________________
૨૯૨
ધમિલકુમાર રાસ
વનમાં આવી બેઠો હતો. ગુરુ મહારાજને વિનંતિ કરી કે ગુરુદેવ ! આ બંનેને તાર્યા. તો મને પણ તારો. મને પણ સંસારથી પાર પામવા દીક્ષા આપો. દીક્ષા લેવા ધમ્મિલ પણ તૈયાર થયો. ત્યારે મુનિરાજ કહે છે, હે ધમ્મિલ ! હજુ તારે ભોગાવલી કર્મ ભોગવવાનાં ઘણાં બાકી છે. તે કારણે તારા ભાગ્યમાં દીક્ષાનો યોગ નથી. ચારિત્ર તારા ઉદયમાં નથી. //૭ી મુનિ ભગવંતની વાત સાંભળી ધમ્મિલ નારાજ થયો. પણ ગુરુવાણી સાંભળી કંઈક સ્વસ્થ થયો. પણ ગુરુની વાણીને મનમાં ધારણ કરતો, વૈરાગ્યથી ભીંજાયેલો મુનિને વંદન કરીને ઊઠ્યો. ત્યારે સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. ધમિલ નગર તરફ ચાલ્યો. રાજમાર્ગ ઉપર જતાં ધમિલે એક દેવમંદિર જોયું. //૮
ઢાળ અગિયારમી.
(કોઈ લો પર્વત ધંધલો રે, લો....એ દેશી) રાજમારગ પાસે ભલો રે લો, દીઠે નાગવિહાર રે, ચતુરનર, ધૂપઘટા ગગને ચલી રે લો, દીપકમાલ હજાર રે, ચતુરનર પુણય કરો જગ પ્રાણીયા રે લો... એ આંકણી..../૧ પુણ્ય કરો જગ પ્રાણીયારે લો, કારણ પંચમાં સિદ્ધરે, ચતુરનર મનગમતા મેળા મળે રે લો, ધમ્મિલ જેમ ફળ લીધ રે,..ચતુર...પુ...રા, વિસ્મિત નયને વિલોકીને રે લો, પિહિત અર્ધ કપાટ રે; દ્વાર ઉઘાડી મંદિરે રે લો, પેઠો હજીય ઉચ્ચાટ રે...ચતુર...પુ..I નાગદેવ બેઠો નમી રે લો, કરતો બહુલ વિચાર રે, તેણે સમે પૂજાપો ગ્રહી રે લો, સુંદર સખી પરિવાર રે...ચતુર...પુ...૪ જોવનવય જસ જાગતી રે લો, લાગતે અંગે કામ રે, દોયપ્રિયાથી ઉભગ્યો રે લો, વસિયો લહી વર ઠામ રે...ચતુર...પુ...પા રૂપે જયંતા તારિખી રે લો, આવી કુમારી એક રે; ધૌત ચરણ કર મુખ જલે રે લો, પેઠી ચૈત્ય વિવેક રે...ચતુર...પુ...llell નાગદેવ પૂજી કરી રે લો, કહે થાઓ નાથ પ્રસન્ન રે, નાગ ભણે વત્સ તુઝ હજો રે લો, વંછિત વર કયપુત્ન રે..ચતુર...!...llણા સાંભળી ઉઠી સસંભ્રમેં રે લો, દીઠો તામ કુમાર રે, રૂપે રંગાણી ચેતના રે લો, કામદેવ અવતાર રે...ચતુર..પુ...Iટા તેણે પણ દીઠી દિલભરે લો, નવજોબન વનશાલ રે, નૌતન તુંગ પયોધરા રે લો, અધર અરૂણ પરવાલ રે...ચતુર....પુ...લા નીલકમલદલ લોચના રે લો, શશિ મુખ સુરભિ વાસ રે; જાએ કલા ચોસઠ લહી રે લો, વિયત વિધુ અભ્યાસ રે..ચતુર..પુ... (૧૮