SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ધર્મિલકુમાર રાસ છે. હવે શું કરવું? કુળદેવીની આરાધના કરી. પૂછવા લાગ્યો. “મા ! હવે મારે શું કરવું? કોડભરી કન્યા મારી નંદવાય છે. ઉપાય બતાવો.” કુળદેવીએ તરત કહ્યું કે જે તેં ચોરી શણગારી છે તેમાં જે નવયુવાન ઊભો છે તેને તિલક કરીને વધાવી તેની સાથે શ્રીમતીનાં લગ્ન કરી દે. ૧૪ll ધનદનાં લગ્ન - તરત ઘરના માણસો ચોરી પાસે ઊભેલા નવયુવાન ધનદેવને ઘરમાં લઈ આવ્યા. સ્નાન-શણગાર સજાવી તિલક કરી. વરરાજાનો વેશ પહેરાવી દીધો. કન્યાને પણ શણગારીને, બંનેને ચોરીમાં પધરાવ્યા. ફેરા ફેરવ્યા. લગ્ન થઈ ગયાં. માંડવા હેઠે નાટારંભ થાય છે. ધવલમંગલ ગીતો ગવાય છે. મોટા મહોત્સવે શ્રીપુંજે પોતાની દીકરીનાં લગ્ન ઊજવ્યાં. ૧પ દૂર ઊભેલી ધનદેવની બંને સ્ત્રીઓએ આ લગ્ન જોયાં. તેમાં નાની સ્ત્રી મોદીને કહે છે. બેન ! મોટી ! સાંભળ! આ નવો વર જે લઈ આવ્યા તે આપણા વર જેવો લાગતો નથી. મને તો આ મારી આંખો કહે છે આ આપણો સ્વામી છે.” ||૧૬ી ત્યારે મોટી કહેવા લાગી. “રે ! ગાંડી ! તને તો આના સમાન જગમાં જે બધા દેખાય તે બધા તારા કંત સમજવા? સરખા રૂપવાળાં સ્ત્રી-પુરુષો તો આ સંસારમાં ઘણાં હોય ! તેથી શું? /૧૭થા તે કંત તો ટાઢિયા તાવે ઘરમાં પીડિત થઈને પડી રહ્યો છે. અહીંયાં કઈ રીતે આવે ? ત્યાંથી વાતો કરતી કરતી નગરમાં બંને ફરવા નીકળી ગઈ. કૌતુક જોવા લાગી. ૧૮જયારે આ બાજુ ધનદેવ નવી પરણેલી સ્ત્રી સાથે આપેલા વાસભવનમાં ગયો. એનું ચિત્ત ઘણું ચપળ બન્યું છે. ચિંતા થાય છે. વૃક્ષ જતું રહેશે તો ! શ્રીમતીના વસ્ત્રના છેડે કેશર રસથી છાનો એક શ્લોક લખી દીધો. 7/૧૯ો શ્લોકનો અર્થ આ પ્રમાણે – ક્યાં હસંતિ નગર? અને ક્યાં રત્નપુર? ક્યાં આકાશમાંથી આંબા સહિત પડવું? આ સર્વ પણ ધનપતિનાં પુત્ર ધનદને ભાવિ ભવિતવ્યાનાં વશે સુખ માટે થયું. આ પ્રમાણે શ્રીમતીની સાથે તોફાન મજાકમસ્તી કરતાં શ્લોક લખી દીધો. જે શ્રીમતીને ખબર જ ન પડી. તરત ધનદેવ ત્યાંથી છટકી ગયો. નીકળી ગયો. નગરની બહાર વનમાં જયાં આંબો હતો ત્યાં પહોંચી ગયો. તે પહોંચે તે પહેલાં તો તે બંને સ્ત્રીઓ વૃક્ષ ઉપર ચઢીને હજુ બેઠી હતી. મંત્ર ભણતી જ હતી. ત્યાં ધનદેવે આવીને પોતાનું વસ્ત્ર વૃક્ષના થડને બાંધી દીધું. પોતે વૃક્ષ સાથે બંધાઈ ગયો. [૨] થોડીવારમાં વૃક્ષ આકાશમાં ચાલ્યું. જ્યાં મૂળ સ્થાન હતું ત્યાં આવી ઊતર્યું. ત્યાં વૃક્ષને મૂકી દીધું. ઉપરથી બે સ્ત્રી નીચે ઊતરે તે પહેલાં ધનદેવ ત્વરિત રીતે વસ્ત્ર છોડી દઈને ઘરમાં આવીને સૂતો. તે બંને સ્ત્રીઓ પણ પાછળથી ઘરમાં આવી ગઈ. //ર૧ી આખી રાતનો ઉજાગરો હોવાથી બંને સ્ત્રીઓ આવીને સૂઈ ગઈ. ઘણી થાકેલી તેથી તરત નિદ્રાધીન થઈ ગઈ. સવાર થતાં બંને જાગી. જયારે ધનદેવ તો ચિંતા ઘણી થતાં ઉંઘી જ ન શક્યો. તેથી મોડી મોડી આંખ મિંચાઈ. હજુ તે જાગ્યો નહોતો. લગ્ન સમયે બાંધેલ કંકણ-દોરા હજુ હાથે જ છે. છોડવા ભૂલી ગયો. /l૨૨l બંને સ્ત્રીઓ જાગી. નાની વહુની નજર સૂતેલા સ્વામી ઉપર પડી. તરત જ મોટીને કહેવા લાગી. “મોટીબેન !” તમે મારું વચન માન્યું નહીં. જુઓ ! જુઓ ! આ હાથમાં કંકણ દોરા બાંધેલા છે. રાત્રિમાં આ આપણો સ્વામી, તે કન્યાને પરણ્યો છે. //ર૩ી મોટીએ નજર કરી. ધનદેવ ભરનિદ્રામાં હતો. ખીજાઈને બોલી. રે નાની ! તારી વાત ત્યાં માની હોત તો, આ સાલાને રસ્તામાં સમુદ્રમાં નાંખી દેત. અને પછી આપણે બંને શાંતિથી રહેત. ઠીક ! જે બન્યું તે ખરું. ૨૪ ધનદ પોપટ થયો :- નાની ! હવે આ રાંકડાની દયા ન ખાતી અને બીક પણ ન રાખતી. અને મંત્ર
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy