________________
છે પ્રસ્તાવના છે
વિ.સં. ૧૮૯૬ના શ્રા.સુ. ૩ ના રાજનગર અમદાવાદમાં રચાયેલા, પં. કવિ વીરવિજયજી કૃત “ધમ્પિલકુમાર રાસ”નું અનેક હસ્તપ્રતોના ઉપયોગપૂર્વક સંશોધન થઈ ભાવાનુવાદ સાથે પ્રકાશન થાય છે તે ઘણા આનંદની વાત છે.
સાધ્વી શ્રી જિતકલ્પાશ્રીજી, સાધ્વી શ્રી વિરાગરસાશ્રીજી તથા સાધ્વી શ્રી વૈર્યરસાશ્રીજી આદિના અથાગ અને દીર્ઘ પરિશ્રમના પરિપાક રૂપે ઘણાં વર્ષોથી દુર્લભ બનેલો આ રાસ આપણને પુનઃ સુલભ બન્યો છે.
ગ્રંથકાર પં. વીરવિજયજીના જીવન-કવન વિષે જુદા જુદા વિદ્વાનો દ્વારા લખાયેલા લેખો જેમાં ગ્રંથસ્થ થયા છે તે “પંડિત વીરવિજયજી સ્વાધ્યાય ગ્રંથ” (સંપાદક – કાંતિલાલ બી. શાહ) અને “વીરવિજયજી - એક અધ્યયન' (લેખક - ડૉ. કવિન શાહ), કર્તાના જીવન-પરિચય અને સાહિત્યસર્જન વિષે વિપુલ માહિતી આપતા ગ્રંથો છે.
પંડિત વીરવિજયજી વિષેની સામગ્રી તેમનાં જ શિષ્ય રંગવિજયજીએ વિ.સં. ૧૯૧૧, ચૈત્રી પૂનમે રચેલા “વીર નિર્વાણ રાસ”માં પ્રાપ્ત થાય છે. ગ્રંથકારના સ્વર્ગવાસ પછી ત્રણચાર વર્ષમાં જ રચાયેલી અને એમના જ શિષ્ય રચેલી હોવાથી આ કૃતિમાં પ્રમાણભૂત અને વિગતે વૃત્તાંત મળે છે.
પ્રસિદ્ધ ઈતિહાસવિદ્દ શ્રી જિનવિજયજીએ આ રાસનો સાર લખ્યો છે. ગિરધરલાલ હીરાલાલ શાહે “પંડિત વીરવિજયજીનો ટુંકો પ્રબંધ” નામની પુસ્તિકા વિ.સં. ૧૯૭૬માં પ્રગટ કરી છે. આમાં લેખકે કેટલીક માહિતી પં. વીરવિજયજીને પ્રત્યક્ષ જોનારા પરિચિતો પાસેથી મેળવીને લખી છે.
પૂ.આ.ભ. શ્રી શીલચંદ્રસૂરિ મ. કવિનો પરિચય આપતાં જણાવે છે કે - “તેમની કવિતાનું આંતરિક પોત અને તેનું વૈવિધ્ય સમગ્રપણે તપાસતાં એમ કહી શકાય કે શુભવીર - તે ઉલ્લાસ અને ઉમંગના કવિ છે અને તેમના ઉલ્લાસની આધારભૂમિ માત્ર ભક્તિરસ છે.” - પૂ.આ.ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ. કવિ વિષે લખે છે કે - “વિક્રમના ઓગણીસમા સૈકામાં થઈ ગયેલા અને તેઓના કાળમાં તેઓની રસઝરતી, બુલંદ કંઠે ગવાતી અનેક પૂજા-રાસ-સ્તવન વગેરે ગેય રચનાઓના કારણે જૈનસંઘમાં છવાઈ ગયેલા પંડિત શ્રી વીરવિજયજી મહારાજ રસકવિ તરીકે પ્રતિષ્ઠિત થયેલા છે.” “ધમ્મિલરાસ”નું પ્રથમ પ્રકાશન વિ.સં. ૧૯૪૨માં ભીમશી માણેક દ્વારા મુંબઈથી થયું છે. ત્યાર પછી મોહનલાલ દલસુખરામ તથા લલ્લુ સુરચંદે પ્રકાશન