________________
ખંડ - ૧: ઢાળ - ૧૨
રાજાનો આદેશ ઃ- એ ઠીક સલાહ છે.“મંત્રીજી !” આજ રાતનાં જ સર્વ જણાએ પોતપોતાની જગ્યા સંભાળી લેવી. કોટવાળે સુભટો સહિત નગરમાં ફરતાં રહીને તપાસ રાખવી. રાજાએ કહ્યું.
“આપનો હુકમ અંગીકાર કરીએ છીએ.” સૌ બોલ્યાં. IIII
ઠીક ત્યારે, “સૌ પોતપોતાનાં દ્વાર સાચવીને રહેજો. હું પણ પૂર્વદિશાનાં દ્વારે સમય થતાં હાજર થઈ જઈશ.” રાજાનો હુકમ સાંભળી સૌ વિખરાયા. રાત્રિ થતાં સૌ પોતપોતાનાં સ્થાને ગોઠવાયાં. ચોર વિચારવા લાગ્યો કે નગરમાં થતી વાતો ઉપરથી લાગે છે મને પકડવાનો આજે પાકો બંદોબસ્ત છે. હવે જોઈએ. અંગ ઉપર શણગાર સજીને, સાર્થવાહનુંરૂપ કરીને ધોબીને ત્યાં રહ્યો ને રાતે તે બહાર નીકળ્યો. ।।૪।।
૫૯
જ્યારે બજારમાં લોકોનાં મુખે એક જ વાતની ચર્ચા ચાલતી હતી. ચોર આ વાત ઠેર ઠેરથી સાંભળતો નિર્ભયપણે ચૌટામાં ફરતો ફરતો એક દેવાલયની નજીક પહોંચ્યો. ત્યાં તે યક્ષના મંદિરમાં કોટવાળને જુગાર રમતો જોયો. વિચારે છે કે પા
કોટવાળ કબજામાં ઃ- “આ કોટવાળ મૂર્ખ ગધેડો છે.” નીકળ્યો છે મને પકડવા ને તે તો જુગાર ખેલે છે.” ચોર મનમાં બબડતો પણ તેમની વચ્ચે જઈને ૨મવા બેઠો. રમત મઝાની જામી. એક બીજા ચડસાચડસી કરવા લાગ્યા. ચોર બોલ્યો. “આભૂષણો ૨મવામાં મૂકીએ વધારે મઝા આવે.' રમત વધારે જામે.” પોતપોતાની રીતે આભૂષણો મૂકીને રમવા લાગ્યા. રમતનો રંગ બરાબર જામ્યો. ચડસમાં આવીને તલા૨ક્ષકે (કોટવાળે) પોતાની નામાંકીત મુદ્રિકા ૨મતમાં મૂકી દીધી. સર્વકળામાં કુશળ એવા ચોરે એ જ વખતે ૨મતમાં મુદ્રિકા જીતી લીધી. ।।ા
રમત પૂરી થઈ. વળી કોટવાળજી નગરમાં ચોરને પકડવા ફરવા લાગ્યાં. વેશ્યા-ધોબી-કલાર-હજામ– માળી-કુંભાર-બ્રાહ્મણ-સોની વગેરેની (ચારેકોર) શેરીઓમાં ફરે છે. ઘેર ઘેર તપાસ કરી રહ્યો છે. IIII આ બાજુ ચતુર ચોરભાઈ તો પહોંચ્યા કોટવાળને ત્યાં અને તેની સ્ત્રીને કહેવા લાગ્યો. અરે ! બેન ! સાંભળો. તમારા પતિ, ચોરની સાથે જુગાર રમતા હતા. તે રાજાના સુભટોએ જોયા. અરે ! “આ તો ચોરનાં મિત્ર છે” તેવું સમજીને તેમને ગાઢ બંધને બાંધી દીધા છે. હવે રાજાને ખબર પડશે એટલે તમારાં ઘરને શીલ લગાવી દેશે. માટે તમારા જે કંઈ માલ-સામાન હોય તે ઝટપટ પોટકાં બાંધી મને આપી દ્યો. ॥૮॥
ભાઇ ! તમે વાત કરો છો, તે ઠીક છે, તેની ખાત્રી શું ? બેન ! જુઓ આ તમારા સ્વામીની મુદ્રિકા ! ઉતાવળમાં હું બતાવવાની ભૂલી ગયો. પતિના નામાંકિત મુદ્રિકા જોઈને તેથી વિશ્વાસ થતાં ઘરમાં જે જે મૂલ્યવાન વસ્તુ હતી તે કાઢી કાઢીને આપવા લાગી. સઘળો યે માલ ચોરને આપી દીધો. ખાવા માટે થાળી-પ્યાલો-ઘરમાં કંઈ જ ન રાખ્યું. આ રીતે વિદ્યાબળે ચોર સર્વ વસ્તુ લઈને રવાના થયો. IIII
સેનાપતિ સકંજામાં :- એકનું લેણું પત્યું. હવે બીજા ઘરે આવ્યો. કોટવાળનો માલ સામાન બધું જ પોતાના ધરે વ્યવસ્થિત મૂકી દીધું. ચોરભાઈ પહોંચ્યા સેનાપતિને ત્યાં......સેનાપતિને મળ્યા. કહે સેનાપતિજી ! એક દાસની અરજ જો સાંભળો તો એકાંતમાં કહું. વાત તો તમારા લાભની છે. સેનાપતિ કહે..બોલ ! ભાઇ શું વાત છે. II૧૦ના વાત એમ છે કે આ વારાણસીનાં વનની અંદર એક અવધૂત યોગી વસે છે. એ યોગીની મેં બાર વરસ સેવા કરી. તેના ફળ સ્વરૂપે મને એક અદ્ભુત એવો મંત્ર તેમણે આપ્યો. તે મેં લીધો. ।।૧૧।!