________________
ધમિલકુમાર રાસ દિન દશ વર્તે મંત્રિએ, તવ એક બુદ્ધિ ઉઠાય રે; વિપ્ર વધામણી મોકલ્યો, સુણી નૃપ હર્ષિત થાય રે. મુ../૧દી પૂક્યો દ્વિજ કહે સ્વર્ગમાં, વિલસે સુખ વિશેષ રે; થોડા દિનમાં આવશે, પણ વિંછે તુમ લેખ રે. મુ.../૧ણા મુદિત અને મહિપતિ સુણી, ભોજન કીધ સનેહ રે; લેખ લખી દઈ પાઠવ્યો, વલી કેતે દિન તેહ રે. મુ./૧૮ આવી રાયને કર દીયે, ફળ નારિંગ રસાલ રે, ખાવા રાણીયે મોકલ્યાં, તુમ પર ભક્તિ વિશાલ રે. મુ.../૧લા રીયો ભૂષણ તસ દીયે, પસરી ઘર ઘર વાત રે; રાજા પાસે આવીયો, દ્વિજ એક પૂરત જાત રે. મુ.../૨વા લેખ દીયો નૃપ વાંચીયો, હું તમ દાસી રાય રે; આવણ નદીએ સાહેલીઓ, વરસ સમા દિન જાય રે. મુ...રવા કોટી ધન પહેરામણી, મેં કીધી સુરલોક રે; દેવું આપી આવશું, મોકલજો ધન રોક રે; મુ...રરા મંત્રીને કહે ધન દીયો, ભૂષણ કંચુઓ ચીર રે; મંત્રી કહે નૃપ વિપ્ર એ, કીએ પંથે જશે ધીર રે. મુ... lal નૃપ કહે પૂરવે દ્વિજ ગયો, તે મારગે કરી એહ રે, મંત્રી કહે અગ્નિ વિચે, તેણિ વિધિ જાશે સંદેહ રે.. મુ.ર૪ો. મંત્રી પૂર્તિને લેઈ ચલ્યો, બાહિર બાંધી નિઘટ્ટ રે; , અગનિમાંહે પ્રજાલીયો, વહેલા આવજો ભટ્ટ રે. મુ.રપા કેતા વાસર અંતરે, નૃપ આગ્રહથી તામ રે; ઉંચ વરણ રૂપ વય સમી, વેશ્યા પદમાં નામ રે. મુ.../૨૬ો. શીખાવી વનમાં ધરી, મંત્રી દત વધાઈ રે; રાજા સન્મુખ આવતો, લેઈ સકલ સર્જાઈ રે. મુ...//રી હશે હસ્તશિરે ચઢી, ઉતરીયા દરબાર રે; પુષ્ટિ અમૃત આહારથી, ચિંતે ચિત્ત મોઝાર રે. મુ...ll૨૮ી . સ્વર્ગની વાતો પૂછતાં, સા કહે ભૂપને તેમ રે, મંત્રીએ જેમ શીખવી, ચતર તે ભૂલે કેમ રે. મુ...રલ