________________
ખંડ - ૧ : ઢાળ - ૧૨
છે ? ક્યાં જાય છે ? કઈ નાતનો છે ? ।।૨૪। તે બોલ્યો. “હું ધોબી છું.’ તમારી પટ્ટરાણી જે પદમણી છે. તેનાં વસ્ત્રો ધોવા જઈ રહ્યો છું. કેમ કે અત્યારે એકદમ નિર્મળ પાણી હોય. ॥૨૫॥
રાજન્ ! આ તો પિદ્મનીના કપડાં, તેમાં સુગંધ હોય તેથી સૂર્યોદય થતાં તો ભમરા વળગી પડે. તેથી રાણીસાહેબનો હુકમ છે કે મારાં વસ્ત્રો હંમેશાં મધ્યરાત્રે ધોવા જવું. શું કરીએ ? આ સરકારની સેવા કઠિન છે. પણ અમારી જાત ધોબીની તેથી સ૨કા૨નો હુકમ માનવો પડે. બોલો રાજન્ ! આવી વાત છે. ।।૨૬। રાજા બોલ્યા - “હમણાં ચોરનો ભય ઘણો રહે છે. તો આ નગરની બહાર કેવી રીતે જઈશ ?” ધોબીએ કહ્યું - “મહારાજ ! આપની તીખી તરવાર જ્યાં ફરતી હોય ત્યાં મને વળી ભય શાનો હોય ?' ।।૨ના
૬૧
સાંભળીને રાજાજી ફૂલાઇ ગયા. કહે છે “ઠીક ! જા ! કદાચ ચોર નજરે પડે તો ત્યાંથી ડિંડી૨ બજાવજે. હું આવી પહોંચીશ. રાજાએ ધોબીને રજા આપી. “જેવો રાજાનો હુકમ.” કહી ધોબી નગરની બહા૨ સરોવ૨તીરે પહોંચી ગયો. ।૨૮।। ગધેડાની ઉપર વસ્ત્રોની પોટકીમાં ઘડો લઈને આવેલ ધોબીએ ઘડો કાઢ્યો. ઘડા ઉપર ચૂનો ચોપડ્યો. એ ઘડો સરોવરના પાણીમાં દૂર જઈને તેને તરતો(ઉંધો) મૂકી દીધો. અને તરત જ ડિંડીર વગાડ્યું. તે સાંભળી રાજા ઘોડા ઉપર ચઢીને ત્યાં પહોંચ્યો. ।।૨૯।
કેમ શું થયું ? ચોર મળ્યો ? રાજા પૂછવા લાગ્યો. ધોબી (ચો૨) કહે છે “મહારાજ ! જુઓ. પેલો જાય...જુઓ ! જુઓ ! પાણીમાં જાય છે. આપણા ભયથી તે નાઠો. અજવાળી રાતમાં તરતો ઘડો આંગળીથી રાજાને બતાવ્યો. એટલે તરત જ રાજાએ પોતાનાં વસ્ત્ર-ભૂષણ વગે૨ે કિનારે મૂક્યાં. ઘોડાની લગામ ધોબીને પકડવા આપી. પોતે કછોટો વાળીને સરોવરમાં, ચોરને પકડવા લોખંડનો દાંડો લઈને તેની પાછળ પાણીમાં પડ્યો. ।।૩૦। રાજા સરોવ૨માં, તો ધોબી (ચો૨) રાજાનાં કપડાં પહેરી ઘોડા ઉપર બેસીને નગરના દરવાજા પાસે આવ્યો. સુભટોને કહ્યું “દરવાજા બંધ રાખો. દરવાજા બંધ કરી દ્યો. હું ચોરને બહાર કાઢીને આવ્યો છું.” સુભટો તથા કોટવાળે રાજાને ઓળખ્યો નહિ. રાજાના વેશમાં ચોરનો હુકમ માનીને દરવાજા બંધ કરી દીધા. ।।૩૧।।
વળી રાજા (ઘોડા ઉપર બેઠેલો) બોલ્યો. જો જો બહારથી કોઈ આવીને દંભ - પાખંડ કરે, અને કહે કે “હું રાજા છું.”તો પણ પ્રભાત સુધી ખોલતા નહીં. આ ચોરને નવનવાં નાટક બહુ કરતાં આવડે છે. એમ કહીને ઘોડો રાજમાર્ગે દોડાવી પોતાના સ્થાનકે (વિશ્રામે) ચાલ્યો ગયો. હવે આ તરફ રાજા સરોવરમાં તરતો તરતો સામે કાંઠે ગયો. ॥૩૨॥
તરતા ઘડા પાસે પહોંચીને રાજાએ, ચોર માનીને જોરથી લોખંડનો દાંડો માર્યો અને ઘડો તો ભાંગી ગયો. રાજા તરત જ પામી (સમજી ગયો) ગયો કે આ ચોરનું જ ચરિત્ર લાગે છે. તે ધોબી નહી પણ ચોર જ હોવો જોઈએ. પાછો કિનારે તરત જ આવી ગયો. ત્યાં તો ન ધોબી જોયો, ન પોતાનાં વસ્ત્રો, ન પોતાનો ઘોડો. રાજાની શંકા પાકી થઈ. ભીનાં કપડે જ રાંકની (ગરીબની) માફક રાજા એકલો દરવાજે આવ્યો, તો દરવાજા બંધ. બહારથી દ૨વાજો ઘણો ખખડાવ્યો. છતાં કોઈ ઉઘાડતું નથી. રાજા કરગરે છે. “હું રાજા છું. મારાં વસ્ત્રો-ઘોડો વગેરે લઈને ચોર ભાગી ગયો છે. દરવાજો ખોલો. ખોલો. ત્યારે દરવાને અંદરથી કહ્યું કે “અમારા રાજાજી તો ક્યારનાં ચોરને બહાર કાઢીને નગરમાં આવી ગયા છે. માટે નક્કી તું જ ચોર છે. ચાલ્યો જા. અત્યારે દરવાજો નહિ ખૂલે. II૩૩ા
23