________________
સંપાદકીય કથન
(દીવે દીવે ઉજાસ)
નદીના પ્રવાહની જેમ આ જિંદગી સરરર... સરરર... વહી જતી અને જોતજોતામાં મૃત્યુના મહાસાગરમાં ભળી જતી જોઈને મનમાં એક જ પ્રશ્ન ઉઠાવવો પડે - તે જિંદગી આપણે કેવી રીતે જીવીએ છીએ ?
સંત-મુનિસમાગમ માનવીને મોટાઈના માર્ગે દોરી જાય છે અને સારું વાંચન કે શ્રવણ એ એક સાચા અને કલ્યાણ-મિત્રની ગરજ સારે છે. તેથી સુજ્ઞજન બંનેનો લાભ મેળવવા ઝંખતા હોય છે. પણ.... પણ... તેમાં સંત-મુનિસમાગમનો અવસર તો ક્યારેક મળે છે, પણ સદ્વાંચનનો લાભ પોતાની કાયાની છાયાની જેમ અહર્નિશ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે.
સારા વિચારો અને સારા વર્તનની એક નાની સરખી પુસ્તિકા પાસે રાખીએ તો સાચો સાથીદાર આપણને મળ્યો જ સમજવો. જીવનને ઉન્નત બનાવવા માટે સતત સદ્વાંચન જેવું સુંદર અને સુલભ બીજું કોઈ સાધન નથી.
લોકોત્તર શાસનમાં પ્રભુના ચીંધેલા રાહે ચાલતા મહાપુરુષો વજથી પણ કઠોર છે અને કુસુમ કરતાં પણ વધુ કોમળ હોય છે. તેમને ઓળખવા જાણવા પણ એક સમ્યકજ્ઞાન છે, બીજું કોઈ સમર્થ નથી.
- જેમની કૃપાદૃષ્ટિની અનરાધાર વૃષ્ટિ છે, વળી જેમની સમતારૂપી વાણી અમી વર્ષાવનારી છે તે મારા પૂર્વપૂજયોને મારા કોટી કોટી નમસ્કાર છે.
ધમ્પિલકુમાર રાસના કર્તા પંડિતવર્ય વીરવિજયજી મ. શ્રી વિજયસિંહસૂરિજીના શિષ્ય પ્રસિદ્ધ ક્રિયોદ્ધારક સત્યવિજયજી પંન્યાસજીની પરંપરામાં થયેલા પં. શ્રી શુભવિજયજીના શિષ્ય હતા. એ વીરવિજયજી મધ્યકાલીન જૈનસાહિત્યમાં પ્રખર કવિરત્ન થયા. તેઓ પૂજાઓના પ્રણેતા સમાં હતા. સઘળી પૂજાઓનો ઈજારો તો પ્રથમ તેમનો જ હતો. કેમકે સાદી-સરળ ભાષા અને આકર્ષક રાગ-રાગિણી એ પૂજાઓમાં પ્રત્યક્ષ નજરે પડે છે. તેમણે પૂજાઓમાં એવા તો પ્રાણ પૂર્યા છે કે ગાતાં ગાતાં જ પૂજાઓ કંઠસ્થ થઈ જાય. “રંગરસિયા” રસીલાં “વચનરસ” જેવા રઢિયાળા શબ્દોથી તેમની પ્રત્યેક કૃતિઓ મઢાયેલી છે. તેમની કૃતિઓમાં શૃંગારરસ-વૈરાગ્યરસવીરરસ-શાંતરસ આદિ અનેક રસોનો પ્રવાહ ઝરી રહ્યો છે. જેવું જેનું મન હોય, તેવું તેવું સ્નાન