________________
ખંડ --પ: ઢાળ - ૧૦
૩૬૦
આદર્યો. i રા નગરના અધિકારીઓ અને પ્રજાજનોએ ભેગા મળીને પોતાના સ્વામીનો નગરપ્રવેશ -ઘણા ઠાઠમાઠથી મહોત્સવપૂર્વક કરાવ્યો. તે પછી સૌ પોતપોતાના ઘરે ગયા. નગરમાં સૌને ઘણો આનંદ થઈ રહ્યો છે. સ્વર્ગનાં સુખો જાણે ભોગવતાં ન હોય તેમ રાજા-રાણી સુખને ભોગવે છે.
ધર્મમય જીવન જીવતાં અને સ્વર્ગીય સુખોને ભોગવતાં છતાં પર્વના દિવસે રાજા-રાણી પૌષધવ્રતને ધારણ કરે છે. ૩. સુખમાં રહેલાં રાજા-રાણી, અવારનવાર પૌષધ કરે છે અને ધર્મની શ્રદ્ધા વધી રહી છે. આમ કેટલો સમય આ રીતે પસાર થવા લાગ્યો. એકવાર રાજા-રાણી મહેલની અગાશીયે બેઠાં છે અને કોઈક કીરયુગલ (પોપટ-પોપટીનું જોડું) ઊડતું ઊડતું આવીને રાજાના હાથ ઉપર આવીને બેઠું. રાજા તે જોઈને આશ્ચર્ય પામ્યો. રાજા પોપટને પૂછે છે. /૪
રે પંખીડાં, અહીં કેમ આવ્યાં? તમે ક્યાં રહો છો ? ત્યારે પોપટ બોલ્યો. અમે નજીકના વનમાં વસીએ છીએ. ધર્મીમાણસ એવા તમારી પાસે અમે આવ્યા છીએ. પણ આટલું બોલતાં જ પોપટમેના બંને રાજાના હાથ ઉપરથી નીચે ઢળી પડી મૂછિત થયાં. રાજા-રાણી તો એકદમ વિલખાં થઈ ગયાં. અરે ! કલ્લોલ કરતાં પંખીડાને આ શું થયું? તરત જ રાજા-રાણી તેમને નવકાર સંભળાવવા લાગ્યાં. થોડીક ક્ષણોમાં તો બંનેનું પ્રાણપંખેરું ઊડી ગયું. દી મરણ પામેલાં તે બંનેનાં કલેવરને રાજાએ અગ્નિસંસ્કાર કર્યો. બંનેના હૈયામાં મોટો સંશય ઊભો થયો. આ કીરયુગલ કોણ હશે? ક્યાંથી આવ્યું હશે? આમ સંશય ધરતાં બંને સૂતાં છે.
ઢાળ દશમી (માતા જશોદા વાટ જુએ છે, માખણ સાકર ગોળ રે, હરિને ઘેર લાવો....એ દેશી) જ્ઞાની મુનિ વનમાં સમોસરીયા, રૂડાતત્ત્વરૂચિ અણગાર રે,શાની જગતનો દીવો, રવિ ઉદયે તે વાત સુણીને આવે નપતિ પટ્ટનાર રે. શાની./ દેઈ પ્રદક્ષિણા વંદીને બેસી, જિનવાણી સુણે એક ચિત્તરે, જ્ઞાની. કિરયુગલ સંશય પૂછતાં, એક સુભટ આવ્યો ભયભીતરે. શાની..રા. એક હાથે એક ખડ્રગ ગ્રહી રે, લેઈ સાથે રૂપાલી નાર રે, જ્ઞાની. કહે સુણ રાજા તું વ્રતધારી, શરણાગત રાખણહાર રે. શાની..all ખેટ અરિ એક ગગને ઉભો, હું આવું હઠાવી તાસ રે, જ્ઞાની. તિહાં લગે એ મુઝે નારી સતીને, રાખજો રાજા તુમ પાસરે. જ્ઞાની..ll૪l રાય તમે પરનારી સહોદર, તેણે સોંપું છું વરનાર રે, શાની. રાય કહે નિર્ભય અરિ સાધો, ચિંતા ન કરવી લગાર રે. શાની.//પા. એમ સુણી સુભટ ગયો આકાશે, તસ વાર થઈ ઘડી ચાર રે, જ્ઞાની. મૂલછેદ એક હાથ તે પડીયો, જુએ ભાનુમતી તે નાર રે. શાની../ell. મુઝ પતિ હાથ એ રોતી બોલે, નૃપ ભાષે કિશું અહિનાણ રે, જ્ઞાની. સા કહે મુઝ નયનાંજન રેખા આ, લાગી સાચ નિશાન રે. શાની.ilણા.