________________
૨૪
ધમિલકુમાર રાસ
કાલકૂટ સુર સંહરો, તરૂશિર નિતિન જાત; ધૂલ તલાઈ સુર કરે, કરતાં ઝપાપાત. //પા. એમ ઘણા મરવા તણા, ચિંતા અવર ઉપાય; તવ તે કોપી સુર કહે, મા મા સાહસ કરાય. ૬l ચિંતે હજી આગલ કિશ્યા, દેશે દૈવ કલેશ; વારે છે મુજ દેવતા, કરતાં મરણ ઉદેશ. તેથી એમ ચિંતવતો તે ગયો, સ્નિગ્ધ વને સુખકાજ; તિહાં તરૂતલ દીયે દેશના, દીઠા એક મુનિરાજ. Al૮. જંગમ તીરથ ભૂતલે, કરતાં ભવિ ઉપગાર;
જ્ઞાન દિશાએ જાગતા, કર્મવૈદ્ય અણગાર. લી ક્ષણમાત્ર નિદ્રા લઈને ધમ્મિલ જાગ્યો અને ચિંતાની ચિંતામાં પડ્યો. ઘડીક રડે છે. વળી ઘડીક વડલાની ડાળ પકડી વિચારે ચડી જાય છે. નસીબને રડે છે. વળી વિચારે છે. ૧ રે! નિર્ધનને જીવવાનો અર્થ શો ? નિર્ધન મનુષ્ય જીવતાં છતાં મરેલા જેવા છે. હું પણ જીવતાં છતાં હવે તો મરેલા બરાબર છું. આ પ્રમાણે વિચારતો નિર્જન વનમાં ગયો. //રા
ત્યાં વનરક્ષક સૂતેલો છે. બાજુમાં જ તેની તલવાર પડી હતી. જે તલવારને ધમિલે છાની રીતે ઉપાડી. હવે જીવવું જ નથી એટલે તલવારથી શિરચ્છેદ કરવા જાય છે. ત્યાં વનદેવતાએ તલવાર અપહરી લીધી. II તો વળી ત્યાં એકાંતમાં જઈ લાકડાં ભેગા કરી ચિતા તૈયાર કરી. અગ્નિ પેટાવીને જ્યાં પગ મૂકવા જાય છે ત્યાં દેવે અગ્નિ ઠારી દીધો. તે જોઈને ધમિલ વધારે ખિન્ન થયો. All
વળી કાલકૂટ ઝેર ચૂસે છે તો દેવે તે પણ સંહરી લીધું. વૃક્ષ ઉપર ચઢીને ઝપાપાત કર્યો તો દેવે નીચે ધૂળની શય્યા કરી દીધી. પી. આમ ધમિલ મરવા માટે જુદા જુદા ઉપાયો વિચારે છે ત્યારે, હવે દેવ કોપાયમાન થયો. ને કહેવા લાગ્યો, રે ! આવુ સાહસ ન કરીશ. ન કરીશ.//૬ll
ત્યારે ધમ્મિલ વિચારવા લાગ્યો કે ભાગ્યદેવતાને હજુ કેટલાં કષ્ટ આપવાં છે જેથી દેવ મારા મૃત્યુને રોકે છે? IIણી આમ વિચારતો તે સુખશાંતિ માટે વનરાજી ખીલી છે તેવા વનમાં ગયો. તો ત્યાં એક વૃક્ષની નીચે દેશના દેતા મુનિરાજ તેના જોવામાં આવ્યા. ll૮.
અહો ! આ પૃથ્વીતળને વિશે જંગમ તીરથ સમાન મુનિભગવંતો ભવ્ય જીવોના ઉપકાર માટે વિચરી રહ્યા છે. જ્ઞાનદશા જેમની ઊઘડી ગઈ છે, એવા મુનિ અણગાર, કર્મરોગને દૂર કરવામાં વૈદ્ય સરખા વિહરે છે. II
-: ઢાળ છઠ્ઠી :| (દશીઃ મન મલવા મુજ અલયો). મુનિવાણી રસ માલતી, ચૂસતા અલિ લોક રે; વૃક્ષ અશોક તરૂતલે, સુર-નર-નારીના થોક રે. મુ..In :