________________
ખંડ - ૧ : ઢાળ - ૬
૨૫
બેઠા હેમ સિંહાસને, અગડદત્ત મુનિરાય રે; ધમિલ દેખી વિનયથી, વંદે ગુરૂના પાય રે. મુ..રા બેઠો યથોચિત થાનકે, કહે મુનિ ધર્મ રસાલ રે; ધર્મ કરી નરભવ લહી, ઠંડી મોહ જંજાલ રે. મુ...૩ મોહેં મૂંજ્યા મત ફિરો, છોડી પંથ ગમાર રે; મોહની મદિરા છાકશી, રાગદશા સંસાર રે. મુ...૪ રાગે વાહ્યા નર ચલે, ઠંડી ઘર પરદેશ રે; નંદી સોવનકાર ક્યું, જલંતા જ્વલન પ્રવેશ રે. મુ.પા. વિષભક્ષણ કૂપે પડે, ગિરિ શિરે ઝપાપાત રે; એકાદશ ગુણઠાણાથી, પડીયા હેઠળ જાત રે. મુ... ll દષ્ટિ રાગે આંધળા, નહીં નિજપરનો વિચાર રે; અતિરાગે ઘેલો થયો. વિજયપાલ ભૂપાલ રે. મુ...Iણા પ્રેમે પૂછે પરષદા, સ્વામી તેહ કહો વાત રે; પુરિમતાલ પુર ભુપતિ, રંભા રાણીશું જાત રે. મુ.ટા શેઠસુતા પદમાવતી, દીઠી રૂપ નિધાન રે; રયવાડી જાતાં થકાં, લાગ્યું તેહશું ધ્યાન રે. મુ...ll શેઠઘરે માગું કરી, રાજા પરણ્યો તેહ રે; નાવે રાજકચેરીયે, લાગો તાસ સનેહ રે. મુ..૧ના દિન તે પદમાવતી, મરણ લહે ફૂલ રોગે રે; વિજયપાલ ઘેહલો થયો, અંતરદાહ વિયોગે રે. મુ.../૧૧થા દહન કરવા નવિ દીએ, બેઠો મૃતકની પાસ રે, કહે મંત્રી એ મરણ ગઈ, મૂકો રાણીની આશ રે. મુ...૧ર. નૃપ કહે તુજ માતાપિતા, મરશે સુત પ્રિયા જાત રે; જીવે રાણી અમ તણી, કોડી વરસ કરો વાત રે. મુ../૧all મંત્રી કહે મેં રીશવી, દૂર રહો નરનાહ રે; મંત્રી રાયને છેતરી, દીધો અગ્નિદાહ રે. મુ.../૧૪ રૂઠી સ્વર્ગે સા ગઈ, નિયમ લીએ નૃપ તામ રે; વિણ દીઠે પદમાવતી, ન લીએ ભોજન નામ રે. મુ.../૧પા