________________
ધમ્મિલકુમાર રાસ
લક્ષ્મી પણ માતાને ગળે વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. ત્યારે તે યક્ષિણી રૂપી માતા પણ કહેવા લાગી. “હે વત્સ !” અમને ભૂલી ન જતી અમને યાદ જરૂ૨ ક૨જે. વળી જ્યારે પણ કામ પડે ત્યારે મારા નામનું સ્મરણ કરજે. દીકરી હું તને સહાય કરવા તરત આવીશ. ॥૪૯લા
મંત્રીશ્વરે હવે વિદાય માંગી. યક્ષરાજ વિદાય આપવા લાગ્યા. પુન્યનો પ્રભાવ તો જુઓ ! રાજા - મંત્રી - અન્ય પરિવાર સૌને દૈવીશક્તિ થકી પળવારમાં તો રત્નપુરીમાં ઉદ્યાનમાં મૂકી દીધા. તરત જ દેવ અદૃશ્ય થઈ ગયો. ।।૫।
399
હર્ષમાં આવેલ રાજાએ મંત્રીને કહ્યું. હે મંત્રીશ્વર ! તમે તમારી બુદ્ધિ અને તમારા પુણ્ય થકી (બળથી) મારા મંદિરે (મહેલે) સુંદર એવા રત્નને સ્થાપન કર્યું અને તમે તમા૨ા ઘરને વિશે લક્ષ્મીને સ્થાપન કરી. વાહ ! મંત્રીશ્વર ! તમારી બુદ્ધિનાં શું વખાણ કરું ? ॥૨૧॥
રસથી ભરપૂર પાંચમા ખંડની નવમી ઢાળ પૂર્ણ થઈ. વીરવિજયજી મહારાજ કહે છે કે હે ભવ્ય પ્રાણીઓ ! અખંડ એવા પુણ્યને તમે પણ કરજો. ૫૨॥
ખંડ - ૫ ની ઢાળ : ૯ સમાપ્ત
-: Elei:
લોક બહુલ જોવા મળ્યો, રતનવતીને ત્યાંહી, દ્વીપાંતરી વર વસ્તુને, કોણ નવિ જુએ ઉચ્છાંહી. ||૧|| ૫૨ભવનો મેળો મળ્યો, તે પણ જુગતી જોડ, ધર્મપ્રભાવે પર્વદિને, સુણી તપ કરે જન કોર્ડ. ! નગરપ્રવેશ મહોત્સવે, પોહોતા નિજ નિજ ગેહ, સર્ગ તણા સુખ ભોગવે, પરવે પોષહ લેહ. IIII એક દિન બેઠા ગોખમેં, ન્રુપ પટ્ટરાણી સાથ, કીરયુગલ આવી તિહાં, બેઠા બેહુ જણ હાથ. ॥૪॥ રાજા પૂછે તેહને, કેમ આવ્યાં કિહાં વાસ, કીર કહે આ વનમાં વસુ, આવ્યા ધર્મી પાસ. III એમ કેહેતાં મૂચ્છિત થઈ, ભૂઈ પડ્યાં નરનાર, નૃપરાણી વિલખાં થઈ, દેતાં તસ નવકાર ॥૬॥ મરણ ગયાં તવ ભૂપતિ, કરે અગ્નિસંસ્કાર, સંશય ભરીયાં તે નિશિ, સૂતાં સૌધ મઝાર. IIII
--
રત્નપુરી નગરીની બહાર ઉદ્યાનમાં, રત્નવતીની જાનને દેવ-દેવીયે લાવી મૂકી દીધી. પોતાના રાજા બીજા દેશમાં જઈને રત્નવતીને પરણી લઈ આવ્યા છે. તેથી તેને જોવા માટે નગરજનો ઉદ્યાનમાં ઉમટી પડ્યા છે. બીજાના મલકની કન્યા તથા ત્યાંથી આપેલ દાયજાની વસ્તુઓ જોવા કોણ ન આવે ? ।।૧।। પૂર્વભવના પુન્ય બળે, પૂર્વભવના બંને આત્મા આ ભવમાં વળી ભેગા થયા. તે પણ યોગ્ય જુગલ જોડ મળી. ધર્મનો પ્રભાવ અચિંત્ય છે. તે પ્રભાવ જાણી ઘણા નગરજનોએ પર્વદિને તપ