________________
ખંડ - ૪ : ઢાળ - ૧૧
૨૯૧
વિ રહેવું મુઝને ઘટે, એક દિન જીવિત હાણ, ભય સ્થાનક તે વરજવું, બોલે ચતુર સુજાણ ૩ી એમ ચિંતી પુર બારણે, નાઠો તે તતખેવ, જિનવંદી તમને મળી, આ બેઠો ધનદેવ IIઝા મુનિ કહે એણે અવસર અમે, તેણે વનરસિયા રાત; ભય વૈરાગ્યે પૂરિયા, આવી નમી કહે વાત /પા અમ ઉપદેશ સુણી કરી, બેહુ જણે દીક્ષા લીધ; વિચરતાં હાં આવીયા, દૂરે ભય સવિ કીધ. Ill. તે નિસુણી ધમ્મિલ કહે, દીયો દીક્ષા આજ, ભોગ કરમ ફલ તુઝ ઘણું, નહીં વ્રત કહે મુનિરાજ IIણા તવ મુનિ વંદી ઉઠીયો, જબ થયો પચ્છિમ જામ,
પુરમાં રાજપંથે ગયો, તિહાં દીઠું સુરધામ. ૮ આ સર્વ જોઈ ધનદેવ તો વિસ્મય પામ્યો. વળી વિચારે છે કે અત્યારે તો મરણના મુખમાંથી બચ્યો. હમણાં તો ઊગરી ગયો. પણ આગળ તો મારે માથે ભય ઝઝૂમે છે. આ ત્રણેય બલાઓનો વિશ્વાસ મારે રાખવા જેવો નથી. ના નસીબ થકી હમણાં તો શ્રીમતીએ મને ઉગાર્યો. પણ જો કોઈ વાર આ શ્રીમતી ક્રોધિત થઈ ને વિફરી તો, વળી મારાં સોએ વરસ પૂરાં થઈ જાય. પેલી બે તો છે. એમાં મારા નસીબથકી આ ત્રીજી ભળી. મારી શી દશા ! જગતમાં મારું રક્ષણ કરનાર કોણ ! આ ત્રણ સિવાય કોઈ નહીં. ત્રણેય સાથે વિફરે તો ! | રા.
હવે તો આ ત્રણેય બલાઓના વિશ્વાસે મારે ન રહેવાય. ક્યારેક મારા પ્રાણ હોડમાં મુકાઈ જાય. મારક બની જાય. સુજ્ઞજનો કહે છે કે ભયસ્થાનક હોય ત્યાં રહેવું નહીં અથવા તો ભયસ્થાનક ત્યજી દેવાં જોઈએ. ૩.
ધનદનો ગૃહત્યાગ:- આ પ્રમાણે વિચારતો ધનદેવ ભયનો માર્યો તે જ ક્ષણે ઘર બહાર નીકળીને, નગર બહાર નાઠો. નગર બહાર જિનેશ્વર પરમાત્માનું મંદિર. ત્યાં પરમાત્માનાં દર્શન કરીને જે આ તમારી સામે પાસે બેઠો છે તે જ હું ધનદેવ. આ પ્રમાણે ધનદેવે પોતાનો વૃત્તાંત મદનને કહ્યો. //જી. વળી મુનિરાજ ધમ્મિલને કહે છે કે તે જ રાત્રિએ અમે તે જ વનમાં રાત્રિવાસો રહેલા હતા અને આ મદન અને ધનદેવ પણ ફરતાં ફરતાં, ભયથી વૈરાગ્ય પામીને અમારી પાસે આવ્યાં. વિનયથી હાથ જોડી નમસ્કાર કરીને બેઠા. બંને જણાએ સર્વ વૃત્તાંત અમને કહ્યો. પી.
મદન અને ધનદની દીક્ષા :- તે બંનેને સંસારથી નારાજ પામેલા જાણીને, અમે પણ તેમને આશ્વાસન આપી, વૈરાગ્યની વૃદ્ધિ થાય તે પ્રમાણે ઉપદેશ આપ્યો. તે સાંભળીને તે બંને જણાએ ભવના ભયને દૂર કરનારી ભાગવતી પ્રવ્રજયા અંગીકાર કરી. અમે પણ તેઓને સાધુવેશ આપ્યો. તે પછી આ બંને નવદીક્ષિત અમારી સાથે વિહાર કરતાં કરતાં અહીં આવ્યા છે. //દી આ સઘળી વાત સાંભળીને ધમ્મિલને પણ વૈરાગ્ય જાગ્યો. તે પણ પોતાની સ્ત્રી વિમળાથી કંઈક દાઝયો હતો. ને તે છોડીને આ