________________
ખંડ - ૬ : ઢાળ - ૬
૪૦૦
' ઉદ્યાનમાં અશોકવૃક્ષ નજીક શિલા ઉપર બેઠેલા ધમ્મિલ રાજા ચિંતિત છે. માણસને માર્યાનું હૈયામાં પારાવાર દુઃખ છે. તે વખતે કોઈ નવયૌવના આકાશમાર્ગેથી ઊતરી આવી. તેના સ્તનરૂપી ફળથી શરીર રૂપી ડાળ નમી રહી હતી. અપ્સરાને હરાવે તેવું તેનું રૂપ છે. આવી રૂપવંતી અપ્સરા જેવી તે ખેચરી ધીમે ધીમે પગલાં માંડતી, લટકાળી ચાલે ચાલતી આવતી તેણે જોઈ. //તેણીએ રક્તવર્ણની સાડી પહેરી છે. મણિથી જડેલું તિલક લલાટે શોભી રહ્યું છે. ચરણે પીળી ઘુઘરીયો ઝગારા મારી રહી છે. મણિ-હીરાથી જડેલો કંચૂક શરીર ઉપર શોભી રહ્યો છે. રા - કાજલઘરી રેખાથી આંખો ભરેલી છે. વળી મુખકમળ પૂર્ણિમાના ચાંદ જેવું શોભતું હતું. રક્તવર્ણા બે હોઠની વચ્ચે ઉજજવળ એવી દંતપંક્તિ જોતાં તો દેવ પણ મોહી જાય તેવું તેનું રૂપ હતું. ૩ થોડાં પણ મૂલ્યવાન આભૂષણો શરીરની શોભામાં વૃદ્ધિ કરે છે. તંબોલથી તેનું રક્તવર્ણ બનેલું મુખ અતિ શોભી રહ્યું છે. ધમિલકુમારને જોતાં જ મોહિત થઈ હોય તેમ તે સુંદરી કુમાર આગળ આવીને ઊભી. ધમિલ તેને જોતાં જ સ્તબ્ધ થઈ ગયો. ૪
- કુમાર તો તે નવયૌવના જોવામાં દિગૂઢ થયો છે. પણ તે કન્યા વિનયપૂર્વક બોલી, હે ગુણનિધિ ! મારા મનમોહન ! મારી વાત સાંભળો. તમને જોતાં જ મારું મન તમને મોહી ગયું છે. કુમાર બોલ્યો. “તું કોણ છે?” કન્યા બોલી. “વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીએ અશોક નામે નગર છે. પણ તે નગરીનો મહસેન નામે વિદ્યાધર રાજા છે એને ચંદ્રપ્રભા નામે રાણી છે. બંને ઘણાં સુખિયાં છે. llll
સુખિયા જીવોને સુખ ભોગવતાં પુત્રની પ્રાપ્તિ થઈ. જેનું નામ મેઘરથ છે. તે પુત્ર ઘણો અવિવેકી અને અવિનીત છે. તે પછી એક પુત્રી થઈ એનું નામ મેઘમાલા છે. તે હું કુલરીતિએ ચાલનારી છું. //૭ી એક દિવસ મારાં માતાપિતા (રાજા-રાણી) બેઠાં છે. અંતરની વાત કરતાં હતાં. આપણો પુત્ર કુલક્ષણ ધરાવે છે. કોઈવાર કોષે ભરાયો તો આપણો પણ ઘાત કરી નાંખે. કંઈ કહેવાય નહીં. દા.
વળી તે પદારાલંપટ છે. તેનો વિશ્વાસ પણ આપણને આવે નહીં. અને જો અંતે તે રાજા થશે; સર્વસત્તા હાથમાં આવશે તો સર્વવિનાશ નોંતરશે. IIલા અગ્નિથી ઊઠેલી વરાળ, (ધૂમ), ઘનઘોર વાદળની પદવી પામે. અને એ જ વાદળ ગર્જના કરતો મૂશળધાર વરસાદ વરસાવીને, તેને ઉત્પન્ન કરનાર જવલન (અગ્નિ)નો નાશ કરે છે. ૧૦.
- તે જ રીતે દુર્જન જનો જો ભાગ્યબળે લક્ષ્મી કે રાજ્યને મેળવે છે. તો પ્રાયે કરીને તે દુર્જન પોતાના પિતા-બાંધવની તર્જના કરે છે, ક્લેશ કરનારો થાય છે. કદાચ ઘાત કરનારો પણ થાય છે. [૧૧ાા વળી મારા પિતાએ માતાને કહ્યું છે કે હે પ્રિયે ! આપણા પુત્રને રાજય મળે તો પ્રજા પણ રાજી નથી. માટે હું તેને રાજય આપવા રાજી નથી. આગળ વળી કોઈ ભાગ્યશાળી પુરુષ હશે તે રાજય ભોગવશે. l/૧૨/
“સ્વામીનાથ ! મારી વાત સાંભળો. કંઈક વિચાર કરીને ઉપાય શોધો. સર્પ શેલી આંગળીનો છેદ કરવાથી, પણ જીવિત રહેતું હોય તો સુખી થાય. માટે આંગળી છેદી દેવી જોઈએ. /૧૩ રાજા કહે..હે પ્રિયે ! સાંભળો. ઉપાય વિચારીએ. પણ હું તો આ પુત્રને જોઉં છું ને મારો દેહ અને હૈયું બળી જાય છે. શું કરવું? છતાં આરાધના કરી વિદ્યાપ્રજ્ઞપ્તિ પ્રાપ્ત કરી. પછી તેને આ વાત પૂછવી. તે દેવી જે ઉત્તર આપશે તે પ્રમાણે હું કરીશ. I/૧૪ો મહસેન રાજાએ દેવીની સાધના કરી. પ્રજ્ઞપ્તિ દેવીને પ્રગટ થવું પડ્યું. વિદ્યા થકી વિદ્યાધરો બધું જ મેળવી શકે. રાજાએ કહ્યું, “હે દેવી! મારો પુત્ર કુલાંગાર છે. ભવિષ્ય કેવું છે?' * પ્રજ્ઞપ્તિ દેવી કહે “રાજનું ! તારો પુત્ર સાતે વ્યસનમાં ચકચૂર છે. એની ઉપર તને મોહ શો? II૧પીવળી