________________
ખંડ - ૫ : ઢાળ - ૯
393
કહે - ‘રાજન્ !' તમારા મંત્રીશ્વર અગ્નિકુંડમાં પડ્યા. ત્યાં સુધી વૃત્તાંત તમે સાંભળ્યો. પછી શું થયું ? ખબર નથી. તો સાંભળો. વનદેવતાએ અગ્નિકુંડમાં પડેલા મંત્રીશ્વરને ક્ષણમાત્રમાં સમુદ્રમાં - સાતસો યોજનથી અધિક દૂર આવેલ સિંહલદ્વીપની આગળ મૂકી દીધા. સિંહલદ્વીપના જયપુર (વિજયપુર) નગરના રાજા જયસિંહની કુંવરી તે જ રત્નવતી છે. ।।૧૦+૧૧/
તે પૂર્વભવમાં જે વનમાં હરણ-હરણી હતાં. ત્યાં વિહાર કરતાં રામચંદ્રમુનિ પધાર્યા. વનમાં પણ એક કઠિયારાને ધર્મ સાંભળવાનું મન થયું. વિનતી કરી. રામચંદ્રમુનિએ તેને જૈન ધર્મની વાતો સમજાવી. વ્રત નિયમનાં પચ્ચકખાણ કરાવ્યાં. હરણ-હરણી યુગલે પણ આ મુનિની વાતો સાંભળી. તેમણે પણ વ્રત ધારણ કર્યા. ચંદ્ર અને રોહિણી જેવી પ્રીતિ હોવાથી બંને સાથે વ્રતપાલન કરતાં હતાં. ૧૨॥ આયુષ્ય ક્ષય થયે હરણી મૃત્યુ પામી. સિંહલદ્વીપના જયપુર નગરના રાજા જયસિંહની રાજકુંવરી રત્નવતી થઈ. રાજાને ત્યાં અવતરી જ્યારે તે યૌવનવયમાં આવી ત્યારે એક દિન પૂર્ણિમાનો ચંદ્ર જોતાં હરણિયાનું લંછન જોઈ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. I॥૧૩॥
રત્નશેખર રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઃ- પોતાનો પૂર્વભવ જોયો. યૌવનવયમાં આવેલી રત્નવતીએ નિયમ લીધો. કે પૂર્વભવનો ભરથાર મળે તો તેને વરીશ. નહીં તો મહાવ્રતને ધારણ કરીશ. ॥૧૪॥ યોગિણીએ તંબુમાં રાજા મંત્રી વગેરેની સન્મુખ રત્નવતીની વાત કરી. તે વાત સાંભળી રાજા મૂર્છા પામ્યો. મૂર્છા વળતાં ઊહાપોહ કરતાં રાજાને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ સાંભર્યો અને તે સાંભરતાં રાજા રડવા લાગ્યો. રડતાં રડતાં કહે છે કે “ધિક્કાર છે ! ધિક્કાર છે.” આ વિધાતાને કે અમને કેટલાં બધાં એકબીજાથી દૂર કરી નાંખ્યા. ॥૧॥ આ વિધાતાને શો ઓલંભો આપું. મારી પ્રાણપ્યારી વ્હાલી વલ્લભા કેટલી દૂર થઈ ગઈ. જે અસાધ્ય કાર્યને સાધ્ય કરી આપનાર મારો મંત્રી પણ પરલોકે પહોંચ્યો. તેના વિના જીવવું હવે નકામું છે. ।।૧૬।
ત્યારે જોગણ બોલી. “મહારાજ ! સાંભળો ! હૈયે ધીરજ રાખો. હું તમને સુમતિ પ્રધાન મેળવી આપીશ. રાય કહે ! “મા !” મારો પ્રધાન મને મળે તો મા તમે મને જીવિતદાન આપો છો. ।।૧૭। વળી કહે છે મા ! તમારા ઉપકારને કદી નહીં ભૂલું. જોગણ ત્યાંથી રવાના થઈ. જંગલમાં ગઈ. રૂપપરાવર્તન વિદ્યાનું સ્મરણ કર્યું. પોતાના મૂળ સ્વરૂપે સુમતિ પ્રધાન આવી ગયા. અને તરત રાજા પાસે હાજર થયા. સુમતિમંત્રીને જોતાં જ રાજા ઊભા થઈને એકદમ ભેટી પડ્યા. II૧૮। મંત્રીશ્વરે રાજાને નમસ્કાર કર્યા. રત્નવતીએ આપેલો હાર, મંત્રીશ્વરે રાજાને અર્પણ કર્યો. રાજાના પૂછવાથી મંત્રીશ્વરે મૂળથી સઘળો વૃત્તાંત એકાંતમાં કહી જણાવ્યો. તે સાંભળી રાજા ઘણો આનંદ પામ્યો. ૧૯।
રત્નવતીની પ્રાપ્તિ :- હવે રત્નવતીને મેળવવા રત્નશેખર રાજા તૈયાર થયા. બીજા મંત્રી મુખ્ય જે હતા. તેઓને રાજ્યનું સંચાલન ભણાવી. રાજા મંત્રી જવા તૈયાર થયા. સુમતિ મંત્રીશ્વરે યક્ષદેવનું સ્મરણ કર્યું. દેવનું સાનિધ્ય મળતાં થોડા પરિવારને લઈને હવે રાજા વિજયપુર નગરે પહોંચ્યા. ॥૨॥ મંત્રીની સૂચના અનુસારે રાજા પોતાના માણસો સાથે કામદેવના મંદિરમાં જુગાર રમે છે. સમય થતાં વશીકરણની વેલ સરખી, સખીઓથી પરિવરેલી રત્નવતી, પૂજાપો હાથમાં લઈને કામદેવના મંદિરમાં આવી. ॥૨૧॥
સુવર્ણની સોટી હાથમાં ધારણ કરેલી એક દાસી આગળ ચાલી આવીને મંદિરના આંગણે ઊભી રહીને કહે છે. મંદિરમાં જે કોઈ પુરુષો હોય તો સૌ બહાર નીકળી જજો. રાજકુંવરી પૂજા કરવા આવી