________________
ખંડ - ૪ : ઢાળ - ૧
૨૨૦
તે જ વખતે ધમિલે સરકીને પાછળ જઈને તેનું પૂંછડું પકડી લીધું. બરાબર વળગી ગયો. તેથી હાથી તેને પકડવા ગોળ ગોળ ફરી રહ્યો છે. પણ ધમ્મિલ પૂંછડું છોડતો નથી. છોડે તો તેના બાર વાગી જાય. ઘણું રમાડ્યો. ઘણો જમાવ્યો. ગોળ ગોળ ચકરાવો લેતાં હાથી થાકી ગયો. હાથીને થકવી નાંખ્યો. છેવટે ગળિયા બળદની જેમ ત્યાં ને ત્યાં જ ભૂમિ ઉપર પડ્યો. ll૧છી જયાં જમીન ઉપર ઢળી પડ્યો, તો તરત જ પૂંછડું છોડી દઈને ધમ્મિલ આગળ આવીને દંતશૂલ ઉપર પગ મૂકીને હાથી ઉપર ચડી ગયો. અને હાથીના ગંડસ્થલની અંદર જોરદાર ઘા કર્યો. જે ઘા સહન કરી ન શકતો હાથી, બરાડા પાડતો ઊઠીને ગિરિકંદરામાં જલ્દી ચાલ્યો ગયો, ધમ્મિલ કુદકો મારીને ઊતરીને રથ ઉપર આવી ગયો. /૧૮
ધમિલનું આ મોટું પરાક્રમ સાહસ જોઈને બંને સ્ત્રીઓ વિસ્મય પામી. કુંવર પણ રથ ઉપર ચડી, રથને આગળ ચલાવવા લાગ્યો. હજુ આગળ થોડો ગયો ત્યાં તો વિકરાળ ભયંકર મોટો પાડો સામો આવતો જોયો. તે પાડાએ રથને જોડેલા અશ્વો જોયા. તે અશ્વને મારવા માટે દોડતો સામો ધસી આવ્યો. ૧૯ી ધમ્મિલ પણ પામી ગયો કે પાડો મારા અશ્વને મારવા માટે દોડી આવ્યો છે. તો સમયસૂચકતા વાપરીને ધમ્મિલ રથને તે જ ક્ષણે માર્ગની બાજુ વનની ઝાડીમાં લઈ ગયો. તરત જ રથમાં જ રહીને ધમ્મિલ સિંહનાદ કર્યો. જેમ મુનિભગવંત જ્ઞાનબળે પ્રમાદથી દૂર ભાગે, તેમ સિંહનાદ સાંભળી પાડો જીવ લઈને ભાગી ગયો. ll૨૦ના
હવે રાત્રિનો છેલ્લો પ્રહર છે અટવીમાં રથ આગળ જઈ રહ્યો છે ત્યારે પલ્લીનો નાયક સેનાપતિ અર્જુન ભિલ્લનું મોટું ટોળું લઈને કીકીઆરા અને હકોટા કરતું આવી રહ્યું છે કોણ છે? ઊભા રહી જાવ. ૨૧ ભિલ્લનું ટોળું જોઈને બંને સ્ત્રીઓ ભયથી ધ્રૂજવા લાગી. બંને સ્ત્રીઓને ધીરજ આપીને કુમારે રથમાં રહેલાં હથિયારો લીધાં. પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરીને રથમાંથી ઊતરી અર્જુનના પરિવાર સામે લડવા તૈયાર થયો. રરો
કુંવરે યુક્તિ વાપરી. એક ભિલ્લને હણીને તેના હાથમાં રહેલું, શક્તિ ફલક (જેમાંથી અગ્નિમાં કણિયા-તણખા નીકળે તેવી શક્તિ ધરાવતું શસ્ત્ર) પોતે ગ્રહણ કરી લીધું. શક્તિ ફલક ધમિલના હાથમાં જોતાં (સામે વાળા) ભિલ્લો યુદ્ધ કરવાનું મૂકીને સૌ ભાગવા લાગ્યાં. ભિલ્લપતિ અર્જુને જોયું કે મારું સૈન્ય ભાગવા લાગ્યું છે. તેથી પોતે યુદ્ધ કરવા સામે આવ્યો. ૨all ધમિલ અને અર્જુન બંને સામસામાં આવી ગયા. બંને મહારથી એકબીજાથી ગાંજ્યા જાય તેમ નથી. ત્યાં જ ધમિલે છળ કરીને શક્તિફલક શસથી પળવારમાં અર્જુનને હણી નાંખ્યો. જેમ પવનના સુસવાટે ઘાસ ઊડી જાય, તેમ બાકી રહેલા ભિલ્લો પણ ત્યાંથી ભાગી છૂટ્યા. ll૨૪l
ધમિલે આવીને રથ વળી પાછો આગળ હંકાર્યો. તે જ વખતે કમળા વિમળાને કહે છે “બેટી! તું - મારી વાત સાંભળ! આ રાંકડો નથી. પણ તે સમુદ્રમાં રોહિત મત્સ્યની જેમ ભવિષ્યમાં નક્કી રાજા થશે. /૨પી. વળી સાંભળ તેણે જે કહ્યું કે “હું ખેડૂત છું, હું ગોવાળિયો છું.” તે વાત તદન ખોટી છે. આપણે હમણાં તેની પ્રત્યક્ષ કળાઓ જોઈ છે ને ! તેથી જણાય છે કે તે ક્ષત્રિયપુત્ર કે શ્રેષ્ઠિપુત્ર હશે.” ૨૬.
આ પ્રમાણે કમળા ધાવમાતાની વાત સાંભળીને વળતું વિમળા કહેવા લાગી. “મા, તને તક મળી એટલે મને પાછી એ જ વાત કરવા લાગી. વળી મને સમજાવવા લાગી. મારી આગળ આવી વિરુદ્ધ વાત કરીશ નહીં. નહીંતર આ કાગડા જેવો, હંસલી જેવી મને લઈ જશે.” ||૨૭ી આ પ્રમાણે વાતો કરતાં જઈ રહ્યાં છે. રાત પૂરી થઈ. આ રાત તેઓને વિપ્નોથી ભરેલી હતી. પણ હેમખેમ પાર ઊતરી ગયાં. સવાર થતાં જંગલ પણ પૂરું થયું. એક સુંદર સરોવર આવ્યું. ત્યાં સૌ પહોંચ્યાં. ૨૮