________________
પ્રકાશકીય
પ્રકાશકીય
જિનશાસનમાં સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર આ તત્ત્વત્રયીની આરાધનાના ફળસ્વરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ અંતે તો સમ્યગુચારિત્રની આવશ્યકતા પ્રબળ બને છે. કેમ? ચારિત્ર થકી વિશેષ આરાધના થઈ શકે છે. ચારિત્રની પુષ્ટિ માટે પૂર્વના મહાપુરુષોએ સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી આદિ અનેક ભાષામાં સાહિત્યનું સર્જન કર્યું છે. જે જ્ઞાનની આરાધનામાં અવલંબે
વર્તમાનકાળે ભૌતિકવાદયુગમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાથી મોટે ભાગે લોકો અનભિજ્ઞ હોય છે. ગુજરાતી સાહિત્ય વાંચવામાં વિશેષ રસ ધરાવે છે. તે કારણે જિનશાસનમાં પણ સાંપ્રતકાલીન ગુજરાતી ભાષાના માધ્યમે સાધુગણ ધર્મની સમજ આપે છે.
છેલ્લાં ૧૫૦ વર્ષ પહેલાં પંડિતવર્ય શ્રી વીરવિજયજી ગણિવર્યે વિપુલ સાહિત્યસર્જન ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે કર્યું છે. આ સાહિત્યમાં પૂજાઓ-સ્તવનો-સઝાયો-ચૈત્યવંદનોવિવાહલો-વેલિ-રાસાઓ વગેરે વિવિધ સ્વરૂપોવાળી પદ્યરચનાઓનો સમાવેશ થાય છે. પંડિતવર્ષે ત્રણ રાસા રચ્યા છે. જેમાં બે રાસાઓ “સુરસુંદરી રાસ” અને “ચંદ્રશેખર રાસ”નો અનુવાદ પૂ. જિતકલ્પાશ્રીજી મ.સા.એ પૂજય ગુરુવર્યોની સ્મૃતિમાં કરેલો. તે બંને ગ્રંથો સુરત-વડાચૌટાસંવેગી જૈન ઉપાશ્રય થકી પ્રકાશિત થઈ ચૂક્યા છે. પં. વીરવિજયજી મ.ના આ ત્રીજા અને છેલ્લા “ધમ્પિલકુમાર રાસ”નો અનુવાદ પણ તે પૂ. સાધ્વી મ. સાહેબે પૂ. તિલકપ્રભાશ્રી મ.સા.ની સ્મૃતિમાં તૈયાર કર્યો અને અમારું સૌભાગ્ય કે તે ગ્રંથનું પ્રકાશન કરવાનો મોકો અમને મળ્યો. તેથી અમે તે પૂજ્યશ્રીનો ઉપકાર માનીએ છીએ અને આ ગ્રંથને અત્યંત હર્ષોલ્લાસપૂર્વક સંઘ-સમાજ વચ્ચે મૂકી રહ્યા છીએ. વિશેષ તો શું લખીએ ?. આ ગ્રંથમાં તે પૂજ્યશ્રીએ ઘણું ઘણું પીરસી દીધું છે. છતાં પણ સ્વાધ્યાયપ્રેમી તે પૂજયશ્રીને અમારી વિનંતી છે કે આ રીતે સાહિત્યસર્જન કરતાં રહે અને અમને પ્રકાશન કરાવવાનો લાભ આપતાં રહે. વળી... ત્રણ સ્વીકાર :
શ્રી જિનશાસન જયવંતુ વર્તે છે. આ શાસન મળ્યાની બલિહારી છે. આ ગ્રંથના પ્રકાશનમાં અથથી ઇતિ સુધીમાં જેમણે જેમણે સાથ-સહકાર આપ્યા છે તેને શું ભુલાય ? પ્રથમ તો...
અરિહંત પરમાત્માનું શાસન મળ્યું તેમનો પ્રથમ ઉપકાર. પોતાના ગુરુવર્યોની સ્મૃતિમાં ઋણ અદા કરવા પૂ. જિતકલ્પાશ્રીજી મ.સાહેબે અલભ્ય ગ્રંથનો અનુવાદ તૈયાર કરીને, સુલભ બનાવ્યો.