________________
૫૮
ધમિલકુમાર રાસ તસ્કર ગ્રહી તુજને દીયું રે, ચાલ અમારી સાથ રે, તામ પુરોહિત ધસમશ્યો રે, વલગ્યો ગણપતિ હાથ રે... જુ. ૩૬ll મંત્રબલે કરી વાંદરો રે, પીંપળ વૃક્ષની ડાળ રે; બાંધ્યું કાખમેં ટીપણું રે, એક હાથે જપ માળ રે... જુ. ૩ી. યજ્ઞોપવિત અર્ચા શિરે રે, શાંતિ કરે જો ભૂપ રે; બે દિન ઠકુરાઈ ભોગવો રે, પછે પુરોહિત રૂપ રે... જુ. ૩૮ પત્ર લખી તરૂ ચોઢીયો રે, નિજ ઠામે ગયો તેહ રે; રાય પ્રભાતે ઓળખ્યા રે, લજવાણા ગયા ગેહ રે... જુ.l૩ી . ઠામ ઠામ કૌતુક જુએ રે, લોક સંત હજાર રે, રાજસભાએ નૃપ જુએ રે, ફરિયાદ આવી ચાર રે... જુ. ll૪ના વાંચી પત્ર તરુ તલે રે, ખેદ મહોત્સવ રૂપ રે, પ્રગટ્યા પુરોહિત દો દિને રે, નિજ ઘર ગત સહ ભૂપ રે... જુ.ll૪૧il. ધમ્મિલ કુમારના રાસની રે, એ કહી બારમી ઢાળ રે;
શ્રી શુભવીર કુંવર તણો રે, હવે રતિ ઉદય નિહાળ રે... જુ. ૪રા રાજાએ સભા બરખાસ્ત કરી. મંત્રણાગૃહમાં મંત્રી, સેનાપતિ રાજા-પુરોહિત અને કોટવાલ, તે પાંચેની પંચપુટી મળી અને હવે ચોરને પકડવાના વિચારો કરવા લાગ્યા. I/૧ી કેમ કે “પંચ (બોલે) ત્યાં પરમેશ્વર” એવી લોકોક્તિ કહેવાય છે. ત્યાં કાર્ય પણ ત્વરાથી સિદ્ધ થાય છે. મંત્રી બોલ્યો. “મહારાજ ! આ ચોર કંઈક વિચિત્ર લાગે છે. કોટવાલજીને આજ્ઞા કરો. બંદોબસ્ત સખત કરે.”
અરે મંત્રીજી ! રાત દિવસ હું સુભટો સાથે જુદી જુદી રીતે પકડવાનો પ્રયત્ન કરું છું. પણ તે રોજ નવા નવા વેષ કરીને, કયા સમયે અદશ્યપણે નગરમાં ઘૂસે છે તે જ ખબર પડતી નથી. મારી વહાલી પ્રજાને લૂટે છે. હેરાન કરે છે. કોટવાળે નમ્રતાપૂર્વક કહ્યું. વળી સેનાપતિ બોલ્યા કે “અનેક સુભટોનો સહકાર છે છતાં આવું કેમ બને તે સમજાતું નથી. પ્રધાનજી ! નક્કી કોઈ અદશ્ય વિદ્યા તેની પાસે હોવી જોઈએ. કારણ કે જે એને પકડવાનો સહેજ પણ પ્રયત્ન કરે છે તેને જ તે લૂંટે છે. તેથી નક્કી આપણી વચ્ચે રહીને આપણને લૂંટે છે. “તો તો હવે પ્રભુનો ઉપકાર માનો કે હજુ સુધી તેણે રાજમંદિરમાં પ્રવેશ કર્યો નથી અને તે પહેલાં જ આપણે સાવધ થઈ ગયા છીએ.” પુરોહિતે વચમાં કહ્યું.
ચોરને પકડવાની તરકીબ? - “મંત્રીશ્વર ! હવે તે માટે તમારી સલાહ શું છે?” રાજાએ પૂછ્યું. “જુઓ મહારાજ ! આપણે બધા સાથે રહીને સખત ચોકી કરીએ.” “વળી રાજનું ! તમારે પૂર્વદિશાના દરવાજે રહેવું. હું ઉત્તર દ્વારે રહું રાઈ પુરોહિત દક્ષિણ દિશાનો દરવાજો સંભાળે, સેનાપતિએ પશ્ચિમ દિશાએ રહેવું. જયારે કોટવાળ સુભટો સાથે લઈને ખુલ્લાં શસ્ત્રો રાખી નગરમાં અને દરવાજાને ફરતાં રહેવું. કારણ આ ચોરની ગતિ જ કંઈ કળી શકાય તેમ નથી. /all