________________
૨
ધમિલકુમાર રાસ દરવાજા બંધ હોતે છતે રાજા યક્ષના મંદિરે સૂઈ રહ્યો. જ્યારે આ બાજુ ચોર અદશ્ય રૂપ કરી જ્યાં પુરોહિત ગણપતિના મંદિરે જાપ કરી રહ્યા છે ત્યાં પહોંચ્યો. ત્યાં અદશ્યપણે સુગંધી એવાં પુષ્પો અને આભરણોથી (પુષ્પોનાં વસ્ત્રો પહેરીને) શરીર ઢાંકીને મૂર્તિની પાછળ રહ્યો. ૩૪
પુરોહિત પંજામાં - ચોરને પકડવા માટે એકાગ્ર ચિત્તે પુરોહિત ધ્યાન ધરી રહ્યા છે. ગણપતિની મૂર્તિની પાછળ સંતાયેલો ચોર પ્રત્યક્ષ થઈને કહેવા લાગ્યો. હે વત્સ ! માંગ, માંગ, તારે શું જોઈએ? તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. ૩પ તારે ચોરને પકડવો છે? મારી સાથે ચાલ ! તને (સોં!) તેનું રહેઠાણ બતાવું. સાક્ષાત્ ગણપતિ પ્રગટ થયા હોય તેમ, પ્રગટ થઈને તેનો હાથ પકડી લીધો. પુરોહિત પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. If૩૬ll.
જંગલમાં લઈ જઈને, ચોરે તે પુરોહિતને મંત્રબળથી વાંદરો બનાવી દીધો. એક હાથમાં ટીપણું બાંધ્યું અને બીજા હાથમાં જપમાળા આપી. પીપળાના ઝાડની ડાળીએ બાંધી દીધો. ૩છા પુરોહિતની પહેરેલી જનોઈ મસ્તક ઉપર નાંખી પછી તેની પૂજા કરી. પછી કહેવા લાગ્યો કે રાજા તમારા માટે શાંતિકર્મ કરશે તો તમે વળી પાછા મનુષ્ય (પુરોહિત) થશો. આ વાંદરાની બે દિવસની (વાંદરાપણામાં બે દિન) ઠકુરાઈ શાંતિથી ભોગવો. ૩૮
ઉપર જે કહ્યું તે પ્રમાણે કહીને, વળી લેખિત કરીને તે જ વૃક્ષના થડ ઉપર ચોંટાડીને, ચોર પોતાનાં સ્થાનકે ચાલ્યો ગયો. સવાર પડતાં નગરના દરવાજા ખોલ્યા. રાજા દરવાજે આવ્યો. દરવાને રાજાને જોયા. એકબીજાને જોઈને બંને શરમિંદા થયા. પછી પોતાને ઘેર ગયા. //૩૯ નગરના ચારેય દરવાજે (સ્થાને સ્થાને) કંઈક આવા કૌતુકોને હજારો લોકો જુએ છે. હજારો લોકો હસે પણ છે. જ્યારે સમય થયો અને રાજા રાજસભામાં આવ્યા ત્યારે ચાર ફરિયાદીઓ તૈયાર હતા. પોતાની ફરિયાદ નોંધાવી. અમને ચોરે ઠગ્યા છે. II૪ની
જંગલની વાટેથી સમાચાર આવ્યા. વૃક્ષ ઉપર ચોંટેલા પત્રની વિગત વાંચી સૌ ખેદ પામ્યા. પત્રને અનુસારે બીજે દિવસે શાંતિકર્મ રૂપ મહોત્સવ ખેદપૂર્વક નગરજનોની સાથે રાજાએ કર્યો. એટલે પુરોહિત મૂળ સ્વરૂપે પ્રગટ થયા અને રાજાની સાથે પોતાને ઘેર ગયા. ll૪ના ધમિલકુમારના રાસની આ બારમી ઢાળ કહી. શ્રી શુભવીરવિજય મહારાજા કહે છે કે હવે આગળ આગળ અગડદત્તકુમારનો પુણ્યનો પ્રકાશ તમે જુઓ. ૪રા.
પ્રથમ ખંડની ઢાળઃ ૧૨ પૂર્ણ
-- દોહા :પંચમ દિન નૂપ સંસદિ, મંત્રી પ્રમુખ જન સર્વ બેઠા તસ્કર વ્યતિકરે, ચિંતાતુર ગત ગર્વ. ૧૫ રાય કહે મંત્રી સુણો, કરવો કોણ ઉપાય, અગડદા તવ બોલીયા, પ્રણમી ભૂપતિ પાય. રા. ચોર ગ્રહણ હેતે તુમે, ઉચિત નહિ નિરધાર; કમલ ઉખેડણ ઇંદ્રગજ, નખછેદનને કુઠાર. Hall