________________
ખંડ - ૧ : ઢાળ - ૧૩
93
તેણે તસ્કરને ઝાલવા, આપો મુજ આદેશ; સાત દિને નિગ્રહ કરું, નહિ તો અગ્નિપ્રવેશ. ॥૪॥ અવનીપતિ વલતું કહે, તેં વારણ વશ કીધ; તેણે તસ્કર નિગ્રહ ભણી, મેં તુજ આણા દીધ. ॥૫॥ પવનચંડશું કુમર તેહ, મુદિત ગયો ગુરુગેહ; ગુરુઆણા લહી નીકળ્યો, ખડ્ગ સખાઇ તેહ. ॥૬॥
વારાણસી નગરીની રાજસભા પાંચમે દિવસે ભરાઈ. સર્વનું અભિમાન ઓગળી ગયું છે. સભામાં મંત્રી પુરોહિત નગરશેઠ આદિ સભાસદો ચિંતિત છે. ચિંતામગ્ન થયેલ સૌ ચોરની વાતો કરતા બેઠા છે. ૧ કોઈ કોઈ અંદરોઅંદર વાત કરે છે. બાકી મૌન છવાયું છે. નગરજનો પણ સભામાં હાજર છે. મૌનને તોડતાં રાજા પોતે બોલે છે...હે મંત્રીશ્વર ! ચોરની શી વાત કરવી ? મહા ભયંકર છે. આપણને સૌને છેતર્યા. હવે તો હદ થઈ ગઈ. હવે શો ઉપાય કરવો ? જેથી તેનો ઉપદ્રવ શાંત થાય ? તમે સૌ કોઈ પણ ઉપાય બતાવો ? રાજાનું સાંભળી સૌએ નીચે જોયું. કોઈની હિંમત ઊંચે જોવાની હતી જ નહિ. જે બોલે તેને ઘેર જ તે જ રાતે ચોરી થાય. ડરના માર્યા કોઈ બોલતું નથી. સભામાં બેઠેલો પરદેશી છાત્ર અગડદત્ત રાજાના પગમાં પડી કહે છે. I॥૨॥
“હે મહારાજ ! ચોરને પકડવા આપને જવું ઉચિત નથી. કમળને ઉખેડવા માટે ઐરાવત હાથીની જરૂર નથી. નખનાં છેદન માટે કંઈ કુહાડાની જરૂર હોય ? III માટે હે રાજન્ ! હવે આ ચોરને પકડવાનો આદેશ મને આપો. જો સાત દિવસમાં તેનો નિગ્રહ ન કરું તો અગ્નિપ્રવેશ કરવો. ॥૪॥
તે સાંભળી રાજાએ કુમારને કહ્યું - હે વત્સ ! તું આ કામ ચોક્કસ કરી શકીશ. અમને વિશ્વાસ છે કે આની પહેલાં હાથીને વશ કર્યો હતો. તેથી તારી શક્તિને બુદ્ધિને જાણીએ છીએ. ચોરને પકડવાની આજ્ઞા આપું છું. તને જે સહાય જોઈએ તે રાજ તરફથી મળશે. ।। રાજાની આજ્ઞા મળતાં, પવનચંડ પાલકપુત્ર અગડદત્ત ઘણો હર્ષ પામ્યો. રાજાની આજ્ઞા લઈ પંડિત પિતાના ઘેર પહોંચ્યો. ત્યાર પછી ગુરુની આજ્ઞાઆશીર્વાદ લઈ ખડ્ગ સાથે રાત પડતાં પહેલાં પિતાગૃહેથી ચોરનો નિગ્રહ કરવા નીકળ્યો. IIII
ઢાળ તેરમી
(એણે અવસર તિહાં ટુંબનું રે, આવ્યું ટોલું એ દેશી) રાજકુંવર જોતો ફરે રે, કંદોઇ વેશ્યા ગેહ રે, ચતુરનર. કામદેવ દેહરે ગયો હો લાલ, પુજી નમી ધૂપ-દીપશું રે; ધ્યાનદિશા નિશિ તેહ રે, ચતુરનર.
પ્રગટ થઈ તે બોલિયો હો લાલ....।।૧। ચોરની વાત કિશી કહું રે; રતિ પ્રીતિ શણગાર રે, ચતુર. ચો૨વશી નિશિ લેઈ ગયો, હો લાલ....