________________
ખંડ -પ: ઢાળ - ૯
૩૬૫
મંત્રીશ્વરના મુખથી રાજાના પૂર્વભવની વાત સાંભળી રત્નવતી આશ્ચર્ય પામી. અને આનંદિત પણ થઈ. સઘળી લજ્જા છોડીને પૂર્વભવનો વિચાર કરતી રત્નવતીએ રાજા ઉપર રહેલ વસ્ત્ર, સ્વહસ્તે દૂર ખસેડી નાખ્યું. અને બોલી. હું હરણી, જે તમારા પૂર્વભવની સ્ત્રી હતી તે જ હું છું. I૩૭.
રાજા રાણીનું અદ્ભુત મિલનઃ આપણે બંને સરખાં ધર્મનું પાલન કર્યું છે તેથી સમાન ગતિ. (મનુષ્યગતિ) થઈ. ભાગ્યવશાત્ નામ પણ આપણાં સરખાં છે. આપણા ગાઢ સ્નેહનું સ્થાન પણ સમાન, કે જે ચંદ્રમંડલ જોવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું અને પૂર્વભવ દેખ્યો. ૩૮ સ્નેહસભર, નયને નયનનો મિલાપ થતાં રત્નશેખર અને રત્નાવતી સામસામું જોતાં બે ઘડી મૌન ધારણ કરીને રહ્યાં. ઘણાં વર્ષોનું અંતર દૂર થતાં રત્નાવતીના નયને નીર ભરાયાં. રૂા.
એક દાસી દોડતી રાજમહેલમાં પહોંચી ગઈ. રાજાને વધામણી આપી. હે મહારાજ ! કુંવરીને પૂર્વભવનો સ્વામી મળ્યો છે. અને સ્નેહથી તે ત્યાં પૂતળીની જેમ જકડીને ઊભી રહી છે. II૪૦ના આ પ્રમાણે દાસીની વાત સાંભળીને જયસિંહ રાજા તરત જ કામદેવના મંદિરે આવ્યા. પરદેશી રાજા રત્નશેખરને તેમના પરિવાર સહિત બહુમાન પૂર્વક મહેલે તેડી લાવ્યા. I૪૧૫
રત્નાવતીના લગ્ન - મહોત્સવ મંડાવ્યા. ઠાઠમાઠથી વરરાજાનો વરઘોડો ચડાવ્યો. ઘડિયાં લગ્ન લીધાં. વરને માંડવે લાવ્યા. બંનેના લગ્ન થયાં. જયસિંહ રાજાએ કન્યાદાનના અવસરે જમાઈરાજાને હાથી-ઘોડા-થ-વળી વસ્ત્રો-અલંકારો વગેરે દાયજો આપ્યો. દીકરીને પણ કરિયાવરમાં (આણામાં) ઘણું આપ્યું તથા અન્ય પરિવારને વસ્ત્ર અલંકારથી વિભૂષિત કર્યો. //૪રા વરકન્યાને અવસર થતાં વોળાવીને એક મુકામ સુધી સાથે ચાલ્યા. જયસિંહ રાજા સહિત સર્વ પરિવાર વિદાય આપી પાછો વળ્યો. ત્યાર પછીમંત્રીએ યક્ષરાજનું સ્મરણ કર્યું. જોતજોતામાં ઘડીકવારે સૌ યક્ષરાજ જયાં હતા. ત્યાં ભૂતાવટીમાં આવી ગયા. સૌએ ત્યાં વિશ્રામ કર્યો. ૪all
યક્ષદેવે પણ જમાઈરાજ, રાજા અને નવી પરણેલી રાણી તેમજ અન્ય પરિવારનું ઉચિત સ્વાગત કર્યું. સૌનો ઘણો આદર-સત્કાર કર્યો. દેવે પોતાની કન્યા લક્ષ્મીદેવીને દિવ્યવેશે શણગારી. અલંકારોથી • પણ અલંકૃત કરી. તે પછી વ્યંતર આદિ દાસ સેવક પરિજન સહિત મંત્રીને સોંપી. //૪૪ વ્યંતર-વ્યંતરી
આદિએ ભેગા મળી ષસ ભોજન તૈયાર કર્યા. મંત્રીશ્વર જમાઈ-રાજા તથા પરિવાર સૌ જમી રહ્યા છે. લક્ષ્મીની જાન આવી કહેવાય. યક્ષ પરિવારની દેવીઓ બત્રીસ પકવાન અને તેત્રીશ પાક બીજા પણ ફરસાણ આદિ પીરસી રહી છે. યક્ષરાજ સૌને આગ્રહ કરીને જમાડી રહ્યા છે. ૪પા
લક્ષ્મીની જાન, યક્ષદેવે ઘણી સાચવી તે પછી ભોજન કર્યા પછી સૌને તંબોલ દીધા. મુનિસુવ્રત સ્વામીના મંદિરે પૂજન રૂપ એક દિનનો મહોત્સવ પણ કર્યો. જિનેશ્વર પરમાત્માના ઘણા ગુણો ગાતાં. એક દિવસ તો ઘડીકમાં પસાર થઈ ગયો. લક્ષ્મીની જાને યક્ષરાજને ત્યાં એક દિન વિશ્રામ લઈને હવે જવાની ભાવના બતાવી. II૪૬ો બીજે દિને યક્ષરાજ મંત્રીશ્વરને કહે છે “જમાઈરાજ ! ગુણિયલ એવી આ મારી પુત્રી, આજદિન સુધી સ્વર્ગનાં સુખ ભોગવતી હતી. હવે તમારા હાથમાં સોંપી છે. ક્યારેય તેને છેહ દેશો નહીં. ક્ષણવાર વીસરશો નહીં. ૪૭ળા
વળી યક્ષરાજ પોતાની દીકરીને કહે છે...હે બેટી ! તારી સાથે અમારી સ્નેહની ગાંઠ બંધાઈ છે. ' તેથી અમે ક્યારેક તને મળવા આવશું. આજે તો તું તારે સાસરે જઈશ. અમે હવે અહીં ન રહેતાં સ્વર્ગમાં ચાલ્યા જઈશું. અમને તો તે હવે નિરાશ કર્યા. અમને તો સ્વર્ગે પણ શૂન્ય લાગશે. ll૪૮.