________________
ખંડ - ૩ઃ ઢાળ - ૨
૧૩૧
ઈર્ષાની આગમાં બળતાં, રૌદ્રધ્યાનને કરતાં, પોતાના શત્રુ શોધતાં) ફરતાં ફરતાં તે પાંચેય ચોર , શંખપુરી આવ્યા. નગરીની બહાર યક્ષના મંદિરમાં રહ્યા છે. 7/૧૭થા જયારે આ બાજુ ભીમ પલ્લીપતિને મારનારો તે નગરીનો રાજકુંવર પણ વસંતોત્સવના કારણે ત્યાં આવેલો, મદનમંજરી પ્રાણપ્રિયાની સાથે જ તે વનમાં રાત રહ્યો છે. ||૧૮.
રથમાં સૂતેલી પ્રિયાને સર્પ ડગ્યો. કુંવર તેની સાથે અગ્નિપ્રવેશ કરવા તૈયાર થયો. ત્યાં કોઈ વિદ્યાધરે આવી તેની પ્રિયાના વિષનું અપહરણ કર્યું. બંનેને જીવિતદાન આપ્યું. ૧૯ી
પતિ-પત્ની વક્ષના મંદિરમાં - હવે બંને સ્ત્રી-ભરથાર, વનને છોડીને તે યક્ષના દેવકુળની અંદર રાત્રિએ જઈને રહ્યાં. હૃદય ઉપર હાથ મૂકીને પ્રાણપ્રિયાને પોતાનું વસ્ત્ર પાથરીને તેમાં સુવાડી. ૨૦ના આ રીતે ત્રીજા ખંડને વિષે પ્રથમ ઢાળ સરસ રીતે કહી. પં. વીરવિજયજી મહારાજ કહે છે કે શ્રોતાજનો ! જ્ઞાની ભગવંતોનાં વચનને તમે ઉજમાળ થઈને સાંભળો. ૨૧
તૃતીય ખંડની ઢાળ : ૧ સમાપ્ત
-- દોહા :વનતરૂ શીતળ પવનથી, મંત્ર જળે નિશિ શેક; અંબ પલ્લવ પ્રિયા સોવતી, અંગ શિથિલ અતિરેક. ૧૫ તે ટાઢચે કરી ધ્રુજતી, દેખી રાજકુમાર; કાષ્ટ અંગ્નિ લેવા ગયો; એકલી મેલી નાર. કેરા શવ્યાસન ભોજન વસુ, રાજ્ય રમણી ઘર પ્રાય; સૂનાં મૂક્યાં સાત એ; અન્ય અધિષ્ઠિત થાય. all એકલી નારી ન મૂકીએ; જો પણ સતીય કહાય; બાંધવ બાપને દેખીને; ચપલા ચિત્ત ડોલાય. જા ક્ષણભર રાજા વેગળો; કાને પિન લગાય; નિશ્ચિત પઠિત દિનાંતરે, વિદ્યા વિસરી જાય. પણ ઉત્સગે રહી નારીનો, નવિ કીજે વિશ્વાસ; મંસ રુધિર તનનાં દીયાં, તો પણ ન થઈ તાસ. I લાલી કહેતી બાપડી, અવળા ખ્યાલ મ ખેલ;
જિહાંથી લાવ્યો લાકડી, તિહાંની તિહાં જઈ મહેલ. IIણા (પૂ. સાહસગતિ આચાર્ય ભગવંત અગડદત્તને આગળ વાત કરે છે કે, વનવૃક્ષના શીતળ પવનથી અને રાત્રિને વિશે મંત્રજળનો છંટકાવ, થવાથી, તથા આંબાના પાંદડાની શય્યા બનાવી, ઉપર પોતાનું વસ્ત્ર પાથરી; તેની ઉપર સૂતેલી મંજરીનું શરીર ઠંડું થવા લાગ્યું. તેથી શિથિલ થવા લાગી. //// ઠંડીના કારણે તે એકદમ ધ્રૂજી રહી હતી. તે જોઈને રાજકુમાર, મંજરીની ઠંડી દૂર કરવા (યક્ષના મંદિરમાં), મંજરીને એકલી મૂકીને, અગ્નિ તથા લાકડાં લેવા ગયો. //રા