________________
ખંડ - ૪ : ઢાળ - ૧૧
૨૯૩
ફૂલ ખરે મુખ બોલતાં રે લો, પૂછતી કુંવરને તે રે, -કુશાગ્રપુરથી આવીયા રે લો, ધમ્મિલ કહે તુમ નેહ રે...ચતુર....પુ.../૧૧/l સાંભળી આ વિસ્મય લહી રે લો, અધોમુખ જોતી જાય રે; લજવાણી વામ પગતણે રે લો, અંગૂઠે ભૂમિ ખણાય રે...ચતુર...પુ..../૧૨ ધમ્મિલ કહે સુણ સુંદરી રે લો, તું કોણ કિમ ઈહાં આય રે; મધુરવયણનેહે ભરી રે લો, થોય નિપુણ ઉચ્ચરાય રે...ચતુર...પુ....I૧all સાર્થેશ નાગવસુ બહાં રે લો, નાગસેનાનો કંત રે, નાગદેવ ભક્તિ થયો રે લો, નાગદત્ત સુત સંત રે..ચતુર...પુ.../૧૪ પણ ઇચ્છા તે ઉપરે રે લો, નંદની ચંદની રાત રે; ઇંદ્ર મહોત્સવ પૂર્ણિમા રે લો, વંછે જેમ મણ જાત રે...ચતુર...પુ...૧૫ નાગદેવ સેવા થકી રે લો, પુત્રી હુઈ ગુણ ધામ રે, થાપે હર્ષ મહોચ્છર્વે રે લો, નાગદત્તા મુજ નામ રે. ..ચતુર..પુ.../૧૬ll જોબન વય જનકાદિકે રે લો, વરની ચિંતા થાય રે, સાચી સોવન મુદ્રિકા રે. લો, કાચ તિહાં ન જડાય રે ચતુર....પુ...૧ણી ગુણલક્ષણ જોયા વિના રે લો, ભુચ્છ મળે ભરતાર રે, જાએ જન્મારો મૂરતાં રે લો. અબલાનો અવતાર રે. ચતુર....પુ.../૧૮ તેણે કારણ સેવા કરુ રે લો. નાગદેવની નિત્ત રે; કરજોડી કરું વિનતિ રે લો, ઇચ્છા વર ધરી ચિત્ત રે. ..ચતુર...પુ.../૧લી વિંછા આજ પૂરણ કરી રે લો, દેવે થઈય હજુર રે, 'મુઝ ભાગ્યે તુમ આવીયા રે લો, દીઠા ગુણ ભરપૂર રે, ..ચતુર...પુ....ll૨ના સુખ ભર બેસો ઇહાં કને રે લો, એમ કહી ચાલી તેહરે, પૂર્ણ મનોરથ વારતા રે લો, માયને કહે જઈ ગેહ રે. . ચતુર...પુ...ર૧|| સજ્જન વર્ગ સવિ હરખિયા રે લો, નાગદેવ ઘર જાત રે; ઘર તેડી સમહોત્સવે રે લો, લીધુ લગન તે રાત રે. ..ચતુર...પુ...રરા. ચોરીએ ફેરા ફેરવી રે લો, દીધું કન્યાદાન રે. વાસ ભુવન સુખમેં વસે રે લો, શેઠ માન સન્માન રે, ..ચતુર...પુ....ર૩ ચોથે ખડે પૂરણ થઈ રે લો, એ અગિયારમી ઢાળ રે, શ્રી શુભવીર કુંવર ઈહાં રે લો, ભોગવે ભોગ વિશાળ રે..ચતુર......//ર૪.
ધમિલ દેવ મંદિરમાં - રાજમાર્ગને અડીને રહેલું દેવમંદિર નાગદેવનું હતું. મંદિર અલૌકિક હતું. વેળા સાયંકાળની હતી. સૂર્યનાં કિરણો મંદિર પર પડતાં મંદિરની શોભા વધારતાં હતાં. મંદિરમાં