________________
(c) ગુજરાતીમાં છે અને ચોથી કૃતિ સંસ્કૃતમાં છે. આમાં પણ સુરસુંદરીરાસની રચના કવિએ ૨૯ વર્ષની વયે કરેલી.
કવિએ તેર જેટલા કાવ્યપ્રકારો ખેડ્યા છે. રાસ, વિવાહલો, વેલિ, દુહા, ચૈત્યવંદન, સ્તુતિ, સ્તવન, પૂજા, સજ્ઝાય, હરિયાળી, લાવણી, ઢાળિયાં અને ગહુલી વગેરે જોવા મળે છે.
ગ્રંથનો ભાવાનુવાદ તૈયાર કરનાર અને શ્રીસંઘ સમક્ષ મૂકનાર સાધ્વીશ્રીજીઓ સતત સ્વાધ્યાયમાં રક્ત રહેવાના સ્વભાવવાળાં છે. આવા અભ્યાસી સાધ્વીજીએ હસ્તલિખિત પ્રતોનો જરૂર પ્રમાણે ઉપયોગ કરી આ ગ્રંથનું સંપાદન કાર્ય કર્યું છે. દુર્લભ રાસને સુલભ કર્યો છે. ભાવાનુવાદ સરળ રસાળ પ્રવાહી છે. વાંચતાં જ ગ્રંથકારનું કથયિતવ્ય સહજ સમજાઈ જાય છે. કથાનો પ્રવાહ પણ અસ્ખલિત વહે છે. ભાવાનુવાદ કરવાનું કઠિનતમ કામ સાધ્વીજીઓએ સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
આવાં બીજાં પણ ગ્રંથરત્નો તૈયાર કરી સંઘને અર્પણ કરે એવી અપેક્ષા છે. વાંચકો ! આ ગ્રંથનું વાંચન-મનન કરી કથા સાથે જ્ઞાન અને વૈરાગ્યરસનું પાન કરી જીવન ધન્ય બનાવે.
આ. ૐૐકારસૂરિ આરાધના ભવન
મુ. ભાભર, જિલ્લો બનાસકાંઠા.
આ.વિ. મુનિચંદ્રસૂરિ
અનરાધાર વરસી કૃપા
પ.પૂ. શાસનસમ્રાટ્ શ્રી નેમિસૂરીશ્વરજી મ.ના સમુદાયના
• વ્યાકરણાચાર્ય પ.પૂ.આ.ભ. શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા
• પ.પૂ.આ.ભ. શ્રી વિજયસોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.
• ૫.પૂ. ગણિવર્ય શ્રી પ્રશમચંદ્રવિજયજી મ.સા. પ.પૂ.આ.ભ.વિ. અભયશેખરસૂરીશ્વરજી મ.સા. ૦ પ.પૂ.આ.ભ.વિ. વરબોધિસૂરીશ્વરજી મ.સા. • પ.પૂ. મુનિરાજ શ્રી હર્ષબોધિવિજયજી મ.સા.