાં જઈને એક વડવૃક્ષ નીચે જઈને બેઠો. ચારે દિશાએ જોઈ રહેલો કુમાર દૂર દૂર નજર નાંખીને બેઠો છે. જુએ છે. પોતાની તલવાર ગુપ્તપણે રાખી છે. ત્રણ પ્રહર આમ જ બેસવામાં ચાલ્યા ગયા. શૂન્ય વાતાવરણમાં ચોથો પ્રહર ચાલુ થયો. સૂર્ય પણ હવે કુમારનું ખિન્નવદન જોવા તૈયાર નથી. તેથી તે પણ અસ્તાચલ પર ચાલી ગયો. કુમાર તો દૂર દૂર ક્ષિતિજ તરફ મીટ માંડીને જોઈ રહ્યો છે. llll ત્રિદંડી વેશે ચોર - સામે દૂરથી કોઈક આવી રહ્યું છે. કંઠથી નાભિ સુધી લટકતી રૂદ્રાક્ષની માળા છે. લાલ વસ્ત્રોથી શરીર આચ્છાદિત છે. એક હાથમાં ત્રિદંડ, બીજા હાથમાં કુંડી છે. ભસ્મની રેખાઓ કપાળે કરી છે તેનાથી કપાળ શોભે છે. વળી મસ્તક ઉપર છત્રી ને પગમાં પાવડી ધારણ કરેલી છે. તેણી નાસિકા ફૂલની જેમ ફૂલેલી છે, આંખો લાલઘૂમ છે. વાળ પીળા છે. જાંઘ-ભૂજા-ડોક મોટાં છે. જેનો દેખાવ ભયંકર - છે. જોતાં જ ડર લાગે. કોઈ પરદેશી પરિવ્રાજકનો વેષ ધારણ કરીને આવતો કુંવરે જોયો. દા. Page #105 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ કુંવરે વિચાર્યું કે “હં............” એની તિર્કી નજર ચેનચાળા તો ચોરનાં જ છે. રાજા-પ્રજાને જુદા જુદા વેષે ઠગ્યા છે. આજે પરિવ્રાજક રૂપમાં ભાઈસાહેબ આવ્યાં લાગે છે, ઠીક છે. આપણે તો ચોર સમજીને શરૂઆત ક૨વી. પરિવ્રાજક નજીક આવ્યો એટલે કુમાર ઊભો થઈને પગમાં પડ્યો. (નમ્યો) સંન્યાસીએ પણ રાજકુંવરને કલ્યાણકારી આશીર્વાદ આપ્યા. મિત્રની જેમ પૂછવા લાગ્યો. III too : ત્રિદંડીની માયાજાળ :- હે વત્સ ! નિરાશ કેમ જણાય છે ! કંઈ દુઃખ હોય તો કહે ઃ જાણે મહાન ઉપકાર કરનાર કોઈ પરમ પુરુષ હોય તેમ પ્રેમથી પૂછ્યું. ત્યારે કુમાર બોલ્યો – હે મહાત્મા ! હું એક પરદેશી છું. આપ તો સમર્થ યોગી છો ! આપની પાસે શી વાત કરું ! શરમ આવે છે મને. પણ આપે મને પ્રેમથી લાગણીથી પૂછ્યું તો શરમ દૂર કરીને કહું છું કે યોગીરાજ ! જુગારમાં સર્વ દ્રવ્ય હારી ગયો. દારિત્ર્યના ખાડામાં પડ્યો છું. દ્રવ્ય વિના જીવવું ઘણું કઠિન છે. કારમા દિવસો વિતાવીને હવે કંટાળી ગયો છું. ક્યાં સુધી આ રીતે જીવવું ? ।।૧૦। કહેવાય છે કે “વ્યાધિ-વ્યસન-વિવાદ-વૈશ્વાનર (અગ્નિ) અને વૈર આ પાંચે વળ્યા (વથી શરૂ થતા) વધે તો જરૂર દુઃખમાં નાંખે. આ જુગારના વ્યસનથી દરિદ્રી બન્યો. ગરીબાઈ રૂપી ઝે૨ માણસને જીવતાં છતાં મારનાર છે. રોગ વિનાની માંદગી છે. કેમ કે દ્રવ્યની ચિંતામાં આખો દિવસ બળવાનું. શરીર સૂકાવાનું ||૧૧|| કુમારની વાત સાંભળી યોગી બોલ્યો કે “હે વત્સ ! આ બધું ફોગટ બોલી રહ્યો છે. શું સૂર્યના ઉદયે કદાપિ હિમ પડે ખરું ? જો ન પડે તો આ દરદ્રતા રૂપી કંદનો નાશ કરવા માટે કુહાડા સરખો હું હોતે છતે તારું દારિદ્રય શું ટકી શકવાનું છે ?” કુંવર કહે “યોગીરાજ ! મારું દારિદ્ર દૂર કરો તો આપનો મોટો ઉપકાર માનીશ.” ||૧૨|| “સારુ વત્સ ! ઠીક છે. હાલ તું અહીં જ બેસ અને સમય થતાં હું તને તેડવા આવું છું.” એમ કહી યોગી સ્મશાન તરફ ચાલ્યો. કુંવરે વિચાર્યું કે “આ ભાઇમાં દાળમાં કંઈક કાળું જણાય છે. નક્કી નગરમાં આનાં જ તોફાન લાગે છે.” વિચાર કરતાં કરતાં સૂર્યાસ્ત થઈ ગયો. રાત્રિ હંમેશાં ચાર જણને પ્રિય હોય છે. ઘુવડ-ચોર-ભૂત ને વ્યભિચારીને. ૧૩ આ બાજુ રાત્રિનો એક પ્રહર પૂરો થતાં લોઢાનાં બે ખાતરીયાં તેમજ હાથમાં ત૨વા૨ ધારણ કરીને પરિવ્રાજક આવી પહોંચ્યો. “હે કુમાર ! ઊઠ, મારી સાથે ચાલ.” કુમાર ઊભો થયો. યોગી પાછળ ચાલવા લાગ્યો. બંને નગરમાં પ્રવેશ્યા. પ્રથમ તો યોગીએ લોકની નજર બાંધી.’ અદૃશ્ય વિદ્યાના બળે કરીને એક કોટિધ્વજ (કરોડપતિ)ના ઘર આગળ આવીને ખાતરિયાથી ખાતર પાડી ભીંતમાં મોટું બાકોરું કર્યું. બંને જણા ઘરમાં પેઠા. વસ્ત્ર, આભરણ અને ઝવેરાતની પેટીઓ એકઠી કરી. પછી બંને જણાએ પેટીઓ લઈ જઈને યક્ષના મંદિરમાં મૂકી. ।।૧૫। ત્યાં મંદિરમાં કોઈ પરદેશીઓ ફરતાં ફરતાં આવીને સૂતાં છે તેમને ઉઠાડી અને દામ આપવાનાં નક્કી કર્યાં. પેટીઓ તેમનાં મસ્તક ઉપર ચઢાવી. યોગીરાજ આગળ થયો. નગર છોડી સ્મશાનની નજીક થઈને પાસેનાં આમ્રવનમાં આવ્યા. ॥૧૬॥ આમ્રવનમાં કોઈ એક (ચોરનો જાણીતો વડલો) વડલાની વૃક્ષ નીચે પેટીઓ મુકાવી. સૌ કોઈ વિશ્રાંતિ લેવા માટે સૂતા. યોગીરાજ (ચોર) પણ કપટ નિદ્રાએ પોઢી ગયો. રાજકુમાર પણ સૂતો. પણ સૂતો કુમાર વિચાર કરવા લાગ્યો. રે ! આ ચોરયોગીનું ધૈર્ય અપાર છે. વળી ઘણો શક્તિશાળી છે. બુદ્ધિમંત ને સાથે મહાપ્રપંચી પણ લાગે છે. આના ભરોસે નિરાંતે સૂવું તે જોખમભર્યું લાગે છે. તેની ઉપર વિશ્વાસ મૂકવા જેવો નથી. ।।૧૭। Page #106 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૧૩ ૧ તેને-કોઈપણ જાતની શંકા ન પડે તેવો ઉપાય કરું. અવસરે હણીશ. એવું વિચારીને ઊઠ્યો. બિછાના (જે કંઈ પાથર્યું હતું તેની) ઉપર પોતાનું (ઉત્તરીયવસ્ર) વસ્ત્ર પાથર્યું. ખડ્ગને ગુપ્ત રાખીને વડના કોટરમાં જઈને, સંતાઇ ગયો. ચારે બાજુ શાંત વાતાવરણ ને અંધાર હતો. કંઈ જ દેખાતું નથી. સૌ જંપ્યા...ઉંઘી ગયા. એટલે ચોર ધીરે રહીને પોતાનું ખડ્ગ હાથમાં લઈને ઊભો થયો. (કોટરમાં રહેલો કુમાર જોતો હતો.) ભારવાહકો બીચારા નિર્દોષ ભરનિંદરમાં સૂતા હતા. આ ચોરે તેઓની ઉપર ઘા કર્યો. કેવો કર્યો ? એક જ ઘાએ બધા હણાઇ ગયા. ॥૧૮॥ કુમારનો પડકાર :- તે પછી કુંવરની પથારી જ્યાં પડી હતી. ત્યાં પણ તેણે ઘા કર્યો. પથારીના બે ટુકડા થઈ ગયા. ચોર ચમક્યો. પથારી શૂન્ય જોઈ આમતેમ જોવા લાગ્યો. અરે ! ધૂર્ત ક્યાં ભાગી ગયો ? ત્યાં તો કોટરમાંથી કુમાર પોતાનું ખડ્ગ ખેંચીને (મ્યાનમાં તલવાર બહાર કાઢતાંની સાથે ચોર સામે આવ્યો.) ચોરની સામે ધસ્યો. પડકાર ફેંક્યો. રે ચોરટા ! પાતકી ! વિશ્વાસઘાતી ! કેસરી-સિંહ આગળ હરણિયું રાંક છે. તેમ મારી આગળથી હવે તું ક્યાં જઇશ ? અચાનક ઘા થવાથી ચોર મૂંઝાયો. હવે ત્યાંથી નાસી છૂટ્યા વિના છૂટકો નથી. નહીં તો જીવવું મુશ્કેલ છે. પણ કુંવરના પકડમાં આવી ગયો હતો. છૂટવાનો ઘણો પ્રયત્ન કર્યો. મજબૂત હતો. છતાં છૂટી ન શક્યો હતુ તેટલું બધું જ જોર ભેગું કરીને છૂટવા પ્રયત્ન કર્યો. જેવો નાસવા જાય છે, ત્યાં તો સામે જ (કુમારના હાથમાં) ચળકતી વીજળી જેવી તલવાર ઝળકી ઊઠી. પળનોય વિલંબ કર્યા વિના કુમારે તેના પગના (બંને) સાથળ છેદી નાખ્યા. ૨૦ ચોર હણાયો :- ચોરનો પોતાનો પાપનો ઘડો ભરાઇ ગયો હતો. ખેલ ખલાસ થઈ રહ્યો હતો. જીવનયાત્રાની છેલ્લી ઘડીઓ હવે પૂરી થતી હતી. પોતે મરશે અને બધું અંધારામાં રહી જશે. એમ વિચારી ચોરે પોતાની ગુહ્યવાત તેણે કુંવરની પાસે પ્રગટ કરી. “હે સાહસિક !” તારા ગાંભીર્ય ગુણથી ખરેખર હું તારી ઉપર પ્રસન્ન થયો છું. હે બુદ્ધિશાળી ! હું પોતે ચોર હતો પણ ગુણીયલના ગુણને હું ગ્રહણ કરું છું. મારી એક વાત સાંભળ. “આ શૂન્ય દેવાલયની પાછળ સામે એક વડવૃક્ષ છે. જે એક કોશના વિસ્તારમાં ફેલાયેલું છે. ।।૨૧। ચોરનાં આવાસે :- તે વડલાના કોતરમાં જઈને જોશો તો એક મોટી શિલા છે. તેને તું જોજે. · તે શિલાને દૂર કરજે. પછી અંદર પ્રવેશ કરજે. ત્યાં રત્નજડિત મારું ભુવન (આવાસ) છે તે ભુવન (મહેલમાં) માં મારી બેન નામે વીરમતી રહે છે. તે હમણાં જ નવીન યૌવનને આંગણે આવીને ઊભી છે જો કે હજી તો તે કુંવારી છે. તો તે મારી બેન અને મારો બધો સામાન મારું બધું ધન દોલત તને હું અર્પણ કરું છું. ૨૨॥ હે વત્સ ! વળી આ બધું દ્રવ્ય અને મારું આ ખગ ત્યાં જઈને તેને બતાવજે. એટલે તે સંકેતથી તને પરણશે. “વીરમતી” એ પ્રમાણે નામ દઈને બોલાવશો એટલે તે દ્વાર ખોલશે. હવે તેના (ચોરના) છેલ્લા શ્વાસોશ્વાસ ચાલતા હતા. રે ! વીર ! આ મારું મૃત્યુ...બચનાર નથી. હે રામ...બોલતાં તેના ૨ામ ૨મી ગયા. જગતમાંથી વિદાય થયો. કુંવરે મૃતકારજ કર્યું. રા હવે જે પ્રમાણે ચોરે કહ્યું હતું તે પ્રમાણે અગડદત્તકુમર (ચોરે આપેલી નિશાની) મેળવીને તે વટવૃક્ષ પાસે પહોંચી ગયો ને કહેવા મુજબ ભોંયરામાં પ્રવેશ કર્યો. રત્નભુવન ઝળહળતાં રત્નોથી જડેલું હતું. તે કુમાર આવો વાસભુવન જોઈને ચિત્તમાં ચમક્યો. વીરમતીનાં રૂપ અને વેષ જોઈ તેની આંખો કૌમુદીની જેમ આનંદિત થઈ. વીરમતી પણ પોતાના બંધુને બદલે અન્ય એવી સ્વરૂપવાન વ્યક્તિને અણધારી રીતે આવા ગુપ્ત સ્થાનમાં આવેલી જોઈને ચમકી. કુંવર બોલ્યો. “વીરમતી !” તારા ભાઈના Page #107 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ '' સમાચાર આપવા આવ્યો છું. તારો ભાઈ આ જગતમાં નથી. બાળા બોલી : “શું તે મરી ગયો ?" “ના. મેં માર્યો છે.” તેના અત્યાચારથી લોકો કંટાળ્યા હતા. મહારાજાનો હુકમ હતો. છેલ્લે આ ખડ્ગ તારા બંધુએ મને આપ્યું છે. ૨૪ હર વીરમતીનું કપટ :- તેણીએ પોતાના ભાઈનું ખડ્ગ ઓળખ્યું. સંકેત ઉપરથી બધું સમજી ગઈ અને ભાઈનું વેર લેવા તેણી તત્પર થઈ. તેણીએ માયા વિસ્તારવા માંડી. “સ્વામિન્ !” તમારા જેવા વીરપુરુષને પામીને મારી જિંદગી આજે સફળ થઈ. આપ આ પલંગ ઉપર બેસો. હું ઉપર જઈને વિવાહની સામગ્રી તૈયાર કરું. પછી લગ્ન કરીને આપ અહીંયાં આ રત્નભુવનમાં રહો. મારી સાથે અખંડ સુખ આનંદ ભોગવો.” એમ કહી કુંવરને પલંગ બતાવી, તે માળ ઉપર ગઈ. ॥૨૫॥ કુંવર વિચાર કરવા લાગ્યો. આ પણ ધૂર્ત એવા ચોરની બેન છે. કહ્યું છે કે “ઠગ, ઠક્કર, સોની, સર્પ, શત્રુ, વાણિયો, શસ્ત્રધારણ કરનારો, વાંદરો, બિલાડી, આટલા નવજણાનો વિશ્વાસ કરવો નહિ. એમ વિચારી પલંગના એક ખૂણા નીચે તે છૂપાઇ ગયો. II૨૬॥ હવે આ બાજુ વીરમતીએ માળ ઉપર જઈને પલંગની બરાબર જ ઉપર રહેલી શિલા (પત્થર) હતી. તેની કળ કાઢીને, તે પથ્થર પલંગ ઉપર પછાડ્યો. તેથી પલંગના ચૂરા થઈ ગયા. પલંગ ધબાક દઈને નીચે રહેલા અંધારા કૂવામાં ઊતરી ગયો. તેણી માળ ઉપરથી નીચે ઊતરતાં બોલી - રે ! રાંકડા ! મારા બાંધવને હણીને તું ક્યાં જવાનો છે ? વીરમતીને ખબર નથી કે કુંવર છૂપાયો છે તેથી બચી ગયો છે. વીરમતીની વાત સાંભળી, તરત જ કુમારે છલાંગ મારી તેનો ચોટલો પકડ્યો. ૫૨ના ચોટલો પકડીને ઢસડીને મંદિરની (રત્નભુવનની) બહાર ખેંચીને લઈ આવ્યો. બંનેની નજર મળી. નયનો કમળની જેમ વિકસ્યાં. કુંવરના મુખને જોવા માટે, ચિંતારૂપી અંધકારને દૂર કરવા, સૂર્ય પ્રગટ્યો. રાત પૂરી થઈ અને પ્રભાત થતાં, ઉદયાચલ ઉપર સૂર્ય ચઢવા લાગ્યો. I॥૨૮॥ એક પ્રહર લગભગ પૂરો થવા આવ્યો હશે. ચોરનાં ઘરની શિલા ઢાંકીને કુમારે વીરમતીને આગળ કરીને નગરીના દરવાજામાં પ્રવેશ કર્યો. ચોરની જેમ આગલ લઈ જવાની આ ચોરની બેનને જોઈને લોકો હસવા લાગ્યા. જુઓ તો ખરાં ! કુંવર કેવા ચોરને પકડી લાવ્યો ? આવી મીઠી મજાક કરતાં લોકોને સાંભળતો કુમાર તો બાળાને લઈને રાજસભામાં આવ્યો. ।।૨૯।। રાજાને નમસ્કાર કર્યા. ચોરની સહોદરી (બેન) પણ રાજાને ચરણે સોંપી દીધી. ને જે બની હતી તે સધળી બીના રાજા પાસે કહી. રાજકુંવરના આવા અદ્ભૂત કાર્યથી રાજા અતિપ્રસન્ન થયા. “વત્સ ! તારી પાસે શક્તિ-ભક્તિ-બુદ્ધિ-ગાંભીર્ય-વિનય આદિ ગુણનો ભંડાર છે. તારા ગુણોનું કેટલું વર્ણન કરું ! આજે તો તેં મારા સર્વજનોને સુખી કર્યા ।।૩૦ રાજાએ સુભટોને આદેશ કર્યો. વીરમતીને સાથે લઈને પલ્લીમાં જાવ. ત્યાંથી બધો માલ લઈ આવો. સુભટો વીરમતીને લઈને જંગલમાં વટવૃક્ષની નીચે રત્નભુવનમાં ગયા. તેણીએ બતાવેલું, ચોરે જે જે ચોરી કરીને ભેગું કરેલું સઘળું દ્રવ્ય રાજસભામાં લાવ્યા. જે જેનું હતું તે તેનું પાછું સોંપવામાં આવ્યું. વીરમતી પલ્લીમાં ગઈ. રાજાની પુત્રી કમલસેના, જે રૂપે રંભા સમાન આજ સુધી કુંવારી હતી તે કુંવરીનું અગડદત્ત કુમારની સાથે વેવિશાળ કરવા જોષી બોલાવ્યા. શુભમુહૂર્તે કુમારને તિલક કરી વધાવ્યા. લગ્નનો દિવસ નિર્ધારિત કર્યો. ।।૩૧।। કમળસેનાનાં લગ્ન :- રાજાની દીકરી - રાજકુંવરીનાં લગ્ન, શી કમીના હોય ? સામે પણ પુત્ર રાજવંશી. રાજનબીરો હતો. નગરજનો માટે પરમ ઉપકારી કુમારના લગ્નમાં શી ઉણપ હોય ? નિત્ય વરઘોડા Page #108 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ : ઢાળ - ૧૩ 63 સાંજે ફૂલેકાએ.ચઢાવ્યા. ઓચ્છવ ઘણા થયા. ચૉરી પણ નગરના ચોકમાં ચિત્રવિચિત્ર ચિતરાવીને મૂકી છે. અર્થાત્ કલાકારે ચૉરીની રચના સુંદર કરી છે. ॥૩૨॥ રાજાએ મહામહોત્સવપૂર્વક રાજકુંવરીનાં લગ્ન કુમારની સાથે કર્યા. કન્યાદાન આપ્યું. કન્યાદાનમાં રૂપે રંભા સરખી દીકરી જ મુખ્યપણે હતી. ને તેની સાથે સાથે કન્યાદાનમાં એક હજાર અલંકારીને હાથી આપ્યા. સજાવેલા ૧૦ હજાર ઘોડા આપ્યા. એક કરોડ સોનૈયા, દાયજામાં આપ્યા. એક લાખ ગામ આપ્યાં. વસ્ત્રોનો પાર ન પામી શકાય તેટલાં રત્ન માણેક મોતી સુશોભિત અલંકારો – આભૂષણો – જરઝવેરાતનો તોટો નથી. તેટલું આપ્યું. વળી વાહન-દાસ-દાસીનો ઘણો વર્ગ...આદિ કમળસેનાને મનમાનતી બીજી પણ ઘણી વસ્તુ આપી. II૩॥ કુમાર સસરાને ઘેર ઃ- વળી નવપરિણીત વરકન્યાને રહેવા મોટો મહેલ બંધાવીને આપ્યો. જે મહેલમાં કુમાર અને કુંવરી સુખભર રહે છે. કુમાર (સસરાધેર) રાજાનાં અધિક માન સન્માનથી આનંદમાં સુખપૂર્વક દિવસો (પસાર કરે છે) નિર્ગમન કરવા લાગ્યો. દીન દુઃખી અને અનાથોનો ઉદ્ધાર કરતો. લક્ષ્મીનો સદ્બય કરે છે. રાજકુમાર પિતા સમાન – પંડિતજીને પણ બહુમાનપૂર્વક દાન ઘણું આપે છે. વળી આગળ પરણેતર મદનમંજરીને પણ યાદ કરે છે. શેઠની પુત્રી મદનમંજરીને ભૂલતો નથી. ।।૩૪।। રાસના કર્તા પુરુષ કહે છે કે જેમ મુનિ નિશ્ચયનયને હૈયામાં રાખીને વ્યવહારનું પાલન કરે છે તેમ અગડદકુમાર, મદનમંજરીને યાદ કરતો, મનમાં તેનું સ્મરણ કરતો થકો, કમળસેના સાથે સંસારનાં સુખ ભોગવી રહ્યો છે. શ્રી ધમ્મિલકુમાર રાસની આ પ્રથમ ખંડની તેરમી ઢાળ કહેતાં શ્રી શુભવીરવિજયજી મ.સા. ઘણા (આધ્યત્મિક રીતે) સુખી થયા. આ રાસની કથાના નાયક અગડદત્ત કુમાર સંસારના સુખના સ્વામી થયા. આ રીતે બંનેએ સુખ મેળવ્યું. ।।૩૫।। પ્રથમ ખંડની ઢાળ : ૧૩ સમાપ્ત ચોપાઇ ખંડે ખંડ મધુરતા ઘણી, જેમ રસ શેરડી સાંઠે ભણી, શ્રી શુભવીર વચન રસ લત્તા, ધમ્મિલ રાસે ચખો પુણ્યવતા. ॥૧॥ જેમ શેરડીના સાંઠામાં આગળ વધુ રસ હોય છે, અને (જ્યાં ગાંઠ હોય ત્યાં રસ ન હોય) અહીં પણ પ્રથમ ખંડ કરતાં બીજા ખંડના રસની મધુરતા વધારે હોય છે, તે જ રીતે શ્રી શુભવીરવિજયનાં વચનરૂપી શેરડીના રસને આ ધમ્મિલકુમારના રાસમાં હે પુન્યવંતા પ્રાણીઓ ! તમે તે રસ ચાખો. ઇતિ શ્રીમત્તપોગચ્છીય સંવિશશિરોમણી પંડિત શિરોરત્ન પંડિતશ્રી શુભવિજય ગણિશિષ્ય પંડિતશ્રી વીરવિજયગણિવિરચિતે શ્રી ધમ્મિલચરિત્રે પ્રાકૃત પ્રબંધે પ્રથમખંડ સમાપ્તઃ ॥ આ પ્રમાણે શ્રીમદ્ તપાગચ્છીય સંવિજ્ઞ શિરોમણી, બુદ્ધિશાળીઓમાં મુગટ સમાન પંડિતવર્ય શ્રી શુભવિજય ગણિવર્યના શિષ્ય પં. શ્રી વીરવિજય ગણિવર્યે શ્રી ધમ્મિલકુમાર ચરિત્રના પ્રાકૃત પ્રબંધમાંથી રચેલ પ્રથમખંડ સમાપ્ત થયો. સર્વ ગાથા ૪૩૪. - ધમ્મિલનો જન્મ – ધમ્મિલનો વૈરાગ્ય - લગ્ન - વેશ્યાને ત્યાં રહેવું – અક્કાનો તિરસ્કાર, ઘરે માતપિતાનું મૃત્યુ, અગડદત્તમુનિ સાથે સમાગમ, વિજયપાલ રાજાનું દૃષ્ટાંત, અગડદત્ત મુનિએ કહેલો પોતાનો વૃત્તાંત,...આ સર્વ વાતો પ્રથમખંડની ૧૩ ઢાળમાં જણાવી. પ્રથમ ખંડની ઢાળ : ૧૩ પૂર્ણ. · પ્રથમ ખંડ પૂર્ણ Page #109 -------------------------------------------------------------------------- ________________ અથ દ્વિતીય ખંડ પ્રારંભ -: દોહા : શુભગુરૂ ચરણ કમલ નમી, કહીશું આગલ વાત; ધમ્મિલ આગે મુનિવરે, ભાંખ્યા નિજ અવદાત. ॥૧॥ પ્રથમખંડ અખંડ રસ, પૂર્ણ હુઓ સુપ્રમાણ; બીજો ખંડ કહું હવે, સુણજો વિકસિત જાણ ॥૨॥ ધાર્મિક પંડિત કૌતુકી, વૈરાગી નર નાર; ઐસી કથા આગલ કહું, તસ ચિત્ત રંજનહાર. ઘણા એક દિન ૨મવા નીકલ્યો, અગડદત્ત સવિવેક; પગ પગ દેખણ કારણે, મળિયા લોક અનેક. ॥૪॥ મુખ સોહે પૂરણ શશી, અર્ધચંદ્ર સમભાલ; તપનોપમ તેજે કરી, અધર અરૂણ પરવાલ. ॥૫॥ મદનમંજરી દેખતી, કામદેવ અવતાર, કમલસેનાયે વશ કિયો, ચિંતે મુજ ભરતાર. ॥૬॥ લેખ લખી ચતુરાઇશું, લલિત વચન નિજ હાથ; ઉપ૨ મુદ્રા દેઇને, મોકલતી સખી સાથ. Ill માલતી ફૂલ ૨કેબીમાં, અક્ષત લેખ સમેત; એકાંતે જઈ કુંવરને, વધાવતી ધરી હેત ॥૮॥ લેખ દીયે તસ હાથમાં, વૃદ્ધ સખી સુવિનીતવાંચે કુંવર ઉખેલીને, પૂરણ ધરતો પ્રીત. શાણા શ્રી શુભવિજયગુરુ ભગવંતનાં ચરણકમળમાં નમસ્કાર કરીને આગળ શું શું બન્યું ? તે વાત હવે કહીશું. ધમ્મિલકુમારની આગળ (જંગલમાં વૃક્ષ નીચે બેઠેલા) અગડદત્ત મુનિએ અહીં સુધીનો વૃત્તાંત કહ્યો. ।।૧।। આ પ્રમાણે પ્રથમ ખંડ સુયુક્તિઓથી અખંડ રસવાળો પૂર્ણ થયો. રાસકર્તા હવે બીજા ખંડમાં કહે છે કે “હે બુદ્ધિશાળી ! તમે સૌ પ્રફુલ્લિત હૃદયવાળા થઈને આ કથાને આગળ સાંભળો. ॥૨॥ ધાર્મિક પંડિત-કૌતુકી, વૈરાગી જે નરનારીઓ છે. તેમને એવા પ્રકારની કથા આગળ કહું છું કે જે તેઓના ચિત્તને આનંદ આપનારી થશે. IIII હવે કમલસેના સાથે મહેલમાં આનંદ કરતો અગડદત્ત વિવેકપૂર્વક એક દિવસ રમવા મહેલમાંથી નીકળીને ચૌટામાં જઈ રહ્યો છે. તેનું એક એક પગલું જોવાને માટે અનેક લોકો ભેગા થયાં છે. ।।૪।। પૂર્ણિમાના ચંદ્ર સરખું તેનું મુખ, અર્ધ ચંદ્રાકારે કપાળ, શોભી રહ્યું હતું. તેજથી તે-સૂર્યની ઉપમાને Page #110 -------------------------------------------------------------------------- ________________ ખંડ - : ઢાળ - ૧ ૦૫ ધારણ કરતો હતો. વળી હોઠ તો પરવાળાના રંગ જેવા લાલ શોભી રહ્યા હતા. //પા કુંવર ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ત્યાં શેઠની હવેલી પાસેથી નીકળ્યો. કામદેવના અવતાર સરખા કુમારને મદનમંજરીએ જોયો અને મનમાં ચિંતવવા લાગી. રે ! આ તો મારો પ્રિયતમ ! મારા પ્રિયતમને કમલસેનાએ વશ કર્યો ? કેટલા દિવસે દર્શન થયાં ? ll લાવ ! એમને કંઈક અણસાર તો આપું. એમ વિચારી ચતુરાઈપૂર્વક, અલંકારિક લાલિત્યપૂર્ણ વચનો વડે સુંદર એવો લેખ સ્વહસ્તે લખીને ઉપરથી સીલ લગાવીને સખીની સાથે મોકલ્યો. llણા. મદનમંજરીનો લેખ (પત્ર) - ચતુર ને વળી સ્વામીના કામને શોભાવનારી એવી સખી, કેબીમાં માલતીનાં ફૂલો અને અક્ષત લઈ લેખ આપવા ગઈ. એકાંતમાં જઈ કુંવરને અક્ષત અને ફૂલથી પ્રેમપૂર્વક વધાવ્યા. IIટા અને પછી કાર્યમાં પરિપક્વ એવી ચતુર દાસીએ વિનયપૂર્વક કુમારના હાથમાં લેખ (પત્ર) આપ્યો. હૃદયમાં પૂર્ણ પ્રીતને ધારણ કરતો કુમાર સીલ ઉખેડીને લેખ વાંચવા લાગ્યો. લા. ઢાળ પહેલી (તોરણથી રથ ફેરીયો રે હાં...એ દેશી) નંદસુતા નમી નાથને હો રાજ, નયણે ભરીયાં નીર; મેરે૦ અરજ કરૂં અવનીપતિ હો રાજ, ભીંજ્યાં લખતાં ચીર. મેરે વાલા. ૩/૧ પટ્ટરાણી પદ પાઠવી હો રાજ, પિયુડે કરી પરિહાર, મેરે સાખી વનતરૂ વ્યંતરા હો રાજ, કંતકોલ કરનાર, મેરે વાલા. //રા વાત રહી તે વેગલી હો રાજ, કિણ દિશિ વાયો સમીર; મેરે પણ છિલ્લર જલ કોણ પીવે હો રાજ, પામી ગંગા નીર.મેરે વાલા. ૩ સૂર્ય વિભાત પૂરવ દિશે હો રાજ, પશ્ચિમ રાત્રિ રહાય, મેરે૦ મહિલા દો મન સાચવે હો રાજ, દિનમણિ જગતનો રાય. મેરે વાલા./૪ કેતકી માલતી મોહી રહ્યો હો રાજ, ભમરો વન ભટકાય; મેરે). જાઈ ચમેલી ફૂલની હો રાજ, સુગંધ લેતી જાય. મેરે વાલા.//પા પ્રેમ ભરી પૂરવ પ્રિયા હો રાજ, સમરી તિહાં આવત; મેરે દેખી દવ બલી કેતકી હો રાજ, તસ રક્ષાએ લૂટંત. મેરે વાલા. Ill દેખી હંસ વિયોગીઓ હો રાજ, પૂછે કિમ લોટાય; મેરે.. ભમર કહે વિરહ દહે હો રાજ, તનુ રક્ષાએ ઠહરાય, મેરે વાલા. શા મરૂઓ ડમરો નહી રૂચે હો રાજ, કેતકી લાગ્યો પ્રેમ; મેરે.. વેધકગતિ વેધક લહે હો રાજ, મૂરખ જાણે કેમ. મેરે વાલા. IIટા હંસ કહે હું વેધકી હો રાજ, પૂછું તુજને એમ; મેરે કાલુ તુજ સવિ અંગ છે હો રાજ, પૂંઠે પીળો કેમ. મેરે વાલહા..લા Page #111 -------------------------------------------------------------------------- ________________ ક ધમિલકુમાર રાસ ભમર કહે મુજ પ્રેમનો હો રાજ, ઘા લાગ્યો છે અંગ, મેરે૦ સાજી હલદી ચોપડી હો રાજ, પીળો દીસે રંગ. મેરે વાલહા./૧ના નર ભમરા ઓપમ ધરો હો રાજ, તો દિલ ધરજો વાત, મેરે રણશૂરા કેમ ક્ષત્રીને હો રાજ, લાગ્યો કમલિણી ઘાત. મેરે વાલા./૧૧૫ પોપટ વનમાલે વસે હો રાજ, નિરખે તિહાં એક નાર; મેરે દાડિમ કલી પિંજર ધરી હો રાજ, દેખાડે ધરી પ્યાર. મેરે વાલા. ૧રી. પોપટ જઈ પિંજર પડ્યો હો રાજ, તુમચો પણ એ ઘાટ; મેરે૦ નેહ વિલુદ્ધી શુકપ્રિયા હો રાજ, રોતી જોતી વાટ. મેરે વાલા./૧all વાયુધર જીવન હતો હો રાજ, તવ લગે નજર મેલાપ; મેરે૦ ઉત્તમ વચને ઘર રહી હો રાજ, નામનો કરી જાપ. મેરે વાલા. II૧૪ો. લંક બિભીષણ થાપિયો હો રાજ, રામે વચન છલેણ; મેરે) વાંચી ધારી વિચારીને હો રાજ, ઉત્તમ દેજો સણ. મેરે વાલા. ૧૫ા. દોય પ્રિયા પતિવ્રત કીયો હો રાજ, વ્યભિચારી લઘુનાર; મેરે૦ અપમાની વૃદ્ધા પ્રિયા હો રાજ, ચારે નિત્ય ભરતાર. મેરે વાલા./૧૬l ખેટ પ્રિયાપ્રશ્ન કહે હો રાજ, એ વનભૂમિ મઝાર; મેરે૦ સંજીવની બુટી ચરે હો રાજ, પામે નર અવતાર. મેરે વાલા./૧૭ી. સા સુણી પતિનેહ ભરી હો રાજ, ભેગી કરી દીએ ચાર; મેરે૦ સંજીવિની ચારે ચરી હો રાજ, સજ્જ કીયો ભરતાર. મેરે વાલા. In૧૮મા ઉક્તિ યુક્તિ છે લેખમાં હો રાજ, પંડિત જાણે લાગ; મેરેo , નારી દેખાડે ધાનને હો રાજ, મૂરખ તોલડરાગ. મેરે વાલા./૧લા નજર થકી દૂર રહ્યા હો રાજ, પણ મુજ ઘટ વિશરામ; મેરે૦ હૃદય થકી દૂર ખસો હો રાજ, માગુ કૌતુક તામ. મેરે વાલહા. ૨૭ના સુખભર રહેજો સાહિબા હો રાજ, વહેલો ઉત્તર દેઈ; મેરે૦ કુંવર સખીને પૂછતો હો રાજ, આ લખનારી કેઈ. મેરે વાલા. Il૨૧| વૃદ્ધા કહે નૃપ સાંભળો હો રાજ, શેઠસુતા સતી જેહ; મેરે) ભુવનવને સિંચી તુમ હો રાજ, વચન અમૃતરસ નેહ. મેરે વાલા. રર . મદનમંજરીયે એ લખ્યો હો રાજ, નેહ ભરી દિનરાત; મેરે દંતી દમન નૃપ રંજને હો રાજ, ચોરનો કીધો ઘાત. મેરે વાલહા.ર૩ Page #112 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૧ રાજસુતા પરણી સહી હો રાજ, સાંભળી હર્ષિત ચિત્ત; મેરે૦ મુજ વિશ્વાસે મોકલી હો રાજ, તમને વધાવવા નિમિત્ત. મેરે વાલા. ૨૪ એમ કહેતી કુંવર ગલે હો રાજ, મોતીનો હવે હાર; મેરે) વનિતા વીતક સાંભળો હો રાજ, બળતી વિયોગી નાર. મેરે વાલા. રપા વિષ પીતાં મેં ઢોલીયું હો રાજ, કાપ્યો ફાંસો દેખ; મેરે૦ મેં વચને કરી ધીરવી હો રાજ, તવ એ લખિયા લેખ. મેરે કુંવર વાલા. // કહે કેમ આવડી હો રાજ, શંકા ચિત્તમાં આય; મેરે૦ થોડે દિન તેડી જશે હો રાજ, મિથ્યા વચન ન થાય. મેરે વાલા. ll૨શી વસ્ત્ર ભૂષણ તાંબૂલ દેઈ હો રાજ, દાસી મુદિતા કીધ; મેરે૦ રત્નજડી નિજ મુદ્રિકા હો રાજ, પટ્ટરાણી કર દીધ. મેરે વાલહા..૨૮ પ્રાણપ્રિયા તુજ સ્વામિની હો રાજ, ધરજે અંગુલી તાસ, મેરે વિસરજી સા એમ કહી હો રાજ, લેખ ધરે નિત્ય પાસ. મેરે વાલા. એરલા બીજે ખંડે પ્રેમની હો રાજ ઢાળ પ્રથમ કહી છેક; મેરે૦ વિર વચની સંસારમાં હો રાજ, ધર્મે પણ તસ ટેક. મેરે વાલા. ll૩ના વહાલા! નંદસુતા નાથને નમસ્કાર કરે છે. નમે છે. નયનો નીરથી ભરેલાં છે. મારા અવનીપતિને કરજોડી અરજ કરું છું. હે સ્વામિન્ ! આ લેખ લખતાં મારાં ચીર ભીંજાઈ રહ્યાં છે. જુઓ તો ખરા ! I૧ “હું તને પટ્ટરાણી પદ આપીશ.” આ પ્રમાણે કહીને, મારા પિયુડે જયારે મને રજા આપી હતી અને એનાં સાક્ષી એ વનનાં વૃક્ષો અને વ્યંતર દેવો છે. આ કોલ કરનાર બીજો કોઈ નહિ, પણ મારો કંત જ હતો. રા આ વાત તો વેગળી રહી પણ હમણાં તો કઈ દિશામાં વાયરો વાઈ રહ્યો છે? કે જે તમારું મુખ જોવા મળતું નથી. હા ! પણ ગંગાજળનાં નીરને જેણે એકવાર પીવું હોય તેને છિલ્લરનું જળ ન રૂચે. તેમ છે સ્વામિનું! ખરેખર, હું તમને છોડીને ક્યાંયે જવાની નથી. ૩l સવારે સૂર્ય પૂર્વદિશાને, સાંજે પશ્ચિમદિશાને સાચવે છે. તે તો જગતનો રાજા કહેવાય. એવો દિનમણી (સૂર્ય) બંને દિશારૂપી સ્ત્રીઓનાં મનને સાચવે છે, તે રીતે શું તમે મને ન સાચવી શકો? Ill કેતકી અને માલતીમાં મોહી રહેલો ભમરો, વનની અંદર ભમે છે, અને જાઈ, (જુઈ) ચમેલીમાં ફૂલની સુગંધને લેતો જાય છે //પા વળી પૂર્વની પ્રિયામાં પ્રેમરસ ભરાયો હશે. (કેતકીમાં રસ ભરાયો હશે) એવું યાદ કરીને ફરી ત્યાં આગળ આવે છે, ત્યાં દવ લાગતાં કેતકીના છોડને બળેલો જોઈને તેની રાખમાં ભમરો આળોટે છે. //૬ ત્યારે હંસલીના વિયોગે બળતો એવો હંસ તેને પૂછે છે, “તું શા માટે આ રીતે આળોટે છે?” ત્યારે ભમરો કહે છે “તેના (કેતકીના) વિરહથી મારું તન બળી રહ્યું છે. માટે તેની રાખમાં આળોટીને Page #113 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલકુમાર રાસ મારા દેહને ઠારું છું”. IIII ત્યારે હંસ કહે છે ડમરો-મરવો ઠંડક આપનારાં છે, ત્યારે ભમરો કહેવા લાગ્યો કે કેતકીનો પ્રેમ એવો લાગ્યો છે કે બીજાં એકેયનો પ્રેમ રૂચતો નથી. વિરહી (પ્રેમી)ની ગતિ વિરહી (પ્રેમી) જાણી શકે, મૂઢ ક્યાંથી જાણી શકે ? ઘંટા be એટલે હંસે કહ્યું કે “હું પણ પ્રેમીના વિયોગવાળો છું, તેથી તારી વેદનાને હું પણ જાણી શકું છું. હું તમને એમ પૂછું છું કે આ આખુ તારું શરીર શ્યામ (કાળું) પડી ગયું છે અને પૂંઠે પીળો કેમ છે ? ।।૯।। ભમરો બોલ્યો - હે હંસ ! આ પ્રેમનો ઘા મારા અંગે લાગ્યો છે. તેની ઉપર તાજી હળદર હમણાં ચોપડેલી છે. તેથી પીળો રંગ દેખાય છે. ૧૦ સ્વામિન્ ! તમે પણ મનુષ્યરૂપી ભમરા છો. નક્કી આ વાત દિલમાં ધરજો. જો એમ ન હોય તો રણમાં શૂરવી૨ એવા ક્ષત્રિયને કમલિનીનો ઘાત કેમ લાગે ? ।।૧૧।। “હે નાથ ! બીજી એક વાત કહું ? એક પોપટ વનમાં વસતો હતો. ત્યાં કોઈ સુંદરી ફરવા આવી. અને તેણે તે જોયો. સુંદર મજાનું પાંજરુ મંગાવ્યું. તેમાં દાડમની કળીઓ મૂકી. પોપટને પ્યારથી બોલાવી દાડમની કળીઓ બતાવી. ।।૧૨।। ભોળો બિચારો પોપટ પિંજરમાં જઈને પડ્યો. તમારો પણ એવો જ ઘાટ છે. અને સ્નેહઘેલી પોપટની પ્રિયા (મેના) રડતી રડતી રાહ જુએ છે કે સ્વામી ક્યારે આવે ? ક્યારે આવે ? ક્યારે ભેટું ? ।।૧૩। પવનચંડ ઉપાધ્યાયને ત્યાં મારો પ્રાણનાથ હતો. ત્યાં સુધી તો સુંદર દૃષ્ટિ મેળાપ પણ થતો અને હમણાં તો વિરહની વ્યથાથી વ્યાકુળ છું. પણ ઉત્તમ-કુળવાન એવા તમે આપેલાં વચનોના વિશ્વાસે ધીરજ ધરી રહી છું. તમારા નામનો જાપ કરું છું. I॥૧૪॥ હે પ્રાણનાથ ! એક વચનના મિષે કરીને વિભીષણને રામે લંકાપતિ બનાવ્યો હતો. તેમ તમે પણ આપેલ વચનને આ લેખ વાંચીને યાદ કરજો. અને જલ્દીથી ઉત્તર આપજો. વિભીષણે કહ્યું કે “મને કંઈ કામ બતાવો.’’ ત્યારે રામે કહ્યું કે “આ લંકાનું રાજય તારે સંભાળવાનું છે.” હજુ તો યુદ્ધની શરૂઆત પણ નથી થઈ છતાં રામને ખાત્રી છે કે યુદ્ધમાં વિજય થવાનો છે અને જ્યારે યુદ્ધ થયું ને લંકામાં આવ્યા ત્યારે વિભીષણે રામને કહ્યું કે ‘આ સિંહાસન ઉપર બેસોને, આપનો રાજ્યાભિષેક કરીએ, ત્યારે રામ બોલ્યાં કે “રાય તો મેં તને પહેલાં જ આપી દીધું છે તે વાત ભુલાઈ ગઈ ?” આ રીતે વચનછલથી વિભીષણનો રાજ્યાભિષેક કર્યો. ॥૧૫॥ પણ હમણાં તો તમે કઈ પરિસ્થિતિમાં છો, તે કહું ? આ દૃષ્ટાંતથી સમજી લેજો. જેથી ખબર પડશે. એક મનુષ્યને બે પત્ની હતી. બંનેએ પતિવ્રત કર્યું. નાની સ્ત્રી વ્યભિચારી હતી. તેણે વિચાર્યું કે આણે પતિવ્રત કર્યું છે. તેથી પતિ તેને વશ થઈ જશે અને હંમેશ માટે હું સમાગમ મેળવી નહિ શકું. તેણીએ અન્ય પુરુષ સાથે સંબંધ બાંધ્યો અને મોટી શોક્ય સાથે ઝઘડવા લાગી. એકવાર કોઈ યોગી આવ્યો. તેને લઘુસ્ત્રી જણાવે છે કે “મારો પતિ મને વશ નથી અને શોક્ય ઝઘડે છે.” યોગીએ ચૂર્ણ આપ્યું. “આ ખવડાવજે. જેથી તે બળદિયો થઈ જશે.” લઘુ સ્ત્રી ખુશ થઈ ગઈ. યોગીએ આપેલું ચૂર્ણ ખવડાવી દીધું. પતિ બળદિયો થઈ ગયો. મોટી શોક્યને કહેવા લાગી કે “પતિના બહુ વ્હાલ કરતી હતી ને ? ભોગવ હવે ! મોટી સ્ત્રી બહુ સમજુ હતી અને સાથે વિવેકી પણ હતી. તે સમજે છે કે ભલે હમણાં આ બળદ થયો. પરંતુ છે તો મારો પતિને ! તે ચારો ચરાવવા લઈ જાય છે. સારી રીતે પતિબળદની માવજત કરે છે. ।।૧૬।। Page #114 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨૪: ઢાળ - ૧ toe હવે એક વાર વિદ્યાધર યુગલ ફરવા નીકળ્યાં. જે વનભૂમિમાં આ સ્ત્રી બળદપતિને ચરાવી રહી હતી, ત્યાં બંને જણાં આવ્યાં. વિદ્યાધરી વિદ્યાધરને પૂછે છે. “આ સ્ત્રી કેટલા પ્રેમથી બળદની સંભાળ રાખે છે ?” ત્યારે વિદ્યાધરે કહ્યું કે “એની શોધ્યે જ પતિને બળદ બનાવ્યો છે. હકીકતમાં તે તેનો પતિ છે.” ત્યારે વિદ્યાધરીએ પૂછ્યું. શું એ ફરી મનુષ્ય ન બની શકે ? શોક્યનો પણ તે પતિ જ હતો ને ? પોતાના પતિને બળદ બનાવતાં જરાયે દયા ન આવી ? વિદ્યાધર બોલ્યો - બળદ પાછો મનુષ્ય બની શકે. બળદની પત્નીના કાન ચમક્યા. ત્યારે વિદ્યાધર બોલ્યો. આ સ્ત્રી જે વૃક્ષ નીચે ઊભી છે. તે જ ભૂમિમાં તેની આસપાસ સંજીવની બુટ્ટી છે. એ સંજીવની બુટ્ટીનો ચારો બળદને ચરાવે તો વળી પાછો મનુષ્ય થઈ શકે. ।।૧૭।। મોટી પત્ની જે બળદપતિને ચારો ચરાવવા લઈ આવી હતી તે પત્નીએ આ યુગલ વિદ્યાધરનો વાર્તાલાપ સાંભળ્યો. અને પતિની ઉપરના અત્યંત સ્નેહથી તે (જ્યાં ઊભી હતી તે જગ્યાને તેની આસપાસ ભૂમિ) ભૂમિનો સઘળોયે ચારો ચરાવવાનો વિચાર કર્યો. કેમ ! કે પોતે સંજીવની બુટ્ટીના છોડવાને ઓળખતી ન હતી. બધો ચારો ચરાવતાં બળદ એ મનુષ્ય બની ગયો ।।૧૮।। આ લેખની અંદર “ચારિસંજીવની ન્યાય.”ની કહેવત યુક્તિપૂર્વક જણાવી. પંડિત હશે તે અવશ્ય જાણી લેશે. (હમણાં તો તમે કમલસેનાને વશ, બળદિયા જેવા થયેલા છો. પણ પંડિત છો તેથી વધારે કહેવું નહિ પડે !!).નહીંતર પછી “નારી ધાન્યને દેખાડે છે અને મૂર્ખ તોલડરાગ કહે છે.” તેના જેવું થશે. એટલે કે “એક જગ્યાએ ડાયરો મોટો ભરાયો હતો. જેમાં એકબીજા પ્રહેલિકા, સાખી, પ્રશ્નોત્તરી • વગેરે કરે છે. તેમાં વળી એક જણે શાયરી ગાઈને પૂછ્યું કે “આ રાગ કયો હતો ? તેની સ્ત્રીએ જોયું કે મારો પતિ જવાબ આપી શકતો નથી. તેથી તોલડામાં ધાન્ય ભરીને બતાવું. જેથી સંકેતથી “આ ધન્યાશ્રી રાગ છે.” તેવું મારા સ્વામીને યાદ આવશે. એવું વિચારીને તે સ્ત્રી તોલડમાં ધાન્ય ભરીને ઊભી રહી અને ઇશારો કરે છે. ત્યારે તેનો પતિ કહે છે. “તોલડા રાગ, તોલડા રાગ.” તોલડાને જોવાથી આવો રાગ છે, તેવું બોલ્યો. હકીકતમાં તોલડ નામનો કોઈ રાગ છે નહિ, પણ તે મૂર્ખને તેવી ખબર નહિ. અહીં આ રીતે લેખમાં લખીને મદનમંજરી કહી રહી છે કે તમે પણ આવું ઊંધું ન સમજતા અને સ્નેહ છોડી ન દેતા. ।।૧૯।। હે સ્વામી ! નજરથી ભલે દૂર છો, પણ મારા હૃદયપટની અંદર આરામ કરી રહ્યા છો. મારા હૃદયથી દૂર ખસશો, તો માનીશ કે નક્કી કંઈક કૌતુક થયું. નક્કી કંઈક ગરબડ થઈ. II૨૦ઞા હે સાહેબ ! આ દાસીને પત્રનો જવાબ જલ્દીથી આપશો અને તમે સદા સુખી રહેજો.” આ પત્ર વાંચી કુંવર સખીને પૂછવા લાગ્યો કે આ લખનારી કોણ છે ? ।।૨૧। ત્યારે વૃદ્ધ સખી બોલી ! હે રાજન્ ! સાંભળો ! સતી જેવી શેઠની પુત્રી કે જેને તમે તેના ગૃહઉદ્યાનની અંદર વચન-અમૃતરસના સ્નેહથી સિંચન કર્યું હતું. I॥૨૨॥ રાતદિવસ તમારા ઉપર સ્નેહને ધારણ કરતી મદનમંજરીએ આ પત્ર લખ્યો છે. તમે તો હાથીનું દમન કરી, રાજાને ખુશ કર્યા અને ચો૨નો ઘાત કરીને નગરજનોને સુખી કર્યા. ॥૨॥ અને વળી રાજકન્યાને પરણ્યા. એવા તમારા ગુણોને સાંભળીને (તેણી) ચિત્તની અંદર ઘણી આનંદિત થઈ અને તમારી ઉપર વિશ્વાસ રાખતી એવી મારી સખીએ મને અહીંયાં તમને વધાવવા માટે ‘મોકલી છે. ।।૨૪। Page #115 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ આ પ્રમાણે કહી, સુંદર એવો મોતીનો હાર કુંવરના ગળામાં આરોપણ કર્યો. અહા ! શું આટલો બધો સ્નેહ મારી ઉપર ધરાવે છે ? હું દૂર છતાં રાત-દિવસ મારું જ રટણ કરે છે ? કુમાર આશ્ચર્ય પામતાં બોલ્યો. I॥૨૫॥ અરે કુંવરજી ! શું વાત કરું ? તમારા વિરહથી વ્યાકુળ થયેલી તે વિષ ઘોળીને પીવા બેઠી. મને ખબર પડતાં મેં તે ઢોળી નાખ્યું. વળી એકવાર ફાંસો ખાવા તૈયા૨ થઈ. ત્યારે પણ મેં ફાંસો કાપી નાંખ્યો. મેં ખૂબ સમજાવી. સાથે ધી૨જ પણ ઘણી આપી, કે જીવતી હોઇશ તો જરૂર તારો પ્રાણનાથ તને મળશે. તમારી આશામાં આશામાં તે જીવી રહી છે. અને ઘણા દિવસે તમને જોઈ, આ લેખ લખ્યો છે. ।૨૬।। ૮૦ કુમારનો જવાબ ઃ- કુંવર કહેવા લાગ્યો - કે “શું પ્રાણવલ્લભાની આટલી બધી અધીરાઈ ! આટલી બધી શંકા ચિત્તમાં આવી ?” એ મારી પ્રિયાને કહેજો કે “થોડા દિવસમાં તમને તેડી જઈશું. અને કહેલું વચન કદી મિથ્યા નહીં થાય.” ।।૨૭।। આ પ્રમાણે કહીને કુંવરે વસ્ર-આભૂષણ-તંબોલ આદિ આપવા વડે કરીને દાસીને સત્કારી અને આનંદિત કરીને કહ્યું. આ મારી રત્નજડિત મુદ્રિકા લે અને એ મારી પટ્ટરાણીને આપજે. ।।૨૮।। “મારી પ્રાણપ્રિયા અને તારી સ્વામિનીની આંગળીની અંદર આ મુદ્રિકા (વીંટી)ને પહેરાવજે.” આ પ્રમાણે કહીને દાસીને વિદાય કરી અને આપેલો પ્રેમપત્ર કુંવર પોતાની પાસે હંમેશને માટે રાખે છે. ।૨૯।। બીજા ખંડની અંદર સુંદર એવા પ્રેમને જણાવતી પ્રથમ ઢાળ કહી. વીરનાં વચનને જેણે ગ્રહણ કર્યાં છે તે સંસારમાં રહેવા છતાં પણ ધર્મના નિયમમાં દૃઢ ટેકવાળા હોય છે. કુંવર દૂર છતાં મદનમંજરી પ્રેમથી તેને વળગી રહી છે. તેવી રીતે સંસારમાં રહેલા જીવો પણ ધર્મની અંદર દૃઢ ટેકવાળા હોય છે. II૩૦ના દ્વિતીય ખંડની ઢાળ : ૧ સમાપ્ત -: Elei : સખી વિસર્જી તેણે સમે, બેઠા રાજકુમાર; કર જોડીને એમ કહે, આવી નમી પ્રતિહાર. ॥૧॥ સ્વામી શંખપુરી થકી, કરભી સ્થિત નર દોય; આવી ખડા તુમ દેખવા, શ્યો તસ હુકમ જ હોય. ॥૨॥ દેઇ હુકમને તેડિયા, આવ્યા જામ હજુર; તામ કુમારે ઓળખ્યા, દેખી આણંદપુર. ॥૩॥ સુવેગ વાયુવેગ એ, પિતૃવલ્લભ તસનામ; હર્ષિત કુમરને દેખીને કરતા દોય પ્રણામ. ॥૪॥ ઉઠી કુમરેં આલિંગિયા, બેસાર્યા નિજ પાસ; સ્નેહે માતપિતા તણા, પૂછે કુશળ વિલાસ. ॥૫॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૨ મદનમંજરીની સખીનું બહુમાન કરીને, વળી લેખ (પત્ર)ના જવાબમાં મુદ્રિકા (વીંટી) આપીને રવાના કરી. મદનમંજરીએ મોકલેલ લેખને પોતાની પાસે સંભાળીને રાખતો રાજકુમાર અગડદત્ત જમી કરી પરવારીને પોતાના આવાસમાં નિરાંતે આરામ કરતો બેઠો હતો. તે સમયે ત્યાં એક પ્રતિહારીએ આવી નમન કરીને આ પ્રમાણે કહ્યું. ॥૧॥ ૮૧ શંખપુરીથી સંદેશ ઃ- સ્વામી ! શંખપુરીથી ઊંટડી ઉપર બે ઉત્તમ માણસો આવ્યા છે, અને તે સજ્જનો આપનાં દર્શન ક૨વાને ઇચ્છે છે, તો તેઓને માટે આપનો હુકમ શો છે ? ||૨|| શંખપુરીનું નામ સાંભળતાં કુમાર એકદમ ચમક્યો. દીર્ઘ સમયે (લાંબા સમયે) પોતાનું વતન યાદ આવ્યું. પ્રતિહારીને આજ્ઞા કરી કે “જાવો, જલ્દી તેઓને તેડી લાવો.” જ્યારે તે બંને પુરુષો અંદર આવી કુમારની સન્મુખ ઊભા રહ્યા, ત્યારે તેઓને જોતાં જ કુંવરે ઓળખી લીધા. અને જોતાં જ પોતે આનંદિત 44ì. 11311 ઓહ ! આ તો સુવેગ અને વાયુવેગ ! પિતાજીના પ્રિય પ્રધાનો છે. તેઓ બંનેએ પણ રાજકુમારને ઓળખી લીધા. આનંદ થયો. બંને જણાએ કુમારને પ્રણામ કર્યા. કુંવરે પણ બંનેના પ્રણામનો સ્વીકાર કર્યો. II૪II કુંવર પણ ત્વરિત ઊઠ્યો. બંનેને આલિંગન કર્યું અને પોતાની પાસે બેસાડ્યા. સ્નેહવશે માતાપિતાનાં સમાચાર પૂછવા લાગ્યા. “મારાં પૂજ્ય માતાજી-પિતાજી સર્વ કુશળ છે ને ? તેમની કુશળતાના સમાચાર વિસ્તારથી જણાવો.” ।।૫।। ઢાળ બીજી (સાહેલાની - એ દેશી) સાહેલા હૈ, કુંવરને મધુરે બોલ, સુવેગ કહે વલતું તદા; હો લાલ સાહેલા છે, માતપિતા તુમ દોય, વરતે છે કુશલી સદા. હો લાલ IIII સા. તુમ વિરહાનલ દાહ, દેહ દહે દિન નિર્ગમે; હો લાલ સા. નયન રૂદન ઘર ની૨, તાપ હૃદયનો નવિ શમે. હો લાલ ॥૨॥ સા. પુત્રવિયોગ ત્રિકાળ, કાળ દશા ઇચ્છે ઘણી; હો લાલ સા. ગંગાવાસી લોક, જીવે તસ વયણાં સુણી. હો લાલ III સા. ગજવશી ચોરનો ઘાત, રાજસુતા વરી સાંભલી; હો લાલ સા. અમને મોકલ્યા આંહી, આજ વાત તે સવિ મલી. હો લાલ II૪॥ સા. સુવેગ મુખ સુણી વાત, નૃપસુત નયણે જલસિ૨ા; હો લાલ; સા. બોલે દુ:ખિત દેહ, પ્રસ્વેદ મેંદુરિયા ગિરા. હો લાલ IIII સા. ષિટ્ ધિશ્ મુજ અવતાર, અવિનીત દુર્જનથી સરે; હો લાલ સા. હું થયો શત્રુ સમાન, માતપિતા સુતઘી ધરે. હો લાલ IIદા Page #117 -------------------------------------------------------------------------- ________________ ધમિલકુમાર રાસ સા. બાવલને કરકંધુ વાવી જેહ ઉશ્કેરવી; હો લાલ સા. પીડાકારક તાસ, હવે કંટક ખેરવી. હો લાલ //શા. સ્વ. કુલપતિ કુર્ચ સમાન, વિષધર સરિખો હું થયો, હો લાલ સા. ચંદન સરિખા પુત્ર, ઘસે સુગંધે ફૂલ જયો. હો લાલ ll સા. માતને ક્લેશ ને હેત, જનમથી વાત સકલ થઈ, હો લાલ સા. ધાતે કયું શું કામ, પુત્રાભિધાન મુધામયી. હો લાલ ll સા. જનમથી વસતાં ગેહ, માતપિતા શોકે ભરૂયાં; હો લાલ સા. દેશાંતર રહ્યો તોહી, દુરાતમાએ દુઃખી કર્યાં. હો લાલ I૧વા. સા. એક અચંભો કેમ, અવિનિત હું સુખશ્રી વર્યો; હો લાલ સા. નહીં કૌતુક મા બાપ, સમરે મુજ તેણે સુખી કર્યો. હો લાલ II૧૧ સા. માછલી સમરણ જાત, મીનયુગલ જન જીવતાં; હો લાલ સા. ભુજંગી આલિંગિત બાલ, કુર્મી તથા અવલોકતાં. હો લાલ /૧રી સા. કહે સુવેગકુમાર; ખેદકરો નહિ અતિ ઘણો; હો લાલ સા. દુઃખદાયક નહી પુત્ર, જનકને દુઃખ અવગુણ તણો. હો લાલ /૧all સા. પિંડથી અધિકો દામ, દામ થકી વહાલી પ્રિયા; હો લાલ સા. તેહથી અધિક પુત્ર, પૂઠે અધિક ધરમ ક્રિયા. હો લાલ ૧૪ો. સા. તાતે દિયો પરદેશ, જેવા તુજ પુણ્ય તારણે; હો લાલ સા. ભાગ્ય ઉદય સુવિનીત, ગુણશ્રેણી લહી બારણે. હો લાલ ૧પો. સા. પ્રગટ્યો નૃપને પ્રમોદ, હૃદયાનંદના નંદને; હો લાલ સા. ન લહે કોણ આણંદ, પામી સુગંધિ ચંદને. હો લાલ //૧૬ll. સા વસ્ત્ર મલિન તજે લોક, રજકઘરે તડકે તપે; હો લાલ સા. ઉજજવલ નિર્મલ તેહ, દેવસેવાવસરે ખપે. હો લાલ /૧ સા. તુમ દર્શન શીત વાત, તાત હૃદયજવર વારણું; હો લાલ સા. દેખી તુમ મુખચંદ, નયન સુધારસ પારણું. હો લાલ ૧૮. સા. મલવા બહુ ઉતકંઠ, રહિયત શંખપુરી તણી; હો લાલ સા. ક્ષણ વરસાં સો થાય, વિનતિ શી કહિયે ઘણી. હો લાલ ૧૯ાા. સા. પિતૃમિલન ઉચ્છરંગ, એમ નિસુણીને કુંવર ધરે; હો લાલ; સા. દેશ ગામ લખ તાસ, નામાં લેખાં તસ કરે. હો લાલ રત્ન Page #118 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૨ સા. બહુ અધિકારી કીધ, એક પટાવત ઉપરે; હો લાલ સા. તેડાવી વિઝાય; વિનયે નમી કહે એણી પરે. હો લાલ ૨૧. સા. શી આશા ગુરાય, તાતે મુજ તેડાવીયો; હો લાલ સા. ટાલણ પિતૃવિયોગ, કહે ગુરુ હુકમ જ આપીયો. હો લાલ રરા સા. કામ અરથ દોય વર્ગ, સાધ્યા પણ ન સુહાવીયે; હો લાલ સા. ધર્મ વર્ગ જયકાર, તેણે તે સાધી સધાવીયે. હો લાલ ૨૩. સા. ગુરુવચને જિનચૈત્ય; આઠ દિવસ પૂજા રચે; હો લાલ સા. ઓચ્છવ નાટકશાલ, ગુણીજન જોવા સહુ મચે. હો લાલ ૨૪ો. સા. સાતમીવચ્છલ નિજગેહ, બસપાક ભોજન ધરી; હો લાલ સા. શ્રીમંત ગુણી નરનાર, પહેરામણી વચ્ચે કરી. હો લાલ રપા. સા. મદનમંજરીને દીધ, કંચુઓ કસબી સોહામણો; હો લાલ સા. દેતાં દિલભર કિધ, મુહૂરત દિન જાવા તણો. હો લાલ ર૬ll. સા. બીજે ખંડે એહ, બીજી ઢાલ સોહામણી; હો લાલ સા. વીરવચન રસ દેત; ખાસ સખીને વધામણી. હો લાલ રણા. માત-પિતાના સમાચાર - કુમારના મીઠા બોલ સાંભળીને સુવેગ પણ વળતો જવાબ આપે છે. કુંવર ! તમારાં માતા-પિતા બંને કુશળ છે. ll૧il પણ પણ...કુમાર ! તમારા વિરહાગ્નિથી દાઝેલા દેહને બાળી રહ્યા છે. દુ:ખે દિવસો નિર્ગમન કરે છે. નયનમાંથી ઝરતાં આંસુની વર્ષાથી પણ તેમના હૃદયનો તાપ શાંત થતો નથી. કેરાઈ ત્રણે કાળ (સવાર, બપોર, સાંજ) પુત્રનો વિયોગ યાદ કરીને મૃત્યુને ઇચ્છે છે. પણ ગંગાવાસી | (કાશી નગરથી આવતાં) લોકો પાસેથી તમારી કીર્તિ સાંભળીને, “પુત્ર આજે આવશે, કાલે આવશે.” એવી આશાથી જીવન વ્યતીત કરી રહ્યા છે. all તમે હાથીને વશ કર્યો. ચોરનો ઘાત કર્યો. રાજકુંવરીને પરણ્યા છો. અને સ્વર્ગના દેવની જેમ સુખમાં સમય પસાર કરી રહ્યા છો. તે સર્વ સમાચાર સાંભળીને તમારાં માતા-પિતા ઘણા ખુશી થયાં છે અને તમે અહીયાં છો તેવું જાણીને મહારાજે અમને આપની પાસે મોકલ્યા છે. અમે પણ જે કંઈ સાંભળ્યું હતું તે આજે નગરમાં નજરે જોઈને વિશેષે પ્રસન્ન થયા છીએ.” II૪ll - સુવેગના મુખથી આ પ્રમાણેની વાત સાંભળીને, સ્વદેશ તરફની લાગણી અને માતાપિતાની ભક્તિ કુંવરના હૃદયમાં ઊભરાઈ આવી. આંખમાંથી અશ્રુધારા વહી. માતપિતા યાદ આવવાથી દુઃખી થયો. શરીરે પસીનો થયો છે તેવો કુંવર ગદ્ગદ્ વાણીથી બોલ્યો. પી. “ધિક્કાર છે મારા અવતારને ! અવિનીત અને દુરાચારી એવો હું માત-પિતાને શત્રુ સરીખો થયો. તેઓ તો હમણાં પણ પુત્રની લાગણીથી જ જુએ છે. llll Page #119 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ “બાવળિયા અને બોરડી વાવીને જે તેને મોટાં કરે છે અને તેના કાંટા તેને જ પીડા કરનારા થાય છે. તેમ કાંટાની જેવો હું પણ થયો.” ।।૭।ા કુળ પ્રત્યે મશીના કૂચડા સરખો તેમજ સર્પ જેવો હું થયો છું. (સર્પને દૂધ પીવડાવી ઉછે૨વામાં આવે તો પણ ઝેર જ ઓકે છે તેમ) જગતની અંદર ચંદન સરખા પુત્ર જે હોય તે ઘસાતાં સુગંધ આપે છે. ફૂલ પોતે કમાઇ જઈને સુગંધ આપે છે. અર્થાત્ પુત્ર મોટા થઈ માતપિતાની કીર્તિ વધારે છે. ૫૮ ૮૪ બાળકનો જન્મ એ માતાને પીડાકારક હોય છે. (પ્રસૂતિની પીડા હોય છે) તો વિધાતાએ શા માટે “પુત્ર” એ પ્રમાણેનું નામ ફોગટનું કર્યું હશે ? ।।૯। હું જન્મથી ઘરે હતો. ત્યારે પણ માતપિતાનાં દુઃખનું કારણ બન્યો. હમણાં દેશાંતરમાં રહ્યો છું. તો પણ આ દુરાત્માએ તેમને દુઃખી કર્યા ? ।।૧૦। હંમેશાં મને એક જ આશ્ચર્ય હતું કે અવિનીત છતાં હું સુખ અને સમૃદ્ધિને પામ્યો છું ! પણ ના, આજે મને સમજાયું છે કે તે મારાં માતાપિતા મને યાદ કરે છે. અને અંતરના આશીર્વાદ આપ્યા જ કરે છે. દુભાયેલાં માતા-પિતા સંતાનના હિતને જુએ છે. તેમના આશીર્વાદથી હું સુખી છું. I॥૧૧॥ આમાં કૌતુક કંઈ નથી. માછલીનાં સ્મરણથી મીનયુગલ જીવે છે ને ! સર્પિણી તેના બચ્ચાને આલિંગન કરીને અને કાચબી તેનાં બચ્ચાંની સામે દૃષ્ટિ રાખીને, તેના બચ્ચાને જીવન આપે છે. તો તેમ તેમની કૃપામાત્રથી હું સુખી છું. આ પ્રમાણે પશ્ચાતાપ કરતાં દુ:ખથી હ્રદયનો ઊભરો ઠાલવ્યો. ।૧૨।। ન કુમારની મનોવ્યથા :- ત્યારે સુવેગ કહેવા લાગ્યો કે “કુમાર ! ઘણો ખેદ ન કરો. માતાપિતાને કોઈ પુત્ર દુઃખદાયક ન હોય પણ એનામાં જે દોષ રહેલો છે તે દુઃખકારક છે. ૧૩। કહ્યું છે કે “જગતમાં પોતાના શરીરથી અધિક લક્ષ્મી, તેથી અધિક પ્રિયા, તેથી વધારે વ્હાલો પુત્ર હોય છે અને તેથી ય વિશેષ છેલ્લે સમયે તો ધર્મક્રિયા વહાલી હોય છે.” એવો સામાન્ય નિયમ છે. ।।૧૪। પિતાએ તમને દેશવટો આપ્યો. તે તો તમારા પુન્યની કસોટી કરવા માટે આપ્યો. ખરેખર ! જે થયું તે સારા માટે થયું છે. અહીં આવતાં તમારો ભાગ્યોદય થયો અને હે સુવિનીત ! આ પરદેશની અંદર તમે કેટલા ગુણોની શ્રેણી મેળવી છે એ તો જુઓ. ।૧૫।। અરે ! તમારા ગુણો સાંભળીને રાજાને પ્રમોદ (આનંદ) પ્રગટ્યો છે. આનંદ આનંદ થઈ ગયો છે. તમે પણ આનંદિત થાવ. સુગંધી ચંદન પામીને કોને આનંદ ન થાય ? અર્થાત્ બધાને આનંદ થાય. ॥૧૬॥ જગતમાં પણ લોકો મેલાં વસ્ત્રોને છોડી દે છે ને ! યારે તે ધોબીનાં ઘરે ફૂટાઇને, (ધોકાઇને) ધોવાઈને તડકે તપે છે, ત્યારે કેવાં ઉજજવલ થાય છે અને એવાં નિર્મલવસ્ત્રો પ્રભુપૂજાના અવસરે પણ કામ આવે છે ને ? ।।૧૭।ા કુમાર ! તમે ચાલો. માતાપિતા પાસે આવશો તો તમારા દર્શનરૂપી મંદમંદ વાયુની શીતલ લહેરથી (શીતલ વાયુથી) પિતાના હૃદયનો તાપ દૂર થશે. તમારા મુખચંદ્રને તે જોશે, તેમનાં નયનો અમૃતરસથી પારણું ક૨શે. અર્થાત્ તમારું મુખદર્શન કરવાને માતાપિતા અતિ ઉત્કંઠિત છે. ।।૧૮।। શંખપુરીનાં લોકો પણ તમને જોવાને આતુર થયાં છે. ગાંડાધેલાં થયાં છે. એક ક્ષણ પણ જાણે સો વરસ જેવી થઈ છે. હવે તમને અધિક શું વિનંતિ કરીએ ? હવે જલદી પધારો. ।।૧૯। આ પ્રમાણે વતનની સ્થિતિ સાંભળીને કુંવરનું હૃદય પિતાને મળવાને માટે આતુર થયું. દેશ અને ગામની યોગ્ય વ્યવસ્થા કરીને, તેના અધિકારીઓ વગેરેની નિમણૂંક કરી. તેનાં લેખિત નામો વગે૨ે તૈયાર કર્યા. ૨૦ Page #120 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૩ ૮૫ ગામનું બરાબર સંચાલન કરે એવા યોગ્ય અધિકારીઓ નીમ્યા. ઘણા અધિકારીઓ ઉપર એક મુખ્ય મુખીની નિમણૂંક કરી. આ સર્વ વ્યવસ્થા પતાવી પછી પવનચંડ ઉપાધ્યાયને તેડાવ્યા. વિનયથી નમીને પોતાના સ્વદેશગમનની વાત કહી જણાવી. //ર ૧ પૂ. ગુરુદેવ ! મને પિતાજીએ તેડાવ્યો છે. આપની આજ્ઞા શું છે ? ત્યારે ગુરુજીએ તરત જ આજ્ઞા આપી કે, “પિતાજીનો પુત્રવિયોગ દૂર કરવા માટે તમારે જવું જરૂરી છે. ll૨૨l વત્સ! કામ-અર્થ બંને પરિપૂર્ણ સાધ્યા, પણ ધર્મ સાધ્યા વિના તે શોભતા નથી. ધર્મથી જ પુરુષનો જયકાર થાય છે. માટે હે વત્સ ! તું ધર્મને સાધજે. અને પ્રજાને પણ ધર્મ સધાવજે.” ૨૩l ગુરુનાં વચનો સાંભળીને, કુમારે જિનાલયમાં આઠ દિનપર્યત અઠ્ઠા મહોત્સવ કરાવ્યો. જિનચૈત્યને વિશે જિનપૂજા-આંગી અનેકવિધ ધર્મસાધના કરી. નગરના ચાર રસ્તે વગેરે સ્થળોએ જુદા જુદા ઉત્સાહ સાથે નાટક વગેરે થવા લાગ્યા. તે જોવાને નગરજનો એકઠાં થયાં...// ૨૪ll કુંવરે પોતાના ઘરઆંગણે સ્વામીવત્સલ અને પ્રભાવના કરી. છએ રસના પાક તૈયાર કરીને, ભોજનમાં પીરસ્યાં. ધનિક, ગુણવાન તેમજ યોગ્ય જનોને વસ્ત્રની પહેરામણી આપીને સૌને સત્કાર્યા. રપા પ્રાણપ્યારી મદનમંજરીને સુંદર હીરારત્નજડિત કસબી કંચૂઓ, હૈયાનાં હેત સાથે આપ્યો. તે જ વખતે જવાનું મુહૂર્ત પણ જણાવી તૈયાર થવાનું સૂચન કર્યું. ૨૬ll બીજા ખંડને વિશે સોહામણી એવી બીજી ઢાળ શ્રી વીરવિજયજી મહારાજ સાહેબે કહી. કુંવરના રસભર વચન સાંભળીને મદનમંજરી સખીઓને વધામણી આપવા લાગી. /૨૭થી. | દ્વિતીય ખંડની ઢાળ : ૨ સમાપ્ત -- દોહા :પવનચંડ પ્રિયા સતી, રત્નાવતી તસ નામ; કુંવર ઘરે ગુરુને જઈ; બોલે કરીય પ્રણામ. ૧ી. માત તમે સુલસા સમા, દીયો આશીષ સનેહ; તાતનું તેડું આવીયું, જઈશું હવે નિજગેહ. મેરા સા કહે વત્સ વિજોગનાં, મેં એ દુઃખ ન ખમાય; ત્રિવિધ વીર સુલસા સતી, તેણે એ દુઃખ સહાય. all કુંવર કહે નર ઉત્તમે; સાસરીએ ન રહાય; માતા પિતા સજ્જન પ્રમુખ, એણી વાતે લજવાય. ૪ ગુણી કહે કુશલા રહો, છો મુજ ચિત્ત મઝાર; કુંવર દીએ દશ ગામ તસ; લીએ આશીષ અપાર. //પા. ગુરુમાતાના આશીર્વાદ - - હવે કુંવર પોતાનાં સઘળાં કાર્ય પૂર્ણ થયા પછી પવનચંડ ગુરુદેવની પ્રાણપ્રિયા કે જેનું સતી રત્નાવતી નામ છે તેમને ઘેર ગયો. ત્યાં જઈને ગુરુમાતા રત્નપતીને પ્રણામ કર્યા. ૧ll માતા ! તમે તો માતા Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૬ બસ્મિલકુમાર રાસ સુલસા સરખાં જ છો. મારે તાતનું તેડું આવ્યું છે. એટલે હવે હું મારા ઘેર જઈશ. તો તમે શુભ આશિષ મને આપો.” ||રા “વત્સ ! શું તું હવે સ્વદેશ સિધાવીશ?પણ એ તારા વિયોગનું દુઃખ અમારાથી કેમ સહેવાશે ? એ સુલતાસતી તો ધન્ય છે કે જેણી ત્રણે રીતે વીરતાને પામેલી છે. તારા જેવા વીરપુત્રની તે માતા છે. તેથી તે તારા વિયોગનાં દુઃખને સહન કરી શકે. પણ હું?” આ રીતે રત્નવતી દુઃખી દિલે કહેવા લાગી. આવા “માતા ! ઉત્તમ પુરુષો સાસરિયે ન શોભે ! માતાપિતાની સ્વજન - કુટુંબ પ્રમુખની પણ શોભા ન વધે. માટે આપ અનુજ્ઞા આપો. આશીર્વાદ આપો.” li૪ો ગુરુમાતા બોલ્યાં કે “બેટા ! કુશળ રહેજો . દૂર છતાં તમે અમારા હૃદયમાં નિરંતર વસેલાં છો. હંમેશાં તારું કલ્યાણ થાવો.” આ રીતે કુંવરને શુભ આશિષ આપી. કુંવરે તે જ વખતે તેઓને દશ ગામ ભેટ-અર્પણ કર્યા. પા. ઢાળ - ત્રીજી (ચિત્રોડા રાજાની...એ દેશી) ગતિ લલિત વિલાસે રે, અવનીપતિ પાસે રે, કુંવર પ્રકાશે, આવી એણી પરે રે; આવ્યું તાતનું આણું રે, ઘરનાં દેઅ ટાણું રે, મુજ મન ઊજાણું, માત મિલણભણી રે. /૧ અમને બોલાવો રે, હવે વાર ન લાવો રે, શંખપુરી જાવો, પંથ દૂર ઘણો રે; મનચિંતે રાજા રે, નિત્ય કોડી દિવાજા રે, કંવર દિન ઝાઝા, રહ્યા પણ ઘડી સમા રે. મેરા પુત્રી જે જાઈ રે, તે અંતે પરાઈ રે, એહથી શી વડાઈ, ઘરવસ્તી તણી રે; બદામનું નાણું રે, ઘેંશ છાશનું ખાણું રે, કાંસાકુટ ભાણું, લહી ધન મંદ કરે રે. all તમરાનું ગાણું રે, છાલીનું દુઝાણું રે, પરઘરનું ઘરાણું, પહેરી સુખ ગણે રે; ત્રિપંડીનું ટાણું રે, ચણોઠીનું ઘરાણું રે, બોરકૂટ અથાણું, ભોજનમાં નહીં રે. ૪l વાદળની છાયા રે, કપટી નર માયા રે, તૃષ્ણા જલધાયા, જલ નવિ પામતા રે; પરદેશીની પ્રીતિ રે, બલી ભૂમિએ ખેતી ૨, પરોણે ઘરવસ્તી કેતી માનીયે રે. //પા એમ ચિતી રાય રે, અંતે ઉર જાય રે, પુત્રીની માયશું વાત સવે કરી રે; ઊઠે કુંવર રજાઈ રે, નૃપ કરત સજાઈ રે, રથ ઘોડા નવાઇ, આસન બેંસણાં રે. //દી દીયે ભુષણ વાસ રે, ઘણાં દાસી દાસ રે, દેઈ કુંવરને પાસ રહી એ વિનવે રે; પુત્રી ઉછરંગે રે, ઉછરી ઉછરંગે રે, ગુણવંતને સંગે, તુમ ખોલે ઠવી રે. llણા દેશો ન વિસારી રે, નવિ પરણો નારી રે, પણ એ દિલધારી, કદીય નંદુહવો રે; સુણી કુંવર સજેલા રે, થઈ ભોજનવેળા રે, સવિ સાજન ભેલાં, રતનવતી તેડતી રે. IIટા ઘર આસન માંડે રે, સુત ભક્ત જમાડે રે, સુગંધ વસાવે, ધૂપ ઉખેવતાં રે; : શણગાર સુહાવી રે, માયે તિલક વધાવી રે, કહે વચ્છ વોલાવી, વહેલા આવજો રે. વેલા Page #122 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૩ મલો જઈ માતાથું રે, રહેજો શાતાનું રે, કોઈ દિન વેલાશું, મુજ સંભારજો રે; ઉપકાર વખાણી રે, મુખ મધુરી વાણી રે, ધન બહોલું આણી, દીએ ઉવજ્ઝાયને રે. ॥૧॥ હવે કુંવર સધાવે રે, નૃપ પુત્રી વોલાવે રે, સજ્જનને મેલાવે, શુભ શુકને કરી રે; પુર બાહિર આવ્યાં રે, મિલણાં સહુ લાવ્યા રે, કુંવરે બોલાવીયા સહુને હિત ધરી રે. ॥૧૧॥ સૈન્ય સુભટ મિલાવી રે, રાયરાણી આવી રે, કમલસેના બોલાવી, હિતશિક્ષા દીયે રે; પતિઆજ્ઞાએ રેહેજો રે, લજ્જા નિર્વહેજો રે સાસુ સસરાની સેવા; કરજો પરે રે. ૧૨ રાએ માની તે રાણી રે, બહેન સરખી જાણી રે, નણંદી દેરાણીનાં મન સાચવો રે; ગુરુવિનય કરજો રે, સમતામાં રહેજો રે, દાનગુણે દીપાવજો. અમ કુલ વંશને. ।।૧૩। એમ કહી નિજ બેટી રે, હઇડાભર ભેટી રે, થઈ છેટી વળ્યાં, નિજધર આંસુ ભર્યાં રે; રથ બેઠી નારી રે, સખીવૃંદ વિહારી રે, કરી સેના સારી, પંથ શિરે તદા રે. ॥૧૪॥ કુંવર ચિંતાએ રે, રવિ પશ્ચિમ જાવે રે. અંધકાર તે થાયે, અવસર પામીને રે; કુંવર એકાકી રે, રહ્યા સુભટ તે બાકી રે, પુર બાહેર મૂકી, રથ પડદા ધરી રે. ।।૧૫।। આપે એકેલા રે, નગરે નિશિવેલારે, દૂતીઘર મેલા, કા૨ણ જઈ વસ્યા રે; તે માલણ જાતે રે, સમૃજાવી વાતે રે, મદનમંજરી રાતે, તેડી મિલાવતી રે. ॥૧૬॥ રસપ્રેમે મલીયા રે, વિજોગ તે ટળિયા રે, જઈ સુભટશું ભલીયા, દૂતી વિસર્જીને રે; મદનમંજરી નારી રે, રથમાં બેસારી રે, શૂન્ય માર્ગે સુભટ, હંકારી ચાલીયા રે. ।।૧૭। જે સોમલ ખાવે રે, વચ્છનાગ જે ચાવે રે, ન બીઅે ફૂલ, ધંતુર ચાવે રે તે ઘણી રે; જે ગિરિ ઓલંઘે રે, જલધિજલ લંઘે રે, છિલ્લર જલ, ટેકરી, કાંકરી કેમ ગણે રે. ॥૧૮॥ જેણે સાપ ખેલાયા રે, વાઘવૃંદ રમાયા રે, વિંછુસે ડરાયા, તે નર કેમ ડરે રે; જેહને જેહસું પ્રેમ રે, રહે તે વિના કેમ રે, મૂઢલોક અજાણ્યો, વહેમ મન ધરે રે. ॥૧૯॥ મારગ શિર જાતાં રે, સૈન્ય ભેલાં થાતાં રે, બેહુ નારી સોહાતાં, મનમેલો કરી રે; શુભવીર કુમાર રે, લહ્યા ભોગ રસાલ રે, ખંડ બીજે ત્રીજી ઢાલ સોહામણી રે. ॥૨૦॥ ८७ રાજાની અનુજ્ઞા ઃ ગુરુમાતાની રજા મેળવીને, કુમાર રાજાની પાસે આવ્યો. રાજાને પ્રણામ કર્યા. હાથ જોડી અરજ કરી કહે છે “મહારાજ ! આ સમયે મારા પિતાનું તેડું આવ્યું છે. રાજન્ ! મને પણ મારા માપિતાને મળવાની તાલાવેલી જાગી છે. મારું દિલ ઊભરાણું છે.” કુમાર ગગદિત થયો. ગદ્દ્ગદિત સ્વરે રાજાને વાત કરે છે. ।।૧।। ‘મહારાજા ! તો હવે અમને જવાની રજા આપો. ઘણીવાર હવે ન કરશો. કેમ કે શંખપુરી...મારા ગામનો માર્ગ અહીંથી ઘણો જ દૂર છે.’ કુંવરે જવાની રજા માંગી. તે સાંભળી રાજા મનની અંદર વિચારે છે કે, હંમેશાં અનેક પ્રકારનાં કૌતુક કરતાં કુંવર ઘણા દિવસથી આનંદમાં અહીં રહ્યા છતાં પણ હજુ એક ઘડી જ થઈ હોય તેવું લાગે છે. ૨ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ધર્મિલકુમાર રાસ પરદેશીની પ્રીત શી? - વળી વિચારે છે કે દીકરી જન્મી ત્યારથી અંતે તો પરાઇ જ છે. પારકા ઘરની વસ્તીની બડાઈ શી કરવી? બદામનું નાણું એ નાણું ન ગણાય. ઘેંસનું ખાણું (શીરામણમાં હોય તો કેટલીવાર પેટમાં રહે?) એ ખાણું ન કહેવાય. કાંસાનું ભાણું એ કંઈ ધન કહેવાતું નથી. /all તમરાનો અવાજ-ગણગણાટ એ કંઈ ગાણું કહેવાતું નથી. બકરી ભલે દૂધ આપે પણ તે દૂઝણું કહેવાતું નથી. પારકા ઘરનું ઘરેણું લાવીને પહેરેલું ઘડીક સુખ આપે, પણ તે કાયમી સુખ આપતું નથી. ત્રણ સંધ્યાનો સમય એ સમય કહેવાય છે. પણ અભ્યાસ કરવાના કામમાં આવતો નથી. ચણોઠીનું બનાવેલું ઘરેણું તે માત્ર કહેવા માટે જ હોય છે. એ જ રીતે બોરકૂટનું અથાણું, ખરેખર ભોજનમાં કામ આપતું નથી. (કેમ કે...તે તુચ્છ અને વાસી કહેવાય છે.) તો શા કામનું? Ill - વાદળની છાયા, દંભી જનની માયા, નકામી છે. ઝાંઝવાનાં (રણમાં) નીર મળતાં નથી. પરદેશી સાથે પ્રીત, બળેલી ભૂમિમાં કરેલી ખેતી અને મહેમાનોથી ઘરની વસ્તી કેવી રીતે મનાય? કારણ કે આ બધું લાંબો સમય ટકતું નથી. //પી એમ વિચારી રાજાએ, અંતઃપુરમાં જઈને રાણીને સર્વ હકીકત નિવેદન કરી. કુંવર જવા માટે રજા માંગી રહ્યા છે. હવે રાજારાણી પોતાની દીકરી અને જમાઈરાજને વોળાવાની તૈયારી કરવા લાગ્યાં. રથ-ઘોડા અને તેની ઉપર બેસવા નવા નવા પ્રકારનાં આસનો ગોઠવ્યાં. |૬|ી. કુમારને વિદાય - વસ્ત્ર-આભૂષણ - સેવા કરનાર ઘણા દાસદાસી વગેરે દાયજામાં આપ્યાં. હવે કુંવરને પાસે બેસાડી, આ પ્રમાણે વિનંતી કરે છે. “આ અમારી દીકરી અમારા ખોળામાં ધણા લાડથી ઉછરી છે. આ અમારી લાડકીને હે ગુણવંતા! હવે તમને સોંપીએ છીએ.” IIછા ભવિષ્યમાં નવી નવી નારીઓ પરણો તો પણ આ મારી દીકરીને વીસરશો નહિ. તેનું દિલ દુભાવશો નહીં. રાજાએ પુત્રી માટે ભલામણ ઘણી કરી. કુમારે સઘળી વાત સાંભળીને માથે ચઢાવી. મધ્યાહ્ન સમય થતાં ગુરુમાતા રત્નાવતીએ સઘળાંયે સ્વજનોને ભોજનને માટે આમંત્રણ આપ્યું. સૌ કોઈને પૂરા પ્રેમથી ગુરુમાતાએ જમાડ્યાં. ૮ પુત્ર સમાન માનતા કુમારને, પૂરી ભક્તિએ, જમાડ્યો, સંતોષ્યો, ધૂપને ઉવેખીને સુગંધ પ્રસરાવી, પુત્રને કપાળમાં કુમકુમ તિલક કર્યું. વળી શણગાર સજાવીને અક્ષતથી વધાવ્યા. ઓવારણાં (દુઃખડાં) લીધાં. અને ગુરુમાતા કહે છે “વત્સ ! હે બેટા ! વળી વહેલા આવજો . Iલાં માતાને જઈને જલદી મળો. કુશળ રહેજો. કોઈક દિવસે કોઈક વેળાએ અમને સંભારજો .” કુંવર પણ ઉપકારબુદ્ધિથી પાઠકની ગુરુમાતાની મીઠાં વચનોથી પ્રશંસા કરે છે. ઉપકારી ગુરુને વળી ઘણું દ્રવ્ય આપ્યું. l/૧૦ના શુભવેળાએ, બધાની રજા મેળવી, કુંવર પરિવારયુક્ત રસાલા સહિત તે નગરથી નીકળ્યો. રાજારાણીએ પણ દુભાતા દિલે દીકરીને વળાવી. નગર બહાર સર્વ સ્વજનો વળાવવા માટે ભેટણાં સાથે લઈને આવ્યાં.” કુંવરે પણ ભેટણાં સ્વીકારી, સહુને હેતથી બોલાવ્યાં અને સૌની પાસેથી રજા લીધી. ll૧૧ સૈન્યસુભટો સહિત રાજા-રાણી પણ નગરની બહાર આવ્યાં. વહાલી દીકરી કમલસેનાને બોલાવીને ઘણી હિતશિક્ષા આપી. “બેટા! પતિની આજ્ઞામાં રહેજો . લજજા એ સ્ત્રીનું આભૂષણ છે. હંમેશાં મર્યાદામાં રહેજો. માતપિતાની જેમ સાસુ સસરાની સેવા સારી કરજો . /૧૨ “વળી રાજાએ જેને માનીતી માની હોય તે રાણી માનજો. રાજાની (એટલે કે રાજા કોઈ કન્યા Page #124 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૪ પરણે તે) બીજી રાણીઓ(શોક્ય)ને સગી બહેન સરખી જાણજો. નણંદ-દેવર-દેરાણીનાં મનને સાચવજો. ગુરુનો (વડીલનો) વિનય કરજો . સમતા ધારણ કરજો. ઉતાવળા ન થશો. દાનપુણે કરીને આપણા કુળની શોભાને વધારજો.” I૧૩. અગડદર કુમારનું દેશ તરફ પ્રયાણ:- ઘણી શિખામણ આપીને, આંસુભરી આંખે હૈયે હૈયું મિલાવી, દીકરીને ભેટ્યાં. છેવટે છૂટાં પડ્યાં. ભારે હૈયે અશ્રુભરી આંખે નગર તરફ પાછા ફર્યા. કમલસેના સખીવૃંદ સાથે રથમાં બેઠી. કુમાર પણ રથમાં બેઠો. કુમારની આજ્ઞાથી સારથિએ રથને ગતિમાન કર્યો. સૈન્ય પણ પ્રયાણ કર્યું II૧૪ કુમારની આજ્ઞાથી માર્ગમાં સૌ ચાલી રહ્યા છે. દિવસ પૂરો થવા આવવા લાગ્યો. કુમારના વિચારોને જાણતો સૂર્ય પણ પશ્ચિમ દિશામાં ઢળી ગયો. નગરની બહાર પડાવ નાંખ્યો. અંધારું થતાં, રથના પડદા પાડી દીધા. સૌના રક્ષણની ચિંતા કરતો કુમાર, ઘણા સુભટોને નગર બહાર મૂકીને કુંવર એકલો જ સમય જોઈને, નગરીમાં પહોંચી ગયો. ૧પો. મદનમંજરીનું અપહરણ :- કુમાર એકલો જ રાતે નગરમાં પહોંચી ગયો. જે માલણ દૂતીનું કામ કરતી હતી. ફૂલો આપવા જતી હતી તે માલણને ત્યાં પહોંચ્યો. ત્યાં માલણને જગાડી, સઘળી વાત કહી સંભળાવી. સંકેત કરીને માલણ પણ તે મદનમંજરીને સમજાવીને પોતાને ત્યાં લઈ આવી. અને કુમારની સાથે મિલન કરાવ્યું. ૧દી બંનેનો ઘણા સમયનો વિયોગ દૂર થયો. ઘણા પ્રેમથી બંને મળ્યાં. પછી ત્યાંથી મદનમંજરી અને માલણને લઈને નગર બહાર પોતાનો પડાવ હતો ત્યાં આવ્યા. માલણને પણ ઘણી દક્ષિણા-બક્ષિસ આપીને વિદાય કરી. મંજરીને રથમાં બેસાડી દીધી. સવાર થતાંની : સાથે કુમારે આજ્ઞા કરી. સારથિ અને રસાલાએ શૂન્ય માર્ગે આગળ પ્રયાણ શરૂ કરી દીધું. ૧ી. જગતમાં સામાન્ય નિયમ છે કે “જે સોમલ (ઝેર) ખાઈ શકતો હોય, વળી વચ્છનાગ (ઝેરી વનસ્પતિ)ને ચાવી શકતો હોય તે ધતૂરાનાં ફળને ચાવવામાં ડરે નહીં. જે પર્વતને ઓળંગે, સમુદ્રનાં જળને તરી શકતો હોય, તેને છિલ્લર જળ અને ટેકરીઓની કાંકરી તો શું હિસાબમાં હોય ?” ૧૮ જેણે સર્પ ખેલાવ્યો હોય, વાઘનાં ટોળાંને રમાડ્યાં હોય, તે માણસ વીંછીનો ડરાવ્યો ડરે ખરો ! ના જ ડરે. જેને જેમાં ચિત્ત લાગ્યું હોય તે તેના વિના રહી શકે ખરો ? પ્રેમીઓના પ્રેમથી અજાણ, એવા મૂઢ લોકો મનની અંદર ભલેને વહેમ ધરે પણ તેઓને દુનિયાનો ડર તેમને હોતો નથી. ૧લા (કુંવર અને મદનમંજરી તે રીતે જઈ રહ્યાં છે.) માર્ગમાં આગળ ચાલતાં તેઓ સૈન્યને ભેગાં થઈ ગયાં. કુમારે મોટા સૈન્યને આગળ રવાના કર્યું હતું. તે સૈન્ય સાથે ભેગાં મળી ગયાં. બંને નારીઓની સાથે કુમાર શોભી રહ્યો છે. શ્રી શુભવીરવિજયજી કહે છે કે બંને સ્ત્રીઓનાં મનને અનુસરતાં કુમારે સુંદર ભોગોને મેળવ્યા. આ રીતે બીજા ખંડની સોહામણી આ ત્રીજી ઢાળ કહી. ૨૦. દ્વિતીય ખંડની ત્રીજી ઢાળ સમાપ્ત -: દોહા :અગડદત્ત નિજ સૈન્યશું, ગામ ગામ વિશરામ; કેતે દિવસે પામીયા, વિંધ્યાચલ રાઠામ. ll૧ મદભર હસ્તિઘટા ચરે, મહિષ તણો નહિ પાર; શાર્દૂલ ચિત્રક ભયંકરા, શબરા શબરી અપાર. રા Page #125 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ એક જલ ભરિ સરોવરે; સૈન્ય કિયો વિશ્રામ; ડેરા તંબુ તાણીને; કુંવર રહે એક ઠામ. Hall. સુભટ લોક ભોજન કરી, બેઠા કરવા વાત; જગત વિશામેં આથમ્યો રવિ, પ્રગટી તવ રાત. ધમ્પિલકુમારની આગળ મુનિભગવંત પોતાની કહાની કહી રહ્યા છે. અગડદત્તમુનિ આગળ વાત કરતાં કહે છે... અગડદત્ત કુમાર પોતાના સૈન્ય સાથે ગામેગામ વટાવતાં અને વિશ્રામને લેતાં આગળ વધી રહ્યો છે. કેટલાક દિવસો બાદ તેણે મોટી અટવીમાં પ્રવેશ કર્યો. અટવીમાં આગળ જતાં વિંધ્યાચલ પર્વત આવ્યો. તેની તળેટીમાં સૈન્ય પડાવ નાંખ્યો. ||૧|| ભયાનક અટવી મધ્યે :- નજીકમાં મદઝરતા હાથીઓ ફરી રહ્યા હતા. વળી આજુબાજુ પાડાઓનો પાર નહોતો. ઘણા પાડાઓ પણ ચરી રહ્યા હતા. સિંહ-ચિત્તા, આદિ હિંસક પશુઓ ભયંકર અવાજ કરતાં હતાં. ભીલ-ભીલડીઓ હજારોની સંખ્યામાં ગમે ત્યાં ફરતાં હતાં. રા . એવી ભયંકર અટવીના વિધ્યાચલ પર્વતની તળેટીની નજીક નિર્મળ નીરથી ભરેલું મોટું સરોવર હતું. ત્યાં ડેરા-તંબુ તાણીને સૈન્ય રહ્યું હતું. મોટો સૈન્યકાફલો પાણીની સુવિધા હોય ત્યાં નજીક જ ડેરા તાણીને રહે. કોઈ આરામ કરતા હતા. તો કોઈ ફરતા હરતા હતા. કોઈ વળી પોતાનું કામ સંભાળતા હતા. આ રીતે પોતપોતાનો સમય વ્યતીત કરતા હતા. કુંવર પણ મધ્યમાં નાંખેલા પોતાના ડેરામાં રહેલો હતો. બંને સ્ત્રીઓ સાથે હતી. II અનેક કોલાહલથી દિવસ પસાર થયો. સુભટો-નોકરો દાસવર્ગ સૌ નિવૃત્ત થઈને બેઠા હતા. વાતો કરતા હતા. જગતને આરામ આપવા સૂર્યદેવ પણ પોતાના સ્થાને જઈ રહ્યા હતા. સંધ્યા ઢળવા આવી હતી. ધીરે ધીરે અંધકારે જગત ઉપર કબજો લીધો. રાત્રિ પડી. સૌ પોતપોતાના શયનની તૈયારી કરવા લાગ્યા. રાતભર ચોકીદારો સાવધ થઈને ડેરાને ફરતા આંટા લગાવી રહ્યા છે. જો ઢાળ ચોથી. (કડખાની – એ દેશી) જાગતી જસરતિ દેવગતિ દુર્બલી, તદપિ તસ દૈવ બત છિદ્ર જોવે; ચંદ્રગુરુ લગન બલ શુકન માલણ મલે, તહેવી પાછો વલે ખર વિરાવે. જા. ૧૫ વિશ્વહિતકારિ તિમિરારિતિરસ્કૃત, ભય લહી વિંધ્ય ગંધુર વસંતો; તિમિરભર રજનીચર શબર પક્ષે ભલે, રિષ્ટ રવિ દષ્ટ જોતાં હસતો. જા. સરો ઘુપતિ નૃપ ગોપતિ નામ વિદુષા વદે, સુણત તમ શત્રુ બાંધવ નડેવા; શબરસંકેત કરી તિમિર રજનીભરી, ઘૂંકર બહુક ઘૂ ઘૂ કરવા. જા. lla ભટનિટ મધ્યનિશિ વિકટ નિદ્રા ભરી, ઝટિતિ જાગર્તિ સૈન્ય ન કોપિ; અક્ષવૃક્ષ સમલક્ષ તમાક્ષગા, ધ્વાંત સંકેતિકા શિર ન ટોપી. જા. ૪ો. વાલ વિકરાલ કરવાલ કરપ્રેત જયું, હકરવ કીક કપિમત્ત દંતા; બાણ તનું તાણી કર સૌપ્તિકા ભટ પરી, ગૌપ્તિકા ભીલ ઘાટી પીતા. જા. પા. Page #126 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૪ તેણે સમે જોધ નર ક્રોધ ગર્વે ભર્યા, સંચર્યા યુદ્ધ ગ્રહી ખગઢાલે; કુંવર તવ જાગીયો, વીરનૃપ આગીયો, રથ ચઢ્યો ઝટિત ઝગતી મશાલેં. જા II૬ના પલ્લીપતિ ભીમની સીમ પૌરૂષરૂષા, ક્રાંત તુરગારૂઢ પ્રૌઢ ક્રોધે; આવતો ધાવતો સૈન્યભટ શોધતો, પતત જિમ વિદ્યુતા દંડ ગોરેં. જા. llll વાયુને વાંબુદા હરિણ હરિણા ઇવ, સૈન્યભટ સકલ તેમ દૂર નાશે; ઊઠિયો તામ તપનોપમેં કુંવર તે; ભીલ ભટવ્રાત તમ નષ્ટ ત્રાસે . III સોપિ પલ્લીપતિ ભીમ ભીષણગતિ, મેઘ જ્યં ગાજતો કુંવર સામો; નીર જેમ તીર વરસાવતો રસ ભરેં, વિ ધરે ધરણીતલ પલ વિસામો. જા. let કુંવર પણ તેહશું કેસરી સિંહ યું, યુદ્ધ ઉદ્ધૃતપણે કો ન થાકે; જયયિસિર હાથ વરમાલ ધરી આવતી, જોવતી સતીપણુ ધરિય નાર્કે. જા ॥૧૦॥ બલથકી દુર્જયો ભીમ પલ્લીપતિ, દેખી જય ઇચ્છતી છલ વિચારે; મદનમંજરી કહે સારથિ હું રહ્યું, જીતશો નાથજી ક્ષણિક વારે. .જા. ।।૧૧। થઇય સારથિ તુરગ સંચારતી, દેખી તસ રૂપ પલ્લીશ છલીએ; માર કુંમાર સહ પંચબાણે પડ્યો; ભીમ વિણ નીમ હત ભૂમિ તલીએ. જા. ૧૨॥ વદત પલ્લીશ ભૂમિશ સુત મદ તજે, નિજ ભુજે નહીં હણ્યો પલ્લી રાજા; વજિદર્પન કંદર્પશ૨હત તનુ, મૃતક મારણ ૨ર્ણો નો અવાજા. જા. |॥૧૩॥ તિમિરદલ ખંડતો સહસ કિરણે કરી; તામ ઉદયો રવિ જગ પ્રકાશે; ધ્વાંતશમ કૃષ્ણતનુ સ્વકીય કાકા વદત; ભય લહી શબરજ્યુ કાક નાશે. જા. ૫૧૪॥ રણભૂ નિહાળતો સૈન્ય નવિ ભાલતો, નષ્ટગત કષ્ટમૃત સુભટ કેઈ; જીવતા જે રહ્યા તેહ પાસે ગ્રહ્યા, મરણગત કાષ્ટશું દાહ દેઈ. જા ॥૧૫॥ સરજલેં સ્નાન મુખદંત ધાવન કરી, તરૂતલે દંપતી કૃતવિશામે; ખંડ બીજા તણી ઢાળ ચોથી ભણી, વીર કહે ધર્મથી સૌખ્ય પામે. જા. ।।૧૬।। જ્યારે પુણ્યોદય જાગૃત થાય છે. ત્યારે દૈવનું કંઈ ચાલતું નથી. તો પણ દૈવ તેનાં છિદ્રો જુએ છે. ચંદ્રગુરુ- અને લગ્ન બળવાન હોય, ફૂલોની છાબ સાથે માલણ સામે મળે, એટલે શુકનબળ સારું કહેવાય. તો પણ ગધેડો ભૂંકે તો માણસ પાછો વળે છે. તેમ દૈવ વાંકું થાય તો પણ માણસ પાછો પડે છે. ।।૧।। પણ જ્યારે પુણ્યબળ પ્રબળ હોય ત્યારે અવળા પાસા પણ સવળા પડતા હોય છે. વિશ્વને હિત કરનાર, સૂર્યથી તિરસ્કૃત એવા ગાઢ અંધકારનો ભય પામતાં હાથીઓ વિંધ્યાચલની અટવીમાં ચાલ્યા ગયા. અંધારી રાત્રિમાં ફરતા ચોર, ભિલ્લ લોકો સૂર્ય જતાં જોઈ રાજી થવા લાગ્યા. ॥૨॥ ઘુપતિ, નૃપ, ગોપતિ, આ પ્રકારનાં (સૂર્યનાં) નામોનો પંડિતજનો જાપ કરે છે. પણ આ ગાઢ ૯૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ અંધકારમાં ઘુવડો ઘૂ ઘૂ ક૨વા લાગ્યાં. તેવા સમયે શબર (ભિલ્લ) લોકોએ સંકેત કર્યો. અર્થાત્ રણશિંગું ફૂંક્યું. (સંકેત અનુસારે સર્વ ભિલ્લોને જાણ થઈ જાય.) II૩॥ ૯૨ ભિલ્લોનું આક્રમણ :- મધ્યરાત્રિએ સુભટો નિર્ભય થઈને થાક ઉતારવા નિદ્રા લઈ રહ્યા હતા. સૈન્યની અંદર કોઈ ભટ (સુભટ) જલ્દી જાગે તેમ નથી. તેમ સમજી, તે સમયે ભિલ્લો ચકળવકળ આંખોવાળા એકસરખા લક્ષવાળા, અંધારિયા પક્ષમાંથી આવેલા કાળા-વિકરાળ શરીરવાળા, જમરાજે સંકેત કરીને મોકલ્યા ન હોય તેવા. II૪।। વળી કેવા ! કોઈના માથે ટોપી ન હોવાથી વિકરાળ વાળવાળા, હાથમાં તરવા૨ હોવાથી, પ્રેત સમાન, દારૂ પીધેલ વાંદરાની જેમ દાંત કચકચાવતા અને હીક હીક અવાજ કરતાં, હાથમાં ધનુષ્ય લઈને બાણ ચડાવીને, સૂતેલા સુભટો ઉપર ગુપ્તરીતે ધાડુ તૂટી પડ્યું. IIul તે સમયે ગર્વથી ભરેલા યોદ્ધાઓ એકદમ ક્રોધિત થયા. હાથમાં તલવાર-ઢાલને ગ્રહણ કરીને ભિલ્લોની સામે દોડ્યા. તંબુમાં સૂતેલો કુમાર કોલાહલથી જાગી ગયો. હાથમાં સળગતી મશાલ લઈને તંબુ બહાર નીકળ્યો. મામલો જાણી લીધો. પોતાના રથ ઉપર સળગતી મશાલ ભરાવીને રથ ઉપર શૂરવીર યોદ્ધો થઈને ચડ્યો. અસીમ શૂરાતનથી આક્રાંત થયેલા ભિલ્લો સામે આવી ગયો. IFF પલ્લીપતિ ભીમ પણ ઘણા ક્રોધમાં આવી ગયો. પોતાના ઘોડા ઉપર બેસીને કુમાર સામે આવી ગયો. જંગલમાં ઘો ઉ૫૨ જેમ વીજળી પડે, તેમ પલ્લીપતિ સૈન્યના સુભટો ઉપર તૂટી પડ્યો. IIII વાયુવડે જેમ વાદળ, સિંહ થકી હરણીયાંની જેમ ભીમરાજાના આવવા વડે કરીને કુમારના સૈન્યના સુભટો ભાગવા લાગ્યા. કુમારે જોયું. તરત જ કુમાર ઊઠ્યો. પ્રતાપી સૂર્યની જેમ રથને ભીમ સામે લાવી દીધો. અંધકાર નાશ પામે તેમ ભીમના સઘળાયે ભિલ્લો ત્રાસ પામીને નાશી ગયા. ।।૮।। પોતાનું સૈન્ય ભાગતું જોઈને ભીમરાજા મેઘની જેમ ગાજતો કુમારની સામે ધાયો. તીક્ષ્ણ બાણોને, પૃથ્વી ઉપર પાણીની જેમ વરસાવવા લાગ્યો. ભીમ પળનો વિસામો લેતો નથી. IIII જ્યારે કુમાર પણ કેસરી સિંહની જેમ ઉદ્ધત થઈને ભીમની સામે યુદ્ધ કરવા લાગ્યો. કુમા૨ પણ થાકતો નથી. એ વેળાએ જયલક્ષ્મી નામની દેવી હાથમાં વરમાળા લઈને આવી. જોવા લાગી. કોને વરમાળા પહેરાવું ? બંનેમાંથી એક પણ પાછા પડતા નથી. તે જોઈને સતીયપણું ધારણ કરીને સ્વર્ગમાં આવી ગઈ. ।।૧૦। કુમાર વિચારે છે કે આ ભીમ બળ દાખવે જીતાય તેમ નથી. દુર્જય છે કોઈક છળ કરવું પડશે. તો જય મળશે. આવું વિચારતી મદનમંજરી પણ કુંવરને કહેવા લાગી. “હે સ્વામી ! આપ આજ્ઞા આપો. હું સારથી થઉં તો ક્ષણવારમાં દુર્જય ભીમને આપ જીતી જશો.” ।।૧૧।। ભીમ હણાયો :- કુમારે અનુમતી આપી.મંજરીએ સારથીપણું સંભાળીને ઘોડાનું સંચાલન કરવા લાગી. તેનું રૂપ જોઈને ભીમ ચોંક્યો. કુમારના બાણથી ન વિંધાયો, પણ કામદેવનાં બાણથી, ભીષ્મપ્રતિજ્ઞા કર્યા વિના જ ભીમરાજા ભોંયતળિયે પડ્યો. ત્યારે કુમાર વિચાર્યું. ૧૨॥ પલ્લીનો અધિપતિ ભિલ્લ બોલ્યો કે હે રાજકુમાર ! મેં મારાં હાથે પલ્લીરાજને હણ્યો છે તેવો અહંકાર તું છોડી દેજે. કારણ કે ઇન્દ્રના અહંકારનો નાશ કરનાર એવા કામદેવનાં બાણથી, આ મારું શરીર હણાયું છે. તેથી “મરેલાને મારવો” એ રણનીતિ નથી. ।।૧૩। કુમારનો વિજય :- હજારો કિરણવાળો, પોતાનાં કિરણોથી અંધકારના સમૂહને ભાંજતો, એવો સૂર્ય જયારે ઉદય પામ્યો, જગત પ્રકાશવાન થયું. ત્યારે અંધકાર સરખા કાળા શરીરને જોઈને કાગડા Page #128 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૫ ૯૩ કાકા બોલવા લાગ્યાં. અને ભયપ્રાપ્ત થતાં કાગડાઓ નાસી જાય, તેમ શબર (ભીલ્લો) નાસી ગયા. ll૧૪ો રણથી નિવૃત્ત થતાં કુંવરે રણભૂમિમાં નજર કરી તો પોતાનું સૈન્ય જોવામાં ન આવ્યું. કેટલાક મત્યુ પામ્યા. કેટલાક કષ્ટથી મત્યુ પામ્યા હતા. કેટલાક જીવતા હતા. તેને સાથે લઈને કુમારે જે મરેલા હતા તેમના શરીરનો અગ્નિદાહ કર્યો. ૧પા સરોવરના જલથી સ્નાન કરી, દંતધાવન કર્યું. વૃક્ષ નીચે દંપતી આરામ કરવા બેઠાં. આ પ્રમાણે બીજા ખંડની ચોથી ઢાળ સમાપ્ત કરતાં શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે ધર્મથી જ જીવો સુખને પ્રાપ્ત કરે છે. ll૧૬ll કમલસેના જે રથમાં હતી તે રથને લઈને પોતાના રક્ષણાર્થી ચુનંદા સૈનિક લઈને આગળ નીકળી ગઈ હતી. જે આગળ જતાં એ ભેગાં થશે. ( દ્વિતીય ખંડની ઢાળઃ ૪ સમાપ્ત - દોહા :બાણ લૂણીર પૂંઠે ધરી, કામુક હાથ ધરંત; એક રÈ કરી નારણું, અલ્પ સુભટશું ચલત. અરધે પંથે આવીયા, પુરુષ મલ્યા તવ દોય; કુંવર પૂછે પંથનો; વ્યતિકર ભાંખે સોય. રા. મોટો વહેતો માર્ગ એ, શંખપુરી શિર જાય; બીજો પંથ એ ટૂકડો; છે પણ વિષમ કહાય. Ian. ધન લૂટે પ્રાણી હણી, દુષ્ટગતિ પરિણામ; ચોર ફરે બહુ રૂપશું, દુર્યોધન તસ નામ. I૪ વળી વનહસ્તી એક ફરે, કાલ સમો વિકરાલ; મત્ત મૃગેન્દ્ર રણે ફરે, દીએ ઉછલતી ફાલ. પા. - ' રણ અરધું કાપ્યું તમે, આગે અર્ધપ્રયાણ; પંથ યશારૂચિએ ચલો, તમને કોડ કલ્યાણ. IIll આગળ પ્રયાણ આદર્યું. કુમારે બાણનું ભાથું પીઠ ઉપર મૂક્યું અને હાથમાં ધનુષને ધારણ કર્યું. રથમાં નારીને બેસાડી, થોડા સુભટો રહ્યા હતા તે સાથે ચાલતો કુમાર શંખપુરીના માર્ગે ચાલવા લાગ્યો. ||૧|| - માર્ગની પૃચ્છા - અનુક્રમે અર્ધપંથ કાપતાં, માર્ગમાં તેઓને બે પુરુષો સામેથી આવતા મળ્યા. કુમારે તેઓને હાથ જોડી પ્રણામ કર્યા. પૂછ્યું. “ભાઈઓ ! આ આગળ જતા માર્ગ ક્યાં જાય છે?” ત્યારે તે ભાઈઓ પણ માર્ગ સંબંધી વૃત્તાંત કહેવા લાગ્યા. /રા રે પરદેશી ! અહીંથી આગળ જતાં તમને બે રસ્તા મળશે. જે મોટો માર્ગ જાય છે તે લાંબો છે. પણ તે નિર્વિને શંખપુરી નગરીમાં લઈ જશે. બીજો રસ્તો ઘણો નજીકનો છે. પણ તે વિષમ અને ભય ભરેલો છે. ૩ll , ' ટુંકડા રસ્તે જતાં માર્ગમાં દુર્યોધન નામે જબ્બર મોટો ચોર છે સઘળું બહુરૂપીની માફક રૂપ બદલી Page #129 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ બદલીને, તે જેને તેને વટેમાર્ગુને રંજાડે, છેતરે, અને છેલ્લે તેનું ધન લૂંટી લે છે. વળી પ્રાણીઓની હિંસા કરતો, દુષ્ટગતિનાં પરિણામવાળો તે (નાના માર્ગમાં) ત્યાં ફર્યા કરે છે. II૪ વળી તે જ મારગમાં યમરાજ સરખો, સાક્ષાત્ કાળરાજ સરખો એવો એક હાથી-વનહાથી ફરે છે. વળી મન્દોમત્ત, વિકરાળ, જંગલનો રાજા મૃગેન્દ્ર (સિંહ) ભયંકર ગર્જના કરતો ઊછળતી છલાંગ ભરતો રણમાં રઝળતો ફરી રહ્યો છે. પા ૯૪ રે વટેમાર્ગુ ! તમે અનજાન છો. તમે અહીં સુધી અડધું રણ (અડધું જંગલ) વટાવ્યું છે. હવે આગળ અડધું ચાલવાનું બાકી છે. શંખપુરી જવાના બંને માર્ગ છે. તમને જે યોગ્ય લાગે તે માર્ગે જાવ. તમારું કલ્યાણ થાવો. કહીને તે બંને પુરુષો આગળ વધ્યા. ॥૬॥ ઢાળ પાંચમી (ધવલશેઠ લેઈ ભેટલું...એ દેશી) વયણ વધાવી કુંવર ચલ્યો, દીએ તસ પાંચ દિનાર રે; ૨થ આગળ કરી જાવતાં, પંથી મલ્યા નર બાર રે....વ...૧/ અલ્પશ્રુત મુનિ મંડળી, ગીતારથ અનુસરતા રે; તેમ તે નર કુંવર લહી, સુંદર સાથ જ કરતા રે........ પંથ જતાં તે રણ વચે; જોગી મળીયો કપાલી રે; ભસ્મઘટા દેહે ધરી; જટાજૂટ શિરવાલ રે.............ગી માલ કપાલ તણી ગળે, લીધો કડંડક માથે રે; ઘંટ બજાવત આવીયો, પાણી કમંડલ હાથે રે....વ...|| કર દક્ષિણ સન્મુખ કરી. બોલે દેઈ આશીષ રે; જીવો કોટી વરસ લગે; વાત સુણો સાર્થેશ રે........પા ગોકુળગામે હું વસું, દેખી સંસાર કૂડો રે; કાપાલિક ગુરુ સન્નિષે, જોગ તે લીધો રૂડો રે........દી બહુ દિનથી તીરથ કરૂં, દેવ નમન સંકેતે રે; શંખપુરી જાવું માહરે, વત્સ ! તીરથ નતિ હેતે રે.......ll તુમ સાથે અમે આવશું, પણ મુજ પાસે ભાર રે; દેવપૂજન અરથે દીયા, ધર્મીએ સત્ત દિનાર રે........ નૌલી તુમ રથમાં ઠવો, તો નિર્ભય થઈ ચાલું રે; દુર્યોધન ભયથી ડરું, તેણે તુમ હાથે આલું રે........ાલા કુંવરને આપી એમ કહી, પંથે કરે ગીત ગાન રે; નૃત્યકથા જન રંજતો; મુખચેષ્ટા કરી તાન રે........૧ Page #130 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૫ ૫ ભિક્ષુવેશ નૃપસુત ગણે, અવિશ્વાસનું ઠામ રે; ઘોડા શીધ્ર ચલાવતાં, આવ્યું ગોકુલ ગામ રે.વ...૧૧ દૂર વનાંતર ઉતર્યાં, જાણી ભોજન વેળા રે; નૃપનંદનને એમ કહે, જોગી જટિલ તેણી વેલા રે...વ.../૧ર/l આજ પરૂણા અમ ધરે; ભોજન સહુને કરાવું રે; ગોકુલ ગામ એ માહરૂં; દહીં દૂધ અશન તે લાવું રે..વ.../૧all ગયું ચોમાસુ બહાં કર્યું, તેણે આહિર મુજ રાગી રે, ગોરસ બહુલાં આણશે; એ મુજ શુભમતિ જાગી રે...વ...૧૪ હું જઈ આવું તિહાં લગે, જાવું નહિ મહારાજ રે; જન્મ સફળ માહરો થશે; જાણ વધારી લાજ રે....વ.../૧૫ એમ કહી તિહાં જઈ લાવીયો, ગોરસ મધુર બનાય રે; કહે કુંવરને આરોગીયે; ઉદ્યમ સફળ કરાય રે....વ.../૧૬ll ઋષિ ભોજન કર્ભે નહીં; વળી મસ્તક રસ જાત રે; તેણે ગોરસ ભોજન તણી, નવિ કરશો એ વાત રે...વ.../૧ણી કુંવર વચન સુણી સાથને; દહીં દૂધ તે જમાડે રે; વારે કુંવર નયને ગુરુ, કુશિષ્ય પરે નવિ છાંડે રે..........૧૮ તંબોલ દેઈ તે કહે; જમશું અમે હવે પુત્તા રે; વિષમિશ્રિત ભોજન કરી; તે તરૂતલે જઈ સૂતા રે....વ.../૧લા મદનમંજરી વચને કરી, ભોજન કુંવર કરાવે રે; રોષ ભર્યો જોગી તિહાં, ખેંચી ખગને ધાવે રે...વ...ારવા ચંદ્રમુખી લક્ષ્મી જિસી, નારી લેઈ કેણી કોર રે; જાઇશ કિહાં રે રાંકડા, હું દુર્યોધન ચોર રે....વ...રવા વિષ દેઈ પંથી હણ્યા, આવ્યો છે તુજ વારો રે; ખગ બળે ચૂરણ કરી, દેઉં જમ નૃપ ચારો રે....વ...રરી કુંવર સુણી વિસ્મિત અસિ, કુક્ષીઘાત દીએ વહેલો રે; હા હા કરી પડ્યો ભૂતલે; જે વહેલો તે પહેલો રે...વ...૨૩ દીનપણે તરસ્યો જુએ, કુંવર મુખ જલ ધ્યાવે રે; સુલસાસુત તવ તેહને, પાણી દયાએ પાવે રે....વ...૨૪ સ્વસ્થ થયો શીતલ જલે, કુંવર કીધ સમીરે રે; બીજે ખંડે પાંચમી, ઢાળ કહી શુભવીરે રે....વ..1રપા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૯. ધમિલકુમાર રાસ કુંવરે તેઓના આશીર્વાદ-વચનોને વધાવીને અંગીકાર કર્યા. અને પાંચ સોનામહોર આપી. રથ આગળ કર્યો. પોતે રથની પાછળ ચાલ્યો. તે જ વખતે રસ્તામાં ૧૦ થી ૧૨ માણસો ભેગાં થયા. જે કુમાર સાથે ચાલ્યા. III અલ્પશ્રુતવાળા મુનિઓનો સમૂહ, જેમ ગીતાર્થ ગુરુને અનુસરે તેમ તે ૧૦૧૨ માણસો કુમારને આગળ કરીને તેની સાથે ચાલવા લાગ્યા. રા. દુર્જય દુર્યોધનનો મેળાપ - માર્ગે જતાં મધ્યરણે પહોંચતાં એક કાપાલિક જોગી મળ્યો. શરીરે ભસ્મ લગાવી છે. માથું જટાથી શોભે છે. ૩. ખોપરીની માળા ગળામાં પહેરેલી છે. માથે કરંડિયો ઉપાડેલો છે. ઘંટ વજાવતો, પાણી ભરેલું કમંડલ હાથમાં લઈને કુંવરની પાસે આવ્યો. llll જમણો હાથ ઊંચો કરી, આશિષ આપતો તે બોલ્યો, “હે સાર્થેશ! ક્રોડ વરસ પર્યત જીવો !” મારી વાત સાંભળો. પીસંસારનું કૂડું સ્વરૂપ દેખીને, સંસાર છોડી સાધુ થયો. ગોકુળગામનો વતની છું. તમે આ માર્ગે જશો ત્યાં જ મારું ગામ આવે છે. મારા ગુરુ કાપાલિક યોગી છે.જેના સાનિધ્યમાં રૂડા આ ભેખને ધારણ કર્યો છે. ll દેવોને નમસ્કાર કરવાના સંકલ્પપૂર્વક ઘણા દિવસોથી તીર્થયાત્રા કરું છું. હે વત્સ ! શંખપુરી તીર્થનાં રહેલાં મંદિરોના દર્શનાર્થે જઈ રહ્યો છું. //ળી તમે શંખપુરી જઈ રહ્યા છો તેથી મારે પણ તમારી સાથે આવવું છે. તેથી અમે પણ તમારી સાથે આવશું. પણ બેટા ! મારી પાસે ભાર છે. દેવપૂજા કરવા માટે ધર્મીજનોએ (ભક્તોએ) મને સાત દિનાર પણ આપ્યા છે. 12 તે દિનારની થેલી (જે માથે ઊંચકી હતી તે) તમારા રથમાં સ્થાપન કરો. જેથી નિર્ભયપણે હું તમારી સાથે ચાલી શકે. આ વનમાં રહેલો ભયંકર દુર્યોધન નામનો ચોર, તેનાથી હું ડરું છું. તેથી તમને આ સોંપુ છું. તમારો સાથ મને નિર્ભય બનાવશે. મને ઠીક રહેશે: એમ કહીને, કુમારના જવાબની રાહ જોયા વિના, કુમારના રથમાં ભાર મૂકી દીધો અને મસ્ત ફકીર તે યોગી ભજન-ગીતો ગાતો ગાતો, વચમાં નૃત્યના ચાળા કરતો હતો. વળી હાસ્યકથાઓને કહેતો, મુખના ચેનચાળા કરતો. લોકો(સુભટો વગેરે)ને તાન ચડાવતો, હસાવતો, સાથે સાથે ચાલવા લાગ્યો. ૧૦ના ગોકુળ ગામે - ભિક્ષુકનાં વેશમાં યોગી ઉપર કુમારને જરાયે વિશ્વાસ નથી. કુમાર સમજી ગયો છે. દુર્યોધન ચોરજ સાથ ભેળો થયો કારણ કે પરિવ્રાજકના વેષમાં ચોરે, કાશી નગરમાં આગળ ઘણો ત્રાસ આપ્યો હતો તેથી આ કાપાલિક પણ કુમારને ભયંકર લાગ્યો.) છે. તો આગળ પાછળ ઇશારા કરીને, અસ્વારને, રથના સારથીને વેગથી ચલાવવા કહ્યું. ને જલ્દી ચાલતાં દૂર ગામ દેખાયું. જેનું નામ ગોકુળગામ છે. ||૧૧| | ગોકુળથી દૂર વનમાં જ કુમારે સર્વને ઉતારાની આજ્ઞા કરી અને સૌ સુભટોએ પાણીનું સરોવર હતું ત્યાં નજીકમાં ઉતારો કર્યો. (કુમારથી કાપાલિક યોગી જરાયે દૂર ખસતો નથી) લગભગ ભોજનનો સમય જાણીને કપટી યોગી તે સમયે કુંવરને કહેવા લાગ્યો. ૧રી આજ તો તમે અમારા પરૂણા (મહેમાન) છો. માટે આપને તથા પરિવાર સૌને હું ભોજન કરાવું. ગોકુળગામ મારું છે. ત્યાં મારા ભક્તો છે ત્યાંથી દૂધ-દહીં-અન્નપાણી હું લઈ આવીશ. (૧૩) ગયું ચોમાસું મેં આ ગામમાં કર્યું છે. તેથી અહીંના આહીરો મારા ઘણા રાગી છે. મારા કહેવા માત્રથી ઘણું ગોરસ લાવીને આપશે. આજે મને આ શુભભાવ જાગ્યો. તો મારી વિનંતી સ્વીકારો. મને લાભ આપો. /૧૪ો માટે હું આવું ત્યાં લગી, હે મહારાજ ! આપે અહીંથી જવું નહીં. કેમ કે તમારી ભક્તિથી મારો જન્મારો સફળ થશે. લોકમાં મારી આબરૂ વધશે. I૧પણl Page #132 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૬ એમ કહી યોગી ગામમાં ગયો. મીઠું-મધુર-ગોરસ બનાવીને લઈ આવ્યો. અને તે ગો૨સ કુંવ૨ની આગળ મૂકીને કહ્યું કે “હે વત્સ ! આ આરોગો. મારી મહેનતને સફળ કરો.” ||૧૬|| ઋષિભોજન મને કલ્પે નહીં. મહારાજ ! હું ઋષિભોજન ક્યારેય લેતો નથી. વળી ગોરસભોજનથી રસવિકાર થતાં, મસ્તકનો રોગ (માથુ દુઃખે) થાય છે. તેથી ગોરસના ભોજનની વાત ન ક૨શો. એમ કહી કુંવરે ભોજન ન લીધું. ॥૧૭॥ e કુંવરના સાર્થને (સુભટો વગેરેને) તે યોગીએ દૂધ-દહીં ગોરસનું ભોજન પીરસ્યું. તે વખતે કુમારે આંખના ઇશારે ના પાડી. જેમ ગુરુ શિષ્યને વારે, તેમ વાર્યા. પણ કુશિષ્ય ઇંગિત આકારને સમજી ન શકે, તેમ ગોરસના લાલચુ લોકોએ આરોગવાનું છોડ્યું નહીં. પેટભરપૂર ભોજન કર્યું. ॥૧૮॥ યોગીએ ભોજન પછી તંબોલ આપીને કહ્યું કે “હે પુત્રો ! તમે બધા આરામ કરો. હવે હું ભોજન કરી લઉં.” તેઓ સર્વે (વિષમિશ્રિત ભોજન હતું) ભોજન કરી તંબોલ લઈને વૃક્ષ નીચે જઈને સૂતા. સૂતા તે સૂતા. ઊઠ્યા જ નહિં. હંમેશ માટે સૂતા ॥૧૯॥ જ્યારે થોડે દૂર ૨થને ઉતારો આપ્યો હતો. ત્યાં મદનમંજરીએ ભોજન બનાવ્યું ને મદનમંજરી અને કુમા૨ જમ્યા. કુમારને ત્યાં જમતો જોઈને. મનમાં યોગી ઘણો ખિજાયો. પોતાનું ભોજન કર્યા પછી, કુમાર જ્યાં હતો ત્યાં આવીને ખડ્ગ ખેંચ્યું. કુમારને મારવા હાથ ઉગામ્યો. ।।૨૦।। ઘા મારતાં પહેલાં યોગી બોલ્યો. “રે રાંકડા ! ચંદ્રમુખી રમણીને, અને લક્ષ્મીને લઈને તું હવે કઈ બાજુ જઈશ ? હું દુર્યોધન ચોર છું. સમજી લેજે. ૨૧૫ દુર્યોધનની સામે વાટે :- વિષ આપીને આ તારા સાથીદારોને પરલોક પહોંચાડી દીધા. હવે તારો વારો આવ્યો છે. આ મારા ખડ્ગ વડે કરીને તારું ચૂર્ણ કરીશ અને પછી જમરાજાને એ ચૂર્ણ ખાવા માટે આપીશ.’’ ।।૨૨। આ સાંભળી કુમાર આશ્ચર્ય પામ્યો. સજાગ તો હતો જ. તરત જ તેણે પણ તલવાર ખેંચી, અને પળનો વિલંબ કર્યા વિના ચોર (યોગી)ની કુક્ષીમાં પ્રહાર કર્યો. ચોર તરત જ હા ! હા ! કરતાં પૃથ્વી ઉપર ઢળ્યો. જગતમાં એવો નિયમ છે કે “જે વહેલો તે પહેલો”. તે પ્રમાણે યોગી તલવાર ઉગામવા જાય તે પહેલાં જ કુમારે સાવધપણે પહેલો ઘા પોતે કર્યો અને પાર ઊતરી ગયો. જીતી ગયો. ૨૩ દીન થયેલા અને મરવા પડેલા દુર્યોધનને પાણીની તરસ લાગી. તરસથી તરફડતા ચોરને જોઈને કુંવરે પોતાના રથમાંથી પાણી લાવીને આપ્યું. સુલસાના પુત્ર અગડદત્તે, વ્યથિત એવા ચોરની ઉપર દયા આવવાથી પાણી પીવડાવ્યું. ॥૨૪॥ શીતલજળ પીવાથી તૃપ્તિ થઈ. કુમાર ઉત્તરીયવસ્ત્ર થકી પવન નાંખવા લાગ્યો. પાણી અને પવનથી ચોર મરણની આખરી ઘડીએ સ્વસ્થ અને શાંત થયો. આ રીતે બીજા ખંડને વિષે પાંચમી ઢાળે કુમારના દયા વગેરે ગુણોનું વર્ણન કરતાં શ્રી વીરવિજયજીએ ઢાળ સમાપ્ત કરી. ।।૨૫ દ્વિતીય ખંડની ઢાળ : ૫ સમાપ્ત -: Elel : કુંવર કૃપાલુ ગુણે કરી, કરતો ચોર વિચાર, કરૂણાયર એ ગુણનિધિ, મિક્ષિંગ્ મુજ અવતાર. ॥૧॥ મેં અતિથિ કરી મારીયા, પંથીજન વિશ્વાસ; બાલ વૃદ્ધ ધર્મી હણી, બાંધી પાપની રાશ. ॥૨॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલકુમાર રાસ એ ગુણવંત સુપાત્રને, આપી ધન ઘરબાર; પવન જલદાયક તણો, વાળું પ્રતિ ઉપગાર. Hall ગુણરંજિત તસ્કર કહે, સાંભળ રાજકુમાર; હું મૂરખ પણ તુજ ગુણે, રીઝયો ચિત્ત મઝાર. ૪ અજિત હું તે જીતીયો, તુજ બલ ધૈર્ય ધન્ય; હું તુક્યો તુજને કહુ, છેલ્લું સત્ય વચન. //પા. સન્મુખ ગિરિ મધ્યે જતાં, વામ દીસે નદી દોય; તિહાં મંદિર છે જક્ષનું, પણ નર વસ્તી ન કોય llll ચૈત્ય થકી ડાબી દિશે સજીત શિલ્લા એક; વામ દિશે દૂર કરી, ભૂમિધર છે છેક. II જયસુંદરી મુજ વલ્લભા, રૂપે રંભા સમાન; મેં તુજને આપી મુદા,નારી સદ્રવ્ય નિધાન. . મુજ મરણે પરજાલીને, કરજો સઘલું હાથ; એમ કહેતાં તે મરણ લહ્યો, દીયે અગનિ મહિનાથ. Iકા દુર્યોધનનો પશ્ચાત્તાપ - કુમારના કૃપા-દયા ગુણે કરીને, સ્વસ્થ થયેલો ચોર હવે હૈયામાં પશ્ચાત્તાપ કરવા લાગ્યો. રે ! હા ! હા! કરુણાની ખાણ અને ગુણના ભંડાર એવા તેને (કુમારને) ધન્ય છે. હું શત્રુ છતાં મારી ઉપર કેવી દયા ! કેવી કરુણા ! મારાં અવતારને ધિક્કાર હો. મેં મારું જીવન પાપકાર્યમાં પૂરું કર્યું. પાપીઓનું મરણ અકાળે જ હોય છે. હિંસા-ચોરી-વ્યભિચાર-આદિ અત્યાચારને દુરાચાર સેવીને મેળવેલી આ અઢળક લમી-સાધન-સામગ્રી શા કામની? ભોગવવાની વાત જ ક્યાં? આ સર્વ છોડીને મારે જવાનો વારો આવ્યો. મેં પાપ કરવામાં પાછુ ફરીને જોયું નથી. પાપથી લક્ષ્મી-પ્રિયા વગેરે મને કોઈ બચાવી શકવાના નથી. રે ! પરલોકમાં મારું શું થશે ? મારી ગતિ શી? પશ્ચાત્તાપ પારાવારનો કરે છે. [૧] અરે ! પ્રભુ ! માર્ગે જતાં મુસાફરોને વિશ્વાસમાં લીધાં અને મેં મારા મહેમાન બનાવીને મારી નાંખ્યાં. વળી બાળ-વૃદ્ધ ધર્મી-નારી વગેરે ઉત્તમજનોની હત્યા કરી, છેતર્યા પણ ખરા. ને ઢગલાબંધ પાપ મેં બાંધ્યાં. રા પરભવે મારે શી ગતિ થશે? હે ભગવાન! મને કોણ બચાવશે? પસ્તાવો કરી રહ્યો છે. “રાંડ્યા પછી ડહાપણ શા કામનું?” કુમાર તો મહા ગુણવાન છે. અને યોગ્ય છે. તે મારા ભેગાં કરેલાં સાધનસામગ્રી, ધન-પ્રિયા-ઘરબાર સર્વે તેમને અર્પણ કરું. મરતાં મને એવા આ પરગજુએ પાણી પવન આપીને ઉપકાર કર્યો છે. તેનો બદલો વાળું. lal આ રીતે રાજકુંવરના ગુણોથી રંજિત થયેલો ચોર સૂતાં સૂતાં કહેવા લાગ્યો કે હે ગુણવંત ! હે રાજકુમાર ! સાંભળ. હું મૂર્ખ છું. પણ તારા ગુણોથી મારા ચિત્તમાં પ્રસન્નતા વ્યાપ્ત થઈ છે. //૪ll. તારું બળ અને વૈર્ય પ્રશંસવા યોગ્ય છે. અજિત એવા મને તમે જીતી લીધો. પણ તારા ગુણો Page #134 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૬ જોઈને ખરેખર ! તારા ઉપર ઓવારી જવાનું મન થાય છે. છેલ્લે મરતાં મરતાં એક સત્યવચન કહું છું તે સાંભળ ? IIપી CC દુર્યોધન પરલોકની વાટે :- જો ! સામે પર્વતની મધ્યે જતાં, ડાબી બાજુએ બે નદીઓ વહી રહી છે. ત્યાં આગળ એક યક્ષનું મંદિર આવેલું છે. પણ ત્યાં કોઈ મનુષ્યની કે પશુ-પંખીની વસ્તી નથી. ।।૬।। એ યક્ષના મંદિરની ડાબી દિશાએ ભૂમિ ઉપર એક મોટી શિલા ઢાંકેલી છે. જે પડેલી શિલા છે તેને ડાબી બાજુએ ખસેડતાં, નીચે ભોંયરું છે. ગા તેમાં મારી પ્રાણપ્રિયા જયસુંદરી રહે છે. ત્યાં મારું અઢળક દ્રવ્યનું નિધાન-(ભંડા૨) ભરેલું છે. તે સઘળા નિધાન સહિત રૂપથી રંભા સમી એ જયસુંદરી હું તને આનંદથી અર્પણ કરું છું. ॥૮॥ મારા મરણ પછી મારા મૃતકનો અગ્નિસંસ્કાર કરી દેજે. તે પછી એ સઘળી વસ્તુ ગ્રહણ કરીને કબજે કરી લેજે. આટલું બોલતાં બોલતાં ચોરના પ્રાણ નીકળી ગયા. પ્રાણપંખેરું ઊડી ગયું. રાજકુમારે પણ ચોરે કહ્યા પ્રમાણે તેના શરીરને અગ્નિદાહ દીધો, તે કાર્ય પતાવી દીધું. મા ઢાળ છઠ્ઠી (નદી યમુના કે તીર, ઊડે દોય પંખીયાં...એ દેશી) રથ બેસી ગિરિ મઠ, ગયો નદી ઉતરી, કુંવર શિલા કરી દૂર બોલાવે સુંદરી; ઉંચે સ્વરે સુણી શબ્દ, તુરંત ચિંતા ભરે, આવી કહે સઆદરેં, આવો અમ ઘરે. ॥૧॥ રથ ઠવી વિવરે દંપતી, ભૂધર સંચરે, તવ કહે ચોર પ્રિયા કેમ આવિયા અમ ઘરે; વાત સકલ કુંવરે તિહાં, મૂલ થકી કહી, દેખી ખડ્ગ સા સાચપણે માની સહી. ॥૨॥ કુંવર મકરધ્વજ તુલ્ય, સ્વરૂપે સા ચલી; જયસુંદરી પણ થંભી, ચિત્રામણ પૂતળી. નૃપનંદન પણ મોહની, દેખી મોહી રહ્યો દિલ વસી રંભા ઉર્વશી, એમ વિસ્મય થયો. IIII નાગકની પાતાલથી, ચોરે અપહરી; નાગદેવ ભએ નામ, ઠવ્યું જયસુંદરી નયણે નયણ મિલાવી, રહ્યો વાદી પરે; તવ સા હૃદયશું નેહ, ધરી એમ ઉચ્ચરે. ॥૪॥ તુજ મુખ દેખી હું શુદ્ધિ, બુદ્ધિ ભૂલી ગઈ; પ્રેમકટારી લાગી, તેણે ઘાયલ થઈ, ઘાયલ ચોરને શીતલ, જલ પાયો ખરે પ્રેમ સુધારસ સિંચતો, તેં મુજ ઉદ્ધર્યો પા તુમ સથલી નારીની, દાસી થઈ રહ્યું, તેહનાં કટુક વચન પણ, તુમ હુકમેં સહુ, રયણ પડ્યું વિટમાં પણ, લેઈ સમારવું; બાલવચન પણ હિતનું. ચિત્તમાં ધારવું. ॥૬॥ ચંડાલ પાસથી ઉત્તમ, વિદ્યા શીખવી નારી રતન પણ લેવી, દુઃકુલ સંભવી, લવણસુતા હિર કેશવે, ઘર લક્ષ્મી કરી, કાલી ગૌરી પર્વત, જા રૂદ્રે વરી. III કનક કોડ ધન તુમને, સોંપી સેવશું, આ ભવમાં વ્હાલેસર, માનું દેવશું; રાગ વિલુદ્ધો કુંવર એ સાચુ સદ્દઙે; મદનમંજરી ચિત્ત ચમકી, કુંવરને એમ કહે. IILII Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધમિલકુમાર રાસ સુણ પ્રીતમ નિર્લજ્જ, પડયો તું પાસમાં; હરણ પર પડી હુંરે, વળી તુજ આશમાં; આરજપુત્ર પવિત્ર, પુરુષવ્રત કિહાં રહ્યું; નીચ મારગ અનુસરતાં, નિર્મલ કુલ ગયું. લી. કુલવટ ઉત્તમવંશ, ને ક્ષત્રિપણું ટળ્યું; મુજ સાથે કરી કોલ, વચન બોલ્યું બળ્યું, કાક અમેધ્ય પરે ચોર દારાયે રંજિયો; ભ્રષ્ટ સકલ ગુણ જાતભાતમાંથી ગયો. ૧૦ના વણિક સુતા પણ હું તમથી રૂડી ઘણી, સતિવયણે ઘર રાખી. માજા આપણી; કેતાં વરસ કુમારી, સમી ઘરમાં રહી; પિઉડા વરી હું તુમ, ઉત્તમ જાતિ લહી. ૧૧ ઠંડી સાહેલી સાથ, નાથ સાથે સજ્યાં; તુમ વચને બંધાણી પિયરીયાં તજયાં; માતપિતા સાસરીયાંને, કુલપંપણ ધરી; શીયલ તજી તુમ સજ્જન, સંગે નીકળી. ll૧૨ા. એ સવિ કીધુ પ્રીતમ, તાહરે કારણે; મતિ વિણઠી ઘર પેઠી, રહી હું બારણે; વિણ દેખે હા દૈવ ધરી જલધિ સહિ; ઉતરવાનો આરો તે, એક રહ્યો નહિ. I૧all : " એણે સંગે રહી ખેલો, પ્રીતમજી ભૂધરે, સુલતાસાસુ ચરણે, જશું અમે સાસરે, કહીયું અને જો મોકલશે, તુમ ખોલવા; કૃષ્ણપર્વે ગયા તુમસુત, પાતાળ સાધવા. ૧૪ કાન્તાવચન ગંગોદક, કલ્લોલ કરી નીચરાગમલ ધોઈ, ચિત્ત સુમતિ વરી; અગડદત નીકળ્યો, ચોર સંપદ તજી, મદનમંજરી શું રથ, બેસી ચલિયો સજી; l/૧પા. નારીચરિત્ર ગહન, તેમ ગહનવને વસે; ભિલ્લવૃંદ જિહાં ત્રાસે, નાંશે દશા દિશે. દેખી કુંવર મન ચિંતે, એ ઉત્પાત શ્યો; તવ દીઠો મદ ભરીયો, હસ્તી કૃતાંતશો. I/૧દી. વશ કરી રાજકુંવર, તિહાં આગળ ચલે; લાંગુલઘાત નિપાત, પટહભૂત ભૂતલે, સન્મુખ આવ્યો વાઘ, વદન જિગ્યું ગહરા, ધાવત ક્રોધ ભયો, રહી ઉંચી કેસરા. /૧લી. મદનમંજરી ભયભ્રાંત, થઈ તે દેખતાં, વૈરજ દેવે તાસ, વાઘ હણવા જતાં, વામ કરાંબર વીંટી, હરિવદને ધરી, દક્ષિણ ભુજ ખડ્રગે કટિ, છેદી દ્વિધા કરી. ll૧૮. રથ બેસી વનખંડ, વર્ચે વલી જાવતો, અતિ ઉત્કટ ફણી મણિધર, સાતમો આવતો; રક્ત નયન કાલકાંતિ, ધમણ સૂત્કાર એ; જમદંડ તુલ્ય પ્રચંડ, દીસે વિકરાલ એ. ll૧૯લા દેખી ભયે પતિકંઠે, વળગી મંજરી; ભય મ ધરો કહે કુંવર, હેઠો ઉતરી; થંભી મંત્રી ગારૂડી, પરે અહીને દમી; બેસી રથપથ ચાલ્યાં, રણ સઘળું વમી. ૨ના શંખપુરીને દેશ, સીમે વિશરામીયા, ભવઅટવી ઓળંગી, નરભવ પામીયા, બીજે ખડે ઢાળ એ, છઠ્ઠી ઉચ્ચરી, કમલસેના શુભવીર, કુમારને સાંભળી. ૨૧ - હવે કુમાર આ બાજુ રથમાં બેસીને પર્વતના મધ્યભાગમાં ગયો. ચોરે કહ્યા પ્રમાણે બે નદીઓ પણ જોઈ. યક્ષનું મંદિર પણ આગળ જતાં જોયું. સીધી દિશાએ શિલા જોવા થોડેક આગળ ગયો. ત્યાં Page #136 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૬ શિલા પ્ણ જોઈ. કુમારે શિલા ખસેડી નાંખી. ભોંયરું જોવામાં આવ્યું. કુમારે બહારથી બૂમ પાડી. “જયસુંદરી ! હે જયસુંદરી !' પરપુરુષનો અવાજ સાંભળીને એકદમ ચિંતિત થયેલી તે સ્ત્રી ભોંયરા થકી બહાર આવી. ક્ષણમાત્ર કુમારને જોઈને તરત જ તેણે આવકાર આપ્યો. “આવો ! અમારે ઘેર પધારો.” ।।૧।। ૧૦૧ કુમાર ગુફામાં :- કુમારે ગુફાનાં દ્વાર પાસે રથ સ્થાપન કર્યો. દંપતી બંને ભોંયરા થકી જયસુંદરીની પાછળ ચોરના ઘરમાં ગયાં. ત્યાં પણ ચોરપત્ની જયસુંદરીએ સત્કાર કર્યો. પછી પૂછ્યું ? કહો, કયા કારણે આપનું આગમન અમારે ત્યાં થયું ? બેસવા આસન આપ્યું. બેઠા પછી કુમારે ચોર આગળ બનેલી બધી જ બીના કહી સંભળાવી. વળી તે ચોરનું ખડ્ગ પણ પોતે બતાવ્યું. તે ખડ્ગ જોઈ જયસુંદરીએ પણ સત્ય વાત જાણી અને ખાત્રી થઈ કે પતિ પરલોકવાસી થયો છે. તેના કહ્યા મુજબ હવે મારે શરણું આનું જ છે. II૨॥ કામદેવ સરખા કુમારના રૂપને જોઈને ક્ષણવાર તો સ્તબ્ધ થઈ ગઈ. મન ચલિત થયું. ભીંતમાં ચીતરેલી પૂતળીની જેમ સ્થિર થઈ ગઈ. કુમારને એકીનજરે જોવા લાગી. કુમાર પણ તેને જોઈને મોહિત થયો. પાસે મદનમંજરી જોયા જ કરે. કુંવર તો વિચારે છે કે આ શું રંભા છે કે ઉર્વશી છે ? કે જેને જોવામાં જ મારું દિલ આકર્ષિત થઈ ગયું છે ? ।।ઝા અહો ! આ ચોર પાતાલ લોકમાંથી નાગકન્યાનું અપહરણ કરીને લાવ્યો છે કે શું ? નાગદેવતાના ભયથી રખેને આ નાગકન્યાનું નામ તેણે બદલી નાખ્યું લાગે છે. જયસુંદરી નામ રાખ્યું છે. વિકસિત થયેલો કુંવર પણ તેણીની સામે એક નિગાહથી નીરખી રહ્યો છે. વાદી-પ્રતિવાદી એકબીજાની સામે જોઈ રહે. તેમ કુમાર અનેં જયસુંદરી એકબીજાની સન્મુખ જોઈ રહ્યાં છે. તેણીના હૃદયમાં કુમાર પ્રત્યે સ્નેહ ઊભરાયો અને કહેવા લાગી. II૪l “તમારું મુખકમળ જોઈ હું મૂઢ બની છું ? મારી શુદ્ધબુદ્ધ ચાલી ગઈ છે. મારી જાતને પણ હું ભૂલી ગઈ છું. તમારી પ્રેમકટારી લાગવાથી હું ઘાયલ થઈ છું. ઘાયલ થયેલ ચોરને (મારા પતિને) શીતલ-પવન આપીને ઠંડક આપી હતી. તો હમણાં હું પણ ઘાયલ છું તો પ્રેમામૃત આપીને (સિંચીને-પાઇને) મને શાંત કરો. ॥૫॥ તમારી સર્વ પત્નીઓની હું દાસીરૂપે રહીશ. તેમનાં કડવાં વચનો પણ આપની આજ્ઞા હશે તો હું સહન કરી લઈશ. પણ મારો ઉદ્ધાર કરો. વિષ્ટામાં પડેલું રત્ન પણ હાથમાં લઈને પાણી વગેરેથી કરીને ગ્રહણ કરાય છે અને હિતકારી એવું બાળકનું વચન પણ ચિત્તમાં ધારણ કરાય છે. તેવી રીતે હે પરદેશી ! મારો સ્વીકાર કરો. તિરસ્કાર ન કરશો. ।।૬।। નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ચંડાળ પાસેથી પણ ઉત્તમ વિદ્યા શીખવી અને સ્ત્રીરત્ન દુષ્કળ (નીચકુળ)માંથી પણ ગ્રહણ કરવું.” વળી કૃષ્ણ વાસુદેવે પણ સમુદ્રની પુત્રી લક્ષ્મીજીને પોતાની પટ્ટરાણી બનાવી હતી. અને પર્વતની પુત્રી ગૌરી-કાલી પણ હોવા છતાં રૂદ્રે(શંકરે) પાણીગ્રહણ કર્યું હતું. IIll મારું આ કરોડોનું દ્રવ્ય તમને સમર્પિત કરું છું. હે વાલેશ્વર ! આ ભવમાં દેવ સમાન ગણીને તમારી સેવા કરીશ. જયસુંદરીના પ્રેમભર્યાં વચનો સાંભળીને કુમાર તેણીમાં આસક્ત થયો. તેણીની સર્વ વાત તેને સત્ય લાગી. આ જોઈ મદનમંજરી ચમકી, અને કુંવરને કહેવા લાગી. II૮II મદનમંજરીનો બળાપો :- સ્વામીનાથ ! આ શું કરો છો ? નિર્લજ્જ થઈને, એક પરસ્ત્રીના (ચોરપત્ની) પાશમાં કેમ પડો છો ? તમારી આશામાં હરણીની જેમ હું તો ફંદામાં ફસાઈ ગઈ છું. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ધમિલકુમાર રાસ રે ! મને ખબર નહોતી કે તમે સ્ત્રીલંપટ હશો. હે આર્યપુત્ર ! તમારું પવિત્ર પુરુષવ્રત ક્યાં ગયું? ક્યાં રહ્યું? નીચમાર્ગને અનુસરતાં તમારું નિર્મળ કુળ પણ લાજવું. //લી તમારું કુળવટપણું - તમારો ઉત્તમવંશ અને ક્ષત્રિયપણું પણ ગયું. મારી સાથે કરેલાં કૉલ-વચનો, બોલેલા બોલ – બધું બળીને સાફ થયું. અપવિત્ર એવી વસ્તુ ઉપર કાગડાની જેમ ચોરની સ્ત્રી ઉપર રંજિત થયા છો ! તમારા સર્વ ગુણો નષ્ટ થયા. તમારી જાત-ભાત બધું જ ગયું. ૧૦. વણિકપુત્રી એવી હું તમારા કરતાં ઘણી જ સારી છું. કે એક સખીના વચને કુંવારી કન્યાની જેમ જ મર્યાદા રાખીને પિતાના ઘરમાં કેટલાં વર્ષો સુધી રહી. તમારી ઉત્તમ જાતિ જાણીને હે પ્રાણેશ્વર ! ' હું તમને વરી. તમને પરણી. ને આ શું? I૧૧ સરખી સાહેલીઓનો સાથ છોડીને, તમારે વિશ્વાસે ચાલી આવી. ને સાથે સાથે ચાલવાની છું. તમારા વચને બંધાઇને પિયરિયાંનો સાથ છોડ્યો. માતપિતા અને સાસરિયાના કુલને કલંક લગાડ્યું. તમારી સાથે સંબંધ બાંધીને ચાલી નીકળી. [૧રા. હે સ્વામિન્ ! આ બધું તમારા માટે મેં કર્યું. પણ તમારી તો બુદ્ધિ વિપરીત થઈ ને તમારા હૃદયમાં તેને સ્થાન આપ્યું. મારા માટે તો કોઈ જ સ્થાન ન જ રહ્યું. રે ! હું (ઘર વિનાની) તો બહાર જ રહીને ! હે દેવ ! જોયા વિના જ આ સંસારસમુદ્રમાં હું તો પડી. હવે બહાર નીકળવાનો, કે પાર ઊતરવાનો એકેય આરો કે ઓવારો રહ્યો નથી. આ રીતે મદનમંજરી કલ્પાંત કરવા લાગી. ./૧૩ વળી બોલી...તમે હવે એના સંગે રહીને ભોંયરામાં રમ્યા કરો. અમે તો અમારા સાસરે જઈને સાસુજી તુલસામાનાં ચરણોમાં રહીશું. તમને ખોળવા (શોધવા) માટે અમને જો કોઈ મોકલશે, તો અમે કહીશું કે, “તમારા પુત્ર કૃષ્ણની જેમ નાગકન્યાને સાધવા(મેળવવા) પાતાળમાં ગયા છે. /૧૪ll મદનમંજરી આ પ્રમાણે કટાક્ષ કરવા લાગી. ગંગાના પાણીના તજ્ઞો જેવી સ્ત્રીની વાણીથી ચોરની સ્ત્રી (ઉપર)ના રાગનો મેલ ધોવાતાં, ચિત્તમાં સારી બુદ્ધિ ઉત્પન્ન થઈ. ચોરની સઘળી સંપદાને તથા સ્ત્રીને છોડી દઈને અગડદત્ત ગુપ્તઘર - ભોયરા થકી બહાર નીકળી ગયો. રથને સજ્જ કરી પત્ની સાથે રથ લઈને ચાલી નીકળ્યો. ૧પી નારીચરિત્રની જેમ ગહનવનની અંદર તેણે પ્રવેશ કર્યો. ત્યાં આગળ વળી ભિલ્લોનો સમૂહ ત્રાસ પામીને આમતેમ ચારે બાજુ નાશભાગ કરી રહ્યો હતો. કુમાર વિચારવા લાગ્યો. આ શો વળી ઉત્પાત થયો? તેટલામાં તો યમરાજ સરખો મદોન્મત્ત હાથી - વનહાથી જોયો. ૧૬ વનમાં વિકરાળ વનહાથીનો ભેટો - બે પરદેશી પુરુષોએ કહ્યું હતું કે ચોર-હાથી-સિંહ વગેરે વિકરાળ મળશે. માર્ગમાંથી દુર્યોધન ચોર દૂર કર્યો. હવે વનવાથી વિકરાળ મળ્યો છે. વનવાથી દોડતો રથ તરફ આવવા લાગ્યો. રથમાંથી ઊતરીને કુમારે=(વશવર્તી વિદ્યાને જાણતાં) હાથીને વશ કર્યો. આગળ વળી રથમાં બેસીને ચાલ્યો. ત્યાં પોતાનું પૂંછડું પૃથ્વી ઉપર પછાડીને જાણે પડહો વગાડતો હોય તેવો અને ગુફા જેવડું તેનું મોં પહોળું કરતો સિંહ સામો આવ્યો. તે ક્રોધે ધમધમતો દોડી રહ્યો છે અને તેની કેસરા ઊંચી થઈ ગઈ છે. I/૧૭ી. સિંહનો સામનો - વિકરાળ સિંહને જોઈને મદનમંજરી ભયભીત થઈ ગઈ. કુમારે તેને ધીરજ આપી. કુમાર રથમાંથી ઊતર્યો. સિંહને હણવા માટે ડાબા હાથે વસ્ત્ર વીંટીને, સિંહના મોંઢા આગળ ધર્યું. સિંહ પણ મનુષ્ય-પ્રાણી સમજીને, હાથને વળગ્યો. એટલામાં તો કુમારે જમણા હાથે સિંહના કેડે ખગ જોરદાર માર્યું. અને સિંહ ત્રાડ પાડીને ભોંયતળિયે પડ્યો. ઘડીમાં મરણને શરણ થયો. ૧૮ Page #138 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - to ૧૦૩ વળી-કુંવર રથમાં બેસીને વનની મધ્યમાં ગયો. ત્યાં અતિભયાનક ઉત્કટ ફણાવાળો, મણિધર નાગને ફૂંફાડા મારતો સામે ધસમસતો આવતો જોયો. યમરાજના ડોળા સરખી લાલઘુમ આંખવાળો, ધમણની જેમ ફૂંફાડા મારતો, યમરાજના દંડ જેવો તે પ્રચંડ-વિકરાળ દેખાઈ રહ્યો છે. ૧૯ . નાગને નાથ્યો - આવા ભયંકર નાગને જોઈને મદનમંજરી ભય પામી. અને કુમારને (ગળે) કંઠે વળગી પડી. કુંવરે તેને ધીરજ આપી. પ્રિયા ! ભય પામીશ નહીં. હું તેને ક્ષણમાં વશ કરી લઉં છું. તરત રથમાંથી કુમાર નીચે ઊતરી ગયો. ગારૂડી જેમ મંત્રથી થંભન કરે, તેમ સર્પને દમીને કુમાર રથમાં બેસીને, માર્ગમાં આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં અનુક્રમે સઘળુંયે વન (રણ) વટાવી દીધું. ભય બધા જ ચાલ્યા ગયા અને વન પણ પૂરું થયું. ૨ના અને રથ શંખપુરીના સીમાડે પહોંચ્યો. એટલે જાણે આ સંસારઅટવી ઓળંગીને મનુષ્યભવ પામ્યા હોય તેમ ત્યાં કુમાર અને મંજરીએ રથને છોડીને વિશ્રામ લીધો. હવે ત્યાં આગળ કમલસેના, કુમારને યાદ આવી ગઈ. આ પ્રમાણે વીરવિજયજીએ બીજા ખંડને વિશે છઠ્ઠી ઢાળ પૂરી કરી. દ્વિતીય ખંડની ઢાળ : ૬ સમાપ્ત -: દોહા :એણે અવસર તિહાં સૈન્યના, દેરા તંબૂ દૂર; દેખી સંશય ડોલતા, આવ્યા સુભટ હજૂર. III અગડદત્તને ઓળખી. કરતા તેહ પ્રણામ; કમલસેના રાણી પ્રતે, દેત વધામણી તામ. રા. રાણી મંત્રી પ્રમુખ સવિ, આવી પ્રણમે પાય, બોલાવે તસ પ્રેમશું, કુંવર કરી સુપસાય. all શિબિરમાંહે સહુઆવિયા, નૃપસુત કરી વિશ્રામ; પૂર્વ વૃત્તાંતે પૂછીયો, કહે સેનાપતિ તા. ૪ કુમાર વન ઊતરી ખુલ્લા મેદાનમાં આવ્યો. રથ ઊભો રાખીને કંઈક વિશ્રામ લીધો. ત્યાં તો કુમારે દૂર દૂર સૈન્યના ડેરા અને તંબૂઓ વગેરે જોયું. ત્યાં રહેલા ડેરાવાસી-તંબુવાસી લોકોએ કુમારના પણ તંબુ જોયા. મનમાં સંશય ધરતા સુભટો કુમારના ડેરા પાસે આવી પહોંચ્યા. ૧}ા સુભટોએ પોતાના માલિકને ઓળખી લીધા. સુભટોએ અગડદત્તકુમારને હાથ જોડી પ્રણામ કર્યા અને ઘણા ખુશ થયા. " પાછા ફરી કમલસેનાને વધામણી આપવા દોડ્યા. //રા કુમાર ને કમલસેના - કેટલાક વળી સુભટો કુમાર પાસે બેઠા. થોડીવારમાં જ કમલસેના રાણી - મંત્રી પ્રમુખ સઘળું સૈન્ય ત્યાં આવ્યું અને કુમારને નમસ્કાર કર્યા. અણધાર્યો કમલસેનાનો મેળાપ થવાથી કુમાર પણ ઘણા ખુશી થયા. કુમારે સર્વને પ્રેમથી સત્કાર્યા. (૩ી થોડી ઘણી વાતો કરી, પોતપોતાની શિબિર-છાવણીમાં આવ્યાં. કુંવરે પણ પોતાના તંબુમાં જઈને વિશ્રામ કર્યો. ભોજન આદિ કરીને પરવારી, કુમાર મંત્રી વગેરેએ વાર્તાવિનોદ કર્યો. ત્યાર પછી કુમારે પણ આગળનો વૃત્તાંત પૂક્યો. તે સાંભળીને સેનાપતિ હવે આગળ કહે છે. તેના Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધમિલકુમાર રાસ ઢાળ સાતમી (જીરેજી.ની દેશી) જીરે મારે, સ્વામી સુણો તે વાત; ભિલ્લરણે રણમાં થઈ, જીરેજી જીરે મારે, નિદ્રાવશ ભટ લોક, ધાડ પડી નિદ્રા ગઈ. જીરેજી ||૧|| જીરે મારે, રયણી ઘણી અંધકાર, ગાફલ રણભેટ મંડલી, જીરેજી જીરે મારે, કુંવર ગયા રથ લઈ, વાત કોઈક મુખ સાંભળી. જીરેજી રા. જીરે મારે, સુભટ ઘણા તવ ન, નિજ નિજ મિલકત કર ધરી, જીરેજી, જીરે મારે, રાણીપટ આવાસ, ભીલે ભટે હલ્લાં કરી. જીરેજી II જીરે મારે, અમે સુભટ લેઈ તામ, લોહ કોટ ફરતો કિયો, જીરેજી જીરે મારે, અમે દેખાડ્યા હાથ; તવ ભિલ્લે મારગ દીયો. જીરેજી ૪ જીરે મારે સુભટ સજી ચિહું કોર, રાણી રથ બેસાટીને, જીરેજી જીરે મારે, નીકળીયા નિશિમધ્ય, નાઠા સુભટ મિલાવીને. જીરેજી //પા. જીરે મારે, હલકારા ઠામ ઠામ, મેહલી નાથ ગયેષિયા, જીરેજી જીરે મારે, રણ કાપી એણે ઠામ, વાટ જોવંતાં થોભિયા. જીરેજી ll દll જીરે મારે, સકલ ફળી અમ આશ, તુમ દરશને સુખ પામીયા, જીરેજી જીરે મારે, કુંવર હુકમ કરી તામ, સૈન્ય સજી કરી ચાલીયા. જીરેજી llણા જીરે મારે, પામ્યા અખંડ પ્રયાણ, શંખપુરીને પરિસરે, જીરેજી જીરે મારે, દેઈ પટ આવાસ, ઉતારા સરવે કરે. જીરેજી ll જીરે મારે. આગળ જઈ અસવાર, રાયને દીયે વધામણી, જીરેજી જીરે મારે, હરખ્યો સહુ પરિવાર, માતપિતા ઊલટ ઘણી. જીરેજી લા. જીરે મારે, સન્મુખ જાવે સર્વ, હર્ષ કલ્લોલ ધરા નરા, જીરેજી જીરે મારે, પૂનમ ઉદયો ચંદ, સાગરની પરે નાગરા. જીરેજી ll૧ના જીરે મારે, હરખ્યાં સુખભર નેત્ર, આવે સન્મુખ ભૂપતિ, જીરેજી જીરે મારે, લોટત ભૂમિ કુમાર. તાતચરણ કરતો નતિ. જીરેજી ૧૧TI. જીરે મારે, હાથે ઉઠાવી કુમાર, હઈડાભર ભેટી મલ્યા; જીરેજી જીરે મારે, તોરણ ઘર ઘર હાટ, બાંધી ઓચ્છવ બહુ કર્યા. જીરેજી ૧રી જીરે મારે, ઊંચી કરી વૈજયંત, ફૂલ પગર શેરી ભય, જીરેજી જીરે મારે, હસ્તી બંધ કુમાર, બેસી પુરમાં સંચય. જીરેજી ૧૩ - જીરે મારે, પુરવધૂ ગાવે ગીત, બેઠી રથમાં દોય વહુ, જીરેજી . જીરે મારે, મેડી માળ ચડી નાર, વધાવતી અક્ષત બહુ. જીરેજી ll૧૪ll Page #140 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૦ ૧૦૫ જીરે મારે, વાજે બહુ વાજિંત્ર, બંદી બિરૂદાવલી ભણે; જીરેજી જીરે મારે, પગ પગ કરત સલામ, નગરલોક આદર ઘણે. જીરેજી ll૧૫ll જીરે મારે એમ મોહોટે મંડાણ, રાજદુવારે ઊતરે, જીરેજી જીરે મારે, રાજકચેરી મધ્ય, તાત ચરણ વંદન કરે. જીરેજી ll૧દી જીરે મારે, રાય કહે ગઈ રાત, આજ પ્રભાત ઉદય થયો, જીરેજી જીરે મારે, પુણ્ય ઉદય ગુણશ્રેણી, જો તું પરદેશ ગયો. જીરેજી ના જીરે મારે, કુંવર કહે મહારાજ, તુમ દરશન સુરતરૂ ફલ્યો; જીરેજી જીરે મારે, પુઠા અમીયે મેહ, નાઠો અશુભ શુભદિન વલ્યો. જીરેજી ૧૮ જીરે મારે, પામી નૃપઆદેશ, જઈ માતા ચરણે નમે; જીરેજી જીરે મારે, માય દીયે આશીષ, ચિરંજીવો આણંદજો. જીરેજી ૧લા રે મારે, નયનાનંદશું નંદ, મલવે શીતલતા થઈ; જીરેજી જીરે મારે, જનની શોકસંતાપ, વત્સવિયોગ વ્યથા ગઈ. જીરેજી ૨ના જીરે મારે, સુતને દેહ સનેહ, ફરશે સુલસા નિજ કરે; અરેજી જીરે મારે, હરખે નયન જલરેલ, નવરાવી પોતે ઠરે. જીરેજી ગરવી જીરે મારે, સુરવહુ સમ વહૂ દોય, સાસુને પાયે પડે; જીરેજી જીરે મારે, સાસુ દીએ આશીષ, હોજો પનોતી સુત વડે. જીરેજી શરા. જીરે મારે, મંત્રી પ્રમુખ પરલોક, જે જે નમવા આવતા, જીરેજી જીરે મારે, બાંધવ પર નૃપનંદ, પ્રેમ ધરીને બોલાવતા, જીરેજી ૨૩ જીરે મારે, ભોજન જનની હાથ, કરીને નિજમંદિર જતા; જીરેજી જીરે મારે, સુતમુખે સુત વૃત્તાંત, સુણી નૃપ વિસ્મય પામતા. જીરેજી પારસો જીરે મારે, એક દિન કુંવરને ભૂપ, જઈ લગન ગ્રહ બલવતા; જીરેજી જીરે મારે, યુવરાજ પદવી રૂપ, ત્રીજી વહૂ પરણાવતા. જીરેજી ગરપા. જીરે મારે, બીજે ખંડે ઢાળ, ખેદવિચ્છેદન સાતમી; જીરેજી જીરે મારે, મન-તન મેળની વાત, વીર કહે ગુણીને ગમી. જીરેજી ll૨૬ll. હે મહારાજ ! શું બન્યું તે સાંભળો. વિંધ્યાચલ પર્વતની આગળ સકલ સૈન્યના સુભટો નિદ્રાધીન થયા. તે સમયે ત્યાં રહેલા ભિલ્લો અને ભિલ્લપતિ તે રાત્રિએ હલ્લો કરી ચડી આવ્યા. [૧] ત્યારે રાત્રિનો અંધકાર ચારે બાજુ જોરદાર વ્યાપ્ત હતો. તેથી રણના સુભટોનો સમૂહ ગફલતમાં રહ્યો. દેશદિશા કંઈ સૂઝે નહીં. ત્યાં સાંભળ્યું કે રથમાં બેસીને કુમાર પણ તેઓની સાથે રવાના થયો છે. કોઈ સુભટ આવીને બોલ્યો. કેરી તે વખતે ઘણા સુભટો પોતપોતાનો સામાન (મિલકત) હાથ ધરી લઈને નાઠા. જયારે આ બાજુ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધમિલકુમાર રાસ રાણીના તંબુ ઉપર ભિલ્લોના સુભટોએ હુમલો કર્યો. ૩. ત્યારે અમે સુભટોએ (જે હતા તે) એકઠા થઈને રાણીના તંબુને ફરતો મજબૂત કોટ બનાવ્યો. અને ધસી આવતા ભિલ્લોને અમે અમારા હાથનું પાણી બતાવતા હતા. ત્યારે તેમાંના એક ભિલ્લે અમને જવા માટે માર્ગ આપ્યો. ll૪ll પછી રાણી(કમળસેના)ને રથમાં બેસાડીને, ચારે બાજુ સુભટોને રક્ષણ માટે ગોઠવીને,અર્ધરાત્રિએ અમો ત્યાંથી નીકળી ગયા. (અમે તમને મળવા કે વાત કરવા પણ ન રોકાયા. રાણીના રક્ષણ અર્થે) વળી જે સુભટો ભાગી ગયા હતા, તે સૌ અમને રસ્તે મળી ગયા. પા. અમે ત્યાંથી નીકળ્યા બાદ (આપને) સ્વામીને જાણ કરવા, શોધવા સુભટોને મોકલ્યા. પણ આપની ક્યાંયે ભાળ ન મળી. સ્થાને સ્થાને માર્ગમાં એંધાન (નિશાન) પણ મૂકી મૂકીને અમે અહીં સુધી આવ્યા. અમો રણ (વન) ઊતરીને, પાર કરીને અહીંયાં તમારી રાહ જોતા આવી બેઠા છીએ. /// રણમાંથી અહીં બે માર્ગ ભેગા થયા. કયા માર્ગે આપ અમને મળશો? કશી જ ખબર નથી. માટે . રાહ જોતા બેઠા. ને આપ અહીં અમને મળી ગયા. આપના દર્શનથી અમારી સઘળી આશા પૂરી થઈ અને સુખ પણ થયું. સઘળી હકીકત સાંભળીને કુમાર પણ ખુશ થયા. કુમારની આજ્ઞા થતાં પ્રયાણ આગળ આદર્યું. //ળી શંખપુરીની સરહદે - અખંડ પ્રયાણ કરતાં શંખપુરીના પરિસરે આવી પહોંચ્યા. જયાં આગળ ઊંચા ઊંચા તંબુડેરા તાણીને સર્વેએ પડાવ નાંખ્યો. ૮ એક સુભટને નગરમાં (આગળ) રાજાને વધામણી દેવા મોકલ્યો. વધામણી સાંભળીને માત-પિતા (રાજા-રાણી) પરિવાર અતિ આનંદ પામ્યો. II. નગરની બહાર પરિસરમાં રહેલા કુમારની નગરના લોકોને જાણ થતાં, સૌ મળવાને જવા લાગ્યા. પૂર્ણિમાના ચંદ્રનો ઉદય થતાં જેમ સાગર ઊછળે, તેમ નગરના લોકોને આનંદ સમાતો નથી. ટોળાં ઉમટી પડ્યાં I/૧૦ના વર્ષથી જેની આંખો આનંદિત થઈ છે તેવા કુમારના પિતા અને માતા પણ કુંવરને મળવા આવ્યાં. ત્યારે કુમાર પણ ઉતાવળો પિતાની સન્મુખ ગયો ને મસ્તક અડાડી તાતનાં ચરણોમાં નમ્યો. જન્મદાતાને પણ પગે લાગ્યો. ૧૧|| રાજાએ પોતાના સ્વહસ્તે નીચા નમીને દીકરાને ઉઠાવ્યો. વહાલથી આલિંગન દીધું. પિતા-પુત્ર અતિવર્ષથી હૈડાભર ભેટ્યા, મળ્યા. આનંદિત થયા. નગરજનોએ ઘેર ઘેર તોરણ બાંધ્યા. ઘણા ઉત્સવ થવા લાગ્યા. ll૧૨ કુમારનો નગરપ્રવેશ - ઊંચી ધ્વજાઓ ફરકવા લાગી. શેરીએ જળ છંટાયાં. ફૂલો બીછાવ્યાં. હાથીની અંબાડી ઉપર બેસાડીને કુમારને સામૈયા સાથે નગરપ્રવેશ વાજતે ગાજતે કરાવ્યો. ૧૩ કુમારની બંને સ્ત્રીઓ કમળસેના - મદનમંજરી રથમાં બેઠેલી છે. નગરની નારીઓ મંગળ ગીતો ગાઈ રહી છે. તો વળી કેટલીક નગરની નારીઓ મેડીના માળે ચડીને કુમારને અક્ષતથી વધાવી રહી છે. ૧૪ ચારે બાજુ ઘણાં વાજિંત્રો વાગી રહ્યાં છે. બંદીજનો બિરૂદાવલી પોકારી રહ્યાં છે. નગરના લોકો આદરપૂર્વક પગલે પગલે સલામ ભરીને સત્કાર કરી રહ્યા છે. રાજમાર્ગ ઉપર થઈને કુમાર મહેલ તરફ જઈ રહ્યા છે. ૧પીએ પ્રમાણે મોટા આડંબરપૂર્વક કુંવર રાજદરબારે આવ્યા. હાથીની અંબાડીએથી ઊતરી રાજસભામાં આવીને પિતાને ચરણે નમ્યા. ૧૬ રાજાને હરખનો પાર નથી. હરખનાં આંસુ દડદડ વહેવા લાગ્યાં. રાજસભા ભરચક ભરાઈ ગઈ છે. છતાં સર્વત્ર શાંતિ પથરાયેલી છે. રાજા ઊભા થઈને કહેવા લાગ્યા. તે સભાજનો ! આપણી સૌની Page #142 -------------------------------------------------------------------------- ________________ ખંડ. ૨: ઢાળ - ૮ ૧૦૦ રાત્રિ પૂરી થઈ છે. સુવર્ણમય પ્રભાત પ્રગટ્યું. હે વત્સ ! તું પરદેશ ગયો, તો પરદેશમાં તારા પુણ્યનો ઉદય થયો. રાજઋદ્ધિ, સુખ-સમૃદ્ધિ-રાજરમણી વગેરે મેળવ્યું. વળી નવા નવા ગુણો મેળવ્યા. ગુણવંત ગૌરવવંત થયો. મારો મનોરથ સફળ થયો છે. //કુમાર કહે છે “મહારાજા ! આજે આપના દર્શનથી મારે તો કલ્પવૃક્ષ ફળ્યો છે. અમૃતના મેહ વરસ્યા છે. અશુભ દિવસો દૂર ગયા. શુભ દિવસો આવ્યા છે. ૧૮. આ રીતે પરદેશની અનેક વાતો કરીને, પિતાની રજા લઈને માતાના મહેલે ગયો. માતાને ચરણે નમસ્કાર કર્યા. માતાએ શુભાશિષથી નવરાવી દીધો. “બેટા ! ચિરંજીવો! બેટા આનંદમંગલ છે ને? II૧૯ાા હે દીકરા ! તમને જોવાથી નયનો આનંદિત થયાં. તને મળતાં હૃદયને શાંતિ થઈ છે. હે વત્સ ! આ માતાનો શોક સંતાપે અને પુત્રવિયોગની વ્યથા એક ક્ષણમાં તને જોતાં દૂર થઈ છે. ૨૦ના સુલતામાતાએ સ્નેહપૂર્વક પુત્રના માથા ઉપર હાથ ફેરવ્યો. હર્ષથી નયને જળ વરસાવતી પુત્રને નવડાવી દીધો અને ઠંડકને પ્રાપ્ત કરી. રવા દેવી સરખી બંને પુત્રવધૂ પણ પતિને અનુસરતી સાસુજીને પગે પડી. સાસુએ આશીર્વાદ આપ્યા. “મારા પુત્ર વડે ગૌરવ પ્રાપ્ત કરજો. ઉભયકુળને શોભાવજો. ll૨રા માતાને નમસ્કાર કરીને કુંવર હવે રાજસભામાં આવ્યો. મંત્રી-સેનાપતિ પ્રમુખ-નગરના મોટા મોટા લોકો જે જે નમવા માટે આવે છે તે સર્વને બંધુની જેમ કુંવર પ્રેમપૂર્વક બોલાવે છે. આવકારે છે. /ર૩ી સમય થતાં માતાના હાથનું ભોજન કર્યું. કુંવર પોતાના મહેલે ગયો. પુત્રના મુખે પુત્રનું સર્વ વૃત્તાંત સાંભળી રાજા આદિ સૌ વિસ્મય પામ્યા. ll૨૪ll હવે એક દિવસ રાજાએ ઉત્તમ ગ્રહો જોઈને અગડદત્ત કુમારને પદવી રૂમી ત્રીજી સ્ત્રી પરણાવતા હોય તે રીતે ઘણા ઠાઠપૂર્વક મહામહોત્સવયુક્ત યુવરાજ પદવી આપી. ૨પા ખેદનો વિચ્છેદ કરતી, તનમનનો મેળાપ કરતી, ગુણીજનોને ગમે તેવી સુંદર વાતો બીજા ખંડને વિશે સાતમી ઢાળમાં પં. વીરવિજયજી મહારાજે કહી. //ર૬ll. દ્વિતીય ખંડની ઢાળ - ૭ સમાપ્ત -- દોહા - મદનમંજરી મોહોટે પદે, કમલસેના લઘુ કીધ; અગડદત્ત બલપુણયને, બોલ્યું વચન તે સિદ્ધ. III જે જયેષ્ઠ પ્રિયા તે પ્રિયતમા, લક્ષ્મી પૃતિ અતિગેહ; જીવિત વિશ્વાસ પણે, ધરતો ગાઢ સનેહ. ll રા તાતશિખામણ સમરતી, સતિપતિ ભક્તિકાર; દવસમાં ગણે કંતને, કમલસેના લઘુ નાર. Hall શોક્ય સહોદરી સમ ગણે, ન ધરે મત્સર ધ્યાન, ગુરુજન વત્સલતા ધરે, સેવકને સન્માન. ૪ll ન મળે નવિ વાસો વસે, રોહિણિશું રતિભાવ, પણ કુમુદિની શશિ દર્શને, વિકસિત જાતિ સ્વભાવ. પા. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધમિલકુમાર રાસ કુમાર યુવરાજપદે - કુમાર યુવરાજપદને શોભાવતાં પોતાનો સમય સુખમાં વિતાવે છે. મદનમંજરીને પટ્ટરાણી પદે, કમલસેનાને લઘુપટ્ટરાણી પદે સ્થાપીને, મોટી-નાની બંનેને પદ આપે છે. પુણ્યબળે કરીને અગડદત્તે પોતાનું બોલેલું વચન સિદ્ધ કર્યું. ૧ાા બંને પ્રિયા ઉપર અપાર પ્રેમ દાખવતો કુમાર, મોટી પ્રિયતમાના સૌન્દર્ય અને ચાતુર્યમાં આસક્ત કુમાર પોતાના પ્રાણસમી મદનમંજરીને માને છે. તેનામાં વધુ પ્રેમલીન બનતાં, ગાઢસ્નેહ ધરતો હતો. રા. કમલસેના હંમેશાં પિતાની શિખામણને સંભારતી, પતિને પરમેશ્વર ગણીને સતીસ્ત્રીની જેમ સ્વામીની પરમભક્તિ કરતી હતી. Ilal શોક્યને બહેન સમાન ગણી, તેનું માન સાચવતી. ક્યારેય તેના પ્રત્યે ઇર્ષ્યા કરતી નહીં. મોટીબેન તુલ્ય ગણતી. ગુરુજન ઉપર પૂજયબુદ્ધિ રાખતી. સેવકજન પરિવારને યોગ્યતા પ્રમાણે વાત્સલ્યભાવે સંતોષતી હતી. I૪ll કુમાર મદનમંજરીમાં રક્ત - મદનમંજરીમાં રક્ત કુમાર ક્યારેય કમલસેનાને આવાસે જતો નથી. ક્યારેય મળતો પણ નથી. રોહિણી પ્રત્યે ચંદ્રને રતિ હોય તેમ મદનમંજરી સાથે જ હંમેશ પ્રેમ ધારણ કરતો. કુમાર કમલસેનાને યાદ પણ કરતો નથી. છતાં પણ ચંદ્રદર્શને કમલિની જાતિનાં કમળો સ્વભાવથી વિકસિત થાય છે. તેમ કમલસેના હંમેશાં મનથી વચનથી કાયાથી, પ્રફુલ્લિત રહેતી હતી. //પી' ઢાળ આઠમી (વનમાં વિસારી હાલે વાંસળી...એ દેશી) નૃ૫નંદનચંદન સમગુણે, પણ પટ્ટરાણી સંઘાત; રાગવિલુદ્ધો નિત્ય રહે, જેમ જીવન પયની સાથ. મદનમંજરી મુખ મોહી રહ્યો.../૧ મદનમંજરી મુખ મોહી રહ્યો. ચિત્રાવલી ચતુરને હાથ; લોહચમક ક્યું ચિત્ત હલ્યું, દૂર પલક ન પ્રેયસી નાથ..મ...રા ખીરે ગુણ દીધા નીરને, પય અગનિ ધરતો જોય; ' નિજ તનુ જીવિત જ્વાલતે, ઝંપાવે અગનિ પય સોય...મ...lall ધä કોઈનું પાછુ નવિ વલે, વલે પાણીથી પાછું દૂધ; દોય પ્રીતિભર ખેલંતા, બીજી ભૂલી ગયા સુધબુધ...મ.... પણ તાતની આણા શિર વહે, દોય રાજ્ય પ્રતાપ તપત, મધુ માધવ સુરભિ કરે, દિશિ દક્ષિણ વાયુ વહત.મ.પા એણે અવસર રવિ દક્ષિણ જતે, ભૂમિ સ્ત્રી શીત પીડા દેખ, અનંગ આકાશ ઉતર્યો, વરતાવે આણ વિશેષ.......Iell મધુમત્ત ભમરીયો રણઝણે, ઝંકારવ મંગલગીત, ઋતુ વસંતરાય આવીયો, વેધક જન વિકસ્યાં ચિત્ત...મ..Iણા . Page #144 -------------------------------------------------------------------------- ________________ ખડ : ૨: ઢાળ - ૮ ૧૦૯ ચતુરાં બનવય ઝગમગે, પતિસંગે તેમ ઋતુ રાય; દેખી અવનીતલ ઝગી, વનરાજી કિસલપત્ત છાંયમ...Iટા જાઈ કેતકી માલતી ભોગીયા, ભમરા વનફૂલે ફરત, શુક શુકી મેના વનતરૂ, કરી માળા જુગલ રમત.મ...લા હંસહસી જુગલ જળ ઝીલતાં, કરે ક્રીડા સરોવરપાળ; મદભર કોયલ ટહુકતી, મુખમંજરી આંબાડાળ...મ.../૧ના ફણસ ચાંપા નારંગિયો, રાયણ દહાડિમ સહકાર, શુંહત સીતાફળ જાંબુડી, ન નમી કેલિ તરૂફળ ભાર...મ../૧૧ ઘરજહર વિરહિણી નારીનો, મલયાનિલ સુરભિવાય, મદ ઉપજાવે જુવાનને, વરત્યો ઓચ્છવ મધુરાય........૧૨ નાગરજનશું નૃપ પરિવર્યા, જાય રમવાને ઉદ્યાન, પવન પ્રેરિત તરૂપલ્લવા માનું નૃપને કરત આહવાન...મ..ll૧૩. તવ અગડદત્ત ચંદનરસૈં, તનુ લેપિત રોપિત માલ; માલતી ફૂલે બાંધીયો, ધમિલ સમારી વાળ...મ../૧૪ શણગાર સજી નિજ હાથશું, મુખ આગળ નાટકશાળ; બેસાડી રમણી રથે ગયો, વનખેલણ ઉજમાળ ...મ..ll૧૫ll એમ નગરલોકસહુ વન ગયા, ન રહ્યો સુખીયો ઘર કોઈ; પણ ન ગઈ તુલસા સતી, વહુ કમલસેના મુખ જોઈ...મ./૧લી. દિયેરને દેરાણીયો ઘર રહી, ભોજાઈની ભક્તિ નિમિત્ત; . પૂછે દેરાણી જેઠાણીને, આ વાત કશી વિપરીત.મ.../૧ળા તમે ભુવનપાલ નૃપનંદિની,વારો વાસો નહીં એક રાત; રાગવિલદ્ધા જેઠજી, એ મદનમંજરી કોણ જાત..મ...૧૮ સા કહે એ પ્રીતમ મન વસી, નકશી શેલી સોવનપ્રીત; મુજથી અધિક એ ગુણવતી, કુલ ઉત્તમ જાતિ વિનીત...મ../૧લા ખાસ દાસી કુમારની તેણે સમે, ભોગ સામગ્રી લેઈ જાત; કમલસેના તેડી કહે, મુજ પીયુને કહો રહ વાત..મ..રવા એકનગર રજકઘર રાસો વદે નિજાતિને નિશિ વાણ; અવનીપતિને કહો એક દિને મુજ ઉપર કરે પરિયાણ..મ....રિવા નિશિચર જાયે નૃપ તે સુણી, તેડી રજકને પૂછે સાચ, તે કહે ખર વ્યંતર છલ્યો, નિત્ય વદત વિરૂપી વાચ...મ....રરા Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ધર્મિલકુમાર રાસ નૃપનિશિ ખર ઘર લાવી જળે; નવરાવી ઠવી શણગાર; બેસી નૃપસેના સજી, અશ્વપાટ દીએ પુરબહાર...મ...રી લોકે તુરંગ વખાણ્યો, પણ નવી મુજ જાતિ પ્રશંસી લેત; ચિંતી ખર તિહાં ભૂંકીયો, થયો રાજા જગત ફજેત...મ...૨૪ વળી વાયસી અંબશિખર રહી, તિહાં કોકિલ વ્રતધર લોક; પીક લહી પૂજાપા ધરે, કરે વચન સુણી સહુ શોક...મ...॥૨૫॥ બલીયા પણ છલીયા રાગમાં, રખે બાગમાં પ્રગટે એમ; શીખ એ કડવા તીર શી; જસ ષ્ટિ રાગનો પ્રેમ...મ...l॥૨૬॥ સુણી દાસીએ કુંવરને, સવિ કહ્યું, પણ વાંસનળીનેં ટૂંક; ઓષધેં ન શમે જેહને, પેટ કાંમણ કેરી ચૂંક...મ...૨ણા કેઈ ગાવે ગીત વસંતનાં, નારીકંઠે ફૂલની માળ; મદિરાપાન કરી નાચતા, કેઈ હાથ ગ્રહી કંસતાલ...મ...॥૨૮॥ નરનારી કરી ઘર કેળનાં, ૨મે સોગઠાં બાજી સાર; તરૂઉંચે કુસુમને વીણતી, ઉંચે હસ્તે સ્પર્ધિત તાર...મ...રા પ્રિયા બેઠી હીંચોળે નિજપતિ, કેઈ જુગલ જળે કલ્લોલ; કેઈ હાથ પ્રિયાકંઠે ઠવી, લાલણ લાલસેં રંગરોલ...મ...વા તિહાં કુંવર કુસુમવન ખેલતો, તરૂ બાંધી હિંચોલાખાટ; મદનમંજરી અંકે ધરી, જુએ નવ રસ નવ નવ નાટ...મ...૩૧થી જઈ સરોવરે જલક્રીડા કરે, જેમ કમલાશું મોરારિ; સંધ્યા સમે સહુ ઘર ગયા, નૃપ સાથે નગર-નરનારી ...મ...I૩૨॥ તવ મદનમંજરી કહે કંથને, આજ રમવા સરિખી રાત; પરિકર સહુ ઘર મોકલો આપણ દોય જશું પરભાત...મ...lIsl રહ્યો કુંવર વિસર્જી પરિકરા, વનિતાણું વનમાં તેહ, સવિતા સમરી વલ્લભા, ગયો પશ્ચિમ દિશેં નિજ ગેહ...મ... ૩૪॥ ધમ્મિલકુંવરના રાસમાં, ખંડ બીજે આઠમી ઢાળ; વીર કહે વૈરાગિયા, સુણો આગળ વાત રસાળ...મ...૩૫ll અગડદત્ત કુમાર તો ચંદન સરખા ગુણને ધારણ કરતો હતો. પણ પટ્ટરાણીમાં ઘણો રક્ત હતો. તેની સાથે જ હંમેશાં દૂધ-પાણીની જેમ તેના રાગમા રંજિત હતો. રક્ત રહેતો. ॥૧॥ ચિત્રાવેલી જેમ ચતુરના હાથમાં આવે, અને તેની ઉપર મોહિત થાય તેમ મદનમંજરીનાં રૂપ- ગુણમાં મોહિત હતો. લોહચુંબકની માફક કુંવરનું ચિત્ત તેણીએ હરી લીધું હોવાથી, એક પળ માટે પણ તે દંપતી એકબીજાથી વિખૂટાં પડતાં ન હતાં. ॥૨॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ખંડ - ૨ : ઢાળ - ૮ જગતમાં જોવાય છે કે પાણીને (દૂધમાં નાખી) પોતાની સાથે મળેલું જોઈને, દૂધ પોતાના ગુણ પાણીને અર્પે છે. અર્થાત્ પાણી ધવલ (ધોળું) થયું. જ્યારે દૂધ ગરમ કરવા મૂક્યું, ને દૂધને ઊભરો આવ્યો. તે દૂધ અગ્નિમાં પડ્યું. તેની સાથે પાણી પણ અગ્નિમાં ઝંપાપાત કરે છે. III ગમે તેટલું તેને ધારી રાખવામાં આવે તો પણ તે (દૂધની પાછળ) પાણી પાછુ વળતું નથી. અર્થાત્ ઊભરો બેસતો નથી. પણ વળી બીજું પાણી પાછું તેમાં મળે તો દૂધનો ઊભરો પાછો વળે છે, આ રીતે ક્ષીર-નીરની જેમ બંને પ્રીતિથી ખેલતાં, સંસારના ખરા સ્વરૂપને ભૂલી ગયાં. બંને એકબીજામાં રક્ત થઈને આનંદમાં દિવસો-કાળ ગુમાવવા લાગ્યાં. ॥૪॥ છતાં કુમાર પિતાની આજ્ઞાને માનતો, પિતાની આજ્ઞાને માથે ચડાવતો હતો. પિતા તરફથી મળેલું રાજ્ય, અને પોતાના પ્રતાપથી મેળવેલું રાજ્ય, એમ બંને રાજ્યને બરાબર સંભાળે છે. ચૈત્ર-વૈશાખ મહીનો આવતાં દક્ષિણ દિશામાં વાયુ વહી રહ્યો છે. સુગંધને પ્રસરાવી રહ્યો છે. ।।૫। એ સમયે સૂર્ય દક્ષિણ દિશાએ જઈ રહ્યો છે અને ભૂમિરૂપી સ્ત્રીની શીતપીડાને જોઈને, તે પીડાને દૂર કરવા કામદેવ જાણે પોતાની આણ વર્તાવતો ન હોય, તેમ આકાશમાંથી ઊતર્યો. ટૂંકમાં વસંતઋતુ આવી. ।।૬।। મદોન્મત્ત ભમરીઓ રણઝણ ઝંકારવ (અવાજ) કરતી જાણે મંગલગીત ગાઈને ઋતુરાજ વસંતને આવકારતી હતી અને વસંત આવતાં પ્રેમીજનોનાં ચિત્ત વિકસિત થવા લાગ્યાં. IIના વસંતોત્સવ પતિના સંગથી જેમ ચતુર યૌવનાની યૌવનવય તેજસ્વી બને તેમ, ઋતુરાજના સંગે વનરાજી ખીલી. અંકૂરા અને પાંદડાંની છાંયથી પૃથ્વીનું તળિયું શોભી ઊઠ્યું. ॥૮॥ જુઈ-જાઈકેતકી માલતીમાં આસક્ત ભમરાઓ અતૃપ્તની જેમ એક ફૂલથી બીજા ફૂલ ઉપર ફરવા લાગ્યા. મેના પોપટનાં યુગલો વનનાં વૃક્ષો ઉપર માળાઓ કરી આનંદથી રમી રહ્યાં હતાં. IIII હંસ-હંસીનાં યુગલો જળમાં ઝીલતાં, સરોવરની પાળે ક્રીડા કરતાં હતાં. મદભર કોયલ મીઠી મીઠી ટહુકા કરતી મનોહર મંજરીથી યુક્ત આંબાની ડાળે નૃત્ય કરતી હતી. ।।૧૦। ફણસ-ચંપો-નારંગીરાયણ-દાડમ-સહકાર(આંબો)-શેતુ, સીતાફળ જાંબુડી, આદિ તરૂવરો ફળના ભારથી લચીલચીને જાણે વનક્રીડા કરતાં હતાં. ||૧૧|| મલયાચલનો મંદમંદ સુગંધી વાયુ, વિરહિણી નારીઓની ધીરજને જાણે હરી રહ્યો હતો અને હૃદયને સંતાપી રહ્યો હતો. યુવાન પુરુષોનાં હૃદયમાં તોફાન જગાવી વસંત૨ાજ, જાણે ઓચ્છવ વર્તાવી રહ્યો હતો. ।।૧૨। તે સમયે નગરજનોથી પરિવરેલો રાજા ઉપવનમાં ફરવા માટે આવ્યો. પવનથી પ્રેરાયેલાં વૃક્ષો અને વૃક્ષનાં પાંદડાં, રાજાને આહ્વાન આપતાં ન હોય ...આગતા-સ્વાગતા ન કરતાં હોય, તેવું વાતાવ૨ણ લાગતું હતું. I॥૧૩॥ ત્યારે અગડદત્તે પણ શરીરે ચંદનના રસનો લેપ કર્યો. માળા પહેરી. વાળને સજાવ્યા. માલતીનાં સુંદર ફૂલોની વેણી બનાવીને વાળમાં ભરાવી બાંધી. ।।૧૪। આ રીતે પોતાના હાથે શણગાર સજીને, મદનમંજરી પ્રિયાને, રથમાં બેસાડી. રથની આગળ નાટકની મંડળી રાખીને પરિવારયુક્ત વનમાં તે પણ ગયો . ।।૧૫।। એમ નગરનાં સર્વે લોકો વનમાં ગયાં. નગ૨ના સર્વ સુખી એવા કોઈપણ નગરવાસી ઘરમાં ન રહ્યા. પણ સુલસાસતી પુત્રવધૂ કમલસેનાનું મુખ જોઈને વનમાં ગઈ નહીં. ।।૧૬।। દેરાણી-જેઠાણીની વાતો :- ભાભીની ભક્તિ કરવા, દીયર-દેરાણીઓ પણ ઘેર રહ્યાં. ત્યારે દેરાણી જેઠાણી કમળસેનાને પૂછી રહી છે કે “ભાભીજી !” આ વાત તો કેવી વિપરીત બની ? ॥૧૭॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ધમિલકુમાર રાસ તમે ભુવનપાલ રાજાનાં દીકરી-કુંવરી છતાં એક દિવસ કે રાત પણ તમારો વારો નહીં? અને આ મદનમંજરી કોણ ? કઈ જાતની છે? કે મોટાભાઈ તેમને જોઈને તેને જ આધીન થઈ ગયા છે. આ તો નવાઈ લાગે છે !” ||૧૮માં ત્યારે કમળસેના કહેવા લાગી કે, “સોનામાં જડેલ નકશીકામની જેમ તેની ઉપર તારા જેઠને પ્રીત છે ને તે પ્રીતમના મનમાં વસી છે. મારાથી અધિક ગુણવાન છે, તેની જાતિ અને કુળ ઉત્તમ છે તથા વિનયવાળી છે. માટે પ્રેમ અધિક હોય. ૧૯ો. દેરાણી-જેઠાણી વાતો કરી રહ્યાં હતાં. તે જ અવસરે કુંવરના ભોગની સામગ્રીઓ લઈને કુંવરની દાસી જઈ રહી હતી. તેને બોલાવીને કમલસેનાએ કહ્યું કે “મારા પિયુને એકાંતની અંદર આ હું કહું તે રહસ્યમય વાર્તાને તું કહેજે. ૨૦ળા એક નગરમાં ધોબીના ઘરે ગધેડો હતો. અને તે હંમેશાં પોતાના સ્વામીને કહેતો કે, “રાજાને કહોને કે મારી ઉપર એક દિવસ પ્રયાણ કરે. સવારી કરે.” [૨૧] ધોબીના ગધેડાની કથા - હવે આ વાત રાત્રિચર્યા જોવા નીકળેલા રાજાના સાંભળવામાં આવી. તેથી સવારે ધોબીને બોલાવીને પૂછ્યું કે “આ તારો ગધેડો શું વાત કરે છે? જે હોય તે સાચી વાત બતાવ.” ત્યારે ધોબી કહેવા લાગ્યો. આ ગધેડો બંતરે છલ્યો છે. વ્યંતર વળગ્યો છે. તેથી હંમેશાં તે આવું જેમ તેમ બોલે છે. ૨૨ પછી તે રાત્રિએ તે રાજાએ ગધેડો ઘરે મંગાવ્યો. નવરાવી, શણગાર સજાવી તૈયાર કરાવ્યો. સવારે રાજા સજ્જ થઈને તેના ઉપર અસવાર થયો. સેના લઈને, રાજા નગરની બહાર ગયો. ૨૩ ત્યારે તેની ચાલ ચતુરાઈ જોઈને, “ઘોડો તો બહુ સુંદર છે.” એ પ્રમાણે લોકો તે ઘોડાનાં (ઢાંકેલ હતો. ખબર ન પડી કે ગધેડો છે કે ઘોડો તેથી) વખાણ કરવા લાગ્યા. ત્યારે ગધેડો વિચારવા લાગ્યો કે “આ તો ઘોડાની જાતનાં વખાણ થાય છે. મારી જાતના નહીં. આવું વિચારીને ભૂક્યો. તે સાંભળીને રાજાનો ફજેતો થયો. ૨૪ll રાજનું! વળી કોઈ કાગડી આંબાની ડાળ ઉપર બેઠી હતી. ત્યાં આગળ કોયલવ્રત' કરનારાં લોકો આવ્યાં અને તે કાગડીને કોયલ માની પૂજા કરવા લાગ્યાં. એટલામાં કાગડી “કા” “કા” કરવા લાગી. તે સાંભળી સૌ શોક કરવા લાગ્યાં. (કોયલ ઓળખ્યા વિના પૂજા કરી ફળ શું મળે ?) 1રપી. આ રીતે બળવાન પુરુષો પણ મોહવશે રાગને વિશે ઠગાય છે. માટે રખે બાગમાં કંઈ નવાજુની ન થાય તે ધ્યાનમાં રાખજો . જેને દૃષ્ટિરાગનો પ્રેમ હોય તેને આ શિખામણ તીખા તીર જેવી લાગશે. છતાં તું કહેજે. ર૬ll કમલસેનાની સઘળી વાત સાંભળીને, કુમારની પાસે જઈને દાસીએ સઘળી વાત કહી. સર્વ સંદેશ–વૃત્તાંત કહ્યો પણ કહે છે કે વાંસની નળીમાં મારેલી ફૂંક (નકામી હોય છે) ની જેમ કુંવરે તે વાતને એક કાને સાંભળી બીજા કાન થકી કાઢી નાંખી. પેટમાં જેને કામણની ચૂંક ઊપડી હોય તો ત્યાં ઔષધથી કેવી રીતે શમે ? પરથી અહીં તો કોઈ વસંતના આગમનનાં ગીત ગાઈ રહ્યાં હતાં. કોઈ પ્રિયાના કંઠમાં ફૂલની માળા પહેરાવી વિનોદ કરી રહ્યાં હતાં. કોઈ મદિરાપાન કરી નૃત્ય કરી રહ્યાં હતાં. કોઈ પ્રિયાના હાથમાં હાથ લઈને કંસતાળ બજાવતાં, ગમ્મત કરતાં હતાં. (વસંત મહોત્સવ ચાલતો હતો) Il૨૮માં કોઈ સ્ત્રીપુરુષો કેળનાં ઘર કરીને રમી રહ્યાં હતાં. વળી કોઈ સોગઠાબાજી ખેલી રહ્યાં હતાં. કોઈ સ્ત્રી ઊંચો હાથ કરીને, વૃક્ષ ઉપરનાં ફૂલોને વીણતી “આપણા બંનેમાં કોણ ઊંચું ?” એમ કહીને એકબીજાથી ઊંચા થવાની સ્પર્ધા કરી રહ્યાં હતાં. ૨૯ Page #148 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૯ ૧૧૩ કોઈ પોતાની પ્રિયાને હિંડોળે બેસાડી તેનો પતિ તેને ઝુલાવી રહ્યો હતો. તો વળી કોઈ પ્રિયાના કંઠમાં હાથ સ્થાપન કરી ઝૂલી રહ્યાં હતાં. કોઈ લાલગુલાલથી રંગરોલ કરી રમી-રમાડી રહ્યાં હતાં. ૩૦ના તે સમયે કુમાર કુસુમવનમાં વૃક્ષે હિંડોળા ખાટ બાંધીને, મદનમંજરીને ખોળામાં બેસાડીને રમી રહ્યો છે. ને વળી નવરસયુક્ત નવનવાં જુદાં જુદા પ્રકારના નાટકો જુવે છે. ૩૧/ જેમ કૃષ્ણની સાથે કમલા (લક્ષ્મી) રમે. તેમ યુવરાજ મંજરીની સાથે રમીને, સરોવરમાં બંને જણા જલક્રીડા કરવા લાગ્યાં. અનેક રીતે લીલાને કરતાં સંધ્યાનો સમય થયો. રાજા પાછો ફરી ગયો. નગરનાં નરનારીઓ પણ સમય થતાં નગરમાં આવી ગયાં. li૩રા યુવરાજ પણ જવા તૈયાર થયો. મંજરીએ લાડ કરતાં કહ્યું કે “સ્વામી !” આ રમવા જેવી કેવી રાત્રિ છે? પરિવારને ઘેર મોકલી દ્યો. આપણે પ્રભાતે મંદિરે (મહેલે) જઈશું. ૩૩ll વનમાં એક રાત - પ્રેમગર્ભિત પ્રિયાનાં વચનો સાંભળીને, પરિવારને વિદાય કર્યો. પ્રિયા સહિત પ્રિયતમ વનમાં બંને એકલા (રથ સાથે) રહ્યાં. એ વખતે સૂર્યદેવ પણ પોતાની પ્રિયાને મળવા પશ્ચિમદિશાએ પોતાના ઘર તરફ પ્રયાણ કરી ગયો. અર્થાત્ સૂર્યાસ્ત થયો. ૩૪ મિલકુમારના રાસની બીજા ખંડની આઠમી ઢાળ સમાપ્ત કરતાં શ્રી શુભવીરવિજયજી કહે છે કે “હે વૈરાગી જનો ! હવે આગળ શું વાત બનશે. તે તમે સાંભળો.” રૂપા દ્વિતીય ખંડની ઢાળ : ૮ સમાપ્ત | (સોરઠી) દોહા નિર્ભય રાજકુમાર રથ તરૂ હેઠે થાપીયો; સંધ્યા સમય વિચાર, વનિતાણું વનમાં વસ્યો. ||૧|| ચૂડી ઝલક ખલકાર, પ્રીતમ ગળે ધરી બાંહડી; પગ ઝાંઝર ઝમકાર, ભાલ તિલક દીપે ઘણું... //રા ફરતાં વન મોઝાર, મુખ તંબોલ ધરી કરી; જાણું જુગલ અવતાર, પવન સુગંધી ફરસતાં. llli રાત્રિ ગઈ ઘડી ચાર, શ્રમ પામી પાછાં વળ્યાં, સૂતાં બેહુ નરનાર, આવી રથમાં સુખભરે.. નિર્ભય યુવરાજ પ્રિયાની વાત સાંભળી વનમાં રોકાઈ ગયો. પોતાના રથને વૃક્ષ નીચે સ્થાપન કર્યો. સંધ્યા સમય જાણીને વનિતા સાથે વનમાં નીકળ્યો. ૧. વનિતાની ઝળહળતી ચૂડીઓનો ખલકાર, પગમાં ઝાંઝરનો ઝમકાર થઈ રહ્યો છે. એવી પ્રિયાએ પોતાના બંને હાથ પ્રીતમના ગળે ધર્યા. મંજરીના ભાલે કુમકુમ તિલક શોભી રહ્યું છે. રા મુખમાં તંબોલ ધારણ કરીને બંને જણાં સુગંધી વાતા પવનનો સ્પર્શ કરતાં, આનંદ માણતાં, આમ તેમ ફરી રહ્યાં છે. જાણે કોઈ યુગલિક, વનમાં નવાં અવતર્યા ન હોય, તેવાં બંને દીસતાં હતાં. //all આ રીતે ફરતાં ચાર ઘડી રાત્રિ પસાર થઈ બંને ફરતાં થાકી પણ ગયાં. શ્રમિત થતાં પાછાં ફર્યા અને પોતાના રથમાં બંને જણાં સુખપૂર્વક સૂઈ ગયાં. //૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધમ્મિલકુમાર રાસ ઢાળ નવમી (જીવ જીવન પ્રભુ કિહાં ગયા રે...એ દેશી) રાગે રંગાણી ચેતના રે, વસા વસી ગલી પાસ રે; વાસ ભુવન ધન તન તજી રે, રોરૂએ રૂદત નિરાશ રે.......IIII તપ જપ સુત દૂ વમે રે, રાગ નદી ધન પૂર રે; પડિયા નડિયા વિ જડે રે, પૂર્વે ભાનુદત્ત' સૂર રે....... દેશ ત્યાગ ગુણ એહ છે રે, ઘણ કુટ્ટણ દુઃખ દીઠ રે, રાગ તણો ગુણ એહ છે રે, જોયતી રાતી મજીઠ રે.......ગી પણ ચિત્રશાલી વન ગણે રે, યુવરાજ રમણી પાસ રે; એક પ્રહર રાત્રિ ગઈ રે, સુખભર નિંદ નિવાસ રે......ll મદનમંજરી નિદ્રા વશે રે, લટકંતો એક હાથ રે; ૨થ બાહેર કજનાલી જયું રે, રથનાભિની સાથ રે.......પા ભુર્જે ભુજંગમ ડંશીયો હૈ, દુષ્ટ ફણીધર જાત રે; ડશી ડશી મુજ પન્નગે રે, બોલી નિદ વિદ્યાત રે......મા જાગ્યો કુંવર નિદ્રા તજી રે, શીઘ્ર ઉતરીયો હેઠ. રે; તમશી નિશિ પણ જોવતાં રે, મૂર્ધમણિ ફણી દીઠ રે.......IIના સા મૂર્છિત વિષ વેગથી રે, તસ દુઃખ શોક વિભાગ રે; કુમરે પણ મૂર્છા લહી રે, જેમ વૃક દેખી છાગ રે.......IIII વન વાયુ શીતલ લહી રે, ચૈતન્ય પામ્યો કુમાર રે; પણ નવિ ઉઠી વલ્લભા રે, કીધા બહુ ઉપચાર રે.......લા મંત્ર તંત્રાદિક બહુ કીયા રે, પણ ન થયો ગુણ તાસ રે; થઈ અચેત મૃતક સમીરે, ન લહે નાકે નિશ્વાસ રે.......૧તા અંકે આરોપી તેહને રે, મોહિત સ્નેહ કુમાર રે, કરુણ સ્વરે રોતો તિહાં રે, જેમ વિજોગી નાર રે.......॥૧૧॥ પ્રાણ પ્રિયા હા ક્યાં ગઈ રે, એકલો તજી મુજ રાણ રે; રાજ્ય ભોગ તુજ વિણ કિશ્યો રે, તુજ સાથે મુજ પ્રાણ રે......૧૨॥ લક્ષ્મીરૂપ શશીમુખકલા રે, વચન અમૃત કીહાં તુજ રે; દક્ષ કટાક્ષ નયન કિહાં રે, હંસગામિની કહો મુજ્જ રે.......ll૧૩ ૧. વીરવિ. કૃત ચોસઠ પ્રકારી પૂજામાં - દર્શનાવરણીય પૂજામાં અક્ષતપૂજામાં આ નામ છે. દૃષ્ટાંત મળ્યું નથી. Page #150 -------------------------------------------------------------------------- ________________ ખંડ -- ૨ : ઢાળ - ૯ જો ઉત્તર તું નવ દીયે રે, તો જીવિત ધિક્કાર રે; દીર્ઘ પંથે પ્રિયા ચાલીયાં રે, ફૂટે ન હઈઆ ગમાર રે.......ll૧૪॥ શી ચિંતા કરવી ઘણી રે, કરવો કાષ્ઠ પ્રવેશ રે; પ્રાણ પ્રિયા સહ પાવકે રે, બળતાં શમશે ક્લેશ .......૧૫૫ા એમ ચિંતી ખડકી ચિતા રે, માંહે સૂવા૨ી નાર રે; વનદેવને કહે પરભવે રે, હોજો સ્ત્રી ભરતાર રે......॥૧૬॥ એમ કહી હાથ અગ્નિ ગ્રહી રે, જવ પેસે ચય સોય રે; તવ આકાશથી ઉતરી રે,આવ્યા વિદ્યાધર દીય રે...રા...॥૧૭॥ તે કહે સાહસ મત કરો રે, સાંભળ અમ વિરતંત રે; વૈતાઢયે રથનૂપુરે રે, અમ વસતી સુણ સંત રે.......॥૧૮॥ સમેતશિખર યાત્રા કરી રે, વળતા આ વનવાસ રે; અગ્નિ ચિતા નર દેખીને રે, આવ્યાં અમે તુમ પાસ રે.......ll૧લી આચરણા અવિવેકની રે, કેમ કરો કહો સત્ય વાત રે; કુંવરે મૂલ થકી કહ્યો રે, સર્પાદિક અવદાત રે......રવા વાત સુણી વિદ્યાધરે રે, છાંટ્યું મંત્રી જલ અંગ રે, નયનકમળ વિકસી તદા હૈ, ઉઠી બેઠી ખડંગ રે......||૨૧|| મદનમંજરી અવલોકતાં રે, વિસ્મય પામ્યો કુમાર રે, કહે ભલે પાઉધારીયા રે, કીધો અમ ઉપકાર રે........૨૨ તુમ સરિખા નરરત્નનાં રે, દર્શન દુર્લભ થાય રે; જેમ મેરૂધના લોકને રે, સુરતરૂ શીતલ છાંય રે.......॥૨૩॥ મેઘ નદીજલ તરૂ ફળ્યાં રે, રવિ શશી અંબર ઠામ રે; તુમ સરિખા વિધિયેં ધર્યા રે, રત્નગર્ભા ભુવિ નામ રે.......॥૨૪॥ ખેટ કહે અમે નવિ કીયો રે, તુમ ઉપકૃતિ લવલેશ રે; ખેતી બલ કરે કર્ષણી રે, નિજ આતમ ઉદેશ રે......॥૨૫॥ એમ કહી ખેટ ગગને ગયા રે, કુંવર પ્રિયા ગ્રહી બાંહી રે; મંદ મંદ પગ ચાલતી હૈ, અંધકાર નિશિ માંહી રે...રા...॥૨૬॥ કામદેવ-દેહરે જઈ રે, હાથે વસ્ર બિછાય રે; શયન કરાવી સુંદરી રે, કહે તનુ શીતે ઠરાય રે.......રા તવ કુંવર વનમાં જઈ રે, અરણીમાંથી શિખી કીધ રે, જગતે હાથ હુતાશને રે, કાષ્ટની ભા૨ી લીધ રે.......॥૨૮॥ ૧૧૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ધમિલકુમાર રાસ આવતો અતિવેગશું રે, દીઠો ચૈત્યે ઉદ્યોત રે; દીપક સરિખો દેખતાં રે, શીઘ બુઝાવી જયોત રે...રા...રિલા આવી અગ્નિ પાસે ઠવ્યો રે, પૂછે જયોતિ વિચાર રે; સા કહે તમે આવતાં રે, ઝળક્યો અગ્નિ લગાર રે...રા...//૩૦ આભા ઊજલી ભીંતમાં રે, પડતી તે તમે દીઠ રે; અવર કારણ નવિ જાણીયું રે, વાલ્વમ સુગુણ ગરિ રે...રા...૩૧al સાચું કહી પ્રિયા હાથમાં રે, આપી નિજ તરવાર રે; ઉંધે મુખે અગ્નિ ધમે રે, શીતવ્યથા પરિહાર રે...રા...રૂરી તેણે સમે કોશ બહી કરી રે, પગ પડી દૂર જાય રે, મેઘ થકી જેમ વિજળી રે; ઝળકતી શબ્દ સુણાય રે......I૩૭ll વિક્ષોભ લહી ઊઠી કહે રે, શું પડી અસિ તુમ હાથ રે, સા કહે શીત કર ધ્રુજતે રે, કોશ થકી પ્રાણનાથ રે...રા...ll૩૪ નીકળી પડી વસુધા તળે રે, ઝાલતાં ન ઝલાય રે; શીતલતા તનુ ધ્રુજતે રે; ઠંડે હાથ ઠરાય રે...રા...lઉપા કુંવર ખગ માને કરે રે, હરે હુતાશને શીત રે; ચિત્ત ચતુર રસ રીઝમાં રે, રયણી સકલ વ્યતીત રે...રા...૩૬ll બીજો ખંડ એ રાસનો રે, તેહની નવમી ઢાળ રે; વીર કહે શ્રોતા તણાં રે, વિઘન હજયો વિસરાલ રે....રા.../૩ બંનેની ચેતના રાગથી રગિત થઈ છે. સ્ત્રીએ પોતાના બંને હાથ કુંવરના ગળામાં પાશની જેમ નાંખ્યા છે. બંને ઘસઘસાટ ઉંઘી ગયાં છે. સંસારમાં મોહના બંધનને ધિક્કાર છે. જગતનાં પ્રાણીઓ પણ તેની પાસે રાંક બની જાય છે. પ્રેમમાં પડેલા પાગલ પ્રાણીઓ મહેલ-મંદિર-પરિવાર-ધન-તન સર્વ છોડી દે છે. અને નિરાશા પ્રાપ્ત થાય ત્યારે પોક મૂકીને રડતાં હોય છે. //// તપ-જપ આદિ ધર્મ, પુત્ર પરિવાર વગેરે છોડીને, રાગ રૂપી નદીના ઘણા ઊંડા પૂરમાં પડેલાં પ્રાણી શોધ્યાં પણ જડતાં નથી. પૂર્વકાળમાં જેમ ભાનુદા રાજા થઈ ગયો. તેની જેમ મળતા નથી. /રા જુઓને ભાઈ ! રાગના ગુણ આવા પ્રકારના જ હોય છે. આ તેજસ્વી મજીઠને જુઓ. જે દેશ ત્યાગ કરે છે, અગ્નિને સહે ઘણાઘણથી કુટાય, આવાં અનેક પ્રકારનાં દુઃખોને જુએ છે, ત્યારે જિંદગી સુધી ન જાય તેવા લાલચોળ રંગને મેળવે છે. આવા યુવરાજ પણ વનને ચિત્રશાળા ગણી સ્ત્રીને પોતાના પડખામાં લઈને સુખભર એવી નિદ્રા માણી રહ્યો છે. I૪ એક પહોર રાત્રિ પસાર પણ થઈ ગઈ. મદનમંજરી પણ મીઠી નિદ્રા માણી રહી છે. રથમાં રહેલ કમળની નાળ સરખો તે મંજરી)નો એક હાથ બહાર લટકી રહ્યો છે. //પા. ફણીધરનો ડંખ:- તે વખતે દુષ્ટ ફણીધર જાતિનાં કોઈ ભયંકર સર્ષે તેણીની ભુજાને (હાથને) ડંખ Page #152 --------------------------------------------------------------------------  Page #153 -------------------------------------------------------------------------- ________________ 200 Page #154 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૯ ૧૧છે. માર્યો અને મંજરીએ એકદમ ઉંઘમાંથી જાગીને ત્રાડ પાડી. “મને સર્ષે ડસી ડસી.” એ પ્રમાણે રાડો પાડવા લાગી. IIી કુંવર પણ સફાળી જાગી ગયો. શીધ્ર રથમાંથી નીચે ઊતર્યો. તો અંધારી એવી રાત્રિની અંદર મસ્તકે મણિવાળા સર્પને જોયો. IIણા એકદમ વિષ વ્યાપ્ત થવાથી તે મંજરી તરત મૂછ પામી. આવી દશા પ્રિયાની જોઈને કુંવર શોક કરવા લાગ્યો. વાઘને દેખીને છાગ (બકરા)ની જેવી હાલત થાય તેવી હાલત કુમારની થઈ. તે પણ ત્યાં મૂછ પામ્યો. વનમાં મંદમંદ શીતળ પવનની લહેરીથી કુંવરની મૂછ તો વળી. પણ પ્રાણપ્રિયાની મુછ ન વળી. ઘણાં ઉપચારો કર્યા. લા. મંત્રતંત્રાદિ પ્રયોગ અજમાવ્યા. પણ કંઈ અસર ન થઈ. અચેતન મૃતક સરખી, એવી તેણીના નાકના શ્વાસોચ્છવાસ જોવા લાગ્યો. તે જોતાં પણ બંધ હતા. ll૧ના મોહમુગ્ધ કુમાર તેણીને ખોળામાં લઈને, જેમ કોઈ વિરહિણી સ્ત્રી પોતાના પતિને સંભારી રુદન કરે, તેવી રીતે કુંવર રુદન કરવા લાગ્યો. /૧૧l. હા ! હા ! મારી પ્રાણપ્રિયા ! આ વનવગડામાં એકલો મને રખડતો મૂકીને તું ક્યાં ચાલી ગઈ? આ વિશાળ રાજય, આ બધા ભોગો, હવે તારા વિના મારે શા કામના ? તું સમજી લેજે કે, મારા પ્રાણ તારી સાથે જ છે. /૧રી લક્ષ્મી સરખી રૂપવાળી હે ચંદ્રમુખી ! તારા વચનામૃતનું મને પાન કરાવ! એકવાર તો તું બોલ ! તું વારંવાર તારાં દક્ષ એવાં નેત્રકટાક્ષને કરતી હતી, તે તું હમણાં ક્યાં ગઈ ? હે હંસગામિની ! તું શું મારી સાથે રિસાઈ ગઈ છે? I૧૩ અરે ! જો તું ઉત્તર નહીં આપે તો હું પણ મરીશ. રે ! મારા જીવિતવ્યને ધિક્કાર હો ! હે મૂઢ હૃદય ! મારી પ્રિયા લાંબી વાટે ચાલી ગઈ, છતાં તું કેમ ફૂટી જતું નથી ? I/૧૪ll અથવા રે ! અધિક વિલાપ કરવા વડે કરીને શું ? પ્રાણપ્રિયા સાથે કાષ્ઠમાં પ્રવેશ કરી હું પણ અગ્નિમાં બળી મરું. જેથી મારાં આ દુ:ખો અને ક્લેશ દૂર થઈ જાય. /૧૫l - ચિતાની તૈયારી :- એમ વિચારીને આજુબાજુથી લાકડાં એકઠાં કરી ચિતા તૈયાર કરી. તેમાં મંજરીને સુવડાવી. પછી કુમાર અગડદત્ત વનદેવતાને પ્રાર્થના કરવા લાગ્યો કે, “હે વનદેવતા ! પરભવમાં પણ અમે બંને સ્ત્રી ભરથાર હોજો .” એમ કહી. હાથમાં અગ્નિ લઈને ચિતામાં પ્રવેશ કરવા જાય છે, ત્યાં જ ચમત્કાર સર્જાયો). તે જ સમયે આકાશમાંથી બે વિદ્યાધર ઊતરી આવ્યા. /૧૬-૧૭થી વિધાધર યુગલ :- કહેવા લાગ્યા કે “હે ધીરપુરુષ ! કાયર પુરુષને યોગ્ય આવું સાહસ તું ન કરીશ. અમારી વાત સાંભળ. “આ ભરતક્ષેત્રના બે ભાગ કરનાર જે વૈતાઢયપર્વત રહેલો છે તેની ઉપર “રથનૂપુર' નામનું નગર છે. તે નગરના અમે બે વિદ્યાધરો છીએ. /૧૮. સમેતશિખરની યાત્રા કરીને, પાછાં ફરતાં આ વનમાં થઈને અમે જઈ રહ્યા હતા. ત્યાં અગ્નિચિતામાં મનુષ્યને અગ્નિપ્રવેશ કરતો જોઈને અમે અહીં આવ્યા. ૧૯તા. અવિવેકીને યોગ્ય એવું આ તારું આચરણ છે? આવું કેમ કરે છે? ભાઈ ! જે હોય તે સત્ય વાત કહે.” અકસ્માત આવીને આ રીતે અટકાવનાર બે વિદ્યાધરનાં અમૃતમય વચન સાંભળીને, કુંવરે ટૂંકમાં મૂળથી સર્વ હકીકત કહી અને સર્પથી વંશાએલી પોતાની પ્રિયાને ચિતામાં સુવાડેલી બતાવી. ૨૦ કુંવરની વાત સાંભળીને, બંને વિદ્યાધરોએ મંત્રવિદ્યા ભણીને તે જલ સ્ત્રીની ઉપર છાંટ્યું. એટલે તરત મંત્રના પ્રભાવે નયનકમળને વિકસાવતી બેઠી થઈ. આશ્ચર્યથી જોવા લાગી. ૨૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલકુમાર રાસ આ રીતે મંજરીને સજીવન થયેલી જોઈને કુંવર આશ્ચર્ય પામ્યો. અને તે બંને વિદ્યાધરને કહેવા લાગ્યો. “મારા પુણ્યોદયથી તમે અહીં પધાર્યા અને મારી ઉપર તમે મોટો ઉપકાર કર્યો છે. ઉપકાર હવેશ્યુ ભૂલાય ? ।।૨૨।। હે મહાનુભાવ ! પરોપકારમાં રસિક એવા તમોને ધન્ય છે. મા૨વાડનાં લોકોને કલ્પવૃક્ષની છાયા દુર્લભ છે. તેમ તમારા જેવા (વિદ્યાધરના) ઉત્તમ-જનોનાં દર્શન દુર્લભ છે. ।।૨૩। મેઘ-નદીનાં પાણી - વૃક્ષનાં ફળો, આકાશમાં રહેલા સૂર્ય-ચંદ્ર, તમારા સરખાં મનુષ્યો...વગેરેને વિધાતાએ આ પૃથ્વી ઉપર ધારણ કર્યાં છે. તેથી તો જગતમાં તે (પૃથ્વી) રત્નગર્ભા નામને ધારણ કરે છે. ।૨૪। ત્યારે વિદ્યાધર કહેવા લાગ્યો કે “ભાઈ ! અમે લેશમાત્ર તારી ઉપર ઉપકાર કર્યો નથી. ખેડૂત પોતાના સ્વાર્થ માટે ખેતી કરે છે અને તે ધાન્યથી જગત જીવે છે અમે પણ અમારા આત્માના કલ્યાણ માટે માનવધર્મ બજાવ્યો છે.” ॥૨૫॥ ૧૧૮ આમ કહી વિદ્યાધરો આકાશમાર્ગે ચાલ્યા ગયા. કુંવરે પણ પ્રિયાનો હાથ પકડી ઉઠાડી. મંજરી ગાઢ અંધકારમાં મંદ મંદ ગતિએ કુંવરનો હાથ પકડી ચાલવા લાગી. ॥૨૬॥ કામદેવના મંદિરે ઃ- બંને જણાં કામદેવના મંદિરે ગયાં. ત્યાં કુંવરે પોતાનું વસ્ત્ર પાથરીને મંજરીને સુવાડી. મધ્યરાત્રિ વીતી ગઈ હોવાથી ઠંડી લાગી રહી હતી. જેથી મંજરી બોલી કે “હે નાથ ! હું ઠંડીથી ઠરું છું. મને ધ્રુજારી આવે છે.” ।।૨૭ાા ત્યારે કુંવર તેને એકલી સુવડાવીને વનમાં ગયો. અરણિનાં લાકડાં ઘસીને અગ્નિ પ્રગટ કર્યો. તેની મશાલ એક હાથમાં રાખી. આજુબાજુથી બીજાં લાકડાં ભેગાં કરી ભારો (નાનો) કરીને બીજા હાથમાં તે ભારો લીધો. ૨૮ અતિ ઉતાવળી ગતિએ પ્રિયાની પાસે આવી ગયો. ત્યાં દૂરથી કામદેવના મંદિરે પ્રકાશ દેખાયો. દીવા સ૨ખી જ્યોત જોઈ, અને બુઝાતી પણ જોઈ. ॥૨૯॥ કુમાર મંદિરમાં આવીને પૂછવા પણ લાગ્યો. “પ્રિયા ? અહીં પ્રકાશ ક્યાંથી દેખાયો ?’ તેણી પણ કહેવા લાગી કે “તમે આવતા હતા, ત્યારે તમારા હાથમાં રહેલ અગ્નિ ઝળક્યો હશે. તેનો પ્રકાશ તમને દેખાયો હશે. II3II તેની આભા જ ઉજ્જવલ ભીંત ઉપર પડતી જોઈ હશે. હે વાલમ ! અન્ય કોઈ કારણ તો જણાતું નથી.” “રાગી પુરુષ દોષને જોઈ શકતો નથી.” તેવો સામાન્ય નિયમ છે. એટલે પ્રિયાએ જે કહ્યું તે સાંભળી, સજ્જન એવા કુંવરે વાત સત્ય માની લીધી. II૩૧॥ અને પોતાના હાથમાં રહેલી તલવાર પ્રિયાના હાથમાં આપી અને વહાલી પત્નીની શીત ઉડાડવા માટે, વાંકો વળીને અગ્નિ ધમી રહ્યો છે. II૩૨।। તે સમયે કોષમાંથી ખડ્ગ બહાર જઈને દૂર પડ્યું. મેઘમાંથી જેમ વીજળી ઝળકે ને શબ્દ સંભળાય, તે રીતે પોતાની ખડ્ગનો અવાજ કુંવરને સંભળાયો. ।।૩૩।। વિક્ષોભ પામીને કુંવર એકદમ ઊભો થઈ ગયો અને પૂછવા લાગ્યો કે “આ તલવાર તારા હાથમાંથી કેવી રીતે પડી ગઈ ?' ત્યારે મંજરી કહેવા લાગી...હે સ્વામીનાથ ! ઠંડીથી હાથ ધ્રૂજવાથી આ તલવાર કોષમાંથી પૃથ્વી ઉપર પડી ગઈ. જુઓ ! મારો હાથ કેટલો ધ્રૂજે છે. II૩૪/ સ્વામી ! પકડવા માટે ઘણો પ્રયત્ન કર્યો. પણ ઠંડીથી શરીર ધ્રૂજી રહ્યું છે. ને હાથ ઠરી ગયા છે. તેથી રહી હાથમાં નહીં ને નીચે પડી. II૩૫।। રાગથી રંજિત કુંવરે માની લીધું કે તેની વાત સાચી છે. અને પછી કુંવરે તેના હાથમાંથી ખડ્રગ લઈને મ્યાનમાં મૂકી અને વળી પાછો અગ્નિ સળગાવીને, પ્રિયાની ઠંડી દૂર કરી. વળી ચતુરાઇથી વાતો કરી, પ્રિયાને રીઝવતો હતો અને ચિત્તમાં આનંદ માનતો હતો. આ રીતે બાકી રહેલ રાત્રિ વ્યતીત કરી. ।।૩૬।। Page #156 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૧૦ આ રાસના બીજા ખંડની નવમી ઢાળ સમાપ્ત કરતાં કર્તાપુરુષ પંડિત વીરવિજયજી મ.સા. કહે છે કે સાંભળનાર શ્રોતાજનોનાં વિઘ્નોનો નાશ થજો. ।।૩૭ા દ્વિતીય ખંડની ઢાળ : ૯ સમાપ્ત -: દુહા ઃવિષધર વિષ ભયે શર્વરી, જાગરણે વહી જાય; શેષ ઘડી રહી એક તવ, નયણે નિંદ ભરાય. ॥૧॥ સૂતી નિદ્રાભર પ્રિયા, પતિ અંકે ધરી શીશ; નૃપસુત સાસ અધર જુએ, ચરણ ભૂજા નખ વીશ. ॥૨॥ કમલ કુસુમ વન વિકસતેં, ઊગ્યો કિરણ હજા૨; નગર થકી નૃપ પાઠવ્યો, આયો ભટ પરિવાર. ॥૩ણા રાજકુંવર તે દેખીને, મોહની મુખ દ્રગ દેત; ઇષ્ટ વચન મધુરે કરી; જાગવતો ધરી હેત. ॥૪॥ તથાહિ પ્રોભતે પરિમલઃ કમલાવલીનાં, શબ્દાયતે ક્ષિતિરૂહોપરિ તામ્રચૂડઃ શૃંગં પવિત્રયતે મેરુગિરેર્વિવસ્વા, નૃત્શીયતાં સુનયને રજની જગામ ॥૫॥ એતે વ્રજંતિ હરિણાસ્તૃણભક્ષણા ચૂર્ણી વિધાતુમથ યાંતિ હિ પક્ષિણોઽપિ માર્ગસ્તથાપિ સુવહઃ કિલ શીતલેશા, દુત્થીયતાં સુનયને રજની જગામ. ॥૬॥ ચાલુ દુહા જાગી મુખશુદ્ધિ કરી, ૨થ બેઠી તેણી વાર; કુંવર સુભટશું પિ૨વર્ષો આવ્યો નયર મોઝાર. Iા તાત નમી માતાચરણ, પ્રણમે જામ કુમાર; તવ માતા બોલે વચન, શિક્ષા ગર્ભિત સાર. ॥૮॥ એક આંખે જે દેખતાં એક ભુજ કરતાં કાજ, એક પગે નર ચાલતાં, પામે જગમાં લાજ. Ill કુંવર સુણી મંદિર જઈ, કમલસેનાની પાસ. આવી મનાવી બહુ પરે, અંતર પ્રેમ વિલાસ. I॥૧૦॥ વારો વાસો દિવસનો, વહેંચણ કરતો ત્યાંહિ; સુખ વિલસે બેહુ નારીશું, ન્યાય ધર્મ ઉત્સાંહિ ॥૧૧॥ લઘુ બાંધવ આગળ કહે, સઘળી વનની વાત; ત્રણે વર્ગને સાધતો. ભક્તિ માત ને તાત. ૧૨॥ ૧૧૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ વરસ દિવસ સમ વહી ગયાં, એક દિન સભા મોઝાર; કર જોડી યુવરાજને, એમ ભાંખે પ્રતિહાર. ॥૧૩॥ ધર્મિલકુમાર રાસ વિદ્યાધરો આવવાથી મંજરી બચી ગઈ. કુમાર પણ અગ્નિસ્નાનથી બચી ગયો. ઝેરી સર્પનું ઝેર ઊતરી ગયું. પણ હવે બંને સાવધ થઈ ગયા. ફરી આવું ન થાય તે ભયથી રાત્રિ જાગતાં રહ્યાં છે. શેષ રાત્રિની એક ઘડી (વહેલી સવારે-પરોઢિયે) બાકી રહી છે. ત્યારે નયનોમાં નિદ્રા ભરાણી છે. (કુમાર તો બેઠો છે) ॥૧॥ પતિના ખોળામાં માથું મૂકીને, સૂતેલી મંજરી સુખે નિદ્રા લઈ રહી છે. કુમાર પણ ખોળામાં રહેલી મંજરીનાં શ્વાસોચ્છ્વાસ-હોઠ-હાથ-પગ-મુખ-નખ વગેરે ઝીણી નજરે નિહાળી રહ્યો છે. ૨ થોડીવારમાં કમલ અને કુસુમવનને વિકસિત કરનાર સહસ્ર કિરણ (સૂર્ય) ઉદય પામ્યો. નગરમાંથી રાજાએ (પિતાએ) મોકલેલો સુભટનો પરિવાર કુમારને લેવા આવ્યો. કુમાર જ્યાં હતા ત્યાં આવીને ઊભા. ।।૩।। રાજકુંવરે પોતાના સુભટો જોયા. વેળા પણ થઈ હતી. સુભટોને જોઈને કુમાર મનમોહિનીના મુખને જોતો તેને જગાડવા લાગ્યો. ઇષ્ટ અને મિષ્ટ (મીઠાશ) વચનો થકી કુંવર મંજરીને જગાડી રહ્યો હતો. ॥૪ તે આ પ્રમાણે... “હે પ્રિયે ! કમળોનો આહ્લાદજનક પરાગ પ્રસરી રહ્યો છે. વૃક્ષો ઉપર કૂકડાઓ શબ્દ કરીને જગતને જગાડી રહ્યા છે. સૂર્યદેવ મેરુગિરિનાં શિખરોને પવિત્ર કરી રહ્યા છે. હે સુનયને ! રજની વહી ગઈ છે. પ્રભાત થયું છે. માટે તું જાગ્રત થા.” (નિદ્રાને દૂર કરીને, તું હવે જાગ) ॥૫॥ “હે વાલેશ્વરી ! જો તો ! આ મૃગલાઓ પણ તૃણ (ઘાસ) ભક્ષણ કરવા માટે દોડી રહ્યાં છે. વળી આ પક્ષીઓ પણ જો જો ! ચણ શોધવા જઈ રહ્યાં છે. તથા આ માર્ગ પણ ઠંડી ઊડવાથી (દૂર થવાથી) સુખે વહન કરી શકાય તેવો થયો છે. હે સુનયને ! રાત્રિ પૂરી થઈ છે. પ્રભાત થયું છે. માટે..હવે તું જાગ. ઊઠ ! ॥૬॥ કુમારનાં શીતવચનો સાંભળીને મંજરી જાગી. મુખશુદ્ધિ કરી. રથમાં બેઠાં. સુભટોથી પરિવરેલો કુમા૨ મંજરીને લઈને નગરમાં, મહેલમાં આવ્યો. IIII મહેલમાં જઈને પિતાના ચરણે નમસ્કાર કર્યા. માતાને પણ નમ્યો. નમતાં કુમારને માતાએ શિખામણ આપી. શિષ્ટ વચનો કહ્યાં. ॥૮॥ માતાની હિતશિક્ષા હે પુત્ર ! જેઓ એક જ આંખે દેખે છે, એક હાથે કાર્ય કરે છે અને એક પગે જ ચાલે છે તે ક્યારેક આ જગતમાં કોઈક પ્રસંગે અવશ્ય અપમાનિત થાય છે. વત્સ ! વિધિની નજરમાં પણ તારુ કાર્ય અન્યાયયુક્ત ગણાય નહીં, તે ધ્યાનમાં રાખજે. કમલસેનાને પરણીને તું લાવ્યો છે. બંને સ્ત્રીઓને સરખી નજરે જોવી જોઈએ. માતાએ આ રીતે (ગર્ભિત) શિખામણ આપી. ઘણા હૃદયપલટો :- કુમાર વિવેકી હતા. માતાનાં વચન સાંભળીને સમજી ગયો. મંદિરની અંદર જઈને સીધો કમલસેનાના આવાસે (મહેલે) ગયો. પ્રચ્છન્નપણે (ગુપ્તપણે) બહારથી જુએ છે કે તે સુંદરી શું કરી રહી છે ? કમલસેના પણ સવારમાં સ્વામી અગડદત્તની છબી હાથમાં લઈને, તેની સાથે વાર્તાલાપ કરી રહી હતી. જાણે પોતે પરમેશ્વરને પ્રાર્થના ન કરતી હોય ? તેવી રીતે જોઈ રહી હતી. કુંવરને પણ આ દયામણું દશ્ય જોઈને લાગણીનાં પૂર ઉભરાઇ આવ્યાં. સીધો તેની સામે જઈને જ ઊભો રહ્યો. કમલસેના ચિત્રમાં ચીતરેલ પૂતળીની જેમ અનિમેષ નયને આશ્ચર્યથી કુમાર સામે જોઈ રહી હતી. કુમાર મૌન હતો. જાણે..પરણ્યાંની પહેલી ઘડી ! કેમ કે ઘણા સમયે મળ્યાં હતાં. સંયોગની વચમાં ઘણા મહિના વીતી ગયા હતા. થોડી ક્ષણો તો આમ પસાર થઈ. છેવટે તે (કુમાર) બોલ્યો. “પ્રિયે !” કમલસેના પણ બોલી...‘હે નાથ ! મારા પ્રાણ !' Page #158 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૧૦ ૧૨૧ વહાલી ! ઘણા સમયે આવ્યો છું. તે સારું તો નથી જ મને માફ કર ! કરીશને?” “નાથ ! શું બોલ્યા?” મારા કર્મની પ્રબળતા જ માનું છું. ભાવભર્યા શબ્દો સેના બોલી. “પ્રિયા ! આજે મારી ભૂલ મને સમજાઈ છે. પૂજય માતાજીની શિક્ષાથી...માતાને પણ તારા પ્રત્યે, હૈયામાં કેટલું હેત અને માન છે !” “સ્વામિનું ! આજે મારે તો સોનાનો સૂરજ ઊગ્યો. ઘણા દિવસે મને યાદ કરી !” “હા ! બરાબર છે ! પ્રિયે, ઘણે દિવસે પણ આજે મારી આંખ ઉઘડી છે. આજથી સમજ કે મારે મન તું અને તે (મંજરી) બંને સમાન હક્કદાર છો.” યુવરાજે આવવાનો, આગમનનો હેતુ જણાવ્યો. આપના આ વિચારો - આદર્શો કાયમ માટે ટકે એવી પ્રભુને પ્રાર્થના. પણ ! આ તારા હાથમાં શું છે?” રમણીનો નાજુક હાથ પકડતાં કુમાર બોલ્યો. તેણી પણ આંખમાં આંખ મિલાવીને બોલી. “તમારે એનું શું કામ છે? એ તો મનનો જાદુગર છે.” એને ઠપકો આપું છું. એમ કહીને રમણી-સેના હસી પડી. અરે ! જોઉં તો ખરો તારો જાદુગર ! એમ કહેતાં કુંવરે તેણીના હાથમાંથી પોતાની છબી લઈ લીધી. અને બોલ્યો. “હવે આ જડનું તારે શું પ્રયોજન છે? આ જીવતો-જાગતો જાદુગર તો તારી સામે છે. અને તે સ્વતઃ તો તને આધીન થયો છે. તારે જે ઠપકો આપવો હોય તે આપી શકે છે.” ઓહ! તો તો મારા ભાગ્યનો પાસો ફરી ગયો. સ્વામી ! એમ બોલતી કમલા તરૂવરને વેલડી વિંટાઇ જાય, તેમ કુમારને વિંટાઈ ગઈ. યુવરાજે પણ ઘણા દિવસથી કરમાયેલી લતાને પ્રેમઅમૃતથી સીંચી. નવપલ્લવિત કરી. તે દિવસ કમલસેનાના મંદિરે કુમારે વ્યતીત કર્યો. ૧૦ - કુમાર હવે પછી બંને નારીઓની સાથે ન્યાયપૂર્વક રહે છે. એક દિવસ અહીં તો બીજા દિવસે બીજીને ત્યાં વારાફરતી બંનેને સંતોષ• પમાડતો હતો. બંનેની સાથે સંસારનાં સુખ વિલસતાં, અને ન્યાયધર્મનું ઉત્સાહપૂર્વક પાલન કરતાં. કેટલોયે કાળ પાણીના પ્રવાહની જેમ વહી ગયાં. ૧૧ અવસર પામીને કુમારે પોતાના નાનાભાઈને વનની સઘળી વાત કહી. ધર્મ-અર્થ અને કામને અબાધિતપણે સાધતો કુમાર માતપિતાની ભક્તિ કરતો હતો. યુવરાજ આ રીતે પોતાના દિવસો સુખમાં વ્યતીત કરતા હતા. /૧૨ એક વરસ એક દિવસની જેમ તેનું વહી રહ્યું છે. હવે એક દિવસ પિતાની સાથે સભામાં યુવરાજ બેઠો છે. ત્યારે પ્રાતિહાર્ય આવીને બે હાથ જોડીને કુંવરને આ પ્રમાણે કહેવા લાગ્યો. ૧૩ તે ઢાળ દશમી હું તો મોહી છું તમારા રૂપને રે લો..એ દેશી.). ઉત્તરાપંથના વાણીયા રે લો, જાતે સોદાગર જાણીયા રે લો; વાણિજ્ય હેતે આવીયા રે લો, અશ્વ રતન બહુ લાવીયા રે લો. II બારણે ઉભા તે ઘણી રે લો; વછે સાહેબ મલવા ભણી રે લો, કુંવર રજાએ પ્રવેશીયા રે લો, પ્રણમી સુખાસન બેસીયા રે લો. તેરા તે કહે અમ ઘરે મદુરા રે લો, મધ્યે તુરગ બહુ સુંદરા રે લો, એક તુરગ લક્ષણ ભર્યો રે લો, જ્યમ પવનસે સંચર્યો રે લો. Imall સાહેબને જોવા જિશ્યો રે લો, લાખ ફોજો મેં શોભ તિસ્યો રે લો; સાંભલી કુંવર તિહાં ગયો રે લો, દેખી તુરગ વિસ્મય થયો રે લો. જો Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધમ્મિલકુમાર રાસ રોમ સનેહા પાતળા રે લો, વાંકી સમુધર કંધરા રે લો; પૂઠે પૃથુ વક્ષસ્થૂલતા રે લો, કાન લઘુ પીઠ પોહોલતા રે લો. પા. ગગન લંઘન જંઘા બલે રે લો, ચરણછલે નભ ઉચ્છલે રે લો; નિર્માસ મુખ લક્ષણ ઘણા રે લો, દેખી તે અશ્વરતન તણાં રે લો. Ill તુંગ તન તુરગા રૂહે રે લો, અસ્વાર દુર્ધર સમૂહે રે લો; નગર બાહર પાટી દીયે રે લો, સૈન્ય સુભટ ચિત્ત શંકીયે રે લો. શા. વલગાએ કર વલગાડીયો રે લો, પંખી પરે હય ઉડીયો રે લો; જેમ જેમ ખેંચે લગામને રે લો, તેમ તેમ વેગ વડે ઘણે રે લો. IIટા પંચમી ધારા તે વહે રે લો, રાખ્યો પવનપરે નવિ રહે રે લો, નજરે કુંવર નવિ અટકલ્યારે લો, થાક્યા સુભટ પાછા વળ્યા રે લો. લા. નિર્જન વનરણમાં પડ્યો રે લો, વડતરૂ ડાળ ઉપર ચડ્યો રે લો, થાપી ચરણ રહ્યો તેટલે રે લો, અશ્વચિત્ર જેમ ના ચલે રે લો. I/૧ના વક્રશિક્ષિત એ ના વળ્યો રે લો, દુષ્ટ ચેલો ગુરુને મળ્યો રે લો; વલગા ગ્રહી ઘણું તાણીયો રે લો, વિપરીત અશ્વ ન જાણીયો રે લો. I૧૧. દોય પિંડ દુઃખીયા કર્યા રે લો, ચિંતી અગડદત્ત ઉતર્યા રે લો, અશ્વમરણે ચિંતા થઈ રે લો, મધ્યા વેલા વહી ગઈ રે લો. I૧રા અદ્વૈતરૂપ વનચરે રે લો, વનફળ સર જો તો ફરે લો, * ચંદનવન સુરભિ ઘણે રે લો, પંથ પરિશ્રમ પ્રાહુણે રે લો. I૧all તાપ વિપત્તિહર સુંદરી રે લો, સહકાર પિંજરી મંજરી રે લો, બેઠી કોયલ ટહુકાર કરે રે લો, આવ્યો કુંવર એમ ઉચ્ચરે રે લો. I૧૪ો. આવ્યો અગડદત્ત તે વને રે લો, દેખે સ્ફટિક પીઠિકા કને રે લો, પારાગ મણિએ ઘડ્યા રે લો, વિવિધ રતન વચમાં જડ્યા રે લો. I/૧પી. ઘંટ છે બહુલ અવાજનો રે લો, મંદિર શ્રી જિનરાજનો રે લો, વાયુધ્વનિત ધ્વજ પેખણાં રેલો, દિગુવધૂમાન કરે લૂછણાં રેલો. ૧૯ll વાવી પુષ્કરિણીએ નાહીને રેલો, કનક કમલ કર સાહીને રેલો, પ્રાસાદ સુંદર દેખીને રે લો, આનંદભર પ્રવેશીને રે લો. II૧૭થી. આદિદેવ નતિ આચરી રે લો, પૂજે કમલ વિધિએ કરી રે લો, નયનછીપ જુગથી ચલે રે લો, હર્ષાશ્રુકણ મુક્તાફલે રે લો. I૧૮ ધ્વસ્ત વજિન જિન સંસ્તવે રે લો, જેહ સ્તવ્યા સુરદાનવે રે લો, નાથજી લોકાગ્રે રહ્યા રે લો, ભક્તિથી મેં હઈડે 2હ્યા રે લો. ૧લાં Page #160 -------------------------------------------------------------------------- ________________ ખs - ૨ : ઢાળ - ૧૦. ૧૨૩ શક્તિ અનંતી સાંભળી રે લો, ભક્તિથી શક્તિ વેગીલી રે લો; શક્તિ ખાયક ગોપમાન છો રે લો, ભક્તિવશે ભગવાન છો રે લો. If૨ના ભાવના વ્યક્તિએ સાંકલ્યો રે લો, પ્રાસાદથી તે નીકળ્યો રે લો, આગળ પાછળ જીવતો રે લો, દીઠો અશોક તરૂ સોહતો રે લો. ૨૧ માનુ વનમાં નોતર્યા રે લો, વિદ્યાચારણ મુનિ ઉતર્યા રે લો, મુનિગણ મંડલ મારગી રે લો, ચાર જ્ઞાન જ્યોતિ ઝગી રે લો. રરો તીરથ જંગમ સુરતરૂ રે લો, શાંત સુધારસ સાગરૂ રે લો; સાહસગતિ સુર નામ છે રે લો, નામ તિશ્યો પરિણામ છે રે લો. ૨all સંસારદુઃખ દવ જાલમાં રે લો, છાયા શીતલ સંસારમાં રે લો; પુત્ર કલત્ર મુનિવરા રે લો, દુઃખમાં વિસામા એ ખરા રે લો. ૨૪ રત્ન રોહણગિરિ જાણીને રે લો, મેઘધ્વનિ સુણી વાણીને રે લો, દેખી કુંવર આણંદિયા રે લો, આવી સૂરીશ્વર વાદિયા રે લો. ૨પા બેઠા તિહાં વિનયે કરી રે લો, ભૂખ તરસ ઠંડી પરી રે લો, ધર્મ ઉદયસ્થિતિ સાંભળી રે લો, સંસારશેરી વિસરી રે લો. If૨૬ll ખંડ બીજે દશમી ભણી રે લો, ઢાળ મુક્તિ મેલા તણી રે લો; પૂરણ ખંડ ઈહાં થયો રે લો, જંગલમેં મંગલ ભયો રે લો. રહ્યા - પરદેશી સોદાગર - યુવરાજ! ઉત્તરાપથના કેટલાક વણિક સોદાગરો આવ્યા છે અને તે વેપાર અર્થે આવેલા છે તે પોતાની સાથે ઉત્તમ અશ્વરત્નો પણ લાવેલા છે. તે સર્વ વેપારી આપણા મહેલની બહાર દરવાજે ઊભેલા છે. તેઓને આપ શ્રીમાનને મળવાની ઇચ્છા છે. કુંવરે કહ્યું “તેઓને આવવા દો.” આજ્ઞા મળતાં પ્રતિહારી તે વેપારીઓને માન સહિત સભામાં લઈ આવ્યો. યુવરાજને પ્રણામ કર્યા. રાજાને પ્રણામ કરીને, સુખાસન ઉપર બેઠા. મેરા તેમાંથી એક મુખ્ય સોદાગર બોલ્યો કે “યુવરાજ ! અમારા ઘરે અનેક જાતના ઘોડાઓ છે. તેની અંદર સુંદર લાક્ષણિક અશ્વો પણ છે. તેમાં વળી એક અશ્વ તો સર્વલક્ષણે કરીને યુક્ત, પવનની જેમ ગતિ કરનારો છે. આall તમારા સરખા સાહેબને તો તે ખરેખર જોવા યોગ્ય છે. લાખોની ફોજમાં પણ આ ઘોડો શોભી ઊઠે તેવો છે. આ પ્રમાણે સાંભળી કુંવરે પૂછ્યું. “ક્યાં છે તમારા અશ્વો? ચાલો, જોઈએ, કુમાર સુભટો સહિત નગરની બહાર જ્યાં અશ્વો ' રહેલા હતા, ત્યાં તે ઉદ્યાનમાં આવ્યો. એક એક અશ્વને જોતાં કુમાર વિચારવા લાગ્યો. l/૪ * અશ્વોની પરખ - કેટલાક અશ્વોનાં રૂવાટાં સ્નિગ્ધ અને સૂક્ષ્મ હતાં. કેટલાક વક્ર કાંપવાળા હતા. તો કેટલાકનું વક્ષસ્થળ સ્થૂલતા પામેલ અને પૂંઠે પૃથુ હતા. કેટલાકના તો વળી કાન લઘુ અને પીઠ વિશાળ હતાં. પણ કેટલાક જંઘાબળે કરીને ગગનમાં ચાલનારા હતા. કેટલાક ચરણસ્પર્શથી માત્ર આકાશમાં ઊછળે તેવા હતા. મુખ ઉપર માંસ અલ્પ છતાં ઘણા લક્ષણવંત એવા અનેક અશ્વરત્નોને જોઈને, કુંવર મનમાં ચમત્કાર પામ્યો. દી જેનું ઊંચું શરીર હોવાથી ચડવું પણ દુષ્કર છે એવા એક લાક્ષણિક અશ્વ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઘમ્મિલકુમાર રાસ ઉપર આરૂઢ થઈને કુંવરે તેને નગર બહાર આમતેમ પરિપાટી દેતાં ફેરવ્યો. તેની ચાલથી સુભટોનાં મન શંકાશીલ થયાં કે રખેને કંઈ અનુચિત ન થઈ જાય. IIII તેટલામાં તો કુંવરે અશ્વની લગામ પોતાના હાથ ઉપર વીંટીને ખેંચી, ત્યાં તો પંખીની જેમ અશ્વ ઊડ્યો. જેમ જેમ લગામને વધારે ખેંચે તેમ તેમ તેનો વેગ વધી રહ્યો છે. આકાશમાં બમણા વેગથી અશ્વ દોડી રહ્યો છે. ૮।। પંચમી ધારા : (ઘોડાની એક પ્રકારની ગતિ છે.) એ પવનની ગતિની જેમ તેની ગતિ પણ રોકી શકાતી નથી. સુભટો પાછળ દોડી રહ્યા છે. છેવટે કુંવર નજરે દેખાતો નથી. ત્યારે થાકીને સુભટો નિરાશ થઈને પાછાં ફર્યા. II નગરમાં આવીને રાજાને સમાચાર આપ્યા. આ બાજુ કુંવર નિર્જન એવા વનની અંદર જઈ પહોંચ્યો છે. લાગ્યું કે અશ્વ કોઈ રીતે રોકાય તેમ નથી, તેવામાં ઊંચા એવા વડલાનું વૃક્ષ જોવામાં આવ્યું. તેની ડાળ પકડી લીધી, પકડીને કુંવર ઉપર ચડી ગયો. લગામ મૂકતાં જ અશ્વ પણ ચિત્રમાં ચીતરેલ હોય તેની જેમ સ્થિર થઈ ગયો. ન હાલે કે ન ચાલે. ||૧૦|| વક્રશિક્ષિત એ અશ્વ કુંવરને વનમાં ઉપાડી ગયો. જેમ દુષ્ટ ચેલો ગુરુને મળ્યો હોય તો વાળવા છતાં વળે નહીં, તેમ લગામ ખેંચી છતાં તે અશ્વ જરાય ઊભો ન રહ્યો. આ રીતે વક્રશિક્ષા પામેલો છે તે કુંવરે જાણ્યું નહીં. ૧૧|| કુમાર નિર્જન વનમાં :- કુમાર વિચારવા લાગ્યો કે “ઘોડો અને હું બંને દુ:ખી થયાં. બિચારો આજપર્યંત મારા માટે જીવ્યો હશે !' આ પ્રમાણે વિચારી અગડદત્ત વડલેથી નીચે ઊતર્યો. મધ્યાહ્નનો સમય થતાં વનમાં આમતેમ ફરી રહ્યો છે. ।।૧૨।। ગેંડો જેમ વનમાં એકલો ફરતો હોય તેમ, તે કુમાર એકલો ફરી રહ્યો છે. સરોવર તથા વનફળને જોતો હતો. પંથના પરિશ્રમને પામેલા પ્રાહુણાને માટે ચંદનવનની મીઠી મધુર મહેંક ઘણી જગ્યાએ વહેતી હતી. ।।૧૩।। મીઠો પવન તાપને દૂર કરતો હતો. આંબાની પંજરી અને મંજરીને જોઈને કોયલ ટહુકતી હતી. કહેતી હતી કે “મંજરી ! (આંબાની મંજરીને) આ કુંવર આવ્યો છે તેના તાપ-સંતાપને દૂર કરો. વળી તેનું સ્વાંગત કરો. ॥૧૪॥ જંગલમાં જિનમંદિર :- અગડદત્તકુમાર તો સુંદર સહકારના વનની શોભાને જોતો આગળ ચાલ્યો જાય છે. ત્યાં તે વનમાં અચાનક સ્ફટિકપાષાણની પીઠિકા દીઠી. તેમજ પદ્મરાગમણિથી ઘડેલું અને વિવિધ રત્નોથી જડેલું સુંદર મંદિર જોયું. આ મંદિરનો ઘંટ દૂર સુધી સંભળાય છે. અને પવનની લહેરોથી ઊડતી ધ્વજાઓ, જાણે ગગનમાં નૃત્ય કરી રહી હતી. તે જાણે કે દિશારૂપી વધૂને લૂંછણાં દેતી હોય તેવી શોભી રહી હતી. ।।૧૫+૧૬॥ ત્યાં નજીકમાં રહેલી પુષ્કરિણી વાવમાં સ્નાન કરીને કુમાર, હાથમાં સુવર્ણમય કમળ લઈને આનંદ અને ઉમંગથી પ્રાસાદમાં (જિનમંદિરમાં) ગયો. ।।૧૭। મંદિરમાં આદિનાથ પરમાત્મા બિરાજતા હતા. પ્રભુને નમસ્કાર કરી, વિધિપૂર્વક અર્ચના(પૂજા) કરી અને સુંદર એવા કમળ થકી પુષ્પપૂજા કરી. કુમાર ઘણો આનંદિત થયો. તેના બંને નયનરૂપી છીપમાંથી અશ્રુકણો રૂપી મુક્તાફળો ઝરવા લાગ્યાં. આનંદના અતિરેકમાં હર્ષના આંસુ આવ્યાં. ॥૧૮॥ કુમાર હવે પાપનો નાશ કરનાર એવા જિનેશ્વર પ્રભુની સ્તુતિ કરે છે. “હે પ્રભો ! જેની દેવ અને દાનવોએ સ્તવના કરી છે. એવા હે નાથ ! મારા તમને નમસ્કાર હો. આપ તો લોકાગ્રે જઈ વસ્યા છો. છતાં ભક્તિથી મેં હૈયામાં ગ્રહણ કર્યા છે. મારા હૈયામાં બિરાજમાન કર્યા છે. ॥૧૯॥ હે નાથ ! આપ તો અનંતશક્તિના માલિક છો. તેવું સાંભળ્યું છે પણ અમારી ભક્તિ આગળ તો એ શક્તિ દૂર ગઈ હોય તેવું લાગે છે. (તો જ અમે અમારા હૈયામાં આપને ધારણ કરી શકીએ ને.) હે પ્રભુ ! ક્ષાયિક શક્તિના માલિક હોવા છતાં આપે તેને ગોપવી દીધી લાગે છે. માટે તો ભક્તિ વડે હે ભગવાન્ ! અમે તમને વશ કરી શક્યાં Page #162 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ : ઢાળ - ૧૦ ૧૨૫ છીએ. (આમ તો ક્ષાયિક શક્તિને પ્રભુ ! આપે તો પ્રગટ કરી છે.) લોકના અગ્રભાગે રહેલા આપને અહીં સુધી લાવવા તે તો મુશ્કેલ કાર્ય છે. છતાં ભક્તિથી ખેંચીને લાવ્યાં. તેટલો સમય તે શક્તિ વેગળી હશે ? ।।૨૦। આવી અનેક પ્રકારની ભક્તિથી ભાવનારૂપી સાંકળને રચતો કુંવર પ્રાસાદથી બહાર નીકળ્યો. આજુબાજુ જોતાં જોતાં જતાં તેણે એક સુંદર એવું અશોકવૃક્ષ જોયું. ॥૨૧॥ મુક્તિનો મેળાપ :- તે જ વનમાં જાણે કોઈ આવવાનો સંકેત થયો હોય તેમ કુમાર આમ તેમ જુએ છે. ત્યારે ગગનમંડળમાંથી ચાર જ્ઞાનના ધણી એવા મુનિભગવંત પરિવાર સહિત ઊતર્યા. ॥૨૨॥ જંગમતીર્થ અને કલ્પવૃક્ષ સમાન, શાંતરસરૂપી અમૃતના સાગર જેવા અને જેનું નામ છે તેવા જ જેમના પરિણામ છે એવા સાહસગતિ સૂરીશ્વરજી તે અશોકવૃક્ષ નીચે બિરાજમાન થયા છે. I॥૨૩॥ સંસારનાં દુઃખરૂપી દાવાનળની ઝાળમાં બળતાં પ્રાણીઓને શીતળછાયા સરખાં અર્થાત્ સંસારમાં ભલે સ્ત્રી-પુત્ર વગેરે હોય પણ, છતાં ખરા દુઃખમાં વિસામા સરખા આ મુનિવરો છે. ૨૪ રોહણગિરિની અંદર જેમ રત્નોની પ્રાપ્તિ થાય, તેમ આ અટવીમાં મેઘધ્વનિ સરખી વાણીને સંભળાવતા મુનિવરને દેખી કુંવર આનંદ પામ્યો અને તરત જ ત્યાં આગળ આવીને સૂરિજીને વંદન કર્યાં. ॥૨૫॥ ભૂખ-તૃષ્ણા આદિ અંત૨વેદનાને ત્યજીને વિનયપૂર્વક તે દેશના સાંભળવા બેઠો. ત્યાં ગુરુમહારાજ દેશના આપે છે. કહે છે કે “હે ભવ્યો ! દશ દષ્ટાંતે દોહીલો મળેલો માનવભવ ધર્મ કર્યા વિના આ જીવ બધું હારી જાય છે. માનવભવમાં સદ્ગુરુનાં વચનને અનુસરી યથાશક્તિ વ્રતને ધારણ કરે છે તે આત્મા સંસારરૂપી ગહનવનને ઓળંગી કર્મના મર્મને ભેદીને શિવવધૂનાં સુખને જીવાત્મા મેળવે છે.॥૨૬॥ આ રીતે બીજાખંડને વિશે મુક્તિનો મેળાપ કરાવનારી દશમી ઢાળ સમાપ્ત કરતાં વીરવિજયજી મહારાજ કહે છે કે કુંવરને જંગલમાં મંગલ થયું અને બીજો ખંડ પણ પૂરો થયો. ।।૨૭। ચોપાઇ ખંડે ખંડે મધુરતા ઘણી, ધમ્મિલકુંવર ચરિત્રે ભણી; કહે મુનિ વિતક ધમ્મિલ સુણો, શ્રી શુભવીર વચન રસ ઘણો. ॥૧॥ આ રીતે ધમ્મિલકુમાર ચરિત્રમાં એક ખંડ કરતાં બીજા ખંડમાં ઘણી મધુરતા રહેલી છે. શ્રી શુભવીરનાં વચનમાં ઘણો રસ રહેલો છે. હવે (અગડદત્ત) મુનિ આગળ કહી રહ્યા છે. હે ધમ્મિલ ! આગળ શું વીતક બની તે તું સાંભળ ! ॥૧॥ તપોગચ્છાધિરાજ ભટ્ટારકથી વિજયસિંહસૂરીશ્વરજીશિષ્ય, સંવિજ્ઞ પંડિત શ્રી સત્યવિજયગણિ, શિષ્યપંડિત કપૂરવિજયગણિ, શિષ્ય પંડિત ક્ષમાવિજય ગણિ, શિષ્ય પંડિત યશોવિજયગણિ, શિષ્ય પંડિત શિરોરત્નશ્રી શુભવિજયગણિ, શિષ્ય પંડિતશ્રી વીરવિજયગણિ, વિરચિત શ્રી ધમ્મિલકુમાર ચરિત્રે પ્રાકૃત પ્રબંધે દ્વિતીયખંડ સંપૂર્ણ. Iસર્વગાથા।।૩૩૯।। - આ ખંડમાં, મદનમંજરીનો પત્ર – કુમારનો જવાબ, પિતાનો સંદેશ, અગડદત્તનું પ્રયાણ, રસ્તામાં ભિલ્લુ સાથે યુદ્ધ, દુર્યોધન ચોરનું મૃત્યુ, હાથી-સિંહ-સર્પ આદિનું દમન, નગરપ્રવેશ, વસંતોત્સવ, સોદાગરનું આવવું, વક્રગતિ ઘોડા દ્વારા અગડદત્તનું અટવીમાં ઊતરવું, મંદિર જોવું અને મુનિનાં દર્શન વગેરે હકીકત બીજા ખંડમાં જોઈ. ખંડ – ૨ પૂર્ણ દ્વિતીય ખંડની ઢાળ : ૧૦ સમાપ્ત Page #163 -------------------------------------------------------------------------- ________________ અથ તૃતીય ખંડ પ્રારંભ - -- દોહા :જય જય તું જગદીશ્વરી, જગદંબા જગમાંય; જિનવર મુખકજવાસિની, વિદૂષા માત કહાય. ૧. તું ત્રિપદી ત્રિપુરા તથા, તું ત્રિરૂપમય દેવી; શક્તિ સ્વરૂપે ખેલતી, નવનવ રૂપ ધરેવી. મેરા જે ત્રિભુવનમાં ત્રિપુ પદે, તે સવિ તુમ આકાર; નિત્ય અનિત્ય અને વળી, નિત્યાનિત્ય વિચાર. Hall. આદિ શક્તિ તું અભિનવી, ત્રિકકાળે થિર ભાવ; તે સરસ્વતી પ્રણમી નમી મુજ ગુરૂ પ્રબળ પ્રભાવ. II૪ll. ઈષ્ટદેવ પદ્માવતી, કાર્ય સકલ સહચાર; તાસ નમી હવે વર્ણવું, ત્રીજો ખંડ ઉદાર. આપણા વક્તા વાત વિવેકની, લહે પરીક્ષાવંત; જાણ ઝવેરી આગલે, માણેક મૂલ મિલત. llll ગામના નટને મૂર્ણનો, જોગ મળ્યો નહીં સો; આડું અવળું જોવતાં, બેઠાં રણનાં રોઝ III રોઝ તણાં મન રીઝવી, ન શકે પંડિત લોક; વિપ્રકથા વનિતા સુણી, સેરભનો ધરે શોક. IIટા. અંધારે નાટકકળા, બેહેરા આગળ ગીત; ” મૂરખ આગે રસકથા, રાયે સરખી રીત. Imલા કુસુમ સુગંધી ઈંશમાં, ખાયક કુટુંબી જેમ; શાસ્ત્ર રસિક કવિની કળા, થાય નિરર્થક તેમ. I૧ના મૃત સેરભ શુક ચાલણી, કંક હંસ શશી સાર; જલપૂર અહિ ઘટછિદ્ર પશુ, મશક શિલા મઝાર. ૧૧il. સભા ચતુર્દશધા મલે, તિહાં શશી હંસ સમાણ; શ્રોતા વિકસિત ચિત્તશું, સુણજો શાસ્ત્ર પ્રમાણ. ૧રી અગડદા બેઠા તિહાં, ગુરુ સન્મુખ સુવિનીત; ગુરુ પણ અવસર દેશના, દેતા સમય અધીત. ૧al - Page #164 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢળ - ૧ ૧૨૦ અથ તૃતીય ખંડ પ્રારંભ મા સરસ્વતીની સ્તવના :- હે જગદીશ્વરી! હે જગદંબા ! જગમાતા ! જિનેશ્વરનાં મુખકમલમાં વસનારી, હે પંડિતોની માતા ! તું જય પામ ! તું જય પામ ! II હે દેવી ! તું ત્રિપદી, ત્રિપુરા, ત્રિરૂપમય છો. હે શક્તિ સ્વરૂપ ! તું નવાં નવાં રૂપ ધારણ કરીને ખેલી રહી છે. રા. ત્રણ ભુવનમાં નિત્ય, અનિત્ય, નિત્યાનિત્ય એવા ત્રણ પદે કરીને જે કંઈ સર્વ છે તે તારો જ આકાર છે અથવા ત્રિપદીરૂપે પણ તું જ છે. /all આદ્યશક્તિ તું છે. પ્રગટ થનારી પણ તું છે અને ત્રણે કાળમાં સ્થિર રહેનારી પણ તું જ છે. હે સરસ્વતી મા ! તમને હું નમસ્કાર કરું છું. [૪] મારા ગુરુનો પ્રગટ પ્રભાવ અને તેમની અસીમ કૃપા છે. તથા ઈષ્ટદેવી મા પદ્માવતીનો સઘળાયે કાર્યમાં સંપૂર્ણ સહકાર હોવાથી, તેમને નમસ્કાર કરીને હવે વિશાળ એવા ધમિલકુમારના રાસના ત્રીજા ખંડનું વર્ણન કરીશ. //પા વક્તાની વિવેકયુક્ત વાત, પંડિત હોય તે જાણી શકે છે. જાણકાર ઝવેરીની આગળ જ માણેકનું સાચું મૂલ્ય મેળવી શકાય છે. તેની ગામનો નટ અને મૂર્ખ ભેગા થાય તેમાં એકેયને સૂઝબૂઝ હોય નહીં. રણનાં રોઝની માફક મૂર્ખ આડું અવળું જોઈને બેસી રહે છે. એ નટનાટકનું કંઈ મૂલ્ય હોતું નથી. શા તે પ્રમાણે શ્રોતાઓ જો આ રીતે રોઝ જેવાં મનવાળા હોય તો તેને રીઝવી શકાતા નથી. જે કહેવાના તાત્પર્યને સમજી શકતાં નથી તેની આગળ કોઈ બ્રાહ્મણની રામાયણની કથા સાંભળીને, જેમ સ્ત્રી શોક ધરીને બેઠી, તેવી દશા થાય છે. બ્રાહ્મણ કથા કહેતો હતો રામાયણની, તેમાં એક સ્ત્રી સાંભળતી હતી) . રામાયણની કથા અંદર આવ્યું કે “સીતાનું હરણ થયું. તો એક સ્ત્રી લમણે હાથ દઈને શોક કરતી . બેસી રહી. કથા પૂરી થઈ. છતાં તેને ભાન ન રહ્યું. ત્યારે કોઈએ પૂછ્યું બેન ! શું વિચારે છે? કથા -તો પૂરી થઈ. ત્યારે તે સ્ત્રી બોલી, “આપણી કથામાં જોને સીતાને હરણ (હરણિયું) કરી નાંખી. તો તે હરણિયાની સીતા ક્યારે થશે ?” (હરણઅપહરણ કરવું, ઉપાડી જવી. તેવો અર્થ થાય. તો તે ન સમજી. ને કહે હરણી થઈ ગઈ.). આંધળાની આગળ નાટકની કળા, બહેરા (ન સાંભળે તેની) આગળ ગીત-ગાન-વાજિંત્રના નાદ અને મૂર્ખ આગળ રસવાળી કથા આ ત્રણેય સરખું છે. એટલે નકામું છે. ત્યાં કણબી પટેલે ઘેંશ રાંધી જેમાં સુગંધી અત્તર નાંખીને પ્રેમથી ઘેંશ ખવરાવવાની વાત કરી. તેમ શાસ્ત્રરસિક કવિઓની કળા, મૂર્ખ આગળ નિરર્થક-નકામી છે. કણબી પટેલની કથા - એક કણબી (પટેલ) હંમેશાં રાજસભામાં જાય. એકવાર તે કણબી કારણસર બહારગામ ગયો. તેનો છોકરો તે દિવસે રાજસભામાં ગયો. જોગાનુજોગ તે દિવસે કોઈ અત્તર વેચવાવાળો રાજસભામાં આવ્યો. રાજાએ તેની પાસે અત્તર લીધું. રાજસભામાં બેઠેલા બધાની હથેળીમાં એક એક ટીપું અત્તરનું આપ્યું ત્યારે તે કણબીના છોકરાને પણ હથેળીમાં ટીપું અત્તર આપ્યું. ત્યારે તે કણબીનો છોકરો તે ટીપાને તરત ચાટી ગયો. તે જોઈને બધા હસવા લાગ્યા. થોડા દિવસ પછી તે કણબી રાજસભામાં આવ્યો. ત્યારે વાતમાં વાત કરતાં સભાજનો કણબીને કહેવા લાગ્યા કે રાજાએ સૌને અત્તર આપ્યું તેમ તારા દીકરાને પણ હથેળીમાં અત્તર આપ્યું. અને તે ચાટી ગયો. કેવો મૂરખ ! કણબી છે તે સાંભળી કહેવા લાગ્યો કે “મારો દીકરો સાલો મૂરખ છે.” એકલો ચાટી ગયો ? હું હોત તો મને હથેળીમાં ટીપુ આપત, તો તે ઘેર લઈ જઈને પેંશમાં નાંખીને, આખા કુટુંબીજનોને સુગંધી ઘેસ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ધમિલકુમાર રસ ખવડાવત. આ સાંભળી બધા જ ખડખડાટ હસવા લાગ્યા. આમ મૂખની આગળ શાસ્ત્રોની વાતો, શાસ્ત્રોની કથા હાસ્યનું કારણ બને છે. નિરર્થક થાય છે. ||૧૦ના (મૃતક) મડદું, સેરભ - હરણ, શુક - પોપટ, ચાલણી – કંકપક્ષી, હંસ, શશી, પાણીનું પૂર, સર્પ, ઘડામાં છિદ્ર, પશુ, મશક-મચ્છર કે પાણીની મશક, શિલા-પત્થર, અંજાર-બિલાડો. આ પ્રમાણે ઉપર કહ્યા તેવી ચૌદ પ્રકારની સભા મળી હોય તેમાં શશી અને હંસ સમાન છે શ્રોતાઓ તમે સૌ વિકસિત ચિત્તથી શાસ્ત્રનાં વચનો (પ્રમાણભૂત જે છે તે) સાંભળો. ૧૧+૧રી અગડદત્ત હવે વિદ્યાચારણ મુનિની આગળ વિનયપૂર્વક બેઠો છે. ગુરુ પણ સમયને અનુસાર શ્રોતાની રુચિ પ્રમાણે દેશના આપવા લાગ્યા. I/૧૩ ઢાળ પહેલી (ઈડર આંબા આંબલી રે....એ દેશી.) ચેતન ! ચતરી ચેતના રે, પામી આ સંસાર; દશ દષ્ટાંતે દોહિલો રે, માનવનો અવતાર ચતુરનર ! ચેતો ચિત્ત મઝાર. ધર્મ પરમ આધાર...ચ... . ધર્મ વિના પશુ પ્રાણીયા રે, પાપે પેટ ભરત, રૌરવ તે નરકે પડે રે, પામે દુઃખ અનંત..ચ...રા સુગુરુ વચન ઉપદેશથી રે; જે ધરશે વ્રતરંગ; ભવઅટવી ઓલંઘીને રે, લહે શિવવહુ સુખસંગ..ચ...all એણે અવસર તિહાં નૃપસુતે રે, દીઠા પાંચ જુવાન; બેઠા વૈરાગે ભર્યા રે, ધર્મ સુણે વ્રત ધ્યાન.ચ..llઝા કુંવર પૂછે સાધુને રે, રત્નજડિત ઝલકાર; જિનમંદિર અટવી વચ્ચે રે, કોણ કરાવણ હાર...ચ.../પી. પંચબાણને જીતીને રે; પંચ મહાવ્રત હેત; પંચ પુરુષ યૌવન વયે રે; કીધો કેમ સંકેત...ચ....Ill. વૈરાગ્ય કારણ કેમ બન્યું રે, તે કહીએ મહારાજ; સૂરિ કહે સુંદર સુણો રે; રથનૂપુર પુરરાજ...ચ...liી. તે વિદ્યારે એ કીયો રે, વિદ્યાધર અવતાર; નામે જિનમંદિર વડુ રે, ઋષભદેવ દરબાર....ચ...૮ પાંચ પુરુષનું હવે સુણો રે; વૈરાગ્ય કારણ જેહ; ભીમ નામે પલ્લીપતિ રે, વિંધ્યાટવી રહે તેહ...ચ...લા Page #166 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૧ એ પાંચે તસ બાંધવા રે, પંચાનન બલ જાસ; એક દિન તિહાં નિશિ સૈન્યશું રે; કોઈ નૃપ સુતે લીયો વાસ ..ચ...૧ના મદનમંજરી પ્રિયાશું તેણે રે, કીધો દૂર નિવાસ; ધાડ પડી પલ્લીશની રે; સૈન્ય સુભટ લહે ત્રાસ...ચ...॥૧૧॥ કમલસેના રાણી ગ્રહી રે, નાઠા સુભટ વિ તામ; પલ્લીશ ભીમશું રથ ચઢી રે, કુંવર કરે સંગ્રામ...ચ...૧૨/ શંકાણો નૃપભૂ તિહાં રે, જીત્યો ભીમ ન જાય; ચિંતી પ્રિયા થઈ સારથી રે, નયનકટાક્ષે ગ્રહાય...ચ...॥૧૩॥ તવ કુંવર હણી ભીમને રે, રથ બેસી કરી જાય; ભીમ સહોદર પંચ એ રે, ગ્રામાંતરથી આય...ચ...॥૧૪॥ મૃતકારજ કરી ભીમનાં રે, કરી પ્રતિજ્ઞા એમ; બાંધવ વૈર લીધા વિના રે, જીવિતનું છે નેમ...ચ...॥૧૫॥ એ પાંચે ભમતાં થકા રે, વીત્યો કેટલો કાળ; શત્રુ મરણ વિણ નવિ સમી રે; ચિત્ત હુતાશન ઝાળ...ચ...॥૧૬॥ અમર્ષે પૂયા થકા રે, કરતા રૌદ્ર ધ્યાન; દેવકુલે આવી રહ્યા રે; શંખપૂરી ઉદ્યાન...ચ...૧૭ રાજકુંવર તે નયરીનો રે; પલ્લીપતિ હણનાર, મદનમંજરી શું નિશિ રહ્યો રે; તેહ જ વન મોઝાર...ચ...॥૧૮॥ સર્પ ડશ્યો પ્રિયા નેહશું રે, વહ્નિપ્રવેશ કર્યંત; વિદ્યાધર વિષ અપહરી રે; જીવિતદાન દીયંત...ચ...ll૧લા દેવકુલે જઈ નિશિ વસ્યાં રે, વન ઠંડી નરનાર; પ્રિયા સૂવારી પ્રેમશું રે, હૃદય ક્રસ કરધાર...ચ...રવી ત્રીજે ખંડે એ કહી રે, સુંદર પહેલી ઢાળ; ૧૨૯ વીર કહે શ્રોતા સુણો રે, જ્ઞાની વચન ઉજમાળ.......॥૨૧॥ વિધાચરણ મુનિની દેશના :- હે ચેતન ! ચતુરાઈ પામ્યા છો. સાંભળો ! દશ દૃષ્ટાંતે દોહીલા માનવભવને પામ્યા છો. હે ચતુર સુજાણ નરોત્તમ ! ચિત્તની અંદર સમજી લ્યો. ચેતવા જેવું છે. ચેતો ! અને ધર્મકાર્યમાં તત્પર બનો. ॥૧॥ ધર્મવિહોણાં પશુઓ અને પ્રાણીઓ પણ પોતાનું પાપી પેટ ભરે છે અને તેના માટે અનેક પ્રકારનાં પાપો કરી, ભયાનક નરકમાં વાસ કરે છે અને ત્યાં જઈ અનંતા દુ:ખોને પામે છે. ૨ા સદ્ગુરુનાં વચનો સાંભળીને જે પ્રાણી, દૃઢ એવા વ્રતને ધારણ કરે છે તે ભવાટવીને ઓળંગી, Page #167 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ શિવસુંદરીનો સંગ કરતાં મહાસુખને મેળવે છે. IIII અમૃતમય ગુરુનાં વચનો સાંભળી, અગડદત્ત વૈરાગ્યથી ભીંજાય છે. વૈરાગ્યરસથી રંગાયેલાં ચારિત્રવ્રતને દૃઢ કરવા માટે, એક ધ્યાનથી ગુરુમહારાજનો ઉપદેશ સાંભળે છે. તેવામાં યૌવનના પ્રાંગણમાં પ્રવેશતાં પાંચ યુવાન મહાત્માને જોયા. ॥૪॥ અગડદત્તને વૈરાગ્યભાવ અને પાંચ મુનિનાં દર્શન :- અને આશ્ચર્યથી ગુરુને પૂછ્યું કે હે ભગવંત ! આ ભયંકર અટવીમાં મધ્યારણ્યે રત્નથી ઝળહળતું જિનમંદિર કરાવનાર કોણ છે ? ।।પા વળી આ પાંચેય યુવાન પુરુષોરૂપે રંગે સરખી આકૃતિવાળા છે. તે મહાત્માઓ કોણ છે ? જેઓ (કામદેવનાં) પંચબાણો જીતીને પંચમહાવ્રતને સાથે ધારણ કરવા તત્પર કેમ થયા છે ? ।।૬।। અથવા હે મુનિરાજ ! એમના વૈરાગ્યનું કારણ એવું શું બની ગયું તે કૃપા કરીને જણાવશો. ત્યારે સૂરીશ્વર બોલ્યા. સુજ્ઞ ! સાંભળ ! વૈતાઢ્ય પર્વત ઉપર રથનુપુર નામનું નગર છે. IIII ૧૩૦ મુનિવરોની દાસ્તાન (મુનિવરોના વૈરાગ્યનું કારણ) અને અંતર્ગત અગડદત્ત કુમારની કહાની :- તે નગરના વિદ્યાધરેન્દ્ર “વિદ્યાવતાર” નામે વિશાળ આ જિનમંદિર બનાવ્યું છે. જેમાં સુંદર એવી ઋષભદેવ પરમાત્માની પ્રતિષ્ઠા કરાવી છે. II૮॥ હવે આ પાંચેય મહાત્માના વૈરાગ્યનાં જે કારણ છે, તે તું સાંભળ ! વિંધ્યાચલની અટવીમાં ભીમ નામનો પલ્લિપતી રહેતો હતો. ॥૯॥ સિંહ સરખા બળવાન આ પાંચેય તેના ભાઈઓ એટલે ભીમરાજાના પાંચેય ભાઈઓ છે. એક દિવસ કોઈ રાજપુત્ર પરિવાર સહિત આ અટવીમાં પોતાના સૈન્ય - સુભટો સાથે રાતવાસો રહ્યો. ૧૦ તે રાજપુત્રને મદનમંજરી નામની પોતાની પ્રિયા સાથે હતી. પોતાનો પડાવ સૈન્યથી થોડો દૂર નંખાયો હતો. હવે મધ્યરાત્રિએ પલ્લીપતિએ પોતાના પરિવાર સાથે ઓચિંતા ધાડ પાડી. રાજપુત્રના સૈન્યના સુભટો ત્રાસ પામવા લાગ્યા. ॥૧૧॥ રાજપુત્રની બીજી સ્ત્રી કમલસેના પણ સાથે હતી. સૈન્યના સુભટો તે વેળાએ કમલસેના રાણીને ૨થમાં બેસાડી ભાગી ગયા. જ્યારે કુમાર પોતાના રથ ઉપર ચડીને ભીમ પલ્લિપતિ સામે સંગ્રામ કરવા લાગ્યો. ।૧૨।। કુમારે પાછુ વાળીને જોયું. પોતાના સુભટો ન દેખાયા. ભીમ ભયંકર રીતે લડી રહ્યો હતો. કુમારને લાગ્યું કે એકલા હાથે ભીમ જીતી શકાશે નહિ. (સાથે સુભટો હોય તો ભીમને હંફાવે તો પાછો પડે) આવી પરિસ્થિતિને જોતાં મદનમંજરી કુમારને કહેવા લાગી. સ્વામી ! મને આજ્ઞા આપો. હું સારથીપણું સ્વીકારીને તમને જીતાડીશ. કુમારે ૨જા આપી. સારથી બની મંજરીએ રથને સંભાળી લીધો. “પોતાના નયનકટાક્ષે તેને ક્ષોભ પમાડવા લાગી. I॥૧૩॥ ભીમ સ્ત્રીને જોતાં કામબાણથી હણાયો. તરત કુમારે ભીમને ત્યાં હણી નાંખ્યો અને રથમાં બેસી તંબુમાં આવ્યો. ભીમના પાંચભાઈઓ ગ્રામાંતરથી આવ્યા. સવાર થતાં પોતાના ભાઈનું મૃતક જોયું,।।૧૪।। શોકપૂર્વક ભાઈનું મૃતકાર્ય કર્યુ. અને ત્યાં પ્રતિજ્ઞા કરી કે અમારા ભાઈને મારનારનું વેર લઈને જ અમે મરીશું. ૧૫।। પાંચેય ભાઈઓને ભમતાં રખડતાં ઘણો સમય પસાર થઈ ગયો. શત્રુના મરણ વિના ચિત્તમાં પ્રગટેલો વે૨નો અગ્નિ શાંત થતો નથી. ઘણું વિચારતાં વળી વેરના બદલામાં વધારો થયો. વિચારે છે કે પાણી અગ્નિને બુઝાવી નાંખે છે. તો તે અગ્નિનો બંધુ વડવાનલ, પોતાના બંધુનું વેર શોધતો સમુદ્રના પાણીનું શોષણ કરી નાંખે છે. જે મિત્રનો ઉપકાર કરવાને શક્તિમાન નથી અનેે શત્રુ ઉપર અપકાર કરવાનને સમર્થ નથી. તે જીવતાં છતાં (મરેલા બરાબર છે.) અપયશને પામે છે. ।।૧૬।। Page #168 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ઃ ઢાળ - ૨ ૧૩૧ ઈર્ષાની આગમાં બળતાં, રૌદ્રધ્યાનને કરતાં, પોતાના શત્રુ શોધતાં) ફરતાં ફરતાં તે પાંચેય ચોર , શંખપુરી આવ્યા. નગરીની બહાર યક્ષના મંદિરમાં રહ્યા છે. 7/૧૭થા જયારે આ બાજુ ભીમ પલ્લીપતિને મારનારો તે નગરીનો રાજકુંવર પણ વસંતોત્સવના કારણે ત્યાં આવેલો, મદનમંજરી પ્રાણપ્રિયાની સાથે જ તે વનમાં રાત રહ્યો છે. ||૧૮. રથમાં સૂતેલી પ્રિયાને સર્પ ડગ્યો. કુંવર તેની સાથે અગ્નિપ્રવેશ કરવા તૈયાર થયો. ત્યાં કોઈ વિદ્યાધરે આવી તેની પ્રિયાના વિષનું અપહરણ કર્યું. બંનેને જીવિતદાન આપ્યું. ૧૯ી પતિ-પત્ની વક્ષના મંદિરમાં - હવે બંને સ્ત્રી-ભરથાર, વનને છોડીને તે યક્ષના દેવકુળની અંદર રાત્રિએ જઈને રહ્યાં. હૃદય ઉપર હાથ મૂકીને પ્રાણપ્રિયાને પોતાનું વસ્ત્ર પાથરીને તેમાં સુવાડી. ૨૦ના આ રીતે ત્રીજા ખંડને વિષે પ્રથમ ઢાળ સરસ રીતે કહી. પં. વીરવિજયજી મહારાજ કહે છે કે શ્રોતાજનો ! જ્ઞાની ભગવંતોનાં વચનને તમે ઉજમાળ થઈને સાંભળો. ૨૧ તૃતીય ખંડની ઢાળ : ૧ સમાપ્ત -- દોહા :વનતરૂ શીતળ પવનથી, મંત્ર જળે નિશિ શેક; અંબ પલ્લવ પ્રિયા સોવતી, અંગ શિથિલ અતિરેક. ૧૫ તે ટાઢચે કરી ધ્રુજતી, દેખી રાજકુમાર; કાષ્ટ અંગ્નિ લેવા ગયો; એકલી મેલી નાર. કેરા શવ્યાસન ભોજન વસુ, રાજ્ય રમણી ઘર પ્રાય; સૂનાં મૂક્યાં સાત એ; અન્ય અધિષ્ઠિત થાય. all એકલી નારી ન મૂકીએ; જો પણ સતીય કહાય; બાંધવ બાપને દેખીને; ચપલા ચિત્ત ડોલાય. જા ક્ષણભર રાજા વેગળો; કાને પિન લગાય; નિશ્ચિત પઠિત દિનાંતરે, વિદ્યા વિસરી જાય. પણ ઉત્સગે રહી નારીનો, નવિ કીજે વિશ્વાસ; મંસ રુધિર તનનાં દીયાં, તો પણ ન થઈ તાસ. I લાલી કહેતી બાપડી, અવળા ખ્યાલ મ ખેલ; જિહાંથી લાવ્યો લાકડી, તિહાંની તિહાં જઈ મહેલ. IIણા (પૂ. સાહસગતિ આચાર્ય ભગવંત અગડદત્તને આગળ વાત કરે છે કે, વનવૃક્ષના શીતળ પવનથી અને રાત્રિને વિશે મંત્રજળનો છંટકાવ, થવાથી, તથા આંબાના પાંદડાની શય્યા બનાવી, ઉપર પોતાનું વસ્ત્ર પાથરી; તેની ઉપર સૂતેલી મંજરીનું શરીર ઠંડું થવા લાગ્યું. તેથી શિથિલ થવા લાગી. //// ઠંડીના કારણે તે એકદમ ધ્રૂજી રહી હતી. તે જોઈને રાજકુમાર, મંજરીની ઠંડી દૂર કરવા (યક્ષના મંદિરમાં), મંજરીને એકલી મૂકીને, અગ્નિ તથા લાકડાં લેવા ગયો. //રા Page #169 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ કહ્યું છે કે, શય્યા, આસન, ભોજન, ધન, રાજ્ય, સ્ત્રી અને ઘર પ્રાયઃ કરીને આ સાતે સૂનાં મૂક્યાં હોય તો, તેનો કોઈ અન્ય માલિક થઈ જાય છે. IIII સતી સ્ત્રી હોય તો પણ નીતિકારના વચનને અનુસારે ક્યારેય એકલી ન મુકાય. પરપુરુષને જોઈને અરે ! સગા બાપ-ભાઈને જોઈને પણ સ્ત્રીનું મન ડોલાયમાન ચલાયમાન થાય છે. માટે ચપળા સ્ત્રી સૂની મૂકવી ન જોઈએ. ॥૪॥ ૧૩૨ રાજા પણ ક્ષણવાર વેગળો મૂક્યો હોય તો તેને પણ કાનભંભેરણી કરનાર હોય તો વિદ્યા પણ હંમેશાં સંભારવી પડે. હંમેશાં આવૃત્તિ કરવી જોઈએ નહિ તો તે પણ વિસરાઇ જાય છે. પા લાલીની કથા ઃ- વળી કહે છે કે ખોળામાં રહેલી નારીનો પણ વિશ્વાસ કરવા યોગ્ય નથી. પોતાના શરીરનાં લોહી અને માંસ આપવા છતાં તે સ્ત્રી તેની થઈ નહીં. પોતાના પતિને છોડી અન્ય સાથે ચાલી ગઈ. IIFII લાલી નામની કોઈ સ્ત્રી ભૂખ-તૃષાથી પીડાતી હતી. ત્યારે તેના પતિએ તેના સાથળમાંથી લોહી અને માંસ કાઢીને, પોતાની સ્ત્રીની ભૂખ-તૃષા દૂર કરી. ત્યાં કોઈ અન્ય ચોર આવવાથી તે લાલી તેની ઉ૫૨ મોહિત થઈ. ત્યારે તેના ધણીને કહેવા લાગી. “રે આ લાકડુ કોની ઉપાડી લાવ્યા છો ! હવે આડું અવળું વિચાર્યા વિના, જ્યાંથી લાવ્યા છો, ત્યાં મૂકી આવો.” બિચારો ધણી લાલીના કહેવાથી લાકડુ મૂકવા ગયો. અને પોતે ચોરની સાથે ભાગી ગઈ. ।।૭।। ઢાળ બીજી (પાપસ્થાનક ચોથું વરજીએ..એ દેશી) પંચ પુરુષ છળ પામીને; દેવકુલે રહ્યા જેહ; રાજકુંવર આજ મારવો; ચિંતવતા એમ તેહ. ધિક્ ધિક્ રમણીના રાગને...ll ધિક્ ધિક્ રમણીના રાગને, રાગે મોહ્યો સંસાર, નરભ્રમણી ૨મણી ભલી; માને મૂઢ ગમાર..ધિણ્...॥૨॥ લઘુ બંધવ દ્વાર સંનિષે; ઉભો લેઈ તરવાર; નૃપસુત બળતો જે કાષ્ટમેં, એહવી કેહવી છે નાર...ષિગ્...III ચારે બાંધવ ચિંતવી, ધરીયો ડાબલા માંહી; કહાડી દીપક બારણે; જોતાં રૂપ ઉચ્છાંહી...વિગ્...II૪l કુંવર પથારી વિલોકતાં, તવ શીત કંપતી નાર; લઘુ તસ્કર નજરેં પડ્યો, મોહી તે તેણીવાર...ધિણ્...પા નારીરાગ નદીપૂર જ્યું, રહેવું વાદળી છાય; મેઘ પ્રિયા ક્ષણ વીજળી, ભૂનર ફરસતી જાય...ષિગ્...IILII તસ્કર લવણિમ જલધિએ, ડૂબ્યું તન મન ઝાજ; ઉઠી વળગી તે છાતીએ; મેહેલી કુલપતિ લાજ...ષિગ્...III . Page #170 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૨ ૧૩૩ મદનમંજરી કહે ચોરને; તુંહી જ મુજ ભરતાર; રાજકુંવર શું રે વિલસતાં, એળે ગયો અવતાર...વિગુ...Iટા મ કરીશ ભંગ તું પ્રાર્થના, થઈ રહું ઘર તણી નાર; વિષયા નદીપૂરમાં પડી, પિયુડા પાર ઊતાર...ધિગુ...લા મરવું છે તજ ઉપરે; જો નવિ અંગિકરે શ; ચોર વિચારીને એમ કહે; સાંભળ વાત વિશેષ..વિગૂ.../૧ના તુમ પતિશુ એક વૈર છે, બીજું તુજ અપાર; પણ સરગે નવિ પામીયે, રત્નસમી તું હી નાર....ધિ.../૧૧૨ પણ તુજ કંતને જીવતાં, કેમ તુમ સાથ લેવાય; સા કહે ભય નવિ રાખશો, કરશું તાસ ઉપાય...ધિ...//૧રા રાજકુંવર આજ રાતમાં, મારું હું નિજ હાથ; દોય વેર કરી વેગલા, ચાલીશું તમ સાથ...ધિ...ll૧all કરતાં વાત અગ્નિ ગ્રહી, આવતો પતિ જામ; દેખી સુંદર શાનથી, દીપક બુઝવીયો તામ...શિ...I૧૪ના ઉદ્યોત કારણ પૂછતો, આવા કુંવર તે તાસ; સા કહે તુમ કર ઝળકિયો, પાવક તાસ પ્રકાશ...ધિ.../૧પ સરલ સભાવે તે માનતો, સાચુ નેહ વિલુદ્ધ; ધમતો અગ્નિ નીચો પડી, ખડ્રગ પ્રિયા કર દીધ...પિ...ll૧ell કુંવર ઉગારણ ચઊ સયા, રમણી અંધારી ઘોર; નારીચરિત્ર વિલોકવા, સ્ત્રી પૂંઠે લઇ ચોર...ધિ.../૧ણા કિંઠે કુંવરને કામિની, જબ દેવે અસિઘાત; ચોરે કરતલ ઘા દિયો, ખડ્રગ પડી ભુવિ જાત...ધિ.../૧૮ ચોર લઘુ ચિત્ત ચિંતવે, દીપ પતંગને ન્યાય; ભેગો બળવાને ઉઠીયો, સાતસમારણ ધાય...ધિ.../૧લા રક્તા મુજ થઈ રાક્ષસી, અંતે એહ. હવાલ; રંગ પતંગ એ નારીનો, એ વિષ વેલી વિશાળ...પિ....ગરબા દાસપણું કરે એ ધણી, ન ગણિયો પ્રેમ લગાર; કર્મ કઠોર એ નારીએ, દીધો ખડ્રગ પ્રહાર...વિ...ર૧TI તો મુજને શું એ સુખ દીએ, દીઠું દુષ્ટ ચરિત્ર; મેં ઉગાર્યો એ રાંકને, પ્રગટ્યું પુણ્ય પવિત્ર..પિ...રરા Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ધર્મિલકુમાર રાસ ગામ સુકર તપ્યો તાપથી, ગંગાજળ ન સુહાય; મૂત્રમલે વિટકર્દમેં, તિ પામીને ભખાય ..ધિણ્...॥૨૩॥ તેમ કુલવતી ને ગુણવતી, તજી અમૃતરસ ઘૂંટ; ઈડી દ્રાખના માંડવા, કંટક રાતો ઉંટ...ષિગ્...॥૨૪॥ ચિંતી ભાઈ ભેગો થઈ, જોવે મોહની રીત, કુંવર કહે અસિ કેમ પડી, સા કહે સાંભળો મિત્ત...ગ્િ..૨૫/ શીતેં ધ્રુજતે કર થકી, ખડ્ગ ગ્રહી પડી તેણ; સાચું માની ઉઠી કરી, લીધી અસિ કરી મેણ..ગ્િ...॥૨॥ હૈડે ભેટી બેસારતાં, ધ્રૂજતી વળગતી જાય; અગ્નિ લેવા ગયા વેગળા, તુમ વિરહો ન ખમાય ..ષિગ્...॥૨॥ વાહલેસર વિના એક ઘડી, દૂરે મેં ન રહાય; માંસ નખે જળ માંછલી, પ્રીતમ પ્રીત લગાય ....ષિગ્...॥૨૮॥ પ્રાણ અધિક તુમે વાલહા, માહારે તો મન એક, બીજો નજરે ન દેખીએ, એ મુજ મોહોટી છે ટેક. ..ષિગ્...રા ચોર હસે વિકસે પતિ, કરતો તાપનો શેક; પ્રેમદા પાસમાં જે પડ્યા, ન રહે તાસ વિવેક; ષિટ્...૩ા -: અથ સવૈયા :કામિનીકી બાત માને, તાકે મુખ ધૂર જ્યું, કપટ નિપટ બોલે, હૃર્દકી ન ગંઠિ ખોલે; મનસે ઉઠાય કહે, બાત સવિ ફૂડ જ્યું જેસો હે પતંગરંગ, તેસો હે કામિનીસંગ, વિસરત ન લાગે વાર, જેસો નદી પૂરછ્યું, કહે કવિ ભદ્રસેન, તપથી ચૂકાય એન; કામિનીકી બાત માને, તાકે મુખ ધૂર જ્યું. ॥ ૧ || એકલું ધારકે ઓરકું ધાવત, એક કીયો પતિ ઓર કરેંગી, જાસુ મિલે તાસુ જાજ કહે, મેં તો તેરી, હું તેરે પાય પરંગી, ભદ્રસેન કહે એમ કામિની, કેતે કીએ નર કેતે કરેંગી; રે મૂઢ મન્ન બિચાર કરો સ્ત્રીયા; સંગસે બાત સબી બિગરેંગી. ॥ ૨ ॥ Page #172 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩: ઢાળ - ૨ ૧૩૫ - સિયાચરિત્ર એક લખ, બેઠી બે લખ જોડે; દિહ બીહે દોરડે, રમણી વિષહર ફણ મોડે; ઊંદર દેખી ઉધકે, વેઢ જઈ વાઘ વિવારે; શધ્યાયે ચઢતાં લડથડે, ચડે ડુંગર સરાડે; સૂકી નદી ડૂબી મરે, આપ અરથ સાયર તરે; કવિ ગંગ કહે રે ઠાકર, સિયા ચરિત્તાં એતો કરે. // ૩ -: પૂર્વ ઢાળ:જોઈ પાંચે તે ચિંતવે, માર્યો મહિલાએ એહ; ન ઘટે મૃતકને મારવું, ચાલો આપણે ગેહ...ધિ...૩૧ વંઠેલીશું રે વાતડી, કરતાં વીતી તે રાત, દોય ગયા પુરમંદિરે, જબ પ્રગટ્યો પરભાત...ધિ...૩રી. પાંચે બાંધવા નીકળ્યા, કરતા નારીવિચાર. શોકસરોવરપાળ એ, દુરિત વને ઘન નાર...વિગુ..૩૩ પેટિ વિકટ કપટ તણી, દુઃખ-દલિદ્રની ખાણ; તન મન ધન જેણે સોંપીયા, કરતી તેહની હાણ...ધિ...૩૪ ઇહ પરલોક ઉવેખીને, ઠંડી નિજ કુળલાજ; તૃણ સમ પ્રાણ ગણ્યા જેણે, તિહાં એ કરતી અકાજ...ધિ...ll૩પ રાણી રાયની નવિ થઈ, અમ ઘર ભીલડી નાર; વિણ ખૂટે એક દિન હણે; ધિક આપનો ઘરબાર...ધિગુ.../૩૬ll આ સંસારે રે સુખ કરી, રહેવાનો નહીં લાગ; વિગુ વિગુ વિષયા રે જીવને, એમ પામ્યા વૈરાગ.. વિગુ...૩ણી ચિત્ત ઉદાસીનતા ભજી, ઠંડી નિજ ઘરબાર યમુના ઝીલીને આવ્યા, મથુરા નયરી મોઝાર...ધિ...૩૮મા ત્રીજે ખંડે એ રસ ભરી, બીજી ઢાળ વિશેષ; શ્રી શુભવીરની વાણીએ, ભીના ભિલ્લ નરેશ...ધિ...૩લા. એ જ મંદિરે પાંચ ચોર - કુમાર અને મંજરી જ્યારે યક્ષના મંદિરમાં આવ્યાં. તેની પૂર્વે ભીમ પલ્લીપતિના પાંચ (ભાઈઓ) ચોર આ યક્ષના મંદિરમાં રહ્યા છે. રાત અંધારી એટલે કોઈ પણ કુમારને નજરે ન પડ્યા. ચોર સંતાઈને રહ્યા છે. સંતાયેલા પાંચેય ચોર વિચારે છે કે આપણા ભાઈને મારનાર આ વૈરી રાજકુંવરને આજે હણી નાંખવો. ૧ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે “ધિક્કાર છે, ધિક્કાર છે.” આ સ્ત્રીના રાગને ! આ રાગમાં મોહી રહેલાં સંસારીઓને ! ભરથારને (સ્ત્રી) ભ્રમરની જેમ ભમાવે છે. છતાં મૂઢગમાર Page #173 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલકુમાર રાસ એવો ધણી પોતાની સ્ત્રીને ભલી ભોળી માને છે. I॥૨॥ પાંચ ચોરમાં જે નાનો ભાઈ છે તે હાથમાં તરવાર લઈને દ્વાર આગળ સંતાઇને ઊભો રહેલો છે. ચારે ભાઈ અંદર છે. તે વિચારે છે કે આ કુંવર સ્ત્રીની સાથે બળી મરવા તૈયાર થયો હતો, તો તે સ્ત્રી કેવી રૂપાળી છે ? જોઈએ તો ખરા ! ॥૩॥ આ પ્રમાણે વિચારી ચારેય ભાઈઓમાંથી એક પાસે ડાબલો હતો. જેમાં દીપક હતો. તેણે ડાબલો ખોલ્યો, દીપક બહાર કાઢ્યો અને તે (મંજરી)નું રૂપ ઊંચા થઈને જોવા લાગ્યા. II૪।। કુંવરે કરેલી પથારી જોઈ તો, તેની સ્ત્રી (મંજરી) બેઠી હતી અને ઠંડીથી ધ્રૂજતી હતી. તે સ્ત્રીનું મુખ દરવાજા તરફ હતું. દીપકના અજવાળે, દ્વાર પાસે ઊભેલો લઘુ ચોરને તેણીએ જોયો અને તે (મંજરી) ચોર ઉપર મોહિત થઈ. ॥૫॥ ૧૩૬ -- મદનમંજરી ચોરમાં લુબ્ધ :- કહ્યું છે કે - નારીનો રાગ નદીના પૂર જેવો છે. વાદળની છાયાની જેમ ક્ષણિક રહેનારો છે. મેઘની પ્રિયા જે વીજળી તે પૃથ્વીલોક રૂપી પુરુષને સ્પર્શી, ક્ષણમાત્રમાં વિલીન થઈ જાય છે.સ્ત્રીનો રાગ પણ તેવા જ પ્રકારનો હોય છે. IIFII ચોર રૂપી લવણસમુદ્રમાં, (ચોર એટલો રૂપાળો હતો કે) જેનું તન-મનરૂપી જહાજ ડૂબી ગયું છે, તેવી મંજરી, પોતાના ખાનદાન પતિની લાજશરમ-મર્યાદા મૂકીને, ઊભી થઈને ચોરની (લઘુ ચોરની) છાતીએ અને ગળે વળગી પડી. IIII પછી કહેવા લાગી. “આજથી તું જ મારો સ્વામી છે. તારા સૌન્દર્યમાં હું દિવાની બની છું. રાજકુંવરની સાથે વિલાસ કરતાં મારો જન્મ અફળ થયો છે.” ॥૮॥ હે સ્વામી ! મારી પ્રાર્થનાનો ભંગ કરીશ નહિ. હું તારી ઘરવાળી (ગૃહિણી) થઈને રહીશ. હમણાં હું વિષયરૂપી નદીના પૂરમાં પડેલી છું. માટે હે પ્રિય, તું મને પાર ઉતાર ! ।।૯। “જો તું મને સ્વીકારીશ નહિં તો હું આત્મહત્યા કરીશ. હું મરી જઈશ.” આ પ્રમાણે તે સ્ત્રીનાં વચનો સાંભળીને, વિચાર કરીને કહેવા લાગ્યો. હે પ્રિયે ! મારી વાત અગત્યની છે તે તું સાંભળ. પછી તારી વાત હું અંગીકાર કરીશ. II૧૦ના એક તો તારા પતિ સાથે અમારે વૈર છે. કેમ કે તારા પતિએ અમારા ભાઈને માર્યો છે. અને બીજું તારું અપહરણ કરીએ એટલે બીજું વૈર બંધાય. વળી પાછો તારી વાત સાંભળી વિચાર આવે છે કે રત્ન જેવી આ નારી સ્વર્ગમાં પણ ન મળે. ।।૧૧।। કાસળ કાઢવાનો વિચાર ઃ- હે સુંદરી ! તારો કંત જીવતો હોય, ત્યાં સુધી તને સાથે લઈને કેવી રીતે જઈ શકીએ ? ત્યારે મંજરી બોલી ! રે ! ભય ન રાખીશ. તેનો તો કંઈક ઉપાય કરશું. ૧૨॥ વળી મંજરી વિચારીને બોલી કે રાજકુંવરને આજ રાત્રે (હમણાં) હું મારા હાથે જ મારીશ. તમારી સાથેનાં બંને વૈર દૂર (વેગળાં) કરીશ. પછી તમારી સાથે ચાલીશ. ।।૧૩।। આવા પ્રકારની વાત મંજરીને લઘુચોર કરી રહ્યા છે તેવામાં અગ્નિને ગ્રહણ કરીને પોતાના પતિને (કુંવરને) આવતો જોઈને, મંજરીએ ઈશારો કર્યો અને દીપક બુઝાવી દીધો. ।।૧૪।। કુંવર જેવો આવ્યો કે તરત મંજરી ને ચૂછવા લાગ્યો. (કેમ કે દૂરથી તેણે યક્ષના મંદિરમાં પ્રકાશ જોયો હતો.) “અહીં પ્રકાશ ક્યાંથી ? ત્યારે તેણી કહેવા લાગી. “તમારા હાથમાં આ અગ્નિ છે. તેનો પ્રકાશ તેથી ઝળક્યો હશે. તમને ભ્રમ થયો લાગે છે. I॥૧૫॥ સ્નેહમાં લુબ્ધ, સરલ સ્વભાવી કુંવરે પ્રિયાની વાત સાચી માની લીધી અને ખડ્ગ પ્રિયાના હાથમાં આપીને પોતાના હાથમાં જે સળગતો અગ્નિ હતો, તેને વધારે પ્રજ્વલિત કરવા માટે નીચો નમ્યો. ।૧૬। હવે આ બાજુ ઘોર અંધારી રાતમાં કુંવરને ઉગારવા (બચાવવા) માટે ચારેય ચોરો સજ્જ થયા છે. અને લઘુચોર આ નારી વળી આગળ કેવું ચરિત્ર ભજવે છે તે જોવા માટે સ્ત્રીની પાછળ પોતે ઊભો રહ્યો. ૧૭ના Page #174 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૨ સ્ત્રીનું દુષ્ટ ચરિત્ર :- મંજરીના હાથમાં તલવાર આપી છે. કુંવર નીચો નમી અગ્નિ પ્રજવલિત કરી રહ્યો છે. તે જ વખતે સ્ત્રી જેવો (મ્યાનમાંથી તલવાર કાઢીને) કુંવરના કંઠ (ગળે) ઉપર તલવારનો ઘા કરવા જાય છે ત્યાં જ લઘુચોરે તેણીના હાથ ઉપર જોરદાર થપ્પડ મારી. એટલે તેણીના હાથમાં રહેલી તલવા૨ ભૂમિ(ભોંય) ઉ૫૨ પડી ગઈ. ।૧૮। લઘુ ચોર વિચારવા લાગ્યો. “દીપ પતંગને ન્યાયે” એટલે દીવાના રૂપમાં પાગલ બનેલું પતંગિયું, જેમ બળી મરે છે, તેમ આ બિચારો ભલો ભોળો કુમાર આ અવળચંડીની સાથે ચિતામાં ભેગો બળવા તૈયાર થયો હતો. પણ આ તો એને જ મારવા તૈયાર થઈ. વળી હાલમાં મારી ઉપર રાગવાળી થયેલી આ રાક્ષસી, અંતે તો મારા પણ આવા જ પ્રકારના હાલહવાલ કરશેને ? વિષની વિશાળ વેલડી જેવી આ નારીનો રંગ (સંગ) પતંગિયા જેવો છે. જે વારંવાર બદલાય છે. ૧૯+૨૦ા ૧૩૦ ધિક્કાર છે આ સુંદરીને ! કે જેનો ધણી દાસપણું કરે છે અને આ કુલટા સ્ત્રીએ એના પ્રેમને જરા પણ નહીં ગણકારી, પોતાના કાળજાને કઠણ કરીને, વફાદાર ધણી ઉપર તલવારનો ઘા કર્યો. ।।૨૧।। આ દુષ્ટ ચરિત્ર જોતાં તો તે સ્ત્રી મને સુખ શું આપશે ? આ તો પવિત્ર એવા આ કુમારનું પુણ્ય પ્રગટ્યું. જે રાંક એવા કુમારને મેં બચાવ્યો. ।૨૨।। ગામનું ભૂંડ તાપથી તપે ત્યારે મળ, મૂત્ર અને વિષ્ટાના કાદવમાં (ગામને ગોંદરે ખાળમાં) આળોટીને આનંદ પામે, અને તેને જ આરોગે. પણ તેને ગંગાજળ ગમતું નથી. ॥૨૩॥ વળી દ્રાક્ષના માંડવેથી દ્રાક્ષ છાંડીને, ઊંટ કંટકવૃક્ષમાં આસક્ત બને છે. તેમ આ કુમાર પણ કુળવંતી અને ગુણવંતીના અમૃતરસનાં ઘૂંટડા છોડીને (કમલસેનાને છોડીને) કુલખંપણ એવી (મદનમંજરી) સ્ત્રીમાં આસક્ત બન્યો છે. ।।૨૪। આ પ્રમાણે વિચારતો લઘુચોર ધીમે રહીને પોતાના ચાર ભાઈ ભેગો થઈ ગયો. અને દૂર રહીને આ સ્ત્રી કેવાં ચરિત્ર ભજવે છે તે જોવા લાગ્યો. કુંવર મંજરીને પૂછવા લાગ્યો. “તલવાર કેમ પડી ગઈ !' મંજરી કહેવા લાગી. હે સ્વામી ! સાંભળ ! ||૨૫|| હે પ્રિય ! ઠંડીથી મારો હાથ ઘણો ધ્રૂજે છે. તેથી તલવાર પડી ગઈ અને તે ભોળા કુમારે પત્નીની વાત સાચી માની લીધી. ઊઠીને તલવાર મ્યાન કરીને મૂકી દીધી. ।।૨૬। તેણીને છાતી સરસી ચાંપીને ધીમે રહીને, નીચે બેસાડી અને તેણી પણ ઠંડીથી ધ્રૂજતી હોય એ રીતે કુમારને વળગીને કહેવા લાગી. “તમે અગ્નિ લેવા મારાથી દૂર ગયા. તો એટલો પણ તમારો વિરહ મારાથી સહન ન થયો. ૨૭ વાલેસર વિના એક ઘડી પણ દૂર રહી શકું તેમ નથી. માંસ અને નખ તથા જળમાછલીની જેમ હે પ્રીતમ ! તમારી પ્રીતિથી હું બંધાયેલી છું. જો હવે એક ક્ષણ પણ દૂર મારાથી જશો, તો હું તે વિરહને સહન કરી શકું તેમ નથી. ।।૨૮।। મારા પ્રાણથી પણ અધિક તમે મને વહાલા છો. મારા મનની અંદર તમે એક જ રમો છો. અન્ય સામું તો મને નજર માંડવાનું પણ મન થતું નથી. ॥૨૯॥ જ્યારે એક ખૂણામાં સંતાયેલા પાંચે ચોરો આ વાત સાંભળીને અંદરોઅંદર હસી રહ્યા છે. કુંવર તો પ્રાણપ્રિયાની વાત સાંભળી મનમાં મલકી રહ્યો છે. મંજરીને તાપનો શેક કરી રહ્યો છે. ખરેખર ! પ્રેમદાના પાસમાં જે પડ્યા હોય તેને વિવેક ક્યાંથી હોય ? અર્થાત્ વિવેક હોતો નથી. II3II • સવૈયા સ્ત્રીની વાત માને તેના મોઢામાં ધૂળ પડી. તે આડું અવળું કપટપૂર્વક બોલે, હૃદયમાં રહેલ ગાંઠને ન ખોલે, મનનાં ઊઠાં ભણાવે, ખોટી વાર્તા બનાવીને કહે, (આ લક્ષણો સહજ સ્ત્રીમાં હોય છે.) ૧૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ધમિલકુમાર રાસ કામિનીનો સંગ પતંગિયાના રંગ જેવો છે. નદીના પૂરની જેમ પ્રેમ ઉભરાય ને પળવારમાં ઓસરતાં (ઊતરતાં) જરાયે વાર લાગતી નથી. માટે જ કવિ ભદ્રસેન કહે છે કે તે સંગ તપથી છોડી શકાય છે. બાકી છોડી શકાતો નથી. /લા એકને હૈયામાં ધારણ કરે, એકની પાછળ દોડે, એક પતિ હોય છતાં બીજો પતિ કરે છે. જે મળે તેને પ્રેમપૂર્વક એમ કહે કે “હું તો તારી જ છું. તારા પગમાં પડું છું.” ભદ્રસેન કવિ કહે છે કે આવી સ્ત્રીનો વિશ્વાસ કરવો નહીં. કેટલાયે પતિ ર્યા હશે અને કેટલાયને વળી પતિ કરશે. રે મૂઢ ! રે મન ! સ્ત્રીઓના વિચાર કરતાં, એના સંગથી સર્વ વાત બગડે છે. રા. - સ્ત્રીનાં ચરિત્ર એક લાખ હોય, વળી તેમાં બેઠી બેઠી બે લાખ જોડે. દિવસે દોરડાથી બીએ અને રાત્રે વિષધરની ફણાને મોડી (મરડી) નાંખે. ઉંદર દેખીને ડરથી ઊછળે અને સીમાડે જઈ વાઘને ફાડી નાંખે. શય્યામાં (ખાટલા) ચઢતાં લથડે. ડુંગર ઉપર સડસડાટ ચડી જાય. સૂકી નદીમાં જાણે ડૂબી મરતી હોય તેવું દેખાડે, અને પોતાના સ્વાર્થે સાગર પણ તરી જાય. કવિ ગંગ કહે છે કે હે ઠાકરો ! સ્ત્રીનાં ચરિત્ર આવા જુદા જુદા પ્રકારનાં હોય છે. llall • પૂર્વઢાળ ચાલુ - આ દૃશ્ય જોઈને પાંચે ચોરો વિચારે છે કે રાજકુંવરને એની સ્ત્રીએ જીવતાં છતાં મૂઓ કરેલો છે. તો હવે આ મડદાલને શું મારવો? કંઈ મારવા જેવો નથી. ચાલો...આપણા ઘેર. પાંચેય રવાના થઈ ગયા. ૩૧. જ્યારે આ બાજુ વંઠેલી સ્ત્રીની સાથે વાતો કરતાં કુમારની રાત્રિ પૂરી થઈ. પ્રભાત થતાં કુમાર સ્ત્રીને લઈને નગરીમાં પોતાના મહેલે ગયો. /૩રા પાંચેય બંધવચોર સ્ત્રીચરિત્રનો વિચાર કરતા કરતા જઈ રહ્યા છે. ખરેખર ! સ્ત્રી એ શોકરૂપી સરોવરની પાળ છે અને દુઃખરૂપી વનને વિકસાવવામાં મેઘ સમાન છે. ૩૩ કપટની વિકટપેટી છે. દુઃખદરિદ્રની ખાણ છે. જે કુમારે પોતાનું તન-મન-ધન સર્વસ્વ સોંપ્યું, તેનો જ ઘાત કરનારી આ સ્ત્રી થઈ. ૩૪આ લોકનો કે પરલોકનો જરા પણ વિચાર આ સ્ત્રીએ ન કર્યો. પોતાના કુળની લજા છોડી, જેણે પોતાના પ્રાણને ય તૃણ સમ ગણ્યા, તેવા કુમારની સાથે આ સ્ત્રીએ કેવું અકાર્ય કર્યું ? જરાય ડરી નહિ. ૩પી. - ધિક્કાર છે રે - આ સંસારને - મર્યાદાનાં બંધન છતાં રાણી રાજાની ન થઈ. તો અમારે ઘરે તો ભીલડી છે. જેને કોઈ પ્રકારનું બંધન નથી. કોઈ જ્ઞાન પણ નથી. તો તે પણ એક દિવસ આ રીતે ઘાતક બને. વિના મોતે મરવું પડે. ધિક્કાર છે રે ! આવી સ્ત્રીઓને ! અને આ અમારા સંસારને... ૩ી ધિક્કાર છે...ધિક્કાર છે ! વિષયોમાં ડૂબેલા જીવોને. આ સંસારમાં સુખ છે, આવું માનીને સંસારમાં પડ્યા રહેવું તે હવે સહેજ પણ ઉચિત નથી. યોગ્ય નથી. પાંચેય બંધવો વૈરાગ્ય પામ્યા. /૩૭ પાંચ ચોરનો ગૃહત્યાગ :- ચિત્તમાં ઉદાસીનભાવને ધારણ કરીને પોતાનાં ઘરબારનો ત્યાગ કર્યો. (ઘરે જ ન ગયા) યમુના નદીમાં સ્નાન કરીને યમુના નદી ઊતરીને મથુરા નગરીમાં પહોંચ્યા. /૩૮ શ્રી શુભવીરની વાણીમાં ભીંજાયેલા ભિલ્લ રાજાઓ (પાંચેય ભિલ્લ બાંધવો) મથુરા પહોંચ્યા. ત્રીજા ખંડને વિશે રસથી ભરપૂર આ બીજી ઢાળ કહી. વિશેષ આગળ શું બને છે તે હવે સાંભળો. ૩લા. તૃતીયખંડની ઢાળ : ૨ સમાપ્ત Page #176 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૩ -: Elel : મથુરામાંહી તે દિને, દીઠો અતિ ઉત્પાત; મદભરીયો હસ્તી ફરે, કરે ઘરવૃક્ષ વિદ્યાત ॥૧॥ નૃપ સુભટે ઝાર્લીયો, બાંધીયો જઈ દરબાર; લોક ખલક વાતે મળ્યા, ચહુટામાં તેણિવાર ॥૨॥ પાંચે બાંધવ પણ તિહાં, બેઠા આવી ઉચ્છાહી, તવ એક નારી જળ ભરી, આવી ચઉટામાંહી IIII જળબેડું ભાંગી પડ્યું, રોતી મોકલે કંઠ, જન પૂછે તવ એમ કહે, મુજ ઘર સાસુ ઉત્કંઠ ॥૪॥ ઘરમાં નવિ પેસણ દીએ, હું જાઇશ ઘર જામ લોક સુન્ની તસ આપતાં, બીજુ બેડું તામ. ॥૫॥ ષિ ભાજન મસ્તક ધરી એક મહિયારી ત્યાંહી; જનભીનેં કરી ફૂટીયું, તવ હરખી મનમાંહી. ॥૬॥ હસંતી હસતી નવિ રહે, પૂછે રાજકુમાર, દહિ દૂધ ભાજન ફૂટતે, કેમ નહિ શોક લગાર; ॥૭॥ વળતું સા કહે ધૂલિમાં, રોળ્યો આ અવતાર શી શી હું સોચણ કરું, સાંભળ રાજકુમાર I॥૮॥ નૃપનંદન કહે તુમ તણી, વાત કહો વિસ્તાર, આભીરણ કહે પંચ જણ, સુણતાં નિજ અધિકાર III -: અથ સવૈયો : ૧૩૯ નૃપ માર ચલી અપને પતિપેં, પતિ સાપ ડસ્યો ભુજહિ પરસ્યું; વનચોર લહી ઉને વેચ દેઈ, સુખ ભોગ લહી ગણિકાઘરશું; સુતસંગતિ હોત ચલી જલણેકું, નદીપરવાહ ગઈ તરશું અબ ગુજર હોત મહારાજ કુમાર કે, છાસિકા સોચ કહા કરશું. ।।૧૦। મથુરાનગરીની બજારમાં :- આ બાજુ મથુરા નગરીમાં બજા૨-શેરીઓ-ચૌટામાં મોટો કોલાહલ મચી રહ્યો હતો. નગરના લોકો દોડાદોડ કરી રહ્યા હતા. રાજાનો એક હાથી મદ ઝરતાં મદોન્મત્ત બન્યો છે. હાથીશાળામાં તે સ્થંભ તોડીને બહાર નીકળીને રાજમાર્ગ ઉપર પણ તોફાને ચડ્યો હતો. શેરીઓના ઘર ભાંગતો, રસ્તા ઉ૫૨નાં વૃક્ષો ઉખેડી ફેંકી દઈને આગળ વધી રહ્યો હતો. II૧।। રાજાના સુભટો હાથીની પાછળ પડ્યા. છેવટે સુભટોએ પકડીને હાથીશાળામાં લઈ જઈને થાંભલે બાંધી દીધો ને નગરના લોકો ચોરે ચૌટે ભેગા થઈને વાતો કરતા હતા. ॥૨॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલકુમાર રાસ આ પાંચેય ભાઈઓ (પાંચેય ચોર) પણ ત્યાં જઈને ઊભા અને ઉત્સાહપૂર્વક ચાલી રહેલી લોકોની વાતો સાંભળવા લાગ્યા. તે જ વખતે એક સ્ત્રી (માથે બેડું હતું) પાણી ભરીને ચૌટામાંથી પસાર થઈ. III ૧૪૦ જુદાં જુદાં આશ્ચર્યો વચ્ચે :- માથે પાણી ભરેલું બેડુ લઈને જઈ રહેલી સ્ત્રીનું કારણસ૨ માથેથી બેડુ પડી ગયું. બેડું ફૂટી ગયું. પાણી ઢોળાઈ ગયું. તેથી તે સ્ત્રી મોટા સાદે રડવા લાગી. તે જોઈને ચૌટામાં રહેલા લોકો પૂછવા લાગ્યા, કેમ રડે છે બેન ? ત્યારે તે સ્ત્રી કહેવા લાગી. મારા ઘરે ઉલ્લંઠ વઢકણી સાસુ છે. હવે હું શું કરીશ ! વળી રડવા લાગી. II૪॥ કહેવા લાગી કે હું ઘેર કેવી રીતે જઈશ ! મારી સાસુ મને ઘરમાં પેસવા પણ દેશે નહિ. રે ! હું શું કરું ! લોકોને તેના તરફ દયા આવી ને માટીનું બીજું બેડું લાવીને આપી દીધું. તે સ્ત્રી ફરીથી પાણી ભરીને ઘેર ચાલી ગઈ. II૫ તેવામાં તે બજારમાં એક મહિયારી મસ્તક ઉપર મહીં (દહીં) ભરેલી મટકી મૂકીને બજા૨માં થઈ . ચાલી જતી હતી. બજારમાં માણસોની ઘણી ભીડ હોવાને કારણે તે મહિયારીની મટકી પડી ગઈ. ફૂટી ગઈ. ને જોરજોરથી હસવા લાગી. ॥૬॥ તે ખડખડ હસી રહી છે તેને જોઈને ત્યાં ફરતાં ફરતાં આવેલા રાજકુમારે પૂછ્યું કે “રે બાઈ ! દહીંનું ભાજન ફૂટ્યું. દહીં ઢોળાઇ ગયું. તોયે તને જરાયે શોક નથી. ને તેના બદલે તું તો હસે છે ? ।।ા મહિયારણની કથા (કામલત્તાની કથા) :- ત્યારે તે જવાબ આપતી કહેવા લાગી કે...રે ! આ મારો આખો અવતા૨ જ ધૂળમાં ગયો. તો હે રાજકુમાર ! હું શેનો શેનો શોક કરું ? ।।૮। આ સાંભળી રાજકુમાર પૂછવા લાગ્યો. તમારે વળી એવી શી વાત છે કે કોનો શોક કરવો ? જરા વિસ્તારથી વાત કરો. કંઈ ખબર પડે. પેલા પાંચેય બંધવ પણ આ ભરવાડણની વાત સાંભળવા ઉત્સુક બન્યા અને ભરવાડણે પણ રાજકુમારને વાત કહેવા માંડી. પેલા પાંચેય ભાઈ સાંભળે તે રીતે વાત કરવા લાગી. IIII : સવૈયા ઃ રાજાને મારીને, મારા પતિની આગળ હું ગઈ. તો પતિને હાથ ઉપર સર્પ ડંશવાથી તે પતિ મૃત્યુ પામ્યો. હવે તેને છોડીને હું વનમાં ગઈ. ચોરે પકડી અને પૈસા માટે ચોરે ગણિકાને ત્યાં વેચી. ત્યાં સુખે રહી. ત્યાં પુત્રની સાથે સંગ થતાં, બળી મરવા જંગલમાં ગઈ. તો ત્યાં નજીકમાં નદીના પૂરમાં તણાઇ. હે રાજકુમાર ! આવી બધી વીતક માથે વીતી, ત્યાં છાશ-દહીંનો શોક શું કરું ? ।।૧૦। હે (આ ગાથાનો વિસ્તારથી અર્થ હવે ઢાળમાં કહેશે.) ઢાળ ત્રીજી (કેસર વરણો હો કે કાઢ કસુંબો મારા લાલ. એ દેશી) શિવપુર નગરે હોકે શોભા સારી; માહરા લાલ માધવ નામ હોકે દ્વિજ આચારી; માહરા લાલ કામલતાભિધ હોકે તેહને નારી; માહરા લાલ રંભારૂપે હોકે અપછર હારી. માહરા લાલ ||૧|| પ્રીતિ વિશાલી હોકે છે ઘરબારી; માહરા લાલ બેહુને લાગી હોકે પ્રેમકટારી; માહરા લાલ Page #178 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩: ઢાળ - ૩ ૧૪૧ તસ લઘુ બાલક હોકે દૂધ આહારી; માહરા લાલ એક દિન ઘરમાં હોકે બાલ બેસારી. માહરા લાલ //રા કૂપક દૂરે હોકે નિર્મલ વારિ; માહરા લાલ ભરવા ચાલી હોકે સહ પાણીહારી; માહરા લાલ જલભરી ભાજન હોકે શિર પર ધારી; માહરા લાલ બેડા ઉપર હોકે ઝલકે ઝારી; માહરા લાલ all રમઝમ કરતી હોકે વેષ સમારી; માહરા લાલ સહીયર ટોળે હોકે પંથ વિહારી; માહરા લાલ નિજ પતિ વાતે હોકે કરે વિસ્તારી; માહરા લાલ આઠે થાનક હોકે વિકથા કારી; માહરા લાલ ૪ll ગરબે રમતી હોકે જમણ પિયારી; માહરા લાલ નદીએ ધોતી હોકે વસ્ત્ર ઉતારી; માહરા લાલ કથા સુણતાં હોકે ચૈત્ય જુહારી; માહરા લાલ બાહિર ભૂમિએ હોકે વાત ન કારી; માહરા લાલ //પા પાપડ વણતાં હોકે પણ ઘટ હારી; માહરા લાલ પછી વળતી હોકે સુત સંભારી; માહરા લાલ લટકે ચલતી હોકે હાથ પસારી; માહરા લાલ એણે સમે ભાલાં હોકે ફલ ઝલકારી; માહરા લાલ III લશ્કર લોધે હોકે લૂંટી નારી; માહરા લાલ કામલતાને હોકે રંભા ધારી; માહરા લાલ સુભટે ઝાલી હોકે રથ બેસારી; માહરા લાલ કંપિલપુરીએ હોકે ગઈ સવારી. માહરા લાલ III આપી સુભટે હોકે રાએ સકારી; માહરા લાલ કરી પટ્ટરાણી હોકે સુખમાં ભારી; માહરા લાલ વિષય વિશુદ્ધી હાંકે થઈ વ્યભિચારી; માહરા લાલ રંગભર રમતી હોકે પુત્ર વિસારી. માહરા લાલ ll૮. પૂરવ ઘરમાં હોકે બાળ વિસામ્યો; માહરા લાલ ચઉદ વરસના હોકે તે વય પામ્યો; માહરા લાલ ગુરૂ ઉદ્યમથી હો કે વિદ્યા લીધી; માહરા લાલ વિસ્તરી લખમી હોકે લોક પ્રસિદ્ધિ; માહરા લાલ લા Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ધમ્પિલકુમાર રાસ કામલતાની હોકે ખબર તે આવી; માહરા લાલ કેશવ પુત્રને હોકે ગેહ ભલાવી; માહરા લાલ માધવ વાડવ હોકે વેગે સધાવ્યો; માહરા લાલ કપિલ નગરે હોકે તે પણ આવ્યો માહરા લાલ //૧ના પૂછે સહુને હો કે વાત વિશેષ; માહરા લાલ એક દિન ગોખે હોકે બેઠી દેખ; માહરા લાલ કામલતાએ હોકે તે પણ દીઠો; માહરા લાલ બહુ કાલાંતરે હોકે લાગે મીઠો. માહરા લાલ /૧૧TI. વૈદ્ય કરીને હોકે તેડી તપાસ્યા; માહરા લાલ વાત કરીને હોકે દીધી આશા; માહરા લાલ કાલી દેવીને હોકે દેહરે આવીશ; માહરા લાલ છાના રહેજો હોકે બહુ ધન લાવીશ; માહરા લાલ /૧રી વિપ્ર વિસર્જી હોકે નેહ ઉતરીયો; માહરા લાલ ૫ સુરયણે હોકે ડાબડો ભરિયો; માહરા લાલ કરીય સજાઈ હોકે રાડ તે પાડી; માહરા લાલ ઉદરે આવે હોકે ચૂક તે ઘાડી. માહરા લાલ /૧૭ll રાય તેડાવે હોકે વૈદ્ય તે દક્ષા; માહરા લાલ પણ કુશિષ્યને હોકે ગુરૂની શિક્ષા; માહરા લાલ રાણી બોલે હોકે કારણ જાણ્યું; માહરા લાલ તમ પીડાએ હો કે મેં એમ માન્યું. માહરા લાલ ll૧૪ો. રાયને સાતા હો કે હોંશે જયારે; માહરા લાલ કાળી દેવી હો કે સહસ દીનારે; માહરા લાલ બળિબાકુલ શું હો કે બિહું જાણી જાતે; માહરા લાલ કરશું પૂજા હોકે આવી રાતે. માહરા લાલ //૧પ વાત તે ભૂલી હોકે તેણે દુઃખ ફરશું. માહરા લાલ રાય કહે તવ હોકે આજ મેં કરશું; માહરા લાલ ભૂપતિ કહેતાં હોકે ચૂંક ખસી જઈ; માહરા લાલ સુખમાં રાત્રિ હોકે ચાર ઘડી ગઈ. માહરા લાલ I/૧દી કાલી ચૈત્યે હોકે હું જણ આવી; માહરા લાલ ખડ્રગ ગ્રહીને હોકે ભૂપ નમાવી; માહરા લાલ - Page #180 -------------------------------------------------------------------------- ________________ ખંડ - 3 : ઢાળ - ૩ રાણી ખડ્ગ હોકે ઘાવ લગાવે; માહરા લાલ રાયને મારી હોકે કંત જગાવે; માહરા લાલ ॥૧૭॥ શી૨પે શ્યો હોકે માધવ મૂઓ; માહરા લાલ કર્મવિટંબણ હોકે નારીની જુઓ; માહરા લાલ બ્રાહ્મણી ચિંતે હોકે દોય વિખૂટી; માહરા લાલ નાઠી વનમાં હોકે ચોરે લૂંટી, માહરા લાલ ॥૧૮॥ વળી બિવરાવી હોકે ખડ્ગ ખેંચી; માહરા લાલ બળદેવ ગામેં હોકે જઈને વેચી; માહરા લાલ ધન દેઈ વેશ્યા હોકે નિજ ઘર લાવે; માહરા લાલ ભોગી ન૨શુ હોકે ભોગ મિલાવે; માહરા લાલ ||૧૯લી કાળ ઘણેરો હોકે તસ ઘર ગમિયો; માહરા લાલ તાત ગવેષણ હોકે કેશવ ભમિયો; માહરા લાલ ફરતાં આવ્યો હોકે બળદેવ ગામે; માહરા લાલ તેહિ જ વેશ્યા હોકે ઘ૨ વિસામે; માહરા લાલ ૨૦ના યૌવન વયમાં હોકે ધન સંજોગે; માહરા લાલ કામલત્તા શું હોકે વિલસે ભોગે; માહરા લાલ એક દિન પૂછે હોકે પ્રેમ વિશેષે; માહરા લાલ ભટ કેમ ભટકે હો કે દેશ વિદેશે. માહરા લાલ ॥૨૧॥ કિયા ગામના હોકે છો રેવાશી; માહરા લાલ તવ તેણે મૂલથી હોકે વાત પ્રકાશી; માહરા લાલ વાત સુણીને હોકે મનમાં મૂંઝી; માહરા લાલ સુત સંભોગે હોકે હઈડે ધ્રૂજી; માહરા લાલ ॥૨૨॥ પાપ અઘોરે હોકે દુર્ગતિ મૂકી; માહરા લાલ દેઉ અગિન હોકે કાયા ફૂંકી; માહરા લાલ કહે નિજ સુતને હોકે, ઘેર સધાવો; માહરા લાલ નહી આ ભવમાં હોકે તાત મિલાવો. માહરા લાલ ।।૨૩મા ઈંધણ ખડકી હોકે, યમુનાતીરે; માહરા લાલ ચયમાં પેઠી હોકે; નાહી નીરે; માહરા લાલ તો પણ વીતક હો કે. કર્મ અધૂરે; માહરા લાલ ચિંતા તણાણી હોકે યમુનાપૂરે. માહરાલાલ ॥૨૪॥ ૧૪૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ધમિલકુમાર રાસ કાઢે વળગી હોકે પવને ઠેલી; માહરા લાલ વંદાર વનમાં હોકે જઈને મેહલી; માહરા લાલ ગોધણ ચારે હોકે તિહાં ભરૂઆડી; માહરા લાલ એક આહેરે હોકે લીધી ઉપાડી. માહરા લાલ /પા નિજ ઘર લાવી હોકે રૂમાં ભારી; માહરા લાલ સજ્જ થઈ તવ હોકે કરી નિજ નારી; માહરા લાલ હું તે નારી હોકે મથુરા આવી; માહરા લાલ ગોરસ ભાજન હોકે જાઉ વધાવી. માહરા લાલ રદો પતિ સુત રાજા હોકે સહુ સુખ ખોયું; માહરા લાલ કેહને જોઉં તોકે કેહને રોઉં; માહરા લાલ દેવે કીધી હોકે સહુની વેરણ; માહરા લાલ દ્વિજ કુલ લજવી હોકે હુઈ આહરણ માહરા લાલ //રા તપવે લોચન હોકે કર્મ વિરોચન; માહરા લાલ તક્ર વેરાતે હોકે શી કરું શોચન; માહરા લાલ એમ કહી ચાલી હોકે પંથ વિશેષ; માહરા લાલ મથુરા વનમાં હોકે મુનિવર દેખે. માહરા લાલ /૨૮. ગુરુપદ પ્રણમી હોકે પાસે બેઠી; માહરા લાલ વાણી સુણતાં હોકે લાગી મીઠી; માહરા લાલ દીક્ષા લેઈ હોકે પા૫ વિઘાતી; માહરા લાલ. કેવલ પામી હોકે મુક્તિ જાતી. માહરા લાલ ૨૯માં પાંચે બાંધવ હોકે નજરે દેખી; માહરા લાલ નારી ઉપર હોકે ચિત્ત ઉવેખી; માહરા લાલ સાથની સાથે હોકે પંથ સધાવ્યા; માહરા લાલ કંચનપુરમાં હોકે સુખભર આવ્યા. માહરા લાલ ૩ના ત્રીજે ખંડે હોકે ત્રીજી ઢાળે; માહરા લાલ ધમ્મિલ કુંવરને હોકે રાસ રસાલે; માહરા લાલ સુણો વૈરાગી હોકે તત્ત્વ વિલાસી; માહરા લાલ શ્રી શુભવીરે હોકે વાણી પ્રકાશી. માહરા લાલ /૩૧ાા. શિવપુર નામનું નગર છે. તે નગરની શોભા અનેરી છે. તે નગરમાં કુલાચારનું સારી રીતે પાલન કરતો, માધવ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણને રંભા સમાન કામલતા નામે સ્ત્રી હતી. તે સ્ત્રીનું Page #182 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૩ ૧૪૫ રૂપ એવું હતું કે તેની આગળ અપ્સરા પણ હારી હતી. એવી રૂપવાન હતી. તેના બંનેનો સંસાર સુખી હતો. બંનેની વચ્ચે પ્રીતિ અપરંપાર હતી. પ્રેમકટારીથી પરસ્પર વીંધાયાં હતાં. સંસારરસિક તેઓને એક પુત્રની પ્રાપ્તિ થઈ. તે હજુ નાનો દૂધ પીતો બાળક હતો. //રા કામલતાનું ચરિત્ર :- એક દિવસ તે નાના બાળરાજા કેશવને ઘરમાં બેસાડી કામલતા ગામને ગોંદરે કૂવાએ નિર્મળ એવું પાણી ભરવા ગઈ. સરખે સરખી સાહેલડીઓ સાથમાં હતી. પોતાને માથે પાણી ભરેલું બેડુ છે. તેની ઉપર ઝારી મૂકી છે. તે ઝારી ઝળકી રહી છે. એવી માથે બેડુ મૂકીને રૂમઝુમ રૂમઝુમ કરતી ચાલે છે. પોતાનો વેશ એટલે સાલ્લો વગેરે સરખો કરી રહી છે. સરખી સાહેલીઓ પણ ટોળે વળીને માર્ગમાં જતી પોતપોતાના પતિની વાતો કરતી કરતી ચાલી જાય છે. કહ્યું છે કે આઠ સ્થાનકે સ્ત્રીઓ ભેગી થાય ત્યારે અલકમલકની કથા-વિકથાઓ ચાલતી હોય છે. આઠ સ્થાન એવાં છે ત્યાં વિકથાઓ થતી હોય છે. ૪lી ગરબે રમતાં, જમણવારમાં, નદીએ કપડાં ધોતાં, કથા સાંભળતાં, મંદિરે દર્શન કરવા જતાં, બાહિર ભૂમિ જતાં (જંગલ જતાં) જયાં વાત કરાય જ નહિ.) //પી પાપડ વણતાં, ને પાણી ભરવા જતાં કે આવતાં. આ આઠે સ્થાનકે વિકથા લગભગ ચાલતી હોય છે. કામલતા પણ આ રીતે વાતો કરી રહી છે. વળી પોતાનો પુત્ર યાદ આવતાં, ઘેકો કરીને હાથ પસારીને બોલી. “ચાલ બાઈ! હું મારા લાડકવાયા દીકરાને સૂનો મૂકીને આવી છું.” આગળ એકલી ચાલવા લાગી. સખીઓ પાછળ રહી ગઈ. હજુ તે નગરની બહાર હતી. નગર બહાર કોઈ ફોજે આવી છે. તેમાં કેટલાકની પાસે ભાલાં હતાં. તે ભાલાં ઝળકી રહ્યાં છે. ૬ll. : સખીથી વિખૂટી પડેલી કામલતા લટકા ચટકા કરતી આવતી હતી. રંભા સરખી રૂપાળી એવી આ કામલતાને લશ્કરના યોદ્ધાએ જોઈ. ચારેકોરથી યોદ્ધાઓ ઘેરી વળ્યા. તેને લૂંટી લીધી. સુભટો તેને પકડીને રથમાં બેસાડીને ચાલી ગયા. લશ્કર સાથે રથમાં બેસાડી, સવારી કપિલપુર પહોંચી ગઈ. આશા કામલતા રાજાને ત્યાં - કામલતાને સુભટોએ કંપિલપુરના રાજાને સોંપી. રાજાએ પટ્ટરાણી કરી અને અંતઃપુરમાં બેસાડી દીધી. કામલતા પણ પતિ-પુત્રને ભૂલી જઈને રાજામાં રક્ત બનીને સુખપૂર્વક રહેવા લાગી. રાજાને ત્યાં સુખસામગ્રીનો તોટો નથી. એમાં વળી પટ્ટરાણીપદે શું બાકી રહે? વિષયોમાં પૂરેપૂરી આસક્ત બની ચૂકી. વ્યભિચારિણી થઈ ચૂકી. રાજામાં આસક્ત થયેલી પુત્રને પણ ભૂલી ગઈ. IIટા આ બાજુ ઘરમાં બાળક રહેલો હતો તે મોટો થવા લાગ્યો. પિતાએ ભણવા ગુરુ પાસે મૂક્યો. કેશવ ભણવામાં હોંશિયાર, જોતજોતામાં ચૌદ વરસનો યુવાન પુત્ર થઈ ગયો. પિતાના ધંધામાં જોડાયો. અઢળક લક્ષ્મી ઉપાર્જન કરી. ધનવાન થતાં તે નગરમાં પ્રસિદ્ધ પણ થયો. ll એકવાર પિતા માધવને કોઈએ સમાચાર આપ્યા કે તમારી પત્ની કંપિલપુર રાજાની રાણી થઈને રહી છે. કેશવપુત્રને ઘર-લક્ષ્મી વગેરે ભળાવીને પત્નીની ભાળ લેવાને, માધવ બ્રાહ્મણ કપિલપુર નગરે પહોંચ્યો. ૧૦ના - માધવની શોધ - ત્યાં આવીને બધાંને પૂછવા લાગ્યો કે “આ પ્રકારની સ્ત્રી તમે કોઈએ જોઈ છે?” રાજાના મહેલની આસપાસના લોકોને પૂછવા લાગ્યો. તે સ્ત્રી ક્યાં છે? એકવાર રાજમહેલના ગોખ આગળ માધવ કોઈને પૂછતો હતો કે તમે કામલતાને જોઈ છે? તે અરસામાં ગોખમાં બેઠેલી કામલતાએ પોતાના પતિને જોયો. (બંનેની પ્રીતિ ઘણી જ હતી.) ઘણા વખતે પતિને જોતાં જ એકદમ * આનંદમાં આવી ગઈ. હૈયામાં હેત ઉભરાયું. ૧૧|| Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ધમ્મિલકુમાર રાસ માધવ વૈધના વેશે - સંકેત આપીને બોલાવ્યો. વૈદ્યનું રૂપ કરવાનું કહ્યું. વૈદ્યની વાત કરીને રવાના કર્યો. પોતાને જાણે શૂળ ઊપડી હોય (પેટમાં દુઃખાવો) તે પ્રમાણે ચાળા કરવા લાગી. દાસીને કહેવા લાગી. જો પેલા વૈદ્યરાજ જાય છે. જલ્દી બોલાવી લાવ. દાસી ઉતાવળી જઈને વૈદ્યને લઈ આવી. શરીરને તપાસવાના બહાને, મહેલમાં બંનેએ અરસપરસ વાર્તાલાપ કરી લીધો. તેણીએ જણાવ્યું કે “મારે તમારી સાથે આવવું છે. પણ આ રાજમહેલમાંથી એકદમ આવવું જોખમ છે. કાળીદેવીના મંદિરે હું અમુક દિવસે આવીશ. દિવસ નક્કી કરીને કહી દીધો. સાથે ઘણું ધન લઈ આવીશ, કાલીદેવીના મંદિરમાં તમે સંતાઈને સાવધાન થઈને રહેજો . ||૧૨| નક્કી કરીને પોતાના પતિ માધવને જવા દીધો. કામલતાને હવે રાજા પ્રત્યેથી મોહ ઊતરી ગયો છે. એનું મન માધવમાં લાગ્યું છે. જે દિન સાંજે જવાનું નક્કી કર્યું હતું, તે દિન સાંજે દાગીના વગેરે દાબડામાં ભરી દીધા. પેટી ભરીને તૈયાર કરી. રાજા આવે તે પહેલાં સૂઈ ગઈ. થોડીવારમાં રાજા આવે તે પહેલાં રાડો પાડવા લાગી. પેટમાં ચૂંક બહુ આવે છે રે ! રહેવાતું નથી. ઓ બાપ રે ! મરી ગઈ. ૧૩ ચારે બાજુથી દાસદાસીઓ ભેગી થઈ. ઓષડિયાં કર્યા પણ સારું થયું નહીં. રાજાને બોલાવવા દાસી ગઈ. તરત જ રાજા આવ્યા. રાજાએ પણ સારા, જાણકાર, હોંશિયાર, રાજવૈદ્યને બોલાવ્યા. ગુરુની શિખામણ કુશિષ્યને અસર ન કરે, તે રીતે સારા વૈદ્યના ઔષધથી પણ પટ્ટરાણીને સારું થતું નથી. કંઈ થયું હોય તો અસર થાયને ? રાજા પાસે જ બેઠો છે. ચિંતિત થયો છે. ત્યાં રાણીને વાત યાદ આવીને ધીમે ધીમે બોલતી કહેવા લાગી. હે સ્વામી ! ઉહ ! હા! મને કારણ યાદ આવ્યું. હું કેમ માંદી પડી. તે હવે યાદ આવ્યું. મને પેટની પીડા કેમ થઈ ? રાજનું જાણું હવે. રાજા કહે..પ્રિયે ! બોલ ! શું કારણ છે ! રાણી કહેવા લાગી. સ્વામી ! તમે માંદા પડ્યા હતા. ત્યારે મેં કાલીદેવીની માનતા માની હતી. /૧૪ો. રાજા કહે શું માનતા હતી? રાણી કહે...હે મા ! મારા સ્વામીને જયારે સારું થઈ જશે. ત્યારે અમે બંને સાથે તારે મંદિરે રાતે આવશું અને બલિબાકુલા વગેરે આપી તારી પૂજા કરશું. પછી તારે ચરણે એક હજાર સોનામહોર મૂકશું. (ચડાવશું) ૧પો. કાલી માના મંદિરે - હે મહારાજા ! આ વાત હું તદ્દન ભૂલી ગઈ. તમે સાજા થઈ ગયા. માની માનતા કરી નથી. એટલે જે કાલીમા રીસાઈ ગઈ. અને મને પીડા ચૂંક ઊપડી. રાજા બોલ્યો - પ્રિયા ! તારી માનતા આજે જ આપણે પૂરી કરશું. (આજ રાતે માધવપતિને કાલીમાના મંદિરે બોલાવ્યો હતો.) રાજા જયાં આ વચન બોલ્યો અને તરત જ રાણીની પીડા ગાયબ. ચૂંક ખસી ગઈ. નિરાંતે ઊંઘ આવી ગઈ. ચાર ઘડી નિરાંતે ઊંઘ પૂરી થઈને તે જાગી. /૧૬ll રાણીસાહેબે નીંદ લીધી. ત્યાં સુધીમાં રાજાએ દાસીઓ થકી બધી તૈયારી કરાવી દીધી. સોનામહોરનો થેલો ભરાવ્યો. બલિબાકુલા-પૂજાના થાળ તૈયાર કરાવ્યા. પછી રાણીબાને રાજાએ જગાડ્યાં. રથમાં બેસીને બંને જણાં કાળીમાતાના મંદિરે રાત્રિએ આવ્યાં. માતાને ચરણે પોતે પગે લાગી. રાજાને કહેવા લાગી. તે સ્વામી ! માતાને નમસ્કાર કરો. લાવો મારા હાથમાં તલવાર. રાજા માતાજીને જેવો નમવા જાય છે ત્યાં જ રાણીએ પોતાના હાથમાં રહેલી તલવારનો ઘા રાજાના ગરદન ઉપર કર્યો, રાજા તો પરલોકે પહોંચ્યો. લોહીની છોળો ઊછળી. કઠણ કલેજાવાળી કામલતાને હૈયે કંઈ જ અસર ન થઈ. પોતાનો સ્વામી માધવ બ્રાહ્મણ ત્યાં સંતાઈને સૂતો હતો. અડધીરાત હતી. બિચારો ઊંઘી ગયો હતો. રાજાને મારી કામલતા માધવ બ્રાહ્મણને ઉઠાડવા લાગી. ત્યાં તેને સર્પે દંશ દીધો. તે પણ પરલોક પહોંચી ગયો. જીવ હોય તો ઊઠે ને ! I/૧૭થી Page #184 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૩ ૧૪૦ માધવને સર્પદંશ - ઘણો ઢંઢોળવા છતાં બ્રાહ્મણ ન જાગ્યો કારણ સર્પદંશથી મૃત્યુ પામ્યો હતો. - માતાજીનો દીવો હતો. તે લઈને જોયું. પતિ મૃત્યુ પામ્યો છે. શરીર ઝેરના કારણે લીલુંછમ થતું ગયું છે. સમજી ગઈ કે જ્ઞાની ભગવંત કહે છે કે “આ નારીનાં કર્મની વિટંબના જુઓ. ન રાજાની રહી, ન બ્રાહ્મણપતિની રહી.” કામલતા બ્રાહ્મણી વિચારે છે...રે ! મેં તો બંને ખોયા. બંનેથી ગઈ. હવે મહેલે જઈને પણ શું કામ? રાજા મરાયો. જવાબ શું આપવો? લોકો જાણશે સવારે તો, મારે પણ મરવાનો જ વારો આવશે ! જીવ બચાવવા, સાથે જે ધન લઈને આવી હતી. તે ધન લઈને વન તરફ ભાગી. સવાર પડતાં ચોર લોકો મળ્યા. ધન લૂંટી લીધું. નારી લૂંટાઈ ગઈ. ૧૮. કામલતા વગડાની વાટે :- વળી ખગ બતાવીને બીવડાવી. “ખબરદાર ! જો હવે આઘીપાછી થઈ છે તો હણી નાંખશું.” ચોરો આગળ પાછળ ચાલે. વચમાં આ નારીને રાખી. જંગલ વટાવીને બળદેવ' નામે ગામ આવ્યું. ચોરોએ તે ગામમાં રહેતી વેશ્યાને ત્યાં વેચી. પૈસા ઊભા કર્યા. ધન આપીને વેશ્યા તે કામલતા સ્ત્રીને પોતાને ઘેર લઈ ગઈ. નાચ-ગાન-નૃત્ય વગેરે કળા શીખવીને પોતાના ધંધામાં તે સ્ત્રીને વેશ્યાએ પાવરધી કરી. ભોગી મનુષ્ય આવે છે તેને વેશ્યા, કામલતાની પાસે મોકલે છે. પોતે રૂપાળી છે. વેશ્યાનો ધંધો શું બાકી રહે ? ભ્રમર સરખા ભોગી મનુષ્યો ઘણા આવવા લાગ્યા. વેશ્યાનો ધંધો જોરદાર ચાલ્યો. ૧૯ વેશ્યાને ઘેર :- આ રીતે કામલતાએ વેશ્યાના ધનમાં ઘણો વધારો કર્યો. ઘણો કાળ વેશ્યાને ત્યાં કામલતાએ વીતાવ્યો. હવે આ બાજુ કેશવ (કામલતાનો પુત્ર) ઘણો સમય ગયો, પણ પોતાના પિતા પાછા ન આવવાથી ચિંતા કરવા લાગ્યો. તેમને શોધવા માટે કેશવ પોતાના ગામથી નીકળી. જુદા જુદા ગામમાં ફરતો ફરતો તે પણ આ જ બળદેવ ગામે આવ્યો. જ્યાં કામલતા રહેલી છે તે જ વેશ્યાના ઘરે વિશ્રામ લીધો. ૨વા કેશવ યૌવનવયે દેખાવડો છે. ધન-સંપત્તિ પણ ઘણી છે. ધનના સંયોગો ઘણા છે જાણી, વેશ્યાએ કેશવને પણ કામલતાની પાસે મોકલ્યો. રૂપ-યૌવનરસાલ એવાં બંને જણાં વિષયમાં આસક્ત ગળાબૂડ બન્યાં. ભોગોને ભોગવી રહ્યાં છે. પ્રેમવિલુદ્ધી વેશ્યા એક દિવસ બ્રાહ્મણ કેશવને પૂછવા લાગી. બંને વચ્ચે સ્નેહ-પ્રીતિ ઘણી છે. તે ભટ્ટ ! આ તમારો દેશ ગામ-નગર છોડીને પરદેશ-બીજા નગરે કેમ ભટકી રહ્યા છો ? /ર૧|| કામલતાએ પુત્રને ઓળખ્યો - વળી કયા ગામના વતની ? ક્યાં રહેવું? વગેરે કામલતા ગણિકા પૂછવા લાગી. ત્યારે કેશવે પોતાના ગામનું નામ દઈને મૂળથી અધિકાર સઘળી વાત કહી. વાત સાંભળી ગણિકા મનમાં મૂંઝાણી. અરેરેરે ! મેં પાપિણીએ શું કર્યું? પુત્રની સાથે ભોગ ભોગવ્યા. સંભોગ કર્યા. રે! એનું હૈયું કંપી ઊઠ્યું રે ! મેં આ શું કર્યું? Il૨૨ અરે ! ઓ પ્રભુ ! આ અઘોર પાપે હું ક્યાં જઈશ? મારી શી દશા થશે? દુર્ગતિ તો નક્કી છે. હવે જીવીને પણ શું કામ છે? આ કાયાથી આવાં ભયંકર પાપ ! આ કાયાને જ અગ્નિમાં ફૂંકી મારું રે ! આ જીવવાથી સર્યું? આમ વિચારીને પુત્રને કહેવા લાગી ! “આ ભવમાં તો તને તારા પિતાનો મેળાપ થવાનો નથી. કારણ કે સર્પદંશથી મૃત્યુ પામ્યા છે. તે હું જાણું છું. (કહેતી નથી કે હું તારી મા છું) હવે ઘેર ચાલ્યો જા. ભટકીશ નહીં. //૨all અગ્નિસ્નાન :- કેશવે પણ કંઈ આગળ ન પૂછ્યું. પિતાની વાત સાંભળીને તે ત્યાંથી રવાના થયો. પોતાના ગામ ચાલ્યો ગયો. આ બાજુ કામલતા પણ સાંજ પડતાં યમુના નદીના કિનારે જઈ પહોંચી. લાકડાં એકઠાં કરી ચિતા તૈયાર કરી. પછી યમુના નદીમાં નાહીને પવિત્ર થઈ, પછી તે ચિતા Page #185 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ સળગાવી. ને પોતે ચિતામાં પ્રવેશ કર્યો. પણ જુઓ ! કર્મની ગતિ કેવી ન્યારી છે ! ચિતા ભડભડ સળગે તે જ પહેલાં અચાનક યમુના નદીમાં પૂર આવ્યાં. નદીના કિનારે જે હતું તે સઘળું તણાઈ જવા લાગ્યું. તેમાં આ સળગતી ચિતા પણ તણાઈ ગઈ. ।।૨૪। નદીના પૂરમાં અર્ધદગ્ધી (અડધી દાઝેલી) તે તણાવા લાગી. કોઈ કાષ્ઠને તે વળગી. પવનના સૂસવાટાથી તણાતી તે સ્ત્રી વૃંદાવનના કાંઠે આવી. પૂર ઓસર્યાં. (ઊતરી ગયાં) તે ત્યાં આગળ પડી રહી છે. ઠંડીથી અકડાઈ જવાથી ઊભી પણ થઈ શકતી નથી. અર્ધભાનમાં પડી છે. ત્યાં તે જ વનમાં ગાયોનું ધણ લઈને ભરવાડ ચારો ચરાવવા આવ્યો છે. બેભાન જેવી અવસ્થામાં કિનારે પડેલી તે સ્ત્રીને જોઈ. પોતે તેને ઉપાડીને પોતાના ઘેર લઈ આવ્યો. ૨૫।। ૧૪૮ ભરવાડના ઘરે :- રૂનો ઢગલો કરીને તેમાં સૂવાડી. ચારે કોરથી રૂ વડે વળી પાછી ઢાંકી દીધી. રૂના ગરમાવાથી ચેતનવંતી થઈ. જયાં જયાં દાઝી હતી ત્યાં પાણીથી ફોલ્લા પણ પડ્યા હતા. ભરવાડે ઉપચાર કર્યા ને તે સ્ત્રી સાજી થઈ. તો ભરવાડે તે સ્ત્રીને પોતાની સ્ત્રી બનાવી. ઘરમાં રાખી. ત્યાં તેણીનો સંસાર ચાલુ થયો. તે સ્ત્રી બીજી કોઈ નહીં, પણ હું પોતે. અહીંયાં રોજ માથે ગોરસ મૂકીને મથુરામાં વેચવા આવું છું. આજે આ ગોરસની મટકી ભીડમાં ફૂટી ગઈ એમાં શોક શું કરું ? ॥૨૬॥ પતિ-પુત્ર-રાજા-બધાનાં સુખને ખોયું છે. આમાં હું કોને જોઉં ? કોને રોઉં ? ભાગ્ય યોગે આ બધાની વેરણ થઈ. બ્રાહ્મણ કુળને લજવી, હમણાં ભરવાડણ થઈ છું. ।।૨૭। કર્મની કઠિનાઈ જ્યારે યાદ આવે, ત્યારે તો આંખમાંથી ચોધાર આંસુ વહે છે. તેમાં આ છાશ કે દહીં ઢોળાઇ ગયું તેમાં શોક શું કરું ભાઈ ! એમ કહીને તે પાછી મથુરા વનમાં પહોંચી. આગળ જતાં વનમાં મુનિવરને જોયા. ।।૨૮।। કામલતાને વૈરાગ્ય અને પ્રભુના માર્ગ :- મુનિવરના ચરણે નમીને ત્યાં જ બેઠી. મુનિની મીઠી મધુરી વૈરાગ્યવાળી વાણી સાંભળી, હૈયામાં વૈરાગ્ય થયો. ત્યાં દીક્ષા ગ્રહણ કરી. પાપોનું પ્રાયશ્ચિત્ત કરવા લાગી. ચારિત્રની સુંદર આરાધના કરી કેવલજ્ઞાન પામી. મુક્તિનગરમાં પહોંચી. ।।૨૯। કામલતાના મુખે એનું ચરિત્ર સાંભળ્યું. તે નજરે જોયા પછી તે પાંચેય બંધવનું સ્ત્રી થકી મન ઊઠી ગયું. વૈરાગ્ય જાગ્યો. કોઈ સાથે જતો હતો, તેની સાથે પાંચે ભાઈઓ કંચનપુર નગરમાં સુખપૂર્વક પહોંચ્યા. II૩૦॥ ધમ્મિલકુમાર રાસની રસીલી એવી આ ત્રીજા ખંડની ત્રીજી ઢાળમાં શ્રી શુભવીરવિજયજી મહારાજે તેમની સુંદર વાણી પ્રકાશી. હે વૈરાગી ! તત્ત્વના રસિયા ! હવે આગળ શું બને છે તે સાંભળો. II૩૧॥ તૃતીય ખંડની ઢાળ : ૩ સમાપ્ત -: દોહા : કંચનપુર ચહુટે ગયા; પાંચે પુણ્ય પવિત્ર; તવ તિહાં કુલટા નારીનું; દીઠું દુષ્ટ ચરિત્ર. ॥૧॥ શિર મૂંડી ધરી રાસભે, કાઢે નૃપ પુર બ્યાર; એક નરને શિરપાવ દેઈ, કરે ઘણો સત્કાર. ॥૨॥ પૂછે પાંચે બાંધવા, કોઈકને તેણી વાર; તે નર કહે કૌતુક જિશ્યો, નારી તણો અધિકાર. ॥૩॥ પાંચ ભાઈ કંચનપુર નગરે :- પુણ્યાત્મા પાંચેય બંધવો મથુરાનગરી છોડીને કંચનપુર નગરીએ પહોંચ્યા. ફરતાં ફરતાં નગરના ચૌટામાં પહોંચ્યા. પાંચેય ભાઈઓ ફરતા હતા. ત્યાં વળી એક સ્ત્રી Page #186 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩: ઢાળ - ૪ ૧૪૯ જોવા મળી. જે કુલટા હતી તેનાં દુષ્ટ ચરિત્ર જોવા વળી પાંચેય ત્યાં ઊભા. //તે સ્ત્રીને માથે મૂંડો કરાવેલો છે. ગધેડા ઉપર બેસાડી છે, અને રાજાની આજ્ઞાથી રાજસેવકો તે ગધેડાને શેરીએ શેરીએ ફેરવીને નગર બહાર કાઢી મૂકવા જઈ રહ્યા છે. પાછળ લોકોનું ટોળું છે. જ્યારે રાજસભામાં તે રાજા એક પુરુષને સત્કાર કરીને શિરપાવ આપીને મોટુ ઇનામ આપી રહ્યો છે. રા આવા પ્રકારનું દૃશ્ય જોઈને પાંચેય ભાઈઓએ નગરના લોકોમાંથી એકને પૂછ્યું. “ભાઈ ! આ શું કૌતુક છે? આ સ્ત્રીનો વરઘોડો...આ શું બધું?” ત્યારે તે ભાઈએ તે સ્ત્રીના દુગરિત્રનું વર્ણન કરતાં કહ્યું.... //૩ ઢાળ ચોથી. (જોઈ જોઈ રે જોગ તરી દશા...અલબેલાજી...એ દેશી) આ નગરે સાગરદત્ત ઈસ; સુણ પરદેશી; એક વ્યવહારી રૂડો વસે. સુણ પરદેશી; તસ શ્રીદત્ત નામે સુત જ્યો, સુણ. એક દિન શ્રીપુર નગરે ગયો. સુણ. ૧. સોમદત્ત શેઠ છે તિહાં કને; સુણ. જયસિરિ પુત્રી છે તેમને; સુણ, શ્રીદત્ત પરણ્યો તે અભિનવી; સુણ. પરણીનેં પિયરીએ ઠવી; સુણ. રા. ભરી કરિયાણાં પ્રવહણ ચડ્યો; સુણ. પાછળ યૌવન વનિતા નડ્યો; સુણ, નવલા નરશું મન મેલતી; સુણ. સરખી સખી સાથે ખેલતી. સણ. Iકા નર દેખી બાલ હસાવતી; સુણ. હસતી હઈડું દેખાડતી; સુણ. સખીયો બાળક હલરાવતી; સુણ. નર નજરે બીડાં ચાવતી. સુણ, Iકા વળી ગરબા ઘર ઘર ગાવતી; સુણ. પગ હાથે મેંદી લગાવતી; સુણ. મેલે ખેલે જાને જતી; સુણ. નર નજરે આલસ મોડતી. સુણ. પી. ઘર ગણતી નર વેધાણીએ; સુણ. કુલટા લક્ષણ એ જાણીએ; સુણ, કદરૂપી સ્ત્રી જીવન સમે; સુણ. ચાલો ચેકટ કરતી ભમે. સુણ. દા તે રૂપવતી કેમ રહે ઘડી; સુણ. પાકકાલે લીંબોલી મીઠડી; સુણ, એક દિન મંદિર મેડી ચડી; સુણ. જોતાં એક નર નજરે પડી. સુણ. Iળા સખિ માલતી તસ ઘર મોકલી. સુણ. સંકેત કરી ચિત્ત સાંકલી; સુણ, સંજોગ બન્યો માલણ ઘરે, સુણ. પ્રતિદિન તસ ઘર એમ સંચરે. સુણ. IIટા. પરતટથી શ્રીદત્ત આવીયો, સુણ. નિજ ઘર લખમી બહુ લાવીઓ; સુણ, સસરા ઘર સ્ત્રી તેડણ ગયો; સુણ. પતિ દેખી જયસિરિ દુઃખ થયો સુણ. લા. કહે સખીને હવે કહાં જાઇશું; સુણ. ચિંતાપનગિયે ચિત્ત ડહ્યું; સુણ, કપટે મધુરે વચને હસી, સુણ નિશિ શયનપતિ પાસે વસી. સુણ. ૧૦ના 1. Page #187 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલકુમાર રાસ શ્રીદત્ત વચન અમૃત ઘડો; સુણ. સા ચિંતે વળગ્યો ઝાંપો; સુણ, ગુરુપ્રેમ વચન શિક્ષા કહે; સુણ. કુશિષ્ય વિરેચન ઘા લહે. સુણ.॥૧૧॥ અણબોલી પતિ નિદ્રા વી; સુણ. તવ ઉઠી ચાલી જયસિ૨ી; સુણ, સખીઘર જાવા મારગ ચડી; સુણ. એક ચોર તણી નજરે પડી. સુણ. ।।૧૨।। તે ચાલ્યો પૂંઠે સજ થઈ; સુણ. સા ચહુટામાં પરવે ગઈ; સુણ, જે નરશું તિહાં મેળો હતો; સુણ. ઘણીવાર થઈ તે ઘર જતો. સુણ.॥૧૩॥ એક રાજપુરુષ કોઈ સ્ત્રી હણ્યો, તિહાં તે દિન તેણે મેળો કર્યો; સુણ, કોટવાળ હણે તસ તીરથી; સુણ પરદેશી. ચોર ભ્રાંતે ગયો તે જીવથી; સુણ પરદેશી સુણ. ।।૧૪।। દેખી પણ સા કામાતુરી; સુણ પરદેશી. કરે આલિંગન ઉપર પરી, સુણ પરદેશી, ગળે વળગી મુખ ચુંબન કરે, સુણ પરદેશી. જુઓ ચોર એ કુલટા શું કરે સુણ પરદેશી. ।।૧૫।। તિહાં તરૂ ઉપર એક ભૂતડું; સુણ પરદેશી. ચિંતે એહને વળગી પડું. સુણ પરદેશી, કુલટાની હોંશ પુરી કરું, સુણ પરદેશી. ચિંતી મુડદમાં સંચર્યું. સુણ પરદેશી. ।।૧૬।। કરે ભોગ પ્રિયા અનુકૂલથી, સુણ પરદેશી. નાક કરતી ખાધુ મૂલથી; સુણ પરદેશી, ચિંતે બુચ્ચી આ શું થયું ? સુણ પરદેશી. તે મૃતકશું ભૂત ઊડી ગયું; સુણ પરદેશી. ।।૧૭। રૂધિરે ચૂતી સખી ઘર ગઈ, સુણ પરદેશી. સખીને જણવી જેહની થઈ; સુણ પરદેશી, ઘર આવી પતિશું સોવતી; સુણ પરદેશી. ઉઠી પોકારી રોવતી. સુણ પરદેશી.॥૧૮॥ તસ્કર જોઈ પાછો વળ્યો, સુણ પરદેશી. સવિ લોક તિહાં ભેગો મલ્યો, સુણ પરદેશી, ષિર્ પાપી કેણે શિખાવિયો, સુણ પરદેશી. જઈ રાજવારે જણાવીયો સુણ પરદેશી. ।।૧૯।। શ્રીદત્તને કલંક દીયો અતિ; સુણ પરદેશી. અમ બેટી જગમાં મહાસતી સુણ પરદેશી, નૃપને મન વાત ખરી વશી, સુણ પરદેશી. શ્રીદત્તને બાંધ્યો તિહાં કશી. સુણ પરદેશી. ।।૨ના તવ ચોર તિહાં પાસે રહી. સુણ પરદેશી. જેહવી દીઠી તેહવી કહી; સુણ પરદેશી, સાચે સવિ જૂઠ નસાવિયો, સુણ પરદેશી. સરપાવ શ્રીદત્તને નૃપ દીયો સુણ પરદેશી. ।।૨૧।। ગર્દભે બેસારી કુસતી; સુણ પરદેશી. ઘર ઘર ફેરવતો ભૂપતિ; સુણ પરદેશી, જે રમણી સંગે રાચિયા, સુણ પરદેશી. ધન આપી તે જગ નાસિયા; સુણ પરદેશી. I૨૨।। એમ સાંભળીને પાંચે જણા, સુણ પરદેશી. સંસાર થકી ઉભગ્ગા ઘણા; સુણ પરદેશી, તે કંચનપુરથી નીકળ્યા, સુણ પરદેશી. જઈ સાથ મનોહરમાં ભળ્યા; સુણ પરદેશી. ૨૩ ત્રીજે ખંડે ચોથી કહી, સુણ પરદેશી. એ ઢાળ ગુણી ચિત્તમાં ગ્રહી; સુણ પરદેશી, શુભવીર કહે તે નિર્મળા સુણ પરદેશી. વનિતાથી વસિયા વેગળા. સુણ પરદેશી. ।।૨૪। શ્રીદત્તની કથા ઃરે પરદેશીઓ ! અમારા આ નગરમાં સાગરદત્ત નામે ધનવાન એક વ્યવહારિયો શ્રેષ્ઠી રહે છે. તે શ્રેષ્ઠીને શ્રીદત્ત નામે એક પુત્ર હતો. ધીમે ધીમે યૌવનવય પામ્યો, ને ભણીને તૈયાર થયેલો ૧૫૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩: ઢાળ - ૪ ૧૫૧ શ્રીદત્ત પિતાને વ્યાપારમાં સહાયક બન્યો. વેપાર અર્થે એક દિન શ્રીદત્ત શ્રીપુર નગરે ગયો છે. વેપારમાં કાબેલ હોવાથી પિતાએ જ પુત્રને મોકલ્યો છે. I/૧ી તે શ્રીપુરનગરમાં સોમદત્ત નામે વણિક વ્યાપારી રહેલો છે. આ શેઠને જયશ્રી નામની લાડકવાયી પુત્રી છે. ધંધાર્થે આ શેઠ શ્રીદત્ત તથા તેના પિતા વગેરેને ઓળખે છે. વ્યાપાર માટે આવેલ શ્રીદત્ત ને પુત્રી જયશ્રીનાં લગ્ન કર્યા. થોડા દિન રહેલો શ્રીદત્ત હવે તે જયશ્રીને કહેવા લાગ્યો. અહીંથી હજુ મારા વેપાર માટે આગળ જવાનું છે. તો તમે અહીં તમારા પિતાને ત્યાં રહો. તેમ કહી તેને ત્યાં મૂકીને શ્રીદત્ત આગળ વેપાર માટે ગયો. જરા વેપારાર્થે પરદેશ :- શ્રી દત્તે કરિયાણા આદિ વહાણમાં ભરીને (વહાણ) તૈયાર કરાવ્યાં. ત્યાંથી તે સમુદ્રમાર્ગે આગળ વધ્યો. પાછળ મૂકેલી પોતાની સ્ત્રી, નવેનવી ને વળી યૌવનવતી. કામદેવથી પીડાઈ. મનમાં નવા નવા પુરુષની ઇચ્છા કરવા લાગી. સરખી સાહેલીઓ સાથે રમવા ખેલવા જાય છે. ૩ રમવા ગયેલી જયાં, ત્યાં જો કોઈ પુરુષ દેખાય તો, પોતાના વાળ છૂટા મૂકી જુદાં જુદાં નખરાં કરવા લાગી. હસતી હસતી તે પુરુષની સામે જાય અને પોતાની છાતી બતાવતી હતી. વળી સખીઓના ઘરે જઈને તેનાં બાર્બાબચ્ચાને ઊંચકીને રમાડતી, ઉછાળતી વગેરે ક્રીડા કરતી હતી. દૂરથી પુરુષને આવતા જોઈને પાન ખાવા લાગે. ને હોઠ લાલ કરીને બતાવતી હતી. //૪ll વળી ઘર કે બહાર જયાં જાય ત્યાં ગરબા ગાવા જતી. વળી હાથે-પગે મેંદી લગાવીને ઘૂમતી. ગામ બહાર આવતા નાટકિયા વગેરે જોવા પહેલી દોડતી. ધણી નહિ કોણ વારે ? માબાપની લાડકી, તેથી પણ કંઈ ન કહે. જાનમાં જવાનું હોય તો પણ તે પહેલી. પુરુષોને જોઈ વળી આળસ મરડતી. : હાથ પગ ઊંચાનીચા કર્યા કરતી. પણ કહ્યું છે કે – જે સ્ત્રી ઘર ગણે, પુરુષોની સામે જોઈને હસ્યા જ કરે, નાટકચાળા કર્યા કરે તે કુલટા સ્ત્રીનાં લક્ષણ કહેવાય છે. ગમે તેવી કદરૂપી સ્ત્રી હોય, તો પણ યૌવનમાં ચેનચાળા કરતી ફરે છે ||દી તો રૂપવતી એક ઘડી પણ કેમ રહી શકે. કડવા લીંબડાની લીંબોળી સમય આવે પાકે છે. ત્યારે તે મીઠી હોય છે. યૌવનવતી સ્ત્રીનું પણ આવું જ સમજવું. જયશ્રી એક દિન પોતાના મહેલની મેડીએ ચડી છે. ચારે કોર દૂર દૂર નજર નાખ્યા કરે છે. ત્યાં એક નર માર્ગેથી જતાં તેણીએ જોયો. તે પુરુષની નજર પણ તેણીની ઉપર પડી. બંનેની આંખો મળી. IIછી પોતાની સખી માલતીને તે પુરુષના ઘરે મોકલી. પોતે સંકેત આપીને તેને માલણને ત્યાં મળવાનું નક્કી કર્યું. તે દિનથી રોજે તે બંને જણા માલણને ત્યાં મળે છે. જયશ્રી મનની ઇચ્છા પૂરી કરે છે. દા. - શ્રી દત્ત વતનમાં - આ તરફ સમુદ્રમાર્ગે ગયેલ શ્રીદત્તે વેપાર ખેડીને, ઘણી લક્ષ્મી મેળવી, પોતાના ઘરે આવ્યો. તે પછી માતાપિતાએ તેને આગ્રહ કરીને સસરાને ઘેર મોકલ્યો. કહ્યું કે “તારી પત્નીને લઈ આવ.” શ્રીદત્ત હવે સાસરે આવ્યો. પતિને દેખી જયશ્રી મનમાં ઘણી દુઃખી થઈ. હા દુઃખી થયેલી જયશ્રી, પોતાની સખી માલતીને કહેવા લાગી. રે સખી ! હવે શું કરવું? ક્યાં જઈશ? જયશ્રીને ચિંતા રૂપી નાગણી ચિત્તની અંદર ડંખી, માયા કપટ કરીને પતિ સાથે હસે છે, બોલે છે. સારા અને મધુરાં વચનો કહે છે. રાત પડતાં પતિની સાથે શયામાં રહી છે. પણ ચેન પડતું નથી. ૧૦ના - શ્રીદત્ત પણ પરદેશથી આવેલો છે. મીઠાં વચનોથી વાતો કરે છે. નવી નવી વાર્તા પણ કહે છે. શ્રીદત્તને મન જાણે અમૃતનો ઘડો. જયશ્રી વિચારે છે આ તો વળગ્યો ઝાંપડો. જેમ ગુરુ પ્રેમથી શિષ્યને હિતશિક્ષા આપે, - વાતો કરે પણ કુશિષ્યને કડવી ફાકી જેવી લાગે, તેવી રીતે જયશ્રીને તો જાણે પોતાને ભૂત વળગ્યું હોય તેવું Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ મિલકુમાર રાસ લાગવા માંડ્યું. [૧૧] હવે જયશ્રીએ તો બોલવાનું બંધ કર્યું. મૌન કર્યું. તો શ્રીદત્ત પણ નિદ્રા દેવીનું શરણું લીધું. જયશ્રીએ જાણ્યું કે સ્વામીનાથ ઉંઘી ગયા છે. તેથી શય્યા છોડીને સખી માલતીના ઘેર ચાલી. માર્ગમાં એકલી જતી આ સ્ત્રી અંધારામાં એક ચોરના જોવામાં આવી. II૧રા હવે ચોર પણ આ સ્ત્રીની પાછળ પાછળ ચાલવા લાગ્યો. ચૌટામાં પાણીની પરબ પાસે કોઈ પુરુષને મળવાનો સંકેત કર્યો હશે. તેથી તે પાણીની પરબે જઈ ઊભી. આ સ્ત્રીને આવતાં વાર લાગી, સમય કરતાં ઘણી વખત થઈ ગયો. તેથી તે સાંકેતિક પુરુષ રાહ જોઈને ચાલ્યો ગયો. II૧૩ી આ નગરનો એક રાજપુરુષ, કોઈ સ્ત્રી સાથે ફરતો હશે, તો તેણે પણ તે સ્ત્રીને મળવાનો સમય અને જગ્યા આજ આપેલાં. તો તે રાજપુરુષ તેના સંકેત અનુસાર ત્યાં આવી ચડ્યો. રાત્રિ સમયે છાનાં આવતાં આ પુરુષને કોટવાલે જોયો. ચોરની ભ્રાંતિથી કોટવાલે તીર માર્યું ને તે રાજપુરુષ બિચારો જીવથી ગયો. ત્યાં જ મૃત્યુ પામ્યો. /૧૪ll સ્ત્રીનું દુષ્ટ ચરિત્ર - કામાતુર થયેલી આ જયશ્રી, એના જારપુરુષને મળવા આવી. પણ પોતે ઘણી મોડી આવી. તેથી તે તો ચાલ્યો ગયો અને આ રાજપુરુષ ત્યાં અંધારામાં પડેલો જોયો. (મરેલો છે તેવું ન જાણતી હોવી જોઈએ) તે સ્ત્રી કે પુરુષની ઉપર ચડીને આલિંગન દેવા લાગી. ગળે વળગી ચુંબન કરી રહી છે અને તેની સાથે ભોગ પણ જાતે ભોગવવા લાગી. પોતાની વાસનાને સંતોષે છે. પાછળ આવતો પેલો ચોર આ કુલટા સ્ત્રીના ચરિત્રને જોઈ રહ્યો છે. મનમાં તેને ધિક્કારે છે. //ઉપા પાણીની પરબ પાસે એક વૃક્ષ હતું. ત્યાં કોઈ રખડેલ ભૂત રહેતું હતું. તેણે પણ આ ચરિત્ર જોયું. તે ભૂતે વિચાર્યું કે, કુલટાની હોંશ પૂરી કરવા હું મડદામાં પ્રવેશ કરું. તો કુલટાની હોંશ પૂરી થાય. ને તરત જ તે મડદામાં જઈને પેઠું અને તરત જ પેલું મડદું સળવળ્યું. [૧૬ll હવે આ કુલટા તેની સાથે અનુકૂળ ભોગ ભોગવી રહી છે. મડદામાં રહેલો ભૂત પણ મુખ ઉપર તે સ્ત્રીને ચુંબન કરવા લાગ્યો. ચુંબન કરતાં કરતાં તે ભૂતે, તે સ્ત્રીનું નાક કરડી ખાધું અને મડદામાંથી નીકળીને ઝાડ ઉપર ચાલ્યું હતું. નાકકટ્ટી સ્ત્રી વિચારે છે રે ! આ શું થયું? ૧૭ સ્ત્રી મડદા ઉપરથી ઊઠીને, લોહી નીતરતા નાકે પોતાની સખીને ત્યાં ગઈ. માલતી સખીને બધી જ વાત જણાવી. ચોરે પણ પૂરેપૂરો તેનો પીછો પકડ્યો હતો. સખીને ઘેરથી પોતાને ઘેર આવીને પતિની બાજુમાં સૂઈ ગઈ. જાણે ઊંઘમાંથી ઊઠી હોય તેમ મોટેથી પોક મૂકીને રોવા લાગી. /૧૮ આ સઘળું નાટક જોઈને ચોર ત્યાંથી ચાલ્યો ગયો. (રાત તો પૂરી થવા આવી હતી.) પોક મૂકીને રડતી સ્ત્રીનો અવાજ સાંભળી આજુબાજુ સૂતેલા લોક જાગી ગયા ને ત્યાં ભેગા થયાં. સ્ત્રીનું નાક જોઈને લોકો શ્રીદત્તને કહેવા લાગ્યા. “રે ! ધિક્કાર છે! પાપી તે આ શું કર્યું? આવું તને કોણે શીખવ્યું? શ્રીદત્ત તો આ જોઈને, સાંભળીને ડઘાઈ ગયો. જયશ્રીના સંબંધીઓએ રાજકારે જઈને રાજાને આ વાત કરી. ફરિયાદ કરી. ૧૯ો " આરોપી શ્રીદત્ત :- હે રાજનું ! આ પરદેશી અને સોમદત્તના જમાઈ એવા આ શ્રીદત્તે પાપનાં કામ કર્યા છે. અમારી દીકરી તો મહાસતી છે. શ્રીદત્ત કલંકિત છે. આ અમારી દીકરીનું નાક આ પાપીએ કરડી ખાધું છે. નજરે દેખાતી વાત રાજાને સાચી લાગી અને સભામાં બધા લોકો ઘૂ ઘૂ કરવા લાગ્યાં. ત્યાં જ રાજાની આજ્ઞા થતાં શ્રીદત્તને બેડીઓ પહેરાવી દીધી. ૨૦ના ચોરની સાક્ષી :- તે જ વખતે પેલો ચોર સભામાં હાજર હતો. તે ચોરે શ્રીદત્તના પક્ષે રાજાને પડકાર કર્યો. શ્રીદત્તની તરફેણમાં બધાની હાજરીમાં ચોર સાક્ષી થયો. સઘળી વાત સર્વને સાંભળતાં Page #190 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૫ ૧૫૩ કહી. પછી ખાત્રી કરવા રાજાના માણસોએ પરબ પાસે પડેલા રાજપુરુષના મડદાના મુખમાં જોયું. તો કરડાયેલું નાક અંદરથી નીકળ્યું. ચોરની કહેલી બધી જ વાત સાચી ઠરતાં સ્ત્રીની વાત તદ્દન જુઠ્ઠી નીવડી. અને તે વખતે શ્રીદત્તનાં બંધન છોડી નાખ્યાં. અને એ જ (ચો૨) માણસને રાજાએ શિરપાવ ને ઇનામ આપ્યું. ।।૨૧।। વળી પેલી સ્ત્રીને રાજાએ હુકમ કર્યો. તેથી માથે મુંડન કરાવી, ગધેડા ઉપર બેસાડી ગલીએ ગલીએ રાજમાર્ગે-ચૌટામાં ફેરવી. દેશનિકાલ કરી. રે ! સજ્જનો ! આવી સ્ત્રીઓનો વિશ્વાસ કરવા જેવો નથી. જેઓ રમણીના રંગે રાચે છે, તેઓ પોતાનું ધન ખરચીને જગતના ચોકમાં નાચે છે. માટે સ્ત્રીનો ભરોસો રાખવો નહીં. ।।૨૨।। નગરના માણસ પાસેથી આ કુલટા સ્ત્રીનું ચરિત્ર સાંભળીને પાંચેય બાંધવોને સંસાર પ્રત્યે ઘણો તિરસ્કાર જાગ્યો. તે જ નગ૨માં આગળ જતાં સમાચાર સાંભળ્યા. કોઈ સાર્થવાહ સાથે લઈને જઈ રહ્યો છે. તેઓની સાથે તે પાંચેય ભાઈઓ કંચનપુર નગરથી નીકળી ગયા. ॥૨૩॥ ત્રીજા ખંડની આ ચોથી ઢાળ સમાપ્ત કરતાં શ્રી શુભવીરવિજયજી મહારાજ કહી રહ્યા છે કે જે ભાગ્યશાળી સ્ત્રીના સંગથી વેગળા વસે છે, તેઓ જ નિર્મળ રહી શકે છે. હે ગુણીજનો ! આ રીતે તમે પણ આ ઢાળના સારને ચિત્તને વિશે ધારણ કરો. ૫૨૪નાં ૧૨ તૃતીય ખંડની ઢાળ : ૪ સમાપ્ત -: Elel : પાંચ સહોદર પંથમાં, કરતા એમ વિચાર, છઠ્ઠો બાંધવ ઘર રહ્યો, તસ મલવું નવિ સાર. ॥૧॥ જઈશું તો સ્ત્રી રાક્ષસી, એક દિન કરશે ઘાત; તેણે ગિરિવર ઉપર ચઢી, કરશું ઝંપાપાત. ॥૨॥ એમ નિશ્ચય કરી ચાલતા, પાંચે અશનને હેત; મારગ ગામે જઈ જમી, સુખભર નિદ્રા લેત. ગ્રા સાથ સકલ કેઈ દિશ ગયો, મારગ ભૂલ્યા તેહ; પાંચે જણ રણ ઉતરી, આવી બેઠા એહ. ॥૪॥ ઝંપાપાત કુમરણથી, વાર્યા દેઈ ઉપદેશ; સંજમ લેવા સજ થયા, છંડી સર્વ ક્લેશ. ॥૫॥ એમ કેહેતાં એક આવીયો, ભિલ્લ ધરી ધનુ બાણ; તવ પાંચે ઉઠી મલ્યા; છઠ્ઠો બાંધવ જાણ. ॥૬॥ પૂછતાં તે એમ કહે; ભાઈ ગવેષણ કાજ; નીકળીયો પંથે નિમિત્તક, વચને મળ્યો તુમ આજ. III ચાલો જઈએ ઘર ભણી, જોવે છે સહુ વાટ; તે કહે કબહુ ન આવીએ, દેખી આ ભવ નાટ. ॥૮॥ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધમ્મિલકુમાર રાસ નાટક શું દીઠું તમે, પંચ કહે લહી લાગ; મૂળ થકી સુણી પામીયો, ચિત્તમાં તે વૈરાગ. ॥લા ષટ્ બાંધવા ષટ્ કાયના, ભાવે થયા રખવાલ; વ્રત ઇચ્છાએ બેસીયા, સુણવા ધર્મ રસાલ. ॥૧॥ ગુરુ કહે પૂછ્યું તે કહ્યું, ભિલ્લ વૈરાગનું ગુઝ; કુંવર કહે ગુરુને તદા, એહ કથાનક મુઝ. ||૧૧|| પાંચભાઈનું પરદેશગમન ઃ- સ્ત્રીના નિમિત્તે સંસારથી ભય પામેલાં પાંચેય બાંધવો ત્યાંથી નીકળી સાર્થમાં જોડાયા. કંચનપુર છોડી દઈને ચાલ્યા જાય છે. માર્ગમાં ચાલતાં પાંચેય અંદરોઅંદર વાત કરે છે. રે ! ઘેર રહેલા ભાઈને મળવા જવું નથી. મળવામાં કોઈ સાર દેખાતો નથી. ॥૧॥ જો ભાઈને મળવા જઈશું તો મોટું નુકસાન. ઘરે રહેલી આપણી ઘરવાળી રાક્ષસી જેવી છે. ઘેરથી નીકળી શકાશે નહીં. ને રાક્ષસી જેવી સ્ત્રીઓ ક્યારેક આપણો ઘાત કરી દે. કંઈ કહેવાય નહીં. તેના હાથે મરવું તે કરતાં તો આપણે કોઈ પર્વત ઉપર ચઢીને ઝંપાપાત કરવો તે વધારે સારું. ॥૨॥ આ પ્રમાણે નિશ્ચય કરીને સાથે ચાલ્યાં જતાં તેઓને ભૂખ લાગી. રસ્તામાં નજીકમાં ગામ દેખાયું. તેઓ તે ગામમાં ગયા. બજારમાંથી ખાવાનું લીધું. પાદરે જઈને ભૂખને દૂર કરી. જમ્યા. થાકેલા તેઓ ત્યાં જ વૃક્ષ નીચે વિશ્રામ કરવા, ઘડીવાર સૂઈ ગયા. ત્યાં ઠંડો પવન આવતો હોવાથી, તે સૌ નિદ્રામાં પોઢી ગયા. IIII જંગલમાં રહેલો સાર્થ સમય થતાં તે સૌ આગળ નીકળી ગયા. પાંચે બંધુ જાગીને જ્યાં સાર્થ રોકાયેલો ત્યાં પહોંચ્યા. કોઈ જ જોવામાં આવ્યું નહીં. પાછળ ચાલવા લાગ્યા. આગળ ભેગા થઈ જવાશે. પણ માર્ગની આગળ ખબર નહીં હોવાથી ભૂલા પડ્યા. દિશા ભૂલ્યા અને રણ ઊતરીને અહીંયાં અમારી પાસે આવી બેઠા છે. I૪l અગડદત્ત કુમારની આગળ સાહસગતિસૂરીશ્વરજી મહારાજ આ પ્રમાણે સાથે રહેલા ૬ મુનિની વાત કરી રહ્યા છે. વળી આગળ કહી રહ્યા છે ભાઈ ! ઝંપાપાત કરીને, આપઘાત કરવાનો તેમનો આશય મેં જાણ્યો. ભાઈઓનો વૈરાગ્ય :- તેથી અમે તેઓને મનુષ્યજીવન અને ભવની દુર્લભતા બતાવી. વૈરાગ્યભાવ જાગે, ઝંપાપાત કરતાં અટકે તે રીતે ઉપદેશ આપ્યો. તેઓ હળુકર્મી હોવાથી, ઉપદેશની અસર ત્વરિત થઈ. સર્વ સંક્લેશોને દૂર કર્યા. વૈરાગ્યભાવ જાગ્યો. સંસાર છોડી સંયમગ્રહણ કરવા તૈયાર થયા. IIII જ્યારે આ પ્રમાણે વાર્તાલાપ ચાલતો હતો. તેવામાં વળી કોઈ એક ભિલ્લ આવી ચડ્યો. જેના હાથમાં તીર અને કામઠાં રહેલાં છે. તે ભિલ્લને જોઈને, પાંચેય બાંધવો બોલવા લાગ્યા. રે ! આ તો અમારો ભાઈ છે. અને ત્વરિત પાંચેય તેને મળવા માટે ઊભા થયા. તેની પાસે પહોંચી ગયા. વાતો કરવા લાગ્યા. II૬॥ વળી પૂછવા લાગ્યા. “ભાઈ ! તું અહીંયાં આ જંગલમાં ક્યાંથી ?” ભિલ્લ કહેલા લાગ્યો. “ભાઈઓ ! તમારી ઘરે ઘણી રાહ જોઈ. તમે કોઈ ન આવ્યા. એટલે તમને શોધવા હું ઘરેથી નીકળી ગયો. ઘણી જગ્યાએ તપાસ કરી. પણ ક્યાંયે તમારી ભાળ ન મળી. રસ્તામાં કોઈ એક નૈમિત્તક મળ્યો. તેમને પૂછવાથી, તેણે કહ્યા વચનને અનુસારે આ દિશામાં આવ્યો અને અહીં આજે તમારો ભેટો થયો. IIII હે બંધુઓ ! ચાલો ! ઊભા થાવ ! ઘર ભણી જઈએ. સહુ સ્વજનો તમારી વાટ જોઈ રહ્યાં છે.” Page #192 -------------------------------------------------------------------------- ________________ ખંડ- ૩: ઢાળ - ૫ ૧૫૫ ભાઈની વાત સાંભળી, પાંચેય બંધુ બોલ્યા, “ભાઈ ! અમે તો ઘેર હવે ક્યારેય આવવાના નથી. અમે ઘણું બધું રખડ્યા. તેમાં આ ભવનાં જુદાં જુદાં ઘણાં નાટકો જોઈ લીધાં છે.” IIટll તેઓનાં મુખ ઉપર સંસારની ઉદાસીનતા, અને ઘેર નથી આવવાના એવી દઢતા જોઈને નાનો - છઠ્ઠો ભાઈ પૂછવા લાગ્યો. “રે ! તમે એવું તે શું જોયું ? મને પણ કહો તો ખરા !” ત્યારે મોટા પાંચેયમાંથી એક ભાઈએ મૂળ થકી જે કંઈ જોયું હતું તે સઘળું કહી સંભળાવ્યું. તે સાંભળી તે આવેલો છઠ્ઠો ભિલ્લ પણ ચિત્તમાં વૈરાગ્ય પામ્યો. તે પણ ભાઈઓની સાથે સંયમ લેવા તૈયાર થયો. તા. હે કુમાર ! આ છએ ભાઈઓ, ભાવથી પકાયના રખવાળ થયા. વ્રતગ્રહણની ઇચ્છાએ, ધર્મથી રંજિત થયેલા, વળી પણ ધર્મ સાંભળવા બેઠા છે. ભાઈ ! તેં આમના વૈરાગ્યનું કારણ પૂછ્યું, તે મેં કહ્યું. ૧૦ના ત્યારે કુમાર બોલ્યો..... હે ગુરુદેવ ! આપે મને, મારા પૂછવાથી વૈરાગ્યને પુષ્ટ કરનારું આ ભિલ્લનું કથાનક ઘણું સરસ કહ્યું. વળી નમસ્કાર કરીને ઉપકાર બુદ્ધિને ધારણ કરતો કુમાર કહે છે “હે સૂરીજી ! વળી તે યક્ષના મંદિરનું કથાનક બીજા કોઈનું નહીં, પણ તે કથા મારી પોતાની જ ' હતી.” ||૧૧|| * ઢાળ પાંચમી (મનડું અડે રહ્યું મારૂજી..એ દેશી) કુંવર કહે સુણો સ્વામી, મેં હવે તમ શિક્ષા પામી રે; મનડું મોહી રહ્યાં તારૂજી, અન્ત સાહસ માયા; લોભ મુર્ખનિર્દય જાયા રે....મનડું. લા. એ દુષ્ટાચારી નારી; મેં પ્રાણથી અધિક ધારી રે; હા હા એટલો કાળ, મુંઝાણો મોહની જાળ રે..મ... //રા જાત્ય રત્નમણી નારી, તજી કુલટાને ગણી સારી રે, કિંપાક તરૂતલ ઠાયા, તજી સુરતરૂની છાયા રે..મ... II પરનારીશું કીધ અકાજ, હરી ધર્મ પિત્તળકુળ લાજ રે; દીય ભિલ્લે જીવિતદાન; નિઃારણ બંધુ સમાન રે..મ... III વાઘ સર્પથી પાપી નારી; મેં સતીયથી અધિક ધારી રે; મુજ જીવિત તે હરનારી; જેમ ોગી હુઓ ઘરબારી રે..મ... પા. તવ પલ્લીશ કહે સુણો રાજા, કહે અમને જોગી અવાજ રે; કહે કુંવર નિસુણો ભાઈ; તુમ છો અમ ધર્મ સખાયી રે..મ... I૬ll એક ધનગિરિ નામે જોગી, જોગી પણ તનમન ભોગી રે; જોગી થઈ જોગ વિખેરી, એક બાળિકા બાલ ઉછેરી રે..મ... Ilal ચંદ્રાવતીપુર વનમાંહી, ભોંયરામાં રાખી ઉત્સાહી રે; ભીખવૃત્તિએ વસે આરામ; જિહાં કોઈ ન જાણે ઠામ રે..મ... IIટા. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ યદુક્ત ધમ્મિલકુમાર રાસ જોવનવયમાં જબ આવી; રીઝવતો કિન્નર વજાવી રે; તે રમતો ભોગ વિલાસ; અણવિશ્વાસે ૨હે પાસે રે..મ... III તસ નામ રૂપાવલી થાપે; જે જોઈએ તે આણી આપી રે; ભીખ માગે તસ શી ભૂખ; પણ માંગવું એટલું દુઃખ રે..મ... ।।૧૦ના ભીખ માંગતો ભવ ભીત્યો, તે જાણે મેં જગ જીત્યો રે; ધરે ભિક્ષુના ગુણ બાર; તસ દીએ જન સરસ આહાર રે..મ... I॥૧૧॥ : ઉચ્ચરધ્યયનંચિરંતન કથાઃ સ્ત્રીભિઃ સહાલાપનું, તાસામર્ભકલાલનુંપતિરતિસ્તથૈવ મિથ્યાસ્તુતિઃ ॥ સંદેશશ્ન ક૨ાવલોકનમયોપાંડિત્યલેશઃ ક્વચિત્, હોરાગારૂડિમંત્રવાદ વિધયો; ભિક્ષોર્ગુણા દ્વાદશ ॥૧॥ -: પૂર્વઢાળ ઃ રૂપાવલીશું લય લાગી, મિષ્ટાન જમાડે માંગી રે; ભિક્ષા સમે ઘર ઘર વદતી, અમ ઘર સતી રે, અમ ઘર સતી રે..મ... II૧૨॥ એમ ઘર ઘર નિત્ય જલપતે, એક વણિક સુણી મન ચિંતે રે, કોઈ નારી મલી છે રાગી, એ જોગીને તિહાં લય લાગી રે.મ... ॥૧૩॥ વૈદ્ય વણિક ને વાયસ વેશ્યા, એ ચારની નહિ શુભ લેશ્યા રે; ઘડ્યો ઘાતે વણિક બગ ધ્યાની, પરછિદ્ર ગવેષણ જ્ઞાની રે..મ... ।।૧૪। જગમાં સવિ વણિક તે ભૂંડા; ત્રણ વણિક છે તેહમાં રૂડા રે; વિણ જનમ્યો ગરભા-વાસે; ગયો બીજો મરણ નિરાશે રે..મ... ॥૧૫॥ ત્રીજો ચિત્રામણું ભાળ્યો, જઈ વણિકે ઠામ નિહાળ્યો રેં; બીજે દિન ભિક્ષા વેળા, ચલે શેઠજી કરવા મેળા રે..મ... I॥૧૬॥ જોગીને જાતો દીઠો, તવ વણિક ભુવિ ઘર પેઠો રે; જઈ બેઠો રૂપાળી પાસે, દીએ આદર સ્વ ઉલ્લાસે રે..મ... ॥૧૭॥ સા દેખી નરવર રૂપે; મન ચિંતે પડી હું કૂપે રે; ધન્ય હું જો એ અંગ મિલાવે, સો જોગી ભસ્મ લગાવે રે..મ... ॥૧૮॥ જઈ બારણું બંધ તે કીધું, આવી નરને આલિંગન દીધું રે; નરનારી રાગ પ્રસંગે, રંગભોગ બન્યો ઉછરંગે રે..મ... ૧૯ જોગી તેણી વેળા આવી, મહાસતીય કહી બોલાવી રે, સુણી કોઠીએ નરને છપાવે, પછે જોગીને ઘર લાવે રે..મ... રા Page #194 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩: ઢાળ - ૫ ૧૫o દીએ જોગી સુખડી મીઠી, આ રીસ ચઢાવી ઉઠી રે; કહે નહિ કોઈ જબ તુમ રાગી, તો આવડી વાર કિહાં લાગી રે..મ... ૨૧ કહે જોગી ન વદો જૂઠ, મેં તો એક જ તુજને દીઠ રે; સા જલ્પ જો છો રાગી, તો મુજને એ લય લાગી રે..મ... //રરા પટ બાંધી નયનગીત ગાવો, નાચો કૂદો કિન્નર બજાવો રે; રાગે અંધો તેમ કરે જોગી, ભામાયે નચાડ્યો ભોગી રે..મ... ૨૭ll બીજે દિને જોગી જાવે, ભિક્ષાએ વણિક ઘર આવે રે; અમ ઘેર સતી કહી ગાવે; ખલ વણિક તે ભાવ જણાવે રે..મ... ૨૪ તથાતિ // યોગી ઊવાચ . અમ ઘર સતી, બાવા અમ ઘર સતી II વણિક ઉવાચ :- તમ ઘર સતી તે અમ ઘર હતી . જગી ઊવાચ :- અમો વસુ રને વને તિહાં તમે કિહાં વણિક વાચ આંખે પાયને કિન્નર વાજે, ત્યારે અમે તિહાં રે..મ... //રપા જોગી સુણી નારીને, ત્રાસે; તજી કંચૂક અહી પરે નારે રે; જુઓ રાખી હતી પાતાળે, તિહાં પણ વંઠી વય બાલે રે..મ.. I૨૬ll. સંસાર દવે દઝવાયા, મળી સગુરૂ શીતલ છાયા રે, રાત્રિ અંધકારેં ભાર્યો પર્ બાંધવ મિત્રે ઉગાર્યો રે..મ... તેરા મોહને અંધારે માર્યો, ગુરૂ જ્ઞાનીએ વચને વાયો, રે, નપસંદ કરી રહ્યો જામ, ષટ્ટ બાંધવ બોલે તામ રે..મ... II ૨૮. ખંડ ત્રીજે પંચમી ઢાળે, થયા વ્રત ધરવા ઉજમાલે રે; શુભવીર વચન રસ લાગે, સુખ મલતાં વાર ન લાગે રે..મ... ૨૯ી. અગડદત્તકુમારની સંસાર ઉદાસીનતા - હે સ્વામી ! આપની હિતશિક્ષાને હું પામ્યો છું. સંસાર પ્રત્યે મને હવે ખેદ જાગ્યો છે. સંસારમાં મારે પણ રહેવું નથી પણ આ ખોટું સાહસ કરનારી, માયાવી, લોભી, મૂર્ખ, નિર્દયી એવી આ સ્ત્રી છે? હે ભગવન્ ! આપના મુખ થકી, તે સ્ત્રીનું દુષ્યરિત્ર આજે સાંભળ્યું. રે ! અમે સંસાર રસિકજીવોની કેવી દશા? /૧હા! હા ! પ્રભુ ! આ દુષ્ટાચારી નારીની મોહજાળમાં આજ સુધી હું મૂંઝાયો છું. તે સ્ત્રીને પ્રાણથી પણ અધિક માનીને, આજ સુધી રહ્યો. //રા. જાતિવંત રત્નસરખી નારીને છોડીને, કાચના ટુકડા સરખી આ કુલટાને મેં તો સારી ગણી. કલ્પવૃક્ષની સુંદર છાયાને છોડી આજ સુધી હું કિંપાકવૃક્ષની છાયામાં રહ્યો. III હે પ્રભુ! ધર્મને છોડી, , પિતાના કુળને લજવીને પરનારીની સાથે અકાર્ય આદર્યું. ભલું થજો ભગવાન ! નિષ્કારણ એવા બંધુ સરખા આ ભિલ્લોએ મને જીવિતદાન આપ્યું. //૪ll Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ધમ્મિલકુમાર રાસા વાઘ અને સર્પથી પણ અધિક પાપાચારિણી એવી સ્ત્રીને મે સતીથી અધિક ધારી, અને એ જ સ્ત્રી મને મારવા માટે તૈયાર થઈ? મારી દશા તો યોગી ઘરબારી થયો તેવી થઈ છે. આપા અગડદત્ત કુમારની વાત સાંભળી, ભિલ્લપતિએ કહ્યું કે... હે રાજનું! એ યોગી કોણ? યોગી હોવા છતાં ઘરબારી (ઘરવાળો) થયો? યોગીની વાત તો કહો. કુમાર કહેવા લાગ્યો. તે ભિલ્લપતિ ! સાંભળો ! તમે હવે અમારા પરમમિત્ર છો. llી ઘરબારી યોગની કથા - ધનગિરિ નામે એક યોગી મહાત્મા હતા. નામથી યોગી એવો આ યોગીરાજ...તનથી અને મનથી ભોગી હતો. યોગીરાજ એટલે ભિક્ષા માંગીને પોતાની જીવિકા ચલાવે. કાયાથી યોગીરાજે એકવાર પોતાના ભક્તવર્ગ કે કોઈ બીજી જગ્યાએથી.. તાજી જન્મેલી નાની બાલિકા પોતાની ઝૂંપડીએ લઈ આવ્યો. લાલન-પાલન કરીને, ખોળામાં રાખીને રમાડતાં રમાડતાં મોટી કરવા લાગ્યો. ખોળામાં વધારે પડતો રાખીને પ્યાર ઘણો કરતો. તેનો ઉછેર કરવા લાગ્યો. IIળી આ યોગી ચંદ્રાવતી નગરીની બહાર જંગલમાં જ રહેતો હતો. ત્યાં રાજરજવાડી ક્યાંક ભોયરું હશે. તો તે ભોંયરામાં જ તે બાળાને રાખતો. બહાર ક્યારેય લાવતો નથી. બહારની હવા, કે કોઈ વ્યવહાર તે બાળકીની નજરે ન પડે, તે જ રીતે રાખતો હતો. સમય થાય એટલે પોતે ભિક્ષા કાજે ભોંયરું બંધ કરીને જતો. ભિક્ષાવૃત્તિએ બંનેનું ભરણપોષણ ઠીક ઠીક થતું હતું અને આ ગુપ્ત સ્થાનને કોઈ જાણતું પણ ન હતું. Iટા સમય વીતવા લાગ્યો. બાળકી બાળપણું છોડીને હવે તો તે યુવાવસ્થા પામી. યોગી પણ તે તે અવસ્થામાં તેને ઘણી રાજીપામાં રાખતો. કિન્નર નામના વાજિંત્ર વગાડીને યોગી તેને ઘણીવાર રીઝવતો. યૌવનવય પ્રાપ્ત થતાં હવે યોગી મન-તન-ભોગી, બાળાની સાથે મનમાન્યા ભોગો ભોગવી રહ્યો છે. અને પોતાના મન-તનને સંતોષ પમાડે છે. ભિક્ષાકાળ પૂરતું જ તે બહાર જતો. બાકીનો સમય તે યોગી ભોંયરામાં વીતાવતો. સ્ત્રીઓ પ્રત્યે લેશમાત્ર વિશ્વાસ ન હોવાથી તેને એકલી ક્યારેય ન મૂકતો. તેની પાસે જ મોટો સમય ગાળતો. lલા યોગીરાજે પોતાની પ્રેમિકાનું નામ રૂપાવલી એ પ્રમાણે રાખ્યું. તે સ્ત્રી રૂપાળી પણ હતી. અને તેને જે જોઈએ તે તરત લાવી આપતો. ભીખ માંગતુ હોય એને શું દુઃખ હોય? શરમ પણ ન આવે. માટે જઈને માંગવું એ જ એટલું દુઃખ. /૧ ભીખ માંગવામાં તો સંસારનો મોટો ભય રહેલો છે. પણ માંગનાર તો એમ સમજી બેઠો છે કે જગતને મેં જીતી લીધું છે. જે કારણે જે માંગું તે સઘળુંયે ભિક્ષામાં મને મળી જાય છે. કહ્યું છે કે ભિક્ષુક બાર ગુણને ધારણ કરે છે. તે કારણે લોકો તેને સારી ભિક્ષા આપે છે. યદુi - III બાર ગુણો આ પ્રમાણે છે : (૧) ઊંચા અવાજે અધ્યયન કરે. (૨) લાંબી લાંબી કથાવાર્તા કરે. (૩) સ્ત્રીઓ સાથે વાર્તાલાપ કરે. (૪) તેના બાળકોને રમાડવાં (૫) તેના પતિ પ્રત્યે સ્નેહ ધારણ કરે. (૬) ખોટેખોટાં વખાણ કરવા. (૭) સંદેશો આપવો. (૮) હાથ જોઈ આપવો. (૯) પંડિતપણું ન હોય છતાં હોરા વગેરે (જયોતિષ) જોઈ આપવા. (૧૦) ગારૂડિકનું કામ કરવું. (૧૧) મંત્ર-યંત્ર આદિનું કામ કરવું. (૧૨) મંત્રાદિ વગેરેની વિધિ કરીને આપવા. આહાર લોલુપી જીવોના આવા પ્રકારના બાર ગુણો કહેલા છે. પૂર્વની ઢાળ ચાલુ : યોગીરાજ રૂપાવલીમાં પૂરેપૂરો આસક્ત બની ચૂક્યો છે. નિયમિત સારાં સારાં મિષ્ટાન્ન લાવીને રૂપાવલીને જમાડે છે. પોતે પણ આરોગે છે. રૂપાવલી ઘણી ખુશમાં રહે છે. યોગી રાખે છે. ભિક્ષા Page #196 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩: ઢાળ - ૫ માટે જ્યાં જયાં જે જે ઘ૨ જાય, ત્યાં આનંદપૂર્વક બોલે છે, “સતી રે સતી રે, અમઘર સતી રે..વળી બીજા ઘરે જાય ત્યાં પણ એમ જ બોલે. ॥૧૨।। ઘરે ઘરે આ પ્રમાણે બોલીને દ૨૨ોજ મનમાની ભિક્ષા મેળવે છે. લોકો પણ સતી-સતી સાંભળીને સારી ભિક્ષા આપે છે. રોજ આ પ્રમાણે સાંભળતો એક વણિક વિચાર કરે છે. આ છે જોગી ને ભિક્ષા માંગતાં આ રીતે બોલે છે. નક્કી કોઈ સ્ત્રીમાં આસક્ત છે. સ્ત્રીને સતી કહીને ભિક્ષા માંગે છે. કોઈ સ્ત્રી પ્રત્યે આ યોગી અનુરાગી થયો લાગે છે અને તેને સતી માની રહ્યો લાગે છે. ।।૧૩। ૧૫૯ કહ્યું છે કે, વૈદ્ય, વણિક(વાણિયો), વાયસ (કાગડો) અને વેશ્યા આ ચારેની લેશ્યા (અધ્યવસાય) ક્યારેય શુભ હોતી નથી. ચારેયના લોહીમાં બગલા જેવું ધ્યાન હોય છે. એટલે બગલાંની જેમ ઠગ હોય છે. બગલો નદી-તળાવ કે ખાબોચિયામાં એક પગ ઊભો રાખીને આંખો બંધ કરીને, ઊભો હોય. તે વખતે જાણે મહાયોગી જેવો લાગે, પણ જેવું જળમાં માછલું દેખે કે તરત જ તેનું ભક્ષણ કરે. આ ઉપર કહ્યા તે ચારેની લેશ્યા પણ આવા બગલા જેવી જ જાણવી. પારકાનાં છિદ્રોને જોવામાં, શોધવામાં તે પૂરેપૂરા હોંશિયાર, મહાજ્ઞાની જેવા હોય છે. ।૧૪।। કહેવાય છે કે જગતમાં સવિ વાણીયા ભૂંડા કીધા છે. પણ તેમાં ત્રણ જગ્યાએ વાણિયા સારા કહ્યા છે. (૧) નહીં જન્મેલો, એટલે ગર્ભાવાસમાં (૨) મૃત્યુ પામેલો (મૃતક દેહ પડ્યો હોય તે વાણિયો) અને ॥૧૫॥ (૩) ચિત્રામણમાં. વાણિયાનું ચિત્ર દોર્યું હોય તેમાં. આમ ત્રણ જગ્યાએ વાણિયા સીધા અને સારા હોય છે. બાકી ભૂંડા હોય છે. યોગીરાજ બીજે દિવસે ભિક્ષાર્થે ગામમાં આવ્યા. તેમનાં છિદ્રો જોવા માટે આ વાણિયો તે યોગીરાજની પાછળ પાછળ ભમવા લાગ્યો. ।।૧૬। યોગીરાજ ક્યાં ક્યાં જાય છે ? છેલ્લે પોતાના સ્થાનમાં ક્યાં જશે ? તે જોતો વાણિયો, યોગીરાજની પાછળ જંગલમાં પણ આવ્યો. યોગી જયાં ભોંયરામાં પ્રવેશ્યો તે સ્થાન આ વાણિયાભાઈએ બરાબર જોઈ લીધું. બીજે દિવસે જોગી ભિક્ષા લેવા જ્યારે નીકળ્યો, ત્યારે તે સમયે પેલો વાણિયો ભોંયરામાં પહોંચી ગયો. યોગીને તો કશી જ ખબર પડી નથી. ત્યાં જઈને બરાબર જોયું. રૂપાળી સ્ત્રી જોઈ. આશ્ચર્ય પામ્યો. ધીમે રહીને તે રૂપાવલીની બાજુમાં બેસી ગયો. રૂપાવલીએ પણ યોગી સિવાય બીજા કોઈનેય ક્યારેય પણ જોયા નથી. તો આ પુરુષને જોતાં મુગ્ધ થઈ. વાણિયો રૂપાળો હતો. તે તેનામાં મોહિત થઈ. તેના પ્રત્યે ઉલ્લસિત થઈ. તે પુરુષનો આદર સત્કાર કરવા લાગી. ।।૧૭। આ પુરુષનું રૂપ જોઈને વિચારમાં પડી ગઈ. વિચારે છે કે રે ! હું તો ઊંડા કૂવામાં પડી છું. આજ સુધી મેં તો બહારની દુનિયા પણ જોઈ નથી. જોવામાં આવી નથી. આજે હું ધન્ય બની કે સામેથી આ પુરુષ મારા માટે અહીં આવી ચઢ્યો. જો આનો સંગ થાય તો હું ધન્ય બનીશ. યોગીના શરીરે રાખ અને ભસ્મ લગાવેલી હોય છે. કેવો ઘરડો લાગે છે. જ્યારે આ પુરુષ તો કેવો સુંદર છે ! એનું શરીર પણ કેવું સરસ છે ! ॥૧૮॥ આ પ્રમાણે વિચારતી એકદમ ત્યાંથી ઊભી થઈ અને દોડી જઈને ભોંયરામાં આવવાનો દરવાજો બંધ કરી દીધો. વિણક તો બધું જોયા કરતો હતો. દરવાજો બંધ કરી પાછી ફરીને તે પુરુષને એકદમ આવીને વળગી પડી. યોગીની સાથે ભોગ ભોગવતી હતી તેથી કશું શીખવા જવાનું નહોતું. દારૂ અને દેવતા ભેગાં થાય તો સળગ્યા વિના રહે ખરું ? તે જ રીતે સ્ત્રી-પુરુષનો સંગ એવો જ હોય છે. બંને જણાં કામવાસનાથી ઉત્તેજિત પ્રજ્વલિત બન્યાં. બંને યુવાન-એકાંત-સશક્ત-શાંત અને ઠંડું વાતાવરણ. કામક્રીડામાં વધારે ઊમેરો થયો. એકમેક થઈને ભોગો ભોગવવા લાગ્યાં. કોઈ રોકનાર નહીં. ટોકનાર નહીં. ।।૧૯। Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ધમ્પિલકુમાર રાસ ભિક્ષાર્થે ગયેલો યોગી સમય થતાં આવી પહોંચ્યો. બારણે આવી અવાજ દીધો. “હે પ્રિયે ! હે મહાસતી !” બૂમ પાડીને રૂપાવલીને બોલાવી. યોગીનો અવાજ સાંભળી, રૂપાવલીએ તરત તે પુરુષને કોઠીમાં છુપાવ્યો. પછી દ્વાર ખોલ્યાં. અને યોગી ભિક્ષા સાથે ઘરમાં આવ્યો. ૨૦ના યોગીએ ઝોળીમાંથી સુખડી કાઢીને વાસણમાં મૂકી, પ્રેમપૂર્વક રૂપાવલીને આપે છે. ત્યારે રૂપા રીસ ચડાવી, મોઢું મરડીને ઊભી રહી. થોડીવાર પછી બોલવા લાગી. “મારે તમારી સુખડી ખાવી નથી. તમે કહો છો કે મારી કોઈ રાગી નથી. તો આટલી બધી વાર ક્યાં લાગી? [૨૧] જોગી કહેવા લાગ્યો. તું આવું જુઠું ન બોલ. મેં તો તને એકને જ ભાળી છે. (એકને જ દેખી છે) મારી વહાલી ! આવી રીસ શા માટે કરે છે? ત્યારે રૂપાળી આંખથી કટાક્ષ કરતી કહેવા લાગી કે “કહો તમે સાચું કહો છો. જો સાચું કહેતા હો તો મારી ઇચ્છા પૂરી કરો.” પર બોલ પ્રિયા, તારી શું ઇચ્છા છે?” યોગી બોલ્યો. ત્યારે રૂપા કહેવા લાગી. “સ્વામી! તમે એને આંખે પાટા બાંધીને, કિન્નર વાજિંત્રા વગાડતે, સુંદર ગીત ગાતાં ગાતાં નૃત્ય કરો. બસ મારે તો તે રીતે નૃત્ય જોવું છે. ને યોગી પણ રાગમાં અંધ બનેલો છે. તે રૂપાલીના કહ્યા મુજબ આંખે પાટા બાંધી નૃત્ય કરવા લાગ્યો. તે વખતે તે સ્ત્રીએ કોઠીમાં પૂરી દીધેલા તેના ભોગી પુરુષને બહાર કાઢ્યો અને દરવાજો ધીમે ખોલીને નસાડી દીધો. ૨૩ એ દિવસ તો વાત પૂરી થઈ. બીજે દિવસે વળી યોગી ભિક્ષા લેવા માટે ગામમાં ગયો. ઘર ઘર ભિક્ષા માટે ફરતાં પેલા વાણિયાનું ઘર આવ્યું. યોગી ઘર ઘર ભિક્ષા માગતાં બોલતો જાય છે કે “સતી રે સતી એમ ઘર હતી” ભિક્ષા ઘો. ૨૪ો ત્યારે તે ખલ (ગ) વણિક પણ પોતાના બારણે ઊભો તેની સામે ખંડન કરવા માટે બોલ્યો. “તુમ ઘર સતી તે...અમ ઘર હતી, અમ ઘર હતી...”તે સાંભળી યોગી બોલ્યો. “અમે વસીએ. રણમાં અને વનમાં, તમે ત્યાં ક્યાં ? વણિક બોલ્યો...યોગીરાજ ! સાંભળો. આંખે પાટા ને કિન્નર વાજે, ત્યારે અમે ત્યાં. સતીરે સતી રે... અમ ઘર હતી... /પા. વણિકની વાત સાંભળી યોગી ચમક્યો રે! એકાંતમાં ભોંયરામાં રાખવા છતાં સ્ત્રીચરિત્ર તો જુઓ. આ સ્ત્રીચરિત્ર સાંભળી જોગી ત્રાસી ગયો અને બધું જ એમ છોડીને, સાપ કાંચળી ઉતારે તેમ ગામ-જંગલ-ભોંયરું ને રૂપાલીને છોડીને ભાગી ગયો. સજ્જનો જુઓ ! પાતાળમાં ભોંયરામાં (જન્મી તરત) રાખીને બાળપણથી ઉછેરી મોટી કરી. કોઈની નજરે ચડવા દીધી નથી. બહારની દુનિયા જોઈ નથી. દેખાડી પણ નથી. છતાં તે બાળા યુવાવસ્થા પ્રાપ્ત થતાં જ કેવી વંઠી ? સ્ત્રીને તો વિક્રમરાજા કે બ્રહ્મા પણ પહોંચી ન શક્યા. તો યોગી શા હિસાબમાં ? ત્યાં પણ તે બાળા વ્યભિચારિણી થઈ. ૨૬ી. છ ભાઈ આગળ અગડદત્ત કુમારે આ રીતે યોગીની વાત કહી. વળી કુમાર બોલ્યો સંસારરૂપી દાવાનલની અંદર દાઝતા એવા આપણને આવા અરણ્યમાં આ સદ્ગુરુની છાયા પ્રાપ્ત થઈ. હે ગુરુદેવ ! આ ઘોર અંધારી રાત્રિમાં અજ્ઞાનરૂપી અંધકારમાંથી આ છયે ભાઈઓએ મને, મારા મિત્રબંધુ બનીને ઉગાર્યો. જીવાડ્યો. શ્રી મોહના અંધકારમાં મરતા એવા મને આ સગુરુનાં વચને જીવાડ્યો છે. આ પ્રમાણે વાત કરતાં કુમાર જ્યારે અટક્યો, ત્યારે તે છ ભિલ્લભાઈઓ બોલે છે. ૨૮. છ ભાઈ શું કહે છે તે હવે પછી આગળ કહેવાશે. ગુરુની વાણી સાંભળી, રાજકુંવર અગડદત્ત પણ વ્રતધારણ કરવા ઉજમાળ થયા. જેને શ્રી શુભવીરવિજયનો રસ લાગે તેને સુખ મળતાં વાર લાગતી નથી. આ પ્રમાણે ત્રીજા ખંડની પાંચમી ઢાળ પૂરી થઈ. l/૨૯ો. ખંડ - ૩ ઢાળ : ૫ સમાપ્ત Page #198 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૬ ૧૬૧ -: દોહા : ભિલ્લ કહે નૃપ સુત સુણો, આપણ અટવી મઝાર, સગભયહર સગ ભાઈને, મલીઆ પ્રભુ અણગાર. ॥૧॥ તુમ અમ ધર્મ સહોદરા, ધર્મ સખાઈ મિત્ર; ગુરુ આણા મસ્તક ધરી; કરીએ જન્મ પવિત્ર. IIII સમ સંપી સાતે જણા, પૂછે ગુરુને ત્યાંહી; વિષયરાગ આ ભવ નડે, કે નડે પરભવ માંહી. IIII ભિલ્લ કહે છે કે હે રાજકુંવર ! આ ભયંકર અટવીમાં આપણને આ મહાઉપકારી સદ્ગુરુ મળ્યા. જાણે કે આપણે સાતે ભાઈઓને, સાત ભયો દૂર કરવા માટે ન મળ્યા હોય, તેવો ગુરુનો યોગ મેળો થયો છે. ।।૧।। વળી ભાઈઓને ઉદ્દેશીને કહે છે કે આપણ સૌ સાથે ધર્મ પાળવા સમર્થ થયા છીએ. તેથી આપણે એકબીજાના સાધર્મિક બંધુઓ પણ થયા. વળી આપણો સૌનો ધર્મ સરખો હોવાથી, એકબીજાના કલ્યાણમિત્ર પણ છીએ. આપણે સાતેયને કલ્યાણમિત્રરૂપ ધર્મમિત્ર મળ્યો છે. તેથી હવે આપણા ગુરુમહારાજની આજ્ઞાને મસ્તક ઉપર ધારણ કરીએ અને આ મળેલો આપણો માનવભવ કૃતકૃત્ય કરીએ. સફળ કરીએ. ॥૨॥ મિત્રવત્ સાથે રહેતા સાતે ભાઈઓ, (કુમાર પણ ભિલ્લનો ભાઈ બની ચૂક્યો. જીવિતદાન ભિલ્લે આપ્યું છે તે ઉપકારને કુમા૨ ભૂલે ?) સંપીને સાથે રહેવા લાગ્યા. વળી ગુરુદેવને પૂછવા લાગ્યા હે ગુરુદેવ ! આ વિષયરાગ આ ભવમાં જ નડે ? કે તે પરભવમાં પણ નડે ? ।। ઢાળ છઠ્ઠી (રાજ તજી રહો રીસ, રતનદે મંદિર I માહરા લાલ. ॥ એ દેશી) ખેટ મુનિ કહે ધન્ય, તમે સાતે જણા, પ્યારા લાલ એક વયણે પ્રતિબોધ, લહો ન રહી મણા, પ્યારા લાલ શત ઉપદેશે પણ, રાગીને યથા જલો; પ્યારા લાલ લક્ષ રવિ ઉદયે નિવ, દેખે આંધળો. પ્યારા લાલ ॥૧॥ ગર્ભાવાસ ગાસ, જરા મરણા કરે; પ્યારા લાલ પરભવ સૌખ્ય કિહાંથી અમૃત ઉખરે; પ્યારા લાલ જેમ ચકલો ચકલી તૃણ, બિંદુ આવીયા; પ્યારા લાલ તું પી તું પી કહેતાં, બેહું મરણે ગયા. પ્યારા લાલ ॥૨॥ નર નારીના રાગ, તે નાગર માંડવા પ્યારા લાલ વાઘ, ચિતર, મંઝારને, મેલી જમાડવા, પ્યારા લાલ વિષયી પ્રાણી આ ભવમાં, દુઃખમાં પડે; પ્યારા લાલ વિષય રાગ નરભવ હિ૨, પરભવમાં નડે પ્યારા લાલ ॥૩॥ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મિલકુમાર રાસ તન ધન જોબન આયુ, સમય જાતાં વહી; પ્યારા લાલ આખંડલ કોદંડ, અખંડ રહે નહિ, પ્યારા લાલ તિલકપુરે કનકધ્વજ, રાણી યશોમતી પ્યારા લાલ દો સુત ઉપર પુત્રી, સુનંદા રૂપે રતી પ્યારા લાલ III લઘુવયે ઘર ઉપર ચઢી, દેખે એક ધરે; પ્યારા લાલ દોષ દઈ ગુણવંતીને, પતિ તાડન કરે; પ્યારા લાલ નિર્દય નર લહી માને, કહે સખી મોકલી; પ્યારા લાલ કરવો નથી વિવાહ, રહીશ હું એકલી. પ્યારા લાલ /પા. વલ્લભ સુખ ન ગણે, લઘુવય બાલા સહી પ્યારા લાલ અનુભવ જ્ઞાન વિના જેમ, ધ્યાન ઠરે નહિ; પ્યારા લાલ. જોબન વન ફળીયો તવ, અધર કુસુમ હસ્યાં; પ્યારા લાલ રતીએ રિસાવ્યા કામદેવ અંગે વસ્યાં. પ્યારા લાલ //દલી. જઠર તણી ગુરુતા, કુચકુંભે વસી જઈ; પ્યારા લાલ ચરણ તણી ચંચળતા, ચક્ષુ વર્ચે ગઈ; પ્યારા લાલ અભિનવ જોબનવેળા, મેલા ખેલતી; પ્યારા લાલ એક દિન મંદિર ઉપર, જઈ ફરતી હતી. પ્યારા લાલ IIછા. ઈન્ગવડો ધનવંત, સમીપે તિહાં વસે, પ્યારા લાલ ખેલે વસંતપ્રિયાશું અગાસે સુરત રસે,પ્યારા લાલ દેખી સુનંદા વિષય, રૂચિ કહે માયને; પ્યારા લાલ , મુક વિવાહ કરો, જણાવી નરરાયને. પ્યારા લાલ l૮મા એક દિન ઘર સન્મુખ, તંબોલી દુકાનમેં; પ્યારા લાલ શેઠ વસુદત્ત રૂપસેન, લીયો શાન; પ્યારા લાલ લાગ્યો નયણે નેહ, સખી હાથે દીયો; પ્યારા લાલ શ્લોક અર્ધ લખી પત્ર, તે રૂપસેને લીયો. પ્યારા લાલ III વાંચીને મન હરખી, અરથ તેણે પૂરિયો; પ્યારા લાલ પાછો પત્ર લખીએ, સુનંદાને દીયો; પ્યારા લાલ વાંચી હરખી સા, તન મન વિકસાવતી; પ્યારા લાલ પત્ર પ્રિતમકર ફરસિત, હઈડે દાબતી. પ્યારા લાલ /૧ળા - Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ખંડ -૩: ઢાળ - ૬ અત્ર દ્વયોર્તિખિત શ્લોક :નિરર્થક જન્મ ગત નલિન્યા, યયા ન દષ્ટ તુહિમાંશુબિંબ, ઉત્પત્તિરિંદોરપિ નિફલૈવ, દશ વિનિદ્રા નલિની ન યેન ના પૂર્વઢાળ:- દાસી મુખે કહે નિત્ય, ઈહો તુમ આવવું પ્યારા લાલ તુમ મુખ દીઠા વિના નવિ, ભોજન ભાવવું, પ્યારા લાલ સાંભળીને રૂપમેન, ગયો જબ મંદિરે; પ્યારા લાલ દિન પાંચ ઓછે કૌમુદી, ડેરો ફિરે. પ્યારા લાલ //૧૧ અવસર પામી સુનંદા તાસ જણાવતી; પ્યારા લાલ જે દિન વન ઓચ્છવ, નર નારી જાવતી; પ્યારા લાલ તે રાત્રે ઘર પાછલ, પિયુ પધારજો; પ્યારા લાલ બાંધશું દોર નિસરણી, તેણે ચઢી આવજો. પ્યારા લાલ /૧૨ાા ચતુર વિચક્ષણ અવસર, ચિત્ત ન ચૂકશો; પ્યારા લાલ રંભા. સમી મહિલા મલી, તે નવિ મૂકશો; પ્યારા લાલ અહોનિશ વાલ્ડમાં ધ્યાન, ધરૂ, રહી વેગલી; પ્યારા લાલ માહરા પ્રેમની વાત, તે જાણે કેવલી. પ્યારા લાલ ૧૩ યદુર્ત :રાત્રિશ્ચાંદ્રમાસી ન ચાસ્તિ તિમિર ગંતું ન મે યુજયતે છિદ્રાન્વેષણતત્પરઃ પ્રિયસખે પ્રાણ લોકોડબિલ: નો વાચ્ય સખિ ચિત્તહારિણિ જને, ગંતવ્યમેવાધુના, યુક્તાયુક્ત વિચારણા, યદિભવસ્નેહાય દત્ત જલમ્ ૧|| પૂર્વઢાળ:દાસી મુખે સુણી તે, હરખે સંકેતીયા; પ્યારા લાલ વરસ સમા દિન પાંચ, વિયોગે વીતિયા; પ્યારા લાલ કૌમુદીને દિનરાણી, સુતા તેડુ કરે, પ્યારા લાલ સા કહે શિર દુઃખે છે, તેણે રહીશું ઘરે. પ્યારા લાલ /૧૪ો દોય સખીશું સુનંદા, રહી નિજ મંદિરે; પ્યારા લાલ દોર નિસરણી ગોંખ, તળે રાત્રે ધરે; પ્યારા લાલ એણે અવસર એક જુગટીયો ધનહારીને, પ્યારા લાલ ચોરી કરવા ફરતો, ધનપતિ ધારીને. પ્યારા લાલ ૧પ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ધમિલકુમાર રાસ દોર દેખી મન કૌતુક ધારી તે ચડે; પ્યારા લાલ અણબોલી સખી લઈ, ગાઈ તસ ઓરડે, પ્યારા લાલ હરખી સુનંદા સ્નાન, તનુ શણગારતી; પ્યારા લાલ ચંદનલેપ કુસુમ, આભુષણ ધારતી. પ્યારા લાલ /૧દી તેણે સમે રાણીયે દાસી, જોવા મોકલી, પ્યારા લાલ દીપક બુઝવી તે શું, સખીવાતે ભલી, પ્યારા લાલ કહે સખીયો હમણાં, વેદન સઘળી ટળી; પ્યારા લાલ સુતાં સુનંદા સુખભર, ક્ષીણ નિદ્રા મળી. પ્યારા લાલ /૧ણા દાસી સુણી તે વાત, કહી જઈ રાણીને; પ્યારા લાલ આવી સુનંદા ઓરડે, ઘુંઘટ તાણીને, પ્યારા લાલ શધ્યાએ ફુલપુંજ બિચ્છાયાં મોકળાં, પ્યારા લાલ બોલે સુનંદા નાથ, વસ્યા કેમ વેગળા. પ્યારા લાલ II૧૮માં તાણી લીયા શધ્યાયે વિષય વ્યાકુલ થઈ; પ્યારા લાલ સુખ ભોગવતાં વિયોગ, વેળા દૂર ગઈ પ્યારા લાલ સુરતશ્રમે નિદ્રાભર, મૂકી ઉઠીયો; પ્યારા લાલ મુક્તાફળનો હાર, જુગટિયો લેઈ ગયો. પ્યારા લાલ /૧લી. દોર નિસરણી સખીયો, ઘરમાં લાવતી; પ્યારા લાલ જાગી સુનંદા સખીયોને એમ જલપતી; પ્યારા લાલ વલ્લભશું નવિ વાત, વિચાર થયો કિસ્યો; પ્યારા લાલ રાણીની દાસીભયે કરી, વહેલો નીકળ્યો. પ્યારા લાલ /૨૦ાા પૂરણ ભાગ્યે મેળો, બન્યો પણ ક્ષણ રહ્યો; પ્યારા લાલ અંધારે અંધારું, કરીને તે ગયો. પ્યારા લાલ મુઝ ચિત્ત ચોરી, ગયો, ફરી મલણ કઠિન ઘણો, પ્યારા લાલ દુર્ભગ દાસીએ ખેલ, બગાડ્યો અમ તણો. પ્યારા લાલ ર૧ હવે સુણજો, રૂપસેન, બન્યો જે પ્રીતમાં, પ્યારા લાલ રાત ઘડી ગઈ ચાર, ચીવટ થઈ ચિત્તમાં, પ્યારા લાલ કંચન વરણો ચરણો, ઘુઘરિયો તગે પ્યારા લાલ કસબી નાડે નંગ, જડ્યા તે ઝગમગે. પ્યારા લાલ //રરા કંશુઓ કસબી કોરનો, હીરા હસી રહ્યા, પ્યારા લાલ મેવા મીઠાઈ લેપ, સુગંધી સંગ્રહ્યા; પ્યારા લાલ Page #202 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ટાળ - ૬ ૧૫ ચીર પટોળી ભાત, તે રાતે રૂચે ઘણી પ્યારા લાલ નેઉર ને કટિમેખલ, વાલી દામણી. પ્યારા લાલ //ર૩ી. હારાદિ અલંકાર લિયા બહુ મૂલના પ્યારા લાલ કુંડલ ધમિલ હાથ, ગજરા ફૂલના, પ્યારા લાલ એ સઘળુ લઈ, ઉવટ, મારગ સંચરે, પ્યારા લાલ સુનંદા મળવાના, મનોરથ બછું કરે. પ્યારા લાલ /રજા. પંથે પડી ઘર ભીંત, તે ચંપાઈ મુઓ પ્યારા લાલ સંસારમાંહે રાગ, વિટંબણ એ જુઓ, પ્યારા લાલ મરણ થયો ન ગયો રાગ, રમણીરૂપનો પ્યારા લાલ સુનંદા ઉદરે ગર્ભે જઈને ઉપન્યો. પ્યારા લાલ /પા કપોતિકા કહે કતને, મરવું એણે સમે, પ્યારા લાલ હેઠ આહેડી બાણ, ઉપર શકરો ભમે, પ્યારા લાલ નાગ ડશ્યો ભિલ્લને, શકરો બાણે મુઓ, પ્યારા લાલ દૈવગતિ વિપરીત ચાર ચિત ન જુઓ. પ્યારા લાલ //રદી રાત્રિા જશે પરભાતે, રવિ જબ ઊગશે; પ્યારા લાલ જઈશું કુસુમવન પુષ્ટિ, થશે પંકજરમેં; પ્યારા લાલ કજ કોશે અલિરાતે, રહ્યો દિલ શું લખે; પ્યારા લાલ વનકજ શર જલ્પીને કમલ સાથે ભખે. પ્યારા લાલ રશી મનના મનોરથ સઘળા, તે મનમાં રહ્યા પ્યારા લાલ દષ્ટિરાગવશ પડિયા, તે દુઃખિયા કહ્યા; પ્યારા લાલ 'પર રમણી રસ રાવણ, દશ મસ્તક ગયાં, પ્યારા લાલ સીતા સતી વ્રત પાલી, અશ્રુતપતિ થયા. પ્યારા લાલ ll૨૮૫ વિષય વિનોદથી જેહ, રહ્યા દૂરે સદા; પ્યારા લાલ આ ભવ પરભવ તેહ, લહે સુખસંપદા, પ્યારા લાલ ત્રીજે ખંડે ઢાળ એ છઠ્ઠી મન ધરો; પ્યારા લાલ શુભવીર વચન રસ, આસ્વાદન કરો. પ્યારા લાલ / સંપેલા સાત ભાઈની વાત સાંભળી, સાહસગતિસૂરીશ્વરજી કહેવા લાગ્યા. “હે ભાગ્યશાળીઓ ! તમને સાતેયને ધન્ય છે ! આવા અરણ્યમાં માત્ર એક જ ઉપદેશથી તમે પ્રતિબોધ પામ્યા છો. તમને જાગેલા વૈરાગ્યમાં જરા પણ ખામી દેખાતી નથી. જ્યારે રાગીજીવોને રતાંધળાની જેમ ઘણો ઉપદેશ આપવા છતાં અસર થતી નથી. લાખ લાખ સૂર્ય ઊગવા પ્રકાશવા છતાં રતાંધળો Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધમિલકુમાર રાસ માણસ દિવસે દેખી શકતો નથી. તે જ રીતે સંસારરાગી જીવો પણ આંધળા જેવા હોય છે. ૧II જન્મ વખતે ગર્ભાવાસનું દુઃખ, ઘડપણમાં રોગોનો ત્રાસ ને મૃત્યુ સમયે અનંતી પીડા, આ બધું આ ભવમાં (આલોકમાં) જોવા મળે છે. તો પરભવમાં તો ઉખરભૂમિમાં અમૃતની જેમ, સુખની આશા ક્યાંથી રખાય? જેમ કોઈ એક ચકલો-એક ચકલી ઉખરભૂમિમાં જઈ ચડ્યાં છે. ત્યાં બંને જણાને તરસ લાગી. પાણીની શોધમાં ક્યાંક ઘાસ જોયું. દોડીને બંને ત્યાં ગયાં. તે ઘાસ ઉપર ઝાકળનું એક બિંદુ લાગેલું હતું. ચકલો ચકલીને કહે છે “તું પી તું પી.” ત્યારે ચકલી ચકલાને કહે છે “તું પી”. “તું પી” આ રીતે એકબીજાને કહેતાં સૂર્યોદય થતાં ઝાકળબિંદુ નાશ પામ્યું. પછી શું થાય? તે બે પ્રેમી પંખીડાં પાણી વિના મરણને શરણ થયાં. //રા આ જ પ્રમાણે નર-નારીના રાગ પણ, નાગરવેલના માંડવાની નીચે વાઘ-ચિત્તો કે બિલાડીને (ભેગાં) જમાડવા બેસાડ્યાં હોય તેના જેવા છે. એટલે કે નાગરવેલનો આખો માંડવાને જ તે પ્રાણીઓ ખાઈ જાય છે. તેમ નર-નારીઓના રાગ માનવભવ બગાડી નાંખે છે. વિષયરસિક જીવો આ ભવમાં રોગના ભોગી બની જાય છે. વિષય પ્રત્યેનો રાગ, પરભવ પણ બગાડે છે. (૩આકાશમાં રહેલ મેઘધનુષ જેમ ક્ષણમાત્ર દેખાય અને તરત વિલીન થાય છે. તેવી રીતે તન-ધન-યૌવન-આયુષ્ય પણ આ ભવમાં સમયની સાથે જ નાશ પામે છે. સારા-ખોટા જે સંસ્કારો જીવને પડેલા હોય છે તે સંસ્કારો પરભવમાં સાથે આવે છે. સુનંદામાં રાગી એવો રૂપસેને પરભવ અને તે પછીના ભાવોમાં પણ ઘણી કદર્થના પામ્યો છે. તેની કથા આ પ્રમાણે છે. ૪ll રૂપસેન-સુનંદાની કથા:- તિલકપુર નામનું નગર છે. તેનો રાજા કનકધ્વજ નામે રહેલો છે. આ રાજાને યશોમતી નામે રાણી છે. રાજાને બે પુત્રો છે અને તે બે પુત્ર ઉપર રૂપમાં રતિ પ્રીતિ (કામદેવની સ્ત્રીઓ) ને હરાવે તેવી સ્વરૂપવાન પુત્રી છે. જેનું નામ સુનંદા છે. //૪ નાની વયમાં એકદા રમતાં રમતાં પોતાના મહેલની અટારીએ ચઢી ગઈ. ચારે બાજુ જોયા કરે છે. આનંદ પામે છે. ત્યાં પોતાના મહેલની સામેના કોઈકના ઘરમાં ગુણિયલ એવી સ્ત્રીને તેનો પતિ મારતો હતો. સ્ત્રીમાં દોષ ન હોવા છતાં, દોષ દેખાડીને તાડન કરતો જોવામાં આવ્યો. આવું દશ્ય જોઈને મનમાં વિચારતી હતી. રે આવા નિર્દયી પુરુષો ? અટારીએથી નીચે આવી. પણ તે વાત સુનંદાનાં મનમાંથી ખસી નહીં. પુરુષની નિર્દયતા તેના હૈયામાં ઠસી ગઈ. તેથી સખીઓ સાથે માતાને કહેવડાવે છે. મારે લગ્ન-વિવાહ કરવો નથી. હું એકલી રહીશ. //પો. અનુભવ-જ્ઞાન વિના જેમ ધ્યાનમાં સ્થિરતા આવતી નથી, તેમ બાળાની બાલ્યવય હોવાથી, પતિનાં સુખને તે જાણતી નથી. યૌવનરૂપી વન જયારે ફલિત થયું ત્યારે અધરરૂપી કુસુમ હસ્યાં. (ખીલ્યાં) રતિએ રીસાવેલા કામદેવ જાણે તેણીના અંગમાં આવીને વસ્યા છે. દી ઉદરનું (પેટનું) મોટાપણું વક્ષસ્થળે જઈ વસ્યું. અને ચરણની ચંચળતા બે નયનોની વચ્ચે જઈને રહી છે. નવું યૌવન આવેલું છે. નવા યૌવનમાં પ્રવેશેલી તે સુનંદા મેડી ઉપર રમવા માટે જાય છે. એક દિન તે પોતાની હવેલીના માળે રમતી હરતી ફરતી હતી. આમતેમ આંટા મારતી નીચેનાં દશ્યો, આજુબાજુ દશ્યો જોવા લાગી. ચંચળ એવી આ રાજકુંવરી ચકોરાની નજર ચારે બાજુ ફરી રહી હતી. / તે જ સમયે હવેલીની નજીક (સામે) ધનવાન શ્રેષ્ઠીની હવેલી હતી. તે ધનવંત શ્રેષ્ઠી પોતાની અગાશીમાં, પ્રિયાની સાથે સુરતમાં રક્ત હતો. પોતાની પ્રિયાની સાથે રમી રહ્યો છે. સુનંદાએ પોતાની Page #204 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ઃ ઢાળ - ૬ ૧૬૦ વડ હવેલીની અગાશીએથી આ દશ્ય જોયું. દશ્ય જોતાં જોતાં પોતાને પણ કામ પ્રજવલિત થયો. કામબાણથી હણાએલી તે સુનંદા પોતાની માતાની પાસે આવીને કહેવા લાગી. “માતા ! મારા પિતાને (રાજાને) કહો કે યૌવનના આંગણામાં પ્રવેશેલી એવી મારો વિવાહ કરે. Iટા સુનંદાની હવેલીની સામે પાનવાળાની દુકાન હતી. (પાનનો ગલ્લો હતો) એકદા તે ગલ્લા દુકાનની આગળ વસુદત્ત શેઠનો પુત્ર રૂપસેન ઊભેલો હતો. તેને સુનંદાએ જોયો. સુનંદાએ ઇશારો કર્યો. બંનેની નજરો મળી. તે જ વેળાએ સુનંદાએ અડધો શ્લોક લખીને દાસી મારફત રૂપસેનને પહોંચાડ્યો. તે પત્ર (શ્લોકપત્ર) રૂપસેને હાથમાં લીધો. ll રૂપાસેને તે પત્ર વાંચ્યો. પત્રમાં લખેલ અર્ધ શ્લોક આ પ્રમાણે હતો. “તે કમલિનીનો જન્મ નિરર્થક ગયો કે જેના વડે ચંદ્રબિંબ જોવાયું નથી અને તે ચંદ્રબિંબનો જન્મ નિરર્થક ગયો કે જેના વડે વિકસિત એવી કમલિની જોવાઈ નથી.” રૂપસેન તે શ્લોક વાંચી મનમાં ઘણું હરખાયો અને તે જ દાસી સાથે પણ સુનંદાને પાછો મોકલ્યો. તે પત્ર સુનંદાએ વાંચ્યો. તે પણ મનમાં ઘણું હરખાઈ. તન રોમાંચિત થયું. પ્રિયતમના હાથે સ્પર્શ કરાયેલા એવા પત્રને વારંવાર હૈયા સરસો દબાવ્યો. ૧૦ના પૂર્વઢાળ ચાલુઃ વળી સુનંદાએ દાસી મારફતે કહેવડાવ્યું કે તમારે હંમેશાં અહીંયાં આવવું. તમારું મુખ જોયા વિના ભોજન પણ અમને ભાવતું નથી. દાસીની વાત સાંભળીને રૂપસેન પોતાના આવાસે ગયો. તે પછી નિયમિત તે તંબોળીની દુકાને (પાનવાળાની દુકાને) રૂપસેન આવવા લાગ્યો. સમય પણ નક્કી હતો. સુનંદા પણ પોતાના આવાસ થકી તે બહાર ઊભી રહેતી. ને બંનેની નજરો મળે છે. સમય જતાં એક દિવસ રાજય તરફથી ઢંઢેરો ફરી રહ્યો છે. કહે છે “આજથી પાંચમે દિવસે કૌમુદી મહોત્સવ છે.” આ પડહ સુનંદાએ પણ સાંભળ્યો. બીજા દિવસે તંબોલીની દુકાને રૂપસેન ગયો. ત્યારે રાહ જોઈ રહેલી સુનંદાએ રૂપસેનને જણાવ્યું કે, “જે દિવસે નગરજનો વનમાં કૌમુદી મહોત્સવ મનાવવા, ઉજવવા જાય તે રાત્રે હે પ્રિયજન ! મારા ઘરની પાછળ તમે જરૂરથી પધારજો . તે મારા ઘરની પાછળ બારી થકી હું દોરડું બાંધીને, તેનો છેડો હું નીચે નાંખીશ. તેના વડે ચઢીને તમે મારા આવાસમાં ઉપર આવી જજો . ||૧૧| |/૧૨ા. ' હે પ્રિયે ! તમે ચતુર અને વિચક્ષણ છો. આ અવસરને ચિત્તથી પણ ચૂકશો નહીં. તમને રંભા સરીખી મદભર નવયૌવના મળી છે. સામેથી આવકારે છે. તેને છોડી ન દેશો. હે વાલેશ્વર ! દૂર રહી થકી અહોનિશ તમારું ધ્યાન ધરી રહી છું. મારા મનની વાતો મારા પ્રેમની વાતો...માત્ર કેવળી ભગવંત જાણે છે. અથવા હું તમને મળવા ઘણી તલપાપડ થઈ રહી છું. ll૧૩ી યદુક્ત! - કહ્યું છે કે...પુનમની રાત છે.... અંધારું ક્યાંય નથી. તેથી મારે જવું યોગ્ય નથી. હે પ્રિય સખી! જગતના લોકો ઘણુ કરીને છિદ્રો જોવામાં તત્પર હોય છે. માટે, હે ચિત્તહર, સખી! તું આ પ્રમાણે ન બોલ. અથવા મને આગ્રહ ન કર. હમણાં તો માણસોની સાથે જ મેળામાં જવું યોગ્ય છે. આવી જે યુક્ત-અયુક્તની વિચારણા જયાં હોય, તો તે સ્નેહને તે પ્રેમને જલાંજલિ આપવી પડે. ૧. પૂર્વઢાળ : દાસીના મુખેથી આ પ્રમાણે સાંભળીને હર્ષથી એકબીજાએ સંકેત કર્યો. પાંચ દિવસ જે કહ્યા તે વિતાવવા પાંચ વર્ષ સરખા લાગ્યા. તેટલો સમય તે બંનેએ વિયોગમાં માંડમાંડ વિતાવ્યો. હવે આ બાજુ કૌમુદી મહોત્સવના દિવસે રાણી યશોમતીએ પુત્રી સુનંદાએ બોલાવી કહ્યું. “બેટા ! ઉત્સવમાં જવા Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ધમ્મિલકુમાર રાસ તૈયાર થઈ જા.” ત્યારે સુનંદાએ માતાને કહ્યું. હે માતા ! મને માથું ઘણુ દુઃખે છે. આવવાની ભાવના નથી. અમે ધેર રહીશું. I॥૧૪॥ સુનંદા માથુ દુઃખવાનું બહાનું બતાવી પોતાની સખી સાથે રાજમહેલમાં રહી. પોતાનું ધાર્યુ પાર પડવાને કારણે બંને સખીઓ ઘણા આનંદમાં છે. એમ કરતાં રાત પડી. સુનંદાએ પોતાની પાછળની બારીએથી દોરડાનો છેડો એક બારીએ બાંધ્યો. અને પછી દોરડું નીચે નાખ્યું. દોરડાને નિસરણીની જેમ બનાવીને નાખ્યું છે. બીજી બાજુ તે જ સમયે એક જુગારીઓ ઘણુ ધન હારી જવાથી પોતાને ઘણું દેવું થઈ ગયું હતું. તે દેવું ચૂકવવા માટે તે જુગા૨ી તે રાત્રિએ ચોરી કરવા નગરમાં ફરતો ફરતો આજ મોટી હવેલી નીચે આવ્યો. હવેલી મોટી છે, ઘણું ધન મળશે તેથી આ જ હવેલીમાં ચોરી કરું. તેમ વિચારી ત્યાં જ ફરતો હતો. ॥૧૫॥ હવેલીને ફરતા આંટા મારતા ચોરની નજરમાં લટકતું દોરડું જોવામાં આવ્યું. મનમાં આશ્ચર્ય થયું. દોરડું પકડી હલાવી જોયું. ખેંચ્યું. મજબૂતથી ઉપર બંધાયું છે તે જોયું. મનમાં સમજી ગયો. કોઈકને સંકેતથી બોલાવ્યો લાગે છે. આ દોરડા વાટે હવેલીમાં બોલાવ્યો છે. તો ચોર પોતે જ દોરડા થકી ચડીને હવેલીમાં પહોંચી ગયો. ગોખ પાસે દાસી ઊભી હતી. તે બોલ્યા વિના જ તે ચોરને અંદર લઈ ગઈ. જયારે આ બાજુ સુનંદાએ સ્નાન કર્યું. સુંદર શણગાર સજ્યા. શરીરે ચંદનનું વિલેપન કર્યું. શરીર ઉ૫ર મૂલ્યવાન ઘરેણાંને ધારણ કરવા લાગી છે. ।।૧૬। તે સમયે વનમાં ગયેલી રાણી યશોમતીએ રાજકુંવરીની ખબર કાઢવા પોતાની દાસીને નગરમાં પોતાના મહેલે જોવા માટે મોકલી. અંદર રહેલી સુનંદાની દાસીએ (ઘણી હોંશિયાર હતી) રૂમનો દીપક બુઝાવી દીધો અને આવેલી દાસીને હસીને કહેવા લાગી. “હમણાં જ બેનબાની વેદના ટળી છે અને સુખશાંતિથી સૂતાં છે. ક્ષણ નિદ્રા આવી ગઈ છે. રાણીબાને કહેજો ચિંતા ન કરે. ।।૧૭ના દાસી રવાના થઈ. જે સમાચાર સાંભળીને આવેલી તે સમાચાર રાણીને કહ્યા. હવે અહીં સુનંદા તૈયાર થઈ. ઘુંઘટ તાણીને શણગારેલા ઓરડામાં ગઈ. ફૂલની શય્યા બનાવી હતી. દીપક બુઝાવી દેવાથી અંધારું તો હતું. ત્યાં રહેલા જુગારીને રૂપસેન માનીને બોલી, “હે નાથ ! કેમ આમ દૂર રહ્યા છો ?’’ ॥૧૮॥ વિષયવાસનાથી વ્યાકુળ થયેલી સુનંદાએ જુગારીને ખેંચીને શય્યામાં લીધો. સુખે ભોગ ભોગવવા લાગી. તેની વિરહવેદના શમી. વાસના તૃપ્ત થઈ. સંભોગના શ્રમ થકી સુનંદા મીઠી નિદ્રામાં ગરકાવ થઈ. તે જોઈને જુગારી ત્યાંથી ઊઠ્યો. અને સુનંદાના ગળામાં રહેલો મુક્તાફલનો હાર લઈને રવાના થઈ ગયો. I॥૧૯॥ ઓરડા બહાર રહેલી સખીઓએ જોયું કે બારી થકી આવેલ પરપુરુષ ત્યાંથી રવાના થઈ ગયો લાગે છે. એટલે બારી પાસે એક સખી આવી દોરડાની નિસરણી લઈને અંદર ઠેકાણે મૂકી દીધી. જ્યારે સુનંદા જાગી ત્યારે કહેવા લાગી. કે “સખી ! પ્રીતમ આવ્યા. પણ તેમની સાથે કોઈ વાત કે વિચારણા થઈ જ નહીં. અચાનક માતાની (રાણીબાની) દાસી આવી ગઈ. એના ભયથી જ મારા પ્રીતમ વહેલા વહેલા ચાલ્યા ગયા લાગે છે. II૨૦ના પૂર્ણ પુણ્ય થકી અમારો સંયોગ થયો. અને તે યોગ ક્ષણમાત્ર જ થયો. તે તો અંધારામાં આવ્યા ને મારા અંત૨માં અંધારું કરી મારું ચિત્ત ચોરીને ચાલ્યા ગયા. હવે ફરીથી મળવું પણ અતિ દુર્લભ છે. બીજીવાર મળવું મુશ્કેલ છે. રાણીએ મોકલેલ દુર્ભાગી દાસીએ મારો સારોયે ખેલ બગાડી નાખ્યો રે ! તેને શું કહેવું ? ॥૨૧॥ Page #206 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૬ ૧૯ આ બાજુ રૂપસેનનું શું થયું ? સાંભળજો. રૂપસેન પણ સુનંદામાં પૂરેપૂરો પાગલ થયો છે. ચાર ઘડી રાત વીતી હશે ત્યાં તો રૂપસેનનું ચિત્ત ચગડોળે ચડવા લાગ્યું. શું કરું ? શું લઈને જવું ? વગેરે વગેરેંમાં વિચારતો તેણે સુવર્ણવર્ણનો ઘુઘરીયાળો, કસબીનાડાવાળો જેમાં જુદા જુદા ઘણી જાતના નંગ જડ્યા હોવાથી તે ઝગમગ-ઝગારા મારતો હતો. તેવો ચોયણો લીધો . II૨૨।। વળી કસબી કપડાનો કંચુઓ લીધો. જેમાં તે કસબી કંચુઆની કોરે કોરે હીરા મૂક્યા હોવાથી તે હીરા હસી રહ્યા છે. મેવા-મીઠાઈ, સુગંધિક જાત-જાતનાં અત્તરો, વળી પાવડર વગેરે સાથે લીધા છે. જુદા જુદા સુગંધી વિલેપન પણ સાથે લઈ જવા એકઠા કર્યાં છે. ઝગમગીયાની જેમ ઝગારા મારતી સુંદર ઓઢણી જે ઓઢણી રાતે સ્ત્રીઓને વધારે ગમતી હોય છે તેવી ઓઢણી, ઝાંઝર-કંદોરો નાકની (નાકે ૫હે૨વાની) નથણી, (વાળી), દામણી - ગળાનો હાર, આદિ ઘણાં મૂલ્યવાળા અલંકારો સાથે લીધા. ॥૨॥ કુંડલ-વેણી-ફૂલના હાર (ગજ૨ા) વગેરે સઘળું હાથમાં લઈને પ્રિયતમાને મળવા ચાલ્યો. રાજમાર્ગ છોડીને રૂપસેન આડીઅવળી ગલીમાં ગયો. જે માર્ગે જતાં પોતાને કોઈ જોઈ ન જાય તે માર્ગે જતા રૂપસેનના હૈયામાં સુનંદાને મળવાના ઘણા મનોરથ છે. II૨૪॥ રૂપસેન અનેક સપનાને સેવતો જઈ રહ્યો છે. તેવામાં તે માર્ગે જતાં જૂના મકાનની ભીંત ઓચિંતા પડી. અને તે ભીંત રૂપસેન ઉપર જ પડી. કોડ ભરેલા હૈયાવાળો રૂપસેન દબાયો અને ત્યાં જ બિચારો મરાયો. મરી ગયો. હે ભાગ્યશાળી ! આ સંસારમાં રાગની વિટંબના તો જુઓ. મૃત્યુ થયું. પણ તેના હૈયામાં ૨મણી પ્રત્યેનો રાગ ગયો નહીં. એવા વિષયરાગના અધ્યવસાયે કરીને તેનો જીવ સુનંદાના ઉદરમાં ગર્ભપણે ઉત્પન્ન થયો. કેમ કે તે જ વખતે સુનંદા રતિક્રિયા માણીને સૂતેલી હતી. ॥૨૫॥ જુઓ ! દૈવની ગતિ કેવી વિપરીત છે. જીવ ધારે શું ? અને થાય શું ? આ ઉપર એક દષ્ટાંત છે. એક કબૂતરનું જોડલું (કબૂતર-કબૂતરી) વૃક્ષ ઉપર આનંદથી સાથે બેઠું છે. તે વૃક્ષ નીચે એક શિકારી બાણ લઈને ઊભો છે. તે જ સમયે બાજપક્ષી ઉપર ઊડી રહ્યું છે. તે વેળાએ કબૂતરી પોતાના કંતને કહે છે કે “હે સ્વામી ! હમણાં આપણે બંને મરવાનાં છીએ. જુઓ ! સ્વામી ! નીચે શિકારી છે. ઉપર બાજપક્ષી છે. આ બાજુ ભિલ્લે (શિકારી) વિચાર્યું કે આ બાજપક્ષી કબૂતરને લઈ જશે. તે પહેલાં હું બાજપક્ષીને બાણથી મારી નાંખું. આ પ્રમાણે વિચારી તે શિકારી તીરને તૈયા૨ ક૨ીને બાજપક્ષીને મારવા, નિશાન તાકીને ઊભો છે. તેવામાં વૃક્ષના બીલમાં રહેલો નાગ બહાર આવ્યો અને શિકારીના પગે ડસ્યો. ડંખ મારતાં જ ભિલ્લના હાથમાંથી તીર છૂટી ગયું. ને પોતે નીચે પડી ગયો. શિકારી મર્યો. તે પણ નાગની ઉ૫૨ જ પડ્યો. નાગ મરાયો. તીર છૂટતાં તે બાજપક્ષીને વાગ્યું. તે પણ નીચે જમીન ઉપર પછડાયો. અને મરાયો. જુઓ દૈવગતિ કેવી વિચિત્ર છે ? જેને મૃત્યુ દેખાતું હતું તે કબૂતર યુગલ બચી ગયું. જીવિત રહ્યું. જે મારવા તૈયાર થયેલા તે જીવો મરાયા. ॥૨॥ ભ્રમર (ભમરા)ની જેમ ચિંતવેલું કંઈ કામ આવતું નથી. એક ભ્રમરો સંધ્યા સમયે કમળ ઉપર બેસીને રસ લઈ રહ્યો છે. ચિત્તની અંદર વિચારે છે કે આજે રાત્રિ અહીં વીતાવવી. જ્યારે સવારે સૂર્યોદય થશે. કુસુમવન (કમળવનનું) નું કમળ ખીલશે ત્યારે ઊડી જઈશ. રાતે રસ પીવામાં મઝા આવે. આ પ્રમાણે વિચારીને કમળના કોશમાંથી રસ ચૂસી રહ્યો છે. રાત થતાં સૂર્યવંશી કમળ સૂર્યઅસ્ત થતાં બીડાઈ ગયું. ભ્રમરભાઈ તો કમળના કોષમાં પૂરાઈ ગયા. પણ રસ પીવાની મસ્તી માણી રહ્યા છે. સવાર થતાં વનનો હાથી સરોવ૨ના પાણી પીવા માટે આવ્યો. જળ પીધું. નજીકના વનમાં હાથી પહોંચ્યો. કમળને ૧૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધમિલકુમાર રાસ ઉખેડી ઉખેડી ખાવા લાગ્યો. ભમરો જે કમળમાં હતો તે પણ ભક્ષણ કરી ગયો. ભમર ભાઈ મર્યા. આમ ભ્રમરની મનની મનોકામનાઓ-મનોરથ મનમાં રહ્યાં. ર૭ી દૃષ્ટિરાગની અંદર પડેલા જીવોની હાલત હંમેશાં આવી થાય છે. પરરમણીને સેવવાના સ્વપ્નમાં રાચતો દશ મસ્તકવાળો રાવણ પણ મૃત્યુ પામ્યો. નરકમાં ચાલ્યો ગયો. જ્યારે વ્રત પાલન કરનાર મહાસતી સીતાજી બારમા દેવલોકના અધિપતિ ઇન્દ્ર અય્યતેન્દ્ર થયાં. ભાગ્યવાનો ! ઇન્દ્રિયો ઉપરનો વિજય મહાસુખ આપે છે. Il૨૮ - આ રીતે વિષયના વિનોદ (આનંદ)થી જે સદા દૂર રહે છે. તે જીવો આ ભવે પરભવે ઘણી સુખસંપદાને પામે છે. ત્રીજા ખંડની છઠ્ઠી ઢાળને પૂરી કરતાં શ્રી શુભવીરવિજયજી કહે છે કે હે ભવ્યો ! આ વાત મનમાં ધારણ કરીને શુભવીરવચનરસનું આસ્વાદન કરો. ૨૯ ખંડ - ૩, ઢાળ - ૬ સમાપ્ત -: દોહા :બીજે દિવસે ગષવા, વસુદત્તના સુત ચાર, ભીંત પડી ઉપડાવતાં, મળીયા લોક હજાર. ૧ મૃતક તિહાં રૂપસેનનું, નીકળ્યું વસ્તુ સહીત, વાત સુનંદા સાંભળી, ચિંતે બન્યું વિપરીત //રા શોક ભરી સખીને કહે, આ શી બની ગઈ વાત; અંધારે નવિ ઓળખ્યો, મળીયો કોઈ કુજાત. Imall વસ્તુ નિહાલત જાણીયો, ધૂર્ત હરી ગયો હાર; * પણ રૂપસેન મરણ સુણી, રૂદન કરે તેણી વાર. ૪ો ' ' તસ શોકે દિન કાઢતાં, ગર્ભ વધીયો દોય માસ; દેખી રાય તણે ભયે, સખીયો પામી ત્રાસ. //પા. ઔષધે ગર્ભજ પાડીયો, સા થઈ સજ્જિત દેહ; રાયે રથપુર રાયને, દીધી સુનંદા તેહ. llll. બીજે દિવસે રૂપસેન જોવામાં આવતો નથી. તેથી વસુદેવે તપાસ કરવા પોતાના ચાર દીકરાને (રૂપસેન સહિત પાંચ દીકરા છે) નગરમાં રવાના કર્યા. નગરમાં રૂપસેન શોધવા ચારે કોર ઘૂમી રહ્યા છે. ક્યાંયે જોવામાં ન આવ્યો. પછી નાની ગલીઓમાં શોધવા લાગ્યા. જે ગલીમાં જુના ઘરની ભીંત તૂટી પડી હતી, ત્યાં કાટમાળ માણસો ઉપાડતા હતા. ને ભીંત પડેલીને જોવા માટે ઘણું લોક ભેગુ થયું હતું. રૂપસેનના ભાઈઓ પણ તે જ ગલીમાં ભાઈને શોધવા ત્યાં આવ્યા. ના રૂપસેન તે ભીંત નીચે જ દબાયો હતો. કાટમાળ કાઢતાં જ તેનો મૃતદેહ મળ્યો. જે વસ્તુઓ સુનંદાને આપવા લઈને નીકળ્યો હતો તે વસ્તુઓ સહિત રૂપસેનને, પોતાના ભાઈઓએ ઓળખી લીધો. આ વાત ધીરે ધીરે નગરમાં પ્રસરી ગઈ. આગળપાછળની વાતની કોઈને ખબર જ નથી. આ વાત વહેતી વહેતી સુનંદાના સાંભળવામાં આવી. મુંઝાણી. અરે આ શું થયું?...રે ! કંઈક વિપરીત થઈ ગયું. અંધારે ઉંધું વળી ગયું. //રા અને એકદમ ખેદ પામી. શોક કરતી સુનંદા સખીઓને કહેવા લાગી. રે ! સખી ! આ શું બની Page #208 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ઃ ઢાળ - ૯ ૧૦૧ ગયું? રૂપસેન તો બિચારો અહીં આવતાં રસ્તામાં જ મરી ગયો. ત્યારે અહીં કોણ આવી ગયો ? ગમે તે કોઈ રખડતો હલકી કુળનો ચોર લફંગો કે શઠ આવી ગયો લાગે છે. અંધારામાં મેં તો તેને ઓળખ્યો પણ નહીં. ૩ રે સખી! હવે જોઉં તો ખરી કે ધૂર્ત કે ચોર તો કંઈ લઈ ગયો નથી ને ! અને પોતાની સર્વ વસ્તુ જોવા લાગી. તો પોતાના ગળામાં હાર જ નહોતો. રે ! સખી ! તે ધૂતારો મારો હાર લઈ ગયો. ને વળી રૂપસેન યાદ આવતાં, તે મૃત્યુ પામ્યો તે પણ વાત યાદ આવતાં સુનંદા મોટેથી રુદન કરવા લાગી. //૪ll. સુનંદા રૂપસેનના શોકમાં, યાદમાં દિવસો વીતાવવા લાગી. અને તેના ઉદરમાં રહેલો ગર્ભ વધવા લાગ્યો. બે માસ થયા. આ જાણીને સખીઓ વ્યાકુળ થઈ. જો રાજાને ખબર પડશે તો ! આપણી શી હાલત થશે? //પી સુનંદા પણ મૂંઝાણી. મૂંઝવણને દૂર કરવા સખીઓને પૂછ્યું. ઉપાય બતાવો. સખીઓએ ઔષધ લાવીને આપ્યું. તે ઉપાય કરતાં સુનંદાનો ગર્ભપાત થઈ ગયો. સૌની મુંઝવણ દૂર થઈ. સમય જતાં સુનંદા પણ હવે વળી સાજી તાજી થઈ ગઈ. રાજાએ પોતાની પુત્રી યૌવનમાં પ્રવેશેલી જોઈને રથપુર નગરીના રાજાની સાથે પરણાવી. | Ell ઢાળ સાતમી. | (ચોપાઈની દેશી) પરણી ગૃપ રથપુર લઈ ગયો, રૂપસેન તિહાં પન્નગ થયો, ત્રીજે ભવ નરભવ હારીયો, સુનંદા નજરે ધારીયો. આવા ફણ વિસ્તારી રાગે નડ્યો, ધાઈ સુનંદા કેડે પડ્યો; હાહા કરતાં ૫ આવીયો, લેઈ ખડ્રગ પૂંઠે ધાવીયો. રા. માર્યો અહિ ચોથે ભવ ગયો, તે વનમાંહે વાયસ થયો; એક દિન દંપતી વનમાં ગયાં, રાગરંગરસ રીજે રહ્યાં. ૩ વાયસ તે તરૂ ઉપર ચડ્યો, સુનંદાને રાગે નડડ્યો; કિરણ કટુક શબ્દ તે ભણે; તામ નરેશર બાણે હણે. જો હંસ થયો તે ભવ પાંચમે, હંસ તણા ટોળામાં રમે; રાજા રાણી સરજલ જુએ, હંસ સુનંદા દેખી રૂએ. પી. ઉડી બેઉ પાંખે આફશ્યો, નૃપ સુભટે ખગે કરી હણ્યો; તેહિ જ વન છઠ્ઠો, હરણી ઉદરે હરણો થયો. llll દેખી રાણી રાગે ઠર્યો, ઝુરે ઊભો આંસુ ભર્યો; આહેડી નૃપ બાણે હણી, લીયો શિકાર તે ભક્ષણ હણી. all પાક પચાવી તે અગત, ખાતાં રાણી વખાણે ઘણું; અવધિનાણી મનિ દોય જતાં, તે દેખી મસ્તક ધૂણતા. ૮ પૂછે રાણી મુનિને તિસે, સ્વામી મસ્તક ધૂણે કિસે; સાધુ કહે કારણ છે ઈહાં, આવી સુણો અમો વસીમેં જિહાં. લા Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ધમ્મિલકુમાર રાસ તિહાં ગયા નૃપ રાણી મલી, મુનિ મુખ્ય વાત સકલ સાંભળી રાગી નરનું માંસ જ ભખો, જ્ઞાન વિના તુમે નવિ ઓળખો. I૧૦ના રાણી કહે રૂપસેન કુમાર, આગળ શો થાશે અવતાર, તવ બોલ્યા જ્ઞાની અણગાર, સાતમે ભવ હાથી અવતાર. ॥૧૧॥ તુઝ ઉપદેશે સમતા વરી, સમકિત પામી વ્રત આદરી; સહસારે સુરસ્વામી જ થશે; નરભવ પામી મુગતે જશે. ૧૨॥ એમ કહી મુનિ ઉપદેશ જ દીયો, સાંભળી દંપત્તી દીક્ષા લીયો; રાજઋષિ ગુરૂ સાથે ગયા, સંયમ પાળી સુખિયા થયા. ॥૧૩॥ ગુરૂણી પાસે સુનંદા ભણે, અરિમિત્ત તૃણ મણિ સરીખા ગણે; લીયે આતાપના તાપે જઈ, અવધિજ્ઞાની સુનંદા થઈ. ॥૧૪॥ રૂપસેન હસ્તી જિહાં ફરે, સુનંદા તિહાં વસતી કરે; એણે અવસર હસ્તીમદ ચડ્યો, કંચનપુર કોર્ટ જઈ અડ્યો. ૧૫/ લોક કોલાહલ કરતા ભમે, સુનંદા આવ્યાં તેણે સમે; રાજા સુભટે ઘણું એ દમ્યો, પણ સાધવી દેખી ઉપશમ્યો. I॥૧૬॥ સાધવી કહે સુણ મત્ત ગમાર, દુઃખના દહાડા તુઝ સંભાર; રાગ વિલુધ્ધો પામ્યો ઘાત, પાતકી તેં કીધા ભવં સાત. ||૧૭ના રૂપસેન (૧) ગર્ભે (૨) ફણિધાર (૩) વાયસ (૪) હંસ (૫) અવતાર - સાતમે ભવ તુમે હાથી થયા, ધર્મ વિના ભવ એળે ગયા. ॥૧૮॥ તે સુણતાં ગજ મૂર્છા લહી, જાતિ સમરણ પામ્યો સહી; લોક વચ્ચે ઉભો રહી રહ્યો, સુનંદાને પાયે પડ્યો. ૧૯લા સમકિતવ્રત ગજ ધ૨તો જિહાં, લોક અચ્છેરૂ દેખે તિહાં; ગુરુણી કહે નૃપને એ ખરો, સાધર્મિગજ સેવા કરો. ૨વા આદર કરી નૃપ તેડી ગયો, નેહ સુનંદાએ સફળ કિયો; સુનંદા આનંદિત થયાં, કેવલ પામી મુક્તે ગયાં. ॥૨૧॥ ખેટ મુનિ કહે રાજકુમાર વૈરાગ્ય રાગ તણી ગતિ ધાર; સુખ માની વિષયે જે રમે, તે ભવનાટક કરતાં ભમે. I॥૨૨॥ માતાપિતા બાંધવ સુત ના૨, સ્વારથિયો સવિ એ સંસાર; આયુ જોવન લખમી મળી, મેઘઘટા ચંચલ વીજળી ॥૨૩॥ બાલપણે મલમૂત્રે ભર્યો શીલી ઓરીએ સંહર્યો; પરણ્યો તો આમય ખય થઈ, જોબનવેળા નિઃફળ ગઈ. I॥૨૪॥ Page #210 -------------------------------------------------------------------------- ________________ ખંડ: ૩ : ઢાળ - ૦ ૧૦૩ વૃદ્ધપણે નર પરવશ થયો, પરભવ હાથ ઘસતો ગયો; તેણે નરભવ સામગ્રી લહી, કરશે ધર્મ તે સુખિયા સહી. રૂપાણી ત્રીજે ખંડે ગુણીજન ગમી, ઢાળ રસાલ કહી સાતમી; શ્રી શુભવીર વચન રસ ઘડી, સાકર દ્રાખ કિસી શેલડી. ll૨૬ll સુનંદાની સાથે લગ્ન કરી રાજા રથપુર નગર ચાલી ગયો અને રૂપસેન મનુષ્યભવ હારી ગયો. બીજો ભવ કરી, વળી ત્રીજા ભવે (રથપુરના વનમાં) ત્યાં સર્પરૂપે અવતર્યો. સુનંદા પતિની સાથે વનક્રીડા કરવા તે વનમાં ગઈ અને ત્યાં આ સર્પની નજરે સુનંદા પડી. પૂર્વના રાગને કારણે તે સર્પ તેની સન્મુખ ગયો. ૧ાા નેહરાગને કારણે સર્પ પોતાની ફણા વિસ્તારી રહ્યો છે. તે જોતાં જ સનંદા ડરીને ભાગવા લાગી. તો સર્પ પણ તેની પાછળ દોડે છે. સુનંદા તો પાછળ પડેલા સર્પને જોઈને ચીસો પાડવા લાગી. “હા ! સર્પ !” “હા ! સર્પ !” રાજા તરત દોડીને ત્યાં આવ્યો. પોતાનું પગ ખેંચીને સર્પને હણી નાંખો. રાઈ - | સર્પ મરી ગયો. (રૂપસેન - સર્પ થયો. હવે ચોથો ભવ) તે જ વનમાં તે સર્પ મરીને કાગડો થયો. હવે આ રાજારાણી એકવાર આ વનમાં ફરવા ગયાં છે. રાગથી રંજિત થયેલાં આ બંને એક વૃક્ષ નીચે આવીને રહ્યાં છે. ૩. તે જ વખતે તે કાગડો ઊડતો ઊડતો તે જ વૃક્ષ ઉપર આવીને બેઠો. કાગડો આમ તેમ જોતાં નીચે રહેલી સુનંદા જોવામાં આવી. પૂર્વનો સ્નેહરાગ ઉત્પન્ન થયો. સુનંદાને જોઈને કાગડો “કા' “કા' કરવા લાગ્યો. એક સરખું બોલતો કાગડો તેથી રાજારાણીને કાનને અપ્રિય લાગ્યો. ન ગમતા શબ્દો કહેવા લાગ્યા. ને તરત રાજાએ ત્યાં જ બાણે કરીને કાગડાને હણી નાખ્યો. II૪ો. * પાંચમા ભાવમાં (રૂપસેનનો જીવ) હંસ થયો. હંસના ટોળામાં તે (રૂપસેનનો જીવ) હંસ રમી રહ્યો હતો. તે જ સરોવરના તીરે રાજા-રાણી ફરતાં ફરતાં અચાનક આવી ઊભાં. સરોવરના કિનારે બેઠેલાં બંને જણાં સરોવરના પાણીને જોતાં જોતાં વાતો કરતાં હતાં. હંસના ટોળા મધ્યે રહેલો પેલો હંસ. તેણે રાણીને જોઈ. જોતાં જ પૂર્વના સ્નેહને લઈને ખેંચાયો. અને રુદન કરવા લાગ્યો. પાં સુનંદા ઉપર સ્નેહ ઉભરાતાં પોતાની . • બે પાંખો પ્રસારીને, ઊડીને સુનંદાને વળગ્યો. તરત જ રાજાના આદેશથી રાજાના જ સુભટે પોતાની તલવારથી તે હંસને હણી નાખ્યો. છઠ્ઠા ભવે તે જ વનમાં રહેતી હરણીનાં પેટે હરણિયો થયો. llll વળી એકદા આ રાજારાણી વનમાં ફરવા ગયાં છે. હરણિયાની નજરે રાણી સુનંદા ચડી ગઈ. પછી તો તે રાણીની સામે ટગર ટગર નજરે જોવા લાગ્યો. પૂર્વના સ્નેહના અનુરાગને કારણે બોલી ન શકતો. નયણોમાં આંસુ છલકાઈ ગયાં. અને મૂરવા લાગ્યો. રાજાને શિકારનો પણ શોખ હતો. શિકારી બનેલા તે વખતના રાજાએ બાણથી હરણિયાને હણી નાંખ્યો. તેના (માંસને રાંધીને ખાવાની લોલુપતાએ) ફ્લેવરને ઘેર લઈ ગયો. //શા તેના શરીરમાંથી નીકળેલા માંસને રાંધ્યું. રાજારાણી બંને એ સ્વાદપૂર્વક ખાતાં હતાં. રાણી તે વાનગીને વખાણતાં ખાઈ રહી છે. તે જ સમયે કોઈક મુનિભગવંત ત્યાં આગળથી તેઓની નજીકથી પસાર થયા. આ બંનેને જોતાં અવધિજ્ઞાની ભગવંતનું મસ્તક ધુણવા લાગ્યું. ૮. રાણીએ મસ્તક ધુણાવતાં મુનિને જોયા. તરત પૂછવા લાગી કે હે મુનિભગવંત ! આપ મસ્તક કેમ ધુણાવો છો ? મુનિ બોલ્યા. “કારણ છે. રહસ્ય છૂપું છે. જાણવું હોય તો જ્યાં અમે રહ્યા છીએ - ' ત્યાં આવો. મા Page #211 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ રહસ્ય જાણવાની તીવ્ર તમન્નાએ રાજારાણી, જ્યાં મુનિ ભગવંત હતા, ત્યાં પહોંચી ગયાં. મુનિ ભગવંત વાતનો ખુલાસો કરતાં કહી રહ્યા છે. કહે છે “તારા રાગી પુરુષનું માંસ તમે બંને ખાઈ રહ્યાં છો. રાગીનું માંસ પણ મીઠું લાગે. જ્ઞાન વિના તમે આ હરણના જીવને ન ઓળખી શકો.” રૂપસેનના ભવથી લઈને હરણ હંસના ભવ સુધી સકલ વાત મુનિએ કહી સંભળાવી. ।।૧૦।। સઘળી વાત સાંભળીને રાણી મનમાં ઘણી દુ:ખી થઈ. વળી અવધિજ્ઞાની મુનિભગવંતને પૂછે છે. હે ભગવંત ! રૂપસેન હવે પછી ક્યાં અવતાર લેશે ? જ્ઞાની મુનિ કહે છે. અમારા જ્ઞાનમાં અમને દેખાય છે. તે રૂપસેનનો જીવ સાતમા ભવે હાથી થશે. ।।૧૧।। તારા ઉપદેશથી સમતા ધારણ કરશે. વળી સમ્યક્ત્વ પામશે. તારા થકી તે હાથી વ્રતનો સ્વીકાર કરશે. વ્રતને પાળીને તે હાથી છેલ્લે અનશન કરશે. આયુષ પૂરું કરીને આઠમા સહસ્ત્રાર નામના દેવલોકે દેવેન્દ્ર થશે. ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામી, સંયમ આરાધી મુક્તિપદને વરશે. ૧૨॥ રાજા તથા રાણી સુનંદાની દીક્ષા :- રૂપસેનના ભવોની વાત. તેનો નિસ્તાર વગેરે કહ્યા. જે સાંભળી રાજારાણીના હૈયામાં સંસાર પ્રત્યે નફરત જાગી. તે જોઈને મુનિભગવંતે તેમની ભવિતવ્યતા જાણી, વૈરાગ્યનો વધારો થાય. વૈરાગ્ય પુષ્ટ બને તેવો ઉપદેશ આપ્યો. તે સાંભળી આ દંપતીએ ત્યાં જ તે મુનિ ભગવંત પાસે સંયમ ગ્રહણ કર્યો. ચારિત્રનો સ્વીકાર કર્યો. રાજર્ષિ મુનિ પોતાના ગુરુ સાથે વિહાર કરી ગયા. સુંદરતર ચારિત્રની આરાધના કરવા લાગ્યા. અને પરમ સુખી થયા. ॥૧૩॥ સુનંદા સાધ્વીજીને અવધિજ્ઞાન :- જ્યારે આ બાજુ સુનંદાએ સાધ્વીના સ્વાંગમાં ગુરુણીની સાથે સંયમની સાધનાની ધૂણી ધખાવી. જ્ઞાનધ્યાનમાં આગળ વધવા લાગ્યાં. અરિ (દુશ્મન-વૈરી) મિત્ત એટલે મિત્ર. વૈરી અને મિત્ર. બંનેને સરખા ગણવા લાગ્યાં. કોણ વૈરી ? કોણ મિત્ર ? બધા જ સરખા તૃણ (ઘાસ) અને મણિને પણ સમતુલ્ય ગણે છે. ગુરુણીની આજ્ઞાને શિરોમાન્ય કરતાં તડકે જઈને પોતે આતાપના લે છે. એમ કરતાં સુનંદા સાધ્વી ભગવંતને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ।૩૪। આ બાજુ જે વનમાં રૂપસેનનો જીવ હાથી થયો હતો. તે જ વનની નજીક સુનંદા સાધ્વી આદિ બીજાં પણ સાધ્વીશ્રીઓ વિહાર કરતાં આવી વસ્યાં. પેલો હાથી તે અરસામાં મદોન્મત થયો અને તે વનની નજીક કંચનપુરનગરના કિલ્લામાં જઈ ચડ્યો. ।।૧૫।। ૧૭૪ મદે ચડેલો હાથી તોફાન કરવા લાગ્યો. લોકો ચારે બાજુ કોલાહલ કરતાં ચીચીયારીઓ પાડતાં આમતેમ દોડવા લાગ્યાં. હાથી નગરીમાં આવી ગયો. રાજાના સેવકોએ તે હાથીને દમન ક૨વા ઘણા પ્રયત્નો કર્યા. પણ તેઓ સૌ નિષ્ફળ નિવડ્યા. તે સમયે સાધ્વી સુનંદા તે હાથી આગળ પહોંચી ગયાં. સાધ્વી મહારાજને જોતાં જ હાથી શાંત થઈ ગયો. ।।૧૬।। હાથીને પ્રતિબોધ :- અવસર જોઈ સાધ્વીજી હાથીને કહેવા લાગ્યાં. હે મદમાં ઉન્મત્ત બનેલ ગમાર હાથી ! શાંત થા ! તારા ભૂતકાળના દિવસો યાદ કર. તારાં દુઃખના દહાડાને યાદ કર. વિષયરાગમાં લુબ્ધ થયેલો તું કેટલી કેટલી વિટંબના પામ્યો. બધી જગ્યાએ ઘાત પામ્યો છે. હું પાપી ! તું રાગમાં અંધ બન્યો. ઘાત પામી પામીને તારા સાત ભવ થઈ ગયા. I॥૧૭॥ હે ગજરાજ ! તારા સાત ભવ સાંભળ ! પહેલો ભવ રૂપસેનનો, બીજા ભવમાં બે મહિના ગર્ભ રૂપે મારા ઉદરમાં રહ્યો. માત્ર બે મહીનામાં મેં તારો નિકાલ કરાવ્યો. ત્રીજા ભવે ફણીધર થયો. ચોથા ભવે કાગડો. પાંચમા ભવે હંસ, છઢે ભવે હરણનો અવતાર પામ્યો. આ બધાએ ભવમાં મારા થકી તું મરાયો. આ સાતમો ભવ તારો હાથીનો છે. વળી બધા ભવો તારા ધર્મવિહોણા ગયા. બધા ભવ નકામા ગયા. ॥૧૮॥ Page #212 -------------------------------------------------------------------------- ________________ UUUU ロロロロ DO BELEEBI fue HOTO B.G. - M: 9925020106 Page #213 --------------------------------------------------------------------------  Page #214 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૮ ૧૦૫ સાધ્વીશ્રીની વાત સાંભળતાં સાંભળતાં હાથી મૂછિત થયો. તે અવસ્થામાં મનમાં ચિંતવતાં હાથીને જાતિસ્મરણજ્ઞાન થયું. ચારે કોર લોકોના ટોળાં વધુ ને વધુ એકઠાં થવા લાગ્યાં. હાથી શાંત થયો. લોકોની વચ્ચે હાથી શાંત ઊભો છે. જોતજોતામાં હાથીના હૈયે પશ્ચાતાપ થતાં આંખો થકી અશ્રુધારા વહેવા લાગી. તે સાથે જ હાથી સાધ્વીશ્રીના ચરણ કમળમાં નમ્યો. ૧૯ી સાધ્વીશ્રી અવધિજ્ઞાની હતાં. હાથીના હૈયાના ભાવો વાંચી જોઈ શકતા હતાં. તેથી સાધ્વીશ્રીએ હાથીને સમ્યકત્વ સહિત વ્રત ઉચ્ચરાવવા લાગ્યાં. હાથીએ પોતાના આગળના બે પગ ભેગા કરીને મસ્તક નમાવીને સાધ્વીશ્રીની વાત સાંભળી પચ્ચખાણ કર્યા. રાજમાર્ગના ચાર રસ્તા વચ્ચે હાથી અને સાધ્વીની વાતો સાંભળી લોકો ચમત્કાર પામ્યા. આશ્ચર્ય પામ્યા. તે પછી સાધ્વીશ્રીએ રાજાને બોલાવી વાત જણાવી. આ હાથી હવે તમારો સાચો સાધર્મિક થયો છે. તેની સેવા કરો. સારી રીતે સાચવશો. પ્રાસુક આહારપાણી તેને આપજો. હાથી બોલવાનો નથી. તેની મુંઝવણો હવે દૂર થઈ છે. તમે રાજા છો. તેને બરાબર ધ્યાન રાખશો. ૨૦ના સાધ્વીશ્રીની વાત સાંભળી રાજા તે હાથીને સત્કારપૂર્વક બહુમાન વડે પોતાની હાથીશાળામાં તેડી ગયો. તેનું જતન કરવા લાગ્યો. ખરેખર ! રૂપસેનના સ્નેહને સુનંદાએ જાળવી રાખીને સફળ કર્યો. સુનંદા પણ આનંદિત થયાં. અનુક્રમે કેવળજ્ઞાન પામી મુક્ત ગયાં. ll૨૧II વળી વિદ્યાધર મુનિએ કહ્યું કે હે રાજકુમાર ! વૈરાગ્યના વેષને ધારણ કરવો જોઈએ. વિષયસુખમાં જે રમે છે, તે આ ભવસાગરમાં ભટકે છે અને અનેક વિટંબનાઓ પામે છે. //રરો માતા-પિતા-બાંધવ-પુત્ર-એન-સ્ત્રી આ બધાં સંસારની અંદર સ્વાર્થના સગાં છે. આયુષ્ય-યૌવનલક્ષ્મી આદિ જે મળ્યું છે, તે સઘળું અષાઢી મેઘમાં રહેલી ચંચળ વીજળી સરખું છે. ૨૩ બાળપણ મળમૂત્રથી ભરેલું છે. વળી ક્યારેક શીતળા, ઓળી આદિ રોગોથી શરીર ઘેરાય છે. પરણીને વીર્યનો ક્ષય થતાં યૌવન અવસ્થા પણ આ રીતે નિષ્ફળ જાય છે. ll૨૪ો. વૃદ્ધાવસ્થામાં માણસ પરવશ પડે છે. વળી પરભવમાં પણ હાથ ઘસતો ચાલ્યો જાય છે. તેથી જે મનુષ્યભવની સામગ્રી મેળવીને ધર્મ કરે છે તે જ સાચા સુખને પામે છે. રપા ત્રીજા ખંડને વિષે ગુણજનોને ગમે તેવી સુંદર રસાળ એવી સાતમી ઢાળ કહી. પંડિતજી શ્રી શુભ-વીરવિજયના વચનરસપાનની ઘડી તો જાણે સાકર-દ્રાક્ષ અને શેરડી કરતાં પણ વધુ મીઠી છે. રદી ખંડ - ૩ ઢાળ : ૭ સમાપ્ત -: દોહા :એણી પેરે દઈ દેશના, જામ રહ્યા મુનિચંદ, અગડદત્ત ચકોર જયું, પામ્યો અતિ આનંદ III કહે તુમ વચનેથી થયો; જન્મ સફળ મુજ આજ; જંગમ તીરથ દર્શને, સિધ્ધાં સઘળાં કાજ રા પ્રભુ સુપસાયે આ થયા, ધર્મ બંધવ ખટ એહ; સંજમ લેઈ વિચારશું, ગુરૂકુલ વિનય વસેe Ill પણ ઘર જઈ નમી માયને, છે મુઝ ઈચ્છાનાથ; પિત્રા કૃત સમહોત્સવ, લીયું દીક્ષા તુમ હાથ Iકા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધત્મિલકુમાર રાસ એમ કહેતાં આકાશથી વિદ્યાધર નર એક, ઉતરીયો મરજાદથી, ધરતો વિનય વિવેક //પા. સપરિકરે જિનઘર જઈ, પ્રણમ્યા શ્રી જિનરાજ; બેઠો સન્મુખ આવીને, વંદી તિહાં મુનિરાજ. lll તે મુનિભગવંતે સંસારની અસારતા, વિષયરાગના વિપાક રૂપ રૂપસેન સુનંદાની કથા કહી. સંભળાવી. ઉપદેશ પૂરો થતાં મુનિભગવંત વિરામ પામ્યા. તે ઉપદેશ સાંભળી અગડદત્તકુમાર, ચકોરપક્ષીની જેમ ઘણો આનંદ પામ્યો. ૧તે કહે છે કે “હે પ્રભુ ! આપનો ઉપદેશ સાંભળી મારો જન્મ સફળ થયો છે. જંગમતીર્થ સ્વરૂપ આપનાં દર્શનથી મારાં સઘળાં કાજ સિદ્ધ થયાં છે. //રા ' હે ગુરુ ભગવંત ! આપની કૃપાથી આ છએ બંધુ મારા ધર્મ બાંધવ મારા સાધર્મિક થયાં. અમે પણ સંયમ લઈને વિનયપૂર્વક ગુરુકુળવાસમાં વિચરશું. /all હે ભગવંત! પણ મારી છેલ્લી ઇચ્છા છે કે હમણાં ઘેર જઈને માતાપિતાને નમસ્કાર કરીને, મારી ભાવના જણાવીશ. તેમની અનુજ્ઞા મેળવીશ. પિતૃકૃત જિનેન્દ્ર મહોત્સવે, (પિતાએ કરેલો દીક્ષા મહોત્સવ, જિનભક્તિ મહોત્સવ) આપના ચરણોમાં આપના હાથે હું સંયમને ગ્રહણ કરીશ. II૪ જયાં આ વાત ચાલી રહી હતી. તે જ અવસરે ગગનમાર્ગ થકી, કોઈ એક વિદ્યાધર નીચે ઊતર્યો. મર્યાદાપૂર્વક વિવેકયુક્ત પોતાના પરિવાર સહિત બાજુમાં રહેલા જિનમંદિરમાં ગયો. શ્રી જિનેશ્વર પરમાત્માની યથાયોગ ભક્તિ કરીને, બહાર આવ્યો. તે વિદ્યાધર વિવેક દાખવી, વંદન કરીને યોગ્ય સ્થાને પરિવાર સહિત ગુરુ સન્મુખ આવી બેઠો. પ+Ell ઢાળ આઠમી. (સાહેલડીયાં એ દેશી) અગડદર અણગારને, સુણો સંતાજી પૂછતો ધરી નેહ //ગુણવંતાજી ઉત્તમ પુરુષ એ કોણ છે? સુણો સંતાજી દાખો મુજને તેહ. ગુણવંતાજી |૧|| મુનિવર કહે અમ પુત્ર છે; સુણો સંતાજી રત્નચૂડ વર નામ; ગુણવંતાજી સાતે જણ ગુરૂપુત્રને, સુણો સંતાજી સુણી કરતાં પરણામ. ગુણવંતાજી મેરા રત્નચૂડ કહે કોણ તુમે, સુણો સંતાજી કહે સૂરિ વાત અશેષ; ગુણવંતાજી ભાવ ચારિત્રિયા એ થયા, સુણો સંતાજી પામી અમ ઉપદેશ. ગુણવંતાજી ll વિંછે સાહાય એ તુમ તણું, સુણો સંતાજી શંખપુરી ઉદેશ; ગુણવંતાજી અમે પણ તિહાં વન આવસું, સુણો સંતાજી જાણી યોગ્ય વિશેષ. ગુણવંતાજી l૪ll. ખેટ કહે કહો તાતજી; સુણો સંતાજી ઉત્તમ નર એ દયાલ; ગુણવંતાજી આ સંસારે વ્રત ધરી; સુણો સંતાજી રેહેશે કેટલો કાલ ગુણવંતાજી |પો. સૂરિ કહે ખેટક સુણો, સુણો સંતાજી કમલસેના ધરનાર; ગુણવંતાજી તે સાથે વૈરાગ્યથી; સુણો સંતાજી લેશે સંજમ ભાર. ગુણવંતાજી llll Page #216 -------------------------------------------------------------------------- ________________ ખંડ : ૩ : ઢાળ - ૮ આ ભવમાં આઠ જણાં સુણો સંતાજી પામી કેવલ નાણ; ગુણવંતાજી ભૂતલ વિચરી બહુ સમા, સુણો સંતાજી લેશે અક્ષય ઠાણ. ગુણવંતાજી ॥૭॥ સાંભળી ખેચર હરખીયો; સુણો સંતાજી બેસારી વિમાન; ગુણવંતાજી સાતે જણશું ઊતર્યા, સુણો સંતાજી શંખપુરી ઉદ્યાન. ગુણવંતાજી In વિદ્યાચારણ મુનિવરા, સુણો સંતાજી તે આકાશ ચલંત, ગુણવંતાજી આવી વનમેં સમોસર્યા, સુણો સંતાજી ઉપગારી ગુણવંત. ગુણવંતાજી llll વનપાલક મુખ સાંભલી. સુણો સંતાજી કુંવરે કહાવી વાત; ગુણવંતાજી રાય રાણી હરખ્યાં સહુ, સુણો સંતાજી બહુ ઉછરંગે જાત. ગુણવંતાજી ॥૧૦॥ ઉઠી કુંવર નમી તાતને, સુણો સંતાજી સકલ કહ્યું વિરતંત; ગુણવંતાજી ભક્તિયે દેઈ પ્રદક્ષિણા, સુણો સંતાજી મુનિવર ચરણ નમંત ગુણવંતાજી ||૧૧|| જ્યેષ્ઠ સહોદર સમ ગણી, સુણો સંતાજી વિદ્યાધરને ત્યાંહી; ગુણવંતાજી ભૂપચરણ ભેટી કરી, સુણો સંતાજી બોલે વચન ઉત્સાહી ગુણવંતાજી ।૧૨। મુઝ નગરી પાવન કરો. સુણો સંતાજી દેખે લોક અચંભ, ગુણવંતાજી મરૂધર દેશી લોકને, સુણો સંતાજી સુરતરૂ ફૂલ સુરંભ. ગુણવંતાજી ॥૧૩॥ નયર વિ શણગારીયું, સુણો સંતાજી રત્નચૂડ ધરી નેહ, ગુણવંતાજી ગજ બેસાડી મહોત્સવે, સુણો સંતાજી પધરાવ્યા નિજ ગેહ ગુણવંતાજી ॥૧૪॥ આગત સ્વાગત બહુ કરે, સુણો સંતાજી ભોજન વિવિધ પ્રકાર; ગુણવંતાજી ભક્તિભરે ઘર તેડીને સુણો સંતાજી પડિલાભ્યા અણગાર. ગુણવંતાજી ॥૧૫॥ બીજે દિન સમહોત્સવે સુણો સંતાજી તેડ્યા ઘર મુનિરાય, ગુણવંતાજી પંચ સહસ સોવન પગે, સુણો સંતાજી પૂંજી નમે ન૨૨ાય ગુણવંતાજી ॥૧૬॥ અગડદત્ત કુમર હવે, સુણો સંતાજી કમલસેના ઘર જાય ગુણવંતાજી માન તજી ભજી નારીને, સુણો સંતાજી શીતલ વયણે ઠરાય. ગુણવંતાજી ||૧૭|| તુઝ સરિખી જે સુંદરી, સુણો સંતાજી છંડી વિણ અપરાધ; ગુણવંતાજી મદનમંજરી કુલટા સમી, સુણો સંતાજી મેં માની કરી સાધ. ગુણવંતાજી ॥૧૮॥ રેતી ધનંજય સમ ગણી. સુણો સંતાજી સોવન રેતી સમાન; ગુણવંતાજી અનુભવી વાત સકલ કહી, સુણો સંતાજી હું અવિવેક નિધાન. ગુણવંતાજી ॥૧૯॥ મેં અજ્ઞાનપણે કરી, સુણો સંતાજી ન લહ્યું નારીચરિત્ર; ગુણવંતાજી નયણે રૂએ મનમેં હસે, સુણો સંતાજી વાત કરે તે વિચિત્ર. ગુણવંતાજી ॥૨૦॥ મત્સ્ય જલે ખગ અંબરે સુણો સંતાજી જાણે ન બુધપદ ઠામ; ગુણવંતાજી સબલાને સમજાવતી, સુણો સંતાજી જૂઠું અબલા નામ. ગુણવંતાજી ॥૨૧॥ atot Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધમિલકુમાર રાસ મુનિવર મુખ માલમ પડી સુણો સંતાજી એ વનિતાની વાત; ગુણવંતાજી મોહ તિમિર રજની ગઈ, સુણો સંતાજી જ્ઞાન ઉદય પ્રભાત. ગુણવંતાજી રા. સંયમ લેશું ગુરૂ કને, સુણો સંતાજી રહેજો સુખભર ગેહ, ગુણવંતાજી સા કહે અમે પણ સંયમી, સુણો સંતાજી જિહાં છાયા તિહાં દેહ. ગુણવંતાજી ૨૩ સમસપી કુંવર ગયો, સુણો સંતાજી મદનમંજરી આવાસ, ગુણવંતાજી કહે ભવદવ તાપે તપ્યા, સુણો સંતાજી વ્રત ધરશું ગુરૂ પાસ ગુણવંતાજી ||૨૪ો. કિરજો સાસુ સેવના, સુણો સંતાજી એમ કહી ઉઠ્યો કુમાર, ગુણવંતાજી માત તાતને જઈ કહે, સુણો સંતાજી લેશું સંજમ ભાર. ગુણવંતાજી ll૨પી. ષટુ બાંધવ એ અમ તણા, સુણો સંતાજી જીવિતના દાતાર; ગુણવંતાજી બંધાણા વચને અમો, સુણો સંતાજી સાથે સાવ અણગાર. ગુણવંતાજી l/૨ll રણથી ગુરૂ સહ લાવીયા. સુણો સંતાજી ક્ષણ ન રહું સંસાર; ગુણવંતાજી. નિશ્ચય દેખી નરપતિ, સુણો સંતાજી કરે સજ્જાઈ સાર. ગુણવંતાજી રળી બાંધવા વર્ગને પૂછીને, સુણો સંતાજી કરતો દીન ઉધ્ધાર. ગુણવંતાજી શિબિકાયે બેસતાં, પર્ સુણો સંતાજી બાંધવશું કુમાર. ગુણવંતાજી ૨૮. કમળસેના શણગારતી, સુણો સંતાજી સસરો સાસુ નિજ હાથ; ગુણવંતાજી. શિબિકાએ પધરાવતાં, સુણો સંતાજી જાણે શાસનસુરી સાથ. ગુણવંતાજી રહેલા રત્નચૂડ નૃપ બહુ મલી, સુણો સંતાજી કરતા મહોત્સવ સાર; ગુણવંતાજી. જેમ જમાલી નીકલ્યો; સુણો સંતાજી આવે જિહાં અણગાર ગુણવંતાજી ll૩ી. આભૂષણ તજી અડચણાં, સુણો સંતાજી લીએ મહાવ્રત ચાર; ગુણવંતાજી વૃષ્ટિ કુસુમવન સુર કરે, સુણો સંતાજી ગુરૂ વાસક્ષેપ ઉદાર. ગુણવંતાજી ૩૧al જિંદી સહુ પાછા વલે, સુણો સંતાજી મુનિ સવિ કરત વિહાર; ગુણવંતાજી કમલસેના સન્મુખ રહી, સુણો સંતાજી આંસુ પડતે ધાર ગુણવંતાજી l૩રી. સાસુ કહે બેટા સુણો, સુણો સંતાજી તું દેહે સુકુમાર, ગુણવંતાજી ફૂલનો ભાર ન શિર ધરે, સુણો સંતાજી કેમ વહો મેરૂભાર ગુણવંતાજી ૩૩ પણ તું ત્રિસું પખે ઉજળી, સુણો સંતાજી ચોથો ગુરૂકુલવાસ, ગુણવંતાજી દુષ્કર નહી તુજ મુનિપણું, સુણો સંતાજી પણ મુજ કીધ નિરાશ. ગુણવંતાજી ll૩૪ો. તું નિઃસ્નેહી થઈ ચલી, સુણો સંતાજી મુજ તરછોડી હાથ, ગુણવંતાજી જાઈશ ઘર કેમ એકલી સુણો સંતાજી ભોજન કર કેણી સાથે ગુણવંતાજી ll૩પી. નિરાગી થઈ નીકળ્યા, સુણો સંતાજી પણ વરસે એક વાર, ગુણવંતાજી મુજ સુલસા સાસુ હતી, સુણો સંતાજી સંભારજો ધરી હાર. ગુણવંતાજી ૩૬ll Page #218 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩: ઢાળ - ૮ ૧૦૯ આ વનમાં નથી આવવું, સુણો સંતાજી શત્રુ સમ વન એહ, ગુણવંતાજી જોતીને રોતી વલી, સુણો સંતાજી સખીયોશું ગઈ ગેહ. ગુણવંતાજી ૩૭ રત્નચૂડ નિજ ઘર ગયો, સુણો સંતાજી મુનિવર કરત વિહાર, ગુણવંતાજી આવ્યાં ઈહાં ગુરૂ આણથી, સુણો સંતાજી જારે થયા શ્રતધાર, ગુણવંતાજી ૩૮. એહ ચરિત્ર તે અમ તણું, સુણો સંતાજી સુણ ધમ્મિલ ગંભીર; ગુણવંતાજી ત્રીજે ખંડે આઠમી, સુણો સંતાજી ઢાલ કહે શુભવીર. ગુણવંતાજી ૩૯ તે વિદ્યાધર આવીને બેઠો ત્યારે અગડદત્ત, વિદ્યાધર પુરુષને જોતાં આશ્ચર્ય પામ્યો અને પૂછ્યું. હે ગુરુવર્ય ! આ ઉત્તમ નર કોણ છે? અમને કહો. [૧] મુનિ ભગવંતે કહ્યું... “આ અમારો સંસારી પુત્ર છે. તે વંદનાર્થે આવ્યો છે અને તેનું નામ રત્નચૂડ છે. તે વિદ્યાધરનાર છે ત્યાં રહેલા સાતેય જણાએ તે ગુરુપુત્રને હાથ જોડીને નમસ્કાર કર્યા. //રા. ગુરુ ભગવંતની વાણી સાંભળી રત્નચૂડે પણ ત્યાં તે જ પ્રશ્ન પૂછી લીધો. “આ કોણ છે? ત્યારે તે સૂરીશ્વરજી મહારાજે; તે સાતેયનો અધિકાર કહ્યો અને વળી કહે છે કે અમારો ઉપદેશ સાંભળી આ સાતેય હમણાં ભાવચારિત્રીયા થયા છે. વળી હમણાં તમારી સહાયની ઈચ્છા રાખે છે. તેઓ તમારી સહાયતા ઇચ્છે છે. કારણ કે શંખપુરી નગરી દૂર છે. તેઓને શંખપુરી જવાનો ઉદેશ છે. યોગ્ય વિશેષ લાભ જાણીને અમે પણ તે નગરીની સમીપ વનમાં આવશે. ૪ll | મુનિભગવંતની વાત સાંભળી રત્નચૂડે પણ વચનને “તહત્તિ કર્યું. પણ જતાં જતાં રત્નચૂડે પૂછ્યું કે હે ભગવંત ! આ દયાળુ ઉત્તમ પુરુષો સંયમ ધારણ કરીને, કેટલો કાળ આ સંસારને વિશે રહેશે? આગળ કેટલા ભવ બાકી છે? Rપા સૂરીશ્વર બોલ્યા કે હે વિદ્યાધર ! સાંભળ, અગડદત્ત કુમારને - કમલસેના નામે ગૃહિણી છે. તે પણ આ અગડદત્ત સાથે વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરશે. llll વળી આ ભવમાં આ સાતેય અને આઠમી કમલસેના (આઠેય) ચાર ઘાતિ કર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામશે. ઘણો કાળ પૃથ્વીતળ ઉપર વિચરી, આયુ પૂર્ણ થયે અક્ષયપદને પામશે. llણા પિતાગુરુની વત : 'સાંભળી, વિદ્યાધર ઘણો આનંદિત થયો. પોતાના વિમાનમાં તે ભાવચારિત્રીયા સાતેયને બેસાડી, લઈ ગયો. જ્યાં શંખપુરીનું ઉદ્યાન હતું. ત્યાં સૌ ઊતર્યા. ૮ જ્યારે આ બાજુ તે સાહસિગતિ સૂરીશ્વરજી (વિદ્યાચરણ) મહારાજ પણ આકાશમાર્ગે તે શંખપુરી ઉદ્યાનમાં સમોસર્યા. llી. અગડદત્ત કુમારનો વૈરાગ્ય અને દીક્ષામહોત્સવ - વનપાલકે કુમારને વધામણી આપી. તે સાંભળી કુમાર અગડદત્ત ઘણો આનંદ પામ્યો. અગડદત્તે તરત જ રાજમહેલમાં રાજા-રાણીને, (પોતાનાં માત-પિતાને) સંદેશો મોકલ્યો કે “ગુરુ ભગવંત પધાર્યા છે.” તે સાંભળી રાજા-રાણી આનંદ પામ્યાં. સર્વપરિવાર સહિત રાજા ઘણા આનંદ-ઉત્સુકતા સહિત ગુરુભગવંતની પાસે આવ્યા. //નવી કુંવર તો ઉદ્યાનમાં પહેલેથી આવી ગયો હતો. વિમાન થકી પહોંચેલા કુંવરે, પિતાને નમસ્કાર કર્યા અને સર્વ વૃત્તાંત કહ્યો. પોતાની સંયમ લેવાની ભાવના દર્શાવી. વળી રાજાએ પણ ભક્તિપૂર્વક મુનિભગવંતને પ્રદક્ષિણા દઈને ચરણોમાં નમસ્કાર કર્યા. ll૧૧il રત્નચૂડ વિદ્યાધરને તો રાજા પોતાના વડીલબંધુ સરખા ગણતાં (તેને) ભેટી પડ્યો. આનંદમાં આવેલા રાજાએ રત્નચૂડને મધુર વચનોથી બોલાવ્યા. /૧૨ હે ભાગ્યશાળી! મારી નગરીને પાવન Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ધમિલકુમાર રાસ કરો. મારવાડના લોકો કલ્પવૃક્ષ ફળને જુવે તેમ મારી નગરીમાં લોકો તમને જોશે અને આશ્ચર્ય સાથે આનંદને પામશે. I/૧all. રત્નચૂડને વિનંતિ કરી. અને રાજાએ પોતાનું નગર શણગાર્યું. રત્નચૂડ ઉપર ઘણો સ્નેહ ધરી હાથી ઉપર બેસાડ્યો. વાજતે ગાજતે સામૈયાયુક્ત રત્નચૂડને મહેલમાં લઈ આવ્યો. ૧૪ રત્નચૂડની ઘણી આગતા-સ્વાગતા કરી. વિવિધ પ્રકારનાં ભોજન તૈયાર કરાવ્યાં. મુનિભગવંતને પણ પોતાને મહેલે બોલાવ્યા. આહારાદિ ભક્તિ કરી. તે મુનિ પણ પડિલાભ્યા. રત્નચૂડને પણ પ્રેમપૂર્વક જમાડ્યો. // ૧પણી બીજે દિવસે મહોત્સવ પૂર્વક સર્વ મુનિભગવંતોને ઘેર લઈ આવ્યો. પાંચ હજાર સુવર્ણમુદ્રા ચરણે મૂકીને ગુરુપૂજન કર્યું. રાજાએ વિનયયુક્ત મુનિને વંદન કર્યું. ૧૬ll મુનિ ભગવંત પણ ધર્મલાભ દેઈ આહારાદિ ગ્રહણ કરીને તે ઉદ્યાનને વિષે ગયા. અગડદત્ત પણ થોડે સુધી મૂકી આવ્યો. પછી કમળસેના પત્નીને મહેલે ગયો. પોતાના સઘળાયે અહંકારને છોડી દઈને, બે હાથ જોડી નમ્રતાપૂર્વક શીતળ વચનો કહેવા લાગ્યો. /૧૭ી. “હે પ્રિયે !. મેં મોટી ભૂલ કરી છે. વિના અપરાધે મેં તારો ત્યાગ કર્યો છે. તારા સરખી સતી સુંદરીને મેં છોડી દીધી. જયારે કુલટા સરખી મદનમંજરીને સારી સતી એમ માનીને હું રહ્યો. ૧૮. રેતીને સુવર્ણ ગણ્યું. અને સુવર્ણને રેતી માની. જ્ઞાનીભગવંત મળ્યા. તેમના જ્ઞાન થકી સઘળી સાચી વાત તેમને કહી. ત્યારે મેં જાણ્યું કે હું અવિવેકનો ભંડાર છું. મારા સરીખો આ જગતમાં બીજો કોઈ અવિવેકી નહીં હોય. ૧૯ો. અજ્ઞાનદશામાં મેં સ્ત્રીનાં ચરિત્રો ન જાણ્યાં. કંઈ પણ વાત કરે તો આંખોથી રોતી હોય, મનમાં, હસતી હોય, અને જીભે વિચિત્ર વાત કરતી હોય એવી સ્ત્રીને મેં જાણી નહીં. ઓળખી નહીં. સાચી રીતે પહેચાની નહીં. ૨૦ જળમાં રહેલી માછલીનાં પગલાં જાણી ન શકાય. આકાશમાં ઊડતા પક્ષીઓના પગલાંનાં સ્થાનને બુદ્ધિશાળી પણ જાણી ન શકે. તે જ રીતે બલિષ્ઠ બળવાનને પણ સાનમાં સમજાવતી એવી આ સબળા સ્ત્રીનું “અબળા” એ પ્રમાણે નામ જે આપ્યું છે તે ખોટું છે. //રા. આ સ્ત્રીની સઘળી વાત મુનિવરના મુખેથી મેં સ્પષ્ટ જાણી છે. જેથી કરીને મારી મોહરૂપી અંધારી રાત દૂર થઈ. આજે જ્ઞાનનો ઉદય-પ્રકાશ થતાં મારે પ્રભાત પ્રગટ્યું છે.” Íરરા પટ્ટરાણી કમળસેનાનું પતિને માર્ગે પ્રયાણ - અગડદત્તકુમાર કમલસેનાને આ રીતે વાત કરી રહ્યો છે. આગળ વધીને કહે છે “અમે આ સંસારથી વિરક્ત થયા છીએ. ગુરુ પાસે સંયમને સ્વીકારશું. સંસાર છોડી દઈશું. તમે સુખભર હવે આ મહેલમાં માતાની પાસે રહેજો.” અગડદત્ત આમ કહીને જવાની તૈયારી કરે છે ત્યાં કમલસેનાએ કહ્યું. હે સ્વામી! જ્યાં છાયાં ત્યાં દેહ. તેથી કરીને આપ સંયમને માર્ગે, તો અમે પણ તમારી પાછળ, સંસાર છોડીને તમારી જેમ સંયમ સ્વીકારશું. ૨૩ી કમલસેનાએ પણ સંયમ લેવાની ભાવના દર્શાવી. કુંવર અને કમલા બંને એક વિચારવાળાં થયાં. એક જ માર્ગે પ્રયાણ. ત્યાંથી કુમાર મદનમંજરીના મહેલે ગયો. કુંવરે મંજરીને કહ્યું. “સંસાર દાવાનળથી ભરેલો છે. તેના તાપથી સંતપ્ત એવા અમે હવે ગુરુમહારાજ પાસે વ્રત ગ્રહણ કરશું. ૨૪ વળી કહે છે કે, “તમે સાસુમાની સેવા કરજો. અગડદત્ત ત્યાંથી પોતાનાં માતા-પિતાના મહેલે ગયો. માતા-પિતાને ચરણે નમસ્કાર કરીને પોતાની સંયમ લેવાની ભાવના દર્શાવી. મા ! અમે હવે સંયમ લઈશું. પિતાજી ! મને રજા આપો. માતા-પિતાની આજ્ઞા પણ મેળવી. પી. ગુરુની સાથે છ Page #220 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩: ઢાળ - ૮ ૧૮૧ ભાઈ આવ્યા છે. તે મારા ધર્મબંધુઓ છે અને મારા જીવિતદાતા પણ છે. વળી અમે નક્કી કર્યું છે કે આપણે સાતેય જણાએ સંયમ સાથે ગ્રહણ કરવો. એવાં વચનો થકી અમે સૌ બંધાયા છીએ. ૨૬ll હું રણમાં (વનમાં) રખડતો હતો. ત્યાં ગુરુ મહાત્મા મળી ગયા. છ ધર્મબંધુ ગુરુની સાથે મને અહીં લઈ આવ્યા છે. હવે ક્ષણમાત્ર પણ સંસારમાં રહેવા હું તૈયાર નથી. કુમારની દીક્ષા માટે દઢતા જોઈ. રાજારાણીએ પણ રજા આપી. દીક્ષા મહોત્સવની તૈયારી રાજા કરવા લાગ્યા. મેરા વળી સહુ સજ્જનોને જાણ કરી, રજા મેળવી લીધી. દીનદુ:ખિયા જીવોનો ઉદ્ધાર કર્યો. છ બંધુ સહિત કુમાર શિબિકામાં બેઠા. મહેલથી સર્વ સ્વજન, નગરલોકો સહિત વર્ષીદાન અર્થાત અનાથોને દાન આપતાં નીકળ્યાં. l/૨૮ કમળસેના પણ સજ્જ થવા લાગી. સાસુ અને સસરાએ તેને પોતાના હાથે શણગારી પોતાના હાથે પકડીને શિબિકામાં પધરાવી. અર્થાત્ બેસાડી. તે પણ અનાથોને દાન આપતી ચાલી. તે વખતે શાસનદેવી સાથે ચાલતી ન હોય? અર્થાત તેવું દશ્ય લાગતું હતું. ૨૯ રાજા અને રત્નચૂડ વિદ્યાધર બંનેએ ભેગા થઈને જિનમંદિરે અષ્ટાલિકા મહોત્સવ કર્યો. ઠાઠમાઠથી દીક્ષાનો વરઘોડો ચાલી રહ્યો છે. જેમાં સૌથી મોખરે અભિનવ જુદાં જુદાં વાજિંત્રો વાગી રહ્યાં છે. સુંદર પોશાકથી સજજ સ્વજનો પરિવાર સાથે શોભતા હતા. જેમ જમાલી દબદબાભર્યા ઠાઠથી પ્રભુ પાસે આવ્યા હતા. તે રીતે અગડદત્ત આદિ બધાં મુમુક્ષુ ગુરુ ભગવંત પાસે પહોંચ્યા. ll૩૦ના ઉદ્યાનમાં સ્વજનો-સહિત સૌ આવ્યા. શિબિકામાંથી સૌ ઊતરીને આભૂષણો ઉતારવા લાગ્યાં. સર્વ શણગાર તજીને મુનિરાજ પાસે સૌ આવ્યા. મુનિરાજે ચાર મહાવ્રત ઉચ્ચરાવ્યાં. આઠેય મહાત્માઓ - ઉપર દેવતાએ પુષ્પવૃષ્ટિ કરી. ગુરુમહારાજે ઉદારતા સાથે વ્રતનું આરોપન કરાવ્યું અને મસ્તક ઉપર વાસક્ષેપ પ્રક્ષેપ કર્યો. ૩૧ કમળસેનાએ પણ વ્રત અંગીકાર કર્યા. સર્વ મુનિઓ નૂતનમુનિઓ સાથે વિહારની તૈયારી કરવા લાગ્યા. પરિવાર સઘળો વંદન કરીને પાછો ફર્યો. રાજા-રાણી (માત-પિતા) પણ છેલ્લું વંદન નમન દર્શન કરી પાછા ફરે છે તે વખતે સાસુ સુલસા કમળસેના સાધ્વીની સન્મુખ રહી દુઃખભર્યા હૈયે, આંસુભરી આંખે કહેવા લાગ્યાં. ૩રા રે ! વહુબેટા! તુ દેહે સુકોમળ હોવાથી પુષ્પનો ભાર પણ ઉપાડી શકે તેમ નથી. તેમ છતાં મેરુ સમાન વ્રતનો ભાર કેવી રીતે સહન કરીશ? એ ભાર કેવી રીતે વહન કરીશ? I[૩૩. વળી તું ત્રણ પક્ષે ઉજ્જવળ છે. પિતાપક્ષ, મામા પક્ષ અને શ્વસુરપક્ષ એ ત્રણે પક્ષને શોભાવ્યા છે. આ ચોથો ગુરુકુલવાસનો પક્ષ પણ તુ શોભાવીશ એવો અમને દઢ વિશ્વાસ છે. મુનિપણું પણ તને દુર્લભ લાગશે નહિ. પણ અમને તો તે નિરાશ કર્યા. નિઃસ્નેહી થઈને, મારા હાથને તરછોડીને ચાલી નીકળી. બેટા ! તારા વિના હું એકલી ઘરમાં શી રીતે જઈશ? વળી આવડા મોટા મહાલયમાં હું કેવી રીતે રહી શકીશ. ભોજન વગેરે હું એકલી શી રીતે કરીશ. ૩૪+૩પી - સુખ ભોગવવાની વેળાએ, મોહના અંધકારનાં વાદળોને ભેદી તું તો નિરાગી થઈને નીકળી ગઈ. પણ વરસે દહાડે એકવાર તો અવશ્ય સંભારજો. યાદ કરજો કે “મારે તુલસા નામે સાસુ હતાં. આવી રીતે અભાગણી સુલસા સાસુને યાદ કરશો. અમારા પ્રત્યે સ્નેહ રાખશો. સંસારમાં ફસાયેલા એવા અમારી ઉપર દયા કરજો . કોઈકવાર અમને દર્શન આપવા કૃપા કરશો. |૩૬ll હંમેશાં ક્રીડાના ઘર સમા આ વન-ઉદ્યાનમાં આપણે સૌ આવતાં અને આનંદને લૂંટતાં હતાં. આનંદ આપતું આ વન હવે ' શત્રુ સમાન થયું છે. હવે પછી કોઈ દિવસ આ વનમાં હું પગ મૂકીશ નહીં. આટલું બોલીને તેની સામું Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ધર્મિલકુમાર રાસ જ જોતી જોતી ધ્રુસકે ધ્રુસકે રડતી સુલતાને સખીઓ દિલાસો આપે છે. તે પછી સર્વ પરિવાર સાથે સુલતા તેના નગરમાં મહેલે આવી. fl૩૭થી. રત્નચૂડ વિદ્યાધર પણ પોતાના નગર તરફ ચાલ્યો ગયો. અગડદત્ત મુનિ વગેરેએ ગુરુ સાથે અન્યત્ર સ્થળે વિહાર કર્યો. સંયમયોગોને સાધતા, સકલશાસ્ત્રનો અભ્યાસ કરવા લાગ્યાં. શાસ્ત્રોનાં પારગામી થયાં. આત્મકલ્યાણની કેડીએ ચાલતાં, ગુરુની આજ્ઞા મેળવી વિહાર કરતાં આજે અત્રે અહીં આવ્યાં છીએ. If૩૮ અગડદત્ત મુનિએ આ પ્રમાણે પોતાની કથા કહી. અને કહેવા લાગ્યા. હે ગુણગંભીર ધમિલ ! આ જે તે સાંભળ્યું, તે સઘળુંયે ચરિત્ર અમારું છે. આ પ્રમાણે ત્રીજા ખંડને વિષે આઠમી ઢાળ શ્રી શુભવીરવિજયજીએ કહી. ll૩૯ો. ખંડ - ૩ઃ ઢાળ - ૮ સમાપ્ત -- દોહા :અશ્વપ્લત ઘનગર્જના, ગંગાવેલુ પ્રમાણ; જલનિધિજલ ચરિત સ્ત્રીનાં, જાણે ન જોઈ સુજાણ. //ll દેખી ચરિત આ ષમુનિ, નારીથી લહી ઉદ્વેગ; અમ ગુરુએ નામ જ દીયાં, લહીય દિશા સંવેગ રા. દઢ ધર્મ ને ધર્મરૂચિ ધર્મદાસ મુનિનામ; સુવ્રત* દઢવ્રત ધર્મપ્રિય નામ તિસ્યા પરિણામ. I/all એમ નિસુણી ધમ્મિલ કહે, સરિખો નહિ સંસાર, બહુરત્ના હિ વસુંધરા, જેમ ધનસિરિ વરનાર ૪lપરનર દ્વેષીપણે કરી, બાર વરસ રહી ગેહ, સતીયપણે જોવન વયે, ન કરયો કિણશું નેહ //પી અગડદત્ત મુનિવર વદે, કહો કોણ ઉત્તમ નાર; ધમ્મિલ કહે ભગવનું સુણો, સેવક મુખ્ય અધિકાર ll નવદીક્ષિત છ બંધુનાં નામ :- હે વત્સ ધમિલ ! કહ્યું છે કે ઘોડાનો લુત અવાજ, મેઘની ગર્જના, ગંગાનદીની રેતીનું પ્રમાણ, અને સમુદ્રનું પાણી, માપી શકાતું નથી. ગણવું હોય તો ગણી શકાતું નથી. તે જ રીતે વિચક્ષણ બુદ્ધિશાળી પણ સ્ત્રીના ચરિત્રને જાણી શકતા નથી. તેનો તાગ પામી શકતા નથી. //// તેથી નારી સ્ત્રીઓથી ઉદ્વિગ્ન પામેલા આ છએ ભ્રાતા સંસારથી વિરક્ત પામ્યા છે. વૈરાગ્ય સંવેગ પામીને, તેમણે પણ અમારા ગુરુજી પાસે સર્વવિરતિ રૂપ સંયમ ચારિત્રને ગ્રહણ કર્યું. રા અમારા ગુરુજીએ આ નવદીક્ષિત ૬એ ભાઈના નામ અનુક્રમે નામ (૧) દઢકર્મ મુનિ (૨) ધર્મરૂચિ મુનિ (૩) ધર્મદાસ મુનિ (૪) સુવ્રત મુનિ (૫) દઢવ્રત મુનિ (૬) ધર્મપ્રિય મુનિ. આ પ્રમાણે રાખ્યાં. વળી નામ પ્રમાણે તેમના પરિણામ પણ તેવા ઉચ્ચ કોટિના છે. Imall અગડદત્ત મુનિ ભગવંતની વાત સાંભળીને ધમ્મિલે કહ્યું કે “હે ભગવંત ! સંસારમાં સર્વ સ્ત્રીઓ એક સમાન હોતી નથી.” “બહુરત્ના વસુંધરા” આ પૃથ્વી માટે કહેવાય છે જેને વિષે “ધનશ્રી” જેવી શ્રેષ્ઠ સ્ત્રીઓ રહેલી છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૯ ૧૮૩ પપુરુષ ઉપર દ્વેષને ધારણ કરતી, યૌવનવય હોવા છતાં સતીપણે બાર બાર વર્ષ ઘરમાં રહી. બાર વરસ આ રીતે રહેવા છતાં, તેણીનીએ કોઈપણ સાથે સ્નેહ ધર્યો નથી. પાા ધમ્મિલની વાત સાંભળી મુનિ અગડદત્તે કહ્યું. “ધમ્મિલ ! એ કોણ ઉત્તમ સ્ત્રી છે? તે તું કહે”, ધમ્મિલ કહે છે તે ભગવંત ! આ સેવકના મુખ થકી એ અધિકાર આપ સાંભળો. //૬ll ઢાળ નવમી | (દેખો ગતિ દેવની રે..એ દેશી.). સુંદર માલવ દેશમાં રે, નયરી ઉજેણી ખાસ; જિતશત્રુ રાજા તિહાં રે, ધારિણી રાણી તાસ. સતી ગુણ સાંભલો રે...... સતી જગ મોહનવેલ..સ...એ આંકણી શેઠ કોટિ ધ્વજ તિહાં વસે રે સાગરચંદ છે નામ, સાગરવર ગંભીરતા રે, ચંદ્ર શીતલ પરિણામ...સતી.//રા ચંદ્રસિરી પ્રિયા તેહને રે, લવણિમ રૂપ નિધાન; પુત્ર સમુદ્રદત્ત શીખતો રે, સકલકલા વિજ્ઞાન...સતી..all પરિવ્રાજક. વિદ્યાનિધિ રે, ઘર પાસે મઠ તાસ, શેઠે સોંપ્યો સુત તિહાં ભણે રે, લઘુવય બુદ્ધિ પ્રકાશ..સતી. II૪ો. એક દિન ગણિતનો પાટલો રે, ઘરમાં ઠવણ પઈ. અનાચાર નિજ માયશું રે, તાપસ ગુરુ તેણે દિદ...સતી./પી મનમાં ચિતે નારીયો રે, જગમાં સર્વ કુશીલ; પાણિગ્રહણ કરી તેહશું રે, કુણ વછે ઘર લીલ.સતી.દી કૃષ્ણષિકા હરિતા શુકા રે, સઘલે વિષઈ નાર યા સા સા સા પ્રભુ કહે રે. પણ સય ભિલ્લ વિચાર સતી. એથી વિપ્ર અગ્નિયમ ભૂપતિ રે, જલધિ ઉદર ઘર નાર સર્વ સમિધ જીવ ભૂદિ રે, અશન ઘને વ્યભિચાર..સતી..ટા. એ આઠે આઠ થકી રે, નવિ પામે સંતોષ; ઇચ્છા પ્રમાણે આપીયે રે, છડે ન માગણ દોષ...સતી.il તેણે નવિ કરવો માહરે રે, આ ભવમા વિવાહ એમ પ્રતિબંધ કરી ભણે રે, પણ ભાંગે ઉત્સાહ..સતી./૧૦ના કુલશીલ વૈભવ સારસી રે, કન્યા ખોલે તાત; કુંવર કહે તવ તાતને રે, નવિ કરશો એ વાત..સતી./૧૧ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ધમિલકુમાર રાસ કેટલો કાળ ગએ થકે રે, એક દિન સાગરચંદ; સોરઠ દેશે આવીયા રે, ગિરિનગરે સહ નંદ..સતી.i૧રા. ધન સારવાહ તિહાં વસેરે, પુત્રી તસ ખાસ; રંભા લઘુ ઉંચી ગઈ રે, જો ડ ન આવે તાસ...સતી../૧all. અધર વિદ્ગમ સ્મિત ફૂલડાં રે, કુચફળ કઠિન વિશાળ; ધનસિરી નામે તેહ છે રે, જો વન રૂપ રસાલ..સતી../૧૪l. સાગરચંદ તે દેખીને રે, નિજ સુત સરખી જોડ; વણિજ કરે તસ તાતશું રે, લેહેણ દેણ લખ કોડ..સતી..૧પ. સમુદ્રદત્ત તણો કર્યો રે; ધનસિરી સાથે વિવાહ; કુંવર ન જાણે તેમ કર્યો રે, દોય જનક ઉત્સાહ સતી../૧લી. લગન દિવસ નિરધારીનેં રે, શેઠ ગયા ઉજજેણ; લગન ઉપર કહે પુત્રને રે, કારજ શીઘ તરણ..સતી.૧ણા ગિરિનગરે બહુ માલ છે રે, ધનસારથવાહ પાસ; જઈને જણશ ઈહાં લાવજો રે, વણ ન લોપશો તાસ...સતી./૧૮. સમુદ્રદત્ત સુણી નીકળ્યો , પોહોતો સસરા ગેહ; રૂપ ચતુર વર દેખીને રે, ધરતી ધનસિરી નહ..સતી./૧લી તિલક કરી બીડાં દીયાં રે, મિત્રશું મંડપ માંહી, , ધવલ મંગલ મહિલા ભણે રે, પૂછે કુંવર ગ્રહી બાંહી..સતી. એl૨ના. મિત્ર કહે તુઝ લગ્ન છે રે, પિતૃવચન સંકેત; પરણો ઈહાં રહી પાંસર્યા રે, નહિ તો થાશો ફજેત..સતી,રા સમજી વરઘોડે ચઢી રે, પરણ્યો તે તેણે ઠાય. મિત્રવર્ગ પ્રેર્યો થકો રે, વાસ ભુવનમાં જાય...સતી..રરા, કાર્ય મિષ કરી નીકળ્યો રે, સૂતો મિત્રમેં જાત; ધનસિરી મિત્રવર્ગ તજી રે, નાઠો લેઈ રાત..સતી..ર૩ll . મિત્રવર્ગ વિલખા થઈ રે, ગયા ઉજજેણી તેહ; વાત કહી તસ તાતને રે, પોહોતા સુખે નિજ ગેહ.સતી..રજા. ત્રીજે ખંડે એ કહી રે, નવમી સુંદર ઢાળ; વીર કહે શ્રોતાઘરે રે, હોજો મંગળ માળ...સતી. //રપાઈ મહાસતી ધનશ્રીની કથા - માલવ નામનો સુંદર દેશ છે. તેમાં ઉજેણી નામની સુંદર રળિયામણી નગરી છે. તે નગરીને વિશે જિતશત્રુ નામે રાજા રાજ કરે છે તે રાજાની મનર્મોહિની સતિ Page #224 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૧૮૫ ધારિણી નામે પટ્ટરાણી છે. હે ભગવંત! સતીના (ધનસિરના ગુણો જે આગળ કહેવાશે તે સતીના) ગુણો સાંભળો. સતીસ્ત્રી આ જગતને વિષે મોહનવેલ. એટલે જેના ગુણો ગાતાં કે સાંભળતાં મનને મોહ પમાડે તેવી વેલડી સરખા છે. ||૧| - ૩ : ઢાળ - ૯ આ નગરી વિષે જેની હવેલી ઉપર કોટિ ધ્વજ ફરકે છે તે હવેલી વિષે સાગરચંદ્ર નામના શેઠ રહે છે. (જેની પાસે કરોડ (ક્રોડ ક્રોડ)થી અધિક ધન હોય તેની હવેલી ઉપર કોટિધ્વજ ફરકે. લાખો ઉપર ધન હોય તો લખધ્વજ ફરકે) આ શેઠ કરોડપતિ છે એમ એ ધ્વજ ઉપરથી દૂરથી આવતાં લોકો જાણી શકતાં. શેઠનું નામ ગુણ પ્રમાણે છે સાગર જેવા ગંભીર છે અને ચંદ્ર જેવા શીતળ છે. એવા સાગરચંદ્ર નામથી સુશોભિત છે. II૨ વળી આ શેઠને રૂપના નિધાન, કે રૂપલાવણ્યથી ભરપૂર ચંદ્રશ્રી નામની પ્રાણપ્રિયા પત્ની છે. તે બંનેને સમુદ્રદત્ત નામે પુત્ર છે. જે સકલકલા વિજ્ઞાનને શીખી રહ્યો છે. IIII શેઠની હવેલીની જોડે જ (બાજુમાં) પંડિત પત્રિાજકનો મઠ છે. ત્યાં ઘણા કુલવાન, ગુણવાનના દીકરાઓ ભણતા હતા. શેઠે પણ પોતાના વ્હાલસોયા પુત્ર સમુદ્રદત્તને તે મઠમાં જ્ઞાનકળાઓ ભણવા મૂક્યો. મા સરસ્વતીની કૃપા અને પૂર્વસંચિત તીવ્ર તીક્ષ્ણ બુદ્ધિશાળી સમુદ્રદત્ત લઘુવય હોવા છતાં ઘણું સારું ભણે છે. II૪II એકદા ભણતો સમુદ્રદત્ત ગણિત શીખવા માટેનો પાટલો ઘરની અંદર વ્યવસ્થિત મૂકવા અનાયાસે પંડિતના ઘરમાં ગયો. ઘરમાં મૂકવા ગયેલા વિદ્યાર્થી સમુદ્રદત્તે ન જોવાનું દૃશ્ય જોયું. પોતાની માતા તથા તાપસગુરુ (પોતાને ભણાવતા પંડિતજી) અનાચાર સેવતા હતા. તે જોવામાં આવ્યું. ॥૫॥ તરત જ ઘરમાંથી પોતે બહાર નીકળી ગયો. મનમાં વિચારવા લાગ્યો. રે ! આ જગતમાં બધી સ્ત્રીઓ કુશીલ દેખાય છે. પંડિતજી જેવા પંડિતજીનો મારી માતા સાથે આ વ્યવહાર. અરે મારી માતા પણ કેવી ? સમૃદ્ધવાન મારા પિતા લાગણીશીલ સ્વભાવના, કેવા ગુણવાન છે ! ને મારી મા આ રીતે બીજા સાથે દુરાચાર સેવે ? તો તો આ જગતની કોઈપણ સ્ત્રી સાથે મારે પાણિગ્રહણ કરવું નથી. સંસારમાં આવી સ્ત્રીઓ સાથે કોણ લીલાલહેર ઇચ્છે ? ।।૬।। રે ! જગતમાં કાગડા બધે જ કાળા હોય છે. પોપટ બધા જ લીલા હોય છે. તેમ બધી સ્ત્રીઓ વિષયી દેખાય છે. જેમ “યા સા સા સા’ અને ૫૦૦ ભિલ્લોનો અધિકાર પ્રભુએ કહ્યો છે તેમ. “યા સા” અધિકાર કથા. આ પ્રમાણે છે. IIણા યા....સા...કથા :- ચંપાનગરીમાં એક સોની રહેતો હતો. તે ૫૦૦ કન્યાઓને પરણ્યો. સુખી સંપન્ન હતો. તેણે પોતાની પ૦૦ સ્ત્રીઓને આજ્ઞા કરી કે જેને મારી સાથે ભોગ ભોગવવા હોય, તે જ શણગાર સજે. બાકીનીએ શણગાર સજવા નહીં. કાર્ય અર્થે તે સોનીને બહારગામ જવાનું થયું. ઘ૨મા રહેલી ૫૦૦ સ્ત્રીઓએ નક્કી કર્યું કે આજ તો શણગાર સજીને ઘરમાં આપણે સૌ મજા કરીએ. ૫૦૦ સ્ત્રીઓ તૈયાર થઈ. ત્યાં તો કામ પતાવી સોની ઘેર આવી ગયો. પહેલી સ્ત્રીને શણગાર સજેલી જોઈને સોનીએ મારી નાંખી. તેણીને મારી નાંખતા સોનીને જોતાં જ તે ૪૯૯ સ્ત્રીઓએ ભેગી થઈને તેને મારી નાંખ્યો. (સોનીને મારી નાખ્યો.) પહેલી સ્ત્રી જે મરી ગઈ તે સ્ત્રી તિર્યંચ થઈ. ત્યાંથી મરીને બ્રાહ્મણી (કોઈક)ને ત્યાં પુત્રરૂપે અવતરી, સોની મટીને તિર્યંચ થયો. ત્યાંથી મરીને તે પણ આ જ બ્રાહ્મણને ત્યાં પુત્રી રૂપે થઈ. બંને ભાઈ-બેન થયાં. પુત્ર મોટો (સ્ત્રીનો જીવ) પુત્રી નાની છે. જયારે પુત્રી રડે ત્યારે તેનો ભાઈ-બ્રાહ્મણપુત્ર તેની બેનની યોનિ ઉ૫૨ હાથ મૂકે તેથી તે શાંત થઈ જાય. રડતી બંધ થાય. તેના પિતાએ એકવાર આ જોયું. જેથી તેણે પુત્રને ઘરમાંથી કાઢી મૂક્યો. જયારે આ બાજુ - ૪૯૯ સ્ત્રીઓ કાલક્રમે મરીને ચોર થયા. બ્રાહ્મણે કાઢી મૂકેલો પોતાનો પુત્ર. તે આ ૪૯૯ ચોર સાથે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ધમ્મિલકુમાર રાસ ભળી ગયો. બ્રાહ્મણપુત્રી યુવાવસ્થા પામેલી છે. એક ગામમાં લૂંટ ચલાવીને આ ચોરો બ્રાહ્મણપુત્રીને ઉઠાવી ગયા. તેની સાથે આ ૫૦૦ ચોરોએ ભોગ ભોગવ્યા. એકવાર ૫૦૦ ચોરો વિચાર કરીને કોઈ બીજી સ્ત્રીને ઉઠાવી લાવ્યા. બ્રાહ્મણપુત્રીને શોક્યની ઇર્ષા આવી. તેથી શોક્ય પુત્રીને તેણે કૂવામાં નાંખી દીધી. (બ્રાહ્મણીએ નાંખી દીધી) બ્રાહ્મણપુત્ર ઓળખી ગયો કે કૂવામાં નાંખનારી મારી બેન જ હશે. જે નાનપણથી વિષયી છે. પ્રભુને આવીને પૂછ્યું. “યા.સા...?” પ્રભુએ કહ્યું કે “સા...સા.” “ઇતિ...કથા” કહ્યું છે કે વિપ્ર (બ્રાહ્મણ), અગ્નિ, યમ, રાજા, સમુદ્ર, પેટ, ઘર અને સ્ત્રી આ આઠેને અનુક્રમે (૧) સર્વ (વસ્તુ) (૨) સમિધ (લાકડાં) (૩) જીવ (૪) ભૂમિ (૫) નદી (૬) અન્ન (૭) ધન (૮) વ્યભિચાર. આ આઠ થકી ક્યારેય સંતોષ થતો નથી. ઇચ્છા પ્રમાણે ગમે તેટલું અપાય, તો પણ તેમની માંગણ દોષ તે છોડતાં નથી. ll૮+લી તે કારણે “મારે આ ભવમાં વિવાહ (લગ્ન) કરવા નહીં.” એ પ્રમાણે મનમાં સંકલ્પ ધારણ કરીને ભણે છે. પણ હવે તેને ભણવાનો ઉત્સાહ રહ્યો નથી. ll૧ની અનુક્રમે યૌવનવય પામતાં શ્રેષ્ઠીએ પોતાના પુત્રને માટે કુળવાન-શીલવાન, વૈભવશાળી (પોતાના મોભા પ્રમાણે સામે પણ તેવો વૈભવ જોતાં) એવી યોગ્ય કન્યાની શોધ કરવા લાગ્યા. ત્યારે શ્રેષ્ઠીપુત્ર સમુદ્રદત્તે પિતાને કહ્યું કે પિતાજી ! મારા માટે આ વાત કરશો નહીં. I/૧૧ થોડો કાળ (સમય) એમ જ ચાલ્યો ગયો. એક વખત પોતાનો દીકરો સાથે છે તેવા તે સાગરચંદ્ર શ્રેષ્ઠી સોરઠદેશે ગિરિનગરીએ આવ્યા. ૧રી આ નગરમાં ધન સાર્થવાહ વસતો હતો. તેને એક પુત્રી છે. જે કેવી છે? રંભાને પોતાને લઘુતા દેખાઈ તેથી ઊંચી ગઈ ન હોય, તેમ તેની જોડ જગતમાં મળે તેમ નથી. અર્થાતુ રંભાથી પણ અધિક રૂપાળી હતી. ૧૩ ' તે કન્યાના હોઠ પરવાલા જેવા હતા. હસે છે તો ફૂલડા વેરાય છે. તેને કઠિન અને વિશાળ બે સ્તન રહેલા છે. યૌવનરૂપ જેનું ખીલી રહ્યું છે તેવી તે કન્યાનું નામ ધનશ્રી છે. //૧૪ સાગરચંદ્ર શ્રેષ્ઠીએ તે કન્યાને જોઈ. મનમાં વિચારવા લાગ્યો. આ કન્યા મારા પુત્રને યોગ્ય છે. જો મારા પુત્ર સાથે આ કન્યાનો વિવાહ થાય તો સરખી જોડી જામે. આવું વિચારી ધન સાર્થવાહની સાથે લાખો કરોડોનો લેવડદેવડ વેપાર કરે છે. ll૧પી. ધંધાર્થે બંનેની પરમચૈત્રી થઈ. સાગરચંદ્ર એકવાર તક મળતાં ધન સાર્થવાહને કહ્યું કે “જો તમારી પુત્રી, મારા પુત્રને, આપો તો આપણી મિત્રતા દેઢ બને. ધન સાર્થવાહી વાત સ્વીકારી. શ્રેષ્ઠીપુત્ર ન જાણે એટલે સમુદ્રદત્તને જાણ ન થાય તે રીતે બંને શ્રેષ્ઠીએ મળી ધનશ્રીનો વિવાહ, સમુદ્રદત્ત સાથે ઉત્સાહપૂર્વક નક્કી કર્યો. ત્યાર પછી ત્યાં જ લગ્નનો દિવસ પણ નક્કી કરી લીધો. સાગરચંદ્ર પુત્રને લઈને પોતાની નગરી ઉજજૈનીમાં પાછા ફર્યા. આવી પણ ગયા. લગ્નદિન નજીક આવ્યો ત્યારે પિતાએ પુત્રને કહ્યું. “દીકરા ! કામ એવું આવી પડ્યું છે કે જે જલ્દી કરવા યોગ્ય છે. I/૧૭ી ગિરિનગરની અંદર, ધન સાર્થવાહ પાસે ઘણો માલ આવ્યો છે. અને પોતાની પાસે પણ ઘણો. છે. ત્યા જલદી જવાની જરૂર છે અને જે વસ્તુ તમને આપે તે સંભાળીને અહીંયાં લઈ આવો. તેનાં વચનને લોપશો નહીં. અનાદર કરશો નહીં. ૧૮ પિતાની વાત સાંભળી, વચન સ્વીકારી, સમુદ્રદત્તા તૈયાર થઈ, પિતાએ આપેલાં બીજા ઘણા રસાળા સાથે ગિરિનગરે ધન સાર્થવાહને ત્યાં પહોંચ્યો. સમુદ્રદત્તને તો કશી જ ખબર નથી. ધનશ્રીને પણ પછી ખબર પડી. ધનશ્રી પોતાનું જીવન જેને સમર્પિત Page #226 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૧૦ ૧૮૭ કરવાનું છે તેવા વરને જોઈ આનંદ પામી. અતિશય સુંદર છે. વેપારમાં હોંશિયાર ઘણા છે. શુભમુહૂર્ત બંનેને તિલક કર્યા. મંડપમાં બેઠેલા મિત્રોને તથા સ્વજનોને પાનબીડાં આપ્યાં. લજ્જાળુ સમુદ્રદત્ત આ બધું જોતાં આશ્ચર્ય પામ્યો. વળી કંઈપણ બોલી શકતો નથી. નગરની સ્ત્રીઓ શેરીઓની સ્ત્રીઓ ધવલ મંગળગીતો ગાઈ રહી છે. ત્યારે મિત્રનો હાથ પકડીને (ધીમેથી) કુંવર પૂછે છે “ભાઈ ! અહીં આ બધું શું છે ? ૧૯ /૨૦ના સમુદ્રદત્તનાં લગ્ન :- મિત્ર કહેવા લાગ્યો કે પિતાનાં વચનોને સંકેતથી અહીં તારાં લગ્ન ગોઠવાયાં છે. તો હવે લગ્ન કરી લ્યો. હવે “હા” કે “ના” કહેવાનો કોઈ અવસર દેખાતો નથી. માટે સીધા રહીને સીધે સીધા લગ્ન કરી લેવામાં સાર દેખાય છે. જો આઘાપાછા થયા તો જગતમાં ફજેત થશો. માટે હવે પરણી લેવાનું છે. ૨૧ સમુદ્રદત્તે સમય ઓળખી લીધો. સમજીને વરરાજાનો સ્વાંગ સજીને વરઘોડે ચડ્યો. કરવા યોગ્ય કરણી કરીને લગ્નની વિધિમાં જોડાઈને તેણે લગ્ન કર્યા. પરણી ગયો. રાત પડવા આવી. મિત્રવર્ગની પ્રેરણાથી તે સમુદ્રદત્ત (પત્ની નવી જયાં હતી ત્યાં) વાસભુવનમાં ગયો. ૨રી ત્યાં મનમાં તો ઘમસાણ ઘણું થઈ ગયું. થોડો સમય વીત્યો હશે. ત્યાં તેણે કહ્યું કે “મારે થોડું કામ છે.” એ પ્રમાણે ધનશ્રીને કહીને બહાર નીકળ્યો. મિત્રવર્ગ જયાં હતો ત્યાં પહોંચી ગયો. ત્યાં જઈને સૂઈ ગયો. રાત્રિ જામી છે. તે તો જાગતો જ હતો. વિચારોના વમળોમાં વીંટળાયેલો. ઉંઘ આવે ખરી ? તકની રાહ જોતો હતો. સૌ ઘસઘસાટ ઊંઘી ગયા છે જાણી લીધું. મનમાં વિચાર્યું. ભાગી નીકળવું...ભાગી જવું. ને ખરેખર વિચાર અમલમાં મૂક્યો. મિત્રવર્ગનો તથા ધનશ્રીનો ત્યાગ કરીને સમુદ્રદત્ત મૂઠી વાળીને નાઠો. ૨૩ પ્રભાત થતાં સુધીમાં ન આવ્યો. તેથી ધનશ્રી પણ ચિંતામાં પડી. બધાને ખબર પડી ગઈ. મિત્રવર્ગ પણ વિલખો થઈ ગયો. તે સૌ ઉજ્જૈણી નગરી પહોંચી ગયા. તેના પિતાને બનેલી બીના કહી અને સૌ પોતપોતાના સ્થાનકે સુખે ચાલ્યા ગયા. પોતાના ઘેર ગયા. ૨૪ ત્રીજા ખંડને વિષે સુંદર મજાની આ ઢાળ નવમી કર્તાપુરુષે કહી. કે જે સાંભળનારને ઘેર હંમેશાં મંગળની માળા પ્રાપ્ત થાઓ. l/૨પ ખંડ - ૩: ઢાળ - ૯ સમાપ્ત -: દોહા :સાગરચંદ સુણી કરી, ગિરિનગર ઉદાસ; ધન સારથવાહને મળી, કરત ગવેષણ તાસ /૧ ગામ ગામ બેહુ જણ ભમ્યા, નર પણ ભ્રમણ કરાય; પણ સુત શુદ્ધિ લડી નહી, પાછા ગિરિપુર જાય. //રા દીન મુખે દિન કેટલા, વસીયા પુત્ર વશેણ; સારથવાહને કહી કરી, આવ્યા નયર ઉજેણ. III ફરતો દેશ વિદેશમેં, સમુદ્રદત્ત કુમાર; વળી ધનસિરી ઘરમાં રહી. સુણજો તસ અધિકાર. Aજો. મિત્રવર્ગ પાસેથી પુત્રની વાત સાંભળી પિતા દુઃખી થયા. વળી દીકરાની શોધ કરવા સાગરચંદ્ર શ્રેષ્ઠી ગિરિનગરી પહોંચ્યા. ત્યાં વેવાઈને ઘેર (ધન સાર્થવાહ જે ધનશ્રીના પિતા) જઈને, મળીને • Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ધમિલકુમાર રાસ - - ઉદાસચિત્તવાળા શેઠ દીકરાની તપાસ કરવા લાગ્યા. તેના બંને શ્રેષ્ઠી (બંને વેવાઈ થયાને) સાગરચંદ્ર તથા ધન સાર્થવાહ ગામોગામ ભમ્યા. બીજા માણસો પાસે ઘણી તપાસ કરાવી છતાં પુત્રની ક્યાંયે ભાળ ન મળી. ખૂણેખાંચરે ઘણું જોવાં છતાં ક્યાંયે પુત્રની શુદ્ધિ ન મળી. બંને ગિરિનગરે પાછા આવ્યા. //રા પુત્રના વિરહમાં દીનમુખે કેટલાય દિવસો પુત્રની શોધમાં ગિરિનગરમાં પસાર થયા. છેવટે ધન સાર્થવાહને કહી, સાગરચંદ્ર શ્રેષ્ઠી ઉજૈણી નગરીએ પોતાના ઘેર પાછા આવ્યા. I all આ બાજુ સમુદ્રદત્ત દેશવિદેશ ફરી રહ્યો છે. જ્યારે ધનશ્રી પિતાને ઘરે રહી છે. હવે આગળ શું અધિકાર આવે છે તે સાંભળો. II૪ ઢાળ દશમી (સખરે મેં સખરી કોણ, જગતકી મોહની..એ દેશી) સુનીયે મુનીશ્વર બાત કે, ધનસિરી યા સતી. ધનસિરી યા સતી; સારી આલમમેં સા સમ રૂપ કે, રંભા ન આવતી. રંભા ન આવતી. મેરે લાલ રંભા મુનિરાજ રંભા સહી રે ચિલાતી સુણો તેરે. ખાવન કિહાં ગયે, ખાવન. મેરે પ્રિતમ બિન દુનિયામેં, ખલક ખાલી ભયે, મેરે લાલ.. ખલક/lll બોલે ચિલાતી ગલકુ, પકડકે વિવાહ કીયા, પકડ. મેંને ખીચ પકાઈ. એક દાના ચાંપી લીયા...એક. ઓરત છોર વદન, છુપાઈ દૂરે ભયા..છુપાઈ. તેરી જુલમ જવાની દિવાની, જલા કર ઓ ગયા...જલા.. જલા //રા નામરદ હોત તજે પરણીને બુરા કીયા...પરણી. રાત લે કર નાગા ભાગા, બુરેસે બુરા કીયા...બુ. કુલવંતી ઘર હોત, પતિ સહ ખેલણા;...પતિ. નહી તો ગુરૂપાસ પઢો, ન કીસીસે બોલના..ન.. સુનીય સતી શીલવંતી, પઢત ગુરૂ કે મુખે...પઢત. બાર વર્ષ ગયે નર ખેદ, ધર્મ કરતી સુખે...ધર્મ. સમુદ્રદત્ત ગિરિપુર, બન આયા ફૂડસે...બન. ધરી કાપડી વેશ બડા નખ. કેશ કુમંડશે, કેશ.... ધન સાર્થવાહ નિજ બાગ. મેં દેખી વંદને....મેં. તરૂઆલ વાલ રખવાલ, રહું શું બોલતે,..રહું. શેઠ કહે ક્યા દેવે, હમેં તમ નોકરી....હમુ વદ સાવિનયંધર નામ, હમું ઉદરંભરી. હમું.../પી Page #228 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩: ઢાળ - ૧૦ નોકરી દેખ પીછે, હમકું કરના ખુશી.. હમકું. સુની સેઠ કે દિલમેં બાત, સબી રૂડી બસી,...સબી. વિજ્ઞાની દિન થોરેમેં, બાગ ખીલાવતે...બા. હુઆ શેઠ બડા હશિયાર. નિઘા જબ દેખતે...નિ..........॥ વિદ્યા અતિશયવંત, પીછાણેગો ભૂપતિ,.પી. તવલો જાયગો દરબાર, શેઠ મન ધ્યાવતી,...શેઠ. વજ્રયુગલ દેઈ તાસ, નિજ ઘર લે ગયા;...નિજ. આબરૂસે વિનયંધર, ભંડારી કીયા...ભું. ઘર પરિજનકું સુનાવત, એ દેવે તીઠે ...એ વિનયંઘર હુકમે સુખભર, તુમ લેનાં તિકે,....તુમ. યા રીત ૨હેત હૈ મંદિર, મેં વિશ્વાસ જયું...મેં. ધનસિરીકો વિનય વિનયંધર. કરતે દાસ યું...કરતે.......l ધનસિ૨ીકું વિશ્વાસ ભયા બહુને હસે,..ભયા. એણે અવસર મંડિર નામે, તલાર ઉહાં બસે;...ત. ધનસિ૨ી સહીયર સાથકે. ગોખમેં આવતી...ગો. લેત વિનયંધર તંબોલ, દિયા મુખ ચાવતી...દિ........લી મુખરસ ભરી પિચકારીયાં, ડારત ખાવતૅ;...ડા. મંડિર શીરે છટકાવ, લગાત લજાવતે,...લ. ઉંચે બદન નિષા કર, દેખત સુંદરી...દે. લગા પ્રેમસે અંતરઘાય, ખરા રહ્યા દો ધરી...ખરા.. ઠંડીર કહે સુણ સુંદરી, પિયુ વિણ ક્યું રહે...પિ. તેરો જોબન હો વનફૂલ, વિજોગે ક્યું દહે...વિજોગે. મુખ તંબોલસે, પ્રેમ રસે, હમેં ભીંજીયે,..હમેં તેરે લોચનકે લટકે રે, હમ દિલ રીઝીએ..હમ........||૧૧|| હમ ઉત્સંગે રંગે, ૨મો એક બેરિયાં...૨મો. ..lloll ..॥૧૦॥ હમ હૂકમી સંગત હોત. કરત કોણ ટેરિયાં...કરત. જેણે ખેલાયા સાપ, વિસે ક્યું ડરે...વિ. જેણે ખાયા. વચ્છનાગ, ધંતુરે ક્યા મરે...વં........૧૨॥ રાંકસે પ્રીત બનાઈ, સો ભાગા રાતમેં;...સો. મે૨ા જાન લગા તેરી સાથ, હેંગી નિરાતમેં,...૨. ૧૮૯ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ધમિલકુમાર રાસ આવલ ફૂલ હજાર, ચંપકી એક કલી;.... ચં. મૂરખ નરસેં જન્મારા, ચતરકી એક ઘડી...ચ............/૧all બોલી સતી સન હો, શેહરકા કોટવાલીયા;...શે. ઉન્મત્ત વદે વગડે, જયુ ઢોર ગોવાલીયા...જય. પિયુજી ચલે પરદેશમેં, દિલસે ન વેગળી,...દિલ. તેરી અમ્મા; જા કર પૂછ, પતિ બીન એકલી...પતિ......../૧૪ વિરહે દહી તોરી માયક, અંકે ખેલાવણી...અંકે. જેણે બાલમે ગોદ રમાયા, જી કારણ ધાવણા; જી. કેસરી કંતકે આગે, સબે હરણાંવલી,...સબ. તેરે સરીખે ગુલામ, મેરે ઘર કરતા નોકરી,...મે.......૧૫ સોય વડે કટુ બોલે, મરેંગી છોકરી... કહે સા સતી આગલ, છાગલ, ભૂપને કેસરી ભૂ. યું નિસુણી કોટવાલ, ગયો ઘર ચિતવે,...ગ. કરી નેહ સતીકો શીલ, ચૂકાવું હું હવે...ચૂં. ../૧ell. ગેહ બોલાઈ વિનયંધર કું, દોસ્તી કીયો..દો. એક દિન બોલા કર પાઉં, પરિ સન માનીયો;...૫. ધનસિરી સાથ હમેરા, મિલાવા તુમ કરો...મિ. કહે સો ઉનકે સમજાઉં, માનેગી તો ખરો...મા.../૧ણા આઈ વિનયંધર બાત, સતીકું સુણાવીયાં,.સ. બોલી સા એસી બાત કરેંગા તો, ખાયેગા ગાલીયાં...ખા.' લાંચ પરાઈ ખાવત, વિગુ તુંહી બાવળા...ધિ. મેરા કંત વિના સારી આલમ, સર્વ સહોદરા...સ. .ll૧૮ll સુણીય વિનયંધર બોલે, હમુ તકશિર પરી;...હમુ. પૂછે દિન દુજે તલાર, હુઈ ક્યા પાંસરી,... હુઈ. વિનય વદે સવિ ધીરે, બનેંગી વારતા,...બ. ઘર આઈ બદન ચઢાઈ, રહો ધરી મૌનતા...૨...... II૧૯ દેખી લહી ચિત્તભાવ, કહે સા કૂડમેં...કહે. તુઝે મળીયા દુર્જન, ઠંડીર સાથે ક્યુ રમે...ડં. તીજે દિન ફેર યાહી, રીત વિનયંધરા,...રી. . કહે સા મોય ઠંડીર, દામ દીયેગા કેતરા...દા.........ારવા Page #230 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૧૦ લાખ લેઈ ઉસે લાઓ, અશોકવને નિશિ;...અ. તવ હરખ્યો. વિનય ઠંડીકું જાય કરે ખુશી...જા. આયે તલાર અશોક, વાડીમેં એકલે...વા. તવ ધનસિરી સયા સાજ, ઊહાં એક મોકલે...........॥૨૧॥ ગુપ્ત સિપાઈ છુપાઈ, ખડ્ગ સા ગઈ વને...ખ. મદિરા દેત કીધ અચેત, સુભટ ખડ્ગ હણે,...સુ. બોલે સતી નીચ સંગી, વિનયશિરસંહરૂ...વિ. સૌ પી કંપત બોલે એસા ફે૨, કામ મેં નહીં કરું.........૨૨ સતીકે હુકમ વિનયે જઈ, નાખીયો કૂપમેં...ના. જાણી ના૨ી સતીકી જાત, ભરાણી રૂપમે,...ભ. એક દિન પૂછે વિનંયધર, કાહા તુમ સાસરા...કા. સતીએ સબી વાત સુણાઈ, હુઆ નેહે ભરા,...હું. વિનય વદે તુમ પિયુસે, મેલાવા મેં કરું...મેં. સતી બોલે દેઉ સિરપાવ, બધારૂંગી આબરૂ...બ. તવ મૂલરૂપ ધરી જઈ, માતપિતા મળે...મા સાસુ સસરો વધાઈ સાથકે, આણુ મોકલે............ll ૨૪ બેટી સહિત સથ્થવાહ, ઉજેણી આવીયા,...ઉ. બડે ઓચ્છવસે ફેર દોનું, ઉહાં પરણાવીયાં;...ઉહાં. દંપત્તી વાસભવન સુખ, વિલસે વિનયંધરકો શિરપાવ, તે માંગે સા કહે તુમ ક્યું માગો, વિનયકું પિછાણીએ;...વિ. સમુદ્રદત્ત કહે સોય, અમો એક જાણીએ...અ. પ્રેમવતી પ્રિયા પ્રીત; બની ક્ષીરનીર સે...બ. ખંડ ત્રીજે દશમી ઢાળ, બની શુભવીરસ...બ... નેહશું....વિ. તેહશું...તે........૨૫ ...॥૨૬॥ મ્મિલ કહે છે હે મુનિરાજ ! જે ધનશ્રી સતી છે. તેની વાત તમે સાંભળો. ધનશ્રીના રૂપ જેવું રૂપ આ જગતમાં મેં બીજે ક્યાયે જોયું નથી. એટલી તે રૂપવાન છે. દેવલોકની રંભા પણ તેની તોલે ન આવે. તે આ ધનસ્ત્રી પોતાની દાસીને કહે છે. રે ! સખી ! સાંભળ ! તારા બનેવી પ્રથમ મિલનની ઘડીએ હમણાં આવું છું કહીને ક્યાં ચાલ્યા ગયા ? તે મારા પ્રીતમ વિના આખી દુનિયા મને ખાલી ભાસે છે. ।।૧।। ધનશ્રીની વાત સાંભળી સખી કહે છે રે ! સખી ! તે પરદેશીને હાથ પકડીને (જકડીને) લગ્ન (વિવાહ) કરવા બેસાડ્યો હતો. તે મને ખબર છે. જો ખીચડી રાંધીને, તેનો એક દાણો દબાવવાથી ..॥૨૩॥ ૧૯૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ધમિલકુમાર રાસ જે ખીચડીની ખબર પડે કે કાચી છે કે ચડી ગઈ છે. તેમ આ પરૂણાની મને પહેલેથી જ ખાત્રી થયેલી છે. લગ્નચોરીમાં પકડીને બેસાડ્યો. જે સ્ત્રી છોડીને, મોઢું છૂપાવીને, દૂર દૂર ભાગી ગયો. બેન ! તારી ઊછળતી આ યુવાનીને દિવાની બનાવી, સળગતી મૂકી, ચાલી ગયો. /રા નામરદ (મરદમાં નહીં – મર્દાનગી નથી જેનામાં એવો તે) એવા તેણે, તને પરણીને ઘણું ખરાબ કર્યું. ભૂરું કર્યું. વળી. નાગો એવો તે. (લાયકાત વગરનો) રાતોરાત તને છોડીને ભાગી ગયો. તેથી ભૂંડામાં વધારે ભૂંડું કર્યું. હે કુલવંતી ! પોતાના ઘરે પતિ હોય તો તેની સાથે ખેલતી હોત. અથવા પતિ સાથે હસતી ખેલતી હોત. પણ હવે તે તો નથી. તો શું કરીશ? સખી કહે છે કે ગુરુ પાસે ભણો ! પ્રયોજન વિના બીજા કોઈ સાથે વાતમાં ભાગ લેવો નહિ. અર્થાત્ જયાં ત્યાં જેની તેની સાથે સંબંધ રાખવો નહીં. Iી સખીની વાત ધનશ્રીને ગમી. અને તે પ્રમાણે હવે ગુરુજી પાસે (ત્યાં બિરાજમાન હતા તે) ભણવા લાગી. આડાઅવળા સંબંધોને તિલાંજલી આપી. ક્યારેક એકલી પડી જાય. ત્યારે પ્રીતમની યાદ આવી જાય. આંખેથી વરસાદ વહાવી દેતી. જે કોઈને જાણ થતી નહોતી. પોતાના સ્વામીનો ખેદ કરવાનો પણ મૂકી દીધો. તે વાતને બાર બાર વર્ષનાં વહાણાં વહી ગયાં. ધનશ્રીએ પોતાના આત્માને ધર્મ તરફ ઢાળ્યો. પિતાને ઘેર રહેલી છે. જ્યારે સમુદ્રદત્ત ક્યાંથી ફરતો ફરતો ગિરિનગરીમાં આવી ચડ્યો. કોણ ઓળખે ? છતાં પોતે કાપડીનો વેષ ધારણ કર્યો છે. નખ વધારીને મોટા બનાવ્યા છે ને નટના જેવા ઊડતા ને આડાઅવળા વાળ રહેલા છે. ||જા. સમુદ્રદત્તનો વેશપલટો - ધનસાર્થવાહ શ્રેષ્ઠીનો સુંદર મઝાનો બગીચો છે. કાપડી નગરમાં ફરતો તે બાગમાં જઈ પહોંચ્યો. શ્રેષ્ઠી પોતે બાગમાં ફરતા હતા. તેમને જોઈને કાપડીના વેષમાં સમુદ્રદત્તે પૂછ્યું...શેઠજી ! આ તમારા બાગમાં રહેલાં વૃક્ષોના રખવાળ તરીકે રહું. વૃક્ષોની બરાબર રખવાળી કરીશ. શેઠ કહે - હા ! નોકરી તમે કરો. પણ બદલામાં (પગાર પેટે) શું લેશો ? કાપડી કહે. શેઠજી ! જુઓ ! મારું નામ વિનયંધર છે અને મને હમણાં પેટપૂરતું ખાવા જેટલું આપજો . ./પી. હમણાં એટલું આપો. પછી નોકરીમાં મારું કામ તમે જોજો. મારું કામ જોઈને ખુશી થાય તો તે રીતે વધારે આપશો. શેઠને આ વાત બરાબર મગજમાં બેસી ગઈ. દિલમાં રૂચી ગઈ. કાપડીની હોંશિયારીથી બગીચાનું કામ લીધું. થોડા દિવસમાં બાગ સુંદર અને વળી વધારે મઝાનો ખીલી ઊઠ્યો. શેઠને પણ આ વિનયંધરનું કામ જોઈને તે વધુ ને વધુ નજરમાં આવી વસ્યો. //દી : તે (શેઠ) સમજી ગયા છે કે આ ઘણો હોંશિયાર અને વિદ્યાવાળો છે. નગરના રાજાને જાણ થશે કે શેઠને ત્યાં કોઈક વિદ્યાવંત માળી તરીકે રહેલો છે, તો અવશ્ય બોલાવી લેશે અને પોતાના દરબારમાં નોકરીએ રાખી લેશે. આ વિચાર આવતાં વિનયંધરને સુંદર વસ્ત્રયુગલ (બે જોડ) આપ્યાં. પ્રસન્ન થઈને શેઠ પોતાના ઘરે જ વિનયંધરને લઈ ગયો. તેની ઘણી ખાનદાની જોઈને શેઠે પોતાનો ભંડારી બનાવી દીધો ભંડારનું ધ્યાન રાખવા માટે. Iણી ત્યારપછી શેઠે ઘરના સર્વ પરિજનોને કહી દીધું. “આ વિનયંધર ભંડારમાંથી બધુ આપશે. સૌએ તેની પાસે માંગવું. એની જે કંઈ વાત હોય તે માન્ય રાખવી. હુકમ જે કરે તે પ્રમાણે સૌએ કરવું. જે જોઈએ તે સુખભર તેની પાસેથી મેળવી લેવું. વિનયંધર પણ વફાદારીથી કામ નોકરી બજાવે છે જે કારણે પરિજનોનો સંપૂર્ણ વિશ્વાસુ બની ગયો અને શેઠની દીકરી ધનશ્રીનો વિનય પણ ઘણો સારી રીતે તે વિનયંધર કરે છે. તેના દાસની જેમ બધી આજ્ઞા ઉઠાવે છે. ll ધનશ્રીને પણ વિનયંધર ઉપર ઘણો વિશ્વાસ છે. તેથી કરીને વિનયંધર ઉપર સ્નેહ પણ ઘણો રહેલો છે. આ નગરમા ડિડિર નામે કોટવાળ હતો. જે નગરમાં રખોપું કરતો સારાયે નગરની ગલીઓ વગેરેમાં Page #232 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩: ઢાળ - ૧૦ ૧૯૩ ફરતો રહેતો હતો. એકવાર ધનશ્રી સહિયરની સાથે ગવાક્ષ-ગોખમાં બેઠી નગરને જોતી હતી. ત્યાં વિનયંધરે આવીને તંબોલ આપ્યું. નિયમિત તંબોલ વિનયંધર લઈ આવતો. અને ધનશ્રીને આપતો. જે હંમેશાં તે તંબોળ (પાન)ને ખાતી હતી. આ વખતે પણ તે તંબોળ લઈને ધનશ્રી મુખમાં લઈને ચાવતી હતી. IIો તંબોલ ચાવતાં મુખમાં તેનો રસ એકઠો થવાથી તે ગવાક્ષ થકી નીચે માર્ગમાં પિચકારી મારી, તે જ વખતે તે ડિડિર કોટવાળ ત્યાંથી પસાર થયો. જે રસભરી પિચકારી તેના ઉપર પડી. તે પડતી પિચકારી જોતાં ધનશ્રી લજ્જાને પામી. કોટવાળે ઊંચું જોયું. તો રૂપવાન સુંદરી જોઈ. તેના અંતરમાં ધનશ્રી પ્રત્યે પ્રેમનો ઘા લાગ્યો. બે ઘડી સ્તબ્ધ થઈને ત્યાં ઊંચું જોતાં જોતાં ઊભો જ રહી ગયો. //૧૦ની - ધનશ્રીની કસોટી - કોટવાળ પછી બોલ્યો. “સુંદરી !” “પિયુ વિના તું શા માટે રહે છે.” આ તારું યૌવન વનના ફૂલ જેવું રહેલું છે. તો વિયોગની અંદર શા માટે બાળે છે. તારાં મુખમાં રહેલ તંબોલનો રસ તો મારા હૃદયનો પ્રેમરસ છે. તેનાથી હું ભીંજાયો છું. આ તારા લોચનના લટકાથી મારું દિલ રીઝયું છે. ||૧૧|| હે સુંદરી ! એકવાર તો મારા ખોળામાં તું રંગથી રમ ! તને પણ મઝા આવશે. એકવાર મારી સાથે તું જો સંગ કરીશ, તો તને કોઈ હેરાન કરનાર નથી. કેમ કે નગરમાં મારી આજ્ઞામાં લોક રહેલા છે. વળી સાંભળ! “જેણે સાપ ખેલાવ્યો હોય, એટલે જે સાપની સાથે રમ્યા હોય તે કોઈ દિ વીંછીથી ડરે. ખરા ! વળી જેણે વચ્છનાગ (આ નામનું ઝેર રહેલું છે) ને ખાઈ જાણ્યું હોય તે કદી ધતૂરાથી મરે ખરું? ન જ મરે. /૧રા વળી તે જે રાંકડાની સાથે પ્રીત કરી હતી, તે તો કેવો નમાલો! તને છોડીને તે જ રાત્રિએ ભાગી : ગયો અને મારો જીવ તારી સાથે લાગ્યો છે. તેને મેળવવા તલપાપડ છે. તેથી તું મારો સંગ કર. હું તારા સંગને ચાહું છું. મારા સંગે તું નિરાંતે રહીશ. આવળનાં હજારો ફલ સામે ચંપાની એક કળીની જેમ મૂખની સાથેનો સંગ આખો જન્મારો કાઢવા કરતાં ચતુરની સાથે એક ઘડી પસાર કરેલી ચડી જાય છે. તને છોડી જનારો તે આવળના ફૂલ સરખો છે. જયારે હું ચંપાની કળી જેવો છે. ll૧all કોટવાળની મેલી મુરાદની વાત સાંભળી, સતી બોલી. રે ! મૂર્ખના સરદાર સાંભળ ! અરે કોટવાળિયા શહેરના જરા સાંભળ ! વનવગડાની અંદર ઢોરો ચરાવતા ગોવાળિયાની જેમ ઉન્મત્ત થઈને 'તું શું બોલે છે. મારો પ્રીતમ...પરદેશ ભલેને ગયો...પણ તે મારા દિલથી જરાયે વેગળો નથી. “પતિ વિના એકલી કેવી રીતે રહે છે ?” તું એ મને પૂછે છે. જા ! જા ! ઘેર જઈને તારી માને પૂછે !” મને નહીં પૂછતો. ૧૪ જેણે તને બાળપણમાં ખોળામાં રમાડ્યો. વળી જીવાડવા માટે ધાવણ આપ્યું. એવી તારી માતાને પૂછ. વળી તારાં બાપના વિયોગે બળતી તારી માને ખોળામાં બેસાડીને ખેલાવજે. સિંહ જેવા મારા પતિની આગળ તો તું હરણિયા જેવો છે. રે ! તારા જેવા ગુલામ તો મારા ઘરે કેટલાયે નોકરો નોકરી કરે છે. //૧૫ll સતીની વાત સાંભળી કોટવાળ બોલ્યો. રે છોકરી ! આવું કર્ક, કડવાં, કોયાં જેવાં વચનો બોલીશ મા ! જો બોલીશ તો મરીશ. ત્યારે તેણીએ કહ્યું કે સતીની આગળ તો રાજા કે સિંહ બધા બોકડા જેવા છે. વાત સાંભળતાં સાંભળતાં કોટવાળ ત્યાંથી ચાલ્યો ગયો. ઘેર પહોંચ્યો. વિચારે છે. “રે ! આ છોકરીની સાથે સ્નેહ કરીને હું તેને શીલથી ચૂકવીશ. શીલભ્રષ્ટ કરાવીશ.” ૧૬વિનયંધરને જ સાધુ વિચારીને કોટવાળે પોતાના ઘેર તેને બોલાવ્યો. સારી સારી આગતા સ્વાગતા કરીને મિત્રતા બાંધી. * દરરોજ ભેગા થાય. તેથી મિત્રતા વધી. એક વખત કોટવાળ વિનયંધરને ઘેર બોલાવી લાવ્યો. હાથ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ધમ્પિલકુમાર રાસ જોડીને પગમાં પડ્યો. ને કહેવા લાગ્યો. હે મિત્ર? મારી વાત સાંભળ ! આજીજી કરતાં કહે છે કે મને ધનશ્રી સાથે મેળાપ કરાવી આપ. તારો ઉપકાર નહીં ભૂલું. વિનયંધર કહે. રે મિત્ર ! હું તેને વાત કરીશ. સમજાવીશ. માને તો ભલે. બાકી હું તો તેના ઘરનો એક નોકર છું. મારું શું ચાલે ? II૧ી વિનયંધરે આવીને ડિડિર કોટવાળની વાત ધનશ્રીને કહી. તે વાત સાંભળી તે બોલી. “રે ! નમાલા ! બાયલા ! પારકી લાંચ ખાનારા! આવી વાત જો કરીશ તો મારી ગાળો ખાઈશ. તું ગાળો ખાશે અને તે પણ ખાશે. લાંચ ખાધી લાગે છે. રે ! તને ધિક્કાર છે. મારા કંત વિના આ દુનિયામાં જેટલા પુરુષો છે તે સઘળાયે મારે મન બાંધવો છે. મારાથી મોટા હોય તે પિતા તુલ્ય છે. ll૧૮ સતીની વાત સાંભળી, વિનયંધર કહે છે રે બાઈ ! મેં વાત કરી. તમને સુખી કરવા. તક આપી. તો તમે તો મારે જ માથે પડ્યાં. બીજે દિવસે તલારે પૂછ્યું. “મિત્ર ! મારી વાત તે તે સ્ત્રીને કરી ? શું તેણે મારી વાત માની? શું તે પાંશરી થઈ ? (સીધી વાત માની ગઈ ?) ત્યારે વિનયંધરે કહ્યું..... મિત્રો ! ઉતાવળે આંબા ન પાકે. બધી વાત ધીમે ધીમે થશે. ઉતાવળો ન થા ! ધીરજ ધરવી પડશે. ધીરજનાં ફળ મીઠાં...વિનયંધર ઘેર આવ્યો. ને મોઢું ચઢાવી દીધું. ધનશ્રી સમજી ગઈ કે હવે આ તો પેલા કોટવાળના સંગે ચડ્યો લાગે છે. આજે બોલતો પણ નથી. ઠીક ! છતાં તેણીએ બોલાવીને કહ્યું. રે ! તને મિત્ર સારો મળ્યો છે. ખોટા માર્ગે ચડાવે છે. તે દુર્જન છે. તું પણ...! આ કોટવાળનો સંગ શા માટે કરે છે? છતાં તેને કંઈ અસર ન થઈ. ત્રીજે દિવસે પણ વિનયંધરે મૌન ધારણ કર્યું. હવે ધનશ્રી તેનું આવું વર્તન જોઈને નાસીપાસ થઈ. તે બોલતો નથી. તે ધનશ્રીને ગમતું નથી. તેથી તેણે કહ્યું કે “તારો તે મિત્ર કોટવાળ મને કેટલી સોનામહોર આપશે ?” રવા વળી કહે છે કે જો તારો મિત્ર એક લાખ સોનામહોર લઈને અશોકવનમાં રાત્રિએ આવે તો હું તેને મળીશ. જા તું તેને કહેજે. અને લઈ આવજે. જયાં ધનશ્રી આટલું બોલી તો વિનયંધર ઘણો હર્ષ પામ્યો. અને કોટવાળ પાસે પહોંચી ગયો. કોટવાળને ખુશીના સમાચાર આપ્યા. હવે કોટવાળ એક લાખ સોનામહોર લઈને તે જ રાત્રિને વિશે પોતે એકલો જવા નીકળ્યો. પહોંચી પણ ગયો. જ્યારે ધનશ્રી પણ શણગાર સજીને તૈયાર થઈને ત્યાં આવી. ત્યાં આગળ પોતે એક સિપાઈને તૈયાર કરીને પોતે જતાં પહેલાં અગાઉ મોકલી દીધો હતો. રવો એ સુભટ સૈનિકના હાથમાં ખડ્ઝ આપ્યું હતું. તે સુભટ તે રાત્રિને વિષે છુપાઈને રહેલો હતો. ધનશ્રી તૈયાર થઈને ત્યાં પહોંચી. તલાર રાહ જોઈને ઊભો છે. મીઠી મીઠી વાતો કહી. ધનશ્રીએ કોટવાળને મદિરા પણ આપી. તેણે પીધી. તે મદિરા પીતાંની સાથે જ ત્યાં અચેતન પામ્યો. મદિરા એવી ચડી કે તે બેભાન થઈ ગયો. ગુપ્ત રહેલા સુભટને બોલાવ્યો. તે સુભટે કોટવાળને ખગ થકી હણી નાંખ્યો. વિનયંધર પણ ત્યાં આવ્યો હતો. હણેલા કોટવાળને જોઈને સતી બોલી રે ! નીચ ! તું આજ દાવનો હતો. પછી વિનયંધરને કહેવા લાગી. રે ! નીચ, સંગી ! તને પણ હણી જ નાંખું ! ફરી આવી વાતોમાં ફસાય નહીં. તેનો કોપ જોઈને વિનયંધર ધ્રૂજવા લાગ્યો. ધ્રૂજતાં ધ્રૂજતાં બોલે છે રે ! મને ના હણીશ. હવે હું આવું કામ કદી નહીં કરું ! /રરા. તરત જ ધનશ્રીએ વિનયંધરને હુકમ કર્યો. આ નીચને ઉપાડ. જા તેને કૂવામાં નાંખી દે. વિનયંધરે જાણ્યું કે આ સ્ત્રી જેવી તેવી નથી. સતી છે. તેના સ્વરૂપને બરાબર જાણ્યું. જગતની બધી સ્ત્રીઓ આવી જ હોય. તે વાત જે મનમાં ઠસી હતી તે નીકળી ગઈ. સતીનો હુકમ સ્વીકારી કોટવાળના મૃતકને ઉપાડી કૂવામાં નાંખી આવ્યો. ઝેર અને સતીનાં ક્યારેય પારખાં ન કરાય. Page #234 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩: ઢાળ - ૧૧ ધનશ્રીને પતિમિલન :- ત્યારે વિનયંધર (સમુદ્રદત્ત) વિચારવા લાગ્યો. સતી બરાબર છે. એકદા વિનયંધરે ધનશ્રીને પૂછતાં પૂછી નાંખ્યુ રે ! તારું સાસરું ક્યાં આગળ છે ? જ્યાં પ્રશ્ન પૂછ્યો ત્યાં સતી સ્ત્રીનું હૈયું પીગળી ગયું. ઢીલી પડી ગઈ. પોતાનો આપ્તજન સમજીને સતીએ પોતાની સઘળી વાત પહેલેથી બધી જ કહી. કહેતાં કહેતાં તેનું હૈયું ભરાઈ જતું હતું. આંખેથી અશ્રુધારા પણ વહેતી હતી. વળી સ્વસ્થ થઈને વાત પૂરી કરી દીધી. ।।૨૩। વિનયંધરને પણ સાંભળીને કરુણા આવી. સાંભળતાં તે પણ ગદ્દગદિત થયો. ધીરે રહીને પોતે કહ્યું. “તારા પિયુનો હું મેળાપ કરાવી આપું.” (પોતે જ પતિ હતો) તે સાંભળી સતી બોલી કે “હે કરુણારસિક ! તું મારા પતિનો મેળાપ કરી આપીશ તો મોટું ઇનામ આપીશ. વળી તારી આબરૂ પણ વધારીશ. તરત જ તે વિનયંધર ત્યાંથી પોતાના ગામ ઉજ્જૈણી નગરી ગયો. પોતાની કાપડીનું રૂપ બદલી નાંખ્યું. અસલી રૂપે સમુદ્રદત્ત નામે પિતાને માતાને મળ્યો. ઘણાં વર્ષો બાદ દીકરો ઘેર આવીને મળ્યો. જેથી ઘણા હર્ષ પામ્યા. પુત્રને પૂરો ઓળખી લીધો. પુત્ર મળ્યાની ખુશાલીમાં સગાં કુટુંબમાં નગરજનોને વગેરેને ઘણો આનંદ થયો. સાગરચંદ્રે પોતાના વેવાઇ ધનસાર્થવાહને ગિરિનગરીએ પણ આ શુભ સમાચાર મોકલી દીધા. ને તરત જ ધનશ્રીને તેડવા માટે અહીંથી આણું મોકલ્યું. ॥૨૪॥ ૧૯૫ શુભ સમાચાર મળતાં ધનસાર્થવાહ, ધનશ્રી દીકરીને સાથે લઈને ઉજ્જૈણી નગરીમાં આવ્યા. મોટા મહોત્સવપૂર્વક તે બંનેના લગ્ન કર્યાં. દંપતી પોતાના આવાસમાં રહ્યાં સુખોને ભોગવે છે. સ્નેહપૂર્વક વાતો કરતાં ધનશ્રી સમુદ્રદત્તને કહે છે કે “સ્વામી ! તમને શોધવા તે બિચારો વિનયંધર ગયો છે. પણ હજુ પાછો આવ્યો નથી. તે સાંભળી શ્રેષ્ઠીપુત્ર હસવા લાગ્યો. હસતાં હસતાં કહે છે. હે પ્રિયા ! વિનયંધરનું ઇનામ મને જ આપી દે. II૨૫। ધનશ્રી બોલી ! “સ્વામી ! વિનયંધરનું ઈનામ તમને શા માટે આપું ? તમે વિનયંધરને ઓળખો છો ? એ જ્યારે આવશે ત્યારે આપીશ. સમુદ્રદત્ત હવે ખુલાસો કરતાં કહે છે હે ! પ્રિયે ! વિનયંધર હું જ છું એમ જ સમજને. એ પ્રમાણે કહી પછી વિનમંધર સંબંધી પોતાની સઘળી વાત કહી. તેણી પણ તે વાત સાંભળી આશ્ચર્ય પામી. શીલના પ્રભાવે પતિને મેળવીને ધનશ્રી મહાસુખી થઈ. આ રીતે પ્રેમરસ ભરેલી પ્રિયાની પ્રાપ્તિમાં બંનેનો પ્રેમ-સ્નેહ કે પ્રીત ક્ષીર-નીરની જેમ એકરસ થયો. હે ગુરુદેવ ! (કથા પૂરી કરતાં) ધમ્મિલ કહે છે. આ રીતે સર્વત્ર સર્વ સ્ત્રીઓ એક સરખી હોતી નથી. જગતમાં ધનશ્રીની જેમ ઘણી સ્ત્રીઓ ઉત્તમ હશે. “બહુરત્ના વસુંધરા.' આ રીતે શુભવીરવિજયજી મહારાજના વચનરસે કરીને, ધમ્મિલકુમારના રાસના ત્રીજા ખંડની દશમી ઢાળ પણ સુંદર રાગમાં સુંદર રીતે કહી. ।।૨૬।। ખંડ - ૩ : ઢાળ - ૧૦ સમાપ્ત -: દોહા :સર્વ વસા સરખી નહિ, કહે ધમ્મિલ કુમાર, સંસારે સતીઓ ઘણી, તિમ ઘણી કુલટા નાર. ॥૧॥ વારણ વાજી લોહ જડ, કાષ્ટ ઉપલ નરનાર, વજ્ર નવમ બહુ અંતરૂ, સરખાં નહીં સંસા૨ ॥૨॥ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધમ્મિલકુમાર રાસ મુજ ઇચ્છા નવિ ઉપશમી, નવિ પામો નિર્વેદ અધવચ સુખથી નીકળો, તે દિલ ભરિયો ખેદ. Ilal તરૂછાયા બેસણ દીયે, પત્ર દીએ ફલ ભા તુમ છાયા શીતલ લહી, વંછુ સુખ પ્રત્યક્ષ જો. કલ્પતરૂની જાચના, ઠંડી જુગલિક લોક, અવર તરૂવર પામીને, કેમ જાચે તે ફોક //પા. તેણે સ્વામી તુમને કહ્યું, કરીએ મુજ ઉપગાર; નદીનાળાં ઘન જલ ભરે, તુંબ ભરણ કિસિ ધાર. All હે મુનીશ્વર ! જગતમાં દેખાતી જે સ્ત્રીઓ છે. તે એક સરખી હોતી નથી. ધનશ્રી જેવી સતી સ્ત્રીઓ સંસારમાં ઘણી હશે. “બહુરત્ના વસુંધરા”. તો સામે કુલટા નિંદનીય સ્ત્રીઓ પણ આ સંસારમાં ઘણી હશે. [૧હાથી, ઘોડા, લોખંડ (ધાતુ), જડ (મૂળિયાં), કાષ્ઠ (લાકડુ) ઉપલ(પત્થર), પુરુષ, સ્ત્રી અને વસ્ત્ર આ નવ વસ્તુમાં (અંદરોઅંદર) ઘણું બધું અંતર હોય છે. એટલે હાથીની જાતમાં, ઘોડાની જાતમાં લોખંડ જાતિમાં તેમ આગળ બધામાં અંદર અંદર ઘણા અંતર હોય છે. પુરુષ પુરુષમાં, સ્ત્રીસ્ત્રીમાં, ઘણા જુદા પ્રકારનાં જોવામાં આવે છે. વળી જોવા જોવામાં તરતમતા હોય છે. વૈરાગીજનો સ્ત્રીને દોષના ધામરૂપ સમજે છે પણ મારા જેવા રાગી પુરુષો સ્ત્રીને સારભૂત લાગે છે. રા. પૂજ્યશ્રી ! મારી ભોગઇચ્છા હજી પણ ઉપશાંત-શાંત પામી નથી. મારા ભોગસુખોને અધવચ્ચે મૂકીને નીકળ્યો છું. તે કારણે મારું હૈયું ખેદથી ભરાએલું છે. હજુ આ સંસાર પ્રત્યેનો રાગ છૂટતો નથી. યા કંટાળો પણ મારા હૈયામાં આવતો નથી. ફl હે ગુરુદેવ ! વૃક્ષ પોતાની છાયામાં સૌને બેસવા દે છે. અને તે વૃક્ષ પોતાનાં પત્ર-ફળ વગેરે ભક્ષણ માટે આપે છે. તે વૃક્ષ કેટલું ઉપકારી છે. તેની જેમ પૂ. ગુરુદેવ ! આપની છાયામાં કેવી છાયા ! શીતળ છાયા મેળવીને પણ, હું પ્રત્યક્ષ આ ભવમાં જ મારા ભોગસુખોને ઇચ્છું છું. કેવો સંસારરસિક ધમિલ છે. જો યુગલિયાઓ તો કલ્પવૃક્ષ પાસે જે માંગે તે સઘળું મળે છે. તો પછી શા માટે બીજા વૃક્ષ પાસે માંગે ? અથવા માંગે તો તે ખોટું છે. પણ મેં તો મનની સઘળી વાત કહી સંભળાવી. તો તે સ્વામી ! મારી ઉપર ઉપકાર કરો. કંઈક ઉપાય બતાવો. રે મુનીશ્વર ! જે મેઘરાજા પોતાના પાણીથી નદી-નાળાં તળાવ વગેરેને જલ્દી ભરી દે છે. તે મેઘને તુંબડું ભરતાં શી વાર? અથવા તે મેઘ તુંબડાને જલ્દીથી ભરી દે છે. llll. ઢાળ અગ્યારમી (નવમી નિર્જર ભાવના - એ દેશી) મુનિવર વળતુ એમ કહે, ચિત્ત ચેતો રે, સુણ ધમ્મિલ કુમાર ચતુર ચિત્ત ચેતો રે. ઉપદેશ આશ્રવદ્વાનો, ચિત્ત ચેતો રે, નહિ મુનિનો આચાર ચતુર ચિત્ત ચેતો રે. ૧ી . પણ આશ્રવ સંવર હુવે, ચિત્ત ચેતો રે, આચારાંગ વખાણ; ચતુર ચિત્ત ચેતો રે.. તેણે તઝ વંછિત સિધ્ધિએ, ચિત્ત. કહું સિદ્ધાંત પ્રમાણ. ચતુર. .રા. Page #236 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૧૧ ૧૯૦ કર્મ વિશ્ન ઉચ્છદવા ચિત્ત. ભાંખ્યા તપ સવિધાન, ચતુર. ભાવ નિરાશીયે નિર્જરા, ચિત્ત. તપ આબિલ વર્ધમાન. ચતર.llall રયણે જડીત રત્નાવલી ચિત્ત. કનકાવલીને ઠામ ચતુર. રત્નાવલી કનકાવલી, ચિત્ત. અદલ બદલ દોય નામ. ચતર... ઉતરતાં દોય પાસથી, ચિત્ત. એક દોય ત્રણ ટંક ચતુર. નવકોઠા વચ્ચે શૂન્ય છે, ચિત્ત. શેષ ધરે રાણ ટંક. ચતુર.//પા. એકાદિકા સોલ સરમા, ચિત્ત. ડુગડુગીનો હવે ઠાઠ, ચતુર. પાંતરીશ કોઠે ઝુમખું ચિત્ત. ટુ રેખાયત આઠ ચતર..દી ચોટીશ ત્રિાગડા થાપી; ચિત્ત. શૂન્ય વચ્ચે કરી એક, ચતુર. અથવા દુતિ ચઉ પણ ખર્ટ, ચિત્ત. પણ ચઉ તિગડુ વિવેક ચત૨.Iળા વાયક દો ચઉ, ખર્ અડે, ચિત્ત. ખટુ ચઉ દો એક સાર, ચતર. ગુરૂગમ થાપનથી ઘણા, ચિત્ત. ચિના ડુગડુગીના અધિકાર, ચતુર.Iટા પારણા અક્યાશી તપસવી, ચિત્ત. માસ સત્તર દિન બાર, ચતુર. ચાર વાર રત્નાવલી, ચિત્ત. તો હોયે ચોસરો હાર. ચતુર.INલા કોઠા નવ નવ પણતિસે, ચિત્ત. ત્રિાક ઠામે દોય દોય, ચત૨. એ વિધિએ કનકાવલી, ચિત્ત. એકે એકાવલી હોય. ચત૨./૧૦ના લઘુગુરુ પદ સંયોજના ચિત્ત. સિંહ નીકલીયા દોય; ચતુર. શક્તિધરા તપ એ કરે, ચિત્ત. મુક્તાવલી દોય મોય. ચતર.I/૧૧ શક્તિ નથી તજ એવડી, ચિત્ત. પણ તજ યોગ્યતા જોય; ચતુર. - મંત્ર વિદ્યા તપાસ્યા વિના, ચિત્ત. લક્ષ્મી ન પામે કોય. ચતર./૧૨ તેણે તમ આરાધન કરો, ચિત્ત. પરમેષ્ઠી મહામંત્રી ચતુર. મહિમા ઘણો શ્રુતમાં કહ્યો, ચિત્ત. એ સમો મંત્ર ન જંત્ર ચતર.ll૧all અષ્ટકમલ દલ પાંખડી, ચિત્ત ચેતો રે, કર્ણિકાર્ય અરિહંત ચતુર. સિદ્ધાદિક ચઉ ચિહું દિશે, ચિત્ત. વિદેશે મૂલા થાપંત ચતર..૧૪ એણી વિધ હૃદય કમલ ઠવી, ચિત્ત. “જાપ જપો નવ લા; ચતુર. વિદ્યા બોડશ અક્ષરી, ચિત્ત. દેવ હોવે પ્રત્યક્ષ ચતર.ll૧પા પ્રથમ બલિદાન દેવને, ચિત્ત. દેઈ જપે શુભવાસ; ચતર. અરિ કરી સાગર કેશરી, ચિત્ત. ભૂત ભૂજંગ ભય નાશ ચતુર.ll૧૬ll પણ મુનિશે અમોઘ છે. ચિત્ત. તપ આવેલ ઉપવાસ, ચતર. સુરદર્શન દિન વીજળી, ચિત્ત. ગાજનિશિ ન નિરાશ ચત૨./૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલકુમાર રાસ ચતુર. ચતુર.॥૧૮॥ દ્રવ્યવેશ મુનિનો ધરી, ચિત્ત. ઉપગરણાં અનુરૂપ સકલ ક્રિયા શુદ્ધે કરો, ચિત્ત. જેમ કરતા મુનિભૂપ સામુદાણી ગોચરી, ચિત્ત. વિગય ત્યજી ઉપવાસ; ચતુર. પ્રથમ પછે નિર્લેપતા, ચિત્ત. કરે આંબિલ ષટ્ માસ. ચતુર.॥૧૯॥ વંછિત ફળ તસ સંપજે, ચિત્ત. રમણી ઋદ્ધિ વિલાસ; ચતુર. આ ભવમાં સુખ ભોગવે, ચિત્ત. પરભવ પૂન્ય પ્રકાશ ચતુર. ॥૨॥ ત્રીજે ખંડે મુનિવરે, ચિત્ત. કહી અગીયારમી ઢાળ, ચતુર. વીર કહે ગુરુવયણથી, ચિત્ત. પામીએ મંગળ માળ. ચતુર.૨૧ સૂરિજી ધમ્મિલનો વાર્તાલાપ ઃ- ધમ્મિલે પોતાના મનની ઇચ્છાની વાત કરી. જલ્દી લાભ થાય તેવો ઉપાય બતાવવા ગુરુદેવને પ્રાર્થના કરી. ધમ્મિલની વાત સાંભળી અગડદત્ત મુનિ કહે છે કે હે વત્સ ! સાંભળ ! અને શાંતચિત્તે સાંભળીને ચેતવા જેવું છે. ચેતી જા ! હે ધમ્મિલ ! તું ચતુર હોંશિયાર છે. વળી વિચક્ષણ પણ છે. વળી આશ્રવદ્વારનો ઉપદેશ આપવો. એ મુનિનો આચાર નથી. ।।૧।। પણ જો આશ્રવ સંવરમાં પરિણમે, એટલે આશ્રવના ઉપદેશ થકી તે બધું જ સંવરમાં પરિણમે તો, એવો ઉપદેશ કે વાણી-વર્તન-વ્યવહાર જો જીવનો હોય તો લાભ. આ પ્રમાણે આચારાંગ સૂત્રમાં કહેલું છે. તેથી તારી ઇચ્છાની સિદ્ધિ માટે, સિદ્ધાંત પ્રમાણે હું તને કહીશ. ॥૨॥ કર્મનાં વિઘ્નોને વિદા૨વા માટે વિધિપૂર્વકનો તપ, શાસ્ર-સિદ્ધાંતોમાં કહેલ છે. તે તપ નિરાશંસ ભાવે કરવાથી નિર્જરાનું કારણ બને છે. IIII તપનાં નામ :- જે તપ કહ્યાં છે કે જેવાં આંબેલથી વર્ધમાન તપ રત્નથી જડિત રત્નાવલી, કનકાવલી, વળી કોઈક કનકાવલી રત્નાવલી અને રત્નાવલી ને કનકાવલી, એમ અદલબદલ પણ બંનેના નામ કહે છે. II૪ રત્નાવલી તે આવા પ્રકારનો છે. બંને બાજુથી ઉતારતાં એક ઉપવાસ-પારણું, વળી બે ઉપવાસ પારણું, ત્રણ ઉપવાસ-પારણું, ત્યારબાદ નવ કોઠા બનાવવાનાં, તેમાં વચ્ચે શૂન્ય અને આઠ કોઠાના આઠ અઠ્ઠમ. ॥૫॥ ૧૯૮ ત્યાર પછી એક ઉપવાસ, પારણું, બે ઉપવાસ- પારણું, ત્રણ ઉપ.પારણું. ચાર – ઉપવાસ.પારણું, એવી રીતે ૧૬ ઉપવાસ સુધી ચઢતાં તેની સેર (લતા) બને છે. હવે ડુગડુગિયું (ચગદુ) કહે છે. તેમાં પાંત્રીશ કોઠાનું ઝુમખુ બનાવવું તે આ રીતે છ રેખા ઊભી અને આઠ રેખા આડી, આ રીતે કરતાં પાંચ આડા અને સાત ઊભા કોઠા બને. તેથી ૫ x ૭ = ૩૫ થશે. IIFII વચ્ચે શૂન્ય મૂકીને ચોત્રીશ જગ્યાએ ત્રણ મૂકતાં = ૩૪ અઠ્ઠમ થાય. અથવા બીજી રીતે ૨, ૩, ૪, ૫, ૬ કોઠા પછી ૫ - ૪ - ૩ - ૨ એ રીતે કોઠાં બનાવીને પણ ૩૪ અઠ્ઠમ પદક = પેંડલનાં થાય. III વળી ૧ - ૨ - ૪ - ૬ - ૮ - ૬ - ૪ - ૨ - ૧, આ રીતે પણ ૩૪ અઠ્ઠમથી પદક - પેંડલ થઈ શકે છે. આમ ગુરુગમ થકી ઘણાં પ્રકારના ડુગડુગીના સ્થાપનના અધિકારને જાણવો. ।।૮। આ રીતે તેનાં સર્વ તપના અડ્ડાસી(૮૮) પારણાંદિન અને ઉપવાસ ૪૩૪ થાય છે. કુલ તપના દિવસો ૧૭ માસ ૧૨ દિવસે થાય છે. જે તપને એક સેરો. Page #238 --------------------------------------------------------------------------  Page #239 -------------------------------------------------------------------------- ________________ S ooo . DO B.G.-M: 9925020106 Page #240 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૧૧ ૧૯૯ આ રીતે ચાર વખત આ તપ કરતાં ચાર સેરો(ચૌસેરો) હાર રત્નાવલિનો ગણાય છે. II હવે એ જ રીતે કનકાવલી તપ બતાવે છે. ૯ - ૯ અને ૩પ કોઠે જે અઠ્ઠમ કરવાના કહ્યા. તે અમને બદલે ત્યાં છઠ્ઠ કરવાના. બાકી બધું એ જ પ્રમાણે કરવાથી કનકાવલી તપ થાય છે. હવે એકાવલી તપ છઠ્ઠને સ્થાને એક એક ઉપવાસથી કરવા. બાકી બધુ એ જ પ્રમાણે કરતાં એકાવલી તપ થાય છે. (શ્રી અંતકૃતદશાંગની અંદર આ રીતે રત્નાવલી અને કનકાવલી તપ બતાવેલ છે. જ્યારે શ્રી પ્રવચનસારોદ્ધારની ટીકામાં રત્નાવલીના તપને કનકાવલી, તરીકે અને કનકાવલીને રત્નાવલી તરીકે અદલ બદલ બતાવેલ છે. ૧૦ના લઘુ ગુરુ પદની સંયોજનાથી બે પ્રકારે લઘુસિંહ નિષ્ક્રીડિત અને ગુરુ (બૃહતુ) સિંહ નિષ્ક્રીડિત તપ થાય છે. મુક્તાવલી તપ પણ આનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વીથી બતાવેલ છે. સિંહ નિષ્ક્રીડિત - એક ઉપવાસ પછી પારણું, ૨ ઉપવાસ પારણું, ૧ ઉપવાસ પારણું, ૩ ઉપવાસ પારણું, ૨ ઉપવાસ-પારણું, ૪ ઉપવાસ અને પારણું આ રીતે ૮ ઉપવાસ સુધી ચઢવું. ત્યાર પછી ૯ ઉપવાસ પારણું, ૭ ઉપવાસ પારણું, ૮ ઉપવાસ પારણું, ૬ ઉપવાસ પારણું આ રીતે ઊતરવું. તે લઘુસિંહ નિષ્ક્રીડિત તપ કહેવાય. જયારે આ પ્રમાણે ૧૬ ઉપવાસ સુધી ચડવું અને તે જ રીતે પાછા ઊતરવું તે ગુરુ સિંહ નિષ્ક્રીડિત તપ કહેવાય છે. મુક્તાવલ તપ :- ૧ ઉપવાસ પારણું, ૨ ઉપ. પારણું, ૧ ઉપવાસ પારણું, ૩ ઉપ. પારણું, ૧ ઉપવાસ પારણું, ૪ઉપવાસ પારણું. આ રીતે ૧૬ ઉપવાસ સુધી ચડવું, ને પછી આજ રીતે ૧૬ ઉપવાસથી ઊતરવું. (આ બધા તપમાં “નમો અરિહંતાણં” પદની આરાધના ૨૦ માળા- ૧૨ સાથિયા - ૧૨ : લોગસ્સ કાઉસ્સગ્ન. ૧૨ ખમાસણાં શ્રી અરિહંતપદની આરાધના કરવાથી હોય છે.) જે શક્તિશાળી હોય તે આવા મોટા અને આકરા તપની આરાધના કરી શકે છે. પણ જો આવો વિશાળ તપ કરવાની તારી શક્તિ નથી. છતાં તે ધમ્મિલ ! તારી યોગ્યતા મુજબ તને તપ બતાવીશ. /૧૧કારણ કે તપ વિના મંત્ર કે વિદ્યા કે લક્ષ્મી પ્રાપ્ત થતી નથી. /૧૨ જો કે કષ્ટ વિના કાર્ય સિદ્ધ થતાં નથી. તારે કષ્ટ તો સહન કરવું પડશે. “દેહે દુષ્પ મહાફ” સુવર્ણને અગ્નિમાં તપાવે તો જ શુદ્ધ થાય. ગ્રીષ્મઋતુનો ઉકળાટ વધે તો વરસાદ જલ્દી આવે. વસ્ત્રમાં ક્ષાર નાંખે તો તે ક્ષાર તે કપડાંને શુદ્ધ કરે. મેલ જાય. કડવું ઔષધ રોગ હરે. બિંબ ઉપર ટાંકણા મારે તો પૂજા યોગ્ય થાય છે. તમે પણ આરાધના કરો, જેથી મહા સુખને પામો. આગમમાં પંચ પરમેષ્ઠી મહામંત્રનો મહિમા ઘણો કહ્યો છે. અને તે મંત્ર સરખો બીજો કોઈ મંત્ર કે યંત્ર કે તંત્ર જગતમાં જોયો નથી. માટે તેને મહામંત્ર કહેવાય છે. જે તમને બતાવીએ છીએ. /૧૩ આઠ પાંખડીવાળા સુંદર કમળની કલ્પના કરવી. તેમાં કર્ણિકાની અંદર (મધ્યભાગમાં) અરિહંતપદ, તેની ઉપર સિદ્ધપદ, જમણીબાજુ આચાર્યપદ, નીચે ઉપાધ્યાયપદ, ડાબી બાજુ સાધુપદ, આ રીતે ચાર બાજુ સ્થાપના કરી, વિદિશામાં ચૂલિકાને સ્થાપન કરવું. //૧૪ો. - ધમિલની વિનતિ - માર્ગદર્શન અને તપનો પ્રારંભ - આ પ્રમાણે હૃદયમાં કમલની કલ્પના કરી સ્થાપન કરવું. સ્થાપના કરી પછી ષોડશાક્ષરી વિદ્યા (શ્રી સિદ્ધચક્રજી પંચ પરમેષ્ઠી - મૂલમંત્રીનો નવલાખ જાપ જપો. જે કારણે દેવ પ્રત્યક્ષ થશે. ll૧પી શુભવાર ને શુભદિવસે, દેવને પહેલાં બલિ બાકુલાનું (પાંચ ધાન્ય) દાન આપી પછી જાપની શરૂઆત કરવી. મંત્રજાપના પ્રભાવ થકી અરિ - શત્રુ, કરિ - હાથી, સાગર સિંહ, ભૂત-ભુજંગ-સર્પ, આદિ સર્વ ભયો નાશ પામે છે. આ પ્રમાણે ધર્મનું ફળ - જાણવું. પણ, ધમ્મિલ ! આ તપ મુનિવેશ આંબેલ ઉપવાસ દ્વારા કરવાનો એવો અગાઢ આ તપ છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ધમિલકુમાર રાસ મી જેમ દેવનું દર્શન દિવસે, રાત્રિએ થયેલ મેઘગર્જના ક્યારેય નિષ્ફળ ન જાય, તેમ આ તપ નિશ્ચ ફળદાયી નિવડે છે. અર્થાત્ નિષ્ફળ જતો નથી ||૧૬૧૭ તે માટે તે ધમ્મિલ ! તમે પણ દ્રવ્યમુનિવેશ અને એને અનુરૂપ ઉપકરણોને ધારણ કરીને, મુનિરાજ જેવી રીતે કરે તે રીતે તમે સર્વ ક્રિયા શુદ્ધ કરો. f/૧૮ વિગઈનો ત્યાગ, અને નિર્દોષ એવી(આંબેલની) ગોચરી લાવવી. પ્રથમ ઉપવાસ અને પછી નિર્લેપ એવા આંબેલ (જે ગોચરીમાં લાવ્યા હોય તે) છ મહિના સુધી જે કરે છે ૧૯લા - તે ભાગ્યશાળી રમણી, ઋદ્ધિ મેળવે છે અને ઇચ્છિત ફળને પ્રાપ્ત કરે છે. આ ભવે સુખ ભોગવે. છે અને પરભવમાં પણ પુણ્યનો પ્રકાશપુંજ (અથાગ પુન્ય ઉપાર્જન કરે છે) પ્રાપ્ત કરે છે. રવા આ પ્રમાણે અગડદત્ત મુનિએ આ ત્રીજા ખંડને વિષે સુંદર એવા તપનો મહિમા ગાયો. તપનો વિધિ પણ દાખવ્યો. તપના મહિમાવાળી આ ઢાળ અગિયારમી (ત્રીજા ખંડને વિશે) પંડિતવર્ય વીરવિજયજી પૂર્ણ કરતાં કહે છે કે ગુરુના વચન થકી જે ચિત્તમાં ધરે છે તે હંમેશાં મંગળની દાળને પ્રાપ્ત કરે છે. ૨૧ -: ખંડ - ૩ : ઢાળ ૧૧ મી સમાપ્ત : -: દોહા :ધમિલ ગુરૂ વયણાં સુખી, હરખ્યો હૃદય મોઝાર; માતાપિતા બંધવ થકી, અધિકો ગુરુ ઉપગાર. ૧II. ગુરૂ દીવો ગુરૂ દેવતા, ગુરૂથી લહીએ નાણ; આ ભવ સુખસંપદ દીયે; પરભવ કોડિ કલ્યાણ નારા કરજો ડી ગુરૂને કહે, મુજ આપો મુનિવેશ; આચારશું શુદ્ધિ ક્રિયા, સફળો તુમ આદેશ. all તવ ગુરૂ મુનિવેશ જ દીયે, મંત્ર તથા આશિષ; કરી ઉપવાસ ગુરૂ મુખે, મંત્ર જપે અહોનિશ. Iકા ગુરુ મહારાજનાં વચનો (ઉપદેશરૂપ) સાંભળીને ઘણો હર્ષિત થયો. હૃદય પ્રફુલ્લિત થયું. રોમાંચ ખડા થઈ ગયા. મનમાં વિચારે છે અહો ! આ સંસારમાં માતા-પિતાનો ઉપકાર છે. બંધવનો પણ ઉપકાર છે. પણ છતાં એ સૌના ઉપકાર કરતાં નિઃસ્પૃહી નિસ્વાર્થી એવા પરમ તારક પરમ ગુરુદેવનો ઉપકાર અતિ ઘણો છે. [૧] આ જગતમાં ગુરુ દીવા-દીપક સરખા છે. દેવ સરખા છે. જ્ઞાનની પ્રાપ્તિ પણ ગુર થકી થાય છે, કે જે જ્ઞાન આ ભવમાં સુખ-સંપત્તિ આપનારું થાય છે. વળી તે જ જ્ઞાન પરભવમાં ક્રોડ કલ્યાણ કરનારુ થાય છે. રા. ધમ્મિલ સાધુવેશે સાધના-આમ વિચારતો ધમ્પિલકુમાર હવે ગુરુ મહારાજને હાથ જોડીને વિનવે છે. મસ્તક નમાવીને કહે છે હે ગુરુદેવ ! આપ મને હવે નિવેશ આપો. જે કારણે હું શુદ્ધક્રિયાને વિધિપૂર્વક આદરીશ. આપના આદેશને હું સફળ કરીશ. //૩ી અગડદત્તમુનિ ભગવંતે ધમ્મિલની માંગણી સ્વીકારીને મુનિવેશ આપ્યો. સાથે સાથે શુદ્ધ ઉચ્ચાર પૂર્વક મંત્ર અને હૈયાના આશિષ આપ્યા. તે મંત્ર, આશીર્વાદ તથા મુનિવેશને ધમિલે નમ્રભાવે ગ્રહણ કર્યા. ગુરુ પાસે જ ઉપવાસનાં પચ્ચકખાણ લીધાં. અને તે જ વનમાં એકાંતમાં જઈને હંમેશાં મંત્રનો જાપ કરવા લાગ્યો. //૪ો. Page #242 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૧૨ " ઢાળ બારમી (હાં રે હું તો જળ ભરવાને ગઈતી જમુના તીર જો...એ દેશી) હાં રે હવે ધમ્મિલ મુનિવર વેશ ધરી તામ જો; ઉપગરણાં દશ ચાર મુનિકેરાં ધરે રે લો; હાં રે ષટ્ આવશ્યક પડિલેહણ શુભ પરિણામ જો, હાં રે મન શુદ્ધિ ત્રિકરણ યોગે તપ જપ પોષ જો. હાં રે તજી આધાકર્માદિક વળી કેતા દોષ જો; હાં રે હાં રે ત્યજી ધૂમ્રદોષ તપ સઘળો ચઉવિહાર જો; પદ વૃત્તિ કરી નિર્લેપક લીએ આહાર જો; હાં રે તપ ચરણે શોષિત માંસ રુધિર નિજ કાય જો, વિધિયે મંત્ર જયંતા ષોડશ અક્ષરે રે લો. ॥૧॥ હાં રે તિહાં સાધુવેશ તજી હાં રે પરિભ્રમણ કરતાં પ્રત્યાહારને ધારણ ધ્યેય દિશા વરી રે લો; સામુદાણી કરતા ફરતા ગોચરી રે લો. ॥૨॥ ઉપવાસાંતર આંબિલ કરતા નિત્ય પ્રત્યે રે લો; એમ કરતાં ષમાસ ગયા તપ વાધતે રે લો. IIઝા પુણ્યે પોષિત હિતકર ગુરુ પાસે ગયો રે લો. પ્રણમી ગુરૂ પાય જો; ગુરુ આશિષે ચાલ્યો વન હસ્તી થઓ રે લો ॥૪ના ભૂતનું મંદિર દીઠ જો; તપ શ્રમ તાપ સમાવા, તાપન આથમ્યો રે લો; હાં રે રયણી સુખહેતે ભૂત ધરે સપવિઠ્ઠ જો; સૂતો ભરનિદ્રાએ ચિંતાયે વમ્યો રે લો ॥૫॥ હાં રે તવ સુપને બોલે દેવ થઈ પરસન્ન જો; સુગુરૂ વચન પસાયે રહો સુખમાં સદા રે લો, હાં રે સુણ ધમ્મિલ, પરણીશ તું સુખમાંહી મગન્ન જો, બત્રીશ કન્યા ખેચર ભૂપ તણી મુદા રે લો II॥ હાં રે એમ અમીય સમાણી વાણી સુણીય કુમાર જો, જાગ્યા રે મુહ માગ્યા મુઝ પાસા ઢલ્યા રે લો; હાં રે ચિંતે સુર તૂઠા વૂઠા અમિજલ ધાર જો; નાઠા રે દિન માઠા શુભ દહાડા વલ્યા રે લો લા ૨૦૧ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ધમ્મિલકુમાર રાસ હાં રે ગતશોક કોક રવિઉદયે તેમ હરખંત જો, ચિંતે તપ મહિમા ચિંતામણીથી સરે રે લો; હાં રે વળી શાસ્ત્ર નવધા સુપન વિબુધ ભાખંત જો; અનુભવી સાંભળી દીઠી લહે સ્વપ્નાંતરે લો પાટા હાં રે ત્રણ પગઈ કંઠે દેખે સહજ સ્વભાવ છે; આરતિધ્યાને પડિયો ચિંતા સંભવે રે લો; હાં રે વળી પાપને ઉદયે ધર્મતણે પરભાવ જો; દેવ દીયે સુપનાં એ તિગ સાચાં હવે રે લોલ હાં રે એમ સુપન વિચારે રાત્રિ ગઈ એક જામ જો; એણે અવસરે તેણે દ્વારે રથ આવ્યો ચલી રે લો. હાં રે રથ જોડ્યા ઉજ્જવલ ઘોડા ધરીય લગામ જો, હાંકતી એક નારી તિહાં કને ઉતરી રે લો II૧ના હાં રે રહી દ્વારે પૂછે કોણ છે ધમિલ અંહિ જો; કુંવર કહે હું ધમ્મિલ આ બેઠાં ઈહાં રે લો; હાં રે ધીમે સા બોલી જો છો ધમિલ માંહી જો, તો તુમ નારી બોલાવે રથ બેઠી તિહાં રે લોn૧૧|| હાં રે તવ ધર્મિલ ચિંતે સંકેતિક સંજોગ જો, મુઝ નામે બોલાવે કોઈક સુંદરી રે લો, હાં રે વનવ્યંતર દેવી અથવા પેટવી જોગ જો, પામી આવી વિષયાકુલ વિદ્યાધરી રે લોલરા હાં રે તેણે મૌનપણું કરી જાવું મુઝ નિરધાર જો, હું હુંકાર કરતાં વાત ખરી જડે રે લો, હાં રે જેમ ખૂની પગલાં બગલાં સૌખ્ય વિહાર જો, બોલતાં શુક સારીકા પંજર પડે રે લો,I/૧૩ હાં રે એમ ચિંતી ચૈત્ય થકી નીકળ્યો તેહ જો, તનમુખ ઢાંકી રથતુંડે બેઠો જઈ રે લો, હાં રે રથ બેઠી દીઠી કન્યા અપછર દેહ જો, હરખ્યો સા પણ સખીશું બહુ રાજી થઈ રે લોI૧૪ હાં રે તે કન્યા વચને રથ હાંકત કુમાર જો, ચંપાપુરીને મારગ ચોંપે સંચરે રે લો, Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ખંડ - ૩: ઢાળ - ૧૨ હાં રે માંરગ ચલતાં જે જે પૂછે બેહુ નારી જો, પડિઉત્તર નવિ દેવે તે હું શું કરે રે લો II૧પો હાં રે વાજી વિશ્રામણ લહી જલઠામ વિશાલ જો, રાતિ ગમાણ થાક સમાવણ ઉતરે રે લો, હાં રે કાંઈ ત્રીજે પંડે બોલી બારમી ઢાળ જો, શ્રી શુભવીર કુમાર વિનોદ હૃદય ધરે રે લોI૧ell. હવે ધમિલકુમાર મુનિવરના વેશે સાધુનાં કહેવાતાં, સાધુને યોગ્ય એવાં ચૌદ ઉપકરણોને ધારણ કરીને રહ્યો છે. હંમેશાં શુભ અધ્યવસાય ધારણ કરતાં નિયમિત પટુ આવશ્યક તથા પડિલેહણ આદિ સર્વક્રિયા વિધિપૂર્વક આદરે છે અને સાથે ગુરુએ આપેલો ષોડશાક્ષરી મંત્રનો જાપ ત્રિવિધયોગે કરે છે. |૧| વળી મનની શુદ્ધિ - વચન-કાયશુદ્ધિ - ત્રણ યોગની શુદ્ધિયુક્ત એકાગ્રતાથી તપ-જપને સાધે છે. વળી તેને પુષ્ટ કરતો યમ-નિયમ-આસન-પ્રાણાયામ પ્રત્યાહાર, ધારણા ધ્યેય સુધીની દિશાને પ્રાપ્ત કરી, વળી આધાકર્માદિક કેટલાયે દોષોને તજીને સામુદાણી ગોચરી માટે ફરે છે. /રા - ભ્રમરવૃત્તિએ = ભમરો જેમ ફૂલને કિલામણા ન થાય તે રીતે રસ લઈને ઊડી જાય, બીજા ફૂલે બેસે, બધાં ફૂલ ઉપર બેસતાં ભ્રમર ટીપું ટીપું રસ લઈને ઊડી જાય ને પોતે સંતોષ પામે છે, તેમ મુનિવર ઘર ઘર ફરતાં થોડુક થોડુંક લઈને પોતાની ગોચરી મેળવી આત્માને સંતોષ માને છે. તે રીતે ધમ્મિલ એક દિવસ : ઉપવાસ, એક દિવસ આંબેલ, આ પ્રમાણે હંમેશાં કરવા લાગ્યા. તેમાં પણ ધુપ્રદોષને ત્યજી સર્વતપ ચૌવિહારો કરતો હતો. એમ કરતાં ધમિલને ૬ મહિના વીતી ગયા. /all આ રીતે તપને આરાધતાં, શરીરનાં માંસરુધિરનું શોષણ, અને પુણ્યનું પોષણ કરી, ઉપકારી એવા ગુરુ પાસે ગયો. ગુરુચરણે નમસ્કાર કરીને વિનયયુક્ત વાત કરીને સાધુવેશને સમર્પિત કર્યો. (સાધુવેશ પાછો આપ્યો) અને વિદાય માંગી. ગુરુદેવના આશિષ પ્રાપ્ત કરીને ધમ્મિલ હવે વનહસ્તિની જેમ વનની અંદર જઈ રહ્યો છે. જો વનમાં ફરતાં ફરતાં ભૂતનું મંદિર તેના જોવામાં આવ્યું. તપ અને આરાધનાથી શ્રમ પામેલા શરીરને શમાવવા જાણે સૂર્ય ન આથમ્યો હોય, તેમ તે વેળાએ સાંજ પડી. સૂર્યાસ્ત થયો. રાત્રિને સુખપૂર્વક પૂર્ણ કરવા અને આરામ માટે ધમિલ, ભૂતમંદિરમાં ગયો. સર્વ ચિંતાને દૂર કરીને તે નિરાંતે સૂતો. જોતજોતામાં તે ભરનિદ્રામાં પહોંચી ગયો. પણl - યક્ષરાજ પ્રસન્ન - ભરનિંદરમાં સૂતેલા ધમિલને સ્વપ્ન આવ્યું. જે સ્વપ્નમાં તે મંદિરના દેવ ભૂતયક્ષરાજે પ્રસન્ન થઈને દર્શન આપ્યા અને કહે છે, “હે ધમિલ ! સુગુરુના સુપસાયે, હંમેશાં તું સુખમાં રહીશ. સુખમાં મગ્ન એવા તને, વિદ્યાધર રાજાઓ તથા ભૂચર-રાજા એટલે પૃથ્વીને ભોગવતા રાજાઓની મળીને ૩૨ કન્યાઓ સાથે તારાં લગ્ન થશે.”llી દેવનું અમૃત સરખુ વચન સાંભળી કુંવર જાગ્યો. જાગીને વિચારવા લાગ્યો કે, મારે તો મોં માંગ્યા પાસા પડ્યા છે. મંદિરના આ અધિષ્ઠિત દેવે તુષ્ટ થઈને અમૃતસરખી જલધારા વર્ષાવી. તેથી હું માનું છું કે આજથી મારા માઠા દિન નાઠા છે. અને આજથી મારે શુભ દિવસો દોડતા (નજીક) આવી રહ્યા છે. ૭lી સૂર્યઉદયે, ચકોર પક્ષીનો શોક ચાલ્યો જાય છે, શોક જતાં તે પક્ષીને હરખનો પાર હોતો નથી. તેવી રીતે ધમ્મિલ વિચારે છે કે ચિંતામણી રત્ન સરખા આ તપના પ્રભાવે મારાં સઘળાં કાર્ય સિદ્ધ થશે. સઘળાં કાર્ય ફળીભૂત થશે. શાસ્ત્રમાં પણ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ધમ્મિલકુમાર રાસ નવ સુપનો પંડિતજનોએ કહ્યા છે. (૧) અનુભવેલ, (૨) સાંભળેલ (૩) જોયેલ વસ્તુ સ્વપ્નમાં જોવાય છે. II૮।। વળી (૪) ત્રણ પ્રકૃતિ (વાત-પિત્ત-કફ) વિકૃત થવાથી જોવાય. (૫) સહજ સ્વભાવથી (સ્વાભાવિક) જોવાય, (૬) આર્તધ્યાનમાં પડવાથી જોવાય, ચિંતા ઉત્પન્ન થવાથી, (૭) પાપના ઉદયે, (૮) ધર્મના પ્રભાવે અને (૯) દેવે આપેલ થાય. નવ પ્રકારમાંથી છેલ્લાં ૩ સ્વપ્નો સાચાં પડે છે. (અર્થાત્ શુભ હોય) તો શુભફળ અને અશુભ સ્વપ્ન હોય તો અશુભ ફળ મળે છે. II. સ્વપ્નના વિચારમાં વિચારમાં તો બીજી એક પ્રહર વીતી ગઈ. અને તે મંદિરના દ્વારે એક રથ આવીને ઊભો રહ્યો. તે રથને ઉજ્જવલ ઘોડા જોડેલા હતા. તેની લગામ હાથમાં પકડીને એક સ્ત્રી આ રથને હાંકવા બેઠી હતી. અર્થાત્ સારથી તરીકે એક સ્ત્રી હતી. તે જ સ્ત્રી રથમાંથી નીચે ઊતરી. ।।૧૦। અણધાર્યો લાભ ઃ- દ્વાર આગળ આવીને તે પૂછવા લાગી કે “અંદર કોણ છે” “અહીં ધમ્મિલ છે ?” ત્યારે ધમ્મિલ જે મંદિરમાં રહ્યો હતો. તે તરત બોલ્યો. હું ધમ્મિલ છું આ અહીં બેઠો છું. ત્યારે તે સ્ત્રી પણ ધીમે રહીને કહેવા લાગી. કે જો તમે ધમ્મિલ છો તો રથમાં બેઠેલી તમારી સ્ત્રી.તમને બોલાવી રહી છે. ||૧૧|| ધમ્મિલ તો તે વાત સાંભળી વિચારવા લાગ્યો કે કોઈક સાંકેતિક સંયોગ ઊભો થયો લાગે છે. જેથી મારા નામે કોઈક સુંદરી બોલાવે છે. કોઈક વ્યંતર દેવી અથવા કોઈક ખેચરી કે કોઈ વિદ્યાધરી વિષયાકુલ થઈને મારુ નામ પ્રાપ્ત કરીને આવી લાગે છે. અથવા મારા નામથી બીજા કોઈને સંકેત અહીં આવવાનો કર્યો લાગે છે. ૧૨॥ જે હોય તે, પણ મારે તો નિશ્ચે મૌન કરીને જવું. જેથી મારુ શ્રેય થાય. મૌનપણું શ્રેયસ્કર છે. જે કંઈ વાત કરે તો ત્યાં મારે માત્ર હુંકારા ભણવા. બીજું કંઈ બોલવું નહિં. એમ કરતાં મને સત્ય વાત સઘળી હકીકત જાણવા મળશે. મૌનને ધારણ કરતાં હિંસક બગલોય સુખે જીવન જીવે છે. જ્યારે બોલતાં એવાં પોપટ-મેનાને પાંજરામાં પુરાવું પડે છે. ।૧૩।। મનમાં આવું વિચારીને મંદિર થકી બહાર નીકળ્યો. પોતાનું શરી૨ ઢાંકીને રથના આગળના ભાગે જઈને બેઠો. અપ્સરા જેવી કન્યાને રથમાં બેઠેલી જોઈને હર્ષિત થયો. તે કન્યા પણ પોતાની સખી ઉપર ઘણી આનંદિત થઈ. ।।૧૪। ચંપાનગરીની વાટે :- રથમાં રહેલી કન્યાના કહેવાથી ધમ્મિલકુમાર, ચંપાપુરીની વાટે સડસડાટ રથ હંકારી રહ્યો છે. રથમાં બેઠેલી તે કન્યા અને બીજી સ્ત્રી જે રથ હાંકતી હતી (તે અંદર બેઠી છે) તે બંને સ્ત્રીઓ જે કંઈ કુમારને પૂછે છે, તેનો જવાબ કુમાર કંઈ આપતો નથી. માત્ર હું હું હુંકારો ભણ્યા કરે છે. વાટ પૂરી થતાં ખુલ્લુ મેદાન આવતું દેખાયું. ।।૧૫। તેથી ઘોડાને વિશ્રામ આપવા, નજીકમાં સરોવર છે ત્યાં આગળ મોટી વિશાળ જગ્યાએ રથ ઊભો રાખ્યો. કંઈક રાત્રિ બાકી હતી. તે પૂરી કરવા અને થાક ઉતારવા ત્યાં સૌ ઊતર્યાં. આ રીતે ત્રીજા ખંડને વિષે બારમી ઢાળ શ્રી શુભવીરવિજયજીએ કહી. જે અમે તો બોલી બતાવી, પણ ધમ્મિલકુમાર તો મૌન ધા૨ણે હૃદયમાં આનંદ માની રહ્યો છ`અને સાંભળનારા શ્રોતાઓ આ ઢાળ સાંભળી હૃદયને વિષે આનંદ ધરે છે. ।૧૬।। ખંડ - ૩ : ઢાળ - ૧૨ સમાપ્ત દોહા :નૃપકુંવરી નિજ ધાવશું, ઉતરીયાં જલઠામ; સુંદર ભૂમિ વિલોકીને, લીયે તરૂતલ વિશ્રામ. ॥૧॥ Page #246 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ઃ ઢાળ - ૧૩ ૨૦૫ જળ પાવન દોય અશ્વને, જાવે જામ કુમાર, કુંવરી દેખી તેહને, ચમકી ચિત્ત મઝાર. //રા નવિ જાણે એ તપ થકી દુર્બલ શ્યામ સ્વરૂપ, પરદુઃખ ન લહે તસ્કરો, વંધ્યા બાલક ભૂપ. Ilal પંથ પવનશીતે ઠરી, અગ્નિ પ્રજાલ્યો જાય, સર્વાગે દેખી કરી, કહે નિજ ધાવને તા. ૪ રથમાં બેઠેલી બે સ્ત્રીઓમાં એક રાજકુમારી હતી. જ્યારે બીજી તેની ધાવમાતા હતી. રથમાંથી ધાવમાતાની સાથે કુંવરી નીચે ઊતરી. રળિયામણું વાતાવરણ. સરોવરની પાળે રહેલા વૃક્ષ નીચે બંને જણા આરામ કરવા માટે સુંદર ભૂમિ જોઈને બેઠાં. ધમ્મિલકુમારે પણ રથને જોતરેલા બંને અશ્વને છોડી દીધા. પાણી પીવા માટે સરોવર પાસે લઈ ગયો. આરામ કરવાને માટે બંને અશ્વને પાછા લઈને આવ્યો. તે જ વખતે રાજકુંવરીએ ધમ્મિલને બરાબર જોઈ લીધો. અને ચિત્તને વિષે ચમત્કાર પામી. //રા ૬ મહિનાના કરેલા તપને કારણે, ધમિલનો દેહ દુર્બલ તથા શ્યામ પડી ગયો છે. તે કુંવરી જાણતી નથી કે તપને લઈને આ દુર્બલ દેખાય છે. એટલે મનમાં વિચારવા લાગી નક્કી કોઈ ઠગ લુંટારું કે જંગલના ચોર રખડતા હોય તે હશે. આનો વિશ્વાસ શું કરાય? કહ્યું છે કે ચોર, વંધ્યા, બાળક અને રાજા આ ચારેય જણાં પારકાનાં દુઃખને જાણી શકતાં નથી. તો આ ચોર જેવો લાગતો મારું દુઃખ કેવી રીતે દૂર કરી શકશે ? ૩ હજુ પૂરેપૂરું અજવાળું થયું નથી. ભાંભરું ભાંભરે સવારમાં લાગતું હતું. સરોવરની પાળ. ખુલ્લું મેદાન. મંદ મંદ વાતો શીતલ પવન જે પવને કુંવરીને ઠંડી લાગવા માંડી. ઠંડી દૂર કરવા, ધાવમાતાએ અગ્નિ પેટાવ્યો. તે અગ્નિના પ્રકાશમાં કુંવરીએ હવે ધમિલનું રૂપ જોઈને, સર્વ રીતે નિહાળીને, મનમાં વિચારતી, ધાવમાતાને કહે છે. II૪ો. ઢાળ તેરમી (કપૂર હોવે અતિ ઊજલો રે...એ દેશી) કુંવરી કહે કોણ કારિમો રે, મા એ મૂઢ ગમાર, ડાંગે અંધારું કૂટીયું રે લુંટી હું ભર બજાર રે, માડી ! બડી રે બલ્લા નર એહ. દીઠે દાઝે દેહ રે, માડી, બડી રે બલ્લા નર એહ. નબલાશું શ્યો નેહ રે માડી ? ના. ભૂખે દાધી દેહડી રે, પ્રગટ નસાની જાલ; સૂકો જાલિ કરોળિયો રે, શ્યામ તનુ વિકરાલ રે માડી. રા. વસ્ત્ર મલિન તન મલ ભર્યો રે, દીસે દારિદ્ર રૂપ; મૂક પરે હું હું કરે રે, દેખી પડે કોણ કૂપ રે માડી. II Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ધમ્પિલકુમાર રાસ સંકેતિક નર કિંઠા રહ્યો રે, કામદેવ અવતાર; મન વલ્લભ હૃદયે ધર્યો રે, જેમ મુક્તાફલ હાર રે માડી. જો કિંહ સોવન પિત્તલ કિહાં રે, કિહાં મણિ ખંડિત કાચ; રવિ ખજુઓ રાશી રાહુઓ રે, કિહાં જૂઠ કિહાં સાચા રે માડી. પી. તે નર કોણ એ આવીયો રે, બોલી ન જાણે વાચ; રણમાં રાક્ષસ સમ મળ્યો રે, ભૂત પ્રેત પિશાચ રે માડી. IIll. પીયરીયાં પાછળ તજયાં રે, બીજો મળીયો સંતાપ, એકલાં રણમાં પ્રગટિયાં રે, પૂરવ ભવનાં પાપ રે માડી. IIણા વો શો રથ સજયો રે, યોદ્ધારવ નર જાણ; રત્ન ભર્યો લીયો ડાબલો, કરવા ઘર મંડાણ રે માડી. IIટા. નીતિધર્મ રસ કેલિનાં રે, પુસ્તક રાખ્યાં સાથ; ગાડીવાન હાલી જીશ્યો રે, ઝાલી ન જાણે હાથ રે માડી. લા. ચતુર શું ચિત્ત મિલાવડે રે, રંગભર રમે એક રાત; કદીય સનેહી ન વિસરે રે, જો હોય માથે જાત રે માડી. /૧૦ના મૂરખ સાથે ગોઠડી રે, પગ પગ ક્લેશ વિઘાત; તેથી મરણ રૂડું કહ્યું રે, કરી ગિરિઝપાપાત રે માડી. ૧૧માં દુશમન પણ દાનો ભલો રે, વિપ્ર ચોર કરે સાર; * * વાંદરે રાયને મારીયો રે, મા મૂરખ હિતકાર રે માડી. I/૧૨ નજરે દીઠો નવિ ગમે રે, એ મૂરખ સંજોગ, તો ઘરવાસ વિલાસના રે, દૂર રહ્યા સંભોગ રે માડી. ૧all ગેહ ભણી પાછી વળું રે, નહી કોઈનું મુજ કાજ, બ્રહ્મચર જ ધરશું સદા રે, લોકમાં વધશે લાજ રે માડી. ૧૪ ધાવ કહે વત્સ સાંભળો રે, મ ધરો મનમાં ખેદ; જ્ઞાનીનું દીઠું હશે રે, તિહાં નહી કિશો વિભેદ રે બેટી મ મ કર બાલકબુદ્ધિ, છે તુઝ પુણ્ય વિશુદ્ધ રે બેટી. II૧પ નપકન્યા વરી ભિલ્લને રે, તે જ આનંદ ભૂપાલ; કુષ્ટી વરીયો મયણા સતી રે, નીકલિયો શ્રીપાલ રે. બેટી. ll૧ell. સંકેતિક નર નાવિયો રે, જૂઠ તણો ભંડાર, કુંવારી કન્યા તણા રે, બોલ્યા શત ભરતાર રે. બેટી. ૧ણા Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ખંડ - ૩: ઢાળ - ૧૩ તૃપ્તિ નહી ખારે જલે રે, તેમ જૂઠાની વાત; જૂઠ સમો નહી પાડીયો રે, એક દિન કરે વિઘાત રે બેટી. ll૧૮ વિદ્યામંત્ર ફળે નહી રે, કૂડકપટનું ધામ, જૂઠથી સુર રહે વેગળા રે, અવિશ્વાસનું ઠામ રે બેટી. ૧૯લા શ્યો ઘરવાસ જ તેહશું રે, બોલે જ નહીં બંધ; સોળ શણગાર સતી તણા રે, નિફલ લહી પતિ અંધ રે બેટી./૨૦ના રૂડું થયું રે નાવિયો રે, દેવે મેલ્યો અન્ય; સોનું કશે માણસ વસે રે, જાણીયે ધન્ય અધન્ય રે બેટી. ૨૧ રૂપ દેખી રાચી રહે રે, ન કરે પરીક્ષા સાર; જાય જન્મારો ઝુરતાં રે, ભુચ્છ મળે ભરતાર રે બેટી. ૨૨ા. આચારે કુળ જાણીયે રે, સંભ્રમ સ્નેહ જણાય; ભોજનવાત વપુ કહે રે, વાતથી સર્વ કળાય રે બેટી ૨૩ ગેહ ભણી જાતાં થકાં રે, હોંશે હાંસી હાણ; માતાપિતાદિ પરાભવે રે જીવિત દુઃખની ખાણ રે બેટી ૨૪ો. બોલાવે માલમ પડે રે, જુઓ બોલે શ્યા બોલ; દેશ કલા કુલ જાણીને રે, આપણ કરશું તોલ રે બેટી ૨પા ત્રીજે ખંડે એ કહી રે, તેરમી ઢાળ રસાલ; શ્રી શુભવીર કુંવર તણો રે, પુણ્ય ઉદય ઉજમાળ રે બેટી ૨૬ll - રાજકુંવરી ભ્રમમાં - કુંવરી ધાવમાતાને કહે છે.. “મા” ! આ કોણ છે? મૂઢ, ગમાર ? મા ! આ . • યમરાજના ભાઈ સરખો કાળો ડિબાંગ ભૂત જેવો લાગતો ધમિલ, એને જોતાં જ કહેવા લાગી. “ડાંગે અંધારુ કૂટાય !” તેમ હું ભરબજારમાં લૂંટાઈ. રે એવો મારો ઘાટ થયો. “મા” ! આ તો આપણને મોટી બલા વળગી રે ! આને જોતાં જ મારું શરીર બળે છે એટલે હું મોટી ચિંતામાં ડૂબી. કેમ કે મેં જોયો જે ધમ્મિલ તે ક્યાં? ને આ નર કોણ? આવા નબળાની સાથે સ્નેહ કેવો? ખરેખર મા, આ તો મોટી બલા છે. //ના. જેને જોતાં દેહ બળે, વળી ભૂખ ઘણી લાગી હોય અને ખાવા ન મળતું હોય તે વેળાએ શરીર બળતું હોય તેવું શરીર આનું છે. કરોળિયાની સૂકી જાળ સરખી આના દેહમાં રહેલી બધી નસો દેખાય છે. ભૂખનો માર્યો એનો દેહ બળીને ખાખ થઈ ગયો છે. આવી વિકરાળ કાયા તો જો કેવી બિહામણી છે ? //રા રે મા ! એના શરીર ઉપર વસ્ત્ર કેટલાં મેલાં છે. એનો દેહ પણ એટલો જ મલિન દેખાય છે. દરિદ્રી સરખું આનું રૂપ પણ જોવું ન ગમે તેવું છે અને મૂંગા પ્રાણીની જેમ “હું હું કરે છે. મા! આવો જોઈને જાણીને, કૂવામાં કોણ પડે? Hall મા! જેને સંકેત કરીને બોલાવ્યો હતો તે તો કેવો કામદેવના અવતાર સરખો હતો. જેને મેં હૃદયમાં ધારણ કર્યો હતો તે પુરુષ તો કોણ જાણે ક્યાં ગયો? મુક્તાફલનો હાર હૃદય ' ઉપર ધારણ કરાય તેમ તે (સંત કરેલ) ધમિલને મેં મારા મનવલ્લભ તરીકે હૃદયમાં ધારણ કર્યો છે. //૪ Page #249 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ મા ! કેટલો બધો બંને વચ્ચે તફાવત છે. તે તો જો ! હૃષ્ટપુષ્ટ કાયાવાળો સુવર્ણ સરખો તે ક્યાં ? અને આ પિત્તલ સરખો ક્યાં ? ક્યાં મણિ ? ક્યાં કાચનો ટુકડો ? ક્યાં સૂર્ય ? ક્યાં ખજુઓ એટલે કે આગિયો ? ક્યાં ચંદ્ર ? ક્યાં રાહુ ? ક્યાં સત્ય ? ક્યાં જુઠ ? III આ પિત્તળ - કાચનો ટુકડો - ખજુઓ રાહુ અને જૂઠ એવો આ માણસ કોણે અહીં મોકલ્યો છે ? જે બોલી પણ શકતો નથી. બોલવાની રીત આવડતી નથી. અને ખોટેખોટો હું હું કર્યા કરે છે. રે ! રણમાં (જંગલમાં) ભૂત-પ્રેત રાક્ષસ કે પિશાચ આપણને મળ્યો લાગે છે. દા ૨૦૦૮ સુંદર-સોહામણા ધમ્મિલની સાથે સ્નેહ બાંધ્યો તો પિયરીયાં છોડી દીધાં. એક સંતાપ દૂર કર્યો તો આ બીજો સંતાપ આવી મળ્યો. આ મોટા વનવગડામાં મા, આપણે એકલાં છીએ. પૂર્વનું પાપ પ્રગટ થયું છે જેથી આ રિદ્રી ભટકાયો છે. III તે સાંકેતિક પુરુષને શૂરવીર જાણીને, મેં ઘરબાર-માતપિતા છોડ્યાં, અને મહેલમાંથી વસ્ત્રો શસ્ત્રોથી રથ સજ્યો. (સાથમાં લીધાં) ઘરમંડાણને માટે ઘરવખરી તો લાવવી પડે તો સાથે રત્નનો ડાબલો લીધો. ૮ વળી વ્યવહારને જાણવા ચલાવવા માટે નીતિશાસ્ત્રનાં પુસ્તકો તથા પાકશાસ્ત્રનાં પુસ્તકો સાથે રાખ્યાં હતાં. જેથી સંસારમાં ઉપયોગી થાય. ક્યાંયે મુશ્કેલી ઊભી ન થાય. આ તો રથ ચલાવતો કેવો હાલી મવાલી ગાડું ચલાવતો લાગે છે. જે હાથેય ઝાલી ન જાણતો હોય તેમ છે. હાથ ઝાલે તેવો નથી. તો સંસાર તો ગ્યે મંડાય ? ।।૯।। માડી ! ચતુરની સાથે ચતુરના ચિત્તનો મેળાપ થાય તો એક રાત પણ ભરી ભરી થઈ જાય. તે રાત પણ યાદ રહી જાય. એમાં યે વળી જો કુલવાન હોય તો તેવો સ્નેહી કદીયે વીસરે પણ નહીં. ||૧૦| પણ જો મા ! આવા મૂરખની સાથે બેલા બંધાયા તો પગલે પગલે ક્લેશ પામીએ. મૂર્ખની સાથે પંડિતજન ક્યારેય જ્ઞાનગોષ્ઠી કરતા નથી. આવા મૂરખ સાથે સંબંધ બાંધવા કરતાં પર્વત ઉપર જઈને ઝંપ્રાપાત કરવો વધારે સારો. અર્થાત્ ઝંપાપાત કરીને મરવું તે શ્રેય છે. II૧૧।। કહેવાય છે કે “દુશ્મન પણ દાની સારો. (દાનેશ્વરી સારો)” જે દુશ્મન એવા બ્રાહ્મણે પોતાના પ્રાણની આહુતી આપીને ચોરને પાછા વારણ કર્યા. પોતાના જાતભાઈને બચાવ્યા. મૂર્ખ સાથે ગોઠડી નકામી. જેમ મૂર્ખ વાંદરાએ રાજાને માર્યો. તેવી દશા આપણી થાય. કથા :- (૧) “દુશ્મન પણ દાની (દાનેશ્વરી) ભલો.” એક પંડિત બ્રાહ્મણ હતો. પણ બિચારો ગરીબ હતો. કોઈ કારણસર તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો. રસ્તામાં (જાતિભાઈ પોતાના) બ્રાહ્મણો કેટલાક મળ્યા. તે સૌ ધનવાન હતા. રસ્તામાં તેને વિચાર આવ્યો. મારા જાતભાઈ છે તેમની સાથે જ ચાલું. તક મળતાં આ સૌને ઝેર આપી દઈશ. તે સૌનું દ્રવ્ય હું લઈને ચાલ્યો જઈશ. ધનની ઇચ્છાથી તે સૌ ધનવાનોની સાથે ચાલ્યો. ધનની લાલચે હૃદયમાં તે બ્રાહ્મણને તે સૌ ધનવાનો સાથે દુશ્મનાવટ થઈ. આગળ સૌ સાથે ચાલી રહ્યા છે. એકાએક રસ્તામાં સામે ચોરો મળ્યા. બ્રાહ્મણોને જોઈને ચોરોએ હાક પાડી. ખબરદાર જો આગળ વધ્યા છો તો. જે હોય તે તમારી પાસે બધું મૂકી ઘો. નહીંતર અમારી લાકડી, તમારું માથું. જોતજોતામાં વધેરાઈ જશે. આ વાત સાંભળીને સૌ ભયથી થથરવા લાગ્યા. ગરીબ-પંડિત બ્રાહ્મણને વિચાર આવ્યો કે “હું જ સૌથી આગળ થાઉં. મારી પાસે ધન તો કંઈ નથી. મને શું લૂંટશે. મરવાનું છે તો હું જ મોખરે રહીને ધન વગરનો છું એમ કહીશ. તો પહેલાં મને મારશે. મારી પાસે ન મળશે નહીં. તેથી પાછળવાળા મારા જાતિભાઈ પાસે ધન હશે નહિ એમ સમજીને છોડી દેશે. ચાલ્યા જશે. મારા ભાઈઓ બચી જશે. તેમનું ધન પણ બચી જશે અને પોતે તરત જ આગળ આવ્યો. ચોરોને કહ્યું. કે “જો મારી Page #250 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩: ઢાળ - ૧૩. ૨૦૯ પાસે કંઈ નથી. મારા આ બધા ભાઈઓ પાસે પણ કંઈ નથી.” છતાં ચોરો તેને લૂંટવા માટે તૂટી પડ્યા. તે તો ઊભો જ હતો. કંઈ જ ન મળ્યું. હોય તો મળેને? નિધન હતો. ચોરો પણ સમજી ગયા કે આ બધા નિધનિયા છે. નિર્ધન એવો પહેલો જે આવેલો તે બ્રાહ્મણને તો લાકડીથી ફટકાર્યો. થોડીવારમાં તે મરણને શરણ થયો. એક પાસેથી કશું ન મળતાં, બીજા પાસેથી શું મળશે? કશું જ નહીં મળે. માનીને તે બધા ચોરો ચાલ્યા ગયા. (૨) “મા મૂરખ હિતકાર રે” “મૂર્ખ વાંદરાની વાત” રાજમંદિરે રોજ એક વાંદરો આવતો હતો. તે વાંદરાને રોજ રાજા જોતો. રાજાને તેની સાથે મિત્રતા બંધાઈ. મિત્રતાના દાવે રાજા વાંદરાને જે કહે તે વાંદરો કરવા લાગ્યો. રાજાએ તેને (વાંદરાને) મશાલચી બનાવ્યો. મશાલ હાથમાં રાખીને નિયમિત રાજાની પડખે ઊભો રહે છે. એકદા રાજદરબારે કોઈક પરદેશી કેરીનો કરંડિયો ભરીને આવ્યો. રાજાની આગળ ભેટણું (તે કેરીનું) ધર્યું. રાજાની સામે કેરીનો કરંડિયો મૂક્યો. આ કેરી ઉપર મૂર્ખ વાંદરાની નજર પડી. સૌથી વધારે કેરી સૌને પ્રિય હોય. વાંદરાને પણ કેરી પ્રિય જ હોય. કેરી જોઈ હાથમાં ઝાલ્યો રહે ખરો? મૂર્ણ ચંચળ વાંદરાએ મશાલ રાજાની ઉપર નાંખી દીધી. કેરીના કરડિયા ઉપર તરાપ મારી. જાતિ સ્વભાવ આવી ગયો. મૂર્ખને લાંબી અક્કલ હોય નહીં. શું પરિણામ આવે ? કન્યા ધાવમાતાને કહે છે મા ! મૂર્ખ સાથેના સંબંધો આવી દશા નોંતરે. મૃત્યુના મુખમાં પણ ધકેલાઈ જવું પડે. # ૧૨ો આવા મૂર્ખનો સંયોગ શા કામનો ? મને તો આ ધમ્મિલ) નજરે દીઠો યે ગમતો નથી. તો એની સાથેનો ઘરવાસ, વિલાસ ને સંભોગ તો દૂર રહો, પણ હે માડી ! મને તો નજરે જોવો ગમતો નથી. તો બીજી વાત શી કરવી ? ||૧૩ી. હું તો મા ! હવે ઘર તરફ પાછી ફરું છું. મારે તો હવે કોઈનું યે કામ નથી. ઘેર જઈશ. બ્રહ્મવ્રતને ધારણ કરીશ. લગ્નની વાત કરવી નહિ. કોઈ કરે તો સાંભળીશ પણ નહીં. બ્રહ્મવ્રત પાળતાં લોકમાં મારી આબરૂ તો વધશે. I૧૪ો તે સાંભળી ધાવમાતા બોલી...વત્સ ! સાંભળ! મનમાં જરાયે ખેદ ન કરીશ. જે જ્ઞાનીએ દીઠું હશે તે જ થશે. તેમાં કોઈ ફેરફાર થવાનો નથી. બેટા ! બાળકબુદ્ધિ ન ધરતી. વળી તારું પુણ્ય જ પ્રબળ હશે તો સૌ સારાં વાનાં થશે. I[૧પી જો સાંભળ ! પેલી નૃપકન્યા ભિલ્લને પરણી એ તેના પુણ્ય આનંદ રાજા નીવડ્યા ને ! વળી મયણા ! કઠી કોઢિયાને પરણી, અને તેના પયયોગે કોઢે ગયા ને શ્રીપાળ રાજા મથાને, ૧દી. તને સંકેત કરીને જનારો ન આવ્યો. તો તે જૂઠ નીવડ્યોને ! સાંભળ્યું છે કે કુંવારી કન્યાને સો વર અને સો ઘર હોય છે. // ૧૭ી ક્યારેય ખારા જળથી તૃપ્તિ થાય ખરી? ના. તરસ છીપાય ? ના. જૂઠાની વાત પણ આવી જ હોય. જૂઠું બોલનારો જે માણસ તેના સરખો બીજો કોઈ પાપીઓ કહ્યો નથી. જૂઠું બોલનારો પાપી હોય છે. આગળ વધીને તે ઘાત કરનારો પણ થાય. // ૧૮ll જૂઠું બોલનારને, કૂડકપટ કરનારને કદીયે વિદ્યામંત્ર ફળીભૂત થતાં નથી. તેવા જનોથી દેવો પણ દૂર રહે છે. તેની ઉપર કોઈ વિશ્વાસ કરતું નથી. ૧૯ો જે બોલવામાં બાંઠાં હોય અર્થાત્ બોલવા ઉપર કાબુ ન હોય, વા વચન પાળતો ન હોય એની સાથે શું સંસાર માંડવો? જો કોઈ સતી સોળે શણગાર સજી પોતાના અંધપતિની આગળ આવીને ઊભી રહે તો શા કામની ? અંધપતિ બિચારો શું આનંદ માણવાનો ? ૨૦ની - તને સંકેત કરીને જનારો તે જૂઠો માણસ ન આવ્યો તો તે ઘણું સારું થયું. તારા ભાગ્યે જ આ બીજાને મોકલ્યો છે. અને જો બેટી ! સોનું કરવાથી અને માણસ વસવાથી, એટલે કે માણસ પાસે વસે, - રહે તો જ તેનો અનુભવ થાય કે માણસ સારો છે કે ખોટો ! ર૧ દીકરી ! બેટા ! સાંભળ! જે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ધર્મિલકુમાર રાસ રૂપ દેખીને રાજી થાય, મોહિત થાય, સારાનરસાંની પરીક્ષા કરે નહીં, ને ભોટ જેવા ભરથાર મળી જાય તો શું થાય? રૂપના રૂડા હોય, પણ તેનામાં કંઈ જ ન હોય તો જન્મારો સારોયે ઝૂરી ઝૂરીને પૂરો કરવો પડે. માટે તું પૂરેપૂરો વિચાર કર. ઉતાવળી ન થતી. //રરા. વળી કહેવાય પણ છે કે આચારથી કુળ જણાય. હાવભાવથી પ્રેમ પરખાય. શરીર જોઈને ભોજનની વાત જણાઈ જાય. એટલે શરીરે સૂકલડો હોય તોયે જણાય. સ્થૂલ (જાડો) હોય તો પણ જણાય. એટલે શરીર ઉપરથી કળી શકાય કે તે શું ખાતો હશે. તો વાર્તાલાપથી સર્વકલા જણાય છે. ll૧૩ll વળી બેટી ! આવા સંયોગોમાં જો ઘર તરફ પાછા ફરશું તો સૌ જન સગાંવહાલાં પરિવાર આદિ સૌ વચ્ચે. આપણી હાંસી થશે. તે કારણે તને હૈયામાં ઘણું દુઃખ થશે. તારાં માતા-પિતા-ભાઈ-ભાભી આદિ તને મેણાંટોણાં મારશે. તે સૌ પરાભવ સહન કરતાં તારું જીવિત-જીવતર દુઃખની ખાણ જેવું થશે. ૨૪ll બીજું પણ સાંભળ ! આપણે આને બોલાવશું. એની સાથે વાર્તાલાપ કરશું. તેમ કરતાં તે કેવા પ્રકારનો જવાબ આપે છે ? તે ઉપરથી આપણને ખબર પડી જશે કે તે કેવો હોંશિયાર ચતુર છે. દેશકલા-કુળ વગેરે પણ જણાઈ જશે. પછી વિચારીને તેનો તોલ કરશું. ૨પા માટે હમણાં તું શાંતિ રાખ: ઉતાવળી ન થઈશ. તેલ જો, તેલની ધાર જો. આ રીતે ધાવમાતા આશ્વાસન આપી રહી છે. આ પ્રમાણે આ ત્રીજા ખંડને વિશે રસાળ એવી તેરમી ઢાળ કહી. શ્રી શુભવીરવિજય મહારાજ કહે છે કે હવે તપના પ્રભાવે કુંવરનો પુણ્યોદય કેવો પ્રગટ થાય છે તે જુઓ. ll૨૬ll ખંડ - ૩ઃ ઢાળ - ૧૩ સમાપ્ત -દોહા :ધાવ વચન સુણી શીખનાં, ખેદ ભરી અકળાય; મન ચિંતે સંકટ પડી, વાઘ નદીને ન્યાય. ૧* તરૂ અંતર કુમારે સુણી, વાત ઉભયની ત્યાંહી, ચિંતે ચિત્ત જોઉં પારખું, દેવ વચનનું આંહી. રા. સખી સાથે બોલાવતી, તસ કુમરી તેણી વાર; , છે તુમ કોણ દેશ કુલ, કેમ અમ સાથ વિહાર. Hall કોણ દેશ જવા તણો છે તમાચો ઉદ્દેશ, શાસકળા શી શી ભયા, કહો એ વાત અશેષ. IIકા ધાવમાતાની શીખ સાંભળીને તે કુંવરી મનમાં ઘણું ખેદ પામી. મનમાં અકળાઈ પણ રહી છે. પણ કરે શું? “વાઘ-નદીના ન્યાયે” ખરેખર ! હું તો સંકટમાં પડી છું. પણ હવે કરવું શું? જવું પણ ક્યાં? કંઈ સૂઝતું નથી. ૧જે વૃક્ષ નીચે વાત ચાલતી હતી. તે જ વૃક્ષની (પાછળ) આડે ઊભેલા ધમિલે પણ આ વાર્તાલાપ સાંભળ્યો. તે સાંભળી મનમાં વિચારે છે કે “દેવવચનનું પારખું” અહીં જોવા મળશે. //રા ધર્મિલની ઓળખાણ - આ પ્રમાણે વિચારીને ધમિલ તરત જ વૃક્ષઓથેથી બહાર આવી તેણીની સન્મુખ આવીને ઊભો. સામે જ આવી ઊભો એટલે કંઈક તો વાત કરવી પડે. અકળાયેલી કુંવરીએ Page #252 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૧૪ પણ સખીવત્ ધાવમાતાને કહ્યું. “તમે તેની સાથે જે વાત કરવી હોય તે કરો. હું તો તેની સાથે બોલવાની નથી. ત્યારે તે સખીએ ધમ્મિલની સાથે વાત કરવી શરૂ કરી. “તમે કોણ છો ? તમારો દેશ કયો ? તમારું કુળ કયું ? અમારી સાથે આવવાનું તમારે પ્રયોજન શું ? અમારી સાથે કેમ આવી રહ્યા છો ? IIII આગળ કયા દેશમાં જવાની તમારી ઇચ્છા છે ? શાસ્રકળા વગેરે શું શું ભણ્યા છો ? તમારો ઉદ્દેશ શું છે ? વગેરે અમને જણાવો. ॥૪॥ ઢાળ ચૌદમી (રાગ પરજીયો – ધિગ પિગ ઢુંઢક ધર્મને...એ દેશી) કુંવર કપટસે બોલીયો રે, મેરા કામરૂ દેશ. ફરતે ફિરે અમ એકિલે, કરી નવ નવ વેશ. કરણી ફકીરી કયા દિલગીરી........ હાલીમેં હરિપુર શેહેરકા રે, નહી માય ને બાપ, જોરૂ જુલમ મેંને ના કીયા, બડા હુવે સંતાપ...કરણી...॥૨॥ સગે સણીજે ઘર ક્યા કરે રે, હમ જુલમી લોક; ખાનાં પીનાં કરું હાથસે, ફેર દેવેલી લોક...કરણી...જ્ઞા સ્નાન માસ ખટ અંતરે રે, વ૨સે દોય વાર; કપડે બી યા રીત ધોવણાં, નહીં ફૂરસદ લગાર...કરણી... II૪II ભૂત સેતાનકે દેવલે રે, હમ રેહતે રાત; દિનમેં દિવાના હો રહે, કહુ ક્યા બુનિયાત...કરણી...પા ઔર કલા ન પિછાનિયે હૈ, મતિ વિકલ ગમાર; મોર કલા વનમેં ધરે, એક દેખીએ સાર...કરણી...॥૬॥ શાસ્ત્ર પઢે બકવા કરે રે, જેસા લવરીખોર, ગોવાલ હમ ઊસે ક્યા કરે, નિત્ય ચારંત ઢોર...કરણી...IIII ઉનમેસી ઢોર કેતે બેચીકે રે, લીએ પૈસે હજાર, ॥૧॥ ઓ બી જુગટ ખેલમેં ગએ, નહી ખાયે લગાર...કરણી...॥૮॥ ખાવનને ફે૨ મુઝે ના દીયા રે, પશુ ચારણ ઘાસ; કોઈ રખે નહી નોકરી, નહિ કવડી બી પાસ...કરણી... III ખ્યાલ તમાસા દેખતે રે, રહે ફિરતે હી ગામ; ઠામ ઠેકાણાં નહી કિશ્યાં, મેરા કાબેલ નામ...કરણી...૧૦ જંગમ જંગલ જોગટે રે, જેસે ખાખી હી લોક; કરતે મોજ મસ્તાઈમેં, નાહી કિસિકા શોક...કરણી...॥૧૧॥ ૨૧૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ધમિલકુમાર રાસ તુમ સમ ઓરત જે મળે રે, ઉસે કરતે બી હાથ; વેચી વિદેશે કરૂ દોકડા, રમુ વેશ્યાકી સાથ..કરણી..//૧રી રોટી પકાના હાથે પડે રે, અબ તુ મલી નાર; ખાનાં પાનાં મુજે જો દીયે, રખું તુઝે ઘરબાર...કરણી...ll૧all બંટી બાવટા લાયગે રે પીસો નિત્ય તીન શેર; રોજી ચલેંગી જન તીનકી, મત જાનોગે ફેર...કરણી.../૧૪ll કુંવરી કહે દાધાપરી રે, તેરા બોલ હે લૂણ; વેશ ફકીરી તેરી જલ ગઈ રે, તુમ હોતા હે કૂણ. જલ રે ગઈ તેરી ઝીંદગી...એ આંકણી...જલ....../૧પી. લાલ લાલજેસી તેરી અંખીયાંરે, જેસી જલતી મશાલ; મેં હુ બડી કુલબેટીયાં, તુંહી હાલી હમાલ...જલ.૧૬ll. ભૂત દેવલ વસતો ફરે રે, તું હી આપે હી ભૂત; જુલમી હુઆ તો હમ ક્યા કરે, સુણ રેકે કે પૂત.જલ./૧થી શાસકલા વિકલા નહી રે, ઢોર ચારે સો ઢોર, ગોવાલ હમ ઘર બોહોત છે, નહી તુમ સમ ચોર....જલ..../૧૮ મૂરખરાજ કચેરીયે રે, જુએ હસ્તીવદન; દોનું પૂચ્છ મુખ ન મલે, સુણી સ્વામી પ્રચ્છન્ન...જલ....../૧લી પરઠી લાંચ દુરે ગએ રે, હઈ લોકમેં હાંસી; તું બી બડે એસે મૂરખે, વિણ વિદ્યા વિલાસ..જલ.....l૨ની તેરી જિંદગાની ગઈ થૂલમેં રે, બડા વ્યસની હરામ; સંગ તજે દૂર સજજનાં, રહે પાસ ન દામ...જલ.૨૧ જો ગીપરે કરે જંગલે રે, તેરે કીસીકા શોક, ચિંતા ચતર ઘટમેં વસે, નહી મૂરખ લોકજલ...રરા ઓરત વેચી વિદેશમેં રે નહી ખત્રીકી જાત; બહુત ઊંદર બિલ દેખીયે, હોત અહી બિલ ઘાત...જલ...ર૩ રાંક મુજે તું ક્યાં કરે રે, બડી સતી હું નાર; રાજસુતા મેરા હાથકી, નહી દેખી તરવાર...જલ.રજા. બંટી બાવટા તુ ભખે રે, તોરી પીસેગી માય; ખાનાં પાનાં દેઉં નોકરી, જબ સેવેંગા પાય...જલ...ll૨પા . Page #254 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ઃ ઢાળ - ૧૪ ૨૧૩ • લુંચે હરિકી કેસરા રે, લગે ખડ્રગને ન ધાય; જલણ બિચે કોઉ ના જલે, મણિ ફણીકા પ્રહાય...જલ...ર૬ તાલપૂટે કોઈના મરે રે, પણ સતિકા શાપ, જીવે ન મંત્ર વિદ્યાધરા, એસી મેરી બી છાપ..જલારા. ખંડ ત્રીજે સંવાદની રે, કહી ચઉદમી ઢાળ; વીર કહે સતી ના બીહે, લહે લક્ષ્મી વિશાલ....જલ.....l/૨૮માં. કુંવરે પણ ધાવમાતાની વાત સાંભળી. વળી દેવવચનની પરીક્ષા કરવા માટે કપટપૂર્વક કહેવા લાગ્યો. “કામરૂ નામનો અમારો દેશ છે અને એ અમારા દેશમાં નવનવા વેશ ધારણ કરીને અમે એકલાં એકલાં આમતેમ ફર્યા કરીએ છીએ. આ અમારી ફકીરી કરવામાં વળી દુઃખ શું હોય? ||૧ી કામરૂ દેશમાં હરિપુર નામનું શહેર છે. તે શહેરનો હું એક ખેડૂત છું. મારે માત-પિતા નથી. હું નાનો હતો ત્યારે મારાં માતાપિતા પરલોકે સિધાવ્યાં. વળી આમ તેમ આથડતાં મોટો થયો. પણ સ્ત્રીનો જુલમ સ્વીકાર્યો નથી. નકામો એ સંતાપમાં કોણ પડે. દુઃખી થઈ જવાય. /રા - હું તો ફક્કડ ગિરધારી માણસ છું. સગા સણેજા (સ્નેહી સંબંધી)નાં કે કાકા-મામાને ઘેર કયારેય જતો નથી. મા-બાપ વિનાના એવા મારી ઉપર આ લોકો જુલમ ગુજારે છે. જયાં જયાં જાઉં ત્યાં હું મારા હાથે ખાવાનું બનાવું. કોઈક ગામનાં લોકો પણ મને ખાવાનું આપે. અમારું પેટ અમે ભરી લઈએ. //al અમારું નહાવાનું કે ધોવાનું ૬-૬ મહિને કરીએ છીએ. અર્થાત્ ૬ મહિને સ્નાન કરીએ અને છ મહિને કપડાં ધોઈએ છીએ. કારણ કે એક ગામથી બીજા ગામે જતાં અને ખાવાપીવામાં સમય પૂરો થઈ જાય. પછી નહાવાનો કે ધોવાનો તો સમય મળતો નથી. //૪ll. ગામ નગરોની બહાર રહેલા યક્ષ-ભૂત-પ્રેત કે શેતાનનાં દેવળો કે મંદિરોમાં રાતવાસો રહીએ. અને દિવસે દિવાનો થઈને ગામ પાદર વન જંગલોમાં રખડ્યા કરું. ફર્યા કરું. આ મારી કહાની. બોલો હવે આગળ શી વાત કરું? //પી. વળી બીજી કળાઓ અમને આવડતી નથી. બુદ્ધિનો ગમાર છું. વનમાં 'હોઉં તો વનના મોરની કળાને જોયા કરું. આ એક કળાની વાત જાણું. બીજું કંઈ આવડતું નથી. //l. - ઘણાં શાસ્ત્રો ભણનાર કરે શું? લવારો કરનાર લવરીખોરની માફક બકબક કર્યા કરે. બકવાટ જ કરતો હોય. અમે તો રહ્યા ગોવાળ. ઢોર ચરાવવાવાળા અમારે લવારો કરનારાઓની સાથે શું સંબંધ. અમે તો રોજ રોજ ઢોર ચરાવી જાણીએ. બીજું કંઈ અમને આવડે નહિ. કા વળી સાંભળો ! હોળીધૂળેટીનું પરવ આવે, ત્યારે આ અમારાં જે ઢોર હોય તેમાંથી થોડાંક વેચીને દામ ઊભા કરીએ. હજાર કે તેથી પણ વધારે પૈસા ઊભા કરીએ. પરવ-તહેવારમાં જુગાર ખેલીએ. તે બધા પૈસા જુગાર રમવામાં જાય. તેમાંનો એક પૈસો અમારા માટે વાપરીએ નહીં. ભૂખ્યા મેરીએ પણ જુગારમાં પાછા ન પડીએ. તહેવારમાં રમીએ અને મોજમસ્તીમાં આનંદ માનીએ. ll અને માલિકને ખબર પડી ગઈ તો તો ફરીથી ઢોર ચરાવવા આપે જ નહીં. કારણ કે મેં પૂછ્યા વિના બે-ચાર ઢોર વેચી દીધાં હોય. પછી માલિક આપે ખરો? અમારા આવા પ્રકારના ધંધાથી તે ગામમાં કોઈ નોકરીએ ન રાખે. પૈસો કે કોડી બદામ પણ પાસે ન હોય. પણ હા ! કદી ભીખ ન માંગીએ. - હા ! અમે તો એવા. lલા પૈસા વિનાના અને બીજું કરીએ પણ શું? ગામ ગામ રખડીએ. નાટક Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ધમિલકુમાર રાસ તમાશા જોઈએ. મારું નામ કાબેલ છે. આ અમારું નામ. ઠામ ઠેકાણાં અમારાં વળી કેવાં? I૧૦/ જંગલમાં જેમ રોઝ ભટક્યા કરે તેમ અમે રોઝની જેવા ગામ-જંગલ-ગામ ગામ રખડ્યા કરીએ. અમે રહ્યા ખાખી બાવા. ખાખી લોક જેવા, જયાં જઈએ ત્યાં મોજમઝા કરીએ. અમારે કોઈ નથી સગું કે વહાલું. તો પછી અમારે શોક ક્યાંથી આવે? જંગલમાં કે રસ્તે રઝળતાં તમારી જેવી કોઈ ઓરત સ્ત્રી મળી જાય તો લાગ જોઈને, હાથવગી કરી લઈએ. પછી બીજા દેશમાં જઈને તેને વેચીને દામ ઊભા કરીએ. તે પૈસાની વળી બે-ચાર ઉજાણી કરીએ. વેશ્યાને ઘેર જઈને મોજમજા કરીએ. /૧૧+૧૨. ઘરબાર બૈરી વગરના અમારે ખાવાનું તો હાથે પકાવવું પડે. રોટી હાથે બનાવીએ. હમણાં તમે સૌ મળ્યા છો. જો મને રોટી વગેરે દરરોજ બનાવી આપીશ તો તને મારે ઘેર રાખીશ. I/૧૩ ધમ્મિલ અને કુંવરીનો સંવાદ - બંટી-બાવટા હું લાવી આપીશ. ૩ શેર જેટલું હાથથી પીશીને લોટ બનાવવનો. જે લોટથી આપણા ત્રણ જણની રોજી ચાલશે. આ જે મેં કહ્યું તેમાં ફેરફાર નહીં થાય. પણ તું મારે ઘેર આવીને રહે તો. /૧૪ો ધમ્મિલની વાત સાંભળી કુંવરી એકદમ અકળાઈ ગઈ. અને કહેવા લાગી. રે ! જા રે ! હરાયા ઢોર જેવા. તારા બોલ તો જો. દાઝયા ઉપર મીઠું (લૂણ-ખારુ મીઠું) ભભરાવ્યા જેવા છે. તું તો નિષ્ફર લાગે છે. રે ! મૂઆ, તારો વેશ - તારી ફકીરીયે મૂઈ બળી ગઈ. રે ! તું મૂઆ કોણ છે? તારી જિંદગી પણ બળી ગઈ. //પી રે ! આ તારી આંખો તો જો ! કેવી લાલઘૂમ છે જાણે કે જલતી મશાલ જોઈ લ્યો. હું તો મોટા ઘરની દીકરી છું. તને ખબર નહીં હોય. રે ! તું તે કેવો હાલી મવાલી જેવો છે. રે ! હાલી મવાલી ! આવું બધું બોલતાં શરમાતો યે નથી. //૧દી તારો દેખાવ તો જો. તું જ ભૂત જેવો છે. પછી તો ભૂત યક્ષ પિશાચના દેવમંદિરોમાં જ વસેને ! ત્યાં જ રખડતો રહેને ! હે રાંક ! તું જબરો તો તારા ઘરનો. અમારે શું લેવાદેવા? II૧૭થી કંઈ ભણ્યો ગણ્યો નથી. તો શાસ્ત્રકળા તો ક્યાંથી આવડે ? તારો ધંધો ઢોર ચરાવવાનો એટલે તું પણ ઢોર જેવો જ ને ? મારે ઘેર તો ગોવાળિયા ઘણા ને ઢોર પણ ઘણાં પણ તારા જેવા કોઈ ચોર નથી. II૧૮ પેલા મૂરખા જેવો જ તું મહામૂરખ છે. રાજકચેરીએ મૂરખા ભેગા થયા. ત્યાં તેમણે હાથીને જોયો. મૂરખાઓ હાથીના મુખને જુએ છે. પણ મુખ જોવા મળતું નથી. આગળ પાછળ બંને જગ્યાએ આને તો પૂંછડાં છે તો આને મુખ જ નથી. બંને મૂરખાની વાત હાથીના મહાવતે છાની રીતે પાછળથી સાંભળી લીધી. આગળ આવીને મૂરખાઓને પડકાર કર્યો રે ! તમે આ શું કર્યું ? મારા હાથીનું મોટું તમે લોકોએ લઈ લીધું છે. એ મોટું પાછુ આપો નહિ તો રાજ દરબારે ફરિયાદ કરીશ. આ વાત સાંભળી મૂરખાઓ કરગરવા લાગ્યા. તમે રાજદરબારે ન જશો. જોઈએ તો તમને પૈસા આપી દઈએ. મહાવતે મોં માંગી લાંચ લઈ લીધી. મૂરખાઓએ આપી દઈને, ત્યાંથી જલ્દી પલાયન થઈ ગયા. આ જોઈને તેઓની હાંસી લોકોએ ઉડાવી. ઘણું હસ્યા પણ મૂરખાને કંઈ અસર થાય? ન જ થાય. બુદ્ધિ જ ન હોય..તે તું પણ તેની જેમ વિદ્યા વિનાનો તેઓની જેમ મૂરખમાં શિરદાર છે. /૧૨ના રે ! હરામખોર વ્યસની ! તારી જિંદગી તો ધૂળમાં ગઈ. તારાં સ્વજનો તો તારા સંગને દૂરથી છોડી દે છે. તારી પાસે પૈસા પણ ટકી શક્યા નથી. તો તારી પાસે કોણ આવે? તા૨૧ જોગી - જોગટાઓની જેમ જંગલમાં રખડતાં તારે તે વળી શોક શો? હોય પણ કોનો? ચિંતા ચતુર માણસોના હૈયે હોય. સમાજની વચ્ચે રહેનારને ચિંતા હોય. એકલો ભટક્યા કરે. પછી તારે ચિંતા ન જ હોય. //રરા . જે પોતાની બૈરીને વિદેશમાં જઈ વેચી આવ્યો. તે ક્ષત્રિયજાતિનો ન હોય. ગામ જંગલોનાં ઉંદરના Page #256 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૧૫ ૨૧૫ બીલો ઘણા જોયા હશે. પણ સર્પના બિલમાં હાથ નાંખવાથી જ પોતાનો ઘાત થાય છે. સમજી રાખજે. //ર૩ી રાંકડા ! તું મને શું કરવાનો ! હું તો મોટી સતી સજ્જન છું. રાજપુત્રી છું. મેં મારા હાથમાં તરવાર જોઈ નથી. જોવી છે તરવાર. બોલ ! બતાવી દઉં? ૨૪ વળી તારી મા બંટી બાજરા પીસી આપશે. તું રાંધીને રોટલા ઘડીને ખાજે. હા ! બાકી જો તું મારા પગ દબાવી આપે, પગચંપી કરી દે. તો વળી ખાવું પીવું ને નોકરી બધું જ આપું તેમ છું. ૨પા. સિંહની કેસરા કોઈ ખેંચી શકે કદાચ, તો જીવતો રહે ખરો, ખગ લાગે તોયે કદાચ ઘાયલ થાય, બચી જાય, જો અગ્નિ વચ્ચે ઊભો હોય તો હજુ બળી ન શકે. સર્પના મસ્તક ઉપર રહેલો મણી કદાચ કોઈ ગ્રહણ કરી શકે. આ બધાં કામ કઠિન છે. તાલપુટ ઝેર ખાય અને ન મરે તેવું પણ બને. પણ સતીઓના શાપથી કોઈ બચતું નથી. મંત્ર તંત્રને જાણનારા પણ સતીઓના શાપથી બચી શકતા નથી, જીવી શકતા નથી. અને સમજી લેજે કે મારી છાપ એવી છે સમજયો. ૨૬-૨૭માં ત્રીજા ખંડને વિશે ધમ્મિલ અને કુંવરીના સંવાદ સાથે ચૌદમી ઢાળ કહી. વીરવિજયજી મહારાજ કહે છે સતી મહાસતી ક્યારે ક્યાંયે કોઈનાથી ડરતી નથી. માત્ર શીલના રક્ષણ માટેના જ બધા પ્રયત્નો હોય છે. તે રક્ષણ કરતાં લક્ષ્મી ઘણી મેળવે છે. ૨૮ ખંડ - ૩: ઢાળ - ૧૪ સમાપ્ત -: દોહા :કુંવર સુણી ચિત્ત ચિંતવે, દ્રવ્ય સહિત મલી નાર, પણ ચિત્ત ભીંજે એહનુંસફલ હુએ સંસાર ના જલગિરિ ભેદે અનુક્રમે, કપટે શત્રુ હણાય; કારજ સીઝે વિનયથી, અનુક્રમે સઘળું થાય. રા. વચન વિવાદ ન કીજીયે, ચલીયે તન મન રીત; અનુક્રમે વશ કીજીયે, ન હોય પરાણે પ્રીત. ilal. વયણે મધુરતા રાખવી, કટુક વચન કરી દૂર, જસ મન ગમતું બોલીયે, તો હોય તેહ હજૂર III. જીભા કર કછોટડી, એ ત્રણે વશ હુંત, સજજન ચાલે મલપતા, દુર્જન કહું કરંત પા. ઉષ્ણ શીતલ વરસાઋતુ, ઝગડો કરતા દેવ; ભૂતલ આવી એક ઘરે, પ્રશ્ન કરે તતખેવ. દll કટુક વચન વહુનાં સુણી, દીપે શિક્ષા સુરતાસ, સાસુ વખાણી તિગ ઋતુ, લહે સુર સુણી ઉલ્લાસ. ISા વસ્ત્રાભૂષણ સાસુને, દીપે દેવો ધરી પ્રેમ, હરખ્યા સુર સ્વર્ગે ગયા, અમે પણ કરશું તેમ. IIટા. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ધમિલકુમાર રાસ ધાવ કહે બેટી સુણો, પંથે કરી થિર ચિત્ત, એ નર સાથે ચાલવું, આપણ કાર્યનિમિત્ત. lલા રણ ઉતરી ચંપા જઈ, કરશું સઘલો તોલ; તુઝ ઈચ્છાયે સંપ્રતિ, કઠુઆ વચન ન બોલ. //૧૦ના એમ સુણી મૌનપણે રથે, બેઠા બેહુ સુજાણ; કુંવર હુકમ કુમરી તણે, જોતરીયા કેકાણ. I/૧૧l કુંવરીની વાત સાંભળી, ધમિલ મનમાં ચિંતવવા લાગ્યો. દ્રવ્ય સહિત નારી તો મળી. પણ સીધી મળી જાય તેમ નથી. પણ જો એનું હૃદય પીગળે, ભીંજાય, કુમળા મનની થાય તો વળી મારું કામ થાય. અને એમ કરતાં જો મારા પાસા સીધા પડી જાય તો મારો સંસાર સલૂણી સવાર જેવો સફળ થાય. /૧|| . પર્વતને ઓગાળવો પીગળાવવો રમત વાત નથી. પાણીનો સતત પ્રવાહ પર્વતને ભેટે છે. કપટ કરીને શત્રુને હણી નંખાય છે. વળી વિનયથી પણ અઘરા, કઠિન કાર્યો સિદ્ધ થાય છે. તો આ સ્ત્રીને મેળવવી હોય, પોતાની બનાવવી હોય તો વિનય જાળવીશ. વિનય કરીશ. તો એકપછી એક મારાં સઘળાં કાર્યો સિદ્ધ થશે. વિનયથી સ્ત્રીને જીતી શકીશ. //રા. ઘણું બધું મને કીધું છે પણ તેનો જવાબ આપીને મારે વાદવિવાદ કરવો નથી. વાદવિવાદમાં ઊતરવું નથી. પણ તેના મનને અનુકૂળ જે રીતે કહે તે રીતે ચાલીએ. તે કહે તેમ કરવામાં ક્રમે કરીને હું તેને વશ કરી શકીશ. કોઈની સાથે ક્યારેય પણ પરાણે પ્રીત ન થાય. ૩. તેની સાથે વાત કરવામાં મીઠાશ રાખીશ. મધુરતા દાખવીશ. કડવાં વેણ ક્યારેય બોલવાં નહીં. તેણીને જે ગમતું હશે તે રીતે વાણી, વર્તન, વ્યવહાર દાખવીશ. તો હું જરૂર તેણીને મારી કરી શકીશ. હું તેને વશ કરી શકીશ. IIો. જીભ-હાથ-કછોડી - આ ત્રણેયને જેણે વશ કર્યા હોય અર્થાત્ - જીભ - રસનેન્દ્રિય, જેની કાબૂમાં હોય, પોતાની આવક પ્રમાણે ખર્ચ કરતો હોય. પોતાની શક્તિ પ્રમાણે પોતાના હાથે દ્રવ્યનો ખર્ચ કરતો હોય. ત્રીજું જેનું ચારિત્ર ચોખ્યું હોય તેવાં માણસો જગતમાં સજ્જન ગણાય છે. હાથીની જેમ નિર્ભિક મલપતાં આવતાં હોય છે. પાછળ દુર્જનો ગમે તેટલી નિંદા કરતા હોય તો પણ તેને કશી પરવા હોતી નથી. દુર્જનો તેને કશું જ કહી શકતા નથી. //પા જો જીવનમાં મીઠાં વચનો જ બોલાતાં હોય તો તેની ઉપર દેવો પણ ખુશ રહે છે. ઋતુની કથા - એકવાર ઉનાળો - શિયાળો અને વર્ષાઋતુ - (ચોમાસું) આ ત્રણ દેવો આપસ આપસમાં ઝઘડવા લાગ્યા. તેનો ન્યાય કરવા -કરાવવા તે ત્રણે દેવો દેવલોકમાંથી મનુષ્યલોકમાં આવી કોઈ એકના ઘરે જઈને પ્રશ્ન કર્યો. “ત્રણ ઋતુમાં કઈ ઋતુ વધારે સારી ?” IIી જેના ઘરે પ્રશ્ન પૂછ્યો તે ઘરમાં સાસુ-વહુ બે જણાં જ હતાં. તેમાં વહુ બોલી – “એકેય ઋતુ સારી નથી.” ઉનાળો બાળે - શિયાળો ઠારે - ચોમાસું પલાળે – જયાં ત્યાં કાદવકિચડ જ હોય. શું કરવાનું ? તે સાંભળીને ત્રણેય દેવોએ વહુને શિક્ષા કરી. જયારે સાસુએ કહ્યું કે ત્રણેય ઋતુ સારી. ત્રણ ઋતુના સાસુજીએ વખાણ કર્યાં. ઉનાળામાં બગીચામાં ફરવા મળે. ઠંડુ પાણી પીવા મળે. આછાં આછાં કપડાં પહેરવા મળે. જ્યારે શિયાળામાં ગરમ મસાલાથી ભરપૂર સાલમપાક આદિ ખાવા મળે. વર્ષાઋતુમાં લીલુંછમ વાતાવરણ. પૃથ્વી - ધરતી માતાએ લીલી લીલી ચાદર ઓઢી ન હોય એવું રળિયામણું વાતાવરણ જોવા મળે. આ રીતે ઋતુના વખાણ સાંભળી દેવો રાજી રાજી થયાં. સાસુ ઉપર Page #258 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢળ - ૧૫ ૨૧૦ ઓવારી ગયા. દેવોએ પ્રેમથી સાસુને વસ્ત્ર - આભૂષણો આપ્યાં. અને તે સૌ દેવો પોતાના સ્થાને ચાલ્યા ગયા. હું પણ એ પ્રમાણે કરીશ. આ રીતે ધમિલ વિચાર કરતો હતો. દા. હવે ધાવમાતા કુંવરીને કહે છે બેટી ! સાંભળ ! ચિત્તને સ્વસ્થ તથા સ્થિર કરીને રાખ. આપણો દેશ છોડીને પરદેશમાં આવ્યા છીએ. આ અજાણ્યા માર્ગમાં એક પુરુષ સાથે હોય તો વધુ સારું. આપણે કંઈપણ કામ હોય તો તે કામમાં આવે. આપણું કામ થઈ જાય. IIT વળી આ રસ્તો વિકટ છે. અજાણ્યો માર્ગ છે. માટે શાંતિ રાખ. આ રણ-જંગલ વટાવીને ચંપાનગરી પહોંચ્યા પછી બીજો બધો વિચાર કરશું. તારી ઈચ્છા હશે તે પ્રમાણે કરશું. પણ હમણાં કડવાં વેણ બોલીશ નહીં. /૧૦ ધાવમાતાની વાત સાંભળી. કન્યા મૌન રહી. માની વાત રુચી. ગમી. તેથી બીજું આડું અવળું બોલવાનું બંધ કરીને રથમાં તે બંને બેઠાં. કુંવરીએ આદેશ કર્યો કે હવે રથને હંકાર. તે સાંભળી ધમ્પિલે ઘોડા લઈ આવી, રથને તૈયાર કર્યો. ઘોડા જોડ્યા. /૧૧/ ઢાળ પંદરમી . (સુંદર પાપસ્થાનક તો સોળમું.એ દેશી) સુંદર કુંવરે રથ હલકારીયો, જાતાં પંથ વિચાલ હો, સુંદર એક વનમાં જઈ ઉતર્યાં, દેખી સરોવર પાલ હો, સુંદર તપ મહિમા મન સહે. ..વા સુંદર ભોજન વેળા ત્યાંહાં થઈ, રસવતી ધાવ નીપાય હો, સુંદર સ્નાન ભોજન કરી સહુ જણાં, રથ બેસી કરી જાય હો. સુંદર...રા.. સુંદર નિર્ભય નદીયો નિહાળતાં, ગિરિવર વન આરામ હો, સુંદર પાછલે પહોરે પામીયો, ચરમા નામે ગામ હો...સુંદર...llall સુંદર કુંવર કહે દોય નારીને, રહેજો તુમે વનમાંહી હો, સુંદર ઠામ ઉતારાનું કરી, વેગે આવીશ આહી હો..સુંદર...Iકો સુંદર એમ કહી રથ સાથે ઠવી, ગામમાં ચાલીયો કુમાર હો, સુંદર ગામનો સ્વામી દેખીયો, પરવરિયો પરિવાર હો....સુંદર.../પા સુંદર અશ્વ ગ્રહી ઉભા સહુ, કુંવરે દીઠા તામ હો, સુંદર ગામધણીને પૂછતો, કુંવર કરીય સલામ હો... સુંદર...૬ll સુંદર દરદ કિશું છે કિશોરને, શ્યો પ્રતિકાર જ કીધ હો; સુંદર તે કહે ક્ષેત્રફૂપે ગયા, તિહાં લોહકંટક વિદ્ધ હો...સુંદર...Iછા સુંદર નહીં કોઈ ઈહાં પ્રતિકારીયો, શલ્ય છે પેટ મઝાર, હો; સુંદર જો જાણો તો સજજ કરો, માનશું તુમ ઉપકાર હો....સુંદર...Iટા સુંદર ક્ષેત્રની માટી અણાવતો, જોઈ કુંવર તેણી વાર હો; સુંદર તન લેપો ઘડી દો પછે, સૂકો અંગુલ ચાર હો... સુંદર...લા Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ધમિલકુમાર રાસ સુંદર ફેરવ્યો ચમક સકલ તન, તે પણ ઠરીયો ત્યાંથી હો; સુંદર ફાડી પ્રદેશને કાઢીયો, શલ્ય દીયો કરમાંહી હોસુંદર...૧ના સુંદર વ્રણ સંરોહિણી ચોપડી, સજજ કીયો તુરગેશ હો; સુંદર ગ્રામેશ તૂઠો પૂછતો, ભાઈ જવું કિયે દેશ હો સુંદર...I૧ના સુંદર ધમિલ કહે પૂર્વદિશે, પણ છે માણસ બાર હો, સુંદર ગ્રામેશ સુણી આગ્રહ કરી, તેડી લાવ્યા તેણી વાર હો....સુંદર./૧રા. સુંદર વરવસતીયે ઉતારીયાં, રથ ઘોડા પણ પાસ હો; સુંદર સેવા ભક્તિ બહુ સાચવે, રાત્રિ વસ્યા સુખવાસ હો..સુંદર.../૧૩ સુંદર વંછિત નર અણ પામવે, ઉજાગરો ભર ખેદ હો, સુંદર સૂતી કુંવરી નિદ્રા ભરે, પૂછે કુંવર તસ ભેદ હો... સુંદર...I૧૪, સુંદર વાવ કહે માગધપુરે, અરિદમણ ભૂપાલ હો; સુંદર વિમલા નામે તસ સુતા, રૂપકળા ભંડાર હો...સુંદર...I૧પા સુંદર ધાત્રી હું કમલાભિધા, મુજ સાથે બહુ નેહ હો; સુંદર નિર્દય નર દેખી કરી, થઈ નરષિણી તેહ હો...સુંદર.../૧લી સુંદર જેમ તેમ નર દેખી લવે, પામી જોબનવેશ હો, સુંદર રાજમારગ કરી મહેલમાં, રાખે પુત્રી નરેશ હો સુંદર.../૧ણી સુંદર અન્યદિન પુર વાસિયો, સમુદ્રદત્ત સથ્થવાહ હો, , સુંદર તસ સુત ધમિલ નામ છે, ગુણકલા રૂપ અથાહ હો... સુંદર...I૧૮ સુંદર પંથે જતો તે દેખીને, અંગે વ્યાપ્યો કામ હો; સુંદર રક્ત થઈ સખીયો પ્રત્યે, પૂછી તેહને ધામ હોસુંદર.../૧લી. સુંદર મોકલી સખી તસ એમ કહે, પરણો સ્વામિની મુઝ હો; સુંદર ધમ્મિલ કહે હું વાણીયો, ન ઘટે વાત એ ગુઝ હો...સુંદર...રવા સુંદર કેમ પરણુ નૃપનંદિની, કહે સખી પરણો એકાંત હો; સુંદર પરદેશે જઈ બેઠું રહો, નહિ તો કરે તનુઘાત હો સુંદર..ર૧/l સુંદર વળતું દયાયે તે કહે, જો છે વિમલા પ્રેમ હો; સુંદર ભૂતઘરે અમો આવશું, સંકેત કીધો એમ હો....સુંદર...રરા સુંદર સખીવયણે વિમલા તિહાં, પૂછે મુઝને વાત હો, સુંદર મેં ધાર્યો નર નવિ ગમે, એહ કિશ્યો ઉત્પાત હો સુંદર...//all, સુંદર તસ મનગમતું મેં કહ્યું, જુગતે જોડ એ હોય હો, સુંદર રથ બેસી નિશિ આવીયાં, ભૂતઘરે અમે દોય હો....સંદર...ારા Page #260 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૧૫ ૨૧૯ સુંદર તેહ સોભાગી ન આવીયો, દૈવ સંયોગે ત્યાંહિ હો; સુંદર મેં બોલાવ્યો બોલીયો, તેણે નામે તું માંહી હો....સુંદર...॥૨૫॥ સુંદર તેણે રાગે તુઝ દેખીને, કદરૂપ પામી ત્રાસ હો, સુંદર મુઝ વયણે આવી ઈહાં, સૂતી નાખી નિસાસ હો....સુંદર...॥૨૬॥ સુંદર કમલા વચન કુંવરે સુણી, નિજવીતક કહે તાસ હો; સુંદર કુંવર કહે કર જોડીને, મુઝ એહશું ઘરવાસ હો....સુંદર...૨૭ના સુંદર મુઝ વશ કરવી તુમ ઘટે, ભલું ન તુમ ઉપકાર હો; સુંદર સુખભર સૂતાં બેહુ જણાં, કરી નિજ કોલ કરાર હો....સુંદર...॥૨૮॥ સુંદર ત્રીજો ખંડ પૂરણ થયો, પત્નરમી તસ ઢાલ હો, સુંદર વીર કહે શ્રોતાઘરે. હોજો મંગલ માળ હો....સુંદર...॥૨૯॥ કુંવરીના હુકમથી ધમ્મિલે રથ હંકાર્યો. સડસડાટ રથ વેગથી ચાલવા લાગ્યો. જતાં રસ્તામાં એક વન મળ્યું. ત્યાં થોડુંક આગળ સુંદર સોહામણું વાતાવરણ હતું. જ્યાં સરોવરનાં પાણીની લ્હેરો ઊછળતી હતી. વિશ્રામ લેવા તે ત્રણે જણાં સરોવરની પાળે ઊતર્યાં. ધમ્મિલ મનમાં કંઈને કંઈ વિચારતો જ હોય. તેને તપની શ્રદ્ધા અને તેનો મહિમા મનમાં ગુંજી રહ્યો હતો. ॥૧॥ બપોર થવા આવી હતી. ભોજનવેળા પણ થઈ ચૂકી હતી. થોડો આરામ કરીને ધાવમાતાએ રસોઈ બનાવી. સરોવરના પાણીએ સ્નાન કર્યું. ત્રણેયે ભોજન કર્યું. વળી ઘડીક આરામ કરી સહુ રથમાં બેઠાં. મ્મિલે ૨થ હંકાર્યો. માર્ગ કપાવા લાગ્યો. ॥૨॥ ત્રણેય નિર્ભય હતાં. રસ્તામાં આવતી નદીઓ નિહાળતાં. વળી વનમાં પર્વતમાળા, વનની ઝાડીઓ, બગીચા વગેરે નિહાળીને આગળ જઈ રહ્યાં છે. દિન ઢળવા આવ્યો હતો. પાછલા પહોરે આગળ જતાં રથ ‘ચરમા' નામના ગામે પહોંચ્યો. II3II ધમ્મિલે તે બંને સ્ત્રીઓને કહ્યું. તમે હમણાં ૨થમાં બેસજો. હું ગામમાં જઈ ઉતારાનું સ્થાન જોઈ નક્કી કરીને જલ્દી પાછો આવું છે. ।।૪। ધમ્મિલ અને ગામનો મુખી :- આ પ્રમાણે ધમ્મિલે રથને રસ્તાની બાજુ મૂકી દીધો અને સ્થાન શોધવા તે ગામમાં ગયો. ગામનો સ્વામી - મુખી પરિવારથી પરિવરેલો, ઉદાસ મનવાળો જોવામાં આવ્યો. દુ:ખી હોય તેવો મુખી દેખાયો. IIII બધા સ્વજનો એક ઘોડાને પકડીને ઊભા હતા. તે સૌ આ પરદેશી સામે જોવા લાગ્યા. કુંવરે પણ ગામના મુખીને સલામ ભરી. II૬॥ પછી કુંવરે પૂછ્યું. “આ ઘોડાને શું કોઈ રોગ થયો છે ? જો કોઈ રોગ થયો હોય તો કોઈ ઈલાજ કર્યો છે ખરો ? તે સાંભળી મુખી બોલ્યા. આ ઘોડો અમારા ખેતરના કૂવે ગયો હતો. જ્યાં જતાં લોહ-લોખંડના કંટકથી (ખીલી કે કોઈ વસ્તુ) વિંધાણો છે. IIII આ ઘોડાના પેટમાં શલ્ય છે, પણ તેનો ઈલાજ કરનારો અહીંયાં કોઈ નથી. તેથી અમે સૌ ચિંતામાં છીએ. જો તમે કંઈ જાણતા હો, સાજો કરી શકો તો તમારો મોટો ઉપકાર માનશું. ॥૮॥ ગામના ધણીની વાત સાંભળીને કુમારે ખેતરની માટી મંગાવી. તે માટીને ભીની કરીને ઘોડાના શરીરે લેપ કર્યો. ઘણો જાડો લેપ કર્યો. તેમ કર્યાને ઘડી બે ઘડી સુધી સૂકવવા દીધી. પછી કુમાર જોવા લાગ્યો. એક જગ્યાએ ચારથી પાંચ આંગળ જેટલો લેપ સૂકાઈ ગયો હતો. IIII અશ્વ રોગમુક્ત કરવા. કુમારે ચમકપાષાણ મંગાવ્યું. તેના આખા શરીરે લોહચુંબક ફેરવ્યું. તો ચમકપાષણ પણ ત્યાં આગળ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ધમ્મિલકુમાર રાસ સૂકી માટી આગળ જ ચોંટી ગયું. જે જગ્યાએ ચમક પાષાણ અટક્યો તે જગ્યા ફાડીને તે લોહકંટકનું શલ્ય કાઢીને ગામધણીના હાથમાં આપ્યું. ॥૧॥ અને ઘા ઉપર વ્રણસંરોહણી ઔષધિ તરત જ લગાવી દઈ, ઘા રૂઝવી દીધો. ઘોડાને રોગરહિત કર્યો. આ જોઈને પોતાનો ઘોડો રોગ રહિત થતાં આનંદ પામેલા મુખીએ કુમારને પૂછ્યું. “ક્યાંથી આવ્યા ? અને આગળ ક્યાં જવાના ?” ॥૧૧॥ ધમ્મિલે કહ્યું - પૂર્વદિશા તરફ જવાના ભાવ છે. અમારી સાથે કાફલો છે. જે છે તે સૌ ગામ બહાર પાદરે બેઠાં છે. મુખીએ આ વાત સાંભળી, તરત પોતાના માણસોને ગામ પાદરે લેવાને મોકલ્યા. રથ સહિત તે બંને સ્ત્રીઓ ગામમાં ધમ્મિલ જ્યાં હતો ત્યાં આવી પહોંચી. ૧૨ મુખીએ તે સૌને શ્રેષ્ઠ એવા મકાનમાં ઉતારો આપ્યો. સાથે ઘોડા-૨થ પણ પોતાની પાસે રહી શકે તેવી જગ્યાએ જ ઉતાર્યા. ઘણા આદરભાવથી સેવાભક્તિ કરે છે. ખાન-પાન વગેરે માનથી આપે છે. સઘળી સામગ્રી પ્રેમપૂર્વક આપે છે. તે સ્થાનમાં રાતવાસો રહ્યાં. ।૧૩।। કુમરી ઈચ્છિત પુરુષ નહીં મળવાથી ખેદ પામેલી હતી અને તે કારણે ઉજાગરાથી, તે માનસિક થાકથી થાકેલી કુંવરી અહીંયાં નિરાંતે ઉંઘી ગઈ. ભરનિદ્રામાં સૂતેલી કુમરીને જોઈ ધમ્મિલ ધાવમાતાને કુંવરી વિષે પૂછવા લાગ્યો. ૧૪] કુંવરીની ઓળખાણ ઃ- ધાવમાતા પણ કહેવા લાગી. રે પરદેશી કુમાર ! માગધપુર નામના નગરે અરિદમનરાજા છે. તે રાજાને રૂપના ભંડાર સરખી આ કુંવરી છે. તેનું નામ વિમળા છે. ।।૧૫। જ્યારે હું તો તેની ધાવમાતા છું. મારું નામ કમલા છે. નાનપણથી મેં તેને ઉછેરી છે. તેથી મારી પ્રત્યે આ કુંવરીને અપાર સ્નેહ છે. એકદા નિર્દય પુરુષને જોઈને તે પ્રત્યે તિરસ્કાર-ઘૃણા પેદા થઈ. ધીમે ધીમે તે કુંવરી નહેષિણી થઈ. ।।૧૬। જ્યારે પણ કોઈ પુરુષને જુએ ત્યારે જેમતેમ બોલે છે. “અહો ! પુરુષો નિર્દયી - સ્વાર્થી, ચપળ ચિત્તવાળા જ હોય છે. માટે તેવા પુરુષથી સર્યું.” જ્યારે જ્યારે કોઈ પુરુષને જુએ છે ત્યારે ઘા ઉપર મીઠું ભભરાવ્યાંની જેમ હૃદયમાં દુઃખી થઈને આ રીતે લવ્યાં કરે છે. યૌવનના ઉંમરે આવી પણ કોઈ પુરુષનું આકર્ષણ થતું નથી. યોગ્ય ઉંમરની છતાં આ નદ્રેષિણી કેમ થઈ ! રાજા વિચારમાં પડી ગયો. અને રાજાએ પુત્રીને દ્વેષપણું ઓછું થાય તે માટે રાજમાર્ગની વચ્ચે રાજમહેલમાં પુત્રીને રાખી. ।।૧૭। આજ નગરમાં વસતો સમુદ્રદત્ત ઘણો મોટો વેપારી - સાર્થવાહ છે. તેને ગુણ-કળાથી શોભતો રૂપવાન એવો ધમ્મિલ નામનો પુત્ર છે. એક દિવસ આ રાજમાર્ગે થઈને ધમ્મેલને જવાનું થયું. ।।૧૮। જ્યાં રાજમહેલ રહેલો છે તે માર્ગેથી જતાં ધમ્મિલને જોઈને આ કુંવરી વિમળાને કામ વ્યાપ્ત થયો. ધમ્મિલમાં રક્ત થયેલી વિમળા સખીયોને કહેવા લાગી કે અહીંથી જે પુરુષ ગયો તેનું ઘર ક્યાં છે ? ત્યાં જઈને તેને જાણ કર કે મારી સ્વામિની તને મળવા માંગે છે. ।૧૯। તેની સખી ધમ્મિલને ઘરે પહોંચી ગઈ. ધમ્મિલને મળી. પોતાની સ્વામીની વાત કરે છે. મારી સ્વામી-રાજાની કુંવરી છે. જેનું નામ વિમળા છે. તે તમને ઝંખે છે. માટે આપ તેણીની સાથે લગ્ન કરો. મારી સખીને સુખી કરો. ધમ્મિલ તે વાત સાંભળીને કહે છે. એ વાત કેમ બને ! હું રહ્યો વાણિયો વેપા૨ી. જ્યારે એ તો રાજાની કુંવરી. આ લગ્ન કે સંબંધ ન સંભવે. આ વાત છાની થોડી રહે ? આ રીતે કરવું ઉચિત નથી. II૨તા માટે કહું છું રાજકુંવરીને હું પરણી ન શકું. સખી કહેવા લાગી. તમે એકાંતમાં (છાનાં) લગ્ન કરી લ્યો. અને પરદેશમાં જઈને બંને રહો. જો આ પ્રમાણે ન કરો તો મારી સખી વિમલા આપઘાત કરશે. ।।૨૧।। વાણિયાનો દીકરો...દયાળુ જ હોય. દયાના દાવથી તે કહે છે. તારી સખી આપઘાત ન કરે. તું કહેજે તેને કે “જો તેને મારી ઉપર એટલો બધો પ્રેમ છે તો યક્ષના મંદિરે અમે આવશું.” આ પ્રમાણે કુંવરીને સંકેતનો જવાબ મોકલ્યો. ।૨૨।। તરત સખી ત્યાંથી પાછી ફરી વિમળાને સર્વ વાત જણાવી. સખીની વાત સાંભળીને Page #262 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૩ : ઢાળ - ૧૫ ૨૨૧ વિમળાએ મનેં (ધાવમાતાને) પૂછ્યું કે “હે માતા ! હવે શું કરવું ? તેનો ઉપાય તમે બતાવો.” આ વાત સાંભળી હું વિચારમાં પડી. રે ! આને તો કોઈ પુરુષ ગમતો નથી. તો આ શું ઉત્પાત ? ॥૨૩ા હવે તો મારે તેને મનગમતું જ કરવાનું રહ્યું. એમ વિચારી મેં કહ્યું કે તને બરાબર તારી જોડ લાગતી હોય તો ઉપાય કરીએ. રથમાં બેસીને રાત્રિએ અમે નીકળી ગયાં. તે યક્ષના મંદિરે અમે રથ લઈને બંને આવ્યાં. ।૨૪।। નસીબ યોગે... તે ધમ્મિલ યક્ષના મંદિરે ન આવ્યો. અને રથમાંથી ઊતરી મેં ધમ્મિલના નામે યક્ષના મંદિરે અવાજ દીધો. બૂમ પાડી. ત્યારે તે જ નામવાળો તું તે મંદિરમાં હતો. તેં જવાબ આપ્યો “હું ધમ્મિલ નામે છું.” ।।૨૫॥ જ્યારે આ કન્યાને તો જોયેલા પેલા ધમ્મિલ પ્રત્યે રાગ હોવાથી કદરૂપા એવા તને દેખીને મનમાં ઉદ્દ્ભગી. મેં તેને ઘણી સમજાવી. પણ તે તારાથી ત્રાસ પામી છે. તે આવી હતી પેલા ધમ્મિલને માટે. તે ન મળતાં ઘણા નિસાસા નાખે છે. ।૨૬।। ધમ્મિલની આપવીતી :- કુંવરી તો નિરાંતે ઊંઘે છે. જ્યારે ધમ્મિલ ધાવમાતાની વાત સાંભળી રહ્યો છે. ધાવમાતાની સઘળી વાત સાંભળીને કુંવરે પણ પોતાની સઘળી વીતકકથા કહી. અને હાથ જોડીને વિનંતી કરી કે “મને પણ આની સાથે ઘરવાસ કરી રહેવાની ઈચ્છા છે. ।।૨૭।ા હે ધાવમાતા ! મારે તેને વશ કરવી કઈ રીતે ? તે ઉપાય તમે જ બતાવો. તમારા હાથની આ વાત છે. માટે તમારે જે કરવું ઘટે તે કરો. તમારો ઉપકાર જિંદગીભર યાદ કરીશ. ભૂલીશ નહિ.” ત્યારે કમળા પણ કહેવા લાગી કે રે ધમ્મિલ ! મારાથી થાય તે બધા પ્રયત્નો-ઉપાયો કરીશ. ધીરજ ધરવી પડશે. આ પ્રમાણે વાતો કરતાં બંને જણાં નિદ્રાધીન થયાં. ॥૨૮॥ એકબીજાને કૉલ કરાર કરીને નિરાંતે બંને સૂતાં છે આ પ્રમાણે ત્રીજાખંડને વિષે પંદરમી ઢાળ પૂરી થઈ. ત્રીજો ખંડ પણ પૂર્ણ થયો. શુભવીરવિજયજી મહારાજ કહે છે આ કથા સાંભળનાર શ્રોતાને ઘરે હંમેશાં મંગલમાળ હોજો. ॥૨૯॥ ઢાળ - પંદરમી સમાપ્ત ત્રીજો ખંડ સમાપ્ત -: ચોપાઈ : ખંડ ખંડ જેમ ઈક્ષુખંડ, મીઠી ધમ્મિલ હિંડ અખંડ, શ્રી શુભવિજય સુગુરૂથી લહ્યો, પુણ્ય ઉદય હવે આગળ કહ્યો ॥ ૩૦ ॥ શેરડીનો એક ખંડ ખાતાં મધુરો લાગે, તેમ આગળ આગળ જેમ જેમ ખંડ વધારે (ખંડ-ટુકડા) મીઠા- મધુરા લાગે છે વધુ મીઠાશ હોય છે તેવી જ રીતે અતિશય રસાળ, ધમ્મિલકુમારના આ ખંડમાં પણ અખંડ મીઠાશ રહેલી છે. શ્રી શુભવિજયજી ગુરુના સુપસાયથી અને પૂર્વના પુણ્યોદયથી ત્રીજો ખંડ પૂરો કર્યો. અને હવે આગળ ચોથો ખંડ શરૂ કરું છું. જેમાં ધમ્મિલનો પણ પુણ્યોદય આગળ કેવો થાય તે કહીશ. ઈત્યાચાર્યશ્રી વિજયસિંહસૂરિના સંતાનીય પંડિત શ્રી જશોવિજયગણિ, શિષ્ય પંડિતશ્રી શુભવિજય ગણિ, શિષ્ય પંડિતશ્રી વીરવિજયગણિ વિરચિત શ્રી ધમ્મિલકુમાર ચરિત્રે પ્રાકૃતભાષા પ્રબંધે, પ્રથમ ‘રાજકન્યામિલન’ તૃતીયખંડ સમાપ્તઃ ॥ આ ખંડમાં કામલત્તાની કથા - રૂપસેન સુનંદા કથા - અગડદત્ત કમળસેનાનો દીક્ષા મહોત્સવ -'ધનશ્રીની કથા - ધમ્મિલની સાધના - રાજકન્યાનું મીલન ॥ સર્વ ગાથા - ૫૧૨ ॥ Page #263 -------------------------------------------------------------------------- ________________ | અથ ચતુર્થ ખંડ પ્રારંભ - દુહા :પરમ પુરુષ પરમાત્મા, પ્રણમી પાસ નિણંદ; ઈષ્ટદેવ પદ્માવતી, નામે નિત્ય આણંદ | ત્રીજો ખંડ અખંડ રસ, પૂરણ થયો સુપ્રમાણ, ચોથો ખંડ કહું હવે, સુણજો શ્રોતા જાણ. મેરા જાણ સભા પામી કરી, કવિજન કરતા કેલ; તે આગે ઘન શું કરે છે પત્થર મગશેલ llall અન્ન સુખે સમજાવીયે, પણ અર્ધ બલીક ગમાર; બ્રહ્મા પણ નવિ રીઝવે, જેહને છે મુખ ચાર. Iઝા તન વિલસે મન ઉલ્લસે, રીઝે બૂઝે એક તાન; દક્ષ સાભા પામી કવિ, વરસે અંતર ફસાન. પી ગુરૂભક્તિ શ્રવણે રૂચિ, ગર્વ ચપલતા હીન; પ્રશ્ન જાણ બહુશ્રુત સુધિ, કૃતગુણ દાન અદીન. IIll. અનલસત્યક્ત કથાતરી, નિંદ રહિત જસ નેણ, અંતર પ્રીતિ ધરે સદા, નહી નંદ્યાં જ વેણ ||શા. ચૌદ ગુણ શ્રોતા ધરી, સાંભળજો ધરી હેત; ઘનજલધારા ફળ દીયે, પણ જિહાં જેહવું ખેત . કવિ ભટ્ટવાણી બાણીએ, ભૂલે નહિ નિશાન, રસિયા જાણને રીઝવું, તેણે સુણજો થિર કાન. પરમ પરમાત્મા પુરુષાદાનીય પાર્શ્વનાથને પ્રણામ કરું છું અને મનવાંછિતને (ઇષ્ટદેવ) આપનાર દેવી શ્રી પદ્માવતી નામથી હંમેશાં આનંદમંગલ વર્તે છે. હે શ્રોતાજનો ! ત્રીજો ખંડ અખંડરસથી સારી યુક્તિથી પૂર્ણ થયો. હવે ચોથો ખંડ કહું છું. હે સુજ્ઞજનો ! તે હવે તમે સૌ સાંભળો. /રી તત્ત્વને જાણનાર જો શ્રોતાવર્ગ હોય, ધર્મરસિક પણ જો હોય તો વક્તાને તે સભા જોઈને ઘણો આનંદ થાય છે. પંડિત સભા જોઈને વક્તાને પણ જે કંઈ કહેવું હોય તો કહેવાની મઝા હોય. પણ જો મગશેલ પત્થર સરખા શ્રોતા હોય તો પુષ્કરાવર્તનો મેઘ પણ તેને પલાળવા કે ઓગાળવામાં અસમર્થ હોય છે. તે અજ્ઞ સભાજનો આગળ વક્તાનું કહેવું નિષ્ફળ જાય છે. (૩જે કંઈ જ ન જાણતો હોય તેવો અજ્ઞાની હોય તેવાને કંઈ પણ વાત સારી રીતે સમજાવી શકાય. પણ અધકચરી (થોડું જાણે, અને થોડું ન જાણે તેવા અધા-ગધા ગમારને) સમજાવવા માટે ચારમુખવાળા બ્રહ્માજી પણ કામ ન આવે. અર્થાત્ બ્રહ્માજી પણ તેઓને રીઝવી ન શકે. I૪ll જો સાંભળતાં તન વિકસિત થાય, મન ઉલ્લસિત થાય, વળી એકતાન થઈને વક્તાની વાણી, Page #264 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૧ ૨૨૩ આનંદપૂર્વક ઉલ્લાસપૂર્વક સાંભળી બોધ પામતી હોય તેવી દક્ષ પંડિત સભા મળી જાય, તો વક્તાના હૈયામાંથી સભાને ઉદેશીને વાણી વરસવા લાગે છે. //પા. શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રોતા કેવા હોય? (૧) ગુરુભક્તિ (૨) શ્રવણ-સાંભળવાની રુચિવાળો (૩) અહંકાર રહિત (૪) ચંચળહીન - અર્થાત્ સ્થિરમનવાળા (૫) જુદા જુદા પ્રશ્નોના જાણકાર (૬) બહુશ્રુત (૭) બુદ્ધિશાળી (૮) કૃતજ્ઞ (૯) દાન આપવામાં અદીન (ઉદાર દિલવાળો) ||દી (૧૦) આળસ વિનાનો - અપ્રમાદી (૧૧) વિષયાંતર વિનાનો, (૧૨) નિંદ વિનાનો, (૧૩) અંતરંગ પ્રીતિ ધરનારો, (૧૪) ગુણાનુરાગીઆવા ચૌદ ગુણને ધારણ કરનાર શ્રોતાજનો હોય છે. હે સુજ્ઞજનો ! તમે પણ આ ચૌદ ગુણો ધારણ કરી આગળ જે કહેવાશે તે વાત હેત ધરીને સાંભળજો . મેઘવૃષ્ટિ તો હંમેશા ફળને આપનારી છે. પણ જ્યાં જેવું ખેતર, જેવી જમીન હોય તેવું ફળ મળે. ઉખરભૂમિમાં વરસાદ ઘણો પડે તો તે નકામો છે. સાગરમાં પડે તો તે પાણી ખારું થઈ જાય. ફળદ્રુપ જમીનમાં વરસે તો ઘણો લાભ થાય. તેવી રીતે જેવા પ્રકારની શ્રોતાની યોગ્યતા હોય તેઓને તેવા પ્રકારનો બોધ થાય છે. I૭ + ૮. વળી વીરવિજયજી મ.સા. કહે છે કે નિશાન ચૂક ન થાય તેવી આ બ્રાહ્મણ વક્તાની વાણી બાણ જેવી છે. રસિક અને સુજ્ઞજન (બુદ્ધિશાળી) હશે, તેને રીઝવીશ માટે હે બુદ્ધિશાળી ! સ્થિર કાન કરીને સાંભળજો . llો. ઢાળ પહેલી (નહી ચારું રે નવ લખે ધેનુ, ના રે મા નહી ચારું..એ દેશી) પરભાતે સહુ જાગીયાં તવ, મા કહે બેટી બોલાવ્યો રે; નહી બોલું એહશું કહે સા, તું મુઝ બહુ સમઝાય.. નારે મા નહી બોલું, નહી બોલું રે એહની સાથ,...ના રે મા. એ નિર્ગુણ નબલો નાથ. નારે...મા. નવિ ઝાલું નિધન હાથ... ના રે મા...એ આકણી../ કમલા કહે સત શેઠનો, તપ મહિમા દેવ હજૂર રે, નિશિ એ વાત સવિ સુણી કહે વિમલા તજીએ દૂર...ના.....રા ભોજન કરી રથ જોડીને, બેસાડી બહુ જણી માંહી રે, ગામધણીને મલી કરી, ધમ્મિલ નીકલીયો ત્યાંહી...ના.....Hall ગામધણી સહુ સાજને, ઉપગારે પ્રીતિ ભરાવ રે વોલાવી પાછો વળ્યો, વસ્ત્રાદિક દેઈ સિરપાવ...ના.....જા. પંથ ચલંતાં અનુક્રમે, ભવજલ નિધિ સમ ભયકાર રે, ચોર ચરડ વૂક ભય જિંહા, એહવી પામી કતાર ના.....પા ગુરુદત્ત મંત્ર હૃદયે જપે, ષોડશ અક્ષર મહાભાગ રે; રણમાં પંથ વચ્ચે પડ્યો, એક દીધી ફણિધર નાગ...ના.....દી Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ધમ્મિલકુમાર રાસ વિષધર ફૂંફાડે કરી, બહુ ઊડે ગગને ખેહ રે; મેઘઘટા કાજલ જિસી, કાંઈ દીપે કાલી દેહ...ના.....|| ગુંજાર્વરાગ રત્તનયનાં, ડક ડક ગુંજા વાય રે, જીભ જુગલ લલકારતો, રથ દેખી સાહમો ધાય...ના..... તે દેખી માતા સુતા થઈ, ચિત્તમાંહી ભયભ્રાંત રે; રજ્જુ પરે પુચ્છે ગ્રહી, નાંખે ધમ્મિલ એકાંત...ના.....Ill નરમૃગ મંસ રૂધિર ભર્યા, જીભાવરણ મેદાન રે, વિજળી જ્યું નયણાં ઝગે, તનુ પીલે ચિત્રકવાન...ના.....॥૧૦॥ કેશર વરણી કેસરા, ઝલકતી અગ્નિની ઝાલ રે, કુંડલિયાલે લાંગલે, ઉચ્છલતો દેવે ફાલ..ના..|૧૧|| વદન ફાડ ગિરિ કંદરા, ઘુઘુઆટા ભીષણ જાસ રે; વિમળા વળગી ધાવ્યને, હરિ દેખી પામી ત્રાસ...ના.....૧૨॥ મ્મિલ રથથી ઉતરી કહે, મ ધરો ભય તિલમાત રે, હું નરસિંહની આગલે, એ સિંહ પશુ કોણ માત,..ll૧૩॥ પંચ પરમેષ્ટિ પ્રભાવથી, થયો અષ્ટાપદ સમરૂપ રે, નાઠો સિંહ વનાંત, જેમ તસ્કર દેખી ભૂપ.ના...ll૧૪ વનહસ્તી પર્વત જીસ્યો, રણમાં દીઠો વિકરાલ રે; દુર્દિન સમ ગુલ ગુલાય શબ્દે, મદઝર દંત વિશાલ...ના.....૧૫/ કુંવર કહે કમળા જુઓ, ગજ ખેલાવું ઘડી દોય રે, રથ ઉતરી સન્મુખ ગયો, વિમલા ચિત્ત રંજન સોય...ના.....॥૧૬॥ વસ બિછાઈ હકા૨ીયો, પૂછે વળગીને ભમાય રે, ફૂદડીયે થાકો કરી, થઈ ગલીયો ભુમિ પડાય...ના.....૧૭ણી દંતોશલ પગ દેઈને, ચઢી દીયે ઉપર ઘન ઘાય રે, આરડતો ગજ ઊઠીને, ગિરિ વનમાં ભાગો જાય ...ના.....૧૮ બેઉં નારી વિસ્મય લહી, રથ હાંકી કુંવર તે જાય રે; અરણ મહિષ મોહોટો ભયકારી, અશ્વ ઉપર તે ધાય...ના.....।।૧૯ રથ લેઈ જાલાંતરે, જઈ કુંવર કરે સિંહનાદ રે; મહિષ જીવ લઈ નાશીયો, જેમ મુનિ જ્ઞાને પરમાદ...ના.....।।૨વા પાછલી રાત્રે ચાલતાં, અર્જુન સેનાપતિ દીઠ રે; ભિલ્લ વૃંદ લઈ લૂંટવા, આવ્યો કિકિઆટે ધીઠ...ના.....૨૧/ Page #266 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૧ ૨૨૫ “ધીરજ દેઈ બેહુ નારીને, રથમાંથી લેઈ હથિયાર રે, પરમેષ્ટી સમરણ કરી રણ ચઢિયો તેહ કુમાર...ના.....રરા શક્તિ ફલક એક ભિલ્લનું, હણી કીધું કુમારે હાથ રે; યુદ્ધ કરત ભાગા સવે, તવ ઉઠ્યો અર્જુન નાથ...ના.....૨૩ ગર્જતા બહુ ઝુંઝતા, છલે શક્તિ ફલે હણ્યો તાસ રે, ભાગા ભિલ્લ અનાથથી, જેમ પવને ઉડ્યું ઘાસ...ના.....રજા આવી રથ બેસી ચલે, તવ કમલા કહે સુણ વચ્છ રે, રાંક નથી રાજા થશે, જેમ જલધિ રોહિત મચ્છ...ના....રપ હાલીને ગોવાલની જે, કહી વાત તો તે જૂઠ રે; શ્રેષ્ઠીપુત્ર ક્ષત્રી જીસો, પ્રત્યક્ષ કલાએ દીઠ...ના.....//ર૬l તવ વળતું વિમળા વદે, તું બોલી પામી લાગ રે, મ કરીશ વિરુદ્ધ એ વાતડી, હું હંસલીએ છે કાગ...ના......રા. એમ કરતાં પંથે જતાં, ગઈ વિપ્ન રૂપ એ રાત રે; સરોવર કાંઠે ઊતર્યા, રવિ ઉદય થયો પરભાત...ના.....l૨૮ મુખતન શુદ્ધિ સહુ કરે, ગંગોદક સમ લહી નીર રે, ચોથે ખંડે પહેલી એમ, ઢાળ કહે શુભવીર...ના..../૨ા. સવાર થતાં સૌ જાગ્યાં. ત્યારે ધાવમાતા કહે છે કે બેટી ! આપણી સાથે આવેલ આ ધમિલને તું પ્રેમથી બોલાવ. ત્યારે તેણી બોલી – “મા” તેની સાથે હું નહીં બોલું, ના નહીં જ બોલું. તું મને ગમે તેટલું સમજાવીશ તોયે હું બોલવા તૈયાર નથી. નિર્ગુણ નબળા નિધન એવા નાથનો હાથ હું પકડવા . . તૈયાર નથી. ના ધાવમાતા કમળા, તે સાંભળી બોલી – બેટા ! એ શેઠનો પુત્ર છે. જેવો તેવો નથી. તેણે મોટો તપ કર્યો છે તપના પ્રભાવથી તેને તો દેવ પ્રત્યક્ષ છે. તપથી તેનું શરીર ક્લિષ્ટ છે. આ સઘળી વાત મને તેણે રાત્રિએ કહી છે. તું તો ત્યાં સૂતેલી હતી. બોલ વિમળા બેટી ! હવે તેને છોડી દેવો છે ખરો ? |રા કમળાની વાત સાંભળી...પણ જવાબ ન આપ્યો. મૌન રહી. સમય વીતવા લાગ્યો. મધ્યાહ્ન થવા આવ્યો. ધાવમાતાએ રસોઈ કરી. સૌ બપોરે જમીને પરવર્યા. આદેશ મળતાં ધમિલે રથ તૈયાર કર્યો. બંને સ્ત્રીઓ સામાન સમેટીને રથમાં બેઠી. ગામના મુખીને મળીને ધમ્મિલ ત્યાંથી રથ પાસે આવ્યો. અનુમતિ લઈને રથ હંકાર્યો. ૩. તે સમયે ગામના મુખી દોડી આવ્યા. સાથે પરિવાર પણ ઘણો છે. ધમ્મિલને વિદાય આપવા, હૈયામાં ઉપકારને ધારણ કરીને પ્રીતિપૂર્વક...વોળાવવા આવ્યા છે. વસ્ત્રઆભૂષણ આપીને કુમારને સત્કારી પછી વિદાય આપી મુખી પાછો વળ્યો. //૪ ધમિલે હવે રથ વેગે ચલાવ્યો. ગામ બહાર જંગલની વાટે રથ આગળ વધી રહ્યો છે. ભયંકર | ગાઢ અટવીમાં રથે પ્રવેશ કર્યો. સંસારસમુદ્ર સરખી ભય પમાડે તેવી અટવીમાં જઈ ચડ્યા. જે અટવીમાં Page #267 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ લૂંટારા ધાડપાડુ હિંસક પ્રાણીઓનો ભય રહેલો છે. ।।૫।। ભયંકર અટવી ઓળંગવાની છે. તેથી ધમ્મિલે ગુરુએ આપેલ ૧૬ અક્ષરના મહામંત્રને હૃદયમાં ધારણ કરીને જાપ ચાલુ કરી દીધો. એને શ્રદ્ધા છે કે તેનાથી અમારા સૌનું રક્ષણ થશે. અને એક તરફ રથને ઘણા વેગથી ચલાવ્યો. આગળ જતાં માર્ગમાં ભયંકર અને વિશાળ એવાં નાગને જોયો. ।।૬।। ૨૨૬ માર્ગમાં ફૂંફાડા મારતો અને ફૂંફાડાને કારણે ધૂળના ગોટા - ઘુમટી સાથે આકાશમાં ઊડી રહ્યા હતા. કાળીભમ્મર મેઘઘટા જેવી તેની કાયા હતી IIII તેની બંને આંખો ચણોઠીનાં રંગ જેવી લાલઘુમ હતી. તે બે જીભો વાયુનું ભક્ષણ કરતી ડકડક કરતી ભયંકર અવાજ કરતી હતી. દૂરથી આવતો ૨થ તેનાં જોવામાં આવ્યો અને સડસડાટ તેની સામે ધસ્યો. ।।૮।। સામા આવતા ભયંકર એવા નાગને જોતાં ૨થમાં રહેલાં મા-દીકરી ભય પામ્યાં. ઘણાં ડરવા લાગ્યાં. તે જોઈને સાહસિક ધમ્મિલ રથમાંથી નીચે ઊતર્યો. દોરડાની જેમ તે નાગને પૂંછડેથી પકડીને મ્મિલે એક બાજુ જઈને ફેંકી દીધો. III નાગનો ડર દૂર કરીને ૨થ આગળ લીધો. ત્યાં તો મારમાર કરતો મહાભંયકર સિંહ સામો ધસ્યો. જેના મુખમાં રહેલી જીભ લબાકા મારતી હતી. તે સળવળતી જીભ રૂપી મેદાનમાં રુધિર અને માંસ ભર્યાં હતાં. તેની આંખો તો વીજળીની જેમ ચકળવકળ ફર્યા કરતી હતી. વળી તેનું શરીર પીળું અને ચટાપટાવાળું છે. ૧૦ના શરીર ઉપર રહેલી કેશરવર્ણી કેસરા છે તે જાણે અગ્નિની જવાળા સરખી લાગતી હતી. વળી તે સિંહ પૂંછડું કુંડલાકારે વાળીને પછાડતો હતો. અને મોટી મોટી ફાળો ભરતો સામે આવી રહ્યો હતો. ॥૧૧॥ પર્વતની ગુફા સરખું તેનું વિકસ્વર મુખ ફાડીને મોટા ઘુઘવાટા કરી રહ્યો છે. ત્યારે તેના ભીષણ અવાજે જંગલનાં બીજાં પ્રાણીઓ ત્રાસ પામતાં તો વળી ધાવમાતા કમળા ને કુંવરી વિમળાની શી દશા ? તે પણ આ અવાજને સાંભળીને તથા ભયંકર સિંહને જોઈને ભય પામ્યાં. વિમળા તો ધાવમાતાને ભયથી વળગી જ પડી. ।૧૨।। તરત જ ધમ્મિલ રથથી નીચે ઊતર્યો અને કહે છે તમે ભય ન પામો. તમે તમારે નિશ્ચિંત રહો. સિંહ કંઈ જ કરવાનો નથી. નરસિંહ (માણસ-સિંહ જેવો હું) જેવો હું હોવા છતાં આ પશુ સિંહનું ગજું શું ? ।।૧૩।। ત્યાર પછી ધમ્મિલે શ્રી પંચ પરમેષ્ટિનું સ્મરણ કર્યું. તેમના પ્રભાવથી’ ધમ્મિલે અષ્ટાપદ પ્રાણીનું રૂપ કરીને ભયંકર અવાજ કર્યો. તે સાંભળતાં જ સિંહ ત્યાંથી ભાગી ગયો. વનની કોતરોમાં ચાલ્યો ગયો. જેમ રાજાને દેખીને ચોર નાસી જાય તેમ અષ્ટાપદ જોઈને સિંહ નાસી ગયો. ।।૧૪। ભયાનક અટવીમાં રથ સડસડાટ આગળ વધી રહ્યો છે. વચમાં આવતાં સંકટોને ધમ્મિલ દૂર કરતો જાય છે. સિંહને દૂર ભગાડ્યો. તો વળી આગળ જતાં પર્વત જેવો ઊંચો, વિકરાળ વનહસ્તી (હાથી) ‘જોયો. જોતાં જ ડર લાગે. વિશાલ લાંબા દંતશૂલ છે. ‘ગુલ’ ‘ગુલ’ અવાજ કરતો સામે આવી રહ્યો. વળી મદ પણ ઘણો ઝરતો હતો. ॥૧૫॥ પર્વત જેવા વિકરાળ હાથીને જોઈને મા-દીકરી તો હેબતાઈ ગયાં. પણ તે વારે ધમ્મિલકુમાર ધાવમાતા કમળાને કહીને રથ છોડીને નીચે ઊતર્યો અને કહે છે “તમે બંને જુઓ ! ઘડી બે ઘડી હાથીની સાથે કેવો રમું છું ? મા ! હાથીને કેવો રમાડું છું.” વિમળાના દિલને રંજિત કરવા ખુશી કરવા આડી નજરે વિમળાની સામે જોતો જોતો હાથીની સામે ગયો. ।૧૬।। મદ ઝરતો ડોલતો ડોલતો હાથી આવી રહ્યો છે તે માર્ગે ધમ્મિલે (કપડું) મોટું વસ્ત્ર પાથર્યું અને પછી હાથી સામે હુંકારો કરવા લાગ્યો. બરાબર પાસે આવી ગયો. વસ્ત્ર ઉપર આવતાં હાથી આમતેમ જોવા લાગ્યો. Page #268 -------------------------------------------------------------------------- ________________ 07 வெளm 8.G. - M:9925020106 Page #269 --------------------------------------------------------------------------  Page #270 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૧ ૨૨૦ તે જ વખતે ધમિલે સરકીને પાછળ જઈને તેનું પૂંછડું પકડી લીધું. બરાબર વળગી ગયો. તેથી હાથી તેને પકડવા ગોળ ગોળ ફરી રહ્યો છે. પણ ધમ્મિલ પૂંછડું છોડતો નથી. છોડે તો તેના બાર વાગી જાય. ઘણું રમાડ્યો. ઘણો જમાવ્યો. ગોળ ગોળ ચકરાવો લેતાં હાથી થાકી ગયો. હાથીને થકવી નાંખ્યો. છેવટે ગળિયા બળદની જેમ ત્યાં ને ત્યાં જ ભૂમિ ઉપર પડ્યો. ll૧છી જયાં જમીન ઉપર ઢળી પડ્યો, તો તરત જ પૂંછડું છોડી દઈને ધમ્મિલ આગળ આવીને દંતશૂલ ઉપર પગ મૂકીને હાથી ઉપર ચડી ગયો. અને હાથીના ગંડસ્થલની અંદર જોરદાર ઘા કર્યો. જે ઘા સહન કરી ન શકતો હાથી, બરાડા પાડતો ઊઠીને ગિરિકંદરામાં જલ્દી ચાલ્યો ગયો, ધમ્મિલ કુદકો મારીને ઊતરીને રથ ઉપર આવી ગયો. /૧૮ ધમિલનું આ મોટું પરાક્રમ સાહસ જોઈને બંને સ્ત્રીઓ વિસ્મય પામી. કુંવર પણ રથ ઉપર ચડી, રથને આગળ ચલાવવા લાગ્યો. હજુ આગળ થોડો ગયો ત્યાં તો વિકરાળ ભયંકર મોટો પાડો સામો આવતો જોયો. તે પાડાએ રથને જોડેલા અશ્વો જોયા. તે અશ્વને મારવા માટે દોડતો સામો ધસી આવ્યો. ૧૯ી ધમ્મિલ પણ પામી ગયો કે પાડો મારા અશ્વને મારવા માટે દોડી આવ્યો છે. તો સમયસૂચકતા વાપરીને ધમ્મિલ રથને તે જ ક્ષણે માર્ગની બાજુ વનની ઝાડીમાં લઈ ગયો. તરત જ રથમાં જ રહીને ધમ્મિલ સિંહનાદ કર્યો. જેમ મુનિભગવંત જ્ઞાનબળે પ્રમાદથી દૂર ભાગે, તેમ સિંહનાદ સાંભળી પાડો જીવ લઈને ભાગી ગયો. ll૨૦ના હવે રાત્રિનો છેલ્લો પ્રહર છે અટવીમાં રથ આગળ જઈ રહ્યો છે ત્યારે પલ્લીનો નાયક સેનાપતિ અર્જુન ભિલ્લનું મોટું ટોળું લઈને કીકીઆરા અને હકોટા કરતું આવી રહ્યું છે કોણ છે? ઊભા રહી જાવ. ૨૧ ભિલ્લનું ટોળું જોઈને બંને સ્ત્રીઓ ભયથી ધ્રૂજવા લાગી. બંને સ્ત્રીઓને ધીરજ આપીને કુમારે રથમાં રહેલાં હથિયારો લીધાં. પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરીને રથમાંથી ઊતરી અર્જુનના પરિવાર સામે લડવા તૈયાર થયો. રરો કુંવરે યુક્તિ વાપરી. એક ભિલ્લને હણીને તેના હાથમાં રહેલું, શક્તિ ફલક (જેમાંથી અગ્નિમાં કણિયા-તણખા નીકળે તેવી શક્તિ ધરાવતું શસ્ત્ર) પોતે ગ્રહણ કરી લીધું. શક્તિ ફલક ધમિલના હાથમાં જોતાં (સામે વાળા) ભિલ્લો યુદ્ધ કરવાનું મૂકીને સૌ ભાગવા લાગ્યાં. ભિલ્લપતિ અર્જુને જોયું કે મારું સૈન્ય ભાગવા લાગ્યું છે. તેથી પોતે યુદ્ધ કરવા સામે આવ્યો. ૨all ધમિલ અને અર્જુન બંને સામસામાં આવી ગયા. બંને મહારથી એકબીજાથી ગાંજ્યા જાય તેમ નથી. ત્યાં જ ધમિલે છળ કરીને શક્તિફલક શસથી પળવારમાં અર્જુનને હણી નાંખ્યો. જેમ પવનના સુસવાટે ઘાસ ઊડી જાય, તેમ બાકી રહેલા ભિલ્લો પણ ત્યાંથી ભાગી છૂટ્યા. ll૨૪l ધમિલે આવીને રથ વળી પાછો આગળ હંકાર્યો. તે જ વખતે કમળા વિમળાને કહે છે “બેટી! તું - મારી વાત સાંભળ! આ રાંકડો નથી. પણ તે સમુદ્રમાં રોહિત મત્સ્યની જેમ ભવિષ્યમાં નક્કી રાજા થશે. /૨પી. વળી સાંભળ તેણે જે કહ્યું કે “હું ખેડૂત છું, હું ગોવાળિયો છું.” તે વાત તદન ખોટી છે. આપણે હમણાં તેની પ્રત્યક્ષ કળાઓ જોઈ છે ને ! તેથી જણાય છે કે તે ક્ષત્રિયપુત્ર કે શ્રેષ્ઠિપુત્ર હશે.” ૨૬. આ પ્રમાણે કમળા ધાવમાતાની વાત સાંભળીને વળતું વિમળા કહેવા લાગી. “મા, તને તક મળી એટલે મને પાછી એ જ વાત કરવા લાગી. વળી મને સમજાવવા લાગી. મારી આગળ આવી વિરુદ્ધ વાત કરીશ નહીં. નહીંતર આ કાગડા જેવો, હંસલી જેવી મને લઈ જશે.” ||૨૭ી આ પ્રમાણે વાતો કરતાં જઈ રહ્યાં છે. રાત પૂરી થઈ. આ રાત તેઓને વિપ્નોથી ભરેલી હતી. પણ હેમખેમ પાર ઊતરી ગયાં. સવાર થતાં જંગલ પણ પૂરું થયું. એક સુંદર સરોવર આવ્યું. ત્યાં સૌ પહોંચ્યાં. ૨૮ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ધમ્પિલકુમાર રાસા સરોવરકાંઠે રથ ઊભો રહ્યો. સૌ વિસામો કરવા ઊતર્યા. ગંગા જેવું નિર્મળ સરોવરનું પાણી હતું. પાણીથી સૌએ મળ શુદ્ધિ કરી. શરીરની શુદ્ધિ કરી. (સ્નાન કર્યું) આ પ્રમાણે ચોથા ખંડને વિષે પ્રથમ ઢાળ...શુભવિજયશિષ્ય વીરવિજયજીએ કહી. ૨૯ll. ખંડ - ૪ઃ ઢાળ – ૧ સમાપ્ત - દોહા :એણે અવસર તિહાં સાંભળ્યા, વાજિંત્ર બહુલા નાદ; શંખ પડાહ ભેરી ઝલ્લરી, શરણાઈના સાદ III. કલકલ શબ્દ સુભટ ઘણા, ધ્વજ લઘુ ગુરુ શોભિત; મૃત તસ્કર બલ જાણીને. થઈ રમણી ભયભીત રા કુંવર કહે નવિ ભય ધરો, મુજ બેઠાં લવલેશ; એમ કહેતાં તિહાં આવીયો, એક પુરુષ શુભવેશ. Ilal પરિકર થોડે પરિવરયો, વિનય કુશલ તસ નામ; કર જો ડીને વિનવે. કુંવરને કરી પ્રણામ. I૪ સરોવરના કાંઠે સ્નાનાદિથી પરવારી સૌ ઘડીક વિશ્રામ કરી રહ્યાં છે. તે અવસરે શંખ પંડહ ભેરી-ઝલ્લરી શરણાઈ વગેરે વાજિંત્રના નાદ સંભળાયા. //// જે દિશામાંથી વાજિંત્રના નાદ સંભળાતા હતા, તે જ દિશામાં ઘણા માણસોના કલરવ સંભળાતા હતા અને નાની મોટી ધ્વજાઓ પણ શોભતી હતી. તે જોઈને બંને સ્ત્રીઓ ભયભીત થઈ. ધમિલે આગળ ચોરને માર્યો હતો. તે કારણે તેનો બદલો લેવા (સૈન્ય) કોઈ આવ્યું કે શું? રા/ ભયભીત પામેલી તે બંને સ્ત્રીઓને જોઈ ધમ્મિલ કહેવા લાગ્યો કે તમે લેશમાત્ર ભય ન પામો. હું બેઠો છતાં તમારે ભય પામવો નહીં. તમને કોઈ કંઈ જ કરશે નહીં. તેવામાં સારો વેશ ધારણ કરેલ એક સજ્જન પુરુષ ત્યાં તેમની પાસે આવ્યો. ૩ll સાથે થોડો પરિવાર પણ રહેલો છે. વિનયકુશળ તેમનું નામ છે. તે સજ્જન વિનયપૂર્વક હાથ જોડીને ધમિલને પ્રણામ કરીને વિનવે છે. //૪ll. ઢાળ બીજી (હવે શ્રીપાલકુમાર વિધિપૂર્વક મજ્જન કરેજી.એ દેશી) વિનયકુશળ કહે એમ અચરિજ વાત તમે કરીજી; રાત્રે એકલ પિંડ, શબર સેના દૂરે હરીજી. ૧ અર્જુન તસ્કર નાથ, અમે નૃપશું શત્રુપણું જી; તે તુમે હણીયો જાણ, અમ રાજા હરખ્યો ઘણુંજી... llll. અસનપાલ છે આંહી અંજનગિરિ તેજે હશેજી; અજિતસેન ભૂપાલ, પલ્લીપતિ મોહોટો વસેછે. llall તમને મળવા હેત, આવે છે ભટ સંકુલેજી; ખબર કરેવા તુમ, મુજ મોકલીયો આગલેજી. II૪ો. Page #272 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૨ ૨૨૯ • એણે અવસર નૃપ ત્યાંહી, આવ્યા સૈન્ય પરવારીજી; વિનયે પ્રણમે પાય, કુંવર રથથી ઉતરીજી પા આલિંગન કરી દોય. મળિયા બહુલ હર્ષ ભરેજી; પલ્લીપતિ કહે વત્સ, ભલે પધાર્યા અમ ઘરેજી II ચોર સેનાપતિ દુષ્ટ, અર્જુનનો ઈંહા ભય ઘણોજી; જાતાં સદેશી પંથ, ધન હરે પરદેશી તણો'. Ifશા પંથ તજી અન્યમાર્ગ, સઘળા લોક તે સંચરેજી, તિહાં પણ સૂતા સાથ, તેહ તણા જીવિત હરજી. નિર્ભય સુવહતે પંથ, કરતાં યશ પસર્યો ઘણોજી; અચરિજ કીધી વાત, એકલે તેં અર્જુન હણ્યો છે. છેલ્લા મુજ વૈરી હણનાર, સાંભળી તૂઠો તુજ પરીજી; તુજ દર્શન અભિલાષ, આવીયો હું હર્ષે કરીy. I૧૦ના તુજ સાહસિક નાહિ પાર, પુણ્ય ઉદય મોહોટો ઘણોજી, કુંવર કહે ગુરુદેવ, મહિમા એ નહી મુજ તણોજી. II૧૧. રાય કહે વત્સ? આજ, પાઉં ધારો મુજ મંદિરેજી; જોવા ઉભા લોક, એમ કહી અશ્વરતન ધરેજી. I/૧૨ તુરગ ચડી નૃપ સાથ, બહુ અસવારે પરિવર્યાજી; કમલસેના રથમાંહી, વાજિંત્ર નાદ અલંકર્યા. ૧all બેઠી પાલખી માંહે, વિમળા જાણે અપ્સરાજી; ચામર ઢાળે દોય, દાસી બીજી સહચરાજી. II૧૪ એમ મોહોટો મંડાણ, તિહુંજણ પધરાવ્યાં ઘરેજી; ગીત ગાન બહુમાન, ખાન પાન ભક્તિ કરેજી ૧પી કમલસેના કહે વત્સ, ભાગ્યશાળી નર એ મલ્હોજી; જો તું સમઝે કાંઈ, માનું, જન્મ સફલ ફળ્યોજી. II૧૯ll વિમલસેના કહે માય, વારંવાર મુઝ ભોળવે છે; જેમ ધન શેઠને પૂર્વ જૂઠ કથા કહી રીઝવેજી. ll૧ી. ઉજેણીએ ધન શેઠ, નવ્ય કથા પ્રિય તિહાં વસેજી; આપે સોનઈઓ એક, સુણીય અપૂર્વ કથા રસેજી. II૧૮ એક દિન ધૂરત વાત, ભાંખે ચહુટે હું ગયોજી; દશ મણનું વિતાક, પાચવતો નર દેખાયોજી. ૧લા. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ધર્મિલકુમાર રાસ જોવા ગયો સુણી શેઠ, ધૂર્તને ઘર બેસારીને જી; પૂછે કુપોદક શીશ, કહે ઠગ મદના નારીને જી, રવા. રંભા સમી એક નાર, સાથે તુમ પિયુ ખેલતાજી; દેઈ મુજ તંબોલ, ઘર સોંપી ચહટે જતાં, l/૨૧ ઠગમુખની સુણી વાત, બેડું ફોડી ભૂતળે જી; મદના ચહુટા માંહી, શેઠને જઈ વળગી ગલે રર છાંટી કચરો ધૂળ, બોલે મા તુજ કિહાં ગઈ જી; કરતા વલગા ઝુમ, દંપતી બહુ રાંટી થઈ જી; ૨૩ll અડક્યો માતંગ ત્યાંહી. અભડાણા નદીએ ગયાજી; શેઠ તણી લઘુ બેહેન, આવી ઘેર ઠગ પુછીયાજી. // ૨૪ો. પુત્ર મૂઓ કહે ધૂર્ત, દંપતી સમશાને વલ્યાં; સા સુણી રોતી જાય. ભીને વચ્ચે બેહુ મળ્યાંજી. ૨પ નણદી રોતી દેખી, ભોજાઈ પણ રોઈ પડીજી; શેઠે મેહેલી પોક, સજર્જન વર્ગ આવ્યા ચડીજી. /૨દી રોઈ કૂટી ગેહ, બેઠા બિછાણાં પાથરીજી; કહે ઠગ દીઓ દીનાર, કેસી કથા મેં ઓચરીજી રી! લોક સુણી કહે હાસ્ય, શેઠ મૂરખ ઉક્યો હસીજી; ધૂર્તને દઈ દીનાર, જઈ ઘરમાં બેઠો ખુશીજી. If૨૮. હું નહી તેહવી નાર, તુઝ વયણે રીઝું ખરીજી; . એ ભિક્ષુક શું પ્રીતિ, મેં મનથી દૂર કરી. રા કમળા કહે તું મૂર્ખ, જેમ નવ તપસી વિદેશીયાજી; એક પુર નદીએ નાહી, ગણતી કરવા બેસીઆજી. ll૩ના ગણતાં હોવે આઠ, પિંડ વિના ભૂલે સહુજી; જાણી મરણ ગયો એક ભેળા મલી રોતા બહુજી ૩૧/l દેખે નજરે સર્વ, તોહે મૂર્ખ સમઝ નહી જી; તે અણસમજુ તેમ, દક્ષપણું માનો સહીજી; li૩રા. વિમળા કહે મા તુઝ, લાંચ મલી દીસે ખરીજી; કમળા સાંભળી એમ, બેઠી મૌનપણું કરીy. /૩૭ll ચોથે ખંડે એહ, બીજી ઢાળ સોહાવતીજી; શ્રી શુભવીર કુમાર, પુણય ઉદય પસરી રતિy. If૩૪ો. Page #274 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૨ ૨૩૧ - તે સજ્જન વિનયકુશળ વિનયપૂર્વક ધમિલને કહે છે. “ખરેખર ! તમે તો મોટું આશ્ચર્ય સજર્યું છે. હે પરાક્રમી! તમે એકલા પડે રાત્રિએ ભિલ્લની સેનાને હડસેલી દીધી અને અર્જુનને પણ પરલોક પહોંચાડી દીધો. અહો તમારું સાહસ ! I૧ હે સ્વામી! અર્જુન સેનાપતિ ચોરની સાથે અમારા રાજાને દુશ્મનાવટ હતી અને તે ભયંકર ભિલ્લપતિને હણ્યો છે તમે, તે જાણીને મારા સ્વામી, અમારા રાજા ઘણા હર્ષ પામ્યા છે. રા. હે આર્યપુત્ર! આપ સામે જે જોઈ રહ્યા છો તે અંજનગિરિ છે. ત્યાં અમારા અન્નદાતા અજિતસેન રાજા વસે છે. અને તે મોટા પલ્લીના સ્વામી છે. આall હર્ષ પામેલા અમારા સ્વામી, આપને અહીંયાં મળવા માટે સુભટો સાથે આવી રહ્યા છે. આ સમાચાર સંદેશો આપવા મને આગળ મોકલ્યો છે. ll૪ો. ધમિલની સાથે વિનયકુશળ વાત કરી રહ્યો છે. ત્યારે સૈન્યથી પરિવરેલ અજિતસેન રાજા આવી પહોંચ્યા. પોતાની નજીક આવી રહેલ રાજાને જોઈને, વિશ્રામ કરતો ધમ્મિલ ઉઠીને, રાજા સામે જાય છે અને જ્યાં બંને ભેગા થયા ત્યાં વિનયીકુમાર રાજાના ચરણે નમ્યો. ચરણરજ માથે ચડાવી અને પ્રણામ ર્યા. //પા તે જં અવસરે રાજા પણ ધમિલને ભેટી પડ્યો. આલિંગન દઈને બંને જણા ઘણા હર્ષ પામ્યા. પલ્લિપતિ કહે છે કે “હે વત્સ ! હે ભાગ્યવંત! અમારા આંગણે આપ પધાર્યા. તે ઘણું સારું કર્યું. [૬] હે સ્નેહી સજ્જન ! દુષ્ટ પલિપતિ અર્જુનનો આ પ્રદેશમાં ઘણો ભય હતો. વેપારાર્થે વા કોઈ કારણે પરદેશ ગયેલા લોકો પોતાના વતનમાં જતાં અહીં આ અર્જુન ચોર તેઓને લૂંટી લેતો હતો. જેની પાસે જે હોય તે સઘળું લઈ લેતો. Ifણા આવા અનેક પ્રકારના ત્રાસને કારણે લોકોએ આ રસ્તેથી જવા આવવાનું બંધ કરી દીધું. બીજા માર્ગેથી જવા લાગ્યા. તેમાં જો વટેમાર્ગુની સાથે પુત્રી હોય તો, તેના બાપને મારી નાંખતો. પુત્રીને પોતે હરણ કરી જતો. વળી આવાં ભયંકર પાપ કરીને પોતાની આજીવિકા ચલાવતો હતો. અમારી ઉપર ઘણો ષવાળો હતો. મારી પ્રજાને પણ ઘણો રંજાડતો હતો. અમે ઘણો પ્રયત્ન કર્યો પણ કેમેય પકડાતો નહોતો. [૮] ઓ સાહસી! હવે નિર્ભય થઈને વટેમાર્ગુ સારી રીતે જઈ શકાય. તેવો ખુલ્લો માર્ગ તમે કર્યો. અને તેથી ઘણાના જાન પણ હવે બચશે. લોકો લૂંટાશે પણ નહિ. તેથી તમારો યશ-કીર્તિ તમારા સાહસથી - "ઘણી પ્રસરી છે. એકલા હાથે મહાપરાક્રમ કરીને અર્જુનને હણીને તમે એક મહાન આશ્ચર્ય સજર્યું છે. Iો રે બડભાગી ! “મારા વૈરીને તમે હણ્યો છે.” એ પ્રમાણે સાંભળીને હું તારી ઉપર ઘણો તુષ્ટમાન થયો છું અને હર્ષિત થઈને તારાં દર્શન કરવા હું અહીં દોડી આવ્યો છું../૧૦ના | હે વત્સ! તું ઘણો સાહસિક છે. તારો પુણ્યોદય પણ ઘણો દેખાય છે.” આ પ્રમાણે રાજાનું કહેવું સાંભળી ધમ્મિલ બોલ્યો.... “હે રાજન! એમાં મેં કંઈ કર્યું નથી. આ બધું મારા પરમ ઉપકારી ગુરુદેવના પ્રભાવે થયું છે. જે શક્તિ છે તે ગુરભક્તિથી મળી છે મેં આમાં કંઈ જ કર્યું નથી.” ||૧૧રાજા કહે છે “હે વત્સ ! આજ મારા મંદિરે પધારો ! મારું નગર પાવન કરો. જુઓ, તમને જોવા માટે મારી પ્રજા કેટલી ઉમટી છે.” આ પ્રમાણે બોલીને રાજાએ અશ્વરત્ન કુંવરની આગળ ધર્યો. //૧૨ અશ્વરત્ન (ઉત્તમ ઘોડા) ઉપર ધમિલ બેઠો ને આજુબાજુ ઘણા અસવારોથી પરિવરેલા રાજા અને સુભટો સાથે ચાલ્યા. કમલસેના રથમાં છે. આગળ વાજિંત્રોના નાદ સંભળાઈ રહ્યાં છે. ૧૩ી વિમળાને માટે પાલખી આવી. પાલખીમાં બેઠેલી વિમળા તો અપ્સરાની જેમ શોભતી હતી. દાસીઓ બે બાજુ - ચામર ઢાળી રહી છે. બીજો પણ દાસીવર્ગ પાલખીની આસપાસ ચાલી રહ્યો છે. ૧૪ો. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ધમિલકુમાર રાસ મોટા આડંબરથી, ઘણા માનથી ત્રણેય જણાં રાજાના મંદિરે આવ્યાં. સ્ત્રીવર્ગ ગીત ગાઈ રહ્યો છે. રાજાએ ધમિલ વગેરેને બહુમાન આદરપૂર્વક પોતાના ઘરે પધરાવ્યાં. અને રાજરસોડે રસવતી (રસોઈ બનાવીને, સારાં ભોજન કરાવ્યાં. ઉપર પાનબીડાં આપ્યાં. //પા અવસર પામીને કમળસેના વિમળાને કહે છે. જો બેટા ! સાંભળ! ખરેખર આ મહાભાગ્યશાળી એવો નર મળ્યો છે. જો તું સમજી જાય તો હું માનું કે તારો જન્મારો સફળ થઈ જશે. ./૧૬ની કમળસેનાનું વચન સાંભળી, જેમ કડવા ઔષધનાં પાન કરવાથી મુખ મચકોડાય, તેમ મુખ મચકોડતી વિમલસેના બોલી. “મા ! મને તું આ ધમિલની વાતે વારંવાર ભોળવે છે. હોં ! પણ હું ભોળવાઇશ નહીં. મા ! સાંભળ! પેલો ધૂતારો, ધનશેઠને જુદી જુદી કથાવાર્તા કહીને રીઝવતો હતો. તેવી રીતે તું મને વારંવાર શીખામણ આપે છે. મારે તારી શિખામણ સાંભળવી નથી.” ૧છા વળતું કમળા કહેવા લાગી કે “બેટી ! એ ધનશેઠની વળી શી વાત છે? તે મને કહે.” અને વિમળા ધનશેઠની કથા કહેવા લાગી. ધનશેઠ અને ધૂતારાની કથા ઉજેણી નગરીમાં ધન નામે શેઠ રહેતો હતો. મોટો વ્યાપારી હતો. લખલૂંટ સંપત્તિનો માલિક હતો. તેને પોતાના જીવનમાં જુદી જુદી કથા સાંભળવાનો મોટો રસ હતો. આ વાતની એક ધૂતારાને ખબર પડી. તે શેઠને ઘેર પહોંચી ગયો. એક કથા કહે તો શેઠ એક દીનાર આપતા. ધૂતારાએ વાત ઉપજાવી નાખીને કહેવા લાગ્યો. “શેઠ! આજે ચૌટામાં ગયો હતો. તો ત્યાં આગળ દશમણનું રીંગણું રાંધતો એક માણસને જોયો. શેઠ! એ જોવા જેવું છે.” I૧૮ + ૧૯ કૌતુકપ્રિય શેઠ આ વાત સાંભળીને આશ્ચર્ય પામ્યા. ધૂતારાને કહે છે “ભાઈ ! તું બેસ! હું ચૌટામાં જઈને જોઈને આવું.” શેઠ તો ઉતાવળા ઉતાવળા ચૌટામાં પહોંચી ગયા. કૂવેથી પાણી ભરીને શેઠની પત્ની મદના ચૌટામાં થઈને ઘેર આવી રહી હતી. તેણે દૂરથી શેઠને જોયા. બેડું માથે હોવાથી તે સીધી જ ઘરે આવી ગઈ. ઘેર ઠગ-ધૂતારો બેઠો હતો. સીધું જ ઠગને પૂછ્યું. “શેઠ ક્યાં ગયા?” ||૨૦ળી ત્યારે ઠગ (બનાવટી વાત બનાવીને વળી આગળ) કહેવા લાગ્યો. “બેન ! કોઈ રંભા સરખી એક સ્ત્રીની સાથે તમારા સ્વામી દરરોજ મોજમઝા ઉડાવે છે. શું તમને ખબર નથી ! મને હમણાં જ તંબોલ આપી, અને આ ઘર સોંપીને ચૌટે ગયાં છે.” ૨૧ આ ઠગ-ધૂતારાની વાત સાંભળીને શેઠપત્ની મદના ઘણી ગુસ્સે ભરાઈ. માથા ઉપરનું બેડું સીધું જ નાખી દીધું. ઘા કરીને વળી પાછી ઉતાવળી ઉતાવળી ચૌટામાં પહોંચી ગઈ. શેઠ જ્યાં ઊભા હતા. ત્યાં જઈને શેઠને ગળે વળગી પડી. ને કહેવા લાગી. //રરા “રે ! મારી આંખોમાં ધૂળ નાંખીને તું અહીં તારી સગલીને, તારી વહાલીને મળવા આવ્યો? કેમ ! બોલ ! તે તારી મા! એ બૈરી ક્યાં ગઈ !” ગુસ્સામાં ગમે તેમ બોલતી પોતાની પત્નીને જોઈ શેઠ આભો બની ગયો. અને કહે છે “કેમ આજે તું આવું ગમે તેમ, બોલ્યા કરે છે? તું શું બોલે છે તે તને ભાન છે ખરું?” મદના બોલી - “હું તારું બધું ચરિત્ર સાંભળીને જ અહીં આવી છું. ચૌટા વચ્ચે પતિ-પત્નીનો મોટો ઝઘડો થઈ ગયો. લોક ઘણું ભેગું થઈ ગયું. ૨all તેમની નજીકથી એક માતંગ (ભંગી) પુરુષ નીકળ્યો. ઝઘડતાં પતિ-પત્નીને તેણે છૂટાં પાડ્યાં. ભંગીના એક હાથમાં સાવરણો જોઈને બંને બોલ્યાં “રે ! અલ્યા તું અમને કેમ અડક્યો ! અમારે નહાવું પડશે.” બંને જણાં ત્યાંથી સીધાં નદીએ નહાવા ગયાં. એ જ અરસામાં શેઠની નાની બેન ભાઈને ઘેર Page #276 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૨ ૨૩૩ આવી. ભાઈ ભાભી તો ઘે૨ હતાં નહીં. ત્યાં બેઠેલા અજાણ્યા પુરુષને (ધૂતારાને) પૂછ્યું કે મારાં ભાઈભાભી ક્યાં ગયાં ? ॥૨૪॥ ઠગારો કહે “બોન ! શું વાત કરું ? શેઠને તો પોતાનો પુત્ર મરી ગયો છે. એટલે બધાની સાથે શેઠ-શેઠાણી સ્મશાને ગયાં છે. ભત્રીજાની વાત સાંભળી તેણી પણ રોતી રોતી સ્મશાન તરફ ભાઈભાભીની સામે જાય છે. આ બાજુ શેઠશેઠાણી કપડાં સહિત નદીમાં સ્નાન કરીને ભીનાં જ કપડે પોતાના ઘેર આવવા નીકળ્યાં. સામે જ નણંદી રડતી મળી. તેને રડતી જોઈને મદના ભાભી સમજ્યાં કે નણંદીને ત્યાં નક્કી કોઈનું મોત થયું લાગે છે. તેથી ભોજાઈ પણ રડવા લાગી. બંનેને રડતાં જોઈને (રસ્તામાં જ) શેઠે પણ મોટી પોક મૂકી. મોટે મોટેથી રડવા લાગી ગયો. ત્રણેને રડતાં જોઈને સ્વજન વર્ગ પણ ત્યાં આવી ચડ્યો. ।।૨૫ + ૨૬ ॥ સૌ રોતાં રોતાં ઘરે પહોંચ્યાં. ઘર પાસે મોટેથી રડતાં છાતી કૂટતાં હતાં. સ્વજનો પણ આશ્વાસન આપવા આવી ગયાં. બિછાનું પાથરીને સૌ બેઠાં. શેઠ-શેઠાણી ને નણંદી પણ રડતાં કંઈક શાંત થયાં. તે જ વખતે પેલો ઠગ-ધૂતારો શેઠની પાસે આવીને કહેવા લાગ્યો. “શેઠ મને દીનાર આપો. કેમ કે, મેં કેવી સરસ મઝાની કથા તમને કહી ?” ॥૨૭॥ શેઠ કહે છે “તેં વળી કથા કેવી કીધી ? જેથી હું તને દીનાર આપું ?” રીંગણું રંધાયાથી માંડીને રોતાં રોતાં સૌ મળ્યાં. ત્યાં સુધીનું વૃતાંત ઠગે કહી દીધું. બિછાને બેઠેલા સ્વજનો સહિત શેઠ વગેરે હસવા લાગ્યાં. મૂરખ બનેલા શેઠ હસતાં હસતાં કહે છે. “અલ્યા આવી કથા ?” “હા ! લાવો દીનાર.” શેઠે એક દીનાર લાવીને આપી દીધી. સ્વજનો સ્વસ્થાને ચાલ્યાં ગયાં. શેઠ ઘરમાં ગયો. વારંવાર આ વાત યાદ કરીને ઘરમાં પણ સૌ હસવા લાગ્યાં. ॥૨૮॥ આ કથા કહી વિમળસેના કમળાને કહે છે. “મા ? હું કંઈ એવી સ્ત્રી નથી કે ધૂતારાએ શેઠને જે કહ્યું તો તે શેઠે સાચું માની લીધું, તેમ હું સાચું માની લઉં. તારી વાત એમ હું માનવા તૈયાર નથી. આ ભિખારા સાથે પ્રીત ક૨વી તે વાત મને જરાયે રૂચતી નથી. સમજી લે. મા ! હું આ વાતને ક્યારેય સ્વીકારીશ નહી.” ત્યારે કમળા બોલી વિમળા ! પેલા નવ તપસ્વીની જેમ તું મૂર્ખા છે ॥૨૯લા “નવ તપસ્વી મૂર્ખાની કથા” પરદેશી નવ જણા તપસ્વી હતા. એક વાર નવે જણા નદીએ નહાવા ગયા. કાંઠે આવીને એક મૂર્ખા ગણવા લાગ્યો. એક-બે-ત્રણ...“અલ્યા આપણે નવ હતા. ને આઠ કેમ થયા ?’ નવમો બહાર આવ્યો નથી. ।।૩૦।। બીજો મૂર્ખા વળી બધાને ગણવા લાગ્યો. તો આઠ જ થાય. જે ગણે છે તેમાં પોતાની જાતને ગણે જ નહીં. બધાયે વારાફરતી ગણ્યા જ કરે. પોતાની જાતને ગણે નહીં. તેથી સંખ્યા આઠની આઠ જ થાય. તેથી બધાએ વિચાર્યું કે આપણામાંથી એક જણ મરણ પામ્યો છે. તેથી બધા ભેગા થઈને મોટી પોક મૂકી, અને રડવા લાગ્યા. ॥૩૧॥ રડતા જોઈને લોક ભેગું થયું અને પૂછવા લાગ્યા. કેમ ! રડો છો સૌ ? ભાઈ શું થયું ? ત્યારે કહે છે કે અમે નવ જણા ન્હાવા પડ્યા નદીમાં, તો હવે આઠ જણા છે. નવમો મળતો નથી. એક મરણ પામ્યો. ઊભેલા સહુ નવને જુએ છે. તે કહે છે કે “તમે નવ જણા તો છો. ક્યાં કોઈ મરણ પામ્યો છે ?” તો પણ તે મૂર્ખાઓ માનવા તૈયાર નથી. આ વાત કહીને કમળા બોલી. બેટા ! વિમળા ! બોલ ! તું તેઓની જેમ અજ્ઞાન કે અણસમજુ નથી ને ? જો સમજુ અને ડાહી હોય તો મારી વાત માની જા. ।૩૨।। વિમળા કહેવા લાગી. “મા ! મા ! તને તેના તરફથી કંઈક મળ્યું લાગે છે. હા ! હા ! તને કંઈક લાંચ આપી લાગે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ધમ્મિલકુમાર રાસ છે. જેથી તું મને વારંવાર સંભળાવે છે.” એમ કહી વિમળાએ મોં કટાણું કરી નાખ્યું. કમળાએ પણ આ કટુવચન સાંભળીને મૌન ધારણ કરી લીધું. II3II ચોથા ખંડને વિષે આ સોહામણી એવી બીજી ઢાળ પૂર્ણ થઈ. કર્તાકારક શ્રી શુભવીરવિજયજી મહારાજ કહે છે કે હવે ધમ્મિલકુમારનો પુણ્યનો ઉદય પ્રસર્યો છે અને ખુશી પણ અનુભવાશે. ।।૩૪|| ખંડ - ૪ : ઢાળ - ૨ સમાપ્ત -: દોહા : સુખભર દિન કેતા રહ્યા, ભૂપની ભક્તિ વિશેષ; કુંવર કહે આપો ૨જા, જાવું અમ પરદેશ. ॥૧॥ અજિતસેન કહે કુંવરને, તુમ વિરહો ન ખમાય; પણ વૈદેશિક પ્રીતડી, અંતે છે દુઃખદાય ॥૨॥ પરદેશીશું પ્રીતડી, મેં કરી તું ન કરેશ; જાશે તુરીય કુદાવતો, ઊભી હાથ ધરેશ ॥૩॥ સજ્જનશુ જે પ્રીતડી, છાની તે ન રહાય; પરિમલ કસ્તૂરી તણો, મહીમાંહે મહકાય. ॥૪॥ સજ્જન સજ્જન એક જપે, એક સજ્જન ચિત્ત ચોર, માનત હૈ તસ જીવકું, એક ચિત્ત દોઉ ઠોર ॥૫॥ સજ્જન તો છોડી ચલે, પણ ગુણ મુકી જાય. અંતર ધૂંઆ નીકળે, બાહેર ઝાળ ન થાય. ॥૬॥ ભૂતલ લિંબાદિક ઘણા, પણ ચંદન કિહાં કોય; પાષાણે પૃથિવી ભરી, પણ મણિ કિંહા એક હોય ગ્રા પ્રતિદિન કિટારવ કરે, પણ ચૈત્રે પિક મીઠ, ખલ સંકુલ આ જગતમાં, વિરલા સજ્જન દીઠ ॥૮॥ પંઘશરે જાતાં થકાં, કેમ કરી રાખું ગેહ; તેણે મુઝને સંભારજ્યો, રાખી અવિહડ નેહ. ॥લા એમ કહી વસ્ત્રાભૂષણે બહુલ કરી સત્કાર; બેહું નારી રથણું સજી. નીકળીયા તેણી વાર. ॥૧૦॥ રાજા વોળાવી વળ્યા, કુંવર ચલંતા તામ; ઠામ ઠામ રહેતા થકાં, પોહોતા ચંપા ગામ. ॥૧૧॥ હે ભાગ્યવાનો ! પુન્યનો ઉદય જ્યારે પ્રસરે છે ત્યારે અનેક પ્રકારનાં સુખો સામેથી દોડતાં આવે છે. ધમ્મિલકુમાર, કમળા, વિમળા-ત્રણેય અજિતસેન રાજાને ત્યાં સુખમાં દિવસો પસાર કરે છે. રાજા પણ મન મૂકીને ભક્તિ કરે છે. હવે ધમ્મિલકુમાર ચંપાનગરી તરફ જવામાટે રાજાની પાસે રજા માંગે Page #278 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૩ ૨૩૫ છે. હે રાજન્ ! અમે અહીં ઘણું જ રહ્યા. તમે પણ અમારી ઘણી ભક્તિ કરી છે. હે મહારાજા ! અમને હવે રજા આપો. અમે હવે પરદેશ જવા ઇચ્છીએ છીએ. ///કુમારની વાત સાંભળી અજિતસેન કહે છે. હે કુંવર ! હે મારા પરમ કલ્યાણ મિત્ર ! તમારો અમારી ઉપર મહાન ઉપકાર છે. તે ભુલાય તેમ નથી. અહીંયાં આટલા દિન સાથે રહ્યા. તો તે દિન કેટલા જલ્દી ચાલ્યા ગયા. ખબર ન પડી. જવાની રજા માંગો છો, તો તમારો વિરહ અમને ઘણો વસમો લાગે છે. તમારો વિયોગ કેમે કરી સહી શકાય તેમ નથી. પણ કહેવાય છે કે “પરદેશીની પ્રીત શી ?” તે પ્રીત તો દુઃખદાયી છે. રા. વિદેશી-પરદેશી એવા તમારી સાથે મેં પ્રીત કરી પણ હે કુંવર ! તું ક્યારેય પરદેશીની સાથે પ્રીત ન કરતો. કારણ કે પરદેશી પોતાનું કાર્ય પતે એટલે જવાની વાત કરે. હાથ ઊંચો કરીને “આવજો, આવજો” કહે. એટલું કહી ઊભી વાટે ઘોડો દોડાવી મૂકે છે. ૩. વળી રાજા આગળ વાત કરે છે તે કુમાર ! સજ્જન સાથેની પ્રીતડી છાની ક્યારેય રહેતી નથી. જે ભૂમિ ઉપર કસ્તૂરી પડી હોય તેની સુગંધ ચારે બાજુ મહેકી ઊઠે છે. તેની જેમ સજ્જનનો સ્નેહ પણ ચોતરફ પ્રસરી રહે છે. જો - એક જણ “સર્જન” “સજ્જન” નો જાપ કરે છે અને સામે સજ્જનનું ચિત્ત તો કાંઈ જુદું જ હોય છે. અર્થાત્ જાપ કરનારનું ચિત્ત સર્જનમાં ખોવાઈ જાય છે. સજજન સાથે પ્રીત કરનાર તેને જ પોતાનાં પ્રાણ માને છે. તેથી તે સજ્જનનો મનથી જાપ કરનાર વ્યક્તિ દેશમાં હોય કે પરદેશ પણ તેને બંને સરખાં છે. અહીં હોય કે પરદેશ હોય પણ સજ્જન તેને મનથી પોતાની પાસે જ માને છે. |/પા તારા જેવા સજ્જન પુરુષો અમને છોડીને જાય પણ ગુણ (સ્નેહ) તો અહીં મૂકીને જાય છે. અહીંયાં - એટલે અમારા અંતરમાં જ મૂકતા જાય છે. સજ્જનના વિયોગે બળતા એવા અંતરમાં તે સ્નેહ દ્વારા ધૂમાડા નીકળે છે. પણ એની જવાળાઓ બહાર દેખાતી નથી. કે જે કોઈ તેને શાંત કરી શકે. llી. હે ભાગ્યશાળી ! આ પૃથ્વીને વિષે લીમડાનાં વૃક્ષો ઘણાં જોવા મળે છે. પણ ચંદનનાં વૃક્ષ તો કોઈક જગ્યાએ જ હોય છે. આ પૃથ્વી તો પાષાણથી ભરેલી છે. પણ મણિ તો કોઈક (ખાણમાં) જગ્યાએ જ મળી આવે છે. તેથી - કાગડાનો “કા’ ‘કા” અવાજ હંમેશાં સાંભળવા મળે છે. પણ કોયલનો મીઠો અવાજ - રણકાર, સાંભળવા તો ચૈત્ર મહિને મળે છે. આ જગતમાં દુર્જનનાં ટોળાં ઘણાં મળે છે, પણ સજ્જન તો કોઈક વિરલા જોવા મળે છે. ll૮ll | માર્ગે જતાં એવા તમે તો અમારી ઉપર ઘણો ઉપકાર કર્યો છે. પણ વટેમાર્ગ પરદેશીને અમારે ઘરે કેટલું રાખી શકાય? જવું છે તમારે તો હું કેટલું રાખી શકું? અર્થાત્ તમારે અનેક કાર્યો આગળ ' હોય માટે ભલે જાવ પણ આપ જાવ છો તો અમને ભૂલતા નહીં. અમારી ઉપર સ્નેહ રાખજો. લો ઉપકારોને યાદ કરતા અજિતસેન રાજાએ કુમારનું બહુમાન કરી વસ્ત્રો આભૂષણો ઘણાં આપ્યાં. આ પ્રમાણે સત્કાર કરતો રાજા વિદાય આપી રહ્યો છે. રથને તૈયાર કરીને બંને સ્ત્રીઓને રથમાં બેસાડી ધમિલ ચંપાનગરી તરફ નીકળ્યો. ૧૦ના અજિતસેન રાજા તે સૌને વિદાય આપી પાછા ફર્યા. કુંવરે હવે આગળ રથને હંકાર્યો. યોગ્ય સમયે યોગ્ય સ્થાનોમાં રહેતાં રહેતાં અનુક્રમે ચંપાનગરીએ સૌ પહોંચી ગયાં. ચંપાનગરીની હદમાં આવી ગયાં. ll૧૧/l. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ધર્મિલકુમાર રાસ ઢાળ ત્રીજી (મારી આંબાના વડ હેઠ ભર્યાં, સરોવર લેહેર્યો છે રે...એ દેશી) ચંપાનગરી ઉપકંઠ, વહે ગંગા નદી વેગળી રે; શિવ-શંકર મોટુ નામ, જાણી છાંની રાંગે હલી રે; ભવભ્રાંત ભવાની ભીત, પ્રીતે જટામાંહે સાંકલી રે; હર સંગ જટા મેં ગંગ, રંગ અનંગ રસ શું મલી રે.....૧/ ચંપા ચંપક વન જોય. નંદનહારી મેરૂ વસે રે,......એઆંકણી. પણ ભંડશી ચાલ પ્રચંડ, ઉદ્દંડ રેહેતો તોફાનમેં રે, નિત્ય ભસ્મ લગાવે દેહ, ગેહ કરે સમશાનમેં રે, રંગ ભોગ મેં હોત વિજોગ, શોક ભરે દિન કાઢતી રે; ભામા નિર્બલે ભરતાર, પેટ બલે પિંડ પાડતી રે,...ચંપા...॥૨॥ એક ભિલ્લુડી પૂંઠે ધાય, નિર્લજ્જ રૂદ્ર વલગો જઈ રે; તે દેખી ગંગા નાર, શોક ભરે વિલખી થઈ રે; સુરસદ્મ પદ્મ દ્રહમાંહે, ઝંપા કરી ફરી અવતરી રે, ધરી દેહ નદી નિજ નામ, કાર્મે હિમાચલ ઉતરી રે....ચંપા... કરી સિંધુ સખીને શાન, બહુલ સાહેલીયે પરિવરી રે, જલધિવર વરવા હેત, ચંપા મારગ સંચરી રે; નિજ જોબન મદ ઉન્માદ, જલ કલ્લોલે કરી ખેલતી રે, હંસજુગલ કરે જલકેલી પોપટમેના જલ ઝીલતી રે....ચંપા...૪ પરદેશી ઘણા નરનાર, તીર્થ લહી જલ ન્હાવતાં રે. મલી મેલે સહીયર સાથ, પ્રેમ ભરે ગુણ ગાવતાં રે, પાસે ચંપક વન એક, વૃક્ષ અનેક ચંદન તણા રે, ફલ દાડિમ દ્રાખ રસાલ, લિંબ કદંબ ફણસાં ઘણાં રે,...ચંપા... પા જાંબુ રાયણ અંજીર નારંગીને સીતાફલી રે; રામ જામ તિલક હીંતાલ, સાલ રસાલ લિંબુ વલી રે; બહુ ચંપક વૃક્ષ અશોક, શીતલ જેહની છાંયડી રે; મધુરાં વનિર્મલ નીચે. કૂપ સરોવર વાવડી રે....ચંપા...॥૬॥ સહકાર તરૂને ડાલ, કોયલ બેઠી ટહુકા કરે રે; કમલા વિમલાને કુમાર, હર્ષ ભરે તિહાં ઊતરે રે, Page #280 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૩ મુખ શુદ્ધ કરી લેઈ વાર, ચાર ઘડી દિન આવતો રે; જિનરાજનું મંદિર ત્યાંહિ, દેખી ધમ્મિલ જાવતો રે....ચંપા...ના વિમલા પણ આવી માંહે, જિન મુખ દેખી આણંદતી રે; સાચવીયાં દશ તિગ તેણ, વિમલમતિ વિમલા સતી રે; વંદી ઉભી કર જોડ, બોલે પ્રભુની આગળ રહી રે; ભવ અટવીમાં મહારાજ, કર્મકદર્શન મેં સહી હૈ, ...ચંપા...॥૮॥ ઠામ ઠામ કુદેવને સંગ, મારગ ભૂલી તૃષ્ણા સજી રે, નવિ મલિયો આ સંસાર, તુમ સરીખો રે શ્રી નાથજી રે, આજ પુણ્ય ઉદયને જોડ, મરૂધર દેશે આંબો ફલ્યો રે, થઈ મેહે૨ નજ૨ તુમ આજ, મેં વિશ્વાસે ચિત્ત સાંકલ્યો રે ...ચંપા...લા કરી સેવકનાં દુઃખ દૂર, વંછિત મેલા મેલાવો રે, તુમ ચરણ શરણ મુઝ નાથ, સાથ મેલાવો ભવોભવ હજો રે, જિનવંદી ઉતારી બાર, કુંવર કહે કમલા ભણી રે, જઈ આવું ચંપામાંહે, ઠામ ઉતારાને કારણી રે....ચંપા...૧ના કહે કમલા દેશ વિદેશ, ધૂર્તે ભરી રે ચંપાપુરી રે, તું ઠગાય રખે વત્સ ત્યાંહી, જેમ રથ શું હરી સુંદરી રે, કહે કુંવર કહો તે વાત, કમલા કહે સુણો દિલ ધરી રે, ત્રંબકપુર દક્ષિણ દેશ, નંદા સુનંદા કોટેસરી રે..ચંપા...॥૧૧॥ શેઠ પુત્રી રૂપાલી નામ, ભીમ કુટુંબિક શું હળી રે; ૨થ બેસી લેઈ ધન લાખ, કરી સંકેતને નીકળી રે, આવી ચંપાવન ઉપકંઠ, ચંદ્રા નદીતટે ઉતરી રે; સિંહ ક્ષત્રી પૂછે તાસ, ધૂર્તકલા ચિત્તમાં ધરી રે;...ચંપા...૧૨ સુણી કન્યા મુખે પિતૃનામ, કહે સિંહ હું ભલે આવીયો રે; મુઝ માતુલ સુત તુઝ માત, વાત સજી ઘેર લાવીયો રે; ઘરમાલે ઉતારો દીધ, તાજું દીયે નિશિ દાદરે રે; જુઓ ધૂર્તે ઠગ્યા નરનાર, તેમ તુઝને કોઈ આચરે રે, ...ચંપા...૧૩ના કમલાને બોલે કુમાર, વાત અધૂરી તમે સાંભળી રે; રાત્રે રૂપાલી નારી, ચિંતે ઠગે ઠગી સાંકલી રે, નિશિ પાછલીયે ઘરપુંઠ, બારી થકી બેઉ ઉતર્યા રે, લેઈ સિંહ તણો મણિહાર, ૨થશું મારગ સંચર્યા રે....ચંપા...॥૧૪॥ ૨૩૦ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ધર્મિલકુમાર રાસ સિંહ જાગ્યો જિસે પરભાત, હાર હર્યો તવ જાણીયો રે, પૂંઠે ધાયો ધરી હથિયાર, અશ્વ ચડી તંગ તાણીયો રે, વાયુવેગ તુરંગ ચલંત, બાવીશ કોશે જઈ તે મલે રે, રૂપાલીએ દૂરથી દીઠ, વેગે ચલાવ્યો રથ વડતલે રે,...ચંપા...૧૫/ ગળે હાર ગ્રહી વડ ડાલ, બુદ્ધિ ઉપાઈ ઉપર ચડી રે, ભાગે ૨થ લેઈ ભીમ રૂપાલી વચને અડી રે; સિંહ દેખી તુરગ વડ હેઠ, વિ અસ જુએ ઉપર જઈ રે, રૂપાલી ઉતરી અન્ય ડાળ, અશ્વ ચઢી ખડ્ગ લેઈ ગઈ રે,...ચંપા...॥૧૬॥ ફોગટ કરાવે વેઠ, વાજી વૈશ્યાને વાણીયા રે, તેવારે તેહને હેઠ, જ્યારે જે અધિકા૨ીયાં રે, દેખી ઉત૨ીયો સિંહ, રોતો ધૂર્ત ઘરે ગયો રે, રૂપાલી મળી રથ સાથ, ભીમ પ્રિયાશું સુખીયો થયો રે....ચંપા...૧૭ વદે ધમ્મિલ એહવા ધૂર્ત, જો મુજને બહુલા મલે રે, પણ પરમેષ્ઠી સુપસાય, સદ્ગુરુ હાથે કોઈ નહુ છલે રે, ચોથે ખંડે એ ઢાળ, ત્રીજી હુઈ સોહામણી રે, શુભવીર કુમારની વાત, સુણી કમલા હરખી ઘણી રે....ચંપા...૧૮ ચંપાનગરીની નજીકમાં વેગપૂર્વક ગંગાનદી વહી રહી છે. તેની પણ દંતકથા છે. શિવ-ભોળાનાથ શંકરનું નામ સાંભળીને ગંગા તેમાં આસક્ત બની. આસક્તિના કારણે શંકરની પાછળ પાછળ ગંગા ગઈ. શંકરની પત્ની ભવાની (પાર્વતી) બાજુમાં હોવાથી, ગંગા શંકરની પાછળ ગઈ પણ પાર્વતીને જોતાં તે ભયભીત થઈ ગઈ. ગભરાયેલી ગંગાને શંકરે પોતાની જટામાં સંતાડી અને તેણીની ઉપર ઘણો સ્નેહ હોવાથી નિરંતર એકાંતમાં તેની સાથે શંક૨ સંગ કરે છે. ।।૧।। ગંગામાં અતિઆસક્ત” શંકર પણ ભાંડની જેમ ઉદ્ધત પ્રચંડ રીતે ચાલે છે. ઉછાંછળાવેડા કરી તોફાન કરે છે. પછી ધ્યાન ધરવાના બહાને હંમેશાં શરીરે ભસ્મ લગાવીને સ્મશાને જઈને રહે છે. ત્યાં એકાંતમાં શંકર ગંગાની સાથે વિષયસુખ ભોગવે છે. સ્મશાનમાં નિયમિત ચાલ્યાં જતાં પતિ શંકરના વિયોગમાં ઝૂરતી પાર્વતીના દિવસો શોકમાં જાય છે. કહેવાય છે કે “જે સ્ત્રીને નબળો ભરથાર મળે તો તે બિચારી પેટ બાળતી હોય અને દેહને સૂકવતી હોય છે.” ॥૨॥ પાર્વતીની પણ આ દશા થઈ. પાર્વતીને મનમાં શંકા થઈ કે રોજ સ્વામી ક્યાં જતાં હોય છે. કસોટી કરવાનું મન થતાં પાર્વતી ભીલડીનું રૂપ ધારણ કરીને સ્મશાનમાં ગઈ જ્યાં શંક૨ ધ્યાનમાં બેઠા છે. ત્યાં તેમની સામે જઈ નૃત્ય કરવા લાગી. અનેક પ્રકારના હાવભાવ કરતી હતી. શંકર પણ આવી સુંદર નવયૌવના ભીલડી જોઈને તેમાં આસક્ત થયા. ધ્યાન મૂકીને ભીલડીના ગળે વળગી ગયા. આ જોઈને ગંગા શોક કરવા લાગી. શંકર ઉપર રુષ્ટમાન થઈ દેવલોકમાં ચાલી ગઈ. મહાદેવનાં સંગથી Page #282 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૩ ૨૩૯ વિલખી થયેલી ગંગાનો દેવલોકમાં પણ કોઈએ ભાવ ન પૂછ્યો. તેથી ત્યાંથી હિમવંત પર્વત ઉપર આવેલ પદ્મદ્રહ સરોવરમાં ઝંપાપાત કર્યો. ફરી તે નારી રૂપે અવતરી, દેવનદી એવું નામ પડ્યું. વળી કામથી વિલ બનેલી તે ગંગા પોતાના પતિ સાગરને મળવા હિમાચલ ઉપરથી નીચે ઊતરી. IIII માર્ગમાં જતાં પોતાની સખી સિંધુને ઇશારો કરીને પોતાની સાથે લીધી. ઘણી બીજી પણ સાહેલીઓની સાથે પરિવરેલી તે ગંગા સમુદ્રરૂપી વરને વરવા માટે પોતાના યૌવનમદના ઉન્માદે કરીને, જલતરંગોને ઉછાળતી રમતી ગંગા, ચંપાનગરીના માર્ગે ચાલી જાય છે. ।।૪।। · ગંગા નદી મહા પવિત્ર મનાય છે. તીર્થ સ્વરૂપ પણ સૌ માને છે. પરદેશી ઘણાં સ્ત્રીપુરુષો ગંગામાં સ્નાન કરે છે. અને પોતે પવિત્ર થયા માને છે. ઘણી સહિયર સાથે મળીને ઘણા ભાવથી ગંગાનાં ગીતો ગાય છે. અને આનંદ મનાવતી હોય છે. અહીં ચંપાના સીમાડે આ ગંગાને કિનારે ચંપકવન નામે મોટું વન રહેલું છે. કહેવાય છે કે આ વન ઉદ્યાન એવું રળિયામણું છે કે જેની આગળ નંદનવન હારી જતાં મેરુ પર્વત ઉપર જઈને વસ્યું છે. આ ચંપકવનમાં ચંદનનાં વૃક્ષો ઘણાં છે. વળી દાડમનાં વૃક્ષો તથા રસવાળી દ્રાક્ષના માંડવા ઘણા છે. આવાં અનેક વૃક્ષોથી ભરેલું વન ઘણી શોભાને પામે છે. ।।૫।। વળી આ વનમાં જાંબુ-રાયણ-અંજિર-નારંગી-સીતાફળ-રામફળ-જામફળ-તિલક-હીંતાલ-શાલ-આંબા-લીંબુ વળી અશોકવૃક્ષ-ચંપકવૃક્ષ એવા ઘણાં જાતજાતનાં ફળફળાદિનાં વૃક્ષો પણ આવેલાં છે. જે વૃક્ષોની શીતળ છાયાએ અનેક પ્રાણીઓ નિર્ભયપણે રહે છે. ઝરણાંનાં પાણી પીવે છે. વનનાં વૃક્ષોનાં પાંદડાં-ફળ વગેરે ખાતાં આનંદથી પોતાના દિવસો પસાર કરે છે. વળી આ વનમાં કૂવા-સરોવર અને વાવડીઓ પણ ઠેર ઠેર જગ્યાએ આવેલી છે. જેનાં મધુર અને નિર્મળ નીર છે. વટેમાર્ગુ આ નીરને પીને શીતળતા અનુભવે છે. ।।૬।। વનમાં આંબાની ડાળે બેઠેલી કોયલ મીઠા અવાજે ટહુકા કરી રહી છે તેવા રમણીય ઉદ્યાનમાં કુમારે ૨થ થોભાવ્યો. વાતાવરણ ગમતાં હર્ષપૂર્વક રથમાંથી કમલા-વિમલા પણ નીચે ઊતર્યાં. રથથી ઘોડાને છોડીને આરામ માટે નજીક વૃક્ષે બાંધ્યા. ધમ્મિલે રથને બાજુમાં મૂક્યો. સૌ ગંગાના કિનારે જઈને નીરથી હાથ-પગ મોં ધોઈને સ્વસ્થ થયાં. દિવસ ચાર ઘડી ચઢ્યો છે. ત્યાં થોડેક દૂર જિનેશ્વર પરમાત્માનું મંદિર ધમ્મિલ કુમારના જોવામાં આવ્યું અને તરત જ તે ત્યાં પહોંચી ગયો. IIII ધમ્મિલકુમારને જતો જોઈ, વિમળા પણ ત્યાં જિનમંદિરે આવી. દર્શન કરીને આનંદ પામી. વિમળા એટલે વિમલ મતિ છે જેની એવી તે કન્યા સતી પરમાત્માના મંદિરે દશત્રિક સાચવીને પ્રભુની ભક્તિ કરે છે. પરમાત્માના મંદિરની ૮૪ આશાતના ટાળી. ૧૦-ત્રિક સાચવીને વિમળા પ્રભુ સન્મુખ બે હાથ જોડી, નમસ્કાર કરીને, પ્રભુની સ્તુતિ બોલે છે. સ્તવના કરે છે. કહે છે “હે ભગવાન ! આ ભવઅટવીમાં કર્મની કદર્થના મેં ઘણી સહન કરી. II૮॥ ભીષણ સંસારમાં સ્થાને સ્થાને કુદેવ-કુગુરુનો સંગ થયો. પ્રભુ તારો માર્ગ હું ભૂલી. વળી તૃષ્ણાએ મને ઘણી અતૃપ્ત બનાવી. અને સંસારમાં ઘણું ભમાડી. હે નાથ ! આજ દિન સુધી તારા સરખો નાથ મને ક્યાંયે ન મળ્યો. આજ મારો પુન્યોદય થયો. તું મને આ મહાટવીમાં મળી ગયો. મરૂધર દેશમાં આંબો ફળીભૂત થાય તેમ હે દેવ ! આજે આપનું દર્શન મને થયું. વળી આપની કૃપાદિષ્ટ મારા ઉપર થતાં મારા ચિત્તમાં અપૂર્વ શ્રદ્ધા આપના તરફ થઈ. IIII હે દેવાધિદેવ ! આ સેવકનાં દુઃખ દૂર કરીને વાંછિત ફળને આપજો. વળી હે નાથ ! આપનાં ચરણોની સેવા આપનું શરણ મને ભવોભવ હોજો.” આ પ્રમાણે પ્રભુને પ્રાર્થના સ્તવના - વંદના કરી ન Page #283 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલકુમાર રાસ વિમળા મંદિરમાંથી બહાર આવી. આ બાજુ કુમાર-કમળાને કહે છે કે હું ચંપાનગરીમાં જઈને ત્યાં આપણા ઉતારાની વ્યવસ્થા કરીને આવું છું. ।૧૦। ધમ્મિલની વાત સાંભળી કમળા કહે છે કે “હે વત્સ ! સાંભળ્યું છે કે આ ચંપાનગરી તો દેશ વિદેશના અનેક ધૂતારાઓથી ભરેલી છે. તું તો નિર્મળ બુદ્ધિવાળો છે. માટે સાવધાન રહેજે. કોઈ પણ ધૂતારાથી ઠગાતો નહીં. જેમ સુંદરીએ રથને હરી લીધો. તેમ તું ઠગાતો નહીં. ધ્યાન રાખજે.” કુંવર કહેવા લાગ્યો. “મા ! તે વાત કહોને !” ત્યારે કમળા કહે છે કે જે વાત કહું છું તે ધ્યાન દઈને સાંભળ. ॥૧૧॥ ૨૪૦ ધૂતારાની કથા : શેરને માથે સવાશેર દક્ષિણ દેશમાં ત્રંબકપુર નામે નગરી છે. નગરીના લોકો ઘણા સુખી છે. આ નગરમાં નંદ નામે શેઠ હતા. જે કરોડપતિ હતા. સુનંદા નામે પત્ની હતી. આ શેઠને સંતાનમાં એક પુત્રી હતી. જેનું નામ રૂપાળી હતું. સુખી ઘરની એકની એક પુત્રી કેવી લાડકવાયી હોય ! માતપિતા સંસ્કાર સારા આપે. પણ પુત્રીને તે ન પચ્યા. પોતાના ઘરના નોકર સાથે આડો વ્યવહાર થવા લાગ્યો. દીકરીએ નોકર ભીમને સંકેત કર્યો. અને પોતે માત-પિતા ન જાણે તે રીતે એક લાખ દ્રવ્ય લઈને, રથ લઈને નગરીમાંથી ચાલી ગઈ. રથ ચંપકવનમાં જઈને ઊભો. ત્યાં ચંદ્રા નામની નદીકાંઠે બંને ઊતર્યાં. આરામ વિશ્રામ માટે. તેવામાં ઠગવિદ્યામાં હોંશિયાર એવો સિંહ નામનો ક્ષત્રિય ધૂર્ત તે આ રથ પાસે આવ્યો. રૂપાળીને પૂછવા લાગ્યો. “તું કોણ છે ? કોની દીકરી છે ?” ધૂર્તકલાને ધારણ કરીને સિંહ પૂછી રહ્યો છે. ।।૧૨।। અજાણ્યા પુરુષની વાત સાંભળી રૂપાળી જરા ગભરાઈ પણ વળી સ્વસ્થ થઈ કહે છે. “હું નંદશ્રેષ્ઠીની પુત્રી છું.” તરત જ પેલા ધૂર્ત ઠગવાની વૃત્તિથી કહેવા લાગ્યો. “હું તો અહીંથી જતો હતો. રથ જોઈને અહીં કોણ હશે એ કૌતુકે મળવા આવ્યો. અહો અચાનક આપણો ભેટો થયો. આપણે સગા થઈએ. તારી માતા તો મારા મામાની દીકરી થાય. તું તેની દીકરી. તેથી મારી ભાણી થાય. તમારે અહીં ન રહેવાય. ચાલો મારે ઘેર. ખોટી ખોટી ઓળખાણ કાઢી, વાત ઊભી કરી દીધી: પોતાને ઘેર લઈ ગયો. આગતાસ્વાગતા કરી. જમાડ્યા. ને ઘરના ઉપલા માળે ઉતારો આપ્યો. બંનેને ઉપરના માળે રાતે રાખ્યા. નીચેથી દાદરે તાળું લગાવી દીધું અને નીચે ઘ૨માં તેમનો મૂકેલો સામાન બધો જ લૂંટી લીધો. ધૂતારાએ આ બંનેને કેવી કપટલીલા કરીને ઠગીને માલ લૂંટી લીધો. તે રીતે હે કુમાર તને કોઈ ઠગી,ન જાય. માટે તું ચંપાનગરીમાં ઉતારાની જગ્યા માટે જાય છે પણ સાવધાન રહેજે. ૧૩ કમળાની વાત સાંભળી કુમાર કહે છે. કે “મા ! તમે કહી વાત બરાબર છે. પણ સાંભળો. તમે જેટલી વાત સાંભળી તે અધૂરી છે. હજુ આ કથા આગળ છે અને તે સાંભળવા જેવી છે. કહું ? તે રાત્રિએ રૂપાળી મેડી ઉપર રહેલી વિચારે છે કે આપણે તો ઠગની જાળમાં ફસાઈ ગયાં: નીચે મૂકેલું દ્રવ્ય તેણે બધું જ લઈ લીધું હશે. હવે આગળ આપણે શું ક૨શું ? આ ઠગે તો અમને ઠગીને અહીં પૂર્યાં લાગે છે ઓ૨ડામાં બધે જોઈ વળ્યા. કોઈ લાધ્યું નહીં. પાછળની બારીએથી બંને નીચે ઊતરી ગયાં અને સિંહ જ્યાં ભર નિદ્રામાં સૂતો હતો. ત્યાં જઈ રૂપાળીએ ધીમે રહીને તેના ગળામાં રહેલો “મણિહાર” (મણિનો હાર) ઉતારી લીધો. અને કોઈ જાગે ને જાણે તે પહેલાં તો પોતાના રથમાં બેસીને પલાયન થઈ ગયાં. એટલે નગર બહાર માર્ગે નીકળી ગયાં. ॥૧૪॥ જ્યારે પ્રભાત થયું, સિંહ જાગ્યો. પોતાનું ગળું ખાલી લાગ્યું. મણિહાર નહોતો. વિચારતો હતો કે મારો હાર ચોરાઈ ગયો. તરત જ ઊઠીને પેલાં સ્ત્રી-પુરુષને મેડીએ પૂર્યાં હતાં, ત્યાં જવા ગયો. Page #284 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૩ ૨૪૧ ન તો સ્ત્રી-પુરુષ હતાં. ન તો ચોગાનમાં (ચોકમાં) રથ હતો. જરૂર આ લોકો મારો હાર ચોરીને ભાગી ગયાં છે. વિચારે છે કે તેઓને પકડી પાડું. મારો હાર પાછો લઈ આવું. અને તરત જ તબેલામાંથી પોતાનો ઘોડો લઈને તેઓની પાછળ રવાના થયો. ઘોડાને ઘણા વેગથી દોડાવ્યો. પોતે હથિયાર સાથે લીધાં છે. વાયુવેગે ઘોડો જઈ રહ્યો છે. પૂરા બાવીશ કોશ જતાં દૂરથી રથ જોયો. રથમાં બેઠેલી રૂપાલીએ પણ ઘોડા ઉપર આવતા સિંહને જોયો. રૂપાળીએ રથ હંકારતા ભીમને કહ્યું. આપણી પાછળ સિંહ ક્ષત્રિય ઠગ મારતે ઘોડે આવી રહ્યો છે માટે રથ જલ્દી દોડાવ. ને રથને વેગથી ચલાવ્યો. વડલો દૂરથી જોયો. વડ નીચે થઈને રથ લેવરાવ્યો. //પા બુદ્ધિશાળી રૂપાલીએ મણિહારને ગળામાં પહેરી લીધો. વડલાની ડાળી પકડી વડ ઉપર ચડી ગઈ. ભીમને રથ આગળ લઈ જવા કહ્યું. પોતે વડ ઉપર ચડી ગઈ. તેવામાં ઘોડા સાથે સિંહ ઠગ વડલા નીચે આવી ઊભો. રૂપાળીને વડલા ઉપર જોઈ. તેથી ઘોડા ઉપરથી ઊતરી, શસ્ત્રો-હથિયાર જે સાથે લાવ્યો હતો તે બધાં જ ઘોડાની નજીક નીચે મૂકી દીધાં. અને રૂપાળીને પકડવા, પોતાનો હાર લેવા વડલા ઉપર ચડવા લાગ્યો. જે ડાળેથી તે આવતો હતો તે ડાળને રૂપાલી છોડી બીજી ડાળીએ પહોંચી ગઈ. ત્યાંથી નીચે ઊતરી ગઈ. સિંહ તો હજુ ડાળી સામે જોતો જોતો આગળ ચડી રહ્યો છે. રૂપાળી તેની નજર ચૂકવીને પોતે નીચે ઊતરી ગઈ. અને તરત જ સિંહના હથિયાર લઈને ઘોડા ઉપર બેસીને ત્યાંથી રથની પાછળ નાસી છૂટી. /(૧૬ની તે કહ્યું છે કે – વાજી (ધોડો), વેશ્યા, અને વાણિયાની વેઠ કરવી નકામી છે. જ્યારે જે તેના અધિકારી હોય ત્યારે તે વખતે તેના તાબામાં રહે છે. બાકી તેઓ ક્યારેય કોઈનાયે થતાં નથી. ઘોડા ઉપર બેસતી રૂપાળીને જોઈને સિંહ નીચે ઊતરી આવ્યો. પોતાનો ઘોડો હથિયાર લઈને ચાલી જતી રૂપાળીને જોઈ ધૂર્ત સિંહ પોતે રડવા લાગ્યો. ઠગને ઠગે છેતર્યા. એક સ્ત્રીથી છેતરાયો. ઠગાયો. હાથ ઘસતો રહી ગયો. હાર ગયો. ઘોડો ગયો. હથિયાર ગયાં. સ્ત્રીથી ઠગાયો. તે રડતો ઘેર પહોંચી ગયો. જયારે આ બાજુ રૂપાળી વાયુવેગે દોડતી આગળ રથ સાથે જતા ભીમને મળી ગઈ. બંને ખુશખુશાલ થતાં પોતાને રસ્તે આગળ વધ્યાં. અને સુખી થયાં. ભીમ અને રૂપાલી પહેલાં ઠગાયાં. ને પછી સિંહ ઠગાયો. તેથી શેરને માથે સવાશેર..કથા ભીમની અહીં પૂરી થાય છે. ' અડધી રહેલી કથા પૂરી કરતાં ધમિલ કમળાને કહે છે “માતા ! આટલાં વર્ષોમાં મને આવા ઘણાએ ધૂતારા મળી ગયા. પણ પંચ પરમેષ્ઠિની કૃપાએ તથા સદ્દગુરુના સુપસાયથી હજુ હું આજદિન સુધીમાં ઠગાયો નથી. આ ચોથા ખંડને વિશે સોહામણી આ ત્રીજી ઢાળ કહી. શ્રી શુભવીરવિજયજી મહારાજ કહે છે કે “કુમારની દેવગુરુ ઉપરની અનહદ શ્રદ્ધા એ શ્રદ્ધાને બળે કુમારની વાત સાંભળી કમળા ઘણી હરખાઈ. હવે આગળ શું બને છે તે છે શ્રોતાજનો ! તમે સૌ સાંભળો. ૧૮ ખંડ - ૪: ઢાળ – ૩ સમાપ્ત -- દોહા :કુંવરને કહે કમલા હસી, તજ અતિ બુદ્ધિ પ્રકાશ; કામ કરીને ઉતાવળા આવો ઇહાં અમ પાસ. ૧ ભૂપ ભુજંગમ વાણીયા, ઠગ ઠકર સોનાર; વિશ્વાસે રહેવું નહિ, મંકડ બહુઅ બીલાડ. //રા Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ધમ્મિલકુમાર રાસ વેશ્યા દ્વિજ કોટવાલ ભટ્ટ, નાપિત ને દ્યૂતકાર; શસ્ત્રી સંગ ન કીજીએ; આઠમો મૂર્ખ ગમાર ॥૩॥ મોકલું ભાડું પરઠયો, સુંદર લેજો મહેલ; જેમ વિમલા સુપ્રસન્ન હવે, રહે વળી ઘોડા વહેલ ૪ કમલસેના ઉપદેશથી ઉઠે ધમ્મિલ જામ; શબ્દ શકુન હોવે ભલા, રીઝે વાંછિત કામ. ॥૫॥ -: ઉમાંંચ :અષ્ટૌ પાદા બુધે સ્યુ, નૈવ ધરણિસુતે સપ્તજીવે પદાનિ, શેયાન્વેકાદશોર્ટે શશિશનિ ભૃગુજે સાર્ધ ચત્વારિ પાદાઃ ॥ તસ્મિન્ કાલે મુહૂર્તઃ સકલ બુધજનઃ સર્વકાર્યાર્થસિદ્ધિઃ નાસ્મિન્ પંચાંગશુદ્ધિર્ન ચ ખચરબલં ભાષિતં ગર્ગ મુખ્યઃ ॥૬॥ ધમ્મિલની વાત સાંભળી, કમળા હસવા લાગી. હસતાં હસતાં કહે છે કે “હે વત્સ ! તારી તીક્ષ્ણ બુદ્ધિનું તેજ તો કંઈ ઓર જ છે. ભલે વત્સ ! જલ્દી જાવ. અને કાર્ય પતાવીને જલ્દી અમારી પાસે આવી જા. ।।૧।। વળી કહેવાય છે કે...રાજા, સર્પ, વણિક, ઠગ, ઠક્કર અને સોની તેમજ માંકડું (વાંદરું) અને બિલાડો...આટલાના વિશ્વાસે ક્યારેય રહેવું નહીં. વળી કહેવાય છે કે વેશ્યા, વિપ્ર(બ્રાહ્મણ), કોટવાળ, ભટ્ટ, નાપિત (હજામ), જુગારી, શસ્ત્રી(હિંસક) અને મૂર્ખ ગમાર આ આઠેનો સંગ પણ ક્યારેય કરવો નહીં. III ઉપર મેં જે વાત કહી તેને ધ્યાનમાં રાખજે અને હે કુમાર સાંભળો ! સુંદર મજાનો આંગણામાં બગીચો હોય તેવો મહેલ રહેવા માટે પસંદ કરજો. જે સ્થાન જોઈને વિમળા વધારે આનંદમાં રહે. વળી મહેલની આગળ જ આપણો રથ, ઘોડા વગેરે પણ સારી રીતે રાખી શકાય. ભલે ભાડું ગમે તે થાય પણ મોકળા મનથી નક્કી કરજો.’ ॥૪॥ કમલસેનાની વાતો સાંભળીને ધમ્મિલ હવે નગરમાં જવા તૈયાર થયો. કમળાની સૂચનાઓને પણ ધમ્મિલે ધ્યાનમાં લીધી છે. પરમાત્માનું સ્મરણ કરીને જ્યાં જવા માટે પગ ઉપાડે છે ત્યાં શુભ શુકનને જણાવતા શબ્દો થયા. શુકનને સ્વીકારતો ધમ્મિલ ચાલતાં વિચારે છે કે મારું કાર્ય જરૂ૨ સિદ્ધ થશે. IIપી ઉક્લંચ ઃ- કહ્યું છે કે બુધના આઠ પાદ, મંગળના નવ, ગુરુ ના સાત, સૂર્યના ૧૧ પાદ, ચંદ્ર, શનિ, શુક્રના સાડાચાર પાદ તે સમયે તે કાળે જે મુહૂર્ત સર્વ કાર્યની સિદ્ધિ કરાવે છે તે સર્વ પંડિતોને માન્ય છે. બીજું વિચારવાનું રહેતું નથી. તે પ્રમાણે મુખ્ય પંડિતપણે જ્યોતિષને જોનારા ગર્ગઋષિ વડે આ કહેવાયું છે. આ મુહૂર્તમાં પંચાંગની શુદ્ધિ જોવાની જરૂર રહેતી નથી. કે નથી ગ્રહબળ જોવાની જરૂર. ।।૧।। ઢાળ ચોથી (સ્વામી સીમંધર વિનતિ...એ દેશી) ચતુર ચિત્તચાહક ચંદ્રમા, ચાલિયો મ્મિલકુમાર રે; ચંપાની પાસે ચંદ્રાવતી, નદીજલ ચંચળ સાર રે,...ચતુર...llll Page #286 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૪ તાસ - ૫૨વાહ જલ જઈ પડે, પાસે ગંગા એ ઉત્કંઠ રે, રમઝમ કરતી લઘુ બાલિકા, ધાય મલે માયને કંઠ રે....ચતુર... દોય ઘડી ત્યાંહિ નઈતટ રહી, દેખતો જલકમલ તામ રે; કરત ક્રીડાકલા કુશલ તે, નલિનીદલ છેદ ચિત્રામ રે...ચતુર...IIII શુષ્ક તરૂત્વક પરિવેષ્ટીને, બીડાં તંબોલ પ૨ે કીધ રે; ગંગા પ્રવાહમાં જઈ પડે, ચંદ્રાનઈજલ સહ સિદ્ધ પત્ર ચિત્રામ એમ બહુ કરી, મેહેલતો જામ કુમાર રે, નરજુગલ તામ ચંદ્રાતટે, આવી દેખે તેણિ વાર પૂછતાં દોય તે કુંવરને, પત્ર છેદક કોણ દક્ષ ૨, કુંવર કહે, મેં કરી મ્હેલિયાં, પૂછવું કહો કોણ લક્ષ રે....ચતુર...IIII તે કહે ચતુરશિરોમણિ, સાંભળો વાત ગુણધામ રે; રે ...ચતુર...III રે ..ચતુર...પા કપિલ ભૂપાલ ચંપા તણો, પુત્ર વિશેખર નામ રે ..ચતુર...III મિત્ર વર્ગ કરી પરવર્યો, સુરનદી ખેલતો આજ રે; વિવિધ કંજપત્ર ચિત્રામણા, દેખી વિસ્મિત યુવરાજ રે ...ચતુર...IIII ગુણ પરીક્ષક નૃપનંદને, જોવા કારણ અમ દોય ; પ્રેષિયા તેણે ઇહાં આવીયા, હરખીયા તુમ મુખ જોય રે,...ચતુર...ાલી તુમને બોલાવે યુવરાજ તે ચાલીયે ધરીય ઉલ્લાસ રે; ચતુર શું ચતુર મેલો મલે, તો ફળે ઉભયની આશ રે...ચતુર...॥૧૦॥ યદુાં ઃ ૨૪૩ ગંગા શ્રયાત્ સતત હૈમવતી પ્રસંગાત્, શીતાંશુના ચ શિવદૈત્યનિપીડિતોસિ, તાપત્રયાગ્નિપરિપીડિત માનસે મેં, સંગત્ય તિષ્ઠસિ તદોભય કાર્યસિદ્ધિ ॥ મંત્રી નૃપવૈદ્ય દાનેસરી, ધાર્મિક ગણક કવિરાજ રે; પંડિત સઘન નવ મિત્રથી, સાધીયે વાંછિત કાજ રે....ચતુર...ll૧૧॥ એમ સુણી તેહશું આવીયો, ધમ્મિલ નૃપસુત પાસ રે; કરત પ્રણામ નૃપનંદનો બહુત આદર દીયો તાસ૨ે ...ચતુર...ll૧૨ ચતુર ચંપાપુરી કિંહા થકી, આવીયા પૂછે ધ૨ી નેહ રે; કુસંગપાટણથી કુંવર કહે, દેશ દેખણ ગુણગેહ રે ...ચતુર...॥૧૩॥ કહે યુવરાજ ઘર માણસાં, તુમ તણાં કિહાં વિશ્રામ રે; ધમ્મિલ બોલે નદીતટે, ચૈત્ય ચંપકવન ઠામ ૨ ...ચતુર...॥૧૪॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ધમિલકુમાર રાસ એમ સુણી ફૂપસુત હરષિયો, હતિબંધે ચઢી તામ રે; ધમિલ પાસે બેસારીને, આવીયા તેહ વનઠામ રે.ચતુર../૧૫ા મિત્રા એક નગરમાં મોકલી, સુંદર મંદિર માલ રે; ધર્મિલ વસતીને કારણે, કરતા યુવરાજ ઉજમાલ રે ચતુર.../૧લી. કરી બહુમાન વિમળા, પ્રમુખ રથ સજી લાવ્યા પુરમાંહી રે; મેહેલમાં સર્વ ઉતારિયા, દાસ દાસી દીયાં ત્યાંહી રે....ચતુર.ll૧ણી આસન અશન વસનાદિકે, પૂરી ધરી અંતર ને રે, વળી ભલામણ કરી મિત્રને, ભૂપસુત ગયો નિજ ગેહ રે ચતુર..૧૮ બીજે દિને કમલા કહે કુંવરને, નઈતટે ગયે પરભાત રે; ગજશિર ચડી તમે આવીયા, તેણે સમે થઈ સુણો વાત રે...ચતુર.../૧લી. વિમલસેના કહે મુજ પ્રતે, એ કોણ ગજ ચઢી આય રે; મેં કહ, ધમ્મિલ તેડવા, આવે તુઝને જેમ રાય રે..ચતુર....રવા ભાગ્યનો ઉદય ક્ષણમાં થયો, જુઓ નિજ ચિત્ત વિચાર રે; તજ પર રાગ બહુલો ધરે જેમ જગ પરિણીત નાર રે...ચતુર...ર૧. સા કહે વાત એ મત કરો, મારી આગળ માય રે; કાગરૂપ દ્રમક મુઝ દાસ છે, તેણે કરી માન પોષાય રે....ચતુર....રરા તમ ઠકુરાઈ દેખી કરી, રીઝી નહી એ લવલેશ રે; , બહુલકર્માને નવિ ગુણ દીયે, સગુરુનો ઉપદેશ રે ચતુર...ર૩ ધલિ સુણી મન ચિંતવે, દેવવચને મળી નાર રે; તે પણ મુઝ વશ નવિ થઈ, કીજીયે કવણ પ્રકાર રે, ચતુર.. રજા મન ધરી જાપ પરમેષ્ટીનો, કરત નિશિ વસિય એકાંત રે, દિવસે ભોજન કરી મિત્રશું, નપસત સાથે ક્રીડંત રે ચતુર..રિપો સ્નાન તૈલાદિક મર્દને, સરસ મનોવિંછિત આહાર રે; તેણે કરી રૂપકાંતિ વધી, હુઓ કામદેવ અવતાર રે ચતુર..રિલી દિવસ બેંતાલીસ વહી ગયા. સ્વપ્નામાં દેવ કહે એમ રે વિમલસેના તઝ વશ હોંશે, જાગતાં પ્રગટિયો પ્રેમ રે..ચતુર...રવી ખંડ ચોથે સુખ રસ ભરી, ઢાળ ચોથી કહી સાર રે; વીર કહે ધર્મથી પામીએ; જગતમાં જય જય કાર રેચતુર.૨૮ . ધમ્મિલકુમાર અનુક્રમે ચાલ્યો જાય છે. ચતુરોના ચિતને આકર્ષતી ચંદ્ર વનની લીલાને જોતો ચંપાના વનમાંની ગંગા નદી અને ચંદ્રાવતી નદી વહેતી શોભામાં વધારો કરી રહી છે. ચંદ્રાવતી નદીના Page #288 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૪ ૨૪૫ ચંચળ જંળ તરંગો જે ઉછાળા મારીને ફરી પાછા તેમાં જ જઈને પડે છે. ૧ લઘુ બાલિકા પોતાની - માને કંઠે રૂમઝુમ કરતી વળગવા માટે જેમ ધસે છે તેમ ચંદ્રાવતી નદી નાના બાળકની પેઠે પાસે રહેલી ગંગાને મળવા માટે ઉત્કંઠાપૂર્વક ઉતાવળી વહી રહી છે. રા. આ બંને નદીનો જયાં મેળાપ થાય છે ત્યાં આગળ કુમાર તે નદીના સંગમને જોતો બે ઘડી ત્યાં જ રહ્યો. નદીમાં આમ તેમ ફરતાં રમતાં જલકમળોને જોઈ રહ્યો છે. આનંદને પામતો કુમાર ક્ષણવાર કુશળતાપૂર્વક તે નદીના નીર સાથે ક્રીડા કરવા લાગ્યો. ક્રીડાની કળામાં પ્રવીણ (હોંશિયાર) કુમાર કમળોને છેદતો તેને ચિત્ર વિચિત્ર (કમળોને) બનાવીને નદીના વહેણમાં મૂકતો હતો. ફિll વળી ઝાડની સૂકી છાલ લઈને આવીને, તે કમળોને તેમાં વીંટતો હતો. જાણે પાનનાં બીડાં ન હોય તેવી રીતે બનાવતો હતો. ચંદ્રાવતી નદીનું પાણી ગંગાનદીમાં પડતું હતું. ત્યાં જ કુમાર આ બીડેલાં કમળોને મૂકતો હતો. તેથી પાણી સાથે કમળનાં બીડાં પણ વેગથી ગંગા નદીના પ્રવાહમાં આગળ જવા લાગ્યાં. જો આ પ્રમાણે ચિત્રવિચિત્ર પાનનાં બીડાં બનાવીને મૂક્યા કરતો હતો. અને આનંદ પામતો હતો. તે જ વેળાએ તે ચંદ્રાવતીના તટે બે પુરુષો આવ્યા અને આ પ્રમાણે ક્રીડા કરતા એવા આ પરદેશીને તે બંને પુરુષો જોવા લાગ્યા. પા આગંતુક બંને પુરુષો રમતા કુમારને પૂછે છે કે હે ચતુર સુજાણ ! આ કમળોના પત્ર છેદક અને તેનાં બીડાં બનાવનાર કોણ મહારથી પુરુષ છે? આવી કુશળતા કોનામાં રહેલી છે? કુમાર કહે છે કે, તમે જે જોઈ રહ્યા છો તે સઘળાં કમળોનાં પત્રને, છેદન કરીને, બીડામાં ગોઠવીને, નદીના વહેતા નીરમાં તરતાં અમે મૂક્યાં છે. હું તો અહી રમત કરતાં આ પ્રકારે રમી રહ્યો છું. બોલો ! આપને આ વાત પૂછવાનું પ્રયોજન શું? ||૬|| તે પુરુષ કહેવા લાગ્યા. તે ચતુર શિરોમણિ ! અમારે આ પૂછવાનું પ્રયોજન મોટું છે. જે કહું તે સાંભળો. આ નદીના કાંઠે વસેલી ચંપા નામે મહાનગરી છે. આ નગરીના મહારાજાશ્રી કપિલ નામે છે. જે નગરની પ્રજાને સંભાળે છે. આ અમારા રાજાને રવિશેખર નામના રાજકુમાર છે. તેના મિત્રવર્ગથી પરિવરેલો રવિશેખર રાજકુમાર આજે ગંગા નદીએ ક્રીડા કરવા માટે આવ્યો છે. જુદાં જુદાં ચિત્રામણ કરેલાં કમળપત્રો જોઈને તે અમારા યુવરાજ ઘણા આશ્ચર્ય પામ્યા છે. I૮ ગુણપરીક્ષક યુવરાજને આવા કમળપત્ર બનાવનારની કળાની કદર કરવી છે અને કળાને જાણનારને જોવો છે. તેથી અમને બે જણાને અહીં તપાસ કરવા મોકલ્યા છે. અને અમે બંને જણાએ આપને જોયા ને અમને ઘણો આનંદ થયો. હે કલાવાન મહાપુરુષ ! આપને અમારા યુવરાજ બોલાવે છે. માટે ઉલ્લાસપૂર્વક અમારી સાથે ચાલો. ચતુરની સાથે ચતુરનો મેળો જો થાય તો બંનેની આશા ફળીભૂત થાય છે. ૧૦ગા. ઉક્તી :- કહ્યું છે કે ગંગાનો સતત આશ્રય, પાર્વતીનો સંગ, અને ચંદ્રની શીતળતા મળવા છતાં શિવજી પીડિત છે. અને આ ત્રણેનાં તારૂપી અગ્નિથી મારું મન પીડિત છે. જો તે બંનેનો સંગમ થાય તો ઉભય પક્ષે કાર્યસિદ્ધિ થઈ જાય છે. ૧૫ વળી તે યુવાન ! મંત્રી, યુવરાજ, દાનેશ્વરી, ધાર્મિક, જયોતિષી, કવિરાજ, પંડિત, ધનવાન અને મિત્ર આ નવ પાસેથી વાંછિત કાર્ય સાધવું જોઈએ. /૧૧ાા બંનેની વાત સાંભળી કુમાર તેઓની સાથે જવા તૈયાર થયો. યુવરાજ જ્યાં હતા ત્યાં ધમ્મિલ પહોંચી ગયો. વિવેકી કુમારે યુવરાજને પ્રણામ કર્યા. યુવરાજે પણ હાથ જોડી પ્રણામ કર્યા અને બહુ આદરપૂર્વક તેનું સ્વાગત કર્યું. ૧૨ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ધમિલકુમાર રાસ સ્નેહથી યુવરાજ કહે છે હે ચતુરશિરોમણી ! આ ચંપાનગરીમાં તમે ક્યાંથી આવી ચડ્યા? કુમારે જવાબ આપ્યો. અમે સૌ કુશાગ્રનગરથી આવીએ છીએ. દેશ-વિદેશ જોવા - ફરવા નીકળ્યા છીએ. ફરતાં ફરતાં તમારી આ ચંપાપુરીમાં આવી ચડ્યા. [૧૩] હે પરદેશી પરૂણા ! અહીંયાં તમે એકલા છો ? સાથે પરિવાર હશે જ ને? એ સૌને હાલ ક્યાં આગળ મૂકીને આવ્યા છો ? ક્યાં વિશ્રામ કરાવ્યો? ધમિલે કહ્યું..ચંપાપુરીની બહાર નદીના કિનારે જયાં જિનમંદિર છે ત્યાં તે ચંપકવનમાં અમે સૌ રહ્યા છીએ. (૧૪) નગરમાં મકાનની સગવડ કરવા જતો હતો. માર્ગમાં સુંદર કમળો જોઈ તેની સાથે રમણ કરવાનું મને મન થયું. કુમારની વાત સાંભળી યુવરાજ ઘણો આનંદ પામ્યો. અને તરત પોતે હાથી ઉપર બેઠો. બાજુમાં ધમિલને બેસાડ્યો. હાથીયુક્ત ધમિલને લઈને યુવરાજ, ચંપકવનમાં નદીના પટમાં કમળા અને વિમળા જયાં રહ્યાં છે ત્યાં આગળ સૌ આવ્યા. //પી રવિશેખર યુવરાજે પોતાના મિત્રોમાંથી એક મિત્રને નગરમાં મોકલ્યો અને સુંદર મઝાનો રહેવાને માટે આવાસ જોવરાવ્યો. જયાં ધમ્મિલને રહેવાનું છે. ત્યાં બધી રીતે તૈયારી કરવાનો યુવરાજે આદેશ આપી દીધો. /૧૬ll યુવરાજ પોતે ધમિલની સાથે વનમાં ગયો. કમળા-વિમળાને મળ્યો. વિમળા વગેરેને બહુમાનપૂર્વક બોલાવ્યા. આદર સત્કાર કર્યો. રથ તૈયાર કરીને સર્વને નગરમાં લઈ ગયો. સુંદર મઝાનો મહેલ હતો. ત્યાં સૌને ઉતારો આપ્યો. સેવામાં ઘણાં દાસદાસી પણ મૂકી દીધાં. ૧થી આ પ્રમાણે યુવરાજે ધમિલ આદિ સૌને રહેવાની સુંદર વ્યવસ્થા કરી દીધી અને પ્રેમપૂર્વક અશન વસન, ખાન-પાન ને વળી વસ્ત્રો પણ આપ્યાં. સરભરામાં કંઈ ખામી જ ન દેખાય. વળી પોતાના એક મિત્રને સૂચના કરી કે, આવનાર નવા મારા મહેમાનોને બરાબર સાચવજે. તેઓને અગવડ પડવી ન જોઈએ. ઘણી ભલામણો કરી કુમાર વિશેખર પોતાના મહેલે ગયો. {/૧૮ થાકેલા સૌ પરિજનોએ આરામ કર્યો. એક દિન પસાર થઈ ગયો. રાત નિંદમાં ગઈ. બીજે દિવસે પ્રાતઃકાર્ય પતાવી કમળા ધમ્મિલ વાતો કરતાં બેઠાં છે. કમળા કહે છે હે વત્સ ! ગઈકાલે સવારે નદીના કિનારે અમને મૂકીને તું નગરમાં ગયો અને ત્યાંથી તું હાથીની અંબાડીએ બેસીને પાછો નદીકિનારે આવ્યો. તે વચલી વેળાએ (તે સમય દરમ્યાન) અમારી બંને વચ્ચે જે વાત થયેલી તે તું સાંભળ. //૧૯માં વિમળસેના હાથી આવતો જોઈ મને પૂછવા લાગી. મા ! હાથી ઉપર બેસીને આ કોણ આવી રહ્યું છે? મેં કહ્યું કે “બેટા ! ન ઓળખ્યો? જે આપણી સાથે છે તે ધમ્મિલકુમાર આપણને તેડવા આવી રહ્યો છે. રાજા જેમ ઉદ્યાનમાં પોતાની પત્નીને લેવા આવે તેમ તે આવી રહ્યો છે. ll૨વા “બેટી ! જો તો ખરી ! ક્ષણમાં ભાગ્યનો કેવો ઉદય થયો ? તું તારા મનથી વિચાર કર. તારા ઉપર કેટલો અપાર સ્નેહ છે! તે નજરે દેખાય છે. જગતમાં પરણેલી સ્ત્રી ઉપર પતિનો જે રાગ હોય તેમ તે તારા ઉપર રાગી થયો છે.' ||૨૧કમળાની વાત સાંભળી, વિમળા સહેજ છંછેડાઈ. “માતા ! મારી આગળ તેની વાત કરીશ. જ નહિ. તું જો તો ખરી. એનું કાગડા જેવું રૂપ ! (તપ કરીને કાયા શોષાવાથી શરીર શ્યામ થયું છે અને દૂબળો પણ ઘણો થઈ ગયો છે. તેથી વિમળા વિપરીત બોલે છે.) એ ભિખારી તો મારો દાસ છે. મા ! તેથી તે જયાં જાય છે, ત્યાં બધે પોષાય છે, એમ માનજે. નહીં તો ક્યાંયે રખડતો હોત.” ||રરા હે વત્સ, ધમ્મિલ ! ભારે કર્મીને ગુરુનો ઉપદેશ ગુણકારી નીવડતો નથી. નિરર્થક થાય છે. તેમ તારી આ બધી ઠકુરાઈ બુદ્ધિથી કરાતાં સર્વ કાર્યો, તારામાં રહેલા ગુણો, જોતાં છતાં હજુ તે રીઝતી નથી. ૨૩ Page #290 --------------------------------------------------------------------------  Page #291 -------------------------------------------------------------------------- ________________ Ο B.G. - Μ ; 9925020106 Page #292 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૫ ૨૪o કમળાની વાત સાંભળી ધમિલ મનમાં વિચારે છે. નસીબયોગે, દેવના વચનથી સ્ત્રીનો યોગ થયો. . પણ હજુ મારે વશ ન થઈ. રે ! ભાગ્યમાં શું હશે? તે કારણે હવે મારે શ્યો ઉપાય કરવો ! ખેર ! ચિંતાથી સર્યું! Il૨૪ ધમિલને દેવ ગુરુ ઉપર અતૂટ શ્રદ્ધા છે. તે રાત્રિને વિશે એકાંતમાં ધ્યાન ધરવા લાગ્યો. વળી બીજે દિવસે મિત્રની સાથે ભોજન કરીને તે યુવરાજની સાથે ક્રીડા કરવા લાગ્યો. Ifપી ધમ્મિલ કુમાર હવે સગવડભર્યા સંસારમાં મઝથી રહેવા લાગ્યા. મનગમતાં ભોજન આરોગે છે. શરીરની માવજત કરે છે. શરીરે તેલાદિ વગેરે મજ્જન કરે છે. પૌષ્ટિક આહાર લે છે અને રાજકુમાર સાથે ક્રીડા કરે છે. આ રીતે સુખભર રહેતાં કૃશ થયેલું શરીર હવે બરાબર કાંતિયુક્ત સુડોળ થવા લાગ્યું. મૂળભૂત શરીરનું રૂપ હવે પ્રગટ થવા લાગ્યું. જોતજોતામાં દેહ સુંદર, રૂપવાન થતાં. કામદેવને હરાવે તેવું રૂપ ખીલી ઊઠ્યું. રદી સુખભર દિવસો જતાં વાર લાગે ? જોતજોતામાં ચંપાનગરીમાં આવ્યા ને ૪૨ દિવસ થઈ ગયા. ૪૨ મી રાત્રિએ સુખભર નિંદ લેતા કુમાર ધમ્મિલને સ્વપ્નામાં દેવ કહે છે કે હે કુમાર ! હવે ચિંતા ન કરીશ. વિમલસેના તને વશ થશે. તારી થઈને રહેશે. તેને તારા ઉપર અપાર પ્રેમ પ્રગટશે. ૨૭ ચોથા ખંડને વિશે આ ચોથી ઢાળ સુખરૂપ અને સારભૂત કહી. વીરવિજયજી મહારાજ કહે છે કે આમાં સાર એ છે કે અસાર સંસારમાં ધર્મથી જયજયકાર મળે છે. માટે સૌ ધર્મને માટે ઉદ્યમ કરો. ૨૮ ખંડ - ૪ઃ ઢાળ - ૪ સમાપ્ત -- દોહા :એક દિને રાજકુંવર મળી, ગોષ્ટિકશું કરે વાત; વિમળા ધમ્મિલની નથી, નારી અવરશું જાત III બોલ ચાલ નવિ દેખીએ; નહીં એહને વશ નાર; કાલ્ય ભેલા વન જઈ, લીજે એહનો પાર. મેરા સમ સંપી સહુને કહે, જલક્રીડાને હેત; જમવું રમવું વાડીએ; આવજો નારી સમેત. ધમ્મિલ કમલાને કહે, ગઈ ચંપામાં લાજ, ગોષ્ટિલ હસશે વનજલે, દેખતાં યુવરાજ ૪ll સુણી કમલા વિમલા પ્રત્યે; જંપે તે ઉપરાંઠ; અતિ તાંડ્યું તૂટી જશે, સાંધતાં પડશે ગાંઠ //પણી સુંદર રૂપે ન રાચીએ, માચીએ ગુણીને સંગ, પંડિત પ્રીતિ નિરવહે, મૂરખ રંગ પતંગ llll હવે એક દિવસ નિયમિત મળતા મિત્રોની સાથે ગોષ્ઠી કરતા રાજકુમારને એકાએક એક મિત્રએ કહ્યું. તે યુવરાજ ! જે પરદેશી ધમિલ પોતાના પરિવાર સાથે આવ્યો છે. તેની સાથે જે સ્ત્રી વિમળા છે. તે સ્ત્રી ધમિલની હોય તેમ મને લાગતું નથી. માન ન માન મિત્ર ! આ જે વિમળા છે તે અન્યની સ્ત્રી છે. તેના Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ધમિલકુમાર રાસ કારણ કે જયારે પણ પ્રસંગ આવ્યો હશે ત્યારે મેં જોયું છે કે વિમળા, ધમ્મિલની સાથે કોઈ જાતની વાતચીત કરતી નથી. બંને વચ્ચે બોલવા કે ચાલવા કે બીજો પણ કોઈ વ્યવહાર મેં જોયો નથી. આ સ્ત્રી ધમિલને સમર્પિત નથી. વાત સાંભળી રાજકુમાર બોલ્યો કે “ખરેખર તને એવું દેખાયું? શું આ વિમળા ધમ્મિલની પત્ની નથી ? આવતી કાલે આપણે સૌ ભેગા થઈને પરીક્ષા કરીએ. //રા તો શું કરવું? વિચારીને બધાએ સંપીને એક નિર્ણય કર્યો. આવતી કાલે આપણે સૌ મિત્રો, સૌ પોતપોતાની પત્ની સાથે જલક્રીડા કરવા સરોવરે જવું અને પાસે રહેલી વાડીમાં સૌ એ ઉજાણી કરવી. રમવું - હરવું – ફરવું અને બધાએ વાડીમાં સાથે જમવું. નક્કી કર્યા પછી યુવરાજે ધમિલને પણ કહેવરાવ્યું કે આવતી કાલે ઉજાણી અને જલક્રીડા મિત્રો સાથે ગોઠવી છે. સૌએ પોતપોતાની પત્ની સાથે વાડીએ આવવું. તમે પણ સમયસર આવજો. #all ધમિલ સમજી ગયો કે આવતી કાલે આપણી વાત ખુલ્લી થઈ જશે. વિમળા સમજતી નથી અને તરત જ કમળાને કહેવા લાગ્યો. “હે માતા ! ધર્મસંકટ આવ્યું છે.” તેના મુખ ઉપર ગ્લાનિ છવાયેલી જોઈ કમળા બોલી. “હે વત્સ ! કેમ ઉદાસ ! ધર્મ સંકટ શું આવ્યું છે ?” ધમ્મિલ કહે “મા ! આવતી કાલે આ ચંપાનગરીમાં મારી લાજ જશે. અત્યાર સુધી સાચવીને વધારેલી આબરૂ ચાલી જશે. અને સઘળી બીના કહી સંભળાવી. તે સાંભળી કમળા પણ ચિંતામાં પડી. ધમ્મિલ કહે છે “મા! બીજું તો ઠીક, પણ ત્યાં તો મારા મિત્રો મારી હાંસી ઉડાવશે. રાજકુમાર આ બધું જોશે તો મારી શી દશા! મા ! વિચારો. હું શું કરું ?” l૪ો ધમ્મિલની વાત સાંભળી કમળા આશ્વાસન આપતાં કહે છે “વત્સ! ઉતાવળો ન થા ! ધીરજના ફળ મીઠાં. રસ્તો કાઢું છું.” ને પછી વિમળા પાસે જઈને કમળાને કહે છે “રે ! બેટી ! અહીં રહ્યા તે અમારી વાત સાંભળીને ! ધમ્મિલ કેટલો દુઃખી થાય છે? ખબર પડે છે તને ! હા ! તું તો હવે ઘણી સ્વચ્છંદી થઈ ગઈ છે. હવે તો મારું પણ સાંભળતી નથી. ધમિલ સાથે અતિ તાણ્યું તૂટી જાય એમ છે. તૂટેલાને સાંધવા જઈએ તો ગાંઠ પડે. તેથી એક સરખી આ જીદ તે સારી ન કહેવાય. પો! દીકરી ! અતિ સુંદર રૂપમાં ઘણું રાચવું નહીં. ક્યારેક ગુણીજનના સંગને પણ માણવો જોઈએ. ધમ્મિલ તને રૂપવાન લાગતો નથી. પણ ગુણવાન તો છે જ. ને હવે તો તેનું મૂળરૂપ પણ અતિસોહામણું છે. છતાં તું તેની ઉપેક્ષા કરે છે. પણ સુજ્ઞ સજ્જન પંડિત હોય તે જ આ વાતને સમજીને પ્રેમ - સ્નેહને વહન કરી શકે. બાકી મૂર્મનો સંગ કે રંગ તો પતંગ જેવો હોય છે. ધમિલ તો બુદ્ધિશાળી અને ગુણિયલ છે. તેથી માત્ર એક પક્ષે તારી તરફ પ્રીતિ રાખે છે. તે તેની કેટલી ઉપેક્ષા કરે છે? આ ઠીક લાગે છે તને ! જરા મારી વાતને સમજ.” flણી ઢાળ પાંચમી (મધુબિંદુ સમો સંસાર, મુંઝાણા માલ્કતા...એ દેશી...) સુણ વિમલ વિમલમતિ, મતિ તાહરી કિહાં ગઈ; સમજાવી ન સમજે કાંઈ, રોઝ પરે થઈ; પિયરમેં તજી રાજધાની, જવાની જાગતે; દેઈ જન્મ ઊછેરી જેણ, રહ્યાં દિલ દાઝાઁ.ll૧/l Page #294 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૫ ૩. શીખ દેવી ચતુરને સાર, ન દેવી મૂરખાં; સુગૃહી નિગૃહી કપિ કીધ, નહી ગુણ પારખાં ......... ટેક તિહાં પણ અપજશનો તાગ, રહ્યો નહીં પાછલે; સુખ લેવા નીકલીયા વિદેશ, રહ્યો ક્લેશ આગલે; ખલવાટ શિરે ૨વિતાપ, તર્પતો નર ઘણો; આવી બેઠો શીતલ તરૂ છાંહ, કોઠ ફળે હણ્યો. ...શીખ...૨/ દાન માન ઔષધ અપમાન, સુરતીકું છુપાડીએ; આયુ ધન મંત્ર ઘરનું છિદ્ર, કહી ન દેખાડીએ. દેવ રૂઠે દીએ દુઃખ પોઠ, તે સેહેવી સોહલી; અણસમજુ હઠીલી નાર, શીખવવી દોહ્યલી. ...શીખ...તા વારંવાર ઘણું શું કહીએ, કલા ચોસઠ ભણી; પણ દીર્ઘ નજર નહી હોય કાંઈ, થઈ નૃપનંદિની; મતિ થોડી ઉછે૨ી છોરી, ચકોરી સાંભલો; ધર્મિલનું વચન પ્રમાણ, કરો તજી આમલો. ...શીખ...II૪ ન મળે નરઃ એહવો વર, સંસારે જોવતાં, તજી એ વર અવર ક૨ેશ, જશે દિન રોવતાં; રંગરસિયા બાહિર રંગ, ચણોઠી સમ ઘણાં; નર ઉત્તમ ચૂના સમાન, દીએ રંગ નહીં મણા. ...શીખ...પા નર દક્ષ કલાં વિજ્ઞાન, રતિ ગુણે અટકલ્યો; તુજ ભાગ્ય ઉદયથી એહ, સુર સાનિધ્ય મળ્યો; કાંઈ તૂટાતૂટ સૂત્ર, સુજાણે સાંધીએ; વળી પાણી પહેલી પાળ, પનોતી બાંધીએ. ...શીખ...દા નિસ્નેહી દુર્જન સાથે નેહ નિવારીયે, પ્રીતિ વધારીયે; સુસનેહી સજ્જન સાથ, જગ નારી નરને પાય, પરંતી દેખીયે; તુજ વિરૂઆ સહે એ બોલ, તસ ન ઉવેખીયે. ...શીખ...IIની રતી કાક કરેંકકે સંગ કે, હંસા સરોવરે, જીવ જલચર જલશું પ્રીત, પંખી તરૂવરે, પંડિતને પંડિત ખેલકે, મૂરખે મૂરખાં, તેહને તેહવાશું પ્રેમ, જે જેહ સારિખાં. ...શીખ...IIII ૨૪૯ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ધર્મિલકુમાર રાસ શી ચાહના કલ્પતરુની, જે મેરૂ રહ્યા; મણિ માણેક નાવે કાજ, સાયર સંગ્રહૃાા; રાયરાણાની શી ચાહ, જે સ્વારથ પૂરીયા; રૂડા રાયણને સહકાર, જે ઉપગારીયા...શીખ...લા. કેમ ધમ્મિલને ભરતારપણે, નવિ માનતી, દાનધર્મી વડે જગવીર, થાશે શ્રીપતિ; તેથી અધિક હો એ જો ચાહ તો, વન ક્રિીડારમેં; પરભાતે નૂપસુત સાથ, નર બોહોલા જશે..શીખ.../૧ના તમે પણ તિહાં જઈને રૂપ, નિહાલો નર તણાં, ઈચ્છાએ વરો વર અન્ય, કુંવારીને વર ઘણાં; મનમાન્યા નર શું ગોઠ, કરો સરજી જિહાં, અમો જઈશું અમારે દેશ, તમે રહેજો તિહાં...શીખ../૧૧ાા. જેહને ઘરનારી કુમારી, કુલક્ષણ બેટીયાં; નર નિર્ધન પુત્ર કુપુત્ર, કુસંગે ભેટીયાં; એ સર્વને સુતાં છોડી, ન રહીએ ટુકડે; દૂર જઈ વસીએ દશ કોશ, લવંતે કૂકડે શીખ.૧ર. રૂપ જો વન વણિકનું દેખી, રીઝી ઘણી, પણ ન કરી પરીક્ષા કાંહી, ગુણ અવગુણ તણી; આ ધમ્મિલ રાગી રૂ૫, ધીરજ સુર સારિસો; દેવરત્ન દીએ કંઠહાર ઉડાવે વાયસો..શીખ../૧all આવલને ફૂલ વિચાલે. પડી ચંપકલી; તિમ ચતુરાં કેરી ગોઠ, મૂરખશું મળી; લાત પંડિતની વર મૂરખ હિત નહુ જાણીયા; કંઈ રૂઠા ભલા ભૂપાલ, તૂઠા નહિ વાણીયા...શીખ....I૧૪ા. જો પહેલી પરણીશ તો તું, હોએ પટ્ટધારિકા; દેવ વયણે વરસે એહ, રાજકુમારિકા; એથી અધિકો ગુણવંત, પુરુષ જગમાં નહી; આપદાપણું તજી વત્સ, એહનો વરો સહી.શીખ...૧૫ા. આપજીંદે વિબુધ નર પણ વિણસંત દેખીએ; તુઝ સરિખી સુકોમલ નાર, શી ગતિ લેખીએ; Page #296 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૫ ૨૫૧ • વસુદત્તા નારી ઇચ્છા, વિહારી દુઃખ વરી; વળી શરદમન નરરાય, આપ મતિ કરી...શીખ.../૧૯ll મુજ શીખ સુધારસ પીને, મગન હો સદા, સુખને વિલસો એહની, સાથ કરી મુદા, ખંડ ચોથે પંચમી ઢાલ એ, ધમ્મિલ રાસની, શુભવીર વિવેકની વાત, પૂરણ આશની...શીખ...ll૧ળા હે બેટી ! નિર્મળબુદ્ધિવાળી કે વિમળા ! તું સાંભળ. રે ! તારી શી દશા થશે? મને તો એ જ સમજાતું નથી. કે આટલી સમજાવવા છતાં તું જંગલના રોઝની જેમ કોઈ વાતે સમજતી નથી. આ યૌવનવયમાં રાજધાની સરખા પિયરનો ત્યાગ કરી દીધો. જન્મથી લઈને આજદિન તક તને ઉછેરનાર કે લાલનપાલન કરીને તારું જતન કરનાર જે તારાં માતાપિતા તેનાં હૈયાં તો દાઝતાં જ રહ્યાં. ચિંતામાં મૂકીને ચાલી નીકળ્યાં. મેં તારું સારી રીતે જતન કર્યું તો મારું પણ માનતી નથી. //// મુર્ખ વાંદરાની કથા-સુજ્ઞ, સમજુ ચતુરને શિક્ષા (હિતશિક્ષા) આપવી સારી. પણ મૂર્ખને ક્યારેય ન દેવી. મૂરખથી તો દૂર સારા. મૂર્ખશિરોમણી વાંદરાને શિખામણ દેવા જતાં ગુણને સમજતો નથી. પણ એને શિખામણ આપનાર બિચારી સુગરી ઘરબાર વિનાની થઈ ગઈ. //રા. કથાઃ-સુંગરી નામનું પક્ષી, જે માળો બાંધવામાં હોંશિયાર હોય છે. વનમાં એક વૃક્ષ ઉપર સુંદર મજાનો માળો બાંધી સુગરીબેન રહેતાં હતાં. આ જ વૃક્ષ ઉપર એક વાંદરો પણ રહેતો હતો. ગમે ત્યાં જાય પણ સાંજ પડે વાંદરાભાઈ આ જ વૃક્ષ ઉપર આવી જતા. વર્ષાઋતુમાં વરસાદ ઘણો પડે. સુગરીના માળામાં એક ટીપું પણ પાણી આવે જ નહીં. એવો મજાનો માળો. ધોધમાર વરસાદ પડતાં પણ સુગરીબેન સલામત. વાંદરાભાઈ વૃક્ષ ઉપર ભીંજાયા જ કરે. વરસાદ ને વળી ઠંડો પવન ફૂંકાયો. વાંદરાભાઈ થરથર ધ્રૂજે. માળામાં સુગરીબેન જોયા જ કરે. ડાહ્યા થઈને વાંદરાને શિખામણ દેવા ગયાં. કહે કે “ભાઈ ! તમારે તો બે હાથ અને પગ બધું જ છે. તો તમે મારી જેમ રહેવા માટે (મકાન) કંઈક બાંધ્યું હોત તો આમ ભીંજાઈને થરથર ધ્રુજવું ન પડત. મેં મારી એક ચાંચ વડે કેવો સરસ માળો બાંધ્યો છે. કેવી મજાથી અંદર બેઠી છું. ન ઠંડી, ન ભીંજાવું. કેવી શાંતિ ? થોડું બોલીને બંધ કર્યું હોત તો સુગરીબેનનું બગડત નહીં. વધારે ડહાપણ કરવા ગયાં ને વાંદરાભાઈને ગુસ્સો આવ્યો. સુગરીની ડાળે છલાંગ મારી પહોંચી ગયો. કહે કે જો તને બાંધતાં આવડે છે તો મને તોડતાં આવડે છે. લે, એમ કહી હાથ વડે માળો તોડી નાંખ્યો. સુગરીબેન તો ઊઠીને બીજે ડાળે જઈને બેઠાં. ભીંજાંયાં ને થરથર ધ્રૂજવા લાગ્યાં. ઘર વિનાનાં થઈ ગયાં. ૧આમ મૂખને શિખામણ આપવી ખોટી છે. વિમળા ! આની જેમ તને શિખામણ આપવી નકામી છે. પિયરથી નીકળી છે. તો હવે ત્યાં પણ અપયશ જ ગવાશે. અને સુખ મેળવવા વિદેશ નીકળ્યા, તો અહીંયાં પણ ક્લેશ ? “ટાલિયાના માથે કોઠાના ફળની” જેમ તારા નામે ક્યાંયે શાંતિ મળે નહીં. - “ટાલિયાને માથે કોઠાં” :- કોઈ એક માણસને માથે ટાલ હતી. એક ગામથી બીજે ગામ જતાં તે ટાલવાળાને તડકો થતાં તાપે દાઝવા લાગ્યો. ટાલને કારણે માથું પણ તપી જવા લાગ્યું. શીતળતા - મેળવવા માટે કોઠાના વૃક્ષ નીચે તેની છાયામાં વિસામો લેવા બેઠો. તો કોઠાના વૃક્ષ ઉપરથી કોઠાનું Page #297 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ ફળ તેના માથા ઉપર પડ્યું. માથે ટાલ હોવાથી કોઠાનું ફળ પડવાથી તે ત્યાં હણાયો. દરેકનું ભાગ્ય બે ડગલાં આગળ આગળ જ હોય છે. બિચારાને સુખ મેળવવાના સ્થાને દુઃખની પ્રાપ્તિ થઈ. ॥૨॥ વળી કહેવાય છે કે દાન-માનઅપમાન-ઔષધ અને પ્રેમ આ વસ્તુ ગુપ્ત રાખવી જોઈએ. તેમજ આયુ, ધન, મંત્ર અને ઘરનું છિદ્ર. આ વસ્તુ કોઈને પણ બતાવવી ન જોઈએ. પણ વિમલા ! તું તો હાથે કરીને ઘરનું છિદ્ર બતાવે છે. જો નસીબ રૂઠે અને પોઠ ભરીને દુ:ખ આપે તો તે દુઃખ સહન કરવું સહેલું છે. પણ અણસમજુ હઠીલી સ્ત્રીને સમજાવવી ઘણી દુષ્કર વાત છે. IIઝા ૨૫૨ વધારે કહેવાથી શું ? ચોસઠ કળા ભણીને ચતુર તો ઘણી થઈ. રાજપુત્રી છે. છતાંયે દીર્ઘદૃષ્ટિ તારામાં નથી. ભણી પણ ગણી નથી. તારી બુદ્ધિ કામ ન કરતી હોય તો કોઈકની બુદ્ધિ ઉધાર લે. હે ચકોર દીકરી ! મારું કહેવું સાંભળ અને ધમ્મિલની વાત માન્ય કર. તેની સાથે જવાથી સુખી થઈશ. વધારે શું કહું ? IIII દીવો લઈને ગોતવાં જતાં પણ આવો સુંદર પુરુષ નહીં મળે. રખે આને છોડી બીજાને જો વરીશ, તો પાછળથી પસ્તાવો થશે. રોઈ રોઈને જિંદગી પૂરી કરવી પડશે. બહારથી તો ચણોઠીની જેવા રંગરસિયા ઘણાયે મળશે. પણ આ સંસારમાં ચૂના સરખા કે જેના સંગનો રંગ અભંગ હોય તેવા ઉત્તમપુરુષો જે કહેવાય છે તે મળશે નહીં. ।।૫।। વિવિધ કળા અને વિજ્ઞાનમાં દક્ષ એવા કોઈક જ હોય છે. તારા પ્રત્યેના પ્રેમ-રાગને કારણે તે અહીં રોકાયો છે. નહીં તો ક્યારનોય ચાલ્યો ગયો હોત. સમજ તારા ભાગ્યનો ઉદય થયો છે. જેથી મહાપુણ્યશાળી આ પુરુષ અહીં આવી ગયો છે. તો તારે તેના સ્નેહતંતુનું તૂટતું, તૂટી રહેલું સૂત્ર સારી રીતે સાંધવું જોઈએ. પાણી આવતાં પહેલાં હે પનોતી ! (પવિત્ર કન્યા) તારે પાળ બાંધી દેવી જોઈએ. ॥૬॥ નિઃસ્નેહી દુર્જનની સાથેના સ્નેહને ત્યજી દેવો જોઈએ. સજ્જન સ્નેહી સાથે સ્નેહ સારી રીતે વધારવો જોઈએ. પુત્રી ! જગતમાં સ્ત્રી જ પુરુષના પગે પડતી દેખાય છે. જ્યારે અહીં તો તદન વિરુદ્ધ દેખાય છે. તે બિચારો તારા કડવા વેણને સહન કરે છે. હવે તો સમજને ! તારે આવા સજ્જનની ઉપેક્ષા કરવી ન જોઈએ. 1ા કહેવાય છે કે કાગડાને હાડકાંનો સંગ ગમે છે. હંસને નિર્મળ પાણીથી ભરેલ સરોવર ગમે છે. જલચર જીવોને જલ સાથે પ્રીત હોય છે. જ્યારે પક્ષીઓને વૃક્ષ ગમે. પંડિત પંડિતની સાથે ખેલે વાદવિવાદ કરીને આનંદ પામે છે. જ્યારે મૂર્ખાને મૂર્ખની સાથે ૨મવું હસવું ગમે છે. જે જેના સરખાં હોય તેને તેવા સાથે પ્રેમ પ્રગટે છે. માટે તને સજ્જનનો સંગ ક્યાંથી રુચે ? તું મૂર્ખ ગમાર છે. III રે વહાલી દીકરી ! મેરુ પર્વત ઉપર રહેલા કલ્પવૃક્ષની તથા સાગર તળિયે રહેલા માણેક મોતીની ઇચ્છા કરવી શા કામની ? જે આપણને કામ જ ન આવે. સ્વાર્થી રાજા-રાણાની શું ચાહના કરવી ! તે કરતાં પરઉપકારી વનમાં રહેલા ભલા આંબા અને રાયણઘણાં સારાં. જે પત્થર મારે તેને ફળ આપે. વળી તાપથી દગ્ધ થયેલાને શીતળતા આપે. જે આપણા ઉપકારી છે. ।।૯।। તું ધમ્મિલને સ્વામી તરીકે સ્વીકા૨વા તૈયા૨ કેમ થતી નથી ? મને એ જ સમજાતું નથી. જો એ કેટલો શૂરવીર છે ! ભવિષ્યમાં જગતમાં ઘણા દાનને આપનારો ધર્મની આરાધના કરનારો શ્રીપતિ - લક્ષ્મીનો પતિ કૃષ્ણ અથવા ધનભંડારી કુબે૨ સરખો થશે. વળી તેનાથી અધિક રાજકુમાર પણ જેની ચાહના કરે છે. મૈત્રી બાંધી છે. તે યુવરાજ સાથે કાલે સવારે રંગરસિયા મિત્રોની સાથે વનક્રીડા કરવા જશે. બધા જ ધમ્મિલની મૈત્રી ચાહે છે અને તેને એનાથી ય વધારે જો કોઈ અપેક્ષા હોય તો કાલે પ્રભાતે રાજકુંવરની સાથે વનક્રીડાના રસિયા ઘણા પુરુષો ત્યાં જશે. ॥૧॥ Page #298 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૧ ૨૫૩ વનક્રીડામાં તમે પણ જજો. ત્યાં ઘણા પુરુષો હશે. રૂપ યૌવન કળાને જોઈને જે ગમે તેની સાથે ઇચ્છાથી વરજો. “કહ્યું છે કે કુંવારી કન્યાને સો વર - સો ઘર” તો તમે તમારે ધમ્મિલને છોડી દઈને બીજા વરને વરજો. અને સંસાર માંડજો. અમે તો પછી અમારે દેશ જઈશું. ll૧૧il કહ્યું છે કે જેને ઘર કુનારી હોય, કુલક્ષણી બેટી હોય, નિર્ધન પુરુષ હોય અને પુત્ર કુપુત્ર જ હોય આવા કુસંગનો ભેટો થઈ જાય તો આ સર્વને સૂતાં છોડી દેવા જોઈએ. તેવા કુસંગીની નજીક પણ ન રહેવાય. દશ ગાઉ દૂર દેશાંતરે જઈને વસવું જોઈએ. /૧રા વિમળા ! વણિક ધમ્મિલ ઉપર રૂપ યૌવન દેખીને ઘણી રાગી થઈ. પણ ગુણની પરીક્ષા ન કરી. તેણે તારી પરીક્ષા કરી લીધી. સંકેત કરીને આવ્યો નહીં અને કેવો ખસી ગયો ? જોયું ને ! જયારે આ ધમિલ તારા ઉપર કેવો સ્નેહ ધરે છે. રૂપ-યૌવન પણ છે. ધૈર્ય આદિ ગુણોથી ભરેલો છે. આવા દેવ જેવા પુરુષને તું તરછોડે છે. રે ગમાર ! કંઠમાં પહેરેલા હારનું રત્ન દેવ પ્રસન્ન થઈને આપે, તેને કાંકરો સમજીને કાગડો ઉડાડવા ફેંકી દે. તેની જેમ તું પણ આ રત્ન જેવા દેવાંશી પુરુષની ઉપેક્ષા કરે છે, ત્યાગ કરે છે. (૧૩આવળનાં ફૂલો વચ્ચે જેમ ચંપાની કળી પડે, તેમ ચતુરા (કળી જેવી તું, એવી તારી ગોઠડી વણિક મૂરખ ધમ્મિલ સાથે થઈ છે. પંડિતજનોએ સ્વચ્છેદીને હિતકારી વચન પણ ન કહેવું.રુષ્ટમાન (ગુસ્સાવાળો) થયેલા ભૂપાલ(રાજા) ભલા. પણ ખુશ થયેલો (મૂરખ) વાણિયો ખોટો. ૧૪ વળી જો આ ધમિલને તું પહેલી પરણીશ તો પટ્ટરાણી થઈશ. એને તો દેવનું વચન છે કે ઘણી રાજકુમારિકાનો તે ભરતાર થશે. દીવો લઈને શોધવા જતાં આ જગતમાં તને આનાથી અધિક ગુણવાન પુરુષ જડશે નહીં. મળશે નહીં. વત્સ ! હવે સ્વચ્છંદીપણું છોડીને, તું આંને પરણી જા. //hપી. - બુદ્ધિશાળી જનો પણ જો સ્વચ્છંદી હોય તો તે જગતમાંથી સમાજથી ફેંકાયા છે. પોતાના વિનાશને નોંતરે છે. તો તારા જેવી સુકુમાલી યૌવનવય પામેલી તારી શી ગતિ (દશા) થશે? જો વસુદત્તા નારી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તી તો મહા દુઃખને પામી. તેમ વળી શત્રુદમન રાજા પણ આપમતિથી દુઃખી થયો. ll૧૬ll માટે કહું છું કે મારી શિખામણ રૂપ અમૃતરસને પી અને સદા સુખી થા. ધમ્મિલની સાથે આનંદથી તારો સંસાર ભોગવ. ચોથા ખંડને વિષે ધમ્મિલકુમારના રાસની પાંચમી ઢાળ કહી. શુભવીરવિજયજી મહારાજ કહે છે કે જેના હૈયે વિવેકરૂપી દીવો ઝળહળતો હોય તેની સઘળી આશાઓ પૂર્ણ થાય છે. [૧થા ખંડ - ૪: ઢાળ - ૫ સમાપ્ત -- દોહા :વિમલસેના વિનયે વદે, મા તુઝ વચન પ્રમાણ; તું હિતકર મુઝ જનમની, તુઝ સાથે મુઝ પ્રાણ. /// મુઝ મેહલી તુઝને જવું, બોલવું ન ઘટે તુઝ, હું ન રહું ખિણ વેગલી; જાણે તું હૃદયનું ગુઝ ll રા જે જે વચન તમે કહ્યા; તે સાવ સાચા માય; ઔષધ વૈદ્ય કટુક દીએ; રોગીને સુખ થાય. Ilal પણ મુઝને કહો તે કથા, કોણ વસુદત્તા નાર; આપ મતે કેમ દુઃખ લહ્યું, કહે કમલા અધિકાર. ૪ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ધર્મિલકુમાર રાસ હૃદયપલટો :- ધાવમાતા ઘણું સમજાવવા છતાં હજુ સુધી એ વાતને માનવા તૈયાર નથી. પણ ઘણું ઘણું કહેતાં છતાં જ્યારે છેલ્લી ટોચ પર પહોંચી ધાવમાતાએ કહ્યું કે તારા મનમાનીતાને પરણી જા. હું મારા દેશ ભેગી થઈ જાઉં. છેલ્લે તીર વિમળાને ઘણી અસર કરી ગયું. જાણ્યું કે હવે માતા મારાથી કંટાળીને જવાની વાત કરે છે. તેથી માતા કમળાની વાત માની લીધી. હવે વિમળસેના વિનયથી માં કમળાને કહે છે. “મા ! તેં મને ઘણું કહી નાખ્યું. પણ. પણ મારું મન માનવા તૈયાર ન હતું. પણ હવે ઘણું વિચારતાં તારી વાત મને સાચી લાગી. મા ! તારું વચન મારે પ્રમાણ. મારા જન્મથી, તે મારી ખેવના કરી છે. મારા હિતને કલ્યાણને જોયું છે. મારા પ્રાણ તારી સાથે છે. તારા વિના હું એક ઘડી પણ રહી શકું તેમ નથી. /૧ી. મા ! તું કહે છે હું હવે મારા દેશમાં જઈશ. મને મૂકીને જવાની વાત કરી. તે યોગ્ય નથી. તું તો મને જાણે છે કે ક્ષણમાત્ર પણ હું તારા વિના રહી શકું તેમ નથી. આ પ્રમાણે બોલી મને દુઃખી ન કરીશ. //રા હે માતા ! તેં જે જે વચનો કહ્યાં તે સર્વ વચનો સાચાં છે. વૈદ્યરાજ કડવાં ઔષધ રોગીને આપે. પણ તે નિયમિત લે તો તે રોગીને માટે હિતકારી છે. સુખકારી છે. સંસા પણ મા ! મને એ કથા કહોને કે વસુદત્તા સ્ત્રી કોણ? જે પોતાની બુદ્ધિથી ચાલી તો મહાદુઃખી થઈ. હવે વિમળાની જિજ્ઞાસા પૂરી કરવા પોષવા કમળા વસુદત્તાનો અધિકાર કહે છે. ઢાળ છઠ્ઠી (બીજી શરણ ભાવના....એ દેશી...) ઉજજેણી નગરી વસે, ગાથાપતિ શિરદાર રે; નામે વસુમિત્ર સુંદરું, ધનસિરીનો ભરતાર રે; ધનવસ તાસકુમાર, રે બેટી વસુદત્તા સાર રે, દેખી રંભાવતાર રે, નાગની કન્યા ઉદાર રે,.../૧al નાઠી પેઠી પાતાલ રે, હજીય ન આવ્યો નિકાલ રે; આપમતી અવળો ચલે, ન વલે વાલ્યો લગાર રે; ” અવળો રાહુનો ચાર રે; મૂકી માથાનો ભાર રે, ચંદ્રને કરે અપકાર રે, તેણે તન કૃષ્ણ અપાર રે;.આપ...રા કોસંબી નગરી થકી, ધનદેવ સારથવાહ રે; વેપારે તિહાં આવીયો, લાગો પ્રેમ અથાહ રે, વસુદત્તાનો વિવાહ રે, તે શું કીધો ઉત્સાહ રે; લેઈ નિજઘર જાહ રે, માતાપિતા વહૂ ચાહ રે..આપ..lal સુખ સંભોગ વિલાસમાં, કેતો કાળ ગમાય રે; સુરસમ નંદન દો થયા, ત્રીજો ગર્ભે ગવાય રે; પીયુ પરદેશ સધાય રે, વસુદત્તા વિલખાય રે; . માતા પિતા ચિત્ત લાય રે, મળવાનું મન થાય રે..આપ...જા Page #300 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪.: ઢાળ - ૬ ૨૫૫ તેણે સમે પુરવન ઉતર્યો, સાથ ઉજજેણીયે જાય રે; • વસુદત્તા સુણી સજ થઈ, સાસુ સસરો રોકાય રે; કહો પુત્રી કિહાં જાય રે, એકલી પંથે બીહાય રે; તુઝ પતિ જબ ઘર આય રે, તવ ચિત્ત કરજો સોહાય રે...આપ.../પી. સસરાને વળત કહે, મુઝ પતિ શું કરનાર રે, આપ મતે ચલી એકલી, ન ગણી શીખ લગાર રે, દો સુત સાથે વિહાર રે, સાથ ગયો કોષ ચાર રે; ભૂલી પંથ ગમાર રે, ચાલી પંથ ઉજા૨ રે...આપ..III તે દિન ધનદેવ આવીયો, પૂછે માયને વાત રે; સર્વ કહે વહૂ નહિ રહી, રાખી પણ પરભાત રે; પીડે હઠીલી કુજાત રે, પિયરીયાં ભણી જાત રે, સાથ ગયો લઈ રાત રે, જાણીયે ભેળી ન થાત રે...આપ...ણી સાંભળી ધનદેવ ચાલીયો, તસ પગલે અનુસાર રે, અરધી રાત્રે તે જઈ મળ્યો, દેખી અટવી મોઝાર રે, - રોતાં ચાલે કુમાર રે, વાલી ન વલી તે નાર રે; સુંદર વૃક્ષ નિહાર રે, રાત વસ્યા તેણી વાર રે...આપ...૮ વસુદત્તા પેટ વેદના, વ્યાપી ખમીય ન જાય રે; લિંબાદિક તરૂ પલ્લવે, ભારી પણ ન સમાય રે; પુત્ર જન્મ તિહાં થાય રે, રાત્રિ તિમિર ભરાય રે; દો સુત નિંદ ઘેરાય રે, ન લહે જળ તણું હાય રે, તેણે નવિ શૌચ કરાય રે... આપ..!ા. રૂધિર ગંધ મૃગમંસ જયુ, પામી વાઘ આવંત રે, લેઈ ગયો ધનદેવને, સા તસ દુઃખે રોવંત રે, લહી મૂછ વિલપંત રે, તપ્ત હૃદય ભયભ્રાંત રે, તેણે થણ દૂધ બલંત રે, જન્મ્યો બાળ મરંત રે; ઉભય વિજોગે જલંત રે...આપ.../૧ના રોતી પરભાતે દો સુત ગ્રહી, રણમાં ચાલી તે જાય રે; વૃષ્ટિ અકાળે તિહાં થઈ, નદીએ નીર ભરાય રે, દેખી વિઠ્ઠલ થાય રે, એક સુત ઉતરી આય રે, Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ધમિલકુમાર રાસ તે પણ તીરે ઠવાય રે, બીજો લેવાને જાય રે; લેઈ જલ ઉતરાય રે...આપ...૧૧ વિચમાં શીલાતલ ખસી પડી, હાથ વછૂટો તે બાળ રે; જળવેગે દોય વહી ગયાં, પામ્યો નંદન કાળી રે, જળ પડી માત નિહાલ રે, કાંઠે જે ઠવ્યો બાળ રે; નેહે નદીય વિચાલ રે, પડીયો દેઈ તે ફાળ રે; મરણ લહ્યો તતકાળ રે...આપ...૧૨ જલ વેહેતો તરૂ એક લહી, વળગી જીવિત આશ રે, દોય ઘડીએ તટ ઉતરી, બેઠી થઈ નિરાશ રે; ઉઠી ગઈ વનવાસ રે, ઝાલી તસ્કરે તાસ રે; સિંહગુહપાલ છે પાસ રે, લેઈ ગયા ભર આસ રે, આપ../૧૩ કાલદંડ સેનાપતિ, ભેટ કરી સજી વેષ રે, પટ્ટરાણી કરી થાપતો, દેખી રૂપ વિશેષ રે, બીજી રાણી અશેષ રે, મુખ નવિ જુએ નરેસ રે, કરતી તે ક્લેશ રે, ચિતે છિદ્ર લહેશ રે, તો સવિ કાજ કરેશ રે.આપ...૧૪ વરસાંતર એક સુત થયો, વસુદત્તા સમ રૂ૫ રે, તવ નૃપને કહે રાણીયો, તમે પડીયા રૂપ કૂપ રે, તેણે અમે કહીયે શું ભૂપ રે, દેખો પુત્ર સરૂ૫ રે, ભોગવે પરનર ગૂ૫ રે; નરસમ હોએ સુતરૂ૫ રે, પૂજો પ્રિય કરી ધૂપ રે..આપ.../પા કાહાડી ખડ્રગ ધરી આગલે, સુત આ તિમ પરખાય રે, નિજ સુત મુખ શ્યામ ઉજળું, બાલ તેજ ન ખમાય રે, નયન અધર કર પાય રે; તપનોદય કયું ઝગાય રે, નિજ તનુ દેખે વિચ્છાય રે, કોપ્યો દુષ્ટ તે રાય રે, પુત્ર હણ્યો દેઈ ધાય રે...આપ.../૧ell. વસુદત્તા શિર મૂડીને મારી નેત્ર પ્રહાર રે, ભિલ્લ સુભટને આપી કહે, બાંધે તરૂ પુર બાર રે, દેખો લોક હજાર રે તેણે જઈ બાંધી તે નાર રે, પંથે તરૂમૂલ શાલ રે, પાસે કંટક ધાર રે, પાપને ઉદય વિચાર રે...આપ.ll૧ળા Page #302 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૬ અશરણ દીન અનાથ સા, તરસી ભુખી કંગાલ રે. એહવે ભાગ્ય ઉદય થકી, આવી ઉત૨ીયો વિશાલ રે, સાથ સરોવરપાળ રે જાયે ઉજ્જૈણીયે હાલ રે, જોતાં તૃણ કઠ હાર રે; સા તરૂ બાંધી નિહાલ રે, ૨૫૦ છોડી લાવ્યા દયાલ રે...આપ..।।૧૮। સારથવાહને સોંપતાં, સ્વસ્થ થઈ તેણી વાર રે, પૂછી વાત ધીરજ દીએ, કહે નવિ બીકે લગાર રે; તુઝ બાંધવ ઘરબાર રે, તેહવું મુઝ ઘર ધાર રે; રહે સુણી વસુદત્તા નાર રે, સાર્થવાહ કરે સાર રે...આપ.. ।।૧૯। નામે સુવ્રતા સાધવી, બહુચેલી પરિવાર રે, જીવિત સ્વામીને વાંદવા, સાથમેં કરત વિહાર રે, થઈ સ સંગતિ સાર રે; સુણી નવ તત્ત્વ વિચાર રે, લહી સંસાર અસાર રે; સાર્થેશ આણા ધાર રે, લીધો સંજમભાર ..આપ..૫૨૦ા ગુરૂણી સાથે ઉજેણીએ, મળીયાં મા તાત ભાય રે, વિતક વીત્યા તે સવિ કહ્યા, સયણાં સમક્તિ પાય રે, દુગુણો સંવેગ થાય રે, તપ કરતી નિર્માય રે, અંત્યે સ્વર્ગે સધાય રે, શ્રી જિન ધર્મ પસાય રે...આપ..॥૨૧॥ ચોથે ખંડે એ કહી, છઠ્ઠી શ્રી શુભવીરની વાણીયે, ધરજો શીખ ૨સાલ રે, ઠંડી કર્મ જંજાલ રે, લહો ઢલકતી ઢાળ રે, અમૃતની પરનાલ રે, આપમતિપણું ટાલ રે, શિવસુખ ઉજમાલ રે...આપ..॥૨૨॥ સ્વચ્છંદી વસુદત્તા કથા ઃ- ઘણાં વર્ષ પહેલાંની આ વાત છે. ઉજ્જૈણી નામની નગરી છે. આ નગરીમાં વસુમિત્ર નામનો ધનાઢ્ય પુરોહિત રહેતો હતો. ધનશ્રી નામે પ્રિય સ્ત્રી હતી. બંનેનો સંસાર સુખમાં હતો. આનંદથી દિવસો જાય છે. સંસાર ભોગવતાં બંને થકી એક પુત્ર-એક પુત્રીની પ્રાપ્તિ થઈ. પુત્રનું નામ ધનવસુ અને પુત્રીનું નામ વસુદત્તા હતું. પુત્રી તો જાણે રંભાનો અવતાર હતી. નાગકન્યા તો વસુદત્તાનું રૂપ જોઈને પોતાનું રૂપ ઝાંખુ લાગતાં પાતાળે પેસી ગઈ. તે હજુ સુધી બહાર નીકળી જ નથી. તેવી તે વસુદત્તા રૂપાળી હતી. ॥૧॥ આપમતિલા પોતાની મતિએ જ ચાલનારા હોય છે. લગભગ વિપરીત ચાલે ચાલનારા હોય છે. ધારો કે અવળા માર્ગે જતો હોય, સજ્જન કોઈ રોકે તો (વારે) પાછાં ફરતા નથી. વળતા નથી. ચંદ્રના પરિવા૨માં ગણાતા ગ્રહોમાં રાહુ ગ્રહ પોતાના માથાનો ભાર મૂકીને અવળો ચાલે છે અને ચંદ્રને આડો આવીને તેની ઉપર અપકાર કરતો જ ફર્યા Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ધમ્મિલકુમાર રાસ કરતો હોય છે. તેથી તો તેનું શરીર ઘણું જ શ્યામ છે. અર્થાત્ બીજા ગ્રહો કરતાં રાહુગ્રહની ચાલ અવળી હોય છે અને તેને મસ્તક હોતું નથી. વર્ણ પણ શ્યામ છે. ૨ આ બાજુ કોસંબી નગરીથી ધનદેવ સાર્થવાહ વેપાર અર્થે ઉજ્જૈણી નગરીમાં આવ્યો છે. વેપારી ધનદેવ વસુમિત્રને ત્યાં રહ્યો છે. સરખે સરખી વયના ધનદેવ-વસુદત્તા. બંને વચ્ચે સ્નેહની ગાંઠ બંધાઈ. પરિણામે પ્રેમમાં પડ્યાં. ઘણા આગળ વધી ગયાં. માતાપિતાએ પણ બંનેની યોગ્યતા જોઈ બરાબર છે તેમ સમજીને વિવાહ અને પછી લગ્ન પણ કરી દીધાં. ધનદેવ પણ વેપારનું કાર્ય પતાવી નવોઢા (નવી પરણેતર) વસુદત્તાને લઈને કોસંબી નગરીયે પોતાને ઘેર આવ્યો. માતાપિતા પણ નવી પરણેતર વસુદત્તાને જોઈને ઘણો આનંદ પામ્યાં. III પગે લાગતી વસુદત્તાને માતાપિતાએ આશીર્વાદ આપ્યા. સુખે સંસાર ચાલે છે. વૈભવ ઘણો...વિલાસમાં કચાશ ન હોય. સંસારનાં સુખ ભોગવતાં દંપતીને બે પુત્રની પ્રાપ્તિ થઈ અને ત્રીજો ગર્ભ પણ રહ્યો. ગર્ભનું પોષણ સુખરૂપ કરતાં વસુદત્તા સમય પસાર કરે છે. વેપારને કારણે ધનદેવને તે અરસામાં પરદેશ જવાનું થયું. વિરહી વસુદત્તાને માતપિતા યાદ આવ્યાં. મળવા જવાનું મન થયું. કેમ જવું ? કેવી રીતે જવું ? વિચારતી વસુદત્તા વિલખી થઈ ગઈ છે. ૪ હવે આ સમય દરમ્યાન નગરની બહાર કોઈ સાર્થવાહ પોતાના સાથે સાથે ઊતર્યો છે અને તે સાથે ઉજ્જૈણી નગરીયે જાય છે. આ વાત વસુદત્તાના સાંભળવામાં આવી. માતપિતાને મળવાની ઉત્કંઠાથી વસુદત્તા પિયર જવા તૈયાર થઈ. સાથેની સાથે ઉજ્જૈણી જવા માટે ઉત્સુક વસુદત્તાને, તે વખતે સાસુ-સસરાએ રોકી. વહુબેટા ! આપણે અજાણ્યા સાથે સાથે જવું યોગ્ય નથી. પુત્રી ! તારા ઘરવાળા પરદેશ ને તું આમ એકલી ક્યાં જઈશ ? માર્ગમાં એકલી પડીશ તો તું ભય પામીશ. અમારો દીકરો ઘેર આવે. પછી તેને લઈને તું ઉજ્જૈણી જાય, તે તારા માટે હિતાવહ છે. પણ હમણાં તો અહીં રહેવું એ જ યોગ્ય છે. IIII વળતું વસુદત્તા કહે છે “સસરાજી ! મારો પતિ ક્યારે આવશે ? આવીને શું ક૨શે ! અત્યારે મને તો મારા માતાપિતાને મળવાની ઘણી ભાવના થઈ છે. વળી સાર્થ પણ ઉજેણી જાય છે.” આમ કહીને બંને પુત્રને સાથે લઈને આપમતિલી વસુદત્તા સાર્થમાં જવા માટે નીકળી ગઈ. સાસુ સસરાએ ઘણી સમજાવી, ન માની તે ન જ માની. નગર બહાર આવી. જોયું તો સાર્થ નીકળી ગયો હતો. પૂછતાં ખબર પડી કે ચાર કોશ દૂર સાર્થ પહોંચી ગયો છે. સારાસારનો વિચાર પણ કરતી નથી. માની લીધું કે ઉતાવળી ચાલીને સાથે સાથે ભેગી થઈ જઈશ. એ વિચારે તેણે ચાલવા માંડ્યું. આગળ જતાં બે માર્ગ આવ્યા. ઉજ્જૈણીનો માર્ગ મૂકીને બીજા માર્ગે ઉજ્જડ માર્ગે ચાલી નીકળી અને ભૂલી પડી. ॥૬॥ ભૂલી પડેલી વસુદત્તા મુખ્ય માર્ગને મૂકીને અવળા માર્ગે ચાલવા લાગી. પરદેશ ગયેલ તેનો પતિ ધનદેવ તે જ દિવસે ઘેર આવ્યો. પોતાની પત્ની તથા બંને પુત્રને ન જોતાં માતાપિતાને પૂછવા લાગ્યો. “સ્ત્રી અને પુત્રો ક્યાં ગયાં ?” માતાએ કહ્યું “બેટા !” તારી વહુ બંને પુત્રોને લઈને આજે સવારે પિયર જવા નીકળી. અમે ઘણું સમજાવી. સર્વ વાતે સમજાવી. રાતે ન જવા દીધી. સાથે અજાણ્યો. બેટા વહુ અજાણ્યા સાથે ન જવાય. મારો દીકરો આવે ત્યારે તમે બધા સાથે જજો. હઠીલીએ હઠ લીધી. મને મારા માતા-પિતા યાદ આવ્યા છે. સાર્થની સાથે જવાની. અમારું ન માનતાં તે આજે સવારે ઉજ્જૈણી જવા બંને પુત્રો સાથે નીકળી ગઈ છે. સાર્થ તો વહેલાં નીકળી ગયો હશે. તે તો સવારે નીકળી. જ્ઞાની જાણે કે સાર્થ ભેગી થઈ હશે કે નહીં. ||૭|| માતાની વાત સાંભળી ધનદેવ તરત જ તેની પાછળ ઉજ્જૈણી નગરીની વાટે જવા નીકળ્યો. મનમાં Page #304 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૬ ૨૫૯ : ઘણો દુઃખી થયેલ ધનદેવ માતાને બીજું શું કહે ? પત્ની-પુત્રના સ્નેહને કારણે ઉતાવળે ચાલ્યો. તે પણ મુખ્ય માર્ગ ફરી વળ્યો. વસુદત્તા જોવામાં આવી નહીં. અરેરે ! ક્યાં ગઈ હશે એમ વિચારતો તે ઉજજડ માર્ગે ચાલ્યો. ભાગ્યયોગે અડધી રાતે વસુદત્તા અને બે બાળકો સાથે ભેગો થઈ ગયો. વનવગડાની વાટ, ઉજ્જડ મારગ. વિસામો ન મળે કે પાણી પણ ન મળે. બધાં તરસ્યાં થયાં. પણ પાણી વિના શું કરે ? બંને બાળકો રોતાં રોતાં ચાલી રહ્યાં છે. ભૂખ્યાં થયાં છે. થાકી પણ ગયાં છે. પાસે પહોંચી જઈ ધનદેવ પૂછે.. “રે વહાલી ! તુ આમ એકલી ક્યાં જાય છે ?' નજીકમાં એક સુંદર વૃક્ષ નીચે ચારેય બેઠાં. રાતવાસો અહીં કરીને સવારે આગળ વધીશું. ૫૮ વરદત્તાને પતિ મળતાં આનંદ થયો. વાતવિનોદ કરતાં વસદત્તાને પેટમાં વેદના થવા લાગી. કોઈ રીતે સહન ન થાય તેવી તે પીડા હતી. લીમડા વગેરેનાં પાંદડાં ભેગાં કરી શય્યા જેવી બનાવી વસુદત્તાને તેમાં સુવાડી. પ્રસુતિની પીડા હતી. અને પીડા વધતાં. છેવટે પુત્રને જન્મ આપ્યો. જંગલમાં જન્મ. કેવી પરિસ્થિતિ ? ન પાણી મળે. રાત્રિ ઘોર અંધાર. બંને પુત્રો ધૂળમાં ઘસઘસાટ ઉંઘી ગયા છે. પાણી વિના પ્રસૂતિની શુદ્ધિ ન થઈ. IIો. નવપ્રસૂતિના રુધિરની ગંધ મૃગલાંના માંસ જેવી હોય છે.આવી ગંધ ચોમેર વ્યાપ્ત થઈ. ગંધના કારણે દૂર દૂર વાઘ ફરતો હતો તે આ તરફ આવવા લાગ્યો. ભક્ષણ કારણે ભયંકર ગર્જના કરતો વાઘ ત્યાં આવ્યો. જોતાં ભય પામતાં પત્ની-પતિ વિચાર કરે, તે પહેલાં તો વાઘ ધનદેવને જ ઉપાડ્યો. અને લઈને ભાગી ગયો. વસુદત્તા જોતી જ રહી ગઈ. કરે પણ શું? રુદન કરવા લાગી. ઘણો વિલાપ કરતી મૂછ પામી. ભયથી ભ્રાંત પામેલી તેનું હૃદય ઘણું તપ્યું. તપવાને કારણે સ્તનનું દૂધ બળી ગયું. તરત જન્મેલ બાળને દૂધ ન મળવાથી તરત મરણ પામ્યો. મૂછ ઊતર્યા પછી પતિ અને પુત્રના વિયોગે રડતી રહી છે. ૧૦ના ' રડતાં કકળતાં રાત વિતાવી પ્રભાત થતાં વળી બંને બાળકોને લઈને વનવગડાની વાટે આગળ - ચાલવા લાગી. અકાળે વૃષ્ટિ (વરસાદ) ઘણી થઈ. આગળ નદી આવી. ધોધમાર વરસાદ થવાથી નદીમાં પાણી બે કાંઠે વહે છે. વસુદત્તા નદી સુધી આવી. જોયું. બે કાંઠે નદીનાં નીર વહે છે. કેમ કરીને સામે કિનારે જવું? આમને આમ ઘણી વાર બેઠી રહી. પાણી ઓછાં થવા લાગ્યાં. તો એક પુત્રને સામે પાર મૂકીને પાછી આવી. બીજા પુત્રને લઈને સામે પાર જવા નદીમાં જયાં ઊતરે છે. ૧૧બીજા બાળકને લઈ વસુદત્તા નદી મધ્યમાં આવી. ત્યાં વચમાં પડેલો એક પથ્થર વસુદત્તાને અથડાયો. અથડાતાં જ હાથમાં પકડેલો બાળકનો હાથ છૂટી ગયો. ઘણા વેગથી પાણી વહેતાં નદીમાં બાળક તણાવા લાગ્યો અને પોતે પણ તણાવા લાગી. તણાતો બાળક મૃત્યુ પામ્યો. સામે કાંઠે રહેલ બાળક પણ માતાની આ સ્થિતિ જોઈ, સ્નેહને કારણે ફાળ ભરતો નદીમાં પડ્યો. તો તે પણ મરણને શરણ થયો. ૧રા. માત્ર એકલી વસુદત્તા તણાતી હતી. પોતાની જાતને જાળવી ન શકતાં વધુ તણાવા લાગી. તે પૂરમાં એક વૃક્ષ આડું પડ્યું હતું. તે આડા વૃક્ષના સહારે વસુદત્તા ત્યાં અટકી ગઈ. જીવિતની આશાએ વૃક્ષની ડાળીએ વળગી રહી. પાણીનો વેગ ઓછો થતાં વસુદત્તા ધીમે ધીમે ઊતરી કિનારે આવી. હૈયામાં નિરાશા વ્યાપ્ત થઈ. બે ઘડી કાંઠે બેઠી છે. ઘડીક વિસામો લઈને વળી પાછી વનવગડાની વાટે ચાલવા લાગી. હવે કોઈ સહારો રહ્યો નથી. નિરાશાભેર એકલી અટૂલી અજાણ્યા માર્ગે ચાલી જાય છે. કોઈ દેશ દિશાની ખબર નથી. જતાં માર્ગમાં ચોરો મળ્યા. પકડી લીધી. પોતાના સ્વામી જ્યાં હતા ત્યાં સિંહગુહપાલ પલ્લીમાં તેણીને લઈ ગયા. આશાભેર લઈ ગયા. સ્ત્રીનું ભેટર્ણ ધરશું. તો રાજા પ્રસન્ન Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ધર્મિલકુમાર રાસ થઈને કંઈક આપશે. ।।૧૩।। પલ્લીમાં લઈ જઈને ચોરોએ, પલ્લીના સ્વામી કાલદંડને ભેટ ધરી. તેણીનું રૂપ જોઈને આશ્ચર્ય પામ્યો. પોતાની પટ્ટરાણી કરવા માટે તેને સારાં વસ્ત્રો સજાવી શણગારી અને પોતાની પટ્ટરાણી બનાવી. તેના રૂપમાં આસક્ત કાલદંડ બીજી સ્ત્રીઓ સામે જોતો નથી. અને જતો પણ નથી. તેથી બીજી સ્ત્રીઓ ઘણો ક્લેશ પામી. વિચારવા લાગી કે આ આવેલી નવીનું કંઈક છિદ્ર મળી જાય તો આપણું કામ થાય. અર્થાત્ આપણા સ્વામીનો સ્નેહ આપણે પ્રાપ્ત કરી શકીએ. ॥૧૪॥ વસુદત્તા પણ કાલદંડમાં ઘણી આસક્ત થઈ. કરે પણ શું ? જાય પણ ક્યાં ? આમ સુખભર રહેતાં વરસ વીતી ગયું. વસુદત્તાએ એક પુત્રને જન્મ આપ્યો. વસુદત્તા રૂપાળી ખૂબ જ હતી. પુત્ર પણ તેના જેવો જ રૂપ લઈને અવતર્યો. જાણે બીજો વસુદત્તાનો અવતાર. બીજી રાણીઓએ પોતાના સ્વામીને કહ્યું કે, સ્વામી ! પુત્ર લગભગ પિતા સમાન અને પુત્રી માતા સરખી હોય છે. (કાલદંડ પલ્લીપતિ તદન કાળો હતો.) વસુદત્તાનો પુત્ર તો તેની મા સરખો જ છે. આ પુત્ર તમારો નથી. તમે તેના રૂપમાં મોહીત થયા છો, તેથી અમે આપને શું કહીએ ? પણ તમે પુત્રના રૂપને જુઓ, એટલે ખબર પડે ! એ તો છાની છાની અન્ય પુરુષને ભોગવનારી છે. તમારો પુત્ર હોય તો કંઈક તો તમારા જેવો હોય ને ? પુત્ર પિતા સરખો હોય. હે સ્વામી ! હવે તમારા વ્હાલીના દીકરાની ધૂપપૂજા કરો. ।।૧૫।। હળાહળ ઝેર કાનમાં નાંખ્યું ને પલ્લીપતિ રાજા કાલદંડ વસુદત્તા ઉપર ક્રોધિત થયો. આગળ પાછળ ન વિચારતો તલવાર મ્યાનમાંથી ખેંચીને પુત્રને જોવા વસુદત્તા પાસે પહોંચી ગયો. પુત્રને જોઈને સરખામણી ક૨વા લાગ્યો. તલવારમાં પોતાનું મુખ શ્યામ દેખાય છે તો આ બાળનું મુખ ઉજ્જવલ ચંદ્રમા જેવું દેખાયું. તેનું અસહ્ય તેજ જોઈ તે રાજા સહન કરી શકતો નથી. વળી હાથ-હોઠ-આંખ થકી પોતાની સાથે સરખાવે છે. પોતાનાથી જુદા લાગ્યા. પગ પણ જોવા લાગ્યો. બધાં અંગો આ બાળરાજાના ઊગતા સૂર્ય સરખા કુમકુમવર્ણના ઝગારા મારતા ઝગી રહ્યાં હતાં. હવે પોતાનું શરીર જોયું તો રાહુનો અવતાર શ્યામ વર્ણ. બિલાડા જેવી આંખો, લાંબા હોઠ, નમી ગયેલી નાસિકા, પોતાનાં કુરૂપ અંગો જોતાં દુષ્ટ પલ્લીપતિને બીજી રાણીઓની વાત સાચી લાગી. અને તે ક્રોધથી વધારે ધમધમી ઊઠ્યો. તરત જ તલવારના એક પ્રહારે રૂપવાન પુત્રને હણી નાંખ્યો. ।।૧૬।। પ્રાણપ્યારી વસુદત્તા હવે વેરી દેખાઈ. તેણીનું માથું મુંડાવી નાંખ્યું. નેતરની સોંટી લઈને ઘણી મારી. ઘણા પ્રહારો કરીને અધમૂઈ કરી નાંખી. કર્મરાજાના કેવા ખેલ છે ? પછી પોતાના સુભટને બોલાવીને સોંપી. ને આજ્ઞા કરી કે આપણી હદની બહાર (પલ્લીથી દૂર) વૃક્ષની શાખાએ લટકાવીને બાંધી ઘો. જ્યાં હજારો લોકો આવતાં જતાં તેને સૌ જુએ. રાજાના આદેશ પ્રમાણે સુભટો વસુદત્તાને લઈ ગયા. પલ્લીથી દૂર વૃક્ષની ડાળીએ લટકાવીને બાંધી. જ્યાં બાજુમાં કંટક બોરડીનું વૃક્ષ હતું. તેના કાંટાઓ સખત ભોંકાઈ રહ્યા છે. મહાપીડાને કરતા હતા. સુભટો બાંધીને ચાલ્યા ગયા. લટકાયેલી વસુદત્તા વિચારે છે કે અહો, પાપનો કેવો ભયંકર ઉદય ? ક્યાં હતી ? ને ક્યાં આવી ? કેવી મારી દશા ? ।।૧૭।। માર્ગમાં પતિ-પુત્રનું મરણ, વળી નદી પાર કરતાં પુત્રનો વિયોગ, નદીમાં તણાવું, અશરણ - અનાથ એવી હું ભૂખ તરસથી રીબાતી, નદીમાં ડૂબી જવું. ચોરના હાથમાં બાર મહિના શાંતિ મળી. તો વળી નવી પીડાઓ ઊભી. પુત્રને મારી નાંખવો. મને મારવી. ગાઢ બંધનમાં વૃક્ષ ઉપર લટકાવવું. અહીં હવે કોનું શરણ ? અનેક પ્રકારે ખેદ વારતી (કરતી) લટકી રહી છે. કેટલોક વખત પસાર થયો. ત્યાં વળી ભાગ્યના ઉદય થકી સાર્થના વિશાળ કાફલાએ નજીકમાં જ પડાવ નાંખ્યો. Page #306 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૦ ૨૬૧ સરોવરની પાળે જ ઊતર્યો. જે સાર્થ ઉજેણી તરફ જઈ રહ્યો છે. સાર્થના માણસો રસોઈ કરવા માટે કાઇ ઘાસ વગેરેની શોધમાં વનમાં ભમતા હતા. તેવામાં વૃક્ષની ડાળીએ બાંધેલી સ્ત્રી જોવામાં આવી. જોતાં જ તે સૌને ઘણી દયા ઊપજી. ને તરત જ તેનાં બંધનો છોડીને નીચે ઉતારી. અને પોતાના સાર્થવાહ પાસે લઈ આવ્યા. ૧૮. સાર્થવાહને સોંપી. આટલા દિવસથી બંધાયેલી અને ભૂખી તરસી બિચારી સ્ત્રીને જોતાં સાર્થવાહે તેની સરભરા કરી. વસુદત્તા તે પછી કંઈક સ્વસ્થ થઈ. નિરાંતની પળે સાર્થવાહ ધીરજ આપી. આશ્વાસન પણ ઘણું આપ્યું અને પૂછ્યું. બેન ! આવી દશા કેમ થઈ? આ સાંભળતાં વસુદત્તાની આંખે શ્રાવણ ભાદરવો. શાંત થઈ. તે પછી પોતાનો સઘળો વૃતાંત ટૂંકમાં કહ્યો. સાર્થવાહે કહ્યું કે બેન ! હવે તું અહીં નિર્ભય છે. બીહવાની જરૂર નથી. આ તારા ભાઈ સમજજે. મારા સાર્થમાં તારે નિરાંતે રહેવાનું. મારું ઘર મારો તંબુ બધું તારું સમજજે. એમ કહીને તેના ખાવાપીવાની કપડાં વગેરેની બધી સગવડ કરી આપી. સાથે ત્યાંથી આગળ રવાના થયો. મીઠાં વચનોથી શાંત થયેલી વસુદત્તા સાર્થમાં જોડાઈ ગઈ. ૧લા તે સાર્થમાં સાધ્વી ભગવંતો પણ ઘણાં હતાં. વિહારમાં જંગલો વટાવવા માટે તે સાધ્વી મહારાજનાં ગુરુણી પૂ. સુવ્રતાશ્રી નામનાં મોટા સાધ્વી ભગવંત હતાં. જે ઉજ્જૈણી જીવિત સ્વામી પરમાત્માના દર્શનાર્થે જતાં હતાં. તે સાધ્વી મહારાજનો સંગ વસુદત્તાને થયો. તેમની પાસે જવા લાગી. તેમની પાસેથી સંસારની અસારતાનો બોધ પામી. અને નવું ભણવા લાગી. નવતત્ત્વ વગેરેના પાઠ કરવા લાગી. જેનાથી જ્ઞાનબોધ વધુ થવા લાગ્યો. પરંપરાએ મોક્ષ સુખને આપનાર ધર્મને સમજી, સાર્થપતિ એવા ધર્મબંધુની આજ્ઞા માંગી. મારે પ્રભુના માર્ગે જવું છે. મને રજા આપો. રજા મેળવી અને સુવ્રતા સાધ્વી પાસે પ્રવ્રજ્યા. દીક્ષા અંગીકાર કરી. ૨૦ની | ગુરુણીની સાથે વિહાર કરતાં સાર્થનો કાફલો ઉજેણી પહોંચ્યો. ત્યાં માતા પિતા બાંધવ વગેરે મળ્યાં. ગુરુણીની આજ્ઞા મેળવી પોતાની સર્વ હકીકત જણાવી અને સૌને પ્રતિબોધ પમાડ્યાં. તેમનાં સ્વજનો સૌએ આ સાંભળી, ધર્મનું શરણું લીધું. અનુમોદના કરતાં સૌ સમકિત પામ્યાં. મિથ્યાત્વનો મલ ધોવાઈ ગયો. વસુદત્તા સાધ્વીનો પણ દિનપ્રતિદિન સંવેગ વધી રહ્યો છે. તપ ત્યાગ ધ્યાનમાં રક્ત ઉગ્ર તપ કરવા લાગી. અનુક્રમે આયુનો ક્ષય કરી. વસુદત્તા સ્વર્ગે સિધાવી. ૨૧// આ રીતે ચોથા ખંડને વિષે ઢળકતી એવી છઠ્ઠી ઢાળ કહી. શ્રી શુભવીરની વાણી કેવી? અમૃતની નીક જેવી છે. તે ભાગ્યશાળીઓ ! રસાળ એવી શીખને ધારણ કરજો. આપમતિ સ્વચ્છંદતા છોડજો. કર્મજંજાળને છોડી છેવટે ઉજમાળ એવા શિવસુખને પ્રાપ્ત કરજો . /રરા ખંડ - ૪ : ઢાળ - ૬ સમાપ્ત -: દોહા :વાત સુણી વિમલા કહે, વાત ભણી ઘણી સાર, વળી નૃપશત્રુદમણ તણો, કહો બીજો અધિકાર ના - તવ જંપે કમલા ઈશ્ય, મુજ કેહેવાની હેવ; શું નિરર્થકતા બોલવું, તુજ સુણવાની ટેવ રા રવિ ઉદયે વન કેલીએ, જો ધમિલ સહ જાય, તો એ વાત સુણાવીએ, કાજ સકલ સિદ્ધ થાય. llall Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ધાર્મિલકુમાર રાસ વસુદેવહીંડેએ કહ્યાં, સુંદર દો દૃષ્ટાંત; સમજુને સમજાવવાં, એ છે મંત્ર મહંત; ll૪ll વળતું તવ વિમળા વદે, કરશું સર્વ પ્રકાર તવ કમલા અરિદમણનો કહે હર્ષે અધિકાર આપી નમ્ર બનેલી વિમળા ધાવમાતાને કહે છે મા ! તેં વાત કહી તે બધી બરાબર છે. ઘણું કહેવાથી મારું મન તારી વાત માનવા તૈયાર થયું છે. પણ મા ! હિતકારી એવા તારા વચનનો તિરસ્કાર કોણ કરે? વસુદત્તાનું ચરિત્ર તો મેં સાંભળ્યું. પણ તમે રાજા શત્રુદમન (જ અરિદમન) રાજાની વાત કરતાં હતાં. તો તે રાજાની વાર્તા મને કહો. IIT કમળા કહે છે કે મને કહેવાની ટેવ છે અને તારે સાંભળવાની ટેવ છે. હું મારી ટેવ ન છોડું, તું તારી ટેવ ન છોડે. હું જે કહું તે બધું નકામું. નિરર્થક બનીને રહે છે. તને કંઈ અસર થતી નથી. માત્ર સાંભળવાથી શું? કંઈક સુધારો થાય તો કામનો ! //રા પણ જો તું પ્રભાતે ધર્મિલની સાથે વનક્રીડા કરવા જાય તો આ વાર્તા કથા તને કહું તો મારું બોલ્યું ને તારું . સાંભળ્યું એમ બંનેનું સર્વકાર્ય સિદ્ધ થાય છે મારી વાત મંજૂર? Imall વસુદેવહિંડી નામના ગ્રંથમાં સુંદર મજાનાં બે દષ્ટાંત આવે છે. સમજુને સમજાવવા માટે મોટા મંત્ર સરખા છે. તું સમજે તો કામના છે. જો વળતું વિમળા બોલી. “મા ! તમે જે પ્રકારે કહેશો, તે સઘળું હું કરવા તૈયાર છું. પણ મને તે કથા કહો. ત્યારે કમળાને લાગ્યું કે હવે આ કંઈક રીઝી છે. મારી વાત માનવા તૈયાર થઈ છે. લાગ્યું કે ધમ્મિલની સાથે જવા તૈયાર છે. તેથી તરત જ દીકરીનું મન જીતવા “અરિદમન રાજા”ની કથાને આનંદમાં આવીને કહેવા લાગી. /પા ઢાળ સાતમી (જુઓ જુઓ અચરિજ અતિ ભલું...એ દેશી) આપ દે છબીલા છલવરે, તો રાંક તણી શી વાત હો, ત્રંબાવતી નગરીનો ધણી, અરિદમન નામ વિખ્યાત હો....આપ.IIII તસ રાણી સતી પ્રીતિમતી, પ્રિયા સાથે પ્રેમ અથાહ હો, સહ પંકિલિય તસ મિત્ત છે, ધણવઈ નામા સથવાહ હો...આપ.l/રા એક બાળક ધનપતિને ઘરે, મૃત માતપિતાદિક તાસ હો; ખાઈ કુકરા કંડનશાળમાં, વયે નામ ઠવ્યું કોકાસ હો....આપ.llal સજી ઝાઝ જવનદ્વીપ વાણી, ધણવઈ સથ્થવાહનો પુત્ત હો; ધન વસુનામા જલધિ ચડ્યો, કોકાસ સખા સંજુત હો...આપ..જા જઈ જવનદ્વીપ તટે નાંગયાં, દિન થોડે સુંદર વાય હો; ભરી વસ્તુ તંબી તાંણીયા, ક્રય વિજય બહુલ થાય હો....આપ../પી. રથકાર કલાનિધિ તે પુરે, ભણે છાત્ર ઘણા તસ પાસ હો, કઠ કર્મવિનય કરી શીખતો, તમ પાસ જઈ કોકાસ હો...આપ..લા. Page #308 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪: ઢાળ - ૦ ૨૬૩ શીખી સર્વકલા કઠકર્મની, કલ સંચે ચલે આકાશ હો, ગુરુ મેહેર નજર મતિ ઉદ્યમે, નહિ દૂર કલાવિધિ તાસ હો....આપ.ll શેઠ સાથે ગુરુ આણા લહી, ત્રંબાવતી પાછા આય હો; કોકાસ રહ્યો ઘર લઈને, ચિંતા આજીવિકા ઉપાય હો....આપ.IIટા નૃપજાણપણું કરવા ભણી, કરે કાષ્ઠકપોત તે દોય હો, રાય શાલ સુકાવે અગાશીયે, લેઈ જાય ન જાણે કોય હો...આપ..લા. ખલા ખેત્ર તણા ધન સંહારે, કરે બુબારવ રખવાલ હો; રાય પૂછે મંત્રીને એ કિડ્યું, કહે મંત્રી સુણો ભૂપાલ હો....આપ../૧ના કોકાસ કલાયંત્રે હરે, તવ તેડી કહે કરો યંત હો; તેણે નાવ કર્યું કલ સંચનું, દોય બેસી ગગન ભમંત...આપ..૧૧ દિન કેતે રાણી વિનવે, નૃપને મુજ ઇચ્છાનાથ હો; પૂછે કોકાસને રાય તે, આજ રાણી આવશે સાથ હો...આપ../૧૨l. કહે તે ન સમાયે જહાજમાં, દોય નર વિણ ત્રીજો કોય હો; આપ છંદે હઠે કહે દંપતી વાત જૂઠી કરે શું હોય....આપ../૧૩ એમ કહી દંપતી નાવે ચઢ્યાં, તવ બોલે તિહાં કોકાસ હો; આગળ પસ્તાવો પામશો, એટલી છે કલા મુઝ પાસ હો...આપ./૧૪ હિતશિખ ન માની રાયે તે, ચાલ્યા ગગને કલસંચાર હો; કોશ સહસ ગયે અતિભારથી, કિલિકા ભંગ તૂટી તાર હો...આપ../પા. નાવ પડિયું સરોવરમાં જઈ, ત્રણ જણ નીકલિયા બાર હો; પશ્ચાતાપે કરી સંતપ્યો, તિહાં શત્રુદમન નૃપ નાર હો....આપ../૧૬ll કોકાસ ભણે તવ ભૂપને, દોય બેસો એ તરૂછાંય હો; ઉપગરણ યંત્ર સજવાં તણાં, લેઈ આવું હું એણે હાય હો...આપ../૧૭ પાસે તો સલીપુર શહેરમાં, ગયો બેસારી કોકાસ હો, સૂત્રધારની શાલે માંગતો, ઉપગરણ લઘુ ગુરુ ખાસ હો....આપ../૧૮. કહે તે રથ રાયનો સજ્જ કરૂ, તેણે હવણાં નવિ દેવાય હો, કોકાસ કહે હું સજ્જ કરું, કહી સજ્જ કરી ચક્ર ચઢાય હો...આપ./૧લા કલા દેખી સુતારે ઓળખ્યો, બંબાવતીનો કોકાસ હો; કહે બેસો સુંદર ઘર જઈ, અધિકરણ લઈ આવું ખાસ હો....આપ.l/૨વા બેસારી ગયો દરબારમેં, કાકજંઘ નરેશર પાસ હો, તસ વયણે તેડાવી આદરે, પૂછતાં જણાવે કોકાસ હો....આપ..૨૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મિલકુમાર રાસ રાયરાણી તેડાવી તે નપે, નૃપ બંધિખાને કીધ હો, રાણી અંતેઉરમાં ધરી, કહે કોકાસને ગુણ લીધ હો...આપ.રરા અમ સુતને શીખાવો તુમ કળા, વિણ રહસ્ય શીખાવે તેહ હો, ઘોડા દોય યંત્રે સજજ કરી, સુતને જણાવી ધરી નેહ હો...આપ.lal કોકાસ સૂતો નિદ્રા ભરે, નપસંદન ઉઠી દોય હો, ચઢી અધે ગગન ચાલ્યા તિસે, કોકાસ પૂછે કિહાં સોય હો.....આપ.રજા. સુત અવર કહે દોય ઉડિયા, કોકાસ કહે થયું શૂલ હો; મરશે દોય બાંધવ તુમ તણા, નવિ જાણે કલનું મૂલ હો....આપ.l/રપી. સુણી નૃપ રૂઠો દીએ કુમરને, વધ કરવાને કોકાસ હો; એક કુંવર વચનથી સાંભળી, કોકાસે રચીઓ પાસ હો....આપ..૨૬ll ચક્રમંત્ર ઉપર ચૂલા કરી, બેસાડ્યા કુંઅર વચગાલ હો; કહે શંખનાદ કરું હું યદા, તવ ઠોકયો ખીલી વિચાલ હો.... આપ..ર૭થી કહી શંખ પૂરયો સુણી કુંવર તે, ખીલી ઠોકી વચમેં જામ હો, તવ ગગને સવે શૂલા પ્રતે, ભેદાણા મરણ લહે તામ હો....આપ..૨૮, સુભટે કોકાસને મારીયો, રાયે જાણી સવિ તે વાત હો; હા હા કરતો ધરણી ઢલ્યો, કાકજંઘ મુઓ આપઘાત હો...આપ.l/રલી કારાગારે અરિદમણ તે, આપઈદે મરણ લહે તામ હો; ' કમલા કહે બેટી સાંભળો, હિત શીખ ન માની જામ હો....આપ.૩ના ખંડ ચોથે આપ મતિ તજી, સુણતાં એ સાતમી ઢાળ હો, શુભવીર કહે શ્રોતા ઘરે, નિત્ય હોજો મંગળમાળ હો..આપ.//૩૧ અરિદમન રાજાની કથા - સ્વચ્છંદ મતિવાળા (આપમતિવાળા) રાજા મહારાજા પણ જો છેતરાય, તો ગરીબ રાંકડા બિચારાની વાત શી કરવી? બેટી ! તારે કથા સાંભળવી છે તો હું કહું સાંભળ. ત્રંબાવતી નામે નગરી છે. તે નગરીનો અરિદમન નામે રાજા હતો. રાજા પોતાના ગુણોને લઈને લોકમાં સારી ખ્યાતિ પામ્યો હતો. //// આ રાજાને શીલવાન ગુણવાન સતી પ્રીતિમતી નામે રાણી હતી. રાજા પ્રજાવત્સલ હતો, સાથે પ્રિયાનો પણ અતિચાહક હતો. અર્થાતુ પોતાની રાણી પ્રત્યે અપાર પ્રેમ હતો. વળી બાળપણમાં સાથે ધૂળમાં રમેલ એવો બાલગોઠિયો ધનપતિ નામે સાર્થવાહ આ રાજાને પરમમિત્ર હતો. રા. તે ધનપતિનાં ઘરે જેનાં માતાપિતા બચપણમાં મૃત્યુ પામ્યાં હતાં તેવો સુથારનો એક નાનો છોકરો રહેતો હતો. તે ચોખા ખાંડવાની શાળામાં (ચોખાની મીલ) મોટે ભાગે રહેતો. ગરીબાઈને કારણે ત્યાં રહેલા ચોખાના કુકસા. (ખાંડતા જે છેલ્લે ઝીણી ઝીણી કણકી જેવું રહે તે) ખાતો હતો. અને આ રીતે મોટો થવા લાગ્યો. ચોખાના કુકસ ખાતો હોવાથી લોકો કોકાસ” નામથી બોલાવતા હતા. //all ધનપતિ શ્રેષ્ઠીનો પુત્ર ધનવસુ નામે હતો. સાર્થવાહ વેપારી દેશ-પરદેશ વ્યાપારાર્થે જતા હતા. એકવાર શ્રેષ્ઠીપુત્રે Page #310 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૨૬૫ વેપાર કરવા માટે પિતાની રજા મેળવી આશીર્વાદ લીધા. અને યવનદ્વીપ જવા વહાણો સજ્જ કર્યાં. પોતાના ઘરે રહેતો કોકાસ ધનવસુનો ૫૨મમિત્ર થઈ ચૂક્યો હતો. કોકાસને પણ પોતાની સાથે આવવા શ્રેષ્ઠીપુત્રે આગ્રહ કર્યો. કોકાસ જવા તૈયાર થયો. II૪ શુભદિન શુભ ચોઘડિયે પિતાની રજા લઈ ધનવસુ સમુદ્ર માર્ગે વહાણ લઈને નીકળ્યો. વાયુ અનુકૂળ હતો. થોડા દિવસમાં માલ ભરેલાં વહાણો સાથે શ્રેષ્ઠીપુત્ર યવનદ્વીપના બારામાં પહોંચ્યા. વહાણો થંભ્યાં. સૌ નીચે ઊતર્યા. યવનદ્વીપની પાદરે તંબુ નાંખી પડાવ નાંખ્યો. વહાણોમાંથી માલ સઘળો તંબુમાં લાવીને ભર્યો અને ધનવસુ વેપાર કરવા લાગ્યો. માલ લે-વેચ કરતાં ઘણા દિવસો ગયા. ॥૫॥ ધનવસુ વેપારમાં ઘણું દ્રવ્ય કમાવા લાગ્યો. કોકાસ નગરીમાં ફરવા લાગ્યો. તો તે નગરમાં કળાઓનો જાણકાર રથકાર હતો. તેની આગળ નગરના અને બહારગામના છાત્રો વિવિધ પ્રકારની કળાઓનો અભ્યાસ કરતા હતા. કોકાસ પણ સુથાર હતો. તેને પણ આ કળાઓ શીખવાનો ઉલ્લાસ થયો. મિત્રની રજા મેળવી કોકાસે સૂત્રધાર (સુતાર) કલાનિધિ ૨થકાર પાસે જઈને વિનયયુક્ત વાણીથી પોતાની ભાવના દર્શાવી. કલાકાર તેને પણ અભ્યાસ કરાવવા લાગ્યા. કાષ્ટકર્મની (લાકડાની કોતરણી વગેરે) કળા વિનયપૂર્વક શીખવા લાગ્યો. III કળાચાર્ય કલામાં કુશળ હતા. તો કોકાસ વિનયમાં પૂરેપૂરો હતો. ગુરુ પાસે વિનયથી કળા શીખતાં ગુરુનું મન જીતી લીધું. ગુરુની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થતાં કોકાસ અલ્પ દિવસમાં સર્વકળામાં કુશળ થયો. સર્વકળામાં એક કળા અજબગજબની હતી કે જેમાં લાકડાનાં હાથી, ઘોડા, વિમાન, માછલી જે કોઈ પણ વસ્તુ બનાવે (મોટી કે નાની) તેની મધ્યમાં કળ અને સંચ એવી રીતે ગોઠવવામાં આવે કે લાકડું હોવા છતાં આકાશમાં ચાલવા લાગે. એવો તે કલાવિશારદ થયો. ગુરુની કૃપા, વળી પોતાની તીક્ષ્ણ અને તીવ્ર બુદ્ધિ, અને પોતાનો પુરુષાર્થ. આ ત્રણ જ્યાં ભેગાં થાય તેને કોઈ પણ કળા શીખતાં વાર લાગતી નથી. ગુરુ માત્ર સાક્ષીપાઠ રૂપે જ હોય છે. સહજ રીતે કળાઓમાં પ્રવીણ બને છે. IIII ધનવસુ મિત્રની પાસે નિત્ય રહેતો કોકાસ ગુરુની પાસેથી સર્વ કળા શીખ્યો. જ્યારે ધનવસુ વેપારીએ માલનું ક્રયવિક્રય કરતાં અઢળક ધન ઉપાર્જન કર્યું. ધનવસુ વતનમાં જવાની તૈયારી કરવા લાગ્યો. કોકાસ ગુરુની આજ્ઞા લઈ, ધનવસુની સાથે દેશમાં પાછો ફર્યો. ત્રંબાવતી નગરીએ હેમખેમ સૌ આવી ગયા. કોકાસ પણ પરદેશમાં થોડુંઘણું ધન મેળવીને આવ્યો હતો. શ્રેષ્ઠી ધનવસુએ પાછા ધનની સહાયતા કરી હતી. તે કારણે કોકાસ ત્રંબાવતી નગરીમાં પોતાને યોગ્ય ઘર લઈને જુદો રહેવા લાગ્યો. સુતાર - મિસ્ત્રી છે. એટલે ધંધો તો કરવો પડે. આજીવિકા માટે ચિંતા કરતો કોકાસ વિચાર કરે છે. ૮II - કોકાસે વિચાર્યું લાકડાની વસ્તુ બનાવી રાજાને ચમત્કાર પણ બતાવું. તે કારણે રાજાની મહેરબાની મેળવું. અને તેણે કાષ્ઠનાં બે કબૂતર બનાવ્યાં. કળ સંચના ઉપયોગે કબૂતર ગગનમંડળમાં ઊડવા લાગ્યાં. જાણે જીવતાં જ સાચાં કબૂતર હોય તેવાં લાગતાં તે બંને કબૂતર ઊડીને જાય છે. રાજાના મહેલની અગાસીમાં ચોખા સુકવવા મૂક્યા હતા. તો આ બંને કબૂતર કોઈ ન જાણે તેમ તેની અગાશી ઉપર પહોંચી જતાં. સૂકવેલા ચોખા ચણી ચણીને તે કબૂતર લઈ જવા લાગ્યાં. ॥૯॥ પછી તો ધીમે ધીમે બીજાનાં ખળાં ખેતરમાં રહેતા ધાન્યનું પણ આ કબૂતર હરણ કરી જવા લાગ્યાં. હવે તે ખેતરો-ખળામાંથી ધાન્ય ઘણું ઓછું થવાથી તેના ૨ખેવાળો, ખેડૂતો વગેરે બૂમાબૂમ કરવા લાગ્યા. રાજાને ફરિયાદ ગઈ. રાજા મંત્રીને બોલાવીને કહેવા લાગ્યો કે કોટવાળ હોવા છતાં ધાન્યની ચોરી શી રીતે થાય છે ? જવાબ આપો મંત્રીશ્વર ! ।।૧૦। ૧૯ Page #311 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલકુમાર રાસ રાજાના કહેવાથી મંત્રીએ તપાસ કરાવી. ચોખા સૂકવ્યા હતા ત્યાં અને ખેતરોમાં પણ જોયું. તો કાઇ-કબૂતર ધાન્યને ચણી ચણીને ઊડી જતાં જોયું. બાતમી મેળવી. પછી બીજે દિવસે મંત્રી રાજાને કહેવા લાગ્યો. હે રાજન્ ! સાંભળો. આપણા નગરમાં કોકાસ સુથાર છે. તે સર્વકળા શીખીને આવ્યો છે. તેણે કાષ્ઠનાં કબૂતર બનાવ્યાં. જે કબૂતર આકાશ થકી આવીને ધાન્યને લઈ જાય છે. આમ ઘણું ધાન્ય કોકાસના ઘરમાં ચાલ્યું જાય છે. કબૂતર ધાન્યનું હરણ કરે છે તે વૃત્તાંત સાંભળી રાજા ચમત્કાર પામ્યો. પોતાને ત્યાં કોકાસને બોલાવ્યો. રાજાએ કહ્યું. ‘કોકાસ ! તારી કળા જોઈને હું ઘણો પ્રસન્ન થયો છું. તારી કળાની હું કદર કરું છું. તારી કળા-વિજ્ઞાનને જાણવાની મને પણ ઇચ્છા છે. તું આકાશમાં ઉડ્ડયન કરી શકે છે. તો તું એવું યંત્ર બનાવી લઈ આવ. જેમાં હું અને તું આકાશમાં આવ-જા કરી શકીએ.’ અને પ્રસન્ન થયેલ રાજાએ વસ્ત્રાદિ ભેટ આપ્યાં. તે લઈને કોકાસ ઘે૨ ગયો. ઘેર યંત્ર બનાવવા લાગ્યો. બે જણા બેસી શકે તેવું કાષ્ઠ-વિમાન તૈયા૨ કર્યું. તે વિમાનનો આકાર નાવ જેવો બનાવ્યો. તેમાં કળ અને સંચ પણ બરાબર ગોઠવ્યાં. મનોહર એવું કાષ્ઠ યંત્ર જે નાવ સરખું દેખાય તે રાજાને બતાવ્યું. રાજા જોઈને ઘણો પ્રસન્ન થયો. તે નાવમાં રાજા અને કળાવિશારદ કોકાસ ગોઠવાયો . વિદ્યાધરની માફક બંને આકાશમાં ઊડવા લાગ્યા. આકાશમાં ઘણી સહેલ કરી વળી પાછા બંને રાજમહેલમાં આવી ગયા. આ રીતે રોજ બંને આકાશમાં આવ-જા કરીને આનંદ માણવા લાગ્યા. ॥૧૧॥ રાજા પોતાની ઈચ્છા મુજબ કોઈ દિવસ નદીકાંઠે, કોઈ દિવસ પર્વતના શિખર ઉપર તો કોઈ દિવસ વનમાં, એવી રીતે કુતૂહલી રાજા હંમેશાં ક્રીડા કરવા લાગ્યો. કેટલાક દિવસો બાદ રાજાને ગગનમાં વિહરતો જોઈને, રાણી પ્રીતિમતી રાજાને કહે છે. “હે સ્વામિ !' અમે કોઈ અપરાધ કર્યો છે ? તમે નિતનવાં નવાં સ્થાનોમાં ફ૨વા જાવ છો. અને અમને દૂર રાખો છો ? વિનયપૂર્વક બોલાયેલાં રાણીનાં વચનો સાંભળી, રાજાને પણ થયું કે રાણીને પણ ફ૨વા સાથે લઈ જવી. વળી પ્રીતિમતી કહે છે કે સ્વામિ અમને એકવાર તો લઈ જાઓ. અમને તેમાં બેસવાની ઈચ્છા થઈ છે. ૨૦૬ આ વાત રાજાએ કોકાસને કહી. ‘કોકાસ ! રાણીને પણ મન થયું છે ઉડ્ડયન કરવાનું. તેથી આજે આપણી સાથે રાણી આવશે. બરાબરને ! તેને પણ તારી કળા દેખાડીએ.” ૧૨ કોકાસ કહે છે “રાજાજી ! આ કાષ્ઠનાવમાં બેની જગ્યામાં ત્રીજો ન સમાઇ શકે. કળાથી બનાવેલ વિમાન-નાવ માત્ર બેનો ભાર વહન કરી શકે. ત્રણનો ભાર ન મુકાય. જો એમ કરવા જઈશું તો રસ્તામાં આ કાષ્ટ ભાંગી જશે. કોકાસે વિનતિયુક્ત કહેવા છતાં સ્વચ્છંદી આપમતિના રાજાએ વાત ન માની. અને કહે છે કે તું જૂઠું બોલે છે. આવું કદી બનતું હશે. ત્રણને બેસવામાં વાંધો નથી. ગમે તેમ કરીને રાણીને સમાવી લઈશું. પણ આજે તો રાણીને સાથમાં લેવી છે. આપમતિયા એમાં વળી રાજા. કોણ સમજાવી શકે ? હઠીલાં દંપતી ન માન્યાં. ॥૧॥ કોકાસની વાતનો ઇન્કાર કરીને રાજા-રાણી કાષ્ઠનાવમાં સંકડાઈને ગોઠવાઈ ગયાં. કોકાસ કહે છે રાજન્ ! મારી વાત માનો. જો આગળ સંકટ આવે કે વિમાન તૂટી જાય તો તે પછી આગળ તેની કળા-સૂઝ મારી પાસે નથી. ।।૧૪।। આટઆટલી વાર કહેવા છતાં કોકાસની વાત રાજાએ ન સાંભળી. રાજાની આજ્ઞા થતાં કોકાસે વિમાન ચલાવ્યું. કળ સંચાર થતાં નાવ-વિમાન આકાશમાર્ગે પક્ષીની જેમ ઊડવા લાગ્યું. તે વિમાની તાકાત મુજબ એક હજા૨ કોશ સુધી પહોંચ્યું. ઘણા ભારને લઈને હવે વિમાનમાં રહેલા કીલિકા, તેની કળ, તેનો સંચ વગેરે ધીમે ધીમે ઘસાવા લાગ્યાં. ને તૂટતાં હોય તેવા અવાજો થવા લાગ્યા. ગોઠવેલા તા૨ કીલિકા-ખીલીઓ ભંગ થતાં તૂટી પડી. ।।૧૫।। Page #312 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪: ઢાળ - ૭ ૨૬૯ જેવી ખીલી તૂટી કે તરત કાષ્ઠનાવ-વિમાન નીચે પડ્યું. બરોબર સરોવરની ઉપર જ નાવ તૂટતાં, સરોવરની મધ્યમાં જઈને પડ્યું. મહામહેનતે તે ત્રણ જણાં સરોવરની બહાર નીકળ્યાં અને રાજા-રાણી ઘણો પસ્તાવો કરવા લાગ્યાં. /૧૬ll હવે કોકાસ રાજાને કહે છે. રાજન્ ! આપ આ પાળે બેસો. હું નજીકના ગામમાં જઈને સુથાર શોધી કાઢ્યું. આ જહાજને બરાબર કરવા નાનાં-મોટાં સાધનો જે જોઈએ તે લઈને આવું છું. /૧ણા - રાજારાણીને સરોવર પાળે બેસાડી કોકાસ સલીપુર નગરમાં પહોંચ્યો. પૂછતાં પૂછતાં સુથારને ઘેર પહોંચ્યો. અને વિનયપૂર્વક હાથ જોડીને કહ્યું કે આમાં જરૂર પૂરતાં સાધનો આપો. હું મારી નાવ સજાવીને તરત આવીને પાછા આપી જઈશ. I૧૮ ત્યારે તે સૂત્રધાર કહે છે કે રે પરદેશી ! હમણાં તમને હું મારાં સાધન આપી શકું તેમ નથી. કારણ કે અમારા રાજાનો રથ છે તેને સજ્જ કરવાનું કાર્ય ચાલુ છે. માટે લાચાર છું. ન આપી શકું. તો કોકાસ કહે કે મને બતાવો. હું સજ્જ કરવામાં મદદ કરીશ. કોકાસ કળામાં હોંશિયાર છે. થોડા સમયમાં ચક્ર ચઢાવીને રથ વ્યવસ્થિત તૈયાર કરી દીધો. તે જોઈને સૂત્રધાર આશ્ચર્ય પામ્યો અને આનંદ પણ પામ્યો. ૧૯ પણ મનમાં શંકા પડી. આટલો બધો કળામાં હોંશિયાર છે તો કોકાસ જ હોવો જોઈએ. પૂછપરછ કરતાં વાત પાકી થઈ કે કોકાસ છે. કળામાં હોંશિયાર હોવાથી તેની પ્રખ્યાતિ દેશ-વિદેશમાં ઘણી થઈ હતી. આ સંબાવતીનો કોકાસ છે, તેથી કહ્યું કે સુંદર અને સારાં સાધનો હું ઘરે જઈને લઈને આવું છું. કોકાસ ! તમે અહીં બેસો, If૨વી “પોતાને આંગણે આવ્યો કલાકાર પાછો જવા દેવાય ?” એ ગણતરી મૂકતાં સૂત્રધાર ઘેર ન જતાં, ઓજારો લેવા ન જતાં, સીધો જ રાજદરબારે પહોંચ્યો. રાજા કાકજંઘને કહે છે કે “હે મહારાજા ! –બાવતીનો કોકાસ અહીં આવ્યો છે. અને સારો વૃત્તાંત કહી સંભળાવ્યો. સત્રધારની વાત સાંભળીને રાજાએ પોતાના સભટોને સત્રધારને ઘેર મોકલ્યા. આદરબહમાનપુર્વક કોકાસને રાજદરબારે લઈ આવ્યા. રાજદરબારે આવેલા કોકાસને રાજાએ પડ્યું. રે પરદેશી ! તું કોકાસ છે ને ? બોલ. ત્યારે તેણે કહ્યું. હે રાજન્ ! હા ! હું કોકાસ છું. ||૧|| . . તરત કાકજંઘ બોલ્યો. તો તારો રાજા ક્યાં? મને ખબર છે કે જયાં કોકાસ ત્યાં તેનો રાજા. જયાં રાજા અરિદમન ત્યાં કોકાસ હોય જ. તું અહીં આવ્યો છે તારી સાથે રાજા હશે. બોલ. રાજા ક્યાં છે? કોકાસને ખબર નથી કે રાજા કેમ પૂછે છે? સહજ રીતે કહી દીધું કે સરોવરની પાળે રાજા-રાણી બેઠાં છે. પહેલાંની અદાવત અરિદમન રાજા સાથે હતી. તેથી તરત જ સુભટોને સરોવરપાળે મોકલી રાજા-રાણીને બાંધીને કાકજંઘની આગળ લઈ આવ્યા. રાજાને કેદખાનામાં નાખ્યાં અને રાણીને અંતઃપુરમાં મોકલી આપી અને કોકાસને કહ્યું કે ખરેખર તું ગુણવાન અને કલાનિધિ છે. N૨૨ હવે રાજા કાકજંધ કોકાસની પાસે પ્રાર્થના કરવા લાગ્યો કે હે મહાનુભાવ! તારી કળાની હું કદર કરું છું. તારી તે અપૂર્વકળા મારા રાજકુંવરને શીખવ. ત્યારે કોકાસ કહે છે રાજન્ ! રાજકુંવરને સુથારીકામ શીખવું, તે શોભાસ્પદ નથી. છતાં રાજાએ કોકાસ ઉપર ઘણો બળાત્કાર કર્યો. કોઈપણ ભોગે મારા કુંવરને તારે કળા શીખવવી જ પડશે. ફરજ પાડી. તો કોકાસ પણ રહસ્ય વગરની કળા શિખડાવવા લાગ્યો. રાજકુંવર સુથારીકામ શીખે છે અને બાજુ ઉપર કોકાસે પણ બે સુંદર મજાના ઘોડા બનાવ્યા. યંત્ર તેમાં ગોઠવ્યાં. કળ ચાવી પણ ગોઠવાઈ ગયાં. પછી કુંવરોને કહે કે આ ઘોડા તમારે માટે તૈયાર કર્યા છે. તમે કળા શીખી જાવ. પછી ઘોડા તમને ભેટ. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ધમિલકુમાર રાસ આજે રાતે કોકાસ નિરાંતે સુથારી શાળામાં સૂતો છે. ભરનિદ્રામાં છે. જે બે ઘોડા બનાવેલા તે તેની નજીકમાં છે. બંને કુમારો ઊઠીને પેલા બે ઘોડા તૈયાર હતા તેની ઉપર ચડ્યા. કોકાસને ખબર ન પડે, તે રીતે ઘોડા ઉપર ચઢીને આકાશમાં ઊડવા લાગ્યા. તે અશ્વો પણ તે બંનેને લઈને ગગનમાર્ગે દોડવા લાગ્યા. ઉંઘ પૂરી થતાં કોકાસ જાગ્યો. બાજુમાં ઘોડા ન જોતાં બીજા રાજકુંવરોને પૂછ્યું. “અશ્વો ક્યાં ગયા? ર૪ કુંવરો કહે કે તે બે અમારા ભાઈઓ તો અશ્વ ઉપર બેસીને ગગને ઊડી ગયા. ત્યારે કોકાસ બોલ્યો. રે ! આ તો ભૂંડું થયું ! કાકજંઘના રાજકુમારો મરણને શરણ. કુંવરો કહે. શું. થયું? કોકાસ કહે..ઘણું માઠું થયું. તમારા એ બંને ભાઈઓ હવે જીવતાં પાછા ફરશે નહીં. કેમ કે ઘોડાના યંત્રની જે કળ, તેનું મૂળ તેઓ જાણતા નથી. કળ કેવી રીતે ફેરવવાની ! તે કશું જ જ્ઞાન નથી. તો કેવી રીતે પાછા આવે ? રપા. હવે કુમારો અંદરોઅંદર વાતો કરે છે. આ વાત પિતાજી જાણશે તો શું થશે? ઘણાં કોપાયમાન થશે અને કોકાસને શૂળીએ ચઢાવશે અને આ વાત કુંવર થકી કોકાસે સાંભળી. કોકાસ વિચાર કરવા લાગ્યો મને મારી નાંખશે. રે..તો તે પહેલાં બીજી યુક્તિ રચું. રદી ચયંત્ર બનાવ્યું. તેની ઉપર તીક્ષ્ણ એવી ભૂલ તૈયાર કરી અને તેમાં ઉપર બેસી શકાય તેવા ઝૂલા ગોઠવ્યા અને બધા કુમારોને તેની ઉપર બેસાડી દીધા. અને કહ્યું કે હું શંખનાદ કરું ત્યારે આ ચક્રની મધ્યમાં રહેલી ખીલીને ઠોકજો. તેથી આ ચક્ર તમને ગગનમંડળમાં લઈ જશે અને ફરવા જવાનો આનંદ માણી શકશો. /૨૭ કોકાસનું વચન સાંભળી, શંખધ્વનિની રાહ જોતાં બધા જ કુમારો ચક્રયંત્રમાં ગોઠવાઈ ગયા. આ બાજુ રાજાને ખબર પડી કે મારા બે કુમારો અશ્વતંત્ર ઉપર બેસીને આકાશમાં ઊડી ગયા છે. અને તે પાછા આવનાર નથી. તેથી ક્રોધિત થયેલા કાકજંઘ રાજાએ કોકાસને શળીએ ચઢાવવાનો હુકમ કર્યો. તરત જ રાજપુરષોએ આવીને કોકાસને પકડ્યો અને વધસ્થાને લઈ જવા માટે રાજાનો હુકમ સંભળાવ્યો. રાજપુરષો જયાં લઈ જાય છે ત્યાં જ કોકાસે શંખનાદ કર્યો. શંખધ્વનિ સાંભળતાં જ કુમારોએ ચક્રમધ્યમાં ખીલી ઠોકી. તરત ચયંત્ર આકાશમાં ઊડ્યું અને સંકોચાવા લાગ્યું. તેમાં રહેલી શલથી સર્વ ભેદાયા અને ત્યાં જ મરાયા. ૨૮ આ તરફ રાજપુરુષોએ વધસ્થાને શૂળી આરોપીને કોકાસને મારી નાંખ્યો. રાજકુમારો સર્વ હણાયા તે પણ રાજાની પાસે વાત આવી. સઘળાયે પુત્રોની મરણની વાત સાંભળી રાજા રુદન કરવા લાગ્યો. હા ! હા ! કરતો ધરણી પર ઢળી ગયો. મૂર્છા વળતાં બેબાકળો બનેલો રાજા શોકે કરીને આપઘાત કરીને મર્યો. ૨ા આ બાજુ સ્વચ્છંદી આપતિલો અરિદમન રાજા પણ કારાગૃહની અંદર જ મૃત્યુ પામ્યો. આ કથા કહીને કમળા વિમળાને કહે છે બેટી ! કોકાસના ના કહેવા છતાં પોતાની રાણીને સાથે લીધી. તો દુઃખી મહાદુઃખી થઈ ગયા. અંતે મરણને શરણ થવું પડ્યું. હિતશિક્ષા ન માની તો બધું જ ગુમાવ્યું ને ! માટે તને સમજવાનું કહું છું. તું હવે નાની નથી. મારી વાત સમજ. ૩૦ગા. ચોથા ખંડને વિષે સ્વચ્છંદપણું-આપમતિલાપણું ઠંડીને - ત્યાગ કરીને, જેણે આ વાત સાંભળી છે, જે સાતમી ઢાળ સાંભળે છે, આચરણમાં મૂકે છે, શ્રી શુભવીરવિજયજી કહે છે તેના ઘરે હંમેશાં મંગળમાળની પ્રાપ્તિ થાય છે. ખંડ - ૪ : ઢાળ - ૭ સમાપ્ત Page #314 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૮ ૨૯ -: દોહા :એમ કમલા વયણાં સુણી, હરખી વિમલા નાર; ધમ્મિલને વરવા ભણી, આપે થઈ હોંશિયાર ॥૧॥ મ્મિલને કમળા કહે, સફળ થઈ તુજ આશ, વિમળા વરશે પ્રેમથી, નિર્વહયો ઘરવાસ. ॥૨॥ સુણી ધમ્મિલ હરખ્યો ઘણું, ચિંતવતો ધરી નેહ, ગુરૂદર્શિત વ્રતમંત્રનો, મહિમા અતુલ અચ્છેહ IIII સામગ્રી સવિ મેળવવી, તેહિ જ રયણી માંહી. ગાંધર્વે કરી પરણીયાં, બેહુ જણ ધરી ઉચ્છાંહી ॥૪॥ ૨૫ણી વીતી સુખભરે. રવિઉદયે પરભાત, કમલા વિમલા કુંવરશું, જિનઘર વંદન જાત ॥૫॥ પ્રભુ સાખે કમલા ગ્રહી, વિમળા દક્ષિણ હાથ, દેઈ કુંવર દાહિણ કરે; કરી ધરી મેં તુમ સાથ. IIFI જીવંતાં મુઝ, પુત્રીને, નવિ દેશો ક્ષણ છેહ, જો પણ ૫૨ણો નવનવી, તો પણ ધરજો નેહ. llll અચ્છકારી એહ છે, શિવ શિર કુટિલા ગંગ, પણ નિર્દેહેવું નાથને, રાખે મોહોટા રંગ. ॥૮॥ સસરો ખારો જનિધિ, બાંધવ ચંદ્ર કલંક, ચપલા કમલા કેશવે, લચ્છી કરી ધરી અંક. ॥લા પ્રભુ નજરે પ્રેયસી તણો, ગ્રહી કર કુંવર સનેહ; સાસુવયણાં શિર ધરી, આવંતા નિજ ગેહ ||૧૦|| કમળા વિમળાને સજી, સોલ ભલા શણગાર; માત-સુતા રથ બેસીને, પોહોતા વન મોઝાર ॥૧૧॥ આપમતિલાનાં ફળ માઠાં હોય છે તે ઉપર અરિદમન રાજાની કથા કહીને કમળા કહે છે કે બેટા ! હવે સમજ. વિમળા પણ પોતાના વિચારો હતા તે છોડીને, આનંદ અને ઉત્સાહ પૂર્વક ધમ્મિલને વરવા માટે તૈયાર થઈ. ।।૧।। વિમળાની વાત સાંભળીને કમળા ઉતાવળી ઉતાવળી ધમ્મિલ જે ઓરડામાં રહ્યો હતો, ત્યાં પહોંચી કહે છે “વત્સ ! તારી આશા તને ફળી છે. ધીરજનાં ફળ મીઠાં, મારી દીકરી વિમળા પ્રેમપૂર્વક હવે તને વ૨શે. સુખપૂર્વક તમારા સંસારને વહન કરજો.” ॥૨॥ યુવરાજ મિત્રના મહેમાન થઈ ચૂકેલો ધમ્મિલકુમાર આ સમાચાર સાંભળી ઘણો આનંદ પામ્યો. ચંપાનગરીના મહેમાનગૃહે રહેલ ધમ્મિલ કુમાર વિચારવા લાગ્યો કે ગુરુએ બતાવેલ તપ-જપ મંત્રનો મહિમા ખરેખર અપરંપાર છે અને અલૌકિક છે. IIII તે દિવસની સાંજે કમળાએ લગ્ન જોગ સર્વ Page #315 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ સામગ્રી એકઠી કરી. કમળાએ ઘણા ઉત્સાહથી તે જ રાત્રિએ વિમળા અને ધમ્મિલનાં ગાંધર્વવિદ્ધિથી લગ્ન કરાવ્યાં. ॥૪॥ આ વિધિવિધાન આપ-લેમાં તૈયાર થવામાં તો રાત્રિ સુખભર વીતી ગઈ. રાત ક્યાં પૂરી થઈ. તે ખબર ન પડી. સવાર સલૂણી ઊગી. તૈયાર થઈને ત્રણેય જણાં ૫૨માત્માનાં મંદિરે દર્શનાર્થે વંદનાર્થે ચાલ્યાં. IIII ૨૦ જિનાલયે પહોંચી દર્શન કર્યાં. તે જ ક્ષણે કમળાએ વિમળાનો જમણો હાથ લઈ ધમ્મિલના જમણા હાથમાં પ્રેમપૂર્વક સોંપ્યો. અને કહ્યું કે “પરદેશી પરૂણા ! હું મારી દીકરીને, પરમાત્માની સાક્ષીએ તમને સોંપુ છું.” ॥૬॥ મારી દીકરીને જીવંતપર્યંત સુધી ક્ષણભર પણ છેહ દેશો નહીં. વળી નવી નવી કન્યાઓને પરણો, તો પણ મારી દીકરી ઉપર અપાર સ્નેહ રાખશો. કદીએ ન ભૂલતા. IIII કહેવાય છે કે કુટિલ એવી ગંગા શિવના મસ્તકે ભરાણી છે પણ શંકરે તેને રાખવાની પ્રતિજ્ઞા કરી હોવાથી મોટા મનથી રંગથી, તે (શિવ) તેને રાખે છે જ ને ! I॥૮॥ વળી કેશવ-કૃષ્ણનો સસરો સમુદ્ર જે સ્વભાવથી ખારો છે અને લક્ષ્મીનો બંધવ ચંદ્ર છે તે કલંકિત છે. સમુદ્રનો પુત્ર ચંદ્ર અને સમુદ્રની પુત્રી લક્ષ્મી કહેવાય છે. કમલા-લક્ષ્મી ચંચળ કહેવાય છે. ચપળા-ચંચળ એવી કમળા(લક્ષ્મી)ને કેશવે (કૃષ્ણ) પોતાના ખોળામાં ધારણ કરી રાખી છે. તો તું પણ મારી દીકરીના અવગુણ ન જોતાં તેના સ્નેહને ધારણ કરજે. III આ રીતે કમળાએ વિમળાને પ્રભુની સાક્ષીએ સોંપી ત્યાં ધમ્મિલે પોતાની પત્ની વિમળાનો હાથ સ્નેહપૂર્વક પોતાના હાથમાં ગ્રહણ કર્યો અને ઉપકારી કમળાસાસુના આશીર્વાદ લઈ ત્રણેય પોતાના આવાસે આવ્યાં. ॥૧॥ ઘેર આવ્યા પછી મા કમળાએ વિમળાને સોળે શણગારે સજાવી વસ્ત્રાભૂષણથી સજ્જ કરી, ધમ્મિલે રથ તૈયાર કર્યો. ધમ્મિલ તે બંનેને રથમાં બેસાડીને વન તરફ ચાલ્યો; જ્યાં વનક્રીડા માટે સૌ મિત્રો ભેગા થવાના હતા, ત્યાં ત્રણેય પહોંચ્યા. ||૧૧|| ઢાળ આઠમી (સુતારીના બેટા તુને વિનવું રે લો, મારે ગરબે માંડવડી લાવજો–એ દેશી) રથ બેસીને રાણીયો નીકળી રે લો, જુવરાજનો ધરી શણગાર જો, મેવા મીઠાઈ ફળ શિર થાલશું રે લો, દાસ દાસી તણે પરિવારો..૨થ..॥૧॥ ૨સક્રીડા ૨સે રસીયા ઘણા રે લો, તેણે વસિયા વિખમ સંસારજો, જે કસિયા કસોટી જ્ઞાની ગિરા રે લો. તે વસિયા મુક્તિ દરબાર જો. .રથ..॥૨॥ મિત્ર વર્ગ તણા ૨મણી ઘણી રે લો, વનકેલીએ ભેલી થાય જો, જાણું ખેચરી વ્યંતરી ઉતરી રે લો, ૨મે ભૂચરી રૂપ બનાયો..રથ..॥૩॥ પછે ધમ્મિલ ગોષ્ટિક સાથશું રે લો, આવ્યા બાગે તિહાં યુવરાજ જો; ઠામ ઠામ તરૂતલ સંઠવી રે લો, હય હાથી સુભટ ૨થ સાજ જો..થ..॥૪॥ રચ્યા મંડપ શીતલ છાંયમાં રે લો, જલ છાંટી ભૂતલ શુચિ કીધ જો, પંચવર્ણી બિછાણાં પાથર્યાં રે લો, ચંદરૂઆ ગગનતલ દીધ જો. .૨થ..।।પદ્મ રસરંગ ભરે સહુ ઉતર્યાં રે લો, આવી બેઠાં તે મંડપ હેઠ જો, . ગીત ગાન તાન ૨સ રીઝમાં રે લો, કરે મ્મિલ શું સહુ ગોઠજો. .૨૫,.IILII Page #316 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૮ ૨૦૧ એણે અવસર ભોજનમંડપે રે લો, બની રસવતી બાલે સુઆર જો, તવ બેઠા આસન ધરી મંડપે રે લો, નિજગેહ વિભવ અનુસાર જો..રથ..llણા. ચૂઆચંદન ધૂપ ઘટા ચલે રે લો, જુવરાજ ધમ્મિલ રોય પાસો, મણિરત્નકનક ભાજન દીયે રે લો, જળ કળશ કુસુમ ધરી વાસજો..રથ..l૮માં રાણી સાથે વિમલસેના મલી રે લો, દોય પીરસતાં ધરી પ્રેમ જો, પ્રિય મિત્ર તણી પંખા કરે રે લો, કમલસેના હુકમ ભર સીમ જો..રથ...લા કરી ભોજન તંબોલ બિડીયાં રે લો, ખાયે બેઠા તે મંડપે જાય જો. પોતપોતાના પિયુને આસને લો, બેસી નારીઓ જમણ જમાય જો..રથ...૧૦ના બેઠી વિમલા ધમ્મિલને આસને રે લો, જુવરાજ પ્રિયા પણ તેમ જો, મનગમતે જમતે રમતે થકે રે લો, સહુ ધરતી પરસ્પર પ્રેમ જો..રથ..૧૧ મુખ તંબોલ મંડપ જાવતી રે લો, ઘડી ચાર કરી વિશરામ જો, સવિ દંપતી દિલભર દીપતાં રે લો, જલક્રીડા કરે સર ઠામ જો..રથ../૧૨ા. તિહાં ધમિલ વિમલા ખેલતાં રે લો, જેમ રેવા કરેણું નાથ જો, જોઈ દંપતી સહુ શંસા કરે રે લો. કલાવંત વિચક્ષણ સાથ જો..રથ.../૧all કરી ધર્મ ધમ્મિલ નર ઉપનો રે લો, જેણે પામીએ વિમલા નાર જો, શ્રમ સફળ થયો ધાતા તણો રે, કરી જોડ જુગતિ કિરતાર જો..રથ..ll૧૪ો. હરગૌરી શચીમઘવા જિસી રે લો, નિશિ ચંદ્ર રતિપતિ કામ જો, હરિ કમળા હલી મલી રેવતી રે લો, જેસી જોડ સીતા ને રામ જોરથ../૧૫ સરોવરથી નીકળ્યાં તે સવિ રે લો, માંડવામેં હિંડોળા ખાટ જો, જઈ બેઠાં જુગલ જુવતી સહી રે લો, જુએ રસભર વેશ્યા નાટ જો..રથ../૧૬ll એક નજર ધમિલ વિમલા ભણી રે લો, બીજી નજરે તે નાટક શાલ જો. પણ જોતાં તૃપ્તિ નવિ કો લહે રે લો, મુનિ દોય ગુણે બહુકાલ જો..રથ../૧ળા કરી શંકા ને કંખા વેગળી રે લો, હોય સમકિતિ ઉજવલ વાસ જો, તેમ ગોષ્ટિલ દિલ શંકા ટળી રે લો, દેખી ધમ્મિલ વિમલા પાસ જોરથ.../૧૮ હવે નાટક પૂર્ણતા થયે રે લો, કરે વિમલા તે લાખ પસાય જો. જગદાતાના હોય વધામણાં રે લો, પાત્ર લોક ધમ્મિલ ગુણ ગાય જો..રથ../૧લા સજી અસવારી સવિ નગરી ભણી રે લો. ચઢ્યા હસ્તિ ધમિલ નૃપનંદ જો, રવિ રાતો થયો ગયો વારૂણી રે લો, ઘર આવ્યા સહુ આણંદ જોરથ.../૨૦ની ખંડ ચોથે ચતુર મેળા તણી રે લો, કહી આઠમી ઢાળ રસાલ જો, શુભવીર કુંવર વિમળા મલી રે લો, રમે સુંદર ભોગ વિશાલ જો..રથ..૨૧ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ધમિલકુમાર રાસ આ બાજુ જલક્રીડા મહોત્સવ માટે રાજમહેલમાંથી યુવરાજની રાણીઓ સૌ રથમાં આવીને બેઠી અને જલક્રીડા - વનક્રીડા કરવા માટે નીકળી. યુવરાજ પણ શણગાર સજીને તૈયાર થઈને નીકળ્યો. મેવા મીઠાઈ, ફળફળાદી વગેરેના થાળાઓ ભરીને દાસદાસીઓને માથે લેવરાવીને બધાંયે વનમાં જઈ રહ્યાં હતાં. ૧] આ વિષમ સંસારમાં ઘણા લોકો રસક્રીડામાં રસિયા બનીને મસ્ત રીતે વસતા હોય છે. જે લોકો જ્ઞાનીની વાણીની કસોટીએ કસાયા છે અર્થાત્ જ્ઞાનીનાં વચનો જેને હૈયે વસ્યાં છે. તે સંસારમાં અલિપ્ત રહી, જીવન જીવીને અંતે મોક્ષદરબારે જઈને વસિયા છે. મારા યુવરાજ પોતાની સ્ત્રીઓ સાથે, મિત્રવર્ગ પણ પોતાની સ્ત્રીઓ સાથે એમ વનમાં સૌ એકઠાં થયાં છે. વનમાં બનાવેલા કેલીગૃહમાં લગભગ બધી સ્ત્રીઓ ભેગી થઈ છે. તે જાણે કે ખેચરી. (વિદ્યાધરી) અને વ્યંતરી આ જગતમાં ઊતરી ન આવી હોય, તેવી લાગી રહી છે. જે પોતાના સુભટોને યોગ્ય સૂચના આપીને યુવરાજ રમવાના ક્રીડાધર સમાન બાગમાં મિત્રો સાથે ગયો. ધમિલ પણ સરખેસરખા વયવાળા મિત્રોની સાથે યુવરાજ જયાં ગયો ત્યાં પહોંચી ગયો. પોતપોતાનાં સાધનો જે ઘોડા હાથી રથ વગેરે લઈ આવ્યા હતા તે સૌએ જુદાં જુદાં વૃક્ષો નીચે સ્થાપન કર્યા. I/૪ અગાઉથી રાજાના સુભટોએ ઘટાદાર વૃક્ષોની છાયામાં પુષ્પલતાના જુદા જુદા મંડપો બનાવ્યા હતા. વળી સુગંધિત જલથી ભૂમિ પવિત્ર કરી હતી. ભૂમિ ઉપર જલછંટકાવ કર્યો હતો. વાતાવરણ મઘમઘતું બનાવ્યું છે. ત્યાં સૌને બેસવા ગાલીચા પાથર્યા હતા અને ઊંચા ચંદરવા પણ બાંધ્યા હતા. પા રંગભર રમવા સૌ ત્યાં આવી ઊતર્યા. મંડપ નીચે આવીને સૌ બેઠાં. સૌ ગીત-ગાન, જુદાં જુદાં નૃત્ય વગેરે કરતાં હતાં. વળી સ્ત્રીઓએ ગરબા લીધા. અંત્યાક્ષરી, પ્રહેલિકા આદિ જુદી જુદી રમતો રમવા લાગ્યાં અને ધમ્મિલની સાથે મિત્રતાનો વધારો થાય તે રીતે હસતાં સૌ આનંદ મેળવતાં હતાં. llણી રમવામાં સમય ક્યાં ચાલ્યો જતો હતો, તે કંઈ જ ખબર પડતી નથી. ત્યાં તો બપોરે જમવાનો સમય થતાં ભોજન કરવા માટે આમંત્રણ અપાયું. ભાતભાતની સુંદર વાનગીઓ તૈયાર થઈ ગઈ છે. ગરમ વસ્તુ પીરસવાની હોય તે તૈયાર થાય છે. આવી અનેક પ્રકારની ગરમ-ઠંડી વગેરે વાનગીઓ બનાવવામાં આવી છે. મંડપમાં આસનો મંડાયાં. પોતપોતાના મોભા પ્રમાણે જમવા માટે મિત્રમંડળના સર્વ સભ્યો ગોઠવાઈ ગયા. I૭ી ચૂઆ ચંદન - અગરૂની ધૂપઘટા ચાલી રહી છે. ભોજનખંડ સુગંધિત ધૂપથી મહેકી રહ્યો છે. યુવરાજ અને ધર્મોિલનાં આસન પાસે પાસે છે. બંને તદ્દન નજીક બેઠા છે. મણિ માણેક રત્નોથી જડેલા સુવર્ણના થાળ સર્વની પાસે મૂક્યા છે. વળી સુગંધિક જળ ભરેલા કળશો પણ ત્યાં આગળ મૂકવામાં આવ્યા. 12 યુવરાજની સૌથી વધારે મિત્રતા બંધાઈ હતી ધમિલની સાથે. તે વિમળા અને કમળાને ખબર હતી. તેથી પીરસવાની પણ પોતાની જવાબદારી જાણી કમળસેના તેમજ વિમળા બંને સાથે મળીને ઉત્તમ અને શ્રેષ્ઠ રસવતી સર્વને પ્રેમપૂર્વક પીરસી રહ્યાં છે. જયારે બીજા મિત્રોની પ્રિયાઓ (પત્નીઓ) પંખા લઈને, ભોજન કરનારા સૌને પવન નાંખતી હતી. આ સઘળી વ્યવસ્થા કરનાર કમળસેના મોખરે હતી. તેના હુકમ પ્રમાણે સર્વ કોઈ કાર્ય પાર પાડતા હતા. ત્યાં ભોજન પત્યા બાદ કમળસેનાએ સૌને પાનબીડાં આપ્યાં. પાનબીડાં મુખમાં મૂકતાં સર્વ ત્યાંથી ઊઠીને લતામંડપમાં જઈ બેઠાં. મિત્રો ઘડીક આરામ કરતા હતા. જ્યારે સર્વની પ્રિયાઓ પાછળથી પોતાના પતિના આસન ઉપર ગોઠવાઈ ગઈ. હવે તેમનું જમણ ચાલુ થયું. (૧૦ Page #318 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૮ ૨૦૩ રાણી યુવરાજના આસને બેઠી. ધમ્મિલની પત્ની વિમળા ધમિલના આસન ઉપર ગોઠવાઈ ગઈ. એ રીતે સર્વ સ્ત્રીઓ ગોઠવાઈ ગયા બાદ કમળા સહુને રસવતી પીરસવા લાગી. મુખ્ય દાસીઓ પીરસવામાં સહાય કરતી હતી. આ રીતે સઘળી નારીઓ મનગમતી મનમાની રસવતી જમતી હતી અને પરસ્પર પ્રેમને ધારણ કરતી, એકબીજાની હાંસીમજાક કરતાં હતાં અને આમ હસતાં હસતાં રમત કરતાં સૌએ ભોજન કાર્ય પૂર્ણ કર્યું. ૧૧ી ભોજન કર્યા બાદ પાનનાં બીડાં લઈને ખાતાં ખાતાં સર્વ સ્ત્રીઓ લતામંડપમાં આવી. ચાર ઘડી આરામ કર્યા બાદ સર્વ દંપતી જલક્રીડા કરવા માટે સરોવરે આવ્યાં. ૧રો સરોવરમાં ધમ્મિલ અને વિમળા પણ જલક્રીડા કરતાં હતાં. જાણે રેવા એટલે જમુના નદીમાં હાથીહાથણી પાણી સૂંઢમાં ભરીને જલક્રીડા કરે તેમ કરી રહ્યાં હતાં. તેમની જલક્રીડા વિલક્ષણ લાગતી હતી. સર્વ યુગલો તેમની પ્રશંસા કરતાં હતાં. મનમાં શંકા ધરતા તે તો વિચારમાં જ પડ્યાં. યુવરાજ પણ આ યુગલની જલક્રીડાથી ઘડીક વિચાર કરતો થઈ ગયો. ||૧૩ી સર્વ મિત્રયુગલો ધમ્મિલ વિમળાને જોઈને કહે છે કે ધમ્મિલે પૂર્વભવમાં સુંદર ધર્મ આરાધ્યો હશે. જેથી ઘણું પુણ્ય કરીને અહીં આવ્યો છે. તેના પુણ્ય થકી વિમળા જેવી ચતુર સુજાણ સ્ત્રી સાથે તેનો યોગ. સંબંધ થયો. વળી તેની ધાવમાતાનો પણ પરિશ્રમ સાથે સાથે સફળ થયો. જે જુગલ જોડીનું નિર્માણ પણ વિધાતાએ કેવું કર્યું? I૧૪ - અહા ! મહાદેવ અને ગૌરી, ઇન્દ્ર અને ઇન્દ્રાણી, ચંદ્ર અને રોહિણી, કામદેવ અને રતિપ્રીતિ, કૃષ્ણ અને કમલા-(લક્ષ્મી), બળદેવ અને રેવતી, રામ અને સીતા. તેમ ધમિલ અને વિમલાની જુગતી જોડી પ્રશંસનીય છે. ફુરસદે વિધાતાએ આ બંનેને ઘડ્યાં હશે. //પી સર્વ કોઈ ધમ્મિલ અને વિમળાની પ્રશંસા - કરતાં ધરાતાં નથી. સર્વ જલક્રીડા કરી સરોવરમાંથી બહાર નીકળ્યાં. વળી પાછાં સુંદરવસ્ત્રો ધારણ કરીને માંડવા હેઠે આવ્યાં. જયાં સુંદર હિંડોળા બંધાઈ ચૂક્યા હતા. પોતપોતાની પ્રિયા સાથે પતિ હિંડોળે બેસી ઝૂલી રહ્યા હતા. મધ્યમાં વેશ્યાનો નાટારંભ ચાલુ હતો. તે પણ સૌ જોઈ રહ્યાં હતાં. ૧૬ll - સૌ યુગલોની એક નજર ધમિલ-વિમળાના હિંડોળા તરફ મંડાઈ હતી. જ્યારે બીજી નજર મધ્યમાં ચાલતા નાટારંભમાં હતી. જેમ કે મુનિવર (૬-૭ ગુણસ્થાનક હિંડોળા જેવું છે.) બંને ગુણસ્થાનકમાં રક્ત હોય છે. તે રીતે. ll૧૭થી શંકા-આકાંક્ષા દૂર થતાં શુદ્ધ અને પવિત્ર સમકિતની પ્રાપ્તિ થાય છે. તેમ ધમિલ-વિમળા એક મનવાળા જોઈને, સાથે આનંદ-વિનોદ કરતાં જોઈને યુવરાજ વગેરે મિત્રોની શંકા દૂર થઈ. ૧૮ અભુત નાટક - ગીત - ગાન વગેરે પૂર્ણ થતાં, વિમળાએ મુખ્ય નાટક પાત્રને ૧ લાખ ધન ઇનામમાં આપ્યું. સૂર્ય પણ આ સુંદર જલક્રીડા જોઈને અસ્તાચલે ચાલવા લાગ્યો. મળેલું મોટું ઈનામ જોઈને પાત્ર નાટકની મંડળી, ધમ્મિલ વિમળાના ગુણ ગાતાં ગાતાં પોતાને સ્થાને ગઈ. l/૧૯ો સૂર્યદેવ અસ્તાચલ જઈ રહ્યા હતા. વનક્રીડા કરવા ગયેલી મિત્રોની સવારી પણ નગર ભણી ચાલી. કોઈ ઘોડા ઉપર તો કોઈ રથમાં, એમ પોતપોતાનાં વાહનો લઈને ગામ તરફ આવ્યાં. યુવરાજ અને ધમ્મિલ હાથીની અંબાડીએ બેસીને નગર તરફ ચાલ્યા. ધમ્મિલ રથ લઈને આવ્યો હતો તેમાં કમળા-વિમળા પણ પોતાના સ્થાને ચાલ્યાં. પોતપોતાના ઘેર આનંદથી પહોંચ્યાં. // ૨૦ગા. ચતુરના મેળાપને જણાવનારી ચોથા ખંડની રસાળ એવી આઠમી ઢાળ શ્રી શુભવીરવિજયજીએ કહી. ધમિલ કુંવરનો હવે વિમળાનો મેળાપ થતાં તે બંને સુંદર અને વિશાળ ભોગોને ભોગવતાં આનંદથી ધાવમાતા સાથે રહ્યાં છે. ૨૧ ખંડ – ૪: ઢાળ - ૮ સમાપ્ત Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઘમિલકુમાર રાસ - દોહા :સુખ ભોગવતાં સ્વર્ગનાં, વિમલા ધમ્મિલ સંગ, રતિ સુખ નૃપને લહી ઘણાં, વિકસ્યાં અંગ ઉપાંગ./૧ પ્રેમ ભરે પ્રીતમ પ્રિયા, રમણી ક્ષણભર જાય; દેવદુગંદુકની પરે, સુખમાં કાળ ગમાય. રા. એક દિન રતિસુખ સંધિએ, રિસાણી પિયુ સાથ, ન દીએ બોલ મનાવતાં, તરછોડે વળી હાથ. Ilal તવ હસતાં ધમિલ કહે, ન ઘટે તુઝને એહ, કંકટુક વયણાં કહે, જાણે પ્રમદા નેહ. Ilઝા રમણની સાથે ૨ષણું, ન કરે નિપુણા નાર; નમણી ખમણી બહુણી, સુખ દેવે ભરતાર. //પા વસંતતિલકા એક જગ, નારી ગુણભંડાર, કદીય ન દીઠી રૂષણે, મુઝ રૂઠે ધરે પ્યાર Ill વયણ અપૂરવ સાંભળી, લાગું વળતાં બાણ, સર્વ સહે પણ નારીયો, ન સહે શોક્ય વખાણ શો અધર ડસંતી ક્રોધભર, કેશથી કુસુમ ઉછાળ નાખે દૂર મેખલા, મુદ્રા નેઉર હાર. ૮ * રક્ત અશોક કમલદલે, તુલ્ય ચરણ સુકુમાલ, પાયલે ધર્મિલ હણી, વચન વદે ઈર્ષ્યાલ. લા વસંતતિલકા દિલ વસી, જાઓ વસો તસગેહ, કહે વિમલા તે વલ્લભા, સાચો જાસ સનેહ /૧ી. નારી વચન ઇષ્ય તણાં, સાંભળી હસત વદન, કંવર ઘરથી નીકળ્યો, રવિ ઉદયે પ્રચ્છન્ન ૧૧૫ વિમળા ધમ્મિલના સંગે અપૂર્વ સ્વર્ગીય સુખો ભોગવે છે. વિમળાના દિલમાં સંપૂર્ણ આનંદ છવાયો હતો. બંને આ રીતે એકમેક બનીને સુખ માણી રહ્યાં હતાં. રતિસુખે સુખી વિમળાનું શરીર ઘણું ઉલ્લસિત હતું. તેનાં સર્વ અંગોપાંગ વિકસવા લાગ્યાં હતાં. ૧|ધમિલે ન ધારેલો એવો અપૂર્વ પ્રેમ વિમળા પાથરતી હતી. સ્નેહસભર પ્રીતમ-પ્રિયાની રાત્રિ અને દિવસ પણ ક્ષણમાત્રમાં ચાલ્યા જાય છે. આ રીતે દોગંદક દેવની જેમ સુખમાં ઘણો કાળ ગયો. //રા પ્રેમકલહ :- ધમિલ વિચારે છે કે દેવવાણી થઈ હતી તે પુણ્યપ્રભાવ આજે મને પ્રત્યક્ષ દેખાય છે. ગુરુએ દર્શાવેલ તપ અને તે તપનો પ્રભાવ કેવો અચિંત્ય છે? જેથી સર્વત્ર મને વિજય મળે છે. મનસ્વી વિમળાનું દઢ મન પણ ભેદવાનું સામર્થ્ય મને આ તપથી પ્રાપ્ત થયું છે. ઉપકારી ગુરુ દેવને Page #320 -------------------------------------------------------------------------- ________________ UFO O BG M:9925020106 Page #321 --------------------------------------------------------------------------  Page #322 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૯ ૨૦૫ યાદ કરતાં આનંદમાં દિવસો જાય છે. એકદા રતિસુખ ભોગવતાં બંને વચ્ચે પ્રેમ-કલહ થયો. મીઠી મધુરી, વાતો કરતાં કરતાં પ્રિયા પિયુથી રિસાઈ. ધમિલે ઘણી મનાવી. મીઠાં વચનોથી પણ ઘણી સમજાવી. છતાં મૌન રહેલી વિમળા બોલતી નથી. ધમિલે વિમળાને બાહુપાશમાં જકડવા ખેંચી, તો વિમળા તેનો હાથ તરછોડવા લાગી. ||all તરછોડેલો હાથ પાછો લેતાં ધમ્મિલ હસતાં હસતાં કહે છે “પ્રિયા ! ઉત્તમ સ્ત્રીઓ પોતાના પતિ સાથે ક્યારેય રૂસણાં ન લે. હે પ્રિયે ! તું આ રીતે રીસાય, તે તને શોભતું નથી. કદાચ ઘડી બે ઘડી રુસણાં હોય. લાંબો વખત રીસાઈ ન જવાય. જે સ્ત્રીને સ્વામી પ્રત્યે સાચો સ્નેહ હોય તો તે કંતનાં કડવાં વચનોને પણ સ્નેહથી અમૃત માનીને પી જાય છે. //૪ll પ્રિયે ! પતિ-પત્નીના રમણતામાં, સુખ ભોગવવામાં ચતુર સ્ત્રી પતિ સાથે ક્યારેય રસ ન કરે. નિપુણ સ્ત્રી નમ્ર બનીને સર્વને સહન કરતી હોય છે. ગુણવાન સ્વામીના સુખને અનુસરતી સુખ આપે, સુખ પામે. પતિના સુખે જ પોતાનું સુખ માનતી હોય. //પી હા ! ખરેખર ! વસંતતિલકા નારી, આ જગતમાં ગુણનો ભંડાર હતી. ભાગ્યે જ એના જેવી સ્ત્રી મળે. (ધમ્મિલ પોતાના નગરમાં જે વેશ્યાને ત્યાં રહ્યો હતો. તે વેશ્યા વસંતતિલકાની આ વાત છે.) પ્રેમકલહમાં ક્યારેય મેં તેને રીસાતી જોઈ નથી. કદીક હું રીસાયો હોઉં તો...તો...તે મારા ઉપર અધિક પ્યાર ધારણ કરી મને મનાવી લેતી. એ તેનામાં મોટો ગુણ હતો. I૬ll ધમિલના મુખેથી ક્યારેય પહેલાં નહીં સાંભળેલું વચન સાંભળી, અકસ્માત જાણે તણખા ઝરતું બાણ વાગ્યું હોય, ને જે પીડા થાય, તેવી વેદના વિમળાને થઈ. કહેવાય છે કે “સ્ત્રીઓ સર્વ દુઃખ સહન કરે, પણ શોક્યના વખાણને ક્યારેય સહન ન કરી શકે. //. અને તરત વિમળા ક્રોધમાં આવી. હોઠ ભીંસીને, માથામાં નાંખેલી વેણી, જે ધમિલે ગૂંથીને બાંધી હતી, તેને ઉછાળી દૂર ફેંકી દીધી. કમ્મર ઉપર રહેલો કંદોરો, આંગળીઓમાં રહેલી હેમમુદ્રાઓ (વીંટીઓ) ફેંકી દીધી. હૈયે રહેલો હાર પણ તોડીને ફેંકી દીધો. ગુસ્સામાં શું ન કરે? Iટ અશોકના પાન સરખા રક્ત, અને કમળના દલ સરખા સુકુમાર ચરણો વડે વિમળાએ ધમ્મિલને લાત લગાવી. અને ઇર્ષાથી ભરેલાં વેણ બોલવા લાગી. ધમ્મિલનો ગૃહત્યાગ - “વસંતતિલકાનાં વખાણ કરો છો તમે, તેથી મને લાગે છે તમારા હૃદયમાં તે વસી છે. તો જાઓ ! તેના ઘેર જઈને રહો. તે તમને સાચો સ્નેહ કરનારી સાચી વલ્લભા છે. તો ભલે રહી. આ રીતે વિમળા આવેશમાં આવીને બોલવા લાગી. ૧૦ના ઇર્ષામાં બોલાયેલાં વિમળાનાં વચનો ધમિલે સાંભળી લીધાં. પળ જવા દીધી. અપમાન સહન કરી લઈને, જાણે કંઈ જ બન્યું નથી તે રીતે વર્તવા લાગ્યો. મીઠાશથી તેની સાથે વાત કરતાં, પ્રફુલ્લિત વદને રાત વિતાવી. ને સૂર્યોદય થતાં પહેલાં ગુપ્તપણે, કોઈ ન જાણે તે રીતે ઘરની બહાર નીકળી ગયો. I/૧૧// ઢાળ નવમી (અનિ હાં રે વાલ્હોજી વાએ છે વાંસળી રે...એ દેશી) અનિહાં રે સ્વારથ મીઠો સંસારમાં રે, સવિ સ્વાથિયો સંસાર, માતા વલ્લભ બાળને રે, જો વન વલ્લભ નર નાર, ..સ્વા...// Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ધમ્પિલકુમાર રાસ અનિહાં રે, ધમ્મિલ ચાલ્યો ખેદે ભર્યો રે, પોહોતો જુવરાજને ગેહ, ભોજનવેળા ભેલા મળી જમી રે, ચિત્ત ચિંતા વિમળા નેહ...સ્વા...//રા અનિ હાંરે ચિત્ત વિશ્રામે વનમેં ગયો રે, તિહાં દીઠા મુનિ અભિરામ; ભવ અટવીમાં કરમેં તપ્યાં રે, તે પ્રાણીને વિશરામ..સ્વા...Hall, અનિહાં રે શ્રુતસાગરસૂરી વંદીને રે, બેઠો ધમ્મિલ કુમાર, તવ દીઠા તિહાં દીપતાં રે, નવ દીક્ષિત દો અણગાર..સ્વા...જા. ધમ્મિલ પૂછે શું કારણે રે, જો વનવય દીક્ષા જો ગ, અઇસ્યનાણી કહે સાંભળો રે, એણે ભોગને જાણ્યો રોગ...સ્વા.../પી અનિહાં રે નયર કુશસ્થલમાં વસે રે, એક નૈગમ મદન છે નામ; ચંડા પ્રચંડા તસ નારીયો રે, જિર્યું નામ તિસ્યો પરિણામ...સ્વા...Iell : અનિહાં રે જોગી જોગણી સેવતાં રે, લહી વિદ્યાને બહુમત, ક્લેશ કરે દો ક્રોધે ભરી રે, તેણે દુઃખીયો તે અત્યંત..સ્વા...//ળી. પરદેશાંતર કારાધરે રે, વળી રૂડો નરકાવાસ; પણ દો નારીનો નાહલો રે, નવિ પામે સુખ ઘરવાસ. સ્વા..Iટા અનિહાં રે ઝગડા ઝાટાથી ઉભગા રે, પુર પાસ દો નદી કિનાર, ગામે દો ઘરે રાખીને રે, એકાંતર વિલસે વાર..સ્વા...લા અનિહાં રે એક દિન કોઈક કારણે રે, દિન દોય પ્રચંડા ધામ; વાસો વસીને ત્રીજે દિને રે, ચંડા ઘર જાવે જામ...સ્વા.../૧ના અનિહાં રે ચંડા ચોખા છડતી થકી રે, દેખી ક્રોધે થઈ શ્યામ; મૂશલ મંત્રીને નાખતી રે, નાઠો મદન તે પાછો તામ...સ્વા.../૧૧/ અનિહાં રે મૂશલ નાગ રૂપે ધસ્યુ રે, ભયભીત નદી ઉતરાય; પેઠો પ્રચંડા ઘર બાપડો રે, તિહાં પૂંઠે પન્નગ આય..સ્વા.../૧રા. અનિહાં રે વચ્ચે વ્યાલને છેતરી રે, શેઠ આવ્યો પ્રચંડા પાસ, સા તનું સ્નાન પીઠી ધરે રે, તિહાં શેઠ ભણે ભરસાસ...સ્વા.../૧૩ll. અનિહાં રે વાત કરતાં અહિ પેખીયો રે, તવ સા તન્મેલ ઉતાર; નાખી વર્તિ કરી મંત્રશું રે, થયા નકુલ ફણીને વિદાર...સ્વા.../૧૪ અનિહાંરે મદન તે સ્વસ્થ થઈ તસ ઘરે રે, રહ્યો રાત્રિ ઉઠી પ્રભાત; ચિતે દોય કુલક્ષણ નારીયો રે, એક દિન રહેતાં હોય ઘાત..સ્વા.../૧૫ અનિહાં રે એક ભએ એકે રાખીયે રે, પણ દૈવગતિ જો દોય, • કોપી તો શરણ મરણ તણું રે, નવિ રાખણહારો કોય...સ્વા.../૧૬ll. Page #324 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૯ ૨eo અનિહાં રે ઋદ્ધિ ઘણી મુજ મંદિરે રે, રાક્ષસી દો પરવેશ, - ઠંડી જવું મુજને ઘટે રે, આ ભવ રહીશું પરદેશ...સ્વા...૧૭થી અનિહાંરે ચિંતવી મદન ચલ્યો દેશાંતરે રે, ધનસાર સાર સહલીધાં; દિનકેતે પુરસંકાશને રે, વનમાં ઉતારો કીધ...સ્વા...ll૧૮ અનિહાં રે તે પુરવાસી આવ્યો તિહાં રે, શેઠ ભાનુદત્ત ઉછરંગ, પૂછે મદન ભલે તમે આવીયા રે, છે એમ કુશલ તુમ અંગ..સ્વા...૧ અનિહાં રે મુઝ મંદિર પાવન કરો રે, તવ ચિંતે મદન મન માંહી; નામશું જાણે એ માહર રે, ગયો વિસ્મિત તસ ઘર જ્યાંહી..સ્વા...૨વા અનિહાંરે સ્નાનને ભોજન કીધાં પછી રે, કહે શેઠ મદન સુણો કાજ, વિદ્યુલ્લતા. મુઝ અંગજા રે, તમે પરણી વધારો લાજ. ..સ્વા...૨૧ અનિહાંરે શી ઓળખાણે કન્યા દીયો રે, કહે મદન લીયો મુઝ નામ, ચઉ સુત ઉપર ઈચ્છતાં રે, ભણે શેઠ હુઈ ગુણધામ...સ્વા...૨૨ અનિહાં રે વર ચિંતાએ મુઝને કહે રે, આવી કુલદેવી રાત; મદન અશોક તરુ તળે રે, બેસસે આવી પ્રભાત...સ્વા...//ર૩. અનિહાં રે તે સુતા પરણાવજો રે, જાણું તેણે નામ કુલ જાત; કહી પરણાવી શુભ વાસરે રે, વાસ ભુવને વસે સુખસાત..સ્વા...૨૪ અનિહાં રે પૂરવદુઃખ વિસારીને રે, ધરે વિદ્યુલ્લતા શું પ્રેમ; પઢમ સુવાવડ ઉગરી રે, રાતી સંગ ન છોડે જેમ...સ્વા...// રપા અનિહાં રે વર્ષાકાળે ઘન ગાજતે રે, વરસતે મૂશળધાર; ઘર ઘર પેશી જુએ વીજળી રે, રોતીયો વિરહીણિ નાર...સ્વા...ll ૨૬ll. અનિહાં રે વિદ્યુલ્લતા શું શય્યાગતે રે, નિશિ દીપ અરીસા જ્યોત; નારી વિજો ગી પાસે રહે રે, તસ બાળક ભૂખે રોત..સ્વા...રિણી અનિહાં રે નાથ ગયો તું દેશાવરે રે, નાવ્યો આવ્યો વર્ષાકાળ; નયણાં નવ ઘરમાં ઝરે રે, ધનનીઠું રોવે બાળ...સ્વા...૨૮ અનિહાં રે રોતી વિજોગી વયણાં સુણી રે, દુઃખ વ્યાપે મદનને ચેત, ચંડા પ્રચંડા ઘણું સાંભળી રે, આંસુએ ભરાણાં નેત..સ્વા...ll૨લા અનિહાં રે વિદ્યુલ્લતા નિબંધથી રે, પૂછતાં બોલે તેહ શું કરતી હશે બાપડી રે, મુઝ વિણ દોય એકલી ગેહ...સ્વા...l૩ના અનિહાં રે જો તું રજા મુઝને દીપે રે, તો જઈ આવું એકવાર, સાંભળી સા ચિત્ત ચિંતવે રે, મુઝથી અધિકી દોય નાર...સ્વા...ll૩૧ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ધર્મિલકુમાર રાસ અનિહાં રે પ્રેમ લાગ્યો તિહાં એહનો રે, મુઝ સાથે બાહ્ય સનેહ, વર્ષા વીત્યે જાજયો તુમે રે, મનમેલે બોલી તેહ...સ્વા...॥૩૨॥ અનિહાં રે વર્ષાકાળ વીતી ગયો રે, જવા મદન થયો હુશિયાર વિદ્યુલ્લતા કહે નાથજી રે, કેમ રહીશું અમે સંસાર..સ્વા...॥૩॥ અનિહાં રે મદન વદે અમે આવશું રે, દિન થોડે નહી તુઝ હોડ, ફૂલ અનેકે ભમરો ભમે રે, પણ બેસે માલતી છોડ..સ્વા...।૩૪। અનિહાં રે સા કહે વહેલા પિયુ આવજો રે, કહી મંત્રી કરંબો દીધ; લેઈ ગયો એક ગામડે રે, જળઠામ વિશામો કીધ...સ્વા...॥૩૫॥ અનિહાં રે ભોજન વેળા સંભારતો રે, કોઈ આવે અતિથિ આંહી; દેઈ દાન ભોજન કરું રે, એમ ધ્યાયે મદન મનમાંહી..સ્વા...॥૩૬॥ અનિહાંરે તપસી તાપસ દેખીને રે ભક્તિભર દીધ કરંભ; સરોવર તીરે તાપસ જઈ રે, જબ ખાવે સ્વાદ અચંભ ..સ્વા...॥૩॥ અનિહાં રે મદન સરોવર નાહીને રે, બેઠો ખાવાને જામ; કવલ લીએ એક હાથમાં રે, તિહાં છીંક્યો હાલી નામ...સ્વા...॥૩૮॥ અનિહાં રે ઠંડી ભોજન ઉઠીયો રે, તવ તપસી થયો અજરૂપ, ઉપગરણાં પડ્યાં ભૂતલે રે, મન ચિંતે મદન ધ૨ી ચૂપ..સ્વા...ll૩લા અનિહાં રે જોઉ એ કિહાં જાય છે હૈ, થયો છાગની પૂંઠે મદન, ચાલ્યો ગયો વિદ્યુલ્લતા ધરે રે, શેઠ જોવે રહીય પ્રચ્છન્ન..સ્વા...l॥૪॥ અનિહાં રે દેઈ કપાટને કુટીયો રે, કહે તે તુઝ માતા દોય, સંભારીને મુઝને તજી રે, કોણ શરણ ઇહાં તુઝ હોય...સ્વા...॥૪॥ અનિહાં રે લોકે મળીને મેલાવીયો રે, સખી વયણે મંત્રી ની૨, છાંટે તાપસ થઈ કહે રે, કરંભથી છાગ શરીર..સ્વા...॥૪૨॥ અનિહાં રે મદન તે નાઠો દેખી કરી રે, રાત્રે દશ જોજન જાય, પોહોતો હસંતીપુ૨૫રિસરે રે, જોઈ જિનઘર આણંદ થાય...સ્વા...॥૪॥ અનિહાં રે ચોથે ખંઢે પુરણ થઈ રે, ઢાળ નવમી ચઢતે રંગ, વીર કહે ધન્ય તે ન૨ા રે, જેણે મેલ્યો મહિલા સંગ...સ્વા...॥૪॥ અરિહંત પરમાત્મા કહે છે કે આ સંસારમાં સર્વને સ્વાર્થ વહાલો લાગે છે. સંસાર મીઠો પણ સ્વાર્થથી ભરેલો છે. બાળ અવસ્થામાં માતા પ્રિય હોય છે. યુવાવસ્થામાં પુરુષને પોતાની સ્ત્રી-પત્ની વહાલી હોય છે. જેની પાસેથી સ્વાર્થ સરતો હોય તે તેને પ્રિય લાગે છે. ॥૧॥ મિત્રને ત્યાં ખેદ ભરેલો મનમાં પણ બાહ્યથી આનંદ વ્યક્ત કરતાં સવારે પોતાના આવાસથી નીકળી ધમ્મિલ યુવરાજના મહેલે Page #326 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ઃ ઢાળ - ૯ ૨૦૯ પહોંચ્યો. મન ઉદ્વિગ્ન છે. છતાં મુખ ઉપર પ્રસન્નતા જાળવી રાખી છે. ભોજનવેળા થતાં યુવરાજની સાથે ભોજન કરી લીધું. પણ ચિત્તમાં તો વિમળાનો સ્નેહ યાદ આવ્યા કરે છે. રા વનમાં મુનિનો મેળાપ : યુવરાજની પાસેથી નીકળી પોતાના ઘેર ન જતાં ધમ્મિલ વનવગડાની વાટે. એકલો જવા નગરની બહાર નીકળી ગયો. કોઈ પૂછનાર પણ સાથે ન હતું કે ધમ્મિલ તું ક્યાં જાય છે? ધમિલનું ચિત્ત નિરાશાથી છવાયેલું હતું. મનમાં તાપ, અંતરમાં સંતાપથી ઘેરાયેલો, વિમળાના અતિસ્નેહથી હૈયામાં ઉકળાટ પણ વર્તાતો હતો. ચિત્તને સ્વસ્થ કરવા એકલો અટૂલો વનમાં જઈ રહ્યો હતો. વનના વૃક્ષની નીચે નિરાંતે વિચારતો બેઠો. ત્યાં તો દૂર સુદૂર મુનિ ભગવંતોને બેઠેલા જોયા. ભવ-અટવીમાં ભમતાં અને કર્મજાળમાં ફસાયેલા જીવોના વિશ્રામ સરખા મુનિમહાત્માને જોતાં ધમ્મિલ આનંદ પામ્યો. ૩. તે શ્રુતસાગરસૂરીશ્વરજી આચાર્ય ભગવંત હતા. ધમિલ તેમની પાસે પહોંચી ગયો. વિવેકી કુમાર દર્શન વંદન કરી યથાસ્થાને બેઠો. વૈરાગ્યરસમાં નિમગ્ન, નવદીક્ષિત દીપતા એવા બે મુનિભગવંત પણ સાથે હતા. તે પણ તેના જોવામાં આવ્યા. ૪ો. - શ્રુતસાગરસૂરિને વંદન કરીને ધમ્મિલ બેઠો છે. જ્ઞાની ભગવંતને વિવેકી કુમાર પૂછે છે, ભગવંત ! સાથે રહેલા આ અણગારોએ ભરયુવાનીમાં સંસાર કેમ છોડી દીધો? વૈરાગ્ય થવાનું કારણ શું?' અતિશય જ્ઞાનવંત સૂરિ મહારાજ બોલ્યા, હે ભદ્રે ! આ બંને મુનિએ સંસારના ભોગ.. રોગ સરખા જાણ્યા છે, સંસાર છોડી, સંયમમાર્ગ હમણાં સ્વીકાર્યો છે. તેમની વીતકકથા સાંભળ. //પા મદન અણગારની કથા:- કુશસ્થલ નામે નગરી છે. તે નગરીમાં મદન નામે મોટો વેપારી રહેલો છે. ઘણો ધનવાન છે. આ શ્રેષ્ઠીને બે સ્ત્રી છે. નામ છે ચંડા અને પ્રચંડા. જેવાં નામ છે તેવા જ ગુણો છે. વાણીવિચાર-વર્તન-વ્યવહાર પણ નામ પ્રમાણે છે. આ બંને સ્ત્રીઓએ યોગી-યોગિણીની સેવા કરીને, ઘણી વિદ્યાઓ, મંત્ર-તંત્ર આદિ ઘણું જ્ઞાન મેળવ્યું છે. જાતજાતની વિદ્યાઓ શીખી છે. બંનેના સ્વભાવ ક્રોધવાળા છે. બંને ક્લેશને ધરનારી છે. સ્વભાવને નહીં જાણનારા આ શ્રેષ્ઠીએ તે બંનેની સાથે લગ્ન કર્યા. તેથી મદન શ્રેષ્ઠી બિચારો અત્યંત દુઃખી રહે છે. //ળી કહેવાય છે :- પરદેશ - કારાગૃહ કે નરકાવાસ સારો. પણ આ બે નારીના નાથની દશાં બૂરી. ક્યાંયે સુખની પ્રાપ્તિ થતી નથી. ટા બંનેના ઝગડા-કકળાટ-ફ્લેશ-મારઝૂડથી કંટાળીને મદને નગરની બહાર નદીના કિનારે બે ઘર બનાવ્યાં. બંનેને અલગ અલગ ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી. તેથી ઝઘડા તો મટ્યા ને મદન પણ બંને સ્ત્રીઓના ઘરે એકાંતરે દિવસે વારાફરતી જાય અને શાંતિથી રહે અને સુખને ભોગવે છે. તેમાં એકદા કારણવશાત્ મદન પ્રચંડાના ઘરે બે દિવસ રહ્યો. બે દિન બે રાત્રિ રહીને ત્રીજે દિવસે ચંડાને ઘેર ગયો. /૧૦ના ચંડા તે વખતે ચોખા મૂશળ (સાંબેલા)થી છડતી હતી. મદનને દેખીને ક્રોધે ભરાઈ. ગુસ્સો કરતી જાણે કાળકામાતા ન હોય તેવી લાગતી હતી. ગુસ્સામાં હાથમાં રહેલ મૂશળ મંત્રીને મદન તરફ ફેંક્યું. મદન હજુ બારણે આવીને ઊભો જ હતો. વિકરાળરૂપ જોઈને ડઘાઈ ગયેલ મદને જોયું કે મૂશળ નાંખ્યું છે. તેથી તરત જ ત્યાંથી પાછો નાઠો. બારણેથી જ રવાના થયો. ૧૧ મંત્રેલું મૂશલ નાખતાંની સાથે નાગરૂપે થઈ ગયું અને મદનની પાછળ નાગ દોડવા લાગ્યો. મદને પાછું વળીને જોયું કે મારી પાછળ નાગ આવી રહ્યો છે. મદન દોડતો નદી ઊતરીને પ્રચંડાના ઘરમાં પેસી ગયો. તે નાગ પણ મદનની પાછળ પાછળ પહોંચ્યો. ૧૨ Page #327 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ બારણામાં જ મદને નાગ સામે વસ્ર ફેંકી, તેને છેતરી દીધો. ઘડીકમાં શ્રેષ્ઠી પ્રચંડા પાસે પહોંચી ગયો. પ્રચંડા તે વેળાએ સ્નાન કરતી હતી. શરીર ઉપર પીઠી લગાવી રહી હતી. ત્યાં આવીને અધ્ધરશ્વાસે મદને ચંડાની આખી વાત કહી. I॥૧૩॥ મદન વાત કરે છે તેવામાં તે સર્પ વસ્ર ખસેડીને જ્યાં પ્રચંડા-મદન હતાં ત્યાં આવી ગયો. પ્રચંડાએ સર્પને જોયો: પ્રચંડાએ પોતાના શરીર ઉપરનો મેલ ઉતારી, તેની વાટ (દિવેટ) બનાવી. તે વાટ મંત્રીને સર્પ સામે નાંખી. વાટ તો તરત નોળિયો બની ગયો. અને સર્પને મારી નાંખ્યો. ॥૧૪॥ મદન આ દશ્ય જોઈને કંઈક સ્વસ્થ થયો. તે પછી પ્રચંડાને ઘેર એક રાત્રિ રોકાયો. સવારે ઊઠ્યો. ત્યારે નિરાંતે બેઠો વિચારે છે રે નસીબ ! પૈસો ઘણો...બે સ્ત્રીનો પતિ થયો. પણ સુખ ક્યાં ? બંને સ્ત્રીઓ કુલક્ષણી છે. જંતરમંતર કરનારી છે. આ લોકોની સાથે રહેતાં જોખમભારી છે. કદાચ ક્યારેક મારો ધાત પણ કરી નાંખે. આ બંને ઉપર વિશ્વાસ રાખવા જેવો નથી. ।૧૫। જો એક તરફથી ભય ઊભો થયો તો, બીજીને ત્યાં નિર્ભય થઈને રહ્યો. પણ જો નસીબયોગે બંને મારી ઉપર એકી સાથે જ ક્રોધે ભરાય તો મારે તો મરણનું શરણ થાય. કોઈ મને બચાવી શકે નહીં. મારું રક્ષણ કોણ કરે ? ॥૧૬॥ મદનનો ગૃહત્યાગ :- મારા મહેલમાં મારા ઘરમાં ઋદ્ધિ પૈસો ઘણો છે. પણ આ બે રાક્ષસીઓ આવી ગઈ છે. તેથી મને સુખ મળવાનું નથી. જો મારે જીવવું હોય તો આ બધું છોડી દઈને મારે છાનાંમાનાં અહીંથી ભાગી જવું જ યોગ્ય છે. પરદેશમાં રહીને બાકીની જિંદગી સુખમાં કાઢીશું. ૧૭|| આ પ્રમાણે વિચારીને ઘરમાંથી સારભૂત વસ્તુ અને ગુપ્તપણે ધનગ્રહણ કરીને છાનોમાનો એકદિન નીકળી ગયો. દેશાંતરે ચાલ્યો ગયો. કેટલાક દિવસે સંકાશન નગરની નજીક પહોંચ્યો. વનમાં જઈ ઊતર્યો. ।।૧૮। આ નગરની નજીક વનમાં ઊતરેલ મદન શ્રેષ્ઠી નિરાંતે રહ્યો છે તે જ અરસામાં આ સંકાશન નગરના વતની ભાનુદત્ત શેઠ આ વનમાં મદન જયાં છે ત્યાં આવ્યા. જાણે ઘણા જૂના પરિચિત ન હોય, તે રીતે આનંદથી મદનની ખબર અંતર પૂછી. તમે અમારા નગરમાં આવ્યા તે સારું કર્યું. તમને ક્ષેમકુશળ છે ને ? આદિ વાતો કરી ।।૧૯।। ૨૦૦ ભાનુદત્તનો મેળાપ :- અજાણ્યાની વાતો સાંભળી મદનશેઠ વિચારમાં પડી ગયા. ત્યાં તો ભાનુદત્ત શેઠ બોલ્યા, “મદન શેઠ !” હવે મારા મંદિરે પધારો. અને મારું આંગણું પાવન કરો. મદનશેઠ વિચારમાં પડ્યા. “રે ! આ તો મારું નામ પણ જાણે છે.” વિસ્મિત થયેલો મદનશેઠ ભાનુદત્તશેઠની સાથે તેમના ઘેર ગયો. II૨૦ ભાનુશેઠે મદનશેઠની ઘણી સરભરા કરી. સ્નાન કર્યું અને ભોજન પણ સારી રીતે કરાવ્યું. સર્વકાર્ય પતાવ્યા પછી બંને બેઠા હતા. ત્યાં ભાનુશેઠ મદનશેઠને કહે છે. “શેઠ !” હવે મારું કાર્ય સાંભળો. “મારે વિદ્યુત્સત્તા નામની પુત્રી છે. તેનું તમે પાણિગ્રહણ કરો અને અમારી આબરુમાં વધારો કરો. I॥૨૧॥ આ વાત સાંભળી મદન કહે છે શેઠ ! કઈ ઓળખાણ છે મારે અને તમારે ! અને કેમ તમારી દીકરી પરણાવવા તૈયાર થયા છો ? મને આશ્ચર્ય એ થાય છે કે હું તમને ઓળખતો નથી. તમે તો મારું નામ પણ જાણો છો. મારું નામ તમે ક્યાંથી જાણ્યું ? ત્યારે ભાનુદત્ત કહે છે...હે શેઠ ! મારે ચાર પુત્રો છે. તે ઉપર ગુણના નિધાન સરખી એક પુત્રી થઈ. જેની અમને ખૂબ ઇચ્છા હતી. એક દીકરી હોય તો સારું અને નસીબયોગે તે ઇચ્છા પૂરી થઈ. સમય થતાં ધીરે ધીરે મોટી થઈ. ॥૨૨॥ દીકરી યૌવનના આંગણે ઊભી. અમને તેના વરની ચિંતા થવા લાગી. એકની એક દીકરી. લાડકોડમાં ઉછેરી. કોણ ભરતાર થશે ? તો એક રાતે સ્વપ્નામાં કુળદેવી આવ્યાં. મને કહે છે...તારી દીકરીની ચિંતા ન કરતો. આજે પ્રભાતે વનમાં જજે. અશોકવૃક્ષ નીચે મદન નામનો પુરુષ બેઠો હશે. ૨૩ Page #328 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૯ ૨૮૧ વિદ્યુત્સતા ને મદનનાં લગ્ન :- તે તારી દીકરીનો ભરતાર થશે. આ પ્રમાણે તમારી બધી વાત, કુળ, જાત વગેરે કરી. તેથી તમને ઓળખું. તમારું નામ પણ જાણું છું. કુળ પણ જાણું છું. આ પ્રમાણેની વાત સાંભળી મદન પણ તે કન્યા સાથે લગ્ન કરવા સંમત થયો. શુભ દિવસે શુભ ઘડીએ તે બંનેનાં લગ્ન ભાનુદત્તે ધામધૂમથી કર્યા. રહેવા માટે વાસભુવન એટલે સુંદર હવેલી આપી. બંને હવે સુખોને ભોગવે છે. ।।૨૪। મદનશેઠ પણ પૂર્વનાં સર્વ દુઃખને ભૂલીને, વિદ્યુત્સત્તા ઉપર અપાર પ્રેમ રાખે છે અને સુખમાં કાળ ગુમાવે છે. I૨૫। પ્રથમ પ્રસૂતિ સારી રીતે થઈ. એક બાળકનાં બંને માતાપિતા બન્યાં. ધન કમાવા માટે મદન શેઠ વર્ષાકાળે દેશાંતર ગયો. રતિ સંગ છોડતાં તેને જવું પડ્યું. ધનની જરૂર પડે. મુશળધાર વરસાદ વરસે છે. આકાશે ઘણી વીજળીઓ ચમકી રહી છે. તેમાં કેટલીક વીજળી તો ઘર ઘર પેસીને વિયોગી સ્ત્રીઓને રડતી જુએ છે. II૨૬ા એ અવસરે દેશાંતરથી મદન ઘેર આવી ગયો છે. જ્યાં વિદ્યુત્સત્તાની શય્યા છે ત્યાં ગયો. રાત્રિનો સમય હતો. દીવડાની જ્યોત અરીસામાં ઝળકી રહી છે. તેમાં એક બાજુ વિયોગી નારી પડી રહી છે. બીજી તરફ નજીકમાં બાળક રડે છે. ૨૭ના વિદ્યુત્સત્તાએ પોતાના સ્વામીને જોયો. કહેવા લાગી. સ્વામી ! વર્ષાકાળ ઋતુ આવીને ચાલવા લાગી. પણ તમે ન આવ્યા. મુશળધાર વરસાદથી નેવાંનાં પાણી બહાર ઝરી રહ્યાં છે અને આ નયનનાં નેવાં ઘરમાં ઝરી રહ્યાં છે. ધન ખૂટી ગયું છે. શું કરું ? બાળક ભૂખ્યું થયું છે અને રડી રહ્યું છે. ૨૮ા વિયોગી અને રડતી. સ્ત્રીનાં વચનો સાંભળી મદનશેઠને પણ ઘણું દુઃખ થયું. આંખમાં પાણી આવ્યાં. તે જ વખતે મદનને ચડા-પ્રચંડા બંને સ્ત્રીઓ યાદ આવી. તેથી આંખો વધારે ભીની થઈ. II૨૯।। તે જોઈને વિદ્યુત્સત્તા બોલી - “સ્વામી !” તમારી આંખમાં આંસુ કેમ ! મદન કહે - એ તો એમ જ. વિદ્યુત્સત્તાએ અતિઆગ્રહે પૂછ્યું. તો મદન કહે...“તે બંને બિચારી મારા વિના શું કરતી હશે ! આ રીતે કહીને પછી ચંડા-પ્રચંડા બંને સ્ત્રીની વાત કહી. આજદિન સુધી ક્યારે યાદ કરી નહોતી. પણ આજે યાદ આવી ગઈ. વળી મદન બોલ્યો. II3II પ્રિયે ! જો તું રજા આપે તો એકવાર હું ઘેર જઈ આવું. આ સાંભળીને તો વિદ્યુત્સત્તા મનમાં વિચારવા લાગી રે ! મારા કરતાં તે બે સ્ત્રી તેને મન વધારે છે. હું આટલો પ્રેમ આપું. વિયોગ સહ્યો. છતાં સ્વામીને તો તે સ્ત્રી અધિક લાગે છે. ।।૩૧।। આ મારો સ્વામી ! રે ! હૈયામાં તો તે પેલી બે સ્ત્રીઓ પ્રત્યે પ્રેમ ધરાવે છે અને બાહ્યથી મારા પ્રત્યે સ્નેહને ધારણ કરે છે. ઠીક છે. અવસરે હું જોઈ લઈશ. એવી મનની મેલી મુરાદે મદનને કહે છે..સ્વામી ! વર્ષાકાળ વીતી જાય પછી ત્યાં જજો. હમણાં તો તમે દેશાંતરથી આવ્યા છો. હું ઘણી વિરહી છું. થોડા દિન પછી જાજો. હમણાં નહીં. ॥૩૨॥ પત્નીના કહેવા પ્રમાણે મદન રોકાઈ ગયો. વર્ષાકાળ બાદ મદન શેઠ ચંડા-પ્રચંડા પાસે જવા તૈયાર થયો. ત્યારે તેની પત્ની કહે હે સ્વામી ! ત્યાં જાવ છો. પછી મારું કોણ ? સંસારમાં મારે બીજું કોઈ નથી. જલ્દી પાછા આવજો. તમારા વિણ હું કેમ રહી શકીશ ! ।।૩૩।। મદન બોલ્યો. રે પ્રિયે ! હું ત્યાં રહેવા જતો નથી. હું તરત જ પાછો આવીશ. થોડા દિનની જ વાત છે. ભમરો ભલે અનેક ફૂલો ઉપર ભમ્યા કરે. પણ છેલ્લે તો તે માલતીના છોડ અને તેના ફૂલ ઉપર આવીને બેસે અને રહે તેમ મારું મન તારી ઉપર જ લાગ્યું છે, પ્રિયે ! ।૩૪।। પત્ની કહે...સ્વામી ! વાત તમારી સાચી છે. પણ પિયુ ! વહેલા પાછા પધારશો. બહુ દિવસો ૨૦ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ધમિલકુમાર રાસ ન કરતાં ને રસ્તામાં ખાવા માટે કરંબો લઈ જાવ. કરબો પણ મંત્રીને આપ્યો; તે લઈને મદન નીકળ્યો. ચાલ્યો જાય છે. એક ગામથી બીજે ગામ. મધ્યાહ્ન સમય થતાં સરોવર દેખાયું. તેને કાંઠે વિશ્રામ કરવા બેઠો. H૩પા મદન સરોવરતીરે તાપસને દાન - ભોજન સમય પણ થયો હતો. ભૂખ પણ લાગી હતી. કરંબો છોડીને ખાવાની તૈયારી કરે છે. મદન વિચારે છે કે એકલો ભોજન કરું? ના! ના ! કોઈ અતિથિ આવે તેને આપીને પછી જમું. [૩૬ll દૂર સુદૂર નજર કરતાં એક તપસ્વી તાપસ જોવામાં આવ્યો. ભક્તિપૂર્વક ભાવથી બોલાવ્યા. અને સાથ રહેલો કરંબો દાનમાં આપ્યો. તાપસ પણ સરોવરના તીરે એક બાજુ જઈને કરંબો ખાવા લાગ્યો. તેમાં તેને અદ્ભુત સ્વાદનો આનંદ થવા લાગ્યો. ૩૭ી મદન પણ થાકેલો હતો. સરોવરમાં સ્નાન કર્યું. તે પછી ખાવા બેઠો. કરંબાનો કોળિયો જેવો હાથમાં લઈને મોંઢામાં મૂકવા જાય છે ત્યાં કોઈ નજીક હાલી ખેડૂત છીંક્યો. l૩૮ તાપસ બોકડા રૂપે - છીંકના અપશુકન માનીને, મદને ભોજન ઝંડી દીધું. ઊભો થયો. તો પેલો તાપસ જયાં બેઠો હતો ત્યાં મદન નજર કરે છે તો તપસ્વી તાપસને બોકડા સ્વરૂપે જોયો. તાપસ પાસેનાં જે ઉપકરણો કમંડલ - પીંછી – ડંડ વગેરે ભૂમિ ઉપર પડેલાં છે. બકરો બેં બેં કરતો હતો. મદન તો મનમાં વિચાર કરતો, ત્યાં ઊભો ઊભો બધું છાનોમાનો જોયા કરતો હતો. [૩૯ વળી વિચાર આવ્યો કે “જોઉં, આ ક્યાં જાય છે ?” બોકડો હવે સરોવરની પાળેથી ગામ તરફ ચાલવા લાગ્યો. મદન પણ તેની પાછળ પાછળ જાય છે. બોકડો વિદ્યુcત્તાના ઘેર પહોંચ્યો. મદનશેઠ પણ ત્યાં સુધી છૂપી રીતે પહોંચ્યો અને ત્યાં આસપાસમાં છૂપાઈને ઊભા રહીને જુએ છે. Ivolી બોકડો જેવો ઘરમાં આવ્યો, તરત વિદ્યુતત્તાએ ઘરનાં દ્વાર બંધ કરી દીધાં. ઘાંટા પાડીને ગર્જી ગર્જીને બોલવા લાગી. મદનશેઠ બંધ બારણા પાસે આવીને બધું સાંભળવા લાગ્યા. પોતાની સ્ત્રી વિઘલા બોકડાને મારતી જાય છે ને બોલતી જાય છે. “રે ! તારી બે મા તને સાંભરી. (બે પત્ની). તેની યાદ આવતાં મને છોડી દીધી. અને ત્યાં તે બે જણીને મળવા ગયો. હવે જોઉં તો ખરી, અહીંયાં તારે કોનું શરણું છે? તને કોણ બચાવે છે? બોલતી જાય ને મારતી જાય. બોકડો આમ તેમ ઘરમાં બેં બેં કરતો દોડધામ મચાવે છે. //૪૧// અવાજ સાંભળીને આજુબાજુના લોકોએ આવીને બોકડાને છોડાવ્યો. તેની સખીઓએ શિખામણ આપી. “ગમે તેમ તોય તારો સ્વામી છે. આવું ન કરાય. તેને સજ્જ કર.” વિદ્યુલત્તાએ સખીની વાત માની, અને પાણી મંત્રી, બોકડા ઉપર નાંખ્યું. બોકડો મટી તાપસ થયો. તાપસ કહેવા લાગ્યો કે મેં કરબો ખાધો. ને હું બોકડો થઈ ગયો. જરા | છાનોમાનો જોતો મદન, તો આ દશ્ય જોઈને મૂઠી વાળીને ત્યાંથી ભાગી ગયો. એક રાત્રિમાં દશ જોજન દૂર પહોંચી ગયો. ત્યાં હસંતી નગરની ભાગોળે પહોંચ્યો. જ્યાં જિનમંદિર હતું. જોતાં જ મદન ઘણો આનંદ પામ્યો. ૪૩ ચોથા ખંડને વિશે નવમી ઢાળ ચઢતે રંગે પૂર્ણ થઈ. વીરવિજયજી મહારાજ કહે છે કે જે લોકો નારીના સંગને ત્યજે છે તે લોકો ધન્યવાદને પાત્ર છે. ll૪૪|| ખંડ - ૪ ની ઢાળ : ૯ સમાપ્ત Page #330 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૧૦ ૨૮૩ -: દોહા :જઈ મદને જિન વાંદીયા, શ્રી મરૂદેવા નંદ, ભવદવ તાપ શમ્યો તિહાં, દેખી પ્રભુ મુખચંદ ૧૫ નઈગમ એક એણે અવસરે, ધનદ સમો ધનવંત, તે જિન મંદિર આવીયો, વંદન નમન કરંત રા. રંગમંડપમે આવીયો, બેઠો કરીય પ્રણામ; પૂછે શું દુઃખ મદનને, દેખી વદન વિરામ. Hall. મદન શેઠ મુખ સાંભળી, મૂલથકી સવિવાત, તે કહે મુજ દુઃખ આગલે, તુમ દુઃખ તે કોણ માત. જી. મદન વદે મુઝને કહો, કેમ તુમ દુઃખ અપાર, સજ્જન જાણી તે કહે, નિજ વીત્યો અધિકાર. આપા મદનશેઠ જિનમંદિરમાં - હસંતનગરની પાદરે જિન મંદિર જોતાં મદન શેઠ ઘણું આનંદ પામ્યા. જિનમંદિરમાં ગયા. ત્યાં નાભિરાજાના બેટા મરૂદેવીના નંદન શ્રી આદીશ્વર પ્રભુના મુખચંદ્રને નીરખતાં હૈયામાં જે સંતાપ હોં, તે શમી ગયો. શાંત થયો. તેના મદન પરમાત્માને દર્શન-વંદન-નમન કરીને રંગમંડપમાં આવ્યો. એ અવસરે ધનપતિ એવો ધનદ નામે શેઠ પણ તે જ મંદિરે દર્શન કરવા આવ્યો. આવીને પરમાત્માનાં દર્શન-વંદન-નમન કર્યા. //રા. મદન જયાં બેઠો છે ત્યાં જ ધનદ આવીને બેઠો. ઉદાસીન વદનવાળા મદનને જોઈને બે હાથ જોડી પ્રણામ કરી આગંતુક ધનદ પૂછે છે કે ભાગ્યશાળી ! શું ચિંતામાં છો ? શું દુઃખ આવી પડ્યું? all દુઃખિત દિલવાળા મદને જયાં તેને પૂછવામાં આવ્યું કે તરત જ પોતાની વીતકકથા અથથી ઇતિ સુધીની કહી. તે સાંભળી ધનદ બોલ્યો. અરે મહાનુભાવ ! આમાં શું દુઃખી થાવ છો ! મારા દુઃખ આગળ તમારા દુઃખની કોઈ ગણના નથી. //૪ - તે સાંભળી મદન બોલ્યો. રે ! પરદેશી ! મને કહો તો ખરાં.. કે તમને એવું કયું દુઃખ પારાવાર છે? ત્યારે ધનદ શ્રેષ્ઠીએ પણ મદનને સજજન સમજી પોતાની વીતકકથા કહી સંભળાવી. પી. ઢાળ દશમી (કામણ ગારો એ કૂકડો રે...એ દેશી) કામણગારી એ કામિની રે, કામણની કરનાર, સૂરજકતા સ્વારથ સર્યો રે. વિષ દેતી ભરતાર...કા..ના. રાજા ચંદને કૂકડો રે, વીરમતી ધરનાર, ચલ્લણી ચક્રી સુત મારવા રે, કરતી જતું ઘરબાર..કા..રા દુઃખની વાત ન કીજીયે રે, પણ સાધર્મિક પાસ; કહેતાં હાંસી ન પામીએ રે, વળી હોવે દુઃખ નાશ..કા.//all Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ધર્મિલકુમાર રાસ શેઠ હસતી પુરમાં વસે રે, ધનપતિ ધનદ સમોય; લક્ષ્મીવતી તેહની પ્રિયા હૈ, નંદન છે તસ દોય...કા.૪॥ ધનસારને ધનદેવ છે રે, પરણ્યા દોય કુમાર, માતપિતા મરણે ગયા રે, ક્લેશ કરે દોય નાર...કા.પા ધન વહેંચીને જુદા થયા રે, પણ લઘુ બંધવ નાર, ફૂડ કલંકી નેહે તજી રે, ન દીયે સુખ ભરતાર...કા. III બાંધવ મોહોટો પરણાવતો રે, ધનદેવને લઘુનાર, તે પણ સંગતે તેહવી રે, નહીં તસ સુખ લગાર...કા. IIછા નારી ચરિત્ર જુએ એકદા રે, શીત-જ્વર મસ્ય ગેહ, સૂતો રાત્રે દોયે નારીએ રે, ઢાંક્યો વસ્ત્રે તેહ...કા.II૮ સજ્જ થઈ દોય નીકળી રે, ચઢી ઘરવન સહકાર, મંત્ર વિધિયે સ્મરણ કરે રે, ઉઠી તદા ભરતાર..કા. II' ચૂઅ તરૂ મૂલે વસ્ત્ર કરી રે, નિજ તનુ બાંધીયું જામ, ગગને ચલી તરૂ ઉતર્યો રે, રયણદીવ વન ઠામ...કા. II૧૦ ધનદેવ ગુપ્ત૫ૂઠે વહ્યો રે, રત્નપુરે ચલીનાર, શ્રીપુંજ શેઠ ઘર કન્યકા રે, શ્રીમતી બાંધવ ચાર....કા.૧૧ વસુદત્ત શ્રેષ્ઠીસુત પરણતો રે, તે નવ ઓચ્છવ થાય; વરઘોડો જુએ બેહુ જણી રે, ધનદેવ ચોરીયે ઠાય...કા. ૧૨ તોરણ આવી વર ઉતર્યો રે, પણ કોઈ દૈવ વશેણ; ખડ્ગનું તોરણ ત્રુટી પડ્યું રે, મરણ ગયો વર તેણ..કા. II૧૩ વસુદત્ત રોતો નિજ ઘર ગયો રે, શ્રીપુંજ ચિંતા ન માય; કુળદેવી વચને કરી રે, ધનદેવ તિલક ધરાય...કા.॥૧૪॥ વર વહુ બેહુ શણગારીને રે, ચોરીએ ફેરા ફરાય; નાટકશાલ સમહોત્સવે રે, મંગલ ધવલ ગવાય..કા.૧૫/ ઉભી જોવે દો નારીયો રે, છોટી કહે સુણ ભેણ; એ વર આપણ વર સમો રે, દીસે છે મુજ નેણ..કા.॥૧૬॥ મોહોટી કહે જગ એ સમા રે, જે નર તે તુઝ કંત, તુલ્ય રૂપે નર નારીયો રે, સંસારે બહુહુંત..કા.॥૧૭॥ તે શીતજ્વરે પીડીયો રે, કેણી રીતે આવે આંહી, વાત કરંતી વેગે વળી રે, જુએ કૌતુક પુર માંહી...કા.॥૧૮॥ Page #332 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૧૦ ૨૮૫ ધનદેવ વાસભુવન જઈ રે, ચિત્ત ચપલ અતિરેખ, શ્રીમતી ચીરે કેસર રસે રે, લખીયો શ્લોક તે એક...કા./૧લા તથાતિ: ક્વ હસંતિ ક્વ રત્નપુર, ક્વ નભોમંડલશ્રુતશ્ચતઃ | ધનપતિ સુત ધનદેવો, ભાવિ વશાસુખભૂતુ...કા../૧૫ નીકળીયો મસલું કરી રે, આવ્યો જિહાં સહકાર, નામ ચઢી દોય નારીયો રે, ધનદેવ પૂર્વ પ્રકાર...કા. ૨૦ ચૂતતરૂ ગગને ચલ્યો રે, જઈ મૂક્યો મૂળઠામ, ધનદેવ આવી સૂતો ધરે રે, તે પણ આવી ધામ...કા.//ર૧ સૂતી દોય નિદ્રા ભરે રે, જાગી પ્રભાતે સાથ, ચિંતા ઉજાગરે ઉંઘતા રે, કંકણ દોરા હાથ...કા..રરા દેખી નાહાની કહે બેહેનડી રે, મુઝ નવિ માન્યુ વચન. તુમ પતિ રાત્રે તિહાં પરણીયો રે, કંકણ હાથ પ્રચ્છન્ન..કા..૨૩ જોષ જોઈ કહે તાહરૂ રે, વણ જો માનત ત્યાંહી, તો જલધિમાં નાખી પરો રે, દોય રહત સુખમાંહી..કા..૨૪ મ ધરીશ બીક એ રાંકની રે, એમ કહી બાંધે પાય, દોરો મંત્રી નિજ હાથશું રે, ધનદેવ પોપટ થાય...કા./પા. પંજર ઘાલી તાલ દીયું રે, જબ છમકારે શાક; ખગ લેઈ શુકને કહે રે, તુઝને હણી કરું પાક...કા./૨ll એમ વયણાં સુણી ધ્રુજતો રે રોતાં નિગમે કાલ, હવે શ્રીપુંજ ગષતો રે, ન જડી જમાઈ ભાલ..કા./૨થા શ્રીમતી આંસુ ચીરે લુહે રે, વાંચી અક્ષર તામ, ચિંતા તો કહે તાતને રે, ગયો હસંતિ ગામ..કા.// ૨૮ વાંચી શ્લોકને શેઠને રે, ભાંગ્યો ચિત્ત ક્લેશ; સાગરદત્ત વાણિજ તદા રે, જાય હસંતિ નિવેશ..કા.//૨લા હાર દેઈ એક રત્નનો રે, વાત સુણાવી તાસ, જઈ જમાઈને આપીને રે, તેડી લાવો અમ પાસ...કા.//૩ના શેઠ સાગરદત્ત નાવે ચઢ્યો રે, ગયો હસતિ ગામ, હાર દીયો દોય નારીને રે, શેઠ ન દીઠા તામ..કા./l૩૧// Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ધમ્મિલકુમાર રાસ પૂછે થકે બેહુ નારી કહે રે, શેઠ ગયા પરદેશ..કા.॥૩૨॥ બારોબાર તિહાં આવશે રે, ધરશો ન ચિત્ત ક્લેશ પણ અમને એમ કહી ગયા રે, રત્નપુરીથી કોય, ..કા. ॥૩૩॥ આવે તો શુક આપજો રે, શ્રીમતી ખેલન જોય સાંભળી મંજર લેઈ ચલે રે, દેવે શ્રીમતી હાથ,..કા. II૩૪|| વાત સુણી શુક હુલાવતી રે, જાણે મળીયો નાથ એક દિન દોરો દેખી કરી રે, બંધન છોડે તામ, ..કા. II૩૫મા વિસ્મય પામ્યા સાજન સહુ રે, ધનદેવ પ્રગટ્યો જામ સસરો રાખે અન્ય મંદિરે રે, દંપતી સુખ વિલસંત, ..કા. ॥૩૬॥ દિનકેતે તાત મરણ ગયો રે, શ્રીમતી તામ વદંત સસરા નામે ઓળખાવતાં રે, તુમ ગુણવંતને લોક, ..કા. II૩૭ll અમ સસરા ઘર જઈ રહ્યુ રે, તો મુઝ થાય અશોક કહે ધનદેવ સુણજો પ્રિયા રે, ભાજીના છમકાર..કા.II૩૮॥ હજીય લગે નવિ વિસરે રે, સા કહે કેમ છમકાર. કંતમુખે સવિ સાંભળી રે, હસીય કહે સા નાર,..કા.II૩લા પૂર્વ પ્રિયા મુજ આગલે રે, રાંક તણો અવતાર શ્રીમતી આગ્રહે ઝાહાજે ચઢી રે, ઉતરીયા નિજ ગામ; .કા. II૪૦ના સન્મુખ સજ્જન ઓછવે રે, આવી વસ્યા નિજ ધામ. દોય જણી મનચિંતવે રે, વિસરીયો છમકાર;..કા.II૪૧|| વળી આવ્યો ૨સ ચાખવા રે, નવલ વહૂ ભરતાર, આસન મંત્રી બેસારીને રે, પગ ધોવે લઘુ નાર;..કા.॥૪૨॥ જ્યેષ્ઠામંત્રી જલ છાંટતી રે, આંગણે ફરતે બાર. તે જલપૂર નાસા લગે રે, શ્રીમતી તામ મંત્રે કરી રે, જબ ડૂબ્યો ધનદેવ; ..કા.॥૪॥ શોષી લીએ તતખેવ શ્રીમતી પાયે પડી બેહુ જણી રે, શેઠ જુવે થઈ થી૨; ..કા. II૪૪ ચોથે ખંડે દશમી ભલી રે, ઢાળ કહે શુભવીર. ધનદની આપવીતી :- ભાઈ કામણ ટુમણ કરનાર, કામણગારી સ્ત્રીઓની વાત શી કરવી જુઓને ! પરદેશી રાજાને, સૂર્યકાન્તાએ (સ્ત્રી) પોતાના સ્વાર્થ માટે સ્વામીને ઝેર આપીને મારી નાંખ્યો. !।૧।। વળી સાસુ વીરમતીની ચડાવેલી વહુ ગુણાવલીએ સ્વામી ચંદરાજાને કૂકડો બનાવી દીધો. ચૂલણી માતાએ ચક્રવર્તી બ્રહ્મદત્તને મારવા માટે લાખનું ઘર બનાવી તેમાં રાખ્યા. આ છે સંસાર ! ॥૨॥ Page #334 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪: ઢાળ - ૧૦ ૨૮૦ ગમે ત્યાં પોતાનાં દુઃખની વાત કરાય નહીં. ઘર ફૂટે ઘર જાય. વાત કરતાં હાંસીને પાત્ર, લોકમાં થઈએ છીએ. પરંતુ તમે સાધર્મિક છો. તમને કહેવામાં કોઈ હાંસી કરનાર નથી. અને વાત કરતાં હૈયું હળવું થાય છે. /all કુબેર સરખા શેઠ હસંતિપુરમાં વસે છે. જેનું નામ ધનપતિ છે. આ શેઠને લક્ષ્મીવતી નામે પ્રાણપ્રિયાથી સારભૂત સંસારનાં સુખ ભોગવતાં બે પુત્રની પ્રાપ્તિ થઈ છે. [૪માં એક પુત્રનું નામ ધનસાર, જયારે બીજાનું નામ ધનદેવ છે. બંને પુત્રો યુવાવસ્થા પામતાં, માતાપિતાએ યોગ્ય કન્યા સાથે પરણાવ્યા આયુષ પૂરું થતાં માતપિતા પરલોકવાસી થયાં. ઘરમાં વડીલ કોઈ ન રહ્યું. તેથી બેય દેરાણી-જેઠાણી અંદરોઅંદર ઝઘડવા લાગ્યાં. કોણ ઝઘડો ઓલવે? પણ છેવટે “કજિયાનું મોં કાળું” ક્લેશથી કંટાળી બંને ભાઈઓએ, પિતાની સંપત્તિ જે હતી તેના ભાગ પાડી દીધા. જુદા રહેવા લાગ્યા. પણ નાના ભાઈ ધનદેવની પત્ની ઘણી કજિયાળી હતી. કુડકપટી કલંકી તે સ્ત્રી સ્નેહ જેવું જાણતી નહોતી. પોતાના પતિને પણ સુખ આપતી નહોતી. IIી મોટો ભાઈ ધનસારને ખબર પડી કે મારા ભાઈને પત્ની થકી સુખ નથી. તેથી બીજી નાની કન્યા સાથે પરણાવ્યો. તે પણ સ્ત્રી મોટી સ્ત્રીની સંગતે ચડી. શરૂઆતના દિવસો સારા ગયા. અને તે પણ મોટી જેવી થઈ ગઈ. તેથી ધનદેવને બંને સ્ત્રી હોવા છતાં લેશમાત્ર સુખ નથી. //શા - કારણવશાતુ ધનદેવને બંને સ્ત્રીઓ ઉપર શંકા થઈ. તેથી તે બંનેનું ચરિત્ર જાણવા માટે પેંતરો રચ્યો. મને ટાઢિયો તાવ ચડ્યો છે. એ રીતે કહીને સવારથી ઘરમાં સૂઈ રહ્યો. ખાવાપીવા પણ ઊઠ્યો નથી. સ્મશાનમાં મડદું પડ્યું હોય તે રીતે નિક્ષેતન રીતે પડી રહ્યો. સાંજ પડતાં તે સ્ત્રીઓને લાગ્યું કે “તાવના કારણે મૂઓ મિર્યો લાગે છે. એટલે તેની ઉપર “વસ્ત્ર ઢાંકી દીધું. દા. તે પછી તે બંને સ્ત્રીઓ તૈયાર થઈને ઘરની બહાર નીકળી. ઘરની પાછળ બગીચો છે. ત્યાં પહોંચી તેમાં આંબાનું વૃક્ષ હતું. તેની ઉપર બંને સ્ત્રીઓ ચઢી ગઈ. મંત્રનું વિધિપૂર્વક સ્મરણ કરે છે. તે વખતે તેનો સ્વામી ઊઠ્યો. 'લા બંને સ્ત્રીઓ રત્નપુર નગરીમાં - બંને સ્ત્રીઓની પાછળ પાછળ છુપાતો આંબાના વૃક્ષ પાસે ધનદેવ પણ પહોંચ્યો. જોયું તો બંને સ્ત્રીઓ વૃક્ષ ઉપર ચઢી ગઈ. તેથી પોતાની પાસે જે વસ્ત્ર હતું તે વસ્ત્ર થકી પોતાનું શરીર વૃક્ષના થડ સાથે બાંધી દીધું. સ્ત્રીઓની મંત્રવિધિ પૂરી થતાં આંબા-વૃક્ષ ગગન તરફ ચાલ્યું. વૃક્ષ રત્નદીપ વનમાં જઈને ઊતર્યું. ૧ળા વૃક્ષ ઉપરથી બંને સ્ત્રીઓ નીચે ઊતરીને રત્નપુરનગર તરફ ચાલવા લાગી. વૃક્ષ નીચે ઊતર્યું કે તરત ધનદેવ વસ્ત્ર છોડી વૃક્ષથી છૂટો થઈને દૂર જઈ ઊભો. બંને સ્ત્રીઓ જ્યાં ઊતરીને ચાલવા લાગી, તો તેની પાછળ છૂપાતો છૂપાતો ધનદેવ ચાલવા લાગ્યો. આ રત્નપુર નગરમાં “શ્રીપુંજ નામે શેઠ વસે છે. આ શેઠને ચાર દીકરા ને એક દીકરી છે. દીકરીનું નામ શ્રીમતી છે. ||૧૧|| તે નગરમાં વસુદત્ત શ્રેષ્ઠી રહેતા હતા. તેના પુત્ર સાથે શ્રીમતીના વિવાહ થયા. લગ્ન લેવાયાં છે. વસુદત્તનો પુત્ર પરણવા આવ્યો. વરઘોડો નીકળ્યો તો તે બંને સ્ત્રીઓ વરઘોડો જોઈ રહી છે. ધનદેવ પણ જયાં ચોરી શણગારી હતી તેની બાજુમાં છુપાઈને ઊભો. I/૧રા વરરાજા કન્યાના માંડવે આવ્યા. તોરણે ચડ્યા. વિધિપૂરી થતાં વરરાજા તોરણ છાબવા જાય છે. દૈવયોગે તેજ સમય ખગનું તોરણ જે હતું તે તૂટ્યું અને ખગ્ન વરરાજાના માથા ઉપર પડતાં જ વરરાજા મૃત્યુ પામ્યા. /૧૩ll અચાનક વરરાજાનું મૃત્યુ થતાં હાહાકાર થઈ ગયો. પુત્રનો પિતા વસુદત્ત રોતો રોતો ઘેર પાછો * ગયો. શ્રીપુંજ પણ ઘણું રડ્યો. ને હવે ચિંતા કરવા લાગ્યો. કોડભરી કન્યા ઘરમાં તૈયાર થયેલી બેઠી Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ધર્મિલકુમાર રાસ છે. હવે શું કરવું? કુળદેવીની આરાધના કરી. પૂછવા લાગ્યો. “મા ! હવે મારે શું કરવું? કોડભરી કન્યા મારી નંદવાય છે. ઉપાય બતાવો.” કુળદેવીએ તરત કહ્યું કે જે તેં ચોરી શણગારી છે તેમાં જે નવયુવાન ઊભો છે તેને તિલક કરીને વધાવી તેની સાથે શ્રીમતીનાં લગ્ન કરી દે. ૧૪ll ધનદનાં લગ્ન - તરત ઘરના માણસો ચોરી પાસે ઊભેલા નવયુવાન ધનદેવને ઘરમાં લઈ આવ્યા. સ્નાન-શણગાર સજાવી તિલક કરી. વરરાજાનો વેશ પહેરાવી દીધો. કન્યાને પણ શણગારીને, બંનેને ચોરીમાં પધરાવ્યા. ફેરા ફેરવ્યા. લગ્ન થઈ ગયાં. માંડવા હેઠે નાટારંભ થાય છે. ધવલમંગલ ગીતો ગવાય છે. મોટા મહોત્સવે શ્રીપુંજે પોતાની દીકરીનાં લગ્ન ઊજવ્યાં. ૧પ દૂર ઊભેલી ધનદેવની બંને સ્ત્રીઓએ આ લગ્ન જોયાં. તેમાં નાની સ્ત્રી મોદીને કહે છે. બેન ! મોટી ! સાંભળ! આ નવો વર જે લઈ આવ્યા તે આપણા વર જેવો લાગતો નથી. મને તો આ મારી આંખો કહે છે આ આપણો સ્વામી છે.” ||૧૬ી ત્યારે મોટી કહેવા લાગી. “રે ! ગાંડી ! તને તો આના સમાન જગમાં જે બધા દેખાય તે બધા તારા કંત સમજવા? સરખા રૂપવાળાં સ્ત્રી-પુરુષો તો આ સંસારમાં ઘણાં હોય ! તેથી શું? /૧૭થા તે કંત તો ટાઢિયા તાવે ઘરમાં પીડિત થઈને પડી રહ્યો છે. અહીંયાં કઈ રીતે આવે ? ત્યાંથી વાતો કરતી કરતી નગરમાં બંને ફરવા નીકળી ગઈ. કૌતુક જોવા લાગી. ૧૮જયારે આ બાજુ ધનદેવ નવી પરણેલી સ્ત્રી સાથે આપેલા વાસભવનમાં ગયો. એનું ચિત્ત ઘણું ચપળ બન્યું છે. ચિંતા થાય છે. વૃક્ષ જતું રહેશે તો ! શ્રીમતીના વસ્ત્રના છેડે કેશર રસથી છાનો એક શ્લોક લખી દીધો. 7/૧૯ો શ્લોકનો અર્થ આ પ્રમાણે – ક્યાં હસંતિ નગર? અને ક્યાં રત્નપુર? ક્યાં આકાશમાંથી આંબા સહિત પડવું? આ સર્વ પણ ધનપતિનાં પુત્ર ધનદને ભાવિ ભવિતવ્યાનાં વશે સુખ માટે થયું. આ પ્રમાણે શ્રીમતીની સાથે તોફાન મજાકમસ્તી કરતાં શ્લોક લખી દીધો. જે શ્રીમતીને ખબર જ ન પડી. તરત ધનદેવ ત્યાંથી છટકી ગયો. નીકળી ગયો. નગરની બહાર વનમાં જયાં આંબો હતો ત્યાં પહોંચી ગયો. તે પહોંચે તે પહેલાં તો તે બંને સ્ત્રીઓ વૃક્ષ ઉપર ચઢીને હજુ બેઠી હતી. મંત્ર ભણતી જ હતી. ત્યાં ધનદેવે આવીને પોતાનું વસ્ત્ર વૃક્ષના થડને બાંધી દીધું. પોતે વૃક્ષ સાથે બંધાઈ ગયો. [૨] થોડીવારમાં વૃક્ષ આકાશમાં ચાલ્યું. જ્યાં મૂળ સ્થાન હતું ત્યાં આવી ઊતર્યું. ત્યાં વૃક્ષને મૂકી દીધું. ઉપરથી બે સ્ત્રી નીચે ઊતરે તે પહેલાં ધનદેવ ત્વરિત રીતે વસ્ત્ર છોડી દઈને ઘરમાં આવીને સૂતો. તે બંને સ્ત્રીઓ પણ પાછળથી ઘરમાં આવી ગઈ. //ર૧ી આખી રાતનો ઉજાગરો હોવાથી બંને સ્ત્રીઓ આવીને સૂઈ ગઈ. ઘણી થાકેલી તેથી તરત નિદ્રાધીન થઈ ગઈ. સવાર થતાં બંને જાગી. જયારે ધનદેવ તો ચિંતા ઘણી થતાં ઉંઘી જ ન શક્યો. તેથી મોડી મોડી આંખ મિંચાઈ. હજુ તે જાગ્યો નહોતો. લગ્ન સમયે બાંધેલ કંકણ-દોરા હજુ હાથે જ છે. છોડવા ભૂલી ગયો. /l૨૨l બંને સ્ત્રીઓ જાગી. નાની વહુની નજર સૂતેલા સ્વામી ઉપર પડી. તરત જ મોટીને કહેવા લાગી. “મોટીબેન !” તમે મારું વચન માન્યું નહીં. જુઓ ! જુઓ ! આ હાથમાં કંકણ દોરા બાંધેલા છે. રાત્રિમાં આ આપણો સ્વામી, તે કન્યાને પરણ્યો છે. //ર૩ી મોટીએ નજર કરી. ધનદેવ ભરનિદ્રામાં હતો. ખીજાઈને બોલી. રે નાની ! તારી વાત ત્યાં માની હોત તો, આ સાલાને રસ્તામાં સમુદ્રમાં નાંખી દેત. અને પછી આપણે બંને શાંતિથી રહેત. ઠીક ! જે બન્યું તે ખરું. ૨૪ ધનદ પોપટ થયો :- નાની ! હવે આ રાંકડાની દયા ન ખાતી અને બીક પણ ન રાખતી. અને મંત્ર Page #336 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૧૦ ૨૮૯ ભણી દોરો લઈને, સૂતેલા સ્વામીના પગે બાંધી દીધો. ધનદેવ તરત પોપટ લઈ ગયો. If૨પી અને તરત પોપટને પકડી પાંજરામાં પૂરી દીધો. તાળું પણ લગાવી દીધું. રસોડાની નજીક પાંજરું ભરાવી દીધું. જયારે જ્યારે મોટી શાક સમારે કે વધારે. ત્યારે ત્યારે પોપટની સામે છરી બતાવીને કહે. આ શાકની જેમ તને સમારી દઈશ. શાકની જેમ વઘારી દઈશ. આ સાંભળી પોપટ બિચારો થરથર ધ્રૂજે. રદી મોટીનાં વચનો સાંભળી પોપટ ક્રૂજતો હતો. બીજો ઉપાય હતો જ નહીં. આંખમાંથી આંસુની ધારાઓ ચાલી રહી છે અને આ રીતે પોતાનો સમય પાંજરામાં વિતાવતો હતો. હવે આ બાજુ રત્નપુર નગરીએ શ્રીમતી પાસેથી નાશી છૂટેલ પોતાનો પતિ સવાર સુધી ન આવતાં સવારે પિતાને સઘળી વાત કરી. જમાઈની ચારે બાજુ તપાસ કરાવી. ઘણી શોધ કરાવે છે. પણ ક્યાંયે જમાઈની ભાળ કે પત્તો ન મેળવી શક્યા. રશી ધનદની શોધમાં:- શ્રીમતી પણ ઘણી રડી રહી છે. પોતાનાં આંસુ પોતાના વસ્ત્ર વડે લૂછતાં છેડલે લખેલું જોયું. જે લઈને વાંચવા લાગી. શ્લોક હતો. પોતે ભણેલી હતી. શ્લોક વાંચીને પિતાને કહેવા લાગી. “પિતાજી ! જુઓ આ મારે સાડલે શ્લોક લખ્યો છે. હવે ચિંતા છોડો. શ્લોકના અર્થમાં કહે છે કે તે હસતિ ગામના છે અને અહીંથી તે હસતિ ગામ ગયા છે. ૨૮ હવે ક્લેશ કે ચિંતા કરવી નકામી છે. શ્રીપૂંજ શ્રેષ્ઠીએ પણ દીકરીએ બતાવ્યો તે શ્લોક વાંચ્યો અને ચિત્તમાં રહેલી ચિંતા દૂર કરી. એ અરસામાં તે નગરનો સાગરદત્ત નામનો વણિક વેપાર અર્થે અહીં આવેલો. તે હવે પોતાના નગર હસંતિપુર જઈ રહ્યો છે. તે વાત શ્રેષ્ઠીએ જાણી. તરત શ્રેષ્ઠી તે વેપારી પાસે પહોંચી ગયા. ૨૯ો. - શ્રીપંજ શ્રેષ્ઠીએ સાગરદત્ત વણિક વેપારીને એક રત્નનો હાર આપ્યો. અને સઘળી વાત કહી. આ અમારા જમાઈ ધનદેવને હાર આપજો અને તમે વળી પાછા આવો ત્યારે ધનદેવ જમાઇને લઈને આવજો. ૩તે પછી સાગરદત્ત પોતાનો માલ સામાન સમેટીને દરિયાઈ માર્ગે વસંતિપુર પહોંચ્યો. ધનદેવની તપાસ કરી. પણ ધનદેવનો ભેટો થયો નહીં. તેથી જે હાર લાવ્યો હતો તે હાર તેની બે પત્નીને આપી દીધો. ૩૧/ હાર આપતાં વળી પૃચ્છા કરી. “શેઠ ક્યાં ગયા છે?” ત્યારે બંને સ્ત્રીઓ બોલી. “શેઠ તો હમણાં પરદેશ ગયા છે, અને તે ત્યાંથી સીધા જ રત્નપુર નગરમાં આવશે. તમે જરાયે ચિંતા ન કરશો. તે અહીંથી કહીને ગયા છે કે હું ત્યાં રત્નપુરીએ જઈને આવીશ. //૩રા વળી અમને કહીને ગયા છે કે જો કદાચ મારું નામ દઈને કોઈ આવે તો આ પોપટ તેમને આપજો. કહેજો કે શ્રીમતીને રમવા માટે, સમય પસાર કરવા આ પોપટ મોકલાવ્યો છે અને અમારા પણ સમાચાર કહેજો.” ૩૩. - બંને સ્ત્રીઓની વાત સાંભળીને સાગરદત્ત શ્રેષ્ઠી પોપટનું પાંજરું લઈને અનુક્રમે વળી વેપારાર્થે રત્નપુરી આવ્યા અને પાંજરું શ્રીમતીના હાથમાં આપ્યું. શ્રીમતીને વળી સઘળી વાત પણ કહી. વાત સાંભળીને શ્રીમતી પણ સ્વામીના ત્યાંથી આવેલ પોપટને જાણે પોતાનો સ્વામી માનતી. તેને ખૂબ પ્યારથી ખવડાવે છે, પીવડાવે છે, લાડ લડાવે છે. //૩૪ll કેટલાક દિવસો આ રીતે પોપટ સાથે રમતાં પસાર થઈ ગયા. એક દિવસ શ્રીમતીએ પોપટના પગે બાંધેલો દોરો જોયો. તરત જ તેણીએ દોરો તોડી નાંખ્યો. દોરો તૂટતાં જ ધનદેવ પ્રગટ થયો. શ્રીમતી તો આશ્ચર્યમાં ડૂબી ગઈ. સ્વજનો બધો આનંદ પામ્યાં. If૩પ સસરાએ પણ દીકરી જમાઈને રહેવા માટે જુદો આવાસ આપ્યો. ઘણા વખતે મળતો પતિ જોઈને શ્રીમતી ઘણા આનંદ સાથે પતિની સાથે વાતો કરતી સુખમાં દિવસો પસાર કરે છે. સમય જતાં શ્રીમતીના Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ધમ્મિલકુમાર રાસ પિતા શ્રીપુંજ શેઠ મૃત્યુ પામ્યા. થોડા દિવસો ગયા બાદ શ્રીમતી ધનદેવને કહે છે. II૩૬ હે સ્વામીનાથ ! તમો ગુણવાન છો અને આ સસરાને ઘેર રહેતાં, સસરાને નામે તમે ઓળખાવ છો. તેથી મને ઘણું દુઃખ થાય છે. તમારા જેવા ગુણિયલનું આ કામ નહીં. તો આપણે હવે મારા સસરાને ઘેર જઈએ. ત્યાં જતાં મારા પિતાની યાદ ઓછી આવે. મારો શોક દૂર થાય. II3II ત્યારે ધનદેવ બોલ્યો.. .જો પ્રિયે ! હું પોપટ હતો અને તે વેળાએ જે શાકના છમકાર ને તેણીની વાતો મને સંતાપે છે. મને એ વાતો હજી વિસરાતી નથી. માટે હવે ત્યાં જવું તું ટાળ. મારે ત્યાં જવું નથી. તે સાંભળી શ્રીમતી કહે છે કે કેમ સ્વામી “ભાજીનો છમકાર ?’ મને કશી ખબર નથી. ।।૩૮। ધનદ વતનમાં :- અત્યાર સુધી ધનદેવે પૂર્વ (પહેલાંની) ની વાત કહી નહોતી. પણ જ્યારે શ્રીમતીએ પૂછ્યું. ત્યારે ધનદેવે પોતાની સઘળી વાત અથથી ઈતિ કહી સંભળાવી. તે સાંભળી શ્રીમતી હસતી હસતી કહેવા લાગી કે “સ્વામી ! મારી આગળ તમારી તે બંને પૂર્વપ્રિયા તો રાંકનો અવતાર સમજજો. મારી આગલ તે બંને કશું કરી શકશે નહીં. ।।૩૯।। પણ સ્વામી ! મને મારા સાસરે જવાની બહુ ઇચ્છા છે. માટે હે નાથ ! તમે તૈયારી કરો.” પત્નીના અતિ આગ્રહે કરીને ધનદેવ જવાની તૈયારી ક૨વા લાગ્યો. જહાજ વહાણ તૈયાર કર્યું. શુભદિન જોઈને પોતાને ગામ જવા સમુદ્રવાટે ૨વાના થયાં અને પોતાના ગામ હસંતી નગરે પહોંચ્યાં. સ્વજન વર્ગને ખબર પડતાં સન્મુખ આવ્યા. સામૈયું કરીને ઘેર લઈ આવ્યા. શ્રીમતી હવે સાસરાને ઘેર આવીને ઘણા આનંદથી રહે છે. I॥૪૦॥ હવે પેલી બંને સ્ત્રીઓ ભેગી મળીને વિચારે છે કે “આ વળી પાછો છમકારા ભૂલી ગયો લાગે છે.” જોને વળી નવી વહુ લઈને, આપણો ધણી, સ્વાદ ચાખવા આવ્યો છે. તો સ્વાદ ચખાડીએ. II૪૧॥ ફૂડકપટ કરતી બંને સ્ત્રીઓ સ્વામીને બહારથી સારી રીતે રાખે છે. સ્વામીને બેસવા આસન આપે છે તે મંત્રીને આપ્યું. તે મંત્રેલ આસન ઉપર બેસાડ્યો. નાની સ્ત્રી પગ ધૂએ છે. મોટી સ્ત્રી મંત્રેલ પાણીને આસન ફરતાં આંગણામાં છાંટી રહી છે. ।।૪૨।। જળ છાંટતાં આંગણાંમાં જળ વધવા લાગ્યું. વધતાં વધતાં તે પાણી ધનદેવ બેઠો છે તેની નાસિકા સુધી આવ્યું. ધનદેવ તો પાણીમાં ડૂબવા લાગ્યો. ત્યારે શ્રીમતીએ ત્યાં મંત્ર ભણી પાણીને તે જ ક્ષણે શોષવી દીધું. II૪ા ત્યારે તે બંને સ્ત્રીઓ વિચારે છે કે આ તો આપણા માથાની આવી છે. તેથી આપણું કંઈ ચાલશે નહીં. એટલે નમ્ર બની બંને જણી શ્રીમતીના પગમાં પડી. દૂર રહ્યો ધનદેવ આ બધું નાટક જોતાં સ્તબ્ધ બની ગયો. ચોથા ખંડને વિષે ભલી મજાની આ દશમી ઢાળ કહેતાં શુભવીરવિજય મહારાજ હવે આગળ શું કહેશે ? હવે શું બને છે ! તે હવે જુઓ. ॥૪૪॥ ખંડ - ૪ ની ઢાળ : ૧૦ સમાપ્ત -: દોહા :તે દેખી વિસ્મય લહી, શ્રેષ્ઠી ચિંતે ચિત્ત; ભયરણમાંથી ઉગર્યો, તો વળી આગળ ભીત. ॥૧॥ દૈવદશાથી શ્રીમતી જો કોપી કોઈ વાર; ત્રિહ્નારી વિણ ત્રિભુવને, નહી કોઈ રાખણહાર ||૨| Page #338 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૧૧ ૨૯૧ વિ રહેવું મુઝને ઘટે, એક દિન જીવિત હાણ, ભય સ્થાનક તે વરજવું, બોલે ચતુર સુજાણ ૩ી એમ ચિંતી પુર બારણે, નાઠો તે તતખેવ, જિનવંદી તમને મળી, આ બેઠો ધનદેવ IIઝા મુનિ કહે એણે અવસર અમે, તેણે વનરસિયા રાત; ભય વૈરાગ્યે પૂરિયા, આવી નમી કહે વાત /પા અમ ઉપદેશ સુણી કરી, બેહુ જણે દીક્ષા લીધ; વિચરતાં હાં આવીયા, દૂરે ભય સવિ કીધ. Ill. તે નિસુણી ધમ્મિલ કહે, દીયો દીક્ષા આજ, ભોગ કરમ ફલ તુઝ ઘણું, નહીં વ્રત કહે મુનિરાજ IIણા તવ મુનિ વંદી ઉઠીયો, જબ થયો પચ્છિમ જામ, પુરમાં રાજપંથે ગયો, તિહાં દીઠું સુરધામ. ૮ આ સર્વ જોઈ ધનદેવ તો વિસ્મય પામ્યો. વળી વિચારે છે કે અત્યારે તો મરણના મુખમાંથી બચ્યો. હમણાં તો ઊગરી ગયો. પણ આગળ તો મારે માથે ભય ઝઝૂમે છે. આ ત્રણેય બલાઓનો વિશ્વાસ મારે રાખવા જેવો નથી. ના નસીબ થકી હમણાં તો શ્રીમતીએ મને ઉગાર્યો. પણ જો કોઈ વાર આ શ્રીમતી ક્રોધિત થઈ ને વિફરી તો, વળી મારાં સોએ વરસ પૂરાં થઈ જાય. પેલી બે તો છે. એમાં મારા નસીબથકી આ ત્રીજી ભળી. મારી શી દશા ! જગતમાં મારું રક્ષણ કરનાર કોણ ! આ ત્રણ સિવાય કોઈ નહીં. ત્રણેય સાથે વિફરે તો ! | રા. હવે તો આ ત્રણેય બલાઓના વિશ્વાસે મારે ન રહેવાય. ક્યારેક મારા પ્રાણ હોડમાં મુકાઈ જાય. મારક બની જાય. સુજ્ઞજનો કહે છે કે ભયસ્થાનક હોય ત્યાં રહેવું નહીં અથવા તો ભયસ્થાનક ત્યજી દેવાં જોઈએ. ૩. ધનદનો ગૃહત્યાગ:- આ પ્રમાણે વિચારતો ધનદેવ ભયનો માર્યો તે જ ક્ષણે ઘર બહાર નીકળીને, નગર બહાર નાઠો. નગર બહાર જિનેશ્વર પરમાત્માનું મંદિર. ત્યાં પરમાત્માનાં દર્શન કરીને જે આ તમારી સામે પાસે બેઠો છે તે જ હું ધનદેવ. આ પ્રમાણે ધનદેવે પોતાનો વૃત્તાંત મદનને કહ્યો. //જી. વળી મુનિરાજ ધમ્મિલને કહે છે કે તે જ રાત્રિએ અમે તે જ વનમાં રાત્રિવાસો રહેલા હતા અને આ મદન અને ધનદેવ પણ ફરતાં ફરતાં, ભયથી વૈરાગ્ય પામીને અમારી પાસે આવ્યાં. વિનયથી હાથ જોડી નમસ્કાર કરીને બેઠા. બંને જણાએ સર્વ વૃત્તાંત અમને કહ્યો. પી. મદન અને ધનદની દીક્ષા :- તે બંનેને સંસારથી નારાજ પામેલા જાણીને, અમે પણ તેમને આશ્વાસન આપી, વૈરાગ્યની વૃદ્ધિ થાય તે પ્રમાણે ઉપદેશ આપ્યો. તે સાંભળીને તે બંને જણાએ ભવના ભયને દૂર કરનારી ભાગવતી પ્રવ્રજયા અંગીકાર કરી. અમે પણ તેઓને સાધુવેશ આપ્યો. તે પછી આ બંને નવદીક્ષિત અમારી સાથે વિહાર કરતાં કરતાં અહીં આવ્યા છે. //દી આ સઘળી વાત સાંભળીને ધમ્મિલને પણ વૈરાગ્ય જાગ્યો. તે પણ પોતાની સ્ત્રી વિમળાથી કંઈક દાઝયો હતો. ને તે છોડીને આ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ધમિલકુમાર રાસ વનમાં આવી બેઠો હતો. ગુરુ મહારાજને વિનંતિ કરી કે ગુરુદેવ ! આ બંનેને તાર્યા. તો મને પણ તારો. મને પણ સંસારથી પાર પામવા દીક્ષા આપો. દીક્ષા લેવા ધમ્મિલ પણ તૈયાર થયો. ત્યારે મુનિરાજ કહે છે, હે ધમ્મિલ ! હજુ તારે ભોગાવલી કર્મ ભોગવવાનાં ઘણાં બાકી છે. તે કારણે તારા ભાગ્યમાં દીક્ષાનો યોગ નથી. ચારિત્ર તારા ઉદયમાં નથી. //૭ી મુનિ ભગવંતની વાત સાંભળી ધમ્મિલ નારાજ થયો. પણ ગુરુવાણી સાંભળી કંઈક સ્વસ્થ થયો. પણ ગુરુની વાણીને મનમાં ધારણ કરતો, વૈરાગ્યથી ભીંજાયેલો મુનિને વંદન કરીને ઊઠ્યો. ત્યારે સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. ધમિલ નગર તરફ ચાલ્યો. રાજમાર્ગ ઉપર જતાં ધમિલે એક દેવમંદિર જોયું. //૮ ઢાળ અગિયારમી. (કોઈ લો પર્વત ધંધલો રે, લો....એ દેશી) રાજમારગ પાસે ભલો રે લો, દીઠે નાગવિહાર રે, ચતુરનર, ધૂપઘટા ગગને ચલી રે લો, દીપકમાલ હજાર રે, ચતુરનર પુણય કરો જગ પ્રાણીયા રે લો... એ આંકણી..../૧ પુણ્ય કરો જગ પ્રાણીયારે લો, કારણ પંચમાં સિદ્ધરે, ચતુરનર મનગમતા મેળા મળે રે લો, ધમ્મિલ જેમ ફળ લીધ રે,..ચતુર...પુ...રા, વિસ્મિત નયને વિલોકીને રે લો, પિહિત અર્ધ કપાટ રે; દ્વાર ઉઘાડી મંદિરે રે લો, પેઠો હજીય ઉચ્ચાટ રે...ચતુર...પુ..I નાગદેવ બેઠો નમી રે લો, કરતો બહુલ વિચાર રે, તેણે સમે પૂજાપો ગ્રહી રે લો, સુંદર સખી પરિવાર રે...ચતુર...પુ...૪ જોવનવય જસ જાગતી રે લો, લાગતે અંગે કામ રે, દોયપ્રિયાથી ઉભગ્યો રે લો, વસિયો લહી વર ઠામ રે...ચતુર...પુ...પા રૂપે જયંતા તારિખી રે લો, આવી કુમારી એક રે; ધૌત ચરણ કર મુખ જલે રે લો, પેઠી ચૈત્ય વિવેક રે...ચતુર...પુ...llell નાગદેવ પૂજી કરી રે લો, કહે થાઓ નાથ પ્રસન્ન રે, નાગ ભણે વત્સ તુઝ હજો રે લો, વંછિત વર કયપુત્ન રે..ચતુર...!...llણા સાંભળી ઉઠી સસંભ્રમેં રે લો, દીઠો તામ કુમાર રે, રૂપે રંગાણી ચેતના રે લો, કામદેવ અવતાર રે...ચતુર..પુ...Iટા તેણે પણ દીઠી દિલભરે લો, નવજોબન વનશાલ રે, નૌતન તુંગ પયોધરા રે લો, અધર અરૂણ પરવાલ રે...ચતુર....પુ...લા નીલકમલદલ લોચના રે લો, શશિ મુખ સુરભિ વાસ રે; જાએ કલા ચોસઠ લહી રે લો, વિયત વિધુ અભ્યાસ રે..ચતુર..પુ... (૧૮ Page #340 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૧૧ ૨૯૩ ફૂલ ખરે મુખ બોલતાં રે લો, પૂછતી કુંવરને તે રે, -કુશાગ્રપુરથી આવીયા રે લો, ધમ્મિલ કહે તુમ નેહ રે...ચતુર....પુ.../૧૧/l સાંભળી આ વિસ્મય લહી રે લો, અધોમુખ જોતી જાય રે; લજવાણી વામ પગતણે રે લો, અંગૂઠે ભૂમિ ખણાય રે...ચતુર...પુ..../૧૨ ધમ્મિલ કહે સુણ સુંદરી રે લો, તું કોણ કિમ ઈહાં આય રે; મધુરવયણનેહે ભરી રે લો, થોય નિપુણ ઉચ્ચરાય રે...ચતુર...પુ....I૧all સાર્થેશ નાગવસુ બહાં રે લો, નાગસેનાનો કંત રે, નાગદેવ ભક્તિ થયો રે લો, નાગદત્ત સુત સંત રે..ચતુર...પુ.../૧૪ પણ ઇચ્છા તે ઉપરે રે લો, નંદની ચંદની રાત રે; ઇંદ્ર મહોત્સવ પૂર્ણિમા રે લો, વંછે જેમ મણ જાત રે...ચતુર...પુ...૧૫ નાગદેવ સેવા થકી રે લો, પુત્રી હુઈ ગુણ ધામ રે, થાપે હર્ષ મહોચ્છર્વે રે લો, નાગદત્તા મુજ નામ રે. ..ચતુર..પુ.../૧૬ll જોબન વય જનકાદિકે રે લો, વરની ચિંતા થાય રે, સાચી સોવન મુદ્રિકા રે. લો, કાચ તિહાં ન જડાય રે ચતુર....પુ...૧ણી ગુણલક્ષણ જોયા વિના રે લો, ભુચ્છ મળે ભરતાર રે, જાએ જન્મારો મૂરતાં રે લો. અબલાનો અવતાર રે. ચતુર....પુ.../૧૮ તેણે કારણ સેવા કરુ રે લો. નાગદેવની નિત્ત રે; કરજોડી કરું વિનતિ રે લો, ઇચ્છા વર ધરી ચિત્ત રે. ..ચતુર...પુ.../૧લી વિંછા આજ પૂરણ કરી રે લો, દેવે થઈય હજુર રે, 'મુઝ ભાગ્યે તુમ આવીયા રે લો, દીઠા ગુણ ભરપૂર રે, ..ચતુર...પુ....ll૨ના સુખ ભર બેસો ઇહાં કને રે લો, એમ કહી ચાલી તેહરે, પૂર્ણ મનોરથ વારતા રે લો, માયને કહે જઈ ગેહ રે. . ચતુર...પુ...ર૧|| સજ્જન વર્ગ સવિ હરખિયા રે લો, નાગદેવ ઘર જાત રે; ઘર તેડી સમહોત્સવે રે લો, લીધુ લગન તે રાત રે. ..ચતુર...પુ...રરા. ચોરીએ ફેરા ફેરવી રે લો, દીધું કન્યાદાન રે. વાસ ભુવન સુખમેં વસે રે લો, શેઠ માન સન્માન રે, ..ચતુર...પુ....ર૩ ચોથે ખડે પૂરણ થઈ રે લો, એ અગિયારમી ઢાળ રે, શ્રી શુભવીર કુંવર ઈહાં રે લો, ભોગવે ભોગ વિશાળ રે..ચતુર......//ર૪. ધમિલ દેવ મંદિરમાં - રાજમાર્ગને અડીને રહેલું દેવમંદિર નાગદેવનું હતું. મંદિર અલૌકિક હતું. વેળા સાયંકાળની હતી. સૂર્યનાં કિરણો મંદિર પર પડતાં મંદિરની શોભા વધારતાં હતાં. મંદિરમાં Page #341 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ ધૂપ ચાલુ હતા. જેની ધૂપઘટાઓ ગગન તરફ પ્રસરતી હતી. હજારો દીપમાળાઓથી મંદિર ઝળહળી રહ્યું હતું. કર્તા કહે છે હે જગતના પ્રાણીઓ ! પુણ્ય કરો. ॥૧॥ હે પ્રાણીઓ ! પુણ્ય કરો. પુણ્ય હોય તો સુખની પ્રાપ્તિ થાય. કોઈ પણ કાર્ય કરવું હોય તો પાંચ કારણ બતાવ્યાં છે. જેમાં એક કારણ પુણ્યનું પણ ગણાય છે. માટે સૌ જન પુણ્યનો આદર કરો. આવા પુણ્ય થકી સર્વ ઇચ્છિત મનોકામના પૂર્ણ થાય છે. મનગમતાનો મેળાપ થાય છે. પુણ્યના કાર્ય કરેલ ધમ્મિલ પૂર્વના પ્રબળ પુણ્યયોગે ઘણાં સારાં ફળો પ્રાપ્ત કરે છે. તેમ તમે પણ સારાં ફળ મેળવો. ॥૨॥ ૨૯૪ રસિકકથા આગળ ચાલે છે. શું કહે છે ? સાંભળો. ધમ્મિલ આ નાગદેવના મંદિરને બહાર ઊભો નિહાળી રહ્યો છે. જોતાં જોતાં તેનાં નયનો વિકસ્વર થયાં. અંદર જવાનું મન થતાં દ્વારે પહોંચ્યો. મંદિરનું દ્વાર અડધું બંધ છે. અડધું ખુલ્લું છે. ધમ્મિલે તે મંદિરમાં પ્રવેશ કર્યો. IIII સઘળા સંતાપને દૂર કરી ધમ્મિલે નાગદેવને નમસ્કાર કર્યા અને પલાઠી લગાવીને મૂર્તિની સામે બેઠો. તેના મનમાં તો અનેક પ્રકારના વિચારો ચાલી રહ્યા છે. ક્યાં જવું ? શું કરવું ? સ્ત્રીથી ખેદ પામેલો છતાં મંદિરમાં શાંતિ મેળવવા શાંત ચિત્તે બેઠો છે. થોડો સમય જતાં જ હાથમાં પૂજાપાની થાળી લઈને દાસીઓ સાથે નવયૌવના બાળાએ મંદિરમાં પૂજાર્થે પ્રવેશ કર્યો. ॥૪॥ નવયૌવના બાળા કેવી ? જેના અંગોમાં કામદેવે પ્રવેશ કર્યો છે જેથી તેણીનું યૌવન પૂરબહાર ખીલી ઊઠ્યું છે. રૂપવડે ઇન્દ્રાણીઓને જીતી લીધી ન હોય ! તેવી મદભર યૌવના ઠમક ઠમક કરતી નાગદેવની પૂજા કરવા આવી. પી નાગદત્તા દેવમંદિરમાં :- અને વિવેકપૂર્વક આ નવયૌવના હાથ-પગ પખાળીને મુખ-શુદ્ધિ કરીને પવિત્ર થઈ. પછી નાગદેવની પ્રતિમાની પૂજા કરવા માટે, વિવેક જાળવીને મંદિરમાં બિરાજમાન નાગદેવ પાસે પહોંચી. IIFII ઉત્તમ શ્રેષ્ઠ સામગ્રી પૂજાપાથી બાળાએ મનવચ-કાયની એકાગ્રતાથી પૂજા કરી. ત્યાર પછી બાળા પ્રાર્થના કરવા લાગી કે હે નાગમામા ! મારી પૂજા સ્વીકારો. મારા ઉપર પ્રસન્ન થાઓ. હે નાગદેવ ! મને મનવલ્લભનો મેળાપ કરાવો. મારા મનો૨થો પૂર્ણ કરો. ત્યારે સાક્ષાત્ નાગદેવ બોલતા ન હોય ! તેમ પ્રચ્છન્નપણે રહીને ધમ્મિલે કહ્યું. હે પુણ્યશાળી શ્રેષ્ઠ કન્યા ! તારી મનોકામના પૂર્ણ થશે. ઈચ્છિત વ૨ જરૂર પ્રાપ્ત થશે. બાળા તો નતમસ્તકે આંખ બંધ કરીને સ્તુતિ કરતી હતી. તે નાગદેવની વાત સાંભળી. ભોળીબાળાને કશી ખબર નથી કે આ કોણ બોલ્યું. ના નાગદેવનું વચન સાંભળીને આંખ ખોલીને જોવા લાગી. અતિપ્રસન્ન થઈ. ઘણા દિવસની ભક્તિ આજે સફળ થઈ. દિલમાં હર્ષ ઉભરાતો હતો. પણ ચિત્ત સસંભ્ર હતું. હજુ નાગદેવની વાત મનમાં બેસતી ન હતી. હજુ વિચારે, ન વિચા૨ે તેટલામાં સ્વરૂપવાન નવયૌવન પુરુષ જોવામાં આવ્યો. (અર્થાત્ કુંવર ઉપર તેણીની નજર પડી.) સાક્ષાત્ કામદેવના અવતાર સરખા કુમારને જોઈને બાળા વિહ્વળ બની. તેના રૂપમાં રંગાયેલી, અનિમેષ નયણે કુમારને જોઈ રહી છે. II૮ ધમ્મિલ પણ તે બાળાને અતૃપ્તપણે જોવા લાગ્યો. મદભર આ બાળાનું યૌવન ખીલી ઊઠ્યું છે. નવીન ઉત્તુંગ એવા તે બાળાના બંને સ્તનો કળશની જેમ સુંદર શોભતા હતા. હોઠ તો પરવાળા સરખા સુંદ૨ ૨ક્ત વર્ષે શોભતા હતા. III લોચન કેવાં ? નીલકમળનાં પાંદડાં જેવાં, મુખ તો ચંદ્રમા સરખું. શ્વાસોચ્છ્વાસ તો સુગંધિત હતો. તેણે ચોસઠકલાની જાણકારી પ્રાપ્ત કરી છે. જે કળાનો અભ્યાસ કરવા સોળકળાવાળો ચંદ્ર આજ સુધી આ ગગનમંડળમાં ભમી રહ્યો છે. II૧૦|| કુમાર-કુંવરીનું મિલન :- બાળા બોલે છે ત્યારે જાણે મુખમાંથી ફૂલો ખરે છે. કુમાર પણ મંદ્રિમાં Page #342 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૧૧ ૨૯૫ હતો. બાળા કુમારની પાસે આવીને કુમારને પૂછે છે કે હે ઉત્તમ પુરુષ ! હે ભાગ્યશાળી ! તમે કોણ છો ? ક્યાંથી આવો છો ? તે સાંભળી ધમ્મિલ બોલ્યો : હે શુભાંગી ! મગધદેશ કુશાગ્રપુરનો વાસી છું. અને તમારા સ્નેહથી ખેંચાઈને ઘણા દૂર હોવા છતાં અમે અહીં આવ્યા છીએ. /૧૧ ધમિલની મીઠી વાણી સાંભળી, બાળા સ્તબ્ધ બની. નીચું મુખ રાખી લજ્જા પામી. નજર ભૂમિ ઉપર રાખી, ડાબા પગના અંગૂઠા થકી ભૂમિને ખણતી, મૌન ધારણ કરી ઊભી રહી. ૧રો તક ઝડપી ધમ્મિલ બોલ્યો... બાળા ! તું કોણ છે? અહીંયાં કેમ આવી છે ? મીઠાં વચનો સાંભળી, ક્ષોભ પામેલી તે નવયૌવના બોલી. ૧૩ બાળાની ઓળખ :- “આર્ય ! આ નગરમાં વસનારી “નાગદત્તા” નામે કન્યા છું. આ નગરમાં ધનાઢ્ય નાગવસુ નામે શ્રેષ્ઠી સાર્થવાહ રહે છે. નાગસેના તેમની પત્ની છે. આ દંપતી નાગદેવની નિત્ય સેવા કરે છે. ભક્તિ કરતાં તે દંપતીને નાગદત્ત નામે પુત્ર થયો. ૧૪ો પણ મનુષ્યો ઈન્દ્ર મહોત્સવના દિવસે પૂર્ણિમાની ચાંદની ઇચ્છે છે તેમ આ દંપતીને પુત્રીની ઇચ્છા થઈ. ll૧પણા નાગદેવની નિત્ય ભક્તિ કરતાં ગુણના ધામ સરખી એક પુત્રી થઈ અને મોટા મહોત્સવે તેનું નામ નાગદત્તા રાખ્યું. /૧૬ll તે હું તમારી સામે ઊભી છું. જયારે ભરયૌવનમાં આવી ત્યારે માતાપિતા તેને લાયક વરની ચિંતા કરવા લાગ્યાં. વિચારે છે કે સોનામાં કાચ જડાતો નથી. તેમાં તો હીરો જડાય. હીરો શોભે. ||૧ળા. વળી વિચારે છે કે ગુણ - લક્ષણ જોયા વિના દીકરીને આપી ન દેવાય. માટે પરીક્ષા કરવી. જો પરીક્ષા વિના આપી દઈએ કે પરણાવીએ અને જો ભોટ-ભરતાર ભટકાઈ જાય તો તેનો જન્મારો કેવો જાય. નૂરી ઝૂરીને અવતાર પૂરો કરે. ૧૮ માતાપિતાની ચિંતા દૂર કરવા હું નિયમિત આ મંદિરે પૂજા કરવા આવું છું અને મારી મનોકામના પૂરી કરો. એ રીતે રોજ આ યક્ષરાજને વિનંતિ કરું છે. ૧લા આજ મારી ઉપર નાગદેવ પ્રસન્ન થયા. પ્રત્યક્ષ પરચો બતાવ્યો. મારી આશા આજે ફળીભૂત થઈ છે. દેવે મને આશીર્વાદ આપ્યા છે. વળી આજે જ મારા ભાગ્યે તમે અહીં આવી ચઢયા છો. તમને જોતાં જ મને ઘણો હર્ષ થાય છે. ગુણોથી ભરપૂર એવા હે ગુણોત્તમ ! તમને જોતાં મારી સાતે ઘાતુ આનંદ પામે છે. ૨ll હે આર્યપુત્ર! આપ ઘડીક અહીં વિસામો લ્યો. ક્યાંયે ચાલ્યા ન જતાં. અહીં જ બેસો. એમ કહી નવયૌવના નાગદત્તા, સખીઓ સાથે જલ્દી ઘેર ગઈ અને પોતાની માતાને હરખભેર હૈયાની વાત કરી. મનોરથ પૂર્ણ કરવા ઉજમાળ થઈ. ૨૧ી માતા નાગસેના પણ પુત્રીની વાત સાંભળી આનંદ પામી. તે પછી પોતાના સ્વામી નાગવસુને બોલાવી વાત કરી. તરત જ સ્વજનવર્ગને પણ જાણ કરી. તે પછી સૌ નાગદેવના મંદિરે પહોંચ્યા. યોગ્ય વાટાઘાટો કરીને ધમ્મિલને વાજતે ગાજતે પોતાના આવાસે લઈ આવ્યા. તરત જ ઘડીયાં લગન લેવાયાં. તે જ રાત્રિએ ધમ્મિલ-નાગદત્તાનાં લગ્ન થઈ ગયાં. /૨૨ા. ચોરીમાં ફેરા ફેરવ્યા. કન્યાદાન પણ આપ્યું. જે કન્યાદાનમાં માતાપિતાએ ઘણી રિદ્ધિ સિદ્ધિ અને બીજી પણ ઘણી સામગ્રી આપી. રહેવા માટે તૈયાર કરેલા વાસભુવનમાં દંપતી સુખમાં દિવસો પસાર કરે છે. /ર૩. ચોથા ખંડને વિશે અગિયારમી ઢાળ પૂર્ણ થઈ. શ્રી શુભવીરવિજયજી મહારાજ કહે છે કે પ્રબળ પુણ્યપ્રભાવે ધમિલ અને નાગદત્તા સંસારનાં સુખો ભોગવે છે તો તમે પણ સૌ પુણ્ય ઉપાર્જન કરો. ૨૪ll. ખંડ - ૪ની ઢાળ : ૧૧ સમાપ્ત Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ધમિલકુમાર રાસ -: દોહા :એણે અવસર તે નગરનો, નામ કપિલ ભૂપાલ; તસ કુમરી કપિલા સતી, જો વન રૂપ રસાલ III), નાગદત્તાશું તેહને, વરતે છે સપ્રિભાવ, ધમિલ વરીયો સાંભળી, કરતી ચિત્ત બનાવ. /રા સખિયે વયો વર માહરે, વરવો એ નિરધાર; સહીયર પ્રેમ સદા રહે, ભારંડ પંખી સમાર Ball એમ ચિંતી કહે રાયને, મુઝ ઈચ્છાવર હેત, મંડપ રચીએ સ્વયંવર, રાજકુંવર સંકેત. I૪ો. એમ નિસુણી તતક્ષણ કિયો, મંડપ સોવન થંભ, થંભ થંભ મણિ પૂતળી, કરતી નાટારંભ પણ મંચક અતિ મંચક તણી, બાંધી શ્રેણિ વિશાલ, જેમ બેસી બહુલા જુએ, નવરસ નાટક શાલ. All વળી આ જ નગરમાં નગરનો માલિક કપિલ નામે રાજા હતો. આ રાજાને કપિલા નામે રાજકુંવરી છે. આ કુંવરીએ પણ પુષ્પવય થતાં નવયૌવન પ્રાપ્ત કર્યું છે.' ૧] આ કુંવરીને નાગદત્તા સાથે નાની વયથી જ પરમસખીપણું છે. સખીસ્નેહ વધતો જ ગયો. ગાઢ મિત્રતાને કારણે શરીર બે, જીવ એક જેવી તેવોની હાલત હતી. મહામહોત્સવ સાથે નાગદત્તા અને ધમ્મિલનાં લગ્ન થયાં. કપિલા વિચારે છે કે સખી સાસરે ગઈ? શું કરવું? જુદા પડવું નથી. ઉપાય શો ? વિચારે છે. //રા - તે (નાગદત્તા) જેને પરણી છે તે જ વરને મારે વરવો. અર્થાત્ ધમ્મિલ પણ મારો પતિ થાઓ. તેથી અમારો સખીસ્નેહ સદાને માટે જીવંતપર્વત, ભારંગપંખીની જેમ ટકી રહે. ૩ અને આ પ્રમાણે વિચારતી કપિલા કુંવરી માતાની પાસે સખીઓને મોકલે છે અને પોતાની મનની બધી વાત કહેવરાવે છે. પિતાને પણ આ વાતની જાણ થતાં તરત સ્વયંવરની તૈયારી કરાવે છે. જે સ્વયંવરમાં દેશ પરદેશના રાજા-રાજકુમારોને આમંત્રણ આપીને બોલાવે છે. //૪ કપિલાનો સ્વયંવર :- કપિલ રાજા સ્વયંવરમંડપની રચના કરાવે છે. મારી દીકરીને મનગમતો વલ્લભ-ભરતાર મળે. માટે દેશપરદેશ ખૂણે-ખાંચરે સૌને આમંત્રણ મોકલે છે. મંડપમાં સુવર્ણના થંભ મુકાવ્યા છે. થાંભલે થાંભલે મણિમય પૂતળીઓ નાટારંભ કરતી ગોઠવાવે છે. //પા. સ્વયંવરમંડપમાં સૌને બેસવા માંચડા ગોઠવાયા. નાનામોટા માંચડાની શ્રેણી બંધાવી કે જેના ઉપર બેસીને લોકો નવરસનાં જુદા જુદા નાટકો જોઈ શકે. તેવી વિવિધ પ્રકારની રચના કરાવી. I૬ll Page #344 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૧૨ ઢાળ બારમી (ભરતને પાઢે ભૂપતિ રે...એ દેશી) દૂત ઠવી ગૃપ તેડિયા રે, આવ્યા ક્ષત્રીકુમાર, સલૂણા, ઉતરીયા ચંપાવને રે, સૈન્ય સુભટ વિસ્તાર સલૂણા...॥૧॥ પુણ્ય ઉદય પ્રાણી લહે રે, વંછિત સકલ સમૃધ્ધ, પુણ્ય વિષુણા ઝૂરતા રે, દેખી પરની ઋધ્ધિ...સ.પુ.॥૨॥ મંત્રી શેઠ સાર્થવાહના રે, મળીયા પુત્ર અનેક; અશન વશન નૃપ તૃણ જલે રે, સાચવે સકલ વિવેક...સ. પુ. III નયરે પડહ વજડાવતા રે, ઇભ્ય શેઠ સાર્થેશ; નંદન સાથ સ્વયંવરે રે, આવજો ધરી શુભ વેશ...સ.પુ. II૪lI મંડપે મળીયા તે સવે રે, બેઠા બેસણ ઠાય, નંદન વનમેં દેવતા રે, મળીયા મોજ સવાય....સ.પુ.પી મ્મિલ પણ આવી તિહાં રે, રાજકુંવરની પાસ; માન લહી જુવરાજનું રે, બેઠા મન ઉલ્લાસ...સ. પુ. IIII રાય કપિલની આગળે રે, ગાયન ગાવે ગીત; વારવધૂને નાટકે રે, રાગ રંગ રસ રીત....સ. પુ. IIના એણે અવસ૨ નૃપ નંદની રે, ચંદન સહિ પરિવાર, બેસી સુખાસન પાલખી રે, સોળ ધ૨ી શણગાર...સ. પુ.॥૮॥ ઉતરી અભ્રથી ઉજળી રે, વિજળી જ્યું ઝલકાર; વરમાળા કરમાં ધરી રૈ, પંખા સખી કર ધાર....સ.પુ.IIll સમકાળે કુમરી મુખે રે, નયણે જુએ નરદક્ષ; ધનુર્વેદ બાણાવલી રે, સાંધે જેમ દંગલક્ષ...સ.પુ. ૧૦ની પણ કુંવરી ચિત્ત વેધીયું રે, નાગદત્તા ભરતાર; વસ્તુ જગત મધુ૨ી ઘણી રે, પણ ચિત્તરૂચિએ પ્યાર...સ. પુ. II૧૧॥ નયન કટાક્ષે બેહુ જણા રે, વેધાણાં તેણે ઠાય, વેધકતા લહે વેધકી રે, ઘાયલ જાણે થાય...સ.પુ./૧૨/ હવે પ્રતિહારી વર્ણવે રે, સાંભળ રાજકુમાર; પૂરવ દેશનો રાજિયો રે, નયી વાણારસી સાર....સ.પુ.॥૧૩॥ નામે મૃગધ્વજ એહ છે રે, સૈન્ય ઋદ્ધિ બહુ ગેહ; પરણી પ્રિયા છે પાંચશે રે, સુંદર લક્ષણ દેહ....સ. પુ. ॥૧૪॥ ૨૯૦ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ધર્મિલકુમાર રાસ કુમી કહે કાંતા ધણી રે, નહી સુખીયો ચલી અગ્ર; વંગ કલિંગ તણો ધણી રે, જસ ઘર ઋદ્ધિ સમગ્ર....સ.પુ. ॥૧૫॥ જયસિંહ નૃપ નેપાળનો રે, કસ્તૂરી જસ દેશ; એમ મંત્રીશ્વર શેઠને રે, વરણવિયા સવિશેષ...સ. પુ. ॥૧૬॥ તે સવિ હેલવિયા તેણે રે, વય રૂપ દેશના દોષ; વર્ણવતાં દિલ હીંસતું રે, હેલવતા મન રોષ...સ. પુ. II૧૭ના વળી પ્રતિહારી બોલતી રે, એ નર ગુણ ભંડાર; ભાગ્યકળા રૂપે વડો રે, મુઝ સખીનો ભરતાર...સ. પુ. II૧૮। મનગમતું વૈદ્યે કહ્યું રે, જાણી ઠવે વરમાળ; વ્યંતર દેવી દેવતા રે, વૃષ્ટિ કુસુમ ઉજમાળ...સ. પુ॥૧૯॥ તે દેખી નૃપ કોપીયા રે, ઉઠ્યા ખડ્ગ ધરી હાથ; એક શૃંગ ખડ્ગી પરે રે, થંભે દેવ સહુ સાથ...સ. પુ. ૨૦ કપિલ રાય વચને કરી રે, છોડે ધમ્મિલ ત્યાંહી; મંગલવાજાં વાજતાં રે, સજન વર્ગ ઊચ્છાંહી...સ. પુ. ૨૧/ ઘર તેડી સમહોત્સવે રે, પરણાવે ધરી હેત; હય ગય રથ ભટ ભૂષણાં રે ગામ ઘણા વર દેત...સ. પુ. ૨૨॥ ચોથે ખંડે એણીપરે રે, બોલી બારમી ઢાલ; શ્રી શુભવીર કુંવર તણું રે, પસરયું પુણ્ય વિશાલ...સ.પુ. II૨૩ કપિલ રાજા દ્વારા દેશ-પરદેશ પોતાના માણસો અને દૂતો મોકલીને રાજાઓ - રાજકુમારોને આમંત્રણો આપવામાં આવ્યાં. કન્યાની આકાંક્ષાવાળા ક્ષત્રીકુમારો રાજાઓ, બીજા પણ રાજકુમારોનાં પોતપોતાનાં સૈન્ય-સુભટોના રસાલા સાથે આવી પહોંચ્યા અને સૌ ચંપાનગરીના ઉદ્યાનમાં ઊતર્યા. ॥૧॥ કહેવાય છે કે જ્યારે જગતનાં પ્રાણીઓને પ્રબળ પુણ્યનો ઉદય થાય ત્યારે મનોવાંછિત સમૃદ્ધિ રિદ્ધિ સામેથી મળે છે. પુણ્યવિહોણા પ્રાણીઓ બીજાંની ચડતી-ઉદ્યોત કે રિદ્ધિ સિદ્ધિ જોઈને બળી જતાં હોય છે. બીજા ઉપર ઇર્ષ્યા કર્યે જાય. પોતાના કર્મ સામે જોતા નથી. ॥૨॥ સ્વયંવરને વિશે મંત્રીપુત્રો, શેઠના પુત્રો, સાર્થવાહ પુત્રો આદિના પુત્રો ઘણા ભેગા થયા છે. ભોજન-વસ્ત્ર આદિ સત્કારતા અને હાથી-ઘોડા માટે ઘાસ પાણી વગેરે જે જે સ્થાને જે જે જોઈએ તે સઘળી વ્યવસ્થા કપિલ રાજાએ વિવેક જાળવીને કરી છે. IIII કપિલ રાજા હવે આ બાજુ પોતાના નગરને વિશે રાજસેવકો પાસે પડહ વજડાવે છે. “આપણા નગરમાં વસતા શેઠ સાર્થવાહ શાહુકાર સૌ પોતપોતાના પુત્રો સાથે સારા સારા વેશ આભૂષણોથી સજ્જ થઈને સ્વયંવરમંડપમાં પધારજો.” ॥૪॥ પડહ સાંભળીને સર્વલોક (જવાયોગ્ય સૌ જનો) તૈયા૨ થઈને સ્વયંવર મંડપમાં આવ્યા. પોતપોતાના યોગ્ય સ્થાનકે બેઠક લીધી. નંદનવનની અંદર દેવતાઓ મોજમજા કરવા આવ્યા ન હોય, તેના કરતાં Page #346 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૧૨ ૨૯૯ પણ અહીં સૌ ચઢિયાતા લાગતા હતા. IIII ધમ્મિલકુમાર પણ સજ્જ થઈને આ મેળામાં આવ્યો છે. કપિલરાજાનો રાજકુંવર જ્યાં બેઠો છે ત્યાં જ આવીને ઊભો. રાજકુંવરે પણ પોતાની બાજુમાં જ તેને આદરપૂર્વક બેસાડ્યો. સૌના દિલમાં આનંદ છવાયો છે. IIFII સ્વયંવરમંડપમાં મુખ્ય બેઠકે કપિલરાજા પોતાના સિંહાસન ઉપર આરૂઢ થયા છે. તે વખતે તેમની આગળ વારાંગનાઓ હાવભાવ સાથે ગીત-ગાન-નૃત્ય કરી રહી છે. જુદા જુદા રસ વડે ગાયકો ગીત ગાઈ રહ્યા છે. જુદા જુદા રસમાં એવાં ગીતો ગાય છે કે સાંભળનારાનાં મન ડોલી રહ્યાં છે. IIII સમય થતાં સુખાસન પાલખીમાં, સોળ શણગાર સજીને રાજનંદિની કપિલા, સખીપરિવાર સાથે સ્વયંવરમંડપમાં આવી. ।।૮।। સ્વયંવરમંડપમાં યથાસ્થાને પાલખી મૂકવામાં આવી. તેમાંથી કપિલા કુંવરી બહાર આવી. ત્યારે જાણે આકાશમાંથી વીજળી ઊતરી ન આવી હોય ! તેવી લાગતી હતી. હાથમાં વરમાળા ધારણ કરેલી છે. બંને બાજુએ સખીઓ વીંઝણો લઈને વીંઝી રહી છે. ।।૯।। બાણાવલી પોતાનાં ધનુષ્યને ખેંચીને, દૃષ્ટિમાં આવેલ લક્ષ્યને સાધે છે. તે રીતે ડાહ્યા-સજ્જન કહેવાતા મનુષ્યો પોતાની નજરે એકી સાથે તે કુંવરીને જોવા લાગ્યા. ॥૧॥ પણ રાજનંદિતા કપિલાના ચિત્તને, નાગદત્તાનો નાથ ધમ્મિલ વેધનારો હતો. કહેવાય છે કે જગતમાં ઇષ્ટ અને મિષ્ટ વસ્તુ તો ઘણી હોય છે. પણ “ચિત્તમાં જે રૂચે છે તેની ઉપર જ સ્નેહ હોય છે.” અર્થાત્ કુંવરીનું ચિત્ત તો મ્મિલ ઉપર લાગ્યું હતું. બીજા ઘણા સારા પણ હતા. પણ શા કામના ! ||૧૧|| યુવરાજની બાજુમાં બેઠેલા ધમ્મિલકુમારની અને કપિલાકુંવરીની આંખો મળી. બંને નયનકટાક્ષથી વિંધાયાં. જે વેધાય છે તે જ વેધકતાના આનંદને માણી શકે છે. અનુભવી શકે છે. વળી ઘા ખાઈ ઘાયલ થાય છે તે જ ધાતને અનુભવી શકે છે. તેનું વર્ણન કદાપિ થઈ શકતું નથી. ।।૧૨। હવે મંડપને વિશે કુંવરી સાથે પ્રાતિહારી આગળ ચાલે છે. અને એક એક કુમારોની ઓળખાણ કરાવે છે. જો સાંભળ કુંવરી ! આ સામે બેઠેલાં પૂર્વદેશનાં વાણારસી નગરીના શ્રેષ્ઠ રાજવી છે. ।।૧૩। તેમનું શુભનામ મૃગધ્વજ છે. અપરંપાર ઋદ્ધિના માલિક છે. સુંદર લક્ષણવાળી પાંચસો પ્રિયાનો સ્વામી છે.'।૧૪।। તે સાંભળી કુંવરી બોલી. “ઘણી સ્ત્રીનો સ્વામી ક્યારેય સુખી ન હોય. આ પ્રમાણે કહી કુંવરી આગળ ચાલી. વળી પ્રાતિહારી આગળ જઈને કહે છે. જુઓ આ વંગ - કલિંગદેશના સ્વામી છે. તેના ઘરે સમગ્ર પ્રકારે ઘણી ઋદ્ધિ છે. ૧૫।। ત્યારે કુંવરી મોં મચકોડી આગળ ચાલી. વળી પ્રાતિહારી કહે છે. આ નેપાળ દેશનાં જયસિંહ રાજા છે. જેના દેશમાં ઘણી કસ્તુરી પાકે છે. ત્યારે કુંવરી બોલી કે મારો દેહ શીતળ નથી. તેથી મારે કસ્તૂરીની જરૂર નથી. પ્રાતિહારી વળી સમજી ગઈ. આગળ ચાલી અને જુદા જુદા દેશના રાયરાજા-મંત્રીશ્વરો-શેઠ-શાહુકાર અને સાર્થવાહ વગેરેનું વર્ણન સવિશેષ કરવા લાગી. કુંવરી તે સર્વ વાતો સાંભળી વય-રૂપ-દેશ વગેરેમાં દોષ બતાવીને સર્વની અવગણના કરતી રહી. જ્યારે જેનું વર્ણન પ્રાતિહારી કરે ત્યારે તે સહુ હર્ષિત થતા. જ્યારે કુંવરી આગળ ચાલી જાય ત્યારે મનમાં રોષે ભરાતા. ।।૧૭।। આ રીતે સારાયે સ્વયંવરમાં પ્રાતિહારી સાથે ઘુમતી કુંવરી ધમ્મિલની આગળ આવીને ઊભી. કુંવરી પોતે વર્ણન કરવા લાગી રે પ્રાતિહારી ! આ નર ગુણનો ભંડાર છે. વળી નસીબ થકી કળામાં પાવરધો અને રૂપમાં શ્રેષ્ઠ છે. જે મારી સખીનો ભરતાર છે. II૧૮। Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ધર્મિલકુમાર રાસ “ભાવતું હતું ને વૈદ્ય કહ્યું.” એ ઉખાણે કરીને કુંવરીએ ધમિલના ગળામાં વરમાળા આરોપી. તે જ ક્ષણે અદશ્ય રહેલા વ્યંતર દેવ-દેવીએ ફૂલોની વૃષ્ટિ કરી. ૧૯ી કુંવરીનાં ધમિલ સાથે લગ્ન - કપિલાએ ધર્મિલના ગળામાં વરમાળા આરોપી. તે જાણીને સ્વયંવરમાં આવેલા બીજા રાજાઓ ક્રોધે ભરાયા. હાથમાં તરવાર લઈને ઊઠ્યા. ત્યારે ત્યાં રહેલા દેવોએ સર્વને ચંભિત કરી દીધા ત્યારે તે સૌ એક શિંગવાળા ગેંડાની જેમ લાગતા હતા. /૨૦ના કપિલરાજા આ જોઈને સ્તબ્ધ થઈ ગયો. તરત ધમ્મિલને કહેવા લાગ્યા કે આ સૌને છૂટા કરો. ધમિલે પણ ધૂપ દીપ કરીને દેવદેવીને પ્રસન્ન કર્યા. સર્વને છોડાવ્યા. સ્વજન વર્ગ સર્વ આનંદ પામ્યા અને તે જ વખતે મંગલવાજા વાગવા લાગ્યાં. //રના મંડપમાંથી વાજતે ગાજતે ધમિલને પોતાના મહેલે તેડી લાવ્યા. રાજાએ નગરમાં કુંવરીનો મોટો વિવાહ મહોત્સવ ચાલુ કર્યો. સ્નેહપૂર્વક ધમ્મિલ સાથે કુંવરીને પરણાવી. કન્યાદાનમાં રાજાએ હાથી ઘોડા રથ સુભટો સૈન્ય ઘણું બધું આપ્યું અને વસ્ત્રાલંકાર ગામ નગર પણ ઘણા ભેટ ધર્યા. ૨૨ા ચોથા ખંડને વિશે બારમી ઢાળ કહી. શ્રી શુભવીરવિજયજી કહે છે તે ભાગ્યશાળી ! જુઓ તો ખરાં ! આ કુમારનું કેવું વિશાળ ભાગ્ય જાગ્યું છે અને પુણ્યોદય કેવો પ્રસર્યો છે ? |૨૩. ખંડ - ૪ ની ઢાળ: ૧૨ સમાપ્ત -: દોહા :નાગદત્તાને નિજ ઘરે, તેઓ નૃપ સસનેહ, ધમ્મિલ હર્ષ જમણ જમે, નરપતિ સસરા ગેહલા . નવ પરણીત બેહુ નારીશું, વિલસે પ્રેમ અપાર, પણ વિમલા રાગે જડી, વિસરતી ન લગાર. રા. સાતમીએ બ્રહ્મદર ગયો. કુરુમતિ કુરુમતિ કાર; છઠ્ઠીએ કુરૂમતી રાગશું, બ્રહ્મદત્ત વચન ઉચ્ચાર. Hall પૂર્વ પ્રિયા કનકાવતી, વસુદેવને પરણાય; ' નર દુર્જનને અવગણી, ધનદ ઈહાં ઉતરાય. જા. બાવીશ કોડાકોડી પંચાશી લખ કોડ; કોડી સહસ ઇગ સત્તરી, ચઉસય અડવીશ કોડ. પી. સગ વન લખ ચઉદશ સહસ, દોસય અસીઈ નાર, એક ભવે પટ્ટરાણીયો, હોયે હરી અવતાર. llll. એક રીસાવે તેહમાં, શક્ર મનાવા જાય, તેહ મનાયે સુખ ગણે, દુર્જય રાગ કહાય. llણા વિમલા પણ રાગે નડી, પડી વિરહાનલ કુંડ, કિંત વિછોહી નારીને, જગતમેં દુઃખ ભ્રમંડ. IIટા . Page #348 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૧૩ કપિલરાજાએ પોતાની કુંવરીનાં લગ્ન ધમ્મિલ સાથે કર્યા. નાગવસુની પુત્રી નાગદત્તા જે કપિલાની પ્રિયસુખી હતી અને તેનાં લગ્ન તો ધમ્મિલ સાથે થઈ ગયેલાં હતાં. રાજાએ નાગદત્તાને પોતાને ત્યાં સ્નેહપૂર્વક બોલાવી. સસરા રાજાને ઘે૨ ધમ્મિલે, બંને પ્રિયા સાથે હર્ષપૂર્વક ભોજન કર્યું. ॥૧॥ સસરાએ આપેલા વાસભુવનમાં, નવપરિણીત બંને પ્રિયા સાથે, ધમ્મિલ સુખને વિલસે છે. અપાર પ્રેમમાં ડૂબેલાં ત્રણેય પ્રેમીપંખીડાં, દેવતાની માફક, સુખવિલાસમાં પોતાનો કાળ ગમાવે છે. આટલા સુખમાં ડૂબેલા હોવા છતાં પણ ધમ્મિલના ચિત્તમાં સ્નેહરાગે જડાયેલી વિમળસેના ક્ષણમાત્ર ભુલાતી નથી. રાગનાં બંધનો જ માનવને નડે છે. II૨૫ ૩૦૧ સાતમી નારકીમાં ગયેલો બ્રહ્મદત્ત ચક્રવર્તી અતિશય પીડા ભોગવતો છતાં પણ હજુ ત્યાં કુરૂમતિ કુરૂમતિ નામના પોકારો કરી રહ્યો છે. જ્યારે છઠ્ઠી નારકીની વેદનાને સહન કરતી કુરૂમતિ પણ બ્રહ્મદત્તને ઝંખતી રહી છે. રે ! સંસારમાં રાગનાં બંધનો કેવાં ! ક્યારે આ જીવો ભેગા થશે. તે તો જ્ઞાની જાણે પણ વિયોગનાં દુ:ખ તો તે જીવો ભોગવે છે. IIII નળરાજાની પ્રિયા દમયંતીનો જીવ કનકાવતી રૂપે અવતર્યો. ત્યારે તેનાં લગ્ન વસુદેવ સાથે થાય છે. તે સમયે નળરાજાનો જીવ ધનદદેવ (કુબેર) હતો. મનુષ્યલોકની દુર્ગંધની છોળો ઊછળતી હોવા છતાં પૂર્વપ્રિયાના અતિશય રાગના બંધનના કારણે ધનદ કનકાવતીના લગ્નોત્સવમાં આવે છે. અને ઘણું ધન વાપરે છે. ખરેખર આવા રાગને ધિક્કાર હો. ॥૪॥ ઈન્દ્રને ઇન્દ્રાણી,કેટલી ! શાસ્ત્રમાં વર્ણન છે. બાવીશ કોડાકોડી, પંચાશી લાખ ક્રોડ, ઈકોતેર હજા૨ ક્રોડ, ચારસો અઠ્ઠાવીસ ક્રોડ, સત્તાવન લાખ, ચૌદ હજા૨ બસો ને એંશી ઇન્દ્રાણીઓ છે. જે એક જ ભવમાં ઈન્દ્રની સ્ત્રીઓ હોય છે. (૨૨ કોડાકોડી, ૮૫૭૧૪૨૮ ક્રોડ, ૫૭ લાખ, ૧૪ હજા૨, ૨૮૦, ઇન્દ્રાણીઓ) છતાં જો તેમાંથી એક રીસાઈ જાય, તો શકેન્દ્ર તેને ઝટ મનાવા જાય. માની જાય ત્યારે જ ઇન્દ્રને સુખ થાય. રે ! આ દુર્જય. સંસારનું રાગબંધનનું નાટક કેવું બિહામણું ? IIછા ધમ્મિલને વિમળા ભુલાતી નથી. વિમળા પણ ધન્મિલને ભૂલતી નથી. વિરહાનલે મુંઝાય છે. સ્ત્રી હૃદય પ્રાયઃ સ્વાભાવિક કોમળ હોય છે. કહ્યું છે કે “કંતથી તરછોડાયેલી સ્ત્રી જગતમાં ઘણાં દુ:ખ પામે છે.” ॥૮॥ ઢાળ તેરમી (ગજરા મારૂજી ચાલ્યા ચાકરી રે, અમને શી શી ભલામણ દેશ એ દેશી) ચતુર ચલ્યો ચિંતા ભરે રે, રહી વિમલા કમળા પાસ; મહિલા મતિ પગપાની યે રે, જો ચોસઠ કળાની વાસ રે ॥૧॥ પ્રથમ વિચારણા ના કરે રે, કરે સહસા કર્મ કઠોર; પતિ સુત સહસા મારીને રે, પછે રોતી કરતી બકોર રે; I॥૨॥ દોય દિવસ વીતી ગયા રે, પણ નાથ ન આવ્યો જામ; વિમળસેના કહે માયને રે, માડી મેં કર્યું વીરૂઈ કામ રે ।।૩ા રસ ભ૨ ૨મણને રીસવ્યો રે, ગયો કોણ જાણે કોણ ઠામ; માય કહે ધણી માનીતી રે, કરે ઉઝડબારે ગામ રે. ||૪|| Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ધર્મિલકુમાર રાસ ઉછાંછલપ તાહરે રે, સહે સાયર એ ગંભીર, વાયુવેલ વર્ષ વારિધિ રે, પણ પાછાં વળે છે ની૨ ૨॥૫॥ તેમ તુજ પિયુ ઘર આવશે રે, મત કર તું ક્લેશ લગાર; એમ દિન કેતા વહી ગયા રે, પણ નાવ્યો ધમ્મિલ ઘરબાર રે II॥ ખેદ ભરે દિન કાઢતી રે, સતી વિમલસેના ગઈ ગેહ; સરસ આહારને છડતી રે, તેણે શોષા નિજ દેહ રે. IIના નવિ વિકસે વન વેલડી રે, જળ સિંચા વિના સૂકાય; ધારાધર વિના જેમ ધરા રે, તપતિ વળી વિશ્વ તપાય રે. In તેમ નિજ સેવક પરિજના રે, નિજ સ્વામિનીનું દુઃખ દેખ; થઈ ઓશિયાલા ચાકરી રે, કરે તન મન વચન વિશેષ રે. Ill માત પિતા સુત બાંધવા રે, હોઈ સાસુ સસરો નણંદ; પણ પ્રમદા પ્રીતમ વિના રે, નવિ અંતર ચિત્ત આણંદ રે. ॥૧૦॥ દંત વિના દંતી જિશ્યો રે, જેવી ચંદ વિહૂણી રાત; શસ્ત્ર વિના શૂર રાંકડો રે, જલ વિણ સરોવર વિ ભાત રે ।।૧૧। જીવ વિના કાયા કશી રે, સુત વિણ સુકુલી ધનવંત; મુખ શોભા ચક્ષુ વિના રે, મુનિ દ્વિજ વિણ વિદ્યાવંત રે. ।।૧૨। નરવિણ નારી એકલી રે, તેમ શોભે નહિ જગ કોય; કંત વિછોહી કામની રે, ચિતાનલ બળતી જાય રે. ॥૧॥ ચંદ્ર કિરણ અમૃત ઝરે રે, પણ વિરહિણી તપન પ્રમાણ; મંદ શીતલ વાયુ વહે રે, તે તો લાગે વજ્ર સમાન : ॥૧૪॥ ફૂલ શય્યા કંટક સમી રે, ફૂલમાળા વ્યાલ નિષેપ; રાત્રિ કલ્પ શત શી ગમે રે, અગ્નિ કણ ચંદન લેપ રે ॥૧૫॥ ભારભૂત કાયા વહે હૈ, જેમ રાયે ઝાલી વેઠ; દુઃખ અનેક પ્રકારના રે, પણ વિરહિણી નારી હેઠ રે ।।૧૬।। વિમલસેના થઈ દુર્બલી રે, નિજ વાલ્હેમ કરે વિજોગ, વઈદ ન જાણે નાડીમાં રે, થયો મોહ મહાક્ષય રોગ ।।૧૭ણા તેણે સમે વરઘોડે ચડ્યો રે, પગ માંડ્યા ઓચ્છવ થાય; દોય વહૂ દોય બાજુએ રે, પગે હિંડતો ધમ્મિલ જાય રે ॥૧૮॥ બહુ ઠકુરાઇએ પરવર્યો રે, ગીત ગાનને નૃત્ય વિલાસ; લાખ લોક જોવા મળ્યા રે, આવ્યા વિમલસેના ઘર પાસ રે. ।।૧૯।ા Page #350 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૧૩ ૩૦૩ રાય બેટી કોણ પરણીયો રે, જોવા વિમલાના સેવક આય; ધમ્મિલ દેખી હરખિયા રે, કહે ઠકરાણીને જાય રે ||૨૦ સ્વામિની અમ સ્વામી થયો રે, નૃપ જામાતા આ જાય; સાંભળી વિમલા તત્કણે રે, ઈર્ષાવશ રોષે ભરાય રે. ૨૧ માતાએ સમજાવી થકી રે, કરી સ્નાન ધરી શણગાર; સોવન કળશ તે જલભરી રે, લેઈ પૂજાપો નીકળી બાર રે. ૨૨ કુંતીલ ચલે રથ આગળ રે, પૂંઠે તિગ પગ માંડા થાય; વિમળા દીયે પ્રદક્ષિણા રે, કુસુમ કરી કંત વધાય રે ૨૩ પૂજાપો પગ આગલે રે, ધરી કમલા કહે સુણ ! વચ્છ ! સ્ત્રી સતિને પતિ દેવ છે રે, તેણે પૂજા કરે એ અચ્છ. ૨૪ તવ કુંવરે વિમલા તણો રે, હરખે ગ્રહી જમણો હાથ; કહે તુમ ચેષ્ટા અમ ફળી રે, સુણ દોય વધૂની નાથ રે. ૨પા. નાગદત્તા કપિલા તદા રે, વિમળાને પડતી પાય; કુંવર કુંતીલ રથમાં હવે રે, નિજ હાથે દેત વડાય રે. ૨૬ll પગ હિંડણ કરી શહેરમાં રે, પછે પોહોતા રાયને ગેહ, વિમળા રથ થકી ઉતરી રે, જઈ પ્રણમે ભૂપને તેહ રે. .રા. સા દેખી નૃપ હરખીયો રે, કરી બેટી દીયે શિરપાવ, ચાર ગામ લખ ચારનાં રે, કપિલાથી અધિક બનાવ રે. ll૨૮ વિમલા સુખાસન બેસીને રે, ગઈ નિજધર કમલાની પાસ; વાસ ભુવન શણગારતી રે, અતિ પામી ચિત્ત ઉલ્લાસ રે. ll૨લા કંવર વિસર્જે ભૂપતિ રે, દિન દોય પછે નિજગેહ, પોંખી લીએ વિમલા ધરે રે, તિહુ જણને ધરી સનેહ રે. ૩૦ના વિમલા સાથે પ્રેમશું રે, સુખ વિલસે સ્વર્ગ સમાન; કોઈ દિન જલક્રીડા કરે રે, વળી સુખમાં રમે ઉદ્યાન રે. ૩૧ના ઢાળ કહી એ તેરમી રે, રમી હૃદય જિકે ગુણવંત; ખંડ ચતુર્થ પૂરણ હુઓ રે, શુભવીર કહે સુણો સંત. ૩રા. ધમિલ મનમાં દુભાતો, ચિત્તમાં ચિંતા કરતો, વિમળાને છોડીને ચાલી ગયો. કમળાની પાસે વિમળાએ પોતાની વાત કરી. ને હવે કમળા પાસે પોતાનો સમય પસાર કરે છે. કહેવાય છે કે “ચોસઠકળામાં પ્રવીણ એવી સ્ત્રીઓ ઘણી હોંશિયાર હોવા છતાં, “બુદ્ધિ તો પગની પાની સુધી હોય છે.” [૧વળી સહજ રીતે સ્ત્રીઓ કેવી હોય? પહેલાં કોઈ વાતનો વિચાર કરે નહીં. જે કોઈ કામ વિચાર્યા વિના તરત જ કરી લે. કઠોર કાર્ય કરતાં પણ અચકાય નહિ. પતિ - પુત્રને મારીને, પાછળથી જાણે કેટલોય સ્નેહ ઉભરાતો હોય તેમ શોરબકોર કરે છે. રા. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ધમિલકુમાર રાસ વિમળાનો બળાપો :- ધમ્મિલને ગયાને બે દિવસ વીતી ગયા. ઘેર પાછો ન આવ્યો. વિમળા રાહ જુએ છે. હમણાં આવશે. પણ જ્યારે ન આવ્યો ત્યારે બે દિન પછી વિમળા માતા કમળાને કહે છે. “મા ! મારાથી ન કરાય તેવું ખોટું કાર્ય થઈ ગયું છે! ખરેખર! હવે પસ્તાવું છું. મા! મા! મેં ધમિલને તરછોડ્યો. ક્યાં ગયા હશે? બે દિન થઈ ગયા ૩ી મા ! અમારે રસભર રમતાં રતિક્રીડાના આનંદમાં પ્રેમકલહ થયો અને મેં તેમને તરછોડ્યા. મને ઘણી મનાવી. પણ હું તો મૌન કરીને ન માની. તે મને છોડીને ચાલ્યા ગયા. ક્યાં ગયા હશે? કયા સ્થાને તે ગયા હશે? બે દિન થયા. મા ! હજુ આવ્યા નથી.” ત્યારે કમળા બોલી. જે પુરુષ પોતાની સ્ત્રીને ઘણી માનીતી કરે ને માથે ચડાવે, તે સ્ત્રી બારે ગામ ઉજ્જડ કરે.” II૪ll. તું તો ઉછાંછળી પરણ્યા પછી પણ ઠરેલી ન થઈ. ધમ્મિલ તો સાગર જેવો ગંભીર છે. તારું બધું જ તે સહન કરે છે. રે ! કોઈ વાર વાયુ (પવન) ઊછળે એટલે પાણીની વેલા વધે. તેથી કિનારા બહાર પાણી જાય. પણ છેવટે તે નીર-પાણી સાગરમાં ભળી જાય છે. પાછા આવી જાય છે. ચિંતા ન કર બેટી ! તારો ધમિલ પણ પાછો આવશે. //પા બેટા ! ધીરજ ધર ! તારો ધમિલ જરૂર ઘેર આવશે. મનમાં ખેદને ધારણ ન કર. ક્લેશને પણ ના કરીશ.” એમ આશ્વાસન આપ્યા પછી પણ વિમળાના દિવસો શોકમાં જ ગયા. પણ તેનો સ્વામી ધમિલ ઘેર ન આવ્યો. All કમળા પાસેથી વિમળા આશ્વાસન પામતાં પોતાના ભવનમાં આવી. પોતાના ભવનમાં રડતી પશ્ચાતાપ કરતી પતિની વાટ જોતી વિલાપ કરતી, જાતને નિંદતી હતી. હવે વિમળાએ સરસ આહાર ભોજન તથા શણગાર પણ છોડી દીધા. સૌભાગ્યના લક્ષણને ધારણ કરતી સાદાઈથી રહેવા લાગી અને હવે શરીરે પણ સૂકાવા લાગી. IIણા વનમાં રહેલી, વૃક્ષને વળગીને વધતી વેલડીઓને પણ જો પાણી સિંચવામાં ન આવે તો સૂકાઈ જાય છે. મેઘ(પાણી) વિનાની પૃથ્વી. સૂર્યના આતાપે તપેલી, વિશ્વને ઉકળાટ આપે છે, તેમ પોતાની માલિકણ વિમળાનું દુઃખ જોઈને સેવક પરિજનો પણ ઉદાસ થયા. તનમન-વચનથી વિશેષથી સેવા કરવા લાગ્યા. IટL. કહેવાય છે કે જગતમાં સ્ત્રીઓને માત-પિતા-બેન-બાંધવ તથા સાસુ-સસરા-નણંદ-દિયર વગેરે સર્વ સગાં હોય. પણ તે સ્ત્રીને પોતાનો સ્વામિ ન હોય તો ક્યાંયે આનંદ હોતો નથી. /૧૦ણી દંતશૂળ વિનાનો હાથી, ચંદ્ર વિનાની રાત્રિ, શસ્ત્ર વિનાનો શૂરવીર, શોભતો નથી. વળી જળ વિના સરોવર શોભતું નથી. તેમ પતિ વિના સ્ત્રી શોભતી નથી. //૧૧|| જીવ વિનાની કાયા શા કામની? કુલવાન અને ધનવાન હોવા છતાં પણ જો તેને પુત્ર નથી તો તે ધનવાન શોભતો નથી. ચક્ષુ વિના મુખની શોભા નથી. વિદ્યા વિના મુનિ અને બ્રાહ્મણ (બંને) શોભતા નથી. /૧રી તે જ રીતે નર વિના નારી જગમાં શોભા પામતી નથી. કંતથી તરછોડાયેલી કામિની, ચિતાની આગમાં બળતી જ જોવાય છે. ૧૩ ચંદ્રની અમી ઝરતી ચાંદની, પણ વિરહિણીને તાપ ઉપજાવે છે. મંદ મંદ વાતો શીતળવાયુ પણ તેને વજના ઘા સમાન લાગે છે. /૧૪ll ફૂલોની શપ્યા કંટક સરખી લાગે. ગળામાં ફૂલની માળા, સર્પ વળગ્યો હોય તેમ લાગે છે. એક રાત્રિ પસાર કરવામાં તેણીને સો યુગ જેટલી ભાસે છે. ચંદનનો લેપ અગ્નિના કણિયાથી જેમ દાહજવરને આપે છે. ll૧૫ll સુભટો શસ્ત્રો વગેરેના ભાર વહન કરતાં શરીરને કષ્ટ આપે છે અને દુઃખોને સહન કરે છે. તેના કરતાં વિરહિણી વિયોગી સ્ત્રીનું દુઃખ ઘણું ચઢિયાતું છે. /૧૬ll આ રીતે પતિ વિયોગી વિમલસેના Page #352 --------------------------------------------------------------------------  Page #353 -------------------------------------------------------------------------- ________________ AGYOIN IIIE Nam 9. அட MGV KCGOD - Sastep SOOOSE6Oooo EMIL D eggs B.G.-M:9925020106 Page #354 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૪ : ઢાળ - ૧૩ ૩૦૫ સરસ ભોજન સુંદર શણગાર, અલંકાર છોડીને વિયોગે ઘણી દુર્બલ થવા લાગી. ધાવમાતા કમળાને પણ ઘણી ચિંતા થાય છે. વૈદ્યને બોલાવ્યા. નાડી તપાસી શું રોગ થયો છે. પણ જયાં મોહનો મોટો ક્ષયરોગ થયો હોય ત્યાં વૈદ્ય પણ રોગને કેવી રીતે જાણી શકે ? ન જાણી શકે. /1શા પગહિંડણ મહોત્સવ - આ બાજુ કપિલરાજાને ત્યાં નવપરિણીત વરવધૂનો “પગહિંડણ” મહોત્સવ રાખ્યો છે. નવવધૂ પગે ચાલીને સારાયે નગરના રાજમાર્ગ ઉપર ફરે. રાજદરબારથી તે મોટો વરઘોડો નીકળ્યો. ધમ્મિલ અને તેની આજુબાજુ બંને પત્નીઓ ત્રણેય સાથે ચાલે છે. ત્રણેના પગલે પગલે સોપારીને રૂપાનાણાં મુકાતું જાય છે. અને કુમારિકા કન્યાને અપાતું જાય છે. /૧૮ ધમ્મિલનો આ વરઘોડો હાથી-ઘોડા-પાલખી-રથ-છડીદાર, આદિથી શોભી રહ્યો છે. વરઘોડા આગળ ગીત-ગાન-નૃત્ય વગેરે થઈ રહ્યું છે. ચૌટે ચૌટે શેરીએ રાજમાર્ગ ઉપર વરઘોડો ફરી રહ્યો છે. નગરના લાખો લોકો જોવા ઊમટ્યા છે. ચાલતો ચાલતો તે વરઘોડો વિમલસેનાના ઘર પાસે આવ્યો. ૧૯ વાજિંત્રનાં નાદથી વિમલસેનાનો સેવકવર્ગ બહાર જોવા આવ્યો કે રાજનંદિની કપિલા સ્વયંવરમાં કોને પરણી છે ! જોતાં જ સૌ ઓળખી ગયા પોતાના સ્વામીને, ઓહો ! આ તો આપણા સ્વામી ધમ્પિલકુમાર છે. અને આ સંદેશો પોતાની સ્વામિનીને આપવા સૌ દોડી આવ્યા. શેઠાણી પાસે પહોંચી ગયા. // ૨૦ળા ઓ બાઈ સાહબ ! ઓ સ્વામિની ! સાંભળો ! જુઓ ! જુઓ ! અમારા સ્વામી તો રાજાના જમાઈ થયા છે. જુઓ ! જુઓ ! પત્ની સાથે કેવા ચાલે છે. વરઘોડો જોવા આવો અને તત્ક્ષણે વાત સાંભળીને વિમળા દોડીને ગવાક્ષમાં જોવા પહોંચી. અને હૈયામાં ઈર્ષ્યા પ્રગટી. ૨૧ - પગ પછાડતી પોતાના ભવનમાં પાછી આવી. ધમપછાડા જોઈને કમલસેનાએ સમજાવીને શાંત કરી. જરા ધીરજ ધર. અવસર ઉચિત હવે સ્નાન શણગાર સજી પૂજાની તૈયારી કર. માતાના કહેવાથી વિમળા ઝટપટ તૈયાર થઈ ગઈ. જળથી ભરેલ સુવર્ણકળશ અને પૂજાપાની થાળી લઈને ઘરના આંગણે આવીને ઊભી રહી. //રા સૌથી આગળ ઘોડેસવાર. તેની પાછળ રથ ચાલે છે. રથની પાછળ બરાબર પગમંડાળ ત્રણેયનાં થઈ રહ્યાં છે. તે વરઘોડો ઘરઆંગણે આવ્યો. ત્યારે વિમળાએ આંગણામાં જઈને ધમ્મિલને પ્રદક્ષિણા આપી. અને પોતાના સ્વામીને ફૂલોથી વધાવ્યા. ૨૩ ' ધમ્મિલનો મેળાપ - કમલસેના પણ સાથે છે. પૂજાપો ધમિલના પગ પાસે મુકાવ્યો. અને કહે છે કે હે વત્સ ! સાંભળ ! સતી સ્ત્રીને તો પતિ જ દેવ છે. તેથી વિમળા તારી સારી રીતે પૂજા કરે છે. ૨૪ો ધમ્મિલના ચિત્તમાં વિમળા તો વસેલી હતી. ધાવમાતાનાં વચનો સાંભળીને વિમળાની સામે જુએ છે. હસતાં હસતાં વિમળાનો હાથ ગ્રહણ કર્યો. અને કહે છે કે રે ! બંને વધૂના સ્વામિનિ ! (વડીલ) તમે મારી સાથે કરેલું વર્તન, મને સારી રીતે ફળીભૂત થયું છે. મેરપી તરત જ તે બંને વધુ નાગદત્તા અને કપિલા સ્વામીનું વચન સાંભળી સમજી ગયાં. વિવેકી બંને સ્ત્રીઓ વિમળાનાં ચરણોમાં પગે લાગી. ઘોડે સવારને રથ ઊભો રાખવાનું કહ્યું. ધમ્મિલે વિમળાનો હાથ પકડી રથમાં બેસવા માટે સાથ આપ્યો. ll૨૬ll પગહિંડણ મહોત્સવ પૂરો થયો. વરઘોડો રાજાને ત્યાં આવી ઊભો. વિમળા રથમાંથી ઊતરી, રાજાનાં ચરણોમાં પ્રણામ કર્યા. //રા વિમળાને જોતાં રાજા હરખિત થયો. સમાચાર તો મળી ગયા જ હતા. રાજાએ વિમળાને પણ પોતાની દીકરી કહીને બોલાવી. પોતાની પુત્રીની જેમ માનતા રાજાએ દીકરીને ભેટણામાં ચાર લાખનાં ચાર ગામ આપ્યાં. પોતાની પુત્રી કપિલા કરતાં પણ ચઢિયાતી અધિક માની. ૨૮ વરઘોડો તે પછી Page #355 -------------------------------------------------------------------------- ________________ ઘમ્મિલકુમાર રાસ જે વિધિ હશે તે પતાવી ભોજન સમારંભમાં સૌ ભેગાં થયાં. સાથે સૌએ ભોજન કર્યું. ત્યાર પછી વિમળા રાજભવનમાંથી સુખાસન પાલખીમાં બેસીને પોતાની માતા કમળા પાસે પોતાના ભવનમાં આવી. હૈયામાં હરખ માતો નથી. કલ્પના બહાર આનંદ વધ્યો છે. માતાને પણ બધી વાત કરી. અને વિમળા હવે પોતાના વાસભવનને સારી રીતે શણગારવા સજાવવા લાગી, ॥૨૯॥ ૩૦૬ બે દિન બાદ રાજાએ પણ ધન્મિલને વિદાયગીરી આપી. દાયજો ઘણો આપ્યો હતો. તે સઘળા દાયજા સાથે તે બંને વધૂને સાથે લઈને ધમ્મિલ ઠાઠમાઠ પૂર્વક પોતાને ઘેર (વિમળા કમળા જ્યાં રહેલા છે ત્યાં) રસાલા સાથે આવ્યો. વિમળાએ પણ એ ત્રણેયને સ્નેહપૂર્વક સારા ભાવ સાથે વરવહુને પોંખી લીધાં. ઘરમાં પ્રવેશ પણ સારી રીતે કરાવ્યો. વિમળાને ઘણી આનંદમાં જોઈને સ્વજનવર્ગ સેવક પરિજનો સૌ ઘણા આનંદ પામ્યા. ।।૩૦ા વિમળાને સોળે કળાએ ચાંદ ખીલ્યો. સોનાનો સૂરજ આંગણે ઊગ્યો. ધમ્મિલ પણ વિમળા સાથે પ્રેમપૂર્વક સ્વર્ગનાં સુખ ભોગવે છે. ક્યારેક આ પ્રેમીપંખીડાં જળક્રીડા કરવા જાય છે, તો ક્યારેક વન ઉદ્યાનમાં રમવા જાય છે. આનંદમાં દિવસો જાય છે. ।।૩૧।। આ રીતે ચારેય પ્રેમીપંખીડાંના સુખમાં દિવસો જાય છે. ગુણવંતના હૃદયને ગમે, તેવી આ તેરમી ' ઢાળ ચોથા ખંડને વિષે શ્રી શુભવીરવિજયજી મહારાજે કહી. હે શ્રોતાજનો ! હવે આગળ શું બને છે ? તે તમે સૌ સાંભળો. આ પ્રમાણે તેરમી ઢાળ પૂરી કરતાં કરતાં ચોથો ખંડ પણ સમાપ્ત થાય છે. હવે આગળ વળી કથાકાર કહે તે સાંભળીએ. ।।૩૨।। ચોપાઈ ખંડે ખંડે મધુરતા ઘણી, ધમ્મિલરાય ચરિત્રે ભણી; એ વાણીથી લઘુતા ભઈ, સુધા મધુરતા સ્વર્ગે ગઈ...IIII ધમ્મિલકુમારનાં ચરિત્રમાં, એક ખંડ કરતાં બીજા ખંડમાં વધારે મધુરતા રહેલી છે, કે જે વાણીની મધુરતા આગળ અમૃતની મધુરતા તો લઘુતા પામીને સ્વર્ગે ચાલી ગઈ. ઇતિ શ્રી મત્તપોગચ્છાધિરાજભટ્ટારક શ્રી વિજયસિંહ સૂરીશ્વર સંતાનીય સંવિશપક્ષી પંડિતશ્રી ક્ષમાવિજયગણિ શિષ્ય પંડિત શ્રી યશોવિજયગણિ શિષ્ય પંડિત શ્રી શુભવિજય ગણિશિષ્ય પંડિત શ્રી વીરવિજયગણિ વિરચિતે શ્રી ધમ્મિલ ચરિત્રે, પ્રાકૃત પ્રબંધે ઉભય સ્ત્રી પાણિગ્રહણ કૃતે પુણ્યોદયવર્ધનો નામ ૠતુર્થ ખંડ સમાપ્તઃ | ઢાળ : ૧૩ સમાપ્ત શ્રીમદ્ તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી વિજયસિંહસૂરીશ્વર સંતાનીય સંવિજ્ઞપક્ષી, પંડિત શ્રી ક્ષમાવિજયગણિ શિષ્ય પંડિત શ્રી યશોવિજયજી ગણિ શિષ્ય પંડિત પંડિત શ્રી શુભવિજયગણિ શિષ્ય પંડિત શ્રી વીરવિજયજી ગણિ વિરચિત શ્રી ધમ્મિલ ચરિત્રના પ્રાકૃત પ્રબંધમાં બંને સ્ત્રીનું પાણિગ્રહણ કરાવનાર પુણ્યોદયવર્ધન નામનો ચોથો ખંડ સમાપ્ત. સર્વગાથા ॥ ૪૬૪ ॥ આ ખંડમાં ધમ્મિલનો જંગલમાં પ્રવેશ, દુર્યોધન ચોરને હણવું, અજિતસેન પલ્લીપતિનું બહુમાન, ધમ્મિલનો ચંપાનગરીમાં પ્રવેશ યુવરાજ રવિશેખરની મિત્રતા, રાજકન્યા વિમળા સાથે લગ્ન. Page #356 -------------------------------------------------------------------------- ________________ અથ પંચમ ખંડ પ્રારંભ -: Elel : ચોથો ખંડ અખંડ રસ, પૂર્ણ હુઓ સુપ્રમાણ, પંચમ ખંડ કહુ હવે, સુણજો રસિક સુજાણ. ॥૧॥ આગે આગે રસ ઘણો, કથા સુણંતા થાય; મ્મિલ ચરિત ઉત્તરકથા, હવે વિસ્તારે કહાય. ॥૨॥ એક દિન રાજ કચે૨ીયે, ધમ્મિલ બેઠો જામ. કોઈક વૈરી નૃપતિએ, અશ્વભેટ કરી તામ. ॥૩॥ તેજ ઝગંતો જસ તનુ, સુંદ૨ ઉજ્જવલ વાન કર્ણ ઉદર કટિ લઘુવરા, પગ નલી વજ્ર સમાન. ॥૪॥ રોમ અલ્પ લઘુ દેહડી, પાસા પીઠ સુઘાટ, રાત દિવસ ઉભો રહે, સાર્ધ ચરણ જેમ નાટ IIII કેસર વરણી કેસરા, પવનવેગ જિત મન; લક્ષણ લક્ષિત અંગ છે. શોભિત અશ્વ રતન ।જ્ઞા શિર વલગી વલગા ધરી, ચામર ચાર પ્રયાન, મ્મિલ નૃપ જાણે ચઢ્યો, તુરંગ દમન વિજ્ઞાન. Ill મ્મિલકુમાર રાસનો ચોથો ખંડ અખંડ રસે સારી રીતે પૂર્ણ થયો. હે રસિકજનો ! હવે પાંચમો ખંડ કહું છું. તે રસપૂર્વક સાંભળો. ॥૧॥ ધમ્મિલકુમાર ચરિત્રની ઉત્તર (આગળ) કથા હવે વિસ્તારથી કહેવાશે. જે સાંભળતાં, તમને સૌને ઘણો રસ ઉત્પન્ન થશે. II૨।। ધમ્મિલ નિયમિત રાજસભામાં જાય છે. એક વખત રાજસભામાં ધમ્મિલ બેઠો છે. સભામાં અનેક પ્રકારનાં વાણી-વિનોદ ચાલી રહ્યો છે. સૌના મનમાં આનંદ-ઉત્સાહ છવાઈ ગયો છે. ત્યાં કોઈક વૈરી રાજાએ ભેટ આપેલો અશ્વ, રાજાની સભામાં લાવવામાં આવ્યો. II જે અશ્વનું શરીર તેજથી ઝગારા મારતું હતું. વળી તે અશ્વ સુંદર ઘાટીલો, ઉજવલવર્ણથી યુક્ત છે. જેના કર્ણ-ઉદર અને કટિભાગ શ્રેષ્ઠ - લઘુતાને વરેલા છે. પગની નળીઓ વજ્ર સમાન છે. ।।૪।। દેહ ઉપર રોમરાજી અલ્પ છે. શરીરની બંને બાજુના પડખાં પાસાં પીઠ પણ સરસ ઘાટીલાં છે. નટરાજ એક ચરણ ઊંચો કરીને અને જેમ ઊભો રહે છે તેમ આ અશ્વ પણ એક ચરણ ઊંચો રાખીને રાતદિન ઊભો રહેતો હતો. આ અશ્વ સોહામણો પણ ઘણો હતો. ।।૫।। વળી આ અશ્વની કેસરા કેશરવર્ણી છે. પોતાનાં મનને જીતીને જાણે, પવનનાં વેગને જીતતો હોય તેવો પવનવેગી હતો. સર્વ લક્ષણોથી લક્ષિત જેનું અંગ છે. તેવો તે અશ્વરત્ન શોભતો હતો. II॥ તેના શિરે વળગેલી વલ્ગા (કલગી) તો તે જ્યારે દોડતો, ત્યારે જાણે ચાર ચામરો ઢળાતાં હોય તેવી લાગતી હતી. અશ્વને ખેલાવવાની કળા જાણનાર ધમ્મિલને, નવા અશ્વરત્નનું દમન કરવાનું મન Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ધમિલકુમાર રાસ થયું. અર્થાત્ કસોટી કરવાનું મન થયું. જેથી અશ્વને બરાબર શૃંગાર સજાવી, રાજાની આજ્ઞા મેળવી, ધમ્મિલ અશ્વ ઉપર સવાર થયો. શા ઢાળ પહેલી (કુંવર ગભારો નજરે દેખતાં....એ દેશી) ચતુર કુંવર તુરંગે ચઢ્યો છે, સાથે ઘણા અસ્વાર રે, નીકળીયો નગરી થકી જી, બાહેર વેગ વિચાર રે...ચતુર...l/૧|| વક્ર તુરંગ વેગે વહ્યોજી, ન રહ્યો હાથ લગાર રે, સૈન્ય સુભટ રહ્યા વેગળાજી, અનંત પંચમ ધારે રે..ચતુર...//રા. વિખમ સમી પણ ભૂમિકાજી ઓલંગી ક્ષણવાર રે, ખેંચી લગામને થાકીયો, પોહોતો અટવી મોઝાર રે..ચતુર...૩ કનક વાલુકા નદી તટે જી, ધમિલે ઠંડી લગામ રે, ચાર પગે તિહાં થિર થઈજી, ઉભો તુરંગ તેણી વાર રે...ચતુર../૪ અશ્વતરૂ તળે મૂકયોજી, છોડી તંગ તે ઠાણ રે; વસ્ત્રને શસ્ત્ર ગ્રહી કરી, પરમેષ્ટી સુહઝાણ રે.. ચતુર.../પી નઈ ઉપકંઠ દાહિર દિશેજી, દેખતો કૌતુક રંગ રે, વૃક્ષ ઘટા વન વેલડી જી, ભેદ ન કિરણ પતંગ રેડ ચતુર...I ll. એક તરૂડાળે ઝૂલતીજી, લંબી વર તરવાર રે, ' હેમ મૂઠ રને જડીજી, મણિધર મેનાકાર રે. ચતુર..llણા ખેચર ખડ્રગ વિસારીને જી, નિજ ઘેર ચલીયો હોય રે, ચિંતી કુંવર વન જીવતો જી. દીઠો નહીં નર કોય ૨. ચતુર...૮ આવી ખડ્રગ લેઈ દેખતોજી, ચક્રી ખડૂગ અનુહાર રે, મેન રહિત કરી ઝગમગે છે, ઉજ્વલ તલ તેલ ધાર રે....ચતુર...લા અલસિ કુસુમ સમ જસ પ્રભાજી, વિજલી ન્યુ દૂર પેખ રે, દેખી અચંબો પામીયોજી, લહી અસિરત્ન વિશેષ રે..ચતુર...૧ના જોવા પરીક્ષા તિહાં ગયોજી, બદ્ધ કુટિલ વંશ વૂલ રે, ગુલ્મવિટાણાં પરસ્પરેજી, સાઠી વંશ ઘણ મૂલ રે...ચતુર.../૧૧ વૈશાખ ઠાણ કુંવર રહીજી, તે છેલ્લા સમકાલ રે; વિસ્મય પામી ખડ્રગ જુએજી, દીઠ રુધિર તસ ધાર રે...ચતુર.../૧રો. વંશજાલ ફરી જોવતો જી. ધૂપકુંડ ધુમપુર રે, નર કર જપમાલા રહીજી, કુંડલ શિર પડ્યું દૂર રે...ચતુર.../૧al Page #358 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૧ •રૂધિર ઝરંતુ દેખીને જી. પશ્ચાતાપ કરંત રે; વિણ અપરાધી મેં હણ્યોજી, સાધક વિદ્યા મંતરે રે..ચતુર...॥૧૪॥ નિંદન નિજ કરતો ગયોજી, નંદનવન સમ શાલ રે, શીતલ જલ વાળ્યે ખડીજી, કુંવરી વળગી તરૂડાલ રે..ચતુર...॥૧૫॥ કુંવર મન ચિંતવેજી. સુંદર વન રખવાલ રે, કિન્નર દેવી વ્યંતરીજી, અવર ન નરની બાલ રે...ચતુર...I॥૧૬॥ અથવા જોવા ઉતરીજી, વિદ્યાધરી સુકુમાલ રે, કાંતી વદન વિધુ સારસીજી, અધર અરૂણ પરવાલ રે...ચતુર...॥૧૭॥ કિંવા કનકવાલુકા નદીજી, જલદેવી અધિષ્ટાય રે, વાવડી નાહીને નીકળીજી, કનકસમી જસ કાય રે...ચતુર...॥૧૮॥ ચિંતવતો ધૈરજ ધરીજી, આવીયો તેહની પાસ રે; દેખી કુંવરી મુખ મોહી રહીજી, અંતર પ્રેમવિલાસ રે...ચતુર...II૧૯ા ચિંતે કુમરી ચિત્ત ચોરીને જી, પરનર સતિ મનભંડરે, રાજકુંવર ભૂલ્યો પડ્યોજી, આવ્યો એણે વનખંડ રે..ચતુર...રા ન ઘટે મુઝ મુખ પૂછવું જી, પૂછ્યાનો ઉત્તર દેશ રે, ગુણિજન પૂછ્યું બોલતાં જી, નહી સંતી દુખણ લેશ રે;..ચતુર...॥૨૧॥ મૌનપણું ધરી સા રહીજી, ભૂતલ નયન ઠરાય રે; તવ કુંવર મુખ ઉચ્ચરે જી, મધુ૨વયણ સુખદાય રે..ચતુર...॥૨૨॥ મ્મિલ કુંવરના રાસનોજી, પંચમ ખંડ રસાલ રે; ૩૦૯ શ્રી શુભવીરે શી કહીજી, તેહની પહેલી ઢાલ રે...ચતુર...॥૨૩॥ ચતુર ધમ્મિલ તે અશ્વરત્ન ઉપર સવાર થઈને સુભટનો પરિવાર સાથે લઈને નગર બહાર નીકળ્યો. પછી વેગથી ચલાવવો એ વિચારથી કુમારે ચાબૂકનો પ્રહાર કર્યો. ॥૧॥ વક્રગતિવાળો ઘોડો હતો. ચાબૂકનો ફટકો પડતાં ચારે પગે ઊછળ્યો. ને વળી પગ પણ પૃથ્વી ઉપર ન મૂકતો હોય તેમ વાયુવેગે દોડવા લાગ્યો. લગામ ખેંચવા છતાં પણ તે ઘોડો કાબૂમાં ન રહ્યો. તેનો વેગ વધતો ગયો. સૈન્ય સુભટો પાછળ રહી ગયા. ધમ્મિલ ઘણો દૂર નીકળી ગયો. અશ્વની જે પંચમધાર નામની ગતિ છે. તે ગતિએ દોડતો ક્ષણવારમાં તો વિષમભૂમિને ઓળંગી ધમ્મિલને દૂર દૂર મહાટવીમાં ઉપાડી ગયો. લગામ ખેંચી કુમાર તો થાકી ગયો. II૨+ગા અજાણ્યો દેશ :- સુવર્ણ જેવી રેતી છે જેની તેવી કનકવાલુકા નદી કિનારે ધમ્મિલે લગામ છોડી દીધી. એટલે ઢીલી મૂકી દીધી. તો તે ઘોડો તે જ વખતે ચાર પગે ખડો રહ્યો. ત્યાં સ્થિર થઈને ઊભો રહ્યો. II૪।। હવે પોતાનું શરીર જે તંગ થઈ ગયું હતું. તે તેણે ઢીલું કરી નાંખ્યું. અશ્વ ઉપરથી કૂદકો લગાવી ધમ્મિલ નીચે ઊતર્યો. હાંફતાં અશ્વને વૃક્ષની છાયામાં મૂકીને, હૃદયમાં પંચપરમેષ્ઠીનું સ્મરણ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ધર્મિલકુમાર રાસા કર્યું. હાથમાં પોતાના શસ્ત્ર અને વસ્ત્રને ગ્રહણ કરી લીધાં. પા કનકવાલુકા નદીના કિનારે આસપાસ કુમાર જોવા લાગ્યો. નજીકમાં જોતાં જોતાં ભમતો હતો. નદીની દક્ષિણ દિશા તરફ જતાં કુમારે કૌતુક જોયું. વનમાં ઘટાદાર વૃક્ષો છે. વૃક્ષોને ઘણી બધી વેલડીઓ વીંટાઈને રહી છે કે જે કારણે સૂર્યનું એક કિરણ પણ તેમાં જઈ શકતું નથી. Ill. એવા સુંદર મજાના ઘટાદાર વનમાં એક વૃક્ષની ડાળીએ લટકતી તલવાર ધમિલના જોવામાં આવી. જે તલવાર સુંદર મજાની, ચમકતી હતી. જેની પકડવાની મૂઠ ઉપર મીનાકારીગરીથી સર્પાકારે સુંદર રત્નો પણ જડેલાં હતાં. આ જોઈને ધમ્મિલને નવાઈ લાગી. IIણી ધમ્મિલ વિચારે છે કે આ ઘટાદાર ઘોર વનમાં તલવાર ક્યાંથી? રખે કોઈ વિદ્યાધરની હશે. તે કદાચ ભૂલી ગયો હશે. છતાં વનમાં ચારે કોર નજર કરી. જો કદાચ કોઈ પુરુષ હોય ને તેની હોય તો ! ચારે કોર નજર કરતાં કોઈપણ તેને દેખાયું નહીં. //૮ તેથી ધમિલે તે ખગને હાથમાં લીધું. ચક્રવર્તી ખગ (રત્ન)ને જોવે તેમ ધમ્મિલ ચારે કોર ઉપર નીચે ફેરવીને ખગ બરાબર ધારી ધારીને જોવા લાગ્યો. તલવાર પાણીદાર, તલના તેલની ધારા જેવી તેજસ્વી લાગી. મ્યાનમાંથી બહાર કાઢી. II અળશીકુસુમ સરખી તેની તેજસ્વી પ્રભા વીજળીની જેમ દૂર દૂર સુધી ઝળકી રહી હતી. આવું સુંદર ખગરત્ન જોઈને ધમિલ ઘણો અચંબો પામ્યો. તે અસિરત્નની વિશેષ પરીક્ષા કરવા ધમિલ હાથમાં લઈને ચાલ્યો. ૧૦ના જયાં ગાઢ - કઠણ - જાડા વાંસનાં જાળાં પરસ્પર વીંટળાયેલાં બંધાયેલાં હતા. ત્યાં તે આવ્યો. અર્થાતુ બધા જ વાંસના ઘનમૂળિયાં એકી સાથે ઊગેલાં છે તેવા સાઠી વાંસવાળા વનમાં આવ્યો. ૧૧૫ બે પગ પહોળા કરીને રહેલા ધમિલે એક જ ઝાટકે વંશજાળના મૂળને છૂંદી નાંખ્યાં અને ખગની ધાર જોવા લાગ્યો. ધાર ઉપર રૂધિર જોઈને વિસ્મય પામ્યો. હૈયે અરેરાટી ઊપજી. ૧રો. - સાધક હણાયો - વળી વંશજાળામાં જઈને જોવા લાગ્યો. તો ત્યાં નજીકમાં યજ્ઞકુંડ હતો. જેમાંથી ધૂમાડા ઘણા નીકળતા હતા. એક મનુષ્યના હાથમાં જપમાળા રહેલી છે. તે મનુષ્યનું, કુંડળથી યુક્ત માથું દૂર પડેલું છે. ૧૩ી લોહીથી ઝરતું ધડ અને દૂર પડેલું મસ્તક જોઈને ધમ્મિલ પશ્ચાતાપ કરવા લાગ્યો. અરેરે ! મારાથી આ શું થઈ ગયું ? આ વિદ્યા સાધનાર સાધક મારા હાથે, વિના અપરાધે હણાયો. કેવી મારી ભૂલ ! રે ! નિરપરાધી આ સાધકને વૃથા મેં હણી નાંખ્યો રે ! કેવો અધમ ! ૧૪ll. પોતાની નિંદા કરતો તે મહાસત્વશાળી ધમ્મિલ ત્યાંથી બહાર નીકળ્યો. આગળ ચાલ્યો. નંદનવન સરખું શોભતું સુંદર ઉદ્યાન જોયું. ઠંડા અને મીઠા પાણીની વાવ પણ જોઈ. વાવની નજીકના વૃક્ષની ડાળી પકડીને ત્યાં એક બાળા ઊભી રહેલી કુમારના જોવામાં આવી. ૧પણી કુમાર વિચારે છે કે આ સુંદર વનની રખેવાલિકા કોઈ કિન્નરી હશે? અથવા કોઈ વ્યંતરી હશે? કોઈ માનવકન્યા લાગતી નથી. //૧૬ll અથવા કોઈ વિદ્યાધરી, સુકુમાલી અહીંયાં આ ઉદ્યાન જોવા માટે ઊતરી હશે. અહો ! આના મુખની કાંતિ તો ચંદ્ર જેવી છે અને તેના રક્તવર્ણા હોઠ પરવાળાના રંગ જેવા છે. ૧ળા અથવા તો શું જાણે કનકવાલુકા નદીની અધિષ્ઠાયિકા જલદેવી તો નહીં હોય? આ વાવડીમાં નાહીને બહાર આવેલી તેણીની કાયા કેવી સુવર્ણવર્ણ દીપે છે ! ૧૮ મનમાં વિચારતો, વૈર્યને ધારણ કરતો, ધમિલ આ બાળાની નજીક આવ્યો. કુંવરી પણ તેના Page #360 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૨ ૩૧૧ (મ્મિલના) વદનને એકી નજરે નિહાળતાં મોહિત થઈ. હૈયું તો સ્નેહ સાગરના હિલોળે હિલોળા લેવા લાગ્યું. ૧૯॥ કુમારી વિચારે છે “ભલે મારા દિલને તેણે ચોરી લીધું.” પણ સતી તો મનથી પણ પરપુરુષને ભાંડ જેવો જ માને છે. આ રાજકુમાર લાગે છે. ક્યાંકથી ભૂલો પડ્યો લાગે છે અને આ વનખંડમાં આવી ચડ્યો લાગે છે. ૨ા મારા મુખથી તેને મારે કંઈ પૂછાય જ નહીં. પૂછવું યોગ્ય નથી. પણ હા ! એ જો કંઈ પૂછશે તો તેનો ઉત્તર હું જરૂર આપીશ. કોઈ ગુણવાન ઉત્તમ પુરુષ પૂછે તો તેનો ઉત્તર આપવો પડે. તેમાં દોષ કોઈ નથી. ।।૨૧। આ પ્રમાણે મનથી વિચારતી મનમાં સમાધાન કરીને તે બાળા ભૂમિ સન્મુખ નજર રાખી, મૌન ધારણ કરીને ઊભી રહી. ત્યારે નજીક આવેલા ધમ્મિલકુમારે મિષ્ટ-મધુર-સુખદાયી વચનો વડે તે બાળાને પૂછ્યું. ૨૨ ધમ્મિલકુમારના રાસના પાંચમા ખંડની આ રસાલ એવી પહેલી ઢાળનું શ્રી શુભવીરવિજય મહારાજે કેવું સુંદર વર્ણન કર્યું ! જે સાંભળતાં આનંદ થાય છે. ૨૩ - ખંડ - ૫ ની ઢાળ : ૧ સમાપ્ત દોહા :મ્મિલ કહે સુણ સુંદરી ! તું ઉત્તમ કોણ જાત ? કિહાં રહેવું સુકલા નિધિ, કોણ તુમ માતને તાત ! ॥૧॥ શેં કારણ આ નઈતટે, વનતરૂ કુંજ નિવેશ નિર્ભય વિચરે એકલી, જોબન બાલે વેશ ॥૨॥ મેં તુઝને વનદેવતા, જાણી આવ્યો પાસ, પગ ભૂમિ ચલ લોચને, મણુઅ જાતિ વિશ્વાસ IIII તવ વળતું કુંવરી કહે. સુણ ઉત્તમ ગુણવંત, મુખ થકી માંડી કહ્યું, સઘળો મુઝ વિરતંત. ॥૪॥ વનમાં સુંદરીનો મેળાપ ઃ- ધમ્મિલે જાણ્યું કે સુંદરી જમીન ઉપર દિષ્ટ રાખીને ઊભી છે. બોલશે નહીં. તેથી મારે જ બોલાવવી પડશે. વિચારીને ધમ્મિલે કહ્યું. કે સુંદરી ! તું કોણ ? વળી તારું કુળ કયું ? જાતિ કઈ ? ક્યાં રહે છે ? હે બાળા ! હે સુકળા નિધાન ! હે મુગ્ધ ! વળી તારાં માતપિતા કોણ ? ।।૧।। વળી મારી વાત સાંભળ ! આ વિશાળ નદીના તટમાં, વનઉદ્યાનમાં વાવડી મધ્યે તું એકલી કેમ ? વનવૃક્ષની કુંજમાં શા માટે આવવું થયું ? હે નવયૌવના ! તું તો બાળાવેશમાં છે, તો વનમાં નિર્ભય થઈને એકલી ફરે છે. શું વાત છે ? ॥૨॥ વળી ધમ્મિલ કહે છે રે ! બાળા ! હું તો તને વનદેવી સમજીને તારી પાસે આવ્યો છું. પણ...પણ..આ તારા પગ ભૂમિ ઉપર સ્થિર ને સ્પર્શેલા છે. વળી તારી આંખો ચંચળ અસ્થિર છે. પલ પલ ફરક્યા કરે છે. તેથી મને વિશ્વાસ આવ્યો કે તું વનદેવી નથી. પણ મનુષ્ય જાતિ કન્યા છે. IIII ધમ્મિલ બોલીને જ્યારે મૌન રહ્યો અને બાળા સામે જોવા લાગ્યો. ત્યારે સુંદરી મૌન તોડીને પૂછેલા પ્રશ્નનો જવાબ આપે છે. હે ગુણવંત ! હે ઉત્તમ નર ! આપે પૂછેલાનો સઘળોયે જવાબ આપું છું. મારો મૂળથી લઈને અહીં સુધીનો સઘળોયે વૃત્તાંત કહીશ. તે આપ સાંભળો. II૪l Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ઢાળ બીજી (સાહિબા મોતિડો હમારો....એ દેશી) ધમ્મિલકુમાર રાસ બોલે મીઠા બોલી એણી નયણી, વૈતાઢ્યું છે. દક્ષિણ શ્રેણી; શંખપુરી નૃપ સાનંદો, તાપ શીતલતાએ રવિચંદો... સાહિબા ! સુણ વાત રસાલી મંદિરે મળિયો લટકાળી ! સાહેબાની ટોલી. એ આંકણી......॥૧॥ રાણી જાણી કામપતાકા, કામદેવ મંદિરની પતાકા, કામોન્મત્ત તદંગજ નામે, કામોન્મત સદા પરિણામે...સા...॥૨॥ નામે વિદ્યુન્મતી વિદ્યુલતા છે, દોય સુતા ગુણગણની લત્તા છે. વયણ વદંતા ફૂલ ખરતાં, લોચન જેહના અમીય ઝરંતાં...સા..HI નિકટ કનક ગિરિશિખર વિહાર, આવ્યા ધર્મઘોષણ અણગાર; વિદ્યાચારણ અતિશય જ્ઞાની, જાણે જગતની વાત છે છાની...સા...॥૪॥ વિદ્યાધર સહુ વંદન જાવે, કામપતાકા પણ તિહાં આવે; દેઈ પ્રદક્ષિણા વંદી બેસે, તવ મુનિ ધર્મવચન ઉપદિશે...સા...પા સુણી દેશન પૂછે નૃપનાર, કોણ અમ પુત્રી તણો વ૨ના૨, શાની કહે તુઝ સુત હણનાર, તે દોય પુત્રી તણો ભરતાર..સા...III ખેદ હરખભરી નિજ ઘર આવી, રાણીએ રાયને વાત જણાવી, જનક આણાએ કામોન્મત્તે, વિદ્યાસાધન કેરે નિમિત્તે...સા...શીલા પૂજાપો ધન ન્યાયાપબુદ્ધે, ત્રિક૨ણયોગે વસ્ત્ર વિશુદ્ધ, સ્થાનક શુદ્ધ એ સાત સુહાવે, તો વિદ્યાસાધક ફળ પાવે...સા...In ભગિની સહિત આવી સુપ્રકારે. કનકવાલુકા નદીય કિનારે; મેહેલ કરી દોય બહેનને રાખે, ગામદેશ ફરે રે સ્ત્રી અભિલાખે..સા...llલા ઇભ્યશેઠ સાશન અન્યા, રાય પ્રધાન તણી વરકન્યા; રૂપે સતી લક્ષણવતી જાણી, અપહરી આણી સોલ સમાણી...સા...॥૧૦॥ મંદિર બેહેનની પાસે રાખે, વિશ્વાસી સહુને એમ ભાખે; વિદ્યા સિદ્ધ કરી જઈ ગેહે, સોલને સાથે પરણીશ નેહે..સા...॥૧૧॥ ખેટ જઈ વંશજાલ અલાધે, વર ખટમાસની વિદ્યા સાધે; તજીય પિયરીયાં સખી મળિયાં, અંતે તજત તે વહેલા વળિયાં...સા...૧૨॥ એમ ધારી ઘર દુઃખ વિસારી, સોલે સખી ખેટક પ્રિય ધારી; જોવનવયવ૨ વ૨વા રંગે, રમીયે દો નણંદિને સંગે..સા...ll૧૩) Page #362 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૨ ગુરુનણંદી કહે એક દિન આમ, સોલ જણીના કહો મુજ નામ; તવ મેં એણીપરે નામ પ્રકાશ્યાં, જાતિ કલા કુલ લક્ષણ વાસાં..સા...॥૧૪॥ પ્રથમ શ્રી ચંદ્રરાયની બેટી, કલા સુલક્ષણે લક્ષ્મી ભેટી, બીજી શ્રીસેના રાજકુલાઈ, કુશલ ગીત ગંધર્વ કલાએ...સા...॥૧૫॥ સેના નામ પશુ૨વ ધારી, વિજયસેના યુદ્ધે જયકારી; શ્રીસોમા દેવ સેવા પ્યારી, એ તીન મંત્રી સુતા દુઃખહારી...સા...॥૧૬॥ શ્રીદેવી સામુદ્રિક વાલી, સુમંગલા ખટદર્શન ભાલી; સોમમિત્રા કથા નટવી નાણ, મિત્રવતી કાળજ્ઞાનની જાણ...સા...ll૧૭ની ચિત્રકલાએ જસોમતી સારી, પત્ર છેદન દક્ષા ગંધારી, અષ્ટાંગ જગ નિમિત્ત જયસેના, શેઠ સુતા સાતે ગુણલીના...સા...॥૧૮॥ વિદ્યામંત્ર વિધાન સુનંદા, સોમદત્તા સુકલા વિવિચંદા; સાર્મેશજા દોય શ્રીમતી પેટી, જ્યોતિષવૈદ્ય રાયની બેટી...સા...॥૧૯॥ મિત્રસેના શશી નૃપકુળ શુદ્ધિ, સોળમી હું ઉત્પાતકી બુદ્ધિ, સુરમંદિર રહીએ સુખ ભરશે, વિદ્યા સાધી અમોને વરસે...સા...૨ના સાંભળી ખેટ સહોદરી બોલી, તુમ આગળ હવે વાત મેં ખોલી તુમપતિ મળીયો અમને ન મળીયો. જ્ઞાની મુખ જે સાંભળીયો...સા...॥૨૧॥ ઊભિન્ન નવ જોવન અમવેળા, જાય નિઃફળ ન થયા પિઉ મેળા; બાંધવ વિદ્યા સિદ્ધ વીજે, તો અમે કંતની ખોલ કરીજે...સા...॥૨૨॥ મોકલી મુઝને ખબર જ લેવા, તુમશું ઊભી વાત કરેવા; ૩૧૩ ર સાંભળી ધમ્મિલ ચિંતે મનમાં, તેહી જ નર મેં માર્યો વનમાં..સા...॥૨૩॥ ધરી ધૈરજ નિજ ચિત્ત વિમાસી, તે આગળ સવિવાત પ્રકાશી, મિત્રસેના સુણી દુઃખ ધરે મોહોટુ, ચિત્ત ચિંતે મુનિવચન ન ખોટું...સા...॥૨૪॥ ધમ્મિલ રાસે પુણ્ય અખંડે, બીજી ઢાળ એ પાંચમે ખંડે, -- શ્રી શુભવી૨ વચન રસ ભરીયાં, શ્રોતા લોકે હઈડે ધરીયાં...સા...॥૨૫॥ સુંદરીની ઓળખ :- ઓ મીઠાબોલી બાળા ! હે હરિણાક્ષી ! તારો વૃતાંત સંભળાવ. ત્યારે તે બાળા બોલી. આ ભરતક્ષેત્રના વૈતાઢ્યગિરિની દક્ષિણ શ્રેણીએ સાઠ નગરો રહ્યાં છે. તે નગરોની શ્રેણી મધ્યે શંખપુરી નામે નગરી છે. સૂર્ય જેવો પ્રતાપી અને ચંદ્ર જેવો શીતલ. એવો પુરિષાનંદ નામે આ નગરીનો રાજા છે. હે સાહિબ ! જુઓ ! દૂર દૂર દેખાય છે તે મહેલ મંદિરમાં લટકાળી, સરખે સરખી સાહેલીઓની ટોળી મળી છે. જે મારી રાહ જુએ છે છતાં. રસાલી એવી આગળ વાત સાંભળો. ॥૧॥ આ રાજાને કામદેવના ધામની ધજા સરખી કામપતાકા નામે (કામ=કામદેવ, પતાકા=ધજા) પટ્ટરાણી Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ધમિલકુમાર રાસ છે. વળી તેઓને, નામ છે તેવા ગુણવાળો કામમાં સદાયે ઉન્મત્ત રહેનારો કામોન્મત્ત નામે રાજકુમાર છે. રા. વળી તે રાજાને પુત્ર પછી બે પુત્રી થઈ. જેનું નામ છે. વિદ્યુમ્નતી અને વિદ્યુલ્લત્તા. બંને કુંવરીઓ સારા ગુણોથી ગુણવેલડી સરખી બે પુત્રી છે. કુંવરી બોલે તો જાણે મુખમાંથી ફૂલો ખરે છે. અને જુએ છે ત્યારે લોચનમાંથી જાણે અમીઝરણાં થાય છે. /all તે નગરની નજીક સુવર્ણકૂટ છે. તે કૂટ ઉપર શોભતું શાશ્વત જિનમંદિર છે. તેમાં બિરાજતા પરમાત્માનાં દર્શન કરવા આકાશગમન કરતાં, વિદ્યાચારણ - મહાજ્ઞાની (ત્રિકાળજ્ઞાની) એવા ધર્મઘોષ સૂરીશ્વરજી પોતાના પરિવારયુક્ત ત્યાં પધાર્યા. //૪ll. સૂરિ અણગારના આગમનના સમાચાર સુણી નગરવાસી સઘળાયે વિદ્યાધરો વંદન કરવા જાય છે. આ વાત કામ પતાકાએ જાણી. તો તે પણ ત્યાં આવી. સર્વ વિદ્યાધરો વિનયપૂર્વક પ્રદક્ષિણા દઈને, મુનિ ભગવંતની સામે યોગ્ય સ્થાને બેઠા. તે વેળા સૌના ભાવ જાણીને સૂરી ભગવંતે ધર્મોપદેશ આપવાનો શરૂ કર્યો. //પા હે ભવ્યજીવો ! અનંતકાળ સુધી સદાયે સુખમાં રહેવાની ઈચ્છા હોય તેવા સ્થાન મોક્ષને મેળવવા ઉદ્યમ કરો. દાન-શીલ-તપ-ભાવનારૂપ ધર્મના ચાર પાયા કહ્યા છે. યથાશક્તિ તે ધર્મનું શરણ સ્વીકારો. પા. દેશનાને અંતે સૌ વિખરાયા. પછી કામ પતાકા રાણીએ ભગવંતને પૂછ્યું. કે હે ગુરુભગવંત ! અમારી આ બંને પુત્રીનો સ્વામી કોણ થશે ? જ્ઞાનબળે કરીને ધર્મધોષસૂરિ અણગારે કહ્યું કે જે તારા પુત્રને હણશે, તે તારી બંને પુત્રીનો સ્વામી થશે. //દી મુનીભગવંતની વાણી સાંભળીને કામ પતાકા પુત્ર મરણની વાત જાણી ખેદ પામતી અને જમાઈ મળવાની વાતે હર્ષ પામતી એ પ્રમાણે રોષ અને તોષને સમકાળે ધારણ કરતી પોતાના ઘેર આવી. આ સઘળી વાત રાણીએ રાજાને કહી. દિવસો વીતવા લાગ્યાં. એકદા વિદ્યા સાધવાની ઇચ્છા કામોન્મત્તને થઈ. પિતાને પોતાની ઈચ્છા બતાવી. અને પિતાની અનુજ્ઞા લઈને વિદ્યા સાધના કરવા તૈયાર થયો. Ifણા વિદ્યા સાધના - કહેવાય છે કે શુદ્ધિ સાત પ્રકારની રાખવી. તો કામ સિદ્ધ થાય છે. પૂજાનાં ઉપકરણો (૧), મન-વચન-કાયાની શુદ્ધિ (૨-૪), ન્યાયપૂર્વક ઉપાર્જન કરેલ સ્વદ્રવ્ય (૫), વસ્ત્રશુદ્ધિ (૬) તથા સ્થાનની શુદ્ધિ (૭) વિધિ શુદ્ધિ - આ પ્રમાણે સાતેય શુદ્ધ હોતે વિદ્યાસાધક - વિદ્યાની સિદ્ધિ કરી શકે છે. ફળ પામી શકે છે. IIટી વિદ્યાસિદ્ધિ માટે કામોન્મત્તે બધી તૈયારી કરી. અને પોતાની બંને બેનોને લઈ સારા રસાલા સાથે કુમાર કનકવાલુકા નદીના કિનારે આ વનઉદ્યાનમાં આવ્યો. સુંદર મહેલની રચના બનાવી બંને બેનોને ત્યાં રાખી. વળી પોતાની સ્ત્રી બનાવવાની આશા-ઇચ્છાએ બંને બેનોને ત્યાં મૂકી તે કામોન્મત્ત પૃથ્વીતળે. ગામ-નગર-શહેર વગેરેમાં ફરવા લાગ્યો. શા રાજા-મહારાજા-ધનવાન શેઠ – મોટા મોટા સાર્થવાહો વગેરેની જે શ્રેષ્ઠ કન્યાઓ , જે રૂપવાન ગુણવાન અને સારા લક્ષણવાળી હોય. તે જોવા લાગ્યો. જોતાં જોતાં તેને સોળ કન્યાઓ પસંદ પડી. તો સોળે કન્યાનાં અપહરણ કરીને આ મહેલમાં લઈ આવ્યો. ૧૦ના મહેલમાં પોતાની જે બે બેનો હતી તે જ મહેલમાં બેનોની સાથે તે સોળે કન્યાઓને રાખે છે. વળી તે સહુને કહે છે ને વિશ્વાસમાં લે છે કે હું વિદ્યા સાધીને આવીશ. ત્યારે ઘેર જઈને આ સોળે કન્યા સાથે લગ્ન કરીશ. ૧૧મા. હમણાં તે કામોન્મત્ત વિદ્યાધર ગુપ્તવંશજાલમાં છ માસ માટે શ્રેષ્ઠ વિદ્યાઓને સાધી રહ્યો છે. લગભગ છ મહિના પૂરા થવા આવ્યા છે. સોળે સખીઓ મહેલમાં રહી છે. વિચારે છે કે પિયરીયાને Page #364 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૨ ૩૧૫ તો એકવાર“છોડવાના જ હતા. તો વહેલા છોડી દીધા. એમ સમજશું અમે સૌ સોળે સખીઓ શાંતિથી આ સામે મહેલમાં રહીએ છીએ. ।૧૨। અમે સૌએ ઘર છોડ્યાનું દુઃખ વિસારી દીધું. સોળે સખીઓ વિદ્યાધરના પ્રેમને વહન કરીએ છીએ. યૌવનવયના રંગે રંગાએલી સોળે સખીઓ, વરને વરવાની ઈચ્છાથી સદાયે બંને નણંદની સાથે આનંદથી રહીએ છીએ. સુખમાં દિવસો પસાર કરીએ છીએ. ।।૧૩।। સોળ સખીનાં નામ : એક દિવસ અમારા મોટા નણંદીએ કહ્યું કે અલીઓ ! ભાભી થવા તો આવી છો. તો તમો સોળે તમારા નામ તો કહો. ત્યારે મેં પણ અમારી જાતિ-કુળ-કળા લક્ષણથી યુક્ત એવાં સોળેનાં નામ કહ્યાં. ॥૧૪॥ પ્રથમ સખીનું નામ શ્રીચંદ્રા (૧) છે. જે શ્રીચંદ રાજાની દીકરી છે. સારાં લક્ષણોવાળી છે. જુદી જુદી કળાને જાણનારી છે. સાક્ષાત્ લક્ષ્મીનો અવતાર ન હોય. તેવી છે. વળી જે ગીત ગાવામાં અતિકુશળ છે. અને ગાંધર્વ કળામાં જે હોંશિયાર છે. તે સખી બીજી છે. જેનું નામ છે શ્રીસેના. (૨) પશુના અવાજ જાણનારી ત્રીજી સખીનું નામ છે સેના. (૩) યુદ્ધની કળાને જાણે છે તે સખીનું નામ વિજયસેના (૪). વળી ચંદ્રદેવની સેવા જેને બહુ ગમે છે તેનું નામ શ્રીસોમા. (૫) ત્રીજી-ચોથીપાંચમી-સેના, વિજયસેના અને શ્રીસોમા એમ ત્રણ સખીઓ તે મંત્રીપુત્રી છે. દુઃખ વિસારીને અહીં રહેલી છે. ।।૧૬। વળી છઠ્ઠી સામુદ્રિક લક્ષણોને જાણે છે તેનું નામ શ્રીદેવી.(૬) છ દર્શનની જાણનારી એ સાતમી સખીનું નામ છે. સુમંગલા. (૭) નાટ્યની કથા નૃત્યકળા વગેરે જાણે છે તે આઠમી સોમમિત્રા. (૮) સમય-કાળને જાણે છે તે સખીનું નામ છે મિત્રવતી. (૯) ।।૧૭ના ચિત્રકળાને સારી રીતે જાણે છે સારી રીતે દોરે છે તે જશોમતી. (૧૦) પત્રછેદન વિદ્યામાં જે નિપુણ છે તે સખીનું નામ ગંધારી. (૧૧) અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રને જાણે છે તેનું નામ જયસેના. (૧૨) આ સાતે પુત્રીઓ શ્રેષ્ઠી કન્યા - અર્થાત્ શેઠની પુત્રીઓ છે. ૧૮। મંત્ર વિદ્યાના વિધિ-વિધાન જાણે છે તે સુનંદા. (૧૩) ચંદ્રની વિવિધ કળાની જેમ વિવિધ કળાઓને જાણે છે તે સોમદત્તા. (૧૪) આ બંને સુનંદા ને સોમદત્તા - સાર્થવાહની પુત્રીઓ છે. જ્યોતિષ અને વૈદક શાસ્ત્રને જાણે છે તે શ્રીમતી (૧૫) તે રાજાની પુત્રી છે. ।૧૯।। વળી ચંદ્રરાજાના કુળમાં ઉત્પન્ન થયેલી અમૃત સરખી પવિત્ર ઉત્પાતિકી બુદ્ધિવાળી એવી હું સોળમી મિત્રસેના (૧૬) નામે છું. હે આર્ય ! સ્વર્ગપુરીના જેવા મહેલમાં સુખભર રહીએ છીએ. અને તે વિદ્યાધર વિદ્યા સાધીને આવશે અને તે અમને પ્રેમે પરણશે. મેં અમારી વાત કરી. ॥૨૦॥ અમારી સોળ સખીનો વૃત્તાંત સાંભળી નણંદી બોલી. રે ! સખીઓ ! તમારી આગળ અમારી પણ વાત કરું તે સાંભળો. તમને તો તમારો પતિ મળી ગયો. જેથી ઘણા હરખમાં છો. પણ જ્ઞાની ગુરુનાં મુખે સાંભળેલો હજુ અમને અમારો પતિ-સ્વામી મળ્યો નથી. તેથી અંતરમાં તે દુઃખ ૨હે છે. I૨૧॥ ઊગતા નવયૌવનની અમારી આ વેળા પિયુ-મિલન વિના નિષ્ફળ જાય છે. હવે અમારો આ બંધુ વિદ્યા સિદ્ધ કરીને આવશે. પછી અમે પણ અમારા સ્વામીની શોધ કરશું. ॥૨૨॥ વિદ્યા સાધના કરી રહેલા તે વિદ્યાધરની ખબર લેવા, સખીઓએ અને બે નણંદોએ મને અહીં મોકલી છે. અને તે હું અહીં તમારી સામે ઊભી છું. બાળાનું વચન સાંભળી ધમ્મિલ વિચાર કરવા લાગ્યો. અહો ! આ બાળા જેની વાત કરે છે તે જ સાધક, વિના અપરાધે, મારાથી હણાયો. રે ! હું આ બાળાને શી રીતે વાત કરું ? ।।૨૩। ધમ્મિલ હવે હૈયે ધીરજ ધરીને, મનમાં વિચારી રહ્યો હતો. વાત તો કરવી જ પડે. સાહસ કરીને મન મજબૂત કરીને, જે બનેલી તે સઘળી બીના તે બાળાને કહી. અર્થાત્ તું જેની ખબર લેવા આવી છે તે વિદ્યાધર Page #365 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલકુમાર રાસ અજાણતાં મારાથી હણાયો છે. તે વાત સાંભળતાં મિત્રસેના વજ્રાઘાત થયો હોય તેમ મૂઢ થઈ. ઘણી દુઃખી થઈ. વિચારવા લાગી કે “મુનિવચન ક્યારેય ખોટું ન હોય.” ભાવિભાવ બને જ છે. ।૨૪। અખંડ પુણ્યોદયવાળા ધમ્મિલકુમાર ચરિત્ર રાસની પાંચમા ખંડની આ બીજી ઢાળમાં શ્રી શુભવીર- વિજયજી મહારાજે એવો વચનરસ ભર્યો છે કે જે સાંભળતાં લોકોના હૈયામાં તેને ધારણ કરતાં સૌ આનંદિત થાય. ॥૨૫॥ ખંડ - પની ઢાળ : ૨ સમાપ્ત -: દોહા : ૩૧૬ દોય ઘડી આંસુ ભરી, પામી ખેદ લગાર, મિત્રસેના કહે કર્મગતિ, ભોગવવી નિર્ધાર. ॥૧॥ તવ ધમ્મિલ કહે સુંદરી, મ કરો મનમાં ખેદ, જ્ઞાનીનું દીઠું હુએ, નહી તિહાં કિશ્યો વિભેદ ॥૨॥ સા કહે આર્યપુત્ર તમે, રેહેજો ઇહાં ખીણમંત, ખેટ સહોદરીને જઈ, સંભળાવું વિરતંત જ્ઞા જો તુમ ઉ૫૨ રાગિણી, હોશે તો ધ્વજરક્ત; મંદિર ઉર્ધ્વ હલાવશું, શ્વેત ધ્વજાએ વિરક્ત ॥૪॥ રક્ત રેહેજો દિર થઈ, સ્વેતે જાજો દૂર; એમ કહી ચાલી વેગશું, વિઘુમતીને હજૂર ॥૫॥ તસ સંકેતે દોય ઘડી, તગત ચિત્ત કુમાર, ઉપશમ ગુણઠાણે ચડી, થોવ ઠરે અણગાર ॥૬॥ તામ પતાકા ઉજળી, હાલતી દેખી કુમાર, જાણી વિરક્તા તે મઈ, નાઠો નદીય કિનાર. ના અટવી મધ્યે ચાલતાં, તરૂતલ જોગી ચાર, ઝઘડો કરતાં દેખીને, પૂછે તાસ કુમાર. ॥૮॥ જોગી થઈ જંગલ રહો, સહો શીત વર્ષાતાપ; ભિક્ષા એ ભોજન કરો, તેહમાં શો સંતાપ. ॥લા કહે જોગી સુણ ભોગીયા, ભલે પધાર્યા આંહી, અતિથિ કરી તુમ પૂજશું, રયણી રહો ઉચ્છાંહી. ||૧૦|| વાત સુણી અમ મુખ તણી, ભાંગો અમચો ક્લેશ, સુખીયા થઈશું તુમ થકી, તુમને લાભ વિશેષ ||૧૧|| એમ નિસુણી કુંવર તિહાં, ગિરિદરી વસિયા રાત; દાક્ષિણતા ગુણ દેખીને, યોગી કરતા વાત. ।।૧૨।। Page #366 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૩ ૩૧૦ 'ધમ્મિલની વાત સાંભળીને, દુઃખિત થયેલી બાળાની આંખે આંસુ ભરાયા. રડવા લાગી, હૃદયમાં ખેદ પણ ઘણું પામી. બે ઘડી પછી કંઈક સ્વસ્થ થઈને મિત્રસેના બોલી. “કર્મની ગતિ વિચિત્ર છે. નિશે તેને ભોગવવી જ પડે. કર્મની ગતિને કોઈ પીછાની શકતું નથી.” III તે વખતે ધમ્મિલ પણ સુંદરીને આશ્વાસન આપતાં બોલ્યો. “હે બાળા ! મનમાં ખેદ ન કરશો. જ્ઞાની ભગવંતે દીઠું હશે તે જ થાય છે. માટે ખેદ ન કરવો. જે બનવાનું છે તે બનશે. તેમાં કોઈ ભેદ કરી શકે નહીં. ભવિતવ્યતા બળવાન છે.” રા. મિત્રસેના કહે છે. આર્યપુત્ર! આપ અહીં ઘડી ક્ષણ માત્ર થોભો. હું તે મહેલમાં જઈને મારી સખીઓને આ વાત કરું. આ સઘળી બીના કહીશ. //all તે વૃતાંત સાંભળીને જો તમારા ઉપર રાગવાળી થશે. તો મહેલની અટારીએથી લાલધ્વજ ફરકાવીશ અને જો સૌ વિરક્ત મનવાળી થશે. તો સફેદ ધ્વજ લહેરાવીશ. //૪ll જો વળી આપ રક્તવર્ણથી ધ્વજા જુઓ તો આજ જગ્યાએ અહીં તમે સ્થિર થજો. અર્થાતુ થોભજો . જો શ્વેતવર્ણ ધ્વજા જુઓ તો દૂર ચાલ્યા જજો . આ પ્રમાણે કહીને મિત્રસેના ઉતાવળી ગતિએ વિદ્યુત્પતિની પાસે પહોંચી ગઈ. //પીતેણીએ આપેલા સંકેત મુજબ ધ્વજ જોવાને માટે ધમિલ તે વૃક્ષ પાસે ઊભો છે. પણ તેનું ચિત્ત તો તે બાળામાં રક્ત થયું છે. જેમ ઉપશમ ગુણસ્થાનકે ચઢેલો અણગાર થોડો સમય સ્થિર રહે તેમ, ધમિલ તે સ્થાને બે ઘડી સ્થિર થઈને રહ્યો. ૬ll. જેત ધજા ફરકી - થોડો સમય ગયો. ત્યાં તો ધ્વજા ફરકી. ધમ્મિલ ટગર ટગર ધ્વજા સામે જોઈ રહ્યો છે. પણ ધ્વજા તો સફેદ વર્ણની જોઈ. તેથી જાણી લીધું કે તે બાળાઓ બધી જ મારા ઉપર વિરક્ત થયેલી છે. તેમ જાણી કુમાર નદીકિનારે કિનારે દૂર દૂર ચાલવા લાગ્યો. IIણી - કુમાર જંગલની વાટે -ત્યાંથી કુમાર મધ્ય અટવીમાં પહોંચતાં એક વૃક્ષની નીચે ચાર યોગીબાવા. અંદરોઅંદર ઝઘડતા જોયા. તેમની પાસે કુમાર પહોંચી ગયો અને પૂછવા લાગ્યો. l૮ ન રે યોગીરાજ! ઘરબાર છોડી જોગી થયા. જંગલમાં વસો છો. ઠંડી-ગરમી-વર્ષા વગેરે ઋતુઓની વેદના સહો છો. વળી ઘર ઘર ફરી. માંગીને ભિક્ષાથી ભરણપોષણ કરો છો. તો વળી તમારે શા માટે ઝઘડા કરવા? શેના ઝઘડા કરો છો? Icલા એક જોગી આગળ આવીને કહેવા લાગ્યો. “હે ભલા ભોગી ! તમે અહીં ભલે પધાર્યા. તમે અહીંયાં અમારી જોડે રાત્રિ રહો. અમે તમારી અતિથિ માનીને પૂજા કરશું. રહેશો તો અમારો ઝઘડો મિટશે. ૧૦ના આપ અમારી વાતો શાંતિથી સાંભળજો . અમારા ક્લેશને તમે જ દૂર કરી કરશો. અમારો ઝઘડો તમે દૂર કરશો. અમે તેથી સુખીયા થઈશું. અને તમને પણ મોટો લાભ થશે. ||૧૧|| યોગીબાવાની વાત સાંભળી. સજ્જન ધમ્મિલકુમાર ગિરિગુફામાં રાતવાસો રહ્યા. ઉત્તમ એવા - કુમારનો દાક્ષિણ્યગુણ જોઈને, મુખ્ય યોગીએ પોતાની બધી વાત કહેવાની શરૂઆત કરી. //૧૨ ઢાળ ત્રીજી (રાગ - બંગાલ..એ દેશી) જોગી કહે સુનો રાજકુમાર, ગનતે સુખ દુઃખીયા સંસાર, ચિત્ત ચેતલો, રૂડી જ્ઞાનકી બાત ચિત્ત ચેતલો, તન ધન ઘરપર રાગ અથાહ, લાખમેં અંશે ધર્મ ન ચાહ...ચિત્ત..III Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ધમ્પિલકુમાર રાસ ઇતના રંગ જો ધર્મ કા હોત, ઝગમગ દીપક જ્ઞાન ઉદ્યોત, જ્ઞાન વિના મિથ્યા અંધાર, મારગ ભૂલા મૂઢ ગમાર...ચિત્ત..રા કંત હમેરા મેરી હિ નાર, કૂડી માયા હે સંસાર; કંત ચલેગા યમ દરબાર, રોતી રહેંગી એકલી નાર...ચિત્ત..all ધુ ઘટામેં ડારત હાથ, હમારા એક હિ નાવેંગા સાથ, સ્વારથ સંગી એ પરિવાર, કનક સગાઈ ઓર ન પ્યાર..ચિત્ત..//જા. મેહેલ સેહેલ કરે દંપતી પૂત, હોત દિવાને વળગે ભૂત; તૃષ્ણા નઈજલ પૂરણ નાથ, નાથ ચલેગા ખાલી હાથ...ચિત્ત../પી સંસાર દેખ વિટંબન ભૂત, હમગુરુ જોગી હુઆ અવધૂત; જંગલ રેહેતે અલક ધ્યાન, ગુરુસેવામે રહે એકતાન..ચિત્ત..//l. ગુરૂ તસ દેઈ વસ્તુ ચાર, આપ સધાએ સરગ મઝાર; કંથા તિગ શત દેવે દિનાર, પાવડી એ ચલે કોશ હજાર,..ચિત્ત..lal પાટા અખૂટ ને દંડ જ એક, દુશમન ટોળે રહેવે ટેક; પાવડી પહેરી ફિરતે ગામ, હમ ઘર છોડી તીરથ ઠામ...ચિત્ત..l૮. ફિરતે મળીએ જૈન નિર્ગથ, તેને બતાયા જૈનકા પંથ. મિથ્યાતશલ્ય નિકાલા દૂર, તત્વ સુધા લહે. આણંદપૂર..ચિત્ત..લા મિથ્યાત વેષકા કયા જગભાર, મોક્ષ ગએ દશપંચ પ્રકાર; હું જાણી રખે ગુરૂકા વેશ. જો ગ્યક દેવે જિને ઉપદેશ..ચિત્ત.../૧ના હમ ચારે શિષ્ય ગુરુ રાય, ઉધ્ધરિયા જિન પંથ બતાય પંચ તીરથ હમુ જાત્રા કીધ, ગુરૂ કે પસાયે હે સવિ સિદ્ધ...ચિત્ત../૧૧/l પણ ગુરુ સાહેબ સર્ગ સધાય, પીછે રહે હમ ગુરુ ગુણ ગાય; વેહેંચણ કર ગુરુ દીધી નાહી, ચાર ચીજ રહી. ગુરુ ઘરમાંહી..ચિત્ત../૧રી. ઝગડામેં હમકી નહી શોભ, જાણત પણ નહિ લાભકા થોભ; જોગી જંગલ સેવનહાર, મિથ્યાતિ આવે નરનાર...ચિત્ત..I૧all અતિ પેટમે પારકા માસ, એહિ લોકકા ક્યા વિશ્વાસ; તુમકુ હમોએ દીનો ભર્મ. તમચો કોણ ગુરૂદેવને ધર્મ...ચિત્ત..૧૪ ધમ્મિલ કહે હું જૈન સવાય, ઓર દેવ ગુરુ લાગુ ન પાય, જોગી કહે સાધર્મિક ભાઈ, મળી એ હમઘર હોત વધાઈ...ચિત્ત..//પાચાર સંપ કરી ચારે ચીજ, દેઈ ભણે હમજીવિત બીજ; . કુંવર વદે કરી ચીઠ્ઠી ચાર, લટકંતી બાંધી તરૂડાળ...ચિત્ત..ll૧૬ll Page #368 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૩ ૩૧૯ દૂરથી આવી લીયો એક એક, ક્લેશ મટાવી ધરયો વિવેક; જોગી ચારે કીધું એમ, ભાગ લેઈ બહુ ધરતા પ્રેમ; ..ચિત્ત../૧ણા કુંવરને દીધી ઔષધિ ચાર, રોગહરણ રાજા વશિકાર; શત હસ્તીબલ શસ્ત્ર પ્રહાર, અંગ ન લાગે કોઈ પ્રકાર. ..ચિત્ત..ll૧૮. જોગી કહે સુણ ધર્મ કે મિત્ર, તોસે લગા હમકેરા ચિત્ત; તુમ જાવે હમ હોગા શોક, જોગી ગૃહી કા મિલનાં ફોક..ચિત્ત../૧લી તુમહી કીધો હમ ઉપકાર, ક્લેશ કરી દીયો ઉપશમ સાર, કોઈ દિન હમ પર બહુલે પ્યાર, ધરી યાદ કરના તુમ એકવાર ..ચિત્ત...રવા વાત કરતાં રયણી જાય, ઉદયની વેળા કુંવર સધાય; અટવી ઓલંઘીને જાય, શબ્દ શુકન તવ રૂડા થાય. ..ચિત્ત..ર૧il સંબોહનામે કર્બટ ગામ, દેખે દૂરથી લહે વિશરામ, સરોવર પેખી ઉભો તીર, સજન ચિત્ત યે નિર્મળ નીર. ..ચિત્ત..//રરા પાંચમે ખંડે ત્રીજી ઢાળ, ભાખી પૂરણ રાગ બંગાલ, વીર પુણ્યોદય પગ, એ મહંત, ખેત્ર વિપાકી ખેત્ર ફલંત ચિત્ત...૨૩ યોગીનો ઝઘડો - નિરાંતની પળ મળી યોગીને. કુમારની પાસે ચાર યોગી બેઠા છે. અતિથિનો યોગ્ય સત્કાર કર્યો. પછી પોતાની વાત કહેવાની શરૂઆત કરી. તે સજ્જન રાજકુમાર ! આ અસાર સંસારમાં સુખની ગણના કરવી મિથ્યા ખોટી છે. આ વાત સમજીને હે ભવ્ય ! ચિત્તમાં ખરેખર ! ચેતી જવા જેવું છે. આ રૂડી ને સત્ય વાત, જ્ઞાનીએ બતાવી છે. તન-ધન-ઘર કુટુંબ ઉપર જે રાગ છે. તે રાગ જો ધર્મ ઉપર લાગી જાય તો કામ થઈ જાય. પણ સંસાર કરતાં ધર્મ ઉપર લાખના અંશે પણ રાગ આ જીવને નથી. ||૧|| જેટલો રાગ સંસાર ઉપર છે. તે રાગ જો ધર્મ ઉપર આવી જાય તો જ્ઞાનનો સાચો પ્રકાશ અને તેની જયોતિ જીવનમાં ઝળહળી ઊઠે. જ્ઞાન વિના મિથ્યાત્વનો અંધકાર (તેનાં પડળો) આત્મા ઉપર વ્યાપેલાં છે. રે આ જગતના મૂઢ અને ગમાર જીવો સાચો માર્ગ ભૂલીને મિથ્યા માર્ગે ભમ્યા કરે છે. //રા “આ મારો કંત.” વળી કંત કહે, “આ મારી પ્રાણપ્યારી કાંતા” આવી ખોટી માયા સંસારની છે. યમરાજાનું તેડું આવે, કંત યમના દરબારે ચાલ્યો જાય છે. જયારે તેની સ્ત્રી, બિચારી એકલી અહીં રડતી રહી જાય છે. ૩. - ધૂમાડાના ગોટામાં હાથ નાંખતાં શું મળે? એક દમડી પણ મળતી નથી. સ્વાર્થના સંગી પરિવારને કનક એટલે સોનાની સાથે સગાઈ છે. સોનું એટલે ધન સાથે મતલબ. બાકી સ્નેહ પ્રેમની વાતો હોતી નથી. ll૪ સુંદર મહેલમાં સહેલ કરતાં (સુખ ભોગવતાં) દંપતીને પુત્રની પ્રાપ્તિ થાય ત્યારે જાણે ભૂત વળગ્યું હોય તેમ તેની પાછળ દંપતી દિવાનાં થઈને ગળે વળગાડે છે. પણ છેવટે તૃષ્ણારૂપી નદીના • પ્રવાહમાં તણાતો નાથ ખાલી હાથે એકલો ચાલ્યો જાય છે. //પી. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ધર્મિલકુમાર રાસ આવી આવી ઘણી વિટંબણાઓથી ભરેલા સંસારને જોઈ અમારા ગુરુજી અવધૂત યોગી થઈ ગયા. સંસારને છોડી દીધો. અલખના ધ્યાનમાં જંગલમાં તેઓ તેમના ગુરુ સાથે રહેતા. એકતાનથી ગુરુની સેવા કરતા. //૬ll ચમત્કારી ચાર વસ્તુ :- વખત જતાં વાર લાગતી નથી. અમારા ગુરુજી ગુરુકૃપા મેળવી ચૂક્યા. ગરજી તેમના ગુરજીના હૈયે વસી ગયા. યોગ્યતા જાણી ગુરુજીએ શિષ્યને (અમારા ગુરુજીને) ચાર વસ્તુ જે અતિદુર્લભ છે તે ભેટ આપી. આયુષ પર થતાં વડીલ ગર પરલોકવાસી થયા. Iણા ચાર વસ્તુ (૧) કંથા :- જે કંથા (કોથળી) દરરોજ ટાણસો દિનાર આપે. (૨) પવનપાવડી:- જે પવનપાવડી પહેરે તે ઇચ્છા પ્રમાણે વધારેમાં વધારે એક હજાર ગાઉ દૂર પહોંચાડે. (૩) દંડ:- જે દુશ્મન અને દુશ્મનના ટોળાને થંભાવી દેતા હતા. દંડ તેવો હતો. (૪) અખૂટપાત્ર :અખૂટ પાત્રમાંથી ભાવતું ભોજન જે જોઈએ તે માંગતાં મળી જતું હતું. અમારા ગુરુજી પવનપાવડી પહેરીને ઘર-ગામ છોડીને ગામોગામ ફરતા. જુદાં જુદાં તીર્થોની યાત્રા કરતા. Iટા , . ચાર ધામની યાત્રા ક્યારેક કરતા. ભારતના ખૂણે ખૂણે નાનાં મોટાં જે તીર્થો હતાં. તે સર્વની યાત્રી તો થઈ ગઈ. પણ આ રીતે દરરોજ વિહાર કરતાં અમારા ગુરુજીને નિગ્રંથ જૈનમુનિનો ભેટો થયો. અમારા ગુરુજીને જુદા જુદા ધર્મના ધર્મગુરુઓને મળવું, ધર્મચર્ચા કરવી, જાણવાની જિજ્ઞાસા પણ ઘણી. જૈનમુનિના મિલનમાં પણ ધર્મચર્ચા કરવા લાગ્યા. જૈન મુનિએ અહિંસાત્મક જૈન ધર્મનો સુંદર માર્ગ બતાવ્યો. તેમના સંગથી મિથ્યાત્વ શલ્ય દૂર કરીને જૈન તત્વરૂપી અમૃતને આનંદથી મેળવ્યું. lલા જૈન ધર્મના મત અનુસાર જે જીવો મોક્ષે જાય છે. તે સર્વજીવો પંદર પ્રકારે સિદ્ધ થાય છે. પંદરભેદમાંથી કોઈપણ એક ભેદે જીવ સિદ્ધ થાય છે. તે પંદર ભેદમાં મિથ્યાત્વ લેશે. (અન્યલિંગે) પણ સિદ્ધ થવાય છે. તે ગુરુજી જાણતા હતા. વેશ સંન્યાસી તાપસ કે યોગીનો હોય. પણ આચાર - વિચાર બધું જ જૈન ધર્મને અનુસારે હોય. પ્રરૂપણા પણ જૈન તત્ત્વની હોય તો તે આત્મા સિદ્ધ થઈ શકે છે. તેવી વાત જૈન ધર્મમાં આવે છે. તેથી ગુરુજીએ પોતાનો (તાપસવેશ) વેશ છોડ્યો નહીં. પણ પોતાની પાસે કોઈપણ યોગ્ય જીવ આવે તેને જૈન ધર્મનો ઉપદેશ આપતાં. /૧૦: આપ અમને જે ચાર યોગીને જુઓ છો. તે અમે ચારેય તે મારા ગુરુના શિષ્યો છીએ. અમને જૈન ધર્મનો બોધ કરાવી અને પ્રતિબોધી અમારો ઉદ્ધાર કર્યો છે. ગુરુની કૃપાએ જૈન ધર્મમાં કહેવાતાં પાંચેય તીર્થો. તે પંચતીર્થની અમે ચારે જણાંએ યાત્રા કરીને સિદ્ધિ હાંસલ કરી છે. ૧૧૫ આયુષ પૂરું થતાં ગુરુજી સ્વર્ગે ગયા. તેમના ગુણગાતાં અમે પાછળ અહીં રહ્યા છીએ. પેલી ચાર વસ્તુ હતી જે ગુરુજીએ અમને વહેંચી ન આપી. અને તે ચાર વસ્તુ ગુરુ ઘરમાં (તાપસ આશ્રમમાં) એમ જ રહી. I૧૨ા. રે નિઃસ્નેહી ગુરુજી ચાલ્યા ગયા. પણ ભાઈ ! અમે સમજીએ છીએ કે અમારે પણ એક દિન જવાનું છે. તો આ વસ્તુમાં ઝઘડા કરવાથી અમારી કોઈ શોભા નથી. પણ “લોભને થોભ હોય નહીં” જોગી તો જંગલનું સેવન કરે. જંગલમાં રહેવા છતાં અમારી પાસે કંઈક મિથ્યા સ્ત્રી પુરુષો આવતાં જ હોય. કંઈક આશાએ આવે. સેવા કરતાં કંઈક માંગે. (૧૩) અવ્રતી ગૃહસ્થો જેને કોઈ પ્રકારનું વ્રત જ ન હોય તેવા પેટની અંદર પારકા માસને રાખનારા. હોય તેવા લોકોનો વિશ્વાસ યે રખાય? જો ભાઈ ! છો પરદેશી ! પણ અમે તો તમને અમારા ગણીને Page #370 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૩ ૩૨૧ અમારી સઘળી વાત કહી. રે ! આપ કોણ છો ? આપની જાતિ-કુળ કયું? આપનાં દેવ કોણ ? આપના ગુરુ કોણ ? આપનો ધર્મ કયો? તે અમને જણાવશો? I૧૪ યોગીની સઘળીયે વાત શાંતચિત્તે ધમિલે સાંભળી. જયારે યોગીએ પૂછ્યું. ત્યારે ધમ્મિલ કહે છે. હે યોગીરાજ ! હું ઉત્તમ એવા જૈનકુળનો છું. મારા દેવ ગુરુ ધર્મ સિવાય બીજા કોઈ પણ દેવગુરુને પગે લાગતો નથી. તે સાંભળી યોગી બોલ્યો. “તો તો તમે અમારા સાધર્મિક બંધુ કહેવાઓ. આજ અમારા ઘરમાં સાધર્મિકની વૃદ્ધિ થઈ.” //પા વસ્તુની વહેંચણી - હવે ચાર યોગી સંપ કરી એક થઈને કુમારને તે ચારે વસ્તુ બતાવી. અને કહ્યું. તે ઉત્તમ નર ! આ અમારી પ્રાણપ્યારી વસ્તુ છે. તમે વહેંચી આપો. ત્યારે કુંવરે કહ્યું. જુઓ ! હું વહેંચીને આપે પછી કજિયો કરશો નહીં ને ! યોગીએ ના પાડી. તમે જે રીતે અમને ચારેયને ચાર વસ્તુ આપશો. તે અમે સહર્ષ લઈ લઈશું. કુમારે ચાર ચિઠ્ઠી બનાવી વૃક્ષની ડાળીએ બાંધી. ૧૬ll. - પછી ચારે યોગીને કહ્યું કે ચાર દિશામાં ચારે જણા ચાલ્યા જાવ. થોડી વારે ચારેયે પાછા આવવું. એક એક ચિઠ્ઠી લઈ લેવી. જે ચિઠ્ઠીમાં જે લખ્યું હોય તે વસ્તુ તેણે લેવી. વિવેક ધારણ કરીને ક્લેશ દૂર કરીને ચારે યોગીએ કુમારના કહેવા પ્રમાણે કર્યું. ચારે દિશામાં જઈ પાછા આવી. ચિઠ્ઠી ઉપાડી. જેના ભાગ્યમાં જે હતું તે સૌએ પ્રેમપૂર્વક સ્વીકારી લીધું. સંપથી ચારે ભેગા રહેવા તૈયાર થયા. /૧૭ કુમારને ઔષધિની પ્રાપ્તિ - પુણ્યોદય જોરદાર કુમારનો. ચારેય યોગી કુમાર ઉપર ઘણા પ્રસન્ન થયા. અને ચારે યોગીએ ચાર પ્રકારની ઔષધિ કુંવરને આપી. (૧) રોગહરણ કરનારી (૨) રાજાને વશ કરનારી (૩) એકી સાથે સો હાથીનું બળ આપનારી. (૪) શસ્ત્ર હરણી. (કોઈ શસ્ત્ર મારે તો કુંવરને લાગે જ નહીં.) આ પ્રમાણે ચાર પ્રકારની ઔષધિ કુમારને આપી. કુમારે પણ પ્રેમથી ચાર ઔષધી લીધી. ./૧૮ ' વળી યોગી બોલ્યા. હે ધર્મબંધુ ! સાંભળ ! અમને તારા પ્રત્યે ઘણો સ્નેહ લાગ્યો છે. તારા પ્રત્યે હૈયે પ્રીતિ જાગી છે. તું અહીંથી જઈશ તો અમારું મન દુભાશે. અમને દુઃખ થશે. પણ યોગી અને સંસારી (ગૃહસ્થ) સાથે રહી ન શકે. સાથે રહેવું નિરર્થક છે. ૧૯ાા. • તેં અમારો ક્લેશ નિવાર્યો. અમને ઉપશમરસમાં રમતા કર્યા. કોઈક દિવસ અમારી ઉપર કૃપા કરીને, સ્નેહને ધારણ કરજો. ક્યારેય યાદ કરજો . l/૨૦ની ( સ્નેહનાં સંભારણાં - વાતો કરતાં રાત પૂરી થઈ ગઈ. સૂર્યોદય થતાં કુંવર તે યોગી પાસેથી રજા લઈને આગળ ચાલવા લાગ્યો. અટવી ઓળંગીને ખુલ્લા મેદાનમાં બહાર આવ્યો. ત્યારે કુમારના પુણ્યોદયે કુમારને શુકનવંતા શબ્દો સંભળાયા. ૨૧ નજીકમાં સંબાહ નામે એક કબૂટ ગામ હતું. કુંવરે દૂરથી તે ગામ જોયું. તે ગામની બહાર, નિર્મળ નીરથી ભરેલું સુંદર સરોવર હતું. ત્યાં જઈને તેને કાંઠે વિશ્રામ લેવા તે કોઈ વૃક્ષ નીચે આરામથી ઊભો છે. ૨૨ પાંચમાં ખંડની ત્રીજી ઢાળ, બંગાળી રાગમાં પૂર્ણ થઈ. શ્રી શુભવીરવિજયજી મહારાજ કહે છે કે પુણ્યોદયનો પગ જ મોટો હોય છે, કે જે ક્ષેત્રવિપાકી કર્મ હોય તે પણ તેને ફળવંત થાય છે. ૨૩ ખંડ - ૫ ની ઢાળ : ૩ સમાપ્ત Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ -: દોહા :શીતલ જલ પાને કરી, વિકસિત ચિત્ત વિશેષ, સુંદર શુકન નિહાળીને કીધો ગામ પ્રવેશ ॥૧॥ ન્યાયવંત કર્બટ તણો, નામે સુદત્ત નરેશ બાંધવ ચંપાધીપ તણો, પણ બેહુને છે ક્લેશ ॥૨॥ તે નગરી જોતાં થકાં, દીઠું માળી ગેહ, મ્મિલ તસ ઘર ઉતર્યો, માલણ ધરતી નેહ IIના દીધી સોવન સાંકલી, માલણ હર્ષ ધરંત, અહોનિશ ઉભી દાસી જ્યું, કુંવરની ભક્તિ કરંત ॥૪॥ દાને ભૂત વશી હવે, દાને કીર્તિ ઉક્કીક, માઈલ મુખલેપે કરી, જડપણ બોલે મીઠ પા ધમ્મિલકુમાર રાસ ચરિત્રનાયક ધમ્મિલકુમાર અટવીની બહાર આવ્યા. તો દૂર દૂર સંબાહ ગામ દેખાયું. બહાર પહેલાં સરોવરની પાળે કંઈક વિશ્રામ લઈને, સરોવરના નિર્મળ ને મીઠા જળનું પાન કર્યું. થાક દૂર કર્યો. પોતે બરાબર સ્વસ્થ થતાં હૈયામાં ઘણો આનંદ થયો. તે અવસરે શુભ શુકન થતાં. શુકન નિહાળીને તે ગામમાં પ્રવેશ કર્યો. ॥૧॥ આ સંબાહ ગામ (કર્બટ એટલે નાનું નગર કહેવાય) નો અધિપતિ સુદત્ત છે. જે રાજા સજ્જન ન્યાયવંત એવો ગુણવાન છે. ચંપાનગરીના રાજા કપિલનો તે લઘુબંધુ છે. (કપિલરાજાની કુંવરી કપિલાની સાથે ધમ્મિલ પરણ્યો હતો.) પણ બંને ભાઈઓને કારણવશાત્ અંદરોઅંદર ક્લેશ થવાથી, ચંપાનગરીથી નીકળી ગયો. અલગ નગર વસાવીને પોતે તે નવા નગરમાં રહે છે. પરિવાર સાથે વસ્યો છે. ॥૨॥ નવા નગરની શોભાને જોતો ધમ્મિલ, રાજમાર્ગ ઉપરથી આગળ જઈ રહ્યો છે. જતાં એવા ધમ્મિલે માળીનું ઘર જોયું. ત્યાં જઈને પોતે પૂછપરછ કરીને માળીને ત્યાં ઊતર્યો. માલણને પણ પોતે રાજી કરી જેથી માલણ પણ મ્મિલ પ્રત્યે સ્નેહ ધરતી, તેનાં કામ હોંશથી ક૨વા લાગી. IIII વળી કોઈ પ્રસંગને અનુસરીને ધમ્મિલે માલણને સોનાની સાંકળી (સાંકળું) આપી. તેથી માલણ ધણી રાજી થઈ. (દામ કરે કામ બીબી ભરે સલામ) ભેટ મળતાં માલણ તો ખડે પગે કુમારની સેવા ભક્તિ ક૨વા લાગી. ।।૪।। કહેવાય છે કે, બિલ બાકુલાનાં દાનથી ભૂત-પ્રેતને વ્યંતરો પણ વશ થાય. તો મનુષ્યની શી વાત કરવી ? દાનથી કીર્તિ ફેલાય છે. જડ એવા ઢોલના મુખ ઉપર જો લેપ કરવામાં આવે તો (ઢોલના મુખે લોટના પિંડનો લૂછો મૂકવામાં આવે તો) તે જડ એવો ઢોલ પણ (વગાડતાં) મીઠો અવાજ આપે છે. IIII આ તો સ્ત્રી. તેને તો સુવર્ણ (સોનું) પ્રિય હોય. તે જ મળ્યું. તો માલણ સ્ત્રી રીઝે એમાં નવાઈ શી ? ધમ્મિલને વશ થઈને માલણ બધું જ કામ કરે છે. ॥૫॥ Page #372 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૪ ૩૨૩ ઢાળ ચોથી (વિમલજિન વિમલતા તાહરીજી..એ દેશી) ધમિલ રહેતા માલણ ઘરેજી, ધરત પરમેષ્ઠીનું ધ્યાન, પંખો વીરણતણો ગુંથીયોજી, મંત્ર સુકલાએ વિજ્ઞાન ગુણનિધિ ઉત્તમ પદ વરે જી...એ આંકણી../ તે વચ્ચે રોગહર ઔષધિજી, ગુપ્ત ધરી ચિત્રિત સાર માલણ હાથ દઈ એમ કહેજી, વેચણ જાઓ બજાર...ગુણ..રા મૂલ્ય કરયો સવા લાખનું જી, પૂછે ગુણ તુમ જબકોય, મુઝ ઘર આવ્યો પરદેશીયોજી, કહો ગુણજાણ છે સોય...ગુણ..all માલણ લઈ ચહુટે ગઈ જી, સાંભળી લોક કરે વાત; દેવરૂપી કોઈ આવીયોજી, માલણ ઘર નરજાત...ગુણ...૪ તીર્થપરે લોક કરે જાતરાજી, દેખી તસ તેજ ઝલકાર, પૂછતાં લોક પાછા વળે જી, કુંવર નહી વચન ઉચ્ચાર..ગુણા.../પા તેણે સમે પુરોહિત નંદિનીજી, તસ શૂલરોગ સવિશેષ, વૈદમંત્રાદિ નિઃફળ થયાંજી, બહુલકમને ઉપદેશ....ગુણ..ll વાત પંખા તણી સાંભળીજી, મોકલે તેડવા તાસ; કુંવર કહે કૂપ નવિ આવશે જ, આવે તરશો કૂપ પાસ...ગુણ..lણા પુરોહિતે પુત્રી રથમાં ઠવીજી, જાય માલણ તણે ગેહ; પંખો જળ ભીંજવી છાંટીઓ જી, તતક્ષણ સજ્જ થઈ દેહ..ગુણ..l૮. લાખ શરપાવ પુરોહિત કરેજી, નવિ ધરે કુંવર તે હાથ, નૃપ ગુરૂ પુત્રી શણગારીને જી, મોકલે જનકની સાથ..ગુણ..લા તેણે સમે રાય સુદત્તની જી, વસુમતી રાણીની જાત, નામે પદ્માવતી કન્યકા જી, કળા વિજ્ઞાન વિખ્યાત....ગુણ../૧લી કર્મે બહુ રોગે પીડિત તનુજી, બહુવિધ કીધ ઉપચાર; દેશી પરદેશી વૈદે મળીજી, નવિ થયો ગુણ તે લગાર...ગુણ..ll૧al. તેહ ચિતાએ નૃપ પીડિયાજી, રાણી મન દુઃખ અપાર, વાત સવિ કુંવરની સાંભળીજી, કૃત દ્વિજપુત્રી ઉપગાર...ગુણ../૧રી રાય પરધાનને તેડવાજી, મોકલ્યા માલણ ગેહ, બેસી સુખાસન પાલખીજી, આવી નૃપને મળ્યો તેહ....ગુણ..//૧all Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ધમિલકુમાર રાસ આદર દેઈ બહુ માનશું જી, રાયે બેસારીયો પાસ; ભાઈ અમ ભાગ્યે તુમે આવીયા જી, મરૂધરે સુરતરૂ વાસ...ગુણ..ll૧૪ એમ કહી કુમરી દેખાડતાજી, રોગે વિરૂઈ થઈ દેહ, સજજ કરવી નજરે પડીજી, સજજન લક્ષણ એહ...ગુણ../પી. કુંવર કહે ચિંતા દૂરે ગાઈજી, શ્રીજિનધર્મસુપસાય; પુરોહિત તેડી મુહૂરત લીયોજી, તિથિ કરણ શુદ્ધ ખેલાય...ગુણ..//૧૬ll તે દિને બહુલ આડંબરેજી, ધૂપ ધૃત દીપની માલ; મંડલ મધ્યે પંખો ધરીજી, હવન કરતો કરમાલ...ગુણ../૧ણા જાપ પરમેષ્ઠી મનમેં જપેજી, તીર્થજળ વીંજણે પાય; શિર ઠવી પંખો નવરાવતાજી, રોગ પોકારતાં જાય. ગુણ..૧૮ અંબરવાણી વ્યંતર કરેજી, સુણજો ધરી કાન ગુણવંત, સાતમે ભવે મુનિ હેલિયાજી, તેણે અમે કુમરી વલગત...ગુણ../૧લી ધર્મિલકુંવર પુણ્યશાળીએ જી, છોડાવ્યા તર્જની આજ; કનક ઘડી પૂતળી સારસીજી, કુંવરી થઈ બેઠી ધરી લાજ ગુણ../૨વા રાજવÍ પુરજન સહુજી, અચરિજ દેખી હરખાય; કરીય વિવાહ બહુ ઓચ્છવેજી, કુંવરને પુત્રી દીએ રાય. ગુણ..ર૧// પંચ વિષય સુખલીલમાંજી, રહત પદત્ત આવાસ, એક દિને રાય વાત કરે છે, બેસી જામાતને પાસ...ગુણ..//રરા પાંચમે ખંડે પૂરણ થઈજી, ચોથી ચિત્તરંજનની ઢાળ વીર કહે ધર્મથી સુખ હુએજી, દુઃખ થાયે વિસરાલ ગુણ..ર૭ll હવે ધમિલ માળીને ઘેર નિરાંતે રહ્યો છે. ખાવું-પીવું-રહેવું બધું જ માળીને ત્યાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું. હવે ધમ્મિલ વિચારે છે કે કોઈક કળા અજમાવવી. નવું સર્જન કરવું. એમ વિચારતાં પંખો બનાવવાનો વિચાર કર્યો. પંખાને યોગ્ય વનસ્પતિ જોઈએ તે માટે માલણને કહ્યું. “બેન ! વીરણ નામે વનસ્પતિ મને લાવી આપો.' માલણ પણ તરત જોઈએ તે વનસ્પતિ લઈ આવી. ધમિલે સુંદર મજાના પંખાનું સર્જન કર્યું. અને એ પંખા વચ્ચે વિશેષ જ્ઞાનકલાયુક્ત એક મંત્રની પણ ગૂંથણી કરી. કહેવાય છે કે જે મનુષ્ય પાસે જ્ઞાન અને ગુણનો ખજાનો હોય તો તે જયાં જાય ત્યાં ઉત્તમ પદ (ઉત્તમ સ્થાન)ને પામે છે. અર્થાત્ શ્રેષ્ઠ સ્થાન મેળવે છે. [૧] ધર્મિલે પંખો તૈયાર કર્યો. પંખાની મધ્યમાં મંત્રની રચના કરી. વળી વચ્ચે રોગને હરનાર ઔષધિ ગુપ્ત રીતે ગોઠવી દીધી, જેમાં ચિત્રામણ દેખાય, રંગબેરંગી સુશોભિત. જોતાં જ મન મોહી જાય તેવો. પંખો બનાવ્યો. પછી માલણને કહે - “બેન ! આ પંખો લે અને બજારમાં જઈને વેચવાનો છે. લ્યો જોઈ લ્યો’ માલણ તો પંખો જોઈ આશ્ચર્યચકિત થઈ. //રા. Page #374 -------------------------------------------------------------------------- ________________ Bo JU SMIL B.G. M: 9925020106 Page #375 --------------------------------------------------------------------------  Page #376 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૪ ૩૨૫ રે ! બેન માલણ ! પણ આ પંખાનું મૂલ્ય ? એ સવાલાખમાં વેચવાનો છે. કોઈ પૂછે તમને કે...અહોહો ! સવાલાખનો. આ પંખાની એવી શી વિશેષતા છે કે જેનું મૂલ્ય આટલું બધું ઊંચું? કોણે બનાવ્યો? તો કહેજો અમારે ઘેર એક પરદેશી આવ્યો છે. તેણે બનાવ્યો છે અને તે પંખાના ગુણો શું છે તે જ જાણે છે. ૩માલણ તો પંખો લઈને ભરી બજારના ચોક મધ્યે આવી ઊભી છે. જુદા પ્રકારનો પંખો જોવા માણસ ભેગા થયા. કિંમત પૂછે છે. માલણ કહે “સવા લાખનો”. સાંભળીને સૌ આભા બની ગયા. વળી પૂછ્યું કે પંખામાં એવા કયા ગુણો છે જેની કિંમત આટલી મોટી ? માલણ કહે મારે ઘેર પરદેશી આવ્યા છે. તેમણે આ પંખો બનાવ્યો. ને સવાલાખમાં વેચવાનો પણ તેમણે કહ્યો. તે સાંભળી લોકો માંહોમાંહે વાત કરવા લાગ્યા. આ માલણને ત્યાં કોઈ દેવસ્વરૂપી પરદેશી આવ્યો લાગ્યો છે. અજાયબી જેવો પંખો કેવો સરસ બનાવ્યો. પરદેશીને જોવા લોકો પણ ત્યાંથી માલણને ઘેર ગયા. ૪ો. | તીર્થની યાત્રા કરવા જેમ લોકો ઊમટે, તેમ માલણના ઘરે ટોળેટોળાં ઊભરાવા લાગ્યાં. તેજસ્વી કુમાર ધમિલને જોઈને, લોકો પણ કુમારને અનેક પ્રશ્નો પૂછવા લાગ્યાં. કુમાર પણ સૌને જોયા કરે. પણ એક અક્ષર ન બોલે. બોલનારાની વાતો સાંભળે. પણ એકેયનો જવાબ ન આપે. પૂછી પૂછીને લોક પાછા ફર્યા. પણ કુમાર કોઈપણ પ્રકારનો જવાબ આપતો નથી. //પા. હવે તે સમયે પુરોહિતની પુત્રીને તીવ્ર શૂલ રોગ ઉત્પન્ન થયો છે. વૈદ્ય-ગારૂડી મંત્ર અને તંત્ર જાણનારાને બોલાવી અનેક ઉપાયો કર્યા. ભારે કર્મીને ઉપદેશ આપેલો જેમ નિષ્ફળ જાય છે તેમ કુંવરી માટે કરેલા સઘળાયે ઉપાયો નિષ્ફળ ગયા. શૂલરોગ શાંત ન થયો. //૬ll કન્યા ઘણી પીડા પામી રહી છે. હવે આ બાજુ બજારમાં ચાલતી પંખાની વાત ધીરે ધીરે પુરોહિતના કાને સાંભળવામાં આવી અને તરત જ પુરોહિતે પોતાના માણસને તે પરદેશીને લેવા માટે મોકલ્યો. ત્યારે ધમિલે કીધું કે “જેને તરસ લાગી હોય તે કૂવા પાસે જાય. કૂવો કંઈ સામે ચાલીને કોઈની પાસે જતો નથી.”ાશા પુરોહિતની પાસે તે માણસ પાછો આવ્યો. સર્વ હકીકત કહી. તે સાંભળી પુરોહિત વિચારવા લાગ્યો કે આ પરદેશી ઘણો બુદ્ધિશાળી ને ઘણી વિદ્યાનો જાણકાર લાગે છે. પોતાની પુત્રીને રથમાં લઈને પુરોહિત માલણને ઘેર આવ્યો. ધમિલે બરાબર જોયું કે કન્યા શૂલરોગથી અતિશય પીડાય છે. પોતે બનાવેલ પંખાને પાણીથી ભીંજવી નાંખ્યો. તે પછી તે પંખો કન્યા ઉપર પવન નાંખવા લાગ્યો. પાણી ભરેલો પંખો પવન સાથે પાણીનો પણ છંટકાવ કન્યા ઉપર થવા લાગ્યો. જલછંટકાવ થતાં કન્યા ઉપર ઔષધિનો પણ સ્પર્શ થવા લાગ્યો. તે સ્પર્શ થતાં તે ક્ષણે શૂલરોગ શાંત થયો. કન્યા કંઈક સ્વસ્થ થઈ. ધીમે ધીમે નિર્મૂળથી રોગ ચાલ્યો ગયો. હવે કન્યા તદ્દન નીરોગી થઈ. ૮|| પુરોહિત પણ કન્યા સારી રીતે તદન સાજી થતાં આનંદ પામ્યો. તે એક લાખ દિનાર (મુદ્રા) કુંવરને આપવા લાગ્યો. પણ તેણે એક પણ મુદ્રા હાથમાં ન લેતાં પુરોહિતને કહ્યું - હે ભાગ્યશાળી ! તમારી પુત્રીને સોળે શણગાર સજાવી તમારા રાજા પાસે લઈ જાઓ અને સર્વ હકીકત રાજાને જણાવો. તેથી વિશેષ મારે કંઈ જોઈતું નથી. આ પ્રમાણે કહી પુરોહિતને રજા આપી. II આ નગરનો જે સુદત્તરાજા તેને વસુમતી નામે પટ્ટરાણી છે તે દંપતીને સંસારસુખ ભોગવતાં એક પુત્રીની પ્રાપ્તિ થઈ. જેનું નામ પદ્માવતી છે આ કુંવરી ૬૪ કળામાં નિપુણ થઈ ચારે બાજુ ખ્યાતિ પામી. /૧૦ના પણ હમણાં કુંવરી કોઈ પૂર્વના અશુભ કર્મના ઉદયે ઘણા રોગોથી પીડિત હતી. રાજાએ દેશપરદેશથી વૈદ્ય-હકીમો બોલાવીને ઘણા ઉપચાર કરાવ્યા. છતાં કંઈ ફાયદો ન થયો. ૧૧ પુત્રીની Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ધર્મિલકુમાર રાસ પીડા જોઈ રાજા-રાણી ઘણી ચિંતામાં ડૂબેલાં રહે છે. હવે પુરોહિત પણ પરદેશીની વાત પ્રમાણે પોતાની . કન્યાને શણગારીને રાજા પાસે લઈ ગયો. કન્યા રાજાને ચરણે પડી. પુરોહિતે પણ જે પરદેશીએ પોતાની દીકરી ઉપર પ્રયોગ કર્યો. અને સાજી થઈ તે સઘળી હકીકત રાજાને કહી, તે જાણી રાજા કંઈક હર્ષ પામ્યો. ૧રી ત્યાર પછી રાજાએ તરત જ પ્રધાનને બોલાવ્યા અને સર્વવાત જણાવી. પ્રધાનને જ માલણને ઘેર મોકલ્યા. તમે જાઓ અને એ પરદેશીને સુખાસન પાલખીમાં બેસાડી-બહુમાન આદર સાથે લઈ આવો. અને પ્રધાન માલણને ઘેર પહોંચ્યો. તરત જ કુમાર પાલખીમાં બેસીને રાજાની પાસે હાજર થયો. /૧૩ી રાજાએ પણ કુમારનો ઘણો આદર સત્કાર કર્યો અને પોતાની પાસે બેસાડ્યો. અને કહે છે કે હે પરદેશી ! અમારા ભાગ્ય થકી તમે આવ્યા છો. મરૂધર (મારવાડ) ભૂમિએ કલ્પતરુ મળે. તેમ તમે અમને સાંપડ્યા છો. 7/૧૪ો. આ પ્રમાણે રાજાએ કહીને પોતાની પુત્રી પદ્માવતી. જે રોગોથી ઘેરાયેલી હતી. તે સુદત્તરાજાએ બતાવી. પછી કુંવરને કહે આ મારી દીકરી સામે નજર કરો. અને તેના શરીરમાં જે રોગો છે તે દૂર કરો. તમે તો પરોપકારી સજજન છો. ૧પ ધમ્મિલ પણ રાજાની વાત સાંભળી કહે છે કે હે રાજનું ! શ્રી જિનધર્મનાં પ્રભાવે હવે તમારી ચિંતા દૂર થઈ જશે. પુરોહિતને બોલાવો. શુભ દિવસે આપણે તેનો ઉપાય કરીએ. તરત જ પુરોહિતને બોલાવવામાં આવ્યા. તિથિ એટલે શુભ દિવસ ઘડી જોઈ લીધી, અને તે વિધિ કરવા માટે જે જરૂરિયાતની વસ્તુ મંગાવીને મેળવી લીધી. //૧૬ll શુભદિન આવતાં શુભ ઘડીએ વિધિ ચાલુ કરી. ધમ્મિલે સુગંધી ધૂપથી મહેલ અને કુંવરીનો આવાસ ભરી દીધો. વળી તે જ કમરામાં ઘીના દીવા કર્યા. મધ્યમાં (મહેલના મુખ્ય કમરાના મધ્યમાં) આડંબરપૂર્વક ધમ્મિલે એક માંડલાની રચના કરી. બરાબર મધ્યમાં જાદુઈ ચમત્કારિક પંખાને મૂકવામાં આવ્યો. કુમાર હાથમાં જપમાળા લઈને શુદ્ધ ઉચ્ચારપૂર્વક મંત્રાક્ષરનો જાપ કરવા લાગ્યો. વચ્ચે વચ્ચે હવનમાં નાંખવાની વસ્તુ હોમતો ગયો. ૧ણા મનમાં તો ધમ્મિલ પંચપરમેષ્ઠીનો જ જાપ કરે છે. પંખા ઉપર તીર્થજળનો અભિષેક કરે છે. જયારે પંખો જળથી બરાબર ભીંજાઈ ગયો. ત્યાર પછી તે પંખો કુંવરીના મસ્તક ઉપર સ્થાપન કર્યો. વળી પંખા ઉપર પંચ પરમેષ્ઠી જાપ કરતો અભિષેક કરે છે. જેથી પંખાનું તે જળ કુંવરીના મસ્તક ઉપર જાય છે. તે જ વખતે કુંવરી મોટે મોટેથી બરાડા પાડવા લાગી. ઘણા ઘણા પોકાર કરવા લાગી. તેના શરીરમાંથી રોગો ધીરે ધીરે દૂર થવા લાગ્યા. સંપૂર્ણ રોગો ચાલ્યા ગયા. પદ્માવતી ભૂમિ ઉપર ઢળી પડી. ૧૮l તે વખતે આકાશવાણી થઈ. વ્યંતરે અદશ્ય રહી વાણી ઉચ્ચારી. હે ગુણવાનો ! સાવધાન થઈને સાંભળો. આજથી પૂર્વે (પૂર્વભવના) સાતમા ભવે આ કુંવરીએ મુનિભગવંતની ઘણી અવહેલના કરી હતી. તે અમે વ્યંતર નિકાયમાં ઉત્પન્ન થયાં અને અહીં બદલો લેવા આવ્યા. રોગરૂપે કુંવરીના શરીરમાં અમે આવી વસ્યા. ૧૯ો મહાપુણ્યશાળી ધમ્મિલકુમારે મોટા અવાજો કરીને, વળી ધૂપદીપ કરીને, તર્જન કરીને અમને છોડાવ્યા છે. આ રીતે વ્યંતર બોલતો ત્યાંથી નાશવા લાગ્યો. જેવો ભાગી ગયો કે તરત જ સુવર્ણથી ઘડાયેલી પૂતળીની સરખી કુંવરી આળસ મરડીને લજ્જા ધરીને બેઠી થઈ.. રિવા રાજારાણી - રાજપરિવાર - નગરજનો આ આશ્ચર્ય દેખી હર્ષ પામ્યા. સઘળોયે પરિવાર એકઠો. થયે રાજાએ ગુણિયલ કુંવરને પોતાની કુંવરી આપવાનો વિચાર કર્યો અને શુભ દિવસ જોઈ બંનેના ઉત્સવપૂર્વક વિવાહ કર્યો. રાજાએ આ યુગલને રહેવા વાસભુવન અલગ આપી દીધું. ધમ્મિલ-પદ્માવતી, Page #378 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૫ ૩૨૭ પંચવિષય અનુકૂળ સુખ ભોગવે છે. સમય જવા લાગ્યો. “પુણ્યવંત પ્રાણીઓ જ્યાં જ્યા જાય ત્યાં ત્યાં તેમના પગલે નિધાન પ્રાપ્ત થાય છે.” ।।૨૧।। સંસારના સુખ ભોગવતાં ઘણો સમય થયો. એક દિવસ રાજા અને જમાઈ ધમ્મિલ બેઠા છે. આનંદ વિનોદ કરતાં હતાં. મીઠી મીઠી વાતો ચાલી રહી છે. ।।૨૨।। પાંચમા ખંડને વિષે ચિત્તને આનંદ આપનારી ચોથી ઢાળ પૂરી થઈ. શ્રી શુભવીરવિજયજી મહારાજ કહે છે કે ધર્મથી જ દુઃખ દૂર જાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે. ૨૩ના ૫ ની ઢાળ : ૪ સમાપ્ત ખંડ : ~: દોહા રાય કહે ચંપાપતિ, વૃદ્ધ સહોદર મુજ, પણ બેહુને વરતે સદા, માંહોમાંહી ઝુજ્જ ॥૧॥ ક૨વું અનુચિત કર્મનું પ્રમદાજન વિશ્વાસ, સજ્જન વિરોધ સબલ રિપુ, કદીયક હોય વિનાશ ॥૨॥ જંબુક શિવરાત્રિ રહ્યું, કાપિ ન નાડી તાર, બાંધવથી બેડુ થયું, બંધે પડીય કુઠાર III મિત્ર જગત ઘણા મળે, પણ નહીં બાંધવ જોડ, બાંધવ બાંહી સમા ગણે, સાધે વાંછિત કોડ ||૪|| તેણે જગ એહવો કો નહીં, જે મુઝ બાંધવ સાથે, મેળ કરાવે તો સહિ, થાઉં જગત સનાથ ॥૫॥ કુંવર કહે કશું અમે, કામ તુમારૂં એહ, જેમ બેહુ બંધવને હુએ, સાચો અવિહડ નેહ ॥૬॥ નૃપ નિસુણી બીડુ દીએ, કુંવર વિસર્જ્યો તામ, ગામગામ વાસો વસી, પોહોતો ચંપા ઠામ. III દરવાજે આવ્યા કુંવર, સાથે સુભટ વિતાન, નયર કોલાહલ દેખીને, પૂછત કહે દરવાન. ॥૮॥ બાંધવપ્રેમ :- સુદત્ત રાજાએ વાર્તાલાપ કરતાં ધમ્મિલને કહે છે કે “હે ઉત્તમ ! ચંપાનગરીના રાજા કપિલ તે મારા વડીલ બાંધવ છે. અમારા બંને ભાઈ વચ્ચે વર્ષોથી ક્લેશ ચાલ્યા કરે છે. IIII કહેવાય છે કે “અનુચિત કામ (કર્મ), સ્ત્રીજાતિ ઉપરનો વિશ્વાસ, સજ્જનનો વિરોધ અને બળવાન શત્રુ એ ક્યારેક વિનાશનું કારણ બને છે.” ॥૨॥ જેમ કે શિયાળિયાનું ટોળું એક અજવાળી રાત્રે એક વાડી પાસેથી નીકળ્યું. વાડીનું વાવેતર જે હતુ તે તૈયાર થઈ ગયું હતું. ખાવાની લાલચે એક શિયાળ કહે આપણે આ વાડીમાં ઘૂસીએ. તો બીજા બધા શિયાળોએ ના પાડી. આવા અજવાળામાં વાડીમાં કદી ન ઘુસાય. વાડીનો માલિક જોઈ જાય. આપણા કરતાં મનુષ્યજાતિ ઘણી બળવાન કહેવાય. વગર વાંકે માર ખાઈ બેસીએ. તેથી જવું નથી. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ધમ્મિલકુમાર રાસ પેલા શિયાળિયાએ ના પાડી. હું તો જઈશ. બધા શિયાળો ચાલ્યા ગયા. પણ વાડીમાં ઘૂસવાની ઇચ્છાવાળો શિયાળ અને તેની પત્ની બે રહ્યાં. વાડીને તારથી બાંધેલી હતી. છતાં શિયાળ વાડીમાં ઘૂસવા માટે કૂઘો. સીધો જ તારમાં બિચારો ભરાઈ ગયો. ન અંદર જવાયું, ન પાછું બહાર નીકળી શકાયું. અવાજ થતાં માલિક આવી પહોંચ્યો. તે પહેલાં પત્ની શિયાળણીએ પણ તાર તોડવા પ્રયત્ન કર્યો. તાર તોડીને પતિને બહાર કાઢી લેવા પ્રયત્નો ઘણા કર્યા. તાર તૂટી ન શક્યા. માલિક આવી પહોંચ્યો. માલિકને આવતો જોઈને શિયાળણી પણ ભાગી ગઈ. માલિકે કૂહાડાનો ઘા શિયાળીયાનાં સ્કંધ ઉપર કર્યો. આ રીતે બંવર્ગ હોવા છતાં શિયાળ મરાયું. IIII હે ઉત્તમજન ! આ જગતમાં મિત્ર તો ઘણા મળે, પણ બાંધવની જોડ મળવી દુર્લભ છે. દુષ્કર પણ છે. પણ હજુ જગતમાં એવો મને મળ્યો નથી કે જે મારા ભાઈ સાથે સંધિ કરાવે આપે. ભાઈ ! જગતમાં ભાઈ તો જમણા હાથ સરખા છે. પ્રીતની સંધિ થાય તો મારા બધા જ કોડ પૂરા થાય. તો ભાઈ થકી હું સનાથ થાઉં II૪ + ૫। ત્યારે ધમ્મિલે કહ્યું - હે રાજન્ ! તમારી ઈચ્છા ભાઈ સાથે સંધિની છે અમે જરૂર તમારું કાર્ય કરશું. જેથી તમારા બંને ભાઈ વચ્ચેનો સ્નેહ-પ્રેમ વધુ મજબૂત બને. III ` ચંપાનગરી તરફ :- ધમ્મિલની વાત સાંભળી સસરા સુદત્ત ઘણા આનંદ પામ્યા. તે આનંદને પ્રગટ બનાવવા રાજાએ પોતાના હાથે જમાઈરાજાને ખુશાલીનું પાનનું બીડુ આપ્યું. કુમારે પણ પોતાના મહેલે જવાની રજા માંગી. રાજાએ રજા આપી. કુમાર પોતાના આવાસે ગયો. કેટલાક દિવસ પછી કુમારે ચંપાનગરી જવા માટે રાજા સુદત્ત પાસે આજ્ઞા માંગી. આજ્ઞા મળતાં કુમારે શુભશુકને ચંપાનગરી તરફ પ્રયાણ કર્યું. ગામોગામ જતાં અનુક્રમે ચંપાનગરીએ પહોંચ્યો. IIII ઘણા સુભટોથી પરિવરેલો કુમાર અનુક્રમે ચંપાનગરીના મુખ્ય દરવાજા પાસે આવી પહોંચ્યો. કુમારે દ૨વાજાની અંદર જોયું. તો લોકોનો ઘણો કોલાહલ થઈ રહ્યો હતો. લોકો નાસભાગ કરતા ને મોટા મોટા અવાજે બોલતા દેખાયા ને સંભળાયા. કુંવર વિચારમાં પડી ગયો. દરવાનને પૂછવા લાગ્યો કે આ નગરીમાં આ શાનો કોલાહલ થઈ રહ્યો છે ? ।।૮।। તે દરવાન શું કહે છે તે સાંભળો. ઢાળ પાંચમી (ઘોડી તો આઈ થારા દેશમાં..મારૂજી...એ દેશી) દરવાન બોલે સાંભળો, સાહેબજી, ભલે પધાર્યા આજ હો. અલબેલા જુએ સહુ વાટડી ખળવદને ૨૪ ખેરવી, સાહેબજી, લાખ લોક વધી લાજ હો...અલબેલા..॥૧॥ કપિલ રાય કરિ મદ ચઢ્યો, સા. ભાંગી આલાનનો થંભ હો, હાટને ઘ૨ પાડે હેલમાં, સા. ચાલત વેગ અચંભ હો...અલબેલા..૨/ વિ વશ થાયે કોયથી, સા. કરત કોલાહલ લોક હો, નુકશાન બહુ નગરે કરે, સા. રાય સચિવ ધરે શોક હો...અલબેલા..ગા જાણુ સાહિબ તુમે ઝાલસ્યો, સા. કહીને ગયો દરવાન હો; વિમલસેનાને વધામણી, સા. દેત વચન બહુમાન હો...અલબેલા..l॥૪॥ Page #380 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૫ ૨૩ ૩૨૯ હેમનું કંકણ હર્ષશું, સા. દેઈ વિસર્જે તાસ હો, શબ્દ શુકન ગ્રહી આવીયા, સા. ધમ્મિલ ચહુટા પાસ હો...અલબેલા..પા ઇભ્ય કુમર એક તેણે સમે, સા. મેલવી કન્યા આઠ હો, ન્હવણ મહોત્સવ કારણે, સા. જાય તિહાં બહુ ઠાઠ હો. ..અલબેલા..॥૬॥ મ્મિલ દેખી પૂછતો, સા. તવ એક બોલ્યો ત્યાંહી હો, ઈંદ્રદત્ત સથવાહનો, સા. પુત્ર સાગરદત્ત આંહી. ..અલબેલા..ગા પિતરે મનોરથે મેળવી, સા. સુંદર કન્યા આઠ ; તે પણ મોટા શેઠની, સા. સાંભળો નામનો પાઠ..અલબેલા..॥૮॥ દેવકી આદે ધસિરી, સા. કુમુદાનંદ નામ, પદ્મસિરીને કમલસિરી, સા. ચંદ્રસિ૨ી ગુણધામ ..અલબેલા..III વિમળા વસુમતી આઠમી, સા. બેઠી ૨થ વર સાથ કન્યારતન લક્ષણ ભરી, સા. આવી રાંકને હાથ..અલબેલા..॥૧૦॥ ચંદ્રકલંકી વેતર્યો, સા. દુર્ભાગ રૂપે નિહાલ, દંપત્તી રાગે વિજોગડા, સા. કંટક કમળની નાલ..અલબેલા..૧૧/ જલનિધિ જલખારાં કીયાં, સા. પંડિત નિર્ધન કીધ હો; ધનપતિ કૃપણતા ચમુખે, સા. રતનને દૂષણ દીધહો..અલબેલા..।।૧૨। વાત કરતાં આવીયો, સા. હસ્તિ જિસો જમરાય કોલાહલ થયો કારિમો, સા. કૌસિક મૌકુલી ન્યાય..અલબેલા..॥૧૩॥ વણિક તે નાઠા વેગળા, સા. નાઠો સુભટનો સાથ સાગર તરછોડી નાશી ગયો, સા. વળગી ચીવકની હાથ ..અલબેલા..॥૧૪॥ થઈય નિરાશા જીવિતે, સા. હરણી પ૨ે ભયભીત દદિશિ જોતી રોવતી, સા. ધ્રુજતી મુંઝતી ચિત્ત..અલબેલા..॥૧૫॥ સુંઢ ઉછાળતો આવીયો, સા. હસ્તી તેહેની પાસ કુંવર દયાળુ જઈ કહે, સા. મ ધરો મહિલા ત્રાસ હો...અલબેલા..।।૧૬। ૨૫ બેસારી આઠને, સા. દેઈ ગયો ઉપકંઠ તસ જનકાદિક રોવતાં, સા. વળગાડી તસ કંઠ હો...અલબેલા..।।૧૭। પાછો વળીયો વેગશું, સા. ગજશતબલ જડી લીધ, બાંધી ભુજા ગજ સંમુખે, સા. કુંવરે હાકોટો કીધ...અલબેલા..॥૧૮॥ સાહમો સામજ ધાવતો, સા. આવતો રોષ ૨સેણ; કુંવર ગ્રહી દંતોશલા, સા. શિર ચઢો પ્રબલ લહેણ..અલબેલા..॥૧૯॥ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ધમ્મિલકુમાર રાસ સુંઢાલ ગામ કરે ગ્રહી, સા. બેસી ખંધ પ્રદેશ ગજ શિક્ષા કુશળ કરી, સા. ભમરી દીએ સવિશેષ..અલબેલા..રવા નિર્મદ હસ્તિ થઈ રહૃાો, સા. ઉભો રહી ધૂણે શીશ રજજુ લગે ધરી અંકુશે, સા. હણીયો પાડે ચીશ. અલબેલા.૨૧ મહાવત ચડીયો શિરપડે, સા. કુંવર ઉતરીયો હેઠ અજપરે ગજ રજ લોઠતે, સા. આલાને બાંધ્યો ઠેઠ..અલબેલા.રરા નિરખે અચ્છેરૂ નાગરા. સા. વિસ્મય પામ્યો રાય; તેડે કુંવર ન૫મંદિરે, સા. સાસુને હરખ ન માય. ..અલબેલા..ર૩ ઘર ઘર હરખ વધામણા, સા. કુંવરતણા ગુણ ગાય વાત કુશળ સંપથી, સા. કરીય વિસર્જે રાય; ..અલબેલા..ll ૨૪ મલપતો કેશરી સિંહ યે સા. નિજ ઘર હર્ષ ભરેણ હો. આવ્યા સેવક પય નમે, સા. કમળા ઉતારે લૂણ..અલબેલા../રપા વિમળસેના મળી પ્રેમશું સા. કંચુક તંગ શરીર, પાંચમે ખંડે પાંચમી સા. ઢાળ કહે શુભવીર..અલબેલા...રદી, હાથીને ઉત્પાત્ત - દરવાન ધમિલને ઓળખી ગયો. અહોહો! આ તો રાજાના જમાઈ છે. કુમારની વાત સાંભળી દરવાન બોલ્યો. સાહિબ સાંભળો ! આપ ભલે પધાર્યા. રાજા-રાજપરિવાર અને નગરજનો તમારી રાહ જોઈ રહ્યા છે. દુર્જનના મોઢાની ધૂળ ખંખરીને તમે, લાખો લોકોમાં લાજ વધારી છે. [૧] સાહેબ ! આપણા રાજા કપિલ મહારાજનો હાથી. હાથીશાળામાંથી આલાન ઉખેડી નાખીને બહાર નીકળી ગયો છે. કેમ કે હાથી મદે ચડ્યો છે. નગરના રાજમાર્ગે આવી ઘણો તોફાને ચડ્યો છે. મહાવતના વશમાં આવતો નથી. શેરીઓ - બજારોમાં બધાની દુકાનો. ઘર ભાંગવા લાગ્યો છે. જો માણસ કે પશુ વચમાં આવી જાય તો તેને ઉછાળીને ભોંયે પછાડે છે તેથી નગર આખુંયે ખળભળી ઊઠ્યું છે. લોકો કોલાહલ કરી રહ્યા છે. હાથીએ તો નગરમાં ઘણું નુકસાન કરવા માંડ્યું છે તેથી રાજા-મંત્રી વગેરે ઘણા ચિંતામાં છે. ૨+૩. દરવાન વળી આગળ બોલ્યો...હે કુમાર ! મને લાગે છે તે હાથીને તમે જ વશ કરશો. તમે જ તેને ઝાલશો. આટલું કહેતાં હાથી આવતો જોઈ તે દોડીને વિમલસેના પાસે વધામણી આપવા પહોંચી ગયો. ધમિલકુમાર આવ્યાની વાત કરી. ૪ો વધામણીના પુરસ્કારમાં વિમળાએ ઘણા હર્ષ સાથે દરવાનને સોનાનું કંકણ આપ્યું. દરવાન કંકણ લઈને રવાના થયો. જયારે આ બાજુ શબ્દશુકન મેળવી ધમ્મિલે નગર દરવાજે પ્રવેશ કર્યો અને ત્યાંથી અનુક્રમે ચૌટામાં પહોંચી આવ્યો. //પી. ચૌટામાં તે વખતે સાર્થવાહનો કોઈક પુત્ર આઠ કન્યાઓને સાથે લઈને હવણ મહોત્સવ માટે ઘણા ઠાઠથી વાજતે ગાજતે જતો હતો. દી આ જતા ટોળાને જોઈ ધમ્મિલે ચૌટામાં રહેલા માનવમેદનીના કોઈ એક માણસને પૂછ્યું. રે ભાઈ ! આ શું છે? ત્યારે તે ભાઈએ કહ્યું કે અહીં રહેતા ઈન્દ્રદત્ત નામના સાર્થવાહનો પુત્ર સાગરદત્ત નામથી છે. Iણા Page #382 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫: ઢાળ - ૫ ૩૩૧ " પિતાએ પુત્રને પરણાવવા મોટા મોટા શ્રેષ્ઠીઓની આઠ કન્યા, ઘણા મનોરથ થકી મેળવી છે. પુત્રના લગ્ન લીધાં છે. લગ્ન હોવાથી હમણાં તે આઠ દિશાની આઠ કુમારિકાની જેમ તે ભેગી થઈને સ્નાત્ર-મહોત્સવ ઉજવવા આઠે કન્યા અને તેમનો ભાવિ પતિ સાગરદત્ત સાજન માજન સાથે જઈ રહ્યા છે. તે કન્યાનાં નામ આ પ્રમાણે છે તે સાંભળો. IIટા દેવકી આદિ ધનશ્રી, કુમુદાનંદા, પદ્મશ્રી, કમળશ્રી, ચંદ્રશ્રી, વિમળા અને વસુમતી. આ આઠેય કન્યા, પોતાના પતિ સાથે રથમાં બેસીને જઈ રહી છે. આ આઠ કન્યારત્ન ઘણી લક્ષણવંતી છે. આ રાંકડાના (સમુદ્રદત્તના) હાથમાં ભાગ્યયોગે આવી ગઈ છે. ૯+૧૦ગા. ન કહેવાય છે કે, વિધાતાએ સર્વ જગ્યાએ કંઈને કંઈ દૂષણ મૂકેલાં છે. ચંદ્રને કલંકિત કર્યો. રૂપમાં દૌભગ્ય મૂક્યું. દંપતીના રાગમાં વિયોગ મૂક્યો. કમળની નાળમાં કાંટા મૂક્યા./૧૧// સમુદ્રના જળમાં ખારાશ, પંડિતજનને નિર્ધન કર્યા, ધનવાનોમાં પણતા વળી રત્નમાં દૂષણ મૂક્યું છે. ૧૨ સમુદ્રદત્ત પલાયન :- ધમિલ અને આ માણસ વાતો કરતા હતા. તો તેવામાં મદે ચડેલો હાથી જમરાજાની જેમ ચૌટામાં આવી ગયો. નાસભાગ થવા લાગી. અને કારમો કોલાહલ થવા લાગ્યો. “સાપ નોળિયા જાયે” એકબીજાની પાછળ સૌ દોડવા લાગ્યા. સાગરદત્તના વરઘોડામાં વાણિયાઓ વેગળા નાસી ગયા..જે સુભટો સાથે હતા તે પણ જીવ લઈને નાસી ગયા. ગાંડો હાથી આવ્યો. કોણ ઊભું રહે? વરરાજા (કુંવારો) સાગરદત્ત પણ તે વખતે પોતાનો જીવ બચાવવા આઠેય કન્યાઓને તરછોડી ચીવર(વસ્ત્ર) જે બાંધ્યા હતા તે ફેંકીને જ નાસી ગયો. ૧૩+૧૪ો જીવિતથી નિરાશ થયેલી રથમાં રહેલી આઠેય કન્યાઓ “કિં કર્તવ્ય મૂઢ થયેલી, મૃગલાની પેઠે ભય પામવા લાગી. અને દશે દિશામાં જોતી રોતી. ચિત્તમાં મૂંઝાતી, વૃક્ષના પાંદડાની જેમ ધ્રૂજતી કન્યાઓ ત્યાં જ ઊભી રહી સ્થિર થઈ ગઈ. //૧પો જયારે સૂંઢ ઉછાળતો તે હાથી કમલિની સમાન તે કન્યાઓ ઉપર ધસવા આવ્યો. તે જોઈને દયાળુ ધમિલ કન્યાઓ પાસે પહોંચી ગયો અને બોલ્યો. તે બાળાઓ ! તમે ભય ન પામો. ૧૬ll રથથી નીચે ઊતરેલી તે આઠે કન્યાઓને રથમાં પાછી બેસાડી દીધી. અને રથને નદીકિનારે લઈ ગયો. જ્યાં તે કન્યાનાં માતાપિતા રોતાં હતાં ત્યાં તેમની પાસે મૂકી દીધી. માતાપિતાના કંઠે વળગીને આઠે કન્યાઓ ઘણી રડવા લાગી. ||૧૭ll ધમ્મિલ તે કન્યાઓને ત્યાં મૂકી ત્વરિત ગતિએ ચૌટામાં આવી ગયો. યોગી પાસેથી મળેલી ગજશતબલ ઔષધી જડીબુટ્ટી હાથમાં લીધી અને પોતાની ભુજાએ બાંધી દીધી. તરત જ હાથીની સન્મુખ દોડ્યો. હાથી સામે જઈ જોરદાર મોટેથી હાકોટો કર્યો. હાથીને પડકાર ફેંક્યો. હાકોટો સાંભળી હાથી ઘણો ખિજાયો. ૧૮. ધમ્મિલનું પરાક્રમ - ખિજાયેલો હાથી સર્વને છોડીને ધમ્મિલની સામે ધસ્યો. ધમ્મિલને મારવા દોડ્યો. કુંવર પણ આંટી ઘૂટી કરતો આમતેમ દોડતો હતો. પણ હાથીના પંજામાં આવતો ન હતો. હાથી ધમિલની પાછળ દોડે જતો હતો. ચૌટામાં મોટું ધમસાણ મચી ગયું. દૂર દૂર લોકોનાં ટોળાં ઘણા ભેગા થવા લાગ્યાં. ઘણો વખત કુંવરે હાથીને દોડાવ્ય જ રાખ્યો. તેથી હાથી ઘણો થાક્યો. ને ત્રાસ પણ પામ્યો. હાથીનો સર્વમદ ઊતરી ગયો એટલે તરત જ દંતશૂળ પકડીને ધમ્મિલ બળપૂર્વક હાથીના શિરપર ચડી ગયો. ૧૯ Page #383 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ કુંવરને પકડવા પોતાની સૂંઢ હાથીએ ઊંચી કરી, તો કુમારે તે સૂંઢને લગામની જેમ પકડી રાખી. તો હાથી વધારે ખિજાણો. પણ કુમાર તો ગજશિક્ષામાં કુશળ હતો. વળી હાથીને ગોળગોળ ફેરવવા લાગ્યો. ।।૨૦। હાથી જ્યારે તદ્દન નિર્મદ (મદ વગરનો) થયો ત્યારે શાંત થઈને ઊભો રહ્યો. અને મસ્તક ધુણાવવા લાગ્યો. લાગ જોઈને કુંવરે હાથીને દોરડે બાંધીને મસ્તક ઉપર અંકુશ માર્યું. તેનાથી ઘાયલ થયેલો તે હાથી ચીસો પાડવા લાગ્યો. ।।૨૧।। ૩૩૨ કુંવરે મહાવતને બોલાવીને આજ્ઞા કરી કે હવે હાથીને લઈ જાઓ. એટલે મહાવત હાથી ઉપર ચડ્યો. કુમાર હાથી થકી નીચે ઊતરી ગયો. ઘેટાંની જેમ ધૂળમાં આળોટતો તે હાથીને મહાવત હાથીશાળામાં લઈ ગયો. આલાન (ખીલે) બાંધી દીધો. ।૨૨।। ધમ્મિલનું આવું મહાપરાક્રમ જોઈને નગરજનો ઘણું આશ્ચર્ય પામ્યા અને તેની સ્તુતિ (વખાણ) કરવા લાગ્યા. કપિલરાજા પણ વિસ્મય પામ્યો. રાજાએ જમાઇરાજાને આદરસહિત રાજદરબારે બોલાવ્યા. જમાઈનું પરાક્રમ સાંભળી રાણી (સાસુજી)નો પણ હરખ મા’તો નથી. ।।૨૩। હવે તો ચંપાનગરીમાં ઘે૨ ઘે૨ હર્ષનાં વધામણાં થવા લાગ્યાં. ઘેર ઘેર કુંવરના પરાક્રમની ગાથાઓ ગવાવા લાગી. રાજાએ ગુણિયલ જમાઈને પૂછવાથી કુંવરે પણ અશ્વહરણથી માંડીને સંક્ષેપથી પ્રાપ્ત થયેલી ઔષધિની વાતો કરી. સમય થતાં રાજાએ કુમારને વિદાય આપી. ।।૨૪।। હર્ષથી મલપતો કુમાર કેશરી સિંહની જેમ પોતાના ઘ૨ ભણી ચાલ્યો. સેવક વર્ગ સામો આવ્યો અને તે સૌ કુમારના ચરણે નમ્યા. ઘેર આવેલ ધમ્મિલને, માતા કમળસેનાએ માથેથી લૂણ ઉતારીને પછી પ્રવેશ કરાવ્યો. II૨૫॥ પોતાના આવાસમાં જતાં જ ધમ્મિલને વિમળસેના પ્રેમથી ભેટી પડી. તેની રોમરાજી ઘણી વિકસ્વર થઈ. આનંદના અતિરેકે વિમળાએ પહેરેલી કંચૂકી ફાટફાટ થવા લાગી. આ રીતે પાંચમાં ખંડની આ પાંચમી ઢાળ શ્રી શુભવી૨વીજયજી મહારાજે પૂર્ણ કરી. ૨૬ ખંડ – ૫ ની ઢાળ : ૫ સમાપ્ત - -: દોહા :પરણેવા કન્યકા, ઉજમાલ; સાગરદત્ત તે તેડું કરતાં તે કહે, વાન ચૂક્યો ફાળ. ॥૧॥ જંબુક પરે નાશી ગયો, સોંપી અમ જમરાય; ફરી જન્મી ઘર જનકને, ધમ્મિલ કુંવર પસાય. III વર કન્યા કરી ઢીંગલાં, રમીયાં ગેહ મોઝાર, રમત બની તે નગરમાં, ફોગટ બાળ વિચાર In અમે ન૨ ઉત્તમ બાલિકા, તું પશુ જંબુક જાત; ચિત્રક પીંછી રંગની, શંખ ન ફરશે ભાત ॥૪॥ ગજ ભયને સુંદરગણું, રાંકથી છૂટાં જેણ; શૂળીનું શુચિએ ગયું, જનમની ભીત ખિણેણ. ॥૫॥ આશા અમચી પરિહરી, રહો નિજ ઘે૨ મોઝાર, ભય કંપન ઔષધ કરી, પછે નીકળજો બાર ।।૬।। Page #384 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૬ ૩૩૩ સવૈયા હુન્નરીકા હુન્નર અજબહૈ પ્યારે, લોહકારણ ધનસહસ દિયા, તવ છોટી નિકી શમશેર બનાઈ, ગુનીજન જાને ફેર કીયાના ઉસકા ઐસાન દુરસ કરનેકું, અહિરનકા દો ટુક કિયા, તવ ચૂંપ લગી કહે ફિર કર દેબે, વેંઠ પાની મુલતાન ગયાારા -- દોહા ચાલુ :સાગરદત્ત સુણી કોપીયો, ચિતે ચિત્ત મોઝાર, જે ઉ બળીયો જગતમાં, કોણ પરણે મુઝ નાર.ll તાસ જનક સાથે થયો, તેહને ક્લેશ અપાર, પણ કન્યા માને નહિ, ચઢિયાં રાજદ્વારા સાગરદત્તન તિરસ્કાર :- હવે આ બાજુ હાથીના ભયથી જે સાગરદત્ત આઠે કન્યાઓને મૂકીને ભાગી ગયો હતો. તે હવે તે આઠે કન્યાને પરણવા તત્પર થયો. તે કારણે આઠે કન્યાઓને તેડું મોકલ્યું ત્યારે તે કન્યાઓએ કહેવરાવી દીધું કે અમારી આશા રાખશો નહીં. વાનર (ડાળની) ફાળ ચૂકી ગયો. ૧|તું તો અમને યમરાજાના હાથમાં સોંપી, શિયાળિયાની પેઠે નાસી ગયો હતો. તે શું ભૂલી ગયો? કે જેથી તેડું મોકલતાં શરમ ન આવી. પરાક્રમી ધમિલની સહાયથી અમે ફરી જીવિતને મેળવ્યું અને અમે આ બીજો જન્મ ધારણ કર્યો હોય તેમ જ માતપિતાને ઘેર પાછાં આવ્યાં. //રા , જેમ નાનપણમાં ઢીંગલા-ઢીંગલીને પરણાવવાની રમત રમાય છે, તે રીતે નગરમાં વર-કન્યાને પરણાવવાની અમારી એક રમત બની ગઈ છે એમ માની લેજો, બાળકોના વિચારો જેમ ક્ષણમાત્રનાં (ફોગટ) હોય છે તેમ સમજી લેજો. અમારી આશા રાખશો નહીં. આવા અમે ઉત્તમકુળના શ્રેષ્ઠીની કન્યાઓ છીએ. જયારે તું તો પશુ સરખો શિયાળિયાની જાતિનો છે. રે રાંક ! પશુ પણ પોતાની સ્ત્રીનું - રક્ષણ કરે છે. સાંભળ! ચિત્રકારની પીંછીનાં રંગોની ભાત શંખલાઓને (શંખોને) ક્યારે સ્પર્શતી નથી. તેમ તારી આજીજી કાકલૂદીની અમને અસર થવાની નથી. //૪ો. જે ઉત્પાત થયો તે અમારે માટે સારો થયો. જે કારણે તારા જેવા નિર્બળ રાંકડાના પંજામાંથી અમે છૂટાં થયાં. શૂળીનું વિપ્ન સોયથી ટળી ગયું. સારાયે જનમની રીબામણ ક્ષણમાત્રમાં ટળી ગઈ. //પા માટે આ ભવ થકી તો તું અમારી આશા છોડી દેજે અને હવે ઘરભેળો થઈ જજે. હાથીના ભય થકી તને જે ધ્રુજારી છૂટી છે ને? તેનું ઔષધ બરાબર કરી, પછી ઘર બહાર નીકળજે. દી. -: સવૈયા :- . કળાવાનની કળાઓ કંઈ અજબ ગજબની હોય છે. કોઈક માણસે લોઢું ખરીદવા માટે એક હજાર મુદ્રા કળાવાનને આપ્યા. અને કહ્યું કે લોખંડ લાવીને, કંઈક મજાનું સુંદર બનાવજે. કળાકારે પણ એક નાની મજાની નકશીદાર તલવાર બનાવી. તલવાર નાની જોઈને (પૈસા આપનાર) તે બોલ્યો. અહોહો ? તલવાર આટલી નાની બનાવી? કળા ન જાણતો તે માણસ તલવારમાં કરેલું નકશીકામ. રત્નો વગેરેથી થયેલી સજાવટ તે કંઈ ન સમજી શક્યો. તેથી તે સાંભળી કલાકાર કારીગરને રીસ ચડી. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ધમિલકુમાર રાસ તેનું અહેસાન દૂર કરવા તલવારના બે ટુકડા કરી નાંખ્યાં ! ત્યારે પેલા માણસને (પછી) આંચકો લાગ્યો. પછી બુદ્ધિ ચલાવી. રે ભલા ! આની ઉપર તો આટલી સરસ ડિઝાઇનને વળી રત્નો લગાવેલાં હતાં. કેટલી સરસ કારીગરી હતી ! પસ્તાવો થયો. વળી કહેવા લાગ્યો કે રે ! કલાકાર ! મને આવી જ તલવાર ફરીથી બનાવી દે. કલાકાર બોલ્યો. તે પાણી મુલતાનમાં વહી ગયું. તેથી હવે ફરીથી પાછું વળે નહીં. તેમ તલવાર હવે બને નહીં. તેવી રીતે હે રાંકડા ! તારો પરાક્રમ બતાવવાનો સમય વહી ગયો છે તેમ સમજ. ||૧+રા. - સાગરદત્ત આ વાત સાંભળીને એકદમ કોપાયવાન થયો. મનમાં વિચારે છે કે “જોઉં તો ખરો. આ જગતમાં મારી આ આઠેય સ્ત્રીઓને કોણ પરણે છે? કોણ બળિયો છે ? Iણા મનમાં અકળાયેલો તે સાગરદત્ત કન્યાઓના પિતા પાસે પહોંચી ગયો. ઘણો ઝઘડો કર્યો. “તમારી કન્યાઓને હું પરણી ગયો છું. માટે મને સોંપી દો. માતપિતાએ ઘણી સમજાવી. પણ તે કન્યાઓ કોઈ રીતે સાગરદત્ત સાથે જવા તૈયાર ન થઈ. સાફસાફ ના પાડી દીધી. જયારે તે કન્યાઓ ન માની. ત્યારે છેવટે સાગરદત્તની ફરિયાદ રાજસભામાં ગઈ. l૮ ઢાળ છઠ્ઠી (તમે વસુદેવ દેવકીના જાયાજી, લાલજી લાડકડા | એ દેશી) બાલિકાને બોલાવી રાયજી, ચતુરા કેમ ચૂકે, કહે આઠકની સમુદાયેજી, અવસર નવિ મૂકે; સુણો તાતજી દીનદયાળજી, ચતુર દેવલોકે ચઉ લોકપાલજી...અવસર..In નવિ કરતાં નર રખવાલજી, ચતુર. તેણે રૂડા પંચમ લોકપાલજી, - મરૂધરમાં એક સહકારજી, ચતુર. પુરપંથીજન ઉપગારજી..અવસર...રા. ફળદાયક રૂડાં જાણેજી, ચ. ઓર નિર્ગુણ હું ન વખાણુંજી; સુરગિરિશિર સુરતરૂ ઠાવેજી, ચ. ફળછાયા કામ ન આવેજી..અવસર...iall નર દુર્બળ નાથવિહિનાજી, ચ. બાલવૃદ્ધ તપસ્વી દીનાજી, અન્યાય પરાભવ પામે છે, તે જીવે નુપ વિશરામેજી..અવસર.... અમે નાગર સાગર ભીતજી, તુમ શરણ લીયો એક ચિત્તેજી અમને જમરાયને દેઈજી, ચ. જે નાઠો જીવિત લેઈજી.અવસર../પા. દવ લાગે નારી રિસાવેજી, ચ. પંખી પણ દૂર ન જાવેજી; પાણીશું કણક ન ખાંપીજી, ચ. ચરૂ જોયો દાણો ચાંપીજી..અવસર..lell, ના કહેતા નિર્લજજ નાઠોજી, ચ. શીયાળ જવું બોટમાં પેઠોજી; તજી શૂરવીર ભરતારજી, ચ. એ રાંકને નહી વરનારજી...અવસર...lણી ભરલોકે રોતો ભાગોજી, ચ. એમનો અંગ ફરસ નહી લાગોજી; અમે આઠ સતી અણિઆખીજી ચ. માતતાતને જ્ઞાની સાખીજી અવસર..૮ Page #386 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૬ ચોરીમાં મંગલ ત્રીજોજી ચ. મૃતપતિ સતી ૫૨ણે બીજોજી, એમ કન્યાને શું વાંકુજી ચ. શો અમલ કરે એ રાંકુજી..અવસર...III જુઓ કૃષ્ણે કરી અપહારજી, ચ. રૂમિણી સતીમાં શિરદારજી; શિશુપાલ શું વિવાહ મેલ્યોજી, ચ. નારાયણે રણમાં રોલ્યોજી..અવસર...॥૧॥ ભીરૂ કુંવરનું વિવાહ ટાણુજી ચ. કન્યા મેલી નવાણુજી; જુઓ પરણી ગયો નિજ ધામજી, ચ. જંબુવતિનો સુત શામજી..અવસર...I॥૧૧॥ જાદવમાંહે થયું એમજી, ચ. તો બીજે કુલ શો નેમજી; અમે તો એહવું નવ કરીએજી, ચ. મન ઇચ્છાએ વર વરીએજી...અવસર...II૧૨॥ રહી રાજુલ ઘર ઠકરાણીજી, ચ. તે તો ત્રિભુવન વાણીજી; વળી નવભવ ભેગી ગવાણીજી, ચ. એની જોડે કો ન ઠરાણીજી...અવસર...।।૧૩। જેણે જીવિત અમને દીધોજી, ચ. અમે મનમાં નિશ્ચય કીધોજી; 334 બહુ ધમ્મિલનો ઉપગારજી; ચ. આ ભવમાં એ ભરતારજી...અવસર...॥૧૪॥ રાંકશું રમવું રંગ રોલીજી; ચ. જીવિત લગે હિયડે હોળીજી; વીરા શાલવીને ઘર દીધીજી, ચ. તેણે અંતે દીક્ષા લીધીજી...અવસર...॥૧૫॥ જો ધારી ન થાય વાતજી; ચ. તો કરશું સહુ આપઘાતજી; એ સાગર આગર ખારોજી, ચ. અમ તાતજી પાર ઉતારોજી...અવસર...॥૧૬॥ એમ બોલી રહી કુમારી જી; ચ. સાગરદત્ત બોલ્યો ધારીજી, કુંણ આ વિષે અણિરાયજી; ચ. મુઝ નારી પર લેઈ જાયજી...અવસર...ll૧૭ી સુણી બોલ્યા કપિલ નરેશજી, ચ. નહિ સાગર તુઝ મતિ લેશજી, જણવે છે તાહરી બોલીજી, ચ. તુઝ મિત્ર મુર્ખની ટોળીજી...અવસર...॥૧૮॥ નહીં તુ નીતિશાસ્ત્ર ભણેલોજી, ચ. ફરે ગર્દભ થઈ જેમ ઘેલોજી, નીતિશાસ્ત્ર વિના વ્યવહારજી; ચ. નવિ જાણે ગતિ સંસારજી...અવસર...ll૧લી જે માતપિતા ધન ખાવેજી; ચ. જઈ ચહુટે વાત બનાવેજી નહિ વિદ્યા વિનય વિચારજી, ચ. તે નરનો પશુ અવતારજી...અવસર...રા તદુપરિ સવૈયો નૃપમંગિકુમાર પઢેલ અપાર, પુરાંતર ચ્યાર ગએ રથસે ખર ઊંટ ગલે ધિર તાપ જરે રથદાહિ તુરંગ ચરે પથર્સે તસ લગ્ન જુઈ ઈક લિંબ લીઈ, ધૃતપાત્ર પુરાંતર ઢોલદિઈ અપશબ્દ સુણી મુખ ધૂલ ભરે, નીતિપંથ વિના ખરઓ પલિઈ..(૧) Page #387 -------------------------------------------------------------------------- ________________ 339 ધમ્મિલકુમાર રાસ પૂર્વઢાલ : મલયાચલ ભિલ્લ નિહાળેજી, ચ. ચંદન ઇંધન કરી બાળેજી, કન્યા કદલી સુકુમાલજી, ચ. મૂરખ સંગત દવ ઝાલજી..અવસર...॥૨૧॥ કન્યાદાને અધિકારજી, ચ. તસ માતપિતા હશિયારજી, તે કરતાં અમ ઘર આવીજી, ચ. અમે પુત્રી પણે કરી ભાવીજી...અવસર...॥૨૨॥ સાગર બોલ્યો લંબક૨ણોજી, ચ. એના બાપ રાય સહુ પરણોજી, કહી નાઠો થઈ ભયભીતજી, ચ. થયો નગરે મૂર્ખ વિદિતજી...અવસર...I॥૨૩॥ તોરણ બાંધી દરબારજી, ચ. ઘર તેડી રાયે કુમારજી, કરી ઉત્સવ મહોત્સવ ઠાઠજી, ચ. પરણાવી કન્યા આઠજી..અવસર...૨૪ તસ જનકાદિક તેણી વારજી, ચ. દીએ કુંવર ઋદ્ધિ અપારજી, ભરતાંમાં સર્વ ભરાયજી ચ. જલધિમાં નદીયો સમાયજી..અવસર...॥૨૫॥ વરકન્યાને વોલાવેજી ચ. ધમ્મિલ વિમલા ઘર આવેજી, સુખ વિલસે સર્ગ સમાણાજી, ચ. નિત નિત ઉત્સવ ટાણાજી...અવસર...॥૨૬॥ ખંડ પાંચમે છઠ્ઠી ઢાળજી, ચ. શુભવી વચન સુરસાલ; જો ચાહો લક્ષ્મી કમાણીજી, ચ. કરો પુણ્ય જગતના પ્રાણીજી;..અવસર...||૨ની સાગરદત્ત રાજસભામાં :- સાગરદત્ત શ્રેષ્ઠીપુત્રે કપિલ રાજા પાસે ફરિયાદ કરી. તે ફરિયાદ સાંભળી, રાજાએ તે આઠેય કન્યાઓને રાજસભામાં બોલાવી. કન્યાઓ તો ચતુર અને હોંશિયાર હતી. રાજસભામાં આવીને રાજાને હાથ જોડી પ્રણામ કર્યા. અને રાજા સામે આવી ઊભી રહી. અવસર વિનાનું આમંત્રણ મળ્યું છે. આઠે કન્યાઓ એકીસાથે એક અવાજે રાજાને કહેવા લાગી. હે પિતાતુલ્ય રાજન્ ! આપ તો દીનદયાળ છો. સાંભળો, દેવલોકમાં રક્ષણ કરનાર ચાર લોકપાલ છે. છતાં મનુષ્યનું રક્ષણ કરી શકતા નથી. ।।૧।। પણ આપ તો અમારે માટે પાંચમા લોકપાલ છો અને અમારા રક્ષણહાર છો. મારવાડની ભૂમિમાં જો એકપણ આંબાનું વૃક્ષ મળી જાય તો, તે નજીકના નગ૨જનો માટે અને મુસાફરો માટે ઘણું ઉપકારી થાય છે. ।।૨।। કારણ કે ! આંબો ફળ આપે અને છાંયડો પણ આપે. પણ મેરુપર્વત ઉપર ઇચ્છિતને આપનારું છે કલ્પવૃક્ષ. પણ તે ત્યાં ઉપર હોવાથી અમારા માટે નકામું છે. તો તે નિર્ગુણ કલ્પવૃક્ષનાં વખાણ શાં કરવાં ।। વળી જે કંગાલ-નિર્બળ-અનાથ-બાળ-વૃદ્ધ-તપસ્વી-દીન અને અન્યાય થકી પરાભવ પામેલા, તે બધા જીવોના આશ્રયદાતા માત્ર ને માત્ર રાજા હોય છે. તેમ અમે પણ તમારે આશ્રયે છીએ. II૪।। હે રાજન્ ! અમે પણ આજ નગરના નાગર (પ્રજાજન) છીએ. અમે પણ આ સાગરદત્તથી ભય પામેલાં છીએ. હે મહારાજ ! અમે તમારે શરણે આવ્યાં છીએ. અમે આવવાનાં હતાં. ત્યાં તો આપે જ અમને બોલાવ્યાં. “ભાવતું હતું ને વૈધે બતાવ્યું.” આ સાગરદત્ત તો અમને યમરાજને સોંપીને પોતાનો જીવ લઈને ભાગી ગયો હતો. ॥૫॥ જંગલમાં આગ લાગી હોય, ત્યારે વૃક્ષ ઉપર રહેલાં પંખી પણ પોતાની પત્નીને છોડીને નાસી જતા નથી. અર્થાત્ પોતાની સ્ત્રીને સાથે લઈને જાય છે. હે રાજન્ Page #388 -------------------------------------------------------------------------- ________________ ખંડ -૫ : ઢાળ - ૬ ! હસ્તીની મસ્તી વખતે એક દાણો ચાંપી જોયો. તો ચરુની પરીક્ષા થઈ ગઈ છે. એટલે આ સાગરના પાણીથી કણેક કંઈ બંધાય તેમ નથી. ।।૬।। તે સમયે તો “મારે પરણવું નથી.” એમ કહીને નિર્લજ્જ નાશી ગયો. અને શિયાળની જેમ બોડમાં પેશી ગયો અને હવે અમને બચાવનાર શૂરવીર ને પરાક્રમી ભરતારને છોડીને, આ રાંકને અમે પરણીયે ખરાં ? અર્થાત્ અમને જેણે બચાવ્યાં, તેને છોડીને, અમે સાગરને પરણનાર નથી. III 336 રાજન્ ! ભરી બજારમાં ચોકમાં, ધોળા દિવસે, રોતો રોતો ચાલ્યો ગયો. અમે તેના અંગને સ્પર્માં પણ નથી. કોઈ લેવડદેવડ હાથ થકી પણ થઈ નથી. અમે આઠે અણીશુદ્ધ કુંવારી કન્યા છીએ. અમારાં માતા-પિતા તથા જ્ઞાની ભગવંતો સાક્ષી છે. ।।૮।। વળી જગતનો નિયમ છે કે ચોરીમાં ફેરા ફરતી કન્યા, ત્રીજા ફેરામાં જો વ૨૨ાજા કારણવશાત્ મૃત્યુ પામે તો, તે કન્યા સતી કહેવાય છે અને બીજાની સાથે લગ્ન થાય છે. તેમ અમે કુંવારી કન્યાઓ છીએ એમાં કંઈ અજુગતું નથી. “કુંવારી કન્યાને સો વર ને સો ઘર.” આ અમારી વાત છે. તે રાંકડાને જે કરવું હોય તે કરે. કરી કરીને કરશે શું ? ।। રાજન્ ! વાગ્ધાન થયેલી રૂણિને કૃષ્ણરાજા પણ અપહરણ કરીને લઈ આવ્યા હતા. છતાં સતીમાં શિરોમણી મનાય છે. શિશુપાલ સાથે દેવાયેલી હોવાથી, શિશુપાલ યુદ્ધે ચડ્યો. કૃષ્ણએ તેને રણમાં રોળી નાખ્યો. ૧૦ના વળી સત્યભામાનો દીકરો ભીરૂ જે ઘણો બીકણ હતો. તેને માટે નવાણું કન્યાઓ પરણાવવા તૈયાર કરી હતી. તે કન્યાઓને પણ જંબુવતીનો દીકરો શાંબકુમાર પરણી ગયો અને પોતાને ધામ દ્વારકામાં લઈ આવ્યો. ।।૧૧। જો જાર્દવકુળમાં આ પ્રમાણે થયું હોય તો બીજા કુળની વાત શી ? તેઓ જો અપહરણ કરેલી કન્યાઓને પરણ્યા છે. જ્યારે અમે તો અમારી ઇચ્છાએ વ૨ના૨ છીએ. ।૧૨। રાજુલ (પોતાના) ઘરે કુંવારી કન્યા રહી તોય ત્રિભુવનનાથની રાણી કહેવાણી. વળી નવભવ સુધી ભેગી ગવાણી. આવી જોડી તો જગમાં બીજે જોવામાં આવી નથી. કુંવારા છતાં પરણેલાં ગવાય ।।૧૩।। જયારે અમે તો અમને જીવિત આપનારને પ્રેમથી વરવા તૈયાર થયાં છીએ. ધમ્મિલકુમા૨નો અમારી ઉ૫૨ ઘણો ઉપકાર છે. માટે આ ભવમાં એ જ અમારો ભરથાર છે. ।૧૪। રે આ રાંકડા સાથે પરણીને ઘર માંડવું, એ તો જિંદગીપર્યંત હૈયાહોળી રહેવાની. કૃષ્ણ મહારાજે પોતાની કુંવરીને વીરા-શાલવી સાથે પરણાવી. અંતે કન્યા દુ:ખી થઈ. છેવટે દીક્ષા લીધી. હે રાજન્ ! તમે પણ અમારી ઉપર ફરજ પાડશો અને જો અમારું ધાર્યું ન થાય તો અમે આઠેય આપઘાત કરશું. ।।૧૫। પણ અમે આઠેય એ ખારા સાગરદત્તની સાથે લગ્ન નહીં કરીએ. આ સંકટમાંથી કે તાત ! અમને પાર ઉતારો. ।।૧૬।। કન્યાઓની વાત સાંભળી કપિલરાજા સાગરદત્તને કહે છે. હે શ્રેષ્ઠીપુત્ર ! તું હવે આ તારી હઠ છોડી દે. તો સાગરદત્ત ભવાં ચડાવીને બોલ્યો. આ વિશ્વમાં કોણ છે એવો કે જે મારી સ્ત્રીઓ બીજાને આપે છે ? ।।૧૭।। સાગરની વાત સાંભળી વળી કપિલરાજા કહે છે. હે સાગર ! તારામાં લેશમાત્ર બુદ્ધિ લાગતી નથી. તે તારી વાત ઉ૫૨થી લાગે છે. તું મૂર્ખ એવા મિત્રોના ટોળામાં વસતો લાગે છે, જે મિત્રો પણ સદ્બુદ્ધિ આપતા નથી. ।।૧૮।। હે સાગર ! તું કોઈ નીતિશાસ્ત્રના પાઠ પણ ભણ્યો નથી. તેથી જ ગધેડાની જેમ ગાંડો-ઘેલો થઈને, ફરતો લાગે છે. કેમકે નીતિશાસ્ત્રના પાઠની જાણકારી વિના આ સંસારનો વ્યવહાર છેં ચલાવી Page #389 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ શકાય તે વ્યવહારની જાણકારી હોતી નથી. ૧૯॥ જે માતપિતાના ધન ઉપર તાગડધિન્ના કરતો હોય; વળી, કોઈપણ પ્રકારની વિદ્યા મેળવી ન હોય, વિદ્યા ન હોય એટલે વિવેક તો ક્યાંથી આવે ? તે જનો (માણસો) આ જગતમાં પશુ સરખા છે. I૨૦ના સવૈયો ઃ ૩૩૮ રાજકુંવર અને મંત્રીપુત્ર બંને ઘણું ભણ્યા. પણ ગણ્યા નહોતા. તે બંને એકવા૨ ૨થમાં બેસીને બાજુના કોઈ નગ૨ ત૨ફ ફરવાને માટે નીકળ્યા. રસ્તામાં થાકી ગયા. તર્કશાસ્ત્ર ઘણું ભણ્યા હતા. રસ્તામાં રથ છોડીને બંને કોઈ વૃક્ષ નીચે બેઠા. રથના ઘોડા પણ બાજુમાં લીલુ ઘાસ ચરી રહ્યા હતા. ત્યાં થોડેક દૂર એક ઊંટ વૃક્ષના છાંયડામાં બેઠું હતું. ત્યાં એક ગધેડો તાપથી ખેદ પામેલો ઊંટના ગળા ઉપર પોતાની ડોક નાંખીને ઊભો હતો. આ રીતે બંનેને જોતાં, રાજપુત્ર ને મંત્રીપુત્ર વિચારે છે કે આ બંનેને ઘણો પ્રેમ થઈ ગયો લાગે છે. આપણે તેમનાં લગ્ન કરાવી આપીએ. હવે જમણવારમાં શું રાખશું ? કેમ કે વાલ વાયડા પડે. ભીંડો ભૂંડું કરે. ચણા તો પેટમાં દુઃખે આ રીતે બંને જણા બધામાંથી કંઈ કંઈ દોષ દેખાડવા લાગ્યા. સૌથી સારો લીંબડો. જે નીરોગી, તેમાં કોઈ દોષ દેખાતો નથી. બંને જણાએ લીંબડાનાં પાંદડાં ભેગાં કર્યાં. તેને વઘારવા ઘી તો જોઈએ. નગરમાં જઈ ઘી લઈ આવ્યા. હવે બંને વિચારે છે કે ઘીના આધારે આ ભાજન છે કે ભાજનના આધારે ઘી છે એમ આધાર આધેયભાવ વિચારતાં પાત્ર ઊંધુ કર્યું. શું થાય ? બધું ઘી ઢોળાઇ ગયું. આટલી વારમાં તેમની નજીક આજુબાજુ ઘણાં લોકો ભેગા થઈ ગયા હતા અને આ રીતે પાત્ર જોતાં ઘી ઢોળાતાં, જોઈ લોક હસવા લાગ્યા. અને કહેવા પણ લાગ્યા કે “ઘી ઢોળાય તે સારું ન કહેવાય. અપશુકન થાય.” આ સાંભળી તે બે મૂર્ખા લોકોની સામે ધૂળ ઉડાડે છે. લોકો ઠપકો આપવા લાગ્યા રે ! ગધેડાઓ આ શું કરો છો ! તમે ઘણું ભણ્યા પણ નીતિશાસ્ત્રના માર્ગને તો જાણતાં નથી. તેથી ગધેડા જેવા છો. હે સાગરદત્ત તું પણ આવો મૂર્ખ છે. પૂર્વઢાળ :- ચાલુ ઃ વળી જેવી રીતે કોઈ ભિલ્લ મલયાચલ પર્વત ઉપર જઈ ચઢે અને ત્યાં આગળ ચંદનનાં વૃક્ષો જોઈને લાકડાં કાપીને લાવે અને તેનું ઇંધન કરીને બાળે, તેવી રીતે કોમળ સુકુમાળ આ કન્યાઓ મૂર્ખના સંગરૂપી દાવાનળમાં ચંદનના બળતણ સરખી થાય છે. ચંદન કિંમતી છે તેવું જ્ઞાન ભિલ્લને હોતું નથી. માટે બળતણમાં વાપરે છે. મૂર્ખની સંગત પણ તેવી જ છે. તેની સંગતે કન્યા જીવે ત્યાં સુધી બળવાનું જ રહે. ।।૨૧।। વળી કપિલરાજા બોલ્યા હે સાગર ! આ કન્યાદાનનો અધિકાર તેનાં માતા-પિતાનો છે પણ આ ચતુર કન્યાઓ હમણાં મને જ પિતા તરીકે માને છે અને તે કારણે મેં પણ તેમને પુત્રી કરીને રાખી છે. માટે કહું છું કે તેની આશા તું છોડી દે અને અહીંથી ચાલ્યો જા. ।।૨૨।। રાજાની આવા પ્રકારની વાણી સાંભળીને સાગરદત્ત ઘણો ખિજાઈ ગયો. ને બોલ્યો. હે લંબકર્ણ ગધેડા ! એના બાપરાજા ! તમે સૌ તેને પરણી જાઓ. એમ બોલી ભયભીત થઈને નાઠો. વળી તે નગરમાં પણ સાગર મૂર્ખ તરીકે પ્રખ્યાત થયો. ૨ા ધમ્મિલની સાથે આઠે કન્યાઓના લગ્ન ઃ- રાજાએ ધમ્મિલકુમારને રાજદરબારે તેડાવ્યો. રાજદરબારે તોરણ બંધાવ્યાં. મંડપ રચાવ્યો. વાજિંત્રના નાદ ગાજવા લાગ્યા. ઠાઠમાઠપૂર્વક ઓચ્છવ સાથે આઠે કન્યાનાં ધમ્મિલકુમાર સાથે લગ્ન કરાવ્યાં. ॥૨૪॥ આઠે કન્યાનાં માતાપિતાએ પણ જમાઈરાજાને કન્યાદાન અવસરે ઘણું દ્રવ્ય આપ્યું. અઢળક સંપત્તિ ધમ્મિલને કન્યાઓ સાથે પ્રાપ્ત થઈ. Page #390 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫.: ઢાળ - ૦ ૩૩૯ કહેવાય છે કે “સમુદ્રમાં નદીઓ સમાય તેમ ભરતામાં સર્વ ભરાય છે.” |રપા માતપિતાઓએ પોતાની કન્યાઓનું સારી રીતે વળાવું કર્યું. વિદાય આપી. કુમાર પણ આઠે નવપરણેતર સ્ત્રીઓને લઈને વિમળાને ઘેર આવ્યો. આમ ધમ્મિલકુમાર સ્વર્ગ સરખાં સુખોને ભોગવી રહ્યો છે. વળી જુદા જુદા સગાવહાલાને ત્યાં વરઘોડિયાના જમણવાર રૂપ ઓચ્છવ પણ સાથે થાય છે. ર૬ll. શ્રી શુભવીરવિજયજી મહારાજ આમ્રરસ (કેરીનો રસ) સરખાં મધુર વચનોથી કહે છે કે “હે પુણ્યવંતા પ્રાણીઓ ! જો તમે લક્ષ્મીની ઇચ્છા કરો છો તો તમે પણ સૌ પુણ્યનું આચરણ અર્થાતુ પુણ્ય ઉપાર્જન કરો. જેથી સુખને પામો.” આ પ્રમાણે પાંચમા ખંડને વિષે છઠ્ઠી ઢાળ પૂર્ણ થઈ. રા. ખંડ - ૫ ની ઢાળ : ૬ સમાપ્ત - -: દોહા :અશ્વતરણ પુનરાગમન, પંથે પ્રગટી વાત; પ. રવિશેખર મિટાને, ભાંખે સવિ અવદાત ||૧|. ચંપા સંબોહણ પતિ, વળી યુવરાજને મિત્ત, દેશ નગર નર નારીઓ, ગાવે કુંવરના ગીત પર ચંપાપતિને સમજાવીને, સંબાહપતિશું મેલ, કુંવર કરાવે ખીરનીર, પરે રસ બાંધવ કેલ પાડ્યા પદ્માવતીને ‘ મોકલે, સંબાહણનો રાય, ઋદ્ધિ સહિત સા આવીને, પ્રણમે વિમલા પાય પારા ચંપાપતિ બહુમાનથી, સુખભર રહેતાં તેહ, દિન દિન અધિકેરો વરે, વિમલા સાથે નેહ પો એકદિન ચંપાપરિસરે, વિજયસેનસૂરિરાય, સમવસર્યા મુનિવૅદશું, વનપતિ દેહ વધાય. દા. કપિલરાય યુવરાજશું, વંદન નમન કરંત, ધમિલ વિમલાદિક સહિત, આવી ગુરુને નમંત || કહે મુનિ તેહને દેશના, પવૃદિક ઉદેશ; પચ્ચકખાણ મણુએ ભવે, પામે ફળ સવિશેષ પાટા વ્રત પચ્ચકખાણે સુખ લહ્યું, જેમ ધમ્મિલ કુમાર; રત્નશેખર વળી રાજવી, ઈહપરભવ સુખસાર | પૂછે કપિલ તે કોણ હુઆ, મુનિ કહે ધમ્મિલ એહ, રત્નશેખર વંછિત ફળ્યાં, કહીએ વિવરી તેહ. ||૧ના બંધુબેલડીની સંધિ -ધમ્પિલકુમારે અહરણથી સંબોહમાં પહોંચવું અને ત્યાંથી વળી પાછા ચંપાનગરીમાં ' આવવું. આ રીતે માર્ગમાં બનેલો વૃત્તાંત રાજા તથા મિત્ર રવિશેખર યુવરાજને કહી સંભળાવ્યો. ૧TI. Page #391 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ ચંપાનગરીનો રાજા કપિલ-સંબાહનો રાજા સુદત્ત તથા યુવરાજ-મિત્રો-દેશ નગરનાં નરનારીઓ કુંવરની વાતો સાંભળી આનંદ પામ્યાં અને સૌ જન કુંવરનાં ગુણ-ગીતો ગાતાં પ્રશંસા કરવા લાગ્યાં. ॥૨॥ ૩૪૦ પ્રશંસનીય ધમ્મિલકુમાર એક દિવસ રાજસભામાં ચંપાપતિ પાસે બેઠા હતા. જ્ઞાનગોષ્ઠિ ચાલતી હતી. સૌ આનંદમાં હતા. તક ઝડપી કપિલનરેશનું પ્રસન્ન ચિત્ત જાણી કુમારે વાત મૂકી. રાજન્ ! સંબાહપતિ રાજા સુદત્તની સાથે જૂનું વેર ભૂલી જવા જેવું છે. એ તમને ઘણો ઝંખે છે. અપરાધની ક્ષમા આપો તો કેવું ? મને તો ભાઈ નથી. મને ભાઈની ઘણી ઇચ્છા પણ તે તો કર્માધીન-વાત. આપને તો નાનો રૂડો કેવો વિનયશીલ ભાઈ છે. કુમારની વાત સાંભળી રાજાએ તરત જ હા ભણી. હે ધમ્મિલકુમાર ! મને ભાવના તો હતી મારા ભાઈને મળવાની. પણ કોઈ નિમિત્ત મળતાં નહોતાં. સદ્ભાગ્યે આજે તમે વાત કાઢી. અમારા ભાઈ સાથે હું સંધિ કરારથી બંધાઉં છું. સભા તો થોડીવારમાં વિસર્જન કરી. કુમારે તરત જ સંબાહન રાજા સુદત્તને શુભ સંદેશ પાઠવ્યો. નાનો ભાઈ દોડતો ચંપાનગરીએ આવ્યો. બંને ભાઈ અરસ-પરસ મળ્યા. ભેટ્યાં. ભૂતકાળ ભૂલી ગયા. ક્ષીરનીરની જેમ બંને ભાઈઓ એકરસ થઈ ગયા. IIII સુદત્ત રાજાએ પોતાની દીકરી પદ્માવતીને ઘણા કરિયાવર સાથે ચંપાનગરીએ મોકલી અને પદ્માવતી પણ ધમ્મિલકુમારને ત્યાં આવી. સ્વામીને પગે ` લાગ્યા પછી વિમળસેનાને પણ પાયે પડી. ॥૪॥ ચંપાપતિ કપિલ નરેશ, જમાઈ ધમ્મિલને ઘણું માન આપે છે. ધમ્મિલ પણ મર્યાદામાં રહીને વિવેક જાળવે છે. ધમ્મિલ બધી સ્ત્રીઓ સાથે ઘણા સ્નેહથી રહે છે. સંસારનાં સુખો ભોગવે છે. અને પોતાનો સમય સુખમાં પસાર કરે છે. દિવસે દિવસે વિમળા પ્રત્યેનો સ્નેહ ઘણો ગાઢ બનતો જાય છે. પા શ્રી વિજયસેનસૂરિ ભગવંતનું આગમન :- એકવાર હવે ચંપાનગરીના ઉદ્યાનમાં જ્ઞાની ભગવંત વિજયસેનસૂરિ પરિવાર સહિત આવીને સમોસર્યા. અને તેની વધામણી ઉઘાનપાલકે વેગે જઈને કપિલરાજાને આપી. ધમ્મિલકુમારને પણ આ સંદેશો પહોંચાડ્યો. II૬॥ વનપાલકે આપેલી વધામણીથી રાજાએ તેને ભેટલું આપી વિદાય કર્યો. રાજપરિવારની સાથે રાજા ગુરુભગવંતને વંદન કરવા જાય છે. ધમ્મિલને પણ સમાચાર મળતાં ધાવમાતા તથા વિમળા આદિ બધી પત્નીઓને, બીજા પણ પરિવારને સાથે લઈને, કુમાર વંદન કરવા ઉદ્યાનમાં આવ્યો. IIII મુનિરાજે પણ ભવ્યજીવોને યોગ્ય દેશના આપી. દેશનામાં મુનિએ મનુષ્યભવની દુર્લભતા બતાવી. પચ્ચકખાણ વ્રતનો મહિમા સમજાવ્યો. તેના ફળની વિશેષ વાતો કરી. ॥૮॥ આ ભવમાં જેમ ધમ્મિલે વ્રત અને પચ્ચકખાણ કરવાથી ઘણા સુખને મેળવ્યું. વળી રત્નશેખર રાજવી પણ વ્રત પચ્ચકખાણના આરાધનાથી પરભવમાં મહાસુખને પામ્યા. III મુનિમુખે ધમ્મિલ રત્નશેખર રાજાની વાત સાંભળી, કપિલરાજા આશ્ચર્ય પામ્યા. અને ગુરુમહારાજને પૂછે છે હે ભગવંત ! એ મહાપુણ્યશાળી ધમ્મિલ અને રત્નશેખર રાજા કોણ ? મુનિ કહે છે હે રાજન્ ! ધમ્મિલ જે, તે આ સભામાં બેઠા છે. તેમણે તો પ્રત્યક્ષ ફળ મેળવ્યાં છે. જ્યારે રત્નશેખર રાજાનો વૃત્તાંત કહું છું તે સાંભળો. ।૧૦। ઢાળ સાતમી (સાંભળયો હવે કર્મવિપાક મુનિ કહે રે...એ દેશી) પુણ્યતણા થાનક ગૃહિવેશે મુનિ કહે રે, પુણ્યબંધ શુભ પરિણામે સુણો સંત રે, Page #392 -------------------------------------------------------------------------- ________________ ખંડ -૫ : ઢાળ - છ બીજે અંગે અશનાદિક નવવિધિ કહ્યાં રે, બહુશ્રુત ચરણે તપ કીધો ફલવંત રે............પુણ્ય ॥૧॥ ખટ્ અઠ્ઠાઇ ત્યાગ સચિતનો કીજીએ રે, ગુરૂ પધરાવી ઘર કરો ભક્તિ મહંત રે, પંચ પર્વી સામાયિક પોસહ વ્રત ધરો રે, ભાંખે ગણધર મહાનિશીથ સિદ્ધાંત રે.. ખંડણ પીશણ પીલણ ચીવર ધોવણે રે, પુણ્ય ॥૨॥ મસ્તક ગુંથણ સ્નાન અબંભનો ત્યાગ રે; કરતાં દાન દીયતા જિનપૂજા થકી રે, વૈમાનિક આયુ બાંધે મહાભાગ રે;..પુણ્ય ॥૩॥ ભરતે રત્નપુરી નગરીનો રાજીયો રે, રતનશેખર નામે ધરમી ગુણવંત રે; તસ લોચન ત્રીજું ચઉબુદ્ધિ તણો નિધિ રે; નામે સુમતિ મંત્રીમાંહે મહંત રે......પુણ્ય ॥૪॥ માસ વસંતે નૃપમંત્રી સહ વન ગયા રે; બેઠા તરૂતલ દેખી શીતલ છાંય રે; કિન્નર મિથુન સનેહરસે વાતો કરે રે, તરૂ ઉપર સાંભળતો રસભર રાય રે............પુણ્ય ॥૫॥ રતનવતી કન્યા શચિ રંભા રૂપ હરે રે, નજરે દીઠી મીઠી અમિય સમાણ રે, જોવન વેળા નરના મેળા નવિ રૂચે રે, રતન શેખર દેખંતો વરે સા જાણ રે. અદૃશ્યપણે સુણી વાણી નૃપચિત્ત ચિંતવે રે, કોણ મુઝ નામે સરખી નારી એહ રે, જનમ સફળ તો માનું જો મુઝ એ મળે રે, નહિ તો ભાર ભૂત શી ધરવી દેહ રે.. ચિંતાયે ઘર જઈને નિદ્રાશન તજી રે, રાગે જડિયો પડીયો તૂટી ખાટ રે, મંત્રી નિબંધે પૂછતાં તેણે સવિ કહ્યો રે, પુણ્ય દા .you 11011 મંત્રી કહે વિણ દીઠે કેમ હોય ઘાટ રે............પુણ્ય ॥૮॥ ૩૪૧ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ધમ્મિલકુમાર રાસ રાય કહે મરવું સહી રતનવતી વિના રે, ચિતે મંત્રી દુર્જય કામ વિકાર રે; સમરણે મરણ વિષયથી વિષ ખાધે મરે રે, તેણે ઈહાં કરવો કાળ વિલંબ વિચાર રે.......પુણ્ય લા.' સાત માસમાં શુદ્ધિ કરી અમે લાવશું રે, ચિંતા તજી કરો રાજ્ય તમે મહારાય રે; મંત્રી વયણ સુણી હરખ્યો નૃપ તસ મોકલે રે, મંત્રી ચાલ્યા શુભ શુકને નમી પાય રે....... પુણ્ય /૧ના ચલ દિશિ જોતાં શુકન હુઆ દક્ષિણ દિશે રે, તે દિશિ ચલિયાં મંત્રી ગણી નવકાર રે, ગામ દેશ વન ગિરિ સરિતાને ઉલ્લંઘતા રે, પામ્યું એક વન નંદનવન અનુહાર રે......પુણ્ય |૧૧|| ગિરિકૈલાશ સમાન રતનમય ભૂતલા રે, સોવનથંભા ભીતિ રતન શિખરેણ રે; દેખે ચૈત્યપવન ચલ ધ્વજ બોલાવતો રે, ફરતી ફલ ભર તરૂવર સુંદર શ્રેણ રે....... પુણ્ય ૧૨ સ્નાન નદી જળ ફળ ઉજળ કુસુમાંજલી રે, વિધિય વિવેકે જિન ઘર મંત્રી જાત રે; મણિમય મૂરતિ મુનિસુવ્રત જિન પૂજીને રે, નીકળીયો ભાવસ્તવ કરી પ્રણિપાત રે.......પુણ્યl/૧૩ દિવ્યરૂપ તવ કન્યા એક જિન પૂજવા રે; આવી પૂજાપો લેઈ ધરી શણગાર રે; ચંદ્રવદની દેખી મંત્રી ચિત્ત ચિંતવે રે, એણે વન ખેચરી અમરી વા કુણ નાર રે....... પુણ્ય ૧૪ો. જઈ જિન પૂજી મધુર સ્વરે સ્તવના કરી રે, બાહર પૂછે કોણ તું કેણે નિમિત્તે રે, ભીષણવને એકાકી ચૈત્ય કેણે કર્યું રે; સા કહે આ વનપતિ સુરપુત્રી વદિત રે......પુણ્ય ૧પો. તે જશે કિયો ચૈત્ય પૂજાએ મુઝ ઠવી રે, રતનદેવ સુર નામ ગયો નિજ ઠામ રે; Page #394 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - 6 ૩૪૩ મંત્રી કહે કોઈ મારગ તિહાં જાવા તણો રે, હોવે તો મુઝ મલવાનું છે કામ રે......પુણ્ય ૧૬ll સા કહે ચૈત્યાગ્રે ધૂપાનલ કુંડમાં રે; ઝંપાવે પાવે નર જ દુવાર રે, સાહસિક કાંને કુંડલ રયણના ઝગમગે રે; કાયર નયણે કાજલ સારે નાર રે...... પુણ્ય ૧૭થા મંત્રી સુણી સેવકને નિજપુર પાઠવી રે; શરણ કરી જિન જક્ષ અગ્નિ નૃપાપાત રે, રતનદેવ પ્રણમી પાસે ઉભો જઈ રે; જ પ્રભાવે ન થયો દેહે ઘાત રે......પુણ્ય ll૧૮ રયણ દેવ નિજ દેવી શું બેઠો તિહાં રે, તતક્ષણ કન્યા પણ આવી તે પાસ રે; રતનજ્યોતિ દેખી મંત્રી મૌન જ ધરે રે; તવ તે દેવ કહે તજથ મંત્રી ઉદાસ રે.......પુણ્ય ૧૯ો. વાટ જોવંતાં તમે આવ્યા ચિંતા ટલી રે; આ અમ પુત્રી પરણી વધારો લાજ રે; મંત્રી ભણે તુમ દેવને સુત સંતતિ કિસિ રે; જક્ષ કહે મુજ ચરિત્ર સુણો મહારાજ રે.......પુણ્ય ll૨ના તિલકપુરે ધનશેઠ વસે વ્યવહારીયો રે, - શ્રીમતી નારી પ્યારી સતિય વિશેષ રે; જ્ઞાન અમૃતસૂરી જ્ઞાની જઈ વંદી વને રે; બેઠા તવ મુનિદેવે શ્રત ઉપદેશ રે.......પુણ્ય ૨૧. નરભવ પામી જૈનધર્મ ચિંતામણી રે; સરખો જાણી પ્રાણી સેવા નિત્ય રે; નિત્યે ન કરી શકો તો પંચ પરવ ભજો રે, જેથી જાએ નરયતિરિની ભીત રે..પુણ્ય ૨૨. બંધ શુભાયુ પ્રાર્થે બાંધે એ તિથિ રે, ભાંખે નિરિયાવલિ સૂત્રે ભગવંત રે, લૌકિક શાસ્ત્ર ચઉદશ અષ્ટમિ પૂર્ણિમા રે, દર્શારવિ સંક્રાંતિ પર્વ મહંત રે......પુણ્ય ૨all Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ધમિલકુમાર રાસ માંસ સુરા તૈલ સ્ત્રી પર્વે ભોગવે રે, તે નર નરકે કાલ ઘણો રોલાય રે; તેણે હસતી તવે સામાયિક પોષહે રે; ધ્યાન ધરતાં શ્રાવક સરગે જાય રે,.... પુણ્ય ૨૪l: ગુરૂમુખ પંચ પરવી વ્રત ઉચરી ઘર ગયા રે; એક દિન અષ્ટમી પોસહ કરી કાઉસગ્ગ રે; ઇંદ્ર પ્રશંસા અણસહિ સુર આવીયો રે, અનુકૂલ પ્રતિકૂલ કીધા નિશિ ઉવસગ્ગ રે......પુણ્ય ૨પા મેરૂ પેરે નિશ્ચલ દેખી આણંદીયો રે; સુર કહે ઈંદ્ર પ્રશંસા તેહવા દીઠ રે; ગગનગામિની વિદ્યા દેઈ કહી ગયો રે, બીજો સુણતાં વિદ્યા જાશે નઠરે....પુણ્ય ૨૬ll વિદ્યાબળથી તીર્થ ઘણે જિન વંદતાં રે; એક દિન શ્રીમતિ પૂછત કહી સવિ વાત રે, વારી પણ સખી આગળ કંત કથાંતરે રે; વાત કહી સ્ત્રી ઉદર છે તુચ્છ અત્યંત રે.... પુણ્ય રહ્યા ગગન ભમતાં પડીયા શેઠ સરોવરે રે, આઠ માસે અષ્ટમી દિન ઘર જાત રે; નિવિડ સને શ્રીમતિ સેવા બહુ કરે રે, ભોજન તાંબુલ વિસારી તિથિ વાત રે......પુણ્ય ૨૮ નિશિ સંભોગ સનેહે શેઠે આચયો રે; તે નિશિગર્ભ ઉપયો કોઈક જંત રે વિદ્યા વાત પ્રિયાને પૂછી સા કહે રે; મેં સખી આગળ વાત કહી એકંતરે,......પુણ્ય ૨૯ અનુક્રમે પુત્રી જનમી વરસ થઈ આઠની રે, એક દિન કેવલીને પૂછે ગતિ આપ રે; કેવલી કહે જખજખણી દંપત્તી બહુ થશો રે, શેઠ કહે વિરતિને એશી છાપ રે.......... પુણ્ય ll૩૦ના કહે જ્ઞાની વ્રતભંગે આયુ બાંધીયું રે, ભૂતાટવી વન સ્વામી થાશો દોય રે; Page #396 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૦ ૩૪૫ રયણસિહરી નિવ મંત્રી તે વન આવશે રે; તુમ પુત્રી લક્ષ્મી ભરતાર જ હોય રે......પુણ્ય ૩૧ એમ સુણી ઘર જઈ આયુક્ષયે ઇહાં ઉપનાં રે, ચૈત્ય કરાવી પુત્રી રાખી ત્યાંહી રે, જ્ઞાન વચન સહિત તુમચું મલવું થયું રે, - કન્યા પરણો અંગ ધરી ઉત્સાહ રે.......પુણ્ય ૩રો. પાંચમે ખંડે ઢાલ કહી એ સાતમી રે; એહમાં ગાયો વ્રત મહિમા મનોહાર રે; શ્રી શુભવીર સલૂણા વ્રત ને વિરાધશ્યો રે; આરાધકતા એ સદ્ગતિ અવતાર રે.......પુણ્ય ૩૩ ગુરુદેવની દેશના:- દેશના આપતાં વિજયસેનસૂરિ ભગવંત તપ-વ્રત-પચ્ચકખાણનો અધિક મહિમા બતાવે છે. બીજા અંગમાં (સૂયગડાંગમાં) પુણ્યબંધ માટે ગૃહસ્થ અવસ્થામાં અશન-વશનાદિક નવ પ્રકારનાં સ્થાન બતાવ્યાં છે. તે ભાગ્યશાળીઓ ! તે પુણ્યબંધ શુભ પરિણામે (અધ્યવસાય-ભાવના) ઉપાર્જન થાય છે. વળી બહુશ્રુત (તાર્થ)ની નિશ્રાએ રહીને જે તપ કરે છે તે તપ ઘણો ફળદાયી બને છે. સેવા આ વ્રત નિયમનો મહિમા :- મહાનિશીથ સૂત્રમાં ગણધર ભગવંતે કહ્યું છે કે વર્ષમાં છ અઠ્ઠાઈ હોય છે. તે અઠ્ઠાઈના દિવસોમાં સચિત્તનો ત્યાગ કરવો જોઈએ. વળી તે અઠ્ઠાઈપર્વમાં વિશેષ પ્રકારે ગુરુ ભગવંતને ઘેર પધરાવી (બોલાવીને) આહારાદિ પ્રતિલાભીને ભક્તિ કરવી જોઈએ. પાંચતિથિ અને પર્વના દિવસોમાં સામાયિક – પૌષધવ્રત – પચ્ચકખાણ કરવાં જોઈએ. વળી આરંભ-સમારંભ-ખાંડણપીસણ-કપડાં ધોવાં, મસ્તક ગૂંથણ, સ્નાન અબ્રહ્મનો ત્યાગ કરવો જોઈએ. દાન દેવું જોઈએ. પરમાત્માની પૂજા નિયમિત કરવી જોઈએ. શ્રાવક યોગ્ય ધર્મકરણી કરવી જોઈએ. હે ભવ્યો ! આ રીતે સુંદર આરાધના કરનારો આત્મા વૈમાનિકના આયુષનો બંધ કરે છે. આ ભવમાં કરેલો ધર્મ પરભવમાં સુખ આપનાર થાય છે. ||૨ + ૩ી વ્રત ઉપર રત્નશેખર રાજાની કથા - આ ભરતક્ષેત્રમાં રત્નપુરી નામે નગરી છે. ગુણવંત અને ધર્મી એવો રત્નશેખર નામે આ નગરીનો રાજા છે. તેને ત્રીજા લોચન (ત્રીજી આંખ) સમાન, સમજુ અને વળી ચારેય પ્રકારની બુદ્ધિનો ભંડાર ચતુર એવો મહામંત્રી સુમતિ છે. ૪ll વસંત માસ આવતાં રાજા-મંત્રી વનમાં ફરવા ગયા છે. વૃક્ષની શીતળ છાયા દેખીને બને ત્યાં બેઠા. આ જ વૃક્ષ ઉપર કોઈ કિન્નર-કિન્નરી સુખ ભોગવતાં વાતો કરે છે. સ્નેહથી ભીંજાયેલું આ જોડલું વાતોમાં મશગૂલ છે. નીચે રહેલો રાજા રસપૂર્વક વાતો સાંભળે છે. પી. કિન્નર કિન્નરીને કહે છે. “ઈન્દ્રાણી અને રંભાના રૂપને હરણ કરે કેવી રત્નાવતી નામે કન્યા છે. નજરે જોવા માત્રથી અમૃત સરખી મીઠી લાગે તેવી છે. હમણાં જ તે યુવાવસ્થાના આંગણે આવી ઊભી છે. પણ તેને તો કોઈ પુરુષનું મિલન રુચતું નથી. શી ખબર ! કોઈ પુરુષનું નામ લે, ને મુખ મચકોડી દે. ત્યારે કિન્નરી પૂછે છે કે “તો શું તે સદા કુંવારી રહેવાની છે!” કિન્નર કહે છે કે “ના રે ના ! કુંવારી તો રહેવાની નથી. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધર્મિલકુમાર રાસ પણ જ્યારે તે રત્નશેખર રાજાને જોશે ત્યારે તે તેના ઉપર રાગવાળી થશે. તે રાજા તે કન્યાને પરણશે. તે તું જાણ.” liદી આવી અદશ્યવાણી સાંભળી રાજા મનમાં વિચારે છે. મારા નામ સાથે જેના નામની સરખામણી મને સંભળાય છે. તે સ્ત્રી કોણ હશે? જો તે કન્યા મને મળી જાય તો જ હું મારો જન્મ સફળ માનું. નહીં તો ભારભૂત દેહને ધારણ કરવાનું કામ પણ શું? llણી રત્નાવતીમાં મુગ્ધઃ-આ જ ચિંતામાં રાજા મંત્રી સાથે મહેલમાં આવ્યો. રત્નાવતીના રાગમાં મુગ્ધ બનેલો રાજા, નિદ્રા માટે સજ્જ થયા છોડીને, તૂટી ખાટ ઉપર જઈને પડ્યો. મંત્રીએ આવીને પૂછ્યું. રાજ! આજે આપ તૂટી ખાટ ઉપર કેમ? રાજાએ મંત્રીને પાસે બેસાડીને હૈયે જે વાતની ચિંતા હતી તે મંત્રીને કહી. તે સાંભળી મંત્રી કહે હે મહારાજ ! જેને આપણે નજરે જોઈ નથી. ગામ-નગર અને કોણ તે કન્યા? કશી ખબર નથી. તો આ કન્યાનો મેળાપ સંભવે કઈ રીતે? Iટા રાય કહે. મંત્રીજી ! રત્નાવતી વિના હું જીવી શકીશ નહીં.” રાજાની વાત સાંભળી મંત્રી વિચારે છે “રે ! જીવોને કામવિકાર દુર્જય છે. વિશ્વનું ભક્ષણ કરે તો - મરણ થાય છે. જયારે વિષયો તો સ્મરણ કરવામાં જ મોતને નોતરે છે. તો હવે રાજાને સમજાવવા ? રાજાને જીવાડવા માટે કાલક્ષેપ થાય તેવો ઉપાય કરવો પડશે. જેથી રાજા બચી જાય.” \\ી આ પ્રમાણે વિચારીને મંત્રી કહે, “રાજનું ! જો એમ જ છે. રત્નવતી નામ થકી આપના મનમાં વસી ગઈ છે? તો તો મારે તેને શોધી લાવવી પડશે. મહારાજ ! અમે સાત મહિનામાં શોધી લાવશું. આપ હવે ચિંતા છોડો. આપણું રાજ્ય સંભાળી લ્યો. બરાબર સંચાલન કરવા લાગો. ને રાજા પણ મંત્રીનાં વચનો સાંભળી ઘણો આનંદ પામ્યો. રત્નવતીની શોધ માટે રાજાએ મંત્રીને આજ્ઞા કરી. મંત્રીએ પણ આજ્ઞા સ્વીકારી, રાજાને નમસ્કાર કરી, રત્નાવતીની શોધમાં ચાલ્યો. ૧૦ના મંત્રીશ્વર કન્યાની શોધમાં ચુનંદા સુભટો સાથે મંત્રીશ્વર નગર બહાર નીકળ્યા. શુકન જુએ છે ચારે દિશામાં નજર દોડાવે છે. દક્ષિણ દિશામાં શુભ શુકન જણાતાં મંત્રીએ તે દિશામાં પગ ઉપાડતાં પૂર્વે શ્રી મહામંત્ર નવકારનું સ્મરણ કરી દક્ષિણ દિશા તરફ ગમન (ચાલવાનું) શરૂ કર્યું. ગામ નગરો દેશ વન પર્વતની હારમાળા અનુક્રમે ઓળંગતા મંત્રી પરિવાર સાથે આગળ વધી રહ્યા છે. કુદરતી દ્રશ્યો જોતાં જોતાં મંત્રીશ્વર સુંદરમજાના એક નંદનવનમાં પહોંચ્યા. I/૧૧/ નંદનવનમાં સુંદર મઝાનું પરમાત્માનું ચૈત્ય જોવામાં આવ્યું. જોતાં જ સૌ હરખાયા. કૈલાશ પર્વત સરખું આ જિનાલય હતું. ભોંયતળિયું રત્નમય હતું. મંદિરના થાંભલા સોનાના હતા. મંદિરની ભીંતો અને શિખર રત્નમય હતાં. આ જિનમંદિર ઉપર ફરકતી ધજા, પથિકોને બોલાવતી ન હોય? તેવી શોભી રહી હતી. મંદિરને ફરતી ફળફૂલોથી ભરપૂર જુદાં જુદાં વૃક્ષોની શ્રેણીઓ હતી. જે શોભામાં વધારો કરતી હતી. /૧૨ જંગલમાં મંગલ શ્રી જિનમંદિર - સુમતિમંત્રી ચુસ્ત જૈન હતા. જંગલમાં મંગલમય મંદિર જોતાં ઘણો આનંદ પામ્યા. નજીકમાં વહેતી નદીના પાણીએ મંત્રીએ સ્નાન કર્યું. વૃક્ષ ઉપરથી સુંદર મજાનાં તાજાં ફૂલો અને ફળો ઉતાર્યા. નદીમાંથી પાણી સાથે લીધું. વિધિપૂર્વક સર્વવસ્તુ સાથે લઈને મંત્રીશ્વરે પરમાત્માના મંદિરમાં “નિરીતિ-નિતીતિ-નિશીહિ” ત્રણ વાર કહીને પ્રવેશ કર્યો. મૂળનાયક પરમાત્મા શ્રી મુનિસુવ્રત સ્વામી બિરાજમાન હતા. પ્રતિમા મણિમય હતી. વિધિપૂર્વક પૂજા કરી. ભાવસ્તવના સાથે નમસ્કાર કરીને મંદિર બહાર આવ્યો. [૧૩] તે જ સમયે દિવ્ય સ્વરૂપવાન નવયૌવના એક કન્યા રંગમંડપમાં આવતી જોઈ. કન્યાના હાથમાં પરમાત્માને પૂજવા યોગ્ય પૂજાપાની થાળી હતી. સુંદર મજાના સોળે શણગાર સજેલી કન્યા જોતાં સૌ આશ્ચર્ય પામ્યા. ચંદ્રવદની સરખી કન્યા જઈ મંત્રી વિચારે Page #398 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૯ ૩૪૦, છે. અહોહો! આ વનની કોઈ અધિષ્ઠાત્રી દેવી છે? અથવા ખેચર કન્યા હશે ! કોઈ દેવી હશે ! મંત્રી વિચારે ન વિચારે ત્યાં તો તે કન્યાએ સડસડાટ જિનમંદિરમાં પ્રવેશ કર્યો. II૧૪ll વિધિપૂર્વક પરમાત્માની પૂજા કરી. પૂજાબાદ, ભાવપૂજામાં પ્રભુની સ્તવના મધુરસ્વરે કરી. સર્વ ક્રિયા બાદ સારી ભાવના ભાવતાં કન્યા રંગમંડપમાં આવી. રંગમંડપમાં રહેલા મંત્રીશ્વરે પૂછ્યું. રે કન્યા ! તું કોણ છે? આ ભીષણ વનમાં તું એકાકી? શા માટે અહીં એકલી વસે છે? વળી આ સુંદર અને આ ભવ્ય જિનાલય કોણે બંધાવ્યું છે? પૂછેલા સવાલોના જવાબ માટે જતી કન્યા થોભી અને બોલી. આ વનના સ્વામી (માલિક - અધિષ્ઠાયક દેવ)ની હું પુત્રી છું. તેમના નામથી હું ખ્યાતિ પામેલી કન્યા છું. II૧પ જિનમંદિરનું નિર્માણ :- પિતાતુલ્ય તે યક્ષરાજે મારા માટે જિનચૈત્યનું નિર્માણ કર્યું છે અને પરમાત્માની પૂજા કરવા માટે મને અહીયાં મૂકી છે. તે યક્ષરાજનું નામ રત્નદેવ છે. પ્રભુના દર્શન કરીને, તે પોતાના સ્થાને ગયા છે. બાળાનું વચન સાંભળી મંત્રી કહે છે. તે બાળા ! તે યક્ષરાજ પાસે જવાનો માર્ગ કોઈ છે? મારે તેમને મળવું છે. મારે તેમનું કામ છે. તો તું માર્ગ બતાવ. /૧૬ll હે અતિથિ ! આપને તે યક્ષરાજ પાસે જવું છે? માર્ગ છે. ચૈત્યની આગળ અગ્નિકુંડ છે. તે અગ્નિકુંડમાં જે ઝંપલાવે (સળગતા કુંડમાં) તે મનુષ્ય યક્ષરાજના દ્વારે પહોંચે છે. સાહસિકના કાને રત્નમય કુંડલ ઝગમગતાં હોય છે. જ્યારે કાયરની સ્ત્રીઓ બિચારી નયને કાળાં નીર વહાવે. અથવા કાયર જો કુંડમાં કદાચ ઝંપલાવે તો બળીને ખાખ થઈ જાય છે. ૧૭થી મંત્રીશ્વર અગ્નિકુંડમાં - કન્યાની વાત સાંભળી મંત્રીશ્વરે જવાની વાત વિચારી લીધી. સાથે આવેલ સેવકવર્ગને પોતાના મગરે પાછા જવા માટે આજ્ઞા આપી દીધી. પછી મંત્રીશ્વરે પરમ પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધર્યું. યક્ષરાજનું શરણ સ્વીકારી, અગ્નિમાં ઝંપલાવ્યું. તત્ક્ષણે યક્ષરાજના દ્વારે પહોંચી ગયા અને સામે જ યક્ષરાજનું ઝળહળતું તેજ જોઈ મંત્રીશ્વર સ્તબ્ધ થઈ ગયા. યક્ષના પ્રભાવે મંત્રીશ્વરના દેહે કોઈ ઈજા ન થઈ. યક્ષના ચરણે નમસ્કાર કરીને મંત્રીશ્વર યક્ષરાજની સામે ઊભા. ૧૮. રત્નદેવયક્ષ – પોતાની દેવી સાથે બેઠા છે. કન્યા પણ ત્યાં આવી. યક્ષરાજના તેજને જોતાં મંત્રીશ્વર મુગ્ધ થયા. મૌન ધારણ કરીને રહ્યા છે. યક્ષરાજે મંત્રીશ્વરને બોલાવ્યા. તે મંત્રીશ્વર ! તમે હવે - ઉદાસીનતા છોડી દો. ૧૯ો. - ઘણા વખતથી તમારી વાટ જોતાં હતાં. તમારા આવવાથી અમારી ચિંતા ચાલી ગઈ છે. આ અમારી પુત્રી સાથે પાણિગ્રહણ કરો. (પરણો) અને અમારી કીર્તિ વધારો. તે સાંભળી મંત્રી બોલ્યા. યક્ષદેવ ! તમારે વળી સંતતિ કેવી ? અને ક્યાંથી ! યક્ષ કહે મંત્રીશ્વર ! મારું ચરિત્ર સાંભળો. //૨૦ગા. તિલકપુર નામે નગરી હતી. જેમાં વ્યવહારકશળ ને ગુણવાન ધન નામનો ધનવાન શ્રેષ્ઠી વસતો હતો. સતીઓમાં શિરોમણી શ્રીમતી નામે પ્રાણપ્યારી શેઠની પત્ની હતી. એકવાર આ નગરની બહાર ઉદ્યાનમાં વિહાર કરતાં જ્ઞાની એવા જ્ઞાનઅમૃતસૂરી પધાર્યા. શેઠ-શેઠાણી ગુરુ મહારાજનાં દર્શન વંદન કરવા ગયાં. વંદન કરીને, ઉપદેશ સાંભળવા બેઠાં. મુનિ પણ યોગ્ય જીવો જાણીને શ્રુતનો ઉપદેશ આપે છે. ૨૧ હે મહાનુભાવો ! દુર્લભ મનુષ્યભવને પામી ચિંતામણી સરખો જૈન ધર્મ જાણીને સદાયે તેની આરાધનામાં તત્પર રહો. નિત્ય ધર્મની આરાધના કરવી જોઈએ. મહાભાગ્યશાળી, રોજ આરાધના ન થઈ શકે તો, મહિનાની પાંચતિથિ તો અવશ્ય ધર્મ આરાધવો જોઈએ. જે કારણે દુર્ગતિ-નરક-તિર્યંચગતિનો - ભય ટળી જાય. ૨રા નિરિયાવલી સૂત્રમાં કહ્યું છે કે – પ્રાયઃ કરીને પ્રાણી તિથિના દિવસે પરભવનું Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ધમિલકુમાર રાસ આયુ બાંધે છે. લૌકિક ધર્મશાસ્ત્રમાં પણ આઠમ-ચૌદશ-પૂર્ણિમા-સૂર્યસંક્રાંતિ વગેરે મોટાં પર્વો કહેલાં છે તે પર્વોમાં જે પ્રાણી માંસ-મદિરાનો આહાર કરે. તેલાદિ શરીરે માલિસ કરે, અને સ્ત્રીનો ભોગવટો કરે, તે પ્રાણી નરકમાં ઘણો કાળ રખડે છે અને મહાદુઃખને પામે છે. માટે ઈન્દ્રિયનાં સુખ છોડી પર્વદિને યથાશક્તિ તપ-સામાયિક પૌષધ-ધ્યાન આદિ ધર્મને જે આચરે છે. તે શ્રાવક સ્વર્ગમાં જાય છે. ૨૩૨૪ ૫. જ્ઞાનઅમૃતસૂરિ ગુરુદેવનો ઉપદેશ સાંભળીને સૌ પ્રભાવિત થયા. દંપતી પણ ગુરુમુખે પાંચપર્વ ઉચ્ચરીને ઘેર ગયાં. વ્રત પચ્ચકખાણ નિયમ જે લીધા તે શુદ્ધ-જયણાયુક્ત પાલન કરે છે. એકદા અષ્ટમીના દિવસે ધનશેઠ પૌષધ કરીને રાત્રે કાઉસ્સગ ધ્યાને રહ્યા છે. એવી એકાગ્રતાએ ધ્યાનમાં છે કે ઇન્દ્રસભામાં , ઇન્દ્ર સ્વમુખે પ્રશંસા કરી રહ્યા છે. કોઈ અશ્રદ્ધાળુ દેવને આ પ્રશંસા ન ગમી. માનવ જેવો માનવ. આટલું બધું મનોબળ ન સંભવી શકે. હું જ તેની પરીક્ષા કરી જોઉં. ક્ષણમાં તો તે દેવ મનુષ્યલોકમાં આવી ગયો. જયાં ધનશેઠ કાઉસ્સગ મુદ્રાએ રહ્યા છે. ત્યાં પણ પહોંચી ગયો. તે રાત્રિને વિશે પ્રતિકૂળ ઉપસર્ગો ઘણા કર્યા. પણ વ્રતધારી ધનશેઠ ધ્યાનમાંથી જરા પણ ચલાયમાન ન થયા. તો વળી અનુકૂળ ઉપસર્ગો કરવા લાગ્યો. તોયે શેઠ ન ડગ્યા. નિશ્ચલમનથી ધ્યાનમાં જ રત રહ્યા. //પી. , - મેરુપર્વતની જેમ ધર્મરક્ત ધનશેઠની આવી અડગ નિશ્ચલતા જોઈ દેવ ઘણો ખુશી થયો. પ્રગટ થઈને કહે છે કે હે શેઠ ! ઇન્દ્ર સભામાં જે રીતે તમારી પ્રશંસા કરી હતી. તે જ રીતે ખરેખર તમે પણ નિશ્ચલ છો. તમને ધન્યવાદ છે. પણ કહેવાય છે કે દેવનું દર્શન ક્યારેય નિષ્ફળ જતું નથી. તે કારણે તમારી ઉપર પ્રસન્ન થયેલો હું તમને ગગનગામિની વિદ્યા આપું છું. તમો ઇચ્છો ત્યાં જઈ શકાય છે. : પણ ધ્યાન રાખવાનું છે કે ત્રીજા કાને આ વિદ્યા જશે તો તે વિદ્યા નષ્ટ થશે. ./૨દી હવે વિદ્યાબળે ધનશેઠ ગગનમાં જા-આવ કરવા લાગ્યા. નિયમિત જુદાં જુદાં તીર્થોની યાત્રા કરવા લાગ્યા. નવાં નવાં મંદિરો અને જિનેશ્વર પરમાત્માનાં દર્શને વંદન કરે છે. તીર્થપર્યટનમાં ઘણો કાળ ચાલ્યો ગયો. એક દિન શેઠાણી શ્રીમતીએ પૂછ્યું. તે સ્વામિનું! આપ હંમેશાં સવારે ક્યાં જાવ છો? શેઠે તીર્થયાત્રાની સઘળી વાત કહી. પણ સાથે એ પણ કીધું.”હે પ્રિયે ! જે દેવે આ વિદ્યા આપી છે તેણે કહ્યું છે કે ત્રીજા કાને વાત ન જવી જોઈએ. તારા આગ્રહથી મેં તો તને જણાવ્યું. પણ હવે બીજે ક્યાંયે વાત ન કરતી દેવનું વચન છે. “મને આપેલી વિદ્યા જો ત્રીજે કાને જાય તો વિદ્યા નષ્ટ થઈ જાય.” પણ કહેવાય છે કે સ્ત્રીનું પેટ છીછરું હોય છે. “બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીના પેટમાં વાત ટકે.” આ ન્યાય થકી શ્રીમતીએ પણ પોતાની પ્રિય સખીને સઘળી વાત કહી દીધી. જ્યારે સખીને સઘળી વાત શેઠાણી કરી રહી હતી, તે સમયે શેઠ ગગન માર્ગે કોઈક સરોવર ઉપરથી જઈ રહ્યા હતા. વાત પૂરી થતાં જ દેવના વચન પ્રમાણે, શેઠ તરત જ તે સરોવર મળે પડ્યા. વિદ્યા તત્કાળ નષ્ટ થઈ જવાથી ઊડવાની ગતિ ચાલી ગઈ. સરોવર મધ્યેથી ઘણા કષ્ટ કરતાં કરતાં શેઠ માંડ માંડ કિનારે આવ્યા. કંઈક સ્વસ્થ થયા. વન-કંદરા-પર્વત નગર-ગામ બધે ભટકતાં ભટકતાં, શેઠ આઠ મહિને, આઠ દિવસે પોતાના ગામ અને ઘરે પહોંચ્યો. ઘણી વિટંબણા પામ્યા. આઠ મહિને પતિનાં દર્શન થતાં શેઠાણી ઘણાં હરખાણાં. સ્વામીની ઘણી સેવા-ભક્તિ કરી. મિષ્ટભોજન તૈયાર કરી, સ્વામીને જમાડ્યા. વળી મુખમાં તાંબુલ પણ પોતાના હાથે મૂકીને ખવડાવ્યાં. પણ હા ! શેઠ-શેઠાણી આજે અષ્ટમી દિન છે તે ભૂલ્યા. લીધેલ નિયમ તૂટી ગયો. ૨૮ Page #400 -------------------------------------------------------------------------- ________________ ખંડ -૫ : ઢાળ - ૮ ૩૪૯ વળી તે ઘણા દિને પતિ-પત્ની ભેગા થયેલાં. તે રાત્રિએ પ્રેમઘેલાં પ્રેમીપંખીડાંએ રતિક્રિયાનાં સુખ માણ્યાં. નિયમ વીસરાઈ ગયો. તે રાત્રે કોઈ જીવ ગર્ભપણે અવતર્યો. તે શેષ રાત્રિ બંને જણાએ વાતોમાં પૂરી કરી. અને ત્યાં ધનશેઠે શેઠાણીને પૂછી લીધું. હે પ્રિયે ! વિદ્યાની વાત તેં કોઈને મુખે કહી હતી ? શેઠાણી કહે હે સ્વામી ! મેં મારી સખીને એકાંતમાં તમારી તીર્થયાત્રાની સઘળી વાત કહી હતી. ત્રીજું કોઈ ત્યાં હાજર હતું જ નહીં. શેઠ સમજી ગયા કે મારી વિદ્યા નષ્ટ થઈ ગઈ. હવે તે વાતનો અફસોસ કરવો નકામો છે. મેં જ ભૂલ કરી છે. મારે જ વાત કરવી ન જોઈએ. ॥૨૯॥ સમય જતાં શેઠાણી શ્રીમતીએ પુત્રીને જન્મ આપ્યો. તે બાળા આઠ વરસની થઈ. તે સમયે કોઈ કેવલી ભગવંત વિચરતાં પધાર્યા. સૌ દર્શન વંદને ગયાં. સમય જોઈને ધનશેઠ પૂછે છે હે ભગવંત ! અમારી હવે પછી ગતિ કઇ થશે ? ભગવંત કહે. હે મહાનુભાવ ! “તમે દંપતી યક્ષ-યક્ષિણી થશો.” શેઠ કહે હે પ્રભુ ? ‘વિરતિધર શું વ્યંતર નિકાયમાં જાય ?” સ્વામી, મેં સાંભળ્યું છે કે વિરતિવાળા તો વૈમાનિકમાં હોય ? ।।૩૦ા ગુરુ કહે.. તમે સાંભળ્યું છે તે સાચું છે. પણ વ્રતભંગના સમયે તમે આયુષ બાંધ્યું છે. માટે તમે અટવીમાં યક્ષ થશો. આ અટવીના સ્વામી થશો અને વનમાં રત્નશેખર રાજાનો મંત્રી આવશે. જે તમારી પુત્રી લક્ષ્મીનો ભરતાર થશે. ।।૩૧।। આ પ્રમાણે કેવલીમુખેથી સાંભળી અમે ઘેર ગયાં. આયુષ પૂરું થતાં અમે બંને આ વનમાં યક્ષ-યક્ષિણી રૂપે જન્મ્યાં. અહીં જિનાલય બંધાવીને, અને પુત્રીને પણ રાખીને રહ્યાં છીએ. જ્ઞાની ભગવંતે જે પ્રમાણે કહ્યું હતું તે મુજબ તમને મળવાનું થયું. માટે હવે ઉત્સાહ ધરીને આ કન્યાને પરણો. ॥૩૨॥ પાંચમા ખંડની આ સાતમી ઢાળ કહી. તેમા સુંદર એવા વ્રતનો મહિમા ગાયો. હે ભાગ્યશાળી ! શ્રી શુભવીરવિજયજી મહારાજે વ્રત વિરાધે કેવાં ફળ મળ્યાં તે વાતો કહી. માટે વ્રતની વિરાધના કરશો નહીં. કેમ કે આરાધનાથી જ નિશ્ચે સદ્ગતિ મળે છે. II૩૩૫ ખંડ - ૫ ની ઢાળ : ૭ સમાપ્ત -: દોહા :યક્ષ વચન મંત્રી સુણી, કહે સાચી કહી વાત; પણ નૃપ કામે નીકળ્યો, તે હુએ વિશ્વાસ ઘાત ॥૧॥ જક્ષ કહે પરણો પ્રથમ, પછે કરેયો કામ; સાહાય્ય કરશું તુમ તણી, મન રાખો આરામ. ॥૨॥ તવ મંત્રી પરણ્યા તિહાં, કૃત સુર મહિમ અચ્છેહ; જક્ષ કહે તુમ સ્વામિનું, કાર્ય કિશું કહો તેહ. IIII વાત સકલ સચિવે કહી, સુણી કહે અવિધ બલેણ, સગસય જોયણ જલધિમાં, સિંહલદ્વિપ વરેણ II૪ જયપુર જયસિંહ ભૂપતિ, ભૂપતિમાંહે સિંહ, રતનવતી બેટી સતી, તરૂવ્યંતર કહી જેહ. ||૫|| એમ સુણી મંત્રી ચિંતવે, અહો બલી કામ કહાય; દૂર દેશ બાણે કરી, વનિતા વિંધ્યો રાય. IIII Page #401 -------------------------------------------------------------------------- ________________ зцо ધમિલકુમાર રાસ રૂપ પરાવર્તન તણી, કહે મંત્રી દીયો વિજજ વિજયપુરે મુઝને ઠવો, સ્વસુરપણું સમરિજજ liા. તે પુર ઠવી વિદ્યા દીયે, વળી કામે સમરેહ, અવસરે લક્ષ્મીને તેડયો, કહીને ગયો સુર ગેહ. Iટા મંત્રીશ્વર ચિંતામુક્ત - યક્ષરાજનાં વચનો સાંભળી સુમતિ મંત્રીશ્વર બોલ્યા. હે યક્ષરાજ! તમે . જે વાત કહી તે સત્ય છે. વળી તે કારણે કન્યા સાથે વિવાહ પણ હું ઇચ્છું છું, પણ હમણાં હું મારા. રાજાના કામે નીકળ્યો છું. જ્યાં સુધી તે કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી હું બીજું કામ વચ્ચે જો કરું તો વિશ્વાસઘાત કહેવાય. //યક્ષરાજ બોલ્યા. હે મંત્રીશ્વર ! પહેલાં મારી વાત માની લ્યો. આ કન્યા સાથે પાણિગ્રહણ કરી લ્યો. “જે થાય તે સારા માટે પછી તમારા કામમાં અમે સહાય કરશું. તમે નિશ્ચિત થઈ રહો. ધૈર્ય ધારણ કરો. અમારા ઉપર વિશ્વાસ રાખો. //રા મંત્રીશ્વર મૌન રહ્યા. મૌનમાં સંમતિ મળી સમજીને, યક્ષરાજે મોટા મહોત્સવ સહિત પોતાની કન્યાનાં લગ્ન મંત્રીશ્વર સાથે શુભ ઘડીએ કરી દીધાં. સર્વકાર્ય આટોપીને યક્ષરાજ નિવૃત્ત થયા. નિરાંતની પળે યક્ષરાજ મંત્રીશ્વરને કહે “બોલો મંત્રીશ્વર ! તમારા સ્વામીનું શું કાર્ય છે?” Iall યક્ષરાજનાં વચનો સાંભળીને મંત્રીના હૈયે કંઈક શાતા ઊપજી. યક્ષરાજના પુછાયેલા સવાલનો જવાબ આપે છે. હે યક્ષરાજ ! મારા રાજા રત્નશેખરને માટે રત્નવતી મેળવવા નીકળ્યો છું. અને મંત્રીએ સઘળો વૃત્તાંત કહ્યો. યક્ષરાજે તરત જ અવધિજ્ઞાનના પ્રયોગ કરીને મંત્રીશ્વરને કહ્યું કે “સમુદ્રમાં સાતસો યોજન દૂર શ્રેષ્ઠ એવો સિંહલદ્વીપ રહેલો છે. જો તે દ્વીપ ઉપર જયપુર નામે નગર છે. તે નગરનો રાજાઓમાં સિંહ સમાન જયસિંહ નામે રાજા છે. વૃક્ષ ઉપરના વ્યંતરયુગલે જે રત્નાવતીની વાત કહી હતી. તે કન્યા આ જયસિંહ રાજાની જ કુંવરી છે. //પા યક્ષરાજનું વચન સાંભળી, મંત્રીશ્વર ઊંડા વિચારમાં પડ્યા કે અહો ! ખરેખર સંસારમાં કામદેવ બળવાન કહેવાય છે તે સત્ય છે.” કેમ કે કામદેવે દૂર દેશમાં રહેલી આ રત્નવતી સ્ત્રી રૂપી બાણથી અહીં રહેલા અમારા રાજાને (કામબાણથી) વીંધ્યો. |૬|ી . પછી મંત્રીશ્વર કહે છે કે હે દેવ ! આપ મને રૂ૫પરાવર્તનની વિદ્યા આપો. અને આપની દૈવશક્તિથી મને વિજયપુર એટલે જયપુર નગરીમાં સ્થાપન કરો. hશા યક્ષરાજે પણ તે જ ક્ષણે સુમતિ મંત્રીશ્વરને વિજયપુર સ્થાપન કર્યા. અને રૂપપરાવર્તન વિદ્યા આપીને સાથે કહ્યું કે “જયારે પણ કામ પડે ત્યારે મારું સ્મરણ કરજો. હું હાજર થઈશ. અવસર આવ્યે મારી દીકરી આ લક્ષ્મીને સાથે લઈ (એડી) જજો. આ પ્રમાણે વ્યંતર યુગલ પોતાને સ્થાને આવી ગયું. Iટા ઢાળ આઠમી (સહીયર પાણી સંચય રે, જમુનાને તીરે, હાં હાં રે જમુનાને તીરે.એ દેશી) વનતરૂલીલાં જોવતાં રે, મન અચરજ પાવે, હાં હાં રે મન. મંત્રી વિદ્યાએ કરી રે, એક રૂપ બનાવે, હાં હાં રે એક. હેમ દંડ મંડિત કરે રે, બની જોગણ રૂડી, હાં હાં રે બની. મસ્તક વિણા વાંકડી રે, એક હાથે ચૂડી હાં હાં રે એક...thal Page #402 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૮ ૩૫૧ જલં છંટકાવ કરત ચલે રે, પૂછત કરે સોઈ, હાં હાં રે પૂછત. જૂઠા નર પગ ભૂમિકા રે, શુચિ કરત ચલેઇ, હાં હાં રે શુચિ. જડી બુટી ઝોલી ભરી રે, ચલી ભગુએ વેશે, હાં હાં રે અલી. જપમાલા જપતી થકી રે, ગઈ કુમરી નિવેશે. હાં હાં રે ગઈ.../૨ રતનવતી પાયે પડી રે, પૂછે કુશલાઈ, હાં હાં રે પૂછે. સા કહે યોગ લીયા પો રે, છે કુશલ સદાઈ, હાં હાં રે છે. કુંવરી કહે તમે કિહાં રહો રે, હમ રમતે રામ, હાં હાં રે હમુ. પંખી પરે ફરતા ફરે રે, નહિ ગામને ઠામ. હાં હાં રે નહિ...//all નિત્સંગી જો ગણ લહી રે, કુંવરી ઘર રાખે; હાં હાં રે કુંવરી. ભોજન મનગમતા દીએ રે, નવિ અંતર રાખે, હાં હાં રે નવિ. કન્યા કહે જીવન સમે રે, કેમ જોગ સધાઈ, હાં હાં રે કેમ. સા કહે અમ વિતક સુણો રે, ચેતન રંગાઈ હાં હાં રે ચેતન...૪ો. ગજપુર સુર નૃપકન્યકા રે, હું સુમતિ નામે, હાં હાં રે હું. ભાઈ પિતર માતુલે કીયો રે, વિવાહ ચઉ ગામે, હાં હાં રે વિ. લગન દિને ચઉ તે મળી રે, સુભટે ઝૂઝતા, હાં હાં રે સુ. હું કાઠે બળી ક્લેશથી રે, તવ તે ઉવસંતા. હાં હાં રે તવ....પણ એક વર મુઝ ભેગો બળ્યો રે, અતિનેહે નડીયો,, હાં હાં રે અતિ. બીજે દેશાંતરે ગયો રે, મોહજાળે પડીયો, હાં હાં રે મોહ. હાડકસમ એક લેઈ ગયો રે, ગંગા વહેવરાવે, હાં હાં રે ગંગા. ચોથો તિહાં અશનાદિકે રે, પિંડ મેહલી ખાવે. હાં હાં રે પિંડ...દી દેશાંતરી એક ગામમાં રે, રાંધણી ઘર પેઠો, હાં હાં રે રાં. અશન કરાવી તે કને રે, જમવાને બેઠો, હાં હાં રે જમ. તસ બાળક લઘુ રોવતો રે, નવિ રહેવે વાર્યો હાં હાં રે નવિ. રાંધણી રૂઠી તેહને રે, ચહલ્લામાં બાલ્યો. હાં હાં રે ચુ....ll દેખી અશન ઠવી તિહાં રે, તે ઉઠવા લાગી. હાં હાં રે તે. તવ સા કહે બાળક વિના રે, આ ભવ છે નાગો, હાં હાં રે આ. પ્રાણથી અવિકો પુત્ર છે રે, પણ શીખ દેવાઉ હાં હાં રે પણ. ભોજન તમે સુખમાં કરો રે, પછે પુત્ર દેખાઉ હાં હાં રે પછે...૮ શીઘ અશન કરી ઉઠીયો રે, સા ઘરથી લાવે, હાં હાં રે સા. અમૃત કુપો છાંટીને રે, તે બાળક દેખાવે, હાં હાં રે તે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ધર્મિલકુમાર રાસ હસતો રમતો બાલકો રે, લીયો માતે ઉછંગે, હાં હાં રે લી. અરિજ લહી રાત્રિ રહી હૈ, હર્યો સીસો અંગે હાં હાં રે હ...IIા અમૃતરસ ફૂપો ગ્રહી રે, વર ગજપુર આવે, હાં હાં રે વર. કન્યા જનકાદિક સવિ રે, સમશાન બોલાવે, હાં હાં રે સ. રક્ષાએ રસ સિંચતા રે, વર-કન્યા ઉઠે, હાં હાં રે વર. જીવંતી તે દેખીને રે, ચઉ લાગા પૂઠે હાં હાં રે ચઉં....॥૧૦॥ પૂર્વ પરે વઢતાં થકાં રે, પંચાતિ મલિયા, હાં હાં રે પંચા. સહી ચારેની લેઈને રે, પછે ન્યાયે ભલીયા, હાં હાં રે પછે. જીવાડી તે જનક થયો રે, સહ જન્મા ભાઈ, હાં હાં રે સહ. અસ્થિગંગાએ ધર્યાં રે, તે પુત્ર કહાઈ. હાં હાં રે તે...॥૧૧॥ પિંડ દેઈ રક્ષા કરી રે, તે પતિ આણંદે, હાં હાં રે તે. ન્યાય સુણી તિગ ઘર ગયા રે, પરણી કુરુચંદે, હાં હાં રે તે. નિજ દેશે રાજા થયો રે, સુમતિ પટ્ટરાણી, હાં હાં રે પર. માતંગી મીઠે સ્વરે રે, ગીત ગાતી જાણી, હાં હાં રે સુ...।।૧૨। દેખી મુઝપતિ મોહિયો રે વરકંઠ નિહાળી, હાં હાં રે વર. . જન્મઠાણ નિર્મળ નહિ રે, વળી વ૨ણે કાળી હાં હાં રે વળો. પંકાશંકા તન ધરી રે, કહે લોક હજુરી હાં હાં રે કહે. સુરભિ ગંધાદિક ગુણે રે, લીએ નર કસ્તુરી. હાં હાં રે લી...।।૧૩। નિશિ માતંગી ભોગવી રે, નૃપ નીચ તે જાણી, હાં હાં રે નૃપ. વૈરાગ્યે જોગણ થઈ રે, સુમતિ પટ્ટરાણી, હાં હાં રે સુ. તે હું જોગણ જાતરા રે, કરતી ઇહાં આવી, હાં હાં રે કરતી. તું કેમ થઈ નરદ્ધેષિણી રે, સુખી કર સંભળાવી, હાં હાં રે વસુ...ll૧૪॥ હસિય ભણે કન્યા ઇશ્યુ રે, નહિ હું નરદ્વેષી, હાં હાં રે ન. હાં હાં રે મુઝ. હાં હાં રે તવ. ખેચર ભૂચર નર ઘણા રે, મુઝ ચાહન લેસી, પૂરવભવ ભરતાર મળે રે, તવ વાત કરેશી, જોગણ કહે પૂરવભવે રે, તુઝ વાત બની કન્યા કહે દુનિયા તણાં હૈ, દિલ દીસે દુઃખ ભંજન મન રંજણા રે, તમે જોગણ તેણે તુમને કહ્યું વારતા રે, પૂરવ ભવ શી. કૂડાં હાં હાં રે દિ. હાં હાં રે તુ...।।૧૫। રૂડા, હાં હાં રે તુમે કેરી, હાં હાં રે પૂ. ભરતે અયોધ્યા પુરવને રે, તરૂ શ્રેણ ભલે૨ી. હાં હાં રે ત...॥૧૬॥ Page #404 -------------------------------------------------------------------------- ________________ ખંડ -૫ : ઢાળ - ૮ હરણો હરણી તિહાં રહે રે, લાગી અતિ માયા, હાં હાં રે લા. ખાએ પીએ ઉઠે ફરે રે, જેમ દેહને છાયા, હાં હાં રે જેમ. ઇચ્છાએ સુખલીલમાં રે, જેમ જુગલા કાલે, હાં હાં રે જેમ. તેણે સમે તિહાં સીતાપતિ રે, મુનિ રામ નિહાળે. હાં હાં રે મુ..॥૧૭॥ વૈરભાવ છંડી કરી રે, પશુ પંખી મિલાવે, હાં હાં રે પશુ. દશરથ સુત મુનિ તેહને રે, જિનવાણી સુણાવે, હાં હાં રે જિ. એક દિન કઠિયારો કહે રે, મુનિ ધર્મ સુણાવો, હાં હાં રે મુ. રામ કહે જિનધર્મને સેવ્યે સુખ પાવો હાં હાં રે સે...॥૧૮॥ નિત્ય ન કરો તો દશતિથિ રે, વિરતિ પ્રતિબધ્ધો હાં હાં રે વિ. એમ નિસુણી સદ્ગતિ ભણી રે, તેણે તે વ્રત લીધો, હાં હાં રે તે. મુનિવયણા અમૃત સમા રે, સુણી લીઓ મૃગજુગલે, હાં હાં રે સુ. ચવિહાર ઉપવાસનો રે, નીમ પર્વણી સઘળે. હાં હાં રે ની............॥૧૯॥ મુનિમુખ પરમેષ્ટી સુણી રે, નિત જાપ જપંતાં, હાં હાં રે નિ. રાજકુળ હું અવતરી રે, દોય મરણ ક૨તાં, હાં હાં રે દો. સ૨ખે ૧૨મે સમતિ રે, તેણે તે નૃપ હોઈ, હાં હાં રે તે. પૂર્વ પતિ વિણ આ ભવે રે, નવિ કરવો કોઈ. હાં હાં રે ન...ા૨ા પૂર્ણ શિશ મંડલ વચ્ચે રે, જોઈ હરણ વખાણ્યો, હાં હાં રે જો. જાતિસ્મરણ ઉપનો રે, તેણે પરભવ જાણ્યો, હાં હાં રે તે. વાત સવિ ચિત ગોપવી રે. નવી નર મુખ જોતી, હાં હાં રે ન. લોક કહે નદ્રેષિણી રે, સુણ પુણ્ય પનોતી. હાં હાં રે સુ.....॥૨૧॥ કામદેવ સેવા કરૂ રે, મન ધરી વિશ્વાસો, હાં હાં રે મ. જો તુમ જાણો શાનથી રે, તો વાત પાંચમે ખંડે આઠમી રે, એ ઢાલ શ્રી શુભવીર વચન સુણી રે વ્રત ભાવ ધરીજે. હાં હાં રે વ્રત....॥૨૨॥ પ્રકાશો, હાં હાં રે તો. કહી જે, હાં હાં રે એ. હવે મંત્રીશ્વર વિજયપુર નગરના તે વનને તથા હારબંધ વૃક્ષોને જોતાં આશ્ચર્ય પામ્યા. મંત્રીએ તો ત્યાં જ વિદ્યાને યાદ કરીને રૂપપરાવર્તન કરી જોગણનું રૂપ ધારણ કર્યું ઃ હાથમાં હેમ-સુવર્ણનો દંડ રાખ્યો છે. મસ્તક ઉપર વાંકડી સુંદર મજાનાં ફૂલોની વેણી નાંખી છે. જે ઘણી શોભી રહી છે. એક હાથમાં ઘણી ચૂડીઓ પહેરી છે. ।।૧।। મંત્રીશ્વર યોગિણીના વેશમાં :- વન-ઉદ્યાન છોડી યોગિણી નગરમાં આવ્યાં. નગરની શેરીએ જ્યાં જ્યાં પગ ઠવે છે ત્યાં પગ ઠવતાં પૂર્વે પાણીને છાંટતી છાંટતી ચાલી રહી છે. લોકો જતાં આવતાં જુએ છે. કોઈક 343 Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ધમિલકુમાર રાસ તો પૂછે છે બેન ! આ શું કરો છો? પાણી કેમ છાંટો છો? જોગણી કહે છે “જુઠ્ઠા માણસોના પગ આ ભૂમિ ઉપર પડેલા છે. તેથી તે ભૂમિને શુદ્ધ કરીને હું ચાલું છું. વળી યોગિણીના ખભે જડીબુટ્ટી ભરેલી એક ઝોળી રાખી છે. ભગવા વસ્ત્ર ધારણ કરેલાં છે. એક હાથમાં સોનાનો દંડ છે અને બીજા હાથમાં જપમાળા છે જે નગરીની શેરીઓ વટાવી રાજમાર્ગે ચાલી જતી જોગણ ધીમે ધીમે રત્નાવતીના મહેલે પહોંચી. /all રત્નપતીને ત્યાં યોગિણી - રાજમહેલના ચોકમાં યોગિણીને જોતાં રત્નાવતી કુંવરીએ કુશળતાના સમાચાર પૂછડ્યા. રત્નાવતીને યોગિણી કહે “આ યોગ ધારણ કર્યા પછી તો સદાયે કુશળ છીએ.” તો કુંવરીએ પૂછ્યું. “હે મા ! આપ ક્યાં વસો છો ?” યોગિણી કહે – દીકરી ! અમે તો આતમરામમાં સદાયે રમીએ છીએ. પંખીની જેમ ફરતાં ફરીએ છીએ. “અમારે નથી ગામ કે નથી કોઈ ઠામ.” Hall કુંવરીએ જાણ્યું કે જોગણ નિઃસંગી લાગે છે તેથી કહ્યું. “મા ! પધારો ! પધારો ! મારે ઘેર પધારો !” યોગિણી રૂપે મંત્રીશ્વરને તો એટલું જોઈતું હતું. રત્નાવતીએ પોતાના ઘરે રાખ્યાં. ઘણી આગતા-સ્વાગતા કરી. મનગમતાં ભોજન આપે છે અને યોગિણી નિરાંતે ભોજન આરોગે છે. સમય જવા લગ્યો. બંને વચ્ચે સખીભાવ સધાયો. બંને વચ્ચે પ્રીતિ જામતી ગઈ. હવે બંને વચ્ચે જરાયે અંતર રહ્યું નથી. એકદા કુંવરી પૂછે છે. રે ! સખી? આ જોગ કયા કારણે લેવાયો? કેમ આ નાની વયે ભગવાં કપડાં પહેર્યા ? ત્યારે તેણી કહે. હે સખી ! અમે આ યોગ કેમ ધારણ કર્યો ? તે તારે સાંભળવો છે. તો મારી વીતક વાત સાંભળ. //૪ યોગિણીની ઓળખાણ :- ગજપુર નામે નગર છે. સૂર્ય નામે તે નગરીનો રાજા છે. હું સુમતિ નામે તે રાજાની રાજકુંવરી છું. જયારે યૌવનઆંગણે હું આવી ઊભી ત્યારે મારા ભાઈ – માતા - પિતા અને મામા એમ ચાર જણા જુદા જુદા ચાર ગામના ચાર મુરતિયા સાથે સગાઈ કરી આવ્યા. એકબીજાને ખબર નહોતી. તે પછી પણ વાત કોઈએ કરી નહીં. લગ્ન લેવાયાં. લગ્નદિવસે ચારે ગામની જાન ચાર વરરાજા લઈ આવ્યા. ખબર પડતાં ચારેયના સુભટો અંદરોઅંદર લડવા લાગ્યા. મને વિચાર આવ્યો. મારા માટે આટલો બધો ક્લેશ ! એમ વિચારી હું તો કાષ્ટમાં પડી બળી મૂઈ. ત્યારે તે ચારેય શાંત થયા. //પી આ ચારમાંથી એકને મારી ઉપર અતિ સ્નેહ હતો. તેથી અતિ સ્નેહે કરીને તે મારી ભેળો બળ્યો. મારા મોહમાં પડેલો બીજો દેશાંતર ચાલ્યો ગયો. એક તો મારા બળી ગયા બાદ મારાં હાડકાં રૂપી ફૂલો લઈને ગંગા નદીમાં પધરાવવા ચાલ્યો ગયો અને ચોથો હતો તે તો ત્યાં જ મારી રાખવી ઢગલી પાસે બેસી રહ્યો. ભોજન સમયે દરરોજ મારી રક્ષા કરતો હોય તે રીતે ભોજનપિડ મારી રાખમાં મૂકે. પછી જમતો. All હવે બન્યું એવું કે દેશાંતરે જે ગયેલો તે પુરુષે કોઈ એક ગામમાં એક બેનને ઘેર રસોઈ કરાવી. પછી જમવા બેઠો. તે જ વખતે તે બેનનો નાનો બાળક ખૂબ રડવા લાગ્યો. શાંત કરવા ઘણો પ્રયત્ન કર્યો. પણ રોતો બંધ ન થયો. રસોયણ બેન તે બાળક ઉપર કોપે ભરાણી અને રડતાં બાળકને ઊંચકીને પેલો પુરુષ જોતો રહ્યો ને બાઈએ સળગતા ચૂલામાં નાંખો. Ifશા આવું કરુણાજનક દશ્ય જોઈને પેલો તો ભોજન કરતાં ઊઠી ગયો. જમી શકે ખરો? બિચારો ઊભો થઈ ગયો. ત્યારે તે બાઈ કહેવા લાગી કે ભાઈ ! આ સંસારમાં બાળક વિના કોઈ કિંમત નથી. “સંતાન વિના ઘર વાંઝિયું કહેવાય” મારો પુત્ર મને મારા પ્રાણ કરતાં અધિક વહાલો છે. પણ કટાણે કનડે તેથી હમણાં શિક્ષા દીધી છે. તમે તો સુખે ભોજન કરી લ્યો. પછી તે મારો પુત્ર બતાવું. ll૮ll Page #406 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૮ ૩૫૫ તે પરદેશી પુરુષે જલ્દી જલ્દી ભોજન કરી લીધું. રસોયણબાઈ ઊઠીને ઘરના ઓરડામાં ગઈ. અમૃતનો કુંભ લઈ આવી. તે બાળક ઉપર અમૃતલ છાંટ્યું. એટલે તરત તે ચૂલામાંથી તે બાળક જીવતો થઈ હસતો રમતો બહાર આવ્યો. માતાએ તરત ઊંચકી લીધો. વ્હાલથી ખોળામાં રમાડવા લાગી. પરદેશી પુરુષ આ જોઈને ઘણો આશ્ચર્ય પામ્યો. તે પછી તે બેનને ઘેર પોતે રાત્રિ રોકાયો. ઘરના બધા ગાઢનિદ્રામાં પોઢ્યા. ત્યારે તે પુરુષે મધ્યરાત્રિ થતાં તે અમૃતકુંભ લઈ લીધો. અને ઘર બહાર નીકળી ગયો. લા સુમતિ કુંવરી સજીવન - હવે તે પરદેશી વરરાજા અમૃતરસનો શીશો લઈને પોતાના ગામે ગજપુરે પહોંચી ગયો. ગામમાં જઈને કન્યાના માતાપિતાને બોલાવીને, તે સ્મશાનમાં સૌને લઈને ગયો. કન્યા જયાં બળી મારી હતી તે જગ્યાની રાખ ઉપર માત-પિતા પરિવાર સઘળાની હાજરીમાં અમૃતરસનું સિંચન કર્યું. જેવો રસ રાખ ઉપર પડ્યો કે તરત જ તે કન્યા અને ભેળો બળેલો એક વરરાજા એમ બંને જીવંત થયા. કન્યા જીવતી જોઈને વળી પેલા ચારેય વરરાજા, તે કન્યા માટે ઝઘડવા લાગ્યાં. કેમ કે તે કન્યા સાથે પરણવું હતું. I/૧૦Iી પહેલાની જેમ ચારેય ઝઘડ્યા. ઘણું વઢતાં જોઈને કન્યાના પિતાએ પંચને બોલાવ્યું. પંચાયતીઓએ ભેગા થઈને ચારેયને બોલાવ્યા. અને કહ્યું કે “અમે જે કહીએ તે તમારે માન્ય કરવાનું રહેશે.” ચારેય જણા સંમત થયા. ચારેયની સહી લીધી. સૌ ત્યાં બેઠા. પંચના મોટાએ ન્યાય તોળ્યો.” કન્યાને સજીવન કરી તે કન્યાનો પિતા કહેવાય. કેમ કે નવો જન્મ આપનાર તે તેનો પિતા થયો. બીજો વર જે સાથે મૃત્યુ (બળી ગયો.) પામ્યો અને સાથે સજીવન થયો તે તેનો સહોદર) ભાઈ કહેવાય. હવે જેણે હાડકાં અસ્થિફૂલ લઈને ગંગામાં પધરાવ્યાં તે તેનો પુત્ર થાય. શ્રદ્ધાંજલિ તો પુત્ર જ આપે. |૧૧ - હવે જે ચોથો વર છે તે નિયમિત પિંડ (ખોરાક) આપીને તેની રક્ષા કરતો હતો. તે તેનો પતિ કહેવાય. કેમ કે હંમેશા પતિદેવ સ્ત્રીનું ભરણપોષણ કરનાર હોય છે. આ ન્યાય સાંભળી ચોથો વર ઘણો આનંદ પામ્યો. ત્રણ વરરાજા પોતપોતાના ઘેર ગયા. ચોથો વરરાજા કુચંદ્ર આ કન્યાને પરણ્યો અને સ્ત્રીને લઈને પોતાના દેશમાં ગયો. પિતાએ પુત્રનો રાજ્યાભિષેક કર્યો. રાજગાદી ઉપર બેસાડ્યો. જયારે સુમતિ સ્ત્રીને પટ્ટરાણી પદે સ્થાપી. હવે એકવાર આ નગરમાં માતંગી (ભંગી કન્યા) આવી. કિંઠ સારો હતો. શેરી શેરીએ જુદા જુદા મહોલ્લાઓમાં ચોરે અને ચૌટે ગીતો ગાતી ફરી રહી હતી. l/૧૨ાા (યોગિણી આ કથા રત્નાવતી કન્યા પાસે કહી રહી છે.) એકવાર તે મારા પતિ (રાજા)ને માતંગી જોવામાં આવી. મધુરકંઠે ગાતી જોઈને મારો પતિ તેની ઉપર મોહિત થયો. લોકોને જાણ થતાં કહેવા લાગ્યા કે “આ તો નીચકુળની કન્યા છે. વર્ષે તો તદન કાળી. કાદવમાંથી તેનું શરીર ઘડાયેલું લાગે છે. રાજાને વળી આનો શો મોહ? તો રાજા કહે. “કસ્તુરી પણ કાળી હોય છે. છતાં સુરભિગંધાદિક હોવાથી તેને ગ્રહણ કરાય છે.” માટે આ કન્યાને ગ્રહણ કરવામાં કોઈ વાંધો (દોષ) નથી. /૧૩ સુમતિનો વૈરાગ્ય :- આ રીતે લોકની સાથે સમાધાન કરતા રાજાએ માતંગી કન્યાને પોતાના મહેલમાં બોલાવી. તે રાત્રિએ માતંગી સાથે રાજાએ ભોગ ભોગવી સુખ માણ્યું. નીચની સાથે રાજાએ ભોગ ભોગવ્યા જાણી સુમતિ પટ્ટરાણીના હૈયામાં વૈરાગ્ય જાગ્યો. રે ! આ સંસારથી સર્યું અને જોગણનો વેશ ધારણ કર્યો. તે જોગણ હું પોતે જ તારી સામે બેઠી છું. જાત્રા કરતાં કરતાં અહીં આવી છું. પણ હે કુંવરી ! હે બાળા ! તું નરષિણી કેમ થઈ ? તે મને કહી સંભળાવીશ? જેથી મને પણ આનંદ , થાય. |૧૪ો. યોગિણીની સારીયે વાત સાંભળીને કન્યા હસવા લાગી. કહેવા લાગી કે હે સખી ! હું નરષિણી Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ધમિલકુમાર રાસ, નથી. હું જાણું છું કે ખેચર-ભૂચર વગેરે ઘણા પુરુષો મારી ઈચ્છા કરે છે. પણ હું કોઈ પુરુષ સાથે વાત કરતી નથી. કારણ કે પૂર્વભવનો સ્વામી મળે તો તેની સાથે વાત કરવી મને રુચે. ત્યારે યોગિણી બોલી કે “પૂર્વભવનો વૃત્તાંત શું છે?” અર્થાત્ પૂર્વભવે વાત શી બની? II૧પમાં કન્યા રત્નાવતી પણ પોતાનું હૈયું હળવું કરવા ઇચ્છતી હોય તે રીતે બોલી. “મૈયા? સંસારના માણસોનાં દિલ તુચ્છ અને કૂડકપટી હોય છે. તેથી કોઈની આગળ હૈયાની વાત ન કરાય. પણ દુઃખને દૂર કરનારા અને સુખ આપનારા એવા તમારા જેવાં કોઈક જ હોય છે. તેથી તમને મારા પૂર્વભવની વાત કહું છું તે સાંભળો. આ ભરતક્ષેત્રમાં રૂડી અને સુંદર એવી અયોધ્યા નગરી વસેલી છે. ૧૬ll, આ નગરીની બહાર સુંદર વનોદ્યાન શોભતું હતું. આ વનમાં વૃક્ષોની શ્રેણી ઘણી હતી. વનમાં પશુ પંખી પણ ઘણા વસતા હતા. તેમાં એક હરણ યુગલ પણ હતું. આ યુગલને ઘણી માયા હોવાથી સ્નેહથી સુખપૂર્વક સાથે ખાય-પીવે. સાથે ઊઠે સાથે જંગલમાં ફરે. શરીર જુદાં હતાં. જીવ એક હતો. દેહ અને છાયા સાથે રહે તેમ તે બંને સાથે જ રહેતાં. સુખમાં લીન હતાં. એક વખત સીતાપતિ (રામમુનિ) મુનિ ભગવંત વિહાર કરતાં આ વનમાં પધાર્યા. હરણ હરણીએ તેમને જોયાં. f૧ળા રત્નપતીનો પૂર્વભવઃ- તે રામમુનિની મીઠી – મધુરી વાણી સાંભળવા પશુપંખી દોડી આવતાં. જાતિવૈરભાવ છોડીને સૌ મુનિની આસપાસ વીંટળાઈને બેસતાં હતાં. દશરથ પુત્ર-મુનિ તે સૌને મીઠી વાણીથી બોલાવતા અને દેશના સંભળાવતા. જંગલમાં કઠિયારાઓ લાકડાં કાપવા દરરોજ આવતા હતા. તે દિવસે મુનિને જોઈને તેમની પાસે એક કઠિયારો આવ્યો. મુનિને કહે “હે મુનિરાજ મને પણ કંઈક ધર્મ સંભળાવો.” મુનિએ તેને પણ જૈન ધર્મના તપ-વ્રત-જાપની વાતો કરી. ધર્મ બતાવ્યો. આ ધર્મનું સેવન કરશો તો સુખી થશો. I૧૮ વળી કહે જો સદાકાળ ધર્મનું સેવન ન કરી શકો તો દશતિથિ પણ વિરતિધર્મનું પાલન જરૂર કરજો. કઠિયારાને આ ધર્મ ગમી ગયો. સદ્ગતિની ઇચ્છાથી મુનિ પાસે કિંઈક વ્રત નિયમ લીધા. મુનિવરનાં વચનો અમૃત સરખાં હતાં. પશુપંખીને પણ અસર થતી. આ વાણી મૃગયુગલે સાંભળી. ગમી. દરેક પર્વનાં (દશ તિથિ તે પર્વ કહેવાય.) તે યુગલે ચઉવિહાર ઉપવાસ કરવાનો નિયમ લીધો. નિયમ બરાબર તે યુગલ પાળવા લાગ્યાં. ૧૯ મુનિભગવંતના મુખે પંચ-પરમેષ્ઠી મંત્ર સાંભળી તે યુગલ તે મંત્રનો નિયમિત જાપ કરવા લાગ્યા. ' આયુષ્ય પૂર્ણ થયે હરણી મરીને હું અહીંયાં રાજકુમારી થઈ. તો તે મારો સ્વામી હરણ પણ મૃત્યુ પામી રાજકુળમાં ક્યાંક અવતર્યો હશે. અમે બે સરખો ધર્મ આચરતાં તે બંનેની ગતિ સરખી જ હોય ને? મારો તે પૂર્વભવનો પતિ મળે તો પરણવું. નહિ તો બીજો પતિ કરવો નહીં. રબા એકદા પૂર્ણિમાના ચંદ્રમંડલની વચ્ચે હરણ જોઈને સહજભાવે મને પ્રેમ ઉત્પન્ન થયો. તે કારણે ઘણું વિચારતાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વનો સઘળો વૃત્તાંત જાણ્યો. તે વાત મેં સઘળી મનમાં ગોપવી રાખી છે. આ કારણે હું કોઈ પુરુષનું મુખ જોતી નથી. તેથી લોકો મન પુરુષષિણી કહે છે. મા ! આ મારી કહાની છે. ૨૧l હે મૈયા! હું કામદેવનાં નિત્ય પૂજા-પાઠ કરું છું. વળી દઢ વિશ્વાસ છે કે અવશ્ય મને મારો માનીતો પૂર્વભવનો પતિ પ્રાપ્ત થશે. જો તમે જ્ઞાનબળથી જાણતાં હોય તો તે વાત પ્રકાશો. આ પ્રમાણે પાંચમા ખંડની આ આઠમી ઢાળ કહી. શ્રી શુભવીરવિજયના વચનને સાંભળીને ભાગ્યશાળી, વ્રતના ભાવને તમે પણ હૈયામાં ધારણ કરો. અર્થાત્ જૈનધર્મમા કહેલાં વ્રત-પચ્ચકખાણ કરવાના નિયમો લ્યો. રા. ખંડ-૫ ની ઢાળ : ૮ સમાપ્ત Page #408 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢળ - ૯ ૩૫૦ - દોહા :જો ગણ કહે તેમ કારણે, ધ્યાન ધરુ એકાંત, ધારણ ધ્યેય સમાધિએ, પ્રગટ કરૂ તુજ કંત ૧il એમ કહી ધ્યાનદિશા વરી, સાસ ઉચ્છવાસનો રોધ, પાંચ ઇન્દ્રિ સંવરી, જગવ્યો કૃત પ્રતિબોધ. રો ભણે જોગણ મતખેદ કર, શબ્દ હુઓ સુખકાર, ઈચ્છાયત થોડે દિને, મળશે તે ભરતાર. Hall કામાદેવને દેહ રે, જુવટુ રમતો જેહ, પેસતાં તઝ વારશે, પુરવભવ વર તેહ. Iકા રતનવતી હરખી સુણી, જોગણ વયણ રસેશ, મુક્તાફળનો હાર તસ, દેખી પ્રેમવશેણ. //પા સાત માસ વીત્યા તિહાં ઓછો છે દિન એક પ્રેમ ભરે જો ગણ કહે, તું રાગી અતિરેક દા તીર્થભ્રમણ ફળ જોગીને, નવિ રહેવું એક ઠાણ તે કારણ અમે જાઈશું, તુઝને ક્રોડ કલ્યાણ Iણા કુંવરી કહે પાયે પડી, જેમ વરમેળો થાય, દેજો આશીષ નિત્ય પ્રતે, એમ કહી કરતા વિદાય. દા. જક્ષ તણું સમરણ કરી, તતક્ષણ સુમતિ પ્રધાન, જો ગણ વેશે જઈ રહ્યો, રતનપુરી ઉદ્યાન. Tલા જોગણ બોલી. “ઓહ ! બાળા જો તું કહે છે તેમ જ હોય તો, તું હવે ચિંતા છોડી દે. તુ તો મારી નાની બેન કે નાની સખી છે. તારા માટે હું એકાંતમાં નિશે ધ્યાન ધરીશ. ધારણા કરી, ધ્યાન લગાવીને ધ્યેયને સિદ્ધ કરીશ. અને સમાધિ દ્વારા છેવટે તારા પતિને હું પ્રગટ કરીશ.” [૧] તે પ્રમાણે કહીને યોગિણી એકાંતમાં (મહેલના ખૂણામાં) ધ્યાન લગાવીને બેસી ગઈ. ધ્યાન દશાને પ્રાપ્ત કરી હોય તે રીતે પોતાના શ્વાસોચ્છવાસ રૂંધન શરૂ કર્યું. (રેચક-પૂરક-કુંભક વગેરે અનુક્રમે ધ્યાન શરૂ કર્યા.) પાંચે . ઇન્દ્રિયોનો સંવર (નિરોધ) ર્યો. અને જાણે દેવશક્તિ સાથે વાત કરતી હોય તે રીતે ગણગણાત કરતી મસ્તકને ધુણાવવા લાગી. પછી ધીમે ધીમે આંખ ખોલી. //રા જોગણ બોલી. “હે બાળા ! હવે તું જરાયે ખેદ કરતી નહીં. મને તો કાનને પ્રિય સુખકરનારાં એવા શબ્દો સંભળાય છે. જે તું ઇચ્છે છે તે જ કંત (તારો સ્વામી) થોડા દિનમાં મળશે. /al અને તેનો સંકેત તે પ્રમાણે હશે. તે તું સાંભળ. કામદેવના મંદિરમાં જુગારીઓ જુગાર રમતા હશે. ત્યારે તું પૂજાપો લઈને તે મંદિરમાં પૂજા કરવા જતી હશે. ત્યાં તને પૂજા કરવા જતાં જે નર તને અટકાવશે. - તે તારો પૂર્વભવનો સ્વામી હશે અને તે જ આ ભવનો સ્વામી થશે. જો Page #409 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ યોગિણીને હાર ભેટ ઃ- જોગણનાં મીઠાં મધ જેવાં વચનો સાંભળી રત્નવતી રાજકુંવરી ઘણી હરખાણી. ઘણી આનંદમાં આવેલ કુંવરીએ પોતાના ગળામાં રહેલો મુક્તાફળનો હાર કાઢીને જોગણના ગળામાં પહેરાવી દીધો અને કુંવરી જોગણને ભેટી પડી. ।।૫। આ રીતે યોગિણીના દિવસો લગભગ સાત માસ પૂરા થવા આવ્યા. સાત માસમાં માત્ર એક દિન બાકી રહ્યુ છતે યોગિણી વિચારે છે કે હવે મારે જલ્દી રત્નપુરી પહોંચી જવું તે જ યોગ્ય છે. તેથી જોગણ કુંવરીને કહે છે કે “રે કુંવરી ! રાગના અતિરેકથી પ્રેમપૂર્વક મને તે અહીં રોકી રાખી છે. IIFI પણ બાળા ! મારે તો તીર્થભ્રમણ કરીને સુંદર ફળ (સિદ્ધ પદ) પ્રાપ્ત કરવું છે. વળી યોગી અવસ્થામાં એક સ્થાનમાં રહેવું તે ઠીક નથી. માટે હવે અમે અહીંથી જઈશું. હે બાળા ! તારું ક્રોડ કલ્યાણ થાઓ.’’ IIII કુંવરી તરત જ યોગિણીના ચરણે પડી. અને કહેવા લાગી. હે મૈયા ! મને મારા સ્વામીનો મેળાપ જલ્દી થાઓ. એવા આશિષ હંમેશાં આપતાં રહેજો. એમ કહીને કુંવરીએ જોગિણીને વિદાય આપી. ।।૮।। યોગિણી ત્યાંથી ચાલવા લાગી. જ્યારે કુંવરી દેખાતી બંધ થઈ. તે જ ક્ષણે સુમતિ પ્રધાને યક્ષરાજનું સ્મરણ કર્યું અને વિચાર્યું આ જ વેશમાં મને રત્નપુરીના ઉદ્યાનમાં પહોંચાડો. ને તરત જ · યોગિણી રત્નપુરીના ઉદ્યાનમાં પહોંચી ગયાં. IIલા ૩૫૮ ઢાળ નવમી (નામે એલાચી રે જાણીયે, ધનદત્ત શેઠ પુત્ર,...એ દેશી) તે દિન વન અગ્નિ તણી, ચય બળતી તિહાં એક, ધૂમઘટા ગગને ચલી, મળીયા લોક અનેક, . મહીયલ મોહ મહાબળી, તોડે પંડિત ટેક, રાગે રંગિત રોલવ્યા, બોલે વિશ્વ વિવેક...મહી...૧ સાતે માસ પૂરણ થયા, પણ નાવ્યો પ્રધાન, રતનવતી પણ ના મળી. તેણે મુઝ મરવું નિદાન...મહી...॥૨॥ એમ નિશ્ચય કરી નીકળ્યો, રાજા શ્રીફળ હાથ, વાર્યું કોઈનું નિવ કરે, ઊભા પુરજન સાથ...મહી...III જોગણ દેખી તે તતક્ષણે, વેગે સન્મુખ જાય, મંત્રી પ્રમુખ કહે રાયને, જ્ઞાની જોગણ આય...મહી...II૪l ધીરજ દેતાં તે જોગણી, આવી રાયને પાસ, આશીષ દેઈ ઉભી રહી, પ્રણમે ભૂપ ઉલ્લાસ ...મહી...IIપા મંત્રી કહે સુણો જોગણી, કહીએ એક નિમિત્ત, રાજા તુમને નિવાજસે, ભાંખો થિર કરી ચિત્ત....મહી...IIII અમસ્વામી મહામંત્રવી, અવિધ કરી સાત માસ, રતનવતીને ગવેષવા, ચાલ્યા ચિત્ત ઉલ્લાસ....મહી...IIII Page #410 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૯ ૩૫૯ પૂણવધિ પણ નાવિઆ, ક્યારે આવશે તેહ, એણે સમે ભૂપતિ બોલીયા, નાવે અગ્નિ બળ્યો જેહ...મહી..l૮ના પણ તમે નૈમિત્ત જાણ છો, ભાંખો રતનવતી વાત, સા કહે તમે સુપરિકરે, બેસો કહીએ એકાંત...મહી...લા તંબુ તાણીને બેસીયા, કહે જોગણ સુણ રાય, તઝ મંત્રી વનદેવીએ, પાવક ઉંડે જલાય....મહી...ll૧૦ના જોયણ સાતશે સાધિકા, સિંહલદ્વીપે ઠરાય, જયપુર રાજની નંદિની, રતનવતી કહેવાય....મહી...//૧૧|| હરણોહરણી પૂરવભવે, વનમે મુનિ રામચંદ, પાસે વ્રત ધરી પાળતાં, પ્રીતિ રોહિણી ચંદ...મહી.../૧૨ા મરણ કરી તિહાં અવતરી, લહિ યોવનરસ કંદ, જાતિસ્મરણ પામીયું, દેખી પુનમચંદ...મહી../૧all નિયમ લીયો ભરજોને, પુરવ ભવ ભરતાર, મળશે તો વરવો સહી, નહી તો મહાવ્રત ધાર..મહી.../૧૪મા સાંભળી મૂછિત નૃ૫ લહે, જાતિસમરણ નાણ, રોતો રાય તે એમ કહે, ધિ વિગુ ધાતા અજાણ....નહી.../૧૫ દૂર કરી પ્રાણવલ્લભા, મંત્રી પણ પરલોક, કાર્ય અસાધ્યને જે કરે, તે વિણ જીવિત ફોક..મહી...ll૧૬ll જોગણ કહે સુણ સાહિબા, મેળવું સુમતિ પ્રધાન, રાય કહે માય સાંભળો, દીધું જીવિતદાન...મહી../૧ણી જોગણ જઈ વન મંત્રીનું, વિદ્યાએ કરી રૂપ, આવત મંત્રી તે દેખીને, આલિંગન દિીએ ભૂપ...મહી../૧૮ મંત્રી પ્રણમીને આપતો, રત્નાવતી દીયો હાર, મૂળ વ્યતિકર સહુ કહ્યો, રીયો રાય અપાર..મહી../૧લી. રાજ્ય ભલામણ દઈને, સાનિધ્ય દેવની થાય, થોડો પરિકર લઈને, ભૂપ વિજયપુર જાય....મહી../૨વા કામદેવ તણે મંદિરે, કરતા જુગટ કેલ, રતનવતી સખી પરવરી, આવી મોહન વેલ મહી...રિવા કંબા કનકની હાથમાં, બોલી દાસી તે વાર; નીકળજો નર બારણે, આવી રાજકુમાર...નહી..//રરા Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ધમિલકુમાર રાસા મંત્રી કહે દૂર દેશથી, રત્નશેખર મહારાય, આવી રમતા તે જુવટે નારી મુખ ન દેખાય....મહી...lal રાજકુમારીને જઈ કહો, નહીં અમે પેશણ દેશ, પૂજાપાશું પાછા વળો, નહીં તો થાશે ક્લેશ..મહી..//રજા તે સખી મંત્રીને એમ કહે, કોણ એહવો છે રાજનું, કાંતિરૂપ છે કેહવું, જો હું તાસ વદન મહી...રપ વારી મંત્રીએ નવિ રહી, પેઠી ચૈત્ય મોઝાર, દેખી રાયને ચિતવે, કામદેવ અવતાર...મહી../રદા. દાસી કુમરીને જઈ કહે, દીઠું અચરિજ એહ, તુમ ભાગ્યે કરી ભૂપતિ, છે મકરધ્વજ દેહ....નહી...રણા, ઘુતકળા રમે મંત્રીશું, પણ નવિ પેશણ દેશ, સુણી કુંવરી સમરણ કરે, જો ગણનો ઉપદેશ...મહી..// ૨૮ વામ નયન તવ ફરકીયું, મંગળ શબ્દ ઉદાર; કુમારી હુકમે હલ્લાં કરી, પેઠા ચૈત્ય મઝાર....મહી...રલી. આવી નારીઓ નારીઓ, મંત્રી બુબ કરેહ, ઢાંકો અંગ પછેડીએ, જેમ નવિ નૃપ નિરખેહ..મહી...l૩ના કુમરી ચકોરી યે ચાહતી, કહે મંત્રીને આણંદ, , કેમ ઢાંકો અમ આવતે, તમ સ્વામી મુખચંદ.મહી...ll૩૧ી. કૂડકપટ ઘર કામિની, મુખ નવિ જોવે એ રાય, મંત્રી ભણે પરભવ પ્રિયા, મળશે તવ સુખ થાય....મહી../ફરી પૂછે કુંવરી પુરવ ભવે, શો બનીયો અધિકાર, નૃપ પૂછી ભણે મંત્રવી, નયરી અયોધ્યાને બાર મહી...llall હરણો હરણી નેહ ભર્યા, રહે વન તજીય ક્લેશ, રામચંદ્ર મુનિ બુઝવે, કઠહર દેઈ ઉપદેશ...મહી...૩૪ હરણ હરણીએ તે સુણી, પર્વે લીયો ઉપવાસ, રત્નશેખર હું રાજા થયો, હરણી ગઈ કોણ વાસ-મહી...li૩પ શશિ મંડલ હરણો લહી, દીઠો પરભવ એહ, ભવ પલટે પણ નવિ ખસે, નરને પરભવ નેહ...મહી...૩૬ સુણી કુમરી ચિત્ત વિકસતી, છોડી લાજ વિચાર, વસ દૂર કરી એમ કહે, હું હરણી તુમ નાર....મહી...૩૭ી Page #412 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૯ ૨૫ . સમધર્મે ગતિ સમ થઈ, વળી સરખાં દોય નામ; જાઈ ચરણ શિશ મંડળે, નેહ નિવિડ સમ ઠામ....મહી...॥૩૮॥ નેહે ભર્યાં ઘડી દો તિહાં. નયણે નયણ મિલાય, બહુ વરસાંતર સા ગયાં, નયણે નીર ભરાય....મહી...૩૯ દાસી એક જઈ રાયને, દેત વધામણી એમ, પરભવનો વર પામીને, લાગો કુમરીને પ્રેમ....મહી...II૪ll સુણી નૃપ જયસિંહ આવીયો, કામદેવ દરબાર બહુમાને ઘર લાવીયો, રતનશેખર પરિવાર....મહી...૪૧ વરઘોડા સમહોત્સવે, દીધું કન્યાનું દાન, હય હાથી રથ બહુ દીયા, કરી વસ્ત્ર સન્માન...મહી...॥૪૨॥ વર કન્યાને વોલાવિયાં, ચાલ્યાં એક મુકામ, સુરસાનિધ્ય ઘડી એકમાં, ભૂતાટવી વિશરામ ...મહી...જા જંક્ષદેવ પણ લક્ષ્મીને, શણગારી દિવ્યવેશ, લાવી મંત્રીને સોંપતાં, વ્યંતર દાસ વિશેષ...મહી...II૪૪ વ્યંતર વ્યંતરી મળી ડરે, ખટ્સ ભોજન પાક, જમતાં રાયને પરિકરા, દીએ રસભર સુરી શાક....મહી...૪પપ્પા તંબોલ દેઈ વિસર્જતાં, એક દિન કરી વિશરામ, મુનિસુવ્રત જિન પૂજના, કરતાં જિનગુણ ગ્રામ...મહી...llજા બીજે દિન કહે મંત્રીને, અમ પુત્રી ગુણગેહ, સર્ગ થકી તુમ કર ઠવી, ક્ષીણ નવિ દેશો વિચ્છેહ...મહી...II૪l સુણ બેટી અમે આવશું, સ્નેહજડ્યા તુઝ પાસ, સર્ગે આજ સધાવશું, સૂના થઈય નિરાશ...મહી...II૪૮॥ માય ભણી વળગી ગળે, રોતી લક્ષ્મી તે ઠામ; મા કહે વત્સ સંભારજે, કામ પડે મુઝ નામ....મહી...જિલા રત્નપુરી વન પરિસરે, ઠવી મંત્રી મહિરાણ, દેવ અદૃશ્ય થઈ ગયા, પેખો પુણ્ય પ્રમાણ ...મહી...પા રાય કહે સુણો મંત્રવી, તેં મતિ પુણ્ય બલેણ, રત્ન ઠવીયું મુઝ મંદિરે, લચ્છી ઠવી ઘર જેણ...મહી...||૫૧॥ નવમી ઢાળ એ રસભરી, પૂરી પાંચમે ખંડ, વીર કહે ભવિ પ્રાણિયા, કરજ્યો પુણ્ય અખંડ....મહી...II૫૨॥ ૩૧ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ધમ્મિલકુમાર રાસ યોગિણી ઉદ્યાનમાં -સ્ત્રીયોગીના વેશે સુમતિ મંત્રી રત્નપુરીના ઉદ્યાનમાં આવી વસ્યા. રાજહઠની આગળ મંત્રીને કેવા રૂપે નચાવ્યા. પુરુષજાતિ. સાત મહિના સુધી સ્ત્રીપણામાં યોગિણીના રૂપમાં રહી. કેવી મોહની ગતિ ? વનમાં આવેલી યોગિણી ચારેકોર નજર ફેરવે છે. વનમાં તે દિવસે એક ચિતા બળતી હતી તે યોગિણીએ જોઈ. પવનના સુસવાટે ધૂમાડાના ગોટા નગર ભણી જતા હતા. અને ચિતા આગળ કેટલાયે નગરજનો ભેગા થયા છે. વળી લોકો બોલતા હતા કે આ જગત ઉપર મોહરાજાનું સામ્રાજ્ય ઘણું બળવાન છે. વિદ્વાનો-પંડિતો-સુજ્ઞજનો પણ મોહના પંજામાં આવતાં પોતાની ટેક (નિયમ)ને તોડનાર થાય છે. રાગી જીવોને રાગમાં રોળી નાખ્યાં. રે ! આ મહીયલ જગતમાં મોહરાજા મહાબળવાન છે. તેના મોહરાજાની આગળ રત્નશેખર રાજા શા હિસાબનો? આજે વિચિત્ર દશા રાજાની થઈ છે. રાજા પોતાની પ્રજા આગળ કહે છે કે હે પ્રજાજનો ! મંત્રીશ્વર ગયા આજે સાત સાત મહિના પૂરા થવા આવ્યા. અવધિ આપીને ગયેલો હજુ આવ્યો નથી. મંત્રીની મુદત આજે પૂરી થાય છે. રત્નવતી પણ ના મળી. તેથી હવે તો મારે મરવું જ રહ્યું. હવે જીવીને શું કામ છે? રા. અગ્નિપ્રવેશની વાત - રાજા આ પ્રમાણે નિશ્ચય કરી હાથમાં શ્રીફળ ધારણ કરીને, મહેલમાંથી નીકળી નગર બહાર જઈ રહ્યા છે. નગરજનો - મહાજનો સમજાવવા છતાં પાછા ફરવા તૈયાર નથી. નગરના લોકો માર્ગે બે બાજુ ઊભા છે. રાજા આગળ વધી રહ્યા છે. ૩ જોગણને નગર દરવાજે રાજા આવતો દેખાયો. આ દશ્ય જોતાં જ માની લીધું કે રાજા મરવા જઈ રહ્યો છે. એટલે ત્વરિત ગતિએ રાજા સન્મુખ આવી ગઈ. યોગિણીને જોઈ મંત્રી-પ્રમુખ આદિ રાજકર્મચારીઓ રાજાને વિનતિ કરે છે. હે મહારાજ ! થોભો ! જુઓ ! જુઓ ! આ જ્ઞાની જોગણ આવ્યાં છે. થોડી ધીરજ ધરો. I૪ll રાજાની સાવ નજીક જોગણને મંત્રી લઈ જાય છે. સર્વ હકીક્ત જણાવી. (જોગણ રૂપે મંત્રીશ્વર તો બધી જ વાત જાણે જ છે) જોગણ રાજાને ઘણી ધીરજ આપીને કહે છે “રાજન્ ! જરા ધીરા થાવ ! ક્ષણમાત્ર વિચારમાં મગ્ન બની વળી જોગણ કહે છે. તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થાઓ. આશીર્વાદ આપીને બરાબર રાજા સન્મુખ ઊભી રહી. રાજા ગણના આશીર્વાદને સ્વીકારતો ઘણો આનંદ પામ્યો. અને જોગણને બે હાથ જોડી પ્રણામ કર્યા. પણ રાજાની પડખે ઊભેલા નવા મંત્રીશ્વર બોલ્યા. રે! યોગિણી ! અમારી એક મુંઝવણ છે તે અમે તમને કહીએ છીએ. તમારા જ્ઞાનબળે કરીને તેનો ઉપાય બતાવો. રાજા તમને બક્ષિસ આપશે. માટે આપ મનસ્થિર કરીને, સંપૂર્ણ વાત વિચારીને અમને તે જણાવો. //૬ની વાત એવી છે કે અમારા મંત્રીમંડળના મુખ્યમંત્રી સાત મહિનાનો સમય આપીને, ઘણા ઉલ્લાસપૂર્વક રત્નાવતી કન્યાને શોધવા ગયા છે. IIી આજે તે અવધિ પૂર્ણ થાય છે. એટલે સાત મહિનાનો આજે છેલ્લો દિન છે. પણ અમારા મંત્રીશ્વર આવ્યા નથી. તેઓ ક્યારે આવશે? તરત જ રાજા વચમાં બોલી ઊડ્યા. “ભાઈ ! અગ્નિમાં બળી મૂઓ તે કોઈ ક્યારે પાછો આવે ખરો? ન જ આવે. તો શું જોગણને આવા પ્રશ્ન પૂછે છે ? ll૮ી. રાજા બોલ્યા : હે મૈયા! મંત્રીશ્વરનો પ્રશ્ન જવા દો. પણ તમે નિમિત્તના જાણકાર છો. તો હું તમને પૂછું છું કે તે રત્નાવતી કોણ અને ક્યાં રહે છે? તે જણાવો જોગણ કહે છે – “રાજન !” આવી વાતો ઊભા ઊભા ન કરાય. ઊભા કરેલી વાત ઊભી જ રહે. માટે સુંદર સ્થાનમાં બેસીએ. એકાંતમાં બધી વાત કરીએ.llી રાજાએ તરત જ આજ્ઞા કરી. નજીકમાં તંબુ નંખાવ્યા. બેઠક બનાવીને યોગિણીને બેસાડી. રાજા પણ યોગસ્થાને બેઠો. મંત્રી વગેરે પણ તે તંબુમાં રાજાની સાથે ઉચિત સ્થાને બેઠા. યોગિણી Page #414 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૯ 393 કહે - ‘રાજન્ !' તમારા મંત્રીશ્વર અગ્નિકુંડમાં પડ્યા. ત્યાં સુધી વૃત્તાંત તમે સાંભળ્યો. પછી શું થયું ? ખબર નથી. તો સાંભળો. વનદેવતાએ અગ્નિકુંડમાં પડેલા મંત્રીશ્વરને ક્ષણમાત્રમાં સમુદ્રમાં - સાતસો યોજનથી અધિક દૂર આવેલ સિંહલદ્વીપની આગળ મૂકી દીધા. સિંહલદ્વીપના જયપુર (વિજયપુર) નગરના રાજા જયસિંહની કુંવરી તે જ રત્નવતી છે. ।।૧૦+૧૧/ તે પૂર્વભવમાં જે વનમાં હરણ-હરણી હતાં. ત્યાં વિહાર કરતાં રામચંદ્રમુનિ પધાર્યા. વનમાં પણ એક કઠિયારાને ધર્મ સાંભળવાનું મન થયું. વિનતી કરી. રામચંદ્રમુનિએ તેને જૈન ધર્મની વાતો સમજાવી. વ્રત નિયમનાં પચ્ચકખાણ કરાવ્યાં. હરણ-હરણી યુગલે પણ આ મુનિની વાતો સાંભળી. તેમણે પણ વ્રત ધારણ કર્યા. ચંદ્ર અને રોહિણી જેવી પ્રીતિ હોવાથી બંને સાથે વ્રતપાલન કરતાં હતાં. ૧૨॥ આયુષ્ય ક્ષય થયે હરણી મૃત્યુ પામી. સિંહલદ્વીપના જયપુર નગરના રાજા જયસિંહની રાજકુંવરી રત્નવતી થઈ. રાજાને ત્યાં અવતરી જ્યારે તે યૌવનવયમાં આવી ત્યારે એક દિન પૂર્ણિમાનો ચંદ્ર જોતાં હરણિયાનું લંછન જોઈ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. I॥૧૩॥ રત્નશેખર રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઃ- પોતાનો પૂર્વભવ જોયો. યૌવનવયમાં આવેલી રત્નવતીએ નિયમ લીધો. કે પૂર્વભવનો ભરથાર મળે તો તેને વરીશ. નહીં તો મહાવ્રતને ધારણ કરીશ. ॥૧૪॥ યોગિણીએ તંબુમાં રાજા મંત્રી વગેરેની સન્મુખ રત્નવતીની વાત કરી. તે વાત સાંભળી રાજા મૂર્છા પામ્યો. મૂર્છા વળતાં ઊહાપોહ કરતાં રાજાને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ સાંભર્યો અને તે સાંભરતાં રાજા રડવા લાગ્યો. રડતાં રડતાં કહે છે કે “ધિક્કાર છે ! ધિક્કાર છે.” આ વિધાતાને કે અમને કેટલાં બધાં એકબીજાથી દૂર કરી નાંખ્યા. ॥૧॥ આ વિધાતાને શો ઓલંભો આપું. મારી પ્રાણપ્યારી વ્હાલી વલ્લભા કેટલી દૂર થઈ ગઈ. જે અસાધ્ય કાર્યને સાધ્ય કરી આપનાર મારો મંત્રી પણ પરલોકે પહોંચ્યો. તેના વિના જીવવું હવે નકામું છે. ।।૧૬। ત્યારે જોગણ બોલી. “મહારાજ ! સાંભળો ! હૈયે ધીરજ રાખો. હું તમને સુમતિ પ્રધાન મેળવી આપીશ. રાય કહે ! “મા !” મારો પ્રધાન મને મળે તો મા તમે મને જીવિતદાન આપો છો. ।।૧૭। વળી કહે છે મા ! તમારા ઉપકારને કદી નહીં ભૂલું. જોગણ ત્યાંથી રવાના થઈ. જંગલમાં ગઈ. રૂપપરાવર્તન વિદ્યાનું સ્મરણ કર્યું. પોતાના મૂળ સ્વરૂપે સુમતિ પ્રધાન આવી ગયા. અને તરત રાજા પાસે હાજર થયા. સુમતિમંત્રીને જોતાં જ રાજા ઊભા થઈને એકદમ ભેટી પડ્યા. II૧૮। મંત્રીશ્વરે રાજાને નમસ્કાર કર્યા. રત્નવતીએ આપેલો હાર, મંત્રીશ્વરે રાજાને અર્પણ કર્યો. રાજાના પૂછવાથી મંત્રીશ્વરે મૂળથી સઘળો વૃત્તાંત એકાંતમાં કહી જણાવ્યો. તે સાંભળી રાજા ઘણો આનંદ પામ્યો. ૧૯। રત્નવતીની પ્રાપ્તિ :- હવે રત્નવતીને મેળવવા રત્નશેખર રાજા તૈયાર થયા. બીજા મંત્રી મુખ્ય જે હતા. તેઓને રાજ્યનું સંચાલન ભણાવી. રાજા મંત્રી જવા તૈયાર થયા. સુમતિ મંત્રીશ્વરે યક્ષદેવનું સ્મરણ કર્યું. દેવનું સાનિધ્ય મળતાં થોડા પરિવારને લઈને હવે રાજા વિજયપુર નગરે પહોંચ્યા. ॥૨॥ મંત્રીની સૂચના અનુસારે રાજા પોતાના માણસો સાથે કામદેવના મંદિરમાં જુગાર રમે છે. સમય થતાં વશીકરણની વેલ સરખી, સખીઓથી પરિવરેલી રત્નવતી, પૂજાપો હાથમાં લઈને કામદેવના મંદિરમાં આવી. ॥૨૧॥ સુવર્ણની સોટી હાથમાં ધારણ કરેલી એક દાસી આગળ ચાલી આવીને મંદિરના આંગણે ઊભી રહીને કહે છે. મંદિરમાં જે કોઈ પુરુષો હોય તો સૌ બહાર નીકળી જજો. રાજકુંવરી પૂજા કરવા આવી Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ધર્મિલકુમાર રાસ રહી છે. ૨૨।। સુમતિ મંત્રીશ્વર બોલ્યા. “અહીં તો દૂર દૂર દેશથી રત્નશેખર મહારાજા આવ્યા છે. તે હમણાં દ્યુતક્રીડા કરી રહ્યા છે અને તે રાજા કોઈ સ્ત્રીનું મુખ જોતા નથી. તે માટે હમણાં કોઈ સ્ત્રી મંદિરમાં ન આવે. ૨ા માટે રાજકુંવરીને જઈને કહો કે “અહીંયાં તમારે પ્રવેશ થઈ શકશે નહીં. અમારા રાજા અહીં મંદિરમાં છે તેથી તમને કોઈને મંદિરમાં પ્રવેશવા નહીં દઈએ. તમારો પૂજાપો પાછો લઈ જાવ. જો અહીં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરશો તો ક્લેશ કકળાટ મોટો થશે. II૨૪। ત્યારે કુંવરીની દાસી હતી તે મંત્રીને કહેવા લાગી. “એવો તે વળી કયો રાજા છે ? વળી તેનું રૂપ કેવું છે ? જરા મોઢું તો જોઉં ! ॥૨૫॥ ત્યારે ના કહેવા છતાં તે દાસીએ મંદિરમાં પેસવા પ્રયત્ન કર્યો. મંત્રીએ ખોટી ખોટી વારી. છતાં પણ તે દાસીએ ના કહેવા છતાં મંદિરમાં પેસવા પ્રયત્ન કર્યો. અને બળ કરીને મંદિરમાં ઘૂસી ગઈ. રાજાને જોઈ વિચારવા લાગી. ઓહો ! આ તો સાક્ષાત્ કામદેવનો અવતાર લાગે છે. શું રૂપ છે ? ।।૨૬।। મંદિરમાંથી દોડતી દાસી કુંવરી પાસે પહોંચી ગઈ. કહેવા લાગી. આજ તો આશ્ચર્ય જોયું ! આજ તો તમારા ભાગ્યે કામદેવ દેહ ધારણ કરીને રાજા સ્વરૂપે અહીં આવ્યા છે. અદ્ભુત રૂપ છે. I॥૨૭॥ હમણાં તો. તે રાજા, મંત્રી ને બીજા પણ બધા દ્યુતક્રીડા રમી રહ્યા છે. પણ મંદિરમાં કોઈને પેસવા દેતા નથી. આ સાંભળીને કુંવરીને યોગણની વાત યાદ આવી. ઉપદેશમાં કહેલી સઘળી વાત સ્મરણમાં આવી. ।।૨૮। કુંવરીનું ડાબું નેત્ર તે વખતે ફરકવા લાગ્યું અને શુકનવંતા શબ્દો પણ સાંભળવા મળ્યા. કુંવરીએ સખીઓને આજ્ઞા કરી. તમે તમારે અંદર પેસો. તમને કોણ રોકનાર છે ? કુંવરી સહિત સખીઓ એ હલ્લો કરીને મંદિરમાં પ્રવેશ કર્યો. પુરુષો ના પાડતા રહ્યા ને આ બધું મંડળ પ્રવેશી ગયું . ।।૨૯। મંત્રીએ બૂમબરાડા પાડવા માંડ્યા. “રે ના પાડી તો પણ આ બધી સ્ત્રીઓ આવી. સ્ત્રીઓ આવી.' પછેડી લાવો. જલ્દી લાવો. રાજાનું અંગ ઢાંકી દઈએ. જેથી કરીને રાજા સ્ત્રીઓના મુખને ન જુવે. ૩૦ જેમ ચાતકને ચકોરી ચાહે, તેમ રાજાને ઇચ્છતી એવી કુંવરીએ મંત્રીને કહ્યું, “મંત્રીશ્વર ! આનંદ પામો. અમારા આવવાથી તમારા સ્વામીના ચંદ્રવદન સરખા મુખને શા માટે ઢાંકો છો? અમને જોવા ઘો. ।।૩૧।। ફૂડકપટથી ભરેલી એવી સ્ત્રીનું મુખ અમારા રાજા જોતા નથી. વળી કહે છે કે તેમણે નિયમ કર્યો છે કે “પૂર્વભવની પ્રિયા મળશે, ત્યારે તે તેનું મુખ જોશે અને ત્યારે તેમને સુખ થશે. II૩૨॥ તે વખતે રત્નવતી પૂછે છે “તમારા રાજાનો પૂર્વભવનો શું અધિકાર (વૃત્તાંત) છે ? મંત્રીએ રાજાને પૂછ્યું. રાજન્ ! આ કુંવરી તમારો સઘળો વૃતાંત જાણવા ઇચ્છે છે તો કહું ? રાજાએ ડોકું હલાવી હા કીધી. એટલે મંત્રીએ કહેવાનું શરૂ કર્યું. “અયોધ્યા નગરી હતી. તે નગરીના બહાર મોટું વન હતું.” ॥૩॥ તે વનમાં હરણ-હરણીનું યુગલ રહેતું હતું. વનવગડાનાં સઘળાં દુઃખોને ભૂલીને બંને જણા સ્નેહપૂર્વક રહેતાં હતાં. એક દિવસ સીતાપતિ મુનિરાજ શ્રી રામચંદ્ર મુનિ વિહાર કરતાં તે વનમાં આવ્યા. કોઈ કઠિયારાને ઉપદેશ આપતા હતા. તે ઉપદેશ (દૂર નહીં તેમ ઘણા નજીક નહીં રહેલા) હરણ-યુગલે સાંભળ્યો. II૩૪ યુગલે ઉપદેશ સાંભળીને પર્વતિથિએ ઉપવાસ કરવાનો નિયમ મનમાં ધારણ કર્યો. લીધેલા વ્રતનું પાલન બરાબર કરતાં, આયુષ્યનો ક્ષય થતાં અમારા રાજા કહે છે હું રત્નશેખર રાજા થયો. અને હરણી કોણ જાણે કયા સ્થાને ગઈ હશે ? ।।૩૫।। રાજાએ એકવાર ચંદ્રમંડલમાં હરણ જોયું. તે પછી ઊહાપોહ કરતાં રાજાને જાતિસ્મરણ થયું. તે જ્ઞાનબળે રાજાએ પૂર્વભવ જોયો. રાજાનો ભવ બદલાઈ ગયો. હરણ મટી રાજા થયો. પણ પૂર્વભવનો સ્નેહ હજુ ખસતો નથી. ।।૩૬।। Page #416 -------------------------------------------------------------------------- ________________ ખંડ -પ: ઢાળ - ૯ ૩૬૫ મંત્રીશ્વરના મુખથી રાજાના પૂર્વભવની વાત સાંભળી રત્નવતી આશ્ચર્ય પામી. અને આનંદિત પણ થઈ. સઘળી લજ્જા છોડીને પૂર્વભવનો વિચાર કરતી રત્નવતીએ રાજા ઉપર રહેલ વસ્ત્ર, સ્વહસ્તે દૂર ખસેડી નાખ્યું. અને બોલી. હું હરણી, જે તમારા પૂર્વભવની સ્ત્રી હતી તે જ હું છું. I૩૭. રાજા રાણીનું અદ્ભુત મિલનઃ આપણે બંને સરખાં ધર્મનું પાલન કર્યું છે તેથી સમાન ગતિ. (મનુષ્યગતિ) થઈ. ભાગ્યવશાત્ નામ પણ આપણાં સરખાં છે. આપણા ગાઢ સ્નેહનું સ્થાન પણ સમાન, કે જે ચંદ્રમંડલ જોવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું અને પૂર્વભવ દેખ્યો. ૩૮ સ્નેહસભર, નયને નયનનો મિલાપ થતાં રત્નશેખર અને રત્નાવતી સામસામું જોતાં બે ઘડી મૌન ધારણ કરીને રહ્યાં. ઘણાં વર્ષોનું અંતર દૂર થતાં રત્નાવતીના નયને નીર ભરાયાં. રૂા. એક દાસી દોડતી રાજમહેલમાં પહોંચી ગઈ. રાજાને વધામણી આપી. હે મહારાજ ! કુંવરીને પૂર્વભવનો સ્વામી મળ્યો છે. અને સ્નેહથી તે ત્યાં પૂતળીની જેમ જકડીને ઊભી રહી છે. II૪૦ના આ પ્રમાણે દાસીની વાત સાંભળીને જયસિંહ રાજા તરત જ કામદેવના મંદિરે આવ્યા. પરદેશી રાજા રત્નશેખરને તેમના પરિવાર સહિત બહુમાન પૂર્વક મહેલે તેડી લાવ્યા. I૪૧૫ રત્નાવતીના લગ્ન - મહોત્સવ મંડાવ્યા. ઠાઠમાઠથી વરરાજાનો વરઘોડો ચડાવ્યો. ઘડિયાં લગ્ન લીધાં. વરને માંડવે લાવ્યા. બંનેના લગ્ન થયાં. જયસિંહ રાજાએ કન્યાદાનના અવસરે જમાઈરાજાને હાથી-ઘોડા-થ-વળી વસ્ત્રો-અલંકારો વગેરે દાયજો આપ્યો. દીકરીને પણ કરિયાવરમાં (આણામાં) ઘણું આપ્યું તથા અન્ય પરિવારને વસ્ત્ર અલંકારથી વિભૂષિત કર્યો. //૪રા વરકન્યાને અવસર થતાં વોળાવીને એક મુકામ સુધી સાથે ચાલ્યા. જયસિંહ રાજા સહિત સર્વ પરિવાર વિદાય આપી પાછો વળ્યો. ત્યાર પછીમંત્રીએ યક્ષરાજનું સ્મરણ કર્યું. જોતજોતામાં ઘડીકવારે સૌ યક્ષરાજ જયાં હતા. ત્યાં ભૂતાવટીમાં આવી ગયા. સૌએ ત્યાં વિશ્રામ કર્યો. ૪all યક્ષદેવે પણ જમાઈરાજ, રાજા અને નવી પરણેલી રાણી તેમજ અન્ય પરિવારનું ઉચિત સ્વાગત કર્યું. સૌનો ઘણો આદર-સત્કાર કર્યો. દેવે પોતાની કન્યા લક્ષ્મીદેવીને દિવ્યવેશે શણગારી. અલંકારોથી • પણ અલંકૃત કરી. તે પછી વ્યંતર આદિ દાસ સેવક પરિજન સહિત મંત્રીને સોંપી. //૪૪ વ્યંતર-વ્યંતરી આદિએ ભેગા મળી ષસ ભોજન તૈયાર કર્યા. મંત્રીશ્વર જમાઈ-રાજા તથા પરિવાર સૌ જમી રહ્યા છે. લક્ષ્મીની જાન આવી કહેવાય. યક્ષ પરિવારની દેવીઓ બત્રીસ પકવાન અને તેત્રીશ પાક બીજા પણ ફરસાણ આદિ પીરસી રહી છે. યક્ષરાજ સૌને આગ્રહ કરીને જમાડી રહ્યા છે. ૪પા લક્ષ્મીની જાન, યક્ષદેવે ઘણી સાચવી તે પછી ભોજન કર્યા પછી સૌને તંબોલ દીધા. મુનિસુવ્રત સ્વામીના મંદિરે પૂજન રૂપ એક દિનનો મહોત્સવ પણ કર્યો. જિનેશ્વર પરમાત્માના ઘણા ગુણો ગાતાં. એક દિવસ તો ઘડીકમાં પસાર થઈ ગયો. લક્ષ્મીની જાને યક્ષરાજને ત્યાં એક દિન વિશ્રામ લઈને હવે જવાની ભાવના બતાવી. II૪૬ો બીજે દિને યક્ષરાજ મંત્રીશ્વરને કહે છે “જમાઈરાજ ! ગુણિયલ એવી આ મારી પુત્રી, આજદિન સુધી સ્વર્ગનાં સુખ ભોગવતી હતી. હવે તમારા હાથમાં સોંપી છે. ક્યારેય તેને છેહ દેશો નહીં. ક્ષણવાર વીસરશો નહીં. ૪૭ળા વળી યક્ષરાજ પોતાની દીકરીને કહે છે...હે બેટી ! તારી સાથે અમારી સ્નેહની ગાંઠ બંધાઈ છે. ' તેથી અમે ક્યારેક તને મળવા આવશું. આજે તો તું તારે સાસરે જઈશ. અમે હવે અહીં ન રહેતાં સ્વર્ગમાં ચાલ્યા જઈશું. અમને તો તે હવે નિરાશ કર્યા. અમને તો સ્વર્ગે પણ શૂન્ય લાગશે. ll૪૮. Page #417 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલકુમાર રાસ લક્ષ્મી પણ માતાને ગળે વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. ત્યારે તે યક્ષિણી રૂપી માતા પણ કહેવા લાગી. “હે વત્સ !” અમને ભૂલી ન જતી અમને યાદ જરૂ૨ ક૨જે. વળી જ્યારે પણ કામ પડે ત્યારે મારા નામનું સ્મરણ કરજે. દીકરી હું તને સહાય કરવા તરત આવીશ. ॥૪૯લા મંત્રીશ્વરે હવે વિદાય માંગી. યક્ષરાજ વિદાય આપવા લાગ્યા. પુન્યનો પ્રભાવ તો જુઓ ! રાજા - મંત્રી - અન્ય પરિવાર સૌને દૈવીશક્તિ થકી પળવારમાં તો રત્નપુરીમાં ઉદ્યાનમાં મૂકી દીધા. તરત જ દેવ અદૃશ્ય થઈ ગયો. ।।૫। 399 હર્ષમાં આવેલ રાજાએ મંત્રીને કહ્યું. હે મંત્રીશ્વર ! તમે તમારી બુદ્ધિ અને તમારા પુણ્ય થકી (બળથી) મારા મંદિરે (મહેલે) સુંદર એવા રત્નને સ્થાપન કર્યું અને તમે તમા૨ા ઘરને વિશે લક્ષ્મીને સ્થાપન કરી. વાહ ! મંત્રીશ્વર ! તમારી બુદ્ધિનાં શું વખાણ કરું ? ॥૨૧॥ રસથી ભરપૂર પાંચમા ખંડની નવમી ઢાળ પૂર્ણ થઈ. વીરવિજયજી મહારાજ કહે છે કે હે ભવ્ય પ્રાણીઓ ! અખંડ એવા પુણ્યને તમે પણ કરજો. ૫૨॥ ખંડ - ૫ ની ઢાળ : ૯ સમાપ્ત -: Elei: લોક બહુલ જોવા મળ્યો, રતનવતીને ત્યાંહી, દ્વીપાંતરી વર વસ્તુને, કોણ નવિ જુએ ઉચ્છાંહી. ||૧|| ૫૨ભવનો મેળો મળ્યો, તે પણ જુગતી જોડ, ધર્મપ્રભાવે પર્વદિને, સુણી તપ કરે જન કોર્ડ. ! નગરપ્રવેશ મહોત્સવે, પોહોતા નિજ નિજ ગેહ, સર્ગ તણા સુખ ભોગવે, પરવે પોષહ લેહ. IIII એક દિન બેઠા ગોખમેં, ન્રુપ પટ્ટરાણી સાથ, કીરયુગલ આવી તિહાં, બેઠા બેહુ જણ હાથ. ॥૪॥ રાજા પૂછે તેહને, કેમ આવ્યાં કિહાં વાસ, કીર કહે આ વનમાં વસુ, આવ્યા ધર્મી પાસ. III એમ કેહેતાં મૂચ્છિત થઈ, ભૂઈ પડ્યાં નરનાર, નૃપરાણી વિલખાં થઈ, દેતાં તસ નવકાર ॥૬॥ મરણ ગયાં તવ ભૂપતિ, કરે અગ્નિસંસ્કાર, સંશય ભરીયાં તે નિશિ, સૂતાં સૌધ મઝાર. IIII -- રત્નપુરી નગરીની બહાર ઉદ્યાનમાં, રત્નવતીની જાનને દેવ-દેવીયે લાવી મૂકી દીધી. પોતાના રાજા બીજા દેશમાં જઈને રત્નવતીને પરણી લઈ આવ્યા છે. તેથી તેને જોવા માટે નગરજનો ઉદ્યાનમાં ઉમટી પડ્યા છે. બીજાના મલકની કન્યા તથા ત્યાંથી આપેલ દાયજાની વસ્તુઓ જોવા કોણ ન આવે ? ।।૧।। પૂર્વભવના પુન્ય બળે, પૂર્વભવના બંને આત્મા આ ભવમાં વળી ભેગા થયા. તે પણ યોગ્ય જુગલ જોડ મળી. ધર્મનો પ્રભાવ અચિંત્ય છે. તે પ્રભાવ જાણી ઘણા નગરજનોએ પર્વદિને તપ Page #418 -------------------------------------------------------------------------- ________________ ખંડ --પ: ઢાળ - ૧૦ ૩૬૦ આદર્યો. i રા નગરના અધિકારીઓ અને પ્રજાજનોએ ભેગા મળીને પોતાના સ્વામીનો નગરપ્રવેશ -ઘણા ઠાઠમાઠથી મહોત્સવપૂર્વક કરાવ્યો. તે પછી સૌ પોતપોતાના ઘરે ગયા. નગરમાં સૌને ઘણો આનંદ થઈ રહ્યો છે. સ્વર્ગનાં સુખો જાણે ભોગવતાં ન હોય તેમ રાજા-રાણી સુખને ભોગવે છે. ધર્મમય જીવન જીવતાં અને સ્વર્ગીય સુખોને ભોગવતાં છતાં પર્વના દિવસે રાજા-રાણી પૌષધવ્રતને ધારણ કરે છે. ૩. સુખમાં રહેલાં રાજા-રાણી, અવારનવાર પૌષધ કરે છે અને ધર્મની શ્રદ્ધા વધી રહી છે. આમ કેટલો સમય આ રીતે પસાર થવા લાગ્યો. એકવાર રાજા-રાણી મહેલની અગાશીયે બેઠાં છે અને કોઈક કીરયુગલ (પોપટ-પોપટીનું જોડું) ઊડતું ઊડતું આવીને રાજાના હાથ ઉપર આવીને બેઠું. રાજા તે જોઈને આશ્ચર્ય પામ્યો. રાજા પોપટને પૂછે છે. /૪ રે પંખીડાં, અહીં કેમ આવ્યાં? તમે ક્યાં રહો છો ? ત્યારે પોપટ બોલ્યો. અમે નજીકના વનમાં વસીએ છીએ. ધર્મીમાણસ એવા તમારી પાસે અમે આવ્યા છીએ. પણ આટલું બોલતાં જ પોપટમેના બંને રાજાના હાથ ઉપરથી નીચે ઢળી પડી મૂછિત થયાં. રાજા-રાણી તો એકદમ વિલખાં થઈ ગયાં. અરે ! કલ્લોલ કરતાં પંખીડાને આ શું થયું? તરત જ રાજા-રાણી તેમને નવકાર સંભળાવવા લાગ્યાં. થોડીક ક્ષણોમાં તો બંનેનું પ્રાણપંખેરું ઊડી ગયું. દી મરણ પામેલાં તે બંનેનાં કલેવરને રાજાએ અગ્નિસંસ્કાર કર્યો. બંનેના હૈયામાં મોટો સંશય ઊભો થયો. આ કીરયુગલ કોણ હશે? ક્યાંથી આવ્યું હશે? આમ સંશય ધરતાં બંને સૂતાં છે. ઢાળ દશમી (માતા જશોદા વાટ જુએ છે, માખણ સાકર ગોળ રે, હરિને ઘેર લાવો....એ દેશી) જ્ઞાની મુનિ વનમાં સમોસરીયા, રૂડાતત્ત્વરૂચિ અણગાર રે,શાની જગતનો દીવો, રવિ ઉદયે તે વાત સુણીને આવે નપતિ પટ્ટનાર રે. શાની./ દેઈ પ્રદક્ષિણા વંદીને બેસી, જિનવાણી સુણે એક ચિત્તરે, જ્ઞાની. કિરયુગલ સંશય પૂછતાં, એક સુભટ આવ્યો ભયભીતરે. શાની..રા. એક હાથે એક ખડ્રગ ગ્રહી રે, લેઈ સાથે રૂપાલી નાર રે, જ્ઞાની. કહે સુણ રાજા તું વ્રતધારી, શરણાગત રાખણહાર રે. શાની..all ખેટ અરિ એક ગગને ઉભો, હું આવું હઠાવી તાસ રે, જ્ઞાની. તિહાં લગે એ મુઝે નારી સતીને, રાખજો રાજા તુમ પાસરે. જ્ઞાની..ll૪l રાય તમે પરનારી સહોદર, તેણે સોંપું છું વરનાર રે, શાની. રાય કહે નિર્ભય અરિ સાધો, ચિંતા ન કરવી લગાર રે. શાની.//પા. એમ સુણી સુભટ ગયો આકાશે, તસ વાર થઈ ઘડી ચાર રે, જ્ઞાની. મૂલછેદ એક હાથ તે પડીયો, જુએ ભાનુમતી તે નાર રે. શાની../ell. મુઝ પતિ હાથ એ રોતી બોલે, નૃપ ભાષે કિશું અહિનાણ રે, જ્ઞાની. સા કહે મુઝ નયનાંજન રેખા આ, લાગી સાચ નિશાન રે. શાની.ilણા. Page #419 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલકુમાર રાસ શાની. ॥૮॥ શાની... ||૧૧|| જ્ઞાની. જ્ઞાની. ૧૨. બીજી ભુજાએ હિંગુલ રેખા, તે પણ પડીયો તેણિવાર રે, જ્ઞાની. મસ્તક ધડ ગગનેથી પડીયું, કરે દેખી તે હાહાકાર રે. કરીય વિલાપ સભા રોવરાવી, કહે મરવું ઈહાં નિર્ધાર રે, જ્ઞાની. રાજાએ રાખી પણ ન રહી, બળી કંતશું અગનિ મોઝાર રે, જ્ઞાની. ॥લા રાયરાણી ચિંતાતુર બેઠાં, નમે આવી સુભટ તતકાળ રે, જ્ઞાની. કહે શત્રુ જીતી કરી આવીયો, મુઝ નારી દીયો ભૂપાલ રે. શાની. ॥૧॥ સકલ સરૂપ કહ્યું તસ ૨ાયે, તવ તે કહે માન્યું ન જાય રે, જ્ઞાની. જાય રસાતલ ભૂતલ સંપ્રતિ, વ્રતધર થઈ બોલો રાય રે. જીવિત નિઃફલ નારી વિનાએ, કરૂં અગ્નિપ્રવેશ જ છેક રે, પોષહ પર્વ તણાં ફળ આપે, તો જાઓ રહે મુઝ ટેક રે. ભૂપ કહે એ વાત ન થાએ, પણ વાત સુણો સુવિવેક રે, જ્ઞાની. આ સઘળું મેં રાજ્ય દીયું તુઝ, વળી કન્યા દીયું શત એક રે. જ્ઞાની. ।।૧૩। ગુનહ કો બસસ હમારો, સુભટે નવી માર્યું કાંઈ રે, જ્ઞાની. ચય કરી કાણે તે પણ જલિયો, દેખી દુ:ખ ધરતો રાય રે. જ્ઞાની. ।।૧૪। ગુરૂ પાસે જઈને જબ બેઠા, કહે પઉમાવઈ ધરણિંદે રે, જ્ઞાની. ચિરંજીવો હે પુત્ર હમારા, વ્રતધર તું પરમાનંદ રે. શાની. ॥૧૫॥ નૃપ પૂછે કોણ દેવ એ મોહોટાં, ભણે મુનિ તુઝ બેઉ માબાપ રે, જ્ઞાની. એણી નય૨ીએ પુરંદર રાજા, પ્રિયાસુંદરી છે સતી છાપ રે. શાની. ॥૧૬॥ સદ્ગુરૂ પાસે દંપતી સમક્તિ, સાથે ઉચ્ચરિયાં વ્રત બાર રે, જ્ઞાની. પુત્ર નહીં તેણે પુરોહિત ભાખે, મિથ્યાશ્રુતનો આચાર રે. જ્ઞાની. ॥૧૭ણા અષ્ટમી કૃષ્ણ અમાસની રાતે, લહિ ચંદ્રોદય ખત્માસ રે, જ્ઞાની. તલકૂટ કૃષ્ણ ભખે એક ભાજને, એક શય્યાએ નિંદ વિલાસ રે. જ્ઞાની, ॥૧૮॥ તો નિયમા સુત સંતતિ પામે, એમ સાંભળી કરતા તેહ રે. જ્ઞાની. માસ ગયા ખટ્ પુત્ર ન પ્રગટ્યો, એક દિન આવ્યા મુનિ ગેહ રે. જ્ઞાની. ।।૧૯। દંપતી પૂછતાં મુનિ બોલે, થશે પુત્ર અનોપમ એક રે. શાની. પણ મિથ્યાત ગલી નવ લેશો, ધરજો જિનધર્મની ટેક રે. જૈન ધર્મ સેવે સુત પ્રગટ્યો, તે તુમચો તાત કહાય રે, જ્ઞાની. આલોયા વિણ દંપતી મરણે, બોકડો ને બોકડી થાય રે. શાની. ॥૨૧॥ શ્વાન શુકર હંસ વૃષભને હરણાં, બહુ જોનિ જુગલપણે જાય રે, જ્ઞાની. કીર જુગલ નંદનવન રમતાં, લેઈ ખેટ તે પંજર ઠાય રે. શાની. ॥૨૨॥ શાની. ॥૨॥ ૩૬૮ Page #420 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૧૦ મુર્નિવયણે તે ખેટ સુલોચન, શુક જુગલ ઠવે વન એક રે, જ્ઞાની. ફરતાં ઈહાં જિનમંદિર દેખી, જાતિસમ૨ણે જાગ્યો વિવેક રે. જ્ઞાની. ॥૨૩॥ તુમ કર બેસી મરણની વેળા, સુણી સદહતાં નવકાર રે, જ્ઞાની. નૃપ ધરણેન્દ્ર પ્રિયા પદમાવતી, પામી ઉત્તમ અવતાર રે, જ્ઞાની. ॥૨૪॥ તુમ દૃઢધર્મી જોવા કારણ, રચિયો એ સવિ ફંદ રે, શાની. કહે ધરણેન્દ્ર સુણો વચ્છ સઘળું, સાચું ભાખે મુર્ણિદ રે. શાની. ॥૨૫॥ નૃપમંદિર કરી રત્નની વૃષ્ટિ, ધરણેન્દ્ર ગયા નિજ ઠામ રે, જ્ઞાની. બારે વ્રત ઉચ્ચરી નૃપ-રાણી, મુનિ વંદી ગયાં નિજ ધામ રે. દીન દુઃખી ઉદ્ધાર કરતાં, મંત્રીશું નૃપ ગંભીર રે, દશમી ઢાળ એ પાંચમે ખંડે, પૂર્ણ કહે શુભવીર હૈ. જ્ઞાની. ॥૨૬॥ શાની. જ્ઞાની. ॥૨॥ ૩૬૯ મહેલમાં રાજા-રાણી સંકલ્પ-વિકલ્પયુક્ત સંશય ધરતાં ક્યારે નિદ્રાધીન થયાં, તે ખબર ન પડી. સવારે સૂર્યોદય ક્યારે થઈ ગયો ? તે પણ ખબર ન પડી. પ્રભાત થતાં રાજા પ્રાતઃકાર્ય માટે ગયા. ત્યાં તો સંદેશો મળ્યો. કોઈ તત્ત્વરુચિ નામે જ્ઞાની ગુરુ ભગવંત વિહાર કરતાં પરિવાર સહિત નગર બહાર ઉદ્યાનમાં સમોસર્યા છે. તે જાણીને આનંદ પામેલા રાજા; પોતાની પટ્ટરાણી રત્નવતીને તેમજ બીજો પણ સાથે પરિવાર લઈને ઉદ્યાન તરફ ચાલ્યા. કહેવાય છે કે જગતમાં ગુરુ ભગવંત દીવા સમાન છે. જ્ઞાનરૂપી પ્રકાશ આપે છે. ।।૧।। ઉદ્યાનમાં ગુરુ પાસે પહોંચેલાં રાજા-રાણી અને અન્ય સૌ ગુરુને ત્રણ પ્રદક્ષિણા દઈ, વંદન કરીને યથાયોગ્ય સ્થાને બેઠાં. સમયને જાણનાર ગુરુએ અવસરોચિત દેશના ફરમાવી. એક ચિત્તે સૌ પર્ષદા સભ્યોએ તે સાંભળી. દેશનાને અંતે રાજા ગઈકાલે બની ગયેલો, કીરયુગલનો પ્રસંગ મહારાજને કહે છે. તે જ સમયે કોઈ એક સુભટ ભયભીત થયેલો ત્યાં આગળ આવ્યો. જેના એક હાથમાં ખડ્ગ છે. બીજા હાથે સુંદર દેખાવડી સ્ત્રી છે. રાજાને નમસ્કાર કરીને કહે છે. હે રાજન્ ! તમે વ્રતધારી શ્રાવક છો. વળી શરણાગત રક્ષણહાર છો. I૨+૩।। હે રાજન્ ! મારી પાછળ એક વિદ્યાધર શત્રુ પડ્યો છે. તે હમણાં આકાશમાં ઊભો છે. તે હટાવીને હું હમણાં જ પાછો આવું છું. ત્યાં સુધી આ મારી સતીસ્ત્રીને તમે તમારી પાસે રાખી તેનું રક્ષણ કરો. ॥૪॥ હે રાજન્ ! આપ વ્રતધારી હોવાથી પ૨ના૨ીના બંધુ છો. તેથી તમારા ઉપર વિશ્વાસ રાખીને આ મારી શ્રેષ્ઠ સ્ત્રી તમને સોંપું છું. તે સાંભળી રાજા કહે છે. “રે ! સુભટ ! નિર્ભય થઈને શત્રુનો પરાભવ કર. અહીંની જરાપણ ચિંતા ન કરતો. તું તારે શત્રુને હરાવીને જલ્દી આવી જજે. ।।૫।। રાજાનું કથન સાંભળી સુભટ આકાશમાં ઊડ્યો. સુભટને ગયાને ચાર ઘડી વીતી હશે. ત્યાં તો મૂળમાંથી છેદાયેલો, છૂટો પડેલો એક હાથ આકાશમાંથી તેમની આગળ આવીને પડ્યો. તે સુભટની સ્ત્રી ભાનુમતીએ જોયો. II૬॥ તે હાથ જોઈને ભાનુમતી એકદમ રડવા લાગી. “આ તો મારા પતિનો હાથ છે” રડતાં રડતાં આ પ્રમાણે બોલી. ત્યારે રાજાએ પૂછ્યું. રે ! બાઈ ! આ હાથ તે સુભટનો છે. તેની શી ખાત્રી ? કોઈ બીજાનો પણ હોઈ શકે. ત્યારે ભાનુ બોલી. રાજન્ ! મારાં નયનના અંજનની રેખા આ હાથ ઉપર રહેલી છે તે નિશાનીએ ખાત્રી થાય છે. અર્થાત્ જ્યારે તમારી પાસે મને મૂકીને તેઓ ગયા તે પહેલાં હું તેમના સ્કંધે મસ્તક મૂકીને Page #421 -------------------------------------------------------------------------- ________________ too ધમ્મિલકુમાર રાસ રડતી હતી. અને આંખે આંજેલું અંજન તે આંસુ સહિત નીકળતાં હાથ ઉપર જે બિંદુઓ પડ્યાં હતાં, તે જ આ છે. માટે આ હાથ મારા સ્વામીનો છે નાણા હજી આવી વાતો કરે છે ત્યાં તો બીજો હાથ આવીને પડ્યો. તેની ઉપર હિંગૂલ (લાલ) કલરની રેખાઓ ચીતરેલી હતી. તે જોઈને તે સ્ત્રી બોલી. “આ બીજો હાથ પણ મારા પતિનો છે.” કારણ કે યુદ્ધપ્રયાણ વખતે મેં હિંગુલની રેખા કરીને તેમને વી૨વલયો પહેરાવ્યાં હતાં.” હજી આટલી વાત કરે છે. ત્યાં તો આકાશમાંથી મસ્તક અને ધડ પણ આવીને પડ્યું. તે જોઈને સ્ત્રી હૈયાફાટ રડવા લાગી. છાતી ફૂટવા લાગી. માથાં પછાડવા લાગી. ચારે બાજુ હાહાકાર થઈ ગયો. આ સ્ત્રીનું રુદન જોઈને ત્યાં ઉપસ્થિત બધા લોકો પણ રડવા લાગ્યા. ।।૮।। વળી તે સ્ત્રી રડતી રડતી કહેવા લાગી. “હવે હું મારા પતિની પાછળ સતી થઈશ. સ્વામી વિનાનું જીવિત નકામું છે. નક્કી મારે મરી જવું છે.” રાજા વગેરેએ ઘણી સમજાવી છતાં પણ તે માની નહીં. છેવટે સુભટના અંગો અને મસ્તક ખોળામાં લઈને અગ્નિમાં પડીને તે બળી મરી. ।।૯। ભાનુમતીએ કરેલ અગ્નિસ્નાન થકી રાજા-રાણી ચિંતાથી વ્યાકુળ થયેલાં બેઠાં હતાં. ત્યાં તો સુભટ શત્રુને હરાવી ગગનમાર્ગેથી રાજા પાસે આવ્યો. નમસ્કાર કરીને પોતાની સ્ત્રીની માંગણી કરી. “રાજન્ ! તમે મારી સ્ત્રીનું રક્ષણ કર્યું. તેથી તમારો ઘણા ઉપકાર માનું છું. હવે મને મારી સ્ત્રી આપો.” ।।૧૦।। સુભટની માંગણી સાંભળી રાજા-રાણી ઘણા ક્ષોભ પામ્યાં. તેના ગયા પછી પાછળથી જે બન્યું તે સઘળું સુભટને કહી સંભળાવ્યું. ત્યારે તે સુભટ રાજાની વાત માનવા તૈયાર નથી. રાજન્ ! વ્રત ધરીને ખોટી વાત ન કરો. જો તમે આવી વાત કરશો તો ભૂમિ રસાતળ થશે. હાલમાં હું બીજી વાત માનવા તૈયાર નથી. મેં સોંપેલી મારી સ્ત્રી મને પાછી આપો. ।।૧૧।। સંસારમાં નારી વિનાનું જીવન નિષ્ફળ કહેવાય છે. જે તમે વાત કરી. અને તે પ્રમાણે જ બધી વાત હોય તો હું પણ આજરોજ અગ્નિપ્રવેશ કરીશ. રાજા કહે “હે ભાઈ ! જે બન્યું તે સઘળું તને સત્ય કહ્યું છે. પણ તેમાં તારું જીવન શા માટે ગુમાવે છે ?” સુભટ બોલ્યો - હે રાજન્ ! જો તમે મારા જીવિતને ઈચ્છતા હો તો તમે તમારા એક પૌષધવ્રતના ફળને મને આપો. ।।૧૨।। રાજા કહે - રે ! ભાઈ ! એ વાત બની શકે તેમ નથી. ધર્મનાં ફળ તો કોઈને અપાય નહીં. પણ વિવેકી, મારું સઘળું રાજ્ય તને આપી દઉં છું અને તે ઉપર વળી એકસો કન્યા પણ તને આપું છું. ॥૧૩॥ હે સુભટ ! અજાણતાં હું છેતરાઈ ગયો છું. મારો ગુનો થઈ ગયો છે. તે સ્ત્રીને ઘણું સમજાવતાં પણ તે સ્ત્રી ન માની. તો હવે મારા એ ગુનાને તું માફ કર. રાજ્ય અને સો કન્યાનો તું સ્વીકાર કર. રાજાની એક પણ વાત ન માનતાં ચિતા જલાવીને, સુભટ તેમાં બળી મર્યો. તે જોઈને રાજાને ઘણું દુઃખ થયું. રાજા તો કિંકર્તવ્યમૂઢ થયો. ॥૧૪॥ સ્વજનવર્ગ સાથે રાજા વળી ગુરુ મહારાજ પાસે જઈને બેઠો. તે જ ક્ષણે ત્યાં આગળ ધરણેન્દ્ર - પદ્માવતી. બંને દેવ-દેવી હાજર થયાં. અને રાજાને ઉદ્દેશીને કહે છે. હૈ પુત્ર ! “લાંબાકાળ સુધી જીવો. વ્રતને ધારણ કરતો તું હંમેશાં પરમ આનંદને પામ.” ।।૧૫।। દેવનું વચન સાંભળીને રત્નશેખર રાજા ગુરુદેવને પૂછે છે. “હે ગુરુદેવ !” આ મોટા દેવ કોણ છે ? વળી આ સાથે દેવી પણ કોણ છે ? ગુરુ કહે - “હે,વત્સ !” આ તારાં પૂર્વમાં માત-પિતા છેં. “રાજા કહે – શું મારાં માત-પિતા ?” “હે ! રાજન્ ! તારાં જ પિતા ને માતા છે. સાંભળ. આ નગરમાં પુરંદર નામે રાજા હતા. તેમને સતીઓમાં શિરોમણી એવી સુંદરી નામે પ્રિયરાણી હતી. ૧૬॥ Page #422 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૧૦ ૩૦૧ એકવાર આ નગરમાં વિહરતાં ગુરુ મહારાજ પધાર્યા. તે મુનિનો ઉપદેશ સાંભળીને રાજારાણીએ સમકિત સહિત બાર વ્રત ઉચ્ચર્યા. રાજાને ત્યાં ઘણી સાહ્યબી હતી. છતાં સવાશેર માટીની ખોટ હતી. રાજ્યનો વારસદાર જે પુત્ર હોય તેની પ્રાપ્તિ થઈ નથી. એકદા પુરોહિતે મિથ્યાશાસ્ત્ર પ્રમાણે પુત્રપ્રાપ્તિ માટે રાજાને વિધિ બતાવી. ૧૭ મહિનાની વદ આઠમ અને અમાસની રાતે ચંદ્રોદય થાય ત્યારે એક ભાજનમાં (વાસણમાં) કાળાતલનું કચરીયું (તલવટ) ખાય. અને એક શય્યામાં બંને નિદ્રા લે. તો નિયમ પુત્ર (સંતતિ) પામે. છ મહિના આ પ્રમાણે કરવું. /૧૮ પુરોહિતનું આ પ્રમાણે વચન સાંભળી રાજા પુરંદર અને પ્રિયા સુંદરીએ લગાતાર છ મહિના સુધી વિધિ કરી. પણ પુત્રપ્રાપ્તિ ન થઈ. હવે એકદા આહારની ગવેષણાર્થે મુનિ ભગવંત રાજાને ત્યાં પધાર્યા. ll૧૯ો આહારાદિ વહોરાવીને, સંતાનની ઝંખનાવાળાં રાજા-રાણીએ ગુરુ મહારાજને પૂછ્યું. “હે ભગવંત અમને સંતાનપ્રાપ્તિ થશે કે નહીં?” એટલે મુનિ ભગવંત બોલ્યા. “હે રાજન્ ! તમને અવશ્ય સુંદર એવા પુત્રની પ્રાપ્તિ થશે. પણ તમે મિથ્યાધર્મનું સેવન ન કરશો. જૈનધર્મ ઉપર અવિહડ શ્રદ્ધા ધારણ કરજો .” ૫૨૦ના મુનિ ભગવંતના કહેવા મુજબ જૈન ધર્મની શ્રદ્ધાપૂર્વક આરાધના કરતાં ગુણનિધાન એવો પુત્ર થયો. જે પુત્ર તે તું છે અને તે પુરંદર રાજા તે તારા પિતા થાય. વ્રત ઉચ્ચર્યા પછી મિથ્યાધર્મનું સેવન કર્યું. તેથી અતિચાર લાગ્યો. તેનું પ્રાયશ્ચિત ન લીધું. આલોચના કર્યા વિના દંપતી મૃત્યુ પામ્યાં. તે બોકડો બોકડી થયાં. ર૧ ત્યાંથી તે બંને કૂતરો કૂતરી થયાં. ત્યાંથી ભૂંડ-હંસ-વૃષભ હરણાંના ભાવે યુગલ થયાં. બંને સાથે જ અવતરતાં. છેવટે કરયુગલ પણ થયાં. નંદનવનમાં રમતા આ યુગલને સુલોચન નામના વિદ્યાધરે પકડી પાંજરામાં પૂર્યા. //રરા એકવાર સુલોચન વિદ્યાધરને મુનિ ભગવંત મળી ગયા. તેમનાં વચન સુણી તે વિદ્યાધરે ભૂમિતળને વિષે જંગલમાં તે પોપટ-મેનાને મૂકી દીધાં. તે યુગલ ફરતાં ફરતાં આ વનમાં આવ્યાં. જ્યાં તેણે જિનમંદિર જોયું - જોતાં જ વિચાર કરતાં તે યુગલને જાતિસ્મરણ જ્ઞાન થયું. હૈયામાં વિવેક જાગ્યો. " મંદિરમાં પરમાત્માનાં દર્શન કર્યા, ધર્મની રુચિ થઈ. //ર૩ll તારા પ્રત્યે અપાર સ્નેહના કારણે તે બંને ઊડતાં ઊડતાં તારા હાથ ઉપર આવી બેઠાં. આયુષ પૂર્ણ થવાની તૈયારી હતી. તેથી મૂછ આવી. તે પણ અંતસમય જાણી નવકારમંત્ર સંભળાવ્યો. તે મૃત્યુ પામી ધરણેન્દ્ર અને પદ્માવતી દેવ-દેવી થયાં. આવો ઉત્તમ અવતાર નવકારમંત્રના પ્રભાવે પામ્યા. //ર૪ો. હે રાજન્ ! તારી દઢતા ધર્મમાં કેટલી છે? તે જોવા માટે પૂર્વભવનાં તારાં માત-પિતા અને આ ભવનાં દેવદેવીએ આ પ્રપંચ રચ્યો. મુનિનું વચન સાંભળી ધરણેન્દ્ર દેવ બોલ્યા. સાંભળ ! વત્સ! મુનીશ્વરે જે કંઈ કહ્યું તે સઘળુંયે સાચું છે. //પાત્યારપછી રાજમહેલ ઉપર રત્નની વૃષ્ટિ કરી ધરણેન્દ્ર પ્રિયા સાથે પોતાના સ્થાનકે ચાલ્યા ગયા. રત્નશેખર રાજા અને રત્નાવતી રાણી બંને જણાએ વળી વ્રતની શુદ્ધિ માટે મુનિભગવંત પાસે ફરીથી બારેય વ્રત ઉચ્ચર્યા ને પોતાના સ્થાને ગયાં. મુનિભગવંત ત્યાંથી વિહાર કરી ગયા. ર૬ll. ગંભીર સ્વભાવવાળા રાજા રત્નશેખર અને મંત્રીશ્વર સાથે મળીને રાજયમાં રહેલા દીનદુ:ખિયાનો ઉદ્ધાર કરતા હતા. ધર્મમાં વિશેષ પ્રકારે દૃઢતાને ધારણ કરે છે. પાંચમા ખંડની દશમી ઢાળ. પૂ. , શુભવીરવિજયજી મહારાજે આ પ્રમાણે પૂર્ણ કરી. //રા ખંડ - ૫ ની ઢાળ : ૧૦ સમાપ્ત Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ધર્મિલકુમાર રાસ -: દોહા : મંત્રીશ્વર સમક્તિ લહી, પાલતાં વ્રત બાર, ભક્તિ કરે નવનવ પરે, તેડી ઘર અણગાર. ॥૧॥ લક્ષ્મીવતીની સાન્નિધે, શાસય બિંબ અનેક, જાત્રા કરતાં તીર્થની, ધરતા ધર્મની ટેક. ॥૨॥ નિરતિચાર વ્રત પાળીને, પૂર્ણ કરી નિજ આય, દેવ મહર્ષિક પાંચમે. સરગે સુખભર જાય. III શોક ધરે બહુ ભૂપતિ, કેતે દિવસે તેહ, તસ સુત સેહસ્સમતી કરવો, મંત્રીપદે ગુણગેહ. ॥૪॥ સમહ્ત્વ પ્રાપ્ત કર્યું છે જેણે એવા સુમતિ મંત્રીશ્વર નિરતિચાર બાવ્રતને પાળે છે. શાસન શણગાર . . મુનિરાજને જુએ છે ત્યારે અહોભાવ થકી પોતાને ઘેર લઈ જાય છે અવનવી વાનગી વહોરાવી – જુદી જુદી રીતે ભક્તિ કરતાં રહે છે. IIII વળી પ્રિયા લક્ષ્મીવતીનું સાનિધ્ય મળ્યું છે જેનાં માત-પિતા યક્ષ-યક્ષિણી હતાં. લક્ષ્મીવતીને પિતાની સહાય હોવાથી મંત્રીશ્વર પત્ની સાથે શાશ્વત મંદિરમાં જાય છે. શાશ્વત ચૈત્યોને રૂડા ભાવથી જુહારે છે. જુદાં જુદાં તીર્થોની યાત્રા પણ કરે છે ધર્મમાં વધારે દઢતાને ધારણ કરે છે. રા મંત્રી દંપતી નિરતિચા૨પણે વ્રતપાલન કરીને આયુષ ક્ષય થયે છતે પાંચમા દેવલોકમાં મહર્ષિક દેવ થયા. બંને દેવો દૈવલોકના સુખને ભોગવે છે. IIII મંત્રીશ્વરના જવાથી રાજા કેટલાયે દિન સુધી શોકને ધારણ કરતો, મંત્રીના ગુણોને સંભારતો ઉદાસભાવે રહ્યો. ધીમે ધીમે રાજ્યનાં કામો સંભાળવા લાગ્યો. વળી મંત્રીશ્વરના પુત્ર ગુણીયલ એવા સેહસ્સમતિને રાજાએ મંત્રી-મુદ્રા આપીને મંત્રીપદ આપ્યું. ॥૪॥ · ઢાળ અગિયારમી (વીર જિણંદ જગત ઉપગારી એ દેશી) એક દિન પોષહ કરીને બેઠાં, રત્નશેખર ઘ૨માંહીજી, સામંત સર્વ પટાવત બેઠા, પોષહ લેઈ ઉચ્છાંહીજી, ધન્ય નરા જે દૃઢ વ્રત પાલે...એ આંકણી. ॥૧॥ એણે અવસર અરિસૈન્ય મળીને, લૂટતા પુર ગામજી; બંબ પડી વળી નગરને બાહેર, હુઓ કોલાહલ તામજી...ધન્ય.II૨॥ સામંતાદિક પોષહ છંડી, પોહોતા લેઈ હથિયારજી; રાયને સર્વ કહે હઠીરાજા, હયગય અરિ અપહારજી...ધન્ય. ॥૩॥ પણ રાજા નવિ ધ્યાનથી ચલિયો, તવ અરિ સૈન્ય પલાયજી; પારણા વેળા સામંત ભેળા, સઘળી વાત સુણાયજી...ધન્ય.II૪॥ એક દિન અરિ જીતણે નૃપ ચલીયો, રત્નવતી રહી ગેહજી; પોસહ અહોરત્તો લેઈ બેઠી, નિશિ કાઉસ્સગ્ગ ધરેહજી...ધન્ય. IIII Page #424 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૧૧ ૩૦૩ એણે અવસર તસ દેવ પરીક્ષા, રાય તણ કરી રૂપજી; આવી રાત્રે કહે સુણો રાણી, તજી પોષણ ધરી ચૂપજી...ધન્ય./Ell તુઝ રાગે હું આવ્યો પાછો, અંતર ધરીય સનેહજી; કામવર તાપથી સમાવો, દેઈ આલિંગન દેહજી...ધન્ય./lણા સામેતાદિક વાટ તે જોશે, જઈશું પાછલી રાતજી; રાણી કહે સુણ નૃપ વ્રતધારી, કોણ તમારી જાતજી...ધન્ય.//૮ એક ગુરૂમુખ વ્રત ઉચ્ચરીને, નાવે કહેતાં લાજજી; નરયતિરિગતિ દુઃખ બહુ લહીએ, કરતાં એહ અકાજજી...ધન્ય. llી. આજ તુમારે અમ કોણ સગપણ, ધર્મનું સગપણ એકજી; ચઉદસ પોસહ હું ન વિરાધુ, જો મળે દેવ અનેક...ધન્ય../૧લી. એણી પેરે ઘેરજ મન વચ દેખી, રસ કરી ગયો રાયજી; રત્નાવતી રહી ધ્યાનઘટામેં, આતમરામ રમાયજી...ધન્ય./૧૧|| રવિઉદયે પોષહ પારીને, પૂજે જિન અરિહંતજી; આવી નૃપ સુણી વાત તે સઘળી, કૌતુક ચિત્ત લહંતજી...ધન્ય../૧૨ રાજા અષ્ટમી વાસર નિગમી, રાત્રિ પોસહ કીધજી; નિશિથ વેળા રતનવતીએ, આવી આલિંગન દીધજી...ધન્ય.II૧all રાય કહે ન ઘટે તું સતીને, હું પરનર છું આજજી; રાણી કહે આલોયણ લેશું, દેખી વળી મુનિરાજજી...ધન્ય.// ૧૪ll માહરૂ વચન કદા નવિ લોખું, આ ભવમાંહી નરેશજી; પોસહ તજી રમીએ આજ રાત્રિ, નહી તો મરણ કરેશજી...ધન્ય./ઉપા મૌનપણું કરી ધ્યાન ધરતા, રાએ દીધી પૂંઠજી; તવ પરનરશું રતનવતીનો, સંગમ રાએ દીઠજી...ધન્ય./૧૬ll ધ્યાન થકી જબ ન ચલ્યો રાજા, તવ હુઓ મંત્રી રૂપજી; દેવ પ્રત્યક્ષ થઈ કહે મુઝન, ઓળખો છો કાંઈ ભૂપજી...ધન્ય../૧લી. રાય કહે તુમે મંત્રી અમારા, ક્યાંથી આવ્યા આજજી; દેવ કહે પંચમ દેવલોક, ભોગવીએ સામ્રાજયજી...ધન્ય./૧૮ના જેહવા પ્રભુએ વખાણ્યાં તેહવા, દંપતી દીઠા દાયજી, પ્રથમ પરીક્ષા રતનવતીની, બીજી તમારી હોયજી...ધન્ય.II૧૯લા એમ કહી રતનવતીને તેડી, બેહુને નમી સુરરાયજી; વૃષ્ટિ વસ્ત્ર રતનવર ફૂલની, કરી નિજ સર્ગ સધાયજી...ધન્ય.૨વા Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ધમ્મિલકુમાર રાસ' રત્નશેખર એમ ધર્મ આરાધી, ઈન્દ્ર સામાનિક થાયજી; બારમે સુરલોકે સુખ વિલસે, લહી ઉત્કૃષ્ટ આયજી...ધન્ય.॥૨૧॥ દેવી મહર્દિક રતનવતી થઈ, ત્રિવિષ્ટપ ઈશાનજી; તિહાં પણ દંપતી ભેળાં વિલસે, તે સુખનું નહી માનજી. ..ધન્ય.॥૨૨॥ અનુક્રમે ત્રણ્ય જણા એણે ભરતે, પામી કેવલનાણજી; ભવ્યજીવ પ્રતિબોધી લેશે, અક્ષય સુખ નિર્વાણજી...ધન્ય.॥૨ા એણીપરે વ્રતપચ્ચકખાણ આરાધો, સાધો વંછિત કામજી; વિરતિ ધરી ગુરૂભક્તિ કરતાં, તાવીખ શિવ વિશરામજી. ..ધન્ય. I॥૨૪॥ એમ મુનિમુખ પદ્મદ્રહ પસરી, સુરસરિતા તરંગજી; શૌચ સભા તરૂપલ્લવ વિકસ્યાં, શીતલ નિર્મળ અંગજી. ..ધન્ય.॥૨૫॥ ધમ્મિલ કુંવરને વિમલા કમલા, સમક્તિ શું વ્રત બારજી; ઉચ્ચરીને સહુ નિજ ઘર આવે, મુનિવર કરત વિહારજી. ..ધન્ય, ॥૨૬॥ પૂરણ પંચમ ખંડ એ રાસે, એહ અગીયારમી ઢાળજી; શ્રી શુભવીર વચનરસ પીશે, તસ ઘર મંગલ માળજી. ..ધન્ય. ૨૭ા રત્નશેખર રાજા હવે દિનપ્રતિદિન ધર્મમાં લીન થતા જાય છે. એક દિવસ પોતાના મહેલમાં રહેલી પૌષધશાળાના ઓરડામાં પૌષહવ્રત લઈને બેઠા છે. સાથે સામંત-પટાવત આદિ રાજના કર્મચારીઓએ પણ ઉત્સાહ આનંદથી પોષહવ્રત લીધા છે. જગતમાં તે નરને ધન્ય છે. જે વ્રતધર્મમાં દઢતા રાખે છે. ।।૧।। આ અવસરે શત્રુરાજાને જાણ થતાં સૈન્ય લઈને નગરી ઉપર ચડાઈ કરી. નગરને લૂંટવા લાગ્યા. રાજા વ્રતમાંથી ક્યારે બહાર આવે નહીં. તેથી નિરાંતે શત્રુરાજાએ લૂંટ ચલાવી. નગ૨ લોકો બૂમબરાડા પાડવા લાગ્યા. જીવ બચાવવા સૌ દોડવા લાગ્યા. બૂમો સાંભળી સામંત આદિ સૌ પૌષધ છોડી ભાગવા લાગ્યા. હાથમાં હથિયાર લઈને શત્રુની સામે ધસ્યા. રાજા તો કાઉસ્સગમાં સ્થિર હતા. સર્વેજનો આવીને રાજાને વિનવી રહ્યા છે. હે રાજન્ ! આપ જલ્દી બહાર પધારો. શત્રુરાજા લૂંટ ચલાવી રહ્યો છે. હઠયજ્ઞ છોડી દો. અમને બચાવો. હાથી-ઘોડાયુક્ત શત્રુને હટાવો. I૨+૩॥ લોકોની વાત સાંભળતાં છતાં દૃઢમનવાળા રાજાએ પૌષધવ્રત ન પાર્યો. પોતાની આરાધનામાં અડગ રહ્યા. મૌન જ રહ્યા. ધર્મધ્યાનમાં લીન બનેલા હતા. ત્યાં તો સૈન્ય અને શત્રુરાજા પલાયન થઈ ગયા. બીજે દિવસે સેનાપતિ સામંતો સઘળાયે ભેગા થયા. તે દિવસ પારણાનો હતો. રાજાની આગળ સઘળી વાતો સંભળાવી આવી. વાત સાંભળીને રત્નશેખર રાજાને ધર્મમાં વધારે શ્રદ્ધા બેઠી. ધર્મપ્રભાવે સંકટ દૂર થયું. II૪।। વળી એકદા રત્નશેખર સૈન્ય લઈને શત્રુરાજાને જીતવા નગરથી નીકળીને જઈ રહ્યો છે. રાણી રત્નવતી ઘેર છે. પર્વનો દિન હતો. તેથી પૌષધશાળામાં પૌષધ વ્રત લઈને રાત્રિને વિષે રાણી કાઉસ્સગ્ગ ધરીને રહી છે. III તે અવસરે રાણીની પરીક્ષા કરવા દેવ આવ્યા. રાજાનું રૂપ ધારણ કર્યું છે. રાત્રિને વિષે પૌષધશાળામાં રાણી પાસે આવ્યો. કહે છે. “હે પ્રિયા ! સાંભળ ! તું ચૂપચાપ પૌષધને છોડી દે. II૬) વળી સાંભળ ! હું નારા રાગથી, તારા વિરહને સહન ન કરતાં પાછો આવ્યો છું. માટે તું હૈયામાં હેત ધારણ કરીને, મારા Page #426 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૫ : ઢાળ - ૧૧ 364 કામજવરયુક્ત દેહને આલિંગન આપીને શાંત કર. IIII સામંત-સેનાપતિ આદિ મારી રાહ જોતા હશે. પણ હમણાં તો તું મને આધીન થા. પછી પાછલી રાતે હું ત્યાં પહોંચી જઈશ. રાજાનું વચન સાંભળીને કાઉસ્સગ્ગ પૂરો થતાં પાળીને રત્નવતી બોલી. રાજન્ ! વ્રત ધારણ કરનાર તમે આ શું બોલો છો ? ક્ષત્રિય ક્યારેય લીધેલી ટેકને મૂકતા નથી. I॥૮॥ રાજન્ ! ગુરુમુખ વ્રતના પચ્ચકખાણ લીધાં છે અને આ રીતે બોલતાં તમને શરમ આવતી નથી ? અકાર્ય કરતાં નરક-તિર્યંચ ગતિનાં દુઃખ પ્રાપ્ત કરવાં છે ? લા વળી આજે તમારે અને મારે સંબંધ શો ? પૌષધ વ્રતમાં રહેલી એવી મારે ધર્મનું જ સગપણ છે. અનેક દેવો આવે તો પણ આજે ચૌદશના પૌષધને હું ક્યારેય વિરાધીશ નહીં. આવ્યા છો તો ચાલ્યા જાવ. II૧૮ રત્નવતીનું મન-વચન-કાયાનું ધૈર્ય દેખીને રાજા કૃત્રિમ રીસ કરીને ચાલી ગયો. જ્યારે રાણીયે શેષરાત્રિ ધર્મધ્યાનની ઘટામાં આત્મારામને રમાડતાં વિતાવી. ૧૧॥ સવાર થતાં સૂર્યોદય થયા બાદ રાણીએ સુખપૂર્વક પૌષધ પાર્યો. જિનેશ્વર પરમાત્માની પૂજા આદિ ભક્તિ કરી. રાજા પણ પોતાનું કાર્ય પતાવીને આવી ગયા. રાત્રિ સંબંધી સઘળી વાત રાણીના મુખેથી રાજાએ સાંભળી ત્યારે રાજા આશ્ચર્ય પામ્યો. રાણી પણ વિચારમાં પડી ગઈ. ।।૧૨।। વળી એકદા આઠમને દિવસે રાજાએ અહોરાત્રિનો પૌષધ લીધો. તો રાત્રિ સમયે કોઈ દેવ પરીક્ષા માટે રત્નવતીનું રૂપ ધારણ કરીને રાજા પાસે આવ્યો. રત્નવતીના રૂપમાં રાજાને આલિંગન આપ્યું. ॥૧૩॥ રાજા એકદમ બોલી ઊઠ્યા. અરે ! અરે ! સતી ! તને આ ન ઘટે. આજે હું વ્રતધારી પૌષધમાં છું. આજે તો તાંરા માટે હું પરપુરુષ છું. ત્યારે રત્નવતી કહેવા લાગી. હે સ્વામી ! કોઈ મુનિ ભગવંતને જોઈશું. ત્યારે આલોચન લઈ લઈશું. પણ આજે મને દૂર ન કરો. I॥૧૪॥ હે રાજન્ ! આ ભવમાં તો તમે મારું વચન ક્યારેય ઉત્થાપ્યું નથી. અને આજે આમ કેમ ? સ્વામીનાથ ! પૌષધ છોડો. આજની રાત સુખભર રમીએ. ના કહેશો તો હું આપઘાત કરીશ. ॥૧૫॥ રાણીનાં વચન સાંભળી રાજા એકદમ વિમુખ (અવળો) ફરીને બેઠો અને મૌન ધારણ કરીને કાઉસ્સગ્ગમાં સ્થિર થયો. ત્યારે તેની સન્મુખ થઈ, રત્નવતી પરપુરુષનો સંગ કરતી જોવામાં આવી. ।।૧૬। છતાં પણ રત્નશેખ૨૨ાજા ધ્યાનથી જરાયે વિચલિત ન થયા. પરીક્ષા પૂરી થઈ હોય તેમ તરત જ દેવ પ્રત્યક્ષ થયો. મંત્રીનું રૂપ ધારણ કર્યું અને પૂછે છે. રાજન્ ! મને ઓળખો છો ? ।।૧૭। મંત્રીને જોતાં હર્ષ પામેલો રાજા બોલ્યો. તમે તો અમારા મંત્રી. હું ન ઓળખું ? આપ આજે ક્યાંથી આવ્યા ? મંત્રી કહે - પાંચમા દેવલોકથી આવ્યા છીએ. ત્યાંનાં સામ્રાજ્યનું સુખ અમે ભોગવીએ છીએ. ।।૧૮। રાજન્ ! એકવાર પરમાત્માની દેશના સાંભળવા અમે ગયા હતા. ત્યાં વ્રતધર્મની વાતો ચાલતી હતી. વ્રતમાં દૃઢતા રાખવા વિશે તેમાં પ્રભુએ જ તમારી દૃઢતાનાં વખાણ કર્યાં. જેવા વખાણ કર્યા હતાં, તેવા જ તમે મને જોવામાં આવ્યા. છતાં મેં પરીક્ષા કરી. પ્રથમ રત્નવતીની પરીક્ષા કરી. અને બીજી પરીક્ષા તમારી કરી. તમે તો પ્રભુના મુખે વસ્યા અને વખણાયા. ॥૧૯॥ રત્નશેખર રાજા આગળ મંત્રીદેવ વાતો કરે છે અને ત્યાં જ રત્નવતી સતી રાણીને બોલાવવામાં આવ્યાં. મંત્રીદેવે તે બંનેને નમસ્કાર કર્યા અને વસ્ત્રો, રત્નો તથા શ્રેષ્ઠ સુગંધીયુક્ત ફૂલોની વૃષ્ટિ કરી. મંત્રીદેવ પોતાના સ્થાનકે ગયા. ॥૨૦॥ હવે રાજા પોતાના ધર્મમાં વધુને વધુ રક્ત થયા. ધર્મની સુંદર આરાધના કરતાં પોતાનું આયુષ ક્ષય થયે છતે બારમા દેવલોકે સામાનિક ઇન્દ્ર થયા. અને તે પણ ઉત્કૃષ્ટ આયુષવાળા ઇન્દ્ર થયા. II૨૧॥ રત્નવતી પણ પોતાનું શેષ જીવન ધર્મ આરાધનામાં વ્યતીત કરી, આયુષ પૂર્ણ થયે ઈશાનદેવલોકે Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ધમ્મિલકુમાર રસ (બીજા દેવલોકે) મહર્થિક દેવી થઈ. ત્યાં પણ દંપતી દેવલોક સંબંધી સુખો ભોગવે છે. બીજો અને બારમો દેવલોક - બંને જણાં આવજા કરી શકે. પ્રભુની ભક્તિ પણ સાથે કરે. તીર્થોની યાત્રા પણ દંપતી દેવ-દેવી સાથે કરવા લાગ્યાં. જે સુખનું વર્ણન કે પ્રભુ ભક્તિનું વર્ણન થઈ શકે તેમ નથી. ૨૨ અનુક્રમે રાજા-રાણી અને મંત્રી એમ ત્રણેય જણાં દેવલોકનું આયુષ પૂર્ણ થયે છતે આ ભરત ક્ષેત્રમાં અવતરશે. સંયમ ગ્રહણ કરશે અને કેવલજ્ઞાન પામશે. પૃથ્વીતળને વિષે વિચરી ભવ્યજીવોને પ્રતિબોધ કરીને આયુષ પૂર્ણ થયે શાશ્વતા સુખને મેળવશે. અક્ષય સુખને પ્રાપ્ત કરશે. ૨૩ી આ પ્રમાણે આ કથા શ્રી વિજયસેનસૂરિ મહારાજ ધમિલ-વિમળા વગેરે આગળ કહેતાં કહે છે. હે ભવ્યજીવો ! તમે પણ ધમ્મિલ અને રત્નશેખર રાજાની જેમ વ્રત-પચ્ચકખાણની આરાધના દઢ મને કરો અને ઇચ્છિત કાર્યને સાધો. વિરતિ (વ્રત-નિયમ-સંયમ)ને ધારણ કરી ગુરુદેવની ભક્તિ કરતાં જે સ્વર્ગ મળે છે, તે તો શિવપુરીમાં જવા માટેનું માત્ર વિશ્રામસ્થાન છે. ૨૪ો. આ રીતે ગુરુ વિજયસેનસૂરિ ભગવંતના મુખરૂપી પધસરોવરમાંથી પ્રસરેલાં, સુરસરિતા-(ગંગાનદી) ના તરંગોથી પવિત્ર થયેલ સભા, તે સભારૂપી વૃક્ષનાં પલ્લવો (પાંદડાં ડાળી-શાખા-ફૂલ વગેરે) વિકસિત થતાં, અન્ય અંગો નિર્મળ થયાં. શીતળતા પામ્યાં. અર્થાત્ સભામાં બેઠેલા ભવ્યજીવોનો આત્મા નિર્મળ પવિત્ર થયો. અને ઠંડક અનુભવી. કપિલ રાજા ને નગરજનો પણ આનંદ પામ્યા. //પા ધમ્મિલરાજાવિમળારાણી, કમલા માતા આદિ પરિવારે સમકિત સહિત બાર વ્રતને ઉચ્ચર્યા. ગુરુને વાંદી સહુ પરિવાર પોતાના ઘેર આવ્યા. મુનિ ભગવતે અન્યત્ર વિહાર કર્યો. //ર૬ll આ પ્રમાણે પાંચમા ખંડને વિષે અગિયારમી ઢાળ પૂર્ણ થઈ. શ્રી શુભવીરવિજયજી મહારાજના વચનરસને જે ભાગ્યશાળી પીશે, તેના ઘરે હંમેશાં મંગલમાળા હશે. //રશા ચોપાઈ ખંડ અખંડ પૂરણ રસ ઠર્યો, ચાર વેદ ઉપનિષદે ધર્યો, શ્રી શુભવીર વચનરસ ઝર્યો, પંચમ ખંડએ પૂરણ ભર્યો. III ચારવેદ ઉપર પાંચમો ઉપનિષદ્ ગ્રંથ ધારણ કરે છે. તેમ આ ધમ્મિલકુમારના રાસના ચાર વેદ સમાન ચાર ખંડ ઉપર પાંચમો ખંડ ઉપનિષદ રૂપે પૂર્ણ થયો. શ્રી શુભવીરવિજયજી મહારાજના વચનનો રસ જે ખંડમાં ઝર્યો છે તે રસથી પૂર્ણ પાંચમો ખંડ પૂર્ણ થયો. ' ઈતિ શ્રી તપોગચ્છીય સંવિજ્ઞ પંડિત શ્રી શુભવિજયગણીશિષ્ય પંડિત શ્રી વીરવિજયગણિભિર્વિરચિતે શ્રી ધમ્મિલચરિત્રે પ્રાકૃતપ્રબંધે પંચમખંડઃ પરિસમાપ્તઃ સર્વગાથા.૩૯રા. ચોપાઈ ઈતિશ્રી તપગચ્છ સંવિજ્ઞ મુનિ શ્રી શુભવીરવિજયજી ગણિવર્યના શિષ્ય પંડિતશ્રી વીરવિજયજી ગણિવરથી રચાયેલો આ ધમ્મિલકુમારનો રાસ. પ્રાકૃત પ્રબંધે પંચમા ખંડે ધમ્મિલકુમારનું અશ્વ ઉપર જવું. વિદ્યાસાધક કામોન્મતની સાધના, ધમિલના હાથે મૃત્યુ, ચાર યોગીનો ઝગડો, કર્બટ ગામમાં પ્રવેશ, ઔષધિ યુક્ત પંખો બનાવવો, વ્રત પચ્ચકખાણના ફળને બતાવતા વિજયસેનસૂરિ મ. સા. તે ઉપર રત્નશેખર રાજાની કથા. આ સઘળી વાતો જેમાં વર્ણવી છે, તે પાંચમો ખંડ સમાપ્ત થયો. સર્વગાથા li૩૯રા ખંડ - ૫ ની ઢાળ : ૧૧ સમાપ્ત Page #428 -------------------------------------------------------------------------- ________________ અથ ષષ્ઠ ખંડ પ્રારંભ -: દોહા : નયન જુગલ કજ્જલકલા, ભાલસ્થલ કાશ્મીર, મુખ તંબોલે વાસીયું, વીણા૨વ ગંભીર. ॥૧॥ પૃથુ ટિતટ હાટકમય, કાંચી કાંતી સફાર, સરસતી ભારતિ પ્રણમીએ, ઉમુક્તાફળ હાર. ॥૨॥ પૂરણ પંચમ ખંડ એ, સાથે ચક્રી નરેશ, પણ છઠ્ઠો સાધ્યા વિના, ચક્ર ન શાલ પ્રવેશ. IIII તેણે હવે છઠ્ઠો વર્ણવું, સુણો શ્રોતા લોક, દક્ષસભા વિકસિત હુએ, જેમ પ્રહ સમયે કોક. ॥૪॥ એક દિન મંદિર માળીએ, ચિઢુંદિશિ પવન અગાશ, તિહાં બેઠા ધમ્મિલકુમાર, સુખભર નિજ આવાશ. ॥૫॥ એણે અવસર આકાશથી, ઉતરી કન્યાં એક, જાણે ચમકતી વીજળી, ન કરે નજરની ટેક. ॥૬॥ તે વિદ્યાધર કન્યકા, તેજરૂપ અતિરેક, આવી સન્મુખ કુંવરને, ઉભી કહે સુવિવેક. ॥લા રાસકર્તા હવે કથાને આગળ કહેતાં મા સરસ્વતીની ઉપાસના કરે છે, જેના નયનયુગલમાં કાજલ અને લલાટે કાશ્મીરના કેસરનો ચાંલ્લો શોભી રહ્યો છે, જેનું મુખકમળ તંબોલથી વાસિત છે, જેના હાથમાં વીણા રહેલી છે જે વીણાનો ગંભીર અવાજ હવામાં પ્રસરી રહ્યો છે. II૧॥ વળી જેના વિસ્તૃત કટિતટ ઉપર સુવર્ણમય કંદોરો સુંદર એવી કાંતિથી શોભી રહ્યો છે, જેના ઉ૨ ઉપર મુક્તાફળનો હાર શોભી રહ્યો છે. જ્ઞાનપ્રકાશને કરતી એવી મા સરસ્વતીને હું નમસ્કાર કરું છું. ॥૨॥ ચક્રવર્તી રાજા પાંચ ખંડ (ભરતક્ષેત્રના)ને સાધે છે. પણ જો તે રાજા છઠ્ઠા ખંડને ન જીતે તો.. તો... ચક્રરત્ન ચક્રશાળા (આયુધશાળામાં) માં પ્રવેશ ન કરે, તેમ કર્તા કહે છે કે મેં પાંચખંડ ચરિત્રના વર્ણન કરીને પૂર્ણ કર્યા, પણ તે ચરિત્રને કહેવા માટે છઠ્ઠા ખંડનું વર્ણન કરું છું. તો હે શ્રોતાજનો ! તમે કાન દઈને સાંભળો. પ્રાતઃકાળે ચકોર આનંદ પામે, તેમ સભામાં રહેલા દક્ષજનો મારી કથાને સાંભળીને આનંદિત થશે. II૩+૪૫ સમ્યક્ત્વને સાધતો ધમ્મિલ સ્વર્ગનાં સુખોને ભોગવે છે. એકદા પોતાના ભવનની અટારીએ નિરાંતે એકલો બેઠો છે. ચારે તરફથી પવન મંદમંદ આવી રહ્યો છે. પવનની લહેરોને માણતો તે સુખ અનુભવી રહ્યો છે. III) એ અવસરે આકાશમાંથી, આંખોને આંજી નાખે તેવી ચમકતી વીજળી જેવી કાંતિવાળી એક કન્યા નીચે ઊતરી આવી. ॥૬॥ તે વિદ્યાધર કન્યાનું રૂપ અતિતેજસ્વી હતું. તે કન્યા ધીમે પગલે, વિવેકપૂર્વક ધમ્મિલને જોતી જોતી, તેની સામે આવીને ઊભી. IIII ૨૬ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ધમ્પિલકુમાર રાસ ઢાળ પહેલી (છેલ છબીલા નંદના કુંવર છેલ જો....એ દેશી) છેલ છબીલા સુંદર સુણ એક વાત જો, કનક વાલુકા નદી જગમાં વિખ્યાત જો, નેહને કાંઠે તુમ જાવું કેમ થયું જો. તેના કુંવર કહે સુણ છેલ છબીલી નારજી, એક દિન કીધો અષે મુઝ અપહાર જો, તેણીને વેળા રે, જલકારણે ગયા જો. રા ભલે ગયા તો દીઠું વનગંભીર જો, - મુક્તાફળ સમ નિર્મળ પીધાં નીર જો, પણ વનમાં વિદ્યાસાધકને કેમ હણ્યો જો. all સાધક હણીયો પૂછે છે શું કાજ જે, પરની વાત કરતાં નાવે લાજ છે, પરઘરની વાતો એ જીવે નંદકી છે. જો નહિ હમ નંદકિ નહિ નંદકિ માબાપ જો, અમ કુલમાંહે નંદકીની નહી છાપ જો. ' ચટકી કેમ લાગી રે, સાચુ પૂછતાં જો. પા. સાચું પૂછો તો શું સગપણ લાગે છે, મરમની વાતે મોટા ઉત્તર ભાગે જો, નહિ તો વિણ કામે પૂછવું નવી ઘટે જો. મારી વિણ કામે નવિ જાવુ કોઈને ઘેર જો, સહેજે મરમનિ વાતે પ્રગટે ઝેર જો, સગપણ વિણ નથી બોલી શકીએ એવડું . llણા સગપણ શું લાગે છે બોલો અમને જો, એવડું જે દુઃખ લાગે દિલમાં તમને જો, અંતરનો ઘા લાગો માલમ કેમ પડે . આટલા સાધક એ મુઝ વૃદ્ધ સહોદર થાય જો, નિરપરાધી હણીયો દેઈ ઘાય જો, એ વાતે ક્ષત્રીની લાજ વધે નહિ જો. લા. Page #430 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૬: ઢાળ - ૧ ૩૦૯ સાચું કહ્યું પણ ફરતાં નદી કિનાર જો, તરૂ લટકતી લીધી એક તરવાર જો, વંશજાલ કાપતાં સાધકને હણ્યો જો. ./૧લી. સહસા ઘાત ન કરવો શસ્ત્ર પ્રહાર જો, લહી તરવાર ન કીધો કાંઈ વિચાર જો, ખડ્રગ રતન તજીને - નર ન રહે વેગલો જો. ૧૧|| ભૂલ પડી અમને એ સઘળી વાતે જો, ભીલ્લ તણી પર કામ કરવું અસિ ઘાત છે, પશ્ચાત્તાપ થયો તે જાણે કેવલી જો. ૧૨ાા કેવલી તો જાણે છે સર્વ વિચાર જજે, પણ બાંધવ નાવે પાછો નિરધાર જો, વાત સુણી બેહુ બેહેની સ્નાન કરી રહ્યા છો. ૧૩ વિણ અપરાધી હણતાં હું થયો રાંક જો, ' પણ એ વાત નથી અમારો વાંક જો, : ગુનો કરો બકસિસ વેરાલુ ટાલવું જો. ./૧૪ll વેર નથી તુમ સાથે કાંય કલેશ જો, અમ દિલમાંહે વસીયો ગુરૂ-ઉપદેશ જો, બાંધવથી પ્રીતમ અધિકો હોવે નારીને જો. /૧૫ પ્રીતમ કોણ તમારે કન્યાવેશ જો, સુણીયો સદ્દગુરૂ પાસે શો ઉપદેશ જો. તુમે બેહુ બેહેની નામ ઠામ અમને કહો જો. ./૧૬ll મુઝ બાંધવ વિદ્યાધર કેરો રાણો જો, મિત્રસેનાને વચને તમે સહુ જાણો છે, કામ અજુગતું કરીને કપટે પૂછવું જો. ૧ણા કપટ ઘણાં તો નારીમાં પેઠાં જો, વળી કોઈ દિન તુમને નજરે નવિ દીઠાં જો, નારી અગોચર દેખી કેમ વિસવાસીએ જો. ૧૮ વિશ્વાસી નિ:કપટી છે જગનાર જો, નારી વિના નર હાલીનો અવતાર જો, બીકણ ભડકણ નર તે અણ વિસવાસીયા જો. ૧લી Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ભડકણ બીકણ અમને જાણ્યા કેમ જો, નવનવી વાત વદંતાં વિષટે પ્રેમ જો, સાચાં બોલાં માણસને પરતીજીએ જો. રા જુઠા બોલ્યાનો અમને છે નેમ જો, મિત્રસેનાશું વચને દાખી પ્રેમ જો, પૂંઠેથી ભડકીને નાઠા કેમ ગયા જો. ॥૨૧॥ મિત્રસેના ગઈ અમને કરી સંકેત જો, નાઠા અમે દેખી વિપરીત વદેત જો, નારી શું ઝઘડો નર ઉત્તમ નવી કરે જો. ૨૨/ પ્રેમ બન્યો તિહાં ઝઘડાનું શું હેત જો, મિત્રસેનાએ કીધો શો સંકેત જો, સાચ કહો તો આગળ વાત પ્રકાશીએ જો. I॥૨૩॥ ખેટસુતા આશક્ત રાતી કેત જો, હલવી સહુ રહેજો નહિ, તો ધજ શ્વેત જો, ઉજ્વલ ધજ દેખીને દેશાવર ગયા જો. ॥૨૪॥ મિત્રસેના મુખ સાંભળી બાંધવ વાત જો, અમે બેહું બેહને નવિ ચિંત્યો ઉપઘાત જો, ધમ્મિલકુમાર રાસ જ્ઞાનીને વયણે રે ચિત્ત ઉપશામીયું જો. I॥૨૫॥ અમે જાણું જે નહી અમતુમ મેલાપ જો, બાંધવ ઘાતે બેહુને થયો સંતાપ જો, મિત્રસેનાએ ઉજ્જલ ધજ હલાવ્યો સહી જો. ।।૨૬। ભાઈ મુઓ પણ વંછિત મેળો મેલી જો. સંપે હરખી સોળ જણીની ટોળી જો, હર્ખમદે મિત્રાએ ધજપતિ હાલવ્યો જો. ા૨ા એક એક વચને સાચી વાત રસાલ જો, છઠ્ઠ ખંડે ભાખી પહેલી ઢાળ જો, ૨૮ શ્રી શુભવીર વખૂટો મેળો સહુ મળ્યો જો. આકાશમંડળમાંથી ઊતરી આવેલી વિદ્યાધર કન્યાના રૂપને કુમાર નિરખી રહ્યો છે. વિવેક જાળવીને કન્યા થોડીવાર પછી બોલી. “ઓ છેલછબીલા ! સુંદર સોહામણા રાજકુમાર ! મારી વાત સાંભળો.” કુમાર તેના રૂપને જોતો હવે તેની વાત સાંભળવા ઉત્સુક બન્યો. કન્યા કહે છે “હે Page #432 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ : ઢાળ - ૧ ૩૮૧ પરોણા ! કંનકવાલુકા નદી જગતમાં પ્રખ્યાત છે. તે જાણો છોને ? તેનાં કાંઠે તમે શા માટે ગયા હતા ?” કુમાર બોલ્યો ઃ રે ! છેલછબીલી નારી ! મારી વાત સાંભળ. અમે ઘોડા ખેલાવતા હતા. એક દિન વક્રગતિવાળા ઘોડા ઉપર હું બેઠો. મને ખબર ન હતી કે ઘોડો વક્રગતિવાળો છે. તે અશ્વના હરણે અમે તે વનમાં પહોંચી ગયા. તૃષાતુર થયેલા અમે પાણીની શોધમાં તે નદીના કાંઠે પહોંચી ગયા. ॥૨॥ ઓહ ! રાજકુમાર ! પાણી માટે કાંઠે ગયા તે ભલે ગયા. મુક્તાફલ સરખાં નિર્મળ નીર પીધાં. તે પણ સારું કર્યું. તરસ છીપાવીને સ્વસ્થ થયા. આનંદની વાત. પણ ત્યાંથી સુંદર વનમાં ગયા. તે વનમાં વંશજાળ મધ્યે વિદ્યાધર વિદ્યાની સાધન કરતો હતો તે નિરપરાધીને તમે કેમ માર્યો ? III અરે ! ઓ બાળા ! મેં સાધકને હણ્યો. તેવી વાત તારે શું કામ પૂછવી પડી ? પારકાની વાત કરતાં તને શરમ ન આવી ? હું ! પારકાની પંચાત (વાત) કરતાં આ જીવને હંમેશાં આનંદ જ આપતો હોય છે. કુમારની વાત સાંભળી તે બાળા એકદમ બોલી ઊઠી. કોઈની વાત કરવામાં અમને આનંદ નથી ને નિંદા પણ કરતાં નથી. અમારાં માતપિતા પણ કોઈની નિંદા કરતાં નથી. અમારા કુળમાં નિંદાખોરની છાપ પણ નથી. પણ જ્યારે તમને સાચું પૂછીએ છીએ, તો તમને આટલો બધો ચટકો કેમ લાગ્યો ? હે બાળા ! તું સાચું પૂછે છે ? તો તે પુરુષ સાથે તમારે શું સગપણ રહેલું છે ? જેથી મર્મભરી વાત પૂછીને જાણે મોટાને ઉત્તર આપવાનો હોય તેવા જવાબ માંગે છે. નક્કી કંઈ સંબંધ હશે, નહિ તો કામ વિના પૂછવું ઘટે નહીં. ॥૬॥ અરે ! ઉત્તમ નરવર ! કામ વિના અમે કોઈના ઘરે જતાં નથી. જવું તે યોગ્ય નથી. સહેજ પણ મર્મની વાત કરીએ તો વિના કા૨ણે વેરઝેર પ્રગટ થાય અને સગપણ વિના આવી મર્મભરી વાત શું બોલી શકાય ખરી ? આટલું બોલતાં બાળા ગળગળી થઈ ગઈ. IIII રે ! કન્યા ! તારે એ પુરુષ સાથે શું સગપણ છે ? અમને તું કહી શકે ? તેના પ્રત્યે દિલમાં આટલું બધું તને દુઃખ લાગે છે ? અંતરમાં લાગેલા ઘાને અમે કેવી રીતે જાણી શકીએ ? તમે કંઈક વાત તેને વિશે કરો તો અમે જાણીએ. ॥૮॥ યુવરાજ ! તે સાધક મારો મોટો ભાઈ હતો. નિરપરાધી એવા સાધકને તમે તલવારના ઘા થકી હણી નાંખ્યો. આવું અકાર્ય ક૨વાથી ક્ષત્રિયની આ આબરૂ ? રે ! પરદેશી ! આવા કાર્યથી ક્ષત્રિયની આબરૂ વધતી નથી. Ill હે સુંદરી ! તું કહે છે તે સાચું છે ખરેખર, આવા કાર્યમાં ક્ષત્રિયની આબરૂ વધતી નથી. પણ આ જે કંઈ કામ મારાથી થઈ ગયું છે તે અજાણતાં થયું છે. વૃક્ષ ઉપર લટકતી એક તલવાર મારા જોવામાં આવી. મને કુતૂહલ થયું કે આ વનમાં તલવાર ક્યાંથી ? હાથમાં લઈને જોઈ. મને થયું કે કોઈ ભૂલી ગયું છે. મેં ચારે કોર તપાસ કરી. કોઈ જોવામાં આવ્યું નહીં. વળી મને થયું કે જોઉં તો ખરો આ તલવાર કેવી છે ? પરીક્ષા કરવા મેં વંશજાળમાં ઘા કર્યો. વંશજાળ તો કપાઈ ગયું. પણ અંદર રહેલા સાધકનું મસ્તક છેદાઈ ગયું. I॥૧૦॥ હાથમાં તલવાર લઈને ધારને બરાબર જોવા ગયો. તો તલવારની ધાર લોહીથી ખરડાયેલી જોઈ. તલવાર હાથમાં લઈને જોતાં, મને વિચાર ન આવ્યો કે “એકદમ શસ્રનો પ્રહાર કરવો ન જોઈએ.” કોઈ માણસ ખડ્ગરત્ન મૂકીને દૂર જાય નહીં. એવો વિચાર પણ ન કરી શક્યો. ||૧૧|| હે વનસુંદરી ! આ સર્વે વાતમાં અમારી ભૂલ થઈ છે. અસિનો ઘા કરીને અમે ભિલ્લથી પણ હલકું કામ કર્યું છે. જે કામથી અમને ઘણો પસ્તાવો થયો છે. અમારા હૈયાના બળાપાને તો એક કેવલી ભગવંત જાણે છે. એ વિના તો બીજો કોણ જાણે ? ।।૧૨।। યુવાન ! કેવલી ભગવંત તો સમય સમયના બદલાતા, સર્વજનોના સર્વ વિચારો જાણી શકે છે. પણ હે રાજકુમાર ! મારો બંધવ હવે નિશ્ચયથી પાછો Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ધમિલકુમાર રાસ આવનાર નથી. મરણની વાત અમે બંને બેનોએ જાણી ત્યારે અમે ઘણું રડ્યાં અને તે પછી બંને બેનોએ સ્નાન કર્યું. ૧૩ી. સુંદરીની વાત સાંભળી ધમ્મિલ બોલ્યો. તે બાળા ! વિણઅપરાધી તારા ભાઈને હણીને ખરેખર હું એક ગરીબડો થઈ ગયો છું. છતાં મારો તેમાં બીજો કોઈ વાંક નથી. કેમ કે “મારે તેને હણવો” તેવો કોઈ ભાવ કે ઈરાદો નહોતો. ભવિતવ્યતાના યોગે આ વાત બની ગઈ છે. અમારો આ ગુનો માફ કરો અને અમારી સાથે મનમાં રાખેલી વૈરની ગાંઠ દૂર કરો. If૧૪ હે પરાક્રમી ! તમારી સાથે અમારે કોઈ વૈર નથી. ખેદ કે કલેશની વાત નથી. ભાઈ ગયાનું દુઃખ તો હૈયે સાલે છે. પણ વીસરવું પડશે. કારણ હૈયે ગુરુદેવનો ઉપદેશ વસ્યો છે. વળી સ્ત્રીને તો બાંધવ કરતાં પ્રીતમ અધિક હોય છે. ll૧પ રે બાળા ! તમે તો બાળાવેશમાં છો. અર્થાત તમારો વેશ તો કુંવારી કન્યાનો છે. તો વળી તમારે પ્રીતમ કેવો? આ શું બોલો છો? વળી કહેશો કે સદ્ગુરુ પાસેથી ઉપદેશ શું સાંભળ્યો? તમે બે બેનો, જરા તમારાં નામ કહેશો? II૧૬ll મારો ભાઈ વિદ્યાધર રાજા છે અને આ સઘળી વાત મિત્રસેના થકી તમે સાંભળી છે. છતાં આ પ્રમાણે અજુગતું કાર્ય કરીને મનમાં કપટ ધારણ કરીને અજાણ્યા થઈને મને પૂછો છો ? ૧૭ હે સુંદરી! તું મને કપટી શા માટે કહે છે? ઘણાં કપટો તો સ્ત્રીઓના હૃદયમાં હોય છે. ઠીક ! વળી તમને તો મેં ક્યારેય જોયાં નથી. અજાણી સ્ત્રીઓનો વિશ્વાસ શી રીતે કરીએ? I૧૮ કહેવાય છે કે જગતમાં સ્ત્રીઓ ઘણી વિશ્વાસુ હોય છે અને નિષ્કપટી હોય છે માટે તો સ્ત્રી વિનાનો પુરુષ હાલી-મવાલીનો અવતાર કહેવાય છે. પણ બીકણ ડરપોક માણસનો વિશ્વાસ કરવા જેવો નથી. ૧૯ો. રે બાળા ! અમે ડરપોક અને બીકણ છીએ. તે તમે કેવી રીતે જાણ્યું? તારી આવી નવી નવી: વાતો સાંભળતાં અમને પ્રેમ ઊપજે છે. સાચાબોલા માણસને પરખવા જોઈએ. સાચી રીતે ઓળખવા જોઈએ. /૨૦ાા હે નરોત્તમ ! તો સાંભળી લ્યો. અમારે અસત્ય નહીં બોલવાનો નિયમ છે. મિત્રસેના સાથે નદીકાંઠે વાતો કરતાં તો ઘણો સ્નેહ બતાવ્યો હતો. પણ પાછળથી ભડકીને, ભય પામીને ભાગી કેમ ગયા? /ર૧. ધમિલ બોલ્યો. સાંભળ બાળા ! મિત્રસેના અમને સંકેત કરીને ગઈ હતી. અમે વૃક્ષ નીચે બેઠા. તેના ઈશારા મુજબ અમારે દૂર ચાલ્યા જવાનો સંકેત મળતાં અમે ચાલ્યા ગયા. ઉત્તમ પુરુષો સ્ત્રીઓ સાથે કદી ઝઘડો કરતા નથી. ૨૨ા આવનાર તે કન્યાનું નામ વિદ્યુતત્તા હતું. કુમારની વાત સાંભળીને તે કહે છે. કુમાર ! જયાં પ્રેમ ઊમટ્યો હોય ત્યાં વળી ઝઘડાનું કારણ શું હોય? આપણે ઝઘડતાં નથી. વાત તો કરવી જોઈએ ને ! અમે સર્વે કન્યાઓ તમારા પ્રત્યે પ્રેમને ધારણ કરીએ છીએ. હા! મિત્રસેનાએ તમને શો સંકેત કર્યો હતો? તે જરા કહો તો ખરા ! તે વાત સાચી કહો તો આગળ વાત કરું ૨all કુમાર કહે – રે બાળા ! મિત્રસેના મને કહી ગઈ હતી કે વિદ્યાધર કન્યાઓ તમારા પ્રત્યે રાગવાળી હશે તો અગાશીયે લાલ ધજા ફરકશે. અને જો વિરક્ત હશે તો શ્વેતવર્ણની ધજા ફરકશે. સફેદ ધજા લહેરાતી જોઈને અમે ત્યાંથી દૂર દૂર દેશાવર ચાલ્યા ગયા. ૨૪ બાળા બોલી... રાજકુમાર ! મિત્રસેનાના મુખથી અમે અમારા ભાઈની મર્યાની વાત જાણી. તેથી શોકસાગરમાં ડૂબી ગયાં. હૈયાફાટ રુદન થયું. બીજી કન્યાઓ પણ સઘળી રડી. પણ બનવાનું બની ગયું. સ્વસ્થ થયાં. અમે બંને બેનોએ સ્નાન કર્યું. જ્ઞાનીનું વચન યાદ આવ્યું. ભવિતવ્યતા જેવી હતી તે બનીને રહી. જ્ઞાનીનું વચન સાચું જ હોય. અમે શાંત થયાં. તેરપી Page #434 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ : ઢાળ - ૨ ભાવિ બનવાનું બની જ રહે છે એનાં મિથ્યા ક૨ના૨ કોઈ નથી. તે સાંભળી ધમ્મિલ બોલ્યો. અમે વિચાર્યું કે ભાઈના ઘાતથી તમારા સૌના હૈયામાં સંતાપ ઉપજ્યો હશે. અને હજુ અમારો તમારો મેળાપ હમણાં થવાનો નહીં હોય તેથી મિત્રસેનાએ શ્વેત ધ્વજ ફરકાવ્યો અને તે જોઈને અમે દૂર દૂર ચાલ્યા ગયા. ॥૨૬॥ ૩૮૩ ખેચરબાળા કહે - હે ઉત્તમ નર ! એમાં તેની ભયંકર ભૂલ થઈ. અમે સર્વેએ મળી સંપીને વિચાર્યું કે તે બે બેનીનો ભાઈ ગયો. હવે તો જ્ઞાનીના વચન મુજબ ઈચ્છિતયોગ મળ્યો છે. એમ વિચારી શોકને દૂર કરી અમે તેને જણાવ્યું કે તું ઝટ જા ! તેમને અહીં તેડી લાવ. અમારા મનોભાવ જાણી મિત્રસેનાએ મહેલ ઉપર જઈને હર્ષના આવેશમાં રક્તને બદલે શ્વેત ધજા હલાવી. ॥૨૭॥ અરસ પરસ બંનેના એક એક વચને રહસ્યમય રસાળ એવી સત્ય વાતને પ્રગટ કરતી આ ઢાળ - છઠ્ઠા ખંડને વિશે પહેલી ઢાળ પણ અહીં પૂર્ણ થઈ. શ્રી શુભવીર વિજયજી કહે છે વિખૂટાં પડેલાં સર્વેનું અહીં મિલન થશે. I॥૨૮॥ ખંડ - ૬ ની ઢાળ - ૧ સમાપ્ત -: દોહા : વિઘુલ્લત્તાને કુંવર કહે, અમે વિદેશે જાત, પછે અઢાર મળી તમે કેમ જાણી તે વાત. ॥૧॥ દાણા પાણી જોર છે, ચતુર ન ચિત્યો જાય, પૂર્વદિશિ વાંછા કરે, પછિમદિશિએ સધાય. ॥૨॥ ઈષ્ટ મેલાપા સંપજે, કાલે કાલે જોય, તે પણ વસ્તુ સભાવથી, નિયતપણું જો હોય. ગા ઉદ્યમ પણ કરવો સહી, પણ એક પુણ્ય સહાય, દૂર દેશાવર સજ્જનાં, વંછિત મેળા થાય. ॥૪॥ ધુમ્મિલકુમાર ખેચ૨કન્યા વિદ્યુત્સતાને કહે છે. હે સુંદરી ! અમે વિદેશે ચાલી ગયા છીએ. તે તમને અઢારેને ખબર શી રીતે પડી ? ।।૧।। ચતુર પણ ચિંતવી ન શકે તેવાં અન્નજળ (અંજળ) હોય છે. પ્રાણી પૂર્વ દિશામાં જવાની ઇચ્છા કરે છે. પણ તે પશ્ચિમ દિશામાં પહોંચી જાય છે. આ બધું અંજળ વિના બની શકતું નથી. ॥૨॥ ત્યાં પણ ઇષ્ટનો યોગ સમયે થાય છે. નસીબથી અધિક અને સમયથી પહેલાં કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. વસ્તુ સ્વભાવ-અર્થાત્ સ્વાભાવિક રીતે ભાગ્યમાં હોય તો પ્રાપ્ત થાય છે. પણ નિયમા તે વસ્તુ મળવાની હોય તો જ મળે, નહિ તો ન મળે. IIII જુઓને ! હું પણ વક્રગતિ અશ્વ ઉપર આવ્યો આ અટવીમાં. પાણી માટે ગયો ત્યાં તો મિત્રસેના મળી ગઈ. તેનો મેળાપ થયો. પુણ્યની સહાય જોઈએ તો દૂર દેશાંતર રહેલા સજ્જનનો પણ ઈચ્છિત મેળાપ થાય છે. ॥૪॥ ઢાળ બીજી (ઝુંબખડાની....એ દેશી) વિઘુલ્લત્તા કહે વીતી વાતો, સાંભળો આર્ય કુમાર, મોહનરાય મહેર કરો, મહેર કરો મનમોજ ધ૨ી, Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ધમ્મિલકુમાર રાસ જુએ વાટ તે નારી અઢાર...મોહન....એ આંકણી વિદ્યુન્મતિ આદે સવિ સહીયરો, બેઠી હુંતી હુંશિયાર...મોહન. ॥૧॥ મિત્રસેનાએ વાત કરી તવ, અમે બેહુ કીધ વિચાર.. મોહન. જ્ઞાની વચન સાચુ થયું સહીયરો, કંતે સફળ અવનાર. મોહન. ॥૨॥ એકમના થઈ મિત્રસેનાને, અમે મોકલી તુમ આણે, મોહન. હર્ષ દિવાની થઈ તે મંદિર, શ્વેત પતાકા તાણે. મોહન. IIII ઘડીય વિલંબી ગઈ નદી તીરે, વનતરૂ ઠામે જોતી, મોહન. પણ નિવ દીઠો મીઠો મોહન, મંદિર આવી રોતી. મોહન. ॥૪॥ પૂછ્યા પછે તેણે વાત પ્રકાશી, ભૂલ પડી મુઝ મોહોટી, મોહન. સંકેત વાત તદા સુણી બોલ્યાં, હાથે બગાડી બૂટી. મોહન. IIII મુઝ ગિની હુકમે તુમ જોવા, હું ચલી દેશ વિદેશ, મોહન. મળીયો એક નિમિત્તિયો મારગ, તેણે કરી વાત વિશેષ, મોહન. ॥૬॥ જોગી મળી મારગમાં ચારે, તુઝ પતિ શું ધરે પ્યાર, મોહન. હું પણ ગઈ તેણે વન જિહાં જોગી, દીઠો નહિ ભરતાર. મોહન. IIII મેં જાણ્યું જે જોગી સંગે, જોગી હુઓ અવધૂત, મોહન. હું પુરગામ ગિરિવન અલગું, વલણું જાણે ભૂત. મોહન. II૮ ગગન ચલત ગિરિશિખર નિહાલત, સિદ્ધ મળ્યો એક, મોહન. જોગાષ્ટાંગ સમાધિ વેળા, પૂછ્યું જાગો વિવેક, મોહન. III તે કહે કર્બટરાયની બેટી, પરણી ૨મે તે સાથ, મોહન. પુર જાતાં પંથ વિચાલે, જ્ઞાની મળ્યા મુનિનાથ. મોહન. ।।૧૦। મેં પૂછ્યું તસ ચરણ નમીને, જ્ઞાની કહે સુણ વાત, મોહન. ધમ્મિલકુમાર જઈ ચંપાએ, ટાળ્યો ગજ ઉતપાત. મોહનં. ૧૧/ આઠ કુંવરી ભયથી ઉગારી, આપે વરી રહ્યો ત્યાંહી, મોહન. જ્ઞાની વચન સુણી ગગન ચલંતી, હું પણ આવી આંહી. મોહન. ।।૧૨। આજ મનો૨થ સઘળા ફલીયા મલિયા પ્રાણ આધાર, મોહન. મુહ માગ્યા આજ મેઘ તે વરસ્યા, તરસ્યાં અમૃત ધાર. મોહન. ।।૧૩।। સુખીયા આગળ દુઃખની વાતો, કરવી તે સવિ ફોક, મોહન. પરદુઃખ વાતે દુઃખ ધરે જે, વિરલા સજ્જન લોક. મોહન. ॥૧૪॥ ચકવા ચકવી પ્રેમ વિજોગે, ન કરે નિશિએ નિંદ મોહન. જગનર નારી પ્રેમવિલુાં, નિર્ગમે રાત્રિ આણંદ મોહન. ૧૫|| Page #436 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ : ઢાળ - ૨ ૩૮૫ સોલ સખી સાથે મુઝ ભગિની, દુઃખ ધરતી હશે ગેહ, મોહન. તુમ આણા લહી દેશું વધામણી, હર્ષિત થાશે તેહ. મોહન./૧ell. કુંવર કહે તમે તેડી લાવો, સઘળી આ વન માંહી, મોહન. વિદ્યુલ્લત્તા તતક્ષણ તિહાં પોહોતી દેતીવધાઈ ઉચ્છોડી. મોહન. ૧ણા. તે સહુને કહી વાત તે સઘળી, તે સુણી કરત સજાઈ, મોહન. માતપિતાદિક ખેટ સુતાનાં, આવ્યાં પરિજન ધાઈ. મોહન. /૧૮ સુંદર રત્નવિમાન રચીને, ચંપાપુરી ઉદ્યાન, મોહન. કનકમથી એક મેહેલ બનાવી, ઉતરીયા એક તાન. મોહન../૧લા રાજા રહીયત દર્શન આવે, જાણી સુર સાક્ષાત. મોહન. દેવનઈજલ ખાને આવ્યા, કરવા પાતિક ઘાત. મોહન. ૨૦. ધમ્મિલ કુંવર ચઢી વરઘોડે, ચોરી બાંધી વિશાલ, મોહન. ઉતરીયા સવિ સજ્જન સાખું, પરણી કન્યા અઢાર. મોહન. ૨૧|| ખેચરે કન્યા સાથે વોલાવી, વરને કરે સત્કાર, મોહન. કનક રતન આજે બહુ દેઈ, રાત્રિ વસ્યા પુર બહાર. મોહન. ૨૨ા. રવિ ઉદયે વૈતાઢ્ય સધાવ્યા, આવ્યા કુંવર નિજ ગેહ, મોહન. રમણી તીસ રમે રસ ભેલી, ધરતી પરસ્પર નેહ. મોહન. l/૨all. ભાગ્યદશા ભરપૂર વહે જસ, નહિ તસ ઘરમાં કલેશ, મોહન. જશ ઘર પુણ્ય દશા પરવડે, તસ ઘર કલેશ પ્રવેશ. મોહન. ૨૪ll રસભર રમણી રહે આણંદ, બાલક ઈચ્છા પુર, મોહન. લઘુગુરૂ વિનય વડે તસ ઘરમાં, લક્ષ્મી વસે ભરપૂર. મોહન. ૨પા એક એકથી ઘર નજરો ચોરે, વ્યભિચારી નર નાર, મોહન. તે દેખી લક્ષ્મી લજવાણી, જાય રૂઠી ઘર બાર. મોહન. ll૨૬ll રાતદિવસ નર રોષ ભરાણો, રમણી ઉપર જેહ, મોહન. તસ મુખ સુખ લક્ષ્મી નવિ જુવે, સોવે દાધી દેહ. મોહન. //રશી વિકસિત નયન વદન હરખંતી, દેખી પતિ ઉજમાલા, મોહન. લચ્છી પ્રિયા ઘર ભેળાં મળીને, રમતી કરતી ચાલા, મોહન. ૨૮ ધમિલ મંદિર સ્ત્રી સવિરમતી. એક એકને દઈ તાળી, મોહન. તીસ અકર્મભૂમિને નિહાળી, લલના હરી લટકાળી, મોહન. ૨૯ છ ખંડે પુણ્ય અખંડે, ધમિલરાસ રસાલે, મોહન. શ્રી શુભવીરે વિવેકની વાતો, બોલી બીજી ઢાળે. મોહન. ૩૦ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ધર્મિલકુમાર રાસ હે સુંદરી ! હું ચાલ્યો ગયો છું. તે તમો અઢારે કઈ રીતે જાણ્યું? જયારે કુમારે પૂછ્યું ત્યારે વિદ્યુતતા કહે છે - હે આર્યકુમાર ! વીતેલી વાતો સાંભળવી છે. તો કહું તે તમે સાંભળો અને મનથી આનંદ પામો. હે મનમોહન ! હમણાં તો અઢારે કન્યા મારી વાટ જોતી હશે. છતાં ટૂંકમાં તમને કહું છું. વિદ્યુત્પતિ આદિ અમે સહિયરો આનંદિત થઈને બેઠી હતી. ૧મિત્રસેનાને અમારા ભાઈની ખબર લેવા મોકલી હતી. મિત્રસેના પાછી આવી. અને બધી વાત કરી. બંધુ હણાયો જાણી અમને ઘણું દુઃખ થયું. મિત્રસેનાએ કહ્યું કે હણનાર પુરુષને વૃક્ષ નીચે ઊભા રહેવાનું કહીને હું આવી છું. હવે શું કરવું છે ! અમે તો વિચારવા લાગ્યાં. જ્ઞાની ભગવંતે કહ્યું હતું તે વચન આજે સિદ્ધ ને સાચું થયું છે. ભાઈ તો ગયો. પણ હવે તે જ આપણો કંતસ્વામી છે. તેને મેળવીને હવે આ અવતારને સફળ કરીએ. //રા. અમે ખેદને દૂર કર્યો. અમે બધી એકમના એક વિચારવાળી સંમત થઈ. તરત જ મિત્રસેનાને તમારી પાસે મોકલી. અને કહ્યું કે ઝટ જા ! હવે આપણા ભાવિ પતિને જલ્દી લઈ આવ. તમને કરેલ સંકેત અનુસાર તે ત્યાં ન આવતાં મહેલની અગાશીયે પહોંચી. હર્ષમાં દીવાની થયેલી મિત્રસેના ભાન ભૂલી. રક્તવર્ણની ધજા ન હલાવતાં શ્વેતવર્ણની ધજા ફરકાવી દીધી. ૩તે પછી ઘણો વખત થઈ ગયો. પણ તમે ન આવ્યા. તેથી તે મિત્રસેના નદીના કાંઠે વૃક્ષની હરોળમાં જ્યાં તમે ઊભા હતા ત્યાં પહોંચી. પછી તમે ન મળ્યા. વનમાં, વનની લત્તાકુંજમાં, નદી નાળામાં, તે બધી જગ્યાએ ફરી ફરી જોઈ વળી. પણ તમે ક્યાંય ન મળ્યા. વૃક્ષ વૃક્ષે ફરી ફરીને જોયું. પણ પ્રિયતમ મનમોહન ક્યાંયે જોયા નહીં. બિચારી થાકીને પાછી આવી. મંદિરમાં આવીને મોટે મોટેથી રોવા લાગી. //૪ અમે સૌએ ભેગાં થઈને પૂછ્યું. “શું થયું?” તેણે કહ્યું, “રે ! બેન ! મારી મોટી ભૂલ થઈ ગઈ. છે. સંકેત પ્રમાણે લાલ ધજાને બદલે સફેદ ધજા ફરકાવી. આપણા પ્રિયતમ મને જંગલમાં ક્યાંયે ન મળ્યા. દૂર દૂર દેશાવર ચાલ્યા ગયા. એટલામાં ક્યાં ચાલ્યા ગયા હશે. મેં ઘણું ઘણું બધે જોયું. પણ ન મળ્યા. બધાની બાજી મેં બગાડી છે.” //પા મારી બેનના હુકમથી હું તમને શોધવા નીકળી. તમને જોવા માટે દેશ-પરદેશ ચાલી નીકળી. જતાં રસ્તામાં એક નિમિત્તિયો મળ્યો. તમારે વિષે મેં પૃચ્છા કરી. અમારા મનનો માનીતો તે નરવર હમણાં ક્યાં છે? ત્યારે નિમિત્તિકે કહ્યું. હે “આગળ તમે જાવ છો તો મોટું વન આવશે. એ વનમાં ચાર યોગી વસે છે. તે ચારે યોગી તારા પતિ પ્રત્યે ઘણો સ્નેહ દાખવે છે. તે જોગી પાસે તારો સ્વામી હાલમાં છે.” તેથી ત્યાંથી હું ઉતાવળી વનમાં ગઈ. પણ માત્ર ચાર યોગી જોયા. તમને ન જોયા. તેથી સહજ ચિંતા થઈ. હવે તે ક્યાં ગયા હશે ? ||૬+છી પછી હસતી હસતી ધમિલને વિદ્યુતતા કહે છે કે તે વખતે મને વિચાર આવ્યો કે આ જોગીઓની સંગતે શું જોગી થઈ ગયા હશે ? બાવા જ બની ગયા હશે? પણ બાવાના રૂપે પાંચ જણા હોવા જોઈએને ! જોગી માત્ર ચાર હતા. તેથી વળી ત્યાંથી નીકળી ગઈ. ગામ-નગર-એટ-પર્વત-વનનદીનાળાં વગેરે જુદા જુદા સ્થાને જોવા લાગી. જાણે કે ભૂત વળગ્યું ન હોય તેવી દશામાં હું બધે જોતી હતી. I૮ ભૂમિ ઉપર ઘણું ભટકી. પછી તમને ક્યાંયે ન ભાળ્યા. પછી તો હું ગગનમંડળમાં ફરવા લાગી. તમને શોધવા લાગી. ગિરિ-કંદરા અને શિખરો ઉપર ચડીને ચારે બાજુ જોવા લાગી. ત્યારે દૂર દૂર એક સિદ્ધપુરુષ જોવામાં આવ્યો. અષ્ટાંગયોગને ધારણ કરતો તે વનમાં રહ્યો હતો. મેં તે સિદ્ધપુરુષને પણ તમારા માટે પ્રશ્ન પૂછ્યો. ત્યારે તે કહે હું સમાધિ લગાવીને પછી કહું. હું ત્યાં સુધી ત્યાં બેઠી. યોગી સમાધિયુક્ત ધ્યાનમાં બેઠા. થોડીવાર પછી મને કહ્યું. બેટી ! તું જેને શોધે છે તે હાલ કર્બટરાજાની કુંવરીને Page #438 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬: ઢાળ - ૨ ૩૮૦ પરણીને, તેની સાથે સુખમાં વિલસે છે. યોગીરાજની વાત સાંભળીને, તેમના ચરણે નમસ્કાર કરી હું આગળ ચાલી. ત્યાંથી કબંટ ગામે આવતાં વચમાં મુનિભગવંતને જોયા. નીચે (ગગનેથી) ઊતરી મુનિવરને વાંદ્યા. ll૯+૧૦ના મુનિ મહારાજને નમસ્કાર-વંદન કરીને વિવેક જાળવી મેં પૂછ્યું. હે ભગવંત! હું જે પુરુષને શોધવા નીકળી છું તે હાલ ક્યાં છે ? અને મને ક્યારે મળશે? મુનિ મહંત કહે. “બેન ! જેને તું શોધે છે તે ધમિલકુમાર હમણાં ચંપાનગરીએ પહોંચ્યો છે અને ચંપાનગરીના ભર્યા બજારમાં હાથીએ ઉત્પાત મચાવ્યો હતો તે ઉપદ્રવ ધમ્પિલકુમારે દૂર કર્યો છે. /૧૧/ હાથીના ઉત્પાતથી ભયભીત થયેલી આઠ કન્યાઓને ભયમુક્ત કરી છે. તેને પરણનારો બીજો હતો. પણ તેને બચાવનાર ધમિલને તે કન્યાઓ વરી ચૂકી છે. તે આઠેયને પરણીને ચંપામાં રહેલો છે. જ્ઞાનીનું વચન સુણી હું આકાશમાર્ગે ચાલતી અત્યારે આ તમારી સામે આવી ઊભી છું. I/૧૨ હે પ્રાણાધાર ! મેં આજે તમને પકડી પાડ્યા. શોધી કાઢ્યા. આજે તમે મને મળવાથી મારા મનના મનોરથ ફળ્યા છે. જેમ તરસ્યાને અમૃતની ધારા મળે, તેમ આજે મારે મોં માંગ્યા મેહ વરસ્યા છે. ૧૩ll. સ્વામી ! સુખિયા આગળ દુ:ખિયો દુઃખની વાતો કરે તે નકામી છે સુખમાં રક્ત હોય તેને દુઃખની શી ખબર પડે ? પણ પારકાના દુઃખની વાતો સાંભળી જે દુઃખને ધારણ કરે તે આ જગતમાં કોઈક વિરલા જ હોય છે. ૧૪ પ્રેમવિયોગે તો ચકવા-ચકવી રાત્રિએ નિદ્રા લેતાં નથી. પણ તે ટાણે (રાત્રિએ) પ્રેમ વિલુબ્ધ નરનારીઓ પ્રેમમાં આસક્ત બનીને રાત્રિ પસાર કરે છે. અર્થાતુ પ્રેમવિલદ્યા ચકલા-ચકવીના વિરહની વેદનાને જાણી શકતા નથી. ૧પ હે સ્વામીનાથ ! સોળે સખીઓ સાથે મારી બેન, ઘેર ઘણા દુઃખને ધારણ કરતી હશે. તમે મને આજ્ઞા આપો, રજા આપો તો ત્યાં જલ્દી પહોંચીને આપ મળ્યાની વધામણી આપું. જેથી તે સર્વેને આનંદ થાય. હે પરદેશી ત્યાં જઈને તે બધાને શું કહું? ૧૬ll. ધમ્મિલકુમાર હસતો હસતો કહે છે કે જાઓ ! રજા આપી. તમે તે સઘળીને લઈને અમારા આ ચંપાનગરીના વનમાં આવો. તરત જ વિદ્યુતતા વીજળીવેગે આકાશમાર્ગ ચાલી નીકળી. જોતજોતામાં સહિયરો ભેગી થઈ ગઈ. હર્ષ સાથે વધામણી આપી સઘળીયે વાતો કરી. /૧ણા સોળે સખીઓ અને પોતાની બેન ભેગી મળીને બધી વાત સાંભળી. ઘણી આનંદ પામી. ને સ્વામીનાથ બોલાવે છે. તેથી ત્યાં જવાની તૈયારી કરવા લાગી. સઘળી ખેચર કન્યાના માતપિતાદિ સઘળોએ પરિવાર ત્યાં ભેગો થયો. સૌ દોડી દોડીને આવી ગયા. II૧૮ ત્યારપછી વિદ્યુતતાએ રત્નરચિત વિમાન તૈયાર કર્યું. સૌ પરિવાર સહિત વિમાનમાં બેસીને ચંપાનગરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ત્યાં સુવર્ણમય મહેલની રચના કરી. તે કેવો બનાવ્યો છે ! ૧૬ દીકરીઓનાં માતપિતા અને બીજાં પણ સ્વજનો સાથે રહી શકે તેવા અલગ અલગ ઓરડા. વિદ્યુતત્તા -વિદ્યુત્પતિ બંને બેનો પણ પોતાની માતા સાથે રહી શકે, સર્વનો સમાવેશ થાય તેવા વિશાળ મહેલની રચના કરી. અને સૌને તેમાં ઉતાર્યા. ૧૯ો ઉદ્યાનમાં તો વિદ્યાધરનો મોટો કાફલો ઊતર્યો. તેથી મોટો કોલાહલ થયો. તે સાંભળી નગરજનો આ અપૂર્વ રચનાવાળો મહેલ અને સાક્ષાત્ દેવો પણ તેમને જોવા ઊમટ્યા. સૌ અંદરોઅંદર વાતો કરે છે. પોતાનાં પાપ ધોવા માટે આ દેવનદીમાં (ગંગામાં) સ્નાન કરવા આવ્યાં હોય તેવી આ દેવાંગનાઓ લાગે છે. ૨૦ના Page #439 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ તરેહ-તરેહની વાતો કરતાં ઘણા લોકો ભેગા થવા લાગ્યાં. નગરમાં ધમ્મિલકુમારના આવાસે ઢોલનગારાં-શરણાઈ વાગવા લાગ્યાં. વરઘોડે ચડીને વનમાં જ્યાં મહેલ છે ત્યાં મોટા માંડવાની અને ચોરીની અદભુત રચના કરી હતી. ત્યાં કુમાર પરણવા માટે આવ્યા. સાજનમાજન સાથે આવેલા ધમ્મિલકુમાર સ્વજનોબ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીએ તે અઢારે કન્યાઓ સાથે ચૉરીના ફેરા ફરી પરણી ઊતર્યાં. ।।૨૧।। વરઘોડીયાઓને કન્યાઓનાં માતપિતાએ કન્યાદાનમાં દાયજામાં ઘણું બધું દ્રવ્ય આવ્યું. સાથે રત્નો-સોનું-હાથીઘોડા મોંઘામૂલનાં વસ્ત્રો આદિ ઘણું બધું આપીને વરઘોડીયાઓને વિદાય આપી. વિદાય પામેલા વરરાજા તે વનમાં પરિવાર અને પત્નીઓ સહિત તે રાત્રિ નગર બહાર વનમાં રહ્યા. I॥૨૨॥ ૩૮૮ સૂર્યોદય થતાં વિદ્યાધર પરિવાર વૈતાઢ્ય ગિરિ ઉપર પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. જયારે ધમ્મિલકુમાર પોતાની અઢારે સ્ત્રીઓ લઈને ચંપાનગરીએ પોતાના આવાસે વાજતેગાજતે નગરમાં લાવ્યા. અઢારે ખેચર સ્ત્રીઓ, સાગરદત્તની આઠ. રાજાની પદ્માવતી કન્યા અને વિમળા, પછી નાગદત્તા ને કપિલા આમ કુલ મળી ત્રીસ સ્ત્રીઓ પરસ્પર સ્નેહને ધરતી સંગે રમતી હતી. ધમ્મિલ સર્વ સ્ત્રીઓ સાથે સુખભર સમય વીતાવે છે. ।।૨૩।। જ્યાં ભાગ્યનું પરમ સૌભાગ્ય હોય અર્થાત્ પુણ્યોદય જોરદાર હોય ત્યાં સુખની વાત વરતે છે. કલેશ-કંકાસનો પ્રવેશ તે ઘ૨માં હોતો નથી. વળી જેનું નસીબ પરવારી ગયું હોય અર્થાત્ પુણ્ય ખૂટતું હોય ત્યાં વેરઝેરનાં બીજ વવાય છે. કલેશ-કંકાસ ત્યાં સંભવે છે. I॥૨૪॥ પુણ્યવંત ધમ્મિલકુમારને ત્યાં ત્રીસે સ્ત્રીઓ નાના-મોટાનો વિવેક સાચવતી રહી છે તે સાથે બીજો પણ ઘણો પરિવાર છે. તે પણ એકબીજાનો વિવેક સાચવે છે. સઘળી રમણીઓ રંગભેર આનંદથી રહે છે. જેના ઘરમાં નાના મોટાનો વિવેક અને વિનય જળવાય છે તેના ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે. II૨૫॥ જે ઘરમાં એકબીજા ઉપર પરસ્પર ચોર નજરથી જોવાતું હોય, અર્થાત્ કામચોર હોય, વળી જે ઘરમાં વ્યભિચાર જણાય છે. તે ઘરમાં લક્ષ્મીનો વાસ હોતો નથી. ।।૨૬।। જે ઘરમાં સ્ત્રી-પુરુષ નિરંતર ઝઘડતાં હોય. પુરુષ હંમેશાં રોષ કરતો હોય. તે પુરુષના મુખને અને સુખને લક્ષ્મી ક્યારેય જોતી નથી. અર્થાત્ તે ઘરે લક્ષ્મી રહેતી નથી. II૨૭ાા વિકસિત નયનવાળી અને હર્ષિત મુખવાળી એવી સ્ત્રી, પતિના તેજવાળા મુખને જોતી જે ઘરે હોય ત્યાં લક્ષ્મી ચિરકાળ રહે છે. ત્રીસ પ્રિયા સાથે વસતા ધમ્મિલના ઘરે લક્ષ્મી પણ રમતી હતી. ॥૨૮॥ ભૂચર-ખેચ૨ બાળાઓ સાથે ધમ્મિલ સ્વર્ગનાં સુખને ભોગવે છે બધી રમણીઓ એક એક તાળી દેતી, ગરબા લઈને ૨મી રહી હતી. તે જાણે કે ત્રીસ અકર્મ ભૂમિની લલનાઓને (સ્ત્રીઓને) હરણ કરીને ધમ્મિલ લઈ આવ્યો ન હોય તેવી લાગતી હતી. તેવા તે સ્ત્રીઓના લટકા ચટકા, ધમ્મિલકુમાર જોઈ રહ્યો છે. II૨૯ રાસના છઠ્ઠા ખંડે, અખંડ પુણ્યવંત એવા ધમ્મિલકુમારના ચરિત્રની રસાલી ઢાળ બીજી, શ્રી શુભવીરવિજયજી મહારાજે વિવેકની વાતો કહીને પૂર્ણ કરી. ।।૩૦। ખંડ - ૬ ની ઢાળ : ૨ સમાપ્ત -: દોહા : ઉજ્વલ સુખ વિલસે તિહાં, શ્રી ધમ્મિલકુમાર, લોક કહે એ કુમરના, પુણ્ય તણો નહિ પાર. ॥૧॥ Page #440 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ : ઢાળ - ૩ ૩૮૯ પુણ્ય પરિણતિ હોએ ભલી, પુણ્ય ઋધિ સમૃદ્ધિ, મનવાંછિત મેળા મલે, પુણ્ય હોએ નવનિધિ. //રા. પુણયની વૃદ્ધિ કારણે, દીનદુ:ખી ઉદ્ધાર, દાન સુપાત્રે આપતા, ચૈત્ય મહોત્સવ સાર. Hall ચંપાનગરીમાં ત્રીસ સ્ત્રીઓ સાથે રહેલો ધમ્મિલ સંસારનાં સુખોને ભોગવે છે. નગરના લોકો તે કુમારના આશ્ચર્યયુક્ત ભાગ્યની પ્રશંસા કરે છે. કહે છે “અહો ! જુઓ તો ખરા ! પરદેશી પરોણા ધમ્પિલકુમારનું પુણ્ય કેવું લાગ્યું છે કે તેને અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ.” ||૧ હે પુણ્યવાન ! જગતમાં પુણ્યથી નવનિધિ પ્રાપ્ત થાય છે. શુભ પરિણામ પણ જાગે છે. મનવાંછિત મેળા પણ પુણ્યથી થાય છે. સર્વવસ્તુ પુણ્યને આધીન છે. //રા માટે જ મહાપુરુષો કહે છે કે હે ભવ્યજીવો ! તમે સૌ પુણ્ય ઉપાર્જન કરો. દીન-દુઃખિયાઓનો ઉદ્ધાર કરો. સુપાત્રદાન આપતા રહો. વળી જિનમંદિરમાં જિનેન્દ્રભક્તિરૂપ મહોત્સવ કરો-કરાવો. આ બધાં કારણો પુણ્યવૃદ્ધિનાં છે માટે પુણ્યનો સંચય કરવા ધર્મનાં કામો કરવા જરૂરી છે. all ઢાળ ત્રીજી (મારા વાલાજી હો, હું રે ગઈ મહી વેચવા રે લો...એ દેશી) અન્યદિવસે રસ રીઝમાં રે લો, વિદ્યુત્મતિ રતિ ખેલ, મેરે માલક હો, વિમલસેના પ્રતે એમ કહે રે લો, ચતુર છો મોહન વેલ. મેરે...મેલો..ll૧II મેલો મળ્યો રે મજબૂતશું રે લો... એ આંકણી. એક અજુગતું તમે કયું રેલો, પ્રિય પગપૂજન ધાર, મેરે માલક હો, નારી સતીને પતિ દેવતા રે લો, સ્વામીથી સવિ શણગાર. મેરે...મેલો...રા તેણે તુમે ઉચિત કર્યું ભલુ રે લો, ન કરે જે ગરીબ નાર, મેરે. તેહ પતિને રોષે દીયો રે લો, નિજ પગ પાટુ પ્રહાર. મેરે...મેલો..llall વિમલા કહે હસી હે હલે રે લો, એ શું મેં કીધ અડાજ, મેરે. પરનારી શોક્ય કરી વર્ણવે રે લો, નાવી પતિ થઈ લાજ. મેરે...મેલો...જા. વિદ્યુત્પતિ વળતું કહે રે લો, નરને હૃદયને વસી જેહ, મેરે. નામે વખાણે ગુણે કરી રે લો, નારીશું જશ સનેહ. મેરે...મેલો.../પા પણ તુમે પગે-પિયુ-તાડીયો રે લો, રોષ કરી પરચંડ, મેરે. તે તુમ પગનો અમે મળી રે લો, કરીએ કહો શો દંડ. મેરે...મેલો..Ill વિમળાં હસી કહે તેહને રે લો, સુણજો સવિ હશિયાર, મેરે. જો મેં પ્રીતમને પગે કરી રે લો, કીધો ન હોત પ્રહાર. મેરે...મેલો..lણા તો તમે સઘળી કુમારિકા રે લો, પરણત કયો ભરતાર, મેરે. ચરણ અમારા પસાયથી રે લો, મુઝ પતિ તુમ પ્રિય સાર. મેરે..મેલો..ll૮ll Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ધમ્મિલકુમાર રાસ તેણે કારણ તમે સહુ મળી રે લો, લેઈ કુસુમ ઘનસાર, મેરે. પૂજા ચરણ મુઝ ચંદને રે લો, ભાવે લેઈ ઉપગાર. મેરે...મેલો..લા સાંભળી સર્વ ખુશી થઈ રે લો, મૌનપણે રહી જામ, મેરે. હાસ્યવિનોદની ગોઠડી રે લો, વાતે પૂરણ થઈ તામ. મેરે...મેલો../૧ના વિદ્યુમ્નતિ પિયુને કહે રે લો, કહો મુને પ્રિયકાર, મેરે. કોણ છે વસંતતિલકા ઈસી રે લો, નામે ચતુર વર નાર. મેરે...મેલો../૧૫ કુંવર ભણે ભય પામીએ રે લો, કંઈને ચઢે વળી શીશ, મેરે. એકથી બીહિના આવીયા રે લો, હવે વળી મળી ત્રીસ. મેરે...મેલો../૧૨ll વિમળા હસી કહે સાહિબા રે લો, દીસો ભીરૂક વિશેષ, મેરે. નિર્ભય હો તમને સદા રે લો, બીહશો નહિ લવલેશ. મેરે...મેલો../૧all સ્વસ્થ થઈને કહો કથા રે લો, હઈડાથી કાઢો બાર, મેરે માલક હો, વાહલેસરીને ન રાખીએ રે લો, બહુ દિન કારાગાર. મેરે...મેલો../૧૪ કુંવર કહે પ્રિયા સાંભળો રે લો, નયરી કુશાગ્રહ છેક, મેરે. જિતશત્ર તેહનો રાજીયો રે લો, તેહની વેશ્યા એક. મેરે...મેલો..૧પ નામે વસંતસેના અછે રે લો, તાસ સુતા ગુણવાન, મેરે. નામે વસંતતિલકા ભલી રે લો, રૂપકલા નિધાન: મેરે...મેલો../૧લી મુઝને અતિ પ્રિય હતી રે લો, હું છું અતિ પ્રિય તાસ, મેરે. ' ' કામભોગ રતિની કળા રે લો, જાણે વિશેષ વિલાસ. મેરે...મેલો../૧al વિદ્યુમ્નતિ કહે વાલ્ડમા રે લો, હવે હુકમ જો હજૂર, મેરે. તો હું તિહાં જઈ જોઈને રે લો, આવુ ને આનંદપુર. મેરે...મેલો...૧૮ વેગે આવો જઈ સાંભળી રે લોક ચાલી ગગન તતકાલ, મેરે. ખંડ છઠે ત્રીજી કહી રે લો, શ્રી શુભવીરે ઢાલ. મેરે...મેલો../૧લી. ધર્મિલકુમાર - ભૂચરી - ખેચરી સ્ત્રીઓ સાથે સંસારનાં સુખો ભોગવી રહ્યો છે. દીવાનખાનામાં બધી સ્ત્રીઓ હળીમળી વાર્તાવિનોદ કરતી હતી. ત્યાં ખેચરસ્ત્રી વિદ્યુત્પતિએ વિમળાને પૂછ્યું. રે સખી ! તમે તો ચતુર છો. પતિને વશીકરણની વેલડી સમાન છે. અહીં મેળો એવો મજબૂત જામ્યો છે પુણ્ય વિના ન બને. ૧ી વળી વિદ્યુત્પતિ કહે છે બેન ! વિમળા ! તમે એક મોટું અકાર્ય કર્યું છે. જે સતી સ્ત્રીને ન છાજે. પતિ તો પ્રભુ કહેવાય. સ્ત્રીનો શણગાર તો સ્વામી છે. સ્વામી હોય તેને સોળે શણગાર સજાય. બાકી નહીં. તમે તે રાતે પતિને લાત મારી તે અકાર્ય જ કહેવાય. પતિના પગની તો પૂજા હોય, તેને બદલે તો તમે પગેથી પતિને લાત મારી શા માટે ? /રા વિમળા નયનો નચાવતી વિદ્યુત્પતિની વાત સાંભળી હસવા લાગી. વિદ્યુત્પતિ આગળ બોલી. સખી ! તમે જે કાર્ય કર્યું તે ઉચિત કહેવાય? પતિ ગરીબ, નિર્ધન, કુરૂપ, વ્યસની, હોય તો પણ સ્ત્રી Page #442 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ : ઢાળ - ૩ ૩૯૧ પોતાના ભરતારને પ્રભુ સમજી ચરણની સેવા કરે જ્યારે તમે તો પગથી પાટુ મારીને પતિ ઉપર રોષ ધારણ કર્યો. ગરીબ સ્ત્રી ન કરે, તેવું કાર્ય તમે કર્યું છે. III હસીને વિમળા બોલી....સખી ! એ તો અમારી ભૂલ થઈ ગઈ ? એમાં પણ મેં અકાર્ય શું કર્યું ? સ્વામીને તે ટાણે એ બોલવું યોગ્ય હતું ? વિદ્યુત્ક્રુતિ કહે...શું કહ્યું તમે ? વિમળા બોલી... ‘લે, તું તો જો ! મેં પાટું માર્યું. તે વાતની જાણ થઈ. પણ પાટુ કેમ માર્યું તે ન કીધું ?” “ના ! ના ! સ્વામીએ એ નથી કીધું .’” વિમળા બોલી... “તો સાંભળ ! રતિસુખના સંયોગે પત્ની આગળ શોક્યના વખાણ કરાય ? આવે વખતે આવી વાતો કરતાં સ્વામીને શરમ ન આવી ? ।।૪।। ,, વિદ્યુત બોલી – “સખી ! શર્કરાના નામે વાલુકાની રેતી શું ગુણ કરનારી હોય ખરી ? સ્ત્રીઓને મરવું સારું લાગે, પણ શોક્યનું નામ નહીં ગમે. પણ તેનામાં કંઈ ગુણ હશે તો જ તેનું નામ લેવાયું હશેને ? પુરુષના હૈયે જે વસી તેના જ તે વખાણ કરવાનો છે. જેના પ્રત્યે જેનો જેવો સ્નેહ. ॥૫॥ પણ બેની ! પ્રિયતમની અવજ્ઞા તમારાં ચરણોએ કરી છે. રોષ કરીને તમારા પગે પતિને તાડન કર્યું છે. માટે એ ચરણને અવશ્ય શિક્ષા કરવી જોઈએ.’ હા ! એ સાંભળીને બીજી સખીઓ (સ્ત્રીઓ) તાળી પાડીને હસતી હસતી કહેવા લાગી કે “હા ! હા ! દંડ થવો જ જોઈએ.” વિદ્યુત કહે...બેન ! જો બધી કહે છે ને દંડ થવો જોઈએ. બોલો મોટી બેન ! અમે બધી ભેગી મળીને તમારા ચરણને શું શિક્ષા કરીએ ?’’ ।।૬।। વિમળા પણ હસતી કહે છે...” હા ! તમારી વાત બરાબર છે. દંડ કરવો જોઈએ. જો હું કહું છું તે તમે સૌ હોંશિયાર થઈને સાંભળજો. પહેલાં તમે સર્વે મારા પગને નમસ્કાર કરો. મારા ચરણની પૂજા કરો.” સર્વે પૂછવા લાગી. “વાહ ! રે ! વાહ ! ગુનો તમે કર્યો. પગની પૂજા અમારે ક૨વાની. કેમ ?” વિમળા બોલી “હા ! મારા પગની પૂજા કરો. રે ભોળી ભગનીઓ ! તમે એટલું ન સમજ્યાં ? જો મેં પ્રીતમને પગપ્રહાર ન કર્યો હોત તો....III સાંભળો...જો મેં પ્રહાર ન કર્યો હોત તો...તમે બધી જ કુંવારી રહેત. જો મેં પ્રહાર ન કર્યો હોત તો તમે કયા ભરતારને પરણત ? મારા પગના પ્રભાવે તમે મારા પતિને લઈ લીધો. બોલો. મારા પગને પૂજવાનો કે તાડન કરવાનો ? ॥૮॥ તો હવે તમે સૌ કેસર-ફૂલ લઈ આવો. પછી મારા ચરણને પ્રક્ષાલ કરીને ચંદન કેસરથી પૂજા કરો. ફૂલપૂજા કરો. ભાવ ધરીને પૂજા કરો. ઉપકારને યાદ કરો. બરાબર !” III યુક્તિયુક્ત જવાબ સાંભળીને સર્વ સ્ત્રીઓ આનંદ પામી. મને હવે જવાબ પણ શું આપે ? વિમળાની વાત સાંભળી સર્વે સ્ત્રીઓ મૌન રહી. આ રીતે એકબીજાના હાસ્ય વિનોદ થકી વાતો પૂરી થઈ. ।।૧૦। વિદ્યુત્પતિ હવે ધમ્મિલને પૂછે છે” હે સ્વામી ! કહો તો ખરા ! કોણ છે તે હોંશિયાર શ્રેષ્ઠ નારી વસંતતિલકા ? જેનું નામ હંમેશાં તમારા જીભ ઉપ૨ ૨મે છે ?’ ।।૧૧। ધમ્મિલ પોતાના નાક ઉપર આંગળી રાખીને હસતાં કહે છે. “અરે ! સુંદરી ! ચૂપ રહે. તેનું નામ ન બોલીશ. આ બધી માંહે વળી જો કોઈકને રીસ ચઢશે તો ? તે વેળાએ એકથી ભય પામીને રહ્યો છું. તો આજે ત્રીસ છો તમે. ત્રીસ મળીને ભેગી થઈ. જેનું નામ દેતાં જ કોપ કર્યો તો વળી હમણાં સાંભળીને શું ય કરે ! માટે ચૂપ રહે.” ।।૧૨।। વિમળા બોલી, “હે મારા સાહીબા ! દેખાઓ છો તો ઘણા બીકણ ? પણ હવે આશીર્વાદ આપું છું કે હવે નિર્ભય રહો. અમારાથી જરાયે બીંશો નહીં. ।।૧૩। હવે સ્વસ્થ થઈને તમારી વહાલેસ૨ીને, તમારા હૈયામાં રહેલી તેણીને આજે બહાર કાઢો. અમે તેની વાત સાંભળવા ઉત્સુક છીએ. ક્યાં સુધી કારાગારમાં રાખશો ?’’ ||૧૪।। Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ધમિલકુમાર રાસ વિમળાની વાત સાંભળી બધી સ્ત્રીઓ અને કુમાર પણ ખડખડાટ હસી પડ્યા. હાસ્યનું મોજું ફરી વળ્યું. ધમિલ હવે કહે છે હે પ્રિયાઓ ! સાંભળો. કુશાર્તપુર નામે મગધ દેશમાં આવેલું મોટું નગર છે. ત્યાં જિતશત્રુ નામે રાજા છે. તે રાજાના નગરમાં એક વૈશ્યા રહેતી હતી. II૧પી તે ગણિકાનું નામ વસંતસેના છે. તેને રૂપ-કલાની નિધાન ગુણવાન એવી વસંતતિલકા નામે પુત્રી છે. /૧૬ની તે વેશ્યાકન્યા મને અતિપ્રિય હતી. હું તેને તેટલો જ પ્રિય હતો. કામભોગ અને રતિકળામાં તે ઘણી નિષ્ણાત હતી. હું બાર વર્ષ તેના ઘરમાં રહ્યો. હું તેના રૂપસમુદ્રમાં એવો ડૂબી ગયો હતો કે ઘર-બાર-માતપિતા આદિ કુટુંબ પરિવાર ભૂલી ગયો. ૧૭ા તે સાંભળી વિદ્યુત્પતિ બોલી. “હે વાલેસર ! હેવાલમ! જો આપની આજ્ઞા હોય તો હું ત્યાં જઈને તપાસ કરી આવું. જેને જોઈને આનંદ પામું - ને તરત પાછી આવું. /૧૮ ધમ્મિલ કહે, “હે પ્રિયા ! આ તારી સખીઓની અનુમતિ તો પહેલાં લેવી જોઈએ ને !” આટલું બોલતો ધમ્મિલ વિમળા તરફ જોઈને હસ્યો. ને કહે છે કે “તમે બધી હા પાડો તો મારી અનુમતિ છે.” વિમળા બોલી, “બેન ! સ્વામીને સુખ ઊપજે તેમ કરો. તું જલ્દી જા, ” સૌની અનુમતિ લઈને વિદ્યુમ્નતિ તરત જ આકાશમાર્ગે કુશાગ્રનગર જવા ઉપડી. છઠ્ઠા ખંડને વિશે શ્રી શુભવીરવિજયે વિનોદના વર્ણન કરતી આ ત્રીજી ઢાળ કહી. ||૧૯ો. ખંડ - ૬ ની ઢાળઃ ૩ સમાપ્ત -- દોહા :વિયત ઝગતિ વીજળી, વિન્મતિ મતિ સાસ; કુસગપુરે જઈ જો વતાં, દીઠું મંદિર તાસ. ||૧|| વેષ જુવાન પુરુષ તણો, ગણિકા યોગ્ય કરંત, દ્રવ્ય સહિત ઘરમાં ગઈ, અદશ્યરૂપ મહંત. રા’ દીઠી વસંતતિલકા પતિ-વિરહ કૃત કૃશ કાય, તજી શણગાર જીરણ અતિ, ચીવર મલિન ધરાય. ૩. બાંધી વેણી ધ્યાતિ, ધમ્મિલને એક ધ્યાન, , નરપી નારી પરે, ન જુવે તેહ જુવાન. IIકા તવ નરવેશ તજી કરી, થઈ નિજરૂપે ત્યાંહી, કહે તુજ પાસે મોકલી, ધમ્મિલ કુંવરે આંહી. પા હું છું દાસી તેહની, ખબર કરવા તઝ, પ્રેમે પાઠવી તેણે તમે, કે શું કહો છો મુઝ. દી. એમ સુણી સહસા ઉઠીને, ગાઢ આલિંગન દેત, રોમ રોમ હરખિત થઈ, સાદર સ્નેહ વહેત. છા આકાશમાર્ગે ઝગારા મારતી વીજળીની જેમ વિદ્યુત્પતિ થોડીક વારમાં કુશાગ્રપુર નગરે પહોંચી ગઈ. નગરજનને પૂછતાં તરત જ વસંતસેના વેશ્યાનું મંદિર મળી ગયું. બહાર ઊભી ઊભી વિદ્યુત્પતિ વિચારતી હતી. //// ખેચરીએ તરત જ વેશ પરિવર્તન કર્યું. ધનવાન પુરુષનો વેશ લીધો. કોઈ ધનવાન ય, . Page #444 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬: ઢાળ - ૪ ૩૯૩ ધન લઈને ગરિકા ઘરે જાય, તે રીતે ઘરમાં તો ગઈ, પણ ત્યાં જઈને અદશ્યપણે થઈ ગઈ. ક્ષણમાં જોતી જોતી કમરા વટાવતી આગળ જઈ રહી છે. તેરા વસંતસેના ગણિકાના મંદિરના પાછલા ઓરડે બેઠેલી વસંતતિલકાને વિદ્યુત્પતિએ પુરુષવેશે અદશ્યરૂપે જોઈ. તેણે પતિવિરહે સઘળાયે શણગાર તજી દીધા છે. પહેરેલાં વસ્ત્રો પણ મલિન થઈ ગયાં છે. વિયો ોગના દુ:ખે એની કાયા દર્બળ દેખાય છે. ૩ વસંતતિલકા પોતાના કેશકલાપમાં (ધમ્પિલે ગૂંથેલી) વેણીને હૃદય ઉપર રાખીને, ધમિલનું ધ્યાન ધરતી હોય તે રીતે નીચે જમીન પર બેઠી છે. હવે પ્રગટ થઈને પુરુષવેશે તે ખેચરી વસંતની સામે જઈને ઊભી. પણ નરષિણી નારીની જેમ વસંતતિલકા તે પુરુષ સામે નજર પણ કરતી નથી. વિદ્યુતુ ખેચરી તો મનમાં વિચાર્યા જ કરે છે. ll૪ll તે તરત જ પુરુષવેશ ત્યજીને સ્ત્રીવેશે વધારે નજીક આવીને ઊભી. વસંતે તેની સામે જોયું. વિદ્યુત્પતિ કહેવા લાગી. “બેન ! હું તમને વધામણી આપવા આવી છું. ધમિલે જ મને અહીં મોકલી છે. //પા હું ધમ્મિલની દાસી છું. તમારી ખબર લેવા આવી છું. અને તમારી પાસેથી પ્રેમસંદેશો લેવા આવી છું. તેણે પ્રેમે કુશળતાનો સંદેશ પાઠવ્યો છે. તમે બોલો. ત્યાં જઈને શું સંદેશો હું આપું?” ||૬|| ધમ્મિલનું નામ સાંભળતાં દિમૂઢ થતી વસંતતલિકા સહસા ઊભી થઈ ગઈ અને વિદ્યુત્પતિને ગાઢ આલિંગન દીધું. ધમ્મિલની વાત સાંભળી તેના રોમરોમ વિકસિત અને આનંદિત થયાં. ઘણા આનંદથી આદર સહિત પોતાની પાસે બેસાડીને પૂછે છે. //શા ઢાળ - ચોથી | (સાબરમતીએ આવ્યાં છે ભરપૂર જો, ચારે ને કાંઠે માતા રમી વાયાં રે એ દેશી) આસન ઢાળી વિદ્યુત્પતીને બેસારી રે, પૂછે રે પ્રાણવલ્લભ માહરો કિહાં વસે, મુઝને વિછોડી પિયુ પરદેશની વેશે રે, - ભોજન કેમ ભાવે રે કરતાં હશે, સંદેશો પામી રે દિલ દુઃખ ઉલ્લસે III ' મહિલા મનમેલા રે, મનના મન રમે, કૂપની છાયા રે કૂપે ઉપશમે. એ. આંકણી. વિદ્યુમ્નતિ કહે દુઃખની વેલા વીતી રે, હાલ્હિમ વિશરામી રે, ચંપાએ વસે, થોડા દિનમાં કરશું તુમ પિયુ મેલા રે, પણ આવી વેલા રે કેમ થઈ હશે, વાતો મને પ્રકાશો રે તો ચિત્ત ઉલ્લસે...મહિલા /રા વસંતતિલકા બોલે નગરે વડેશ રે, સુરેન્દ્રધ્વજ કોટિધ્વજ વ્યવહારીયો, માત સુભદ્રા જાઓ પ્રાણ પિયારો રે, મુજ ઘર ઘટ માંહી રે, ધમ્મિલ ધારીયો, મોહે મુઝ મારી રે ચિત્ત ધન હારીયો...મ...૩ માતા પિતા તસ જબ સુરલોક સિધાવ્યાં રે, નાવ્યાં રે ધનનાં ભરણાં તે પછે, તવ મુઝ માતા કહે એકાંતે તેડી રે, છોડી કંત કાઢો રે, એ નિરધન અછે, પંખી પણ તજે રે, તરૂ સૂક્યા પછે...મ...llઝા Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ધમિલકુમાર રાસ સૂકા નઈ સર છડે હંસને ચકવા રે, રાજ્યથી ઉતરીયો રાજા સેવકે.. નિર્ગધ કુસુમે ભમરો નવિ બેસે રે હરણાં પણ ન ભજે વન દાધે થકે, આપણ જાત ભજીએ નર ધન આવકે...મ..../પા. તવ મેં કહ્યું ધન કોડ ગમે એણે દીધુ રે, વારિધિ વહ્નિ વેશ્યા સંતોષી નહીં, પણ ધનવંત મૂરખ શું હું નવિ રાચુ રે, સાચુ ચિત્ત લાગુ રે મુઝ એહશું સહી, લક્ષણ ગુણ દેખી રે પ્રીત લાગી રહી...મ...//૬ll મયુર વિખેરત પીંછ કહે સુણ કેડી રે, ચિરંતન વલમાં અલગ મત કરે, જો ઝંડીશ તો કૃષ્ણ મુગટ શિર ચઢશું રે, પણ તું કલા કરીને રે વનમાં નહીં ફરે, જગજનતા તેને રે, બાંડો ઉચ્ચરે...મ...//ળા તેમ માતા એ મુઝ તનનો શણગાર રે, જીવંતાં ન છોડું રે, હું એને કદા, સાંભળી મૌન રહી પણ છિદ્ર ગoખે રે, એક દિન સ્નાન કરી અલતો માગ્યો મુદા, જીરણ ને નીરસ મા દેતી તદા...મ...Iટા. હું બોલી અલતો નીરસ કેમ દીધો રે, મા કહે એ ધમ્મિલ સરીખો લેખીએ; ઈસુખંડ નીરસ પીત્યા મોકલીયા રે, પૂછતાં કહે રે, પતિ શું પરખીએ; હું બોલી એ સમ જગતે ન દેખીએ...મ...લા. ઈચ્છાએ તલવટના તલ મંગાવ્યા રે, તલપુલી તલ વિણ માએ મોકલી, પૂછતાં કહે, ધનતલવિણ પતિ પૂલી રે, હું બોલી પૂલી તો બાલણ વલી; ધમ્મિલની મતિ રે, કામે આગલી...મ.../૧ના માય કહે દેવલ ઘર લીંપણ કરશે રે, મેં કહ્યું રે કૃત તુંહી વાયસ પરે; મા પૂછતાં મેં કહી લૌકિક શાસ્ત્ર રે, વરસી બાર દુકાલે રે દ્વિક ભેગા મળે; વાત તે વિચારે રે, જગ ભુખે મરે...મ.../૧૧/ આપણને કોણ પિંડ દીએ એણી વેલા રે, એઠું પણ મીઠું રે નર માંગી જમે; ઘરને ઘરાણા બાળક નારી વેચે રે, સીંચે રે પેટવેઠ દિન નિગમે, ઘર છોડી લજ્જાળુ રે, પરદેશે ભમે....મ.../૧રા વિપ્રવણિક પણ અસુર તણે ઘર દાસો રે, ફાંસો ઝેર ખાઈ રે, નર નારી મરે, તિરીનર મંસ ભખતાં જલ નવિ પાવે રે, જાવે રે, નેહ વિચ્છોડી દુઃખ શરે; કોટી ધ્વજ મૂછાલા રે, દીનપણું ધરે..મ.../૧all આપણ કાકા કેણી પરે પેટ તે ભરશું રે, તવ વૃદ્ધ કાગ બોલ્યો રે દુઃખ ધરશો નહીં, . જલધિતટે કાયંજલ, દ્વિક ભાણેજા રે, તેહની રે પાસે સવિ જઈશું સહી, અશનાદિક દેશ રે જલધિ મત્સ્ય વહી..મ.../૧૪ Page #446 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ : ઢાળ - ૪ મૌકુલી કુલ જલધિતટ પોહોતા ખેમે રે, પ્રેમે કાયંજલ બોલાવતાં, બહુ સન્માને નિત્ય જલધિ મત્સ્ય દેવે રે, પીવારે મીઠાજલ દેખાવતાં, બાર દુકાલી કાકા સુખમાં કાઢતાં...મ...॥૧૫॥ મોકલી દોય દ્વિકા રે, ખબર કઢાવતાં, રે ભોજન ભક્ત કરાવતાં, પૂર્વજને પોષણ શ્રાધ સ૨ાવતાં...મ...॥૧૬॥ કહે માતુલ સે દુ:ખે જવું પડે, ખાધાને સારૂ રે, નીચ નજર અડે, અમને કોણે ઘાલ્યા રે, એહવા સાંકડે...મ...।।૧૭થી રે, બલીભુગ્ પિંડભાગી રે, નિજદેશે ગયા, હું તો ગુણપ્યારી રે, જેથી સુખી થયા, સાંભળી માય કપટે ગઈ આણી દયા...મ...।।૧૮। થયો સુગાલ મુદિતજન મુદિર ઝરંતાં રે, ભાણેજને કહે અમને લોક તેડાવે રે, ભાવે કહે ભાંણેજા સારસજલધિ વાયસ રે, કાક કહે નિત્ય ઉઠી તુમ સૂંઠ સામું રે, કટુક વચન એમ બોલી પાછળી રાતે તું પણ માતા તેહવી ગુણ હણનારી રે, અતિરાગે રંગાણી મુઝને જાણી રે, માતાએ મોહોટો ઓચ્છવ માંડીયો, નાતવર્ગ સંતોષી મદિરા પાયી રે, મુઝ પિયુને રણવગડામાં છોડીયો, ૩૯૫ છંડી કેમ સિદ્ધિ લીધી કોડીયો...મ....૧૯૫ વેણી બંધ જી૨ણ ભુજંગ સ્મૃતિ તિ, ઘરમાંહે રોતી પિયર જશોમતિ ખેમ કુશલ પૂછતાં મેં કહી છતી...મ...૨ના પણ માહારો સંદેશો જઈને કેહેજો રે, ધરણીને પરણી છંડી વેગલી, તેમ વળી નવનવી પરણી હશે કોઈ નારી રે, તેહને રખે વીસારી રે, મૂકતાં વલી, જો જાએ લાખા હૈ સાખા ન હું ચલી...મ...॥૨૧॥ ઘરને ઘરાણાં વેચી માલ ખવારી રે, પિયર દેહ ધારી રે, અન્ન માગી જમે, સખી સહેલી પિતરીયા ભોજાઈ રે, તેહનાં રે મેહેણાં પરણી નિત્ય ખમે, પ્રિતમને શાબાશી પરદેશે રમે...મ...॥૨૨॥ એમ વયણાં સુણી ખેચરી કહે રહો છાનાં રે, જઈશું અમે રહેજો તુમે દુઃખ પરિહરી, એમ કહે ગગન ચલી શુભવીરની પાસે રે, ચોથી ઢાલ છà ખંડે રસભરી, ચતુરા ચિત્ત ચૂંપે ગઈ ચંપાપુરી...મ...॥૨૩॥ વિવેકી વસંતતિલકાએ જમીન ઉપર આસન પાથરીને વિદ્યુત્પત્તિને બેસાડી. પોતે પણ જમીન ઉપર આસન વિના બેઠી. પૂછવા લાગી. “બેન ! તમે કુશળ છો ને ?” પછી પતિના સમાચાર પૂછવા લાગી. “બેની કહો. મારો પ્રાણવલ્લભ હમણાં ક્યાં વસે છે ? મને છોડીને મારા પિયુ પરદેશની વાટે ચાલ્યા તજી તંબોલને સરસ આહાર નિવારી રે, તાપસિણી જ્યું કાયા શોક કરંતિ રે, હું Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ધમિલકુમાર રાસ ગયા. તે ભોજન ક્યાં કરતા હશે? પરદેશમાં ભોજન કેમ ભાવતું હશે? આજે તેમનો સંદેશો મળતાં મારા દિલમાં દુઃખ ઊભરાઈ આવ્યું છે. રે મહિલા! આજે તારો મનમેળો થયો છે. કૂપની છાયા કૂપ (કૂવાની) સમાવે તેમ અમારી મનની મનમાં જ રહી ગઈ. જેની સાથે મનમેળ થયો હોય તે મનમાં રમ્યા જ કરે છે.” |૧| આટલું બોલતાં વસંત. રડી પડી. વિદ્યુત્પતિ કહે, “બેન ! ખેદ ન કરો. હવે તમારી દુઃખની વેળા વીતી ગઈ છે. વિશ્રામ આપનાર વાલમ હમણાં તો તે ચંપાનગરીમાં વસે છે. હવે ટૂંકવેળાએ તમારો પતિ સાથે મેળાપ થશે. પણ બેન ! તારી આવી દશા કેમ થઈ ? તમારા પ્રેમનું પોત પ્રકાશો તો હૈયું હળવું થાય ને કંઈક શાતા થાય. અને મારું તમારું ચિત્ત ઉલ્લસિત થાય.” ||રી : વસંતતિલકા બોલી. “બેન ! આ નગરમાં મોટો કોટિધ્વજ, વ્યવહારીઓ સુરેન્દ્રદત્ત નામે શ્રેષ્ઠી રહેતો હતો. પતિના ધર્મને અનુસરનારી સુભદ્રા નામે તે શ્રેષ્ઠીની પત્ની હતી. તે શ્રેષ્ઠીને ધમ્મિલ નામે પુત્ર હતો. જે મને પ્રાણથી પ્યારો હતો. તે ધમ્મિલને મારા ઘરમાં અને મારા હૃદયકમળમાં વસાવી દીધો હતો. તેનામાં હું મુગ્ધ બની. તેણે મારા ચિત્તને હરી લીધું. ૩ વખત વહેવા લાગ્યો. અમે એકબીજામાં ઓતપ્રોત હતાં. નિયમિત મારે ઘેર તેના ઘેરથી ધન આવતું રહ્યું. કાળક્રમે તેનાં માતપિતા દેવલોક પામ્યાં. ધન આવતું ધીમે ધીમે બંધ થયું. બેન ! તું જાણે અમારી જાત કેવી? અમે ધનનાં લોભી. મારી અક્કાએ મને એકાંતમાં બોલાવીને કહ્યું કે “બેટી ! હવે આ કંતને છોડી દે. તે હવે નિર્ધન થઈ ગયો છે. પંખી પણ સૂકા વૃક્ષને છોડી ચાલ્યાં જાય છે. જો - સૂકાયેલાં નદી-સરોવરને હંસ અને ચકલાંઓ છોડી દે છે. રાજ્યથી ઊતરી ગયેલો રાજા ક્યારેક નોકર થાય છે. સુગંધ વિનાનાં પુષ્પો ઉપર ભમરાઓ પણ બોલતા નથી. દાવાનળથી બળી ગયેલા વનમાં હરણિયાં પણ રહેતાં નથી. અર્થાત્ વનને છોડી દે છે. તો આપણે કોણ? આપણી જાત કઈ? ધન લાવતો પુરુષ હોય તેનું સેવન કરીએ. ધન વિનાના પુરુષને પલકમાં છોડી દેવો જોઈએ.” ||પા મારી માએ જે કહ્યું તે સાંભળી હું ઘણી આવેશમાં આવી ગઈ. ને કહેવા લાગી. “મા ! તું શું બોલે છે? ધમિલે તો આપણને ક્રોડો ગમે. ધન દીધું છે. પણ કહેવાય છે કે વારિધિ (સમુદ્ર), વનિ (અગ્નિ) અને વેશ્યા. ગમે તેટલું આપો તો તે સંતોષ ન પામે. પણ મા ! સમજી લેજે કે અન્ય ગમે તેટલો ધનવાન હોય, મૂરખ કે ડાહ્યો હોય તો પણ હવે હું તેમાં રાચવાની નથી. મારું ચિત્ત તો તે ધમિલમાં લાગેલું છે. તેના ગુણો તથા સુંદર લક્ષણો જોઈને જ મને તેના પ્રત્યે પ્રીતિ જાગી છે. હવે હું તેને છોડીશ નહીં. Ill મા! મોર પણ વળગેલાં પીંછાને વિખેરે છે, ત્યારે ઢેલ કહે છે કે “હે પિયુ!” લાંબા સમયથી વળગેલા આ પીંછાને અળગા કરશો નહીં. હા ! જો તું પીંછાને છોડીશ તો તે તો કૃષ્ણના મુગટે ચઢશે. પણ હે પિયુ! અત્યારે તું જે કળા કરીને, વનમાં ફરે છે તે અવસર ફરીથી નહીં મળે અને જગતના લોકો તને બાંડો કહેશે. IIણા હે માતા! મોરનો શણગાર પીંછાં છે તેમ ધમિલ પણ મારા તનનો શણગાર છે. હું જીવીશ ત્યાં સુધી હું ધમ્મિલને છોડીશ નહીં. મારી વાત સાંભળી મા મૌન રહીને ચાલી ગઈ. ઘરમાં મને હવે કશું જ કહે નહીં. પણ મારાં છિદ્રો જોવા લાગી. એક દિવસ સ્નાન કરીને મેં અળતો (ચોપડવા) માંગ્યો. ત્યારે મને જીર્ણ અને રસકસ વગરનો નીરસ એવો અળતો આપ્યો. //૮ હું બોલી. “માતા ! નીરસ અળતો કેમ આપ્યો?” તો મા કહે, “આ પણ ધમ્મિલ સરખો સમજી લેજો . એકવાર મને નીરસ (રસ વગરના) પીલેલા શેરડીના ટુકડા મોકલ્યા. ત્યારે મેં પૂછાવ્યું કે આનું શું કારણ ! ત્યારે માએ કહેવરાવ્યું કે “પતિ જેવા પરખજો .” અર્થાત્ ધમિલ પણ આની જેમ નીરસ Page #448 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ : ઢાળ - ૪ ૩૯૦ છે. સમજી લેજો. મેં પણ ગુસ્સે થઈને કહેવરાવ્યું કે મને આ જગતમાં ધમ્મિલ જેવો કોઈ દેખાતો નથી. III એકવાર મને તલવટ ખાવાની ઈચ્છા થઈ તો મેં દાસી પાસે તલ મંગાવ્યા. ત્યારે મારી માએ તલ વિનાની માત્ર પૂળી મોકલી. મેં કહ્યું કે મારે પૂળી ખાવી નથી. ત્યારે માએ કહ્યું કે ધન વિનાનો પતિ પણ પૂળી સ૨ખો સમજજે. ત્યારે પણ મેં કીધું કે આ તલ-મૂળી પાછી લઈજા. તારે બાળવામાં કામ આવશે. મ્મિલની બુદ્ધિ તો દરેક કામમાં તીક્ષ્ણ છે. તું આવી સરખામણી કરીશ નહીં. ।।૧૦।। કૃતઘ્ની કાગડાની કથા ઃ– મા બોલી, બેટી ધમ્મિલની બુદ્ધિ શું ઘર-મંદિરે લીંપણ કરશે ? ત્યારે હું બોલી. મા ! કાગડાની જેમ કૃતઘ્ની ન થઈશ. ધન આવ્યું ત્યાં સુધી સારું લાગ્યું. અને હવે તે ગમતો નથી. મા મને પૂછે છે કે બેટી ! કાગડાની વાત શી છે ? મેં તેને કાગડાની વાત સંભળાવી. જે આ પ્રમાણે છે. લૌકિક શાસ્ત્રમાં એક કથા આવે છે. એકવાર બાર વર્ષનો દુકાળ પડ્યો. બધા કાગડા ભેગા થઈ વાતો કરે છે. રે ભાઈઓ ! આખું જગત ભૂખે મરે છે. તો આપણે શું કરવું ? આપણને કોણ આપવાનું છે. માટે વિચારો શું કરવું ? ॥૧૧॥ આ દુકાળમાં આપણને કોઈ પિંડ આપશે નહીં. માણસો તો એંઠાને મીઠું માનીને, માંગીને પેટ ભરશે. વળી ઘ૨, ઘરેણાં, બાળક ને આગળ વધીને નારીને પણ વેચી નાખશે. એમ દિવસો પસાર ક૨શે. અને જેને પોતાની આબરૂ વહાલી હશે તો તે ઘર છોડી પરદેશ ચાલ્યા જઈ ત્યાં રહેશે. ।।૧૨।। આવા દુકાળમાં વાણિયા બ્રાહ્મણો પણ દૈત્યને ત્યાં દાસપણું ક૨શે. લજ્જાળુ સ્ત્રીપુરુષ હશે તે માંગી શકશે નહીં. એકાન્તમાં ફાંસો ખાઈને, ઝેર ખાઈને જીવન ટૂંકું કરી નાંખશે. કેટલાક મનુષ્યો કે તિર્યંચો માંસ ભક્ષણ કરશે. પણ સામે પીવા પાણી નહીં મળે. ભોજન ન મળે તો પાણી ક્યાંથી મળે ? સ્નેહીસંબંધીનો ત્યાગ કરીને ચાલ્યા જશે. કરોડપતિ જે મૂછાળા માનવીઓ દુઃખ દૂર કરવા સરોવર શોધવા ચાલ્યા જશે. પાણી માટે દીનપણાને ધારણ ક૨શે. અર્થાત્ કરોડો દ્રવ્ય ખર્ચતાં પાણી મેળવી નહીં શકે. ।।૧૩।। તો આપણે બધા પેટ કેવી રીતે ભરશું ? ત્યારે એક વૃદ્ધ કાગડો બોલ્યો. “રે મારા જ્ઞાતિજનો ! સાંભળો ! તમે કોઈ દુઃખને ધારણ ન કરશો. સમુદ્રના કિનારે કાયંજલ નામનો કાગડો રહે છે. જે મારો ભાણેજ થાય છે. આપણે બધા ત્યાં તેની પાસે જઈએ. તે આપણને નક્કી ખાવાપીવાનું આપશે. સમુદ્રમાંથી માછલાં પકડીને આપણને આપશે. ।૧૪। વૃદ્ધ કાગડાએ કરેલી વાત, બીજા કાગડાઓએ સ્વીકારી. અને એક સમે તે સૌ ભેળાં મળી, ઊડીને સમુદ્રકિનારે પહોંચી ગયા. વૃદ્ધ કાગડો કાયંજલને મળ્યો. સઘળી વાત કરી. કાયંજલ કહે “મામા ! પધારો. અમારે અહીં તમારી આખી જમાતને ઉતારો. હું બધી જ સગવડ આપીશ. મામા ! આ ભાણેજને ત્યાં નિરાંતે રહો. સામેથી તેણે આદર સન્માનયુક્ત સૌને બોલાવ્યા. અને રાખ્યા. હવે નિયમિત કાયંજલ સમુદ્રમાંથી માછલાં પકડી લાવીને તે સૌને આપે છે. પીવા માટે પાણીની વાત કરે છે. સમુદ્રમાં જ્યાં મીઠા જળનું ઝરણું વહેતું હતું તે બતાવે છે. જેને તરસ લાગે તે ત્યાં જઈને પાણી પીએ. આ પ્રમાણે સમુદ્રકાંઠે કાગડાની જમાતે બાર વરસના દુકાળને પૂરો કર્યો. ॥૧૫॥ બાર વરસ પૂરાં થયાં અને વરસાદ મૂશળધારે વરસ્યો. સુકાળ થયો. સર્વજનો આનંદિત થયા. સૌએ મળીને બે કાગડાને પૂર્વે જ્યાં રહેતા તે સ્થાને મોકલ્યા. તે બંને પાછા આવ્યા. સારો સંદેશો લાવ્યા. હવે તે સ્વસ્થાનમાં સુકાળ વર્તે છે. વૃદ્ધ કાગડો કાયંજલ ભાણેજને કહે છે કે ભાણેજ ! હવે સુકાળ વર્તે છે. લોકો અમને પાછા બોલાવે છે. પૂર્વજોનું પોષણ કરવા માટે લોકો શ્રાદ્ધ સરાવે છે. અમને ભક્તિપૂર્વક ભોજન કરાવે છે. ।૧૬। કાયંજલ કાગડો કહે ... “મામા ! તમને અહીં શું દુઃખ છે ! ભોજન-પાણી Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ધમિલકુમાર રાસ અહીં પણ મળે છે. જવાની જરૂર નથી. તમે સૌ અહીં જ રહો.” ભાણેજની વાત સાંભળી નિમકહરામ કૃતઘ્ની વૃદ્ધ મામો કાગડો કહે છે. “રે! ભાણેજ ! સવાર પડે અને અમારે હંમેશાં ખાવાના કારણે નીચું જોવું પડે, તમારી પૂંઠ જોવી પડે છે. આવી સાંકળે અમને અહીં બંધાઈ રહેવું ન ગમે ? અહીં રહેવાની બધા ના પાડે છે. ll૧૭ી .. આ રીતે આ કાગસમુદાયે કશી ગણના ન કરી. પિંડ ખાવા માટે પાછલી રાતે પોતાના વતન તરફ સઘળાયે કાગડા ચાલ્યા ગયા. કથા પૂરી થતાં દીકરી માને કહે છે “મા ! તું પણ પેલા કાગડા જેવી કૃતની છે. તું તેના અવગુણ જોનારી છે. મેં તો તેનામાં ગુણો જ જોયા છે. તેના સ્નેહમાં હું ઘણીજ સુખી છું. મારાં, વચનો સાંભળી મારી મા હૈયામાં કપટ રાખી, હોઠ ઉપર દયા દાખવી ચાલી ગઈ. ૧૮ ધમ્મિલના પ્રેમપાશમાં હું બંધાણી છું રાગમાં રંગાણી છું એવી પાકી ખાત્રી થતાં મારી માએ પેંતરો રચ્યો. મારે આંગણે મોટો મહોત્સવ માંડ્યો. જ્ઞાતિજનોને જમાડ્યા. પહેરામણી આપી સંતોષ્યા. છેલ્લે સૌને મદિરાપાન કરાવ્યું. અમને ચંદ્રહાસ મદિરા આપી. અમે બંને જણાં તરત જ ઘેનમાં પડી ત્યાં જ સૂઈ ગયાં. અડધી રાતે મારા પતિને સૂતેલાં જ ઊંચકીને વનવગડામાં મુકાવી દેવરાવ્યો. જાણે સુવર્ણની સિદ્ધિને છોડીને, કોડીયો લઈને મૂર્ખ આનંદ પામે, તેમ મારી મા આનંદ પામી. //૧૯ો બેન! જ્યારે મદિરાનો નશો ઊતર્યો ને હું ભાનમાં આવી તો મારા પ્રિયતમને ન જોતાં હું બેબાકળી થઈ ગઈ. નક્કી મારી માએ જ મારું સુખ છીનવી લીધું. ત્યારપછી મેં સુંદર અને સરસ આહારને છોડી દીધો. તંબોળનો ત્યાગ કર્યો. આ વેણીબંધ મારા સ્વામીએ કરેલ છે. તે જીર્ણ થઈ છે ને સર્પની જેમ લટકે છે. પણ મેં તે વેણીનો ત્યાગ કર્યો નથી. તપસ્વિનીની જેમ હું કાયા શોષવી રહી છું. હું અહીં રહું છું. જયારે જશોમતી પિયરમાં રહે છે. તમે ક્ષેમકુશળતા પૂછી તો અમે અમારી આપવીતી કરુણ દાસ્તાન સુણાવી. ૨૦ાા બેન ! હવે બીજી વાતોથી સર્યું. પણ અમારો સંદેશો, સ્વામીને જઈને કહેજો. પહેલી પરણીને છોડી. માભોમ ધરણીને છોડી. અમને પણ છોડી દીધી. પણ હવે આગળ નવી નવી પરણો તેને ન છોડશો. અમારી માફક તે સ્ત્રીઓને દુઃખી ન કરશો. સતી સ્ત્રીઓ લાખ (દ્રવ્ય) જવા દેશે. પણ શાખ જાળવી રાખશે. હું ક્યારેય બદલાવાની નથી. ૨૧ વિદ્યુત્પતિ પૂછે છે. બેન ! જશોમતિ કોણ ? વસંતા બોલી. બેન ! શી વાત કરું ! દ્રવ્યથી ખાલી થયેલી છેલ્લે ઘર-ઘરેણાં વેચીને પ્રિયતમ પાછળ કુરબાન થઈ. પ્રિયતમના સુખ ખાતર સર્વદ્રવ્ય વેશ્યા (મારી મા)ને આપ્યું અને તે સતી સ્ત્રી અત્યારે પિયરમાં એક ટુકડા રોટલા માટે રહી છે. કાયાને નિભાવી રહી છે ભાભીઓનાં મહેણાં સહી રહી છે. લોકોનાં ટોણાં મહેણાં સાંભળે છે. બિચારી ઘણી દુઃખી છે. પરણેતરને અને મને છોડીને પ્રિયતમ પરદેશમાં લીલાલ્હેર કરે છે. એમને અમારી શાબાશી પાઠવજો. ll૨૨ા આટલું બોલી વસંત એકદમ રડી પડી. ખેચરી સાંત્વન આપતાં કહે છે “બેન ! હવે છાનાં રહો. ધીરજ ધરો. તમારો સંદેશો કહીશ. તમે દુઃખ છોડી દઈને ધીરજને ધારણ કરીને રહેજો. બને તેટલા વહેલામાં વહેલાં પતિ મળે, તને તથા યશોમતિને સુખ થાય તેમ કરીશ.” એમ કહી ગગનમાર્ગે વિદ્યુત્મત્તિ ચાલી. જોતજોતામાં તો તે ચંપાનગરી પહોંચી ગઈ. છઠ્ઠા ખંડને વિષે ચોથી ઢાળ પૂ. શુભવીરવિજયજી મહારાજે રસભરી કહી. ||૨૩l. ખંડ - ૬ ની ઢાળ : ૪ સમાપ્ત Page #450 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ : ઢાળ - ૫ ૩૯૯ -: દોહા :વિદ્યુત્પતિ વેગે ગઈ, ધમ્પિલકુંવરને પાસ, મૂલ ચૂલ માંડી કરી, સઘળી વાત પ્રકાશ. /૧|| તે સુણતાં દુઃખ ઉલ્લરયું, નયણે નીર ભરાય, પણ વિમલાના ભય થકી, વચને નવિ ઉચ્ચરાય. /રા વિદ્યુત્પતિ કહે નાથજી, મ કરો શોચ લગાર, કુશગપુરે જાવા તણો, જો હોએ દિલમેં પ્યાર. Hall તો બોલો નિર્ભયપણે, કુંવર કહે છે પ્યાર, પણ ઇચ્છા હોવે સર્વની, તો જાવું જયકાર. llll એમ નિસુણી ખેચર સુતા, મેળવી સઘળી નાર, નિજ નાયરે જાવા તણો, કીધો એક વિચાર. //પા કુંવર જઈ નૃપને કહે, જઈશું અમે નિજ દેશ, રાય કહે કેમ રાખીએ, પરૂણાગત સવિશેષ. //દી વીજળી વેગે સડસડાટ વિદ્યુત્પતિ ધમ્પિલકુમાર પાસે આવી ગઈ. સ્વામી વચમાં ને વિદ્યુત્પતિ બાજુમાં બેઠી છે એને આવેલી જોઈને સઘળી સ્ત્રીઓ પણ તેને વીંટળાઈને વાત સાંભળવાની ઉત્સુકતાએ બેસી ગઈ. આમૂલથી ચૂલિકા સુધી (મૂળથી લઈને અંત સુધી) સઘળી વાત કહી સંભળાવી. ૧/ જે સાંભળીને ધમ્મિલના હૈયે ઘણું દુઃખ થયું. હૃદય ખળભળી ઊઠ્યું. નયનોમાં નીર ભરાયાં. પણ વિમળાના ભય થકી ધમ્મિલ એક પણ વચન ન બોલ્યો. //રો ધમ્મિલની સજલ આંખો જોઈને વિદ્યુત્પતિ બોલી. “સ્વામીનાથ ! સ્વસ્થ થાઓ. શોક ન કરશો. આપની ઇચ્છા કુશાગ્રપુર નગરે જવાની છે ? આપ નિર્ભયપણે કહી દો. llll. - ' આ પ્રમાણે વિદ્યુત્પતિની વાત સાંભળીને ધમ્મિલ બોલ્યો. “રે દેવી ? મારે જવાની ભાવના છે. પણ તમે સઘળી સ્ત્રીઓની ઈચ્છા હોય તો ને ? સાથે જઈએ તો આનંદ થાય. જયજયકાર પણ થાય. અને એ જ યોગ્ય છે. ll૪ો | ધમિલની વાત સાંભળીને વિદ્યુત્પતિએ સર્વે સ્ત્રીઓની સામે જોયું. સંકેતથી જાણવા માંગતી હતી કે સૌની ઇચ્છા શું છે ? સર્વ સ્ત્રીઓએ સંમતિ આપી. સૌને કુશાગ્રપુર જવાની ઇચ્છા છે. સર્વની અનુમતિ મળતાં, સર્વનો એક વિચાર થયો. Ifપી કે ધમિલ જેના રાજ્યમાં રહેતો હતો તે રાજા કપિલની રજા લેવા ધમિલ રાજદરબારે પહોંચી ગયો. કહે છે. “હે મહારાજા ! અમને અમારી જન્મભૂમિ યાદ આવી છે. હવે અમારા નગરે જવાની ભાવના છે. તો અમને રજા આપો. રાજા બોલ્યો. “રે પરદેશી પરોણા ! વિશેષ શું કહું ? પરદેશીને કે વધારે રાખી શકાય? તમારી જવાની ઇચ્છા છે તો પરોણાને વિશેષ શું કહીએ ? આપને મારી રજા છે.” રજા મળતાં ધમ્મિલ હવેલીએ આવ્યો. અને જવાની તૈયારી થવા લાગી. All Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ધમિલકુમાર રાસ ઢાળ પાંચમી (ત્રીજે ભવ વીશ સ્થાનક તપ કરી..એ દેશી). કુંવર સજાઈ કરી પુરબહાર, દેહેરા તંબુ દેવે, હય ગય રથ પાયક દલ સાથે, વસ્તુ અવર વર લેવે રે; પ્રાણી ! પુણ્યતણી ગતિ દેખો, પુણ્ય જગતમાં વિશેષો રે...પ્રા...ll કપિલરાય બેટી વોલાવે, મલણાં સજજન સહુ લાવે, દાસી દાસ દીએ બહુ સાથે, હય ગય સુભટ ચલાવે રે...પ્રા...રા રવિ શેખર યુવરાજ મિલાપે, દીએ ધનકંચન કોડી તવ શ્રેષ્ઠી સસરા ધન દેઈ, વળીયા નમી કર જોડી રે...મા...lal ખેટસુતાએ વિદ્યાબલે રચીયો, રત્નવિમાન વિશાલ, સર્વ પરિકર વાહન સુધાં, બેઠાં થઈ ઉજમાલ રે...પ્રા...જા. દેવવિમાન ઝરુખે બેઠી, વિમલાદિક સવિ નારી, વન ગિરિ સર નદી ગામ વિલોકી, વાત કરે બહુ પ્યારી રે...મા.../પી. ક્ષણમેં કુશાગ્રપુરી વન ખંડે, ઉતર્યાં હર્ષ વિશેષ વિયતચરી વિદ્યાધર લોકને, દૂર કિશ્યો પરદેશ રે...મા...Ill. દેરા તંબૂ દીયા વનમાંહી, રત્નવિમાન આકાશે, નગરલોક મળી કૌતુક જોતાં, પામ્યા ચિત્ત ઉલ્લાશે રે...માં...llણા સુરેન્દ્રદત્ત તણો સુત ધમિલ, બહુ વરસે ઘર આવ્યા, રાજ સુતા વિદ્યાધર કુમરી, પરણી બહુ ઋદ્ધિ લાવ્યા રે...પ્રા...ટા. એમ નિસુણી અરિદમન તે રાજા, સન્મુખ આવી તામ, , પુર શણગારી નિજ ઘર તેડી, આપ્યુ રેહેવા ધામ રે..પ્રા..લા રત્નવિમાનની રચના દેખી, રાય હર્ષ બહુ પાવે, ધમ્મિલ મંદિર હુકમે તતક્ષણ, નૌતન રાય કરાવે રે.પ્રા./૧લા વેશ્યા વસંતસેના ઘર જાવે, તે પણ સન્મુખ આવે, નિજ બેટીને વાત જણાવે, કુંવરને ભેળાં મિલાવે રે..પ્રા...ll૧૧al મેઘમયૂરી ચંદ્ર ચકોરી, તેણી પેરે હર્ષ ભરાણી, સ્નાન કરી શણગાર ધરીને, અંગો અંગે ઠરાણી રે...પ્રા./૧રા વસંતતિલકા પુત્રી સમ ગણે, શાદમન ભૂપાલ, તેણે નિજ રાજ્યનો ભાગ તે ત્રીજો, કુંવરને દીએ ઉજમાલ રે...મા...૧ Page #452 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ઃ ઢાળ - ૫ ૪૦૧ પ્રથમ સતી પરણે જે જશોમતિ, ધનવસુ શેઠની બેટી, બેહુ કુલે ઉજલતા દેખાવી, જૈન ધર્મ ગુણ પેટી રે...પ્રા.../૧૪ો. તેહને તેડવા કારણ પોતે, માન વધારણ સારુ, જઈ કહે સર્વ ગયાં પણ તુમ વડે, ઈહાં કને નામ અમારું રે..પ્રા...૧પ સસરા સાસુએ આદર દેઈ, નિજ પુત્રીને વોલાવે, બેસી સુખાસને નિજઘર આવે, વિમળા ભક્તિ કરાવે રે..મા.../૧લી ત્રીજે હીંસે રાજયની લીલા, ૫ અભિષેક કરાવે, જોગીદત્ત વિદ્યાએ સાધ્યા, દેશ અવર વશ થાવે રે...પ્રા.../૧૭l પ્રથમ યશોમતિ કરી પટ્ટરાણી. બીજી વિમલા રાણી, વિદ્યુત્પતિ ને વિદ્યુલ્લતા દોય, ચઉ અભિષેક ઠરાણી રે..મા.../૧૮ વિમલસેનાના માતપિતાદિક, આવી તિહાં સવિ મળીયાં, બેટી ભેટી દીએ બહુ સંપદ, કુંવર રજાએ વલીયાં રે..પ્રા.../૧લા આ ભવ અર્થે કીઓ ખમાસી, આંબેલ તપ ફલ વાધ્યો, સુરરમણી સમ રમણી પામી, વંછિત સુખ સવિ સાધ્યો રે...પ્રા...૨૦. છઠે ખડે પાંચમી ઢાળે, કુંવર વેશ્યા નિજધામ, શ્રી શુભવીર રસિક લોકોત્તર, ઘર પામે વિસરામ રે...મા..રવા - ચંપાનગરીની બહાર ડેરા-તંબુ તાણ્યા. કુંવર જવાની સજાઈ કરવા લાગ્યો. લઈ જવાની જે સામગ્રીઓ, તે તૈયાર કરીને નગર બહાર તંબૂમાં એકઠી થવા લાગી. હાથી ઘોડા રથ પાયદળ, બીજી પણ શ્રેષ્ઠ જે જરૂરી વસ્તુઓ તે લાવીને બહાર મૂકવા લાગ્યા. પુણ્યવંતા પ્રાણીઓ! પુણ્યનું પ્રગટપણું જુઓ. ખાલી હાથે આવેલો ધમિલ આજે અનેક પ્રકારની ઋદ્ધિ અને સમૃદ્ધિ પામ્યો. વળી સુંદર રમણીઓ પણ મળી. ખરેખર જગતમાં પણુ જ શ્રેષ્ઠ છે. માટે પર્યાનો સંચય કરો. ૧ કપિલ રાજા પોતાની બેટ, કપિલાને વોળાવું કરે છે. રાજપરિવાર તથા સગા સ્વજનોને તેડાવીને સહુનો મેળાપ કરાવે છે. છેલ્લે દાયજામાં હાથી, ઘોડા, રથ અને સુભટો તથા સેવા કરવા દાસ-દાસીનો પરિવાર પણ સાથે આપે છે. રા. કપિલરાજાનો યુવરાજ રવિશેખર, બેન કપિલાને વળાવું કરે છે. ધમ્મિલ બનેવી થયો. તે પહેલાં યુવરાજનો પરમમિત્ર પણ હતો. છેલ્લા મિલનમાં યુવરાજ એક કરોડ ધન (સુવર્ણમુદ્રા) બેનને આપે છે. ત્યાર પછી નગરશ્રેષ્ઠી મંત્રી સામત આદિ સૌ કપિલા કુંવરીને છેલ્લે ભેટશું આપે છે. આઠ શ્રેષ્ઠી કન્યા અને નાગદત્તા આદિને અને જમાઈને નવે શ્રેષ્ઠીઓ દાયજામાં ઘણું આપે છે. ત્યાર પછી સૌને કુંવરીએ નમસ્કાર કર્યા. અને સૌ પોતાના સ્થાને જવા નીકળ્યાં. [૩તો આ બાજુ ખેચરી સ્ત્રી વિદ્યુત્પતિએ, પતિ ધમિલની આજ્ઞા મેળવી. વિદ્યાવડે એક રત્નવિમાન બનાવ્યું. જે ઘણું મોટું હતું. જેમાં સઘળું રહી શકે તેમ હતું. દાસદાસીઓ કામની રાહ જોતાં જ ઊભાં હતાં. માલિકની રજા મેળવીને સઘળોએ સામાન વિમાનમાં મૂકવા લાગ્યાં. સુભટો હાથી-ઘોડા રથ અને પાયદળ અને બધી રમણીઓ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ધમ્પિલકુમાર રાસ પણ ગોઠવાઈ ગઈ. છેલ્લે ધમિલકુમાર વિમાન ઉપર ચડ્યો. નગરજનો દૂર દૂર ઊભા વિમાન અને તેમાં બેઠેલાં સઘળાંને જોઈ રહ્યા હતા ને આશ્ચર્ય પામતા હતા. સ્વામીના આદેશની રાહ જોવાની હતી. ધમિલની અનુમતિ મળતાં વિદ્યુત્પતિએ વિદ્યામંત્ર ભણ્યો અને ઉપડવા થનગની રહેલું વિમાન હવામાં ઊડવા લાગ્યું. //૪ તે દેવવિમાનના ઝરૂખે બેઠેલી રસભરી વિમળા આદિ કૌતુકપ્રિય રમણીઓ નીચે દોડી રહેલું નદી - ઝરણાં, વન, વાવડીઓ, સરોવર, ગામ-નગરને જોઈ રહી હતી. સરોવરના હંસોની અને વનનાં વૃક્ષોની શોભા જોતી હતી. ઊંચા પર્વતો નાની ટેકરી જેવા લાગતા હતા. સૌંદર્યને જોતાં જોતાં વાતો કરતી હતી. વિમાન કુશાગ્રપુર નગરના ઉદ્યાનમાં આવી ઊભું. ક્ષણમાં તો સૌ કુશાગ્રનગરે આવી પહોંચ્યા. વિદ્યુત્પતિએ વિદ્યાબળ ઉદ્યાનમાં લાવી મૂકી દીધાં. વિદ્યાધરને પરદેશ કે દેશ દૂર લાગતાં નથી. //પ + ૬lી નગરના લોકો તો આ કૌતુકને જોવા દોડી આવ્યા. એકબાજુ ડેરા-તંબુ નંખાયા. વનખંડમાં વિમાનમાંથી સઘળી સામગ્રી નીચે ઉતારી દીધી અને રત્નવિમાન વિદ્યાબળે આકાશમાં જઈને ઊભું રહ્યું. આ દૃશ્ય જોઈને નગરજનો ઘણો આનંદ પામતા હતા. //શા વળી લોકો તરેહ તરેહની વાતો કરતા હતા. “આપણે ત્યાં પેલા સુરેન્દ્રદત્ત શેઠ હતા. જે ઘણી સંપત્તિ ધરાવતા હતા. તેમનો દીકરો ધમ્મિલ છે જે પરદેશ ગયો હતો. ઘણાં વર્ષે ઘેર આવ્યો છે વળી એણે તો રાજાની રાજકુંવરીઓ, વિદ્યાધરની કન્યાઓ વગેરે ઘણી કન્યાઓ સાથે લગ્ન કર્યા છે. જુઓ તો ખરા ! કેટલી બધી રિદ્ધિ લઈને આવ્યો છે.” |ી રત્નવિમાનની રચના જોઈને રાજા ઘણો હર્ષ પામ્યો. શ્રેષ્ઠીપુત્ર ધમ્મિલકુમારનો પરિવાર ઘણો મોટો હતો. આપેલ આવાસ નાનો પડ્યો. ધમ્મિલની આજ્ઞા થતાં તત્ક્ષણ રાજાએ ધમ્મિલને રહેવા માટે નવો ઉત્તુંગ મહેલ બનાવ્યો. જેમાં સઘળી સ્ત્રીઓ સાથે સરખી રીતે રહી શકે. બધી જ વ્યવસ્થા નવા મહેલમાં કરાવી. ને ધમિલને તે નવો આવાસ રહેવા માટે આપ્યો. /૧૦ના સૌ જનો વ્યવસ્થિત ગોઠવાયા. પછી કુમાર વસંતસેનાના મંદિરે પહોંચ્યો. કુમાર આવી રહ્યો છે જાણી વસંતસેના (અક્કા) પણ કુમારની સન્મુખ આવી. કુમારનો ઘણો આદરસત્કાર કર્યો. અને તરત જ પાછળ ઓરડામાં રહેલી દીકરી વસંતતિલકાને સંદેશો આપ્યો. ૧૧ વસંત પણ હરખે ભરાણી. મેઘના આગમનથી મયુર હર્ષે ભરાય. ચંદ્રના દર્શને ચકોર પક્ષી આનંદ પામે. તેમ વસંતતિલકા પણ ઘણી આનંદ પામી. સ્નાન કરીને સુંદર વસ્ત્રો પહેર્યા શણગાર સજ્યા. હર્ષભર્યા હૈયે પહેરેલાં વસ્ત્રો તંગ થવાં લાગ્યાં. તૈયાર થઈને સ્વામી સામે જતી હતી ત્યાં જ સ્વામી ધમ્મિલ જ સામો મળ્યો. સામો આવતો જોઈને તે પાછી ફરી. પોતાના કમરામાં ધમિલને ભેટી પડી. પરસ્પર તન-મનમાં સમાઈ ગયાં ને સાંત્વના પામ્યાં. //રા કુશાગ્રપુર નગરના રાજા શત્રુદમને (અરિદમને) વસંતતિલકાને પુત્રી સમ ગણીને, મોટા મહોત્સવ યુક્ત ધમિલને અર્પણ કરી. તેમજ પોતાના રાજ્યનો ત્રીજો ભાગ ધમિલને અર્પણ કર્યો. ધમિલનું ગૌરવ વધાર્યું. ૧૩ધમિલકુમારના પિતા સુરેન્દ્રદત્તે પોતાના લાકડવાયા દીકરાને જે પ્રથમ કન્યા પરણાવી હતી તે ધનવસુશેઠની પુત્રી યશોમતિ. હાલ પોતાના પિયર હતી. તેણે પણ જૈન ધર્મ પસાયે; પિયર સાસર બંને કુળની ઉજ્જવલતા વધારી હતી. જે જૈનધર્મ તે યશોમતી માટે ગુણપેટી સમાન હતો. તે ધર્મનાં પસાથે બંને કુળ અજવાળ્યાં હતાં. ધમિલને તેની પણ યાદ આવી. ૧૪ Page #454 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬: ઢાળ - ૬ ૪૦૩ તે યશોમતીનું માન વધારવું જોઈએ, એમ સમજી વિવેકી ધમિલકુમાર તેને તેડવા માટે પોતે જ પોતાની સાસરીએ ગયો. યશોમતીને અને સાસરીમાં સૌ સભ્યોને મળ્યો. ધમિલ યશોમતીને કહે છે કે હે પ્રિયે ! તારું દુઃખ મેં જોયું છે અને સાંભળ્યું છે. મારા જેવા બેદરકાર સ્વામીને પામીને તેં જિંદગીભર દુઃખ સહન કર્યું છે. મારા અપરાધોને તું માફ કર. યશોમતી કહે સ્વામી ! તમે આવું ન બોલો. દુઃખ કે સુખ જે મળે તે મારા પૂર્વસંચિત કર્મના પ્રભાવે છે. તમારો કોઈ દોષ નથી. ધમ્મિલ કહે પ્રિયે ! તું ખરેખર ઘણી ગુણિયલ છે. મારા માતાપિતા સ્વર્ગે સિધાવ્યાં. પછી પણ તે તો મારા સુખ સામું જ જોયું છે. આ જગતમાં આજે પણ તારી હયાતી થકી જ મારું નામ જાગૃત રહ્યું છે. ધન્ય છે તને. ૧પો ધનવસુશેઠે જમાઈનો આદર સત્કાર કર્યો. ભેળાં ભોજન કર્યા. ત્યાર પછી પોતાની દીકરી યશોમતીને તેના ઘેર વળાવી. ધમ્મિલ યશોમતીને સુખાસને બેસાડીને પોતાના નવા ભવનમાં લઈ આવ્યો. વિમળા આદિ બીજી સ્ત્રીઓ પણ તેને પોતાની મોટીબેન માનીને પાયે પડી અને તેની ભક્તિ કરી. ૧૬ll હવે અરિદમન રાજાએ રાજયનો ત્રીજો ભાગ ધમ્મિલને અર્પણ કર્યો હતો. તે રાજય ઉપર મિલનો રાજ્યાભિષેક કર્યો. સાથે સાથે ચાર પ્રકારનું લશ્કર તથા બીજી પણ ઋદ્ધિ કુમારને અર્પણ કરી. યોગીએ આપેલી વિદ્યાવડે કરીને ધમ્મિલે બીજા પણ ઘણા દેશોને સાધ્યા અને પોતાને વશ કર્યા. /૧૭થી પ્રથમ પ્રિયા યશોમતીને મુખ્ય પટ્ટરાણી તરીકેનો અભિષેક કરાવ્યો. બીજા પદે વિમળાનો અને તે પછી ખેચરી વિદ્યુત્પતિ વિદ્યુcત્તાનો એમ ચાર રાણીઓને પટ્ટરાણી પદે સ્થાપી. વારાફરતી ચારેયનો અભિષેક થયો. ૧૮ાા વિમળાનાં માતપિતાને સંદેશો મળતાં તેઓ કુશાગ્રપુર નગરે આવ્યાં. પુત્રીને ભેટ્યાં અને આનંદ પામ્યાં. જમાઈને મળ્યાં. તેમણે ઘણી બધી સંપત્તિ દીકરીને આપી અને ધમ્મિલની રજા લઈને પોતાના નગરે પાછા ફર્યા. /I૧૯ો આ ભવમાં કરેલો છ માસી આંબેલનો તપ ધમ્મિલને આ ભવમાં ફળ્યો. અપ્સરા સમ સ્ત્રીઓને પ્રાપ્ત કરી. ઇચ્છિત સુખોને પામ્યો. ૨૦ના છઠ્ઠા ખંડને વિશે પાંચમી ઢાળે કુંવરે પોતાની નગરીએ આવીને વસંતતિલકા પણ મેળવી. શ્રી શુભવીરવિજયજી મહારાજ કહે છે હે રસિક જનો! લોકોત્તર શાસનને વફાદાર રહે તે સ્વઘરમાં આરામ પામે. અર્થાતુ. આત્માના ઘરમાં શાંતિ મેળવે છે. ૨૧| ખંડ - દની ઢાળ : ૫ સમાપ્ત -- દોહા :એક દિન ધમ્મિલ રાયને, વસંતતિલકા એમ, કહે ગતનિશિ વેષાંતરે, રતિસુખ વિલક્ષ્યા કેમ ના પણ મેં તમને ઓળખ્યા, રતિ સંભોગે કાળ, સાંભળી ધમ્મિલને મને, પ્રગટી અંતર ઝાળ રેરા ચિંતિ કહે નારી પ્રતે, તમને વિસ્મય હેત, હું આવ્યો વેશાંતરે, બીજો નહી સંકેત Hill એમ કહી ચિતે મુઝ સરૂપ, કરે કોઈ ધૂરત ફંદ, મુઝ નારી અભિલાખીઓ, વિદ્યાધર મતિ મંદ I૪ો Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ પણ એ દુષ્ટને મારવા, ક૨વો કોઈ ઉપાય, ચિંતિ ઘર ફરતો ભુવિ, સિંદૂરપૂંજ ધરાય. III મ્મિલ ક૨ ક૨વાલશું, પૂંઠે ભ્રમણ કરંત, દેખી તસ પદ્ધતિ, તે અનુસારે ચલંત ॥૬॥ ઘર પેસંતાં ધમ્મિલે, દીધો ખડ્ગ પ્રહાર દોય ભાગ કરી નાખીયો, ગરતા કૂપ મઝાર III ભુવિજલ શૌચ કરી ગયો,, વિદ્યુસ્મૃતિને પાસ, પુરુષ વધા શંક્તિ મને, નિશદિન રેહેત ઉદાસ IIII એક દિન મંદિર ઉપવને, વૃક્ષ અશોકને પાસ, પુઢવિ શિલા પટ ઉપરે, બેઠો કરત વિખાસ. III પશ્ચાતાપ દવાનલે, તાપિત હ્રદયકુમાર ધમ્મિલકુમાર રાસ ચિંતે કરવું નવિ ઘટે, હું શ્રાવક વ્રતધાર. ॥૧॥ એક દિન ધમ્મિલરાજા રાજમહેલના દીવાનખાનામાં રહેલા હિંડોળા ઉપર બેઠા હતા. બાજુમાં વસંતતિલકા બેઠી હતી. “સ્વામી ! ગઈ રાત્રિએ તમે વેશ બદલીને મારી પાસે આવ્યા. અને મારી સાથે રતિક્રીડા કરીને સુખ મેળવ્યું. તેમ કેમ કર્યું ?” ||૧|| સ્વામી ! વેશપરિવર્તને પણ રતિક્રીડાના આનંદમાં હું તમને ઓળખી ગઈ હતી. વસંતની વાણી સાંભળી ધમ્મિલ વિચારમાં પડી ગયો. અંતરમાં ઝાળ લાગી. ।।૨।। ક્ષણમાત્ર વિચારી બોલ્યો. પ્રિયે ! બીજો કોઈ હેતુ ન હતો. ફક્ત તારા મનની ગમ્મત ખાતર હું વેશ બદલીને આવ્યો હતો. તે વખતે ધમ્મિલે ઊડતો જવાબ આપ્યો. III પછી વિચારમાં પડ્યો. નક્કી મારું રૂપ ધારણ કરીને આવેલા કોઈ ધૂર્ત મંદમતિવાળા વિદ્યાધરની આ માયાજાળ છે. જેને મારી સ્ત્રીનો અભિલાષ લાગે છે. II૪।। એ દુષ્ટને મારવા માટે મારે કોઈ ઉપાય કરવો રહ્યો. વિદ્યાધર વિના આ મહેલમાં કોઈ માનવની આવવાની તાકાત નથી, જે મારી સ્ત્રી તરફ નજર કરે. ઉપાય મળતાં જ કુમારે મહેલને ફરતાં ચારે બાજુએ અને આવવા જવાની જગ્યાએ, સઘળી ભૂમિ ઉપર સિંદૂર પથરાવી દીધું. ।।૫।। સંધ્યાકાળ પછી, હાથમાં ખડ્ગ ધારણ કરીને કુમાર મહેલની પછવાડે છૂપાઈને રહ્યો. થોડીવાર મહેલ પાછળ ભ્રમણ કરતો ને વળી છૂપાઈ જતો. રાત્રિનો કેટલોક સમય ગયા બાદ તે દુષ્ટ વિદ્યાધર આવ્યો. પણ તે અદશ્યરૂપે આવતો હતો. તેથી ચોકીદાર કે બીજા કોઈ જોઈ ન શકે. પણ અદૃશ્ય હોતે છતે તેના પગલાં સિંદૂરમાં પડ્યા. સાવધ ધમ્મિલ પણ તેની પાછળ આવ્યો. ।।૬।। મહેલના દ્વારમાં પેસતાં જ ધમ્મિલે તે વિદ્યાધરના કમરના ભાગે જોરદાર તલવારનો ઘા કર્યો. શરીરના બે ટુકડા થઈ જમીન ઉપર પડ્યો. શેષમાં ધમ્મિલ બોલે છે. રે નીચ ! તારી આ મર્દાનગી ! પછી સેવકને બોલાવીને તેના શરીરને ઉંચકાવીને કૂવામાં નંખાવી દીધું. IIII લોહી ખરડાયેલી ભૂમિ તરત જ સાફ કરાવી દીધી. પોતે પણ શુદ્ધ થયો અને પછી વિદ્યુત્પતિ પાસે ગયો. પુરુષનો વધ કર્યો તે મનમાં ડંખ્યું. ડંખથી તેનું ચિત્ત ઉદાસીન બની ગયું. પણ દુષ્ટજનોને દંડ કરવો જ રહ્યો. ૮ Page #456 -------------------------------------------------------------------------- ________________ ખંડ - દ: ઢાળ - ૧ ૪૦૫ આ વાતની કોઈ સ્ત્રીને ખબર નથી. તે રીતે ઠારે પડી ગઈ. બે ચાર દિન ગયા હશે ને ધમિલકુમાર મહેલની પાછળ રહેલા ગૃહ-ઉદ્યાનમાં અશોકવૃક્ષ પાસે રહેલી શિલા ઉપર જઈને બેઠો. મનમાં મનુષ્ય વધનો ડંખ લઈને વિષાદભર્યો બેઠો છે. III વધના દાવાનળના પશ્ચાતાપથી કુમારનું હૃદય તપી રહ્યું હતું. વિચારે છે મારે આવું અઘટિત કામ કરવું ન જોઈએ. હું વ્રતધર શ્રાવક છું. મારાથી આવું ન કરાય. /૧૦ની ઢાળ છઠ્ઠી (એક સમે વૃંદાવને શામલીયાજી...એ દેશી). તે સમે નવયૌવના અતિ રંગીલી, કુચ ફૂલભર નમી તનડાલ, અપચ્છરરૂપે રે અતિ રંગીલી, ધીમે ધીમે ચરણ ઠવે, અતિ ૨. ચમકતી ચતરા ચાલ, અપ.રંગીલી../૧il. રક્તવરણ સાડી ધરી, અતિ ૨. મણિતિલક કપાલે છે, ચરણે ઝગત કિંકણી અતિ ૨. કંચુકમણિહીરા તેજ. અપ-રંગીલી..//રા લોચન કન્જલતા ઝગે, અતિ રે. ઔષધીપતિ મેર વદની, બિબાધાર રદ ઉજલા, અતિ ૨. દર્શનથી દેવ પ્રસન્ન. અપ-રંગીલી..૩ થોવ મહUભૂષણે, અતિ ૨. ભૂધન રાજિત તંબોલ, આવી ઉભી કુંવર છબી, અતિ ૨. જોતાં રંગ લાગ્યો ચોલ. અપ-રંગીલી...૪ વિનય કરી એમ બોલતી, મનમોહનજી, મુઝ વાત સુણો ગુણધામ, મનડું મોહ્યું રે મનમોહનજી વૈતાઢ્ય દક્ષિણ દિશે, મનમોહનજી નગર અશોક તે નામ, મનડું મોહનજીપા વિદ્યાધર નર રાજીયો મનમોહનજી તે નામે છે મહસેન. ચંદ્રપ્રભા રાણી સતી મનમોહનજી બેહું સુખીયા પ્રેમ રસણ, મનડું મોહનજીદી મેઘરથાભિધ તેહને મનમોહનજી છે પુત્ર ઘણો અવિનીત, મેઘમાલા નામે સુતા, મનમોહનજી હું નૃપની કુલવટ રીત. મનડું મોહનજીણી. અન્યદિને માતા પિતા મનમોહનજી કરે બેઠા અંતરવાત, પુત્ર કુલક્ષણ ઉઠીયો મનમોહનજી કરે કોપ્યો એક દિન ઘાત. મનડું મોહનજીટલા છે પદારા લંપટી મનમોહનજી નાવે એહનો વિશ્વાસ, અંતે જો રાજા થશે, મનમોહનજી તો કરશે સર્વ વિનાશ. મનડું મોહનજીગલા ધૂમ અગ્નિથી ઉઠીયો, મનમોહનજી વાદળઘન પદવી પાય, જવલનજનકને નાસવે, મનમોહનજી ગાજતો જલ વરસાય. મનડું મોહનજી૧ના તેમ દુર્જનબળ દૈવથી, મનમોહનજી લહે લક્ષ્મી રાજ્યવિશેષ, પ્રાયે પિતા બાંધવે પ્રતે મનમોહનજી કરે તર્જન ઘાત ક્લેશ. મનડું મોહનજી૧૧/ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ધમ્મિલકુમાર રાસ રહીયત પણ રાજી નહિ મનમોહનજી હું નહી દીયુ એહને રાજ્ય, કોઈક નરપતિ આગલો મનમોહનજી ભોગવશે આ સામ્રાજ્ય. મનડું.મોહનજી।૧૨। રાણી કહે સુણો નાથજી મનમોહનજી કરો ધારી કાંઈ ઉપાય, અહિ ડશી અંગુલી છેદીએ, મનમોહનજી રહે જીવિત તો સુખ થાય. મનડું.મોહનજીન।૧૩।। કહે નૃપરાણી સાંભળો મનમોહનજી સુત દીઠે દાઝે દેહ, વિદ્યા પન્નતી પૂછીએ, મનમોહનજી શો ઉત્તર આપે તેહ. મનડું.મોહનજી][૧૪] રાયેં વિદ્યા પ્રગટ કરી, મનમોહનજી પૂર્ણતાં બોલી એમ, સુત સાતે વ્યસની થયો, મનમોહનજી શો એ ઉપર તુઝ પ્રેમ. મનડું.મોહનજી॥૧૫॥ પુત્રી જે મેઘમાલિકા, મનમોહનજી થાશે તસ જે ભરતાર, મેઘરથને જમને ઘરે મનમોહનજી તે મોકલશે નિરધાર. મનડું મોહનજી’[૧૬] . તુઝ પદે અન્ય રાજા થશે મનમોહનજી તેહથી વધસે તુઝ લાજ, સુત ન દીએ સુખ જીવતાં, મનમોહનજી તે પુત્ર નહિ અહિરાજ. મનડું.મોહનજી||૧૭|| એમ કહી દેવી અદૃશ્ય થઈ મનમોહનજી કહી રાયે રાણીને વાત, મુઝ માતા સુણી દુઃખ ધરે, મનમોહનજી ગયું રાજ્યને પુત્રવિદ્યાત. મનડું.મોહનજી’[૧૮] મુઝ ઉપર રાગે કરી, મનમોહનજી વન ગિરિ પુર રમણિક ઠાય, તિહાં જઈ ખેલે નિશિદિને મનમોહનજી પણ મુઝને નિત્ય કહી જાય, મનડું.મોહનજી।।૧૯। મુઝથી રહે નહિ વેગલો, મનમોહનજી એહથી હું પણ ઘડી એક, ભાઈ બહેનને એહવો મનમોહનજી વાતે તે રાગ વિવેક. મનડું.મોહનજી॥૨૦॥ આજ થકી ત્રીજે દિને મનમોહનજી નીકળીયો પૂછી એમ, કુશાગ્રપુરે અમે જાઇશું, મનમોહનજી તિહાં છે એક જણશું પ્રેમ. મનડું.મોહનજી[૨૧] હજીય લાગે ઘર નાવીયો મનમોહનજી હું આવી નેહ ભરાય, તવ મેં ઇહાં એમ સાંભળ્યું મનમોહનજી નૃપ ધમ્મિલે ખડ્ગ હણાય. મનડું.મોહનજી॥૨૨॥ રોષ ભરી આ વન ફરૂ, મનમોહનજી તુમ દર્શન દીઠું આજ, રોષ ગય રાગી થઈ મનમોહનજી ઉભી સન્મુખ ધરી લાજ. મનડું.મોહનજી||૨૩॥ અશરણ શરણ હવે તુમે મનમોહનજી સુરિ વચને ઝાલ્યો હાથ, એમ કહીને ચરણે નમી મનમોહનજી મનગમતો પામી નાથ. મનડું.મોહનજી।૨૪। ગાંધર્વ વિવાહે પરણીયા મનમોહનજી ઘર લાવે કુંવર ભલી ભાત, બન્નીશ પ્રેમદા પ્રેમશું મનમોહનજી સુખ વિલસંતા દિન રાત. મનડું.મોહનજીન॥૨૫॥ છઠ્ઠ ખંડે એ થઈ મનમોહનજી સંપૂર્ણ છઠ્ઠી ઢાલ, શ્રી શુભવી૨ વચન સુણી મનમોહનજી કરો વ્રત પચ્ચકખાણ વિશાલ. મનડું.મોહનજી।૨૬। Page #458 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ : ઢાળ - ૬ ૪૦૦ ' ઉદ્યાનમાં અશોકવૃક્ષ નજીક શિલા ઉપર બેઠેલા ધમ્મિલ રાજા ચિંતિત છે. માણસને માર્યાનું હૈયામાં પારાવાર દુઃખ છે. તે વખતે કોઈ નવયૌવના આકાશમાર્ગેથી ઊતરી આવી. તેના સ્તનરૂપી ફળથી શરીર રૂપી ડાળ નમી રહી હતી. અપ્સરાને હરાવે તેવું તેનું રૂપ છે. આવી રૂપવંતી અપ્સરા જેવી તે ખેચરી ધીમે ધીમે પગલાં માંડતી, લટકાળી ચાલે ચાલતી આવતી તેણે જોઈ. //તેણીએ રક્તવર્ણની સાડી પહેરી છે. મણિથી જડેલું તિલક લલાટે શોભી રહ્યું છે. ચરણે પીળી ઘુઘરીયો ઝગારા મારી રહી છે. મણિ-હીરાથી જડેલો કંચૂક શરીર ઉપર શોભી રહ્યો છે. રા - કાજલઘરી રેખાથી આંખો ભરેલી છે. વળી મુખકમળ પૂર્ણિમાના ચાંદ જેવું શોભતું હતું. રક્તવર્ણા બે હોઠની વચ્ચે ઉજજવળ એવી દંતપંક્તિ જોતાં તો દેવ પણ મોહી જાય તેવું તેનું રૂપ હતું. ૩ થોડાં પણ મૂલ્યવાન આભૂષણો શરીરની શોભામાં વૃદ્ધિ કરે છે. તંબોલથી તેનું રક્તવર્ણ બનેલું મુખ અતિ શોભી રહ્યું છે. ધમિલકુમારને જોતાં જ મોહિત થઈ હોય તેમ તે સુંદરી કુમાર આગળ આવીને ઊભી. ધમિલ તેને જોતાં જ સ્તબ્ધ થઈ ગયો. ૪ - કુમાર તો તે નવયૌવના જોવામાં દિગૂઢ થયો છે. પણ તે કન્યા વિનયપૂર્વક બોલી, હે ગુણનિધિ ! મારા મનમોહન ! મારી વાત સાંભળો. તમને જોતાં જ મારું મન તમને મોહી ગયું છે. કુમાર બોલ્યો. “તું કોણ છે?” કન્યા બોલી. “વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીએ અશોક નામે નગર છે. પણ તે નગરીનો મહસેન નામે વિદ્યાધર રાજા છે એને ચંદ્રપ્રભા નામે રાણી છે. બંને ઘણાં સુખિયાં છે. llll સુખિયા જીવોને સુખ ભોગવતાં પુત્રની પ્રાપ્તિ થઈ. જેનું નામ મેઘરથ છે. તે પુત્ર ઘણો અવિવેકી અને અવિનીત છે. તે પછી એક પુત્રી થઈ એનું નામ મેઘમાલા છે. તે હું કુલરીતિએ ચાલનારી છું. //૭ી એક દિવસ મારાં માતાપિતા (રાજા-રાણી) બેઠાં છે. અંતરની વાત કરતાં હતાં. આપણો પુત્ર કુલક્ષણ ધરાવે છે. કોઈવાર કોષે ભરાયો તો આપણો પણ ઘાત કરી નાંખે. કંઈ કહેવાય નહીં. દા. વળી તે પદારાલંપટ છે. તેનો વિશ્વાસ પણ આપણને આવે નહીં. અને જો અંતે તે રાજા થશે; સર્વસત્તા હાથમાં આવશે તો સર્વવિનાશ નોંતરશે. IIલા અગ્નિથી ઊઠેલી વરાળ, (ધૂમ), ઘનઘોર વાદળની પદવી પામે. અને એ જ વાદળ ગર્જના કરતો મૂશળધાર વરસાદ વરસાવીને, તેને ઉત્પન્ન કરનાર જવલન (અગ્નિ)નો નાશ કરે છે. ૧૦. - તે જ રીતે દુર્જન જનો જો ભાગ્યબળે લક્ષ્મી કે રાજ્યને મેળવે છે. તો પ્રાયે કરીને તે દુર્જન પોતાના પિતા-બાંધવની તર્જના કરે છે, ક્લેશ કરનારો થાય છે. કદાચ ઘાત કરનારો પણ થાય છે. [૧૧ાા વળી મારા પિતાએ માતાને કહ્યું છે કે હે પ્રિયે ! આપણા પુત્રને રાજય મળે તો પ્રજા પણ રાજી નથી. માટે હું તેને રાજય આપવા રાજી નથી. આગળ વળી કોઈ ભાગ્યશાળી પુરુષ હશે તે રાજય ભોગવશે. l/૧૨/ “સ્વામીનાથ ! મારી વાત સાંભળો. કંઈક વિચાર કરીને ઉપાય શોધો. સર્પ શેલી આંગળીનો છેદ કરવાથી, પણ જીવિત રહેતું હોય તો સુખી થાય. માટે આંગળી છેદી દેવી જોઈએ. /૧૩ રાજા કહે..હે પ્રિયે ! સાંભળો. ઉપાય વિચારીએ. પણ હું તો આ પુત્રને જોઉં છું ને મારો દેહ અને હૈયું બળી જાય છે. શું કરવું? છતાં આરાધના કરી વિદ્યાપ્રજ્ઞપ્તિ પ્રાપ્ત કરી. પછી તેને આ વાત પૂછવી. તે દેવી જે ઉત્તર આપશે તે પ્રમાણે હું કરીશ. I/૧૪ો મહસેન રાજાએ દેવીની સાધના કરી. પ્રજ્ઞપ્તિ દેવીને પ્રગટ થવું પડ્યું. વિદ્યા થકી વિદ્યાધરો બધું જ મેળવી શકે. રાજાએ કહ્યું, “હે દેવી! મારો પુત્ર કુલાંગાર છે. ભવિષ્ય કેવું છે?' * પ્રજ્ઞપ્તિ દેવી કહે “રાજનું ! તારો પુત્ર સાતે વ્યસનમાં ચકચૂર છે. એની ઉપર તને મોહ શો? II૧પીવળી Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ધમિલકુમાર રાસ સાંભળ! તને તારા રાજ્યની ચિંતા છે ને ! ચિંતા ન કરીશ. તારી પુત્રી મેઘમાલાનો જે સ્વામી (પતિભરથાર) થશે, તે જ તારા પુત્રને યમરાજાને ઘેર મોકલી દેશે. તે નિશ્ચયથી જાણજે. /૧૬ll તારી ગાદીએ જે રાજા આવશે તે તારી આબરૂ-કીર્તિને વધારનારો જાણજે પિતા જીવતાં જો પુત્ર પિતાને સુખ ન આપે, તે પુત્ર નથી પણ સર્પ છે. ૧૭ી આ પ્રમાણે કહીને દેવી અદૃશ્ય થઈ ગયાં. રાજાએ સઘળી વાત રાણીને કહી. વાત સાંભળી મારી માતાએ ઘણું દુઃખ ધારણ કર્યું. પુત્ર પણ જશે. હા ! હા ! રાજય પણ જશે. ૧૮ મારા બંધુ મેઘરથને મારા ઉપર અપાર પ્રેમ છે. મને ત્યાંથી લઈ આવી અહીં વનભૂમિમાં સુંદર મહેલ બનાવી મને રાખી છે. અને પોતે વન-પર્વત નગર જેવાં રમણીય સ્થળોમાં રમવા ચાલ્યો જાય છે. ૧૯ો મારી ઉપર અતિસ્નેહને કારણે વેગળો ક્યારેય ન રહે. જ્યાં જાય ત્યાંથી પાછો આવી જાય જ. ભાઈથી હું પણ વેગળી રહેતી નથી. અમારા ભાઈ બેનનો નિર્મળ સ્નેહ હતો. ll૨૦ગા. હે સ્વામી ! આજથી ત્રણ દિન પહેલાં તે રાત્રિએ નીકળ્યો. મને કહ્યું કે અમે આજે કુશાગ્રપુર નગરે જઈશું. ત્યાં એક સ્ત્રી સાથે મારે જૂનો પ્રેમ છે ત્યાં અમે જવાના છીએ. //ર૧il આજે તે વાતને ત્રીજો દિન થયો. હજુ તે મારો બાંધવ આવ્યો નથી. તેના સ્નેહથી ખેંચાઈને અમે અહીં ભાઈને શોધવા આવ્યાં છીએ. અહીં આવી તો સાંભળ્યું કે ધમિલ રાજાએ ખગથી એને હણ્યો છે. //રરા જેથી મારા ભાઈને મારનાર ઉપર ગુસ્સો ધરીને આવી પણ તમને વનમાં શોધતાં તમે અહીં મળ્યા. તમારા દર્શન થતાં મારો રોષ ચાલ્યો ગયો. અને હું તમારી રાગી થઈ. અને તમારી સામે લજજાથી ઊભી છું. ૨૩અશરણ એવી હું એના તમે શરણરૂપ છો. પ્રજ્ઞપ્તિ દેવીના વચનથી મેં તમારો હાથ પકડ્યો છે. અને મનગમતા મનના સ્વામી મળવાથી આજે અંગો અંગમાં અમૃત વરસ્યું છે. આ પ્રમાણે કહીને મેઘમાળા ધમિલના ચરણમાં નમી. ૨૪ મેઘમાળાનાં સ્નેહભરેલાં પ્રીતિયુક્ત વચન સાંભળી આનંદ પામેલા ધમિલે હવે ગાંધર્વવિધિથી મેઘમાલા સાથે લગ્ન કર્યાં. હૈયાનો ઉચાટ ચાલ્યો ગયો. અને તેનો હાથ પકડી હૈયા સરસો ચાંપ્યો. પછી પ્રેમપૂર્વક પોતાના મહેલમાં તેણીને લઈ આવ્યો. આ પ્રમાણે બત્રીશ પ્રેમદાનો સ્વામી સ્ત્રીઓ સાથે સ્વર્ગના સુખો ભોગવતો દિનરાત વિતાવે છે. છઠ્ઠા ખંડને વિશે છઠ્ઠી ઢાળ પૂર્ણ કરતાં શ્રી શુભવીરવિજયજી મહારાજ કહે છે કે ભવ્ય પ્રાણીઓ, તમે પણ જિનેશ્વર ભગવંતે ભાખેલાં એવાં તપ-વ્રત-પચ્ચખાણ કરો. જે તપ આદિ કરો, તે એવી દઢતા- પૂર્વક કરો, જેથી ફળીભૂત થાય. //રદી. ખંડ - ૬ ની ઢાળ : ૬ સમાપ્ત -- દોહા :સુખ ભોગવતાં સ્વર્ગનાં, વીત્યો કેટલો કાળ, વિમલસેનાએ જનમિયો, ભૂસેવધિ સમ બાળ . જન્મમહોત્સવ બહુલો કીયો, દસ દિન નાટકશાલ, દાન અતુલ દેતાં વળી, ઘર ઘર તોરણમાલ રા. સજ્જન વરગ સંતોષીને, દિન દ્વાદશ જબ હુંત, પદ્મનાભ પ્રેમે કરી, તેહનું નામ દિયંત પાયા : Page #460 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ : ઢાળ - ૪૦૯ આઠ વરસનો જબ હુઓ. દેખી બુદ્ધિ વિશાલ, માતપિતા હરખે કરી, તવ ઠવીઓ નિશાલ ॥૪॥ ઉદ્યમ ગુરૂમહેરે ભણ્યો, સુકલા શાસ્ત્ર અનેક, જોવન વય પરણાવીયો, પ્રગટ્યો જામ વિવેક ॥૫॥ પુત્ર મિત્ર કાંતાદિકા, વિનયવંત પરિવાર, સુખમાં કાલ ગમે સદા, સુગુરૂ મહિમ દિલ ધાર દા ધુમ્મિલ નૃપ બત્રીશ પ્રિયા, એકદિન કરત વિચાર. જિન વચનામૃત પીજીએ, જો આવે અણગાર. ॥૭॥ ધમ્મિલનો સુખી સંસાર ઃ- ધમ્મિલનો સંસાર સુખમાં ચાલ્યો જાય છે. સમયને જતાં વાર લાગતી નથી. સ્ત્રીઓ સાથે આનંદથી સુખોને ભોગવતાં કેટલોક કાળ વીત્યો છે. સરોવરમાં જેમ કમળ ઉત્પન્ન થાય છે તેમ વિમલસેનાએ લક્ષ્મીને ક્રીડા કરવાના સ્થાન સ્વરૂપ પુત્રરત્નને જન્મ આપ્યો. ।।૧।। પુત્રનો જન્મ થયો. કોને હરખ ન હોય ? પિતા બનેલા ધમ્મિલે પુત્રજન્મની ખુશાલીમાં મોટો જન્મમહોત્સવ કર્યો. દદિન સુધી તો નાટકશાળામાં નાટારંભ થયો. દાનશાળાઓ ખોલી. ઘરઘર તોરણ બંધાવ્યાં. હરખઘેલી બીજી સ્ત્રીંઓએ પણ મહોત્સવમાં મોટો ભાગ લીધો. ॥૨॥ દીકરો બાર દિનનો થયો ત્યારે સગાંવહાલાંને આમંત્રણ આપી જમાંડ્યા. નાતજમણ કર્યું. સર્વેને સંતોષ્યા. સર્વ સ્વજનોને તે દિન ભેગા કરી સ્વજનોની સાક્ષીએ પુત્રનું નામ પદ્મનાભ રાખ્યું. IIII તે બાળરાજા આઠ વરસના થયા ત્યારે તેની બુદ્ધિ ઘણી વિકાસ પામી. ભણવા માટે દીકરાને માત-પિતાએ નિશાળે મૂક્યો. ॥૪॥ ગુરુની અસીમ કૃપા હતી ને વિવેકવિનયી તો હતો. તેથી બુદ્ધિ ઘણી વિકસિત થઈ. ગુરુ માત્ર સાક્ષીભૂત હતા. પદ્મનાભ થોડા સમયમાં સકલ કળા અને શાસ્ત્રનો પારગામી થયો. યૌવન અવસ્થા પ્રાપ્ત થતાં માત-પિતાએ યોગ્ય કન્યા સાથે પદ્મનાભનાં લગ્ન પણ કરી દીધાં. કેટલી બધી મા-બાપની આકાંક્ષાઓ. ।।૫।। પુણ્ય પ્રભાવી ધમ્મિલકુમાર હવે પુત્ર-મિત્ર-સ્ત્રીઓ સેવકવર્ગ આદિ વિનયવંત પરિવાર સાથે સુખમાં સમય વિતાવે છે. સજ્જનો તેના પુણ્યની તથા વિનયયુક્ત પરિવારની ઘણી પ્રશંસા કરે છે. આ ભવમાં જ કરેલી તપશ્ચર્યાનું પ્રત્યક્ષ ફળ ભોગવી રહ્યો છે. છતાં દેવગુરુ ધર્મ ક્યારેય ભૂલતો નથી. પિતાની છાયામાં પુત્ર પણ ઔચિત્ય કાર્ય કરતો, પ્રિયાની સાથે આનંદમાં સમય વીતાવે છે. ।।૬।। એક દિવસ બત્રીસ પ્રિયાઓ સાથે ધમ્મિલરાજા અલકમલકની વાતો કરતાં કરતાં પોતાના વિચારો જણાવે છે. “હે પ્રિયાઓ ! હાલમાં વિચરતાં જો કોઈ જ્ઞાનીગુરુનો ભેટો થાય. તો વીતરાગવાણીનું અમૃતમય પાન કરીએ. હવે તો જાણે પ૨માત્માની વાણી સાંભળવાની તલપ લાગી છે.” ગા ઢાળ સાતમી (શીતલ જિન સહજાનંદી...એ દેશી) વાચંમય વિનય વિલાસી, સહજાનંદ સુખના આશી, અનુપમ આગમ અભ્યાસી, મુનિ સઘલા ગુરૂકુલવાસી......ll સલૂણા સંત એ શીખ ધરીએ, ગુરૂભક્તિ સદા અનુસરીએ....એ આંકણી. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ધમિલકુમાર રાસ સુંદર પરિકર પરિવરિયા, પ્રત્યક્ષ જ્ઞાન-ગુણદરીયા, અવધિ મનપજૈવ ધરીયા, વૈભારગિરિ સમોસરીયા...સ.l/રા નામે ધર્મરૂચિ સૂરિરાયા, કુશાગ્ર પુરીવન ઠાયા, વનપાલ વધામણી દેતાં, જિતશત્રુ ધમિલ હરખંતા...સ.lla મંગલની ભેરી વજાવે, સહુલોકને એમ સુણાવે, પુણ્ય મેળા મળ્યા અણગાર, આવજો સહુ સજી શણગાર...સ.//જી. નગરે તોરણ બંધાવે, મારગ સઘળા સમરાવે, પગ પગ છંટકાવ કરાવે, ફૂલગૂંજ સુગંધિ બિછાવે...સ.//પા વળી ધૂપઘટા મહકતી, પંચવર્ણી ધજા ઝલકતી, સજે સામૈયુ સહુ ભેલા, જાણે નાવે ફરી આ વેળા...સ.//૬ll અષ્ટમંગલ જલ ભરી ઝારી, હય ગય રથ ભટ શણગારી, રથ બત્રીશ બેઠી નારી, તેમ રાય પ્રિયા રથધારી સ.Ilણા વાડવ ક્ષત્રી ભટ જો હા, ઇભ્ય કૌટુંબિક સંબોહા, ઈશ્વર ધનવંત સમૂહા, શેઠ સેનાપતિ સપ્શવાહા...સ.ll૮ના પટ્ટહસ્તિ ચઢ્યા દોય રાજા, વિણા ભુંગલ તૂર અવાજા, ચામર ધજ છત્રને તાલા, કેઈ ચાલે સિંહાસન વાલા....સાલા અસિ કુંત ધનુષ શરવાળા, ખંધ લેઈ ચલે લઘુબાળા, ઇગસય અઠ જોગી જટાલા, કેઈ બોલે મંગલમાલા..સ./૧ના ઈત્યાદિક નરની ટોલી, ભરી ઝાલે ગલાલની ઝોલી, વેશ્યાવર નાટક થાત, ચલનાણી તણા ગુણ ગાતે...સ./૧૧ જેમ સૂત્ર ઉવવાઈ કહાવે, તેમ જિનપરે મુનિને થાવે, ગુણવંત સૂરિ ઉવજઝાયા, બહુશ્રુત ગીતારથ રાયા...સ./૧રા ત્રણેને સાહામઈયા થા, શિર કસબી દુશાલા ધરાવે, નહીં બહુશ્રુતને કોઈ તોલે, એમ રત્નશેખરસૂરિ બોલે....સ.૧all ગીતારથ સૂરિ સમાન, અંગ ત્રીજે લહે બહુમાન, ગીતારથ વૃષભ કહાવે, પરમતવાદીને હઠાવે....સ.ll૧૪માં બહુશ્રુત તનુ શૌચ વહંતા, બહુમૂલાં વસ્ત્ર ધરતા, મલિનાંકમલ પરિહાર, કહે પ્રવચનસાર ઉદ્ધાર.સ.ll૧પ. કહે કોઈ તપસ્વી કે, સાહમૈયું, કરવું ભલેરૂ, તે મિથ્યા મનના વિકલ્પા, સિદ્ધાંતે નથી કાંઈ જલ્પા...સ.I/૧૬ll Page #462 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ : ઢાળ - છ તપસી અજ્ઞાની ટોલે, વલગા મુર્ખને બોલે, ગુરૂકુલવાસે એ સાચા, એમ ધર્મદાસ ગણિ વાચા....સ.૧૭ ગીતારથ મિશ્રાચાર, નવિ ભાંખ્યો ત્રીજો વિહાર, તે કરતાં ગીતાર્થ આણે, શ્રાવક કરતા સહુ ટાણે....સ.II૧૮ સાહમૈયુ સજી સંચરીયા, વૈભારગિરિ ઉતરીયા, ૪૧૧ ખંડ છઢે સાતમી ઢાલે, શુભવીર વિવેકી નિહાલે....સ.॥૧૯॥ ગુરુની વધામણી : ‘પુણ્યશાળીને ઈચ્છાનો જ વિલંબ હોય છે'. ધમ્મિલને પણ જેમની વાણી વિનયથી વિલસી રહી છે, જેઓ સહજાનંદ સુખના અભિલાષી છે, જેને કોઈની પણ ઉપમા ન આપી શકાય એવા અનુપમ આગમના અભ્યાસી છે, જેમનો સઘળો પરિવાર ગુરુકુલવાસી છે. હે સ્નેહી સજ્જનો ! આવા ગુરુની શિખામણને ધારણ કરીને હંમેશાં ગુરુભક્તિનો આદર કરો. ॥૧॥ વિનયવિવેકથી યુક્ત મુનિઓના પરિવારથી પરિવરેલા, પ્રત્યક્ષજ્ઞાનને અર્થાત્ મતિ-શ્રુત-અવધિ અને મનઃપર્યવજ્ઞાનને ધારણ કર્યું છે એવા ગુણગંભીર ગુરુ ભગવંત, વૈભારગિરિ ઉપર સમોસર્યા છે. ॥૨॥ '' જિતશત્રુ (અરિદમન) રાજા, અને ધમ્મિલકુમાર નિરાંતે બેઠેલા છે. ત્યાં વનપાલે આવીને વધામણી આપી. “મહારાજા ! શિષ્યો પ્રશિષ્યોથી પરિવરેલા ધર્મરુચિ આચાર્ય ભગવંત હમણાં કુશાગ્રપુર ઉદ્યાનમાં પધાર્યા છે.” સમાચાર સાંભળતાં રાજા અને ધમ્મિલ આનંદ પામ્યા. III તરત રાજસેવકને આજ્ઞા કરી કે “મંગલ તૂર વજ્રાવો” અને સહુને જાણ કરો કે પુણ્યયોગે પવિત્ર સૂરીશ્વરજી અણગારનો યોગ (મેળો) મળ્યો છે. તો સહુ શણગાર સજી ઉદ્યાનમાં પધારો. ॥૪॥ રાજા અને ધમ્મિલ પોતાના પરિવાર સાથે જવાની તૈયારી કરવા લાગ્યા. નગરમાં તોરણો બંધાવ્યા. રાજમાર્ગો સ્વચ્છ કરાવ્યા. શેરીએ જળ છંટાવ્યાં. સુગંધીપુષ્પો બિછાવ્યાં. ॥૫॥ સામૈયાનો ઠાઠમાઠ :- શેરીએ શેરીએ સુગંધી ધૂપઘટા મહેંકાવી. નગરના રસ્તાઓ ઉપર ઝગમગતી પંચવર્ણી ધજાઓ ફરકાવી છે. નગરનું મહાજન ભેગું થયું. સામૈયાની તૈયારી કરી. જાણે આવો અવસર ફરી `મળવાનો નથી એમ સમજી સૌ સજ્જ થઈ ગયા છે. ।।૬।। અષ્ટમંગલ ચિતરેલી સુગંધી જળ ભરીને ઝારીઓ હાથમાં ઝાલી છે. હાથી-ઘોડા-૨થ-સુભટ-શણગારવામાં આવ્યા છે. ધમ્મિલરાજા પણ રથ શણગારી, ૩૨ સ્ત્રીઓને એમાં બેસાડી, સાથે રાજાની પટ્ટરાણીઓ વગેરેને બેસાડી. ગુરુવંદન કરવા ચાલ્યા. 19ના શૂરવીર યોદ્ધાઓની શ્રેણી બંને બાજુ ચાલી રહી હતી. કૌટુંબિક પુરુષો સાંબેલા શણગારી શ્રેષ્ઠીઓની બાજુમાં ચાલી રહ્યા હતા. ધનવાન શ્રેષ્ઠીઓનો સમૂહ આનંદપૂર્વક સાથે પગપાળા ચાલી રહ્યો છે. સેનાપતિ અને સાર્થવાહ પણ સાથે ચાલી રહ્યા છે. સાથે નગરજનો પણ જોડાયા છે. પટ્ટહસ્તિ ઉપર જિતશત્રુ તથા ધમ્મિલ બંને રાજાઓ સાજનમાજન સામૈયા સાથે ઉદ્યાન તરફ જઈ રહ્યા છે. ૮ સામૈયાની આગળ વીણા-ભૂંગળ-વાજિંત્ર વાગી રહ્યાં છે. જેનો નાદ ગગનમંડળમાં ગાજી રહ્યો છે એવો વરઘોડો ઉદ્યાન તરફ આગળ વધી રહ્યો છે. બંને બાજુ ચામરો વીંઝાઈ રહ્યા છે. સૌથી મોખરે ઇન્દ્રધ્વજ શોભતો હતો. કેટલાક છત્રને ધારણ કરે છે. કેટલાંક સિંહાસનો ઉપાડીને ચાલી રહ્યા છે. III તલવાર - ભાલા – ધનુષ્ય-બાણ, ખભે લટકાવીને, વેશભૂષા કરીને કેટલાક બાળકો આગળ ચાલી રહ્યા છે. એકસો આઠ જટાળા જોગીનો વેશ પહેરીને મંગલપાઠ બોલતાં ચાલી રહ્યાં છે. ।૧૦।। આવા ૨૯ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ધમ્મિલકુમાર રાસ પ્રકારના કૌતુકને કરતાં મનુષ્યનાં ટોળાં જઈ રહ્યાં છે. વળી કેટલાકે તો ગુલાલની ઝોળીઓ ખભે ટીંગાવેલી છે જેમાંથી ગુલાલ કાઢીને ઉડાડી રહ્યા છે. શ્રેષ્ઠ નાટકો પણ થઈ રહ્યાં છે. ભાટચારણો..ગુરુ ભગવંતોની બિરદાવલી બોલી ગુણો ગાઈ રહ્યા છે. /૧૧ ઔપપાતિક સૂત્રમાં જિનેશ્વરદેવના જે રીતે સામૈયાની વાતો લખી છે તે રીતે મુનિભગવંતનું પણ સામૈયું થઈ રહ્યું છે. અહીં કોઈ શંકા કરે કે “જિનેશ્વર ભગવાનની જેમ, મુનિભગવંતોનાં પણ સામૈયાં થાય?” તો શાસ્ત્રમાં કહ્યું છે કે “ગુણવંત એવા આચાર્ય ભગવંત (૧) ઉપાધ્યાય ભગવંત (૨) બહુશ્રુત ગીતાર્થ મહારાજ (૩) આ ત્રણનાં સામૈયાં થઈ શકે છે. II૧રા મસ્તકે કસબી કિંમતી સાલ પણ આ ત્રણ ગુણવંત મુનિભગવંતો ધારણ કરી શકે છે. રત્નશેખર સૂરી મહારાજ કહે છે કે “બહુશ્રુતની તોલે કોઈ આવી શકે તેમ નથી.” ત્રીજા અંગ (ઠાણાંગ સૂત્ર) માં કહ્યું છે કે ગીતાર્થ તો આચાર્ય સમાન ગણાય છે. એમનું ઘણું બહુમાન કરવું જોઈએ. વળી તે તો વૃષભ સમાન પણ છે. જે શાસનના ભારને વહન કરે છે. પરમતવાદીઓને હઠાવે છે. ||૧૩-૧૪ વળી કહે છે કે “બહુશ્રુતધર મુનિભગવંત શરીરશુદ્ધિ કરી શકે છે. અને બહુમૂલાં કિંમતી વસ્ત્રોને પણ ધારણ કરી શકે છે. તેઓને તો મેલાં વસ્ત્રો અને મલનો પરિહાર કરવાનું “પ્રવચન સારોદ્વાર”માં કહ્યું છે. ૧પો તો વળી કોઈ પ્રશ્ન કરે કે – “તપસ્વીનું પણ આ રીતે સામૈયું કરવું સારું ને ?” તો. જ્ઞાની કહે છે કે “એ મિથ્યા મનના વિકલ્પો છે. આવી કોઈ વાત સિદ્ધાંતમાં કહેવાઈ નથી. II૧૬ll કોઈ તપસ્વી હોય અને તે અજ્ઞાનીનાં ટોળામાં રહીને, એ મૂર્ખની પાસે બોલાવે તો તે મિથ્યા છે. પણ જો તે ગુરુકુળવાસમાં રહીને કહેતા હોય તો તે સાચા છે. એવી ધર્મદાસ ગણિની વાણી છે. /૧૭ી ગીતાર્થ, અને ગીતાર્થની નિશ્રાવાળા એમ બે પ્રકારના વિહાર કહ્યા છે. એ સિવાયનો વિહારનો ત્રીજો વિકલ્પ (માર્ગ) શાસ્ત્રમાં કહેવામાં આવ્યો નથી. તે તપસ્વીઓ જો ગીતાર્થની આજ્ઞા પ્રમાણે વર્તનારા હોય અર્થાતું, ગીતાર્થનિશ્રામાં રહેતા હોય તો તે તપસ્વીને શ્રાવકો અનુસરે છે. (શ્રાવકો તે તપસ્વીને માને છે) II૧૮ આ પ્રમાણે શાસ્ત્રોક્ત સામૈયું સજીને રાજા ને ધમિલ વગેરે ચાલ્યા. ધીમે ધીમે સામૈયું વૈભારગિરિએ પહોંચ્યું. છઠ્ઠા ખંડની સાતમી ઢાળને વિશે, શ્રી શુભવીરવિજયજી મહારાજે ધમિલકુમારના વિવેકીપણાનું વર્ણન કર્યું. તે સાંભળીને તે શ્રોતાજનો ! તમે પણ સૌ વિવેકને ધારણ કરજો . I૧૯ો. ખંડ-૬ ની ઢાળ : ૭ સમાપ્ત -: દોહા :- . ભૂપતિ ધમિલ ઉતરી, દૂરથી કરત પ્રણામ, અભિગમ સઘળાં સાચવી, કર ધરી શ્રીફલ દામ /૧il દેઈ ત્રણ પ્રદક્ષિણા, ભેટ ધરી બહુમૂલ, કરજોડી સ્તવના કરી, બેઠા ચિત્ત અનુકૂલ //રી બેઠી સઘળી પરખદા, ગુરુ સન્મુખ સુવિનિત, રાણી બત્રીસ પણ તિહાં, હરખે ઉલ્લસિત ચિત્ત. Hall, સુણવા વંછે ધર્મ તે, ૫ ધમ્મિલ કુમાર. ગુરૂ પણ તેહને દેશના, દીએ પુષ્કર જલધાર III Page #464 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ : ઢાળ - ૮ ૪૧૩ રાજા અને ધર્મિલકુમાર ઉદ્યાનમાં - ઉદ્યાનમાં પ્રવેશતાં રાજા અને ધમ્મિલે દૂરથી ગુરુભગવંતને જોયા. તરત જ હાથી ઉપરથી બંને નીચે ઊતર્યા. નીચે ઊતરી ગુરુદેવને બે હાથ જોડી પ્રણામ નમસ્કાર કર્યા. પછી ગુરુભગવંતનાં દર્શન-વંદન કરવા પરિવાર સાથે નગરજનો પણ સૌ સાથે ચાલ્યા. ગુરુભગવંતનું સ્થાન જયાં હતું ત્યાં નજીક આવતાં રાજાએ પાંચ અભિગમ સાચવવા જોઈએ. માટે ખડગ-છત્ર(જોડા)વાહણ-મુગટ-ચામર આ પાંચેય રાજચિહ્નોનો જિતશત્રુ રાજા અને ધમિલરાજા બંનેએ ત્યાગ કરી, હાથમાં શ્રીફળ અને સુવર્ણમુદ્રાને ધારણ કરી. ./૧II શ્રીફળ ને સુવર્ણમુદ્રા લઈને રાજા વગેરે ગુરુભગવંત પાસે આવ્યા. ગુરુને ત્રણ પ્રદક્ષિણા આપીને શ્રીફળ વગેરે ગુરુ સન્મુખ મૂકીને બે હાથ જોડી ગુરુભગવંતની સ્તવના કરી. “હે ગુરુદેવ ! આપ શાંતિરૂપ સમુદ્રમાં સ્નાન કરનારા છો. પંચમહાવ્રતધારી છો. શાંત, દાંત, ત્યાગી, વૈરાગી છો. છકાયના રક્ષક છો. નવ પ્રકારનાં બ્રહ્મચર્યના પાલનહાર છો. દશવિધ યતિધર્મને પાળનાર હે ગુરુદેવ! આજે આપનું દર્શન થયું. આજે અમે ધન્ય બન્યાં.” સ્તવના કરી હાથ જોડી, ચરણકમળની રજ ભાલસ્થાને લગાડી, ચિત્તની અતિ પ્રસન્નતા પૂર્વક યથાસ્થાને બેઠા. //રા. બીજા પણ સાથે આવેલા સૌ ગુરુદેવને નમસ્કાર કરી વિનયપૂર્વક હાથ જોડી ગુરુ સન્મુખ બેઠા છે. ધમ્મિલની બત્રીસ સ્ત્રીઓ રાણીઓ અને નગરનારીઓ આદિ હૈયાના ઊછળતા ભાવે વિનયપૂર્વક હાથ જોડી નમસ્કાર કરી બેઠી. II રાજા અને ધમ્મિલ કુમાર ધર્મદેશના સાંભળવા ઉત્સુક છે તે ગુરુદેવે તેમના મુખારવિંદ ઉપરથી સમજીને, પુષ્પરાવર્તના મેઘની જેમ મધુર અવાજે ધર્મદેશના આપવાની શરૂ કરી. II૪ll - ઢાળ આઠમી. (હસ્તિનાગપુર વર ભલુ.એ દેશી) ચેતન ચતરી ચેતના, તમે ચેતો ચિત્ત મઝાર રે, મોહની મદિરા છાકમાં, નહિ લોકોત્તર સુખના સાર રે. નહીં લોકોત્તર સુખસાર, કરો રૂચિ તત્ત્વની, ગુણવંત ગુણવંત પ્રસંત ભદંત, સમય વેદી કહે, અરિહંત...એ આંકણી II૧|| ગિરિસરીદુપલના ન્યાયથી, કાકતાલીને દૃષ્ટાંત નરભવ દુર્લભ પામીયો, નાવ ભૂલ રતનદ્વીપ જંત..ના..કરો..રા. દેશ અનારજ જગ ઘણા, જિહાં ધર્મ અક્ષર નહી દોય મણુએ થયો એળે ગયો, શ્યો નરભવ પામ્યો સોય"શ્યો..કરો..liફll. આરજ દેશે જનમ હુઓ, પણ આર્જે અનારજ હોય રે, ભાષા આચાર વણિજ ક્રિયા, કુલ જાત વેશ ગામ જોય રે. કુલકરો..llઝા, કાંઈક પુણ્યબળે કરી, લહે ઉત્તમ કુલ દુર્લભ અલ્પાયુ રોગે ગ્રહુયો, કલ પામે પણ શો અચંબકુલ..કરો..l/પા. પૂરણ પુરૂ પામીએ, કુળ આય નિરામય દેહ પાંચ ઇન્દ્રિય પરવડાં, વળી આજીવિકા સુખ ગેહ રે..વળી.કરો..llell Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ધમ્મિલકુમાર રાસ તે પણ પામ્યું દુલ્લહો, બહુશ્રુત ગુરૂનો સંજોગ ગામ નગર પુર જોવતાં, નહિ સઘળે મુનિનો જોગ રે...નહિ..કરો..થી ભાગ્ય ઉદયથી ગુરૂ મળ્યા, ચઅંગે એ ધુર અંગ રે, સાંભળવું સિદ્ધાંતનું, તે દુર્લભ ગુરૂને સંગ રે........કરો..॥૮॥ આળસ મોહ પ્રમાદને, તજી ધર્મ સુણે એક ચિત્ત શ્રદ્ધા ભાસન રમણતા, ધરે સમકિત લક્ષણ નિત્ય રે...ધ..કરો..॥ા સમસંવેગાદિક ગુણે, વસીયો રસીયો શ્રુત ધર્મ તત્ત્વ રૂચિ થઈ સાંભળે, દોય ભેદે ધર્મનો મર્મ રે...દોય..કરો..૧૦ના સર્વ દેશ વિરતિ થકી, તિહાં સર્વ વિરતિ અણગાર ચરણ કરણ ગુણ ઉત્તરે, મૂલભેદ મહાવ્રત ધાર રે...મૂલ..કરો..॥૧૧॥ ભૂજલ જલણ અનિલ તરૂ, આ થાવર પંચ પ્રકાર દુતિ ચઉં પણિદિ મળી, ત્રસ ભેદ કહ્યા એ ચાર રે...ત્રસ..કરો..૧૨૫ નવવિધ જીવનિકાયની, તજે હિંસા મન વચ કાય કૃત કારિત અનુમોદના, એમ ભેદ એકાશી થાય રે...એ..કરો..ll૧૩|| કાલગિકે તસ વર્જીતા, અરિહંતાદિક કરી સાખ બીજુ મૃષાવાદ ઠંડતા, ભવભ્રમણાદિક ભય દાખ્ય રે...ભવ..કરો..॥૧૪॥ સત્ય અસત્ય મિશ્રતા, એ દશવિધ તિગુણા ત્રીશ બાર ભેદ વ્યવહારના, મળી સર્વ એ બેંતાલીશ રે...મળી..કરો..॥૧૫॥ દ્રવ્યથી ખ ્ દ્રવ્ય આસરી, વળી ક્ષેત્રથી લોગાલોગ દિન રાત્રિ કહી કાળથી, ભાવથી રાગ રોષ સંજોગ રે...ભા..કરો..॥૧૬॥ સ્વામી જીવ ગુરૂ જિન થકી, અદત્ત ચતુર્વિધ હોય રે, દ્રવ્યાદિકથી ચોગુણા, સોલ ભેદ એણી પરે જોય રે...સો..કરો..ll૧૭ll કાત્રિક મન વચ તણું, એકસો ચુંમાલીશ ભેદ અબ્રહ્મ વર્ષે મુનિવરા, જે ટાળે ભવભય ખેદ રે...જે..કરો..૧૮/ દેહ ઔદારિક વૈક્રિએ, નવવાડે ભેદ અઢાર દ્રવ્યાદિકથી ચોગુણા, ચિત્ત ધરતા તે અણગાર રે...ચિ..કરો..૧૯ નવવિધ પરિગ્રહ છંડતા, પદ મંડતાં જયણા ધરત કાલ બહુ છઠ્ઠ ગુણે, સાતમે થોવ કાલ વસંત રે...સા...કરો..ારવા - સર્પ જલણ ગિરિ સાગરૂ, વ્યોમ તરૂગણ અલિ મૃગસૂર પદમ પવન ધરણી સમા, મુનિ ભાંખે અનુજોગ દ્વાર રે...મુ...કરો..॥૨૧॥ Page #466 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ : ઢાળ - ૮ દેશવિરતિધર થૂલથી, હિંસાના કરે પચ્ચકખાણ પાંચ મોટકાં જૂઠનાં, પચ્ચખે થૂલથી વ્રત જાણ રે.......કો..૨૨/ ત્રીજે અદત્તાદાનનું એ ચોથે પરદારા નીમ ઇચ્છા પ્રમાણે થૂલથી, પરિગ્રહ નવવિધની સીમ રે..પ...કરો..રા દિશિ પરિમાણે ગમન કરે, ભોગ ઉપભોગ નિયમ વિચાર કર્માદાન પન્નર તજે, અનર્થ દંડ પરિહાર રે...અ...કરો..૨૪ નવમે સામાયિક નિત્ય કરે, દશમે વ્રત સંખેપ થાય રે, મંત્ર બળે જેમ વીંછીનું, કાંઈ ઝેર તે ડંકે જાય રે...કાં...કરો..રા ભંગા અસીતી ઓળખી, પોષહ કરતાં શુભ ચિત્ત બારમે મુનિ ઘર તેડીને, પડિલાભી જમે ગૃહી નિત્ય રે.......કરો..॥૨૬॥ પંચ પંચ સઘળે વ્રતે, જાણી તજવા અતિચાર ૨થ બેસી મારગ કટે, તેમ એ વ્રત મુક્તિ વિચાર રે...તે...કરો..૨૭ણા એકવીશ દ્રવ્ય ગુણ ઉતરા, વળી પણતીસ ગુણ સાર ભાવથી સત્તર જે ધરે, તે પામે ભાવનો પાર રે...તે...કરો..૨૮ ૪૧૫ • દાનશીયલ તપ ભાવના, તિહાં દાન ગૃહીને વિશેષ રે, તે પણ ભાવે ફલ દીએ, અમૃતાનુષ્ઠાન અશેષ રે......કરો..રા દાન દીયંતા સાધુને, વરભક્તિ વિશેષે નાર રે, પાંચ કોડી સોવન તણી, સુરવૃષ્ટિ કરે તસ દ્વાર રે...સુ...કરો..વા નિશ્રા પ્રાતિવેલ્મિકી, દેખી તેડે મુનિ ગેહ રે, ખીરખાંડ પડિલાભતી, ક્ષણ ક્ષણ જુએ ઉંચુ તેહ રે.......કરો..॥૩૧॥ પૂછતાં મુનિને કહે, જે દીઠી વાત અશેષ આહા૨ સરસ તુમને દીયું, કેમ વૃષ્ટિ નહી લવલેશ રે...કેમ...કરો..II૩૨॥ તે કહે આ સરીખા મુનિ, તુઝ સરખી દાતા નાર વૃષ્ટિ ન થાએ દૃષદ તણી, વિણભક્તિ હૃદયમાં ધાર રે....વિણ...કરો..llણા ભાવે દીયંતા બાકલા, લઘુ કેવલ ચંદનબાલ જિન ગુરૂ વિનય ને તપ ક્રિયા, ફળ વીર્ય ઉલ્લાસ વિશાલ રે...ફળ...કરો..૫૩૪ા અંતઃકોડાકોડી સાગ૨ે, જબ ગંઠી ભેદ કરત જ્ઞાનક્રિયા તવ ફલ દીર્ય, પ્રણિધાન દિશા વિકસંત રે....પ્રણિ...કરો..॥૩૫॥ તસ કારણ શ્રુતજ્ઞાન છે, તે તો બહુશ્રુત ગુરુ આયત્ત રે, વિનયે ગુરુસેવા કરે, વિનયીને ગુણ સંપત્ત રે....વિ...કરો..॥૩૬॥ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ધર્મિલકુમાર રાસ નાહી ધોઈ નિર્મલ થઈ, જેમ દેખે આરીસે રૂપ રે, ભાવ શૌચ ગુરૂદર્શને, પ્રગટે નિજ આતમ રૂપ રે...........કરો..૩ણા જ્ઞાનદશા ગુરથી હુએ, જ્ઞાનથી સ્થિતિ કર્મની નાશ કેવલી પણ અંતે લહે, જ્ઞાન ઉપયોગે શિવ વાસ રે..શા...કરો..૩૮. રવિ શશી મણિ દિપક સમો, જ્ઞાન તે વિણ કિરિયા અંધ ઉગ્રવિહારી તપ તપે, તે જાણો જૂઠો બંધ રે....તે...કરો...૩લા પ્રભુકર દીક્ષિત છે ઘણા, પણ જ્ઞાની ગણ્યો પરિવાર સૂત્ર પયન્ના જેણે રચ્યાં, તે ગણતી ચઉદ હજાર રે.તે...કરો..l૪ના જગનાટક જ્ઞાની જુએ, જેણે ચાખ્યો શિવ આસ્વાદ જ્ઞાન લેહેરમાં જે રમે, શિવરમણી કરે તસ યાદ રે....શિ...કરો...૪૧ છ ખંડે આઠમી ઢાળ, પૂરણ થઈ એ ખાસ શ્રી શુભવીર વચન સુણી, લાહો જયકમલા ઘરવાસ રે...લ...કરો...૪રા ગુરુદેવની દેશના :- તે ચેતન ! તમારી ચેતનાને ચૈતન્યવંતી બનાવો. જાગૃત કરો. ચિત્તમાં સમજીને તમે ચેતો. મોહ રૂપી મદિરાના ઘેનમાં રહેવા જેવું નથી. હે ભવ્યજીવો ! ખરેખર ! લોકોત્તર એવા જિનશાસન વિના ક્યાંયે સુખનો સાર નથી. જો તમારે લોકોત્તર સુખને મેળવવું હોય તો તત્ત્વમાં રુચિને ધારણ કરો. હે ગુણવંતો ! પ્રશાંત મુદ્રા જેવી છે તેવા શ્રી જિનેશ્વર ભગવંતો અને આગમોને જાણનારા જ્ઞાની ભગવંતો, આપણી ઉપર અપાર કૃપા વરસાવીને કહી રહ્યા છે. //લા “ગિરિસરી દુપલ ન્યાય” - પર્વત ઉપરથી જોરદાર વરસાદના મારથી છૂટો પડેલો પત્થર, ઝરણામાં તણાતો નદીના વહેણમાં આવી અથડાતો કુટાતો જેમ ગોળ થાય છે. તેવી રીતે અર્થાત્ “કાકતાલી દષ્ટાંત” થી એટલે કાગડો વૃક્ષની ડાલીએ બેસે, તે જ ક્ષણે ડાળ પડે. તેમ કોઈક પુણ્ય જાગૃત થયું ને મનુષ્યભવ મળી ગયો છે. પણ આ દુર્લભ મનુષ્યભવ ફરી ફરી મળતો નથી. જેમ કે રત્નદ્વીપમાં ભૂલે ગયેલ નાવની જેમ આ માનવભવની દુર્લભતા છે. માટે હે ભવ્યો ! તેને સાર્થક કરો. રા આ જગતમાં અનાર્ય દેશો ઘણા છે. આર્ય દેશ માત્ર સાડીપચીશ જ છે. અનાર્ય દેશોમાં “ધર્મ” એવા બે અક્ષરપણ સાંભળવા ન મળે. જો મનુષ્યભવ મળે પણ અનાર્યદેશમાં મળે તો શા કામનો ! જ્યાં ધર્મ શબ્દ જ સાંભળવા ન મળે. મનુષ્યભવ મળ્યો તોયે શું? ન મળ્યા બરાબર છે. માનવભવ નિરર્થક થાય છે. llall કદાચ અનાર્યને બદલે આદેશમાં જન્મ મળી ગયો. છતાં તેનો આચાર-કુળ-જાતિ અનાર્ય હોય એટલે કે નીચકુલમાં જન્મ થાય તો આ શા કામનો ? તેની વાણી – વ્યવહાર - વર્તન-વેપારક્રિયા આ બધું તેની કુળ-જાતિ પ્રમાણે તેને મળે છે. તેને ધર્મની પ્રાપ્તિ તે કુળમાં નથી. વા ધર્મ મળતો નથી. જો જો વળી કોઈ પુન્યબળે કરીને મનુષ્યભવ, આર્યદેશ ઉત્તમ કુળ મળી જાય તો પણ દીર્ઘ આયુષ્ય મળવું દુર્લભ છે. ઉત્તમ સામગ્રી ભોગવવા લાંબા આયુષ્યની પણ એટલી જરૂર છે. પાપના ઉદયે . રોગગ્રસ્ત થતાં અલ્પ આયુષ્યમાં ચાલ્યો જાય તો મળેલી ઉત્તમ સામગ્રી શા કામની ? //પી કોઈ પૂર્વભવનાં પૂર્ણ પુણ્યથી કુળ, દીર્ઘ આયુષ્ય, નિરામય દેહ મળી જાય તો પણ આ જીવ પાંચે ઈન્દ્રિયોને Page #468 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ : ઢાળ - ૮ ૪૧૦ વશ પડેલો વળી આજીવિકા દ્વારા સુખને શોધતો, સંસારના ભોગવિલાસમાં બધું હારી જાય છે. llll. પૂર્વના પ્રબળ પુણ્ય ઉત્તમ કુળ - દીર્ધાયુષ્ય - નીરોગી દેહ. પાંચ ઇન્દ્રિયોની પટુતા (સંપૂર્ણ ઇન્દ્રિયો મળી જાય) મળી જાય..પણ...પણ બહુશ્રુત ગીતાર્થ ગુરુનો યોગ (સંગ) મળવો દુર્લભ છે. ગામ-નગરશહેર બધું જ હોય પણ આ બધા સ્થાને મુનિભગવંતો મળતા નથી. તેથી હે પુણ્યવાનો ! ઘણા પુણ્ય કરીને સંપૂર્ણ સામગ્રી સાથે ગુરુનો યોગ પણ સાંપડે. પણ જ્ઞાની કહે છે તેટલી વાતે કાર્ય પૂરું ન સમજવું. ગુરુ ભગવંત મળ્યા પછી ચાર અંગો મળવા દુર્લભ છે. કયા? (૧) મનુષ્યપણું (૨) શાસ્ત્ર શ્રવણની ઈચ્છા (૩) શ્રદ્ધા (૪) આચરણ. (સંયમવિષે વીર્ય ફોરવવું) આ ચાર અંગ છે તે મળવા દુર્લભ છે. મનુષ્યપણુ દુર્લભ છે. તે પછી ગુરુ મળી જાય પણ શાસ્ત્રશ્રવણની ઈચ્છા દુર્લભ છે. I૮ પુણ્યોદય થકી આ બધા યોગની પ્રાપ્તિ થાય. પણ જો આળસ-પ્રમાદ મોહ આદિ તેર કાઠિયા વળગી જાય, નડે (શ્રીપાળ રાજાનાં રાસમાં વર્ણન આવે છે, તેને છોડીને, કોઈ ઉદ્યમ કેળવીને જો જીવ ધર્મનું શ્રવણ કરે, એક ચિત્તે સાંભળે. ત્યાં સુધી તો આવે..પણ પછી તે તત્વમાં શ્રદ્ધા થવી અતિ દુષ્કર છે. શ્રદ્ધા-ભાસન-રમણતા આ ત્રણમાં અર્થાત્ દર્શન જ્ઞાન-ચારિત્ર ત્રણમાં શ્રદ્ધા થાય, આ જ સમ્યક્ત્વનાં સત્ય લક્ષણો કહેવાય છે. ll સમ્યકત્વનાં લક્ષણો ધારણ કરતો જીવ ધર્મનો રસિયો થાય છે. શમ સંવેગાદિક ગુણો મેળવે છે. તત્ત્વમાં રુચિ થતાં બંને પ્રકારના ધર્મને સર્વ વિરતિ અને દેશવિરતિના મર્મને સમજે છે. /૧૦ના. સર્વવિરતિ ધર્મ, મૂળથી પાંચ મહાવ્રતને ધારણ કરે છે. ઉત્તર ભેદે ચારિત્રના સિત્તેર, (ચરણસિત્તરી), (કરણસિત્તરી) ક્રિયાના સિત્તેર ગુણોને ધારણ કરે છે તે મુનિભગવંતોને હોય છે. ૧૧ વળી સર્વવિરતિ સાધુ ભગવંતોના આગળ વધી ગુણોને કહે છે. પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુવનસ્પતિકાય-એકેન્દ્રિય રૂપ પાંચ સ્થાવર તથા બેઇન્દ્રિય – તે ઇન્દ્રિય ચઉઇન્દ્રિય અને પચિન્દ્રિય – આ ચાર ત્રસના ભેદ છે..I/૧રા પાંચ પ્રકારના સ્થાવર અને ચાર પ્રકારે ત્રણ ૯ પ્રકારે જીવો કહ્યા. આ નવા પ્રકારના જીવોની, મન-વચન-કાયથી હિંસા ન કરવી. એટલે નવને ત્રણથી ગુણતાં ૯ X ૩ = ૨૭ ભેદ થયા. વળી તે હિંસા હું કરીશ નહિ, કરાવીશ નહિ. કરતાં ને સારો (અનુમોદન) કહીશ નહિં. ૨૭ X ૩ = ૮૧ ભેદ થયા. આ ભેદથી જે હિંસા થાય. તે પ્રાણાતિપાત (હિંસાના) નો ત્રણે કાળમાં અરિહંત આદિ (અરિહંત-સિદ્ધ-સાધુ-દેવ અને આત્મા એ પાંચ પ્રકારે) ની સાક્ષીએ હિંસાનો ત્યાગ કરે. વળી તે જ રીતે ભવભ્રમણાદિક ભયને જોઈને બીજા મૃષાવાદનો પણ (અણગાર) સાધુ ત્યાગ કરે. ./૧૩ + ૧૪ | સત્ય, અસત્ય અને મિશ્ર (સત્યાસત્ય) ભાષાના દશ દશ પ્રકાર હોવાથી એ ત્રણને દસ સાથે ગુણતાં ૩૦ ભેદ થાય. વળી અસત્ય અમૃષારૂપ વ્યવહારભાષાના બાર ભેદ કહ્યા છે. ત્રીસ અને બાર મળીને મૃષાવાદના બેંતાલીશ થયા. (દશવૈકાલિકના સાતમા અધ્યયનમાં આ વાત મૂકી છે) આ રીતે ૪૨ ભેદે મૃષાવાદને સાધુ વર્ષે. અર્થાત્ એક પણ ભેદે સાધુ મૃષાવચન ન બોલે. ૧પો જગતમાં ૬ દ્રવ્યની પ્રરૂપણા ભગવંતે પ્રકાશી છે. ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય અને છઠ્ઠ દ્રવ્ય-કાળ. આ છ દ્રવ્ય આશ્રયી ક્ષેત્રથી લોક અને અલોક, કાળથી દિવસ અને રાત્રિ અને ભાવથી રાગ અને દ્વેષના સંયોગ વડે કરીને ત્યાગ કરે. ૧૬થી વળી સ્વામી જીવ ગુરુ અને તીર્થકર એમ ચાર પ્રકારે અદત્ત કહ્યા છે. અને તેને દ્રવ્યાદિક (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ) ચારથી ગુણતાં સોળ ભેદ થાય. તે ૧૬ ભેદ અદત્તના જાણવા. //૧ણા. Page #469 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ વળી તે અદત્તના સોળ ભેદને ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળમાં મન-વચન-કાયાથી ગ્રહણ ન કરે. ૧૬ X ૩ X ૩ = ૧૪૪ (એકસો ચુંમાલીશ) ભેદનો મુનિ ત્યાગ કરે. જેનાથી ભવભ્રમણનો ખેદ ટળી જાય, તે અબ્રહ્મની વાત મુનિવરો દૂરથી વર્તે. ૧૮॥ ઔદારીક અને વૈક્રિય શરીરે, નવ વાડે કરીને અઢાર ભેદ, તેને દ્રવ્યાદિક ચારથી ગુણતાં આગળ આગળ ગુણાકાર કરતાં ૧૮૦૦૦ ભેદ કહ્યા છે. તે અબ્રહ્મના ભેદને મુનિવરો ત્યાગ કરે. ।।૧૯। ૪૧૮ વળી નવ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરતાં મુનિવરો જયણાનું પાલન કરે છે. છઠ્ઠા અને સાતમા ગુણઠાણે વર્તતાં મુનિવરો છઠ્ઠા ગુણઠાણે ઘણો કાળ (ઘણો સમય) અને સાતમા ગુણઠાણે થોડો કાળ વ્યતીત કરે. ।।૨૦। વળી અનુયોગદ્વાર આગમમાં, સર્પ-અગ્નિ-પર્વત-સાગર-આકાશ-ઘટાદાર વૃક્ષોભમરો-મૃગ-સૂર્ય-કમળ-પવન અને પૃથ્વી સમાન મુનિવરોને કહ્યાં છે. એટલે જે જે ઉપમામાં જે જે ગુણો છે તે ઉત્તમ ગુણોથી મુનિને નવાજ્યા છે. સર્વવિરતિ ધર્મને ધરનાર મુનિભગવંતોમાં આ ગુણો વર્તે છે. ।।૨૧।। દેશવિરતિધરને (શ્રાવકને) ઉપર બતાવેલ પાંચ વ્રતો સ્કૂલથી હોય છે. તે હિંસાનાં તથા મોટાં પાંચ જુઠાણાંના પચ્ચકખાણ કરે. ।।૨૨।। ત્રીજે અદત્તાદાન, ચોથે પરદારા ગમનનો નિયમ, વળી નવ પ્રકારના પરિગ્રહની ઇચ્છા મુજબ છૂટ રાખીને બાકીના પચ્ચકખાણ (નિયમ) વ્રત સ્થૂલથી ધરે. ॥૨૩॥ (પાંચ વ્રત / તે પછી ત્રણ ગુણવ્રતની વાત) દિશાના ગમનાગમનનો પરિમાણ (પ્રમાણ) કરે. સાતમા વ્રતમાં ભોગોપભોગનો નિયમ વિચારીને પંદર કર્માદાનને વર્ષે. આઠમે અનર્થદંડનો ત્યાગ કરે. ॥૨૪॥ (ચાર શિક્ષાવ્રત) નવમા વ્રતમાં હંમેશાં સામાયિક કરે. દશમા વ્રતમાં દેશાવગાસિક વ્રતને ધારણ કરે. એટલે જેમ મંત્રબળે વીંછીનું ઝેર ડંખના ભાગે એકઠું થઈને છેવટે નીકળી જાય છે તે રીતે સ્થૂલથી લીધેલા વ્રતનો સંક્ષેપ કરે. ॥૨૫॥ (અગિયારમા વ્રતમાં) દેશવિરતિધર એંશી ભાંગાને જાણી, ઓળખી, ચિત્તમાં શુભભાવને ધારણ કરતો પૌષધવ્રતને કરે. વળી બારમા વ્રતમાં દેશવિરતિધર ગૃહસ્થ મુનિને ઘેર લઈ આવીને પ્રતિલાભી પછી ભોજન કરે. આ પ્રમાણે ગૃહસ્થ બારવ્રતને ધારણ કરે. ॥૨૬॥ આમ સઘળાં વ્રતના પાંચ પાંચ અતિચાર જાણીને તેનો ત્યાગ કરવો. રથમાં બેસવાથી માર્ગ કપાય, તેમ વ્રતના પાલનથી સંસારમાર્ગ કપાય, મુક્તિમંદિરમાં પહોંચાય એમ જાણવું. ૨૭ના વળી દ્રવ્યથી એકવીશ ગુણો (લાળુ વગેરે) અને બીજા પણ પાંત્રીશ ગુણો શ્રાવકના કહ્યા છે. ભાવથી સત્તર પ્રકા૨ને જે ધારણ કરે છે તે ભવનો પાર પામે વા ભવસમુદ્ર તરી જાય છે. II૨૮॥ વળી જ્ઞાની ભગવંતે ચાર પ્રકારે ધર્મ કહ્યો છે. દાન-શીલ-તપ અને ભાવ. જેમાં દાનધર્મ ગૃહસ્થને વિશેષ પ્રકારે કહેલો છે. લાભનું કારણ મોટું છે. દાનધર્મમાં જો ભાવ (હૈયાના ઊછળતા ભાવે દેવાય) ભળી જાય તો તે દાન અમૃત અનુષ્ઠાન બને. સુંદર ફળને આપનારું થાય છે. ૨૯ા દૃષ્ટાંત છે...કોઈ એક સ્ત્રીએ સાધુને, ઉત્કૃષ્ટ ચડતા પરિણામે ભક્તિભાવે વહોરાવ્યું. (સુપાત્રે દાન આપ્યું.) તો તે સ્ત્રીનાં ઘરના આંગણે દેવોએ પાંચ ક્રોડ સુવર્ણની વૃષ્ટિ કરી. ।।૩૦। બાજુમાં રહેતી પડોશણે આ જોયું. અન્ય દિવસે તેને પણ કોઈ મુનિ ભગવંતને ઘેર બોલાવ્યા. ખીરખાંડ વગેરે ઉત્તમ આહાર આપતી જાય છે અને વારે વારે તે ઊંચે જોતી જાય છે. શામાટે ? તે રાહ જોઈ રહી છે. હમણાં સુવર્ણની વૃષ્ટિ થશે. હમણાં થાય. હમણાં થાય. તે આશાએ જોતી હતી. ।।૩૧।। Page #470 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ઃ ઢાળ - ૯ ૪૧૯ છેવટે શંકાથી મુનિભગવંતને પૂછે છે કે મુનિ ભગવંત ! હે ગુરુદેવ ! ગઈ કાલે પેલી બેનને ત્યાં મુનિ મહારાજ વહો૨વા આવ્યા હતા. તે સમયે સુવર્ણની વૃષ્ટિ થઈ. હમણાં હું પણ આજે તમને સરસ મજાનો આહાર આપી રહી છું. તો અહીં કેમ વૃષ્ટિ કશી ન થઈ ? ।।૩૨।। ત્યારે મુનિ બોલ્યા. “વો સાધુ વો શ્રાવિકા તું વેશ્યા હું ભાંડ, તારા મારા સંયોગથી, પથરા પડશે રાંડ.” આ ઉક્તિ અનુસારે અહીં થયું. તે મુનિવરા સરખો હું નથી. અને તે શ્રાવિકા જેવી તું નથી. માટે આશા ન રાખતી. નહીં તો પથરા પડશે. ॥૩॥ જો ચંદનબાળાએ ભાવપૂર્વક બાકુલાનું દાન આપ્યુ તો બેડી તૂટી. માથે સુંદર વાળ થયા. વૃષ્ટિ પણ થઈ અને એ જ ભવમાં કેવળજ્ઞાન મેળવ્યું. જે તીર્થંકર ભગવાનનો અને ગુરુનો વિનય કરે છે. વિનય યુક્ત તપ અને ક્રિયા તે વીર્યને વધારનારાં છે. ફળને પણ આપનાર છે. ।।૩૪।। જીવ જ્યારે અંતઃ કોડાકોડી સાગરોપમે ગ્રંથિભેદ કરે છે. સિત્તેર કોડાકોડી સાગરોપમ સ્થિતિ મોહનીયની છે. તેમાં માત્ર અંતઃકોડાકોડી સાગરોપમ બની રહે ત્યારે આ ક્રિયા થાય છે. પછી પ્રણિધાનની દિશા વિકસે છે. અર્થાત્ એકાગ્ર બને છે. અને ત્યારે જ્ઞાન તથા ક્રિયા ફળદાયી બને છે. ।૩૫।। આ બધી સામગ્રી મેળવવામાં મુખ્ય હેતુ શ્રુતજ્ઞાન છે. તેનો આમ્નાય ગીતાર્થ ગુરુ ભગવંતો પાસે છે. શ્રુતજ્ઞાન બહુશ્રુતગુરુને આધીન છે. તેથી જે વિનયપૂર્વક ગુરુની સેવા કરે તે વિનયી શિષ્ય ગુણસંપત્તિને મેળવી શકે છે. II૩૬।। જેમ કોઈ નાહી ધોઈને નિર્મળ થઈને, અરીસા સામે ઊભો રહે, અને પોતાના રૂપને અરીસામાં જુવે છે. તેમ ભાવથી વિશુદ્ધ થયેલો જે જીવ (શિષ્ય) ગુરુ સન્મુખ ઊભો રહે છે. (ગુરુને આધીન રહે છે) તો તેને પોતાનું આત્માસ્વરૂપ પ્રગટ થાય છે. II૩૭ાા ગુરુથી જ્ઞાનદશા પ્રાપ્ત થાય છે અને જ્ઞાનથી કર્મની સ્થિતિ નાશ પામે છે. કેવળી ભગવંતો પણ અંતે જ્ઞાનઉપયોગ થકી સકલ કર્મનો ઉચ્છેદ કરીને શિવપદને મેળવે છે. ।।૩૮। જ્ઞાન કેવું છે ? જ્ઞાન તો આ જગતમાં સૂર્ય-ચંદ્ર અને ચમકતા મણિ જેવું, વળી દીપક સરખું પણ છે તેના વિના તો માત્ર ક્રિયા અંધ છે. એટલે જ્ઞાન વિના ક્રિયા કરવી તે આંધળી ક્રિયા છે. જ્ઞાન વિનાનો (અનુભવ જ્ઞાન વિનાનો) ઉગ્નવિહાર કરે કે મોટાં મોટાં તપ કરે તે સઘળું નિષ્ફળ જાણવું અર્થાત્ ફલની પ્રાપ્તિ થતી નથી. ૩૯। પ્રભુના હાથે દીક્ષા લેનારા દીક્ષિત ઘણા હતા. પરંતુ જે જ્ઞાની હતા કે જેણે સૂત્ર અને પયન્નાની રચના કરી હતી, તેવા પ્રભુના પરિવારમાં ચૌદ હજાર મુનિભગવંતની ગણતરી ગણી છે. ૫૪૦ના વળી જેણે શિવના સ્વાદને ચાખ્યો છે તેવા જ્ઞાનીઓ શિવસદનમાં રહીને આ જગતનાં નાટકો જોઈ રહ્યા છે અને અહીં રહેલા જે જ્ઞાનની મસ્તીમાં રમી રહ્યા છે તેને તો શિવરમણી પણ યાદ કરે છે. ૫૪૧૫॥ ગ્રહણ કરવા યોગ્ય તત્ત્વજ્ઞાન જેમાં રહેલું છે તેવી આ છઠ્ઠા ખંડની આઠમી ઢાળ પૂર્ણ થઈ. શી શુભવીરવિજયજીનાં વચન સાંભળી હે ભવ્યજનો ! તમે પણ ઇન્દ્રિયોનો જય કરીને (જીતીને) મુક્તિમંદિરમાં વાસ કરો. ॥૪૨॥ ખંડ - ૬ની ઢાળ : ૮ સમાપ્ત -: દોહા :એણી પ૨ે દેઈ દેશના, જામ રહ્યા મુનિરાય; તવ ધમ્મિલ તે વિનવે, વિનયે પ્રણમી પાય. ॥૧॥ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ધર્મિલકુમાર રાસ ભવગન્ કહો કોણ કર્મથી, માતપિતાદિક વિજોગ, બાલપણે મુઝ કેમ થયો, વળી પામ્યો સુખ ભોગ॥૨॥ ઠામ ઠામ ઋદ્ધિ મળી, રાજ્ય થયું શ્રીકાર, ખેચર ભૂચર કન્યકા, એમ સુખ દુઃખ પ્રકાર. IIII ધર્મચિ અણગાર દેશના આપીને અટક્યા. દેશના પૂર્ણ થયે બેઠેલી પર્ષદા તે સાંભળીને ઘણી હરખિત થઈ. સાંભળવાને કા૨ણે સૌ પોતપોતાને ધન્ય માનવા લાગ્યા. હવે અવસર ઉચિત ધમ્મિલકુમારે વિનયે કરીને નમસ્કાર કર્યા અને પૂછ્યું. ॥૧॥ હે ભગવંત ! આપ મને કહો. એવું મેં શું કર્મ કર્યું કે જે કા૨ણે બાળપણમાં મારે માતપિતાનો વિયોગ થયો ? કયા કર્મો કરીને હું ઘણો દુઃખી થયો ? વળી હમણાં ભોગસુખની પ્રાપ્તિ પણ થઈ. ૨ હે ગુરુભગવંત ! સ્થાને સ્થાને પગલે પગલે ઘણી ઋદ્ધિ પામ્યો. રાજ્ય મળ્યું. વિદ્યાધર કન્યાઓ તથા ભૂમિ ઉપર રાજાઓની કન્યાઓ મને પ્રાપ્ત થઈ. આમ સુખ અને વળી પાછું દુઃખ અને વળી હમણાં આટલાં બધાં સુખોની પ્રાપ્તિ થઈ ? આપ કૃપા કરીને મને કહો. III ઢાળ નવમી (જી રે દેશના સુણી રઢ લાગશે...એ દેશી) જી રે સૂરિ કહે સાંભળ ! રાજવી, જી રે પૂર્વભવ તણી વાત, જી રે આ ભવથી ત્રીજે ભવે, જી રે અનુભવિયાં અવદાત જી રે સૂરિ કહે સાંભળ રાજવી....ll જી રે અજ્ઞાની પશુ આતમા, જી રે ન લહે પુણ્ય ને પાપ, જી રે સ્રોતાવર્ત ભવોધિ, જી રે ડૂબ્યો લહે સંતાપ.........IIII જી રે જંબુદ્વિપ ભરતે પુરા, જી રે ભરૂઅચ સેહેર મઝાર, જી રે શત્રુદમન રાજા તિહાં, જી રે ધારણીનો ભરતાર....જી....lણા જી રે તિહાં મહાધન ગાથાપતિ, જી રે નારી સુનંદા તાસ; જી રે સુનંદ નામે સુત થયો, જી રે ઘર મિથ્યાત નિવાસ....જી....III જી રે આઠ વરસનો જબ હુઓ, જી રે મૂક્યો ભણવા તેહ, જી રે નિજકુલ ઉચિત કલા ભણ્યો, જી રે ભદ્રક સરલ સનેહ....જી....l પા જી રે કાલાંતરે પરૂણાગતે, જી રે આવ્યા પ્રાચીન મિત્ર, જી રે તસ પરૂણાગત કારણે, જી રે ભોજન કરત વિચિત્ર....જી....IIની જી રે શેઠ સુનંદને એમ કહે, જી રે જઈ શૌનિકને ગેહ, જી રે લાવો પરૂણા કારણે, જી રે સુંદર મંસ સનેહ....જી....I જી રે અતિથિ સહિત સુત નીકળ્યો, જી રે સાથે લીધા દામ, જી રે મંસ ન મળીયું તસ ઘરે, જી રે ન મળ્યુ બીજે ઠામ.....જી....II) Page #472 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬: ઢાળ - ૯ ૪૨૧ જી રે વાર્યો સુનંદે નવિ રહ્યો, જી રે ગયા માછીને ધામ, જી રે પાંચ મીન લીયાં જીવતાં, જી રે આપી પરઠવ્યા દામ...જી.લી. જી રે નદીકિનારે આવતાં, જી રે મત્સ્ય સુનંદને દેઈ, જી રે દેહ શૌચ કરી આવશું, જી રે ઘર જજો એ લેઈ.....જી./૧ના જી રે અતિથિ કહી શૌચે ગયો, જી રે તરફડતા તે દેખ, જી રે કુંવરે જલે વેહેવરાવીયાં, જી રે કરૂણા સુનંદ વિશેષ...જી.../૧૧il જી રે પૂછે પંથી અતિથિ મળીયો, જી રે તે કહે જલ મેહેલાત; જી રે ખેદ ભર્યો ઘર આવીને, જી રે શેઠને કહી સવિ વાત. જી.૧રી જી રે શેઠ પૂછતાં સુત કહે, જી રે કૂપ પાઠવ્યા જલ મધ્ય જી રે ક્રોધે ભર્યો શ્રેષ્ઠી કહે, જી રે તેણે ઠામે તુઝ વધ્ય...જી....ll૧all જી રે વાર્યો સજને પણ નવિ રહ્યો, જી રે મિથ્યાત્વી વિકરાલ, જી રે ડંડ કપાલે આહયો, જી રે મરણ લહ્યો તતકાલ....જી....૧૪ જી રે મધ્યમ ભાવે તે મરી, જી રે વિષમ વલયગિરિ માંહી, જી રે વિષમ કંદરા પલ્લીનો, જી રે મંદરરાજા ત્યાંહી..જી../૧૫ જી રે તસ વનમાલા વલ્લભા, જી રે દંપતી પ્રીતિ અતીવ, જી રે નામે સરલ તસ સુત થયો, જી રે તેહ સુનંદનો જીવ....જી....!/૧ell જી રે વન વેળા જાગતો, જી રે મરણ ગયો તસ તાત; જી રે પલ્લીપતિ પદ થાપીયો, જી રે મળી તસ્કર સંઘાત...જી../૧ણી જી રે એક દિન શસ્ત્ર ધરી ગયો, જી રે પાલ્ય થકી દૂર, જી રે મારગથી ભૂલા નરા, જી રે કૃશતનું તેજ પ્રચૂર.જી/૧૮ જી રે જિહાં તિહાં ફરત નિરાયુધા, જી રે દેખી ગયો તસ પાસ, જી રે સરલ કુંવર સરલે નમે, જી રે ધર્મલાભ દીએ તાસ........./૧લા જી રે સરલ કહે તમે કોણ છો, જી રે રહેવું જવું કીએ દેશ, જી રે તે કહે અમે અણગાર છું, જી રે થાનક ધર્મ વિશેષ..જી.../૨વા જી રે જાવું સોરઠ તીરથે, જી રે ભૂલા પડ્યા અમે આજ, જી રે સરલ કહે એણે મારગે, જી રે જાઓ સુખે મહારાજ....જી..રવા જીરે પણ કહો ધર્મ તણો વિધિ, જી રે મુનિ કહે સુણીએ કુમાર, જી રે ધર્મ તે પરને ન દુ:ખ હુએ, જી રે એમ કહી કરત વિહાર....જી...રરા જી રે પલ્લીપતિ પાલ્ય ગયો, જી રે એક દિન ગામને ઘાત, જી વાડ સહિત તે નીકળ્યો, જી રે ગામ વને રહ્યા રાત જી...ર૩ll Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ધર્મિલકુમાર રાસ જી રે તિહાં મુનિ વચન તે સાંભળ્યું, જી રે પરદુઃખે ન રહે ધર્મ, જી રે લૂંટી માલ તસ્કર ભખે, જી રે મુઝ શિર હુએ પાપકર્મ..........૨૪ા જી રે .તેણે ગામ ઘાત તે નહી કરુ, જી રે ન રહ્યુ ચોરને લાર, જી રે ચિંતિ ચોરઘાટી તજી, જી રે છંડી નિજ હથિયાર....જી....॥૨૫॥ જી રે મુનિવાસિત નગરે ગયો, જી રે લોભ મત્સર પરિવાર, જી રે જીવ ઉપર કરૂણા ધરે, જી રે કરે આતમ ઉદ્ધાર....જી....l॥૨॥ જી રે ભદ્રકભાવે તે મરી, જી રે તું ધમ્મિલ અવતાર, જી રે જીવદયા ધર્મે કરી, જી રે પામ્યો ઋદ્ધિ ઉદાર....જી.... ૨ા જી રે પિતૃવિયોગે વ્યસન થકી, જી રે ગુરુવચને તપ કીધ, જી રે મંત્રી રમણી નૃપ સંપદા, જી રે તપથી અન્નુ મહાસિદ્ધ....જી....॥૨૮॥ જી રે એમ સુણી ધમ્મિલ પામીયો, જી રે જાતિસ્મરણ નાણ; જી રે કર જોડી ઉભો થઈ, જી રે કહે સવિ વાત પ્રમાણ....જી....ારી જી રે છઠ્ઠ ખંડે એ કહી, જી રે નવમી સુંદર ઢાલ; જી રે શ્રી શુભવીર મુનીસરે, જી રે દીયો ઉપદેશ રસાલ....જી.... કવા ધમ્મિલ રાજાનો પૂર્વભવ :- ધમ્મિલની વાણી સાંભળીને સૂરીશ્વરજી કહે છે હે રાજવી ! પૂર્વે ઉપાર્જન કરેલાં આપણાં કર્મો જ આપણને સુખદુઃખ આપે છે. તારા પૂર્વભવનું વૃત્તાંત સાંભળ ! આ ભવથી, પૂર્વના ત્રીજા ભવમાં તેં જે અનુભવ્યું છે તેનો અવદાત તને કહું છું તે સાંભળ. ||૧|| કે કુમાર ! અજ્ઞાની આત્માઓ પશુ સરીખા હોય છે. જે પુણ્ય શું છે ? પાપ શું છે ? વળી તેનાં ફળ પણ શું છે ? તે કશું જાણી શકતા નથી. તે લોકો ભવસાગરમાં આવર્તના પ્રવાહમાં ડૂબે છે. એટલે સમુદ્રમાં જ્યાં ભમરીઓ ઘુમરાય છે અને તેમાં જે કોઈ આવી જાય તે ડૂબી જાય છે. તેમ અજ્ઞાની જીવો અજ્ઞાનતાએ ભવસમુદ્રમાં ડૂબે છે અને ઘણા દુઃખ અને સંતાપને પ્રાપ્ત કરે છે. તારા પૂર્વભવમાં આવી જ વાતો છે તે સાંભળ. ॥૨॥ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ભૃગકચ્છ નામે મોટું નગર હતું. તે નગરનો શત્રુદમન નામે રાજા હતો. તેને ધારિણી નામે રાણી હતી. IIII આજ નગરમાં મહાધન નામે એક કૌટુંબિક-ગાથાપતિ પણ રહેતો હતો. તેને સુનંદા નામે સ્ત્રી હતી. બંનેનો સંસાર સુખે ચાલ્યા કરતો હતો. સંસારના ફળ સ્વરૂપે એક પુત્ર થયો. જેનું નામ સુનંદ હતું. આ ગાથાપતિ મહાધન ગાઢ મિથ્યાત્વી હતો. જિનઆગમનાં એક પણ વચન કે વાણી તેના કાનમાં પ્રવેશ્યાં જ નથી. જન્માંધ જેમ સૂર્યનો તાપ જોઈ શકે નહીં, તેમ દયા ક્ષમા વગેરે વિવેક તત્ત્વને સમજી શકતો નથી. ।।૪।। દીકરો સુનંદ આઠ વરસનો થયો. તેને નિશાળે ભણવા મૂક્યો. કોણ જાણે મહાધનના ઘરમાં આ પુત્રની લાક્ષણિકતા જુદી હતી. સ્વભાવથી સરળ હતો. ભદ્ર પણ હતો. સચ્ચારિત્રવાન્ અને પ્રેમાળ હતો. પણ પોતાનાં કુળ-જાતિ પ્રમાણે કળાને પ્રાપ્ત કરી. ।।૫।। અભ્યાસ પૂરો થતાં દીકરો ઘેર આવ્યો. યૌવનના આંગણે આવેલ દીકરો ઘણો સમજુ અને ડાહ્યો ઠરેલ થયો. ભણતરની સાથે ગણતરમાં પણ Page #474 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬ : ઢાળ - ૯ ૪૩ ઘણો હતો. એક દિવસ મહાધનના ઘરે મહાધનનો જૂનો મિત્ર ઘેર આવ્યો. મહેમાન મિત્રને માટે મહાધને વિવિધ ભોજન તૈયાર કર્યા. ॥૬॥ મહાધને પોતાના પુત્ર સુનંદને કહ્યું. દીકરા સુનંદ ! આપણે ઘેર મહેમાન આવ્યા છે. તો તેમને માટે કસાઈના ઘરેથી સારું અને તાજું માંસ લઈ આવ. IIII પિતાના કહેવાથી સુનંદ સાથે મહેમાનને લઈને માંસ ખરીદવા ગયો. માંસ ખરીદવા માટે દામ (ધન-પૈસા) લઈને નીકળ્યો હતો. તે દિવસે કસાઈના ઘરે માંસ માટે તપાસ કરી. પણ માંસ મળ્યું નહીં. બજારમાં તપાસ કરી. પણ ક્યાંયે તે દિવસે માંસ ન મળ્યું. તેથી ઘર તરફ પાછા ફર્યાં. ॥૮॥ મહેમાન માંસનો લોલુપી હતો. સુનંદે પાછું ફરવાનું કહ્યું છતાં તે ન માન્યો. માને તેમ જ ન હતો. ને સુનંદને આગ્રહ કર્યો કે “માછીમારના ઘેર આપણે જઈએ.” સુનંદે તો ના પાડી. છતાં તે ન માન્યો. મહેમાન હોવાથી સુનંદ લજ્જા થકી તેની સાથે મન ન હોવા છતાં માછીમારને ઘેર ગયા. તે માછીમા૨ના ઘેરથી જીવતાં પાંચ માછલાં પૈસા આપીને ખરીદ્યાં. ॥૯॥ હવે ત્યાંથી બંને ઘર તરફ ચાલ્યા. મિથ્યામતિ મંહેમાનને દયા ક્યાંથી હોય ? ચાલતાં ચાલતાં બંને નદીકિનારે આવ્યા. મહેમાનમિત્રે, સુનંદને પાંચ માછલાં પકડાવ્યાં અને કહ્યું કે “તું લઈને ઘેર જા. હું દેહ શુદ્ધિ કરીને પાછળ જ ઘેર આવું છું.” ॥૧૦॥ અતિથિ સુનંદને કહીને પોતે દેહ શુદ્ધિ માટે નદીએ ગયો. સુનંદે માછલાંને હાથમાં લીધાં. માછલાં તરફડતાં હતાં. તરફડતાં માછલાં જોઈ, હૃદયમાં દયાનું ઝરણું જાગૃત થયું. સુનંદે તે પાંચેય માછલાં નદીના પ્રવાહમાં મૂકી દીધાં રે ! અનુકંપાથી મસ્તક ધૂણાવતો મનમાં બોલવા લાગ્યો. “આ પાપી કેવો ? જીવતાં માછલાં પકડ્યાં. શું ક૨શે આ ? બબડતો ઘર તરફ ચાલવા લાગ્યો. ।।૧૧|| જતાં એવા સુનંદને પાછળથી આવતો અતિથિમિત્ર ભેગો થઈ ગયો અને તેના હાથમાં માછલાં ન જોયાં. એટલે પૂછ્યું. ક્યાં ગયા માછલાં ? સુનંદે કહ્યું. એ જયાંથી આવ્યાં હતાં ત્યાં ચાલ્યાં ગયાં. નદીનાં માછલાં નદીમાં ચાલ્યાં ગયાં. અર્થાત્ મેં નદીમાં મૂકી દીધાં. તે સાંભળી પિતાનો મિત્ર ખેદ ભર્યો કહેવા લાગ્યો. રે ! તેં આ શું કર્યુ ? ઘેર પહોંચીને મહેમાને સુનંદની બધી વાત મહાધનને કહી. ૧૨॥ તે સાંભળી મહાધને પુત્રને પૂછ્યું. “બેટા ! માછલાં પાણીમાં શા માટે મૂકી દીધાં !” સુનંદ કહે. “પિતાજી ! માછલાં મારા હાથમાં તરફડતાં હતાં. હું તે ન જોઈ શક્યો. મને દયા આવી. તેથી પાણીમાં મૂકી દીધાં. “પુત્રનાં વચનો સાંભળી પિતા ક્રોધે કકળ્યો. રે ! દુષ્ટ ! પાપી ! તું દયાની વાતો કરે છે ! ઘણા વખતે આવેલા મારા મિત્રને હવે હું શું જમાડીશ ? ઠીક ! માછલાંની જગ્યાએ હવે હું તારો વધ કરીશ. ને મારા મિત્રને જમાડીશ. ૧૩। નિર્દયી મહાધન હાથમાં લાકડી લઈને પુત્રને મારવા ધસ્યો. સ્વજનવર્ગે ઘણો વાર્યો. પણ ક્રોધના આવેશમાં પિતાએ પુત્રને કપાળમાં લાકડી ફટકારી. તત્ક્ષણે સુનંદ મરણતોલ થયો. થોડી વારમાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. I॥૧૪॥ મધ્યમભાવે સરલ સ્વભાવ વાળો સુનંદ મનુષ્યનું આયુષ્ય બાંધીને ત્યાંથી મર્યો અને વિષમ વલગિરિ કંદરા ગુફાનો જે પલ્લિપતિનો મંદર નામે રાજા હતો. ॥૧૫॥ તેના જેવા જ ગુણવાળી તેની વનમાળા નામે રાણી હતી. બંને વચ્ચે અપાર પ્રીતિ હતી. સંસારનાં સુખ ભોગવતાં વનમાળાની કૂખે સુનંદનો જીવ ઉત્પન્ન થયો. સમય થતાં વનમાળાએ બાળકને જન્મ આપ્યો. ત્યાં પણ પુત્રપણે ઊપજ્યો. સ્વભાવથી સરળ એવા દીકરાનું નામ રાજાએ સરલ પાડ્યું. ॥૧૬॥ Page #475 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ મંદર રાજા વનમાલાનો પુત્ર સરલ, લાડકોડથી ઉછરી રહ્યો છે. યૌવનવયમાં પ્રવેશ્યો. હજુ પિતા પરણાવે ન પરણાવે, ત્યાં પિતાનું જ આયખું પૂરું થતાં તેઓ પરલોક પ્રયાણ કરી ગયાં. પલ્લીના સાથીદારોએ સર્વ મળીને સરલને પિતાને સ્થાને સ્થાપ્યો. અર્થાત્ પલ્લીનો રાજા પલ્લીપતિ થયો. સ્વભાવથી સરલ સરલ૨ાજા પોતાની પલ્લીમાં સર્વજનોને સારી રીતે રાખતો. તેથી તે સૌને પ્રિય થયો. મંદકષાયવાળો પિતાના સ્વભાવથી જુદો જ હતો. ॥૧૭॥ હવે એકદા શસ્ત્ર ધારણ કરીને સરલ, પોતાના સુભટો સાથે પલ્લીની નજીક જંગલમાં આમતેમ ભમતો હતો. એટલામાં માર્ગથી ભૂલેલા મનુષ્યોનું ટોળું. દૂરથી આવતું નજરે જોયું, જોતાં જ સહસા બોલી ઊઠ્યો. “ઓ હો ! આ કોણ હશે ? ક્યાં જતા હશે ? સફેદ કપડામાં આ બધા શરીરે કેવા દૂબળા છે ? પણ મુખ તો કેવાં તેજસ્વી છે ?” વિચારતો વિચારતો તેમની નજીક જવા લાગ્યો. ૧૮।। ૪૪ શસ્ત્ર વગરના, આ પુરુષો જમીન ઉપર દૃષ્ટિ રાખીને જોતાં, આમતેમ ફરી રહ્યા છે. કેમ ફરતા હશે ? પૂછું તો ખરો. ત્યાં તો તે ટોળું જ પોતાની સન્મુખ આવતું દેખ્યું. જુઓ તો, આપણા કરતાં તેમનો વેશ પણ જુદો છે ? વિચારતો સરલ તેમની પાસે પહોંચી ગયો. બે હાથ જોડી સાષ્ટાંગ પ્રણામ કર્યા. રસ્તો ભૂલેલા તેઓ ‘ધર્મલાભ’ એવો શબ્દ બોલ્યા. સરલ આશ્ચર્યમાં પડ્યો. II૧૯II સરલ હાથ જોડીને બોલ્યો. “આપ કોણ છો ? કયા દેશમાં જવું છે ?’ ત્યારે તેમાંથી એક પુરુષ મધુરવાણી બોલ્યા. “હે મહાનુભાવ ! અમે બધા અણગાર સંત-સંન્યાસી છીએ. અમારું સ્થાન, જ્યાં ધર્મ વધારે થતો હોય તે છે. અર્થાત્ અણગાર હોવાથી અમારે કોઈ સ્થાન હોય નહીં. ધર્મને જાણનારા ને જણાવનારા અને તે માર્ગે અનુસરનારા છીએ. ।।૨૦। હે ભાગ્યશાળી ! સોરઠ દેશમાં તીર્થની યાત્રા કરવા અમે નીકળ્યા છીએ. સાથે સાથે જઈ રહ્યા હતા. અટવીનો માર્ગ નહીં જાણતાં અમે ભૂલા પડ્યા છીએ. તેથી અહીંતહીં ભટકીએ છીએ,” આવી મીઠી વાણી સાંભળી સરલને ઘણો હર્ષ થયો. અને બોલ્યો. “હે સંત-મહારાજ ! આવો ! આ માર્ગે ચાલ્યા આવો. આ માર્ગ સીધો જાય છે. આ કેડીએ સુખે સુખે પધારો. મહારાજ ! આગળ જતાં તમો હવે ભૂલાં નહીં પડો.” ॥૨૧॥ માર્ગ બતાવતો સરલરાજા મહારાજની સાથે સાથે ચાલ્યો. હે ભગવંત ! તમે તો ભગવાન કહેવાઓ. તમારે તો પાપ કરવાનું ન હોય. અમે તો કેવા ? મુનિ ! મને તો કંઈક ધર્મ બતાવો ? જેથી પાપ ન બંધાય. મુનિ બોલ્યા. “હે વત્સ ! તું નિર્મળ બુદ્ધિવાળો લાગે છે. નહિ તો ક્યાં આ પલ્લી ? તમે સૌ પલ્લીમાં રહેનારા ! તમારો ધંધો કેવો ! પણ તું ભાગ્યશાળી તને ધર્મ સાંભળવાની ઇચ્છા થઈ. તો સાંભળ ! ધર્મ કોને કહેવાય ! કુમાર ! બીજા કોઈપણ નાના કે મોટા જીવને દુઃખ ન આપીએ. કષ્ટ ન આપીએ. કોઈને ઠગીએ નહીં. હૈયામાં દયા રાખવી. ધર્મ વિનાના માણસો અહીં પણ ઘણા દુઃખી થાય છે. અને અહીંથી મરીને પણ જયાં જાય ત્યાં પણ ઘણાં દુઃખ મેળવે છે. વળી જે લોકો જાળ વડે નદી તળાવમાં રમતાં માછલાંને પકડે છે. ને બહાર કાઢેલાં તે માછલાં પાણી વિના તરફડીને મરી જાય છે. જંગલમાં રમતાં પશુઓનો શિકાર કરે છે. આવા માણસો મરીને નરકમાં જાય છે. જે માણસો હિંસા કરતા નથી. જીવોને મારતાં નથી તે અહીં પણ સુખી થાય છે. અને જ્યાં જાય ત્યાં પણ સુખી થાય છે. આ રીતે ધર્મની ઘણી ઘણી વાતો કરીને, ધર્મ સમજાવીને સરલરાજાના ચિત્તને હળવું-કોમળ કર્યું. સરલ ઘણો ગદ્ગદિત થયો. મુનિભગવંતો પછી આગળ વિહાર કરી ગયા. સરલ પણ સુભટો સાથે પાછો ફર્યો. પણ આ પછી સરલનું મન આ ધંધામાં ઘણું ઉદ્વિગ્ન થયું. I॥૨૨॥ Page #476 --------------------------------------------------------------------------  Page #477 -------------------------------------------------------------------------- ________________ OLU B.G. - M: 3925020106 Page #478 -------------------------------------------------------------------------- ________________ ખંડ - 9: ઢાળ - ૧૦ ૪૨૫ સરલ પોતાની પલ્લીમાં પહોંચી ગયો. મુનિની વાતો કાનમાં હૈયામાં વારંવાર ગુંજ્યા કરે છે. વળી એકવાર પોતાના ભિલ્લલોકોની સાથે સરલ એક ગામમાં ધાડ પાડવા નીકળ્યો. જે ગામ લૂંટવાનું હતું, તે ગામની નજીકના જંગલમાં રાત્રિ જઈ વસ્યા. ll૧૩ વનમાં રાત્રિ રહ્યા. અડધી રાત્રે ગામમાં જવાનું હતું. સરલ પોતાના પરિવાર સાથે બેઠો હતો. તે વિચારે ચડ્યો. મુનિ મહાત્માનાં વચનો યાદ આવ્યાં. “બીજાને દુઃખ આપતાં ધર્મ રહેતો નથી.” અરે ! આ તો સર્વ ચોરો હમણાં ગામમાં જશે. લોકોના ઘર લૂંટશે. માલ લઈ આવશે અને સૌ તેને પોતાના ઘેર લઈ જશે. ખાશે. પીશે. હું તો આ સૌનો નાયક. આ સઘળું પાપ મારા માથે ચોંટશે? Il૨૪ તો હવે મારો ધર્મ સાચવવા આ ગામનો ઘાત કરીશ નહીં. વળી આ મારા સાથીદારો સાથે પણ રહીશ નહીં. શું કરવું? વિચારતો, પરિવારને પૂછયા વગર એકાકી છાનો માનો સરલ પલ્લીપતિ પલ્લીની ઘાટી છોડી નીકળી ગયો. હાથમાં જે હથિયાર હતાં તે બધાં ફેંકી દીધાં. શસ્ત્ર વિના એકલો આગળ ચાલી નીકળ્યો. મેરપી સરલ પલ્લીપતિ ત્યાંથી ચાલતો મુનિભગવંતો બિરાજતા હતા તે નગરમાં પહોંચ્યો. ત્યાં મુનિ ભગવંતો (બીજા) મળ્યા. લોભ-ઈર્ષાનો ત્યાગ કર્યો. જીવો ઉપર કરુણા-દયા ભાવ દાખવતો રહ્યો. તે હવે પાપરહિત આજીવિકાને ધારણ કરતો પોતાના આત્માનો ઉદ્ધાર કરવા લાગ્યો. રદી, ભદ્રિક પરિણામી તે સરલ આ રીતે પોતાનું જીવન ધર્મમાં રહીને વીતાવવા લાગ્યો. આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી સમાધિપૂર્વક મૃત્યુ પામીને તે ધમ્મિલ ! કુશાગ્રપુર નગરમાં સુરેન્દ્રદત્ત શ્રેષ્ઠીને ત્યાં પુત્રપણે તું અવતર્યો. આજથી તે ત્રીજા ભવમાં જીવદયા પાળી હતી. તે વડે કરીને તે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. તેથી આ ભવમાં તને ઋદ્ધિસિદ્ધિ ઘણી મળી. પાપના ઉદય થકી વચમાં તારું દ્રવ્ય ચાલ્યું ગયું. વળી પુણ્યોદય જાગતાં તારું ધન તને વળી પાછું પ્રાપ્ત થયું. ll૨૭ી તને પિતૃવિયોગ (માત-પિતાનો વિયોગ) થયો. તે વેશ્યાના વ્યસનથી થયો. વળી કષ્ટ પડતાં ગુરુવચને તે તપ ધર્મને આરાધ્યો. તો તું મંત્રીપદ રમણી રાજય સંપદા - અષ્ટમહાસિદ્ધિ આદિ પામ્યો. આ બધું તપ ધર્મના પ્રભાવે પ્રાપ્ત થયું. ll૨૮ ગુરુ ભગવંતનાં વચનો સાંભળી ધમિલ તથા રાજા તેમજ બીજા પણ આનંદ પામ્યા. ધમિલનો પૂર્વભવ સાંભળતાં સૌ તપધર્મની અનુમોદના કરવા લાગ્યા. જ્યારે ધમ્મિલ પોતાના પૂર્વભવની વાતો સાંભળતાં ઘણા ઉંડા વિચારોમાં પડી ગયો. ઊહાપોહ થતાં ધમિલને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે જ્ઞાન થકી પોતાનો પૂર્વભવ જોયો. અને આશ્ચર્યમાં ગરકાવ થયો. હાથ જોડીને ધમ્મિલ ગુરુ મહારાજને કહે છે કે હે પરમતારક ગુરુદેવ ! આપે જે પ્રમાણે મારો પૂર્વભવ કહ્યો છે તે પ્રમાણે યથાર્થ છે મને બધું જ દેખાય છે. સમજાય છે. જીરા છઠ્ઠા ખંડને વિશે સુંદર એવી રસાલ નવમી ઢાળ પૂર્ણ કરતાં પૂ. - શુભવીરવિજયજી મુનીશ્વરે અમૃત સરખો ઉપદેશ આપ્યો. ૩૦ ખંડ - ૬ ની ઢાળ : ૯ સમાપ્ત -- દોહા :સાંભળી એમ ધમ્મિલ કહે, સુખ દુઃખ કર્મ વિચાર, અહો અહો ભવ નાટક, નાચ્યો જીઉ સંસાર I/૧૫ ભવ દાવાનલ જાલમાં, દાધો વાર અનંત, તિહાં તમે શીતલ છાંયડી, મળીયા મુઝ ભગવંત રા. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ધમિલકુમાર રાસ ભવજલધિમાં જહાઝ સમ, દીયો સંજમ મહારાજ, ગ્રહણ આસેવન શીખથી, સીઝે વાંછિત કાજ. ||all રાજયભાર સુતને ઠવી, જશોમતિ વિમલા સાથ, ધમ્મિલ સંજમશ્રી વરે, ધર્મરૂચિ ગુરૂ હાથ. I૪ો. ધમ્મિલનો વૈરાગ્ય - ધમિલે પોતાના પૂર્વભવની વાત પૂછી. ગુરુ મહારાજે પૂર્વભવ કહ્યો. જે. સાંભળી ધમિલને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ જોતાં જ ધમ્મિલ પોતાના ભોગોને રોગ સમાન ગણવા લાગ્યો. અને ચિંતન કરી રહ્યો કે “અહો ! અહો !” આ ભવનું નાટક કેવું? જુઓ આ સંસારના ભવનાટકમાં કેટલીવાર નાચ્યો. સુખ દુઃખ આદિ કર્મનો વિચાર પણ ન કર્યો. રે ! આ સંસાર કેવો? I૧ ધમ્મિલ કહે છે. હે ગુરુદેવ ! ભવરૂપી દાવાનળની ઝાળમાં અનંતીવાર આ જીવ દાઝયો. મારા ભાગ્ય વડે કલ્પવૃક્ષ સરખા આપ અહીં પધાર્યા. તે સ્વામી ! આ સંસારમાં હું ઘણો દાઝેલો છું. મને શીતલ છાયા આપવા માટે આપ જ સમર્થ છો. તેરા હે ભગવંત ! આ ભવરૂપી સમુદ્રમાં જહાજ સરખું ઉત્તમ ચારિત્ર મને આપો. જેથી આસેવન અને ગ્રહણ શિક્ષાથી મારાં મનોવાંછિત સિદ્ધ થાય. ધમ્મિલે જયારે આ પ્રમાણે પોતાની ભાવના દર્શાવી. ત્યારે ગુરુમહારાજ બોલ્યા. હે દેવાનુપ્રિય ! “જેમ તમને સુખ ઊપજે, તેમ કરો. ધર્મકાર્યમાં પ્રમાદ ન કરશો.” ધમ્મિલ કહે...પ્રભુ ! આપ સ્થિરતા કરો. હું આવું ત્યાં સુધી આપ રહો. આ પ્રમાણે કહી ધમિલ પરિવાર સાથે નગરમાં પોતાના આવાસે આવ્યો. વિમળસેનાના પુત્ર પદ્મનાભને રાજ્યાભિષેક કરીને ગાદી ઉપર બેસાડ્યો. રાજયનો કારભાર પુત્રને સોંપ્યો. પ્રધાનમંડળને ભલામણ કરી. પછી રાજાએ પણ જેનો દીક્ષા મહોત્સવ કર્યો. ધમિલે પણ સ્વદ્રવ્ય વડે જિનમંદિરે મહોત્સવ કર્યો. ધમિલની સાથે યશોમતી અને વિમલસેના પણ દીક્ષા લેવા તૈયાર થયાં. આ ત્રણેય સાથે ગુરુ પાસે ગયાં. ધર્મરુચિ મુનિ ભગવંતે ચારિત્ર સંયમ આપ્યો. જા ઢાળ દશમી (રહીયો રે આવાસ દુવાર....એ દેશી) વંદીને વલીયો સવિ પરિવાર, તિહુજણ ગુરુની સાથે વિચરતાજી ગુર રતનાધિક વિનય વિશેષ, રેહેત સમાધિ તત્ત્વ વિચારતાંજી .૧| રાક પર્વત ને પાંચ ઇન્દ્રિયો વિષયથી નિગ્રહે જી લોભને નિગ્રહ નામ નિગ્રંથ, કરણવિશુદ્ધિ ખંતિ ગુણે રહેજી....રી. સંજમ જોગે રગિર ચિત્ત, ભાવ વિશુદ્ધ પડિલેહણ કરે છે, અકુશલ મન વચ કાયનો રોધ, પરિષહ ઉવસગ્ગથી ચિત્ત નવિ ડરેજી .llall ચરણ કરણ દોય સિત્તરી સાર, શાસ્ત્ર અભ્યાસ કરે ઉદ્યમ ભરેજી નવકલ્પી કરે ઉગ્ર વિહાર, દોષ બેંતાલીશ આહારના પરિહરજી....ll૪ો વેયણ ગુરૂવૈયાવચ્ચ હેત, ઇરિયા સમિઈ વળી પ્રાણને ધારણેજી, સંજય કિરિયા જ્ઞાન નિમિત્ત, આહાર કરે છે મુનિ ખટુ કારણેજી...lull Page #480 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૬; ઢાળ - ૧૦ રોગ પીડિત ઉપસર્ગને કાળ, બ્રહ્મ પાલન મદનોદય ગાલણેજી, જીવદયા અણસણ તપ હેત, આહાર ત્યજે છે મુનિ ખકારણેજી ...IIII પ્રવચન માતા આઠ કહાય. પંચ સમિએ મલી ત્રણ ગુપ્તિ ધારતાજી ઇચ્છા મિચ્છાદિક દશ ચક્રવાલ, સામાચારી આચારી પાલતાજી ...ગા અનાચિરણ બાવન પરિહાર, દશવૈકાલિક સૂત્રે જે કહ્યાંજી, સત્તર અસંજમ કિરિયા પણ વીશ, વીશ અસમાધિઠાણ દૂરે રહ્યાંજી ...॥૮॥ સંત પ્રસંત તથા ઉપશાંત, સર્વ સંતાપે વર્જિત મુનિવરાજી, અમમ અનાશ્રવ ને છિન્ન ગ્રંથ, નેહનો લેપ વિખેરણ સુંદરાજી ...Ill શંખની પેરે નિરંજન નાથ, જીવ પરે અપ્રતિહત ગતિ વરેજી, નિરાલંબનતા જેમ આકાંશ, અપ્રતિબદ્ધ વિહારી પવન પરેજી ...॥૧૦॥ શારદજલ પરે હ્રદય છે શુદ્ધ, પંકજદલ પરે નિરૂપમ લેપતાજી, કૂર્મ પરે ગુÖદ્રિય સાધ, ખડ્ગ વિષાણ પરે એક જાતતાજી. ...॥૧૧॥ પાખી પરે પરિકર નિર્યુક્ત, ભારંડપક્ષી પરે અપ્રમત્ત રમેજી, ગજપરે કર્મઅરિ પ્રતિ શૂર, વૃષભની પરે જાત પરાક્રમે જી. ...ll૧૨ સિંહ જ્યું પરિષહ જંતુ અભીત, મેરૂ પરે ઉપસર્ગે નવિ ચલેજી સાગર પરે ગંભીર સ્વભાવ, ચંદ્ર પરે જગવલ્લભ શીતલે જી ...॥૧૩॥ જ્ઞાનતપે કરી રવિ સમ તેજ, જાત્ય કનક જ્યું દીપે ગતમલેજી વસુમતિ પરે વિ ફરસ સહંત, તેજ હુતાશન ધ્યાનંતે ઝલહલેજી. ...॥૧૪॥ નહિ પ્રતિબંધ મુનિને રે ક્યાંહી, દ્રવ્યાદિ ભેદે તે ચઉવિહ કહ્યોજી, દ્રવ્ય સચિત્તાચિત્ત મિશ્રભાવ, ક્ષેત્રથી ગામ નગર અટવી રહ્યોજી ...॥૧૫॥ કાલથી સમયાદિક દીહકાલ, ભાવથી પાપસ્થાન અઢાર છેજી, સમ તૃણ મણિકંચનને પાષાણ, સુખ દુઃખ ઇહપરલોક ન પ્યાર છેજી ...॥૧૬॥ ભવ્ય કમલ પડિબોહણ સૂર, કર્મશત્રુ નિĮતન ઉઠિયાજી, એણી પરે સંજમ વ્રત ચિર કાળ, પાલંતાં તિહુજણ શિવ ઉત્કંઠીયાજી ...॥૧૭॥ એક માસ કેરું અણસણ કીધ, ધર્મ સુધ્યાને આયુ પૂરણ કરીજી, અચ્યુત સ્વર્ગે ધમ્મિલ જાય, ઇંદ્ર સામાનિક સુરસંપદ વ૨ીજી ...॥૧૮॥ જશોમતિ વિમલા તિહાં સુર થાય, બાવીશ સાગર આયુ પૂરણ કરીજી મહાવિદેહે રાજવી કુલ, પુણ્ય સંયોગે તિહુજણ અવતરીજી. ...॥૧૯॥ ભોગવી સુખ સંસાર વિલાસ, ચારિત્ર લેઈ તપ કરશે મુદાજી, કેવલ પામી ક૨શે વિહાર, અવિચલ સુખ વરસે શિવ સંપદાજી ...॥૨૦॥ ૪૦ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ધમ્મિલકુમાર રાસ છà ખંડે દશમી એ ઢાલ, ચરણ કરણ ગુણ રસિક કલ્લોલસીજી, શ્રી શુભવીર વિવેકીને ચિત્ત, ખટ્સ ભોજન સીર તંબોલસીજી....ll૨૧॥ || સર્વગાથા II ૩૧૪ || ખંડ છઠ્ઠો સમાપ્ત ધમ્મિલરાજાનો દીક્ષા મહોત્સવ :- ધમ્મિલ પ્રભુના પંથે :- દીક્ષા બાદ આપ્તજનો, સગાવહાલાં તથા નગરજનો, ગુરુદેવને તથા નવદીક્ષિતોને વંદના કરીને નગરમાં ગયાં. ગુરુ મહારાજે પણ નવદીક્ષિતોને લઈને ત્યાંથી વિહાર કર્યો. નવદીક્ષિત સાધ્વી ભગવંતો ગુરુમહારાજ સાથે વિહાર કરે છે. ગુરુ તથા રત્નાધિક (વૃદ્ધ-બાળ)ની વિવેક વિનયથી વિશેષ પ્રકારે ભક્તિ કરે છે. સાથે મળીને તત્ત્વનો વિચાર કરતાં સમાધિમાં મસ્ત રહેવા લાગ્યાં. ।।૧।। ષટ્ચત (પાંચમહાવ્રત – છઠ્ઠું રાત્રિ ભોજન) નું પાલન કરતાં, છકાયજીવોની રક્ષા કરતાં, લોભનો નિગ્રહ કરવાથી તેઓ નિગ્રંથ હતા. મન-વચન-કાયના યોગથી વિશુદ્ધ, ક્ષમા આદિ દશ પ્રકારે યતિધર્મને ધારણ કરતા વિચરે છે. ૨ જેનું ચિત્ત સંયમયોગમાં રંજિત (આનંદિત) થયું છે. તેવા તે મુનિઓ વિશુદ્ધ ભાવથી, પડિલેહણાદિ ક્રિયા કરતા હતા. અકુશલ (દુર્ધ્યાન ન થાય) એવા મન વચન કાયાનો નિરોધ કરતા, પરિષહો અને ઉપસર્ગોથી જરા પણ જેનું ચિત્ત ચલિત થતું નથી. IIII ચરણસિત્તરિ (ચારિત્રના ૭૦ ભેદ), કરણસિત્તરિ (ક્રિયાના ૭૦ ભેદ)ને પાળતાં, શાસ્ત્રના અભ્યાસમાં રક્ત રહેતાં હતાં. નવકલ્પી ઉગ્રવિહાર કરતાં અને આહારનાં (ગોચરીના દોષ) બેંતાલીસ દોષનો ત્યાગ કરતાં હતાં. ॥૪॥ ક્ષુધા-વેદનાને શમાવવા, વૈયાવચ્ચ કરવા, ઇર્યાસમિતિના પાલન માટે, પ્રાણને ધા૨ણ ક૨વા માટે, સંયમ-ક્રિયા માટે અને જ્ઞાન નિમિત્તે મુનિ આ છ કારણે આહાર ગ્રહણ કરે છે. વાપરે છે. IIII રોગપીડિત, ઉપસર્ગને સમયે, બ્રહ્મચર્યના પાલન માટે, કામના ઉદયને ટાળવા માટે, જીવદયા માટે અને અનશન આદિ તપ માટે, આ છ કારણે મુનિભગવંત આહારનો ત્યાગ કરે છે. નવદીક્ષિતો આ રીતે આરાધના કરતા હતા. ॥૬॥ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચનમાતા કહેવાય છે તેને તે ધા૨ણ ક૨ે છે. ઇચ્છા મિચ્છાદિક દશ પ્રકારની સમાચારીને રૂડી રીતે પાળતા હતા. IIII ઇચ્છા, મિચ્છા, નિસીહી, આવર્સિયા તહકારને પરછંદના, પૃચ્છા-પ્રતિપૃચ્છા, ઉપસંપદા, સમામારી નિમંત્રના રે......મુનિરાજકું. (નવપદપૂજા) દશવૈકાલિક સૂત્રના (ક્ષુલ્લાકાચાર્ય નામે) ત્રીજા અધ્યયનમાં બતાવેલ અનાચીર્ણ (નહીં આચરવા યોગ્ય) બાવન સ્થાનોનો ત્યાગ કરતાં, સત્તર પ્રકારના અસંયમ, વીશ અસમાધિનાં સ્થાન, પચીશ ક્રિયા, આદિથી દૂર રહેતા. ॥૮॥ સર્વ સંતાપને વર્જીને, મમત્વ વિનાના, અનાશ્રવી, નિગ્રંથ, નિર્લેપ એવા શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ જીવન જીવતા, શાંત-પ્રશાંત ઉપશાંત ભાવે પ્રવર્તતા મુનિભગવંતો વિચરી રહ્યા છે. III શંખની જેમ નિરંજન, (સહેજ પણ નહીં ગંગાએલા) જીવની જેમ અપ્રતિહત (કોઈથી ચલિત ન થાય તેવો શ્રેષ્ઠ ગતિવાળા) આકાશની જેમ નિરાવલંબની, અપ્રતિબદ્ધ - કોઈથી રોકી ન શકાય તેવી પવનની ગતિની જેમ વિચરતા હતા. II૧૦) શારદ (શરદઋતુનાં નિર્મલ જલ) જેવું તેમનું શુદ્ધ હૃદય હતું. કમળની જેમ નિર્લેપ હતા. કાચબાની જેમ ઇન્દ્રિયોને સંકોચીને સાધના કરતા, એક શીંગડાવાળા ખડ્ડી (ગેંડાની) જેમ સર્વસંગથી રહિત એકાંકી વિચરતા હતા. I॥૧૧॥ 1 Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ ખંડ - ૬ : ઢાળ - ૧૦ પંખીની જેમ પરિવારથી નિર્યુક્ત, ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત, હાથીની જેમ કર્મશત્રુ સામે શૂરવીર હતા. વૃષભની જેમ મહાવ્રતનો ભાર વહન કરવામાં મહાપરાક્રમી હતા. ।।૧૨।। સિંહની જેમ પરિષહો રૂપી સેનાથી નિર્ભય, અર્થાત્ પરિષહોને જીતનારા, ઉપસર્ગોમાં મેરૂ પર્વતની જેમ નિશ્ચલ હતા. સમુદ્રની જેમ ગંભીર સ્વભાવવાળા, ચંદ્રની જેમ આ શીતળતા ગુણથી જગતને પ્રિય હતા. ॥૧૩॥ જ્ઞાનતપના તેજથી સૂર્ય જેવા તેજસ્વી, મેલ દૂર થવાથી શુદ્ધ સુવર્ણની જેમ દીપતા, પૃથ્વીની જેમ સર્વ સ્પર્શોને સહન કરતા, ધ્યાનરૂપી અગ્નિના તેજથી તેઓ ઝળહળતા હતા. ।।૧૪। દ્રવ્યાદિ ચાર ભેદમાંથી મુનિભગવંતને કોઈ પણ પ્રકારે બંધન ન હતું. દ્રવ્ય એટલે સચિત્ત-અચિત્ત અને મિશ્ર ભાવનું, ક્ષેત્રથી ગામ નગર અટવીનું, કાળથી સમયથી માંડીને દીર્ઘકાળ સુધીનું અને ભાવથી અઢારે પાપસ્થાનકોનું એ પ્રકારે તે મુનિવરોને કોઈ પ્રકારે બંધન હતું નહીં. વળી તે મુનિવરોના મનથી તૃણ કે મણિ, કંચન કે પાષાણ, સુખ કે દુઃખ, આલોક કે પરલોક એ સઘળુંયે સરખું હતું. કોઈ પ્રત્યે ન તો રાગ, ન તો દ્વેષ. ||૧૫ + ૧૬।। ભવ્યજીવોરૂપી કમળોને (પ્રતિબોધ) વિકસાવવા, સૂર્યસમાન, કર્મશત્રુનાં મૂળિયાં ઉખેડીને જાણે શિવસુંદરીને મેળવવાની ઉત્કંઠાવાળા ન હોય ! એવી રીતે દીર્ઘકાળ સુધી ત્રણે જણાએ સંયમ જીવનનું અપ્રમત્તપણે પાલન કર્યું. ।।૧૭। છેલ્લે આયુષ્ય પૂર્ણ થતાં, તેઓએ એક માસનું અનશન કરીને, પોતાની કાયાને સંલેખનાપૂર્વક વોસરાવી દીધી. ધર્મધ્યાનમાં આયુષ્ય પૂર્ણ થતાં ધમ્મિલ રાજર્ષિ બારમા દેવલોક જે અચ્યુત નામના દેવવિમાનમાં બાવીશ સાગરોપમ આયુષ્યવાળા ઇન્દ્રના સામાનિક દેવ થયા. ॥૧૮॥ સાધ્વીશ્રી યશોમતી અને સાધ્વીશ્રી વિમળાના જીવો આયુષ્યપૂર્ણ થતાં અનશન કરીને કાળધર્મ પામી બારમા દેવલોકે ઉત્પન્ન થયા. બાવીશ સાગરોપમના આયુષ્યવાળા તે પણ દેવો થયા. દેવલોકમાં દેવ સંબંધી સુખો ભોગવતાં સમય પૂરો થતાં ત્રણે પુણ્યાત્માઓ મહાવિદેહમાં અવતરશે. ઉત્તમ રાજકુળ મનુષ્યજન્મ ધારણ ક૨શે. ત્યાં પણ ઉત્તમ પ્રકારનાં સંસારનાં સુખોને ભોગવીને, સાધુસમાગમે ચારિત્ર ગ્રહણ કરશે, અનેક પ્રકારનાં તપ તપશે. તપ થકી સઘળાં કર્મને બાળશે. સકલકર્મ નાશ થયે કેવલજ્ઞાન પામી, કેવલીપણે વિચરી અનેક જીવોનો ઉદ્ધાર કરશે. આયુષ્ય પૂર્ણ થયે અવિચલ શિવસુખની સંપદાને પામશે. ૨ા ષટ્સ ભોજન ઉપર તંબોલ સરખી, ચરણ-કરણ-ગુણના રસિયા, એવા વિષેકીઓના ચિત્તને આનંદ ઉલ્લાસ આપનારી એવી આ છઠ્ઠા ખંડની દશમી ઢાળ શ્રી શુભવીરવિજયજી મહારાજે પૂર્ણ કરી. ૨૧॥ “આ સંસાર પરિવર્તનશીલ સ્વભાવવાળો છે.” એ નિયમ સંસારના દરેક પદાર્થો ઉ૫૨ સરખી રીતે લાગુ પડે છે. માનવજીવનમાં આવતાં પરિવર્તનમાં મુખ્ય કારણ તો આત્માનું પૂર્વજન્મમાં કરેલ શુભાશુભ કર્મ જ છે. કોઈનું જીવન સુખમાં, તો કોઈનું દુઃખમાં પસાર થાય છે. હા. સ્વર્ગલોકમાં ઘણાં વર્ષો એક સરખાં સુખમાં જાય છે. અને નરકલોકમાં ઘણાં વર્ષો દુ:ખમાં જાય છે. જ્યારે માનવજીવનમાં સુખ અને દુઃખ બંને અનુભવાય છે. એ જાણવા માટે અતિઉપયોગી આ ધમ્મિલકુમારનું કથાનક છે. તેના જીવનમાં ઘણાં પરિવર્તનો થયાં છે અને આ ભવમાં કરેલ સુકૃતનાં મીઠાં ફળ પણ આ જ ભવમાં મળેલ છે. હે ભવ્યજીવો ! તમે પણ સુખને ઇચ્છો છો ? તો ધમ્મિલકુમારની આ કથા વાંચી, તેની જેમ ૫રમાર્થમાં, ધર્મકાર્યમાં ઉદ્યમી થજો. ખંડ - ૬ : ઢાળ : ૧૦ સમાપ્ત Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ધમિલકુમાર રાસ -- દોહા :એ ધમિલ નૃપની કથા, પૂરણ થઈ સુપ્રમાણ, સાંભળી ઉલ્લસિત ભાવશું, કરજ્યો વ્રત પચ્ચકખાણ /. એમ નિસણી પ્રભુદેશના, ઉઠે શ્રેણિક રાય, ત્રિશલાનંદન વંદીને, હરખે નિજ ઘર જાય. //રા કુમતિ તિમિરને ટાલતા, વર્ધમાન જિનભાણ, ભવિક કમલ વિકસાવતા વિચરે મહીયલ ઠાણ. Hall આ પ્રમાણે ઉત્તમ બોધવાળી, તત્ત્વથી પરિપૂર્ણ, સુધા સમાન ધમિલરાજાની કથા પૂર્ણ થઈ. તેને સારી રીતે વાંચીને, સાંભળીને હે ભવ્ય પ્રાણીઓ ! તમે પણ ભાવથી વ્રત પચ્ચકખાણને કરજો. //// આ પ્રમાણે શ્રી વીરપ્રભુનો ઉપદેશ સાંભળીને શ્રેણિક રાજા ઊડ્યા. અને ત્રિશલાનંદન વીરપ્રભુને વાંદીને પોતાના ઘરે ગયા. //રા કુમતિરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્યસમાન શ્રી વર્ધમાન જિનેશ્વર પણ ભવિકરૂપી કમલને વિકસાવતા પૃથ્વીતળને વિષે વિચરવા લાગ્યા. /all. અથ કળશ (દૂઠો તૂઠો રે...એ દેશી) ગાયો ગાયો રે મહાવીર જિનેશ્વર ગાયો, લોકાલોક પ્રકાશક સાહિબ, જગનો તાત કહાયો, રાજ્યગૃહપુર ગુણશીલ ચૈત્યે, ધમિલચરિત્ર સુણાયો રે...મહા.../૧ અનભિલાખ અભિલાખ અનંતા, ભાગ અનંત ઉચ્ચરાયો, સાંભળી સોહમસ્વામી ગણધર, તે સવિ સૂત્રે રચાયો રે.મહા.રા. સૂર પરંપર ચાલ્યું આવ્યું, પંચાંગી સમુદાયો, આચારજ વાચક વર પંડિત, શાસ્ત્ર ઘણા વિરચાયો રે...મહા...lal પણ દ્વાદશ વરશી દુર્ભિશે, વસતિ ગામ ગમાયો, તેમ મુનિ પાઠ પઠન ઋતે ધારણ, બહુ ગઈ અલ્પ કરાયો રે.મહા...૪ જેમ જેણે સાંભર્યું, તેમ તેણે રચિયું, શંક્તિ શાસ્ત્ર લહાયો, ભવભય ભીરૂને સર્વપ્રમાણિક બહુશ્રુત વયણે ઠરાયો રે...મહા...//પા પૂરવધર અવધિ મન કેવલી, કલીજૂગમાં તસ હાણી. શાસ ઘણાં શંકિત મતિ થોડી, બહુશ્રુત વચન પ્રમાણી રે...મહા...ll વસુદેવહિંડી રચી અતિ મોહોટી, તિહાં એ ચરિત કહાયો, પૂરવ સૂરિવર પંડિત બીજે, ધમિલ ચરિત રચાયો રે...મહા...//ળા પણ એક વાત મલે નહી જોતાં, ભિન્ન ભિન્ન રચનાયો, પ્રાકૃત ગદ્ય પદ્ય સવિ જોઈ, સુંદર રાસ બનાયો રે.મહા...Iટા . Page #484 -------------------------------------------------------------------------- ________________ કળશ બહુશ્રુત સુવિહિત નયણે જોશે, તવ શ્રમ સફલો થાયો, ગ્રંથે ન કુશલ મુશલ મતિ બોલે, માણેક મૂલ ન પાયો રે...મા...llી જેમ કપિ ગુંજા પુંજ કરીને, અગ્નિ જ્યુ શીત મટાયો, પણ નરદક્ષ કપિકુલ સંગે, શીતાએઁ નનવ જાયો રે...મહા...ll૧ના પંડિત રચના બાલી સહેલે, અજ્ઞાન ગર્વ ભરાયો, કંચુકી કારણે નંદે કૃશાંગી, જાણે ન ગર્ભ ભરાયો રે...મહા...l॥૧૧॥ પંડિત આગે શ્રોતા રાગે, સુણજો શાસ્ત્ર સવાયો, ૪૩૧ વિસ્તરશે વટશાખા પુણ્યની, પંથગ શીતલ છાયો રે...મા...૧૨/ ભાવાર્થ :- ગાયા ગાયા મેં મહાવીર પ્રભુના ગુણલા ગાયા છે. લોકાલોકમાં પ્રકાશ ક૨ના૨ શ્રી મહાવી૨ ૫રમાત્મા, જે જગતના પિતા કહેવાયા છે. એવા પરમાત્મા મહાવીર પ્રભુના મેં મારી મતિએ ગુણલા ગાયા છે. રાજગૃહી નગરીના ગુણશીલ ચૈત્યે પરિવાર સાથે પ્રભુ પધાર્યા અને ત્યાં દેશનામાં સુધર્મા સ્વામી વગેરેની સામે પ્રભુવીરે ધમ્મિલકુમારનું ચરિત્ર સંભળાવ્યું. તે કથા દ્વારા અમે મહાવીર જિનેશ્વરના ગુણોને ગાયા છે. ।।૧।। અનભિલાપ્ય અને અભિલાપ્ય એમ બે પ્રકારે ભાવો છે. અનભિલાપ્ય એટલે ન કહેવાયેલા એવા ભાવો છે તેના અનંતમે ભાગે અભિલાપ્ય એટલે કહેવા યોગ્ય ભાવો છે. તેના પણ અનંતમે ભાગે શ્રી મહાવીરસ્વામી પરમાત્મા દ્વારા જે કહેવાયું છે. તે સાંભળીને સુધર્માસ્વામી ગણધર ભગવંતે તે સૂત્રમાં રચ્યું છે. ॥૨॥ તે સૂત્ર રૂપે ગૂંથેલી પ૨માત્માની વાણી ગણધરોની પાટપરંપરાથી ચાલી આવેલ છે. તેમાંથી મહાજ્ઞાની ભગવંતો જે આચાર્ય ઉપાધ્યાય અને પંડિતોએ પંચાંગી (સૂત્ર-વૃત્તિ-ટીકા-ભાષ્ય-ચૂર્ણિ)ના સમુદાયરૂપે ઘણાં શાસ્ત્રો રચ્યાં છે. તે પછી બાર વર્ષના દુષ્કાળમાં વસ્તી અને ગામ ગુમાવવાથી અર્થાત્ ગામો ખાલી થવાથી, ભિક્ષા દુર્લભ થતાં, મુનિને પઠનપાઠનના સ્મરણમાં ધારણા ઓછી થવાથી ઘણું શ્રુત નાશ પામ્યું. અને થોડું રહ્યું. ।।૪।। જેને જે યાદ રહ્યું તેણે તે તે પ્રમાણે રચના કરી. અને તે શંકાવાળું શાસ્ત્ર રાપ્ત થયું. છતાં પણ “ભવના ભ્રમણથી ભય પામેલા જીવોએ રચેલું સર્વ શાસ્ત્ર પ્રમાણિક છે.” બહુશ્રુત ગીતાર્થમાં આવા વચનથી તે સઘળું શ્રુત માન્ય કરાયું. ॥૫॥ પૂર્વધર, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, કેવલજ્ઞાન આ કલિયુગમાં એ સઘળાંએ નાશ પામ્યાં હોવાથી શાસ્ત્ર ઘણાં શંકાવાળાં થયાં અને બુદ્ધિ પણ મંદ થઈ જતાં બહુશ્રુતનાં વચનથી તે શાસ્ત્ર માન્ય કરાયાં. દો આવાં શાસ્ત્રોમાંથી અતિમોટી “વસુદેવહિંડી” રચાઇ. તેમાંથી પૂર્વાચાર્યો દ્વારા આ ચરિત્ર કહેવાયું અને બીજા પંડિતો દ્વારા આ ધમ્મિલકુમારનું ચરિત્ર રચાયું. III આ સઘળી ભિન્ન ભિન્ન રચનાઓ જોતાં એક સરખી વાત જોવા મળતી નથી. તેથી પ્રાકૃત-ગદ્ય-પદ્ય સર્વ જોઈને આ સુંદર રાસ બનાવવામાં આવ્યો છે. ॥૮॥ બહુશ્રુત સુવિહિત ગીતાર્થના નયને આ રાસ જોવાશે, ત્યારે આ અમારો શ્રમ સફળ થશે. જેને ગ્રંથમાં પોતાની કુશળતા નહીં હોય એવા જડબુદ્ધિ કે મંદબુદ્ધિવાળાના બોલથી, આ માણેક સરખા રાસનું મૂલ્ય પ્રાપ્ત થશે નહીં. ।।૯। Page #485 -------------------------------------------------------------------------- ________________ ધર્મિલકુમાર રાસ વાંદરો ચણોઠીનો ઢગલો કરે, તે ઢગલાને અગ્નિ માનીને, તેનાથી ઠંડી મટાડતો હોય, પણ ડાહ્યો અને હોંશિયાર માણસ હોય તે શીત (ઠંડી) થી પીડાવા છતાં, વાંદરાના ટોળાનો સંગ કરતો નથી. અર્થાત્ ચણોઠીના ઢગલાને અગ્નિ માનતો નથી. વળી ઠંડી પણ તેનાથી ઊડે તે પણ તે માનતો નથી. તેમજ વાંદરાના ટોળામાં બેસવું તે પણ યોગ્ય નથી, તેવું ડાહ્યો માણસ સમજે છે. તેવી જ રીતે આ રાસમાં સમજવું. ||૧૦|| અજ્ઞાનની ગરમી (ગર્વ)થી ભરાયેલા અજ્ઞાની જીવો, આ પંડિતની રચનાને તુચ્છ માનશે. જેમ કે કંચુકીના કારણે, કૃશાંગી સ્ત્રી (કંચુકી ટૂંકી પડતાં) આનંદ માને છે કે જાણે ગર્ભ ન ભરાયો હોય, તેવી રીતે પંડિતજનની રચનાને અજ્ઞાનીજન વાંચીને આનંદ પામશે, પણ તેના સાર (હાર્દ)ને ગ્રહણ કરી શકશે નહીં. ||૧૧|| પણ જો પંડિત આગળ, શ્રુતના રાગથી સાંભળવાથી જિજ્ઞાસા રાખીને શાસ્ત્ર સાંભળશે તો શાસ્ત્ર સવાયું થશે અને પુણ્યરૂપી વડલાની શાખા ઘણી વિસ્તાર પામશે. અને તે માર્ગે ચાલનારને શીતલ છાયા આપવામાં ઉપયોગી થશે. ।।૧૨। ૪૩૨ અથ પ્રશસ્તિ તપગચ્છ કાનન કલ્પતરૂપમ, વિજય દેવસૂરિરાયાજી, નામ દશોદિશ જેહવું ચાવું, ગુણીજન વૃંદે ગવાયાજી, વિજયસિંહસૂરી તસ પટ્ટધર, કુમતિ મતંગજ સિંહોજી, તાસ શિષ્ય સુરપદવિલાયક, લક્ષણ લક્ષિત દેહોજી......|| સંઘ ચતુર્વિધ દેશવિદેશી મલિયાં તિહાં સંકેતેજી વિવિધ મહોત્સવ કરતા દેખી, નિજ સૂરિપદને હેતેજી, પ્રાયે: શિથિલપણું બહુ દેખી, ચિત્ત વૈરાગે વાસીજી, સૂરિવર આગે વિનય વિરાગે, મનના વાત પ્રકાશીજી......|| સૂરી પદવી નવિ લેવી સ્વામી, કરશું કિરિયા ઉદ્ધારજી, કહે સૂરી આ ગાદી છે તુમ શિર તુમ વશ સહુ અણગારજી, એમ કહી સ્વર્ગ સધાવ્યા સૂરિવર, સંઘને વાત સુણાવીજી, સત્યવિજય પંન્યાસની આણા, મુનિવરમાં વરતાવીજી.....III સંઘની સ્થાને તેણે નિજ હાથે, વિજયપ્રભસૂરિ થાપીજી, ગચ્છ નિશ્રાએ ઉગ્ર વિહારી, સંવેગતા ગુણ વ્યાપીજી, રંગિત ચેલ લહી જગ વંદે, ચૈત્યધજાઓ લક્ષીજી, સૂરિ પાઠક રહે સન્મુખ ઉભા, વાચક જસ તસ પક્ષીજી.....III મુનિ સંવેગી ગૃહી નિર્વેદી, ત્રીજો સંવેગ પાખીજી શિવમારગ એ ત્રણ કહીએ, ઇહાં સિદ્ધાંત છે સાખીજી આર્ય સુહસ્તિ સૂરી જેમ વંદે, આર્ય મહાગિરિ દેખીજી, દો તીન પાટ રહી મરજાદા, પણ કવિ જુગતા વિશેખીજી......|| Page #486 -------------------------------------------------------------------------- ________________ પ્રશિસ્ત , ૪૩૩ ગ્રથિલ જલાશી જનતા પાસી, નૃપ મંત્રી પણ ભલીયાજી, સત્યવિજય ગુરુ શિષ્ય બહુશ્રુત, કપૂરવિજય મતિ બલીયાજી તાસ શિષ્ય શ્રી ખિમાવિજય બુધ, વિદ્યાશક્તિ વિશાલીજી, જસ પસાયે જગતમે ચાવો, કપૂરચંદ ભણશાલીજી.....llell. તાસ શિષ્ય શ્રી સુજ વિજય બુધ, તાસ શિષ્ય ગુણવંતાજી, શ્રી શુભવિજય વિજય જસ નામે, જે મહીમાં મહેતાજી, પંડિત વિવિજય તસ શિષ્ય, રચના રચી સુરસાલજી, ધમ્મિલ ચરિત્ર ઈતસ્તત વીખરૂયાં, મેહેલી કરી ફૂલમાલજી...liણા વિજયદેવેન્દ્ર સૂરીવર રાજયે, ઠવી ભવીકંઠ પ્રસિદ્ધિજી, રાજનગરમાં રહીય ચોમાસુ, રાસની રચના કીધીજી, સંવત (૧૮૯૬) અઢારસે છન્નુ વરસે, શ્રાવણ ઉજલી તીજેજી, આ ભવમાં પચ્ચકખાણ તણું ફળ વરણવી જ્યુ મન રીઝેજી.....Iટા ત્રણ હજાર ને પશત ઉપર શ્લોકની સંખ્યા ધારો, દક્ષ પરીક્ષક નર જો સુણશે, તો શ્રમ સફલ અમારોજી, જે ભાવે એ ભણશે ગણશે, શ્રવણ ધરી સાંભલશે જી, શ્રદ્ધા ભાસન તત્ત્વરમણ રસ, સિચત વ્રતતરૂ ફલશેજી,.....લા. દેહ નિરામય સ્નેહી સુખાશ્રય, અશન સુધામય કરશેજી, મંદરીએ પગપગ ઝલકતી, ચપલા કમલા ઠરશેજી, પુત્ર પવિત્ર કલત્ર વિચિત્રા, નેત્રાનંદે વિચરશેજી, વાજી રાજી વિરાજિત બંધુર, સિંદુર ચઢી સંચરશેજી....૧ના રતન મહેલમેં સેહેલ કરશે, સજ્જન સુભટ પરિવરશેજી. જિનગુરૂ ગીત જ્ઞાનામૃત શાલા, મંગલિક માલા વરશેજી ભવ તરશે હરશે સવિ પાતક, સ્નાતક પદ અનુસરશેજી સુખભર શિવસુંદરી વરમાલા, વિમલા કંઠે ધરશે....../૧૧ી. ભાવાર્થ:- તપગચ્છરૂપી બગીચામાં કલ્પવૃક્ષ સરખા શ્રી વિજયદેવસૂરિ મહારાજા થયા કે જેનું નામ ગુણવાન મનુષ્યો દ્વારા ગવાયું છે. તે થકી તેઓ દશે દિશામાં પ્રખ્યાતિ પામ્યા છે. તેમના પટ્ટધર કુમતિરૂપી હાથીને ભેદવામાં સિંહ સમાન શ્રી વિજયસિંહસૂરીશ્વરજી અને તેમના શિષ્ય પદવીને લાયક લક્ષણોથી યુક્ત જેનો દેહ છે. [૧] તેમની પદવીનો સંકેત કરીને, દેશોદેશના ચતુર્વિધ સંઘો ત્યાં ભેગા થયા. પદવીના કારણે વિવિધ પ્રકારનો મહોત્સવ થઈ રહ્યો છે. તેમણે જાણ્યું કે મારી પદવી નિમિત્તે આ મહોત્સવ થઈ રહ્યો છે. પ્રાયઃ કરીને શ્રી સંઘમાં હમણાં શિથિલપણું ઘણું વિસ્તાર પામ્યું છે રે ! Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ધમિલકુમાર રાસ આ પ્રમાણે મનમાં વિચાર કરતાં વૈરાગ્યને ચિત્તમાં ધારણ કરતા તે શિષ્ય વિનયપૂર્વક સૂરીશ્વર પાસે ગયા. મનમાં ઘૂંટાતી વાત ગુરુ આગળ પ્રકાશિત કરી. //// હે તારક ગુરુદેવ! હમણાં મારે આચાર્યપદવી લેવી નથી. પણ આપશ્રીની આજ્ઞા હોય તો ક્રિયોદ્ધાર કરશું. ત્યારે વિજયસિંહસૂરીશ્વરજીએ કહ્યું કે “આ ગાદી તમને સોંપી. હવે શ્રી સંઘનો સર્વ ભાર તમારા માથે છે અને આ સર્વ સાધુગણ તમારે આધીન છે.” આ પ્રમાણેની વાત સંઘ સમક્ષ કહીને સૂરીશ્વરજી સ્વર્ગે સિધાવ્યા અને આ રીતે પંન્યાસ સત્યવિજયજી મુનિરાજની આજ્ઞા મુનિગણમાં વર્તાવી. fall તે ૫. સત્યવિજયજીએ સંઘને સાથે રાખી પોતાના હાથે વિજયપ્રભસૂરીશ્વરજીને સ્થાપિત કર્યા. પોતે ગચ્છનિશ્રાએ અને સૂરીશ્વરજીની સાથે રહી ઉગ્રવિહાર કરી સંવેગપણાના ગુણને ધારણ કરતાં એવાં સંવેગી રંગીન (પીળા) વસ્ત્રને ધારણ કર્યા. જેમ ધ્વજાના ચિનથી ચૈત્ય (જિનાલય) ઓળખાય, તે રીતે આ સંવેગી સાધુ છે, તેવું જાણીને લોકો તેમને વંદન કરવા લાગ્યા. સૂરિ - પાઠકની સાથે ઉપાધ્યાય યશોવિજયજી તેમના પક્ષમાં હતા. ll૪ll | સંવેગી મુનિ, સંસારનિર્વેદી એવો ગૃહસ્થ અને ત્રીજો જે સંવિગ્ન પાક્ષિક આ ત્રણે મોક્ષમાર્ગે - ચાલનારા છે, એવું સિદ્ધાંતમાં કહેલું છે. આર્ય સુહસ્તિસૂરિએ જેમ આર્ય મહાગિરિને જોઈને વંદન કરેલ (પરિશિષ્ટ પર્વમાં આ વાત છે.) તેમ અહીં પણ જાણવું. આ પ્રમાણેની મર્યાદા બે-ત્રણ પાટ સુધી રહી. પણ પછી કલિકાલનો પ્રભાવ પડ્યો. //પી. પછી પાણીની આશાવાળા રાજા-મંત્રી, ગ્રથિલ (ગાંડા લોકો)ને દેખીને તેમના ટોળામાં ભળ્યા, તેમ પં. સત્યવિજયજી ગુરુ અને તેમના શિષ્ય બુદ્ધિશાળી કપૂરવિજયજી પણ તે રીતે વર્યા. કથાનક - એકવાર વરસાદ એવો પડવાથી તે પાણી પીતાં લોકોને ઉન્માદ જાગ્યો. ગાંડા થયા. દરેક કાર્યો ઊંધો કરવા લાગ્યા. રાજા અને મંત્રી મહેલમાં પહેલાંનું સંગ્રહેલું પાણી પીતા હોવાથી તેઓ તો ડાહ્યા રહ્યા. જયારે લોકો ઉંધા ચાલે-નાચે-કૂદે છે, હાસ્ય કરે છે, ત્યારે મંત્રી તેમને વારે છે. ત્યારે ગાંડા લોકો કહે છે કે “રાજા અને મંત્રી ગાંડા થઈ ગયા છે.” આ સાંભળી રાજા ચિંતિત થયા અને વિચાર કર્યો કે “આ રાજય કેવી રીતે ચલાવવું?” ત્યારે મંત્રીએ સલાહ આપી કે રાજનું! હમણાં તો આ ગાંડા ટોળા સાથે ભળી જવાનું. તેમની સાથે ચાલવાનું. તેમની જેમ વર્તવાનું નહીં તો ગાંડા આપણને ગાંડા કહીને મારશે. માટે એમની ભેળા ભળી જવામાં સાર છે. જ્યારે નવો વરસાદ થશે ત્યારે પેલા પાણીનો કેફ ઊતરી જશે. અને પ્રજા ડાહી થઈ જશે. અહીં પણ પં. ગુરુ સત્યવિજયજી મ. અને તેમના શિષ્ય કપૂરવિજયજીને પણ તે રીતે વર્તવું પડ્યું. એ પ્રમાણેનો ભાવ છે. કપૂરવિજયજીના શિષ્ય ખિમાવિજયજી બુદ્ધિશાળી હતા. તેમની પાસે વિદ્યાશક્તિઓ ઘણી હતી. જેઓની કૃપાથી આ જગતમાં કપુરચંદ ભણશાલી પ્રખ્યાત થયેલા... ||દી તે બિમાવિજયજીના શિષ્ય, બુદ્ધિશાળી એવા શ્રી સુજશવિજય અને તેમના ગુણવંતા શિષ્ય શ્રી શુભવિજય અને જશવિજય નામના હતા. જેઓનો મહિમા આ પૃથ્વી ઉપર ઘણો મોટો હતો. તે શુભવિજયના શિષ્ય પંડિત શ્રી વીરવિજયજી કે જેમણે ધમ્મિલકુમાર ચરિત્રનાં આમતેમ વિખરાયેલાં ફૂલોને એકઠાં કરીને સુંદર એવી રાસરૂપી માળાને રચી. IIણા અને શ્રી વિજયદેવેન્દ્રસૂરિના રાજયમાં ભવ્ય જીવોના કંઠમાં સ્થાપન કરી. તે માળા પ્રસિદ્ધિને પામી. Page #488 -------------------------------------------------------------------------- ________________ પ્રશિસ્ત ૪૩૫ સંખ્યા રે રાજનગરમાં ચોમાસું રહી. સંવત ૧૮૯૬ વર્ષે, શ્રાવણ સુદી ત્રીજે, આ ભવમાં પચ્ચકખાણનું ફળ વર્ણવતી, મનને આનંદ આપનારી એવી આ રાસની રચના કરી. Iટ છત્રીશસો ઉપર શ્લોકની આ રાસમાં છે. તેને જો હોંશિયાર પરીક્ષક મનુષ્ય સાંભળશે તો અમારો શ્રમ સફળ થયો ગણાશે. જે ભાવપૂર્વક ભણશે, ગણશે, કાન દઈને સાંભળશે, તેને શ્રદ્ધારૂપી પ્રકાશથી તત્વરમણતારૂપી રસ ઉત્પન્ન થશે. અને તેનું સિંચન કરતાં તે વ્રતરૂપી વૃક્ષ ફળીભૂત થશે. તે જીવ નિરામય (રોગરહિત) દેહ, સુખી પરિવારના આશ્રયે અમૃતભોજનને પ્રાપ્ત કરશે. પગલે પગલે ઝંકાર કરતી ચપળ એવી કમલા (લક્ષ્મી) તેના મંદિરિયે આવીને વાસ કરશે. નેત્રને આનંદ આપનાર, પવિત્ર એવી સ્ત્રી અને પુત્ર તેને ત્યાં વિચરશે. તેના ઘેર સુંદર એવા ઘોડા શોભતા હશે અને હાથી ઉપર ચઢીને સંચરશે. ૧૦ળી સજ્જન સુભટોથી પરિવરેલો તે, રત્નમહેલમાં સહેલ-આનંદ કરશે. જિનેશ્વર દેવનાં અને ગુરુ ભગવંતનાં ગીત રૂપી જ્ઞાનામૃતની શાળામાં, માંગલિકની માળા વરશે. જે શિષ્યપદને અનુસરશે તે સર્વ પાપોને દૂર કરીને ભવસાગર તરશે. અને સુખથી ભરપૂર એવી શિવસુંદરીની નિર્મળે એવી વરમાળને કંઠમાં ધારણ કરશે. I/૧૧// ઈતિ શ્રીમત્તપાગચ્છીય સંવિજ્ઞ સુજ્ઞ પંડિતશ્રી ૧૦૮ પંડિત શ્રી શુભવિજય ગણિશિષ્ય પંડિત શ્રી વીરવિજય ગણિભિર્વિરચિતે શ્રી ધમ્મિલનૃપ ચરિત્રે પ્રાકૃત પ્રબંધ ષષ્ઠ: ખંડઃ સમાપ્તસ્તત્સમાપ્તૌ ચ ધમ્મિલકુમાર રાસાયમપિ પરિપૂર્ણઃ | આ પ્રમાણે શ્રીમદ્ તપાગચ્છીય સંવિજ્ઞ, સુજ્ઞ પંડિત શ્રી ૧૦૮ પંડિત શ્રી શુભવિજયગણિના શિષ્ય પંડિત શ્રી વીરવિજય ગણિ વડે રચાયેલ આ ધમિલનૃપ (રાજા) ચરિત્રના પ્રાકૃતપ્રબંધમાં છઠ્ઠો ખંડ સમાપ્ત થયો અને તેની સાથે સાથે ધર્મિલકુમાર રાસ પણ અહીં પરિપૂર્ણ થયો. આ રાસના છ ખંડોની ઢાલોનો કોઠો, અખંડ ઢાળોની સંખ્યા ગાથાઓ મંગલાચરણ ૪૩૨ ૩૩૯ ૫૧૨ ૪૬૪ ૩૯૨ ૩૧૪ દોહા ૧૨ કળશ પ્રશસ્તિ સરવાળો ૧૧ ૨૪૮૧ ૭૪ | Page #489 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધમિલકુમાર રાસમાં આવતી (અવાંતર) કથાઓ ૧. નીચના સંગે માઠાં પરિણામ . ૨. દુર્જનની સોબતે . ૩. અતિરાગી વિજયપાલની કથા ................ ૪. અગડદત્તમુનિની કથા (વિસ્તાર) ... ૫. સુમતિ-દુર્મતિ બંને ભાઈની કથા .. ૬. સુંદર શેઠની કથા.............. ૭. ધોબીના ગધેડાની કથા .. ............. ૮. કણબી પટેલની કથા ................. ૯. પાંચ મુનિની કથા (સવિસ્તાર) .......... ૧૦. મહિયારણ (કામલત્તા)ની કથા (સવિસ્તાર) ............... ૧૧. શ્રી દત્તશેઠની કથા .......... ૧૨. ઘરબારી યોગીની કથા .... ૧૩. રૂપસેન-સુનંદાની કથા (સવિસ્તાર) . ૧૪. મહાસતી ધનશ્રીની કથા... ૧૫. “યા-સા-સા-સા...” કથા ............ ૧૬. દુશ્મન પણ દાની ભલો..કથા ................ ૧૮. મુર્ખ વાંદરાની કથા ........ ૧૯. ધનશેઠ અને ધૂતારાની કથા .. ૨૦. નવ તપસ્વી મુખની કથા ............. ૨૧. “શેરને માથે સવાશેર” - ધૂતારાની કથા ... ૨૨. તાલિયાને માથે કોઠાં ..... ૨૩. સ્વચ્છંદી વસુદત્તાની કથા................................ ૨૪. મદન અણગારની કથા........... ૨૫. ધનદ અણગારની કથા ૨૬. તપ ધર્મ ઉપર રત્નશેખરની કથા (સવિસ્તાર) ... ૨૭. કૃતઘ્ની કાગડાની કથા ...... ૨૮. સુનંદની કથા (ધમિલકુમારનો પૂર્વભવ) ........ ૨૯. સરલ પલ્લીપતિની કથા (ધમ્મિલકુમારનો પૂર્વભવ) ...... ૧૫૦ ...... ૧૫૮ ...... ૧૬૬ ..... ૧૮૪ ૧૮૫ ૨૦૮ Yo ૨૪૦ ...... ૨૫૮ .............. ૨૫૮. . ૨૭૯ •••••••••• ... ૨૮૩ ૩૬૨ ........ ૩૯૭ ...... ૪૨૨ •••. ૪૨૩ Page #490 -------------------------------------------------------------------------- ________________ YOU BHARAT GRAPHICS - Ahmedabad-1 Ph. : 079-22134176, M: 9925020106