________________
ધર્મિલકુમાર રાસ
શિવસુંદરીનો સંગ કરતાં મહાસુખને મેળવે છે. IIII અમૃતમય ગુરુનાં વચનો સાંભળી, અગડદત્ત વૈરાગ્યથી ભીંજાય છે. વૈરાગ્યરસથી રંગાયેલાં ચારિત્રવ્રતને દૃઢ કરવા માટે, એક ધ્યાનથી ગુરુમહારાજનો ઉપદેશ સાંભળે છે. તેવામાં યૌવનના પ્રાંગણમાં પ્રવેશતાં પાંચ યુવાન મહાત્માને જોયા. ॥૪॥
અગડદત્તને વૈરાગ્યભાવ અને પાંચ મુનિનાં દર્શન :- અને આશ્ચર્યથી ગુરુને પૂછ્યું કે હે ભગવંત ! આ ભયંકર અટવીમાં મધ્યારણ્યે રત્નથી ઝળહળતું જિનમંદિર કરાવનાર કોણ છે ? ।।પા વળી આ પાંચેય યુવાન પુરુષોરૂપે રંગે સરખી આકૃતિવાળા છે. તે મહાત્માઓ કોણ છે ? જેઓ (કામદેવનાં) પંચબાણો જીતીને પંચમહાવ્રતને સાથે ધારણ કરવા તત્પર કેમ થયા છે ? ।।૬।। અથવા હે મુનિરાજ ! એમના વૈરાગ્યનું કારણ એવું શું બની ગયું તે કૃપા કરીને જણાવશો. ત્યારે સૂરીશ્વર બોલ્યા. સુજ્ઞ ! સાંભળ ! વૈતાઢ્ય પર્વત ઉપર રથનુપુર નામનું નગર છે. IIII
૧૩૦
મુનિવરોની દાસ્તાન (મુનિવરોના વૈરાગ્યનું કારણ) અને અંતર્ગત અગડદત્ત કુમારની કહાની :- તે નગરના વિદ્યાધરેન્દ્ર “વિદ્યાવતાર” નામે વિશાળ આ જિનમંદિર બનાવ્યું છે. જેમાં સુંદર એવી ઋષભદેવ પરમાત્માની પ્રતિષ્ઠા કરાવી છે. II૮॥ હવે આ પાંચેય મહાત્માના વૈરાગ્યનાં જે કારણ છે, તે તું સાંભળ ! વિંધ્યાચલની અટવીમાં ભીમ નામનો પલ્લિપતી રહેતો હતો. ॥૯॥
સિંહ સરખા બળવાન આ પાંચેય તેના ભાઈઓ એટલે ભીમરાજાના પાંચેય ભાઈઓ છે. એક દિવસ કોઈ રાજપુત્ર પરિવાર સહિત આ અટવીમાં પોતાના સૈન્ય - સુભટો સાથે રાતવાસો રહ્યો. ૧૦ તે રાજપુત્રને મદનમંજરી નામની પોતાની પ્રિયા સાથે હતી. પોતાનો પડાવ સૈન્યથી થોડો દૂર નંખાયો હતો. હવે મધ્યરાત્રિએ પલ્લીપતિએ પોતાના પરિવાર સાથે ઓચિંતા ધાડ પાડી. રાજપુત્રના સૈન્યના સુભટો ત્રાસ પામવા લાગ્યા. ॥૧૧॥
રાજપુત્રની બીજી સ્ત્રી કમલસેના પણ સાથે હતી. સૈન્યના સુભટો તે વેળાએ કમલસેના રાણીને ૨થમાં બેસાડી ભાગી ગયા. જ્યારે કુમાર પોતાના રથ ઉપર ચડીને ભીમ પલ્લિપતિ સામે સંગ્રામ કરવા લાગ્યો. ।૧૨।। કુમારે પાછુ વાળીને જોયું. પોતાના સુભટો ન દેખાયા. ભીમ ભયંકર રીતે લડી રહ્યો હતો. કુમારને લાગ્યું કે એકલા હાથે ભીમ જીતી શકાશે નહિ. (સાથે સુભટો હોય તો ભીમને હંફાવે તો પાછો પડે) આવી પરિસ્થિતિને જોતાં મદનમંજરી કુમારને કહેવા લાગી. સ્વામી ! મને આજ્ઞા આપો. હું સારથીપણું સ્વીકારીને તમને જીતાડીશ. કુમારે ૨જા આપી. સારથી બની મંજરીએ રથને સંભાળી લીધો. “પોતાના નયનકટાક્ષે તેને ક્ષોભ પમાડવા લાગી. I॥૧૩॥
ભીમ સ્ત્રીને જોતાં કામબાણથી હણાયો. તરત કુમારે ભીમને ત્યાં હણી નાંખ્યો અને રથમાં બેસી તંબુમાં આવ્યો. ભીમના પાંચભાઈઓ ગ્રામાંતરથી આવ્યા. સવાર થતાં પોતાના ભાઈનું મૃતક જોયું,।।૧૪।। શોકપૂર્વક ભાઈનું મૃતકાર્ય કર્યુ. અને ત્યાં પ્રતિજ્ઞા કરી કે અમારા ભાઈને મારનારનું વેર લઈને જ અમે મરીશું. ૧૫।।
પાંચેય ભાઈઓને ભમતાં રખડતાં ઘણો સમય પસાર થઈ ગયો. શત્રુના મરણ વિના ચિત્તમાં પ્રગટેલો વે૨નો અગ્નિ શાંત થતો નથી. ઘણું વિચારતાં વળી વેરના બદલામાં વધારો થયો. વિચારે છે કે પાણી અગ્નિને બુઝાવી નાંખે છે. તો તે અગ્નિનો બંધુ વડવાનલ, પોતાના બંધુનું વેર શોધતો સમુદ્રના પાણીનું શોષણ કરી નાંખે છે. જે મિત્રનો ઉપકાર કરવાને શક્તિમાન નથી અનેે શત્રુ ઉપર અપકાર કરવાનને સમર્થ નથી. તે જીવતાં છતાં (મરેલા બરાબર છે.) અપયશને પામે છે. ।।૧૬।।