________________
ખંડ - ૩ : ઢળ - ૧
૧૨૦
અથ તૃતીય ખંડ પ્રારંભ મા સરસ્વતીની સ્તવના :- હે જગદીશ્વરી! હે જગદંબા ! જગમાતા ! જિનેશ્વરનાં મુખકમલમાં વસનારી, હે પંડિતોની માતા ! તું જય પામ ! તું જય પામ ! II હે દેવી ! તું ત્રિપદી, ત્રિપુરા, ત્રિરૂપમય છો. હે શક્તિ સ્વરૂપ ! તું નવાં નવાં રૂપ ધારણ કરીને ખેલી રહી છે. રા.
ત્રણ ભુવનમાં નિત્ય, અનિત્ય, નિત્યાનિત્ય એવા ત્રણ પદે કરીને જે કંઈ સર્વ છે તે તારો જ આકાર છે અથવા ત્રિપદીરૂપે પણ તું જ છે. /all આદ્યશક્તિ તું છે. પ્રગટ થનારી પણ તું છે અને ત્રણે કાળમાં સ્થિર રહેનારી પણ તું જ છે. હે સરસ્વતી મા ! તમને હું નમસ્કાર કરું છું. [૪]
મારા ગુરુનો પ્રગટ પ્રભાવ અને તેમની અસીમ કૃપા છે. તથા ઈષ્ટદેવી મા પદ્માવતીનો સઘળાયે કાર્યમાં સંપૂર્ણ સહકાર હોવાથી, તેમને નમસ્કાર કરીને હવે વિશાળ એવા ધમિલકુમારના રાસના ત્રીજા ખંડનું વર્ણન કરીશ. //પા વક્તાની વિવેકયુક્ત વાત, પંડિત હોય તે જાણી શકે છે. જાણકાર ઝવેરીની આગળ જ માણેકનું સાચું મૂલ્ય મેળવી શકાય છે. તેની
ગામનો નટ અને મૂર્ખ ભેગા થાય તેમાં એકેયને સૂઝબૂઝ હોય નહીં. રણનાં રોઝની માફક મૂર્ખ આડું અવળું જોઈને બેસી રહે છે. એ નટનાટકનું કંઈ મૂલ્ય હોતું નથી. શા તે પ્રમાણે શ્રોતાઓ જો આ રીતે રોઝ જેવાં મનવાળા હોય તો તેને રીઝવી શકાતા નથી. જે કહેવાના તાત્પર્યને સમજી શકતાં નથી તેની આગળ કોઈ બ્રાહ્મણની રામાયણની કથા સાંભળીને, જેમ સ્ત્રી શોક ધરીને બેઠી, તેવી દશા થાય છે. બ્રાહ્મણ કથા કહેતો હતો રામાયણની, તેમાં એક સ્ત્રી સાંભળતી હતી) .
રામાયણની કથા અંદર આવ્યું કે “સીતાનું હરણ થયું. તો એક સ્ત્રી લમણે હાથ દઈને શોક કરતી . બેસી રહી. કથા પૂરી થઈ. છતાં તેને ભાન ન રહ્યું. ત્યારે કોઈએ પૂછ્યું બેન ! શું વિચારે છે? કથા -તો પૂરી થઈ. ત્યારે તે સ્ત્રી બોલી, “આપણી કથામાં જોને સીતાને હરણ (હરણિયું) કરી નાંખી. તો તે હરણિયાની સીતા ક્યારે થશે ?” (હરણઅપહરણ કરવું, ઉપાડી જવી. તેવો અર્થ થાય. તો તે ન સમજી. ને કહે હરણી થઈ ગઈ.).
આંધળાની આગળ નાટકની કળા, બહેરા (ન સાંભળે તેની) આગળ ગીત-ગાન-વાજિંત્રના નાદ અને મૂર્ખ આગળ રસવાળી કથા આ ત્રણેય સરખું છે. એટલે નકામું છે. ત્યાં કણબી પટેલે ઘેંશ રાંધી જેમાં સુગંધી અત્તર નાંખીને પ્રેમથી ઘેંશ ખવરાવવાની વાત કરી. તેમ શાસ્ત્રરસિક કવિઓની કળા, મૂર્ખ આગળ નિરર્થક-નકામી છે.
કણબી પટેલની કથા - એક કણબી (પટેલ) હંમેશાં રાજસભામાં જાય. એકવાર તે કણબી કારણસર બહારગામ ગયો. તેનો છોકરો તે દિવસે રાજસભામાં ગયો. જોગાનુજોગ તે દિવસે કોઈ અત્તર વેચવાવાળો રાજસભામાં આવ્યો. રાજાએ તેની પાસે અત્તર લીધું. રાજસભામાં બેઠેલા બધાની હથેળીમાં એક એક ટીપું અત્તરનું આપ્યું ત્યારે તે કણબીના છોકરાને પણ હથેળીમાં ટીપું અત્તર આપ્યું. ત્યારે તે કણબીનો છોકરો તે ટીપાને તરત ચાટી ગયો. તે જોઈને બધા હસવા લાગ્યા. થોડા દિવસ પછી તે કણબી રાજસભામાં આવ્યો. ત્યારે વાતમાં વાત કરતાં સભાજનો કણબીને કહેવા લાગ્યા કે રાજાએ સૌને
અત્તર આપ્યું તેમ તારા દીકરાને પણ હથેળીમાં અત્તર આપ્યું. અને તે ચાટી ગયો. કેવો મૂરખ ! કણબી છે તે સાંભળી કહેવા લાગ્યો કે “મારો દીકરો સાલો મૂરખ છે.” એકલો ચાટી ગયો ? હું હોત તો મને
હથેળીમાં ટીપુ આપત, તો તે ઘેર લઈ જઈને પેંશમાં નાંખીને, આખા કુટુંબીજનોને સુગંધી ઘેસ