________________
૨૯૦
ધમ્મિલકુમાર રાસ
પિતા શ્રીપુંજ શેઠ મૃત્યુ પામ્યા. થોડા દિવસો ગયા બાદ શ્રીમતી ધનદેવને કહે છે. II૩૬ હે સ્વામીનાથ ! તમો ગુણવાન છો અને આ સસરાને ઘેર રહેતાં, સસરાને નામે તમે ઓળખાવ છો. તેથી મને ઘણું દુઃખ થાય છે. તમારા જેવા ગુણિયલનું આ કામ નહીં. તો આપણે હવે મારા સસરાને ઘેર જઈએ. ત્યાં જતાં મારા પિતાની યાદ ઓછી આવે. મારો શોક દૂર થાય. II3II
ત્યારે ધનદેવ બોલ્યો.. .જો પ્રિયે ! હું પોપટ હતો અને તે વેળાએ જે શાકના છમકાર ને તેણીની વાતો મને સંતાપે છે. મને એ વાતો હજી વિસરાતી નથી. માટે હવે ત્યાં જવું તું ટાળ. મારે ત્યાં જવું નથી. તે સાંભળી શ્રીમતી કહે છે કે કેમ સ્વામી “ભાજીનો છમકાર ?’ મને કશી ખબર નથી. ।।૩૮।
ધનદ વતનમાં :- અત્યાર સુધી ધનદેવે પૂર્વ (પહેલાંની) ની વાત કહી નહોતી. પણ જ્યારે શ્રીમતીએ પૂછ્યું. ત્યારે ધનદેવે પોતાની સઘળી વાત અથથી ઈતિ કહી સંભળાવી. તે સાંભળી શ્રીમતી હસતી હસતી કહેવા લાગી કે “સ્વામી ! મારી આગળ તમારી તે બંને પૂર્વપ્રિયા તો રાંકનો અવતાર સમજજો. મારી આગલ તે બંને કશું કરી શકશે નહીં. ।।૩૯।। પણ સ્વામી ! મને મારા સાસરે જવાની બહુ ઇચ્છા છે. માટે હે નાથ ! તમે તૈયારી કરો.” પત્નીના અતિ આગ્રહે કરીને ધનદેવ જવાની તૈયારી ક૨વા લાગ્યો. જહાજ વહાણ તૈયાર કર્યું. શુભદિન જોઈને પોતાને ગામ જવા સમુદ્રવાટે ૨વાના થયાં અને પોતાના ગામ હસંતી નગરે પહોંચ્યાં. સ્વજન વર્ગને ખબર પડતાં સન્મુખ આવ્યા. સામૈયું કરીને ઘેર લઈ આવ્યા. શ્રીમતી હવે સાસરાને ઘેર આવીને ઘણા આનંદથી રહે છે. I॥૪૦॥
હવે પેલી બંને સ્ત્રીઓ ભેગી મળીને વિચારે છે કે “આ વળી પાછો છમકારા ભૂલી ગયો લાગે છે.” જોને વળી નવી વહુ લઈને, આપણો ધણી, સ્વાદ ચાખવા આવ્યો છે. તો સ્વાદ ચખાડીએ. II૪૧॥ ફૂડકપટ કરતી બંને સ્ત્રીઓ સ્વામીને બહારથી સારી રીતે રાખે છે. સ્વામીને બેસવા આસન આપે છે તે મંત્રીને આપ્યું. તે મંત્રેલ આસન ઉપર બેસાડ્યો. નાની સ્ત્રી પગ ધૂએ છે. મોટી સ્ત્રી મંત્રેલ પાણીને આસન ફરતાં આંગણામાં છાંટી રહી છે. ।।૪૨।।
જળ છાંટતાં આંગણાંમાં જળ વધવા લાગ્યું. વધતાં વધતાં તે પાણી ધનદેવ બેઠો છે તેની નાસિકા સુધી આવ્યું. ધનદેવ તો પાણીમાં ડૂબવા લાગ્યો. ત્યારે શ્રીમતીએ ત્યાં મંત્ર ભણી પાણીને તે જ ક્ષણે શોષવી દીધું. II૪ા ત્યારે તે બંને સ્ત્રીઓ વિચારે છે કે આ તો આપણા માથાની આવી છે. તેથી આપણું કંઈ ચાલશે નહીં. એટલે નમ્ર બની બંને જણી શ્રીમતીના પગમાં પડી. દૂર રહ્યો ધનદેવ આ બધું નાટક જોતાં સ્તબ્ધ બની ગયો.
ચોથા ખંડને વિષે ભલી મજાની આ દશમી ઢાળ કહેતાં શુભવીરવિજય મહારાજ હવે આગળ શું કહેશે ? હવે શું બને છે ! તે હવે જુઓ. ॥૪૪॥
ખંડ - ૪ ની ઢાળ : ૧૦ સમાપ્ત -: દોહા :તે દેખી વિસ્મય લહી, શ્રેષ્ઠી ચિંતે ચિત્ત; ભયરણમાંથી ઉગર્યો, તો વળી આગળ ભીત. ॥૧॥ દૈવદશાથી શ્રીમતી જો કોપી કોઈ વાર;
ત્રિહ્નારી વિણ ત્રિભુવને, નહી કોઈ રાખણહાર ||૨|