________________
(૫)
પૂ.આ.ભ. શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે આ ગ્રંથપ્રકાશનમાં પોતાના સ્વહસ્તે સુંદર આશીર્વચન લખી આપી અમારા પર અનરાધાર કૃપાવર્ષા વરસાવી છે. આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજે ઉમળકાભેર આ ગ્રંથનું પ્રાસ્તાવિક લખી આપેલ છે જે બદલ અમો કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ.
પૂર્વે આ ગ્રંથના અનુવાદનું સૂચન કરનાર ડૉ. કાન્તિભાઈ બી. શાહે ભાષા-લેખન-શુદ્ધિ કરી આપવા સહ અવારનવાર ગ્રંથની સુંદરતા માટે અનેક સૂચનો કરેલ. તે માટે તેઓશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ.
બે વર્ષ પૂર્વે આ રાસ-પુસ્તકની શોધખોળ ચાલતી હતી અને પૂ. જિતકલ્પાશ્રીજીને ભાવનગર પૂ. સૌમ્યપ્રભાશ્રીજી મ.સા.ની વર્ષ.તપની ૧૦૦ ઓળીના પારણામાં જવાનું થયું. ત્યાં પણ આ પુસ્તકની તપાસ ચાલુ હતી. એ દરમિયાન “આત્માનંદ સભા” સંસ્થાની દેખભાળ કરતા મનહરભાઈ મહેતાએ સંસ્થામાંથી આ પુસ્તક મેળવી આપ્યું. આ સમયે તેમનો પણ આભાર માનીએ છીએ.
પૂ.આ.ભ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (કલિકુંડવાળા)નાં આજ્ઞાવર્તી સાધ્વી શ્રી વિરાગરસાશ્રીજી તથા ધૈર્યરસાશ્રીજીએ રાસ-અનુવાદ કરવામાં પ્રારંભથી પૂર્ણતા સુધી સુંદર સહકાર આપવા સહ ભૂલસંશોધન આદિ કાર્યમાં તેમજ પૂ. નેમિસૂરિ મ.ના સમુદાયના પણ ઘણા ઘણાં સાધ્વી ભ.નો સહયોગ મળ્યો છે. તેઓના અમે ઘણા ઋણી છીએ.
આ ગ્રંથને ટૂંક સમયમાં, સર્વાંગ સુંદરતા અર્પવા સાથે કથાનુસારે સુંદર ભાવવાહી ચિત્રો આદિ બનાવી મુદ્રિત કરવા બદલ “ભરત ગ્રાફિક્સ”ના ભરતભાઈ તથા મહેન્દ્રભાઈના સૌજન્યને કેમ ભૂલી શકાય ?
આ ગ્રંથપ્રકાશનમાં જે જે સંઘ, સંસ્થા કે અન્ય દાતાઓએ લક્ષ્મીનો સર્વ્યય કરી અમારા આ પ્રકાશન કાર્યને સુલભ, સફળ અને સરળ બનાવી આપ્યું છે તે માટે તેઓના ઉપકારને આ અવસરે યાદ કરીએ છીએ.
પ્રકાશક દેવી-કમલ-સ્વાધ્યાય મંદિરના
ટ્રસ્ટીગણ