________________
કર્યું છે. આ ઉપરાંત અંશતઃ પ્રકાશન રાયચંદ્ર જૈન કાવ્યમાળામાં અને જૈન કાવ્ય દોહનમાં થિયું છે.
કવિરાજ નિસ્પૃહ હતા. આ. દેવેન્દ્રસૂરિ મ.એ એમને ઉપાધ્યાયપદ આપવા ઈચ્છા દર્શાવેલી પણ એમણે વિનયપૂર્વક ઈન્કાર કરેલો હતો.
પં. વીરવિજયજીની ગુરુપરંપરા :પં. સત્યવિજયજી – કપૂરવિજય ક્ષમાવિજય
ક્ષમાવિજયજી
જિનવિજય
જસવિજય
ઉત્તમવિજય
શુભવિજય
-
પં.
પદ્મવિજય
વિરવિજય - (સં. ૧૭૯૨-૧૮૬૨)
(સં. ૧૮૩૦-૧૯૦૮) પદ્મવિજય અને પં. રૂપવિજય ઉપરાંત નર્મદ દલપતરામ જેવા પ્રસિદ્ધ કવિઓ પં. વીરવિજયજીના સમકાલીન હતા.
પં. વીરવિજયજી કૃત “સ્થૂલભદ્રની શિયલવેલી” વાંચીને દલપતરામ કવિ આફ્રીન પોકારી ઉઠેલ.
ગ્રંથકારશ્રી વ્યાખ્યાનમાં વિશેષાવશ્યક ભાષ્યની મોટી ટીકા જેવા ગંભીર અને તત્ત્વજ્ઞાનથી ભરેલા ગ્રંથોનું વાંચન કરતાં એવી સરળતાથી સમજાવતા કે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જતા. પં. . રૂપવિજય સાથે એમની સાહિત્યરચના બાબતે મૈત્રીપૂર્ણ સ્પર્ધા થાય, પણ કડવાશ નહોતી. બંને પંડિતમુનિ પ્રતિષ્ઠામહોત્સવમાં સાથે રહીને વિધિઓ પણ કરાવતા. કવિરાજ સમદષ્ટિવાળા અને દીર્ઘદૃષ્ટિવાળા હતા. એ કાળે કેટલાક મુનિરાજો વિચિત્ર પ્રરૂપણા કરી સંઘોમાં તિરાડ ઊભી કરતા. કવિએ એમનો પ્રતિકાર કરવાના બદલે એટલું જ કહ્યું કે – આવી વાતો ચાલવાની નથી. એમની વિચિત્ર વાતો જ એમનો ઉચ્છેદ કરશે અને એવું જ થયું.
કવિએ ૯૦ જેટલી લઘુકૃતિઓ અને ૪ મોટી કૃતિઓ વગેરે મળી એમાં ૨૧૦ જેટલી દેશીઓનો ઉપયોગ કર્યો છે. આ દેશીઓની સૂચિ “પંડિત વીરવિજય સ્વાધ્યાય ગ્રંથ” પૃષ્ઠ ૨૦૮-૨૧૭માં અપાઈ છે.
મોટી કૃતિઓમાં સુરસુંદરી રાસ (સં. ૧૮૫૭), ધમ્મિલકુમાર રાસ (સં. ૧૮૯૬), ચંદ્રશેખરનો રાસ (સં. ૧૯૦૨), શ્રી પ્રશ્નચિંતામણીનો સમાવેશ થાય છે. પ્રથમ ત્રણ કૃતિ