________________
૧૨૮
ધમિલકુમાર રસ ખવડાવત. આ સાંભળી બધા જ ખડખડાટ હસવા લાગ્યા. આમ મૂખની આગળ શાસ્ત્રોની વાતો, શાસ્ત્રોની કથા હાસ્યનું કારણ બને છે. નિરર્થક થાય છે. ||૧૦ના
(મૃતક) મડદું, સેરભ - હરણ, શુક - પોપટ, ચાલણી – કંકપક્ષી, હંસ, શશી, પાણીનું પૂર, સર્પ, ઘડામાં છિદ્ર, પશુ, મશક-મચ્છર કે પાણીની મશક, શિલા-પત્થર, અંજાર-બિલાડો. આ પ્રમાણે ઉપર કહ્યા તેવી ચૌદ પ્રકારની સભા મળી હોય તેમાં શશી અને હંસ સમાન છે શ્રોતાઓ તમે સૌ વિકસિત ચિત્તથી શાસ્ત્રનાં વચનો (પ્રમાણભૂત જે છે તે) સાંભળો. ૧૧+૧રી
અગડદત્ત હવે વિદ્યાચારણ મુનિની આગળ વિનયપૂર્વક બેઠો છે. ગુરુ પણ સમયને અનુસાર શ્રોતાની રુચિ પ્રમાણે દેશના આપવા લાગ્યા. I/૧૩
ઢાળ પહેલી
(ઈડર આંબા આંબલી રે....એ દેશી.) ચેતન ! ચતરી ચેતના રે, પામી આ સંસાર; દશ દષ્ટાંતે દોહિલો રે, માનવનો અવતાર ચતુરનર ! ચેતો ચિત્ત મઝાર.
ધર્મ પરમ આધાર...ચ... . ધર્મ વિના પશુ પ્રાણીયા રે, પાપે પેટ ભરત, રૌરવ તે નરકે પડે રે, પામે દુઃખ અનંત..ચ...રા સુગુરુ વચન ઉપદેશથી રે; જે ધરશે વ્રતરંગ; ભવઅટવી ઓલંઘીને રે, લહે શિવવહુ સુખસંગ..ચ...all એણે અવસર તિહાં નૃપસુતે રે, દીઠા પાંચ જુવાન; બેઠા વૈરાગે ભર્યા રે, ધર્મ સુણે વ્રત ધ્યાન.ચ..llઝા કુંવર પૂછે સાધુને રે, રત્નજડિત ઝલકાર; જિનમંદિર અટવી વચ્ચે રે, કોણ કરાવણ હાર...ચ.../પી. પંચબાણને જીતીને રે; પંચ મહાવ્રત હેત; પંચ પુરુષ યૌવન વયે રે; કીધો કેમ સંકેત...ચ....Ill. વૈરાગ્ય કારણ કેમ બન્યું રે, તે કહીએ મહારાજ; સૂરિ કહે સુંદર સુણો રે; રથનૂપુર પુરરાજ...ચ...liી. તે વિદ્યારે એ કીયો રે, વિદ્યાધર અવતાર; નામે જિનમંદિર વડુ રે, ઋષભદેવ દરબાર....ચ...૮ પાંચ પુરુષનું હવે સુણો રે; વૈરાગ્ય કારણ જેહ; ભીમ નામે પલ્લીપતિ રે, વિંધ્યાટવી રહે તેહ...ચ...લા