SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ધમ્મિલકુમાર રાસ યોગિણી ઉદ્યાનમાં -સ્ત્રીયોગીના વેશે સુમતિ મંત્રી રત્નપુરીના ઉદ્યાનમાં આવી વસ્યા. રાજહઠની આગળ મંત્રીને કેવા રૂપે નચાવ્યા. પુરુષજાતિ. સાત મહિના સુધી સ્ત્રીપણામાં યોગિણીના રૂપમાં રહી. કેવી મોહની ગતિ ? વનમાં આવેલી યોગિણી ચારેકોર નજર ફેરવે છે. વનમાં તે દિવસે એક ચિતા બળતી હતી તે યોગિણીએ જોઈ. પવનના સુસવાટે ધૂમાડાના ગોટા નગર ભણી જતા હતા. અને ચિતા આગળ કેટલાયે નગરજનો ભેગા થયા છે. વળી લોકો બોલતા હતા કે આ જગત ઉપર મોહરાજાનું સામ્રાજ્ય ઘણું બળવાન છે. વિદ્વાનો-પંડિતો-સુજ્ઞજનો પણ મોહના પંજામાં આવતાં પોતાની ટેક (નિયમ)ને તોડનાર થાય છે. રાગી જીવોને રાગમાં રોળી નાખ્યાં. રે ! આ મહીયલ જગતમાં મોહરાજા મહાબળવાન છે. તેના મોહરાજાની આગળ રત્નશેખર રાજા શા હિસાબનો? આજે વિચિત્ર દશા રાજાની થઈ છે. રાજા પોતાની પ્રજા આગળ કહે છે કે હે પ્રજાજનો ! મંત્રીશ્વર ગયા આજે સાત સાત મહિના પૂરા થવા આવ્યા. અવધિ આપીને ગયેલો હજુ આવ્યો નથી. મંત્રીની મુદત આજે પૂરી થાય છે. રત્નવતી પણ ના મળી. તેથી હવે તો મારે મરવું જ રહ્યું. હવે જીવીને શું કામ છે? રા. અગ્નિપ્રવેશની વાત - રાજા આ પ્રમાણે નિશ્ચય કરી હાથમાં શ્રીફળ ધારણ કરીને, મહેલમાંથી નીકળી નગર બહાર જઈ રહ્યા છે. નગરજનો - મહાજનો સમજાવવા છતાં પાછા ફરવા તૈયાર નથી. નગરના લોકો માર્ગે બે બાજુ ઊભા છે. રાજા આગળ વધી રહ્યા છે. ૩ જોગણને નગર દરવાજે રાજા આવતો દેખાયો. આ દશ્ય જોતાં જ માની લીધું કે રાજા મરવા જઈ રહ્યો છે. એટલે ત્વરિત ગતિએ રાજા સન્મુખ આવી ગઈ. યોગિણીને જોઈ મંત્રી-પ્રમુખ આદિ રાજકર્મચારીઓ રાજાને વિનતિ કરે છે. હે મહારાજ ! થોભો ! જુઓ ! જુઓ ! આ જ્ઞાની જોગણ આવ્યાં છે. થોડી ધીરજ ધરો. I૪ll રાજાની સાવ નજીક જોગણને મંત્રી લઈ જાય છે. સર્વ હકીક્ત જણાવી. (જોગણ રૂપે મંત્રીશ્વર તો બધી જ વાત જાણે જ છે) જોગણ રાજાને ઘણી ધીરજ આપીને કહે છે “રાજન્ ! જરા ધીરા થાવ ! ક્ષણમાત્ર વિચારમાં મગ્ન બની વળી જોગણ કહે છે. તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થાઓ. આશીર્વાદ આપીને બરાબર રાજા સન્મુખ ઊભી રહી. રાજા ગણના આશીર્વાદને સ્વીકારતો ઘણો આનંદ પામ્યો. અને જોગણને બે હાથ જોડી પ્રણામ કર્યા. પણ રાજાની પડખે ઊભેલા નવા મંત્રીશ્વર બોલ્યા. રે! યોગિણી ! અમારી એક મુંઝવણ છે તે અમે તમને કહીએ છીએ. તમારા જ્ઞાનબળે કરીને તેનો ઉપાય બતાવો. રાજા તમને બક્ષિસ આપશે. માટે આપ મનસ્થિર કરીને, સંપૂર્ણ વાત વિચારીને અમને તે જણાવો. //૬ની વાત એવી છે કે અમારા મંત્રીમંડળના મુખ્યમંત્રી સાત મહિનાનો સમય આપીને, ઘણા ઉલ્લાસપૂર્વક રત્નાવતી કન્યાને શોધવા ગયા છે. IIી આજે તે અવધિ પૂર્ણ થાય છે. એટલે સાત મહિનાનો આજે છેલ્લો દિન છે. પણ અમારા મંત્રીશ્વર આવ્યા નથી. તેઓ ક્યારે આવશે? તરત જ રાજા વચમાં બોલી ઊડ્યા. “ભાઈ ! અગ્નિમાં બળી મૂઓ તે કોઈ ક્યારે પાછો આવે ખરો? ન જ આવે. તો શું જોગણને આવા પ્રશ્ન પૂછે છે ? ll૮ી. રાજા બોલ્યા : હે મૈયા! મંત્રીશ્વરનો પ્રશ્ન જવા દો. પણ તમે નિમિત્તના જાણકાર છો. તો હું તમને પૂછું છું કે તે રત્નાવતી કોણ અને ક્યાં રહે છે? તે જણાવો જોગણ કહે છે – “રાજન !” આવી વાતો ઊભા ઊભા ન કરાય. ઊભા કરેલી વાત ઊભી જ રહે. માટે સુંદર સ્થાનમાં બેસીએ. એકાંતમાં બધી વાત કરીએ.llી રાજાએ તરત જ આજ્ઞા કરી. નજીકમાં તંબુ નંખાવ્યા. બેઠક બનાવીને યોગિણીને બેસાડી. રાજા પણ યોગસ્થાને બેઠો. મંત્રી વગેરે પણ તે તંબુમાં રાજાની સાથે ઉચિત સ્થાને બેઠા. યોગિણી
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy