________________
so
ધમિલકુમાર રાસ એ મંત્રની સાધનાવિધિ ઘણી જ આકરી છે. અમે રહ્યા વણિક લોકો. તેથી તે અમારાથી થઈ શકે તેમ નથી. નિર્ભય થઈને એક રાત્રિ જાપ જપવામાં આવે તો અવશ્ય દેવ વરદાન આપે છે. ૧૨ા. તે વરદાન થકી એવી દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થાય છે કે સકલ વિશ્વ પ્રત્યક્ષ દેખાય. પછી ચોર તો શું વિસાતમાં છે? વળી બીજું ફળ એ કે, સો (૧૦૦) હાથી જેટલું ભુજાબળ પ્રાપ્ત થાય છે અને જો આવું તમને મળી જાય તો જગતની અંદર તમે તો પ્રસિદ્ધ થઈ જાવ. I૧all
જોગી તો જંગલમાં અદેશ્યપણે રહે છે. ત્યાં તેમની નજીક જઈને પાંચરત્ન મૂકી એની પૂજા કરી, ધૂપ અને ઘીનો દીવો કરીશું. ૧૪ો પછી તમને એ મંત્ર શીખવીશ. તમે તેને સાધજો. મંત્ર ફળે પછી ખુશ થઈને મને એક ગામ ભેટ આપજો . સેનાપતિ તે વાત સાંભળીને વિચારવા લાગ્યો કે વાત મજાની છે. જો સાધના ફળી જાય, તો જગતમાં નામ રહી જાય. //ઉપા
સમય નક્કી કરી, ઘોડા ઉપર બેસીને સેનાપતિ અને ચોર બંને વનમાં પહોંચ્યા. એક મોટા વડવૃક્ષ નીચે આવીને ચોરે જે સ્થાન બતાવ્યું ત્યાં વિધિ પ્રમાણે પાંચ રત્નો મૂક્યાં. મઘમઘાયમાન ધૂપ કરી ઘીનો દીવો કર્યો I/૧૬ો બરાબર વિધિ સાચવીને હવે વસ્ત્ર-ભૂષણ-ઘોડો વગેરે એકબાજુ મૂકી, પડદો આડો કરીને સેનાપતિજી આંખો મીંચીને જાપ કરવા બેઠો. આ બાજુ ચોર ત્યાં મૂકેલાં પાંચરત્નો, સેનાપતિનાં વસ્ત્રો-આભૂષણો ઘોડો વગેરે લઈને જેમ સૂર્યાસ્ત સમયે તાપ દૂર થાય તેમ ચોર ત્યાંથી દૂર (પલાયન) થઈ ગયો. f/૧૭થી.
મંત્રીશ્વર મૂંડાયા - હવે ચોરે ભરવાડીનો વેષ કર્યો. ચંદ્રહાસ નામની મદિરાનું માટલું માથે મૂક્યું. રૂમઝુમ રુમઝુમ કરતી, ચૌટામાંથી નીકળીને મંત્રીશ્વર જ્યાં હતા ત્યાં તેના પાલની નજીક પહોંચી ટહૂકો કર્યો. ૧૮ “મહી લ્યો, મહી ! મીઠાં ગોરસ લ્યો ગોરસ.”નો સાદ પાડે છે. આ ગોરસ લેશો રાજવી? – કોકિલ જેવો મીઠો સ્વર સાંભળીને મંત્રીજી તો તેને પોતાના તંબૂમાં તેડી ગયો અને રંગરેલિયા (ભોગસુખની માંગણી) મનાવવા, માંગણી કરવા લાગ્યો. ૧૯ો.
ફૂટડી ભરવાડણ (રૂપી ચોર) નયન નચાવતી, કટાક્ષબાણ ફેંકતી મંત્રીના હૃદયને વેધતી કહેવા લાગી. અરે ! પહેલાં ગોરસ તો લ્યો. અરે ! મારો મીઠો મીઠો પ્રેમ તો પીવો ખરા ? લ્યો ! આ તમારી પાસે જ બેઠી છું. મહિયારણના હાવભાવ ને મોહના બાણથી પ્રધાન તો ફિદા ફિદા થઈ ગયો. ll૨૦ના
વિષયી નર હંમેશાં વિશ્વાસ હોય છે.” વિશ્વાસમાં આવીને ઘણા અનર્થોનો ભોગ બને છે. મંત્રીશ્વર પણ આહીરણે આપેલી ચંદ્રહાસ મદિરા ગટગટાવવા લાગ્યો. મહીયારણરૂપી ચોર મનમાં ઘણો હસવા લાગ્યો. જેવી મદિરા પેટમાં ગઈ કે તરત જ મંત્રીનું ચૈતન્ય નષ્ટ થયું. તે મૂછિત થઈ જમીન ઉપર ઢળી પડ્યો. ૨૧૫ પછી તેમનાં દાઢી-મૂછને (ચોરે) ભરવાડણે અડધા અડધા કાપી નાખ્યાં. બંને પગમાં બેડી નાંખી, મુખ ઉપર ખાસડું (જુતિયું) મૂકી દીધું. તંબૂમાં જે કંઈ વસ્તુ સારભૂત હતી તે સઘળી તપાસી લીધી. //રરા
સઘળું ધન-વસ્ત્ર-આભરણ કબજે કરીને શોર મચાવતી નીકળી. ઘણાનાં હૃદય ધડકાવતી નિર્ભયપણે મંત્રીને લૂંટીને, બેહાલ કરીને, ધોબીને ઘેર ચાલી ગઈ. બે ઘડી વિશ્રામ લઈને ધોબીનો વેષ લીધો. ૨૩
રાજા રંડાયા - ધોબીનો વેષ કરી, ગધેડા ઉપર વસ્ત્રનું પોટલું લાદીને મધ્યરાત્રે ચાલ્યો. પૂર્વદ્યારે જ્યાં રાજા ચોકી કરતો હતો. તે દરવાજા ઉપર નિર્ભયપણે તે આવ્યો. રાજા પૂછે છે.. રે ! કોણ