________________
ખંડ - ૪ : ઢાળ - ૧૦
૨૮૯
ભણી દોરો લઈને, સૂતેલા સ્વામીના પગે બાંધી દીધો. ધનદેવ તરત પોપટ લઈ ગયો. If૨પી અને તરત પોપટને પકડી પાંજરામાં પૂરી દીધો. તાળું પણ લગાવી દીધું. રસોડાની નજીક પાંજરું ભરાવી દીધું. જયારે
જ્યારે મોટી શાક સમારે કે વધારે. ત્યારે ત્યારે પોપટની સામે છરી બતાવીને કહે. આ શાકની જેમ તને સમારી દઈશ. શાકની જેમ વઘારી દઈશ. આ સાંભળી પોપટ બિચારો થરથર ધ્રૂજે. રદી
મોટીનાં વચનો સાંભળી પોપટ ક્રૂજતો હતો. બીજો ઉપાય હતો જ નહીં. આંખમાંથી આંસુની ધારાઓ ચાલી રહી છે અને આ રીતે પોતાનો સમય પાંજરામાં વિતાવતો હતો. હવે આ બાજુ રત્નપુર નગરીએ શ્રીમતી પાસેથી નાશી છૂટેલ પોતાનો પતિ સવાર સુધી ન આવતાં સવારે પિતાને સઘળી વાત કરી. જમાઈની ચારે બાજુ તપાસ કરાવી. ઘણી શોધ કરાવે છે. પણ ક્યાંયે જમાઈની ભાળ કે પત્તો ન મેળવી શક્યા. રશી
ધનદની શોધમાં:- શ્રીમતી પણ ઘણી રડી રહી છે. પોતાનાં આંસુ પોતાના વસ્ત્ર વડે લૂછતાં છેડલે લખેલું જોયું. જે લઈને વાંચવા લાગી. શ્લોક હતો. પોતે ભણેલી હતી. શ્લોક વાંચીને પિતાને કહેવા લાગી. “પિતાજી ! જુઓ આ મારે સાડલે શ્લોક લખ્યો છે. હવે ચિંતા છોડો. શ્લોકના અર્થમાં કહે છે કે તે હસતિ ગામના છે અને અહીંથી તે હસતિ ગામ ગયા છે. ૨૮ હવે ક્લેશ કે ચિંતા કરવી નકામી છે. શ્રીપૂંજ શ્રેષ્ઠીએ પણ દીકરીએ બતાવ્યો તે શ્લોક વાંચ્યો અને ચિત્તમાં રહેલી ચિંતા દૂર કરી. એ અરસામાં તે નગરનો સાગરદત્ત નામનો વણિક વેપાર અર્થે અહીં આવેલો. તે હવે પોતાના નગર હસંતિપુર જઈ રહ્યો છે. તે વાત શ્રેષ્ઠીએ જાણી. તરત શ્રેષ્ઠી તે વેપારી પાસે પહોંચી ગયા. ૨૯ો. - શ્રીપંજ શ્રેષ્ઠીએ સાગરદત્ત વણિક વેપારીને એક રત્નનો હાર આપ્યો. અને સઘળી વાત કહી. આ અમારા જમાઈ ધનદેવને હાર આપજો અને તમે વળી પાછા આવો ત્યારે ધનદેવ જમાઇને લઈને આવજો. ૩તે પછી સાગરદત્ત પોતાનો માલ સામાન સમેટીને દરિયાઈ માર્ગે વસંતિપુર પહોંચ્યો. ધનદેવની તપાસ કરી. પણ ધનદેવનો ભેટો થયો નહીં. તેથી જે હાર લાવ્યો હતો તે હાર તેની બે પત્નીને આપી દીધો. ૩૧/
હાર આપતાં વળી પૃચ્છા કરી. “શેઠ ક્યાં ગયા છે?” ત્યારે બંને સ્ત્રીઓ બોલી. “શેઠ તો હમણાં પરદેશ ગયા છે, અને તે ત્યાંથી સીધા જ રત્નપુર નગરમાં આવશે. તમે જરાયે ચિંતા ન કરશો. તે અહીંથી કહીને ગયા છે કે હું ત્યાં રત્નપુરીએ જઈને આવીશ. //૩રા વળી અમને કહીને ગયા છે કે જો કદાચ મારું નામ દઈને કોઈ આવે તો આ પોપટ તેમને આપજો. કહેજો કે શ્રીમતીને રમવા માટે, સમય પસાર કરવા આ પોપટ મોકલાવ્યો છે અને અમારા પણ સમાચાર કહેજો.” ૩૩. - બંને સ્ત્રીઓની વાત સાંભળીને સાગરદત્ત શ્રેષ્ઠી પોપટનું પાંજરું લઈને અનુક્રમે વળી વેપારાર્થે રત્નપુરી આવ્યા અને પાંજરું શ્રીમતીના હાથમાં આપ્યું. શ્રીમતીને વળી સઘળી વાત પણ કહી. વાત સાંભળીને શ્રીમતી પણ સ્વામીના ત્યાંથી આવેલ પોપટને જાણે પોતાનો સ્વામી માનતી. તેને ખૂબ પ્યારથી ખવડાવે છે, પીવડાવે છે, લાડ લડાવે છે. //૩૪ll કેટલાક દિવસો આ રીતે પોપટ સાથે રમતાં પસાર થઈ ગયા. એક દિવસ શ્રીમતીએ પોપટના પગે બાંધેલો દોરો જોયો. તરત જ તેણીએ દોરો તોડી નાંખ્યો. દોરો તૂટતાં જ ધનદેવ પ્રગટ થયો. શ્રીમતી તો આશ્ચર્યમાં ડૂબી ગઈ. સ્વજનો બધો આનંદ પામ્યાં. If૩પ
સસરાએ પણ દીકરી જમાઈને રહેવા માટે જુદો આવાસ આપ્યો. ઘણા વખતે મળતો પતિ જોઈને શ્રીમતી ઘણા આનંદ સાથે પતિની સાથે વાતો કરતી સુખમાં દિવસો પસાર કરે છે. સમય જતાં શ્રીમતીના