________________
ખંડ - ૩ : ઢાળ - ૧
એ પાંચે તસ બાંધવા રે, પંચાનન બલ જાસ; એક દિન તિહાં નિશિ સૈન્યશું રે; કોઈ નૃપ સુતે લીયો વાસ ..ચ...૧ના મદનમંજરી પ્રિયાશું તેણે રે, કીધો દૂર નિવાસ; ધાડ પડી પલ્લીશની રે; સૈન્ય સુભટ લહે ત્રાસ...ચ...॥૧૧॥ કમલસેના રાણી ગ્રહી રે, નાઠા સુભટ વિ તામ; પલ્લીશ ભીમશું રથ ચઢી રે, કુંવર કરે સંગ્રામ...ચ...૧૨/ શંકાણો નૃપભૂ તિહાં રે, જીત્યો ભીમ ન જાય; ચિંતી પ્રિયા થઈ સારથી રે, નયનકટાક્ષે ગ્રહાય...ચ...॥૧૩॥ તવ કુંવર હણી ભીમને રે, રથ બેસી કરી જાય; ભીમ સહોદર પંચ એ રે, ગ્રામાંતરથી આય...ચ...॥૧૪॥ મૃતકારજ કરી ભીમનાં રે, કરી પ્રતિજ્ઞા એમ; બાંધવ વૈર લીધા વિના રે, જીવિતનું છે નેમ...ચ...॥૧૫॥ એ પાંચે ભમતાં થકા રે, વીત્યો કેટલો કાળ; શત્રુ મરણ વિણ નવિ સમી રે; ચિત્ત હુતાશન ઝાળ...ચ...॥૧૬॥ અમર્ષે પૂયા થકા રે, કરતા રૌદ્ર ધ્યાન; દેવકુલે આવી રહ્યા રે; શંખપૂરી ઉદ્યાન...ચ...૧૭ રાજકુંવર તે નયરીનો રે; પલ્લીપતિ હણનાર, મદનમંજરી શું નિશિ રહ્યો રે; તેહ જ વન મોઝાર...ચ...॥૧૮॥ સર્પ ડશ્યો પ્રિયા નેહશું રે, વહ્નિપ્રવેશ કર્યંત; વિદ્યાધર વિષ અપહરી રે; જીવિતદાન દીયંત...ચ...ll૧લા દેવકુલે જઈ નિશિ વસ્યાં રે, વન ઠંડી નરનાર; પ્રિયા સૂવારી પ્રેમશું રે, હૃદય ક્રસ કરધાર...ચ...રવી ત્રીજે ખંડે એ કહી રે, સુંદર પહેલી ઢાળ;
૧૨૯
વીર કહે શ્રોતા સુણો રે, જ્ઞાની વચન ઉજમાળ.......॥૨૧॥ વિધાચરણ મુનિની દેશના :- હે ચેતન ! ચતુરાઈ પામ્યા છો. સાંભળો ! દશ દૃષ્ટાંતે દોહીલા માનવભવને પામ્યા છો. હે ચતુર સુજાણ નરોત્તમ ! ચિત્તની અંદર સમજી લ્યો. ચેતવા જેવું છે. ચેતો ! અને ધર્મકાર્યમાં તત્પર બનો. ॥૧॥ ધર્મવિહોણાં પશુઓ અને પ્રાણીઓ પણ પોતાનું પાપી પેટ ભરે છે અને તેના માટે અનેક પ્રકારનાં પાપો કરી, ભયાનક નરકમાં વાસ કરે છે અને ત્યાં જઈ અનંતા દુ:ખોને પામે છે. ૨ા
સદ્ગુરુનાં વચનો સાંભળીને જે પ્રાણી, દૃઢ એવા વ્રતને ધારણ કરે છે તે ભવાટવીને ઓળંગી,